________________
૪૭૪
અથ ઉદ્ધના અને અપવર્તનાકરણ,
ઉત્તર–હે સુજ્ઞ એ પ્રમાણે કહે. કારણકે અબાધાન્તર્ગત સ્થિતિએને ઉપાડીને અબાધાથી આગળ નિક્ષેપ કરવાને નિષેધ અમેએ કર્યો છે, પરંતુ તે (અબાધાન્તર્ગત) સ્થિતિને અબાધાની મધ્યે આગળ કહેવાતા અનુકમ પ્રમાણે ઉદ્વર્તના નિક્ષેપ પવતે એમાં કોઈપણ જાતને વિરોધ નથી. અને એ જ કારણથી ઉદયાવલિકાન્તગર્ત સ્થિતિની ઉદ્વર્તન પણ (અબાધાન્તર્ગત સ્થિતિઓની ઉદ્વર્તનાથી જૂદી કહેવી) અપ્રસક્તત્વના પ્રવર્તે એમ કહેવું ચોગ્ય છે, અને આ નિરાકરણ ઉત્તર વડે અપ્રસકતવાદને (ઉદયાવલિકાનું અનુદ્વર્તનીયપણું અખાધાના અનુક્રયપણથી જુદું કહેવું ગ્ય નથી એવી શંકાને) નિષેધ કર્યો.
હવે નિષિનું નિશાન કહેવાય છે.
आवलिय असंखभागाइ, जाव कम्मठिइ त्ति
निरकेवो समउत्तरालिआए, साबाहाए भवे ऊणे ॥२॥
૧ ઉત્તર ભાવાર્થ એવો છે કે–અબાધા સંબંધિ અનતમુહૂર્તની જધન્યાતી થાપનામાં અને ઉદયાવલિકા રૂપ અતીસ્થાપનામાં ઘણે તકાવત છે. કારણકે અબાધાતીસ્થાની સર્વથા ઉના નથી થતી એમ નહિં કારણકે અબાધાન્તર્ગત સ્થિતિને અબાધાથી ઉપર પ્રક્ષેપ વા નિક્ષેપ થતું નથી પણ અબાધામાં ને અબાધામાં તો પ્રક્ષેપ નિક્ષેપ થઈ શકે છે, અને ઉદયાવલિકાના દલિકને કયાંય પણ પ્રક્ષેપજ થતો નથી. એ પ્રમાણે અબાધાન્તર્ગત સ્થિતિ અબાધાથી ઉપર નહિં પ્રક્ષેપાવાની અપેક્ષાએ અતીત્થાપનાપણે વિવક્ષી છે અને ઉદયાવલિકાની સ્થિતિને (સર્વથા) કયાંય પણ નહિં પ્રક્ષેપાવાની અપેક્ષાએ અતીસ્થાપનાપણે વિવક્ષી છે. માટે બને અતીસ્થાપનામાં મોટો તફાવત હોવાથી ઉદયાવલિકા અબાધામાં અંતર્ગત છે તે પણ બન્નેની અતીત્યાપના જૂદી ગણી છે.