Page #1
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
-
:
(
)
''
૬
*
ર
)
श्री सिद्ध परमात्मने नमः। श्री सद्गुरुदेवाय नमः। श्री निजशुद्धात्मने नमः।
કલશાકૃત ભાગ-૨
શ્રી કલશટીકા- અજીવઅધિકાર" તેમજ કર્તાકર્મ અધિકાર ઉપરનાં પરમોપકારી આધ્યાત્મિક સત્પુરુષ પ.પૂ. ગુરુદેવશ્રી કાનજી સ્વામીના સ્વાનુભવ મુદ્રિત પ્રવચનો.
Rછે.
: પ્રકાશન :
શ્રી દિગમ્બર જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ, ૫, પંચનાથ પ્લોટ, શ્રી કાનજી સ્વામી માર્ગ,
રાજકોટ - ૩૬OO૦૧ ટેલી નં. ૨૩૧૦૭૩
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #2
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
Thanks & our Request
The Gujarati version of Kalashamrut - Part 2 has been donated by Shree Digamber Jain Swadhyay Mandir Trust, Rajkot, India who have paid for it to be "electronised" and made available on the internet.
Our request to you:
1) We have taken great care to ensure this electronic version of the Gujarati Kalashamrut - Part 2 is a faithful copy of the paper version. However if you find any errors please inform us on rajesh@AtmaDharma.com so that we can make this beautiful work even more accurate.
2) Keep checking the version number of the on-line shastra so that if corrections have been made you can replace your copy with the corrected one.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #3
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
Version History
Date
Changes
Version Number 001
15 September 2002
Simultaneous launch of hard (paper) copy and in "PDF" format on the internet.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #4
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check htfp://www.AtmaDharma.com for updates
કહાન સંવત વીરનિર્વાણ
૨૨
૨૫૨૮
વિક્રમ સંવત
૨૦૫૮
ઈ. સ.
૨૦૦૨
પ્રકાશન
શાસન નાયક શ્રી મહાવીર સ્વામીની ૨૬૦૦મી જન્મ જયંતિ પ્રસંગે તેમજ
આપણા તારણહાર પૂ. શ્રી કાનજીસ્વામીની ૧૧૩મી જન્મ જયંતિ પ્રસંગે તેમજ પાવનકારી પર્વાધિરાજ પર્યુષણપર્વ પ્રસંગે
પ્રથમ આવૃત્તિ - ૧૦૦૦ પડતર કિંમત - રૂ।.૧૦૦ વેચાણ કિંમત - રૂા. ૪૦
પ્રાપ્તિ સ્થાન
શ્રી દિગમ્બર જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ
૫,
પંચનાથ પ્લોટ, શ્રી કાનજી સ્વામી માર્ગ, રાજકોટ - ૩૬૦૦૦૧ ટેલી નં. ૨૩૧૦૭૩
Please inform us of any errors on rajesh.shah@tofalise.co.uk
Page #5
--------------------------------------------------------------------------
________________
I
Version 001: remember to check htfp://www.AtmaDharma.com for updates
કલશામૃત ભાગ
૨
પ્રકાશકીય નિવેદન જ
66
અહો !ઉ૫કા૨ જિનવ૨નો કુંદનો ધ્વનિ દિવ્યનો,
જિન કુંદ ધ્વનિ આપ્યા અહો ! તે ગુરુ કહાનનો.”
શાસન નાયક ભગવાન શ્રી મહાવીર સ્વામીની ૨૬૦૦મી જન્મજયંતિના ઉપલક્ષમાં તેમજ આ તીર્થધારાની અચલધરા પર જૈનદર્શનની અણમોલ સંપત્તિને પ્રદત્ત ક૨ના૨, દ્વિતીય શ્રુતસ્કંધને લીપીબદ્ધ કરી અલભ્ય જૈન વાગ્ધારાને જયવંત કરનાર ચારણઋદ્ધિ ધારી આચાર્યવ૨ શ્રી કુંદકુંદદેવ થયા. આ જૈન સંસ્કૃતિની અનાત પ્રવાહની પરિપાટીમાં આચાર્ય શ્રી અમૃતચંદ્રદેવ થયા. તેમના દ્વારા અવિચ્છિન્ન વહેતી જૈનધારાની શૃંખલામાં પં. શ્રી રાજમલ્લજી પાંડે સાહેબ થયા. ઉત્તરોત્તર ચાલી આવતી અસ્ખલિતધારામાં આપણા મુક્તિદૂત પૂ. સદ્ગુરુદેવ શ્રી કાનજી સ્વામી થયા. આ સર્વે સંતોની સ્વાનુભવરૂપ યાત્રાના અંતર્ગત ઉપલબ્ધ ૫૨માગમોનું પ્રબુદ્ધ દર્શન મળ્યું. આ બહુમુલ્ય આત્મદર્શનની ચરમ સૌખ્યધારા અક્ષ્ણ વહેતી ભવ્ય જીવોના અંતરાચલમાં સ્થિત થતાં... તે સાથે જ અનાદિથી ચાલી આવતી વિકૃતિઓનું વિસર્જન થયું.
પૂ. ગુરુદેવશ્રી એટલે.. નિજ ધ્યેયના ધ્યાની, આત્મજ્ઞાની, અધ્યાત્મના યોગી, અને અતીન્દ્રિય આનંદરસના ભોગી એવા આદર્શ વિશ્વ વિભૂતિ થયા. તેમના દ્વારા શુદ્ધાત્મ તત્ત્વનું જે વાસ્તવિક વિશ્લેષણ થયું છે તે પૂર્વેના સેંકડો સૈકાઓમાં નહોતું થયું તેવું સ્પષ્ટીકરણ મળ્યું છે.
શ્રી કલશટીકાના અજીવ અધિકારમાં સંતો અસ્તિ-નાસ્તિ ૫૨ક અનેકાન્તમયી શૈલીના માધ્યમ દ્વારા... ૫૨ તરફ ઝુકેલી પરિણતીને આત્મ સન્મુખ કરાવે છે. ૫૨લક્ષી ભાવોમાં સ્વામિત્વબુદ્ધિ છોડાવી ધ્રુવ સ્વભાવમાં એકત્વ સ્થાપિત કરાવે છે.
જીવ અધિકાર કરતાં કોઈ અપેક્ષાએ અજીવ અધિકારને ઊંચો કહ્યો છે. કારણ કે અનાદિથી અજીવમાં જીવપણાની ભ્રાંતિ રહી છે. તેથી જીવની સત્તાથી અજીવની સત્તાનું ભેદજ્ઞાન કરાવી... અજીવમાંથી જીવપણાની માન્યતા છોડાવે છે. આ અધિકારમાં રાગથી, વિકલ્પથી અને પર્યાયના ભેદોથી ભિન્ન પોતાનો શુદ્ધાત્મા કેવો છે તેનું સ્પષ્ટ દર્શન કરાવ્યું છે. કલશ ૩૫માં કહે છે-“ વિતછા વ્યાપ્ત સર્વસ્વસાર: ” જાણવું... દેખવું તેવો ત્રિકાળ ચેતના શક્તિમયી સ્વભાવ છે.. તે એકજ સર્વસ્વ સા૨ છે. “ અમી સર્વે અવિ પોન્નતિા: માવા: અત: અતિરિત્ત્તા: ” શુદ્ધ ચૈતન્યથી ભિન્ન જેટલા ભાવો છે તે સઘળાય પુદ્ગલથી નિપજ્યા છે. તે પુદ્ગલનું ચિતરામણ છે.. અને તે ચૈતન્ય સ્વભાવથી ખાલી છે. આ રીતે ભેદને અજીવ, અચેતન, અશુદ્ધ અને પુદ્ગલ કહેલ છે. અખંડાનંદ ત્રિકાળી ભગવાન છે તેને જીવ, ચેતન, શુદ્ધ અને જ્ઞાનમય કઠેલ છે. આ બધા ભેદો જીવ તો નથી
Please inform us of any errors on rajesh.shah@tofalise.co.uk
Page #6
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કલશામૃત ભાગપરંતુ તે જીવની અનુભૂતિમાં પણ સમાતા નથી. ૩૯ કલશમાં કહ્યું કે-“પસ્થ પુનર્ચ નિર્માણન”, હે ભવ્યો! આ ભેદરૂપ ભાવોને એક પુદ્ગલની રચના છે તેમ નિ:સંદેહ૫ણે જાણો. આ રીતે ઉત્કૃષ્ટ ભેદજ્ઞાનનું રસાયણ આપ્યું છે. કલશ ૩૭માં“મની દET: નો સ્યુ:” શુદ્ધ સ્વરૂપના અનુભવશીલને આ ભેદો દષ્ટિગોચર થતા નથી. આ ભેદરૂપ ભાવો ભિન્ન તો છે, પરંતુ તે વસ્તુરૂપ છે કે આવતુરૂપ? કહે છે-તે અવસ્તુરૂપ છે. આ રીતે જીવ-અજીવના ભેદજ્ઞાનની પરાકાષ્ટા બતાવી છે.
આચાર્યશ્રી કુંદકુંદદેવ સમયસારમાં જીવાજીવ અધિકાર પછી તરત જ તેમણે કર્તાકર્મ અધિકાર લખ્યો છે. આ અધિકારની તેમની દૃષ્ટિમાં કેટલી મહત્તા છે તે સહજ જ જ્ઞાત થાય છે. દિગમ્બર શાસ્ત્રોમાં કર્તાકર્મ અધિકાર સૌથી મોટો અને સ્પેશ્યલ અધિકાર છે. કર્તાકર્મના સંબંધમાં છૂટી છવાઈ વાત તો ઘણી જગ્યાએ જોવા મળે છે, પરંતુ આ અધિકારને અલગથી અને સવિસ્તાર પૂર્વક લખ્યો હોય તો તે સમયસારમાં છે. આપણને પ્રશ્ન થાય કે-આ અધિકારને જુદો શા માટે લખ્યો? તો કહે છે-નવ તત્ત્વોમાં કર્તાકર્મ નામનું તત્ત્વ અલગથી નહોતું આવતું માટે લખ્યો છે. વળી જીવને અનાદિથી કર્તાકર્મ સ્વરૂપ સંબંધી મૂળમાં ભ્રાંતિ છે. જ્યાં સુધી કર્તાબુદ્ધિનો પક્ષ હોય ત્યાં સુધી જ્ઞાતાના પક્ષમાં પણ આવતો નથી. તેથી આ અધિકારમાં આચાર્યદેવે જિનાગમનું હાર્દ પ્રગટ કર્યું
છે.
વિશ્વના અન્ય દર્શનો પણ જીવ અને અજીવની સત્તાને ભિન્ન-ભિન્ન તો સ્વીકારે છે, પરંતુ તે બે દ્રવ્યો વચ્ચે કર્તાકર્મ સંબંધને અબાધિત રાખે છે. જ્યારે જૈનદર્શન જ એક એવું દર્શન છે કે બે દ્રવ્યો વચ્ચે કર્તાકર્મ સંબંધને ઊથાપે છે. આમ બે દ્રવ્યો વચ્ચે કર્તાકર્મપણાની ભ્રાંતિનું અવશાન કરાવી. અકર્તા-જ્ઞાતા સ્વભાવમાં આમંત્રિત કરે છે.
નોકર્મ-કર્મ અને ચેતનની વચ્ચે કર્તાકર્મ સંબંધ ત્યારે જ શકય બને કે તે બન્નેની સત્તા એક થાય તો! જ્યારે વસ્તુ સ્વતંત્રતાના સિદ્ધાંતે બે દ્રવ્યોનું એક થવું અશકય છે. માટે કર્તાકર્મની વ્યવસ્થા એક પદાર્થમાં જ ઘટિત થાય છે. કર્તાપણું એક પદાર્થમાં, કર્મપણે બીજા પદાર્થમાં, વળી ત્રીજા પદાર્થમાં તેનું ફળ આવે તેમ કેવી રીતે શકય બને? આમ અનાદિથી ચાલી આવતી કર્તાકર્મ સંબંધી વિપરીતતાનો પરિહાર કરાવી કર્તાકર્મસ્વરૂપના પરિપ્રેક્ષ્યમાં સમ્યક્ અવલોકન કરાવ્યું છે.
૧) આ અધિકારમાં છએ દ્રવ્યોની વસ્તુ સ્વતંત્રતા બતાવી અને પારદ્રવ્યમાં કર્તુત્વ બુદ્ધિની માન્યતાનો નાશ કરાવ્યો છે.
૨) આત્મા પોતાના પરિણામનો કર્તા છે પરંતુ પરદ્રવ્યના પરિણામનો કર્તા નથી, કારણ કે-દરેક દ્રવ્ય પોતાના પરિણામને કરે. પરંતુ ભિન્ન દ્રવ્યના પરિણામને કેવી રીતે કરે ! આમ સ્વદ્રવ્યના પરિણામ જ સ્વદ્રવ્યનું કર્મ છે તે વાતને સિદ્ધ કરે છે.
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #7
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કલશાકૃત ભાગ૩) જેમ એક પરિણામના બે કર્તા નથી, તેમ બે દ્રવ્યો સાથે મળીને એક પરિણામ કરતા નથી. દરેક પદાર્થ પ્રતિસમયે ક્રમબદ્ધ પોતાના પરિણામોને જ કરે છે અને તે સમયનું પરિણામ તે દ્રવ્યનું કર્મ છે. માટે જ્યાં કર્તાકર્મભાવ ઘટે છે ત્યાં જ વ્યાપ્ય-વ્યાપક ભાવ હોય છે.
૪) કર્તાકર્મ ભાવ બે દ્રવ્યો વચ્ચે કદી હોતો જ નથી, પરંતુ એક દ્રવ્યમાં જ હોય છે. હવે જીવના અજ્ઞાનનું નિમિત્ત પામીને કાર્માણવર્ગણા કર્મરૂપે બંધાણી; તે જૂનાકર્મનું નિમિત્ત પામીને જીવમાં રાગાદિ પરિણામ થયા. જીવ અને કર્મ વચ્ચે નિમિત્ત-નૈમિત્તિક સંબંધ બતાવી પરસ્પર અકર્તાપણું બતાવી અને જ્ઞાતાભાવમાં પદાર્પણ કરાવે છે. નિષ્કર્ષ એ છે કે-બે પદાર્થ વચ્ચે કર્તકર્મ સંબંધ ન ઘટાવી એક દ્રવ્યમાં જ કર્તાકર્મ સંબંધ ઘટાવી વસ્તુ સ્વતંત્રતાની મર્યાદાને અખંડિત રાખેલ છે.
૫) જ્યારે પરદ્રવ્યોથી પૃથક્તા અને અકર્તુત્વ દર્શાવવું હોય ત્યારે પોતાના પરિણામનો જીવ જ કર્તા છે તેવું દ્રઢપણે સ્થાપિત કરે છે. આગળ જતાં કહે છે-જીવ રાગાદિ ભાવોનો કર્તા નથી કારણ કે જ્યાં તપણું હોય ત્યાં જ કર્તાકર્મ ભાવ સંભવે છે. આમ કર્તાકર્મ ભાવમાં માત્ર સમવ્યાતિ જ સ્વીકાર્ય છે, જ્યારે રાગાદિ ભાવો સાથે વિષમળ્યાતિ હોવાથી તેની સાથે કર્તાકર્મ ભાવનો પરિહાર્ય કરેલ છે. આ રીતે આ અધિકારમાં કર્તાકર્મના શૂળ ભેદજ્ઞાનના પ્રકારથી લઈને ચરમસીમા સુધીનું સૂક્ષ્મત્તર ભેદજ્ઞાન કરાવ્યું છે.
આ અધિકારની શ્રેષ્ઠતા અને મૌલિકતા એ છે કે સ્થૂળ અજ્ઞાનનું જ્ઞાન કરાવી અને તે અજ્ઞાન સૂક્ષ્મ રીતે કયાં સુધી વિસ્તરેલું છે તેનું વિશદ્ધાથી દર્શન કરાવ્યું છે. એકવાર પણ અજ્ઞાનનું જ્ઞાન થાય તો પછી તે અજ્ઞાન રહેતું નથી.
ભેદજ્ઞાનના સ્થૂળતાથી સૂક્ષ્મતા સુધીના પ્રકારો:૧) આત્મા અને નોકર્મથી ભેદજ્ઞાન, ૨) આત્મા અને જડકર્મથી ભેદજ્ઞાન, (૩) આત્મા અને વિકારી ભાવોથી ભેદજ્ઞાન, ૪) આત્મા અને આત્મા સંબંધીના વિકલ્પથી ભેદજ્ઞાન,
૫) આત્મા નિર્મળ પરિણામનો પણ ઉપચારથી – વ્યવહારથી કર્તા છે. નિશ્ચયથી તો નિર્મળ પરિણામનો કર્તા નિર્મળ પરિણામ જ છે. આત્મા સ્વભાવથી અકર્તા છે તેને કર્તા કહેવો તે જ વ્યવહાર થયો. આ રીતે શરૂઆતથી માંડીને છેક મૂળ સુધીનું તલસ્પર્શી ભેદજ્ઞાન કરાવનાર જિનાગમનો સર્વોત્કૃષ્ટ, સંપૂર્ણ અને મહાન અધિકાર છે.
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #8
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કલશાકૃત ભાગ
પુસ્તક પ્રકાશનની કાર્યવાહી અને આભાર
કશળટીકા ઉપરના પૂ. ગુરુદેવશ્રીના ૧૯૭૭ની સાલના પ્રવચનોને કેસેટ ઉપરથી અક્ષરસઃ ઉતારવામાં જેમનો અમુલ્ય ફાળો મળ્યો છે તેવા શ્રી ભાનુબેન પટેલ રાજકોટ તેમજ ડો. દેવેન્દ્રભાઈ દોશી સુરેન્દ્રનગર નો છે.
કેસેટ ઉપરથી અક્ષરસઃ લખાયેલ પ્રવચનોને સંકલન કરવાનું કાર્ય બા.. શોભનાબેન જે. શાહ રાજકોટ દ્વારા પૂર્ણ થયેલ છે. તેમણે આ સંકલનને સુંદર વાકય રચનામાં ગુંથી અને પૂ. ગુરુદેવશ્રીની પ્રવચનધારાને અર્ખલિત પ્રવાહ આપી અને આ પુસ્તકને સ્વાધ્યાય ભોગ્ય બનાવેલ છે.
આ સંકલિત પ્રવચનોનું સંપાદનનું કાર્ય પં. અભયકુમાર જૈનદર્શનાચાર્ય છિદવાડાએ પૂર્ણ કરેલ છે. તેમણે પોતાનો અમુલ્ય સમય કાઢી અને સૂક્ષ્મ દૃષ્ટિકોણથી પ્રવચનોને તપાસી અને યોગ્ય માર્ગદર્શન આપેલ છે.
આ પ્રવચનોનું ભાષાની દૃષ્ટિએ શુદ્ધિકરણ કરવાનું કાર્ય શ્રી દિનેશભાઈ શહા, ડો. ઉજ્વલાબેન શહ તથા દેવશીભાઈ ચાવડા દ્વારા ખૂબ જ કાળજીપૂર્વક કરવામાં આવેલ છે. તેમજ પૃફ રીડિંગનું કાર્ય ચેતનભાઈ મહેતા તરફથી થયેલ છે. - ઉપરોક્ત પુસ્તક પ્રકાશનની પ્રક્રિયામાં સર્વે મુમુક્ષુ ભાઈઓ બહેનો તરફથી નિસ્પૃહ સાથ અને સહકાર મળ્યો છે તે સર્વેના પ્રત્યે સંસ્થા ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરે છે. કલશાકૃત ભાગ-૨નાં પ્રકાશન અર્થે આવેલ દાનરાશિ
કલશામૃત ભાગ-રના પ્રકાશન અર્થે કુ. ભારતીબેન ગોવિંદલાલ કામદાર તરફથી તેમના માતુશ્રી સ્વ. હીરાબેન ગોવિંદલાલ કામદારના સ્મરણાર્થે રૂા. ૫૧,000/- પ્રાપ્ત થયેલ છે. તઉપરાંત અન્ય દાતાઓ તરફથી પણ આ પ્રકાશન અર્થે દાનરાશિ પ્રાપ્ત થઈ છે. તો તે સર્વે મુમુક્ષુઓ પ્રત્યે સંસ્થા અંતઃકરણથી આભારની લાગણી વ્યક્ત કરે છે.
મુદ્રક
આ કલશામૃતનું સુંદર ટાઈપ સેટિંગ કરનાર મુમુક્ષુ નિલેશભાઈ વારીઆ તેમજ દેવાંગભાઈ વારીઆનો સંસ્થા આભાર માને છે. આ પ્રકાશનના કલર પેઈજ તેમજ ફ્રન્ટ પેઈજ વિગેરેને સુંદર બનાવી આપવા બદલ ડોટ એડના સંચાલક શ્રી કમલેશભાઈ જે. સોમપુરા અને રાજેશભાઈ મકવાણાનો સંસ્થા આભાર માને છે. આ પુસ્તકનું પ્રિન્ટીંગ તેમજ બાઈડીંગ સુંદર કરવા બદલ મુમુક્ષુ ભાઈશ્રી ચંદ્રકાન્તભાઈ મહેતાનો સંસ્થા આભાર માને છે.
આત્મા અકર્તા છે તે જૈનદર્શનની પરાકાષ્ટા છે. આવા અકર્તા સ્વભાવને દ્રઢપણે ભવ્યજીવોના હૃદયમાં સ્થાપિત કરાવી, અનાદિના કર્તુત્વના ભારથી નિર્ભર થવાનો
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #9
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કલશામૃત ભાગઆ પુસ્તકમાં સમ્યફબોધ આપ્યો છે. સર્વે જીવો અકર્તા-જ્ઞાતા સ્વભાવમાં સ્થિરતા કહ્યું આત્માના અકલુષ સ્રોતમાં સ્નાન કરી પાવન થાઓ તેવી મંગલ ભાવના પૂર્વક અસ્તુ.
શ્રી દિગમ્બર જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ ૫, પંચનાથ પ્લોટ, શ્રી કાનજીસ્વામી માર્ગ,
રાજકોટ - ૩૬૦૦૦૧ ટેલી. નં. ૨૩૧૦૭૩
આ પુસ્તક શ્રી રાજેશભાઈ શાહની વેબસાઈટ પર મુકાયેલ છે.
http://www.AtmaDharma.com
અશરીરી સિદ્ધની જાતનો જ હું છું તેનો એકનો જ આદર કરવાની મારી દેઢ ટેક છે તેથી સ્વપ્નેય પૂણ્ય-પાપ સંસારની વાતનો આદર કરું નહીં. હું પણ જે સિદ્ધ ચિદાનંદ પૂર્ણ થયા તેના કુળનો કેડાયત છું. ચારગતિમાં જવાનો રાગ કલંક છે. અતીન્દ્રિય સિદ્ધ પરમાત્મપણાનાં મહિમા વડે સર્વ કલંક ટાળી વીતરાગ થવાનો જ છું એમ ધર્મી ગૃહસ્થદશામાં કોલકરાર કરી દેઢ વતી થાય છે.
માગમસા૨-૭૯
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #10
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
જિનજીની વાણી) (રાગ -આશાભર્યા અમે આવિયા)
સીમંધર મુખથી ફૂલડાં ખરે, એની કુંદકુંદ ગૂંથે માળ રે,
જિનજીની વાણી ભલી રે. વાણી ભલી, મન લાગે રળી, જેમાં સાર-સમય શિરતાજ રે,
જિનજીની વાણી ભલી રે............સીમંધર. ગૂંથ્યાં પાહુડ ને ગૂંચ્યું પંચાસ્તિ, ગૂંચ્યું પ્રવચનસાર રે,
જિનજીની વાણી ભલી રે. ગૂંથ્ય નિયમસાર, ગૂંચ્યું રયણસાર, ગૂંથ્યો સમયનો સાર રે,
જિનજીની વાણી ભલી રે.સીમંધર. સ્યાદ્વાદ કેરી સુવાસે ભરેલો જિનાજીનો ૐ કારનાદ રે,
જિનજીની વાણી ભલી રે. વંદું જિનેશ્વર, વંદું હું કુંદકુંદ, વંદું એ ૐ કારનાદ રે,
- જિનજીની વાણી ભલી રેસીમંધર. હૈડે હજો, મારા ભાવે હજો, મારા ધ્યાને હજો જિનવાણ રે,
જિનજીની વાણી ભલી રે. જિનેશ્વરદેવની વાણીના વાયરા વાજો મને દિનરાત રે,
જિનજીની વાણી ભલી રેસીમંધર.
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #11
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check htfp://www.AtmaDharma.com for updates
કલશ નં.
૩૩
૩૪
૩૫
૩૬
૩૭
૩૮
૩૯
૪૦
૪૧
૪૨
૪૩
૪૪
૪૫
૪૬
૪૭
૪૮
૪૯
૫૦
પ્રવચન નં.
૪૧
૪૨
૪૩
૪૪
૪૪
૪૫
૪૬
૪૭
૪૭
૪૮
૪૮
૪૯
૪૯
૪૯/૫૦
૫૧
પર
૫૩
૫૩
૫૪
૫૫
૫૬
_B\_B[< & દ્વા
(: અનુક્રમણિકા :
તારીખ
૬૩
૧૬/૭/ ૨૭૭
૧૭/૭/ ’૭૭
૧૮/૭/ ’૭૭
૧૯/૭/ ’૭૭
૧૯/૭/ ૩૭૭
૨૦/૭/ ’૭૭
૨૧/૭/ ’૭૭
૨૨/૭/’૭૭
૨૨/૭/’૭૭
૨૪/૭/’૭૭
૨૪/૭/ ’૭૭
૨૫/૭/’૭૭
૨૫/૭/’૭૭
૨૫-૨૬/૭/ ’૭૭
૨૨/૭/’૭૭
૨૮/૭/ ’૭૭
૨૯/૭/ ’૭૭
૨૯/૭/ ’૭૭
૩૧/૭/ ’૭૭
૧/૮/ ’૭૭
૨/૮/’૭૭
૩/૮/ ’૭૭ ४/८/१७७
૫/૮/ ’૭૭
૭/૮/ ’૭૭ ૮/૮/’૭૭
૯/૮/ '૭૭
૧૦/૮/ ’૭૭
પેઈજ નં.
૨
૭
૧૮
૨૯
Please inform us of any errors on rajesh.shah@tofalise.co.uk
6] [ B[6]TM ]
૩૯
૬૭
૭૩
૮૪
૮૭
૯૫
૧૦૩
૧૧૫
૧૨૫
૧૩૨
૧૩૫
૧૪૬
૧૫૭
૧૬૮
૧૭૭
૧૮૭
૧૯૮
૨૦૮
૨૨૧
૨૩૨
Page #12
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કલશ ન. |
પ્રવચન નં.
પેઈજ ને.
૫૦
૬૪
૨૪૨ ૨૫૩
૬૫
*
૬૭
૫૨
૫૩ ૫૪
૬૭. ૬૮ ૬૯
તારીખ ૧૧/૮ી '૭૭. ૧૨/૮ ૭૭ ૧૨/૮ી '૭૭. ૧૪/૮/ ૭૭ ૧૫/૮ી '૭૭ ૧૫/૮/૭૭ ૧૬/૮ી '૭૭. ૧૭/૮૭૭ ૧૭/૮/૭૭ ૧૮/૮ી '૭૭ ૧૯/૮/૭૭ ૧૯/૮ી '૭૭ ૨૦/૮) '૭૭ ૨૦/૮/૭૭ ૨૧/૮ ૭૭ ૨૧/૮ી '૭૭ ૨૩/૮) '૭૭
૨૬૦ ૨૬૬ ૨૭૯ ૨૮૬ ૨૯૩. ૩૦૮ ૩૧૯ ૩૨૩ ૩૩૪
૫૫
૫૬
૫૭
૩૩૮
૩૪૭ ૩પ૦ ૩૬૦ ૩૬૬ ૩૭૧ ૩૮)
૫૯
૭૩
७४ નાટક સમયસારના પદ
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #13
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કલશ-૩૩
શ્રી સમયસાર કલશ અજીવ અધિકાર
કલશ-૩૩
(શાર્દૂલવિક્રીડિત). जीवाजीवविवेकपुष्कलदृशा प्रत्याययत्पार्षदानासंसारनिबद्धबन्धनविधिध्वंसाद्विशुद्धं स्फुटत्। आत्माराममनन्तधाम महसाध्यक्षेण नित्योदितं धीरोदात्तमनाकुलं विलसति ज्ञानं मनोह्वादयत्।।१-३३।।
ખંડાન્વય સહિત અર્થ:- “જ્ઞાનં વિસતિ” (જ્ઞાન)જ્ઞાન અર્થાત્ જીવદ્રવ્ય (વિસતિ) જેવું છે તેવું પ્રગટ થાય છે. ભાવાર્થ આમ છે કે અહીં સુધી વિધિરૂપે શુદ્ધાંગતત્ત્વરૂપ જીવનું નિરૂપણ કર્યું, હવે તે જ જીવનું પ્રતિષેધરૂપે નિરૂપણ કરે છે. તેનું વિવરણ-શુદ્ધ જીવ છે, ટંકોત્કીર્ણ છે, ચિતૂપ છે એમ કહેવું તે વિધિ કહેવાય છે; જીવનું સ્વરૂપ ગુણસ્થાન નથી, કર્મ-નોકર્મ જીવનાં નથી, ભાવકર્મ જીવનું નથી એમ કહેવું તે પ્રતિષેધ કહેવાય છે. કેવું થતું થયું જ્ઞાન પ્રગટ થાય છે? “મનોહ્નાયત” (મન:) અન્તઃકરણેન્દ્રિયને (ઢાયત) આનન્દરૂપ કરતું થયું. વળી કેવું થતું થયું ? “વિશુદ્ધ” આઠ કર્મોથી રહિતપણે સ્વરૂપરૂપે પરિણમ્યું થયું. વળી કેવું થતું થયું? “” સ્વસંવેદનપ્રત્યક્ષ થતું થયું. વળી કેવું થતું થયું? “માત્મારામમ” (માત્મ) સ્વસ્વરૂપ જ છે (શારામન) ક્રીડાવન જેનું એવું થતું થયું. વળી કેવું થતું થયું“મનન્તધામ” (અનન્ત) મર્યાદાથી રહિત છે (ઘામ) તેજ:પુંજ જેનો એવું થતું થયું. વળી કેવું થતું થકું? “અધ્યક્ષેખ મદસા નિત્યોતિ” (અધ્યક્ષેખ) નિરાવરણ પ્રત્યક્ષ (મસા) ચૈતન્યશક્તિ વડે (નિત્યોતિં) ત્રિકાળ શાશ્વત છે પ્રતાપ જેનો એવું થતું થયું. વળી કેવું થતું થયું ? “ધીરોવાતમ” (ધીર) અડોલ અને (૩લાત્તમ) બધાથી મોટું એવું થતું થયું. વળી કેવું થતું થયું ? “ના ” ઇન્દ્રિયજનિત સુખદુઃખથી રહિત અતીન્દ્રિય સુખરૂપ બિરાજમાન થતું થયું. આવો જીવ જે રીતે પ્રગટ થયો તે કહે છે“વાસંસારવિદ્ધવશ્વનવિધિäસાત” (સંસાર) અનાદિ કાળથી (નિવર્લ ) જીવ સાથે મળેલાં ચાલ્યાં આવતાં (વશ્વનવિધિ ) જ્ઞાનાવરણકર્મ, દર્શનાવરણકર્મ, વેદનીય, મોહનીય, આયુ, નામ, ગોત્ર, અન્તરાય એવાં છે જે દ્રવ્યપિંડરૂપ આઠ કર્મ તથા ભાવકર્મરૂપ છે જે રાગ-દ્વેષ-મોહપરિણામ-ઇત્યાદિ છે જે બહુવિકલ્પો, તેમના (વ્વસાત)
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #14
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કલશામૃત ભાગ-૨ વિનાશથી જીવસ્વરૂપ જેવું કહ્યું છે તેવું છે. ભાવાર્થ આમ છે કે જેવી રીતે જળ અને કાદવ જે કાળે એકત્ર મળેલાં છે તે જ કાળે જો સ્વરૂપનો અનભવ કરવામાં આવે તો કાદવ જળથી ભિન્ન છે, જળ પોતાના સ્વરૂપે છે, તેવી રીતે સંસાર-અવસ્થામાં જીવ-કર્મ બંધાર્યાયરૂપે એક ક્ષેત્રે મળેલાં છે તે જ અવસ્થામાં જો શુદ્ધ સ્વરૂપનો અનુભવ કરવામાં આવે તો સમસ્ત કર્મ જીવસ્વરૂપથી ભિન્ન છે, જીવદ્રવ્ય સ્વચ્છસ્વરૂપે જેવું કહ્યું તેવું છે. આવી બુદ્ધિ જે રીતે ઊપજી તે કહે છે “યત્પાર્ષવાન પ્રત્યાયય” (યત્ ) જે કારણથી (પાર્ષવાન) ગણધર-મુનીશ્વરોને (પ્રત્યાયય) પ્રતીતિ ઉપજાવીને. ક્યા કારણથી પ્રતીતિ ઊપજી તે જ કહે છે-“નીવાનીવવિવેવપુષદશા” (નીવ) ચેતનદ્રવ્ય અને (નીવ) જડ-કર્મ-નોકર્મ-ભાવકર્મ તેમના (વિવે) ભિન્નભિન્નપણારૂપ (પુષ્યનો વિસ્તીર્ણ (દશ) જ્ઞાનદષ્ટિથી. જીવ અને કર્મનો ભિન્નભિન્ન અનુભવ કરતાં જીવ જેવો કહ્યો છે તેવો છે. ૧–૩૩. પ્રવચન નં. ૪૧
તા. ૧૬–૭– ૭૭ કલશ-૩૩ : ઉપર પ્રવચન આ અજીવ અધિકારનો પહેલો શ્લોક છે. “જ્ઞાન વિનસ્પતિ” જ્ઞાન અર્થાત્ જીવદ્રવ્ય (વસતિ) જેવું છે તેવું પ્રગટ
થાય છે.”
જ્ઞાન એટલે જીવ વસ્તુ જેવી છે તેવી પ્રગટ થાય છે. જ્ઞાન, દર્શન, આનંદ જેવું સ્વરૂપ હતું તેવું પર્યાયમાં અનંત આનંદ આદિની દશા પ્રગટ થાય છે. આહાહા..! આ જે દશા પ્રગટ થઈ–મોક્ષનો માર્ગ પ્રગટ થયો તેને અષ્ટપાહુડના ચારિત્રપાહુડ અધિકારમાં અક્ષય અને અમેય કહી છે. વસ્તુ જે છે તે તો અક્ષય અને અમેય અર્થાત્ મર્યાદા રહિત છે જ, પરંતુ એ વસ્તુનું ભાન થયું એટલે સમ્યગ્દર્શન જ્ઞાન ચારિત્રની દશાને પણ અક્ષય, અમેય કહી છે. અક્ષય એટલે એ પર્યાયનો હવે નાશ નહીં થાય. અમેય એટલે જેની મર્યાદા નથી.
હજુ આ તો મોક્ષમાર્ગની પર્યાયની વાત છે. પરંતુ વસ્તુ જે (ધ્રુવ) દ્રવ્ય-ગુણ છે તે તો અક્ષય ને અમેય છે. અમેય એટલે માપ વિનાની અમાપ ચીજ છે. ભગવાન આત્માની જે સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર દશા છે તે અક્ષય ને અમેય છે.
આહાહા..! આ ભગવાન રાગ અને પુણ્યની ક્રિયાથી પ્રાપ્ત થાય તેવો એ નથી એમ કહે છે. અક્ષય, અમેય વસ્તુ છે તેનો નાશ કેમ થાય? તે રાગાદિની ક્રિયાથી કેમ પ્રાપ્ત થાય? માર્ગ આવો છે બાપુ! અનંતકાળથી તેણે આ કર્યું નથી તેથી તેને આકરું લાગે છે. વળી સાધારણ લોકોને તો એમ લાગે છે કે-આ તો એકલી નિશ્ચયની વાત છે.
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #15
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કલશ-૩૩ વ્યવહારથી થાય તેવી વાત તો આવતી નથી. અહીં એ જ કહે કે-વ્યવહારથી ત્રણ કાળમાં ન થાય. અર્થાત્ રાગથી ન થાય, તે નિર્મળ દશા જ આત્માની છે. જે અક્ષય, અમેય દશા છે તે અક્ષય, અમેય ચીજને આશ્રયે થાય છે. તે રાગના આશ્રયે થાય તેમ ત્રણકાળમાં છે નહીં.
શરીર નાનું હોય, મોટું હોય, સ્ત્રીનું હોય, પુરુષનું હોય પરંતુ અંદરમાં આનંદથી પરિપૂર્ણ ભગવાન બિરાજમાન છે. આત્મામાં આ બાળ છે. યુવાન, વૃદ્ધ, સ્ત્રી, કુટુંબ, દેહ વગેરે નથી. આ અજીવ અધિકાર છે ને? માટે અજીવથી ભેદજ્ઞાન કરાવે છે. આ બધા અજીવ છે. અજીવ એટલે આ બધા જીવ નહીં. આ આત્મા સિવાય બીજી બધી ચીજો અનાત્મા છે-એટલે કે આ આત્મા નહીં. અનાત્માનો પ્રભુ આત્મામાં અભાવ છે. આહા. હા ! ત્રિલોકનાથ તીર્થંકરદેવ પરમેશ્વર એ પણ અનાત્મા એટલે આ (નિજ) આત્માની અપેક્ષાએ પર છે. એમાં નિજ આત્માનો અભાવ છે.
મહાવિદેહમાં પ્રભુ સાક્ષાત બિરાજે છે અને આ ભગવાન સાક્ષાત અંદર બિરાજે છે. તેનો આશ્રય લેતાં આત્મા જેવો છે તેવો દશામાં પ્રગટ થાય છે. વસ્તુ જેવી છે તેવી એની દશામાં વીતરાગપણે, જ્ઞાનપણે, આનંદપણે પ્રગટ થાય છે.
ભાવાર્થ આમ છે કે અહીં સુધી વિધિરૂપે શુદ્ધાંગતત્ત્વરૂપ જીવનું નિરૂપણ
વિધિ એટલે છે. એમ! જીવ આવો છે, જીવ આવો છે, જીવ આવો છે અને તેની પર્યાય વીતરાગી પવિત્ર છે એવું કથન કરવું તે વિધિ. સ્વરૂપમાં આખો સંસાર નથી અને જ્યારે સમ્યગ્દર્શન થાય છે ત્યારે તેની પર્યાયમાં પણ મિથ્યાત્વનો સંસાર નથી.
હવે તેજ જીવનું પ્રતિષેધરૂપે નિરૂપણ કરે છે. તેનું વિવરણ-શુદ્ધ જીવ છે, ટંકોત્કીર્ણ છે, ચિતૂપ છે એમ કહેવું તે વિધિ કહેવાય છે;”
વસ્તુ ધ્રુવ-શાશ્વત પડી છે. ચિતૂપ એટલે જ્ઞાનરૂપ છે. ભગવાન આત્માનું સ્વ. રૂપ જ્ઞાનરૂપ છે એમ અસ્તિથી સિદ્ધ કર્યું. વિધિ એટલે અતિથી સિદ્ધ કર્યું. ત્રિકાળી જ્ઞાનની જ્યોત શાશ્વત છે ટંકોત્કીર્ણ છે તેમ વિધિથી-અસ્તિથી કહ્યું.
