________________
ઈન્દ્રના પક્ષે પણ કોઈ વિચારણા મહાવીરને તેના તે જ પરિવારમાં જન્મ લેતા રોકી શકે નહિ.
બીજો મુદ્દો કે જે ગ્રંથો કહે છે તે મુજબ દેવાનંદાના ગર્ભની ત્રિશલાના ગર્ભાશયમાં અને ત્રિશલાના ગર્ભની દેવાનંદાના ગર્ભાશયમાં ફેરબદલી થઈ હતી. તે નવાઈ પમાડે એવું છે કે જ્યારે ફરીથી મહાવીર જુએ છે કે (ભગવતી શલાકા-9, ઉદદ-4) દેવાનંદાને કોઈ બાળક જન્મ્યાનો નિર્દેશ મળતો નથી. જો દેવાનંદાને કોઈ દીકરી હોત (કારણકે ત્રિશલાના ગર્ભાશયમાં રહેલો ગર્ભ એ એક છોકરી હતી તો આ સ્થાને તેનો કોઈ નિર્દેશ કરવામાં આવ્યો જ હોત.
મહાવીરના પ્રારંભના અનુયાયીઓ પછીના કરતાં વધારે ભક્તિભાવ ધરાવતા હતા. તેમણે ચોક્કસપણે સ્વપ્ન સેવ્યું હોત કે “મહાવીરના જીવનમાં કોઈક ચમત્કાર થયો હોવો જોઈએ. પ્રારંભના લેખકો બે સ્વપ્નોને સાકાર થયેલાં જુએ છે. થોડાક જ સમયમાં તેને બનવું જોઈતું હતું” અને “જે ચોક્કસપણે બન્યું હતું તે બંનેનું સ્થાન “જે બન્યું હતું એ લીધું.
તેઓ એક જ કાંકરે બે પક્ષી મારી શક્યા. તેઓ સંસારી લોકોને સંતોષી શક્યા અને બ્રાહ્મણોને કલંક લગાડી શક્યા.
તે તદ્દન શક્ય છે કે (ભગવતી શલાકા-15) ગૌતમ સાથે પરિભ્રમણ કરતી વખતે મહાવીર એક સ્ત્રીના સંપર્કમાં આવ્યા કે જેણે તેમને જોતાંની સાથે જ સ્વાભાવિક પ્રેમ અને ભક્તિભાવને લીધે એવાં બધાં જ ચિહ્નો પ્રદર્શિત કર્યો કે જે એક માતા તેના પોતાના પુત્રને જોઈને પ્રદર્શિત કરે.
આ અંગે વર્ધમાન મહાવીરને પૂછતાં તેમણે કહ્યું કે દેવાનંદાએ તેના અગાઉના પ્રેમ અને ભક્તિભાવને કારણે આવી માતૃત્વની લાગણીઓ પ્રદર્શિત કરી.
આપણે એ ન ભૂલવું જોઈએ કે પ્રત્યેક સ્ત્રીને આવા દેખાવડા અને સંતત્વ પ્રાપ્ત કરેલ યુવાન મનુષ્યની માતા બનવાનું ગમે. દેવાનંદા તેના કેટલાક પૂર્વજન્મોમાં મહાવીરની માતા હોવી જોઈએ.
આ બંને લાગણીઓએ દેવાનંદા પર એવી મજબૂત પક્કડ જમાવી કે તેણે માતૃત્વની બધી જ લાગણીઓથી ગ્રસ્ત થઈ ગઈ હોય અને એવાં બધાં જ ચિહ્નો પ્રદર્શિત કર્યો હોય એમાં કંઈ નવાઈ નથી.