________________
આપણી આસપાસમાં છે તેના કરતાં આપણા હાથમાં રહેલાં પર્ણો ઓછાં છે તેજ રીતે મેં તમને શીખવ્યું છે તે નહીં શીખવેલા કરતાં ઓછું છે. વળી, મેં તે શા માટે તમને શીખવ્યું નથી - કારણ કે તે સુખ તરફ લઈ જતું નથી અથવા તો તે સુખમાં પરિણમતું નથી.
リ
પરંતુ જો આપણે બૌદ્ધ ધર્મનું વર્ગીકરણ કરવા બેસીએ તો આપણે મુખ્ય તાત્પર્ય ચૂકી જઈએ છીએ કે બુદ્ધના કહ્યા મુજબ ઉપરોક્ત અપવાદરૂપ ગહન પરિસ્થિતિને રોકવાની એક ઉપદેશક તરીકે તેમની ક્ષમતા ન હતી, પરંતુ ધર્મના સ્થાપક તરીકે તેમની તે ક્ષમતા હતી. ધર્મપ્રવર્તક તરીકે જે કંઈ સુખ તરફ દોરી જતું ન હોય એમ તેમને લાગે તો તેને અટકાવવાની વિવેક્લુદ્ધિ તેમનામાં હતી. પરંતુ અમુક ગ્રંથોનું જ્ઞાન સુખ અને ભલું થવા તરફનું વાહક બનતું નથી એમ એકવાર લાગે કે નક્કી થાય તો બુદ્ધ પણ તેને અટકાવી શકતા ન હતા.
પેલા ઉપદેશકોના હૃદય પરિવર્તનની કથા તે ઉપદેશકોના ધર્મની બાબતમાં ગાંભીર્ય અને સંનિષ્ઠા વિશે ઘણું બધું કહી જાય છે.
આમ શ્વેતાંબરોએ તેમના સિદ્ધાંતોમાં ફેરફાર કર્યા નહિ. પેલા નિયમો કે જેમાં જૈન સાધુઓએ દિગંબર રહેવું જોઈએ એવી માન્યતા હતી તે દર્શાવે છે કે તેમણે ધર્મગ્રંથોમાં કોઈ મનસ્વી ફેરફારો કર્યા નહિ, પરંતુ શક્ય એટલી વિશ્વસનીયતા સાથે તેમના અનુગામીઓને તેનું જ્ઞાન આપ્યું.
જોકે તે નિશ્ચિત છે કે સિદ્ધાંતોના કાર્યનો ઉદ્ભવ કોઈ એક જ સમયે થયો ન હતો. દેવાર્ષિએ સંકલિત કરેલો સંપ્રદાય કે જે વર્તમાનમાં આપણી પાસે આવેલ છે તે સુવ્યવસ્થાનું સંગ્ટન અને સંયમ-શ્રમણ જીવન ચુસ્તપણે સ્થાપિત થયા પછી તરત જ શરૂ થયેલી સાહિત્યિક પ્રવૃત્તિઓનું પરિણામ છે. તેથી સંપ્રદાયનો અત્યંત શરૂઆતનો સમય મૌર્યકાળના પાટલીપુત્રમાં શરૂ થયો હોય તે તદ્દન શક્ય છે, જ્યારે અંતિમ સમય દેવર્ધિની નજીકના સમયમાં શરૂ થયો હોવો જોઈએ.
સંપ્રદાયના પૂર્વાર્ધકાળ અને ઉત્તરાર્ધકાળ વચ્ચેનો ફરક તારવવાનું કાર્ય પછીથી શરૂ કર્યું.
આટલું બધું કહેવાયા પછી પણ આપણે એ યાદ રાખવું જોઈએ કે સંપ્રદાયના નીતિનિયમો અંગેના ગ્રંથો દેવર્ષિએ સંપાદિત કરેલા સ્વરૂપમાં
~૧૧ –