________________
૨૭૨
બંધનકરણ
હોય તે સિદ્ધાંતથી વિરોધ આવે છે, કારણ કે સિદ્ધાંતે તિર્યંચગતિમાં જીનનાકર્મની સત્તાને નિષેધ કર્યો છે.
ઉત્તર –તિર્યંચગતિમાં તીર્થંકર નામકર્મની સત્તા કહેવામાં કઈ દોષ નથી, અને તિર્યંચગતિમાં જે તીર્થકર નામકર્મની અસત્તા કહી છે. તે નિકાચિત છનનામની અપેક્ષાએ છે. કહ્યું છે કે
जमिह निकाइय तित्थं, तिरियभवे तं निसेहियं संतं इयरम्मि नत्थि दोसो, उबट्टोवट्टणासज्झे ॥१॥
આ ગાથાની અક્ષરગમનિકા (વ્યાખ્યા) આ પ્રમાણે છે– અહિ સિદ્ધાંતમાં જે જીનનામકર્મને નિકાચિત કર્યું, એટલે અવશ્ય લેગ્યપણે વ્યવસ્થાપ્યું છે તે જીનનામકર્મની સત્તા તિર્યંચગતિમાં નિષેધી છે. પરંતુ બીજું જે અનિકાચિત એટલે ઉર્તના અપવર્તના કરણને સાધ્ય જે જીનનામકર્મ છે તેની સત્તા તિર્યંચગતિમાં હોય તે પણ કઈ દેષ દેખાતું નથી. અહિં પણ અખાધા અન્તર્મુહૂર્ત પ્રમાણ છે. તે અબાધાકાળ વ્યતીત થયે દલિક રચનાને સંભવ છેવાથી પ્રદેશદયને અવશ્ય સભાવ છે (રદય તે ૧૩ મે ગુણસ્થાને જ હોય છે).
પૂર્વે જે પ્રકૃતિઓની જ સ્થિતિ કહી તે સિવાયની શેષ પ્રકૃતિએની જઘન્યસ્થિતિ દર્શાવે છે.
૧ અનિકાચિત જનનામની સત્તા તિર્યંચગતિમાં હોય પરંતુ નિકાચિત જીનનામની સત્તા તિર્યંચગતિમાં ન હોય, તથા જીનનામને બંધ : તે માત્ર મનુષ્યગતિમાંજ હેય. ઈતિભાવ
૨ જીનનામના પ્રદેશદયથી ઐશ્વર્યતાદિકની પ્રાપ્તિ થાય. તથા પંચ સંગ્રહમાં છનનામને જઘન્યસ્થતિબંધ ૧૦૦૦૦ વર્ષ પ્રમાણુ કહ્યો છે, તે અપૂર્વકરણના છઠ્ઠાભાગની અપેક્ષાએ કહેલો સંભવે છે.