આજે તો માણસને નવરાશેય ક્યાં છે? બે-ચાર બાઈઓ ભેગી થઈને વડી ને પાપડ કરે. એ બધી ક્રિયા જડની જડથી થાય છે. તેનો જાણનાર હું જુદો છું તેમ નજરમાં ન રહ્યું. નજરમાં પેલી જડમાં ક્રિયા થાય છે; આ આવું થયું, આ તેવું થયું, પાપડ શેકતાં આવડવું જોઈએ. આજુ બાજુ બળી ન જાય તેનું ધ્યાન રાખવું. પ્રભુ! આ બધી જડની ક્રિયા છે એ તારું કર્તવ્ય નથી. તે કાંઈ કર્યું નથી, તારામાં એ ક્રિયાઓ થતી નથી. તેનો અહીં નિષેધ કરે છે. કર્તાપણાનું અભિમાન ખસી જવું જોઈએ. આહા ! એ ક્રિયાને આત્મા કરતો નથી પરંતુ થાય છે. એ (રાગાદિની) થતી ક્રિયા ભગવાન આત્મામાં નથી.
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #16
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કલશાકૃત ભાગ-૨ જેમ અજીવમાં દ્રવ્ય-ગુણની પર્યાયો છે તેમ આ રાગ પણ અજીવ છે. આહાહા! આ દયા, દાન, વ્રત, ભક્તિના પરિણામ તે આત્મામાં નથી. અહીં નાસ્તિથી અસ્તિ કહે છે( સમજાવે છે).
શું કહ્યું? જુઓ, ફરીથી ! “જીવનું સ્વરૂપ ગુણસ્થાન નથી”, રાગાદિ જીવમાં નથી તે પછી લેશે. પહેલું ગુણસ્થાન, બીજું, ત્રીજું અને ચોથું એવા ભેદ તે જીવમાં નથી. પહેલી વાત અસ્તિથી કરી અને હવે નાસ્તિથી કહે છે.
કર્મ-નોકર્મ જીવનાં નથી;” એ જડકર્મ, શરીર–વાણી આદિની નોકર્મરૂપ ક્રિયા જીવમાં નથી. શરીરની હાલવા-ચાલવાની–બોલવાની જે ક્રિયા થાય તે નોકર્મની ક્રિયા છે, તે ભગવાન આત્મામાં નથી, તે તો અજીવમાં છે. આગળ આવશે.. “જીવઅજીવ વિવેક દશા–“પુસ વા'. જીવ-અજીવની ભિન્નતાની વિસ્તર્ણીય દશાવિશાળ દશાને તે કહેશે.
ભાવકર્મ જીવનું નથી તેમ કહેવું તે પ્રતિષેધ કહેવાય છે.” આહાહા..! દેવગુરુ-ધર્મની શ્રદ્ધા, પાંચ મહાવ્રતના પરિણામ અને શાસ્ત્ર તરફની બુદ્ધિ એ વ્યભિચારિણી છે તેથી તે જીવમાં નથી. આમ કહેવું તેને પ્રતિષેધ કહેવાય છે.
આહા...! અંદરમાં આનંદનો દરિયો ડોલે છે તેમાં આ ગુણસ્થાનના, ભાવકર્મના ભાવો નથી. આવું તારું સ્વરૂપ છે. એ સ્વરૂપને તું ઓળખ, જ્ઞાન કર અને શ્રદ્ધા કર. સુખના પંથે ચડતાં તને સુખ પ્રાપ્ત થશે. પૂર્ણસુખ એટલે મોક્ષ.
“કેવું થતું થયું જ્ઞાન પ્રગટ થાય છે? “મનોહાય” (મન:) અન્તઃકરણન્દ્રિયને (લીવર) આનન્દરૂપ કરતું થયું.
અહીં જ્ઞાન એટલે આત્મા. ભગવાન આત્મા પર્યાયમાં પ્રગટ થાય છે એટલે કેસમ્યગ્દર્શન જ્ઞાનમાં તે જણાય છે. તે અતીન્દ્રિય આનંદનો સ્વાદ લેતો પ્રગટ થાય છે. એ પુણ્ય-પાપ, રાગાદિના જે ભાવો હતા તે દુઃખરૂપ ભાવ હતા. તે ભાવોનો આત્મામાં અને તેની નિર્મળ દશા પ્રગટી તેમાં તેનો અભાવ છે એવો સ્વભાવ જ્યાં પ્રગટયો તો તેને કહે છે કે-અતીન્દ્રિય આનંદને પ્રગટ કરતો થકો પ્રગટ થયો.
લોકો કહે છે કે-ચારિત્ર તો દુઃખરૂપ છે. મહા કષ્ટદાયક છે. “મણના દાંતે લોઢાના ચણા ચાવવા જેવું છે. અહીં કહે છે ચારિત્રને તું માને છે તેવું નથી. ચારિત્ર તો અતીન્દ્રિય આનંદનો સ્વાદ લેતું પ્રગટ થાય છે. સમજાણું કાંઈ?
આખો દિ' પાપની હોળી સળગે તેમાં વળી આ દવાખાનામાં છોકરા કામ કરતા હોય તો કહે-બાપુજી આવે છે, બાપુજી મારી સંભાળ લ્ય છે. અહીં કહે છે-તે તારી સંભાળ ન કરી. તારી દુકાન ન ચલાવી હોં! આનંદથી ગર્ભિત પર્યાય તે તારી દુકાનનો વેપાર છે.
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #17
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કલશ-૩૩
શું કીધું? આત્માની દશાને આનંદરૂપ કરતો થકો એ જીવ પ્રગટ થાય છે. આહા. હા! જે શક્તિરૂપે અતીન્દ્રિય આનંદરૂપ જેવું સામર્થ્ય હતું એવા સામર્થ્યને જ્યાં પર્યાયમાં પ્રગટપણે જાણ્યું, અનુભવ્યું ત્યારે તેને પર્યાયમાં અતીન્દ્રિય આનંદ પ્રગટરૂપે આવે છે. આહાહા ! આમ ધર્મની સાથે અતીન્દ્રિય આનંદનો સ્વાદ ગર્ભિત હોય છે.
જેમ સંસારમાં અજ્ઞાની પૈસા, આબરૂ, કીર્તિના વિકલ્પના સ્વાદમાં સુખ માને છે.. પણ એ દુઃખ છે. નિર્વિકલ્પ દૃષ્ટિનો અનુભવ થતાં જે આત્મા પર્યાયમાં આવે છે તે અનંત આનંદને લેતો આવે છે. આવો માર્ગ છે. બહારમાં ઘેરાય ગયો. તેને આ ઘેરાયા વિનાની અંતર ચીજ છે તે રુચતી નથી.
અહીંયા તો કહે છે-જે આત્મા વસ્તુ છે તેને અસ્તિથી વર્ણવી તેને હવે નાસ્તિથી વર્ણવીએ છીએ. કહે છે કે ધર્મ પ્રગટ થતાં તેમાં અતીન્દ્રિય આનંદનો સ્વાદ આવે છે, તેમાં હવે દુઃખ નથી. આનંદરૂપ કરતો થકો પ્રગટ થાય છે.
વળી કેવું થતું થયું? “વિશુદ્ધ” આઠ કર્મોથી રહિતપણે સ્વ-સ્વરૂપે પરિણમતું થકું”, આઠકર્મોથી રહિત તેવી વિશુદ્ધ પૂર્ણદશા લીધી. વિશેષે શુદ્ધ સ્વરૂપે પરિણમતું થકું આઠકર્મથી રહિત અને પોતાના શુદ્ધ સ્વરૂપના પરિણમનથી સહિત આવું થતું થયું પ્રગટ થાય છે.
“વળી કેવું થતું થયું? “પુરત” સ્વસંવેદનપ્રત્યક્ષ થતું થકું.” “પુરત' એટલે પ્રગટ-સ્પષ્ટ-સ્વસંવેદન પ્રત્યક્ષ પ્રગટ થતું થયું. એ આપણે બે દિવસ પહેલાં આવ્યું હતું કે-આનંદની અનુભૂતિ માત્ર જેનું લક્ષણ છે તેવું સ્વસંવેદન જ્ઞાન. સ્વ સંવેદનાન એને કહીએ કે જેમાં અનુભૂતિનો ભાવ અંદર સાથે છે, તેમજ અનુભૂતિમાં આનંદમાત્ર જેનું લક્ષણ છે તેવું સ્વસંવેદન એટલે સ્વને વેદવું. જ્ઞાનમાં જ્ઞાનનું પોતાથી જાણવું થયું તેવું લક્ષણ(તે સ્વસંવેદન). ‘સ્પરત’ એટલે સ્વસંવેદન પ્રત્યક્ષ વેદન. સ્વનું પ્રત્યક્ષ વેદનરૂપ જ્ઞાન પ્રગટ થાય છે. સમજાણું કાંઈ?
જેમ કળી ખીલીને બહાર ફૂલ થાય છે તેમ આ કળી ખીલી ગઈ છે. શક્તિમાં તો ભગવાન પૂર્ણ હતો પરંતુ પર્યાય જે સંકોચરૂપે હતી એ સંકોચ છૂટીને હવે વિકાસ કરતું ખીલે છે. | ગુજરાતમાં ચીખલી (ગામ) છે ત્યાં હજાર પાંખડીવાળું ગુલાબનું ફૂલ થાય છે. અમે જ્યારે જોવા ગયેલા ત્યારે ફૂલ ખીલેલું નહોતું. સુકાય ગયેલું હતું. વળી ત્યાં તો કોઈએ એમ કહ્યું કે બીજે ઠેકાણે તો લાખ પાંખડીનું ફૂલ થાય છે. ગુલાબની કળી ખીલે તો તેના અંદરથી લાખ પાંખડી નીકળે. તેમ આત્મામાં અનંત શક્તિઓ છે તે એની પર્યાયમાં અનંત અનંત વિકાસરૂપે પ્રગટ થાય છે. પેલા ગુલાબની તો પાંખડી લાખ જ હોય જ્યારે અહીં તો અનંતગુણોની પર્યાય ખીલે છે.
જગતને આવો માર્ગ સાંભળવા મળે નહીં તેથી તેની રીત અને પદ્ધતિ શું છે તેની
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #18
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ξ
કલશામૃત ભાગ-૨
ખબર નથી. એ.. મોક્ષમાર્ગ અને પૂર્ણદશા કેમ પ્રગટે છે? એ દશા કેવી હોય છે? એ મોક્ષમાર્ગ પ્રગટવાની રીતની પદ્ધતિ કેવી હોય છે ? તે કહે છે-તે ૫૨ના અભાવ સ્વભાવથી પ્રગટે છે તેની તેને ખબર નથી. લોકો એમ કહે છે કે-વ્યવહા૨થી પ્રગટે એમ માને તો તમારું અનેકાંત છે, નહીંતર એકાંત છે. એ લોકોનું એવું માનવું છે કે-આ વ્રતાદિ ક૨વાથી અમારું કલ્યાણ થશે. પ્રભુ ! સમકિત વિના વ્રત હોઈ શકે નહીં. લોકોને આકરું લાગે.. દુઃખ લાગે, પણ શું થાય ! માર્ગ આવો છે.
અહીંયા પ્રભુ એમ કહે છે-આત્મા પ્રત્યક્ષ થતો પ્રગટ થાય છે. કેવળીને પૂર્ણ પ્રગટ થાય છે અને ચોથે ગુણસ્થાને અંશ પ્રગટ થાય છે. જે બીજ છે તે પૂનમરૂપે પ્રગટ થાય છે. જોકે બીજનો અભાવ થઈને પૂનમ થાય છે.. પણ કહેવાય તો એમ ને !! તેમ આત્માનું સ્વસંવેદન સુખ કે–જેનું લક્ષણ આનંદની અનુભૂતિ છે એવું જ્ઞાન જ્યાં પ્રત્યક્ષ થાય છે ત્યાં સાથે આનંદ છે. પાંચમી ગાથામાં કુંદકુંદાચાર્ય કહે છે-અમારા નિજ વૈભવથી આત્માની વાત કહીશ. આ પુણ્યનો-ધૂળનો વૈભવ નહીં પરંતુ અંદ૨માં અમને શાંતિનો, આનંદનો નિજ વૈભવ પ્રગટયો છે તે. અમને શાંતિ આદિ અનંત શક્તિઓનો જે વિકાસ થયો છે એવા અનુભવની મ્હોર છાપ શું છે? તેનું ટ્રેડમાર્ક શું છે? પ્રચુર સ્વસંવેદન આનંદ તે એની મ્હોર છાપ છે. આ પોષ્ટમાં ટપાલ ઉપર છાપ છે તેમ ભગવાન આત્મા જ્યારે પોતાના સ્વરૂપની દૃષ્ટિ ને અનુભવ કરે ત્યારે અતીન્દ્રિય આનંદ તેને સાથે આવે છે તે તેની મ્હોર છાપ છે. સમજાણું કાંઈ ?
અરે! મનુષ્યપણું મળ્યું, જૈન સંપ્રદાયમાં જન્મ મળ્યો એમાં પણ આવી વાત સાંભળવા ન મળે.... તે શું કરે ? જેને રીતની ખબર નથી તે આ માર્ગને શી રીતે પ્રગટ કરે ! અહીંયા કહે છે–‘ વત્ ' એટલે સ્વસંવેદન પ્રત્યક્ષ. ૪૭ શક્તિમાં બાર નંબરની એક પ્રકાશ શક્તિ છે, તેનો સ્વભાવ સ્વસંવેદન થવું તેવો જ છે. આહા.. હા ! પ્રત્યક્ષ આત્માના આનંદનો સ્વાદ આવવો એવો જ એનો સ્વભાવ છે.
66
“વળી કેવું થતું થયું? આત્મારામમ્” સ્વસ્વરૂપ જ છે આરામ-ક્રીડાવન જેનું એવું થતું થયું.”
આખું દ્રવ્ય કેમ પ્રગટ થયું તેની વાત છે. તે પર્યાયમાં આત્મારામ થયો. જેની દશામાં આનંદનું રમવું થયું તે ક્રીડા છે. જેમ બાગમાં રમવા જાય ત્યાં હજારો ફૂલ-ઝાડ હોય, ત્યાં શીખંડ પૂરી ઉડાવતા હોય, પતરવેલિયાના ભજિયા ખાતા હોય અને સીગરેટ પીતા જાય એ બધા દુઃખમાં દાઝી ગયેલા બિચારા છે.
અહીંયા કહે છે–‘ આત્મા આરામ' આત્મારામ ! આત્મા અનંત ધામનું ક્રીડાવન છે. એ આનંદની દશામાં વિલસે છે. સમજાણું કાંઈ ? બીજાને દુઃખ લાગે, ખોટું લાગે પણ શું થાય ! દિગમ્બર સંતો સિવાય આવી વાતો કયાંય છે નહીં ભાઈ !
Please inform us of any errors on rajesh.shah@tofalise.co.uk
Page #19
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કલશ-૩૩
દિગમ્બર સંતોએ જગતને થોડામાં પણ ઘણું કહી દીધું છે. ગાગરમાં સાગર ભરી દીધો છે. સંતો તો સર્વજ્ઞ પરમાત્માના કેડાયતો હતા. એ સર્વજ્ઞોના કેડાયતના પંથે જવું હોય તો આ માર્ગ છે. આહા.. હા! શું થાય ! વાડા પડ્યા, ભંગ પડ્યા એમાં આવી વાતો ઓળખવી કઠણ પડે. જુઓને! એક કળશમાં અમૃતચંદ્રદેવે કેટલું ભરી દીધું છે.
આહા. હા! કેવો થતો ભગવાન પ્રગટ થાય છે? “માત્મારામમ્' જેનું આરામ ક્રિીડાવન છે અર્થાત્ પોતાનું સ્વરૂપ જ ક્રીડાવન છે. રાગમાં રમતો આત્મા હરામી છે. અને જે આત્મા આત્મામાં રમે તેને આત્મારામ કહીએ.
આત્મા એટલે સ્વસ્વરૂપ. આરામ એટલે ક્રિીડાવન. આરામની દશામાં રમવું તે તેનો આરામ છે. માણસ બહુ થાકી ગયા હોય તો નથી કહેતા કે બે મહિના આરામ કરો. તેમ અહીંયા પરમાત્મા કહે છે તારા પરમાત્મામાં આરામ કર. પ્રભુ! તમારી આનંદની દશામાં આરામ કરો.
“સ્વસ્વરૂપ જ છે ક્રીડાવન જેનું એવું થતું થયું”, “અનન્તધામ” અનંત એટલે “મર્યાદા રહિત છે ધામ તેજ:પુંજ જેનું” આ પ્રગટ થતી પર્યાયની વાત છે હોં! જે પર્યાય પ્રગટ થાય છે તે આવી છે. મર્યાદાથી રહિત ચારિત્ર તેજ પુંજ એવું પ્રગટ થયું થયું. એવો ભગવાન આત્મા પોતે જ્યારે સ્વરૂપની દૃષ્ટિ અને અનુભવ કરીને પ્રગટ થાય છે ત્યારે પોતાના ક્રીડાવન આનંદમાં રમે છે. આહા.. એને આત્મા પ્રગટયો એમ કહેવામાં આવે છે. પ્રવચન નં. ૪૨
તા. ૧૭-૭-૭૭ અહીંયા કહે છે-આ આત્મા જે વસ્તુ છે તે ચૈતન્ય શક્તિની સંપદાથી ભરેલી છે. આ વસ્તુને જીવ અધિકારમાં એમ વર્ણવ્યું છે કે-વસ્તુ છે તે શુદ્ધ પવિત્ર છે. અહીંયા તેને બીજી રીતે કહે છે-આત્મામાં રાગ, ગુણસ્થાનના ભેદ નથી. દ્રવ્યકર્મ, ભાવકર્મ, નોકર્મ એ બધા અજીવ છે. તે આત્મામાં નથી એમ સિદ્ધ કરીને અહીંયા ચૈતન્યનો પ્રકાશ પ્રગટ થાય છે તેનું આ કળશમાં વર્ણન છે.
ચૈતન્ય સ્વભાવ, અતીન્દ્રિય આનંદ જેનો ત્રિકાળ એક સ્વભાવ છે એની સન્મુખ દૃષ્ટિ ને અનુભવ કરતાં જેવું સ્વરૂપમાં છે તેવું પર્યાયમાં પ્રગટ થાય છે. આમ વિધિરૂપથી શુદ્ધાંગ જીવતત્ત્વનું નિરૂપણ કર્યું.
હવે તે જ જીવનું પ્રતિષેધરૂપે નિરૂપણ કરે છે.” ભગવાન આત્મા શુદ્ધ, ટંકોત્કીર્ણ, ચિતૂપ છે એમ કહેવું તે વિધિ છે. જીવનું સ્વરૂપ ગુણસ્થાન નથી, જડકર્મ, નોકર્મ-માટી ધૂળ આત્મામાં નથી.. (તે પ્રતિષેધરૂપે વર્ણન છે ).
શ્રોતા- જેમાં એટલે? ઉત્તર:- આત્મામાં.જેમાંએટલેઆનંદકંદપ્રભુમાં.અહીંયાઆગળકહેશે “નિરાવરણ
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #20
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કલશાકૃત ભાગ-૨ પ્રત્યક્ષ ચૈતન્ય શક્તિ વડે ત્રિકાળ શાશ્વત છે પ્રતાપ જેનો”, જે ચૈતન્ય શક્તિ વડે જેનો પ્રતાપ ત્રિકાળ છે એવો. આહા... હા! આ તો અધ્યાત્મની વાત છે. આખી દુનિયાથી ઉદાસ થઈ અને ગુણસ્થાનના ભેદથી પણ ઉદાસ થઈ અને ચૈતન્ય શક્તિ વડે જે ત્રિકાળ પ્રતાપવંત છે તેમાં નજર નાખીને અનુભવ કરવો. એનું નામ (વિધિરૂપ ) પ્રગટ દશા થાય છે. જેવો શક્તિરૂપે હતો એવો અનુભવથી પર્યાયમાં પ્રગટ થયો એનું નામ મોક્ષ. તેનું નામ અનંતજ્ઞાનની વ્યક્તતા-પ્રગટતા છે. આહાહા ! આવી વાતો છે.
ચૈતન્ય ભગવાન આત્મામાં ગુણસ્થાન નથી. કર્મ-નોકર્મ જીવના નથી. ભાવકર્મ જીવનું નથી. આહાહા ! એકલા વિકલ્પો ઉઠે દયા, દાન, વ્રત, ભક્તિ, પૂજાના એ વિકલ્પ પણ ભાવકર્મ છે-એ અજીવ છે, એ ત્રિકાળી ચૈતન્ય જીવ સ્વરૂપથી ભિન્ન છે. ચૈતન્યની શક્તિના પ્રતાપથી શોભતું ત્રિકાળી તત્ત્વ એમાં આ વિકલ્પો છે નહીં.
“કેવું થતું થયું જ્ઞાન પ્રગટ થાય છે? અન્તઃકરણેન્દ્રિયને આનંદરૂપ કરતું થયું.”
આત્મા પ્રગટ થયો ત્યારે કહીએ કે ભગવાન તો ત્રિકાળ આનંદસ્વરૂપના પ્રતાપથી શોભિત છે. તેને જ્યારે અનુભવમાં અર્થાત્ સમ્યગ્દર્શન જ્ઞાનમાં લીધો ત્યારે તેને અતીન્દ્રિય આનંદનું વેદન પ્રગટ થાય છે. આત્મા અતીન્દ્રિય આનંદના વેદનથી પ્રગટ થયો તેમ કહેવાય છે.
મનોહ્નાયત’ અહીં મન શબ્દ જ્ઞાનની પર્યાય લેવી છે. “મનને આનંદરૂપ કરતું થયું.” જુઓ, આ સમ્યગ્દર્શન-જ્ઞાન ને ચારિત્રની પૂર્ણતા.
આહા! અતીન્દ્રિય આનંદનો નાથ ભગવાન, જેની સત્તાના સ્વીકારમાં પરનો બધો અભાવ છે એવું ભાન થતાં તેની પર્યાયમાં અતીન્દ્રિય આનંદનું વ્યક્તપણું પ્રગટ થતું પ્રગટ થાય છે. આહા.. હા! એ ચૈતન્ય શક્તિરૂપે-અનંત આનંદરૂપે ત્રિકાળ પ્રતાપ જેનો હતો તેનો આશ્રય કરતાં, તે સ્વભાવનો સ્વીકાર-સત્કાર કરતાં તેની દશા અનંત આનંદનું વેદન કરતી પ્રગટ થાય છે. અનાદિથી તે દુઃખની દશામાં હતો. પછી તે દયાદાનના વિકલ્પ હોય તો તે પણ દુઃખ છે.
હવે લોકોએ હળવે-હળવે કબુલાત કરવા માંડી છે. શુભભાવ તે હેય છે એવી વાતો આવવા માંડી છે. ક્રમબદ્ધની પણ હવે બહારમાં કબુલાત થવા માંડી છે. પ્રભુ ! આ વસ્તુ જ એવી છે ભાઈ !
ત્રિકાળી વસ્તુ છે તે ચૈતન્ય આનંદના પ્રતાપથી શોભિત છે. આવા આત્માનો આદર કરતાં.. સત્કાર કરતાં.. સ્વીકાર કરતાં પર્યાયમાં પણ એ અતીન્દ્રિય આનંદની દશા લેતું એ ચૈતન્ય પ્રગટ થયું. દુઃખનો ધ્વંસ કરતું અને અતીન્દ્રિય આનંદને ઉત્પન્ન કરતું પ્રગટ થયું. અહીંયા દુઃખના પર્યાયનો વ્યય અને આનંદની પર્યાયનો ઉત્પાદ કહેવું છે, બાકી ધ્રુવ તો ધ્રુવ છે. હવે આવો ઉપદેશ!. એ અજાણ્યા અને દુઃખના પંથે દોરાઈ ગયો
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #21
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કલશ-૩૩ છે એને સુખના પંથે જવું પડશે.
આ આનંદકંદ ભગવાન આત્મા છે તેની સન્મુખ થતાં અને ભેદ અને રાગથી વિમુખ થતાં એ દશા અતીન્દ્રિય આનંદને લેતી પ્રગટ થાય છે.
આહા.. હા “કેવું થતું થયું ? “વિશુદ્ધ” આઠ કર્મોથી રહિતપણે”,
આઠકર્મોથી રહિત તે તેનું ત્રિકાળ સ્વરૂપ છે. કેવું થતું થયું? કહે છે-સ્વસંવેદન પ્રત્યક્ષ થતું થયું. આહા.. હા ! પોતાના સ્વભાવને સ્વ નામ પ્રત્યક્ષ વેદતું થયું પ્રગટ થાય છે. એ સ્વસંવેદનનું લક્ષણ શું છે તે હવે કહે છે.
આહા. હા! એ અનંત સુખાનુભૂતિ અનંત આનંદની અનુભૂતિ એ માત્ર જેનું સ્વસંવેદન લક્ષણ છે. તે જ્ઞાનથી પ્રગટ થાય છે તેમ કહીને શાસ્ત્રજ્ઞાનથી, બીજા જ્ઞાનથી અથવા એ પરલક્ષી જ્ઞાનથી તે પ્રગટ થતું નથી. એમ કહે છે. સમજાણું કાંઈ.
આહા ! એવા જે ચૈતન્ય પ્રતાપથી-આનંદના પ્રતાપથી ત્રિકાળી તત્ત્વ શોભિત છે તેના અસ્તિત્વને સિદ્ધ કરીને, પરનું નાસ્તિત્વ સિદ્ધ કરીને પ્રગટ થયું છે.
સ્વસંવેદન પ્રત્યક્ષ થતું થયું પ્રગટ થાય છે.” શું કહે છે? સમ્યગ્દર્શન થતાં સ્વસંવેદન જ્ઞાનથી ત્યાં પ્રગટ થાય છે. લોકોએ સમ્યગ્દર્શનની વ્યાખ્યા એવી સાધારણ કરી નાખી કે-દેવ-ગુરુની શ્રદ્ધા કરો. આ કરો, વ્રત લઈ લ્યો! તેમાં ધૂળેય ધર્મ નથી. હજુ તો સમ્યગ્દર્શન કેમ થાય અને તેનું સ્વરૂપ શું તેની ખબર નથી. સમજાણું કાંઈ?
જેણે ચૈતન્યના પ્રતાપની, આનંદના પ્રતાપની, શાશ્વત સંપદાની જેણે નજરું નાખી તેની નજરમાં આત્મા સ્વસંવેદન પ્રત્યક્ષપણે જણાય છે. આ ધર્મની શરૂઆત છે, તે અતીન્દ્રિય આનંદને લેતું જ પ્રગટ થાય છે. શ્રીમદ્જીએ કહ્યું ને કે “સર્વગુણાંશ તે સમકિત.” આપણે અહીંયા બીજી ભાષા છે કે સંખ્યાએ જેટલા ગુણો છે તે બધાનો એક અંશ વ્યક્ત પ્રગટ થાય છે. જ્ઞાન-આનંદ આદિ એકદેશ પ્રગટ થાય છે તેને સ્વસંવેદના સમ્યગ્દર્શનની દશા કહેવામાં આવે છે. સ્વસંવેદન તે જ્ઞાનને લાગુ પડે છે. પણ, તે કાળે સમકિત પણ તે જાતનું હોય છે. સમજાણું કાંઈ?
વળી કેવું છે (માત્મારામમ) સ્વસ્વરૂપ જ છે ક્રીડાવન જેનું.” શું કહે છે? આત્મા એટલે સ્વસ્વરૂપ અને આરામ એટલે ક્રિીડાવન જેવું છે. આત્મા એટલે સ્વસ્વરૂપ જ્ઞાન ને આનંદ, શાંતિ, સ્વચ્છતા, ઈશ્વરતા એવો જે આત્મા તેમાં જેની રમતું છે. જેમ બાગમાં ક્રિીડા કરવા, રમવા જાય છે ને? તેમ જ્યારે ભગવાન પ્રગટ થાય છે ત્યારે પોતાના આત્માના આરામમાં રમે છે-ક્રીડા કરે છે. આત્માએ પર્યાયમાં આત્મસ્વરૂપનો આરામ લીધો. ડોકટર નથી કહેતા-મહિનો બે મહિના આરામ કરો. અહીંયા કહે છેભગવાન ! આરામ તો તેને કહીએ જે ચૈતન્યઘન સ્વરૂપ, આનંદકંદ પ્રભુ તેની પર્યાયમાં આનંદની રમત કરવી–૨મવું-વેદવું તે આરામ છે. તેને રાગમાં રમવું હરામ છે અને
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #22
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૦
કલશાકૃત ભાગ-૨ આત્મામાં રમવું આરામ છે. આવો માર્ગ છે.
“વળી કેવું થતું થયું? “મનન્તધામ” મર્યાદાથી રહિત છે.” ભગવાન આત્મા પોતાની નિર્મળ દશામાં આરામ કરે છે. ક્રિીડા કરે છે તે કેવું છે? તો કહે છે–તે અનંતગુણનું ધામ અર્થાત્ ઠેકાણું છે.
વળી કેવું થતું થયું? “૩ાધ્યક્ષે મદસા નિત્યોતિ” નિરાવરણ પ્રત્યક્ષ ચૈતન્યશક્તિ વડે,” પર્યાયમાં હીનતાના ભાવથી પ્રત્યક્ષ નહોતું તે હીનતાના ભાવોને હણી નાખીને જેણે પ્રત્યક્ષ નિરાવરણ જ્ઞાન પ્રગટ કર્યું છે. કર્મ છે તે તો નિમિત્તરૂપે આવરણ છે. ખરેખર તો ભાવ આવરણ-ભાવઘાતિ તેની પર્યાયમાં છે તે પોતાના કારણે છે. હીણી દશાનો સ્વીકાર એ જ એનું આવરણ છે. શું કહ્યું? હીણી દશા અર્થાત્ રાગનો સ્વીકાર એ જ ચૈતન્યસ્વરૂપને આવરણ છે. કર્મ તો પરદ્રવ્ય છે તેની સાથે કોઈ સંબંધ નથી. કર્મનું આવરણ છે એ બધા તો નિમિત્તનાં કથનો છે.
સર્વજ્ઞ સ્વભાવી પૂર્ણ આનંદ પ્રભુ ચૈતન્ય તે આનંદના પ્રતાપથી ત્રિકાળ શોભતી શાશ્વત વસ્તુ છે. તેનો સ્વીકાર ન કરતાં વર્તમાન અંશમાં રાગનો સ્વીકાર કરતાં અર્થાત્ રાગ તે હું એવી દશા થઈ તે સ્વરૂપને આવરણ છે. એ આવરણ વિનાનો આત્મારામ છે એમ કહેવું છે. હું સર્વજ્ઞ સ્વભાવી પૂર્ણ છું, એ અલ્પજ્ઞતાનું. રાગનું આવરણ તેટલો હું નહીં એવી રુચિ થતાં તે આત્મારામ થયો. આહાહા ! આવો જૈનધર્મ તેને લોકોએ બીજી રીતે મનાવ્યો છે. - ભગવાન ચૈતન્યસૂર્ય, જાગતી જ્યોત અંદર બિરાજે છે. આહા.. હા! ભગવાન ચૈતન્યના સ્વભાવના ચમત્કારથી ઝળહળ જ્યોતિ અંદર બિરાજે છે. તેનો સ્વીકાર ના કરતાં, તે અલ્પજ્ઞતા, દયા, દાન, રાગાદિનો વિકલ્પ તે હું એવો સ્વીકાર કરતાં તેણે સ્વભાવમાં આવરણ નાખ્યું–તેને રોકી દીધો. અહીં એ આવરણ ટાળીને નિરાવરણ થયો એમ કહે છે.
- “નિરાવરણ પ્રત્યક્ષ” છે તો આત્મા ત્રિકાળ નિરાવરણ પ્રત્યક્ષ. શું કહે છે! નિરાવરણ પ્રત્યક્ષ ચૈતન્ય શક્તિ જે ત્રિકાળ શાશ્વત છે તે તો વસ્તુ છે. જે ત્રિકાળ નિરાવરણ શાશ્વત વસ્તુ છે તે પર્યાયમાં પ્રગટ થઈ. આમાં શું કરવું!! બાપુ!તને કરવાનું કહ્યું ને! તું કોણ છો તેના સ્વીકારમાં જા ! અંતર્મુખ થા ! એના સ્વીકારમાં ત્યારે ગયો કહેવાય કે તે અંતર્મુખ થાય ત્યારે. આહા... હા ! એ અંતર્મુખ થાય છે ત્યારે તે ચીજ કેવી છે. અંતરમાં જાય છે તે ચીજની વાત છે હોં!
આહાહા! ભગવાન આત્મા ચૈતન્ય શક્તિથી ભરેલ, આનંદ શક્તિથી ભરેલ શાંત. શાંત. શાંત.. શાંત. શાંતરસની શક્તિથી ભરેલ, શાંત અવિકારી રસથી ભરેલ શાથત-ત્રિકાળ રહેલો છે. આ ચૈતન્યની મુખ્યતાથી તો વાત કરી. એની સાથે શાંત
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #23
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કલશ-૩૩ અવિકારી રસથી ત્રિકાળ શાશ્વત પ્રતાપ છે જેનો એવું થતું થયું..
“વળી કેવું થતું થયું ? “વીરોકાત્તમ-નાન” (ધીર) અડોલ અને (૩વાત્તમ) બધાથી મોટું એવું થતું થયું.”
અહીં ત્રણ વિશેષણ કહે છે. ધીર, ઉદાત્ત અને અનાકુળ. ધીર અર્થાત્ અડોલ છે. સ્થિરતા પ્રગટી છે. જે ચીજ નિરાવરણ હતી તે પર્યાયમાં નિરાવરણપણે, વીતરાગપણે, પર્યાયપણે પ્રગટ કરી. આહાહા...! તે અડોલ છે એટલે ફરે નહીં તેવી ચીજ છે. જેમ ધ્રુવ ફરતો નથી તેમ ધ્રુવના આશ્રયે થયેલી દશા પણ અડોલ છે. અષ્ટ પાહુડના ચારિત્ર અધિકારમાં તો તેને અક્ષય અને અમેય કહી છે.
જે વસ્તુ ચૈતન્યના પ્રતાપથી અને આનંદના પ્રતાપથી શોભિત શાશ્વત વસ્તુનું જેણે દર્શન કર્યું, જ્ઞાન કર્યું અને સ્થિરતા કરી એ ત્રણેય ચીજ અક્ષય-અમેય છે. અહીંયા તો એમ લેવું છે કે જે પ્રગટયો એ પાછો ફરે જ નહીં એ સ્થિતિ લેવી છે. પડી જાય અને ફરી પાછું થાય એ વાત અહીંયા નથીએમ કહે છે. સમજાણું કાંઈ?
ભગવાન આત્મા એના અંતરમાં રમતે ચડ્યો, આત્મારામ રમતમાં ચડ્યો, અતીન્દ્રિય આનંદના ક્રિીડાવનમાં ચડ્યો એ દશા અડોલ છે. હવે એ ડોલાય કે હલાય એવો આત્મા નથી.
ભગવાન જેવો ધ્રુવ છે, અડોલ છે. અને એની જે પર્યાય પ્રગટ થઈ તે પણ અડોલ, અક્ષય અને અમેય છે. અક્ષય અર્થાત્ ક્ષય ન થાય તે. અમેય અર્થાત્ જેની મર્યાદા નથી. સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રની પર્યાયની પણ મર્યાદા નથી. પર્યાયમાં પણ અમર્યાદિત દશા પ્રગટ થઈ છે. “ધીરઉદાત્ત” એટલે જે નિર્મળ પર્યાય પ્રગટી તે બધાથી મોટી છે. વસ્તુ તો મોટી છે પણ તેની પર્યાય પણ મોટી છે.
વળી કેવું થતું થયું? “રાષ્ટ્રસંઇન્દ્રિયજનિત સુખદુઃખથી રહિત અતીન્દ્રિય સુખરૂપ બિરાજમાન થતું થયું.”
આહાહા...! ઇન્દ્રિય તરફના વલણવાળો ભાવ છે તે સુખ-દુઃખની કલ્પનાનો ભાવ છે. સુખ એ પણ છે તો દુઃખ, પણ એણે માન્યું છે કે-આ ઇન્દ્રિયમાં અમને સુખ છે. લોકો જેને સુખ કહે છે તે સુખ-દુઃખથી આત્મા રહિત છે. અજ્ઞાનની પર્યાયમાં ઇન્દ્રિયજનિત સુખદુ:ખની કલ્પના હતી. તે કલ્પના આત્મામાં નથી તેવા આત્માનું ભાન થતાં તેને અતીન્દ્રિય સુખની પ્રાપ્તિ થાય છે, તેમાં ઇન્દ્રિયજન્ય સુખ-દુઃખના ભાવોનો અભાવ હોય છે. આહા.. હા! ધર્મી જીવને જે ધર્મની પર્યાય પ્રગટ થઈ તે અતીન્દ્રિય સુખથી બિરાજમાન થતી થકી પ્રગટ થઈ.
વસ્તુમાં તો અતીન્દ્રિય સુખ હતું જ. ભગવાન આત્મા તો અનાદિથી અતીન્દ્રિય આનંદના પ્રતાપથી શોભિત જ છે; હવે તેનું શરણ લેતાં, સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #24
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૨
કલશાકૃત ભાગ-૨ થતાં; એ પર્યાય હવે અતીન્દ્રિય સુખથી બિરાજમાન થાય છે.
પાઠમાં શું લખ્યું છે? “કેવું થતું થયું', તો કહે છે-આવું થતું થયું એમ! અનાકુળ અતીન્દ્રિય સુખસ્વરૂપ બિરાજમાન થતું થયું અને ઇન્દ્રિયજનિત સુખ દુઃખથી રહિત અતીન્દ્રિય સુખરૂપ બિરાજમાન થતું થયું. આહા. હા ! પાઠમાં છે કે નહીં? દ્રવ્ય છે ઈ તો છે પણ અહીંયા તો પર્યાય પ્રગટ થાય છે સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર કહેવું છે અને પૂર્ણ પણ કહેવું છે. ભગવાન આત્મા અતીન્દ્રિય જ્ઞાનથી અને અતીન્દ્રિય આનંદથી પર્યાયમાં બિરાજમાન થયો તેને ધર્મ કહેવામાં આવે છે. આહા! માર્ગ ઝીણો અને સૂક્ષ્મ છે ભાઈ ! એક તો અરૂપી અને બીજું નિર્વિકલ્પ એ દશા બહુ સૂક્ષ્મ છે. સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર તે નિર્વિકલ્પ દશા છે. તે અતીન્દ્રિય સુખરૂપ બિરાજમાન છે. તે પર્યાય ઇન્દ્રિય સુખદુઃખની કલ્પનાથી રહિત છે.
ઇન્દ્રિયજનિત સુખ કે "દી હતું! ધૂળમાં હતું ત્યાં! તેમાં સુખ માન્યું છે. ઇન્દ્રિયના નિમિત્તમાં એમ માન્યું છે કે આ સુખ છે ને આ દુઃખ છે એવી માન્યતા છે. આ ભગવાન આત્મા આનંદસ્વરૂપ છે. એ રીતે અતીન્દ્રિય આનંદની પર્યાયમાં બિરાજમાન થતું થયું પર્યાયમાં પ્રગટ થાય છે.
