________________
૧૧૪
અથ ઉદીરણાકરણ :
વિસાજના કરી છે, અને તેટલાથી વિરામ પામે પણ મિથ્યાત્વને ક્ષય કરવાને તત્પર ન થાય (તથાવિધ સામગ્રીના અભાવથી), તેથી કાળાંતરે મિથ્યાત્વને પામીને મિથ્યાત્વરૂપ હેતુથી પુનઃ પણ અતાધિ બાંધે, ત્યાં બન્દાવલિકા વ્યતીત ન થાય ત્યાં સુધી તેને ઉદય ન થાય, અને ઉદયના અભાવથી ઉદીરણા પણ ન થાય, સુનઃ ધાવલિકા વ્યતીત થયા બાદ અનંતાનુબધિને ઉદય થવાથી ઉદીરણ પણ થાય છે. 9 પ્રશ્ન- બન્યસમયથી આરંભીને આવલિકા પ્રમાણુ સ્થિતિ
વ્યતિક્રાન્ત થયે છતે પણ ઉદય કેમ હોય? કારણ કે અઆધાકળનો ક્ષય થયે છતેજ કર્મ ઉદય પ્રાપ્ત થાય છે, અને અનંતાનુબંધિને અબાધાકાળ પણ જઘન્યથી અંતર્મુ અને ઉત્કૃષ્ટથી ૪૦૦૦ વર્ષને છે. (તે અનંતાનુબંધિ બંધાયા પછી અન્તર્યુ બાદ અથવા ૪૦૦૦ વર્ષ બાદ અનતાનુબંધિને ઉદય થશે જોઈએ પરંતુ પ્રથમાવિલિકા વ્યતીત થયા બાદ નહિ ઈતિ ભાવ)
ઉત્તર–એમાં કઈ દેષ નથી, કારણ કે બંધ સમયથી પ્રારંભીને તે અનંતાનુબધિની પ્રથમ સત્તા તે થાય છેજ, અને સત્તા એ છતે પતરગ્રહપણું પ્રાપ્ત થાય છે, અને તદુગ્રહપણું પ્રાપ્ત થયે છતે શેષ પ્રકૃતિના દલિકનું સંક્રમણ થાય છે, અને .સંક્રાત થયેલા દલિકને સમાવલિકા વ્યતીત થયે ઉદય થાય છે. અને ઉદય થયે છતે ઉદીરણા થાય છે, તેથી અંધસમયથી અનંતર આવલિકા વ્યતીકાન્ત થયે અનંતાનુબંધીની ઉદીરણા કહી તે વિધવાળી નથી.
૧ અહિં બંધાવલિકા સાથે સદાન પ્રત્યાખ્યાનાદિ કપાયની સક્રમવિલિકા પણ વ્યતીત થાય છે, અને સાત દલિકોને જ ઉદવા ઉદીરણ થવાની છે, માટે “સંક્રમાવલિકા વ્યતિત થયા બાદ ” એમ પણ કરી 'શકાય.
૨ બધદ્વારા પ્રાપ્ત થયેલી અનતાનુબંધની નહિ, પરંતુ સંક્રમદાર પ્રાપ્ત થયેલી અનંતાનુબધિની ઉટીરણ.
-
.
- - -
-
-