________________
પ્રમાણમાં સહેલાઈથી વાળી કે કેળવી શકાય છે અને યોગ્ય તાલીમથી તેમને આપવો હોય એવો આકાર આપી શકાય છે અને તેની પોતાની વાતને આધાર આપવા માટે તે બર્નાર્ડોની નોંધોનો સંદર્ભ આપે છે.
ગાલ્યનિયનો, હર્બાર્ટિયનો, મેકબ્રાઈડ, મેન્ડેલ, લેમાર્ક, ડાર્વિન, મેકડુગલ વગેરે ‘પ્રકૃતિ' (Nature)ના પુરસ્કર્તાઓ છે.
જોડિયાં બાળકોના અભ્યાસ પરથી અને નીતિભ્રષ્ટ ગુનેગારોના જ્યુક પરિવારના અભ્યાસ પરથી તેમણે એમ તારવ્યું કે માનવીનું ચારિત્ર્ય તેના પોતાના વ્યક્તિત્વના જેટલું જ તેના પૂર્વજોને મળતું આવે છે. માણસનું પર્યાવરણ એ માત્ર એક અસ્માત છે કે જેના દ્વારા તેના વારસાઈ ગુણોનું માત્ર પ્રદર્શન થાય છે, પરંતુ તે (નવેસરથી) પેદા કરી શકાતા નથી.
કદાચ હર્બાર્ટિયનો માને છે કે બધાનાં માનસ કોઈક કૌશલ્યપૂર્ણ ઉપચાર કે કોઈક વ્યવસ્થિત યોજના વડે સમાન રીતે ઘડી શકાતાં નથી.
સર પર્સીનન પોતાના સ્વનિર્ણાયકતાના સિદ્ધાંત દ્વારા આ બાબતને વારસાગત બક્ષિસો અને પર્યાવરણ એ બંનેથી સ્વતંત્ર ગણે છે. વ્યક્તિનું જીવન ફલિત કોષથી શરૂ થાય છે અને તે કોષ રસ ધરાવે છે. સર્જનાત્મક શક્તિના કેન્દ્ર સ્વરૂપે તે વારસાઈ બક્ષિસો અને પર્યાવરણ બંનેને તેના પ્રદર્શનના માધ્યમ તરીકે ઉપયોગમાં લે છે. મેન્ડેલનો અસામાન્ય ઊંચાઈ ધરાવતા અને વામન વટાણાના છોડનો પ્રયોગ અત્યંત જાણીતો છે. તે વારસાની બાબતમાં સંરક્ષક વલણને વર્ણવે છે.
લામાર્કના સિદ્ધાંત મુજબ કોઈ દૈહિક અંગમાં મુખ્યત્વે ઉપયોગ અને અનુપયોગને આધારે સુધારા થાય છે અને તે (સુધારા) પોતાની સંતતિને આપવામાં આવે છે, જે તેમનામાં પછીથી તે જ દિશામાં વિકાસ પામે છે. આજ રીતે જૂનીમાંથી નવી જાતિઓ પેદા થાય છે. ‘યોગ્યતમની ચિરંજીવિતા'એ ડાર્વિનના સિદ્ધાંતની મુખ્ય ઉલ્પના છે.
આ રીતે મળેલા પુરાવા પરથી આપણે કહી શકીએ કે ગતિશીલતા વારસો કે પ્રકૃતિ દ્વારા પૂરી પાડવામાં આવે છે, પરંતુ તે તાલીમથી પર્યાવરણ દ્વારા જ વાસ્તવમાં પ્રત્યક્ષ થાય છે. બુદ્ધિમાનોની જાતિ ગમે તેટલી માત્રામાં આપવામાં આવેલી માત્ર કેળવણી દ્વારા પેદા થતી નથી.
આથી સેન્ડીફોર્ડ બાળકો માટે આપણે નિર્ણય લઈ શકીએ કે તેઓ
*to*
→