અજીવ અધિકાર શરૂ કરતાં આવું મંગલાચરણ કરે છે. ભગવાન આ રીતે બહાર આવે છે. એક વખત એવું થયું કે-નાટકમાં રાજા ભરથરીનો વેષ લઈને (વાણંદ) આવ્યો. રાજા નાટક જોવા બેસે છે. અને પછી બક્ષીસ આપવા માંડયા પણ,... ત્યારે (ભરથરીના વેષમાં) તે બક્ષીસ ઘે? ત્યારે તે પૈસા લે?
આપણે બ્રહ્મગુલાલની કથામાં પણ આવે છે. કે-એક બ્રહ્મરૂપી ભાંડ હતો. એક વખત રાજાએ તેને હુકમ કર્યો કે બ્રહ્મગુલાલ! હવે મુનિનો વેષ લઈને આવ. બ્રહ્મ ગુલાલે કહ્યું સાહેબ! તેના માટે બે-ચાર મહિના લાગશે. જલ્દી નહીં થાય.. કારણ કે-અહીંયા હવે જે નગ્નપણાનો વેષ ધારણ કરીશ એ છૂટશે નહીં. અંદરમાં આનંદના નાથના કંદને સાધતાં પછી સહજ નગ્ન દશા થઈ જાય છે એ બહુરૂપી હવે સંસારમાં પાછો ન ફરે. પછી તે કુટુંબને કહે છે-હવે હું ત્યાગી થાઉં છું. હવે હું ફરીને અહીંયા આવવાનો નથી. બ્રહ્મગુલાલ પછી સાધુનો વેષ લઈને આવે છે. રાજા ખુશી-ખુશી થઈ જાય છે. રાજા તેને બક્ષીસમાં ગામ આપે છે ત્યારે બ્રહ્મગુલાલ કહે છે–અમે મુનિ છીએ, કોઈની બક્ષીસ લેતા નથી. પછી તે વનમાં જવા ચાલી નીકળ્યા.
તેમ અહીંયા આ આત્માએ અંદરમાંથી આનંદનો વેષ ધારણ કર્યો છે. અનાદિથી એ બહુરૂપીએ પર્યાયમાં ઘણાં રૂપ ધારણ કર્યા હતા. નારકીના, દેવના, બાયડીના, પુરુષના, નપુંસકના, કીડીના, એ બહુરૂપી હવે આવ્યો અંદરમાં, એણે એવું રૂપ ધારણ કર્યું કે એ રૂપ હવે ફરે નહીં. સમજાય છે કાંઈ
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #25
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૩
કલશ-૩૩
અહીં એમ કહે છે કે વસ્તુ તો અતીન્દ્રિય છે, પણ એ અતીન્દ્રિય સુખસ્વરૂપે બિરાજમાન થતું થયું અર્થાત્ સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર પ્રગટ થતાં એ અતીન્દ્રિય આનંદનો સ્વાદ લઈને બહાર આવે છે. હવે તે અતીન્દ્રિય સુખસ્વરૂપે પરિણમતું થયું. આવો જીવ જે રીતે પ્રગટ થયો તે કહે છે. સ્વરૂપ જે છે તે હવે દશામાં પ્રગટ થયું. આમ આ ધર્મદશા અને છેલ્લી મોક્ષદશા છે.
“માસંસારનવનવિધિધ્વસતિ” પહેલાં ઉત્પત્તિની વાત કરી, હવે પ્લેસ કરીને ઉત્પાદ થાય છે તે કહે છે. અનાદિકાળથી સંસારમાં નરક ને નિગોદના ભાવ કરતો ચાલ્યો આવે છે. “(નિદ્ધ) જીવ સાથે મળેલાં ચાલ્યાં આવતાં આઠ કર્મો એવા જ્ઞાનાવરણકર્મ, દર્શનાવરણ કર્મ, વેદનીય, મોહનીય, આયુ, નામ, ગોત્ર, અંતરાય એવા છે જે દ્રવ્યપિંડરૂપ આઠ કર્મ તથા ભાવકર્મરૂપ છે જે રાગ-દ્વેષ-મોહ પરિણામ ઇત્યાદિ જે છે બહુ વિકલ્પો.”
જડકર્મો નિમિત્ત તરીકે આત્માની સાથે અનાદિથી ચાલ્યા આવે છે. ભાવકર્મ એ પણ અંદરની વિકલ્પદશા અર્થાત્ આત્માને બહુરૂપી ધારણ કરતો; જેવા કે-રાગ ને દ્વેષ, દયા ને દાન, વ્રત ને ભક્તિ-પૂજા, કામ-ક્રોધ એ બધા વિકારના ભેદ છે. અહીં બન્ને સાથે લીધું છે-વિકારી પરિણામ અને જડકર્મને. આત્મા જડકર્મનો વિનાશ કરતો નથી, એનો વિનાશ થઈ જાય છે. આત્મા વિકારના પરિણામનો પણ નાશ કરતો નથી, પરંતુ જ્યારે સ્વરૂપમાં ઠરે છે ત્યારે ત્યાં વિકાર ઉત્પન્ન થતો નથી તો નાશ કરે છે તેમ કહેવામાં આવે છે. પાઠ તો આવો છે.
જુઓ, “માસંસારનવર્ધલશ્વનવિધિધ્વસાતવિધિ એટલે આઠ કર્મ અને પુણ્ય-પાપ, રાગ-દ્વેષના-મોહના પરિણામ એ વિધિ ધ્વસાતું. આહા. હા! ભગવાન આત્મા અતીન્દ્રિય આનંદની દૃષ્ટિથી જ્યાં પ્રગટ થાય છે પર્યાયમાં ત્યારે આઠ કર્મ ને વિકારનો ધ્વંસ થાય છે. ધ્વંસ કરતું પ્રગટ થાય છે એમ કહે છે.
જુઓ, અહીંયા “ધ્વસ' કહ્યું અને સમયસારની ૩૪ ગાથામાં તો એમ કહ્યું કેપરમાર્થે રાગનો નાશ કરનાર આત્મા નથી. રાગાદિ વિકારનો નાશ કરનાર આત્માને કહેવો તે નામમાત્ર કથન છે. અહીં તો કહે છે-“આઠ કર્મોનો ધ્વસાતું” નાશ કરનાર. ટૂંકી ભાષામાં સમજાવવું હોય ત્યારે બીજું શું કહે ? શબ્દ પકડે પણ તેનો ભાવ શું છે તે પકડે નહીં અને એમ ને એમ શબ્દમાં આ લખ્યું છે તેમ કહે. તો સમજાય તેવું નથી.
એક બાજુ એમ કહેવું કે-આત્મા રાગનો નાશ કરે તે નામમાત્ર કથન છે. પરમાર્થે રાગના નાશ કરવાનું કર્તાપણું જેમાં નથી. આહા.. હા! એ તો પરમાત્મા પોતે આનંદનો નાથ જ્યાં અંદરમાં પર્યાયમાં પ્રગટ થાય છે ત્યારે વિકારની પર્યાયનો વ્યય થાય છે. એટલે કે રાગ ઉપજતો નથી તેને વ્યય કર્યો તેમ કહેવામાં આવે છે.
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #26
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૪
કલશામૃત ભાગ-૨ આ બાજુ કળશમાં “ધ્વસાત્ ” અને ૩૪ ગાથાની વાત બન્નેનો મેળ પડતો નથી. અહીંયા તો વળી આઠેય કર્મોનો નાશ કરે છે એમ કહ્યું. કર્મ તો જડ છે, જડની ક્રિયાનો નાશ આત્મા કેવી રીતે કરે? એનો નાશ એના કારણે થાય છે. અહીંયા જ્યારે રાગવૈષની ઉત્પત્તિ થતી નથી ત્યારે કર્મની અવસ્થા પણ અકર્મરૂપે એના કારણે થઈ જાય છે. - ઈત્યાદિ છે જે બહુ વિકલ્પો તેમના વિનાશથી જીવસ્વરૂપ જેવું કહ્યું છે તેવું છે.” આહા. હા! પુણ્ય ને પાપભાવ તેનો નાશ થતાં સ્વરૂપની જે સ્થિતિ શક્તિરૂપે છે એવી પર્યાયરૂપે એટલે-આનંદ ને શાંતિને વીતરાગતાપણે પ્રગટ થાય છે તેનું નામ આત્મા કહેવાય છે.
શ્રી સમયસારની બીજી ગાથામાં આવ્યું ને! “નીવો વરિત્તવંસTTIકેવો તે દિ સમયે ના ” ભગવાન આત્મા જે પોતાની સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રની નિર્મળ પર્યાય તેમાં આવ્યો તેને આત્મા કહીએ, તેને સ્વસમય કહીએ. અને જે પુણ્ય-પાપમાં એકત્વ કરે છે તે કર્મના પ્રદેશમાં સ્થિત છે માટે તેને અનાત્મા કહીએ છીએ.
“નવો ચરિત્તવંસTIMકિવો' જ્યાં દર્શન-જ્ઞાન-ચારિત્રમાં આમ ગયો છે એમ ન કહેતાં આવી રીતે કહ્યું-જે રાગમાં ઠરતો હતો તેને છોડીને દર્શન-જ્ઞાનચારિત્રના વીતરાગી પરિણામમાં ભગવાન જ્યાં ઠર્યો તેને આત્મા કહેવામાં આવે છે. અર્થાત્ સ્વસમય તે આત્મા. જે આત્મા પુણ્ય-પાપ, રાગ-દ્વેષના વિકારમાં ઠરે. રોકાય.. અટકે. તે અજીવમાં અટકયો માટે તે અનાત્મા છે. પેલો નિર્મળદશામાં આવ્યો માટે તેને આત્મા કહીએ. મલિનદશામાં રોકાણો તેને અનાત્મા-અજીવ કહીએ.. અર્થાત્ તે જીવ નહીં. તેને પરસમય કહ્યું છે ને? સમજાણું કાંઈ?
સમયસારનું એક-એક પદ અને એક-એક ગાથા અમૂલ્યથી અમૂલ્ય છે. જેનું મૂલ્ય શું? આ પ્રભુનું મૂલ્ય શું? ચૈતન્યસ્વરૂપનું મૂલ્ય શું? એની કિંમત શું? આ અમૂલ્ય ચીજને જેણે સમ્યગ્દર્શન-જ્ઞાનમાં ધારણ કરી એ ચીજનું પણ મૂલ્ય શું? એની કિંમત શું? શ્રીમજીમાં મોક્ષમાળામાં આવે છે કે-“ભગવાનની વાણીનું, ન્યાયનું માપ કરવા જતાં નિજ મતિ મપાય જાય છે.'
ભાવાર્થ આમ છે કે-જેવી રીતે જળ અને કાદવ જે કાળે એકત્ર મળેલાં છે તે જ કાળે જો સ્વરૂપનો અનુભવ કરવામાં આવે તો કાદવ જળથી ભિન્ન છે.” જે કાળે મળેલાં દેખાય છે તે જ કાળે જો પાણીના સ્વરૂપનો અનુભવ કરવામાં આવે તો કાદવ જળથી ભિન્ન છે. એ નાસ્તિથી કહ્યું. તે દૃષ્ટાંત થયું.
“તેવી રીતે સંસાર અવસ્થામાં જીવ-કર્મ બંધ૫ર્યાયરૂપે એક ક્ષેત્રે મળેલાં છે તે જ અવસ્થામાં જો શુદ્ધ સ્વરૂપનો અનુભવ કરવામાં આવે તો સમસ્ત કર્મ જીવ સ્વરૂપથી ભિન્ન છે.
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #27
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કલશ-૩૩
૧૫ સંસારની દશામાં જીવ અને ભાવકર્મ, જડકર્મ તે બન્ને બંધાર્યાયે એકક્ષેત્રે મળેલાં છે. જેમ પાણી અને કાદવ એક જગ્યાએ મળેલાં છે તે જ કાળે જો જળનો અનુભવ કરવામાં આવે તો કાદવથી જળ ભિન્ન છે; જળ/જળસ્વરૂપે છે. તેમ અહીંયા ભગવાન આત્માની પર્યાયમાં થતાં પુણ્ય-પાપ, રાગ-દ્વેષ કાદવ-મેલ છે. કર્મ તો જડ-અજીવ છે. પરંતુ પુણ્ય-પાપ, દયા-દાન, વ્રત-ભક્તિના, કામ-ક્રોધના ભાવ એ બધો મેલ છે. મલિનતાની પર્યાયને છોડીને તેનાથી અધિક-(ભિન્ન) ચૈતન્ય છે તેમાં નજર નાખતાં, શુદ્ધ સ્વરૂપનો અનુભવ કરતાં તે કાળે મલિન પરિણામ ભિન્ન છે. રાગાદિ મલિન પરિણામના કાળે પણ જીવને રાગથી જુદો જાણતાં, જીવનું સ્વરૂપ અનુભવમાં આવે છે. આમ જીવસ્વરૂપ રાગથી રહિત છે અને પોતાના સ્વરૂપે છે. રાગ તરફના લક્ષને છોડી એ અંદરમાં સ્વરૂપ તરફના લક્ષે જાય તો તેને રાગથી ભિન્ન જીવસ્વરૂપ જેવું છે તેવું જાણવામાં આવે છે–ત્યારે તેને ધર્મ થાય છે. આહા.. હા ! તે અનાદિકાળથી મિથ્યાશ્રદ્ધાને પોષતો આવે છે. આ વ્રત-તપ-ઉપવાસ-ભક્તિના ભાવ છે તેનાથી લાભ થશે એ મિથ્યાત્વને પોષતો આવે છે. સમજાણું કાંઈ?
તે જ અવસ્થામાં જો શુદ્ધ સ્વરૂપનો અનુભવ કરવામાં આવે તો સમસ્ત કર્મ જીવસ્વરૂપથી ભિન્ન છે. જીવદ્રવ્ય સ્વચ્છસ્વરૂપે જેવું કહ્યું તેવું છે. આવી બુદ્ધિ જે રીતે ઊપજી તે કહે છે. સ્વાર્ષવાન પ્રત્યાયયત” જે કારણથી ગણધર-મુનિશ્વરોને પ્રતીતિ ઉપજાવીને.”
જીવદ્રવ્ય સ્વચ્છ, શુદ્ધ, નિર્મળ, સ્વચ્છ બસ. ચૈતન્યના પ્રકાશનું પૂર તેવું સ્વચ્છ છે.
ભગવાનની વાણી સાંભળીને જેને ગણધરપણું પ્રગટયું છે, એ ગણધરો મુખ્ય અગ્રેસરો છે. તેને કહે છે–ગણધરને એવી પ્રતીતિ ઉપજી. સમયસાર નાટકમાં એમ કીધું કે-“ગણધર જેવી પ્રતીતિ'. એમ કેમ કહ્યું? ગણધરને વિશેષ શ્રુતજ્ઞાન છે તેથી તેને અવગાઢ શ્રદ્ધા કહી છે. ગણધરના સમ્યગ્દર્શનને અવગાઢ સમકિત કહ્યું છે. કેવળજ્ઞાનીને પરમ અવગાઢ સમ્યક્ કહ્યું છે. એટલે ગણધરનું નામ નાખ્યું છે “પ્રત્યાયય' નામ અગ્રેસર. સભાના અગ્રેસર ગણધર છે.
આહા.. હા! શુદ્ધ આનંદકંદનું વેદના થાય ત્યારે આત્માની પ્રતીતિ થઈ. ઓહો ! આત્મા તો અતીન્દ્રિય આનંદ સ્વરૂપ છે. આત્મામાં દયા-દાન, રાગ-દ્વેષના વિકલ્પ છે નહીં એવી પ્રતીતિ કરતું જ્ઞાન ગણધરને ઉત્પન્ન થયું છે.
પ્રશ્ન:- ગણધરને ક્ષાયિક સમ્યગ્દર્શન નથી હોતું? ઉત્તર:- હોય છે ને. પ્રશ્ન:- તો તેને ક્ષાયિક જ હોય? ઉત્તર:- ના, એવું કાંઈ નહીં. એ તો એ ભવમાં મોક્ષ જનારા છે ને? આહાહા
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #28
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૬
કલશોમૃત ભાગ-૨ તીર્થકર જન્મે તે ક્ષાયિક સમકિત લઈને જ જન્મે એવું કાંઈ નથી. એ ક્ષયોપશમ લઈને પણ જન્મ, પછી ક્ષાયિક થાય. એ વળી જુદી વાત છે.
ક્ષાયિકવાળો પહેલી નરકે જ જાય. ભવિષ્યમાં જે તીર્થકર થવાના છે અને ક્ષાયિક સમકિત થયું છે અને જેને નરકનું આયુષ્ય બંધાય ગયું છે તો તે પહેલી નરકે જાય. કોઈ તીર્થકરનો જીવ હોય તેને નરકનું આયુષ્ય બંધાઈ ગયું છે અને પછી સમકિત થયું છે તો એ ક્ષયોપશમ સમકિત લઈને ત્રીજી નરકે જાય, પરંતુ ક્ષાયિકવાળો ત્યાં ન જાય. શ્રેણિકરાજા ક્ષાયિકવાળા હતા તો પહેલે રહ્યા. ત્યાં ત્રીજી નરકમાં જાય તો પહેલે મિથ્યાત્વ થઈ જાય.. અને તે પછી ક્ષયોપશમ સમ્યગ્દર્શન થાય છે. (ત્રીજી નરકે) ક્ષયોપશમવાળો રહે છે. ત્યાંથી નીકળે ત્યારે પણ ક્ષયોપશમ સમ્યગ્દર્શન લઈને નીકળે છે. તીર્થંકરનો જીવ હોં! આ બધી લાંબી વાતો છે.
પ્રશ્ન:- ચાર જ્ઞાન વખતે પણ ક્ષાયિક સમકિત નથી?
ઉત્તર- ન હોય. ચારે જ્ઞાન પ્રગટે માટે તેને ક્ષાયિક સમકિત જ હોય એવું કાંઈ નથી. એ.. આપણે સમયસારની ૩૨૦ની ટીકામાં આવી ગયું છે.
સમ્યગ્દર્શનના ત્રણ ભાવ-પ્રકાર હોય. (૧) ઉપશમ (૨) ક્ષયોપશમ (૩) ક્ષાયિક. મોક્ષમાર્ગની દશા ત્રણ પ્રકારે છે. કોઈને ક્ષાયિક સમકિત હોય અને જ્ઞાન ક્ષયોપશમ હોય. કોઈને (સમ્યગ્દર્શન) ઉપશમ હોય અને જ્ઞાન ક્ષયોપશમ હોય કોઈને ક્ષયોપશમ સમકિત હોય ને જ્ઞાન ક્ષયોપશમ હોય.
અહીંયા કહે છે કે-ગણધર જેવી પ્રતીતિ ઉત્પન્ન કરતું પ્રગટ થાય છે. પૂર્ણાનંદનો નાથ પ્રભુ જ્યાં સ્વીકારમાં આવ્યો, પરમાત્મા સાથે વાતો કરી અર્થાત્ અંતર્મુખ જ્યાં થયો ત્યારે તેને ગણધરને જેવી પ્રતીતિ થઈ છે તેવી પ્રતીતિ થઈ છે.
શ્રી સમયસાર નાટકમાં આ કળશમાંથી લીધું છે ને! “ગણધર' શબ્દ લીધો છે. કળશટીકાના ૩૩માં શ્લોકનો અર્થ છે.
परम प्रतीति उपजाय गनधरकीसी, अंतर अनादिकी विभावता विदारी है। भेदग्यान दृष्टिसौं विवेककी शक्ति साधि, चेतन अचेतनकी दसा निरवारी है।। करमकौ नासकरि अनुभौ अभ्यास धरि, हिएमैं हरखि निज उद्धता सँभारी है। अंतराय नास भयौ सुद्ध परकास थयौ,
ग्यानको विलास ताकौ वंदना हमारी है।।२।। આ પદ પંડિત બનારસીદાસજીએ કળશટીકાના આધારે બનાવ્યું છે. આ ૩૩
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #29
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કલશ-૩૩
૧૭ નંબરનાં શ્લોકનો જ અર્થ કર્યો છે. નાટક સમયસારમાં “ગણધર' કીધું ને!
“કયા કારણથી પ્રતીતિ ઊપજી તે જ કહે છે-ચેતન દ્રવ્ય અને જડ, કર્મનોકર્મ-ભાવકર્મ તેમના ભિન્ન-ભિન્ન૫ણારૂપ”
અજીવ કહેતાં-જડકર્મ, નોકર્મ અને ભાવકર્મ તે બધા અજીવ છે. દયા–દાન-વ્રતભક્તિ પૂજાના ભાવ તે અજીવ છે. આ અજીવ અધિકાર છે ને! જીવમાં અજીવની નાસ્તિ છે તો અજીવમાં જે ભાવકર્મ છે એ પણ જીવમાં નથી. આહા. હા! એ ભાવકર્મ અજીવ છે તે જીવને લાભ કરે તેવી પ્રરૂપણા ચાલે છે. દયા પાળો, વ્રત કરો, ભક્તિ કરો, ઉપવાસ કરો તમારું કલ્યાણ થશે. તે તદ્ન મિથ્યાત્વનું પોષક છે.
(જડ ચેતનના) ભિન્ન ભિન્નપણારૂપ વિસ્તીર્ણ જ્ઞાનદેષ્ટિથી જીવ અને કર્મનો ભિન્ન-ભિન્ન અનુભવ કરતાં જીવ જેવો કહ્યો છે તેવો છે”
રાગના, દયા-દાનના વિકલ્પ અજીવ છે. ચૈતન્ય ઉપર દૃષ્ટિ પડતાં તે બન્ને જુદાં પડી જાય છે, ત્યારે આત્માનો અનુભવ થાય છે.
એક સમયની નિર્મળ પર્યાય જે સમ્યગ્દર્શન-જ્ઞાનચારિત્રની પર્યાય છે તેને રત્નત્રય કહ્યું છે તો તેનું ફળ જે કેવળજ્ઞાનની પર્યાય તે મહારત્ન છે અને જ્ઞાનગુણની એક સમયની તે પર્યાય તે મહારત્ન છે. તો તેવી અનંત અનંત પર્યાયોનો ધરનાર જ્ઞાનગુણ તે મહારત્ન છે. એવા જ્ઞાન-આનંદ આદિ અનંતા ગુણોરૂપ મહા મહા રત્નોનો ધરનાર આત્મદ્રવ્ય એ તો મહા રત્નોથી ભરેલો સાગર છે. એના મહિમાનું શું કહેવું? અહો ! એનો મહિમા વચનાતીત છે. એ અપાર અપાર મહિમા અનુભવગમ્ય જ છે. આવા સ્વભાવનો વિશ્વાસ ને દૃષ્ટિ કરે તો ખબર પડે.”
(શ્રી પરમાગમસાર બોલ નં. ૨૯૫)
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #30
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૮
કલશાકૃત ભાગ-૨ કલશ-૩૪
(માલિની) विरम किमपरेणाकार्यकोलाहलेन स्वयमपि निभृतः सन् पश्य षण्मासमेकम् । हृदयसरसि पुंस: पुद्गलाद्भिन्नधाम्नो
ननु किमनुपलब्धिर्भाति किं चोपलब्धिः।।२-३४।। ખંડાન્વય સહિત અર્થ:-“વિરમગારે કાર્યોના નેન મિ”(વિરમ) હે જીવ! વિરક્ત થા, હઠ ન કર, (પરેજ) મિથ્યાત્વરૂપ છે અને (કાર્ય) કર્મબંધને કરે છે એવા (વોનીજોન વિમ) જે જૂઠા વિકલ્પો તેમનાથી શું? તેનું વિવરણ-કોઈ મિથ્યાષ્ટિ જીવ શરીરને જીવ કહે છે, કોઈ મિથ્યાષ્ટિ જીવ આઠ કર્મોને જીવ કહે છે, કોઈ મિથ્યાદેષ્ટિ જીવ રાગાદિ સૂક્ષ્મ અધ્યવસાયને જીવ કહે છે-ઇત્યાદિરૂપે અનેક પ્રકારના બહુ વિકલ્પો કરે છે. હે જીવ! તે બધાય વિકલ્પો છોડ, કેમ કે તે જૂઠા છે. “નિમૃત: સનસ્વયં મ પશ્ય” (નિમૃત:) એકાગ્રરૂપ (સન) થતો થકો ( ૫) શુદ્ધ ચિતૂપમાત્રનો (સ્વયમ) સ્વસવેદનપ્રત્યક્ષપણે (પશ્ય) અનુભવ કર. “ષમાસમ” વિપરીતપણું જે રીતે છૂટે તે રીતે છોડીને. “પિ” વારંવાર બહુ શું કહેવું? આવો અનુભવ કરતાં સ્વરૂપપ્રાપ્તિ છે, તે જ કહે છે-“નનુ સરસ : અનુપધ્ધિ : મિ માહિ” (નનુ) હે જીવ! (દયસરસિ) મનરૂપી સરોવરમાં છે (પૃ:) જે જીવદ્રવ્ય તેની (અનુપસ્થિ:) અપ્રાપ્તિ (વિભાતિ) શોભે છે શું? ભાવાર્થ આમ છે કે શુદ્ધ સ્વરૂપનો અનુભવ કરતાં સ્વરૂપની પ્રાપ્તિ ન થાય એમ તો નથી; “ :” () છે તો એમ જ છે કે (૩૫નાવ્ય:) અવશ્ય પ્રાપ્તિ થાય છે. કેવું છે જીવદ્રવ્ય? “પુત્રીત મનધાનં:(પુત્ર) દ્રવ્યકર્મ-ભાવકર્મ-નોકર્મથી (fમનધાન:) ભિન્ન છે-ચેતનરૂપ છે-તેજ:પુંજ જેનો એવું છે. ૨-૩૪. પ્રવચન નં. ૪૩
તા. ૧૮-૭-'૭૭ કલશ-૩૪ : ઉપર પ્રવચન “વિરમ ભારેખ માર્યોના નેન મિ (વિરમ) હે જીવ! વિરક્ત થા, હુંઠ ન કર.” આ સંસારના દુઃખના પરિણામથી વિરક્ત થા, જો તારે આત્મા પ્રાપ્ત કરવો હોય તો! સંસારનું દુઃખ આદિ એ બધું અજીવ છે તેનાથી વિરક્ત થા; હઠ ન કર, ભગવાન આત્મા સુખસ્વરૂપ છે. સહજ સ્વરૂપ ભગવાન આત્મા આનંદ સ્વભાવ છે તેને પકડવા (ગ્રહવા) બીજા નકામા કોલાહલના કાર્યથી શું કામ છે? મિથ્યાત્વરૂપી પરિણામ
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #31
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કલશ-૩૪ તે નકામું કાર્ય છે, એ કાંઈ આત્માનું કાર્ય નથી. બહુ ઝીણી વાત છે ભાઈ !
આ હા. હા! “મારે' બીજા નકામા કાર્યથી તને શું પ્રયોજન છે? “વાર્ય' એટલે નકામું કાર્ય છે. નકામા કાર્યના કોલાહુલથી તને શું પ્રયોજન છે? આ સંસારના દુઃખના ભાવથી વિરક્ત થા; વિરામ પામ. રાગાદિ અનેરા-નકામા કાર્યથી નિવૃત થા. આવી વાતો છે.
અહીંયા તો હુજુ ધંધા આડેથી નવરો થતો નથી. અરેરે! તેને ક્યાં જાવું છે અને શું કરવું છે? એકલા પાપના ધંધામાં આખો દિવસ કાઢે. અરે ! ધર્મ તો નહીં પણ પુણ્યેય નહીં. આ શાસ્ત્ર સાંભળવા, સત્ સમાગમમાં રહેવું, (તત્ત્વને ) વિચારવું એ બધો શુભ નામ પુણ્યભાવ છે. ધર્મ ભાવ તો જુદી ચીજ છે.
આ હા. હા! ભગવાન આત્મા! આનંદસ્વરૂપ પ્રભુ છે તેને પામવા માટે આ દુઃખના પરિણામથી વિરક્ત થા. એ બધા નકામા કાર્ય છે. તારું કાર્ય તો આત્માને અનુભવવું તે છે. તે સિવાય વિકલ્પોની જાળ છે. એવા કોલાહુલરૂપી જૂઠા વિકલ્પોથી શું લાભ છે? સત્ય સ્વરૂપ ભગવાન આત્માને પામવામાં તે વિરોધ કરનારા છે-જૂઠા છે. જૂઠા એટલે? છે તો ખરા પણ, સત્ સ્વભાવથી જૂઠા છે-(અર્થાત્ સ્વભાવમાં નથી). આવા વિકલ્પની જાળથી હવે વિરક્ત થા! એ જૂઠા વિકલ્પોથી શું લાભ છે!!
શ્રોતા:- નકામાની વ્યાખ્યા શું? ઉત્તર- એ તારા કામના નથી, પરંતુ તે બંધના કારણ છે.
નકામા એટલે તે તારું કાર્ય નથી. એ (વિકલ્પો) રાગનું કાર્ય છે, પુદ્ગલનું કાર્ય છે. એ રૂપમાં કળશમાં લેશે. “સર્વેfજે માવા: પૌતિવા મી”, પૌદસ્થ ભાવા. પૌતિવા: એટલે પુદ્ગલમેં હોનેવાલે ભાવ”. આહા.. હા! એ શુભ ને-અશુભભાવ પુદ્ગલથી થયા છે. તેથી એ પુદ્ગલ છે, તે ભગવાન આત્માના ભાવો નથી. આવી વાત છે.
પ્રશ્ન:- પુદ્ગલથી થયા છે માટે તે પુદ્ગલના છે?
ઉત્તર- પરમાર્થે એ પુદગલના જ છે. અહીં તો સ્વભાવદૃષ્ટિની અપેક્ષાએ જીવઅજીવની વ્યાખ્યા ચાલે છે. વિકારના પરિણામ છે તો અજ્ઞાનીની પર્યાયમાં જ અને એ એનું જ કાર્ય છે. એ કાર્ય અજ્ઞાનીનું છે હોં ! તે વિકારીભાવ કર્મથી થયા છે અથવા જીવઅજીવ બને ભેગા થઈને કર્યા છે એમ નથી. સ્વરૂપના અજ્ઞાનને લઈને વિકાર તેની પર્યાયમાં થયેલ તેનું કાર્ય છે.
પ્રશ્ન- પુદ્ગલસ્ય ભાવા પૌદગલિકા એ કયાં આવ્યું છે?
ઉત્તર:- એ... ૩૫માં કળશમાં હવે પછી આવશે. એ તારો સ્વભાવ નથી.“સર્વેofછે. ભાવ: પૌતિવા મની” કઈ અપેક્ષાએ તે વાત છે એમ તો જાણવું જોઈએ ને?
ભગવાન આત્મા વસ્તુ... જ્ઞાન અને આનંદ સ્વરૂપે બિરાજમાન છે. રાગાદિ તે
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #32
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨)
કલશામૃત ભાગ-૨ તેની ચીજ નથી. એનાથી એનામાં થાય છે પર્યાયમાં થાય છે. રાગાદિનું અસ્તિત્વ સિદ્ધ કરવા પર્યાયમાં છે એમ કહ્યું. તેને તો વસ્તુના શુદ્ધ ચૈતન્યના અસ્તિત્વમાં લઈ જવો છે, અહીંયા રાગમાં ઉભો રાખવો નથી. એ અજ્ઞાનભાવે ઉભા થયેલાં છે એટલે કે ભગવાન સ્વરૂપ પ્રભુ ચૈતન્ય ઝળહળ જ્યોતિ તેનાં સ્વરૂપના અજાણપણાથી-અજ્ઞાનથી ઉભા થયેલા ભાવ તારી દશામાં છે. હવે અહીંયા તો સ્વરૂપનું જ્ઞાન કરાવવું છે.
શ્રોતા:- ઘડીકમાં પુદ્ગલના ભાવ કહો છો અને ઘડીકમાં જીવના કહો છો?
ઉત્તર- એક ભાઈ એમ કહેતા હતા કે સવારે કાંઈ બીજું આવે અને બપોરે કાંઈ આવે! કયાં કઈ અપેક્ષાએ કહે છે તે સમજવું જોઈએ. બપોરે પ્રવચનમાં જીવના ભાવો કહ્યાં અને અત્યારે પુદ્ગલના કહ્યાં, તેમાં સવાર-બપોરનો મેળ કેવી રીતે થાય? બાપુ ! કઈ અપેક્ષાથી કહે છે તે સમજ. આ તો પ્રભુનો સ્યાદ્વાદમાર્ગ છે.
રાગાદિ પર્યાયમાં થાય છે. એ તો પર્યાયમાં પોતાથી, પોતામાં, પોતાના કારણે થાય છે. એ તો એનું (રાગાદિનું) ભિન્ન અસ્તિત્વ સિદ્ધ કરવા કહ્યું. પુણ્ય-પાપ એવા રાગાદિ ભાવોનું અસ્તિત્વ તારી પર્યાયમાં તારાથી છે. તારાથી એટલે? તારા સ્વરૂપના અજ્ઞાનથી. આહા... હા ! પોતાનું સ્વરૂપ જે ચિદાનંદ પ્રભુ તેના અજ્ઞાનથી ઉત્પન્ન થયેલાં છે, અને તે કર્યા છે એમ ત્યાં કહેવું છે. હવે અહીંયા તો તેનાથી જુદું પાડી વસ્તુસ્થિતિ છે ત્યાં લઈ જવો છે. જીવનો જે ત્રિકાળી સ્વભાવ છે તેની પ્રાપ્તિ થાય ત્યાં તેને લઈ જવો છે.
એ સ્વભાવની પ્રાપ્તિ કેવી રીતે થાય? “Hપરેખ' એટલે બીજા અકાર્ય-નકામા કાર્ય એ તારું એટલે આત્માનું કાર્ય નહીં. એ વાત કરવી છે. આ તો ધર્મના માર્ગની રીત છે. આ કોઈ વાર્તા કે કથા નથી. ત્રિલોકીનાથ તીર્થંકર પરમેશ્વરે... ભગવત્ સ્વરૂપ પરમાત્માની પ્રાપ્તિ કેમ થાય? અને તેની રીત શું છે તે કહ્યું છે.
વસ્તુના સ્વભાવનો નિયમ એમ આવ્યું હતું ને? એ નિયમ- વિકારી પરિણામનો તું કર્તા એ વસ્તુના સ્વભાવનો નિયમ. પર્યાયમાં છે. એ પર્યાયબુદ્ધિવાળો દ્રવ્યના સ્વભાવનો અજાણ છે. ભગવાન આનંદનો નાથ ચિદાનંદ પ્રભુ! તે નિત્ય આનંદ અને નિત્ય જ્ઞાયક સ્વભાવવાળી ચીજ છે. તેના અજ્ઞાનથી–તેના ભાન વિના, પર્યાય બુદ્ધિવાળો પર્યાયમાં વિકાર કરે છે. તે વિકાર તેનાથી છે, કર્મથી નથી, પરથી નથી, એટલી વાત ત્યાં સિદ્ધ કરી.
હવે અહીંયા બીજી વાત સિદ્ધ કરવી છે. જે પર્યાયમાં પર્યાયબુદ્ધિથી વિકલ્પભાવ થતો હતો તે તારાથી થયો પણ એ તારા ત્રિકાળી સ્વરૂપમાં નથી; અને એને લઈને ત્રિકાળી સ્વરૂપ પ્રાપ્ત થાય છે એમ નથી.
તો પછી કહ્યું છે ને કે- જ્ઞાનાવરણીયથી જ્ઞાન રોકાણું છે. જુઓ, જ્ઞાનાવરણીય કર્મને લઈને જ્ઞાનની પર્યાયમાં હીણી દશા થઈ છે. એ કાર્ય જ્ઞાનાવરણીયનું છે. અહીં કહે
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #33
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કલશ-૩૪ છે કે-ના, એ પોતાની પર્યાયની હીણીદશાનું પોતાનું કાર્ય છે ત્યારે જ્ઞાનાવરણીય ને નિમિત્ત કહેવામાં આવે છે. આહા. હા! આવી વાતો છે.
અહીંયા કહે છે- એ પરિણામ જે છે એ છે તો તારી પર્યાયમાં તારાથી છે... પણ, વસ્તુસ્વભાવની પ્રાપ્તિ માટે તારા નહીં. એ તો પુદ્ગલના છે. આવી વાતો છે. ચોરાશી લાખના અવતારમાં પ્રભુ તું હેરાન થઈ ગયો. એ પુણ્ય, દયા-દાન-વ્રત-ભક્તિ-પૂજાના ભાવ તે રાગ છે, તે નકામી ચીજ છે, તે આત્માને લાભકારી ચીજ નથી-એમ કહે છે. અરે! જગતને બેસવું કઠણ છે. તારી પર્યાયબુદ્ધિએ કરેલા ભાવો તારામાં થયા પણ તને એ દુઃખનું કારણ છે. હવે તેનાથી વિરમ ! તું પર્યાયબુદ્ધિથી–અજ્ઞાનથી જે કરતો હતો હવે આ વિકારી ભાવો મારા જ છે એમ હુઠ ન કર.
ભાઈ ! આ તો શાંતિનો ને ધર્મનો માર્ગ છે. એ શાંતિના માર્ગમાં કોલાહલ શા માટે? જેનાથી બંધન થાય એ કાર્ય તારું નહીં. આવી વાતો છે. આમાં કોઈ પંડિતાઈ કામ આવે એવું નથી.
પ્રશ્ન:- તો કઈ વસ્તુ કામમાં આવે?
ઉત્તર:- આત્માની સમજણ કરવી તે હોં! જ્યારે અંદરમાં જાય ત્યારે પંડિતાઈ કામ ન આવે એમ કહે છે. તારા વિકલ્પની દશા એ તને કાંઈ કામમાં ન આવે.
આહા.... હા ! બહુ ટૂંકી ભાષા. દિગમ્બર આચાર્યો સંતોએ તો ગજબના કામ કર્યા છે. એક એક ગાથાએ, એક એક કળશે સર્વજ્ઞ પરમેશ્વરના માર્ગને ખુલ્લો મૂક્યો છે. વાડા બાંધીને બેઠા પોતાનો પંથ કરવા એ વાત આ નહીં.
