________________
આધારે સંપ્રદાયનું પુનઃસંસ્કરણ કરવાનો દેવર્ષિનો પરિશ્રમ માત્ર અંશતઃ હસ્તપ્રતો દ્વારા અને અંશતઃ પ્રણાલિકાઓ દ્વારા પ્રસ્થાપિત થયેલ છે.
દેવર્ષિ ગણિએ સિદ્ધાંતોની વિશાળ આવૃત્તિઓ રજૂ કરી અને તે દરેક ઉપદેશકને હસ્તપ્રત સાથે પૂરી પાડી. એ ભાગ્યેજ શક્ય બન્યું કે જૈન સાધુઓએ તેમના યાદદાસ્તમાં હોય તે જ્ઞાન લખવા માટેનો પ્રયાસ કર્યો હોય. આથી ઊલટું પ્રથમ અને દ્વિતીય શતકમાં વઢગામિનિના સમયમાં બૌદ્ધ ધર્મગ્રંથો લખવામાં આવ્યા હતા.'
જૈન પ્રણાલિકાના સમર્થનમાં એવી પણ એક વાક્પટુ દલીલ કરવામાં આવે છે કે ઘણી નોંધપાત્ર બાબતોમાં તે બૌદ્ધ પ્રણાલિકા સાથે તદન સુસંગત થાય છે.
સુધર્માથી તે આજ સુધી એવું લેખિત સ્વરૂપે દર્શાવ્યું છે કે જ્ઞાન એક ઉપદેશક પાસેથી બીજા ઉપદેશકને અને એ જ રીતે આગળ વધીને આપવામાં આવતું હતું, જેને લાક્ષણિક રીતે આચાર્ય પરંપરા તરીકે ઓળખવામાં આવે છે.
ભારતીય ધર્મોને કોઈ પણ વિદ્યાર્થી પ્રાચીન ભારતમાં ગ્રંથોનું જ્ઞાન કેવી રીતે આપવામાં આવતું હતું તે સમજવામાં નિષ્ફળ નહીં જાય.
એ ભૂલવું જોઈએ નહીં કે આપણે જે યુગની વાત કરીએ છીએ અને ખાસ કરીને જે સમુદાયની વાત કરીએ છીએ. તે અંગે અમુક પ્રમાણમાં પૂરતી ચોકસાઈ સાથેની જાણકારી છે કે તે ધર્મગુરુઓના પ્રતિબંધો સામનો બળવો હતો. કોઈ જ અલગપણ રાખ્યા વગર તેમાં શિષ્યોને ઉપદેશ આપવામાં ખાસ રસ દર્શાવવામાં આવતો હતો.
બુદ્ધ પોતાના શિષ્યોને એમ કહેતા હોવાનો અહેવાલ છે કે – મેં બધું જ બંધ કરી દીધું છે, સિવાય કે – સાવરિય માટે - અર્થાત તેનો એવો અંશ કે જેના દ્વારા બહુ જનોનું સર્વોત્તમ ભલું થતું હોય.
મહાવગ્ના'માંથી ચોક્કસ ફકરો આથી ઊલટું “શિનસપ્પા” પત્રો (sin એટલે પાપ નહીં - બુદ્ધોની એક શાખા) (Sinsapa leaves) સાબિત કરવા માટે ઉપૃત કરેલો છે.
મહાવંશ
- ૧૦ -