________________
૨૨૨
બધનકરણ,
જઘન્યાનુબ વિષયવાળી સ્થાવર નામકર્મની સ્થિતિ જેટલાં સ્થિતિસ્થાને વ્યતિકાન્ત થાય ત્યાં સુધી કહેવું. તેથી અનંતર નીચેના સ્થિતિસ્થાનમાં પૂર્વ સ્થિતિસ્થાનગત અનુભાગાધ્યવસાય૨થાનનો એક અસંખ્યાતમે ભાગ લઈને શેષ સર્વ અને બીજા પણ અનુભાગાધ્યવસાયસ્થાને વર્તે છે. તેથી પણ અનંતર નીચેના સ્થિતિસ્થાનમાં પૂર્વ સ્થિતિસ્થાનગત અનુભાગાધ્યવસાયસ્થાનને એક અસંખ્યાત ભાગ વજીને શેષ સર્વ અને બીજા પણ અનુભાગાધ્યવસાયસ્થાને વતે છે. એ પ્રમાણે પલ્યોપમના અસંખ્યાતમા ભાગ પ્રમાણુસ્થિતિસ્થાને સુધી કહેવું. અહિ (અભવ્ય પ્રાગ્ય) જઘન્યાનુભાગબન્ધ પ્રાગ્ય સ્થાવર નામકર્મની સ્થિતિ પ્રમાણ સ્થાપન કરેલ સ્થિતિસ્થામાંના પ્રથમ સ્થિતિસ્થાનમાં જે અનુભાગાધ્યવસાયસ્થાને છે તેની અનુકૃષ્ટિ સમાપ્ત થઈ. તેથી નીચેના સ્થિતિસ્થાનમાં દ્વિતીય સ્થિતિસ્થાન (સ્થાવર સંબંધિ) ગત અનુભાગાધ્યવસાયસ્થાની અનુકૃષ્ટિ સમાપ્ત થઈ આ રીતીએ જઘન્ય સ્થિતિસ્થાન સુધી કહેવું. એ પ્રમાણે બાજર, પર્યાપ્ત ને પ્રત્યેક નામકર્મની અનુકૃષ્ટિ પણ કહેવી.
(હવે તિર્થંકર નામકર્મની અનુકૃષ્ટિ તથા અનુભાગની તીવ્ર મન્દતા કહેવાય છે.)
મૂળ ગાથા ૬૫ મી. तणुतुल्ला तित्थयरे-अणुकट्ठी तिव्व मंदया एत्तो. सव्वपगईण नेया-जहन्नयाई अणंतगुणा ॥६५॥
ગાથાથી–તિર્થંકર નામકર્મની અનુકૃષ્ટિ શરીરનામ કર્મવત્ જાણવી. અને હવે તીવ્રમન્દતા કહેવાય છે, ત્યાં સર્વ પ્રકૃતિની જઘન્યાદિ સ્થિતિમાં અનન્તગુણ અનુભાગ હોય છે.
ટીકાથ તિર્થંકર નામકર્મમાં અનુકૃષિની વિક્ષા પૂર્વે
-
-
-