________________
અને આનંદદાયક, સંપૂર્ણ તિમિરયુક્ત ગીચ અરણ્યોનાં ગુપ્ત અંધારાં
સ્થાનો અને ખૂણાઓમાંના અંધકારને દૂર કરતો હતો. (89) પછી તેણીએ વિશાળ સૂર્ય જોયો, જે અંધકારના આવરણને દૂર કરતો
હતો. તેનો તેજસ્વી પ્રકાશ તેજોમય ચળકતા સ્વરૂપનો હતો, જેનો રંગ લાલ અશોક વૃક્ષના રંગ સાથે, બુટીયા ફૌડાસાના વિકસિત લાલ પુષ્ય સાથે, પોપટની ચાંચ સાથે અથવા લાલ અર્થ ગુંજા સાથે, રેટ્ટિ (Retti)નાં બીજ સાથે મળતો આવતો હતો. તે સૂર્ય કમળનાં વનોને સુંદરતા બક્ષતો હતો, આકાશી પદાર્થોનો નિર્દેશ કરતો હતો, આકાશી ઘુમ્મટને અજવાળતો હતો, સુવર્ણદ્રવ્યના કંઠને પકડમાં લેતો હતો, ગ્રહમંડળના સભ્યોના યજમાનોનો મહાન નેતા હતો, રાત્રિનો નાશ કરનાર હતો, તેના ઉગમ અને અસ્તના 48 મિનિટના સમય એટલે કે દિવસનો તેરમો ભાગ અર્થાત માત્ર એક મુહૂર્ત માટે તેની સામે આસાનીથી જોઈ શકાય તેવો અને દિવસના અન્ય સમયે તેની તરફ જોવું મુશ્કેલ બને તેવું સ્વરૂપ ધરાવતો હતો. તે દુષ્ટ તત્ત્વો કે જે રાત્રે કાર્યશીલ બનતાં હતાં તેમનાં દ્વારને તોડનારો, ઠંડીના પ્રવાહને દૂર કરનારો, જે હંમેશાં મેરુ પર્વતની આસપાસ ગોળાકારે પરિભ્રમણ કરતો હતો અને તેનાં સહસ્ત્ર કિરણે અન્ય ચળકતા ભવ્ય
આકાશી પદાર્થોને વહેંચી આપતો હતો. (40) પછી ફરીથી તેણીએ નજરે જોનારાને આનંદદાયક લાગે તેવો ખૂબ
જ સુંદર અને વિશાળ ધ્વજ જોયો કે જે શ્રેષ્ઠ સુવર્ણના દંડ ઉપર તેની ટોચ ઉપર ફરકાવેલો હતો. તે વિવિધ પ્રકારના ફૂલોનાં ગોટા તેમજ નાજુક અને તરંગમય વાદળી, લાલ, પીળા અને સફેદ રંગનાં મોરનાં પીંછાંથી બાંધેલો હતો. તેને તેના સૌથી ઉપરી ભાગમાં દોરેલા ભવ્ય સિંહની આકૃતિથી શણગારવામાં આવ્યો હતો, જે બિલોરી કાચ, સ્ફટિક, શંખ, અંકા પથ્થર, જૂઈનાં પુષ્પો, પાણીનો ફુવારો, રૂપાની બરણી જેવો શ્વેત હતો અને તે આકાશી ઘુમ્મટને ભેદવા માગતો હોય તેમ તેણે છલાંગ મારેલી હતી. ધ્વજ પવનની
આનંદદાયક મંદ લહેરોને લીધે હંમેશાં ડોલતો રહેતો હતો. (41) પછી ફરીથી તેણીએ સંપૂર્ણ રૂપાનો કળશ જોયો, જેનો દેખાવ શ્રેષ્ઠ
- ૩૪ -