કર્મબંધને કરે છે એવા (વોલાદનૈન મિ) જે જૂઠા વિકલ્પો તેમનાથી શું? પરેજ' એટલે બીજા મિથ્યાત્વ રાગાદિ ભાવ જે કર્મબંધના કારણ છે. અકાર્ય એટલે એ તારું કાર્ય નથી, એ કર્મબંધના કાર્યનું કારણ છે. આવા કોલાહલથી પ્રભુ તને શું લાભ છે? ઝીણી વાત છે ભાઈ ! “પ્રભુનો મારગ છે શૂરાનો ત્યાં કાયરના કામ નથી.' પુણ્યપાપના ભાવ એ જૂઠા વિકલ્પો તારા સત્ સ્વભાવને નુકશાન કરનારા છે. ' અરેએને ચોરાશી લાખ યોનીના અવતારમાંથી બહાર કાઢવો છે તેથી કહે છેજે ભાવમાં બંધન થાય, જેનાથી અવતાર મળે એવા નકામા કાર્યના રાગથી-પુણ્યથી તારે શું કામ છે? બહારમાં પાંચ-પચ્ચીસ લાખ મળ્યા હોય તો તેના દિવસ હોંશમાં જશે. પણ તેને ખબર નથી એ દુઃખના દહાડામાં જાય છે. પીડા થાય તો રાત છે તો એવડી ને એવડી પણ તેને મોટી લાગે. બહારની અનુકૂળતાના રસિયાને વખત ક્યાં જાય છે તેની ખબર ન મળે. સંપ્રદાયમાં બંધાઈ ગયેલા બિચારા લોકોને વીતરાગનો માર્ગ સમજવો ભારે કઠણ હોં! અનાદિથી બંધાયેલા છે ને! અહીંયા તો વીતરાગ-સર્વજ્ઞ પરમેશ્વરનો માર્ગ જુદી જાતનો છે. અહીં તો કહે છે-દયા-દાન, વ્રત-ભક્તિ-પૂજાના ભાવ એ પણ
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #34
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૨
કલશામૃત ભાગ-૨ પુદ્ગલના છે. , જીવના નહીં. એ અકાર્ય અર્થાત્ મફતનું કામ છે.
તેનું વિવરણ-કોઈ મિથ્યાષ્ટિ જીવ શરીરને જીવ કહે છે.” મિથ્યાદેષ્ટિ જીવ, શરીરની ક્રિયાને આત્મા કરે છે, શરીર તે જીવ છે તેમ માને છે. ભગવાનની પૂજા વખતે સ્વાહાની વાણી અને દેહની ક્રિયા તે જડની છે. એ ક્રિયા મારી છે અને તેને હું કરું છું એમ શરીરને જ જીવ માને છે–એટલે કે શરીરની જેટલી ક્રિયા થાય એ મારાથી થાય છે તેણે શરીરને જ જીવ માન્યો છે. છ ઢાળામાં આવે છે “તન ઉપજત અપની ઉપજ માન” પાઠશાળામાં બોલે પણ અર્થની ખબર ન મળે. શરીર ઉપજે અને શરીર કાંઈક પુષ્ટ થાય, શરીરની ક્રિયા થાય તો આ મારાથી થાય છે, આ હું બોલ્યો, શરીરને મેં ચલાવ્યું, એક જીવ મરતો હતો તો મેં પગને ઊંચો રાખ્યો, પગને ઉંચો રાખવાની ક્રિયા મારી છે એમ જે માને તે શરીરને જીવ માને છે. એ શરીરની ક્રિયા જડની છે, એ મારાથી થાય છે એમ માન્યું તેણે જીવ અને શરીરને એક માન્યા. વીતરાગનો માર્ગ આવો છે તેમાં કોઈ પક્ષ નથી. લાખો-કરોડો લોકો માને, ઘણાં ભેગા થાય માટે તેનું સાચું? આવું તત્ત્વ છે ક્યાં? આહા.... હા! માર્ગ આવો છે બાપુ! શું થાય? દુનિયા એમની એમ અનાદિથી અજ્ઞાનમાં પડી છે.
કોઈ મિથ્યાદેષ્ટિ જીવ આઠ કર્મોને જીવ કહે છે.” કર્મનું ફળ આવે તેને મારું ફળ માને છે. પૈસા મળ્યાં, શરીર ઠીક મળ્યું, બાયડી છોકરાં કુટુંબ કાંઈક ઠીક મળ્યાં, ધંધો કાંઈક ઠીક હાલ્યો.. એ બધા કર્મના ફળ છે તેને અજ્ઞાની મારા માને છે.
કોઈ મિથ્યાદેષ્ટિ જીવ રાગાદિ સૂક્ષ્મ અધ્યવસાયને જીવ કહે છે.” જોયું? દયા-દાન, વ્રત-ભક્તિનો રાગ છે એ મારો છે અને મને લાભકારક છે એમ માનનાર રાગાદિ અધ્યવસાયને જીવ માને છે.
શ્રોતા- બીજી જગ્યાએ રાગાદિને ધૂળ કહ્યાં છે અને અહીંયા તો “સૂક્ષ્મ' શબ્દ વાપર્યો છે કેમ?
ઉત્તર- અહીંયા સૂક્ષ્મ અધ્યવસાય કહ્યું છે તે એકત્વબુદ્ધિની અપેક્ષાએ બાકી છે તો સ્થૂળ. એની એકત્વબુદ્ધિ છે કે રાગ મારો તેથી તેને સૂક્ષ્મ કહ્યો છે. એનો ચૈતન્ય ભગવાન આત્મા જ્ઞાતા-દ્રષ્ટા ભિન્ન છે તેની ખબર નથી... અને રાગની એકત્વબુદ્ધિને અહીં મિથ્યાત્વ કહ્યું છે. ભારે વાતો ભાઈ ! અજ્ઞાનીનું તો માથું ફરી જાય તેવું છે. રાગાદિને સૂક્ષ્મ અધ્યવસાય એટલે લીધું કે એમાં એકત્વબુદ્ધિ લેવી છે.
ઇત્યાદિરૂપે અનેક પ્રકારના બહુ વિકલ્પો કરે છે.” જુઓ, આવા વિકલ્પો રાગને ઉત્પન્ન કરે છે. આ રાગાદિ હું એવા એકત્વબુદ્ધિના વિકલ્પો કરે છે. વ્રત-તપ
ભક્તિનો વિકલ્પ ઉઠે છે તેમાં પોતાનું એકત્વ માને છે તે મિથ્યાત્વભાવ છે. અરે! સત્ય વાત સાંભળવા મળે નહીં તે સન્માં કયારે જાય ! તત્ત્વના અજાણને વરાંકા-ભિખારી કહ્યાં છે. રાગને પોતાનું સ્વરૂપ માની લાભ માને તે બિચારા રાંકા છે. આ તો દિગમ્બર
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #35
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કલશ-૩૪
૨૩ સંતોની વાણી છે.
હે જીવ! તે બધાય વિકલ્પો છોડ, કેમકે તે જૂઠા છે.” રાગ તે મારો, કર્મ મારાં, શરીર મારું, કર્મફળ થયાં તે મારાથી થયાં. હવે તારે સુખી થવું હોય તો એ બધા ભાવોને છોડ પ્રભુ! સમ્યગ્દર્શન પ્રગટ કરવું હોય તો! સમ્યગ્દર્શન એ તો ધર્મની પહેલી દશા છે. સમ્યગ્દર્શન વિનાના તપ ને વ્રત એ તો બધા બાળપ ને બાળવ્રત છે. એ બધા સંસારમાં રખડાવનારા છે.
હે જીવ! તે બધા વિકલ્પો છોડ;” રાગની એકતાબુદ્ધિ છોડ. હવે વિરમ ! કેમકે એ જૂઠા છે. આ જૂઠા શબ્દ બીજી વખત આવ્યો. પહેલાં જૂઠા વિકલ્પ છે એમ કહ્યું હતું. જૂઠા છે એટલે છે તો ખરા પરંતુ તે આત્મામાં નથી એટલે જૂઠા છે.
“નિમૃત: સન સ્વયં પમ પશ્ય” એકાગ્ર રૂપ થતો થકો. આહા... હા ! આનંદનો નાથ ચૈતન્ય પ્રભુ તેમાં એકાગ્ર થઈને... ભાષા સહેલી છે. એકાગ્ર થવામાં અનંત પુરુષાર્થ માગે છે. આ બધા વિકલ્પો છોડ અને સ્વરૂપમાં એકાગ્ર થા. આનંદનો નાથ ભગવાન બિરાજે છે ત્યાં તું જા ! તું જ્યાં છો ત્યાં જા ! એ વિકલ્પોમાં તું નથી અને એ વિકલ્પો તારામાં નથી. આહા! આવી વાતો હવે. આ સોનગઢની વાત છે કે શાસ્ત્રની છે?
અહીંયા કહે છે- વ્યવહાર રત્નત્રયનો જે વિકલ્પ રાગ એ પણ જૂઠો છે. તે તારા આત્માને લાભદાયક નથી. કેમ બેસે એને! અનંતકાળ રખડવામાં ગયો, એ પંથે પડ્યો તેને ત્યાંથી પાછું ફરવું ગોઠતું નથી. એને આ વાત તો એકલી નિશ્ચય.. નિશ્ચય.. નિશ્ચયની લાગે છે. શું કહે છે એની એ બિચારાને ખબર ન મળે, એ પણ શું કરે!
- બાપુ! વીતરાગ જિનેશ્વરદેવ પરમાર્થમાર્ગને આમ કહે છે કે-એ બધા રાગાદિવિકલ્પોની દૃષ્ટિ હવે છોડી દે! એની દૃષ્ટિ છોડીને જાવું કયાં? આનંદમૂર્તિ ભગવાન આત્મા છે ત્યાં એકાગ્ર થા તો તને સમ્યગ્દર્શન થશે. હજુ તો આ સમ્યગ્દર્શનની વાત છે.
નિમૃત' એટલે એકાગ્રરૂપ થતો થકો. બીજી જગ્યાએ નિભૂતનો અર્થ ચિંતારહિત થયો થકો તેમ કર્યો છે. “( મ) શુદ્ધ ચિતૂપમાત્રનો (સ્વયમ્) સ્વસંવેદન પ્રત્યક્ષપણે અનુભવ કર.
ભગવાન આત્મા શુદ્ધ જ્ઞાન સ્વરૂપે છે. આ બધા પુણ્ય-પાપ, રાગાદિના વિકલ્પો એના સ્વરૂપમાં છે જ નહીં. ભગવાન આનંદનો નાથ પ્રભુ અંદર છે. તે આ બધા વિકલ્પો, શરીર, મન, વાણી રાગથી પર છે. સમ્યગ્દર્શન પામવા માટે ત્યાં એકાગ્ર થા. સમ્યક્ એટલે આખી જે ચીજ છે તેનું તને દર્શન થશે, તેમાં પ્રતીત થશે. અને તેનો અનુભવ થશે. હજુ તો આવા સમ્યગ્દર્શનની ખબર ન હોય અને વ્રત-તપ ને ચારિત્ર થઈ ગયા. બધા એકડા વિનાના મીંડા છે. સમજાણું કાંઈ ?
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #36
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૪
66
કલશામૃત ભાગ-૨ ત્ સ્વયમ્ પશ્ય ” આટલાનો અર્થ ચાલે છે. પેલા વિકલ્પો અનેક હતા તેને છોડીને આ ભગવાન આત્મા એકરૂપ શુદ્ધ ચૈતન્યઘન છે તેને સ્વયંથી, રાગના અવલંબન વિના, વ્યવહારના વિકલ્પોના આશ્રય વિના, સ્વસંવેદન પ્રત્યક્ષપણે અનુભવ ક૨. સ્વ નામ પોતાને સંવેદન એટલે પ્રત્યક્ષપણે વેદન. આ આત્મા આનંદનો સાગર છે તેનો અંતરમાં એકાગ્ર થઈને અનુભવ કરવો એ સ્વસંવેદન પ્રત્યક્ષ છે. પ્રત્યક્ષ આત્માનો ભાવ સમકિતમાં, પ્રત્યક્ષ જણાય છે. મતિશ્રુતજ્ઞાનમાં આત્માનું પ્રત્યક્ષ વેદન છે.
આ હા.. હા ! એક શબ્દની ખબર ન હોય અને અમે ધર્મ કરીએ છીએ, ધર્મ કરતાં અમારું કલ્યાણ થઈ જશે! અરેરે..! તેણે સંસારમાં અનાદિકાળથી ભ્રમણામાં ને ભ્રમણામાં કાળ ગાળ્યો. ભાઈ ! આવા અવસર મળ્યા હવે, વિકલ્પને છોડીને અહીંયા આવ.. જ્યાં આનંદનો નાથ પ્રભુ બિરાજે છે. આમ અંદર ભગવત્ સ્વરૂપ આત્મા છે તે કેમ બેસે ! રાંકને પ્રભુતા કેમ બેસે ! એકવા૨ વિકલ્પને છોડ અને નિર્વિકલ્પ ચીજ એકરૂપ છે તેમાં જા, એકાગ્ર થા; તો તને સ્વસંવેદન પ્રત્યક્ષપણે અનુભવ થશે.
આહા.. હા ! સ્વ નામ આત્માથી, સં અર્થાત્ પ્રત્યક્ષ વેદન કરી. જેમાં અતીન્દ્રિય આનંદનો સ્વાદ આવે તેને અહીંયા પ્રત્યક્ષપણું કહ્યું છે. જ્ઞાનમાં આમ પ્રત્યક્ષ પૂરું ન દેખાય પણ આનંદના સ્વાદની અપેક્ષાએ અહીંયા પ્રત્યક્ષ કહ્યું છે. સમ્યગ્દષ્ટિને-ધર્મની પહેલી દશાવંતને આત્મા સ્વસંવેદન પ્રત્યક્ષ થાય છે.
પ્રશ્ન:- ધર્મીને સ્વસંવેદન પ્રત્યક્ષ કેવી રીતે છે?
ઉત્તર:- એ આનંદના વેદનની અપેક્ષાએ પ્રત્યક્ષ છે. અથવા ૫૨નો આશ્રય નથી એ અપેક્ષાએ પ્રત્યક્ષ છે. વ્યવહાર એટલે તેને રાગનો આશ્રય નથી. તેને નિમિત્તનો આશ્રય નથી એટલે પ્રત્યક્ષ કહ્યું. સીધું સ્વને જાણે છે એટલે પ્રત્યક્ષ કહ્યું. ૫૨ના આશ્રયે થતું નથી એટલા માટે પ્રત્યક્ષ કહ્યું છે. બાકી શ્રુતજ્ઞાન તો પરોક્ષ છે. પરંતુ આ રીતે પ્રત્યક્ષ કહ્યું કે–તેમાં ૫૨નો આશ્રય નથી. તે એકલા સ્વને જાણવામાં એકાગ્ર થયો તેનું નામ સ્વસંવેદન પ્રત્યક્ષ છે.. અને તેમાં પ્રતીત થવી તે સમકિત છે. સમજાણું કાંઈ ?
અહીંયા ભગવાન કહે છે– સ્વસંવેદન પ્રત્યક્ષપણે અનુભવ કર ! ચૈતન્ય ભગવાન તારું જે સ્વરૂપ છે. ભગવત્ જિન સ્વરૂપ તારું છે એને સ્વથી-પોતાથી પ્રત્યક્ષ વેદન કરવું. તેને સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાન કહે છે. આહા... હા ! શાસ્ત્રના ગમે તેટલા ભણતર હોય તોપણ તે સમ્યજ્ઞાન કહેવાતા નથી. અહીંયા સ્વસંવેદન-આત્માના આનંદનું પ્રત્યક્ષ વેદન તેને પ્રત્યક્ષ જ્ઞાન કહે છે.
અરે ! માર્ગ કયાં રહી ગયો ને લોકોની માન્યતા ક્યાં ? બિચારા હેરાન થઈને કયાં અવતરશે ? અરે! અહીંયા માન મળશે તેના જેવા લોકો હોય તે એને માન આપે. આહા... હા ! કુદરતના નિયમમાં તો જે નિયમ છે તે ૨હેશે.
Please inform us of any errors on rajesh.shah@fofalise.co.uk
Page #37
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કલશ-૩૪
૨૫ “SHસન” વિપરીતપણું જે રીતે છૂટે તે રીતે છોડીને.” અહીં આચાર્ય છે માસ કહે છે. બીજા બધા વિકલ્પો છોડી છ મહિનાનો પ્રયત્ન કર-અભ્યાસ કર. આ તો મધ્યમથી વાત કહી. જઘન્ય તો અંતમુહૂર્તમાં પ્રાપ્ત થાય એવો છે અને ઉત્કૃષ્ટ તો અનંતકાળે પ્રાપ્ત ન થાય એવો છે. સમજાણું કાંઈ?
દિગમ્બર મુનિ અમૃતચંદ્રાચાર્ય “છ માસ' કહે છે. શ્રી રાજમલજીએ છ માસ ન લેતાં-વિપરીતપણે જે રીતે છૂટે તે રીતે છોડ તેવો અર્થ કર્યો. જેમ બને તેમ સ્વરૂપની દૃષ્ટિ કર અને રાગના વિકલ્પને દૃષ્ટિના વિષયમાંથી છોડ એમ કહ્યું. “વિપરીતપણું જે રીતે છૂટે એટલે રાગથી મને લાભ થાય એવું જે મિથ્યાત્વ છે એવી વિપરીત બુદ્ધિ જેમ છૂટે તેમ છોડ હવે. સમજાણું કાંઈ?
પ્રશ્ન:- અર્ધ પુદ્ગલ પરાવર્તન બાદ મોક્ષ જાય ને?
ઉત્તર:- એ. અર્ધ પુદ્ગલ પરાવર્તનકાળ એ બધું પુરુષાર્થ કરે તો અંદર સમાય ગયું. અંદર સ્વરૂપનો અનુભવ કરે અને પ્રાપ્તિ ન થાય તેમ ત્રણકાળમાં બને જ નહીં. એ હમણાં કહેશે.
આહા... હા! રાગની ક્રિયામાં એકાકાર થાય તેને આત્મા કયાં છે? જ્ઞાનીને રાગ આવે પણ જ્ઞાની તે રાગને હેયરૂપે જાણે છે. તે રાગ આદરણીય છે, ઉપાદેય છે, લાભદાયક છે તેમ માનતા નથી. અજ્ઞાની એ રાગની ક્રિયાને ઉપાદેય અને હિતકર માને છે. આ દૃષ્ટિનો મોટો ફેર છે. મિથ્યાત્વ ને સમકિતમાં આટલો ફેર છે. સમજાણું કાંઈ?
આહા... હા.... હા! આચાર્ય-દિગમ્બર સંતો, આનંદના અનુભવીઓ છે. મુનિઓને અતીન્દ્રિય આનંદનો અનુભવ ઉગ્રપણે હોય છે તેને મુનિ કહે છે. લુગડાં ન પહેરે, નગ્ન થયા હોય, પંચ મહાવ્રતના પરિણામ છે માટે મુનિ એમ નથી. મુનિને તો અતીન્દ્રિય આનંદનું ઉગ્રપણે વેદના હોય છે. તેને જૈનશાસનમાં મુનિ કહેવામાં આવે છે.
“પિ” વારંવાર બહુ શું કહેવું? આવો અનુભવ કરતાં સ્વરૂપ પ્રાતિ છે.” આત્માનો સ્વયંવેદન પ્રત્યક્ષપણે અનુભવ કરતાં સ્વરૂપની પ્રાતિ છે. આહા. હા! આવું વ્યાખ્યાન કેવું? આ વ્રત પાળવા, તપસ્યા કરવી, યાત્રા કરવી એ વાત તો આવતી નથી. અરે! ભાઈ સાંભળ! તને ખબર નથી બાપુ! એ બધી રાગની ક્રિયાઓ સમકિતીને આવે અને અજ્ઞાનીને આવે. પરંતુ રાગ મને લાભ કરે છે તેમ અજ્ઞાની માને છે. અને જ્ઞાની રાગને હેય-દુઃખરૂપ જાણે છે. બહુ ફેર બાપુ! વીતરાગના મારગને શ્રદ્ધામાં લેવો એ કોઈ અપૂર્વ વાત છે. એ કોઈ સાધારણ વાત નથી. અહીંયા જૈનધર્મ એ કોઈ વાડો નથી એ તો વસ્તુનું સ્વરૂપ છે. જેવું સ્વરૂપ છે તેવો અનુભવ કરવો તેનું નામ ધર્મ છે. સમજાણું કાંઈ?
નનુ સરસ પુસ: અનુપવ્યિ મિ માહિ”, હે જીવ! મનરૂપી
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #38
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૬
કલશામૃત ભાગ-૨ સરોવરમાં છે જે જીવદ્રવ્ય તેની અપ્રાતિ શોભે છે શું?” આહા.. હા.. હા! ભગવાન આનંદ સરોવર છે. એ હૃદયરૂપી સરોવરમાં પુરુષ એટલે જીવદ્રવ્ય આત્મા છે તેની અપ્રાતિ શું શોભે છે? ભગવાન આત્મા આનંદનું સરોવર છે. તેનો અનુભવ કરે છે ત્યારે શું એ અપ્રાપ્ય છે? આત્મા ન મળે એવું ત્યાં શોભે છે? ઝીણી વાત છે ભાઈ ! દિગમ્બર સાધુ અનંતવાર થયો.
મુનિવ્રતધાર અનંતબાર રૈવેયક ઉપજાયો,
પૈ નિજ આતમજ્ઞાન બિના સુખ લેશ ન પાયો.” પંચ મહાવ્રત અનંતવાર પાળ્યા પણ એ તો રાગ-વિકલ્પ છે–આસ્રવ છે. રાગથી ભિન્ન ચૈતન્યના અનુભવ વિના સુખ ન પામ્યો. આત્માના આનંદના સ્વાદના ભાન વિના એ ચોરાશીમાં અવતર્યો.. રખડ્યો.
આહા.... હા ! આ બધા પુણ્ય-પાપના વિકલ્પો છે તેને છોડીને અંતરના સ્વરૂપનો અનુભવ કરે તો તેને આત્મા ન પ્રાપ્ત થાય શું? શું આત્મા અપ્રાસ રહે એવી એની શોભા છે? એ તો પ્રાપ્ત થાય એવી એની શોભા છે.
આહા હા ! અમૃતચંદ્ર આચાર્ય મુનિ દિગમ્બર સંતના કથન છે આ. અત્યારે તો કયાંય પણ સાંભળવા મળે એવું નથી. બધેય ઊંધું ચાલે છે. અને એમાં તે એમ માને કે અમે ધરમમાં કાંઈક આગળ વધ્યા છીએ.
ભાવાર્થ આમ છે કે-શુદ્ધ સ્વરૂપનો અનુભવ કરતાં સ્વરૂપની પ્રાપ્તિ ન થાય એમ તો નથી,”એમ કહે છે-વિકલ્પની લાગણીઓ કરે છે તેમાં તો આત્માની પ્રાપ્તિ ન થાય, કારણ કે તે રાગ છે. ચાહે તો દયા-દાન, વ્રત-ભક્તિ-યાત્રાનો રાગ હોય પરંતુ તેનાથી પ્રાપ્ત ન થાય. અહીંયા તો એમ કહે છે કે શુદ્ધ સ્વરૂપનો અનુભવ કરતાં શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિ ન થાય? એ.. પુણ્ય-પાપના ભાવ અશુદ્ધ છે તેને છોડી દે! અંતર સ્વરૂપમાં જઈને અનુભવ કરતાં પ્રાપ્ત ન થાય એમ બને નહીં.
છે તો એમ જ કે અવશ્ય પ્રાપ્તિ થાય છે.” સ્વસમ્મુખતામાં આત્માનો અનુભવ કરે અને પ્રાપ્તિ ન થાય? પર સન્મુખતાને તે છોડે છે અને સ્વ સન્મુખતામાં જાય છે.. અને તેને પ્રાપ્તિ ન થાય તેમ કદી બને નહીં. (શ્રોતાઃ-સાકર મોંમા મૂકે અને સ્વાદ ન આવે તેમ કદી બને નહીં.)
આહાહા..! જીવદ્રવ્ય કેવું છે? ભગવાન અંદર સચ્ચિદાનંદ પ્રભુ છે તે કેવો છે? ભગવાન સર્વજ્ઞ જિનેશ્વરે જેને જોયો છે તે હોં! આ અજ્ઞાનીઓ. વેદાંતવાળા આત્મા... આત્મા.. કરે છે તે આત્મા પવિત્ર છે, નિર્મળ છે, એક સર્વવ્યાપક છે તેનો અનુભવ કરો એ બધી કલ્પિત વાતો છે. અહીં તો સર્વજ્ઞ પરમેશ્વર જિનેશ્વરદેવે જોયો છે તેવો આત્મા. એ આત્મા શુદ્ધ જીવદ્રવ્ય છે તે આત્માની અહીંયા વાત છે. પરમેશ્વર જિનેશ્વર કેવળજ્ઞાની
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #39
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કલશ-૩૪ પરમાત્માએ એ આત્મા જોયો છે. તેથી કહ્યું છે કે
પ્રભુ તુમ જાણગ રીતિ, સૌ જગ દેખતાં હો લાલ,
નિજ સત્તાએ શુદ્ધ, સૌને પેખતાં હો લાલ.” મહાવિદેહમાં સર્વજ્ઞ પરમાત્મા સીમંધર ભગવાન બિરાજે છે. ત્યાં લાખો કેવળીઓ બિરાજે છે. અત્યારે મનુષ્યપણામાં મોજુદ છે. ભક્તિવંત કહે છે–અમારો આત્મા શુદ્ધ ચૈતન્ય છે એમ પ્રભુ તમે દેખો છો. પુણ્ય ને પાપના વિકલ્પ વિનાનો આત્મા શુદ્ધ ચૈતન્ય છે એમ અમારા આત્માને પ્રભુ તમે દેખો છો. અમારો આત્મા રાગવાળો ને પુષ્યવાળો છે એમ આપ દેખતા નથી. બધા ભગવાન આત્મા નિજ સત્તાએ શુદ્ધ છે હોં !
નિગોદથી માંડીને બધા જીવો શુદ્ધ છે. એક લસણની કળીની રાય જેવડી કટકીમાં અસંખ્ય તો ઔદારિક શરીર છે. એક શરીરમાં અનંત જીવ છે. એક-એક જીવ પોતે દ્રવ્ય સ્વરૂપે એટલે ભગવત્ સ્વરૂપે છે. તે બધા જીવ આનંદઆદિ ગુણોથી ભરેલા ભગવાન છે. પર્યાયમાં ભૂલ છે તેને એક બાજુએ રાખો. નિગોદનો જીવ પણ દ્રવ્ય તરીકે તો ભગવાન સ્વરૂપ જ છે, પર્યાયમાં અજ્ઞાન છે. (શ્રી સમયસારજી ની જયસેન આચાર્ય દેવની ટીકામાં આવે છે કે -લોકમાં સર્વે જીવો, સર્વ કાળે આનંદ આદિ શક્તિથી ભરેલા પરમાત્મા છે.
“કેવું છે જીવ દ્રવ્ય? (પુદત્તાત્ મિન્ન:), દ્રવ્યકર્મ-ભાવકર્મ-નોકર્મથી ભિન્ન છે.” દ્રવ્યકર્મ એટલે આઠ કર્મથી જુદો અંદર છે. ભાવકર્મ એટલે પુણ્ય-પાપના ભાવ જે થાય તેનાથી જુદો છે. નોકર્મ અર્થાત્ શરીર, મન, વાણી તેનાથી જુદો અંદર ભગવાન છે. નવ તત્ત્વમાં પુણ્ય ને પાપતત્ત્વ છે તે કાંઈ આત્મતત્ત્વ નથી. કર્મ અને શરીર એ તો અજીવ તત્ત્વ છે, એ આત્મતત્ત્વ નથી. એ અજીવ ને પુણ્ય-પાપ બન્નેથી ભિન્ન જ્ઞાયક તત્ત્વ છે. જે ચિદાનંદપ્રભુ છે તે આત્મતત્ત્વ છે.
તત્ત્વની એક પણ વાતની ખબર ન હોય અને અમે ધર્મ કરીએ છીએ. બાપુ! એના ફળ આવશે ત્યારે તને ખબર પડશે. અજ્ઞાનથી માંડેલી વાતોના ફળ ચોરાશીના અવતાર છે.
કેવું છે જીવદ્રવ્ય? તેમ જ તીર્થકર કેવળીએ જોઈ છે તે વસ્તુ કેવી છે? “પુનીતા fમન્નધાન:” દ્રવ્યકર્મ, ભાવકર્મ અને નોકર્મ એ ત્રણેય પુદ્ગલ છે. એ જીવનું સ્વરૂપ નથી. જુઓ, ભાવકર્મને પુદ્ગલ કીધું. એ પુણ્યનો શુભોપયોગ-રાગ તે પુદ્ગલ તત્ત્વમાં જાય છે. આહા. હા! ભગવાન તેનાથી ભિન્ન છે તેને આત્મા કહીએ. એ આત્માની પ્રાપ્તિ ત્રણ કર્મથી રહિત થઈને થાય છે. આહા... હા! તો અહીંયા તો ભાવકર્મથી રહિત થાય તો આત્માની પ્રાપ્તિ થાય એમ કહ્યું. પેલા કહે વ્યવહાર કરતાં કરતાં નિશ્ચય થાય. ભાવકર્મ એટલે દયાદાન, વ્રત-ભક્તિ કરતાં-કરતાં નિશ્ચય થશે તેની અહીંયા ભગવાન ના પાડે છે. જે ભાવકર્મથી આત્મા રહિત છે તે ભાવકર્મથી આત્માની પ્રાપ્તિ કેમ થાય?
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #40
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૮
કલશામૃત ભાગ-૨
આહા.. હા ! અત્યારે મોટો વાંધો ઉગમણો આથમણો અર્થાત્ પૂર્વ-પશ્ચિમનો ફેર. શ્રોતા:- આપ નમતું મૂકો તો વાંધો પતી જાય.
ઉત્ત૨:- વાણીયા નમતું મૂકે? પેલો વાણિયો કણબી પાસે પાંચ હજાર માગતો હતો. કણબી પાસે બધું થઈને બે હજારની મૂડી હતી. વાણિયાને ખબર હતી કે-કણબી પાસે બે હજાર રૂપિયા છે. પછી વાણિયો કહે–લેણાના પાંચ હજાર રૂપિયા છે, પાંચ હજા૨થી એક પાઈ ઓછી લેવી નથી. કણબી કહે–એક હજારથી વધારે એક પાઈ મારી પાસે નથી. એમ કરતાં-કરતાં વાણિયો ચાર હજારે પહોંચ્યો. પેલો કણબી બારસો પછી પંદરસોએ આવ્યો વાણિયો ત્રણ હજારે અને એમ કરતાં-કરતાં બન્ને બે હજારે આવ્યા. તેમ અહીંયા કણબી વાણિયા વચ્ચેની વાત છે ? અહીંયા તો વીતરાગે જે કહ્યું છે તે ત્રણકાળમાં ફરે એવું નથી. વાણિયો છે માટે નમતું મૂકવું એવું અહીં નથી.
મુંબઈમાં કાલબાદેવી મંદિર છે. ત્યાં પૂનમચંદ ઘાસીલાલ પ્રતાપગઢના હતા તે કહે–કાનજી સ્વામી થોડું ઢીલું મૂકે અને અમે થોડું ઢીલું મૂકીએ.. તો બન્ને ભેગા થઈએ. તેઓ જરા કહે કે- પુણ્યથી, દયા-દાનથી થોડોક લાભ થાય છે અને અમે પણ કહીએ કે–વ્રતથી થોડો લાભ થાય છે પણ પૂર્ણ લાભ ન થાય, આમ આપણો સમન્વય થાય. અરે ભગવાન ! એમ સમન્વય ન થાય બાપા! આ તો વીતરાગનો માર્ગ છે ભાઈ! પરમાત્માના વિરહ પડયા, ભગવાનની ગેરહાજરી તેમાં આમ આડું અવળું કરે તે કેમ ચાલે ભાઈ !
“ ચેતનરૂપ છે-તેજ:પુંજ જેનો એવું છે. ” ભગવાનનો પ્રકાશ જુદો તેજ પુંજ છે. તે પુણ્ય-પાપના પરિણામથી ભિન્ન છે. એવા આત્માને અનુભવવો, એને માનવો એને વેઠવો તેનું નામ સમ્યગ્દર્શન છે. ધર્મની શરૂઆત ત્યાંથી થાય છે. એ વિના ધર્મની શરૂઆત થતી નથી.
હવે ૫૨કાળ એટલે દ્રવ્યની મૂળની નિર્વિકલ્પ અવસ્થા; અવસ્થા એટલે ( અહીં ) ત્રિકાળી લેવું, જે ત્રિકાળી ચીજ છે, તે સ્વકાળ છે; તે જ અવસ્થાન્તર-ભેદરૂપ કલ્પનાને ૫૨કાળ કહેવાય છે. ત્રિકાળી ચીજ છે ‘અવસ્થ’ એ અવસ્થા. ત્યાં પર્યાય નહીં લેવી. ત્રિકાળી વસ્તુ સ્વકાળ છે અને તેમાં વર્તમાન પર્યાયને ભિન્ન કરવી એ પરકાળ છે.
(પ્રવચન નવનીત ભાગ-૧ પેજ નં. ૨૮૪)
Please inform us of any errors on rajesh.shah@tofalise.co.uk
Page #41
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કલશ-૩૫
૨૯
કલશ-૩૫
(અનુષ્ટ્રપ) चिच्छक्तिव्याप्तसर्वस्वसारो जीव इयानयम्।
अतोऽतिरिक्ताः सर्वेऽपि भावाः पौगालिका अमी।। ३-३५।।
ખંડાન્વય સહિત અર્થ- “સંયમ નીવ: ૩યાન” (લયમ) વિદ્યમાન છે એવું (નીવ:) ચેતનદ્રવ્ય (રૂયાન) આટલું જ છે. કેવું છે? “વિશ્વવ્યિHસર્વસ્વસર:” (વિ-શ9િ) ચેતનામાત્ર સાથે (વ્યાણ) મળેલા છે (ર્વસ્વસાર:) દર્શન, જ્ઞાન, ચારિત્ર, સુખ, વીર્ય ઇત્યાદિ અનંત ગુણો જેના એવું છે. “મની સર્વે fપ પૌતિ: માવા: શત: તિરિn:”(મી) વિદ્યમાન છે એવા, (સર્વે પિ) દ્રવ્યકર્મ-ભાવકર્મનોકર્મરૂપ જેટલા છે તે બધા, (પાતિવI:) અચેતન પુદ્ગલદ્રવ્યથી ઊપજ્યા છે એવા (માવા:) અશુદ્ધ રાગાદિરૂપ સમસ્ત વિભાવપરિણામો (ત:) શુદ્ધચેતનામાત્ર જીવવસ્તુથી (તિરિરૂT:) અત્યંત ભિન્ન છે. આવા જ્ઞાનનું નામ અનુભવ કહેવાય છે. ૩-૩પ. પ્રવચન નં. ૪૪
૧૯-૭- '૭૭ કલશ-૩પ : ઉપર પ્રવચન “બયન નીવ: યાન” વિદ્યમાન છે એવું ચેતનદ્રવ્ય આટલું જ છે.” ભગવાન આત્મા “ઝયમ' એટલે વિદ્યમાન છે. તે ચૈતન્ય સ્વરૂપે, જ્ઞાન અને આનંદ સ્વરૂપે વિદ્યમાન વસ્તુ છે. કેવું છે તે ચેતન દ્રવ્ય?
વિષ્ણુશgિવ્યાણસર્વસ્વસર: ચેતનામાત્ર સાથે મળેલા છે.” ચેતના અર્થાત્ જાણવું-દેખવું-ચેતવું એવો જેનો ત્રિકાળી સ્વભાવ છે. “સર્વસ્વસાર' અહીં દર્શન, જ્ઞાન, ચારિત્ર તે ત્રિકાળીની વાત છે. તે ચૈતન્યની સાથે મળેલાં છે.
(સર્વસ્વરૂIR:) દર્શન-જ્ઞાન-ચારિત્ર-સુખ-વીર્ય ઇત્યાદિ અનંતગુણો જેના એવું છે.” આત્મા જે જીવદ્રવ્ય છે તે ચેતના શક્તિમાત્ર છે. ચેતનાના સ્વભાવ-સામર્થ્યમાત્ર છે. તેની સાથે આનંદ-શ્રદ્ધા આદિ ગુણો ચેતના શક્તિની સાથે મળેલાં છે-રહેલાં છે તેને આત્મા કહીએ અને તે આત્મા સમ્યગ્દર્શનનો વિષય છે.
કહે છે? જીવદ્રવ્ય વિદ્યમાન છે, જીવ દ્રવ્ય આટલું જ છે. ચેતનદ્રવ્ય ચિશક્તિમાત્ર છે અને તેની સાથે મળેલાં છે દર્શન-જ્ઞાન-ચારિત્ર એવું સર્વસ્વ એટલે પોતાનું સર્વસાર. ભાષા એવી આકરી મૂકી છે.
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #42
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩)
કલશાકૃત ભાગ-૨ આહા.. હા ! અંદરમાં ચૈતન્ય સ્વભાવની સાથે દર્શન, જ્ઞાન, ચારિત્ર, આનંદ આદિ અનંતગુણો ચેતનાની સાથે રહેલાં છે. આ દર્શન-જ્ઞાન-ચારિત્ર તે ત્રિકાળી હોં! આનંદ સાથે ત્રિકાળી ચેતના રહેલ છે. ચેતનાની સાથે આનંદ ત્રિકાળ રહેલો છે. ચેતનાની સાથે શ્રદ્ધા-દર્શન પણ સાથે રહેલાં છે. વીર્ય પણ ચેતના સાથે ત્રિકાળ રહેલ છે. તે સર્વસ્વ એટલે પોતાનો સાર છે. આ તો જીવદ્રવ્યની વ્યાખ્યા.
કમી સર્વે ને પૌતિવા: ભાવ: મત: તિરિn:”, પેલા આમ કહ્યું હતું. વિદ્યમાન એ પણ છે એટલે દ્રવ્યકર્મ-આઠ જડકર્મ. ભાવકર્મ એટલે પુણ્ય-પાપ, દયાદાન, વ્રત-ભક્તિના પરિણામ અને કામ-ક્રોધ, માન-માયા-લોભના ભાવ એ ભાવકર્મ બધા પુદ્ગલ છે. પુદ્રમાવા: પૌતિવા: તેમ કહ્યું.
ભગવાન આત્મા તો ચૈતન્ય શક્તિના સ્વભાવના સામર્થ્યથી ભરેલ જીવદ્રવ્ય છે. બીજા અનંતગુણો સાથે મળેલાં છે તે જીવદ્રવ્ય છે. આવા જીવદ્રવ્યને સમ્યગ્દર્શનનાં વિષય તરીકે અંતરમાં લ્ય છે ત્યારે તે દૃષ્ટિમાં આવે છે. ત્યારે તેને સમ્યગ્દર્શન થાય છે. આહા ! હજુ ધર્મની પહેલી સીઢીની વાત છે. સમજાણું કાંઈ?
આ અજીવ અધિકાર છે ને? ચેતના ને તેની સાથે રહેલાં જે ગુણો એ જીવદ્રવ્યવસ્તુ છે. જીવદ્રવ્યથી જુદા જડકર્મ, ભાવકર્મ અર્થાત્ પુણ્ય-પાપના ભાવ, વ્રત-તપપૂજા-ભક્તિના ભાવ એ બધા પૌદ્ગલિક ભાવ છે. ગજબ વાત છે બાપુ! જગતને સાંભળવા મળે નહીં. અરે! લોકો કહે છે-એ વ્રત ને તપ ને-ભક્તિ-પૂજા એ ધરમ છે. આવી પ્રરૂપણા કરે છે. આવી માન્યતા તેને નુકશાનકારક છે. ભાઈ ! તારા હિતને માટે તો આ વાત છે.
