________________
' કર્યપ્રકૃતિ.
૬૩૭
સત્તાને વિનાશ કરે, તદન તર તેને પણ એટલે પૂર્વે જે એક સંખ્યાતમા ભાગ મુકયે છે તેમાંથી પણ એક સંખ્યાતમા ભાગને વને શેષ સંખ્યાત ભાગને વિનાશ કરે છે. એ પ્રમાણે હજારે સ્થિતિઘાત જાય તદનતર મિથ્યાત્વના અસંvયાતભાગને વિનાશે, અને સમ્યકત્વના તથા મિશ્રના સંખ્યાતભાગને વિનાશે, તેથી એ પ્રમાણે પણ હજારે સ્થિતિ ખંડ વ્યતીત થતાં મિથ્યાત્વનું દલિક એક આવલિકા પ્રમાણું રહે છે, અને સમ્યકત્વનું તથા મિશ્રનું. દલિક પલ્યોપમના અસંખ્યાતમા ભાગ જેટલું કહે છે. આ સ્થિતિ ખંડને ઘાત કરતાં મિથ્યાત્ત્વ દલિકને સમ્યકત્વમાં અને મિશ્રમાં પ્રક્ષેપે છે અને મિશ્રનાં ઇલિકને સમ્યકત્વમાં પ્રક્ષેપે છે, તથા સમ્યકત્વનાં દલિકના સ્વાસ્થાને અધાસ્થિતિમાં પ્રક્ષેપે છે. અને પુનઃ આવલિકા પ્રમાણુ રહેલા મિથ્યાત્વ દલિકને સ્તિબુક સંકેમવડે સમ્યકત્વમાં પ્રક્ષેપે છે. તદનતર પુનઃપણ સમ્યકત્વના અને મિશ્રના અસંખ્યાત ભાગને વિનાશ કરે છે, અને એક ભાગ બાકી રાખે છે. તદનતર તે એક ભાગમાંથી પણ અસંખ્યાત ભાગોને વિનાશ કરીને એક ભાગને રાખે છે એ રીતે કંઇક સ્થિતિઘાત ગયે છતે મિશ્રનું દલિક આવલિકા પ્રમાણ રહે છે. અને તે વખતે સમ્યકત્વની સ્થિતિ સત્તા ૮ વર્ષ પ્રમાણુ રહે છે. એજ કાળમાં સર્વ વિદનેને નાશ થવાથી નિશ્ચય નયના મતે નમોહનીય પર્વ કહેવાય છે.
અહિંથી આગળ અન્તસ્ત્ર પ્રમાણુ સમ્યકત્વના સ્થિતિ ખંડને ઉકરે છે, ને તે ઉકરેલા દલિકને ઉદય સમયથી પ્રક્ષેપે છે તે આ પ્રમાણે –ઉદય સમયમાં સર્વથી અલ્પ, દ્વિતીય સમયે તેથી અસંખ્યગુણ દલિકને પ્રક્ષેપે છે, એ પ્રમાણે ગુણશ્રેણિના શિર્ષ સુધી કહેવું. અને તેથી આગળ વિશેષ વિશેષ હીન ઇલિકને પ્રક્ષેપ યાવત અન્ય સ્થિતિ સુધી કહે, એ પ્રમાણે અત્તમું પ્રમાણવાળા અનેક સ્થિતિખને ઉકેરે છે તે પ્રક્ષેપે છે તે પણ ત્યાં સુધી કે જ્યાં સુધી સમ્યકત્વને ઉપાન્ય સ્થિતિખડ શેષ રહે. ઉપાજ્ય