________________
જૈન પુરાણકથાઓ અનુસાર જ્યારે વાસુદેવ જન્મ ધારણ કરે છે ત્યારે પ્રતિવાસુદેવ પણ અચુક જન્મ લે છે. અશ્વગ્રીવા તે યુગનો પ્રતિવાસુદેવ હતો. વાસુદેવ ત્રિપૃષ્ટાએ તે પ્રતિવાસુદેવનો અંત આણ્યો.
લોકો તેમને વાસુદેવ તરીકે ઓળખતા થયા. ત્રિપૃષ્ટા વાસુદેવે તેમના ભાઈઓની મદદથી ભારતનો મોટો ભાગ જીતી લીધો અને પોતાની જાતને નોખી સાબિત કરી. તેણે વિવિધ રાજાઓ અને વિદ્યાધરોની ઘણી રાજકુંવરીઓ સાથે લગ્ન કર્યા અને આરામદાયક અને વૈભવી જિંદગી જીવવા લાગ્યો. યથાકાળે ઇન્દ્રિયોના ભોગવિલાસમાં તે એવો તો લીન થઈ ગયો કે અગિયારમા તીર્થંકર શ્રેયાંસનાથનાં ધર્મપ્રવચનો સાંભળવા છતાં (ભોગવિલાસરૂપી) કરોળિયાની સોનેરી જાળને તે ત્યજી શક્યો નહિ.
તેનો આત્મા પણ હલકો પડ્યો. ક્રોધ અને બીજા હલકી કક્ષાના મનોવિકારોએ તેની ઉપર પ્રભુત્વ જમાવ્યું અને પછી શું થયું તે હવે આપણે જોઈએ.
એક વખત તેના નિદ્રાના સમયે તે સુંદર સંગીતનો આનંદ માણતો હતો. જેવો ત્રિપુરા નિદ્રામાં સરવા માંડ્યો કે તરત જ તેની પથારી પાસે જ ઊભેલા અંગરક્ષકને સંગીત બંધ કરાવી દેવાની સૂચના આપી.
પરંતુ અંગરક્ષક કે જે તેની પથારીની સંભાળ રાખતો હતો તે સંગીતથી એટલો બધો અભિભૂત થઈ ગયો હતો કે તે સંગીત બંધ કરાવવાનું ભૂલી ગયો. જ્યારે ત્રિપૃષ્ટા જાગ્યો ત્યારે તેણે જાણ્યું કે સંગીત તો હજી પણ ચાલુ હતું.
તેણે અંગરક્ષકને બોલાવ્યો અને પૃચ્છા કરી. અંગરક્ષકે તેની ભૂલ કબૂલ કરી પરંતુ વાસુદેવ ત્રિપૃષ્ટા એટલી બધી નીચી કક્ષાએ ઉતરી ગયો હતો કે તે તેના મનોવિકારોમાંથી ઉપર ઊઠી શક્યો નહિ. આથી ઊલટું, ક્રોધ તેને એટલો બધો ઘેરી વળ્યો કે તેણે અંગરક્ષકને બોલાવ્યો અને ભર્યા દરબારમાં તેણે અંગરક્ષકના બંને કાનમાં (પીગાળેલું) તાંબુ રેડાવ્યું.
આ જન્મમાં જીવતાં પ્રાણીઓને મારી નાખવાની ભાવનાવાળા અને માંસ ખાવાની મજાના આનંદમાં ઊંડા ડુબેલા, બધા જ મનોવિકારોથી પરિપૂર્ણ તેનો આત્મા એટલી અધમ કક્ષાએ નીચો ઊતરી ગયો કે તેને નર્કની યાતનાઓ સહન કરવી પડી. તેણે કેટલાક અધમ જન્મો લેવા પડ્યા.
- ૨૧ -