________________
આશ્ચર્યચકિત થઈને બોલ્યા, “મારા દાદા પ્રથમ તીર્થંકર, મારા પિતાશ્રી પ્રથમ ચક્રવર્તી અને હું પોતે પ્રથમ વાસુદેવ બનવા જઈ રહ્યો છું – મારું કુટુંબ કેટલું મહાન અને અજાયબી પમાડે તેવું છે.”
આનાથી ઉત્તેજિત થઈને મારિચિએ તેમના અંતિમ જન્મમાં પોતાની જાતને અત્યંત હાનિ પહોંચાડી અને તેને પરિણામે તે બ્રાહ્મણ કુટુંબમાં જમ્યા. તેમણે કપિલાને ગેરમાર્ગે દોરી. આપણે આ બાબતને યોગ્ય સ્થળે વિવેચનાત્મક રીતે તપાસીશું.
પરંતુ નયસારના આત્માએ તેના સોળમા જન્મમાં દુઃખદાયક પીછેહઠ કરી. અહીં તે વિશ્વભૂતિના પુત્ર તરીકે જન્મ્યો. તેની માતાનું નામ ધારિણી હતું. તેના કાકા વૈશ્વનંદી ત્યાંના રાજા હતા. જોકે બંને ભાઈઓ વચ્ચેના સંબંધો એવા હતા કે વિશ્વભૂતિને રાજ્યનાં સર્વે સુખો તરફ પહોંચવાનો માર્ગ સુગમ્ય હતો. રાજા વિશ્વનંદીને પણ વૈશાખનંદી નામનો પોતાનો પુત્ર હતો.
અત્રે એક બગીચાની આસપાસમાં બનેલા એક નાનકડો બનાવ વિશ્વભૂતિ માટે સંસારત્યાગ કરવાનું કારણ બન્યો અને અત્યંત દીર્ઘકાળ પર્યત તેમણે અત્યંત કઠિન તપશ્ચર્યા કરી. આ તપશ્ચર્યાને લીધે વિશ્વભૂતિ શરીરે કૃશ થઈ ગયા. એકવાર જ્યારે વિશ્વભૂતિ પસાર થઈ રહ્યા હતા ત્યારે એક ગાય તેનાં શીંગડાં વીંઝીને તેમને હડસેલો માર્યો. કમનસીબે તેમનો પિતરાઈ વૈશાખનંદી આ જ વખતે તેની ટોળકી સાથે ત્યાં હાજર હતો. તેણે સમગ્ર ઘટના જોઈ અને વિશ્વભૂતિને તેની અગાઉની તાકાત અંગે ટોણો માર્યો અને પછી જે ન બનવું જોઈએ તે બન્યું.
આ બાબતે વિશ્વભૂતિ કે જે ઘણા સમયથી તેમના ગુસ્સાને દાબી રાખવાનું શીખ્યા હતા, તે અત્યંત ક્રોધિત થઈ ગયા, ગાયને તેમણે શીંગડેથી પકડી ગોળગોળ ઘુમાવી અને પછી હવામાં ઉછાળી, પરંતુ આટલાથી આનો અંત આવ્યો નહિ. વધુમાં તેમણે દઢ નિશ્ચય કર્યો, “જો મારી બધી જ તપશ્ચર્યાનું કોઈ મહત્ત્વ હોય, તો મારો જન્મ કોઈ હરાવી ન શકે તેવા મહત્તમ શક્તિમાન મનુષ્ય તરીકે થાઓ અને જે માણસે મારા કોઈ જ વાંકગુના વગર મારું અપમાન કર્યું છે તેનું મારા હાથે મૃત્યુ થાઓ.”
વિશ્વભૂતિ તેમના છેલ્લા શ્વાસ સુધી આ વિચારને તેમના મનમાંથી