________________
આ પેજ 26 છે.
બીજા ઘણા પ્રશ્નો અનિવાર્ય રીતે પેદા થાય છે, પરંતુ તેમના સમાધાનકારક ઉત્તરો આપી શકાતા નથી, કારણ કે આ પ્રકારના સ્થાનાંતરની તરફેણમાં એક વિશ્વસનીય તર્ક ઘડી કાઢવો આવશ્યક છે. આ પ્રકારની ફેરબદલી માટે કરવામાં આવેલી દલીલ મનને માટે સમાધાનકારી નથી એટલું જ નહિ, પરંતુ તે અતાર્કિક પણ છે. ઇન્દ્ર વિચારે છે કે એક તીર્થંકરે સંકુચિતવૃત્તિના, કંગાળ, કૃપણ અને બ્રાહ્મણ કુટુંબમાં ક્યારે જન્મ લીધો નહોતો, લઈ શકે નહિ અને લઈ શકશે નહિ.
સમકાલીન બૌદ્ધ સાહિત્ય કે જે આવા સવાલનો નિર્ણય કરવા માટે સૌથી વધારે વિશ્વસનીય અને સૌથી વધારે સહાયકારક છે તે પણ આ બાબત સાથે સંમત નથી. તેમાં બુદ્ધ વિશે કહેવામાં આવ્યું છે કે તેઓ જેવા છે તેવા નેતાઓ કાંતો ક્ષત્રિય અથવા તો બ્રાહ્મણ પરિવારમાં જન્મ્યા છે. ક્ષત્રિય પરિવાર સાંસ્કૃતિક રીતે જે હોદ્દો ધરાવે છે તેવો જ ઉચ્ચ સ્થિતિ બ્રાહ્મણ પરિવાર ધરાવે છે. પરંતુ ધર્મોપદેશકોનો સમુદાય જે ઘણા વખતથી સર્વ પવિત્રતા અને શ્રેષ્ઠતાને એ કોઈ ખાસ વિશેષાધિકારી વર્ગના લોકો માટે સુરક્ષિત ગણી રહ્યો છે તેનામાં એક ઇર્ષાભાવ પેદા થયો હતો. વળી આ (વિશેષાધિકારી) વર્ગ આવી સર્વોપરિતા માટે દૃઢપણે અને સમાન રીતે સક્ષમ, મજબૂત અને શક્તિશાળી હતો.
અને બ્રાહ્મણ પરિવારને ઉતારી પાડવા માટે જ આવી ફેરબદલીને કાળજીપૂર્વક અને જાગૃતપણે કપટપૂર્વક બનાવટ કરીને વર્ણવવામાં આવી છે. વ્યક્તિગત રીતે જોઈએ તો ઋષભદત્ત વિદ્વાન માણસ હતો - કદાચ બ્રાહ્મણોમાં શ્રેષ્ઠ અને વૈદિક જ્ઞાન વગેરેમાં ખૂબ જ નિષ્ણાત હતો.
દેવાનંદા પણ કોઈ રીતે ત્રિશલા કરતાં ઉત્તરતી કક્ષાની ન હતી. ‘અંતગાડા દાસાઓ' એ ફેરબદલીને ન્યાય આપવા માટે આપેલી વાર્તા નીચે મુજબ છે, પરંતુ તે પણ ગળે ઊતરે તેમ નથી.
મહાવીર એ બુદ્ધથી પણ પહેલાં થઈ ગયેલ મહાન ધાર્મિક વ્યક્તિત્વ હતું કે જેણે નાતજાતના વાડા તોડીને બધા ભેદભાવોને સમતલ કરવાનો પ્રયત્ન કર્યો હતો અને કર્મને વધારે મહત્ત્વ આપ્યું હતું. (7 નવ્વા વસો હોડ્....)
~24~