________________
કર્મપ્રકૃતિ.
૩૩૧ ~~~~ ~~ ~~~~ ~~~ ~~~~~ ~~~~~~ આવલિકામાં વર્તતા મિશ્રમેહનીય સમ્યકત્વમાં સક્રિમે નહિ, કારણ કે સમ્યકત્વાનુગત વિશુદ્ધિના પ્રભાવથી મિથ્યાત્વનાં પગલે જ મિશ્ર રૂપ પરિણામાંતરને પ્રાપ્ત થયેલાં છે, અને અન્ય પ્રકૃતિરૂપપણે પરિ@ામ પમાડવું એજ સકમ છે, પુનઃ સંક્રમાવલિકાગત પુર્લો સર્વ કરણને અસાધ્ય હોવાથી સમ્યકત્વલાભની પ્રથમ આવલિકામાં વર્તતાં મિશ્રમેહનીય તે સમ્યકત્વમાં ન સંક્રમે, પરંતુ માત્ર એક મિથ્યાત્વજ સક્રમે છે. માટે મિશ્રમેહનીય બાદ કરતાં શેષ ૨૬ પ્રકૃતિને સકેમ થાય છે.
તથા મેહનીયના સંક્રમમાં ૨૪ ના સ્થાનને અભાવ છે. કારણ કે ૨૪ ની સત્તાવાળે સમ્યગ્દષ્ટિ જીવ મિથ્યાત્વને પ્રાપ્ત થતાં જે કે પુનઃ અનંતાનુબધિ બાંધે છે, તે પણ તે બાંધેલા અનંતાનુબધિની સત્તા હેતે છતે પણ અનંતાનુબધિને સંક્રમાવતું નથી. કારણું કે બન્દાવલિકાગત પલે સર્વકરણને અસાધ્ય છે, અને મિથ્યાત્વ તે મિશ્રનું અને સમ્યકત્વનું પતગ્રહ છે, માટે મિથ્યાત્વ ને અનતાનુમધિ૪ એ ૫ પ્રકૃતિ બાદ કરતાં શેષ ૨૩ નેજ સકમાવે છે. - તથા એ જીવને જે મિથ્યાત્વ ક્ષય થયેલું હોય તે ૨૨ પ્રકતિને સંક્રમાવે છે. અથવા ઉપશમશ્રેણિમાં વર્તતા ઉપશમસમ્યદૃષ્ટિજીવને ચારિત્રમોહનીયનું અત્તરકરણ કર્યું છતે સંજ્વલન લેભાને પણ સંક્રમ થતું નથી. કારણ કે “અન્ડરકરણ કર્યું છતે પુરૂષદ, અને સંજવલનચતુષ્કને આનુપૂર્વીએજ સંકેમ થાય છે એ વચન છે, અને અનતાનુબન્ધિ ચતુષ્ક તે વિસાજીત વા ઉપશમિત લેવાથી સંક્રમ પ્રાપ્ત થાય નહિ, અને સમ્યકત્વ તે મિથ્યાત્વ મિશનું પતગ્રહ છે માટે સંજવલનભ, અનંતાનુબંધિચતુષ્ક, અને સમ્યકત્વ એ ૬ પ્રકૃતિને ૨૮ માંથી બાદ કરતાં શેષ ૨૨ પ્રકૃતિને સકેમ થાય.
૧ અહિ “એ જીવને ” કહેવાથી મિથ્યાત્વીને ગ્રહણ ન કરે, પરંતુ ૨૪ ની સત્તાવાળા સમ્યગ્દષ્ટિ જીવ જાણુ. . * *