________________
स्वभाव
તેમના અર્થ અંગેની સમજ કેળવીને નિર્ણય કર્યો. પછી તેમણે તે અંગે રાજા સિદ્ધાર્થને કહ્યું અને તેમના અભિપ્રાયના સમર્થનમાં સ્વપ્નોના વિજ્ઞાન અંગેની નીચેની કાવ્યપંક્તિઓનું તેમણે પુનરાવર્તન કર્યું.
अनुभूतः श्रुतो दृष्टः प्रकृतेश्च विकारजः
स्वभावतः समुद्भूतश्चिन्ता सन्तति संभवः છે. દેવતા.......................વગેરે 1-2 લોકોને નવપ્રકારમાંથી ગમે તેમાં સ્વપ્નો આવે છે (1) સ્વપ્નમાં
તેઓ પોતે) અનુભવેલી વસ્તુઓ જુએ છે (2) તેઓ સાંભળેલી વસ્તુઓ પણ સ્વપ્નમાં જુએ છે. (8) જાગૃત અવસ્થામાં જોયેલી વસ્તુઓ પણ તેઓ સ્વપ્નમાં જુએ છે. (4) તેઓ શરીરમાં (વાત, પિત્ત અને કફને કારણે) થતા રોગ અંગે પણ સ્વપ્નો જુએ છે. (5) કોઈ પણ જાતના દેખીતા કારણ વગર પણ તેઓ સ્વપ્નો જુએ છે. (6) શ્રેણીબદ્ધ ચિંતાઓને કારણે પણ પેદા થતાં સ્વપ્નો તેઓ જુએ છે. () દેવની અસર હેઠળ પણ તેઓ સ્વપ્નો જુએ છે (8) તેમની ધાર્મિક ક્રિયાઓને લીધે પેદા થતી તેજસ્વી ભભકને કારણે પણ તેઓ સ્વપ્નો જુએ છે અને (9) તેમની અનિષ્ટ ક્રિયાઓની બહુલતાને કારણે પેદા થતાં સ્વપ્નો પણ તેઓ જુએ છે. આ નવે પ્રકારનાં સ્વપ્નોમાંથી પ્રથમ છ (પ્રકારનાં સ્વપ્નો) સારાં કે ખોટાં હોય તો પણ ફલવિહીન હોય છે. સારાં કે ખોટાં હોય તો પણ છેલ્લાં ત્રણ પ્રકારનાં સ્વપ્નો) સારું કે નરસું ફળ આપે છે.
ખરેખર હે દેવાનુપ્રિયા – એ આપણા સ્વપ્નોના વિજ્ઞાનમાં દર્શાવ્યું છે તેમ બેતાળીસ પ્રકારનાં) સામાન્ય સ્વપ્નો અને ત્રીસ મહાન સ્વપ્નો ત્રીસ (પ્રકારનાં) મહાન સ્વપ્નો મળીને કુલ બોંતેર (પ્રકારના) સ્વપ્નો છે. તે દેવાનુપ્રિયા આ આદતની અથવા ચક્રવર્તીની માતા ત્રીસ મહાન સ્વપ્નો પૈકીનાં ચૌદ મહાન સ્વપ્નો જોઈને જાગી જાય છે અને ત્યારે જ તીર્થકર અથવા ચક્રવર્તીનો આત્મા તેની માતાના ગર્ભાશયમાં પ્રવેશ પામે છે. કથા મુજબ આ સ્વપ્નો હસ્તિ, વૃષભ.... વગેરે છે.