________________
૧૧૩
કર્મપ્રકૃતિ.
૧૧૩ મૂળ ગાથા ૨૯ મી. गहणसमयम्मि जीवो, उप्पाएई गुणे सपञ्चयओ ॥ सव्वजियाणंतगुणे, कम्मपएसेसु सव्वेसु ॥२९॥
ગાથાથી–જીવ રવ પ્રત્યયથી સર્વ કર્મપ્રદેશને વિષે ગ્રહણ સમયે સર્વ જીવથી અનતગુણ રસાવિભાગને ઉત્પન્ન કરે છે.
ટીકાર્ય – અહિં અનુભાગનું કારણ કાષાયિક અધ્યવસાય છે. કહ્યું છે કે જુમા રાયમી ગુણ અર્થાત્ જીવ કષાયવડે સ્થિતિ અને રસને ઉત્પન્ન કરે છે. તે શુભ અને અશુભ છે પ્રકારના કાષાયિક અધ્યવસાયે છે, ત્યાં શુભ અધ્યવસાવડે કર્મ પુદગલેમાં દુગ્ધશર્કરા સમાન આલ્હાદજનક રસ ઉત્પન્ન કરે છે, ને અશુભ અધ્યવસાવડે.લિબ-જાતકી સરખા અનિષ્ટ રસને ઉત્પન્ન કરે છે. તે શુભ અથવા અશુભ અધ્યવસાયે અસંખ્ય કાકાશ પ્રદેશ પ્રમાણ છે. તેમાં પણ શુભ અધ્યવસાયે વિશેષાધિક જાણવા તે આ પ્રમાણે-અનુક્રમે સ્થાપન કરેલા જે અધ્યવસાચેને સંકલેશવતિ છવ જેવા અનુકમથી નીચે નીચે ઉતરતે પ્રાપ્ત કરે છે, તેવાજ અનુકમથી તેજ અધ્યવસાયને વિશુદ્ધિમાં વર્તતે જીવ ઉર્વ ઉર્વ ચઢતા પ્રાપ્ત કરે છે. તેથી જેમ મહેલ પરથી ઉતરતાં જેટલાં પગથી ઉતરવાં પડે છે તેટલાં પગથી મહેલ પર ચઢતા મનુષ્યને ચઢવાં પડે છે. તેમ અહિં પણ સંકલેશવત જીવના જેટલા અશુભ
૧ જે અધ્યવસાયમાં કષાય કારણભૂત છે તે કાષાયિક અધ્યવસાય, અહિં અશુભ અધ્યવસાય તો પ્રગટ રીતે કપાય જન્ય છે. તે શુભ અધ્યવસાય એ કે કષાયની હીનતાથી છે, તે પણ કષાયાનુગત હોવાથી કાષાયિક છે. પુનઃ અકાષાયિક અધ્યવસાયે રસનું કારણ નહિ હોવાથી અત્રે તેની અવિવેક્ષા છે. અહિં ક્યાય શબ્દથી કષાયને ઉદય જાણુ પરંતુ સત્તા નહિ.