વસ્તુને જીવદ્રવ્ય કહ્યું અને ચેતનાશક્તિ એ એના ગુણો કીધાં. અને ગુણ સાથે દર્શન, આનંદ બધા ભેગાં મળેલા રહે એ એનું સર્વસ્વસાર છે. આ શીશમના લાકડાંમાં વચ્ચે સાર નથી આવતો?
આ આત્મા ચેતન છે તેને દ્રવ્ય કીધું અને તેની સાથે જ્ઞાન, દર્શન, આનંદ ત્રિકાળ ગુણ છે તે તેનું સાર છે. આવું જીવદ્રવ્ય ભગવાન પરમાત્માએ કહ્યું છે. આવડી મોટી ચીજ છે તેની અંતરદૃષ્ટિ કરવી, તેને સમ્યગ્દર્શનમાં દેખવું માનવું તે ધર્મની પહેલી દશા છે. આનંદ સ્વરૂપ ભગવાનનું ભાન થયું કે ભગવાન તો અતીન્દ્રિય આનંદ સ્વરૂપ છે તેમાં રમવું-લીન થવું તેનું નામ ચારિત્ર છે. અહીં તો હજુ સમ્યગ્દર્શનની ખબર ન મળે. વ્રત-તપ ઉપવાસે થઈ ગયા સંવર-નિર્જરા ને ધર્મ. પ્રભુ! આ માન્યતા તને નુકશાનકારી છે.. તને સના પંથની ખબર નથી.
અહીં તો ત્રિલોકીનાથ સર્વજ્ઞ પરમાત્મા એમ ફરમાવે છે કે જીવ વસ્તુ જે છે એ ચેતન સ્વભાવની સાથે દર્શન, જ્ઞાન, આનંદ, વીર્ય રહેલાં છે, તેવા જીવની અંતર્મુખ દૃષ્ટિ
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #43
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કલશ-૩૫ કરી અને એનો અનુભવ કરવો તેનું નામ સમ્યગ્દર્શન છે.
(મી) વિદ્યમાન છે એવા, (સર્વે પિ) દ્રવ્યકર્મ-ભાવકર્મ નોકર્મરૂપ જેટલા છે તે બધા (પૌરાનિ:) અચેતન પુદ્ગલ દ્રવ્યથી ઉપજ્યા છે એવા.” બપોરે એમ કહ્યું કે — વિકાર પોતાની પર્યાયમાં પોતે કરે છે. સ્વરૂપની ખબર નથી તેથી અજ્ઞાનભાવે પુણ્યભાવનો કર્તા થઈને કરે છે તેમ સિદ્ધ કર્યું. અનાદિથી જીવની પર્યાયનાં વિકાર ઉપરની રુચિ હોવાથી તેનો તે રચનારો ને કરનારો કહેવાય છે. જ્યારે અહીંયા તો ચેતન દ્રવ્યની દૃષ્ટિ કરાવવા પુદ્ગલ કરે છે તેમ કહ્યું છે.
આહા.. હા! ભગવાન ચેતન સ્વરૂપ, જ્ઞાનઘન-ચિહ્વન, આનંદકંદ છે. એવું જે જીવદ્રવ્ય વસ્તુ છે. તે વિદ્યમાન છે અને દયા-દાન, વ્રત-ભક્તિ, પૂજા, કામ, ક્રોધ, હિંસાજૂઠ-ચોરી એવા ભાવ પણ વિદ્યમાન એટલે હૈયાતિ ધરાવે છે. તે ભાવો નથી તેમ નથી.
પ્રશ્ન:- વિકારી ભાવને તો જૂઠા ઠરાવો છો?
ઉત્તર- એ જૂઠા કહ્યાં તેનો અર્થ એ છે કે સ્વરૂપમાં તે નથી માટે જૂઠા. એની હૈયાતિ છે તે અપેક્ષાએ સાચા. એ તો કળશ-૩૪ માં આવ્યું ને કે-“બધા વિકલ્પો જૂઠા છે માટે છોડ!' અને “વોનીદને વિમ!” જે જૂઠા વિકલ્પો છે તેનાથી શું લાભ? બે જગ્યાએ જૂઠા છે તેમ આવ્યું. જૂઠાનો અર્થ-સત્ય સ્વરૂપમાં તે નથી. સત્ય સ્વરૂપની અપેક્ષાએ તે અસત્ય છે-એટલે કે જૂઠા છે. પરંતુ એક સમયની પર્યાયની વિદ્યમાનતાની અપેક્ષાએ તો છે. સમજાણું કાંઈ ?
આહા. હા ! જેમ આ આત્માની અપેક્ષાએ બીજા દ્રવ્યો અદ્રવ્ય છે. આ સત્ છે તો બીજા અસત્ છે. પરંતુ એની અપેક્ષાએ સત્ છે. એમ ભગવાન આત્મા! ચૈતન્ય આનંદ ગુણનો પિંડ પ્રભુ એવું જે સનું સ્વરૂપ. એ સત્નો સાહેબો ભગવાન આત્મા એના સપણાની અપેક્ષાએ પુણ્ય-પાપના ભાવ અને અહીં તો જડ દ્રવ્યકર્મ લીધું છે-એ પણ અસત્ છે. ત્રિકાળી જ્ઞાનાનંદ સ્વભાવની અપેક્ષાએ પુણ્ય ને પાપના ભાવ પણ અસત છે–એટલે જૂઠા છે. પરંતુ એ ( વિકારી ભાવ)ની અપેક્ષાએ એ ભાવો વિદ્યમાન છે. હવે આવું સ્વરૂપ ! ઝીણું ઝીણું.... ઝીણું... ઝીણું બહુ કાંત્યું છે. બાપુ! ભગવાનનો માર્ગ આવો છે ભાઈ !
શ્રી સર્વજ્ઞ જિનેશ્વર પરમેશ્વરે આત્માને જોઈ જાણીને કહ્યું છે. તારું સ્વરૂપ તો ચેતના ને અનંતગુણના સર્વસ્વસાર વાળું છે. આ બધા જે વિકલ્પો ઉઠે છે. ભગવાનની ભક્તિ ને ભગવાનનું સ્મરણ કે શાસ્ત્રનું વાંચન, શાસ્ત્રનું શ્રવણ કરવું, શાસ્ત્રનું વાંચન આપવું તે બધા વિકલ્પો પુદ્ગલ છે ભાઈ !
પ્રશ્ન- આત્માનું ધ્યાન કરવું તે વિકલ્પ કેવો છે? ઉત્તર:- તે વિકલ્પય પુગલનો છે. અહીંયા તો એક બાજુ પુગલના ભાવને અને
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #44
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩ર.
કલશાકૃત ભાગ-૨ ભગવાન આત્માના ભાવને બન્નેને વહેંચ્યા છે. આ અજીવ અધિકાર છે ને? તેથી પુણ્યના, દયા, દાન, વ્રત-ભક્તિના ભાવ પણ અજીવ છે એમ અહીંયા કહેવું છે. અરેરે.. પ્રભુ! તારી વાતની તને ખબર ન પડે! ખોટી વાતને સાચી માનીને એમાં તને કેમ ધરમ થશે?
પ્રશ્ન:- શુદ્ધ પરિણતિને પુગલના પરિણામ કહેવાય?
ઉત્તરઃ- શુદ્ધ પરિણતિ એ છે તો જીવની, પરંતુ જ્યારે તેને ત્રિકાળી દ્રવ્યની અપેક્ષાએ લેવી હોય તો શુદ્ધ પરિણતિને પણ પરદ્રવ્ય કહેવામાં આવે છે-પૌદ્ગલિક નથી કહ્યું. રાગાદિ વિકારી ભાવોને પરદ્રવ્ય કહ્યું અને શુદ્ધ પરિણતીને પરદ્રવ્ય કહ્યું. રાગાદિભાવોને પરદ્રવ્ય કેમ કહ્યું? તે પુદ્ગલના છે માટે પરદ્રવ્ય કહ્યું. શુદ્ધ પરિણતીને પદ્રવ્ય કેમ કહ્યું? કારણ કે પર્યાયમાંથી નવી પર્યાય નથી આવતી માટે પારદ્રવ્ય કહ્યું. (નિયમસાર ગાથા-૫૦) સમ્યગ્દર્શન જ્ઞાન-ચારિત્ર નવો ધર્મ પ્રગટયો પણ એમાંથી નવી પર્યાય આવતી નથી. નવી પર્યાય તો દ્રવ્યમાંથી આવે છે. ત્રિકાળી ધ્રુવદ્રવ્યને સ્વદ્રવ્ય કહ્યું તેની અપેક્ષાએ શુદ્ધ પર્યાયને પરદ્રવ્ય કહી છે. માર્ગ તો પ્રભુનો આવો છે ભાઈ !
શ્રોતા:- બન્નેમાં એક સરખી અવસ્થા નથી આવતી, ત્યાં કઈ અપેક્ષા છે અને ત્યાં કઈ અપેક્ષાએ છે તે જાણવું જોઈએ.
ઉત્તર- કઈ અપેક્ષાએ છે તે જાણવું જોઈએ. બન્નેમાં એક અપેક્ષા નથી, બન્નેમાં જુદી-જુદી અપેક્ષા છે. બન્નેમાં એક અપેક્ષા હોય જ નહીં. આગળ કહેશે કે-વિકારને અજ્ઞાની જીવ પોતે કરે છે. તે કઈ અપેક્ષાએ? અજ્ઞાનીએ પોતાનું સ્વરૂપ જાણ્યું નથી તેથી અજ્ઞાની પુણ્ય-પાપનાં ભાવનો કર્તા થઈને કરે છે.
આ ચેતન જેવદ્રવ્ય ચૈતન્યશક્તિ અને અનંત આનંદ આદિ ગુણોથી મળેલું સ્વરૂપ છે. એવા સ્વરૂપની દૃષ્ટિ ને જ્ઞાન નથી તેવા અજ્ઞાની જીવની દૃષ્ટિ રાગ ઉપર ને પર્યાય ઉપર પડી છે, તેથી જેના ઉપર દૃષ્ટિ છે તેટલાનું અસ્તિત્વ સ્વીકારીને તે તેનો કર્તા થાય છે. આવો માર્ગ છે. આ કાંઈ હાજી.. હા..! કરવાથી ચાલે એવું નથી.
આહા.. હા! આ તત્ત્વ ભગવાન સર્વજ્ઞનું કહેવું છે. આ કાંઈ હાલી-દુવાલીમવાલીનું કહેલું નથી. એને સમજવા માટે પ્રયત્ન જોઈએ, પુરુષાર્થ જોઈએ. સમજાય છે કાંઈ ? અરે! અનંતકાળથી દુઃખી થયો છે. મુનિવ્રત પણ અનંતવાર ધારણ કર્યા, અઠ્ઠાવીસ મૂળગુણ, પાંચ મહાવ્રત ધારણ કર્યા પણ તે બધા બંધના કારણ છે. તે પરિણામને અહીં પુદ્ગલના કહ્યાં છે. પાંચ મહાવ્રત પાળવા તે ધરમ છે એમ જેણે ધરમ માન્યો તેણે મિથ્યાષ્ટિપણું સેવ્યું છે. એ વિકાર પુદ્ગલના ભાવ છે, જીવનો સ્વભાવ નથી. તેનાથી લાભ થશે તેમ માન્યું છે તે મિથ્યાષ્ટિ પંચ મહાવ્રત પાળનારો હોવા છતાં
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #45
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કલશ-૩૫
૩૩ તેને જૈનદૃષ્ટિની ખબર નથી. આકરી પડે તેવી વાત છે. જગતમાં એવું ચાલે છે કે અમે ભગવાનની માનતા માનીએ છીએ, દેવ-ગુરુને માનીએ છીએ તો સમ્યગ્દર્શન થઈ ગયું, અમારા ગુરુભાઈ આમ કહેતા હતા.
અમારું વ્યાખ્યાન બોટાદમાં ચાલતું હતું. આ ૮૦ની સાલની વાત છે. અમારી પ્રતિષ્ઠા પહેલેથી હતી એટલે માણસ આમ મકોડાની જેમ ઉભરાય. ઉપાશ્રયમાં સમાય નહીં. માણસો શેરીમાં બહાર બેસે. ત્યારે વ્યાખ્યાનમાં કહ્યું-સંપ્રદાયમાં ચાલે છે તે માન્યતા સાચી નથી. લોકો સંક્ષેપ સચિને સમ્યગ્દર્શન કહે છે. ટૂંકી રુચિ એટલે કાંઈ સમજણ વિનાની રુચિ તે સમ્યગ્દર્શન નહીં. સંક્ષેપરુચિ એટલે સંક્ષેપમાં જેને આત્માના સ્વરૂપનું ભાન થઈને દૃષ્ટિ પ્રગટ કરી છે અને કુદૃષ્ટિ જેને નથી અર્થાત્ અન્ય મતનો કોઈ પણ અભિપ્રાય જેને નથી એવા જીવને સંક્ષેપરુચિ સમકિતી કહ્યો છે. આ વાત મૂળચંદજીને ન રુચિ તેથી સાંભળતા... સાંભળતા ચાલ્યા ગયા. પછી તેમણે કહ્યું કેતમારે આવું ખોટું નહોતું કહેવું; હું સાંભળી શકયો નહીં. તેમની માન્યતા એ હતી કેસંપ્રદાયની દૃષ્ટિએ એ વાત બરોબર છે. તેઓ કહેતા કે વ્રત-તપ અંગીકાર કરવા તે ચારિત્ર છે. પછી મેં કહ્યું, દુનિયા લાખ વાત કરે તેથી શું! માર્ગ તો આ છે ભાઈ !
સંપ્રદાયમાં આ ચર્ચા બહુ ચાલતી હતી, ત્યારે મેં કીધું માર્ગ તો આ છેહું વાડામાં આવી ગયો માટે અમે વિપરીત માનીએ એવું કાંઈ છે નહીં. તમે એમ ન જાણશો કે અમારા વાડામાં આવ્યા તો એ જાણે ક્યાં? અમને જે અસત્ લાગશે તે છોડી દેશું. અમને કાંઈ દુનિયાની દરકાર નથી. અમારાથી લોકો બહુ ડરતા. એને કાંઈ કહેશો નહીં, નહીંતર હમણાં મુહપત્તિ છોડી દેશે. શેઠિયાઓ ડરે. એને કાંઈ કહેશો નહીં, તેની સાથે વિધિસર વાત કરજો.. નહીંતર સંપ્રદાય છોડી દેશે. અમે કહ્યું, અમે વાડામાં આવ્યા માટે વાડાની વાત સાચી છે એમ માનવા માટે નથી આવ્યા. અમે અમારું કરવા માટે આવ્યા છીએ.
જ્યારે દીક્ષા લીધી ત્યારે શરીર રૂપાળું ને સુંદર. ૨૫ વર્ષની ઉંમર.... અત્યારે તો ૭૮ થયા. લોકો એમ કહે કે-કાનજી સ્વામી વાંચે. કાનજી સ્વામી વાંચે. અમારા ગુરુ પણ કહે-કાનજી તું વાંચને? ત્યારે મેં કહ્યું- મહારાજ ! હું વાંચવા નથી નીકળ્યો. મને ફરી વાંચવાનું કહેશો નહીં. હું તો મારા આત્માનું કરવા નીકળ્યો છું. હું વાંચું અને સભા બેસે તે માટે નીકળ્યો નથી.
અમારા ગુરુ હતા તે બહુ નરમ, ઘણાં શાંત, કષાયમંદ, બ્રહ્મચારી હતા. તેના માટે કરેલ ગરમ પાણીનું બિંદુ હોય તો પણ પ્રાણ જાય તો પણ ન લ્ય. ગુરુ, ગરમ પાણી લેવા જાય તો પૂછે-અત્યારે ગરમ કેમ કર્યું છે? અમે આવ્યા પછી અમારા માટે કર્યું લાગે છે. તેમ લાગે તો તેઓ પાણી ન લ્ય. આમ હોવા છતાં વસ્તુની દૃષ્ટિ જૂઠી, ધર્મ શું ચીજ છે
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #46
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૪
કલશાકૃત ભાગ-૨ તેની ખબર નહીં. એ તો પરની દયા પાળવી તેને ધર્મ કહેતા. વસ્તુની કાંઈ ખબર નહીં.
અહીંયા તો અમૃતચંદ્રાચાર્યની વાતો આખી દુનિયાથી જુદી છે. ભગવાન આત્માદર્શન, જ્ઞાન, આનંદગુણ સહિત સર્વસ્વ જેનો સાર છે એ જીવદ્રવ્ય છે, તેનાથી જુદા ભાવકર્મ, દ્રવ્યકર્મ-આઠ કર્મ એ તો સીધા અજીવ છે. ભાવકર્મ-આ દયા-દાન, ભક્તિનો વિકલ્પ ઉઠે છે તે બધું પુગલ છે. કળશટીકામાં અંદર છે કે નહીં ? જે ભાવે તીર્થકર ગોત્ર બંધાય તે ભાવ પણ અજીવ છે કે નહીં? જગત રાડ નાખે પણ શું થાય? માર્ગ તો આ છે ભાઈ !
આ અનંત જનમ-મરણ મટાડવા હોય તો માર્ગ તો આ છે. અરેરે! અનંતકાળથી જન્મ મરણમાં રખડી રખડી ભીંસાઈને મરી ગયો છે. અહીંયા એ જ વાત કહે છે કેપુણ્યનો ભાવ પણ આત્માને દુઃખરૂપ છે તેથી તેને પુદ્ગલનાં કહ્યાં છે. આત્માનો ભાવ હોય તે દુઃખરૂપ ન હોય, એ તો આનંદરૂપ હોય. આહા.... હા! જે ધર્મ પ્રગટ થાય તે તો આત્માના અતીન્દ્રિય આનંદનો સ્વાદ લેતો અંદર પ્રગટ થાય છે, અને આ રાગાદિ ભાવો તો દુઃખરૂપ છે. ભારે આકરી વાતો બાપુ!
ચોસઠ વર્ષથી તો દુકાન છોડી છે. (શરીરને) અઠ્ઠાસી થયા. હું તો દુકાન ઉપર પણ શાસ્ત્ર વાંચતો.. પણ સ્થાનકવાસીના, કેમકે પિતાજી સ્થાનકવાસી હતા. પણ, આ સમયસાર વસ્તુ જ્યાં હાથ આવી ત્યારે એમ થયું કે-આ ચીજ તો ચીજ છે. દિગમ્બર સંપ્રદાય સિવાય આવી વાત બીજે કયાંય નથી. પરંતુ તેના સંપ્રદાયવાળાનેય ખબર નથી તો બીજાને ક્યાંથી ખબર હોય.
દિગમ્બર સંત આચાર્ય અમૃતચંદ્રદેવ કેવળજ્ઞાનીના કેડાયત હતા. એક-બે ભવે તો કેવળજ્ઞાન પામવાના. મોક્ષ જવાના, એવી જેમની દશા હતી. તેઓ સમ્યગ્દર્શનસમ્યજ્ઞાન સમ્મચારિત્રથી પરિણમેલા હતા. બહારમાં નગ્ન દશા હતી, અંદરમાં રાગથી ભિન્ન વીતરાગી દશા હતી. તે દિગમ્બર મુનિ એમ કહે છે-જેટલા વ્રત-તપ-ભક્તિના વિકલ્પ ઉઠે છે એ બધા અચેતન-પુદગલ દ્રવ્યથી ઉપજ્યા છે. તે ચેતન સ્વભાવથી ઉપજેલા નથી. આહા... હા! આવું સાંભળવું કઠણ પડે.. તો અંદર બેસે કેમ? હજી તો સાંભળવા મળે નહીં ત્યાં બિચારા શું કરે? પહેલાં કહ્યું હતું ને કે-વરાંકા છે.
આહા ! સમ્યગ્દર્શન થયા પછી પણ જેટલા વ્રત-તપના વિકલ્પ આવે તે અશુભથી બચવા આવે છે. છે તો તે હેય અને દુઃખરૂપ. આત્મજ્ઞાન થયા પછી પણ ભક્તિ-પૂજાનો ભાવ આવે તેને ( જ્ઞાની) દુઃખરૂપ અને હેય જાણે છે. અજ્ઞાની તેને ઉપાદેય જાણે છે. આ ફેર છે. અચેતન પુદ્ગલથી ઉપજેલા ભાવને અજ્ઞાની પોતાના માને છે, જ્ઞાની તેને અચેતન પુદ્ગલથી ઉત્પન્ન થયેલા માને છે–તેથી તેને હેય છે, આદરણીય નથી, હિતકર નથી. આવું સાંભળવું મુશ્કેલ પડે. અન્યમતિમાં આવે છે...
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #47
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કલશ-૩૫
“હરિનો મારગ છે શૂરાનો, કાયરના નહીં કામ જોને;
પરથમ પહેલું મસ્તક મૂકી, વળતાં લેવું નામ જોને.” પુણ્યથી ધર્મ માનનારા કાયર નપુંસકોનું વીતરાગ માર્ગમાં કામ નથી. શુભભાવથી ધર્મ માનનારાને પરમાત્મા પાવૈયા-હિજડા કહે છે. જેમ નપુંસકને પ્રજા ન હોય તેમ શુભભાવમાં ધર્મની પ્રજા ન હોય. સમયસાર પુણ્ય-પાપ અધિકારમાં નપુંસક કહ્યાં છે ને?
વીતરાગ માર્ગની તેને ખબર નથી. વીરતાનો માર્ગ તેને કહીએ કે જેનું વીર્ય સ્વભાવ તરફ પ્રેરાય છે અને વિભાવથી જેનું વીર્ય ખસી જાય છે. એવો જે વીરનો માર્ગ ત્યાં કાયરના કામ નથી. આવી વાતું સાંભળીને તેને એમ થાય કે આ તો એકાન્ત નિશ્ચય નિશ્ચયની વાત છે. આમ માનવું તે અજ્ઞાનીનું મિથ્યા એકાન્ત છે. તમારે જેમ માનવું હોય તેમ માનો ભાઈ !
અમને તો સંપ્રદાયની ખબર છે. તેને છોડયે સાડી બેતાલીશ વરસ થયા. સંપ્રદાયમાં કહે છે– કર્મના કારણે વિકાર થયો. અહીં તેને પુદ્ગલની પર્યાય કહી તે કઈ અપેક્ષાએ? કર્મ તો જડ દ્રવ્ય છે. જડમાંથી જડને કારણે વિકાર થાય. પુષ્ય-પાપના ભાવ થાય એમ નથી. પુણ્ય-પાપના ભાવ તે ચેતનની વિકારી પર્યાય છે. તેનો કર્તા જડ કર્મ નથી. અજ્ઞાની જીવ અજ્ઞાન ભાવે રાગનો કર્તા થાય છે-કારણ કે તેની દૃષ્ટિ પર્યાય ઉપર છે. અહીંયા તો સમ્યગ્દષ્ટિની વાત છે, તેની દૃષ્ટિ દ્રવ્ય સ્વભાવ ઉપર છે.
આ. હા. હા! ભગવાન ચેતન સ્વરૂપી પ્રભુ ! એમાં તો અનંત આનંદ આદિ ગુણો મળેલાં છે. પણ, આ અચેતન પૌદ્ગલિક વિકાર તે ગુણો સાથે મળેલાં નથી.. તે તો ભિન્ન છે. બીજી રીતે કહીએ તો ભગવાન ચેતન દ્રવ્ય અનંત ચેતન શક્તિથી અને અનંત ગુણથી મળેલું તત્ત્વ છે. તેમાં વિકારી પર્યાયનો મેળ સાથે નથી. સમ્યગ્દષ્ટિ જીવને તો ચેતના શક્તિથી ભરેલું તત્ત્વ તે હું છું અને આ પર્યાયમાં જે વિકાર છે તે કર્મના સંગે ઉત્પન્ન થયેલો ભાવ છે તે સ્વભાવમાં નથી તેમ દૃષ્ટિ થઈ છે. તેથી તેને પૌગલિક કહીને હેય તરીકે જાણે છે. ધર્મી જીવ તેને હેય જાણે છે. અહીં વાતે વાતે ફેર છે. આવે છે કે
આનંદ કહે પરમાનંદા માણસે માણસે ફેર,
એક લાખે ન મળે તો એક તાંબિયાના તેર.” તેમ અહીંયા ભગવાન કહે છે તારે ને મારે વાતે-વાતે ફેર છે. તું કાંઈ માને છે અને અમે બીજું કાંઈ જ કહીએ છીએ. આહા! આવી વાત કયાં છે? આ તો પરમાત્માના ઘરની વાત છે.
અહીં કહે છે-રાગાદિ ભાવ અચેતન પુદ્ગલથી ઉપજ્યા છે. પેલા સંપ્રદાયવાળા કહે છે-કર્મથી વિકાર થયો છે. એ બીજી દૃષ્ટિથી વાત છે. અજ્ઞાનીને વિકાર થયો છે. તે પોતાની પર્યાયમાં અજ્ઞાન ભાવે કરે છે. વિકાર કર્મને લઈને થયો છે તેમ નથી. હવે
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #48
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૬
કલશાકૃત ભાગ-૨ આટલી વાત સિદ્ધ થયા પછી જ્યારે પર્યાયદૃષ્ટિ છૂટી જાય છે અને જ્ઞાયક સ્વભાવ ઉપર દૃષ્ટિ આવે છે ત્યારે સમકિતી તેમ માને છે કે વિકારના પરિણામ જીવના નહીં, પુદ્ગલના છે. દૃષ્ટિમાંથી કાઢી નાખવા એમ કહેવામાં આવ્યું છે.
કેટલાક લોકો એમ કહે છે કે સોનગઢમાં સાંભળનારા ભોળા લોકો છે. આ રામજીભાઈને બધા ભોળા લોકો છે? જે કહે તેની હા એ હા.. કરનારા છે. એમ લખ્યું છે કે ત્યાં જે વાત કરે છે તેની ભોળા લોકો જી.. હા! જી. હા! કહે છે. અરે! ભગવાન એકવાર સાંભળતો ખરો!
શ્રોતા:- આપ સાચું કહો છો તેથી “હા” તો પાડવી જોઈએ ને?
ઉત્તર- સાચી વાત છે માટે “હા” કહો છો તેમ નહીં, પણ તમે ભોળા છો માટે “હા” પાડો છો તેમ તેની દૃષ્ટિએ તે કહે છે. પરીક્ષા પ્રધાન થયા વિના આ બધું છોડીને અહીં આવે? પેલા જૈનદર્શનમાં આવ્યું છે-ચાર જણા ભેગા થઈને ચર્ચા કરો. બાપુ! ચર્ચા કોની સાથે કરવી ? તમારે તો એમ કહેવું છે ને કે અમે સાચા ને તમે ખોટા છો ! તેમાં અમારે શું ચર્ચા કરવી?
અહીંયા નિયમસારમાં કુંદકુંદાચાર્ય તો એમ કહે છે-સ્વસમય અને પરસમયની સાથે વાદ-વિવાદ કરીશ નહીં. જ્ઞાન સ્વરૂપી ભગવાનનું નિધાન જો તને મળ્યું છે, તને પ્રાપ્ત થયું છે, તેમજ પુદ્ગલાદિ પરિણામ આત્માથી ભિન્ન છે તેમ ભાન થયું છે તો હવે તું કોની સાથે ચર્ચા કરીશ? એ સ્વસમય જૈનમતવાળા સાથે ચર્ચા કરીશ નહીં અને પરમત-અન્યમતિ સાથે પણ ચર્ચા કરીશ નહીં.
જેમ કોઈ માણસ બહારગામ ગયો હોય પરદેશ અને બે-પાંચ કરોડ પેદા કર્યા હોય તેને કહે છે-વતનમાં આવીને એકલો ભોગવજે. બહાર ઢોલ ન પીટાવજે કે-હું પાંચ કરોડ લઈને આવ્યો છું તો બહારમાં લોકો લૂંટવા આવશે. મને ધો.. મને ઘો.. તેમ લેનારાઓ લેવા આવશે. તેવી રીતે આચાર્યદેવ કહે છે તને જો આત્મજ્ઞાન-જ્ઞાનઘન સ્વરૂપ પુણ્ય-પાપના વિકલ્પોથી ભિન્ન છે એવું જો તને સમ્યગ્દર્શન થયું હોય તો તું એકલો ભોગવજે. વાદ-વિવાદમાં પડીશ નહીં. એને નહીં બેસે અને તને મફતમાં હેરાન કરશે. સમજાણું કાંઈ?
આહા... હા! આ તો જેમને ભવ ભ્રમણના દુ:ખ લાગ્યા હોય તેની વાતો છે ભાઈ ! અરે રે! ક્યાં જઈશ? કયાં રહીશ? ચોરાશીના અવતાર.. ભવાબ્ધિ-મોટો સિંધુ છે. જો મિથ્યાશ્રદ્ધા રહી ગઈ તો ભવસિંધુમાં કયાં જશે? ક્યાં ઉપજશે? ત્યાં કોઈ માસીબા બેઠી નથી. કરોડો રૂપિયાના બંગલામાં બેઠા હોય અને મરીને ઢોરમાં (તિર્યંચમાં) જાય, મિથ્યાશ્રદ્ધાના ફળ તો ચારગતિ છે.
આહા.... હા! રતનના પલંગે સૂતો હોય, આર્ય માણસ હોય તેથી માંસ-દારૂ ખાતો
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #49
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કલશ-૩૫
૩૭ ન હોય, મમતા હોય, તત્ત્વની દૃષ્ટિની ખબર ન હોય, મિથ્યાત્વના પોષણ કર્યા હોય, ઉંધી દશાની આડોડાઈ બહુ સેવી હોય તેથી ઢોર-તિર્યંચમાં જશે. ગોમટસારમાં તેને આડોડાઈ કહે છે. કારણ કે માણસને ઉભા શરીર હોય, ગાય-ભેંસને આડા શરીર હોય એ બધી સમ્યગ્દર્શન વિના આડોડાઈ કરી છે. માટે શરીર આડા થઈ જશે. બાપુ.! આવા.. અવતાર કર્યા છે.
અરે! દિગમ્બર સાધુ થઈને નવમી રૈવેયકે ગયો પણ મિથ્યાત્વ ન ટળ્યું. જે મિથ્યાત્વ મહાપાપ ને મહાસંસાર છે. મિથ્યાત્વ તે સંસાર છે. રાગની-પુણ્યની આત્માની સાથે એકતાબુદ્ધિ કરવી એ મિથ્યાત્વ છે-સંસાર છે-તેનું નામ મહાપાપ છે. આ મિથ્યાત્વના પાપનો તેને કોઈ ડર નથી. અહીંયા કળશમાં ચોખ્ખું લખ્યું છે કે-રાગાદિભાવ અચેતન પુદ્ગલદ્રવ્યથી ઉપજ્યા છે.
શ્રોતા:- રાગાદિભાવને ઉપાધિ કહી.
ઉત્તર- આ પાંચ મહાવ્રતના પરિણામ, ભગવાનની ભક્તિ-સ્મરણના ભાવ તે બધા અચેતનથી થયા છે. “બળાત્કારે” થયા છે. દિગમ્બર સંત આચાર્ય અમૃતચંદ્ર મુનિરાજ કહે છે અને એવું કંઈક પદ પણ છે. “શાંતિ પમાડે તેને સંત કહીએ.” ભગવાન ! તું આનંદ સ્વરૂપ પ્રભુ છો ને? એમાં શાંતિ કર તને શાંતિ મળશે. એ પુણ્યપાપમાં દૃષ્ટિ કરવાથી તને દુઃખ અને પાપ ઉભું થશે.
અચેતન પુદ્ગલ દ્રવ્યથી ઉપજ્યા છે એવા અશુદ્ધ રાગાદિરૂપ સમસ્ત વિભાવ પરિણામો શુદ્ધ ચેતનામાત્ર જીવ વસ્તુથી અત્યંત ભિન્ન છે.” અશુદ્ધ પરિણામ એટલે દયા-દાન-વ્રત-ભક્તિ આદિ રાગાદિરૂપ સમસ્ત વિભાવ પરિણામ, ભગવાન આત્માના શુદ્ધ ચૈતન્ય આનંદ સ્વરૂપથી-પુગલના ભાવો તર્ન ભિન્ન છે.
શ્રોતા:- રાગાદિને પહેલાં પુદ્ગલનાં કહ્યાં, પછી અંદરથી ભિન્ન તન્ન જુદાં કહ્યાં!
ઉત્તર:- હા, અંદરથી ભિન્ન-જુદા છે. જીવ વસ્તુથી જુદા છે. જીવ કોણ? (અત:) શુદ્ધ ચેતનામાત્ર જીવ વસ્તુ છે. (ગતિરિn:) અતિરિક્તા એટલે તેનાથી ખાલી છે. રાગાદિભાવ ચૈતન્યના સ્વભાવથી ખાલી અને પોતાના ભાવથી ભરેલા અત્યંત ભિન્ન છે. આહા. હા! આવા જ્ઞાનનું નામ અનુભવ કહેવાય છે. આવા જ્ઞાનનું નામ સમ્યગ્દર્શન કહેવાય છે.
આહા.... હા! જુઓ, દિગમ્બર સંતોની વાણી જગતને આકરી પડે! શું થાય? ભાઈ ! માર્ગ તો જે છે તે છે અને એ જ રહેશે. દુનિયા મન માન્યું કલ્પ માટે માર્ગ બીજો થઈ જાય?
“આવા જ્ઞાનનું નામ અનુભવ કહેવાય છે.” એટલે? ચૈતન્યની દૃષ્ટિ કરીને તેનો અનુભવ કરવો અને એમાં આ પુદ્ગલના અને રાગાદિના અશુદ્ધ પરિણામને
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #50
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૮
કલશામૃત ભાગ-૨ ભિન્ન રાખવા, આવું અનુભવવું તેનું નામ સમ્યગ્દર્શન ને સમ્યજ્ઞાન કહેવામાં આવે છે. શ્રી નાટક સમયસારમાં બનારસીદાસનું પદ છે
“અનુભવ ચિંતામની રતન, અનુભવ છે રસકૂપ,
અનુભવ મારગ મોખકો, અનુભવ મોખ સરૂપ. ૧૮” એ અનુભવ પણ આવો હોં! શુદ્ધ ચેતનની સાથે અનંત ગુણથી મળેલું શુદ્ધ જીવદ્રવ્ય, તેની દૃષ્ટિ કરીને તેનો અનુભવ કરવો... એ અનુભવ રત્ન ચિંતામણી છે. તે અનુભવ આનંદનો કૂવો છે. અનુભવ અતીન્દ્રિય આનંદનો કૂવો છે. આ અનુભવ મોક્ષનો માર્ગ છે. આ વ્રત-તપના વિકલ્પો એ બધા પુદ્ગલના પરિણામ એ મોક્ષનો માર્ગ નહીં.
પ્રશ્ન:- આત્મા બીજાને જાણે છે માટે જ્ઞાયક છે કે સ્વયં શાયક છે?
ઉત્તરઃ- શાસ્ત્રમાં આવે છે ને? કે હું દેખનારો છું, દેખતા ને જ દેખું છું, દેખતા દ્વારા દેખું છું, સ્વયં દેખનારો-જાણનારો છું, બીજાને દેખનારો છું તેમ નહીં. હું સ્વયં દેખનારો છું. હું દેખનાર-જાણનાર સ્વભાવથી ભરપૂર છું. અગ્નિ બીજાને ઉષ્ણ કરે માટે ઉષ્ણ છે તેમ નહીં, સ્વયં ઉષ્ણતાથી ભરેલી અગ્નિ છે. બરફ પોતે સ્વયં ઠંડો છે, બીજાને ઠંડો કરે માટે બરફ ઠંડો છે એમ નહીં, બરફનો સ્વભાવ સ્વયં ઠંડો જ છે. તેમ બીજાને હું દેખું-જાણું માટે હું જાણનાર એમ નહીં, હું સ્વયં દેખનારો-જાણનારો છું. હું અનંત શક્તિથી ભરપૂર જાણનારો છું. વસ્તુ સ્વતઃ સિદ્ધ અનાદિ-અનંત છે. તેને કોઈએ બનાવી નથી, તે સ્વયં છે. જેમ જડ પદાર્થ સ્વયં છે, તેમ હું ચૈતન્ય સ્વયં સિદ્ધ વસ્તુ જાણનારો છું. તે જાણનારમાં બીજા અનંતાગુણો ભરેલા છે. તે જાણનાર એવો છે કે અનંતતાથી સ્વયં ભરેલો છે. તે સ્વયં જાણનારને જાણી લેવો. બીજાને જાણે દેખે માટે જાણનારો ને દેખનારો તેમ નહીં, સ્વયં જાણનારો-દેખનારો છે.
(સ્વાનુભૂતિ દર્શન-તત્ત્વચર્ચા નં. ૧૬૭)
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #51
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કલશ-૩૬
૩૯
કિલશ-૩૬
(માલિની) सकलमपि विहायाह्वाय चिच्छक्तिरिक्तं स्फुटतरमवगाह्य स्वं च चिच्छक्तिमात्रम्। इममुपरि चरन्तं चारु विश्वस्य साक्षात्
कलयतु परमात्मात्मानमात्मन्यनन्तम्।।४-३६ ।। ખંડાન્વય સહિત અર્થ- “માત્મા ગાત્મનિ મમ માત્માનમ્ વનયત” (માત્મા) આત્મા અર્થાત્ જીવદ્રવ્ય (માત્મનિ) પોતામાં (રૂમન માત્માનમ) પોતાને (વયેતુ) નિરંતર અનુભવો. કેવો છે અનુભવયોગ્ય આત્મા? “વિચ સાક્ષાત્ ઉપર પરન્ત” (વિશ્વ૨) સમસ્ત મૈલોકયમાં (ઉપર ઘરન્ત) સર્વોત્કૃષ્ટ છે, ઉપાદેય છે-(સાક્ષાત) એવો જ છે, વધારીને નથી કહેતા. વળી કેવો છે? “વા” સુખસ્વરૂપ છે. વળી કેવો છે? “પર”” શુદ્ધસ્વરૂપ છે. વળી કેવો છે? “સનત્તમ” શાશ્વત છે. હવે જે રીતે અનુભવ થાય છે તે જ કહે છે- “વિચ્છરિરૂં સનમ કપિ સદ્દીય વિદાય”(વિ-શરિફં) જ્ઞાનગુણથી શૂન્ય એવાં (સનમ) સમસ્ત દ્રવ્યકર્મ-ભાવકર્મ-નોકર્મોને (લીય) મૂળથી (વિદાય) છોડીને ભાવાર્થ આમ છે કે જેટલી કોઈ કર્મજાતિ છે તે સમસ્ત હેય છે, તેમાં કોઈ કર્મ ઉપાદેય નથી. વળી અનુભવ જે રીતે થાય છે તે કહે છે- “વિશ્વજીિમાત્રમ વૃં ટતરમ વનાિ” (વિતમિત્રમ્) જ્ઞાનગુણ તે જ છે સ્વરૂપ જેનું એવા (રૂં વ) પોતાને (ક્યુટતમ્) પ્રત્યક્ષપણે (સવા ) આસ્વાદીને. ભાવાર્થ આમ છે કે જેટલા વિભાવપરિણામો છે તે બધાય જીવના નથી, શુદ્ધ ચૈતન્યમાત્ર જીવ છે એવો અનુભવ કર્તવ્ય છે. ૪-૩૬. પ્રવચન નં. ૪૪
તા. ૧૯-૭-'૭૭ કલશ-૩૬ : ઉપર પ્રવચન “માત્મા માત્માન સુમન શાત્માનમ્ નયાઆત્મા અર્થાત્ જીવદ્રવ્ય પોતામાં પોતાને નિરંતર અનુભવો.” આહા.. હા! કહે છે-આત્મા એટલે જીવદ્રવ્ય જે ચેતનના અનંતગુણ સ્વરૂપ તે આત્માને પોતાનામાં, હવે રાગમાં નહીં, પોતાના પવિત્ર પરિણામમાં પોતાને નિરંતર અનુભવો.
