________________
ત્રિશલા ક્ષત્રિયાણીને નીચે મુજબની ઇચ્છાઓ હતી. (1) પ્રાણીઓને મારવાની મનાઈ (કરવાના)ના ઉદ્દેશથી મારે ઢોલ
વગડાવીને ઢંઢેરો પીટાવવો જોઈએ, અને એમ કરનારને (જીવહત્યા ન કરનારને) મારે બક્ષિસો આપવી જોઈએ. મારે મારી વડીલ વ્યક્તિઓને સંપૂર્ણ માન આપવું જોઈએ. મારે તીર્થકરોને ભજવા (પૂજવા) જોઈએ. તહેવારની ભવ્ય ઉજાણીઓ દ્વારા મારે મારા સાધર્મિકોને ! બંધુત્વની સેવા પૂરી પાડવી જોઈએ. મારે મારી જાતને સિંહાસન ઉપર આસનસ્થ કરવા ઉપરાંત મારા મસ્તક પર સુંદર છત્ર ધારણ થયેલું હોવું જોઈએ અને યાકુની પૂંછડીના વાળની બનેલી બે ચમરીઓ વડે મારા શરીર પર પવન ફેંકાતો હોવો જોઈએ અને મારા પગ નીચેનો બાજઠ રાજાઓના મુગટમાં રહેલાં કીમતી રત્નો વડે ઝગમગતો હોવો જોઈએ. (અર્થાત્ તે મારા પગને સલામ કરતાં હોવાં જોઈએ). અત્યંત ઉચ્ચ સ્થાને રહેલ હુકમો કરવાની તાકાતની સ્થિતિ વાસ્તવિક રીતે માણી શકું
તેમ થવું જોઈએ. (8) સર્વે દિશાઓમાં ફરકતા ધ્વજો સાથે હાથીના મસ્તક ઉપર હું બેઠેલી
હોવી જોઈએ અને બધી દિશાઓને સંગીતના સુરો ભરી દેતા હોવા જોઈએ અને લોકો દ્વારા આનંદપૂર્વક જય ! જય ! વિજય ! વિજય ! વગેરે જેવા તેમના આનંદદાયક અવાજો વડે મારી પ્રશંસા થવી જોઈએ. આનંદબાગની નિષ્પાપ રમતોનો મને અનુભવ થવો જોઈએ. આવી લાગણી મને થાય છે.
આ ત્રણ ઉક્તિઓમાં પણ પાછળથી બનાવટ થઈ હોવી જોઈએ. સ્પષ્ટપણે તે એવો નિર્દેશ કરે છે કે લોકોના મનમાં તેમજ સાથે સાથે તેણીના પોતાના મનમાં બે બાબતો સહુથી આગળ તરી આવે છે. પ્રથમ તો લોકોનું કલ્યાણ અને કોઈને ઈજા નહિ એવો ધર્મ અને બીજું દુન્યવી તાકાતનો મહિમા અને ઠાઠમાઠ. તેથી આવનારા મહાન બાળક વિશે તેઓ સર્વોત્તમ રીતે જે કલ્પી શકે તે એ હતું કે તે મહાન રાજ્યકર્તા મહારાજાધિરાજ બનશે અથવા મહાન ધર્મોપદેશક બનશે.