________________
અનુસરવો) શુભધ્યાન : શુભ વસ્તુઓ પ્રત્યે કેન્દ્રીકરણ ત૫ : કોઈ પણ પ્રકારની તીવ્ર ઇચ્છાઓને જડમૂળમાંથી
ઉખેડી નાખવા માટે કરેલી તપશ્ચર્યા ધન :
આહાર જ્ઞાન અને અભય ઉદારતાથી આપવાં (સમાન ધર્મ પાળનાર) સાધર્મિકોને તેમની જરૂરિયાતના સમયે મદદ કરવી.
એકાગ્રતા માટે જરૂરી પરિસ્થિતિઓ ઉભી કરવાની, સુવિધા પૂરી પાડવી. અભિનવજ્ઞાનગ્રહણ : કંઈક નવું શીખવાની જિજ્ઞાસા શ્રતભક્તિ : સતુશાસ્ત્રોનો અભ્યાસ અને સ્વાધ્યાય તીર્થપ્રભાવના : ધર્મોપદેશ વગેરેનો મહિમા વધારવો
ઉપરોક્ત સદ્ગુણો પૈકી ગમે તે એકમાં તેની પૂરેપૂરી ક્ષમતાથી પૂર્ણતા પ્રાપ્ત કરે તે વ્યક્તિ તીર્થકર બને છે.
મહાવીર પોતે ઉપરોક્ત વીસ સગુણો પૈકી દરેકે દરેકમાં સંપૂર્ણતા પ્રાપ્ત કરવા શક્તિમાન થયા હતા. પ્રથમ અને અંતિમ તીર્થકરો જ માત્ર આ વીસેવીસ સર્ગુણો પર પ્રભુત્વ મેળવવા માટે શક્તિમાન થયા હતા.
પરંતુ કમભાગ્યે બુદ્ધની માફક જ મહાવીર શી રીતે આટલા બધા સગુણો પર પ્રભુત્વ સ્થાપિત કરી શક્યા તેનો ઈતિહાસ પરંપરામાં સચવાયો નથી.
સંશોધનના દષ્ટિબિંદુથી “ચરિયાપિટક' અને “જાતકકથાઓ'ના જેટલીજ આ બાબત પણ રસપ્રદ અને મહત્ત્વની બને છે.
આ બધાનો પ્રતિકાર નહીં કરતાં હૃદય અને મસ્તિષ્કના બધા જ સદ્ગણોનો સરવાળો કે જે મહાવીર ધરાવતા હતા એવો દાવો કરવામાં આવે છે તે પ્રાપ્ત કરવાના મુશ્કેલ કાર્યમાં અનિવાર્ય એવી મુશ્કેલીઓ અને વિપ્નો અનુભવ્યા સિવાય તે મેળવી શકાય નહિ અને વહાણ સામે કિનારે પહોંચે તે પહેલાં તેને અટકાવે તેવાં તોફાનો અવશ્ય આવે જ અને સામે તીરે પહોંચવાના માર્ગમાં એવા ખડકો પણ અવશ્ય આવે કે જે જહાજની સરળ સમુદ્રયાત્રાને ભયમાં મૂકી દે. મહાવીરના આત્માની સામે પણ
- ૧૬ -