________________
આપણી પાસે આવ્યા નથી.
આ સાહિત્યનો ઉપયોગ કરતી વખતે આપણે એ યાદ રાખવું જોઈએ કે તેના વિશે ડૉ. ઓડેનબર્ગે સમકાલીન બૌદ્ધ સાહિત્યના સંદર્ભમાં શું કહ્યું છે. આ અંગે આપણે તે બંને પકી પ્રત્યેક સાહિત્યને અલગ રીતે મૂલવવાં જોઈએ. 3 મૂળ ઉત્પત્તિ સ્થાનો - આધારો (Roots - મૂળ)
વ્યક્તિના જીવનમાં બનતા ઘણા બનાવો સ્પષ્ટીકરણ કર્યા વગરના રહી જાય છે અને પછીથી કલ્પનાના આધારે ભૂતકાળમાં ડોકિયું કરીને જ માત્ર તેમાંથી કંઈ અનુભૂતિ મેળવી શકાય છે. આ સામાન્ય નિયમમાં મહાવીરનું જીવન પણ અપવાદ નથી. સામાન્ય માણસે સામાન્ય સંજોગોમાં ક્યારેય સહન નહીં કર્યું હોય, એટલું મહાવીરે સહન કર્યું છે. તેમના કાનમાં ખીલા ઠોકવાની ઘટના આપણને માત્ર આશ્ચર્ય જ નહિ, પરંતુ આઘાત પહોંચાડે છે. એવો પ્રશ્ન જરૂર પેદા થાય છે કે આ જગતમાં આવું ચુંબકીય વ્યક્તિત્વ અને ઉમદા ચારિત્ર્ય ઘરાવતો સર્વગુણસંપન્ન મનુષ્ય કેવી રીતે પેદા થઈ શકે ? તે જમાનામાં પણ આટલાં બધાં દુઃખો સહન કર્યા હોય તેવો મનુષ્ય વિરલ જ હોઈ શકે. તેમના જીવન વિશે આજે જે વિગતો ઉપલબ્ધ છે તેમાંથી અનુસંધાન મળતું નથી અને જ્યારે જ આપણે દટાયેલા ભૂતકાળમાં ઊંડી ડૂબકી મારીએ ત્યારે જ આપણને તેનો ઉકેલ મળે છે.
બીજું, બુદ્ધત્વની માફક જ કૈવલ્યકેિવળજ્ઞાન એ મન અને મસ્તિષ્કની બધી જ શક્તિઓનો કલ સરવાળો અથવા એકત્રિત નિષ્કર્ષ પૂર્ણત્વ છે અને તે માત્ર એક કે બે અવતારોમાં પ્રાપ્ત થતું નથી.
આના અનુમોદનમાં અત્યંત જાણીતું મનોવૈજ્ઞાનિક વિધાન ટાંકી શકાય કે નૈતિક અને બૌદ્ધિક શક્તિઓનો વાસ્તવિક વિકાસ એ માત્ર એક જ નહિ, પરંતુ અનુવર્તી અનેક પેઢીઓનું પરિણામ છે. આ બાબતને વર્ણવવા માટે પશ્ચાતુવર્તી બૌદ્ધધર્મે (કે જે મહાયાન નામથી ઓળખાયો) નવો સિદ્ધાંત શોધ્યો કે જે બોધિસત્વ સિદ્ધાંત તરીકે ઓળખાયો.
ટૂંકમાં, કહેવું હોય તો સિદ્ધાંત આ પ્રમાણે છે. “બોધિ'ના માર્ગમાં કેટલીક વ્યવસ્થિત રીતે વ્યાખ્યાયિત તબક્કા છે અને “બુદ્ધ બનવાની ઇચ્છા ધરાવનારે તે બધા જ પાર કરવા જ જોઈએ અને આમ જ્યારે થાય ત્યારે
- ૧૨ -