________________
જેમ શરીર નામકર્મમાં કહી તેમ જાણવી. હવે અહિંથી આગળ અનુભાગની તીવ્ર મન્દતા કહેવાય છે. '
ત્યાં સર્વ પ્રકૃતિઓની આપ આપણા જઘન્યાનુભાગબંધથી પ્રારંભીને ઉત્કૃષ્ટ અનુભાગબબ્ધ સુધી પ્રત્યેક રિતિબન્ધ સ્થિતિ બધે અનન્તગુણ તીવ્ર મન્દતા અર્થાત અનુક્રમે અનન્તગુણ અનુભાગ કહે એ ભાવાર્થ છે. ત્યાં પણ અશુભ પ્રકૃતિએના જઘન્યસ્થિતિસ્થાનથી આભને અનુક્રમે ઉર્વ મુખે અનન્તગુણ અનુભાગ કહે. અને શુભ પ્રકૃતિઓના ઉત્કૃષ્ટ સ્થિતિસ્થાનથી પ્રારભીને અધમુખે જઘન્ય સ્થિતિ સુધી અનન્તગુણ અનુભાગ કહે. આ તીવ્ર મન્તત્વ સામાન્યપણે કહીને હવે વિશેષપણે કહે છે.
૪૫ ઘાતિ પ્રકૃતિ, અશુલવર્ણાદિ ને ઉપઘાત એ ૫૫ પ્રકૃતિની જઘન્ય સ્થિતિમાં જઘન્યાનુભાગ સર્વથી અલપ છે, તેથી દ્વિતીય સ્થિતિમાં જઘન્યાનુભાગ અનન્તગુણ છે, તેથી પણ તૃતિય સ્થિતિમાં જઘન્યાનુભાગ અનન્તગુણ છે, એ રીતે ચાવત્ નિવર્તન કંડક સુધી કહેવું. નિવર્તન કડક એટલે જ્યાં જઘન્ય સ્થિતિગત અનુભાગાધ્યવસાયની અનુકૃષ્ટિ સમાપ્ત થાય છે ત્યાં સુધીની મૂળથી આરંભીને સર્વ સ્થિતિએ પાપમના અસંખ્યાતમાભાગ પ્રમાણુની છે. (એ સ્થિતિઓને સમુદાય તે રિવર્તન કંડક કહેવાય.)
મૂળ ગાથા ૬૬ મી. निवत्तणाओ एकिकस्स हेट्रोवरिं तु जेटियरे चरमठिईणुकोसो, परित्तमाणीण उ बिसेसो ॥६६॥
૧ જઘન્ય સ્થિતિ બન્ધથી પ્રારંભીને ઉત્કૃષ્ટ સ્થિતિ બન્ધ સુધી પ્રત્યેક સ્થિતિ બધે સ્થિતિ બધે અનન્તગુણ અનન્તગુણ અનુભાગ કહે. એ ભાવાર્થ છે. છતાં “ જઘન્યાનું ભાગબન્ધથી પ્રારંભીને ઉત્કૃષ્ટ અનુભાગબબ્ધ સુધી” એ પાઠ છે તે સામાન્ય કથન રૂપ ને વિશેષથી તે તીવમંદતાની પ્રરૂપણ પ્રમાણે ભીન્ન પણ છે.