________________
પ્રકારનાં શ્રેષ્ઠ વૃક્ષો ધરાવતાં જંગલોમાં સંતાડવામાં આવેલા હતા, વિપુલ ખજાનાઓ કે જે બાળવાની (સ્મશાનગૃહ) કે દાટવાની (કબ્રસ્તાન) જગ્યાઓમાં છુપાવવામાં આવેલા હતા, વિપુલ ખજાનાઓ કે જે ઉજ્જડ ઘરોમાં છૂપાવવામાં આવેલા હતા, વિપુલ ખજાનાઓ કે જે પહાડોની ગુફાઓમાં છૂપાવેલા હતા, વિપુલ ખજાનાઓ કે જે ધ્યાન કરવા માટે ઊભી કરવામાં આવેલી જગ્યાઓમાં છૂપાવવામાં આવેલા હતા, વિપુલ ખજાનાઓ કે જે પર્વતોમાંથી કોતરી કાઢેલી ઇમારતોમાં કે રાજાઓના દરબારગૃહોમાં છૂપાવવામાં આવેલા હતા, આ બધા જ વિપુલ ખજાનાઓ કૃપણ વ્યક્તિઓ દ્વારા આ બધાં વિશિષ્ટ સ્થાનોમાં મૂકવામાં આવેલા હતા. 89 જે રાત્રિ દરમ્યાન શ્રમણ ભગવાન મહાવીર સિદ્ધાર્થના જ્ઞાતાકુળ
પરિવારમાં લાવવામાં આવ્યા હતા ત્યારથી જેનાં ઘરેણાં બનાવવામાં ન આવ્યા હોય તેવા સોના અને ચાંદીની, સોનાના અલંકારોની, નીચેના જેવાં ચારે પ્રકારનાં ધનની જેવાં કે (1) ફળ, ફૂલો વગેરે જેવી ગણી શકાય તેવી ચીજોની (2) ગોળ વગેરે તોલી શકાય તેવી ચીજોની (8) માખણ, તેલ, મીઠું વગેરે જેવી માપી શકાય તેવી ચીજોની (4) કાપડ કે જે ફૂટ અને વારથી માપી શકાય તેવી ચીજોની અને વધુમાં ઘઉં, ચોખા અને વિવિધ પ્રકારનાં કઠોળ જેવાં ધાન્યોની, પ્રદેશોનાં સામ્રાજ્યોની, હસ્તિઓ, અશ્વો, રથો અને યોદ્ધાઓ જેવાં લશ્કરી બળોની, ગાડાંઓ, ગધેડાંઓ વગેરે જેવાં વાહનોની, નગદ ખજાનાઓની, અનાજની વખારોની, કસબાઓની, અંતઃપુરોની, કસબાઓની, પ્રજાની અને કીર્તિની વૃદ્ધિ (તે પરિવારમાં) થઈ. તદુપરાંત તે પરિવારમાં વિપુલ ધનની, ભારે કિંમતની સંપત્તિની (જેવી કે ગાયો, ભેંસો વગેરે), કાચા સોનાની (ઘરેણાં બનાવ્યાં ન હોય તેવા સોનાની) અથવા ઘરેણાં બનાવ્યાં હોય તેવા સોનાની, રત્નોની, મૂલ્યવાન મણકાઓની, મોતીઓની, શંખોની (જમણી બાજુના વળાંકોવાળા) રાજાઓ તરફથી મળેલા ઇલકાબોની, પરવાળાંઓની, લાલ રત્નોની (નીલમ), માણેકોની અને અન્ય મૂલ્યવાન ચીજોની તથા વાસ્તવમાં અસ્તિત્વ ધરાવતી (કાલ્પનિક નહીં) મૂલ્યવાન ચીજોની તેમજ પ્રેમ અને આદરપૂર્વક સગાંસંબંધીઓ
- ૫૫ -