________________
દિવાલો હશે. (14) ધૂમ્રવિહીન જ્યોતને જોઈને (કહી શકાય કેતે ધાર્મિક
વ્યક્તિઓના આત્માઓને પાવન કરશે. સ્વપ્નો વિશે પરંપરા આ પ્રમાણે કહે છે. આનો ઊંડો અભ્યાસ કર્યા પછી અલંકૃત કવિતાનાં ફોતરાંમાંથી સત્યરૂપી ધાન્યને છૂટું પાડવું. એ આપણું કર્તવ્ય બનશે. આપણી સામે ઊભા થતા થોડાક પ્રશ્નાર્થોનું પૃથક્કરણ કરવાનો, સમજવાનો તેમજ તેમના ઉત્તરો આપવાનો પ્રયત્ન કરીને આપણે તે ઉત્તમ રીતે કરી શકીશું.
મુનિ રત્નપ્રભ દ્વારા સ્વપ્નોના વિજ્ઞાન વિશે સૂચવાયેલા સંદર્ભોમાં દર્શાવ્યું છે તે મુજબ :
रात्रेश्चतुर्पुयामेषु दृष्टः स्वप्न फलप्रदः। मासै द्वादशभिः षड़ भिस्त्रिभिरेकेन वक्रमात ॥ निशान्त्य घटिका युग्मे दशाहात फलति ध्रुवम्। दृष्टः सूर्योदये स्वप्नः सद्यः फलति निश्चितम्॥
माला स्वप्नोऽहिन्दृष्टश्च तथा ऽऽधिव्याधिसंभवः।
मल मूत्रादि पीडात्थ स्वप्नः सर्वो निरर्थकः॥ દિવસ દરમ્યાન એક પછી એક સાતત્યપૂર્ણ રીતે જોયેલાં સ્વપ્નોની શ્રેણીનાં સ્વપ્નો જો માનસિક વ્યથામાંથી અથવા શારીરિક કષ્ટમાંથી અથવા પેશાબને રોકવાથી અથવા સ્વચ્છ કરવામાંથી પેદા થયેલાં હોય તો તે ફલવિહીન હોય છે.
પરંપરા સાથે સંબંધિત વાર્તાના પ્રકાશમાં ત્રિશલાએ જોયેલાં સ્વપ્નોની ઉપરોક્ત કવિતાની સાથે કેવી રીતે તડજોડ કરી શકાય? પરંપરા આપણને એમ કહે છે કે ત્રિશલાએ નીચેની શ્રેણી અનુસાર સ્વપ્નો જોયાં. હસ્તિ, વૃષભ, સિંહ, ધનવર્ષા કરતી શ્રીદેવી.
બંને બાબતો સત્ય ન હોઈ શકે એ કારણથી એ શંકા પેદા થાય છે કે ત્રિશલાએ સ્વપ્નો ખરેખર જોયાં હશે કે નહિ ? નીચેની દલીલોથી આ શંકા ખરી પડતી હોય એમ લાગે છે.
પ્રથમ તો ગ્રંથોએ પૂરાવો આપ્યો છે તે મુજબ એક સંપૂર્ણ ભાગ્યવંત
- ૪૨ -