________________
સુવાસિત થયેલાં હતાં, જે મધુમક્ષિકાઓને આકર્ષતાં હતાં, જે (હાથી) હાથીઓના રાજા એવા દેવોના હાથી ઐરાવત જેવો સપ્રમાણ, ઘાટીલો અને સુંદર હતો તેમજ જળભરેલાં વિશાળ, ગાઢાં વરસાદી
વાદળોની જેમ આનંદદાયક મોટી ગર્જનાઓ કરતો હતો. (84) પછી તેણીએ શ્વેતકમળની પાંદડીઓના દ્રવ્ય જેવી રંગછટા ધરાવતો
પાલતુ ભાગ્યશાળી વૃષભ જોયો, જે ચોતરફ પ્રસરતા અપેક્ષિત ચમકતા પ્રકાશ જેવો (શ્વેત) હતો. તેની મોહક, ભવ્ય અને સુંદર બંધ તેની પોતાની મોજને કારણે આનંદિત થઈને જાણે કે) નૃત્ય કરતી હતી. તેની સુંવાળી અને ચમકતી ત્વચા પાતળી, નિષ્કલંક અને અત્યંત કોમળ હતી. તેનો દેહ દઢ, મજબૂત, સ્નાયુબદ્ધ, પૂરતા પોષણથી પુષ્ટ બનેલો, આકર્ષક, સપ્રમાણ અને સુંદર હતો. તેનાં શિંગડાં ટોચેથી ગોળ વળેલાં અને નક્કર હતાં. તેના દાંત સરખા માપના, ચમકતા અને નિષ્કલંક હતા. તે અનેક સદ્ગણોના મંગળ
સ્ત્રોત સમાન હતો. (85) પછી આગળ ઉપર તેણી એક સુંદર, ખૂબસૂરત આકારવાળો,
રમતિયાળ સિંહ જુએ છે, જે આકાશી ઘુમ્મટમાંથી નીચે ઊતરી આવે છે અને તેણીના મુખમાં પ્રવેશે છે. (નિયમવયણમઇવયન્ત....) અત્યંત વ્યંતરંગની છટાવાળો સિંહ કે જે શ્વેત મોતીઓની માળાના પુંજ અથવા ક્ષીર મહાસાગર અથવા ચંદ્રની કિરણાવલિઓ અથવા જળના ફુવારા અથવા મહાન રજતપર્વત કરતાંયે વધારે શ્વેત હતો. દેખાવે મોહક અને સુંદર, જેના આગલા પગ મજબૂત અને શક્તિશાળી હતા, મુખ શ્રેષ્ઠ, ગાઢ ગોળાકાર, સુંદર, સરસ રીતે જોડાયેલા, અણીદાર દાંતથી શોભતું લાગતું હતું, તેના સુંદર હોઠ તેની સપ્રમાણતા દ્વારા ચમકતા હતા અને જાણેકે સરસ રીતે કેળવેલા હોય એવા શ્રેષ્ઠ કમળ જેવા કોમળ હતા. તેની અત્યંત નાજુક જીભ લાલ કમળની પાંદડીઓ જેવી કોમળ હતી અને જીભનું ટેરવું ત્વરાથી બહાર આવતું હતું. તેની આંખો મૂસમાં તપાવેલા શ્રેષ્ઠ સુવર્ણ જેવી અને ગોળાકારે ઘૂમતી નિર્મળ વિદ્યુત જેવી લાગતી હતી, તેની સુંદર સાથળો અત્યંત મજબૂત હતી, તેના ખભા પહોળા અને ખામી
- ૩૧ -