________________
દૂર કરી શક્યા નહિ અને તેમના મનમાં પેલા અતિશય દૃઢ નિશ્ચય સાથે મૃત્યુ પામ્યા.
તપશ્ચર્યા અને આત્મનિયંત્રણ કે સંયમ હંમેશાં સાથોસાથ ચાલે છે અને એકની હાજરી સિવાય બીજું અત્યંત નુકસાન કરે છે કે જેનો કોઈ જ ઉપચાર હોતો નથી.
જેઓ તપશ્ચર્યા કરે છે તેઓ અલ્પપોષણ અને કઠિન જીવનને પરિણામે ઝટઝટ ગુસ્સે થઈ જાય તેવા સ્વભાવના થઈ જાય છે અને પોતાની જાત પર કાબૂ નહિ હોવાને કારણે આવે વખતે અતિ આવશ્યક એવું સમતોલપણું જાળવી શકતા નથી અને તેઓ પોતાની જાત માટે તેમજ અન્યો માટે ભારે દુઃખ અને પીડા ઉત્પન્ન કરવા માટે તેઓ જાતે જ કારણભૂત બને છે. મહાન છતાં અતિ ક્રોધિ ઋષિ દુર્વાસાને કોણ જાણતું નથી, કે જેમણે એક સુખી દંપતી (દુષ્યંત અને શકુંતલા)ને ખાસ તો કાવ્ય નાટકની નાયિકાની એક ક્ષુદ્ર બેદરકારીને કારણે પાયમાલ કરી નાખ્યું હતું.
આત્મનિયંત્રણના અભાવે જેનાથી પોતે ઘણો ચડિયાતો હતો એવા માણસની ટીકા પ્રત્યે મહાન વિશ્વભૂતિ ઉત્તેજિત થઈ ગયો. હકીકતમાં તે એટલો ઊંચી કક્ષાએ હતો કે વૈશાખનંદીએ કરેલી ટીકા તેને અસ્વસ્થ બનાવી ન શકે, પરંતુ તે નિરુપાય હતો અને તેથી આવા મહાન આત્માનું કેવું પતન થયું તે આપણે જોઈ શકીએ છીએ.
આવા મહાન આત્માઓ માટે દૃઢનિશ્ચય અને સિદ્ધિ વચ્ચે ખૂબ જ પાતળી ભેદરેખા હોય છે અને તેથી તેઓ આખીયે ઘટના અંગે જરાક વધારે શાંતિથી વિચારવાનો સમય ભાગ્યે મેળવી શકે છે અને તેથી પશ્ચાત્વર્તી અનિવાર્ય બનાવોમાંથી છટકી જઈ શકતા નથી.
તપશ્ચર્યાને પરિણામે અનુગામી જન્મમાં સ્વર્ગમાં તેનો પુનર્જન્મ થયો, પરંતુ તેનો પ્રબળ દૃઢ નિશ્ચય તેના અઢારમા જન્મમાં જેને પૃથ્વી પર લાવ્યો. આ જન્મમાં તે વાસુદેવ તરીકે પેદા થયો. તેનું નામ ત્રિપૃષ્ટા હતું. તેના નિશ્ચયને અનુરૂપ તે અતુલનીય તાકાત ધરાવતો હતો અને વળી તેનો ભાઈ વૈશાખનંદી કે જે સિંહ તરીકે જન્મ્યો હતો તેને મારી નાખવાની તક પણ તેને મળી. પવિત્ર સાધુની ક્રૂર મશ્કરીઓ કરવાના ઘોર કર્મને કારણે તેને પ્રાણીજગતમાં જન્મ લેવાની ફરજ પડી.
૦૨૦૦