શ્રોતા:- એ પણ પર્યાય છે ને?
ઉત્તર- પર્યાયમાં પણ ત્રિકાળને અનુભવવો, રાગને નહીં. વ્યવહારથી આત્માને અનુભવવો તેમ નહીં. “જીવદ્રવ્ય પોતામાં', જીવદ્રવ્ય કેવું કીધું? ચેતનાની સાથે
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #52
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૪૦
કલશામૃત ભાગ-૨ અનંતગુણો મળેલાં એવા પોતામાં પોતાને એટલે આત્માની નિર્મળ પરિણતિમાં નિરંતર અનુભવો. પોતામાં પોતાને નિરંતર અનુભવવો.
‘ નયતુ’ છે તે ? તેના અર્થ બે ત્રણ કર્યાં છે. ધ્યાવવું, જાણવું, અનુભવવું એ અર્થ કર્યા છે. ‘પોતામાં પોતાને નિરંતર અનુભવો' એટલે આત્માની નિર્મળ પરિણતિમાં નિરંતર અનુભવો. આવો જે ભગવાન આત્મા છે તેને આ જે પુદ્ગલના વિકલ્પો છે તેનાથી ભિન્ન કરીને સ્વરૂપને અનુભવો. ‘નિરંતર ’ શબ્દ એમાં નાખ્યો એટલે કે–કોઈ કાળે પણ રાગથી લાભ થાય એમ ન અનુભવો. વ્યવહાર વચ્ચે આવે ખરો પણ વ્યવહા૨થી આત્માને ધર્મ થાય એમ નહીં. અંદરમાં ધ્રુવ ધ્યેયને ઉ૫૨ ૨ાખો.
“ કેવો છે અનુભવ યોગ્ય આત્મા ? વિશ્વસ્ય સાક્ષાત્ ઉપર વરાં ” સમસ્ત ત્રૈલોકયમાં સર્વોત્કૃષ્ટ છે, ઉપાદેય છે-એવો જ છે. ” એ તો સમસ્ત વિશ્વના વિકલ્પથી ભિન્ન પડેલો ભગવાન વિશ્વ ઉ૫૨ તરતો છે. આત્માને અંદ૨માં ૫૨થી ભિન્ન દેખે છે. વ્રત-નિયમ-તપ આદિના જેટલા પૌદ્ગલિક વિકલ્પો છે તેનાથી ભિન્ન ભગવાન વિશ્વ ઉ૫૨ તરે છે.. અને તે આત્માને રાગથી ભિન્ન પડેલો અનુભવે છે. સમજાણું કાંઈ ? આવી વાત હવે ! પછી માણસને એકાંત લાગે.
જગતને એમ લાગે કે-વ્યવહા૨ની વાત તો કરતા નથી. પણ, આ વ્યવહારની વાત નથી કરતા. વ્યવહાર આવે તે પુદ્ગલના પરિણામ છે-તે આત્મા નહીં. ધર્મીને કેવળજ્ઞાન ન હોય ત્યાં સુધી આવે ખરા પણ તે હૈય છે. આત્માના આશ્રયે અનુભવ હોવા છતાં અપૂર્ણતાને લઈને એવો શુભભાવ આવે.. પણ, તેને સાધક હેય જાણે છે–દુઃખરૂપ જાણે છે. તેને પુદ્ગલના પરિણામ જાણે છે. તેને જીવની જાતના જાણતાં નથી. સમજાણું કાંઈ ? આ વાત સાંભળે વાંચે તો ખરાં બાપુ ! અરે ! આવા ટાણા કે 'દિ મળશે ?
અત્યારે હિન્દુસ્તાનમાં પણ બધે ગરબડ ચાલે છે. તો પછી બહારની તો વાત જ શી કરવી ! પણ... અત્યારે ચારેકોર આ વાત ચાલે છે. ચૌદ લાખ પુસ્તકો અહીંથી અને છ લાખ પુસ્તકો જયપુરથી-એમ વીસ લાખ પુસ્તકો અહીંથી છપાઈ ગયા છે. અમેરીકા, લંડન અને નૈરોબીમાં પણ આ વાત ચાલે છે. આફ્રિકામાં તો અહીંયાનું એક મોટું મંડળ ચાલુ છે. મનુષ્યપણાના એક સમયની કિંમત છે. આ મનુષ્યપણું તે આત્માને પોતાને માટે છે. જો આ આત્માને ઓળખ્યો નહીં તો મનુષ્યપણું મળ્યું ન મળ્યાં બરોબર છે.
=
અહીંયા કહે છે :– અનુભવ કરવાને લાયક આત્મા કેવો છે ? “ સમસ્ત ત્રૈલોકયમાં સર્વોત્કૃષ્ટ છે; ઉપાદેય છે-એવો જ છે.” તે આત્મા શુદ્ધ ચેતનને જ ઉપાદેય માનનારો છે. તે આત્મા સર્વોત્કૃષ્ટ છે. પર્યાયમાં સર્વોત્કૃષ્ટ થાશે. અર્થકાર કહે છે–અમે વધારીને એટલે અતિશયોક્તિથી નથી કહેતા. જેવો છે તેવો કહે છે.
ભગવાન આત્મા પોતાના ચૈતન્ય સ્વરૂપનો જ્યાં અનુભવ કરે છે–તે તો રાગથી
Please inform us of any errors on rajesh.shah@fofalise.co.uk
Page #53
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૪૧
કલશ-૩૬ સર્વથી ભિન્ન પડેલી તેવી જ તેની દશા છે. આહા. હા ! એ રાગથી એટલે વિકલ્પથી ભિન્ન પડીને ચેતનને અનુભવવો. તે જીવ રૈલોકયમાં ઊંચો છે. એ આત્મા ઉપાદેય છે. તેની પર્યાય એવી પ્રગટ થઈ છે કે જેમાં ત્રિકાળને ઉપાદેય માન્યો છે. અને એ પર્યાય પણ પ્રગટ કરવાની અપેક્ષાએ ખરેખર ઉપાદેય છે. સમજાણું કાંઈ ?
ભાઈ ! આવો ઉપદેશ હવે! પેલા કહે-દયા પાળો, વ્રત કરો, ઉપવાસ કરો, રસ છોડો, આ ભક્તિ કરો, રથયાત્રા કાઢો, મંદિર બનાવો. આવું કહે તો સમજાય તો ખરું! આમાં શું સમજવું છે. ધૂળ ! એ તો બધી જડની-પરની ક્રિયા થવા કાળે થાય એમાં તારો રાગ કદાચિત્ મંદ હોય તો પુણ્ય છે. એ પુદ્ગલના પરિણામ છે. એ તારી ચીજ નહીં. આહા.. હા! ગજબ વાત છે.
જુઓ, અર્થકાર રાજમલજી કહે છે કે આવા આત્માને અમે સર્વોત્કૃષ્ટ કહ્યો. અમે વધારીને નથી કહેતા. “
વિચ સાક્ષાત ઉપર ઘરન્ત” ૧૪૪ ગાથા કર્તાકર્મ અધિકારમાં ત્યાં આવ્યું હતું. વિશ્વ ઉપર તરે છે. વિકલ્પથી માંડીને બધાથી ભિન્ન પડેલો છે એ આત્માને અમે સર્વોત્કૃષ્ટ-ઊંચો કહીએ છીએ. અમે વધારીને નથી કહેતા એમ કહે છે.
વળી કેવો છે ? “વા” સુખ સ્વરૂપ છે.” કહે છે કે-અનુભવ યોગ્ય આત્મા સુખ સ્વરૂપ છે. જેની દશામાં આનંદ દશા પ્રગટી છે. ધર્મી એને કહીએ જેની દશામાં આનંદ-સુખ પ્રગટયું છે તેને સમ્યગ્દષ્ટિ અને ધર્મી કહીએ. આહા.. હા! આમાં છે કે નહીં? “સુખ સ્વરૂપ છે.” વળી કેવો છે? શુદ્ધ સ્વરૂપ છે.” આહા... હા! તે સર્વોત્કૃષ્ટ છે, ઉપાદેય છે, સુખરૂપ છે, શુદ્ધ સ્વરૂપ છે આટલા બોલ નાખ્યા છે. જેને સમ્યગ્દર્શન પ્રગટયું છે એ તો ત્રિકાળીને ઉપાદેય માને છે. વ્યવહારના વિકલ્પો આવે પણ તેને હેય જાણે છે. ભગવાન સુખનો સાગર છે એમાં જેણે ડૂબકી મારી છે એની પર્યાયમાં સુખરૂપ છે, અને શુદ્ધ સ્વરૂપ છે અને સર્વોત્કૃષ્ટ છે. પ્રવચન નં. ૪૫
તા. ૨૦-૭-'૭૭ આ તો અજીવ અધિકાર છે. એટલે કે-આત્માનો શુદ્ધ ચૈતન્યઘન સ્વભાવ છે. જીવ તો આનંદકંદ ઘન છે. તે આત્મા જ્ઞાયક ચૈતન્ય જ્યોત છે. તેને રાગની-વિકલ્પની દશાથી પાર અંતરમાં જોતાં તે જ્ઞાયકભાવ જેવો છે તેવો અનુભવ થવો તેનું નામ ધર્મ ને સમ્યગ્દર્શન છે. આત્માના અનુભવ સિવાયના જેટલા પુણ્ય-પાપના ભાવ છે તે બધા અજીવ છે.
અશુભભાવ તો પાપ છે-હિંસા-જૂઠ-ચોરી-વિષય-ભોગ વાસના એ તો પાપ છે. અહીં તો કહે છે-દયા, દાન, વ્રત, ભક્તિ, પૂજા એવા જે વિકલ્પ અર્થાત્ રાગ તે પણ અજીવ છે.
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #54
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૪૨
કલશામૃત ભાગ-૨ જે સર્વજ્ઞ ભગવાને જીવને જોયો છે તે ભગવાનનું આ વાકય છે. તેને વીતરાગી સંતો જગત સમક્ષ જાહેર કરે છે. તેઓ કહે છે–ભાઈ ! તારે જો આત્મા પ્રાપ્ત કરવો હોય... એટલે કે ધર્મ કરવો હોય... તો આત્મા જે જીવદ્રવ્ય વસ્તુ છે, જે અતીન્દ્રિય આનંદનો પિંડ પ્રભુ છે, તેને અતીન્દ્રિય આનંદની પરિણતીથી અનુભવ કર. જે જ્ઞાયકભાવ આનંદથી ભરેલો છે તેનો-પોતામાં પોતાનો અનુભવ કર એમ કહે છે. “પોતામાં ” એટલે જ્ઞાનાનંદ સ્વભાવમાં “પોતાને નિરંતર અનુભવો,” અર્થાત્ અતીન્દ્રિય આનંદની પરિણતિથી તેનો અનુભવ કર. રાગથી ભિન્ન પડેલી નિર્મળ પરિણતિથી પ્રાપ્ત થાય તેવો છે. ઝીણી વાત છે બાપુ! અત્યારે ચાલે છે તેનાથી આ જુદી જાતનો મારગ છે.
પૂર્ણ આનંદ સ્વરૂપ ભગવાન આત્મા છે તે સમ્યગ્દર્શનનો વિષય છે. તેને તું નિરંતર અનુભવ. એકલી જે ચીજ છે તેને અનુસરીને આનંદના વેદનમાં જા..! તને આત્માની પ્રાપ્તિ થશે. આ તો હજુ ધર્મની પહેલી દશાની વાત છે. ચારિત્ર તો હજુ કયાંય રહ્યું. ચારિત્ર કોને કહેવું તે હજુ લોકોને ખબર નથી.
સકરકંદનો દાખલો તો આપણે વારંવાર આપીએ છીએ. આ શકરિયું જે છે તેની ઉપરની લાલ છાલને ન જુઓ તો.. અંદરમાં એકલો સકરનો પિંડ-મીઠાશનો પિંડ ભર્યો છે. એ સાકરની મીઠાશનું દળ જે છે તે લાલ છાલથી ભિન્ન છે. તેમ આ ભગવાન આત્મા દયા, દાન, વ્રત, ભક્તિ આદિના પરિણામ.. વિકલ્પ તે છાલ છે. એ છાલની પાછળ અતીન્દ્રિય આનંદનો કંદ પડ્યો છે. જેમ પેલો સકરકંદ છે તેમ આ અતીન્દ્રિય આનંદનો કંદ છે. તેને તું અતીન્દ્રિય આનંદની દશા દ્વારા અનુભવ. તું તેનું ધ્યાન કર! ધ્યાનમાં ત્રિકાળી ચીજને વિષય બનાવ.. તો તને આત્મા પ્રાપ્ત થશે અર્થાત્ સમ્યગ્દર્શન થશે.
આહા..! અત્યારે તો એમ કહે છે-દયા, દાન, વ્રત, ભક્તિ કરો તો કલ્યાણ થશે. ભાઈ ! મારગ બહુ ઝીણો છે. અનંત કાળ પરિભ્રમણ કરતાં-કરતાં ગયો. એ દુઃખી છે તેની તેને ખબર નથી. રાગ ને વૈષના પરિણામ શુભ કે અશુભ તે બધા દુઃખરૂપ છે. ભગવાન આત્મા એ દુઃખની દશાથી અંદર ભિન્ન છે.
આ તો વસ્તુ જ એવી છે, અમે શું કરીએ! સર્વજ્ઞ જિનેશ્વરદેવનો હુકમ છે-આજ્ઞા છે. પ્રભુ! તું જીવદ્રવ્ય છો ને? તું જીવ વસ્તુ છોને? તેમાં આ પુણ્ય ને પાપના વિકલ્પો, શુભાશુભ આદિ રાગની ક્રિયાઓ છે તે તારા આત્મામાં નથી–તે તો અજીવ છે.
‘નયત' તેની વ્યાખ્યા કરી નિરંતર. ત્રિકાળી વસ્તુને તારી જ્ઞાનની દશામાં, ધ્યાનમાં ધ્યેય બનાવ. આહા! તેનો નિરંતર અનુભવ કર! તેને નિરંતર દેખ! તેને નિરંતર જાણ ! તેનું નામ આત્મજ્ઞાન અને સમ્યગ્દર્શન કહેવાય છે. - નાળિયેરનો દાખલો તો આપીએ છીએ. નાળિયેરમાં ઉપરના છાલાં તે જુદી ચીજ છે. અને કાચલી જુદી ચીજ છે. અને કાચલી કોરની લાલ છાલ જે રાતડ છે તે જુદી ચીજ
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #55
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૪૩
કલશ-૩૬ છે. ટોપરાપાક કરતાં તે લાલ છાલને ઘસી નાખે છે. લાલ છાલ જુદી છે. લાલ છાલની પાછળ ધોળો ગોળો શ્રીફળ જુદો છે. તેમ આ શરીર છે તે છાલા છે. અંદર આ કર્મ છે જડ તે કાચલી છે. તે કાંઈ આત્મા નથી. હવે કર્મના લક્ષે થતાં પુણ્ય-પાપ, દયા-દાન, વ્રતભક્તિ, કામ-ક્રોધના ભાવ થાય તે બધા કર્મ કોરની લાલ છાલ છે. એ પુણ્ય-પાપની લાલ છાલ પાછળ અંદર ભગવાન આત્મા જે છે તે અતીન્દ્રિય આનંદનો કંદ છે. તેના ઉપર નજર કરી અને આ બધા વિકલ્પો છે તેનાથી નજર છોડી દે! જો તારે આત્માની પ્રાપ્તિ અને સમ્યગ્દર્શન કરવું હોય તો !! બાકી તો આ બધું તું અનાદિથી કરે છે. અને તેથી રખડે છે. તેમાં કાંઈ ભવનો અંત આવે એવું નથી. સમજાણું કાંઈ?
કેવો છે અનુભવ યોગ્ય આત્મા? “વિશ્વસ્ય સાક્ષાત પરિવરન્ત” સમસ્ત રૈલોક્યમાં સર્વોત્કૃષ્ટ છે, ઉપાદેય છે (સાક્ષાત્ ) એવો જ છે, વધારીને નથી કહેતા.”
શ્રી સમયસાર ૧૪૪ ગાથામાં ઉપર “તરન્તિ' તેમ શબ્દ છે. અહીંયા “હરિ વરન્ત' તેમ શબ્દ છે. એમાં આટલો ફેર છે. (૧) ૧૪૪માં વિશ્વ ઉપર તરે છે–એટલે જુદો દેખાય છે. પુષ્ય ને પાપ આદિ રાગ અને શરીર, કર્મ, વાણી તેનાથી જુદો તરે છે. (૨) અહીંયા રૈલોકયમાં “પરિવરન્ત” આમ ઉપર રહે છે તેનું સર્વોત્કૃષ્ટપણું છે. ભગવાન રાગથી પણ ભિન્ન છે તેવો સમ્યગ્દર્શનનો વિષય છે. જે રાગના વિકલ્પથી ભિન્ન રહેનારી વસ્તુ છે તે સર્વોત્કૃષ્ટ છે–તે ઉપાદેય છે, તે દૃષ્ટિમાં આદરવા લાયક છે. વર્તમાન પર્યાય અને રાગાદિ તે આદરવા લાયક નથી. એમ કહે છે. માથું ફરી જાય એવું આ છે.
બહારમાં પૈસા ને બાયડી, છોકરાં, ધૂળ-ધમાહા એમાં બિચારો વીસ-વીસ કલાક ગૂંચવાઈ ગયો. કલાક બે કલાક મળે અને સાંભળવા જાય ત્યાં તેનો કલાક કુગુરુ લૂંટી ત્યે. તેને કહે કે-વ્રત કરો.. અપવાસ કરો તો તમારું કલ્યાણ થઈ જશે. આ લોકો કહેભગવાનની ભક્તિ કરો અને મંદિર બંધાવો તમારું કલ્યાણ થઈ જશે, તે બન્ને જૂઠા છે. વીતરાગ માર્ગમાં એ નથી. સમજાણું કાંઈ?
આ પરમેશ્વરનો માર્ગ છે. પોતે પરમેશ્વર જીવદ્રવ્ય છે તેને તારી દશાથી તું અનુભવ. તેને જ્ઞાનદશાથી અંદર જોતાં એ ઉત્કૃષ્ટ વસ્તુ છે, તેના જેવી જગતમાં બીજી ચીજ કયાંય છે નહીં. અનાદિ અનંત નિત્ય પ્રભુ જે છે તે ધ્રુવ આનંદ સ્વરૂપ છે-તે સર્વોત્કૃષ્ટ છે અને તે જ ઉપાદેય છે. ધર્મીને તે આત્મા આદર કરવા લાયક છે. બાકી આ પુણ્યપાપના ભાવ થાય તે દુઃખરૂપ ને હેય છે એમ જ્ઞાની જાણે છે.
અહીં કહે છે-“વધારીને નથી કહેતા'. બહારમાં તો પાંચ લાખની મૂડી હોય અને લોકો પચ્ચીસ લાખ કહે. બહારમાં આબરૂ હોય એટલે ના પણ ન પાડે. તેને એમ થાય કે આપણી આબરૂ તો વધે છે ને ? એ જાણે છે કે આપણી પાસે પાંચ લાખ છે અને લોકો પચ્ચીસ લાખ કહે છે. પચાસ લાખ કહે છે... ત્યાં મૌન રહીને રાજી.. રાજી થાય. ત્યાં
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #56
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
४४
કલશામૃત ભાગ-૨ લોકમાં તો વધારીને કહે છે પણ અહીં સંતો કહે છે–અમે વધારીને નથી કહેતા.
ભગવાન આત્મા આનંદનો નાથ પ્રભુ છે. તે અતીન્દ્રિય વીતરાગ સ્વભાવથી ભરેલો પરમાત્મા પોતે છે. એ પ્રભુ આત્મા ! જિનસ્વરૂપી જ છે તે સર્વોત્કૃષ્ટ છે તે અમે વધારીને નથી કહેતા.
અરેરે ! રખડતાં-રખડતાં અનંતકાળ ગયો. તેણે વ્રત, ભક્તિ ને પૂજાઓ પણ અનંતવાર કરી તેને લઈને કદાચિત્ પુર્ણ થાય તેને મિથ્યાદૃષ્ટિ ધર્મ માને છે. મિથ્યાત્વના મહાપાપની ભૂમિકામાં પુર્ણ થાય તો કદાચિત્ સ્વર્ગ આદિમાં જાય અને ત્યાંથી મરીને
ઢોરમાં જશે.
આહા.. હા! અહીં આચાર્યદેવ કહે છે-“વધારીને નથી કહેતા.' વસ્તુ સ્વરૂપને અતિશયતાથી વિશેષતાથી કહીએ છીએ એમ નથી. એ તો વસ્તુનું સ્વરૂપ જ છે. એક સેંકન્ડના અસંખ્યાતમાં ભાગમાં પરમાત્મા પોતે જ શુદ્ધ સ્વરૂપ અખંડ આનંદકંદ છે. તે અનંતગુણોનો સાગર છે, અનંતગુણોનો ગોદામ છે, અનંત શક્તિઓનો સંગ્રહાલય છે. સંગ્રહાલય એટલે સ્થાન છે... અનંત શક્તિને રહેવાનું. આત્મા અનંત સ્વભાવનો સાગર છે તે વધારીને નથી કહેતા.
ઝવેરાતમાં આવું કાંઈ સાંભળ્યું 'તું! લાખ-બે લાખ ધૂળ મળે ત્યાં રાજી.. રાજી થઈ જાય. એવો અબજોપતિ અનંતવાર થયો અને મરીને પછી ઢોરમાં ગયો. કારણ કેઆર્યમાણસ છે તેથી દારૂ, માંસ ને ઇંડા ન ખાતો હોય, આ બધા પાપના પરિણામ જેવા કે ક્રોધ-માન-માયા-કપટ કરતો હોય... આખો દિ' તે મરીને ઢોરમાં જાય. આહા.. હા ! એવા અવતાર પણ અનંતવાર કર્યા છે. પણ, સર્વોત્કૃષ્ટ અને ઉપાદેય ચીજ આત્મા છે તેને દૃષ્ટિમાં લીધી નહીં.
પ્રશ્ન- દ્રવ્ય અને પર્યાય બન્નેમાં ભગવાન છે તો ભૂલ કોણે કરી છે?
ઉત્તર:- અત્યારે તો દ્રવ્ય ભગવાન છે, પરંતુ પ્રતીતિ કરે ત્યારે પર્યાયમાં ભગવાન થવાની લાયકાત પ્રગટે. વસ્તુ તો ભગવાન સ્વરૂપ જ છે. આત્મા આખી ચીજ છે કે નહીં? વર્તમાન દશામાં થતાં પુણ્ય-પાપ તે તો ક્ષણિક છે. એ પર્યાય પાછળ ત્રિકાળ રહેનારી કોઈ ચીજ છે કે નહીં? આ વિચારો જે બદલાય છે તે તો પર્યાય છે. તે તો એક ક્ષણની અવસ્થા છે. એ અવસ્થાની પાછળ નિત્ય ધ્રુવ ચીજ છે. “ઉત્પાદવ્યયધ્રૌવ્યયુક્ત સત્” તેમાં ધ્રુવ ચીજ તો ત્રિકાળી આનંદકંદ પ્રભુ છે. એ પ્રભુને જોવાનો, માનવાનો, શ્રદ્ધવાનો કોઈ દિવસ પ્રયત્ન કર્યો જ નથી. બહારના પ્રયત્ન કરી કરીને મરી ગયો.
આહા બીજે આવી વાત કયાં છે? આ તો બાપુ! જેને ધર્મ કરવો હોય, સુખી થવું હોય, જેને પરિભ્રમણના અંત લાવવા હોય તો આ મારગ છે. બાકી તો ભવ કરી કરીને સોથાં નીકળી ગયા છે.
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #57
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કલશ-૩૬
૪૫
વીતરાગ સર્વજ્ઞ ભગવાનના કેવળજ્ઞાનમાં આવ્યું છે કે–અનંતકાળે એકવાર મનુષ્યપણું મળે છે... તોપણ તેણે અનંતાભવ મનુષ્યના કર્યા. કેમકે દયા-દાન, વ્રતપૂજા-ભક્તિ એવું તેણે ઘણીવા૨ કર્યું. એ પુણ્યને લઈને સ્વર્ગમાં ગયો પણ તેને ધર્મ ન કર્યો.
પ્રભુ ! એ દેવમાં ગયો તો શું પાપ કરીને ગયો હશે ? આહા.. હા ! એ વ્રત-તપદયાદાન-ભક્તિ-પૂજા કર્યાં અને તેને લઈને સ્વર્ગમાં ગયો પણ આત્મા શું ચીજ છે તેનું જ્ઞાન ન કર્યું. એ દેવના ભવ જે કર્યાં તેનાથી અનંતગુણા તેણે તિર્યંચના ને નિગોદના ભવ કર્યા છે.
એક વેપા૨ી માણસને ચાર દુકાનો હતી. બાર મહિના થતાં તેને દુકાનમાં પાંચ લાખની ખોટ ગઈ. તો ચારે દુકાનમાં સ૨ખી ખોટ કે ઓછી વત્તી ખોટ ગઈ ? સૌથી વધારે ખોટ ઝવેરાતની દુકાનમાં ગઈ. પછી કાપડની દુકાનમાં ગઈ અને તેનાથી ઓછી ખોટ કપાસિયાની દુકાનમાં ગઈ. તેમ સર્વજ્ઞ ૫૨માત્મા કહે છે કે–અનંતકાળથી ચારગતિમાં રખડયો.. તેમાં સૌથી વધુ ખોટ એટલે સૌથી વધારે કઈ ગતિમાં રહ્યો ? એ નગ્ન દિગમ્બર મુનિ થયો પંચ મહાવ્રતનો પાળનાર, ચામડા ઉત૨ડીને ખા૨ છાંટે તોપણ ક્રોધ ન કરે છતાં તેને સમ્યગ્દર્શન નથી. આત્માનું જ્ઞાન, આત્માનું દર્શન શું છે તેની તેને ખબર નથી. તેથી અહીં આત્માને સર્વોત્કૃષ્ટ અને મહાપ્રભુ કહે છે. આત્માને દૃષ્ટિમાં લે ! તેને ધ્યાનમાં ધ્યેય બનાવ ! તેને જ્ઞાનમાં શેય બનાવ !
અરે ! આવી વાત હવે ! એક તો વાણીયા નવરા ન હોય, બિચારા આખો દિવસ બાયડી, છોકરાં ને ધંધામાં. વીસ-બાવીસ કલાકમાંથી છ-સાત કલાક ઉંઘમાં જાય, છ– આઠ કલાક ધંધામાં એટલે પાપમાં જાય અને બે-ચાર કલાક બાયડી-છોકરાવને સાંચવવામાં અને ભોગમાં જાય. હવે પાછળ કલાક બે કલાક ૨હે તેમાં ધર્મ તો નથી
કરતો પણ તેને પુણ્યના ઠેકાણાં નથી. અને કદાચિત્ પુણ્ય કરે તો દેવ થાય કાં ધૂળનાપૈસાના ધણી થાય.. પછી મરીને નરક ને ઢો૨માં જાય. સમજાણું કાંઈ ?
આહા.. હા ! આવો આદિ અંત વિનાનો સર્વોત્કૃષ્ટ અકર્તા પ્રભુ છે. તેનો ઈશ્વર કે બીજો કોઈ કર્તા નથી. અનાદિથી તારી ચીજ ધ્રુવ નિત્યાનંદ પ્રભુ સર્વોત્કૃષ્ટ છે અને તે જ ઉપાદેય છે. એ સિવાય આ શુભાશુભભાવો આવે પણ તે આદરણીય નથી. સમજાણું કાંઈ ? વળી કેવો છે ? “ વારું ” સુખસ્વરૂપ છે. વળી કેવો છે ? ‘ પરમ્ ’ શુદ્ધ સ્વરૂપ છે. વળી કેવો છે? “ અનન્તમ્” શાશ્વત છે.”
''
66
જેમ સકરકંદ મીઠાશનો પિંડ છે તેમ આ ભગવાન આત્મા અંદર સુખસ્વરૂપ છે, અંદર આનંદસ્વરૂપ છે. ભગવાન આત્મા એટલે.. આ આત્મા. અરિહંત ભગવાન તો ભગવાન થઈ ગયા તેમને તો સુખ પ્રગટી ગયું. અહીં તો પુણ્ય-પાપ ને રાગથી ભિન્ન પવિત્ર સુખસ્વરૂપ ભગવાન આત્મા તે શાશ્વત વસ્તુ છે. આ વસ્તુ છે તે તો નિત્ય
Please inform us of any errors on rajesh.shah@fotalise.co.uk
Page #58
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૪૬
કલશાકૃત ભાગ-૨ શાશ્વત છે. તેની અવસ્થાઓ બદલાય છે. વસ્તુ તો અંદરમાં શાશ્વત છે. તેને કોઈએ કરી નથી, તેમ કોઈથી તે થઈ નથી. વસ્તુ અનાદિથી શાશ્વત શુદ્ધ ચૈતન્યઘન છે.
હવે જે રીતે અનુભવ થાય છે તે જ કહે છે.” વિષ્ણુશિિરવર્તે સનમ ગપિ સહાય વિદાય” જ્ઞાનગુણથી શૂન્ય એવાં સમસ્ત દ્રવ્યકર્મ-ભાવકર્મ-નોકર્મોને મૂળથી છોડીને.” - આત્માનો અંદર જે જ્ઞાનસ્વભાવ છે તે કાયમી છે. આ શાસ્ત્રજ્ઞાન તે જ્ઞાન નહીં. આ વકિલાતનું અને ડોકટરનું જ્ઞાન તે બધું કુશાન છે. આ બધા જ્ઞાનો પરાલંબી છે તેથી આત્માનું જ્ઞાન નહીં. અંદર જ્ઞાનસ્વરૂપ-પ્રજ્ઞાસ્વરૂપ આત્મા છે તે જ્ઞાન ચિબિંબ છે
અહીં જિનેશ્વરદેવ એમ ફરમાવે છે કે “વિષ્ણુશિિરવ” (૧) “દ્રવ્યકર્મ” એટલે જડકર્મ તેમાં જ્ઞાનનો અંશ નથી. (૨) “ભાવકર્મ” એટલે પુણ્ય-પાપના પરિણામ. (૩) “નોકર્મ” એટલે શરીર, મન, વાણી.
પાપના પરિણામ જેવા કે-હિંસા-જૂઠ-ચોરી-વિષયભોગ-વાસના-કામ-ક્રોધના પરિણામ તે જ્ઞાનસ્વભાવથી શૂન્ય છે. તેમાં જ્ઞાનનો અંશ નથી તે તો અંધકાર છે. આહા. હા! તે ચિશક્તિથી રિક્ત એટલે ખાલી છે. જ્ઞાનસ્વરૂપ ભગવાન શુભાશુભભાવોથી રહિત છે.
આહા.... હા! આ અજીવનો અધિકાર છે ને? પાંચ મહાવ્રતના પરિણામ તે અજીવ છે-તે વિકલ્પ છે તે રાગ છે. અરે કેમ બેસે! રાંકો કરીને માન્યો, કોઈ દિ' આત્માને જોયો નહીં.
આહા. હા! ચૈતન્ય પ્રકાશના નૂરનું પૂર પ્રભુ આત્મા છે. એવો જે ભગવાન આત્મા તેનાથી આ પુણ્ય ને પાપના ભાવ ભિન્ન છે. ચૈતન્યના સ્વભાવથી આ પુણ્યપાપના ભાવો ખાલી છે માટે તેને અજીવ કહીએ છીએ. અને અજીવથી જીવ-આત્મા ભિન્ન છે. નોકર્મ એટલે શરીર-મન-વાણી તેમાં જ્ઞાન શક્તિ નથી. તેને “ક્ષીય વિદાય” મૂળથી છોડીને”, આહા.. હા! શુભ-અશુભ ભાવોથી જ્ઞાનસ્વભાવચૈતન્યસ્વભાવ ખાલી છે-રહિત છે. માટે તે ભાવોને દૃષ્ટિમાંથી એટલે મૂળથી છોડી દે! લ્યો! આવો મારગ છે. હજુ તો પકડવુંય કઠણ પડે.
શ્રી જિનેશ્વર-પરમેશ્વરદેવ કેવળજ્ઞાની ભગવાનના જ્ઞાનમાં જેવું આવ્યું છે તેવું તેમણે બતાવ્યું છે. ભાઈ ! જે જીવ છે તે તો ચૈતન્ય સ્વભાવથી ભરેલો પદાર્થ છે. અને આ દયા.. દાન.. વ્રત.. ભક્તિ આદિ પરિણામ તે બધા ચૈતન્ય શક્તિ અર્થાત્ ગુણથી રહિત છે. તેમાં ચૈતન્યનો સ્વભાવ નથી-કેમકે તે રાગભાવ છે. એ પોતે આંધળા છે, તે નથી પોતાને જાણતાં કે નથી જાણતાં જોડે રહેલ ચૈતન્યસ્વરૂપને, રાગ અને જે ક્રિયા છે તે બધું
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #59
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કલશ-૩૬
૪૭
ચેતનસ્વરૂપ વડે જણાય છે. માટે રાગ તે જડ અને અજીવ છે માટે તેને છોડીને તું અંદ૨માં જા ! ગાયુ છે તે ઘાસને ઉપર ઉપરથી ખાય અને મૂળિયાં નીચે રાખે. જ્યારે ગધેડા ઘાસને મૂળમાંથી ખેંચીને ખાય. તેમ અહીંયા કહે છે-જેમ ગધેડા ઘાસને મૂળમાંથી ખેંચીને ખાય તેમ જ્ઞાનીઓ રાગને મૂળમાંથી છોડી દ્યે છે. તેની ગંધ અંદ૨માં ૨હેવા દેતા નથી. ચૈતન્યમૂર્તિ ભગવાન વસ્તુ જે છે અંદર તે રાગથી ભિન્ન છે, તેથી પુણ્ય-પાપના વિકલ્પને મૂળમાંથી એટલે દૃષ્ટિમાંથી છોડી ધે છે.
66
ભાવાર્થ આમ છે કે-જેટલી કોઈ કર્મ જાતિ છે તે સમસ્ત હેય છે. તેમાં કોઈ કર્મ ઉપાદેય નથી.” દયા, દાન, ભક્તિના ભાવ એ પણ કર્મની જાત છે અર્થાત્ કજાત છે.. તે ચૈતન્યની જાત નહીં. આહા.. હા ! સાંભળવુંય કઠણ પડે.. ! શું થાય બીજું ! મારગ તો આ છે તેને માનવો પડશે. અત્યારે આ વાત ચાલતી ન હોય એટલે આકરી પડે. કેટલાક કહે છે કે–સોનગઢે નવો ધર્મ કાઢયો છે. અરે ! ભગવાન ! આ તો ૫૨માત્માનો જે મારગ છે તે મારગ છે. આ મારગ અનાદિથી છે. અનંત તીર્થંકરો થયા તે બધા આ રીતે જ કહેતા. સીમંધર ભગવાન અત્યારે મહાવિદેહમાં બિરાજે છે. લાખો કેવળી
મનુષ્યપણે બિરાજે છે.. ત્યાં આ વાત આવે છે. સમજાણું કાંઈ ?
આહાહા..! બહારમાં મજા પડતી હોય, એમાંય પાંચ-પચ્ચીસ લાખની મૂડી હોય, બાયડી–છોકરાં ઠીક હોય, છોકરાંઓ સારા જાગ્યા હોય, તેણે ૫૨માં મજા માની અને આત્માની મજા-સુખ છે તેને મારી નાખ્યું છે. તેં તારી હિંસા કરી છે.
અજ્ઞાની ૫૨માં સુખ માને છે. શરીરમાં, બૈરીમાં, છોકરામાં, કુટુંબમાં, આબરૂમાં, પાપના પરિણામ અને પુણ્યના પરિણામમાં સુખ માને છે, આ મને ઠીક છે તેમ માને તે મિથ્યાર્દષ્ટિ છે. તેને જૈનધર્મ કોને કહેવો તેની ખબર નથી.
મુંબઈમાં રૂપિયાનો મોટો પથારો હોય અને પછી કરોડપતિ કહેવાય. એ પાપનો મોટો પથારો છે. ગોવામાં આપણા દશા શ્રીમાળી વાણિયા હતા. તેમની પાસે બે અબજ ને ચાલીશ કરોડ રૂપિયા હતા. પાંચ મિનિટમાં મરી ગયો. તે ગયો હશે ઢો૨માં તે
અંબાજીને માનતો હતો.
પ્રશ્ન:- દિવ્યધ્વનિને માતા કહે છે ને ?
ઉત્તરઃ- એ તો વીતરાગની વાણી છે તે અપેક્ષાએ માતા કહી છે. આ પરમાગમ મંદિરમાં કોતરાયેલી છે તે ભગવાનની વાણી છે. મહાવિદેહક્ષેત્રમાં ભગવાન ત્રિલોકનાથ ૫૨માત્મા બિરાજે છે. ત્યાં બે હજાર વર્ષ પહેલાં સં. ૪૯માં કુંદકુંદાચાર્ય ગયા હતા. ત્યાંથી આવીને આ બધા શાસ્ત્ર લખ્યાં છે. આ વાણી ભગવાનના ઘ૨ની છે.
જિનવાણી સ્તુતિમાં આવે છે ને ! “ નમો દેવી વાગેશ્વરી જૈનવાણી.” વાગેશ્વરી એટલે પેલા વાઘ ઉપર બેસે છે એ વાઘેશ્વરી નહીં. આ તો ઈશ્વરની વીતરાગી વાણી છૂટે
Please inform us of any errors on rajesh.shah@fotalise.co.uk
Page #60
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૪૮
કલશામૃત ભાગ-૨
છે તે. ભગવાનને હોઠ બંધ હોય, કંઠ હાલે નહીં, આખા શરીરેથી ઓર્... એવો અવાજ આવે. શ્રી બનારસીદાસ બનારસી વિલાસમાં લખે છે...
66
‘મુખ ઓમકા૨ ધ્વનિ સુણી અર્થ ગણધર વિચારે,
રચી આગમ ઉપદેશ ભવિકજીવ સંશય નિવારે. ”
શ્રી દિગમ્બર સંતોએ આગમની રચના કરી છે તેને સાંભળીને ભવિકજીવ સંશય નિવારે છે. મિથ્યાત્વને ટાળીને સમ્યક્ત્વને પામે છે. આ રીતે જિનવાણી માતા છે તેના ભાવોમાં વીતરાગતા ભરેલી છે. શ્રીમદ્ઘમાં આવે છે...
