________________
ઉદાતતા અને મહાનતા જેવા ગુણોનું તેમના અંતિમ નાશવંત જીવન દરમ્યાન ઘણીવાર પ્રદર્શન થયું હતું તે પ્રાપ્ત કરતાં પહેલાં ઉપસર્ગો દ્વારા તે પ્રાપ્ત કરવામાં અડચણો ઊભી થઈ હતી.
અને હવે, આપણું રસપ્રદ અને પ્રકાશમાં લાવવા જોગ કાર્ય એ મહાવીરના પાછલા જન્મોનો તેમ જ પાછલા જન્મોમાં બનેલા બનાવોના ઊંડાણપૂર્વકના વિવેચન દ્વારા અભ્યાસ કરવાનું છે અને આ અભ્યાસ દ્વારા આ મહાન આત્માએ તેના અંતિમ જન્મમાં ભવ્યતા પ્રાપ્ત કરતાં પહેલાં કેવી કેવી કસોટીઓમાંથી પસાર થવું પડ્યું તેની તપાસ કરવાની છે. - મહાવીરના નવાસાર (Nayasara) તરીકે જન્મ લીધાના ઘણા સમય પહેલાં તેમને ધર્મ કે તત્ત્વજ્ઞાનનું કોઈ ખાસ જ્ઞાન ન હતું, પરંતુ તેમને એક સારી ટેવ એ હતી કે તેઓ પોતે પોતાનું ભોજન લે તે પહેલાં એવા કોઈને શોધી કાઢતા કે જેને ભોજન આપીને તેઓ સેવા કરી શકે.
ક્યારેક અન્ય બાબતોમાં કોઈ અતિસાધારણ ટેવ પણ આંતરિક સારપને કારણે વ્યક્તિને ખૂબ જ મોટો ફાયદો કરાવી જાય છે તે કોઈ જાણતું નથી અને નયાસારના સાથે પણ કંઈક આવું જ બન્યું. રાજ્યમાં તે એક અધિકારી હોવા છતાં એક વખત રાજાએ તેને નજીકના જંગલમાં જઈને લાકડાં કાપી લાવવાનું કહ્યું.
ત્યાં પણ તેની રોજિંદી ટેવ મુજબ ભોજન લેતાં પહેલાં તેણે તે જેને ભોજન કરાવી શકે એવી કોઈ વ્યક્તિને શોધવાનો પ્રયત્ન કર્યો. સૂર્ય માથા પર આવ્યો હતો, તે પોતે પણ ખૂબ જ ભૂખ્યો થયો હતો. તેણે પોતે અથવા તેની જગ્યાએ બીજો કોઈ હોત તો તેણે પણ આ સંજોગોમાં ભોજન કરી લીધું હોત, પરંતુ નયસારે તે લીધું નહિ અને આજુબાજુ બધે જ તે જેને ભોજન કરાવી શકે એવી જરૂરિયાતવાળી વ્યક્તિની શોધ કરી. આવી સારી વ્યક્તિના સન્નિષ્ઠ પ્રયત્નોને કારણે તેને તેમાં સફળતા મળે જ એમાં કંઈ નવાઈ જેવું નથી. થોડીક વારમાં તેણે પોતાનો માર્ગ ભૂલેલા કેટલાક સાધુઓ જોયા. તેઓ અત્યંત થાકી ગયા હતા અને કંટાળી ગયા હતા. તેણે અંતઃકરણપૂર્વક તેમને આમંત્રિત કર્યા અને તેમની જરૂરિયાતોને સારી રીતે સંતોષી. આ સત્કારને અંતે તે તેમની સાથે ગયા અને મુખ્ય માર્ગ સુધી તેમને મૂકી આવ્યા. છૂટા પડતાં પહેલાં સંતોએ જોયું કે નયસારનો આત્મા