________________
તો ચારે પ્રકારના શ્રેષ્ઠ ધર્મનો અધિપતિ એવો જિન બનશે. પ્રત્યેક વ્યક્તિગત સ્વપ્નનાં પરિણામો નીચે મુજબ વર્ણવ્યાં છે. (1) ચાર દંતુશળવાળા હસ્તિને જોઈને (કહી શકાય કે, તે ધર્મનાં
ચાર સ્વરૂપો પ્રગટ કરશે જેવાં કે દાન, શીલ, તપ અને ભાવ. (2) વૃષભને જોઈને (કહી શકાય કે, તે ભારતક્ષેત્રમાં સંપૂર્ણજ્ઞાનનાં
બીજ વાવશે. સિંહને જોઈને (કહી શકાય કે તે ધાર્મિક વ્યક્તિઓનાં અરણ્યોનું પ્રેમ, ધિક્કાર વગેરે સ્વરૂપના દુષ્ટ હસ્તિઓ દ્વારા કરાતી પાયમાલીમાંથી રક્ષણ કરશે. ધનની દેવી શ્રીદેવની જોઈને (કહી શકાય કે) તીર્થંકરની સફળતા તીર્થંકરની સમૃદ્ધિ અને દિશાના એક વર્ષ અગાઉ
તે વાર્ષિક દાન આપશે, બક્ષિસો આપશે. (5) પુષ્પોની માળા જોઈને (કહી શકાય કે તે ત્રણે લોકના સ્વામી
તરીકેનું પદ ગ્રહણ કરવા માટે યોગ્ય હશે. (6) ચંદ્રમાને જોઈને (કહી શકાય કે તે બ્રહ્માંડને પ્રસન્ન કરશે.
સૂર્યને જોઈને (કહી શકાય કે, તે પોતાના મસ્તકની પાછળ તેજસ્વી ચક્ર (પ્રભાચક્ર) વડે અલંકૃત થશે. ધ્વજને જોઈને (કહી શકાય કે તે ધર્મની પતાકાથી આભૂષિત
થશે. (9) કળશરૂપી મંગળ ઘડાને જોઈને (કહી શકાય કે, તે ધર્મના
મહેલની ટોચે રહેશે. (10) કમળોના સરોવરને જોઈને (કહી શકાય કે, તેના અનુચર
એવા દેવો દ્વારા તેના ચરણોની આગળ મૂલાં સુવર્ણ કમળો
પર તે ખરેખર ચાલશે. (11) ક્ષીરસાગરને જોઈને (કહી શકાય કે તે રત્ન સમાન કેવળ
જ્ઞાન મેળવવાનું પાત્ર બનશે. (12) સ્વર્ગીય રથ જોઈને (કહી શકાય કે, તે વૈમાનિકા દેવો દ્વારા
પૂજાશે.
(18) રત્નપૂંજ જોઈને (કહી શકાય કે, તેને કીમતી પથ્થરોની
- ૪૧ -