‘વચનામૃત વીતરાગના ૫૨મ શાંત ૨સ મૂળ, ઔષધ જે ભવરોગના કાયરને પ્રતિકૂળ. ”
,
k
66
ગુણવંતા ૨ે જ્ઞાની અમૃત વરસ્યા રે પંચમ કાળમાં. ”
આહા.. હા ! જિનની વાણી કાયરને પ્રતિકૂળ છે. તે ૫૨મ શાંત વીતરાગી દશા બતાવનાર છે. અહીં કહે છે-ચૈતન્યની જાત તો જ્ઞાન ને આનંદ છે.. અને પુણ્ય-પાપ તે તો કર્મની જાત છે. એક બાજુ ગામ તેમાં વિકાર આદિ બધું આવી ગયું. અને એક બાજુ આતમરામ છે. આહા ! આવો ઉપદેશ તેમાં સમજવું શું ? ભાઈ ! તેં વીતરાગનો સાચો ધર્મ કદી સાંભળ્યો નથી. આહા.. હા ! જિંદગી ચાલી જાય છે. આખું મિંચાઈ જશે અને ચાલ્યો જઈશ બાપા ! ત્યાં કોઈ શ૨ણ નથી. શ૨ણ અંદર એક આત્મા છે. તેને તો તેં જોયો જાણ્યો નથી બહા૨માં રખડુ થઈને રખડી મર્યો છે.
“ તેમાં કોઈ કર્મ ઉપાદેય નથી.” ચાહે તો તીર્થંકર ગોત્ર બંધાય એ ભાવ પણ હેય છે-કેમકે તે કર્મની જાત છે. કોઈ રાગની ક્રિયા કે શરીરની ક્રિયા આદરણીય નથી.
આગળ આવ્યું હતું કે–“ સર્વોત્કૃષ્ટ છે, ઉપાદેય છે, ” તેની સામે અહીંયા એમ કહ્યું કેઉપાદેય નથી. એટલે હેય છે.
દ
વળી અનુભવ જે રીતે થાય છે તે કહે છે. ” વિઘ્ધત્તિમાત્રમ્ સ્વ = તરન્ અવાઘ ” જ્ઞાનગુણ તે જ સ્વરૂપ જેનું એવા પોતાને પ્રત્યક્ષપણે આસ્વાદીને.”
આત્મા જ્ઞાનસ્વરૂપ છે. ઉત્કૃષ્ટ વસ્તુ ધ્યેય તેને લક્ષમાં લઈ પર્યાયમાં તેનો અનુભવ થાય તે સર્વોત્કૃષ્ટ ચીજ છે.. તેનું નામ ધર્મ એટલે સમ્યગ્દર્શન-જ્ઞાન કહેવામાં આવે છે. અંતર જાણક... જાણક... જાણક... જાણક સ્વભાવ એ ચૈતન્યશક્તિ તે આત્મા. જ્ઞાનસ્વભાવ જે જાણવું... જાણવું... જાણવું... જાણવું.. તે ત્રિકાળી સ્વભાવ છે. જેમ સાકરનો ગળપણ સ્વભાવ છે, મીઠાનો ખારાશ સ્વભાવ છે તેમ ભગવાન આત્માનો ત્રિકાળી જ્ઞાનસ્વભાવ જાણવાનો છે.
હવે કહે છે–જ્ઞાનસ્વરૂપ કહીને જ્ઞાન આનંદાદિ આખો આત્મા બતાવ્યો. જ્ઞાન આનંદાદિ એવા સ્વને અવગાહીને.. એટલે જ્ઞાનસ્વરૂપ આત્માનો વર્તમાનમાં પ્રત્યક્ષપણે
Please inform us of any errors on rajesh.shah@tofalise.co.uk
Page #61
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કલશ-૩૬
૪૯ આસ્વાદ લઈને. જ્ઞાનનો સ્વાદ એટલે અતીન્દ્રિય આનંદનો સ્વાદ તેનું નામ સમ્યગ્દર્શન અને તેનું નામ અનુભવ છે. “સ્વં પુરતમ અવધિ” આ ત્રણના અર્થ. “સ્વ” એટલે ભગવાન જ્ઞાનસ્વરૂપી, અતીન્દ્રિય આનંદસ્વરૂપી છે. તેનો “પુcતરમ્ સવા ” અર્થાત્ પ્રત્યક્ષપણે સ્વાદ ત્યે તેનું નામ ધર્મ અને સમકિત છે. આવી વાતું! આમાં તો માથું ફરી જાય અને પેલું પોષા કરવા જાય વગેરે સહેલું સ હતું.
હવે તો જુવાનિયા પણ રસ લેવા માંડ્યા છે. સાંભળો તો ખરા બાપા! અહીં સામે પુસ્તક લઈને મોઢા આગળ બેસે છે. ભલે હજુ જ્ઞાન અવ્યક્તપણે છે પણ... આત્માની વાત સાંભળે તો ખરા ! તારા ઘરની વાત શું કહીએ નાથ ! તને તારા ઘરની ખબરું ન મળે અને ધર્મ થઈ જાય? અરે રે! સંસારના પરિભ્રમણથી ઉગરવાનો ભાવ તો આ છે. જ્ઞાનસ્વરૂપ આત્માને પ્રત્યક્ષપણે આસ્વાદો ! રાગનો અને પુણ્યનો સ્વાદ તો પ્રભુ તને અનાદિનો છે. એ તો દુઃખના સ્વાદ છે ભાઈ !
આહા.. હા! આવું કાંઈ ત્યાં સ્થાનકવાસીમાં કયાં સાંભળ્યું હતું? ત્યાં તો આ ક્રિયા કરો ને આ ક્રિયા કરો ! એકવીસ વરસે અમે પોતે એમ કહેતા-વ્રત કરો ને અપવાસ કરો; આ કરો ને તે કરો. શું કરવું? એ તો રાગ-વિકલ્પ છે.
લોકો કહે છે કે “દયા તે સુખની વેલડી... દયા તે સુખની ખાણ”. અહીં તો કહે છેપરની દયાનો ભાવ તે રાગ છે. વળી તે પરની દયા કરી શકતો નથી. કારણ કે-પરની ક્રિયા આત્મા કરી શકે નહીં. ભગવાનના માર્ગમાં તો આ છે. પરની દયા પાળવાનો ભાવ રાગ છે અને તે તારી હિંસા છે. ભગવાન ચિદાનંદ સ્વરૂપ આનંદકંદ છે તેના તરફ તેનું લક્ષ નથી તેનો વિશ્વાસ નથી એની એને પ્રતીતિ નથી.
ભાવાર્થ આમ છે કે-જેટલા વિભાવ પરિણામો છે તે બધાય જીવના નથી, શુદ્ધ ચૈતન્યમાત્ર જીવ છે એવો અનુભવ કર્તવ્ય છે.”
જેટલા વિકલ્પો ઉઠે રાગના તે બધા તારા નથી. શુદ્ધ ચૈતન્ય માત્ર જીવ છે તેવો અનુભવ કરવા લાયક છે તેનું નામ ધર્મ ને સમકિત છે.
T
T
)
22
O:
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #62
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૫O
કલશાકૃત ભાગ-૨ કલશ-૩૭
(શાલિની) वर्णाद्या वा रागमोहादयो वा भिन्ना भावाः सर्व एवास्य पुंसः। तेनैवान्तस्तत्त्वतः पश्यतोऽमी
नो दृष्टाः स्युदृष्टमेकं परं स्यात्।।५-३७।। ખંડાન્વય સહિત અર્થ:- “ચ પુંસ: સર્વે વ ભાવ: fમના:” (લક્ષ્ય) વિદ્યમાન છે એવા (પુન:) શુદ્ધ ચૈતન્યદ્રવ્યથી (સર્વે) જેટલા છે તે બધા (ભાવ:) ભાવ અર્થાત અશુદ્ધ વિભાવપરિણામ (વ) નિશ્ચયથી (fમના:) ભિન્ન છેજીવસ્વરૂપથી નિરાળા છે. તે કયા ભાવ? “વદ્યા:વા મોદાય:વા”(વદ્યા:) એક કર્મ અચેતન શુદ્ધ પુદ્ગલપિંડરૂપ છે તે તો જીવસ્વરૂપથી નિરાળા જ છે; (વા) એક તો એવા છે કે (રામોદાય:) વિભાવરૂપ-અશુદ્ધરૂપ છે, દેખતાં ચેતન જેવા દેખાય છે, એવા જે રાગ-દ્વેષ-મોહરૂપ જીવસંબંધી પરિણામો તેઓ પણ, શુદ્ધ જીવસ્વરૂપને અનુભવતાં, જીવસ્વરૂપથી ભિન્ન છે. અહીં કોઈ પ્રશ્ન કરે છે કે વિભાવપરિણામોને જીવસ્વરૂપથી ભિન' કહ્યા, ત્યાં ભિન્ન ”નો ભાવાર્થ તો હું સમજ્યો નહિ; “ભિન્ન કહેતાં, ભિન્ન છે તે વસ્તુરૂપ છે કે “ભિન્ન છે તે અવસ્તુરૂપ છે? ઉત્તર આમ છે કે અવસ્તુરૂપ છે. “તેન રવ કન્તસ્તત્વત: પશ્યત: અમી દET: નો ચુ:” (તેન વ ) તે કારણે જ (મત્ત:તત્વત: પશ્યત:) શુદ્ધ સ્વરૂપનો અનુભવશીલ છે જે જીવ તેને (મી) વિભાવપરિણામો (દા:) દૃષ્ટિગોચર (નો ચુ:) નથી થતા; “પરે છે દમ સ્થાન” (પરં) ઉત્કૃષ્ટ છે એવું (૪) શુદ્ધ ચૈતન્યદ્રવ્ય (દષ્ટમ) દૃષ્ટિગોચર (ચાત) થાય છે. ભાવાર્થ આમ છે કે વર્ણાદિક અને રાગાદિક વિદ્યમાન દેખાય છે તોપણ સ્વરૂપ અનુભવતાં સ્વરૂપમાત્ર છે, તેથી વિભાવપરિણતિરૂપ વસ્તુ તો કાંઈ નથી. ૫-૩૭. પ્રવચન નં. ૪૬
તા. ૨૧-૭- '૭૭ કલશ-૩૭ : ઉપર પ્રવચન “પુસ: સર્વે ઈવ ભાવ: fમન્ના:” આ વિદ્યમાન છે એવા શુદ્ધ ચૈતન્યદ્રવ્યથી જેટલા છે તે બધા ભાવ અર્થાત્ અશુદ્ધ વિભાવ પરિણામ નિશ્ચયથી ભિન્ન છે. જીવ સ્વરૂપથી નિરાળા છે.”
આ વિદ્યમાન છે' અર્થાત્ જે વિકારી ભાવો છે તે , ભગવાન આત્મા તો શુદ્ધ
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #63
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કલશ-૩૭
૫૧
ચેતન વસ્તુ છે–જે સમ્યગ્દર્શનનો વિષય છે. શુદ્ધ ચૈતન્ય આનંદઘન ધ્રુવ દ્રવ્યથી.. આ જેટલા અશુદ્ધ વિભાવ પરિણામ છે તે નિશ્ચયથી ભિન્ન છે. જીવદ્રવ્યથી તે નિરાળા છે.
પહેલાં સાધા૨ણ વાત મૂકી અને પછી તેનો ખુલાસો કર્યો. અશુદ્ધવિભાવ પરિણામમલિનભાવ તે નિશ્ચયથી જીવસ્વરૂપથી ભિન્ન છે. ભગવાન તો શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ આત્મા છે તેનાથી તે બધા અશુદ્ધ વિભાવ પરિણામ જુદા છે. જુદા છે એટલે શું ? તેમજ અશુદ્ધ પરિણામ એટલે શું તે હવે કહે છે.
“ તે કયા ભાવ? વળઘા: વા રામમોઠાચ: વા” એક કર્મ અચેતન શુદ્ધ પુદ્ગલપિંડરૂપ છે તે તો જીવ સ્વરૂપથી નિરાળા જ છે. અહીં એમ લીધું કે–વર્ણ, સ્પર્શ, રસથી માંડીને કર્મ, સંનન, સંસ્થાન તે બધા અશુદ્ધ અચેતન પુદ્ગલ પિંડ છે. તે તો સ્વરૂપથી નિરાળા છે. ભગવાન આત્માથી તો ભિન્ન જ છે.
,k
આહા... હા ! તેનાથી ઝીણી વાત.. આ દયા.. દાન.. વ્રત.. ભક્તિ.. પૂજા.. કામ.. ક્રોધના ભાવ એટલે રાગાદિભાવ. ‘મોહાય: તે દેખતા ચેતન જેવાં દેખાય છે” એટલે તેની પર્યાયમાં છે. “ તેવા જે રાગ-દ્વેષ-મોહરૂપ જીવ સંબંધી પરિણામો તેઓ પણ શુદ્ધ જીવ સ્વરૂપને અનુભવતાં જીવ સ્વરૂપથી ભિન્ન છે. ”
બપોરે પ્રવચનમાં એમ આવ્યું હતું કે-રાગ-દ્વેષના પરિણામ તે એકલું જીવનું કર્તવ્ય છે.. અને તેની પર્યાયમાં થાય છે અને તે પુણ્ય-પાપના ભાવોનો અજ્ઞાનભાવે કર્તા છે એમ કહેવું હતું માટે જીવના સિદ્ધ કર્યા. જ્યારે અહીંયા તો વસ્તુસ્વભાવ સિદ્ધ કરવો છે. ચૈતન્ય આત્મા જ્ઞાનઆનંદ સ્વભાવી છે. તેનાં સ્વરૂપમાં દયા-દાન-વ્રતભક્તિ-પૂજાના પરિણામ નથી તેથી તે પરિણામ પુદ્ગલથી ઉપજ્યા છે એમ કહ્યું છે. હિંસા-જૂઠ-કામ-ક્રોધ આદિ ભાવ જીવસ્વરૂપથી ભિન્ન છે-તે એકલા પુદ્ગલની જ ઉત્પત્તિ છે. પુદ્ગલથી એની નિષ્પતિ છે. આહા.. ! આવી વાત તેણે સાંભળી ન હોય. બપોરે એમ આવ્યું કે વિકાર છે તે એકલા પુદ્ગલના નહીં, જીવ-પુદ્ગલ બે ભેગાં થઈને કરેલાં નહીં પણ તે જીવનાં એકના જ કરેલાં ભાવો છે. ત્યાં અવસ્થામાં વિકાર થાય છે તેનું અસ્તિત્વ સિદ્ધ કર્યું છે. અને અહીંયા તો એ ત્રિકાળી અસ્તિત્વનો જે સ્વભાવ છે જ્ઞાન, દર્શન, ચારિત્ર, આનંદ સ્વરૂપ ભગવાન આત્મા છે; તેનો કોઈ સ્વભાવ કે શક્તિ એવી નથી કે તે વિકા૨ને ક૨ે ! આહા... હા ! આવું ઝીણું !
અહીંયા એમ કહેવું છે કે-દયા-દાન-પૂજા-ભક્તિ-હિંસા જૂઠ-ચોરીના પરિણામ તે બધા પુદ્ગલથી નીપજ્યા છે. તે અજીવ છે જીવ નહીં. અત્યારે કઈ અપેક્ષાએ કહ્યું, અને બપોરે કઈ અપેક્ષાએ કહ્યું-તે બન્ને અપેક્ષાને જાણવી જોઈએ ને!
આહાહા..! વિકારનાં ભાવો અર્થાત્ પુણ્ય-દયા-દાન-વ્રત-ભક્તિ-કામ-ક્રોધના ભાવ એ એની પર્યાયમાં પર્યાયબુદ્ધિવાળાને થાય છે, માટે તે તેનું કર્તવ્ય છે. પુદ્ગલનું
Please inform us of any errors on rajesh.shah@fotalise.co.uk
Page #64
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૫૨
કલશાકૃત ભાગ-૨ નહીં. આમાં પર્યાયની સ્વતંત્રતા સિદ્ધ થઈ. જ્યારે અહીંયા તો દ્રવ્ય સ્વભાવની દૃષ્ટિ સિદ્ધ કરવી છે. આહા... હા! આવો ઝીણો માર્ગ બહુ ભાઈ ! અરે ! વીતરાગના માર્ગની ખબર નથી.
અહીંયા તો કહે છે-પરની દયાનો ભાવ, પરને ન મારવાનો એવો ભાવ, સત્ય બોલવું એવો ભાવ, વ્રતના પરિણામ આદિ ભાવ બધા અજીવ છે. કેમકે શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ ભગવાન આત્મા એ તો સ્વભાવનો પિંડ પ્રભુ છે. એ તો પહેલાં કહ્યું ને! પુસ: આત્મા-પુરુષ. શુદ્ધ ચૈતન્ય દ્રવ્યથી વિકારી ભાવો ભિન્ન છે.
આહા.. હા ! પર્યાયમાં થતાં પુણ્ય-પાપ, દયા-દાન-ભક્તિના તેમ જ કામ-ક્રોધના ભાવ તે તેની પર્યાયમાં પર્યાયબુદ્ધિવાળાને કર્તવ્ય છે. તે પરિણામ કાંઈ પુદ્ગલથી થયાં નથી. એ તો પર્યાયની તે સમયની સ્વતંત્રતાથી થયા છે. પરંતુ ત્યાં દ્રવ્ય સ્વભાવની દૃષ્ટિ છોડી દઈને, પર્યાયમાં થાય છે એવી સિદ્ધિ કરી છે. એ જીવ જ પોતાના ચૈતન્ય શુદ્ધ સ્વભાવના અજ્ઞાનથી પર્યાયમાં પોતે વિકૃતિ કરે છે. એ વિકારભાવ પોતાનો છે. આ વાત પર્યાયબુદ્ધિને સિદ્ધ કરવા માટેની છે. અહીંયા તો જે ચેતન દ્રવ્ય વસ્તુ સ્વભાવ છે, જે સમ્યગ્દર્શનનો વિષય છે, જે સદા જ્ઞાયક સ્વરૂપ ભગવાન છે, જે જિન સ્વરૂપ પ્રભુ છે તે આત્માને સ્વભાવની દૃષ્ટિએ જોતાં; આ જે વ્રત-ભક્તિના પરિણામ ઉઠે છે તે બધા પુદ્ગલના-અજીવના છે, તે આત્માના નહીં. એક બાજુ પેલી અપેક્ષાએ તે વાત અને એક બાજુ આ વાત! ભગવાનનો માર્ગ સ્યાદ્વાદરૂપ અનેકાંત સ્વરૂપ છે. અહીંયા તો જીવ વસ્તુનું જેમ સ્વરૂપ છે તેમ સિદ્ધ કર્યું છે.
અહીંયા તો જે જીવદ્રવ્ય વસ્તુ છે તેને સિદ્ધ કરવી છે. અને ત્યાં તો પર્યાયમાં વિકૃતભાવ એ પછી શુભ હો કે અશુભ જોગ તે રાગ પર્યાયનું કર્તવ્ય છે, એ પુદ્ગલનું કર્તવ્ય નથી. આ રીતે સિદ્ધ કરીને ત્યાં અજ્ઞાની જીવ એકલો વિકારી પર્યાયનો કર્તા છે એમ સિદ્ધ કર્યું. અજ્ઞાની પર્યાયબુદ્ધિવાળો પુણ્ય-પાપના ભાવનો કર્તા થાય છે. સમજાણું કાંઈ? આવી વાતનો હવે કયાં મેળ કરવો ?
વસ્તુ પોતે જે છે એ તો ચૈતન્યઘન-આનંદકંદ પ્રભુ છે. આવા આત્માનું જેને ભાન નથી, આવા સ્વભાવભાવની જે સન્મુખ નથી તે જીવ પર્યાયબુદ્ધિવાળો છે. તે પર્યાયબુદ્ધિવાળો પર્યાયમાં રાગનો કર્તા છે–તેથી તે મિથ્યાષ્ટિ છે. જેને ત્રિકાળી સ્વભાવની દષ્ટિ નથી એટલે કે જેને સમ્યગ્દર્શન કહીએ એ પર્યાયદેષ્ટિવાળાને ત્રિકાળી વસ્તુનો આશ્રય તો છે નહીં. તે એકલી પર્યાયના જ અસ્તિત્વને સ્વીકારે છે. તેથી તેની પર્યાયમાં જેટલા દયા-દાન-ક્રોધાદિના વિકાર થાય તે બધા પર્યાય બુદ્ધિવાળાએ કર્યા છે. સમજાણું કાંઈ ? આવી વાતો હવે!! બપોરે કાંઈ આવે. સવારે કાંઈ આવે.! ભાઈ! કઈ અપેક્ષાથી કથન છે તે સમજવું જોઈએ. અત્યારે તો જીવના ત્રિકાળી દ્રવ્ય સ્વભાવની વ્યાખ્યા ચાલે છે.
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #65
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કલશ-૩૭
૫૩ જીવદ્રવ્ય જે છે તે તો ચૈતન્ય આનંદકંદ પ્રભુ છે. તે શુદ્ધ પવિત્ર છે તો તેના પરિણામ થાય એ શુદ્ધ ને પવિત્ર થાય. આ જેટલા પર તરફના લક્ષવાળા જેટલા પરિણામ છે તે પછી વ્રતના હોય કે, દાનના હોય કે દયાના-ભક્તિ-પૂજાના હોય તે કોઈ જૈનધર્મ નથી–કેમકે તે તો રાગ છે.
ભાવપાહુડની ૮૩મી ગાથામાં એમ કહ્યું છે કે “લૌકિકજન તથા અન્યમતિ કહે છે કે-પૂજા આદિક શુભક્રિયા અને વ્રતક્રિયા સહિત છે તે જિનધર્મ છે. પરંતુ એવું નથી. જિનમતમાં જિન ભગવાને આ પ્રકારે કહ્યું છે કે પૂજા આદિકમાં અને વ્રત સહિત હોવું તે તો “પુણ્ય છે. અને મોહના ક્ષોભથી રહિત જે આત્માના પરિણામ તે ધર્મ છે.” અહીં બપોરે એમ કહ્યું કે-રાગનો કરનારો પર્યાયબુદ્ધિવાળો પોતે છે.
વસ્તુ સ્વભાવ જે છે-સમ્યગ્દર્શનનો વિષય જે ધ્રુવ ચૈતન્ય પરમાનંદ સ્વરૂપ ભગવાન છે. તે દ્રવ્ય સ્વભાવની દૃષ્ટિએ ચૈતન્ય દ્રવ્યમાં પુણ્ય-પાપના ભાવ છે જ નહીં. આહા. હા! આવી વાતું છે.
એ વ્રત-ઉપવાસના વિકલ્પ જે ઉઠે છે તે બધા અજીવ છે-તેમ કહે છે. કારણ કે તે જીવમાંથી નીકળી જાય છે. વિકારી પરિણામ આત્માની ચીજ હોય તો તે નીકળે નહીં. માટે તે અજીવ છે. આગળ ૩૯માં કળશમાં આવશે “નિર્માળમેવસ્ય દિ પુનસ્ય' આહા.. હા! આ બધી ધરમની ગજબની ને આકરી વાતું છે ભાઈ ! - અજ્ઞાની માને છે કે-દયાનો ભાવ આવ્યો, દયા પાળી તો ધરમ થયો. અરે..પ્રભુ ! બાપા! તને ધર્મની ખબર નથી. વીતરાગમાર્ગની દયા તો તેને કહીએ-સ્વરૂપની દૃષ્ટિ કરે એટલે કે સ્વરૂપનો સ્વીકાર કરે-હું પૂર્ણાનંદનો નાથ છું, મારા સ્વરૂપમાં વિભાવ વિકલ્પ છે જ નહીં એવા સ્વભાવનો સ્વીકાર કરે તેણે પોતાના જીવની દયા પાળી છે. કેમકે જેવડો ને જેવો છે તેવડો ને તેવો જીવ તો કબુલ્યો તેનું નામ જીવની દયા અને તેનું નામ સમ્યગ્દર્શન છે.
અહીંયા એમ ચાલે છે કે-બહારથી આ દયા પાળો, વ્રત કરો, ભક્તિ કરો તો જાવ તમારું કલ્યાણ થઈ જશે. સંવત ૧૯૮૧માં ગઢડામાં વ્યાખ્યાન ચાલે ત્યારે મોટું ચોપાનિયું લખેલું આવ્યું. “દયા તે સુખની વેલડી, દયા તે સુખની ખાણ.” ભાઈ ! કઈ દયા? પરની દયા તો રાગ છે. રાગ છે તે તો આત્માની જાત નથી–તે તો અજીવ છે એમ અહીંયા કહે છે. અજીવથી જીવને લાભ થાય? ન થાય.
અહીંયા તો વસ્તુનો સ્વભાવ શું છે તે વિષય ચાલે છે. “કર્મ અચેતન પુદ્ગલ પિંડ છે, તે તો જીવ સ્વરૂપથી નિરાળા જ છે”. એક તો એવા છે કે જે જીવ સ્વરૂપથી નિરાળા કર્મ અચેતન છે. બીજા વિભાવ અશુદ્ધ છે પણ તે દેખતાં ચેતન જેવા દેખાય છે. એ કોણ? રાગ-દ્વેષ-મોહ. આહા. હા! ચાહે તો શુભરાગ હો કે ચાહે તો અશુભરાગ હો !
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #66
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૫૪
કલશામૃત ભાગ-૨ માળા ફેરવો એવો જે શુભોપયોગ તે મિથ્યાત્વભાવ છે. તે બધું અજીવ છે. અરે.. રે! આવી વાતું.
શ્રોતા - એ રાગતો નીકળી જાય છે.
ઉત્તર:- નીકળી જાય છે. રાગ ચેતનમાં છે જ કયાં! એ તો પર્યાય બુદ્ધિવાળો પર્યાયમાં પર્યાયનો કર્તા છે એટલું સિદ્ધ કર્યું છે. જ્યારે અહીંયા દ્રવ્યબુદ્ધિને સિદ્ધ કરતા ભગવાન શાયક ચૈતન્ય જ્યોત નિર્મળાનંદ પ્રભુ જે સમ્યગ્દર્શનનો વિષય ધ્યેય છે એ ચીજમાં પુણ્ય-પાપના ભાવો અજીવ તરીકે છે, જીવ તરીકે નહીં.
અહીંયા બે પ્રકારના અજીવ વર્ણવ્યા છે. બાપુ! જરા ઝીણી વાત છે. (૧) શરીર, સંહનન, સંસ્થાન, કર્મ, વર્ણ, ગંધ, સ્પર્શ, રસ તે અજીવ છે. અહીંયા અંદરમાં થતાં પુણ્ય-પાપ-દયાદાન-વ્રત ભક્તિ આદિના ભાવ રાગ છે. તે રાગમાં આત્માના ચૈતન્યનો અંશ નથી. ભગવાન આત્મા જ્ઞાનમૂર્તિ ચૈતન્યસ્વરૂપ છે તેનું કોઈ કિરણ રાગમાં નથી. જ્ઞાનના અંશનો રાગમાં અભાવ છે, તેથી વ્રત-ભક્તિ-પૂજા આદિના ભાવોને અજીવ કહ્યાં છે.
પ્રશ્ન:- તે ચેતનની જાત નથી ને? | ઉત્તર- હા, તે ચેતનની જાત નથી. તેને તું ધર્મ તરીકે માને, લાભદાયક માને એ તો મિથ્યાત્વનો પોષક ભાવ છે–તે માન્યતા મહામિથ્યાત્વને પોષે છે. આકરી વાત છે ભાઈ ! અત્યારે જે ચાલે છે તેની સામે આકરી વાત લાગે; પરંતુ આ પરમાત્માનો પોકાર છે. શ્રી જિનેશ્વરદેવ વીતરાગી કેવળજ્ઞાની પરમાત્મા; એક સમયમાં ત્રણકાળ-ત્રણલોકને દેખે છે તે પરમેશ્વરની આ આજ્ઞા ને હુકમ છે.
આહા. હા ! પ્રભુ! તું એકવાર સાંભળ તો ખરો ! તારી ચીજ જે આનંદનો નાથ સચ્ચિદાનંદ પ્રભુ છે તેમાં પુણ્ય-પાપના ભાવ દુઃખરૂપ છે અને ભગવાન આત્મા તો આનંદરૂપ છે. આનંદરૂપ ભાવને જીવ કહીએ. અને દુઃખરૂપ ભાવને અજીવ કહીએ. સમજાણું કાંઈ ?
એવા જે રાગ-દ્વેષ-મોહરૂપ જીવ સંબંધી પરિણામો તેઓ પણ શુદ્ધ જીવ સ્વરૂપને અનુભવતાં જીવ સ્વરૂપથી ભિન્ન છે.” જે એ રાગ-દ્વેષ છે તે છે તો જીવ સંબંધી પર્યાય એમ કહે છે. તોપણ શુદ્ધ સ્વરૂપને અનુભવતાં તે જીવ સ્વરૂપથી ભિન્ન છે. આહા. હા! વર્તમાન જ્ઞાનની દશાને ધ્રુવ તરફ વાળતાં એકલો શુદ્ધાત્મા છે તે જણાય છે, તેમાં પુણ્ય ને પાપ ભેગા અનુભવમાં આવતા નથી તેમ કહે છે. આવી વાતો હવે ! પછી લોકો સોનગઢના નામે કહે કે એકાંત છે. એકાંત છે, વ્યવહારનો લોપ કરે છે. વાત સાચી છે બાપા!
બાપુ! એને ખબર નથી. અરે! ચૈતન્ય ભગવાન આનંદનો નાથ પ્રભુ! તેના
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #67
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૫૫.
કલશ-૩૭ પરિણામ અતીન્દ્રિય આનંદના હોય, અને આ રાગ છે તે તો દુઃખ છે. પછી તે દયા-દાનવ્રત-પૂજા-ભગવાનની ભક્તિનો ભાવ તે પણ રાગ છે–દુઃખ છે. આવી વાત કેમ બેસે ! આ જે દુ:ખના પરિણામ છે તેને અજીવના પરિણામ કહ્યાં છે. કેમકે જીવ છે તે આનંદ ને જ્ઞાન સ્વરૂપ પ્રભુ છે, અને તેનાં પરિણામ જ્ઞાન ને આનંદ હોય. આ અજ્ઞાન ને દુઃખ તે જીવની જાતના પરિણામ નહીં તે અજીવની જાતના પરિણામ છે.
અરે..! આવી વાતને પરમાત્માએ દુનિયા પાસે ખુલ્લી મૂકી છે. પણ, લોકોને સાંભળવા મળતી નથી. અને જ્યાં સાંભળવાનો ટાઈમ આવ્યો તો કહે-આ વાતને બંધ કરો.. સાંભળશો નહીં. તમારે ત્યાં જવું નહીં, કારણ કે ત્યાં એકાંત મળશે. અરે ! ભગવાન સાંભળ બાપુ, ભાઈ ! ભગવાન જિનેશ્વરદેવની આ વાણી છે. જેની સભામાં એકાવતારી ઇન્દ્ર-ઇન્દ્રાણી આવે; એકાવતારી એટલે એક ભવ પછી બન્ને મોક્ષ જશે તે આ વાણી છે.
ત્રણલોકનો નાથ જિનેશ્વર પરમેશ્વર વીતરાગભાવ સિવાયના જેટલા ભાવ છે તેને અજીવ કહે છે. તે ભાવ જીવના હોય તો જુદા પડે નહીં. અને તે જીવમાંથી નીકળી ન જાય. સમજાણું કાંઈ? “રાગ” કહેતાં તેમાં શુભ-અશુભ બન્ને રાગ આવી ગયા. ઢષમાં પરમાં જે પ્રતિકૂળતા લાગે તે દ્વેષ આવ્યો. “મોહ” માં પર તરફના વલણનો ભાવ મારો તે મોહ-મિથ્યાત્વ આવ્યું. આ રાગ-દ્વેષ ને મોહ. શુદ્ધ જીવસ્વરૂપને અનુભવતાં તેઓ તેનાથી ભિન્ન છે.
અરેરે...! ભરતક્ષેત્રમાં વીતરાગી પરમાત્માના વિરહ પડયા. લોકોએ પોતાની કલ્પનાથી માર્ગ ચલાવ્યા. અત્યારે અહીં કેવળજ્ઞાન ઉત્પન્ન થાય તેવી લક્ષ્મીનો નાશ થયો. જેમ લક્ષ્મીનો નાશ થાય અને પિતાજી ગુજરી જાય પછી પાછળથી છોકરાઓ લડે-ઝગડે તેમ શુભભાવ એટલે દયા-દાન-વ્રત-ભક્તિ તે બધું ધર્મ છે, અને ધર્મનું કારણ છે તેમ ઝગડા ઉભા કર્યા.
આહા.. હા! જીવનો સ્વભાવ તો ચૈતન્ય જ્ઞાન ને આનંદ છે ને પ્રભુ! તે દયા-દાન ને વ્રતના ભાવ સ્વભાવમાંથી ઉત્પન્ન થયા છે? તે શું સ્વભાવનું કાર્ય છે? તે પર્યાયમાંથી નીકળી જાય છે માટે તે શુભાશુભ ભાવો અને તે ભાવો મારાં તેવો જે મિથ્યાત્વભાવ તે ત્રણેયને અહીં પરમાત્મા અજીવ કહે છે. ત્રણલોકના નાથ વીતરાગી જિનેશ્વર કહે છે કેવસ્તુષ્ટિએ અર્થાત્ સ્વભાવ અપેક્ષાએ જીવમાં નથી માટે તેને અજીવ કહે છે.
હવે આ જગત અજીવની ક્રિયાથી ધર્મ થાય તેમ માને છે. આ પંચ મહાવ્રત પાળ્યા તે અજીવ છે-રાગ છે. પેલા કહે–પંચ મહાવ્રત તે સંવર છે. અહીં કહે છે-એ તો અજીવ છે. વ્યવહાર રત્નત્રય માત્ર અજીવ છે. લોકો એમ કહે છે કે વ્યવહારથી નિશ્ચય થાય છે.. અર્થાત અજીવથી જીવ થાય. બાપુ! વીતરાગના માર્ગને બહુ ફેરફાર કર્યો છે. શું
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #68
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૫૬
કલશામૃત ભાગ-૨
થાય ભાઈ!
આહા.. હા ! તે રાગ એટલે શુભરાગ હોં ! અશુભ રાગ તો ઠીક.. પણ આ જે પંચ મહાવ્રતના પરિણામ તે આસ્રવ છે-તે રાગ છે. કેમકે તે પરલક્ષી ભાવ છે. તે ચૈતન્ય સ્વભાવનો ભાવ નથી. અરેરે ! અનાદિથી આમને આમ અથડાઈ રહ્યા છે.
અહીંયા કહે છે એ પુણ્ય ને પાપના ભાવ ‘રાગ ને દ્વેષ જીવસંબંધી પરિણામ ’, ભાષા જોઈ ! પેલા શરીર, કર્મ, વાણી, વર્ણ, ગંધ તે તો એકલા અજીવ હતા. પરંતુ આ પુણ્ય-પાપ, કામ-ક્રોધના ભાવ તે કર્મ ૫૨માણું જેવા જડ નથી.. પણ, તે જીવ સંબંધી પરિણામ વિકાર છે માટે તેને અજીવ કહેવામાં આવે છે.
પ્રશ્ન:- તે રૂપી કહેવાય છે કે અરૂપી ?
ઉત્ત૨:- તે નિશ્ચયથી રૂપી છે અને પર્યાય છે તે અપેક્ષાએ અરૂપી છે. જે જ્ઞાનસ્વરૂપી ચૈતન્ય ભગવાન છે, તે ચૈતન્યના કિરણો આ વિકા૨ીભાવોમાં નથી. આ સૂર્ય છે તેનું કિ૨ણ કોલસામાં હોય ? એનું કિરણ તો ધોળું સફેદ હોય. તેમ ભગવાન આત્મા જ્ઞાન ને આનંદ સ્વરૂપ છે, તેનાં કિરણમાં અર્થાત્ તેની પર્યાયમાં જ્ઞાન ને આનંદ હોય. આ જે રાગની દશા-પુણ્ય-પાપના ભાવો-મોહ તે તો અંધકાર છે. તે ચેતન સ્વરૂપ ભગવાનનું કિરણ નહીં–તેની એ દશા નહીં. આહા.. હા ! આકરું કામ ભાઈ !
અહીં તો (વાડામાં ) કહે છે–વ્રત લઈ લ્યો.. જાવ સંવર થઈ જશે. દિગમ્બ૨માં કહે કે-પડિમા લઈ લ્યો ! હજુ તો સમ્યગ્દર્શન શું ચીજ છે તેની ખબરું ન મળે. સમ્યગ્દર્શનમાં તો અંતર્મુખ આત્મા એકલો દેખાય અને મનાય છે, તેમાં આ પુણ્ય-પાપના ભાવો જણાય નહીં. સમજાણું કાંઈ ?
“અહીં કોઈ પ્રશ્ન કરે છે કે-વિભાવ પરિણામોને જીવસ્વરૂપથી ‘ભિન્ન’ કહ્યાં, ત્યાં ‘ ભિન્ન ’ નો ભાવાર્થ તો હું સમજ્યો નહીં. ” તમે આ શું કહો છો ? હું કાંઈ આમાં સમજ્યો નહીં. આહા.. હા! અહિંસા પાળવી, સત્ય બોલવું, ચોરી ન કરવી, શરીરથી બ્રહ્મચર્ય પાળવું તે બધા ભાવને તમે જૂઠા કહો છો ? અજીવ કહો છો ? હું તો કાંઈ સમજ્યો નહીં !!
“ ‘ ભિન્ન ’ કહેતાં, ‘ ભિન્ન ’ છે તે વસ્તુરૂપ છે કે ‘ ભિન્ન ’ છે તે અવસ્તુરૂપ છે ? ઉત્તર આમ છે કે-અવસ્તુરૂપ છે.” તમે તેને ભિન્ન પણ કહો છો અને અવસ્તુરૂપ પણ કહો છો ? પોતાની ચીજની અપેક્ષાએ દયા, દાન, વ્રત, ભક્તિના પરિણામ અવસ્તુ છે. વસ્તુમાં તેઓ નથી–ભગવાન આત્મામાં નથી. અવસ્તુરૂપ છે એટલે કે-ચેતન દ્રવ્યમાં તે ચીજ છે નહીં. આહા.. હા ! ચેતન સ્વરૂપ એવો જે ભગવાન આત્માના પરિણામ તો જ્ઞાન ને આનંદ હોય. જ્યારે (દયા-દાનનાં ) એ પરિણામ ભિન્ન છે એટલે કે આત્માની વસ્તુ નથી. આત્માની અંદર જોતાં દૃષ્ટિ અપેક્ષાએ તેમાં આવતા નથી-માટે તે અવસ્તુ છે.
Please inform us of any errors on rajesh.shah@fofalise.co.uk
Page #69
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કલશ-૩૦
૫૭
પ્રશ્ન:- છે તેને અવસ્તુ કેવી રીતે કહેવી ?
