________________
આ બધામાંથી એ હકીકત નિશ્ચિત થાય છે કે મહાવીરના મૃત્યુ પછી 200 વર્ષો બાદ આવી ઘટના અનેક વસ્તુઓ ભેળવીને ઉપજાવી કાઢવામાં આવી છે.
પ્રાસંગિક કથા કલ્પસૂત્રમાં મોટે ભાગે આચારાંગસૂત્રમાંથી ઉછીની લીધેલ છે અને તેમાંથી કાંઈ નવું પ્રાપ્ત થતું નથી.
ભગવતીસૂત્ર આવી (ગર્ભની) સ્થાનાંતરની શક્યતા દર્શાવે છે, પરંતુ અગત્યનો નોંધપાત્ર મુદ્દો એ છે કે ભગવતીસૂત્ર હકીકતમાં તે ઘટનાને સમર્થન આપતું નથી.
શતક (5) ઉદ્દદ (4)માં ફેરબદલીની ક્ષમતાનું કારણ હિરોગમૈષી છે એમ કહેવામાં આવ્યું છે - વર્ધમાન મહાવીર અને ગૌતમ વચ્ચે આ પ્રકારનો સંવાદ થયેલો છે. અહીં હરિનગમૈષીનું ગર્ભની ફેરબદલી કરવાનું કૌશલ્ય હોવાનો દાવો કરવામાં આવ્યો છે પણ મહાવીરના ગર્ભનું દેવાનંદાના ગર્ભાશયમાંથી ત્રિશલાના ગર્ભાશયમાં સ્થાનાંતર અંગે ખરેખર કોઈ નિર્દેશ કરવામાં આવ્યો નથી. આ તબક્કે તે મુદ્દો અગત્યનો છે, કારણ કે આ તબક્કે આવો નિર્દેશ થવો એ અત્યંત સ્વાભાવિક છે અને તેની ધ્યાનાકર્ષક ઉપેક્ષા આ તબક્કે વિરોધી અભિપ્રાય પેદા કરે છે.
ટીકાકાર અભયદેવ દલીલ કરે છે કે સામાન્ય પરિભાષામાં આપવામાં આવેલું વર્ણન મહાવીરને પોતાને લાગુ પડવું જોઈએ અને જે દેવનો નિર્દેશ કરવામાં આવ્યો છે તે અન્ય કોઈ નહિ, પરંતુ હરિને ગમૈષી જ છે અને આ જ દેવે મહાવીરના ગર્ભની ફેરબદલી કરી છે એમ મનાય છે.
સ્પષ્ટ નિર્દેશના અભાવે (ઉપરોક્ત) ટીકાકારની દલીલ આપણા મનનું સમાધાન કરતી નથી.
હવે આપણે આ આખાયે પ્રશ્નને વૈજ્ઞાનિક રીતે જોઈએ. જીવશાસ્ત્રના જ્ઞાન કે જે આપણી પાસે છે તેવો યોગ્ય રીતે દાવો કરવામાં આવે છે તેના પ્રકાશમાં આપણી જાતને પ્રશ્ન પૂછીએ કે, “આ પ્રકારનું સ્થાનાંતર શક્ય છે? એક ગર્ભાશયમાંથી બીજા ગર્ભાશયમાં ગર્ભની ફેરબદલી શક્ય છે ?”
કોઈ પણ જાતના ભક્તિભાવની અસરરહિત આધુનિક વિજ્ઞાન આનો જવાબ નકારમાં આપે છે. | (અહીંયા પેજ 25 આખું જ ભાષાંતરમાં રહી ગયેલ છે.)
- ૨૪ -