________________
(8)
(9)
રીતે પાછળથી બનાવટ કરીને મહાવીરના જીવન સાથે બંધબેસતાં કરવામાં આવેલાં છે.
નીચેનાં ઉદાહરણો (આ માટે) પૂરતાં થઈ રહેશે. સિંહ જોવાનું ત્રીજું સ્વપ્ન આ રીતે વર્ણવવામાં આવ્યું છે. સિંહને જોઈને (એમ કહી શકાય કે, તે ધર્મનિષ્ઠ વ્યક્તિઓના અરણ્યનું પ્રેમસ્વરૂપે દુષ્ટ હાથીઓના આક્રમણ સામે રક્ષણ કરશે. કળશ - અર્થાત્ મંગળ ઘડો જોઈને (કહી શકાય કે, તે ધર્મના મહેલની
ટોચે રહેશે. (11) ક્ષીરસમુદ્ર જોઈને (એમ કહી શકાય કે, તે રત્ન સમાન કેવળજ્ઞાન
મેળવવાને પાત્ર બનશે.
પરંતુ નિશ્ચિતપણે એવું અનુમાન શી રીતે કરી શકાય કે જ્યારે સ્વપ્નવેત્તાઓ પણ એ બાબતમાં ચોક્કસ નથી કે તે ચારે દિશાઓના અંત સુધી વિસ્તરેલા રાજ્યનો ચક્રવર્તી મહારાજા બનશે કે ધાર્મિક વડો.
વળી કોઈ બે વર્ણનો કેટલીકવાર તો તદ્દન ભિન્ન હોય છે. ઉદાહરણ તરીકે સ્વપ્ન નંબર 10 અને 7 માટે કરવામાં આવેલાં વર્ણનો જુઓ.
કમળોનું સરોવર જોઈને (એમક કહી શકાય કે, તેમના અનુચર દેવો દ્વારા તેમના ચરણોની સામે મૂકેલાં સુવર્ણકમળો પર તેઓ ખરેખર ચાલશે.
સૂર્ય જોઈને (એમ કહી શકાય કે, તેઓ તેમના મસ્તકની પાછળ રહેલા તેજસ્વી ચક્ર (પ્રભાચક્ર)થી અલંકૃત થશે.
ગ્રંથો આપણને વિદિત કરે છે એ પ્રમાણે મહાવીર પોતે પણ તેમને શૂલપાણિએ તેમને પરાકાષ્ઠાની યાતના આપ્યા પછી તરત જ દસ સ્વપ્નો જોયાં હતાં. ત્યાં પણ એમ કહેવાય છે કે તેમણે કમળોથી ભરેલા સરોવરના અને સૂર્યનાં સ્વપ્નો જોયાં હતાં.
મહાવીરના પોતાનાં દ્વારા માન્ય કરવામાં આવેલા ઉત્પલ નામના મહાન સ્વપ્નવિદે આપેલાં વર્ણનો નીચે મુજબ છે.
કમળોથી ભરપૂર સરોવરને જોઈને (એમ કહી શકાય કે) બધી જ કક્ષાના અને બધા જ સ્થાનોના દેવો દ્વારા તેની પૂજા થશે. (ભાવનાપતિ વ્યંતર, જ્યોતિષ અને વૈમાનિક દેવો)
સૂર્યને જોઈને (એમ કહી શકાય કે, તે સર્વજ્ઞતા પ્રાપ્ત કરશે.