________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૯૮
કલશાકૃત ભાગ-૨ કર્તા માનવો તે બીજી ચીજ છે.
આ વાતને તે પંડિતે કબૂલ કરી છે. ૨૦૧૩ની સાલમાં ફેરફાર હતો. હમણાં બે વાત કબૂલ કરી. (૧) ક્રમબદ્ધ છે. દરેક દ્રવ્યની પર્યાય ક્રમબદ્ધ થાય છે. એક પછી એક થવાવાળી પર્યાય જ્યાં જ્યાં જે દ્રવ્યની જેવી પર્યાય થવાની હોય તે જ થાય છે. ક્રમબદ્ધ નહીં માનો તો સર્વજ્ઞ સિદ્ધ થતા નથી. (૨) સોનગઢ વાળા નિમિત્તને નથી માનતા તેવું નથી. નિમિત્ત પરમાં કાંઈ કરે છે તેમ માનતા નથી. હમણાં આ બે વાત આવી. ૨૦૧૩ની સાલમાં તો તેની માન્યતા વિપરીત હતી. ૨૦ વર્ષ પહેલાં વર્ણજીની સાથે ચર્ચા કરી હતી. પછી કહ્યું, ભાઈ ! આ વાદવિવાદનો વિષય નથી. આ તો પોતાના હિતની વાત છે. સમજમાં આવ્યું?
આપણે બપોરે પ્રવચનમાં શક્તિ ચાલે છે ને! પોતાનો શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ ભગવાન, દ્રવ્ય શક્તિનો પિંડ પ્રભુ છે. આહા. હા! તે સુખશક્તિનો તો ભંડાર છે. આનંદની નિધાનની ખાણ છે. (અજ્ઞાની) બહારથી રાજી થાય-ખુશી થાય તે મિથ્યાભ્રમ છે. બહારની અનુકૂળતાને જોઈને રાજી થવું કે-હું સુખી છું, તે છે દુઃખની પર્યાય અને તેમાં સુખ માન્યું તે ભ્રમ છે. સમજમાં આવ્યું?
પ્રશ્ન- દુઃખ દૂર કરવું કે તે ભાવો દૂર થઈ જાય છે?
ઉત્તર- એ કહ્યું ને-તે ભાવને દૂર કરીને તેમ કહેવું તે વ્યવહાર છે. નિમિત્તને દૂર કર્યા પરંતુ તે દૂર થઈ જાય છે. તો તેને દૂર કર્યા તેમ કહેવામાં આવે છે. નિમિત્ત તો પોતાનામાં છે જ નહીં.
ફરીવાર સમયસાર ૩૪ ગાથામાં આવ્યું છે કે આત્મા વિકારનો ત્યાગ કરે છે તે પણ નામમાત્ર કથન છે. ત્યાગ કોનો કરે? જ્ઞાનમાં શું રાગ આવી ગયો છે કે તેનો ત્યાગ કરે? હું જ્ઞાનાનંદ સ્વભાવી ચૈતન્ય જ્યોતિ છું એવું જ્યાં પોતાને ભાન થયું તો તે સમયે રાગ ઉત્પન્ન જ થતો નથી. તે સમયે રાગ ઉત્પન્ન થતો નથી, તેને રાગનો ત્યાગ કર્યો તેવું કથનમાત્ર કહ્યું. પરનું ત્યાગ ગ્રહણ આત્મામાં છે જ નહીં. આત્મા પરના ત્યાગ ગ્રહણથી તો અનાદિથી શૂન્ય જ છે-ભિન્ન જ છે. ૪૭ શક્તિ છે તેમાં ત્યાગ ઉપાદાન શૂન્યત્ત્વ શક્તિ છે. પરનો ત્યાગ અને પરના ગ્રહણથી તો આત્મા શૂન્ય જ છે.
પરનું ત્યાગ ગ્રહણ કયાં છે! અંદરમાં પરમાણુને કયાં પકડ્યા છે તે પરમાણુંને છોડે! સ્ત્રી, કુટુંબને પકડયા હોય તો સ્ત્રી કુટુંબને છોડે! તે તો છૂટા જ પડયા છે. પરનું ત્યાગ ગ્રહણ કરવું તે તો આત્મામાં છે જ નહીં. હવે રહી વાત અંદરના વિકારની. સ્વરૂપમાં કરતાં જ વિકાર ઉત્પન્ન જ થતો નથી તેનું નામ વિકારને દૂર કર્યો તેમ કથન કરવામાં આવે છે. આવી વાત છે ભાઈ શું થાય ! માર્ગ બહુ ફરી ગયો. પોતાના હિતને માટેની વાત તો બહુ દૂર થઈ ગઈ. આહા.. હા! સમજમાં આવ્યું?
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk