________________
તે સમય અતિ અલ્પ હતો) ત્યારે એમ થઈ શક્યું હોત કે તેઓ ઇન્દ્રને તે પોતાને જે કરવા માટે લાયક માનતો હતો તે માટે જેમ તેને પોતાનો અનુયાયી બનતાં અટકાવ્યો હતો તે જ રીતે અટકાવી શક્યા હોત.
હવે પછી પ્રશ્ન એ પેદા થાય છે કે (જ્યારે એ માન્ય કરવામાં આવ્યું છે કે પોતાના મર્યાદિત જ્ઞાન સાથે ઇન્દ્રે આવા મહાન માનવીના ઉચ્ચ ખાનદાનમાં જન્મ વિશે વિચાર્યું હતું) શા માટે તેણે મહાવીર જ્યારે પ્રથમ વખત દેવાનંદાના ગર્ભાશયમાં ગર્ભસ્થ થયા તેની પહેલાં આવું ન વિચાર્યું? ઇન્દ્રની પોતાની સાથે પણ વિશેષણોની લાંબી પૂંછડી જોડાયેલી છે.
ઓછામાં ઓછું ઇન્દ્રે એમ પણ ન વિચાર્યું કે મહાવીર પોતે દેવાનંદાના ગર્ભાશયમાં ગર્ભસ્થ થયા ત્યારે તેમણે પોતે આ અંગે સારી રીતે વિચાર્યું હોત. પરંતુ આ બાબતમાં શરૂઆતના લેખકોને તેમને હરીફોને હલકા પાડવાની તક પ્રાપ્ત ન થઈ હોત.
એવું કહેવાય છે કે મારિચિના જીવન દરમ્યાન તેમની પોતાની મહાનતા વિશેના તેમના ગર્વિષ્ઠ વિચારોને લીધે તેમને તેમનો જન્મ હલકા કુળમાં લેવો પડ્યો.
જેઓ આ દૃષ્ટિબિંદુ લે છે તેમને એ હકીકત દેખાતી નથી કે એક વખત તેમના 27મા અને અંતિમ જન્મની પહેલાં અને મારિચિ તરીકેના જન્મ પછી તરત જ નહિ પરંતુ 18મા ત્રિપૃષ્ણ વાસુદેવ તરીકેના જન્મમાં તેઓ પુત્રીપુત્ર (અર્થાત્ પોતાની પુત્રીથી પેદા થયેલ પુત્ર) તરીકે જન્મ્યા હતા. રાજા રિપુપ્રતિશત્રુએ પોતાની જ પુત્રી મૃગાવતી સાથે લગ્ન કર્યાં અને તેનાથી એક પુત્ર પેદા કર્યો જે પછીથી ત્રિપૃષ્ઠા વાસુદેવ તરીકે જાણીતો થયો. તેનો પોતાની જાત વિશેનો ગર્વિષ્ઠ અહમ્ આનાથી પૂરતા પ્રમાણમાં દંડિત થયો.
દલીલ તરીકે આપણે ધારી લઈએ કે તેને પ્રાયશ્ચિત તરીકે ગણવામાં ન આવે તો પણ મહાવીરના સિદ્ધાંત પ્રમાણે કોઈ વ્યક્તિ, કોઈ દેવ, કોઈ શેતાન, ઇન્દ્ર કે મહાવીર પોતે પણ પોતાના કાર્યનું પરિણામ ટાળવા માટે શક્તિમાન બની શકે નહિ.
બૌદ્ધ સાધુ કે જે સમાન રીતે કર્મના લોખંડી સિદ્ધાંતમાં માને છે તેમણે પણ તેને પડછાયા સાથે સરખાવેલ નથી.
પડછાયો એટલે ધૂંસરીને અનુસરતું ગાડાનું પૈડું.
~૨૦૦