________________
૪૩૪
સંક્રમકરણ.
.
પ્રકૃતિરૂપે(તટ્યકૃતિરૂપે) પરિણમતું નથી તેથી આ સ્ટિબુક તે સંક્રમ શબ્દની સાથે ( અંથવા સંક્રમ પ્રકરણમાં) સંબંધવાળો થઈ શકતા નથી પરંતુ આ પણું સંક્રમ છે ને સંક્રમ પ્રકરણને પ્રસંગ હોવાથી તે તિબુક સંક્રમનું લક્ષણ કહે છે. અનુદીર્ણ એટલે અનુદય પ્રાપ્ત (ઉદયમાં નહિ આવેલી) પ્રકૃતિ સંબધિ જે કર્મ દલિક તે ઉદયમાં આવેલી સમાન સ્થિતિવાળી સ્વજાતીય પ્રકૃતિમાં સકમાવે છે ને કમાવીને અનુભવે છે. જેમ ઉદયવતી મનુષ્ય ગતિમાં શેષ ૩ ગતિનાં દલિકને અને ઉદયવતી એકેન્દ્રિયજાતિમાં શિષ ચાર જાતિનાં દલિકને સમાવીને અનુભવે તે બુિક સંક્રમ કહેવાય છે ને રોય પણ એજ કહેવાય છે. (તિ મેહ), સં ક્રમાદિરૂપે સંક્રમતાં દલિક જેમ સર્વથા પરપ્રકૃતિરૂપે પરિણમીને પર પ્રકૃતિના વ્યપ્રદેશને પામે છે તેમ તિબુકસંક્રમરૂપે સંક્રમતાં દલિક પર પ્રકૃતિવ્યપદેશને પામે તેવી રીતે સર્વથા પરપ્રકૃતિરૂપે પરિણમતાં નથી પરંતુ સ્વપ્રકૃતિવ્યપદેશરૂપે કાયમ રહીને સ્થિતિવડે પ્રથમજ હીન (તે સ્વજાતિય પરંપકૃતિ સમાન) થઈને ઉદયવતી સ્વજાતીય પરપ્રકૃતિમાં (પરિણમીને) ભગવાઈ જાય છે. એમાં સ્તિબુક સંક્રમ વિષયક પ્રકૃતિનો મુખ્યત્વે તીવરસ માત્ર બદલાવાથી પતંગ્રહમાં દેશપરિણમન કહેલું સંભવે છે,
૧ તીવ્રરસ પરપ્રકૃતિમાં સંક્રમાઈને ભગવાઈ જાય છે માટે, 1. ૨ જે પ્રકૃતિ સ્વવિપાકે ઉદયમાં ન આવે પરંતુ પરવિપાકે ઉદયમાં આવે તે કરાય કહેવાય. એ લક્ષણ પણ અનેકાન્ત છે.
કેટલાએકનું માનવું એવું છે કે જે પ્રકૃતિમાંથી રસ સર્વગ્રાહીન થઈને તે પ્રકૃતિના પ્રદેશ માત્રજ ઉદયમાં આવે તે પ્રદેશદય કહેવાય અને જે રસ ઉદયમાં આવે છે તે પ્રકૃતિને વિપાકેાદય કહેવાય. આ માનવું અસમંજસ છે કારણ કે સ્તિબુસંક્રમરૂપે એટલે પ્રદેશોદયરૂપે ઉદય આવેલી પ્રકૃતિમાં રસ અવશ્ય હોય છે તે પણ તેમને તીવ્રરસ પરપ્રકૃતિરૂપે પરિણમવાથી સ્વપ્રકૃતિરૂપે (સ્વરિપાક રૂપે ) ઉદય આવી શકતું નથી ને એ પ્રમાણે વિવક્ષિત પ્રકૃતિના પ્રદેશે સ્વરસે (સ્વવિપાકે ઉદયમાં આવ્યા નથી પરતુ પરવિપાક ( સ્વવિપાકાભાવ ) રૂપે ઉદયમાં આવ્યા છે માટે તે પ્રદેશદયજ કહેવાય. જેમ દુગ્ધ તે દધ્યાદિપ , પરિણમતાં દુગ્ધને