________________
એ જમાનામાં પ્રત્યેક વૃક્ષને એક દેવ અને પ્રત્યેક નદીને એક પ્રમુખદેવ હોય જ એમ માનવામાં આવતું હતું ત્યારે એમાં કંઈ જ આશ્ચર્ય નથી કે માનવ કલ્પનાનો એક દેવ હોય એમ વિચારવામાં આવે અને તે ગર્ભની ફેરબદલી અંગે અત્યંત કૌશલ્ય ધરાવતો હોય.
આ બંને હકીકતોને (કૃષ્ણની દંતકથા વિશેની ભૂલવી જોઈએ નહિ) પ્રારંભના જીવનચરિત્ર લેખકો નજરઅંદાજ કરવાની બાબતમાં અત્યંત ચતુર હતા. તેમણે તેના બધા જ લાભ-કદાચ ગેરલાભ - લીધા અને બ્રાહ્મણોને તદ્દન માનભંગ કરવા માટેની વાર્તા રચવામાં કોઈ જ ખચકાટ અનુભવ્યો નહિ.
પરંતુ પછી પ્રશ્ન એ થાય છે કે અંક 82 કેવી રીતે યાદ આવે છે અને આ અંક સાથે શી અગત્ય જોડાઈ છે.
જો આપણે એ સિદ્ધાંત માની લઈએ કે દેવાનંદા કેટલાક પૂર્વજન્મોમાં મહાવીરની માતા હતી તો 82 એ અંક અને સ્વપ્નો એ બધું જ આપણા ઉદ્દેશ માટે બિનમહત્ત્વનું બની જાય છે.
પરંતુ એક વધુ સમાન રીતે દીઠે ખરું લાગે એવું તારણ છે કે એક બ્રાહ્મણ સ્ત્રી દેવાનંદાએ વાસ્તવમાં સ્વપ્નો જોયાં હોય અને એક શક્તિશાળી આત્માને ગર્ભમાં ધારણ કર્યો હોય. પરંતુ આખરે 82 દિવસ પછી તેને કસુવાવડ થઈ ગઈ હોય કારણકે ઋષભદત્ત અને દેવાનંદાને કોઈ સંતાન હોવા અંગેનો કોઈ જ નિર્દેશ મળતો નથી. | (જોકે એ નોંધવું જોઈએ કે દેવાનંદાએ જોયેલાં સ્વપ્નો આબેહૂબ ત્રિશલાએ જોયેલાં સ્વપ્નો જેવાં જ હતાં અને વિદ્વાન બ્રાહ્મણો પૈકી સ્વપ્નોને સમજાવવા કે આવી ફેરબદલી કે કસુવાવડને વર્ણવવા માટે કોઈ જ આગળ આવ્યું નહિ)
દેવાનંદાને કસુવાવડ થઈ હોવી જોઈએ એ તારણ એ પછીથી બનેલી હકીકતમાંથી ટેકો મેળવે છે. બરાબર 82નો અંક અને કસુવાવડ ત્રિશલાના મનમાં પણ માથે તોળાઈ રહેલો ભય પેદા કરે છે કારણ કે તેના પોતાના અંગે પણ આવી જ શંકા ઉદ્ભવી શકે છે.
' સ્વપ્નો ત્રિશલાના ગર્ભાશયમાં મહાન આત્મા ગર્ભસ્થ થયો તે પછી પરંપરા આપણને દર્શાવે છે કે તેણીએ ચૌદ મહાન સ્વપ્નો જોયાં. હવે આપણે