________________
આવા માણસે આવી ફેરબદલી અંગે વિચાર્યું હોય તે અશક્ય છે અને એ તો વળી એથીયે અશક્ય છે કે તેમણે પોતે આવી ફેરબદલી વિશે વિચાર્યું ન હોય (કારણ કે તેઓ તેનાથી ઘણી ઊંચાઈએ હતા) છતાં તેમની ઇચ્છા વિરૂદ્ધ અને તેમની સંમતિ વગર તેમને એક ગર્ભાશયમાંથી બીજા ગર્ભાશયમાં સ્થાનાંતરિત કર્યા હોય. તેથી આ બાબત તેમને તેઓ જાણે કે ઇન્દ્રના હાથની કઠપૂતળી હોય એવા બનાવી દે છે.
એવું નોંધવામાં આવ્યું છે કે જે માણસ તેની માતા ત્રિશલાને શારીરિક કષ્ટ ન પડે તે માટે (ગર્ભમાં) ઝાઝું હલનચલન પણ ન કરતો હોય, જે માણસ પોતાનાં માબાપની હયાતિ દરમ્યાન (સંસાર) ત્યાગ ન કરવાનો નિશ્ચય ધરાવે તેવો અન્યનો ખ્યાલ કરવાવાળો હોય તે આવી ફેરબદલીને કબૂલ કરે ખરો ?
તેમ ન થઈ શકે. આવી લાગણીશીલ વ્યક્તિ માટે મનોવૈજ્ઞાનિક રીતે પણ માત્ર ઇન્દ્રના રાજીપા ખાતર એક સ્ત્રીની માતૃત્વની તીવ્ર ઇચ્છાઓને ભાંગીને ચૂરેચૂરા કરી નાખવા જેટલો ક્રૂર અને દયાહીન બની શકે તે અશક્ય છે.
આપણે સારી રીતે જાણીએ છીએ તેમ ઇન્દ્ર એક અજ્ઞાન વ્યક્તિ હતો કે જે મહાવીરના સિદ્ધાંતને સમજવા અને તેમના વ્યક્તિત્વને પારખવામાં નિષ્ફળ ગયો હતો તે શી રીતે આવી ફેરબદલીનો વિચાર પણ કરી શકે ?
પરંતુ ઇન્દ્રે મહાવીરના વ્યક્તિત્વને અન્યાય કર્યો હોય એવો આ કંઈ એકાકી બનાવ નથી. આવા બીજા ઘણા પ્રસંગો છે જ્યારે ઇન્દ્રે તેમને નકારીને અથવા તેનાં વ્યવહારુ ઉદાહરણો આપીને સાચા માર્ગે વિચારવાની તેને ફરજ પડી હોય. (જ્યારે ઇન્દ્રે ઓચિંતી ઉદ્ભવતી શારીરિક રિબામણીઓમાંથી મહાવીરને બચાવવાની તૈયારી બતાવી હતી)
તે નવાઈ પમાડે એવું છે કે તેમનું સમગ્ર વ્યક્તિત્વ જોખમમાં છે ત્યારે મહાવીરે કેમ તેમાં દરમ્યાનગીરી નહીં કરી હોય ? ગ્રંથો કહે છે તેમ મહાવીર વર્ધમાન તેઓ સ્થાનાંતરિત થવાના છે તે જાણતા હતાં, તેઓ સ્થાનાંતરિત થઈ ગયા છે તે પણ તેઓ જાણતા હતા, (તેમને સ્થાનાંતરિત કરવામાં આવી રહ્યા છે તે તેઓ જાણતા ન હતા કારણ કે
~2~