________________
કર્મપ્રકૃતિ.
૧૮૧
-
-
"અન્તિમ સપ્ત સામયિકાનુભાવસ્થાનથી પ્રથમ અષ્ટ સામયિકાનુભાગસ્થાન અનન્તભાગાધિક છે. તેથી તેની અપેક્ષાએ (પ્રથમાણ સામચિકાપેક્ષાએ) શેષ (અષ્ટ સામયિક) અનુભાગ સ્થાને પણ અનતગુણ વૃદ્ધિવાળાં જ હોય છે. તથા અન્તિમ અષ્ટસામયિકાનુભાગ સ્થાનથી ઉપરનું (આગળનું) પ્રથમ સપ્તસામયિકાનુભાવસ્થાન અનતગુણ અધિક છે. તેથી તેની (પ્રથમ સમસામયિકસ્થાનની ) અપેક્ષાએ પૂર્વલાં અષ્ટસામયિક અભાગથાન સર્વે પણ અનન્ત ગુણહીન જ હોય છે. એ પ્રમાણે અષ્ટ સામયિકાનુભાગ સ્થાને અનતગુણ વૃદ્ધિને અનન્તગુણ હાનિરૂપ બને વિકલ્પમાં પ્રાપ્ત થાય છે. અને અષ્ટ સામયિકાનુભાગાને ઉપલક્ષણ રૂપ છે. તેથી (તે ઉ૫લક્ષણવડે).પ્રથમનાં ચતુસામયિક ને સવતિમ દ્વિ સામયિકાનુભાગનેને લઈને શેષ પંચ સામયિકાદિ સર્વ પણ પ્રત્યેક પૂર્વોક્ત પ્રકારે અનન્તગુણ વૃદ્ધિ વા હાનિ એ બને વિકલ્પમાં પ્રાપ્ત જાણવાં. પુનઃ પ્રથમનાં ચતુસામયિકાનુભાગ સ્થાને અનન્તગુણ હાનિમાં જ પ્રાપ્ત થાય છે. તે આ પ્રમાણે
પ્રથમ પચ સામયિકાનુભાગMધસ્થાન અન્તિમ ચતુઃ સામયિકાનુભાગ સ્થાનની અપેક્ષાએ અનન્તગુણ અધિક છે. તેથી તેની અપેક્ષાએ (પ્રથમપંચ સામયિકથાનાપેક્ષાએ) પૂર્વનાં સર્વે પણ ચતુ સામયિકાનુભાગ સ્થાને અનન્તગુણહાનિ યુક્ત છે. પુનઃ દ્વિ સામયિક અનુભાગ સ્થાને તે માત્ર અનન્તગુણ વૃદ્ધિમાં જ પ્રાપ્ત થાય છે. તે આ પ્રમાણે-વિસામયિકના અન્તિમ અનુભાગબંધ સ્થાનથી પ્રથમ દ્વિસામયિકાનુભાગબધસ્થાન અનન્તગુણ અધિક છે.
૧ અહિં અન્તિમ સપ્તસામયિકાનુભાગ સ્થાન એટલે અષ્ટસામવિકથી ઉત્તરવતિ સપ્તસામયિક નહિ, પરંતુ ઉભયપાWવવિ સપ્ત સામયિકનું અન્તિમ અનુભૂગસ્થાન જાણવું, એ પ્રમાણેજ પ્રથમ સપ્ત સામયિકાદિમાં પણ સમજવું. .
૨ જે કહેવાથી તદન્યવિવક્ષા અનુક્ત હેતે છતે) પણ પ્રહવાય તે ઉપલક્ષણરૂપ કહેવાય.
-
---
-