________________
અથ ઉપશમનાકરણ
ગથાર્થ –પરિણામહાનિના હેતુથી અનાગપણે જેઓ દેશવિરત્યાદિભાવથી ઉતરી ગયા છે ( ભ્રષ્ટ થયા છે) તે છ કરણ કર્યા વિના જ પુન તે ભાવને પામે છે. તથા દેશવિરતિ અને સર્વ વિરતિ એ બને સંબધિ ગુણણિનિત્ય પરિણામની હાનિ વૃતિ, યુક્ત હોય છે.
ટીકાથ–પરિણામ પ્રત્યયથી એટલે પરિણામ હાનિરૂપ કારણથી અનાગપણે તત ભાવથી ગયેલા (નિવર્સેલા) અથત ઉપગ રહીતપણે જેઓ દેશવિરતિ પરિણામથી વા સર્વવિરતિ પરિણામથી પરિભ્રષ્ટ થયા તેઓન્કરણ કર્યા વિના જ પુનઃ પણ તે પૂર્વ પ્રતિપન્ન દેશવિરતિને વા. સર્વવિરતિભાવને પામે છે. અહિં તાત્પર્ય એ છે કે–-ઉપયોગ રહિત (અનાગપણે) કોઈક વખત પરિણામની હાની થવાથી જે દેશવિરત જ અવિરતિ ભાવને પ્રાપ્ત થયા હોય અથવા સર્વવિરતિવંત જ દેશવિરતિભાવને પ્રાપ્ત થયા હેય તેઓ પરિણામના વશ થકી પુનઃ પણ તે પૂર્વ પ્રતિપન્ન દેશવિરતિને વા સર્વવિરતિને પામે તે કરણકર્યા વિના જ તે ભાવને પામે છે, અને જે છ પુનઃ ઉપગપૂર્વકજ દેશવિરતિથી વા સર્વ વિરતિથી પરિભ્રષ્ટ થયા હેય ને ઉપયોગ પૂર્વકજ મિથ્યાત્વભાવને પામ્યા હોય તેઓ પુનઃ પણ જઘન્યથી અન્તર્યુ કાળે અને ઉત્કૃષ્ટથી ઘણકાળે દેશવિરતિને વા સર્વવિરતિને પ્રાપ્ત કરે તે પૂર્વોક્ત પ્રકારે કરણ પૂર્વકજ પ્રાપ્ત કરે છે.
- તથા જ્યાં સુધી દેશવિરતિની વા સર્વવિરતીની પ્રતિપાલના કરે છે ત્યાં સુધી પ્રતિ સમયે ગુણશ્રેણિને પણ રચે છે, પરંતુ વધતા પરિણામવાળે જીવં પરિણામ વૃદ્ધિને અનુસાર કદાચિત અસંખ્ય ભાગાધિક કદાચિત સંખ્યભાગાધિક કદાચિત સંખ્યગુણાધિક ને કદાચિત અસંખ્યગુણાધિક શ્રેણિને પણ રચે છે. અને ઘટતા પરિ ણામવાળો જીવ પરિણામ હાનીને અનુસારે પૂર્વોક્ત ચાર પ્રકારે ઘટતી ગુણશ્રેણિને રચે છે, અને અવસ્થિત પરિણામવાળે જીવ