________________
વગરના હતા, તે ઉત્તમ ગુણવત્તાના સુંદર શ્વેતવાળની બનેલી વિસ્તૃત લાંબી કેશવાળીથી શોભતો હતો, તેનું પુચ્છ ઉપર ઉઠાવેલું, ગોળાકારમાં સરસ વળેલું, ઘણું મોટું અને ઝોલાં લેતું હતું, તેના નખના છેડા અત્યંત અણીદાર હતા તેની સુંદર જીભ ફંટાયેલી
શાખાની જેમ બહાર ફેલાઈને તેની મુખાકૃતિને શોભા બક્ષતી હતી. (36) તદુપરાંત તેણી પૂનમાં ચંદ્ર જેવા મુખવાળી શ્રીદેવી (સૌંદર્ય અને
સમૃદ્ધિની દેવી)ને જુએ છે, જે હિમવંત પર્વતના શિખર પર વિશ્રામ લેતી, ખૂબસૂરત બાંધાની, પધદીપના કમળ પર બિરાજમાન, ઉત્તુંગ પર્વત ઉપરના શ્રેષ્ઠ પરિસરમાં આવેલા કમળોના સરોવર જેવી, આઠેય દિશામાંથી રજવાડી હસ્તિઓની વિશાળ અને શક્તિશાળી સૂંઢમાંથી જેના પર જલવર્ષા થતી હોય એવી હતી. તેણીના ચરણ સુવ્યવસ્થિત સુવર્ણ કૂર્મોને મળતા આવતા હતા, તેણીના નખ ખૂબ જ ઉન્નત, પુષ્ટ, માંસલ વર્ણના, મજબૂત સુંદર લાલ રંગના અને સુંવાળા હતા, તેણીના હાથ અને પગ કમળના પર્ણો જેવા નાજુક હતા, તેની હાથ અને પગની અંગુલિઓ શ્રેષ્ઠ અને કોમળ હતી. તેણીના પગ કેળના ઝાડના થડ જેવા ગોળાકાર હતા અને ઉપર જતાં ઓછા ગોળાકાર હતા. તેણીની ઘૂંટીઓ દષ્ટિગોચર થતી ન હતી. તેણીના પુષ્ટ સાથળ રજવાડી હાથીની સૂંઢ સાથે સામ્ય ધરાવતા હતા. તેણીના સુંદર પહોળાં ઓષ્ટનું વલય સુવર્ણ કમરબંધથી શણગારેલું હતું. તેણીના શ્રેષ્ઠ કમળ જેવા શ્યામ કેશની સુંદર પંક્તિઓ શ્યામ મધુકરના વૃંદ જેવી, શ્યામ વાદળો જેવી, એકસરખી સીધી, સુવ્યવસ્થિત, સુંદર, પ્રશંસનીય, સરસ, સુંવાળી અને અત્યંત બારીક હતી. તેણીની કટિતો સુશોભિત અને માંસલ નિતંબ તેણીની ચક્રાકાર નાભિને લીધે સુંદર લાગતો હતો. તેના દેહનો મધ્યભાગ અર્થાત્ કટિપ્રદેશ ત્રણ ઉત્તમ ગડીઓ ધરાવતો હતો જે કોઈ પણ વ્યક્તિ તેના પંજામાં પકડી શકે એવી હતી. તેના શરીરનાં અંગો અને ગૌણ ભાગો અલંકારો અને વિવિધ પ્રકારનાં રત્નો, સુવર્ણ, કિીમતી પથ્થરો અને શુદ્ધ, શ્રેષ્ઠ રક્તરંગી સુવર્ણથી શણગારેલાં હતાં. તેણીના દોષરહિત, ગોળા જેવા આકારના સ્તનય કુંડ અને જૂઈનાં