________________
263 : જળની બરાબર મધ્યે જ્યારે દૃષ્ટિમર્યાદામાંથી ઓક્ત થઈ જાય
ત્યારે બધા જ મનુષ્યો જાણે કે મૃત હોય છે. આ અંગે વિચારવાનો અન્ય કોઈ માર્ગ નથી. આ મારી દઢ
નિર્ણયશક્તિની પરાકાષ્ઠા છે. 264 : જ્યારે કાશીના રાજાએ હું જાણે નિર્જીવ વસ્તુ હોઉં એ રીતે મારી
ઉપર ધારદાર કુહાડીથી પ્રહાર કર્યો ત્યારે પણ તેની ઉપર હું ગુસ્સે થયો નહોતો.
આવી મારી પૈર્યની પૂર્ણતા હતી. 265 : “સત્ય'ની સુરક્ષા માટે મારા જીવનને ધરી દીધું અને તે માટે મેં
સો યોદ્ધાઓ પેદા કર્યા.
આવી મારી સત્ય પરત્વેની પરિપૂર્ણતા હતી. 266 : મેં માતાપિતાનો તિરસ્કાર કર્યો નહિ.
પ્રતિષ્ઠાનો મેં અનાદર ન કર્યો. પરંતુ સર્વજ્ઞતા મને પ્રિય હતી.
પરિણામે હું કર્તવ્ય પરત્વે પ્રતિબદ્ધ હતો. 267 : કોઈ મનુષ્ય મને ભયભીત કરી શકતો નહિ.
હું કોઈ મનુષ્યને ભય પમાડતો નહિ. દયાની શક્તિમાં હું અડગ હતો.
પવિત્રતામાં હું આનંદ અનુભવું છું. 268 :
સ્મશાનમાં હું સૂઈ જાઉં છું. નિર્જીવ અસ્થિઓનું હું ઓશિકું બનાવું છું. ગ્રામ્ય શિશુઓ હાંસી ઉડાવતાં કે પ્રશંસા કરતાં તે સર્વે પ્રત્યે હું
તટસ્થ હતો. 269 : આ ધરતીને જેને જ્ઞાન નથી, આનંદ અને દુઃખથી જે અજાણ
છે તેને પણ મારાં મુક્ત પ્રદાનો અને પ્રચંડ શક્તિઓથી સાત વખત ધ્રુજાવી છે.
‘પૂમિ'ઓના સિદ્ધાંત મુજબ ભાવિ બુદ્ધ કોઈ એક પારમિતામાં પ્રભુત્વ મેળવવાનું અપેક્ષિત છે. અર્થાત એક “પૂમિ'માં કોઈ એક પારમિતા માં પૂર્ણત્વ પ્રાપ્ત કરવાનું છે અને
- ૧૪ -