________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૭૨
કલશામૃત ભાગ-૨ દુકાનદાર કહે પ્રભુ! કપડું લ્યો ને? ત્યારે તેઓ માંડ છ-આઠ હાથ ભેં. તેમને આ તત્ત્વની કાંઈ જ ખબર ન હતી. રસ્તામાં ચાલતાં-ચાલતાં એટેક આવ્યો. અને ચૈત્રવદ આઠમના કાળ પામી ગયા... ત્યારે આ કહ્યું 'તું!
“કહાં જન્મે, કહાં બીછડે. કહાં લડેલો લાડ,
ન જાણ્યું કે રૂખ તળે... જઈ પડેગે હાડ.” તેઓ મારવાડના પાલીમાં જન્મ્યા અને સાધુપણામાં કાઠિયાવાડમાં વૃદ્ધિ પામ્યા. તેમને તો સાધુ માનતા એટલે લોકોએ ઉપાડી લીધેલા. “હીરા” એટલા હીર જગતમાં બાકી સુતરના ફાળકા'. હીર એટલે રેશમ અને ફાળકા એટલે ઢગલા. તેઓ શાંત... શાંત... શાંત હતા. તેઓ કાળ પામ્યા ત્યારે અમે બીજે ગામ હતા. અમે બીજે દિવસે ગયા તેમને પાલખીમાં લોકોએ ઉપાડ્યા. જ્યારે પાલખીમાં ઉપાડ્યા ત્યારે સાધુઓ, લોકો પોકાર કરે. જાણે વીસ વર્ષનો દીકરો ગુજરી ગયો હોય તેમ લોકો રોતા. લોકોને તેમના પ્રત્યે પ્રેમ ઘણો હતો. તેઓ સંપ્રદાયની દૃષ્ટિએ હતા પણ એવા... તેથી લોકો રોવે રોવે... રોવે. અરે! મારો હીરો આજે જાય છે. , “અમે હીરો ખોયો” તેમ બિચારા રોવે. લાખોપતિ શેઠિયાઓ ચંદનનું એક-એક લાકડું લઈને (ચિતામાં) બાળવા નાખે. પણ ત્યારે આ ચીજ (તત્ત્વ) નહીં બાપુ! અરેરે..! ગુરુને આ તત્ત્વની વાત સાંભળવા મળી નહીં. તેઓ એમ કહેતા કે “પરની દયા પાળવી તે અહિંસા છે... અને આ સિદ્ધાંતનો સાર છે.” અહીં કહે છે-જીવ પરની દયા પાળી શકતો જ નથી. પરની દયા પાળવાનો ભાવ શુભરાગ છે તે અધર્મ છે.
શ્રોતાઃ- આ તો આકાશ પાતાળનો ફેર છે. ઉત્તર:- મોટો ફેર. બહુ ફેર છે.
ગુરુને બ્રહ્મચર્યનો રંગ ઘણો. તેમની સભામાં હજારો માણસો અને તેમની આબરૂ બહુ મોટી, તેઓ ગંભીર માણસ હતા. તેમણે બાર વર્ષની ઉંમરે તો દિક્ષા લીધેલી. દિક્ષા લીધે તેમને છેતાલીસ વર્ષ થયા. તેઓ કહેતા-ભગવાન આમ કહે છે કે “સાસા ને
[m ઘો”. ભગવાનની ભક્તિ-પૂજા કરવાથી ધર્મ થાય છે. એ અનાર્ય ધર્મ છે. દૃષ્ટિ ઊંધી પરંતુ સરળ બહુ હતા. ભાઈ ! શુભજોગની ક્રિયા તે ધર્મ નહીં.
અહીં કહે છે-જીવ વસ્તુ! શુદ્ધ પવિત્ર સ્વરૂપે છે. તેને રાગથી ભિન્ન પાડીને શુદ્ધ સ્વરૂપના અનુભવમાં સમર્થ થયો થકો. લોકોને આ વાત એકાંત લાગે છે. પરંતુ માર્ગ તો આ છે પ્રભુ! ભાઈ ! તું “હા પાડ કે માર્ગ આ છે. તારી “હા ' વિના હાલત નહીં થાય. આકરું લાગે. માર્ગ બીજો લાગે પણ શું થાય!
આહાહા ! જુઓને! અહીં વનસ્પતિ કેટલી ઉગી છે. એક-એક પાંદડે અસંખ્ય જીવા છે. રાઈ જેટલી કટકીમાં અસંખ્ય જીવ છે. એકેક શરીરમાં એકેક જીવ છે. તેની ઉપર
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk