________________
૬૮૬
અથ ઉદયપ્રકરણમ.
-
-
સ્થિતિ ઉદય તે ૩૬ પ્રકૃતિની એક સમય માત્ર ઉદયસ્થિતિ જેટલે જાણો.
ટીકાથ—અહિ સ્થિતિના ક્ષયથી અને પ્રગથી એમઉદય બે પ્રકારે છે. ત્યાં સ્થિતિ જે અબાધા કાળ તેના ક્ષયથી દ્રવ્ય-ક્ષેત્રકાળ-ભવને ભાવ રૂપ ઉદય હેતુઓ પ્રાપ્ત થયે જે સ્વભાવથીજ ઉદય પ્રવતે તે સ્થિતિ થી ૩૦૦ કહેવાય. અને તે સ્થિતિ ક્ષાદય પ્રવર્તે છતે ઉદીરણા કરણ રૂપ પ્રાગ વડે દલિકને આક ઈને જે અનુભવે છે તે પ્રદેશથી રચ કહેવાય. તેજ વાત મૂળ ગાથાથી કહે છે કે સ્થિતિને ઉદય પણ સ્થિતિના ક્ષયથી અને પ્રયાગથી થાય છે, તે પુન; ઉત્કૃષ્ટ ને જઘન્ય એમ બે પ્રકારે છે. ત્યાં ઉપસ્થિત્યુદય છે તે ઉદ્દષ્ટ સ્થિતિ ઉદીરણ કરતાં (થી) વેદ્યમાન ૧ સમચ જેટલે અધિક છે, તે આ પ્રમાણે ઉ૦ સ્થિતિ બંધાયે છતે અબાધા કાળમાં પણ પૂર્વ બધે દલિક છે, તે કારણથી બન્યાવલિકા વ્યતીત થયે અનન્તર સ્થિતિમાં વિપાકેદયથી વતે જીવ ઉદયાવલિકાથી ઉપરની સર્વે પશું સ્થિતિને ઉદીરે છે, અને ઉદીરીને પુનઃ અલુભવે છે, તેથી બન્ધાવલિકા ને ઉદયાલિકા હીન શેષ સર્વ સ્થિતિની ઉદય ને ઉદીરણ તુલ્ય છે, અને વેદ્યમાન સ્થિતિમાં ઉદીરણા નહિ પણ કેવલ ઉદયજ પ્રવર્તે છે, તેથી સ્થિ૦ ઉદીરણા કરતાં વેદ્યમાન સમય માત્ર સ્થિતિએ અધિક ઉ૦ સ્થિતિઉદય છે, અને તે ઉત્કૃષ્ટબધ પ્રકૃતિનેજ ઉo સ્થિતિ ઉદય બધાવલિકા અને ઉદયાવલિકા હીન જાણુ, અને શેષ - પ્રકૃતિને ઉર રિથતિ ઉદય યથાગ્ય પણે જાણવે, ત્યાં પણ પૂર્વે ન રીતે (૧ સમય) ઉદય સ્થિતિએ અધિક જાણુ..
તથા હૃસ્વ એટલે જઘન્ય સ્થિતિઉદય ૩૬ પ્રકૃતિમાં ૧ સમય માત્ર ઉદયસ્થિતિ જેટલું છે. અહિં તાત્પર્ય એ છે કે-૩૬ પ્રકૃતિને જઘન્ય સ્થિતિઉદય સમય માત્ર એક ઉદયસ્થિતિ પ્રમાણ છે, અને સમયમાત્ર એક સ્થિતિને અન્ય સમય રિથતિ જાણવી.