________________
૬૫૬
અથ ઉપશમનાકરણ.
AAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAA
અપ્રત્યાયાની, પ્રત્યાખ્યાની, ને સંજવલન એ ૩ પ્રકારનું માન, અને એજ ૩ પ્રકારવાળી માયા, તથા એજ ત્રણ પ્રકારવાળા લોભને ઉપશમાવે છે. ત્યાં સંજ્વલનત્રિકની ઉપશમના પુરૂષ વેદવત જાણવી. અને મધ્યમ માનની અને મધ્યમ માયાટિકની ઉપશમના ૬ નિકષાયવત જાણવી. પરન્તુ પદમણિરાત્રિના દિવા એટલે સંજવલનની પ્રથમ સ્થિતિમાં પુવેદની અપેક્ષાએ એક આવલિકા અધિક જાણવી, તે આ પ્રમાણે-૬ નેકષાય ઉપશાન્ત થયે છતે પુરૂષવેદની એક સમય માત્ર પ્રથમ રિથતિ અનુપશાન્ત હોય છે, અને અપ્રત્યાખ્યાની પ્રત્યાખ્યાની માનાદિ ઉપશાન્ત થયે છતે સંજ્વલન જાનાદિકની એક આવલિકા પ્રમાણે પ્રથમ સ્થિતિ અનુપશાન્ત હોય છે, એ વાત અતિ સંક્ષેપથી કહી, અને હવે વિશેષથી કહેવાય છે.
જ્યારે સં૦ ક્રોધને બંધ ઉદયને ઉદીરણ વિચ્છેદ પામે તેજ વખતે સંમાનની દ્વિતીય સ્થિતિમાંથી દલિકને આકર્ષીને પ્રથમ સ્થિતિરૂપ કરે અને વેદે, ત્યાં ઉદય સમયમાં અલ્પ પ્રક્ષેપે છે, દ્વિતીય સ્થિતિમાં અસંખ્યગુણ, અને તૃતીય સમયમાં અસંખ્યગુણ પ્રક્ષેપે છે, એ પ્રમાણે પ્રથમ સ્થિતિના અન્ય સમય સુધી પ્રક્ષેપે છે. અહિં પ્રથમ સ્થિતિના પ્રથમ સમયેજ સંજવલનમાનને સ્થિ૦ બંધ ૪ માસને થાય છે, અને શેષ જ્ઞાનાવરણદિને સંખ્યાત હજાર વર્ષ પ્રમાણ સ્થિતિબંધ થાય છે, અને તે જ વખતે ત્રણે માનને સમકાળે ઉપશમાવવા માંડે છે. પુનઃ સંજવલનમાનની પ્રથમ સ્થિતિ સમાન ૩ આવલિકા શેષ રહે છતે અપ્રત્યા પ્રત્યા માનના દલિકને સં૦ માનમાં પ્રક્ષેપે નહિ, પરંતુ સં. માયાદિકમાં પ્રક્ષેપે છે. પુનઃ આવલિકાદિક શેષ રહેતાં આગાલ વિચ્છેદ થાય છે, અને ઉદીરણ પ્રવર્તે છે. તે પણ (સ્વ), આવલિકાના અન્ય સમય સુધી પ્રવર્તે છે. તદનંતર પ્રથમ સ્થિતિની એક આવલિકા બાકી રહે છે તે સમયે સંજ્વલન કષાયને બે માસને સ્થિતિબંધ થાય છે, અને શિષકને સંખ્યાતવર્ષ સ્થિતિબધ થાય છે. પુનઃ તે વખતે