________________
(જ્યોત) એકબીજાને ભેદતી હતી. તેની જ્વાળાઓના ઊંચે ઊઠતા ભડકાઓ વડે કોઈ કોઈ ઠેકાણે આકાશી ઘુમ્મટને તે (અગ્નિ) શેકતી હોય એમ દેખાતું હતું.
આવાં મંગળ, આકર્ષક, આનંદદાયક, સુંદર સ્વપ્નો જોઈને રાજવી નયનરાણી તેની પથારીમાંથી જાગી ઊઠી અને રોમાંચિત થઈ ઊઠી. ત્રિશલાદેવીએ રાજા સિદ્ધાર્થને તે અંગેની જાણ કરી. ક્ષત્રિયાણી ત્રિશલા પાસેથી આ વૃત્તાંત સાંભળ્યા પછી અને તેના પર પ્રતિભાવ આપ્યા પછી સિદ્ધાર્થનું હૃદય નીપા વૃક્ષનાં સુગંધિત પુષ્પોની જેમ સંતુષ્ઠ અને આનંદિત થઈ ઊડ્યું અને તે પોતે રોમાંચિત થઈ ગયા. અન્ય દુષ્ટ સ્વપ્નોથી તેણીએ જોયેલાં શ્રેષ્ઠ, સુંદર, મંગળ સ્વપ્નો રખેને વિફળ થઈ જાય એમ બોલીને તે (શુભ) સ્વપ્નોના સંરક્ષણ માટે તેણી વખાણથી ભરપૂર મંગળ વાર્તાઓ વડે અને સતત જાગૃત અવસ્થા દ્વારા ધાર્મિક જાગૃતિ રાખીને તે જાગતી જ રહી. પછી રાજાએ સ્વપ્નનું અર્થઘટન કરવાવાળાઓને બોલાવ્યા અને તે દરમ્યાનમાં તેઓ પ્રભાતનો વ્યાયામ અને સ્નાનાદિથી પરવાર્યાં.
સ્વપ્નોનું અર્થઘટન કરવાવાળા સિદ્ધાર્થના મહેલના પાડી દરવાજા આગળ આવી ભેગા થયા અને સર્વસંમતિથી તેમણે તેમનામાંથી એક માણસને સરપંચ ઠરાવ્યો અને બાકીનાઓ તેને અનુસરે એવી સંમતિ આપી.
ક્ષત્રિય સિદ્ધાર્થ પાસેથી આ વૃત્તાંત સાંભળીને તેમ જ તેના મનમાં શું ચાલી રહ્યું છે તે જાણીને સ્વપ્નનું અર્થઘટન કરવાવાળાઓ સંતુષ્ટ અને પ્રસન્ન થયા અને તેમનાં હૃદય આનંદથી ભરાઈ ગયાં અને સ્વપ્નો અંગે તેઓ વિચારમાં ગરકાવ થઈ ગયા અને આમ વિચારમાં ગરકાવ થઈ જઈને, તેમણે અંદરોઅંદર ખૂબ જ ચર્ચા અને વિચારણા કરીને તેમના અર્થ વિશે વિચારવા લાગ્યા. આમ સ્વપ્નોનું અર્થઘટન કરવાવાળાઓએ માંહોમાંહે ચર્ચા દ્વારા તેમની પોતાની બુદ્ધિથી સ્વપ્નોનું અર્થઘટન કર્યું. અન્યોના અભિપ્રાયો મેળવીને તેમણે તે સ્વપ્નોનું અર્થઘટન સ્વીકાર્યું અને જ્યાં શંકા પડી ત્યાં પરસ્પર પ્રશ્નો પૂછીને તેનો ઉકેલ આપ્યો અને સંપૂર્ણ પણે
- ૨૮ -