________________
કર્મપ્રકૃતિ,
૧૨૧
સમુદાય તે ત્રીજી વગણ, એ પ્રમાણે એકેક રસાવિભાગવૃદ્ધિએ અભવ્યથી અનંતગુણ અથવા સર્વસિદ્ધથી અનંતમાભાગપ્રમાણ અનંતવર્ગણાઓ કહેવી. આ અનાવણને સમુદાય તે બીજું સ્પર્ધક ત્યાંથી આગળ પુનઃ પણ એક રસાવિભાગાધિક પરમાણુઓ નથી, તેમજ બે, ત્રણ, સખ્યાત, અસંખ્યાત, યાવત્ અનંત રસાવિભાગાધિક પરમાણુઓ પણ નથી, પરંતુ સર્વ જીવથી અનતગુણ જેટલા અનતેરસાવિભાગાધિક પરમાણુઓ છે. તેથી તેને સમુદાય તે ત્રીજા સ્પર્ધકની પ્રથમ વર્ગણા, ત્યાંથી પુનઃ પણ આગળ અનુક્રમે એકેક રસાવિભાગની વૃદ્ધિએ અભવ્યથી અનંતગુણ, અથવા સર્વ સિદ્ધના અનંતમાભાગપ્રમાણ અનંતવર્ગણાઓ કહેવી. એ અનંતવગણને સમુદાય તે ત્રીજું સ્પર્ધક. એ પ્રમાણે સ્પર્ધકે પણ અભવ્યથી અનંતગુણ, અથવા સર્વસિદ્ધિના અનતમાભાગપ્રમાણ કહેવાં. એ અનત સ્પર્ધા કેને સમુદાય તે એક અનુભાગબધ સ્થાન કહેવાય. પુનઃ કહે છે કે શતચંડ્યાપિ ઈત્યાદિ અર્થાત
પ્રથમસ્પર્ધકગત અતિમવર્ગણાથી દ્વિતીયસ્પર્ધકગત પ્રથમ વર્ગણાતું અતર પણ સર્વ જીવથી *અનતગુણ જાણવું.
ઈતિ અન્તરપ્રરૂપણ. ૧ વર્ગને સમુદાય તે સ્પર્ધક ૨ સ્પર્ધકના સમુદાય તે સ્થાન.
૩ અહિ “પ્રથમ ” શબ્દ પૂર્વ સ્પર્ધકને વાચક પણ અર્થતઃ સંભવે, જેથી સર્વ સ્પર્ધકોનું ગ્રહણું થાય, અથવા “ અનતગુણ જાણવું ” એ વાયથી આગળ “ શેષસ્પર્ધકોમાં પણ એ પ્રમાણે પૂર્વ સ્પર્ધકની અંતિમ વર્ગણાથી પરસ્પર્ધકની પ્રથમ વર્ગનું અંતર સર્વ જીવથી અનંતગુણ જાણવું ” એ વાક્ય અધ્યાહારથી ગ્રહણ કરવું.
૪ પૂર્વસ્પર્ધકની અંતિમવર્ગણામાં જેટલા રસાવિભાગ છે, તેથી પરસ્પર્ધકની પ્રથમવગણામાં સર્વજીવથી અનંતગણ અધિક રસાવિભાગ છે (ઈતિઉદેશતઃ) તથા પૂરસાવિભાગથી અનંતગુણ રસાવિભાગ પણ છે, એ પ્રમાણે બનતે રીતે અનંતગુણપણું છે.
૫ જે કે અન્તરપ્રરૂપણુ અહિ સમાપ્ત થતી નથી ને આગળના 16.