________________
અને એક અત્યંત કમનસીબ એવી બે નારીઓને તદ્દન એક સમાન એવાં સ્વપ્નો કેવી રીતે આવી શકે ? સ્વપ્નોનું અર્થઘટન કરનારાઓ કહે છે કે બેંતાળીસ સામાન્ય સ્વપ્નો હોય છે અને ત્રીસ મહાન સ્વપ્નો હોય છે અને આ ત્રીસ સ્વપ્નો પૈકી ચૌદ સ્વપ્નો એક પછી એક જોઈને સંયોગાનુસાર આવી મહાન વ્યક્તિની માતા જાગી જાય છે.
પરંતુ આ બંને નારીઓ તેમનાં તદ્દન ભિન્ન પર્યાવરણ અને સંજોગો હોવા છતાં સાદૃશ્ય અને એકસમાન ક્રમમાં એકસરખા ચૌદ સ્વપ્નો જુએ છે. સ્વાભાવિક રીતે જ આ બાબત આપણા મનમાં શંકા ઊભી કરે છે.
ઘડીક માટે ધારી લઈએ કે સમાન મહત્ત્વાકાંક્ષાના દબાણ હેઠળ અને વધુમાં ખાસ કરીને સ્વપ્નોનું વિજ્ઞાન કહે છે કે આવાં સ્વપ્નો જોનારી માતા શક્તિશાળી પુત્રને જન્મ આપશે જે કાંતો મહાન ચક્રવર્તી થશે અથવા તો મહાજ્ઞાની ધર્મગુરુ બનશે, આવી કેટલીક વાર્તાઓ બંને મહાન સ્ત્રીઓએ સાંભળી હશે અને તેથી તે તદન શક્ય છે કે આવાં સ્વપ્નો જોયાં હોય અથવા તો જોયાં હોય એવું તેમને લાગ્યું હોય, કારણ કે એ મુદ્દો પણ નોંધવો જોઈએ કે તેમણે સ્વપ્નો એવી સ્થિતિમાં જોયાં છે કે સંપૂર્ણપણે ઊંઘતી પણ ન હતી અને સંપૂર્ણપણે જાગતી પણ ન હતી.
' પરંતુ જો આપણે આને માની લઈએ તો પણ આપણે બે પરસ્પર વિરૂદ્ધ પરિણામોને કેવી રીતે વર્ણવી શકીએ ? જો કોઈ બે વ્યક્તિઓ તદ્દન એકસરખાં સ્વપ્નો જુએ તો બંને સમાન આધ્યાત્મિક સ્તરે હોવા છતાં શા માટે એક વ્યક્તિનાં સ્વપ્નો ફળદાયી બનતાં નથી ?
શું સ્વપ્નના વિજ્ઞાનને નીચેની પંક્તિ વર્ણવતી નથી ?
धर्मरतः समधातुर्य स्थिरचित्तो जितेन्द्रियः सदयः।। प्रायस्तस्थ प्रार्थितमर्थम् स्वप्नः प्रसाधयति॥
જે વ્યક્તિ તેના ઘર્મ પ્રત્યે સમર્પિત છે, તેના દેહનો મિજાજ સુસમતોલ છે, જે સ્થિર મનનો છે, જેણે પોતાની ઇન્દ્રિયો ઉપર કાબૂ મેળવેલો છે, જે દયાળુ છે તેને આવેલાં સ્વપ્નો મોટે ભાગે ઇચ્છિત વસ્તુને સફળ રીતે પૂર્ણ કરે છે.
ઈન્દ્રનો તરંગ આપણા મનનું સમાધાન કરતો નથી. હવે આપણે વ્યક્તિગત સ્વપ્નોનું વર્ણન જોઈએ. આ વર્ણનો સ્પષ્ટ