________________
૧૭૮
બંધનકરણ
અનુભાગ સ્થાન બાંધે છે. તથા શેષ પ્રથમની પાંચ વૃદ્ધિ વા હાનિને કાળ આવગિકાના અસંખ્યાતમા ભાગ પ્રમાણ જાણો.
તાત્પર્ય એ છે કે જે પરિણામ વિશેષથી કમનુભાગમાં (કના રસમાં) પ્રથમની પાંચ વૃદ્ધિ વા હાનિ આવલિકાના અસખ્યાતમાભાગ સુધી નિરન્તર (પ્રતિસમય) કરે છે. આ હાનિ વૃદ્ધિના કાળની પ્રરૂપણા ઉત્કૃષ્ટથી જાણવી, ને જઘન્યથી તે સર્વે પણ વૃદ્ધિ અને હાનિઓ એક અથવા બે સમય સુધીની જ જાણવી.
હવે એ અનુભાવસ્થામાં બંધની અપેક્ષાએ અવસ્થાન કાળ પ્રમાણ (એટલે કયા અનુભાગસ્થાનમાં જીવ કેટલા કાળ સુધી નિરન્તર પણ તે તે કહે છે.
| મુળ ગાથા ૩૯ મી. चउराई जावट्ठग, मेत्तो जावं दुगं तिसमयाणं । ठाणाण उक्कोसो, जहन्नओ सबहिं समओ ॥३९॥
ગાથાર્થ –ચાર સમયથી આઠ સમય સુધી, ને આઠ સમયથી બે સમય સુધીના ઉત્કૃષ્ટ અવસ્થાન કાળવાળાં અનુભાવસ્થાને
૧ થદનુરૂપ અનુભાગાધ્યવસાયમાં વર્તે તદનુરૂપ રસવાળા કર્મકદેશ બાધે માટે કારણે કાર્યોપચારાપેક્ષાએ અનુભાગાધ્યવસાયના સંબંધમાં વર્તે છે" એ શબ્દને બન્ને “બાંધે છે” એ શબ્દ આપેલો છે. ૨ પ્રથમની ૫ વૃદ્ધિ આ પ્રમાણે પ્રથમની પાંચ હાનિ આ પ્રમાણે
૧ અનન્તભાગવૃદ્ધિ ૧ અનન્તભાગહાનિ ૨ અસંખ્યભાગવૃદ્ધિ ૨ અસંખ્યભાગહાનિ
સંખ્યભાગવૃદ્ધિ ૩ સંખ્યભાગહાનિ ૪ સંખ્યગુણવૃદ્ધિ
૪ સંખ્યગુણહાનિ ૫ અસંખ્યગુણવૃદ્ધિ ૫ અસંખ્યગુણહાનિ.