________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કલશ-૫૮
૩૬૩ પીવા દોડે છે તેમ અજ્ઞાની પોતાના આનંદસ્વરૂપમાં ન આવતાં તે પુણ્ય ને પાપમાં સુખ બુદ્ધિ અર્થાત્ હિતબુદ્ધિએ દોડે છે. તે ઝેરને પીવે છે. ઝીણી વાતું બહુ ભાઈ ! ભગવાન. શું થાય! આહા.. હા! અહીંયા તો સમ્યગ્દર્શનની એટલે ભવચ્છેદની વાત છે. જ્યાં સુધી સમ્યગ્દર્શન નથી ત્યાં સુધી તેને ભવ ભ્રમણ મટવાનું નથી. સમજમાં આવ્યું?!
અહીંયા કહે છે-એ મૃગલા મૃતૃપિ' મૃગજળને પાણી માની પીવા માટે દોડે છે. તેમ અજ્ઞાની આનંદથી ભરપૂર ભરેલો ભગવાન તેને છોડીને પુષ્ય ને પાપના ભાવમાં દોડે છે. આવી વાત છે.
પ્રશ્ન:- શું કરવું.. કંઈક તો બતાવો?
ઉત્તર- આ એ જ કહીએ છીએ ને! સમ્યક સ્વભાવ ઉપર દૃષ્ટિ કરો. પરમાં તૃષ્ણાની બુદ્ધિ છે તે મિથ્થાબુદ્ધિ છોડી દે. એ કહે છે. આવું કહે છે તો તેનું તાત્પર્ય શું છે? વીતરાગતા. વીતરાગતાનું તાત્પર્ય શું? ભગવાન ! આ પુણ્ય-પાપની રુચિનું કર્તાપણું તું છોડી દે! ભગવાન આનંદનો નાથ પ્રભુ બિરાજે છે અંદર ત્યાં રુચિને લગાવી દે! તે તાત્પર્ય છે. આવી વાત છે! સમજમાં આવ્યું?
આહા... હા! અહીં કર્તા થાય છે. તે તો જણાવે છે પણ તેનું તાત્પર્ય શું છે? કર્તા કહેવાનું તાત્પર્ય શું છે? તેનું ફળ શું છે તે પછી કહેશે. ૫૭ માં ભોક્તાની વાત કરી, ૫૮ માં કર્તાની વાત કરી, ૫૯માં પોતાના જ્ઞાતા-દેખાના આનંદની વાત કરશે. આચાર્ય દેવના શ્લોકની શૃંખલા ક્રમબદ્ધ છે.
અહીંયા કહે છે–અમે જે કર્તાની વાત કરીએ છીએ તેનું ફળ શું છે? કે-કર્તાની બુદ્ધિ છોડી દે પ્રભુ! આહા.... હા ! તારી પ્રભુતા અનંત શક્તિએ ભરી છે ત્યાં નજર દે ને !! આ પુણ્ય ને પાપ પર તારી કરવટ-દિશા છે તે એકવાર બદલી નાખ. એકવાર તે કરવટ છોડી દે.
એક વખત કહ્યું તું.. માતા બાળકને ઝુલામાં ઝુલાવે છે તો તેના વખાણ કરે છેતેની પ્રશંસા કરે છે. “મારો દીકરો ડાહ્યોને પાટલે બેસી નાહ્યો..” કેમકે (જીવોને) અવ્યક્ત પણે પણ પ્રશંસા પ્રિય છે. તેથી પ્રશંસા કરશે તો તે સૂઈ જશે અને તેને ગાળ દેશે કે-મારા રોયા સૂઈ જા ! એમ એને ગાળ આપશે તો તે નહીં સૂવે. તમારે જોઈ લેવું કોઈ વખત બાળક નહીં સૂવે. અહીંયા કહે છે કે તેની પ્રશંસા કરીને માતા ઝુલામાં સુવડાવે છે, જ્યારે અહીંયા (સંતો) ભગવાન આત્માની પ્રશંસા કરીને ભગવાન આત્માને જગાડે છે. અરે..! જાગરે જાગ નાથ!
એ વાત અહીંયા કહે છે.. જુઓ, મૃગલા મિથ્યાભ્રાંતિને કારણે પાણીની બુદ્ધિથી મૃગજળને પીવા માટે દોડે છે. તેમ પુણ્ય-પાપ અને પુણ્ય-પાપના ફળમાં મળેલી સાધન સામગ્રી જે ધૂળ, શરીર, વાણી, મન, સ્ત્રી, કુટુંબ, પરીવાર, લક્ષ્મી, આબરુ તે બધી
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk