________________
78.
75 વાસુદેવની માતા આ ચૌદ મહાન પૈકીનાં સાત સ્વપ્નો જોઈને જાગી
ગયાં ત્યારે વાસુદેવનો આત્મા તેમની માતાના ગર્ભાશયમાં પ્રવેશ
પામ્યો. 76 બલદેવની માતા આ ચૌદ મહાન સ્વપ્નો પૈકીનાં ચાર સ્વપ્નો જોઈને
જાગી ગયાં અને ત્યારે બલદેવનો આત્મા તેમની માતાના ગર્ભાશયમાં
પ્રવેશ પામ્યો. 77 માંડલિક – એટલે કે કોઈ એક પ્રાંતનો સત્તાધીશની માતા આ ચૌદ
મહાન સ્વપ્નો પૈકીનું એક સ્વપ્ન જોઈને જાગી ગયાં અને ત્યારે આશ્રિત રાજકુમારને આત્મા તેની માતાના ગર્ભાશયમાં પ્રવેશ પામ્યો. અને દેવાનુપ્રિયા આ ત્રિશલા ક્ષત્રિયાણીએ ચૌદ મહાન સ્વપ્નો જોયાં. મોટા મનનાં હે દેવાનુપ્રિયા ત્રિશલા ક્ષત્રિયાણીએ મંગળ સ્વપ્નો જોયાં ત્યારે તેમને ધનપ્રાપ્તિ થઈ. હે દેવાનુપ્રિયા ! તમને સર્વ પ્રકારની આનંદપ્રદ વસ્તુઓ પ્રાપ્ત થઈ, હે દેવાનુપ્રિયા ! તમને પુત્રની પ્રાપ્તિ થઈ, તમને સુખની પ્રાપ્તિ થઈ, તમને રાજ્યની પ્રાપ્તિ થઈ, હે દેવાનુપ્રિયા ! ખચીતપણે દેવાનુપ્રિયા ! નવ માસ અને સાડા સાત દિવસ પૂર્ણ થયેથી ત્રિશલા ક્ષત્રિયાણી પ્રેમાળ અને સુંદર પુત્રને જન્મ આપશે. તેનું (પુત્રનું) પ્રસન્ન વદન ચંદ્રમા જેવું હશે અને તેનો દેખાવ મોહક હશે. તે (પુત્ર) તમારા પરિવારમાં તે એક ધ્વજ સમાન હશે, તમારા પરિવારમાં તે એક દીપક સમાન હશે, તમારા પરિવારમાં તે રાજમુકુટ સમાન હશે, તમારા પરિવારમાં તે એક ગિરિ સમાન હશે, તમારા પરિવારના લલાટ ઉપર તે એક તિલક સમાન હશે, તે તમારા પરિવારની કીર્તિને પ્રસરાવવામાં કારણભૂત બનશે, ને તમારા પરિવારનો આધાર બનશે તે તમારાં પરિવારમાં સૂર્ય સમાન હશે, તે તમારા પરિવારમાં આશ્રયસ્થાન સમાન તથા વૃક્ષ સમાન હશે, તેના હાથ અને પગ અત્યંત નાજુક હશે, તેનો દેહ કોઈ પણ પ્રકારની ત્રુટિરહિત અને સંપૂર્ણ એવી પાંચ
જ્ઞાનેન્દ્રિયો સહિત જન્મેલો હશે અને તેનો દેહ...... 79 તે ચારે દિશાઓના અંત સુધી વિસ્તરેલા રાજ્યનો રાજા બનશે અથવા