________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૮
કલશામૃત ભાગ-૨
આહા.. હા ! અત્યારે મોટો વાંધો ઉગમણો આથમણો અર્થાત્ પૂર્વ-પશ્ચિમનો ફેર. શ્રોતા:- આપ નમતું મૂકો તો વાંધો પતી જાય.
ઉત્ત૨:- વાણીયા નમતું મૂકે? પેલો વાણિયો કણબી પાસે પાંચ હજાર માગતો હતો. કણબી પાસે બધું થઈને બે હજારની મૂડી હતી. વાણિયાને ખબર હતી કે-કણબી પાસે બે હજાર રૂપિયા છે. પછી વાણિયો કહે–લેણાના પાંચ હજાર રૂપિયા છે, પાંચ હજા૨થી એક પાઈ ઓછી લેવી નથી. કણબી કહે–એક હજારથી વધારે એક પાઈ મારી પાસે નથી. એમ કરતાં-કરતાં વાણિયો ચાર હજારે પહોંચ્યો. પેલો કણબી બારસો પછી પંદરસોએ આવ્યો વાણિયો ત્રણ હજારે અને એમ કરતાં-કરતાં બન્ને બે હજારે આવ્યા. તેમ અહીંયા કણબી વાણિયા વચ્ચેની વાત છે ? અહીંયા તો વીતરાગે જે કહ્યું છે તે ત્રણકાળમાં ફરે એવું નથી. વાણિયો છે માટે નમતું મૂકવું એવું અહીં નથી.
મુંબઈમાં કાલબાદેવી મંદિર છે. ત્યાં પૂનમચંદ ઘાસીલાલ પ્રતાપગઢના હતા તે કહે–કાનજી સ્વામી થોડું ઢીલું મૂકે અને અમે થોડું ઢીલું મૂકીએ.. તો બન્ને ભેગા થઈએ. તેઓ જરા કહે કે- પુણ્યથી, દયા-દાનથી થોડોક લાભ થાય છે અને અમે પણ કહીએ કે–વ્રતથી થોડો લાભ થાય છે પણ પૂર્ણ લાભ ન થાય, આમ આપણો સમન્વય થાય. અરે ભગવાન ! એમ સમન્વય ન થાય બાપા! આ તો વીતરાગનો માર્ગ છે ભાઈ! પરમાત્માના વિરહ પડયા, ભગવાનની ગેરહાજરી તેમાં આમ આડું અવળું કરે તે કેમ ચાલે ભાઈ !
“ ચેતનરૂપ છે-તેજ:પુંજ જેનો એવું છે. ” ભગવાનનો પ્રકાશ જુદો તેજ પુંજ છે. તે પુણ્ય-પાપના પરિણામથી ભિન્ન છે. એવા આત્માને અનુભવવો, એને માનવો એને વેઠવો તેનું નામ સમ્યગ્દર્શન છે. ધર્મની શરૂઆત ત્યાંથી થાય છે. એ વિના ધર્મની શરૂઆત થતી નથી.
હવે ૫૨કાળ એટલે દ્રવ્યની મૂળની નિર્વિકલ્પ અવસ્થા; અવસ્થા એટલે ( અહીં ) ત્રિકાળી લેવું, જે ત્રિકાળી ચીજ છે, તે સ્વકાળ છે; તે જ અવસ્થાન્તર-ભેદરૂપ કલ્પનાને ૫૨કાળ કહેવાય છે. ત્રિકાળી ચીજ છે ‘અવસ્થ’ એ અવસ્થા. ત્યાં પર્યાય નહીં લેવી. ત્રિકાળી વસ્તુ સ્વકાળ છે અને તેમાં વર્તમાન પર્યાયને ભિન્ન કરવી એ પરકાળ છે.
(પ્રવચન નવનીત ભાગ-૧ પેજ નં. ૨૮૪)
Please inform us of any errors on rajesh.shah@tofalise.co.uk