________________
૨૨૮
બંધનકરણ,
www.
તુલ્ય છે, એ રીતે નીચે નીચે ઉતરતાં શતપૃથકત્વ સાગર પ્રમાણ સ્થિતિ વ્યતિકાન્ત થાય, ત્યાં સુધી પૂર્વ તુલ્ય જઘન્યાનુભાગ કહે. તેથી નીચેની સ્થિતિને જઘન્યાનુભાગ અનન્તગુણ છે. તેથી પણું નીચેની સ્થિતિને જઘન્યાનુભાગ અનન્તગુણ છે. એ પ્રમાણે ત્યાં સુધી કહેવું કે જ્યાં સુધી કંડકના અસંખ્યાતભાગે વ્યતિકાન્ત થાય ને એક ભાગ શેષ રહે. એક અસંખ્યાતમાભાગહીન કંડક પ્રમાણની આ સ્થિતિ સાકારે પગ નામવાળી છે. કારણ એ સ્થિતિને બંધ સાકારપણે હેચ છે. તેથી ઉત્કૃષ્ટ સ્થિતિને ઉત્કૃષ્ટીનુભાગ અનંતગુણ છે, તેથી પણ ક્રિસમન ઉત્કૃષ્ટ સ્થિતિને ઉત્કૃષ્ણનુભાગ અનન્તગુણ છે. એ રીતે નીચે નીચે ઉતરતાં અનંતગુણ ઉત્કૃષ્ટાનુભાગ ત્યાં સુધી કહે કે જ્યાં સુધી કંડક પ્રમાણુ સ્થિતિ
વ્યતિકાન્ત થાય. તેથી જે સ્થિતિસ્થાને જઘન્યાનુભાગ કહીને 'નિવર્યા હતા તેથી નિચેના સ્થિતિસ્થાનને જઘન્યાનુભાગ અનન્તગુણ છે. તેથી પુનઃ પણ પૂર્વોક્ત ઉત્કૃષ્ટાનુભાગ સંબધિ સ્થિતિયાથી નીચેની કંડક પ્રમાણ સ્થિતિમાં ઉત્કૃષ્ટાનુભાગ અનુક્રમે અનંતગુણ કહે. તેથી જે, સ્થિતિસ્થાને જઘન્યાનુભાગ કહીને નિત્ય છે તે રિથતિસ્થાનથી નીચેની સ્થિતિને જઘન્યાનુભાગ અનન્તગુણ કહેવાય ત્યાંથી આગળ પુનઃ પણ કંડક પ્રમાણુ સ્થિતિને ઉત્કૃષ્ટાનુભાગ અનન્તગુણ અનુક્રમે કહે. એ રીતે એકેક સ્થિતિને જઘન્યાનુભાગ ને કડક કંડક પ્રમાણ સ્થિતિને ઉત્કૃષ્ટાનુભાગ અનન્તગુણપણે ત્યાં સુધી કહે કે, જ્યાં સુધી જઘન્યાનુભાગ સંબધિ એક સ્થિતિ પણ (“તે સર્વ અને અન્ય” એ અનુકષ્ટિથી આગળ) એક કડક પ્રમાણ થાય. ને ઉત્કૃષ્ટાનુભાગ સંબંધી સ્થિતિ શતપૃથકત્વ સાગર પ્રમાણે થાય. ત્યાંથી આગળ એક સ્થિતિને જઘન્યાનુભાગ અનન્ત
૧ ટીકામાં જો કે “ સંખ્યાતમાભાગહીન કંડક પ્રમાણુ” એ પાઠ છે પણ તે પંચ સંગ્રહને અનુસાર સંભવે, અને અહિં કમપ્રકૃતિના ઘણા પાઠને અનુસાર તે અસંખ્યાતમાભાગહીનને અર્થ જોઈએ માટે ભાષાતરમાં અસંખ્યાતભાગહીન કહેલ છે.
૨ જે સ્થિતિસ્થાને જઘન્યાનુભાગ કહીને નિવર્યા છે ત્યાંથી નીચેની,