ઉત્ત૨:- આત્માની વસ્તુ નથી માટે તે અવસ્તુ છે. અજીવ તરીકે તેનામાં છે ખરી, પણ જીવ વસ્તુમાં તે નથી. જેમ ભગવાને કહ્યું કે–સ્વદ્રવ્ય જે છે વસ્તુ તે તેની અપેક્ષાએ સત્ છે... પણ, પોતાની અપેક્ષાએ બીજા તત્ત્વો છે તે અસત્ છે. તે તત્ત્વો તેની અપેક્ષાએ સત્ છે, પરંતુ... સ્વભાવની અપેક્ષાએ અસત્ છે. કેમકે આ ચીજમાં તે ચીજ છે નહીં. અરે..! આ દેવ-ગુરુ ને શાસ્ત્ર તે બધા આ દ્રવ્ય-સ્વતત્ત્વની અપેક્ષાએ અસત્ છે, તે તેની અપેક્ષાએ છે. તેમ ભગવાન ચૈતન્ય સ્વરૂપ કે જે સમ્યગ્દર્શનનો વિષય તેવા આત્મદ્રવ્યની અપેક્ષાએ-પુણ્ય-પાપના ભાવને અસત્ વસ્તુ કહે છે. અરે..! આવું ભણવું ? માર્ગ આવો છે ભાઈ !
ભાઈ ! આ તો જિનેશ્વરદેવનો અપૂર્વ માર્ગ છે. પૂર્વે કદી તેણે સાંભળ્યો નથી. સાંભળ્યો છે પણ તેણે રુચિથી સાંભળ્યો નથી. સમવશરણમાં અનંતવા૨ ગયો છે. પણ, અંદરથી પાછો તે ધોયેલા મૂળા જેવો બહાર નીકળ્યો છે. સાયમાળામાં આવે છે ને કે–“કેવળી આગળ રહી ગયો કોરો ”. ભગવાનને શું કહેવું છે તે અડવા દીધું નહીં. પોતાની કલ્પનાથી માન્યું કે–ભગવાન દયા-દાન, વ્રત-તપને ધર્મ કહે છે. અરે ! આવો માર્ગ કેવો ? શું કોઈએ નવો કાઢયો હશે ? અહીં જે વાત ચાલે છે તે વીતરાગનો માર્ગ અનાદિનો છે. નવો તને લાગે છે, કાંઈ નવો નથી.
ભગવાન આત્મા જ્ઞાન વસ્તુ, આનંદ વસ્તુ છે, તેને આત્મા કહીએ. અને આ દયા-દાન, વ્રત-ભક્તિના પરિણામ તે આત્મા નહીં-તે અજીવ છે માટે અવસ્તુ છે. સ્વની અપેક્ષાએ અવસ્તુ છે. તેની અપેક્ષાએ પરિણામ ભલે.. વિધમાન હોય ! આવો ઉપદેશ કઈ જાતનો ? બાપુ ! સત્નો માર્ગ આ છે. વીતરાગ ૫રમેશ્વરની દિવ્યધ્વનિમાં આવેલી આ વાત છે. આજે માનો.. કાલે માનો.. પણ તેણે આ માન્યે જ છૂટકો છે. બાકી ૨ખડી મ૨શે ચોરાશીના અવતારમાં.
અરે ! આ અવતાર કરી કરીને... માણસ મરીને ઢોર થાય અને ઢોર મરીને નરકમાં જાય, એવા અવતારો અનંતવાર કર્યા ભાઈ ! વર્તમાન જ્યાં દેખે ત્યાં આ બધું ભૂલી જાય છે. આ મિથ્યાત્વને લઈને રખડયો. આ રાગના જે પરિણામ છે તે આત્માની જાત નથી. એ રાગને પોતાનો માન્યો, તેનાથી મને લાભ થાય તેવી મિથ્યામાન્યતાને લઈને આ ૨ખડવું છે. સમજાણું કાંઈ ? ભાષા તો સાદી છે, ભાવ ભલે ઝીણા હોય ! ભાષામાં સંસ્કૃત ને વ્યાકરણ ને એવું કાંઈ નથી. આ તો ભગવાનની સીધી વાત છે.
7)
“તેન વ અન્તસ્તત્ત્વત: પશ્યત: અમી દૃષ્ટા: નો સુ: ” તે કા૨ણે જ શુદ્ધ સ્વરૂપનો અનુભવશીલ છે જે જીવ તેને વિભાવપરિણામો દૃષ્ટિગોચર નથી થતા; ’ જે જીવ શુદ્ધ સ્વરૂપનો અનુભવ ક૨ના૨ો છે, જે અંતઃતત્ત્વને દેખનારો સમ્યગ્દષ્ટિ
Please inform us of any errors on rajesh.shah@fotalise.co.uk
Page #70
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૫૮
કલશાકૃત ભાગ-૨ ધર્મી જીવ તે તો શુદ્ધ સ્વરૂપનો અનુભવશીલ છે. સમ્યગ્દષ્ટિ તો આવા છે. તે ભલે ગૃહસ્થાશ્રમમાં હો! પણ જે સમ્યગ્દષ્ટિ ધર્મી છે તે તો શુદ્ધ સ્વરૂપના અનુભવવાળા છે. ત્રિકાળી શુદ્ધ સ્વભાવની મૂર્તિના અનુભવ કરનારા છે. તેને અહીંયા સમકિતી કહ્યાં છે. તેને ધરમની શરૂઆતવાળો કહે છે.
“જે કોઈ શુદ્ધ સ્વરૂપનો અનુભવશીલ”, આહા.. હા! ભગવાન શુદ્ધ પવિત્ર છે. તે પુણ્ય-પાપના વિકલ્પ એટલે રાગથી ભિન્ન છે. શુદ્ધ સ્વરૂપનો અનુભવ કરવાનો જેનો સ્વભાવ થઈ ગયો છે. શું કહ્યું? સમકિતીનો અર્થાત્ ધર્મીજીવનો તો શુદ્ધ સ્વરૂપનો અનુભવ કરવાનો સ્વભાવ થઈ ગયો છે. તે વિભાવનો અનુભવ કરે તે (શુદ્ધ સ્વભાવના) અનુભવમાં નથી. હજુ તો આ ચોથા ગુણસ્થાનની વાત છે.
આહા ! પાંચમું ગુણસ્થાન-શ્રાવક કોને કહેવા તે તો ઝીણી વાતું છે. આ વાડાના શ્રાવક તે કોઈ શ્રાવક નથી કાંઈ ! કોથળામાં કાળી જીરી ભરી અને ઉપર નામ નાખ્યું સાકર. તેમ અંદર છે મિથ્યાત્વભાવ અને ઉપર નામ આપ્યું કે અમે શ્રાવક ને સાધુ છીએ.
ત્રિલોકીનાથ પરમેશ્વરનો પંથ એટલે વીતરાગ ધર્મ. આ જૈનધર્મની વ્યાખ્યા ચાલે છે. આહા.. હા! કહે છે-શુદ્ધ સ્વરૂપ જે ચૈતન્ય ત્રિકાળી તેને અનુસરીને, જેનો સ્વભાવ અનુભવશીલ થઈ ગયો છે તે ધર્મીએ હવે રાગને અનુસરવું છોડી દીધું છે.
કહે છે? “શુદ્ધ સ્વરૂપનો અનુભવશીલ છે જે જીવ”તેને “અમી” “અમી” એટલે આ વિભાવ પરિણામો છે ખરા પણ દૃષ્ટિગોચર નથી થતા. આવો ધર્માજીવ સમ્યગ્દષ્ટિ તે ધર્મની પહેલી શરૂઆતવાળો છે.
આહા.. હા! ચોથા ગુણસ્થાનવાળો જીવ અંતરમાં જુએ છે ત્યારે તેને પુણ્યપાપના ભાવ દેખાતા નથી. કેમ કે ત્યાં એકલો શુદ્ધાત્મા દેખાય છે. અરે..! આવી વાતું હવે ! કેટલાકે તો જિંદગીમાં સાંભળી નહીં હોય! તેને એમ થાય કે-આવો માર્ગ હશે? શું થાય ભાઈ ! અનંત તીર્થકરો, અનંત સંતો આ કહેતા આવ્યા છે. તીર્થકર ભગવાન મહાવિદેહમાં બિરાજે છે તે આ કહે છે. અને ભાવિના તીર્થકરો આ કહેશે સમજાણું કાંઈ?
આહા... હા ! “અમી' કહ્યું ને? અનુભવશીલ જીવ તેને આ વિભાવ પરિણામો તે દૃષ્ટિગોચર થતા નથી. આ ભાવો છે તો ખરા પણ આમ જ્યાં સ્વરૂપની દૃષ્ટિ કરીને અનુભવવા જાય છે ત્યાં એ રાગ ને દ્વેષ, પુણ્યના ભાવો દેખાતા નથી-કેમકે તે પર છે. કહો ! આવી વાતું છે. તેમણે કયાંય સાંભળ્યું ન હોય! અરે! આ વાત હતી જ કયાં? ભાઈ ! આવો વીતરાગમાર્ગ તેને સાંભળવા મળે નહીં એ કયાં જશે? કઈ બાજુ જાશે?
શ્રોતા - પર્યાયમાં જે આ વિકારીભાવો જાણવામાં આવે છે ત્યાં તો ખરેખર જ્ઞાનની પર્યાય જણાય છે?
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #71
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કલશ-૩૭
૫૯ ઉત્તરઃ- જે દ્રવ્ય છે તેને અંતરમાં નહીં જોતાં બહારમાં આ (પરશેયોને) દેખે છે. હવે ત્યાં તો ખરેખર તેને જ્ઞાનની પર્યાય જણાય છે ત્યાં એ ચીજ (પરશેયો) તો દૂર રહી ગયા. જ્ઞાનની પર્યાયમાં (પરશેયો) જણાય છે ત્યારે પણ તેને તો જણાય છે જ્ઞાનની પર્યાય. હવે પર્યાય જણાય છે ત્યાં સુધી મિથ્થાબુદ્ધિ છે. અંદર ભગવાન અનાદિ અનંત નિત્યાનંદ તત્ત્વ પ્રભુ પડ્યો છે તે દ્રવ્યને જ્યાં જોવા જાય છે ત્યાં રાગાદિ તેમાં દેખાતા નથી, કારણ કે તેમાં છે નહીં. ' અરેરે...! પ્રભુના વિરહ પડ્યા અને એમાં આવો માર્ગ પાછો જગતને કહેવો! સત્ય કહેનારને લોકો લાંચ્છન આપે છે. તેની ટીકા કરીને નિંદા કરે છે. શું થાય બાપુ! કયાં કહેવા જઈએ? શું કહીએ? મોટો ભાગ વિરોધ કરે છે. અરે ! પ્રભુ તને શું થયું છે ભાઈ ! સાંભળ ભાઈ ! આ તો તત્ત્વની વાત છે. તું તારો વિરોધ કરે છે–કોઈનો વિરોધ કરતો નથી. આમાં ચારિત્રની વાત નથી કેમકે સમકિત વિના ચારિત્ર હોય નહીં. જેને સમ્યગ્દર્શનની ખબર નથી તેને ચારિત્ર કયાંથી આવી ગયું? સમજાણું કાંઈ?
અહીંયા તો કહે છે-જ્ઞાનની પર્યાયમાં આ જણાય છે તે ખરેખર જ્ઞાનદશા છે.. પણ એટલો આત્મા નથી. તે પર્યાય જ્યારે અંતરમાં જુએ છે ત્યારે અંદર આખી જે વસ્તુ પડી છે તે ચૈતન્ય આનંદઘન વીતરાગમૂર્તિ અતીન્દ્રિય આનંદનું દળ છે તેમ એને શુદ્ધસ્વરૂપ જ અનુભવાય છે; ત્યાં દયા-દાનના વિકલ્પો અનુભવમાં ભેગાં આવતાં નથી. કેમકે તે ભિન્ન ચીજ છે. કેમકે તે અવસ્તુ છે. વસ્તુનો અનુભવ કરતાં એ અવસ્તુ તેમાં આવતી નથી.
ન્યાયથી સમજવું પડશે ને ભાઈ ! અહીંયા એમ ને એમ સમજ્યા વિના માનીત્યે તે આંધળી શ્રદ્ધા મારી નાખશે. તેને સંસારમાં રખડાવશે. અરે! આવા માણસપણા મળ્યા, વીતરાગની વાણી કાને પડે અને આ સત્ય ન સમજે અને અસત્યનો પક્ષ કરે.. તો તેને કહે છે-ભાઈ ! તારા ભવના અંત નહીં આવે બાપુ!
શું કહે છે! ફરીથી. “એ વિભાવ પરિણામો દૃષ્ટિગોચર થતા નથી.” સમ્યગ્દષ્ટિ જીવ જ્યારે ત્રિકાળીને જોવા જાય છે, અંતર્મુખ થાય છે ત્યારે તેને શુદ્ધદ્રવ્ય અનુભવમાં આવે છે. દયા-દાનના વિકલ્પો અવસ્તુ છે માટે વસ્તુના અનુભવમાં આવતા નથી. આવી વાતો! કહેવાની કઈ પદ્ધતિ અને કઈ રીત છે તેનો તો ખ્યાલ કરે!
સમ્યગ્દષ્ટિ ધર્મી જીવ હજુ તે પહેલા દરજ્જાનો હો ! પછી તે તિર્યંચ હો કે નારકી હો કે મનુષ્ય હો કે દેવ હો! પણ... જેને સાચી દૃષ્ટિ થઈ છે તે અંતરમાં આત્માને જુએ છે તો અંતરમાં એ શુદ્ધચૈતન્યમૂર્તિને દેખે છે. ત્યારે આ દયા-દાનના વિકલ્પો વસ્તુમાં નથી માટે તેને અનુભવમાં આવતા નથી. સમજાય છે કે નહીં? ભાષા તો સાદી છે પણ ભાવ આકરાં છે ભાઈ !
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #72
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૬O
કલશાકૃત ભાગ-૨ “વચનામૃત વીતરાગના, પરમ શાંત રસમૂળ,
ઔષધ જે ભવરોગના, કાયરને પ્રતિકૂળ.” આહા. હા! કાયરના કાળજા કંપી ઊઠે તેવી વાત છે. હાય! હાય! આ શું કહે છે? બાપુ! તારા ઘરની વાત છે ભાઈ !
આહા.. હા! ભાઈ, અંદર તારું ઘર બળવંત છે. અનંત બળનો ધણી ચેતન અંદર પડયો છે. અનંતગુણનો ધણી તે બળિયો છે. તે ત્રિકાળી જ્ઞાનનો બળિયો. શ્રદ્ધાનો બળિયો, શાંતિ, ચારિત્ર, આનંદનો બળિયો છે, એવું એનું ત્રિકાળ સ્વરૂપ જ છે. આવી વસ્તુને ધર્માજીવ અંતર્મુખ થઈને જુએ છે ત્યારે તેને ચેતનદ્રવ્ય શુદ્ધ અનુભવમાં આવે છે. આ રાગાદિ તેમાં અવસ્તુ છે માટે વસ્તુમાં અનુભવમાં આવતાં નથી. ભાષા તો સાદી છે પરંતુ વસ્તુ તો જેવી છે તેવી છે.
- અજ્ઞાની માને છે ભગવાનની ભક્તિથી કલ્યાણ થશે. એક ભાઈ કહેતા હતા–દેવગુરુ-શાસ્ત્રને કાંઈ અન્ય કહેવાય? દેવ-ગુરુ-શાસ્ત્ર તો શુદ્ધ છે તેને કાંઈ અન્ય કહેવાય? તે અન્ય જ છે. અન્ય એટલે તે અનેરા છે-તે તારા નહીં. તે તારામાં નથી માટે તે અનેરી ચીજ છે. એ તારી ચીજ છે જ નહીં એમ કહે છે.
આ પરમાત્મા, સાચા મુનિ, સંત જે થયા તે તો શુદ્ધ છે ને? આનંદકંદના અનુભવી એ બધા શુદ્ધ છે, તેને કોઈ અન્ય કહેવાય? એ. અન્ય જ છે. પંચ પરમેષ્ઠી તારાથી અન્ય છે. એ અન્યનો આશ્રય લેવા જઈશ તો તને રાગ થશે. તેની ભક્તિ, સ્મરણ, પૂજાનો જે શુભરાગ થાય છે તે શુભરાગ ચૈતન્યની દૃષ્ટિમાં, અનુભવમાં આવતો નથી માટે તે શુભરાગ આત્માનો નથી. ભારે આકરું કામ ! પરસેવા ઉતરી જાય એવું છે.
પરં ૬ દઈમ ચાત” ઉત્કૃષ્ટ છે એવું શુદ્ધ ચૈતન્ય દૃષ્ટિગોચર થાય છે.” આહા. હા! સમ્યગ્દષ્ટિ જીવ પોતાની દૃષ્ટિને જ્યાં પોતાના અંતરમાં વાળે છે ત્યાં એકલો શુદ્ધ ચેતન દ્રવ્ય દૃષ્ટિગોચર થાય છે.
ભાવાર્થ આમ છે કે-વર્ણાદિક અને રાગાદિક વિદ્યમાન દેખાય છે તોપણ સ્વરૂપ અનુભવતાં સ્વરૂપમાત્ર છે, તેથી વિભાવપરિણતિરૂપ વસ્તુ તો કાંઈ નથી.” આ દયા-દાન-વ્રતના પરિણામ તે વસ્તુ નથી–તે ચેતનની ચીજ નથી.
સમ્યગ્દર્શનનો વિષય પણ ભૂતાર્થ, ત્રિકાળ જ્ઞાયક પ્રભુ, જ્ઞાયકભાવ, ભગવાન એ સમ્યગ્દર્શનનો વિષય છે. પણ એમાં તો અનંત અનંત ગુણોને બધું આવી ગયું. અહીંયાં જે દ્રવ્ય કહ્યું.. એ તો એક નય (નો) અંશ લીધો, એ નયે આત્મા આખો જણાય જાય તેમ નથી.
(પ્રવચનસાર પરિશિષ્ટ ૪૭ નય ઉપરનું પ્રવચન. | પ્રવચન નવનીત ભાગ-૩ પેઈજ નં. ૧૬૭),
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #73
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કલશ-૩૮
કિલશ-૩૮
(ઉપજાતિ) निर्वय॑ते येन यदत्र किञ्चित् तदेव तत्स्यान्न कथंचनान्यत्। रुक्मेण निर्वृत्तमिहासिकोशं
पश्यन्ति रुक्मं न कथंचनासिम्।।६-३८।। ખંડાન્વય સહિત અર્થ- “સત્ર ચેન યત વિશ્વિત્ નિર્વત્યંતે તત તત સ્થાત્, થખ્યન ન બન્યત” (મત્ર) વસ્તુનું સ્વરૂપ વિચારતાં (વે) મૂળકારણરૂપ વસ્તુથી (યંત ખ્યિત) જે કાંઈ કાર્યનિષ્પત્તિરૂપ વસ્તુનો પરિણામ (નિર્વત્યંત) પર્યાયરૂપ નીપજે છે, (તત) જે નીપજ્યો છે તે પર્યાય (તત વ ચાત) નીપજ્યો થકો જે દ્રવ્યથી નીપજ્યો છે તે જ દ્રવ્ય છે, (થગ્વન ન બન્ય) નિશ્ચયથી અન્ય દ્રવ્યરૂપ નથી થયો. તે જ દષ્ટાંત દ્વારા કહે છે “ફુદ રુવમેન સિવોશ નિવૃત્તમ” (૬૬) પ્રત્યક્ષ છે કે (રુમેળ ) ચાંદીધાતુથી (સિવોશ) તલવારનું ગાન (નિવૃત્તમ) ઘડીને મોજૂદ કર્યું ત્યાં “રુવનં ૫ત્તિ , ગ્વિન ન સિમ” (રુમ) જે મ્યાન મોજૂદ થયું તે વસ્તુ તો ચાંદી જ છે (પત્તિ ) એમ પ્રત્યક્ષપણે સર્વ લોક દેખે છે અને માને છે; (વથષ્યન) “ચાંદીની તલવાર’ એમ કથનમાં તો કહેવાય છે તથાપિ (ન સિમ) ચાંદીની તલવાર નથી. ભાવાર્થ આમ છે કે ચાંદીના માનમાં તલવાર રહે છે તે કારણે “ચાંદીની તલવાર’ એમ કહેવામાં આવે છે તો પણ ચાંદીનું મ્યાન છે, તલવાર લોઢાની છે, ચાંદીની તલવાર નથી. ૬-૩૮. પ્રવચન નં. ૪૭
તા. ૨૨-૭– '૭૭ કલશ-૩૮ : ઉપર પ્રવચન “વસ્તુનું સ્વરૂપ વિચારતાં મૂળ કારણ રૂપ વસ્તુથી જે કાંઈ કાર્ય નિષ્પતિરૂપ”. મૂળ કારણરૂપ વસ્તુથી જે કાંઈ કાર્યની સિદ્ધિ થાય... અર્થાત્ મ્યાન ચાંદીનું હોય તેમાં તલવાર તો લોઢાની છે. મ્યાન ચાંદીથી નીપજ્યું છે. જે લોકો મ્યાનને જુએ છે તેઓ ચાંદીને દેખે છે. જેમ મ્યાન ચાંદીનું છે તે ચાંદીથી રચાયેલું છે અને અંદર લોઢાની તલવાર ભિન્ન છે. તેમ આ આનંદ સ્વરૂપ ભગવાન છે તેના ઉપર શરીર, વાણી, કર્મ, રાગ-દ્વેષ, પુણ્ય-પાપ, હિંસા-જૂઠ એ બધા પુદ્ગલથી રચાયેલા છે. ઝીણી વાત છે બાપુ !
અહીંયા સર્વજ્ઞ જિનેશ્વર પરમાત્મા એમ કહે છે કે-આ શરીર, મન, વાણી, દયા
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #74
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૬૨.
કલશાકૃત ભાગ-૨ દાન, વ્રત, પુણ્ય-પાપના ભાવ એ બધું ચાંદીની જેમ મ્યાન છે. તે બધો પુદ્ગલનો ઠઠારો છે. વસ્તુનું સ્વરૂપ વિચારતાં તેનું મૂળ કારણ પુદ્ગલ છે. અહીં વસ્તુ અર્થાત્ પુદ્ગલ લેવું. અને તેનાથી ઉત્પન્ન થયેલાં કાર્યો-પર્યાયો નીપજે છે. તે પુગલદ્રવ્યથી નીપજે છે.
કહે છે? એ પુદ્ગલદ્રવ્ય જે છે તે જડ છે. આ બધા રાગ-દ્વેષ, પુણ્ય-પાપ, શરીર, વાણી તેનાથી રચાયેલા છે. આત્મા તો (તે પરિણામથી) અંદર ભિન્ન વસ્તુ છે. લક્ષ્મી ને મહેલ ને મકાન એ ધૂળ તો કયાંય રહી ગઈ. એ તો સીધી માટી છે. પણ અહીંયા તો પરમાત્મા એમ કહે છે-ચાંદીનું જે માન છે તે ચાંદીથી નીપજ્યું છે. તેમ આત્મામાં રાગદ્રષ, પુણ્ય-પાપ કામ-ક્રોધ, ગુણસ્થાનભેદ, શરીર. જે દેખાય છે તે બધું પુદ્ગલથી રચાયેલું છે. સમજાણું કાંઈ?
ધરમ તે ચીજ ઝીણી છે. દેવનો ભવ, સ્વર્ગનો ભવ, નારકીનો ભાવ એ બધા પુગલથી જડથી રચાયેલા છે. એ તો ઠીક પણ, આત્મામાં જે કોઈ પુણ્ય-પાપ, દયાદાન, વ્રત-ભક્તિના, કામ-ક્રોધના ભાવ થાય છે એ ચાંદીથી જેમ મ્યાન નીપજ્યું છે તેમ આ બધા પુદ્ગલથી નીપજ્યા છે. એમ કહે છે. જેમ ચાંદીના મ્યાનમાં લોઢાની તલવાર જુદી છે એમ આ પુદ્ગલથી નીપજેલા બધા ભાવ છે. દયા-દાન, વ્રત-ભક્તિ-પૂજાના ભાવ પણ પુદ્ગલથી રચાયેલા છે, અહીં તો એમ કહે છે. તે જેમ ચાંદીનું મ્યાન છે તેમ આ પુદ્ગલનું માન છે. જેમ માનથી લોઢાની તલવાર ભિન્ન છે તેમ આનંદનો નાથ; જ્ઞાનનો સાગર પ્રભુ આત્મા! એ મ્યાનથી ભિન્ન છે.
આહા... હા! આ બધું શરીર, વાણી, મન, પુણ્ય-પાપના હોવાપણાનું જ્ઞાન. જ્ઞાનની પર્યાયમાં થાય છે. હવે અહીંયા કહે છે એ જ્ઞાનની પર્યાય આ છે. આ છે.. આ છે. એમ જાણે છે, પણ. એ જ્ઞાનની પર્યાય આ ત્રિકાળી જ્ઞાયક ભાવ તેનાથી ભિન્ન છે તેમ જાણતી નથી. ચાંદીની મ્યાનથી લોઢાની તલવાર ભિન્ન છે તેમ જાણતી નથી. ઝીણી વાત છે.
- આમ તો અનંતવાર અબજોપતિ થયો. મોટો રાજા ને દેવ થયો, નવમી રૈવેયકે ગયો પણ એ બધી યુગલની રચના છે. જેમ ચાંદીના ખ્યાનને લોકો ચાંદીનું જ મ્યાન કહે છે, તેમ આ શરીર, વાણી, મન, પુણ્ય ને પાપના ભાવ એ બધા પુદ્ગલથી રચાયેલા ભાવ છે. ચૈતન્ય અંદર ભિન્ન-જુદી વસ્તુ છે. લોકો અંદર ચાંદીના માનને મ્યાન જુએ છે અને અંદર તલવાર તેનાથી ભિન્ન છે તેમ જુએ છે. તેમ અજ્ઞાની રાગ-દ્વેષના ભાવ પુદ્ગલથી નીપજેલા છે અને આત્મા તેનાથી જુદો છે તેમ જોતો નથી.
અહીં વીતરાગ સર્વજ્ઞ પરમાત્મા એમ ફરમાવે છે કે આ શરીર, મન, વાણી, પુણ્ય ને પાપના ભાવ, દયા-દાન, ભક્તિ-પૂજાના ભાવ, કામ-ક્રોધ-વિષયભોગ-વાસનાના ભાવ, કમાવાના ભાવ, આ લક્ષ્મી મારી છે એવા ભાવ એ બધા પુદ્ગલથી રચાયેલા છે.
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #75
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કલશ-૩૮ ઝીણી વાત છે. આ તો તત્ત્વ શું છે અને શું માની બેઠા છે એ વર્ણવે છે.
આહા.... હા ! એ ભાઈ ! તું કોણ છો? એ મ્યાન એ કાંઈ તલવાર નથી. એમ આ પુણ્ય ને પાપના ભાવ, શરીર-વાણી, મન એ કાંઈ આત્મા નથી. એ તો જડનીપુદ્ગલની રચના છે. ભગવાન તો અંદર ચૈતન્ય આનંદનો નાથ છે. તેની વર્તમાન જ્ઞાનની દશામાં આ. છે, આ.. છે, આ.. છે એમ પરને તેણે જાણ્યું છે. તે જાણનારની પર્યાય, પર છે માટે પરને જાણે છે એમ નથી. એ તો એક સમયની પર્યાયની તાકાત જ એટલી છે. એ પર્યાયે પરના અસ્તિત્વને માન્યું, પણ અંદરમાં ભગવાન આનંદકંદ પ્રભુ! સચ્ચિદાનંદ તેને ન માન્યો.
પેલા અન્યમતિ જે સચ્ચિદાનંદ કહે છે તે નહીં હોં ! આ તો સત્ નામ શાશ્વત, ચિત્ નામ જ્ઞાન ને આનંદ એવો જે સત્-ચિત્—આનંદ સ્વરૂપ પોતે છે તેને અજ્ઞાની જોતો નથી. જે મહાપ્રભુ બિરાજે છે તે પોતે જ પ્રભુ છે–તેને તે જોતો નથી ને આ રાગ-દ્વેષ, શરીર ઇત્યાદિને જુએ છે. તે બધા મારાં છે તેમ માને છે. ઝીણું પડે પણ શું થાય?
અરેરે! પ્રાણી અનાદિનો દુઃખી છે. અબજોપતિ હોય તો પણ તે દુઃખી છે. આ સાચી વાત હશે? શાંતિલાલ ભાઈ ! તેમની બે અબજને ચાલીશ કરોડની મૂડી. તેની બૈરા દોઢ વર્ષ પહેલાં ગુજરી ગયા. આ ભાઈને છાતીમાં દુઃખાવો થયો, તે કહે-ડોક્ટરને બોલાવો મને છાતીમાં દુઃખે છે. ડૉક્ટર જ્યાં આવ્યા ત્યાં ભાઈ ખલાસ. પાંચ મિનિટમાં મૃત્યુ પામ્યો. તે ચારગતિમાં રખડવા ચાલ્યા ગયા. અરે રેશું થાય! જે ચીજ તેની છે તેને જાણી નહીં. અને જે તેની નથી તેને જાણવા રોકાઈ ગયો. એને જાણવા રોકાઈ ગયો તેનો અર્થ એને જાણવા જ્ઞાન ત્યાં રોકાઈ ગયું. સમજાણું કાંઈ? બાપુ! વીતરાગ પરમેશ્વરનો માર્ગ બહુ સૂક્ષ્મ છે અત્યારે તો બધે ગરબડ થઈ ગઈ છે.
આહાહા.! અહીંયા તો કહે છે:-- વ્રત-તપ ને-ભક્તિ-પૂજા અને દયા-દાનવ્રત-વૈયાવૃતના ભાવ થાય એ બધા રાગ છે.. અને તે પુદ્ગલથી રચાયેલા છે એમ કહે છે. અહીંયા તો કહે છે ભગવાન આત્મા તેનાથી ભિન્ન છે. જેમાં લોકો મ્યાનને જ દેખે છે, તલવાર અંદર જુદી છે એમ તે જોતાં નથી. તેમ અજ્ઞાની શરીર, મન, વાણી, પુણ્યપાપના ભાવને દેખે છે એને જ આત્મા માને છે. જેમ મ્યાન જાણે તલવાર હોય તેમ આ ભાવ જાણે આત્મા હોય !!
નીપજ્યો થકો જે દ્રવ્યથી નીપજ્યાં છે તે જ દ્રવ્ય છે.” જે કાંઈ વસ્તુ પુદ્ગલ છે-પદાર્થ છે તે પુદ્ગલથી નીપજેલ, તેની ચીજ છે. તેમ પુદ્ગલથી નીપજેલ આ શરીર, વાણી, પુણ્ય-પાપના ભાવ તે પુગલ છે એમ કહે છે. આકરું લાગે ભાઈ ! પણ શું થાય? બાપુ! માર્ગ કોઈ જુદી જાતનો છે. એ દ્રવ્યથી નીપજેલી ચીજ તે દ્રવ્ય છે. એમ આ પુદ્ગલથી નીપજેલા પુણ્ય-પાપ-શરીરાદિ તે પુદ્ગલ છે એમ કહે છે.
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #76
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૬૪
કલશાકૃત ભાગ-૨ આહા. હા! અંદર જે ભગવાન બિરાજે છે તે જ્ઞાન ને આનંદના નૂરને પૂરના તેજથી ભરેલો છે. તે તલવારની જગ્યાએ છે અને પુણ્ય-પાપ તે મ્યાનની જગ્યાએ છે. જેમ લોકમાં મ્યાનને જ તલવાર માને છે તેમ અજ્ઞાની-શરીર-રાગ-દ્વેષને જ આત્મા માને છે. અરે! આવી વાતો ! વ્રત-તપ કરવા તે બધા વિકલ્પ છે, રાગ છે, વૃત્તિનું ઉત્થાન છે.
શ્રોતા- એ બધા પુદ્ગલ છે!
ઉત્તર- હા, પુદ્ગલ છે. તેને પુદ્ગલ જ કહ્યાં છે. આકરી વાત નાથ ! તારી ચીજ શું છે તેની તને ખબર નથી. જિનેશ્વર પરમેશ્વર દેવ એમ કહે છે કે-પ્રભુ તું કોણ છો? આ પુણ્ય ને-પાપના ભાવ અને આ શરીર-વાણી તે તું છો? વળી આ પૂર્વના પુણ્યને લઈને અબજો રૂપિયા... તે તું છો? એ ધૂળ તો પુગલ છે. આહા.... હા ! જે તારામાં નથી અને જે પુદ્ગલથી રચાયેલી ચીજ છે તેને તે પોતાની માને છે તે જ મોટું મિથ્યાત્વ છેભ્રમ-અજ્ઞાન છે. મિથ્યા નામ ખોટી અસત્ય દૃષ્ટિ છે. તે પાપ દેષ્ટિ છે.
(થર્શન ન કન્ય) નિશ્ચયથી અન્ય દ્રવ્યરૂપ નથી થયો.” એ.. પુદ્ગલથી થયો છે તે કાંઈ આત્મરૂપ નથી. જે પુદ્ગલથી થયેલાં છે તે પુગલરૂપ જ છે. અરે... ભાઈ ! આવું આકરું કામ છે. અત્યારે તો વ્રત કરો, તપ કરો તો ધરમ થાય આવી તો પ્રરૂપણા ચાલે છે. આ ઊંધી પ્રરૂપણા છે બાપુ! ધર્મ પામવાના મારગડા જુદા છે ભાઈ ! તેની તને ખબર નથી.
તે જ દ્રષ્ટાંત દ્વારા કહે છે-“ફુદ રુવમેન સિવોશ નિવૃત્તમ” પ્રત્યક્ષ છે કે ચાંદી ધાતુથી તલવારનું મ્યાન ઘડીને મોજૂદ કર્યું. ત્યાં “રુવમે પશ્યત્તિ થન ન સિમ”. જે મ્યાન મોજૂદ થયું તે વસ્તુ તો ચાંદી જ છે એમ પ્રત્યક્ષપણે સર્વ લોક દેખે છે અને માને છે; “ચાંદીની તલવાર’ એમ કથનમાં તો કહેવાય છે તથાપિ ચાંદીની તલવાર નથી.”
- પ્રત્યક્ષ શું છે? ચાંદીનું મ્યાન પ્રત્યક્ષ છે. લોકો કહે છે કે-આ મ્યાન ચાંદીનું છે તે તલવાર નથી. તેમ અહીં કહે છે કે આ પુણ્ય-પાપના ભાવ, ગુણસ્થાન, માર્ગણાસ્થાન આદિ, શરીર, વાણી તે પુદ્ગલથી નીપજ્યા છે. પ્રત્યક્ષ” શબ્દ છે. પ્રત્યક્ષ કહે છે કે-આ પુદ્ગલ જ છે. જે ચાંદીનું માન છે તે ચાંદીનું છે તેમ આ પુદ્ગલના ભાવ છે. આ તલવાર ચાંદીની છે તેમ લોકો પણ નથી કહેતા. આવો ઉપદેશ તે કઈ જાતનો !
પેલા બિચારા માંડ-માંડ ધંધાના પાપમાંથી નીકળીને એકાદ-બે કલાક આવે તો કહે– વ્રત કરો ને. તપ કરો! તો તેને કહે છે–તે બધો રાગ છે લે! એ વૃત્તિનું ઉત્થાનવિકલ્પ છે તે પુદ્ગલથી નીપજેલ છે, તારી ચીજ નહીં. સમજાણું કાંઈ? - પ્રત્યક્ષપણે લોક દેખે જાણે છે કે ચાંદીની તલવાર એમ કથનમાં તો કહેવાય છેતેમ બોલાય છે. પરંતુ તલવાર ચાંદીની નથી. તલવાર તો અંદર લોઢાની જુદી છે.
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #77
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૬૫
કલશ-૩૮
આહા.. હા ! જાણનાર બીજાને જાણે છે પણ તે જાણનારને જાણતો નથી. આને જાણે છે. આને જાણે છે. તેમ પરમાં અટકી ગયો. પરને મારું માને તે તો જુદી વાત છે. પરંતુ આ જે પુદ્ગલની રચના છે પુણ્ય-પાપ, શરીર-વાણી આદિ તેને જાણતાં ત્યાં રોકાઈ ગયેલું પરપ્રકાશકજ્ઞાન તે પણ મિથ્યાજ્ઞાન છે. સમજાણું કાંઈ?
ભાવાર્થ આમ છે કે-ચાંદીના મ્યાનમાં તલવાર રહે છે તે કારણે, “ચાંદીની તલવાર’ એમ કહેવામાં આવે છે તો પણ ચાંદીનું માન છે, તલવાર લોઢાની છે, ચાંદીની તલવાર નથી.”
તેમ આ શરીરની ક્રિયા થાય હાલવા-ચાલવાની તે બધી પુદ્ગલની ક્રિયા છે. આ ભાષા બોલાય છે તે પણ જડ પુદ્ગલની છે. અને જે અંદર પુણ્ય-પાપના ભાવ થાય છેશુભાશુભભાવો, જેવાકે-ભગવાનનું સ્મરણ કરે તે ભાવ પણ રાગ છે, કેમકે લક્ષ પરદ્રવ્ય ઉપર છે અને રાગની વૃત્તિ તે પુણ્ય છે. આહા.. હા! તે ભગવાન આત્માથી નીપજેલી ચીજ નથી. પ્રભુ તો ચૈતન્ય આનંદ છે અને આ પુણ્ય-પાપ તે જ્ઞાનાનંદથી નીપજેલી ચીજ નથી. આહા.. હા..! આવું સાંભળવા મળવું મુશ્કેલ.
જિંદગી કયાંય ચાલી જાય છે. જુઓ, આ નવનીતભાઈ (પ્રમુખ) બિચારા ચાલ્યા ગયા. હમણાં તો ઘણાં મહિનાથી સોનગઢ આવ્યા નહોતા. દેહની સ્થિતિ જે સમયે જે થવાની હોય તે થાય. તેમાં કાંઈ ફેરફાર થવાનો નથી. મોટા-મોટા ડૉક્ટર માથે ઉભા હોય પણ દેહ જે ક્ષણે છૂટવાનો છે તે છૂટવામાં કાંઈ ફેરફાર ન થાય. લાખો કરોડોના મકાન અહીંયા પડયા રહેશે.
આહા.. હા ! પ્રભુ જેને આત્મા કહીએ તે ચૈતન્ય આત્મા-જ્ઞાન ને આનંદનો સાગર છે. તેને રાગવાળો-પુણ્યવાળો કહેવો એ મ્યાનને તલવાર માનવા જેવું છે. તેણે જિનેશ્વરના માર્ગને અંદરમાંથી કદી સાંભળ્યો નથી.
એ ચાંદીના માનને લોકો કહે છે અને છે એમ જ પણ મ્યાનમાં રહેલી લોઢાની તલવારને ચાંદીની માનતા નથી. અનાદિથી અજ્ઞાની–આ શરીર, મન, વાણીની ક્રિયાઓ મારી છે હું તેને કરું છું, હું શરીરને હલાવી શકું છું, હાથ આમ કરી શકું, વાણી આમ બોલી શકું એમ મિથ્યાદેષ્ટિ જીવ અજ્ઞાની જે ક્રિયાઓ પુદ્ગલની છે તેને પોતાની માને છે. અંદરમાં શુભ ને અશુભભાવ થાય તે પુણ્ય છે. બન્ને ભાવ પુદ્ગલથી રચાયેલા છે. જડથી થયેલા છે. ભગવાન આત્માથી થયેલાં નથી.
અહીં કહે છે-આત્મા પરમાત્મસ્વરૂપ પોતે જ્ઞાન ને આનંદનું પૂર છે. પાણીનું પૂરપ્રવાહ જેમ નિર્મળ હોય, તે કાદવવાળો ન હોય તેમ ચેતન ભગવાન આત્મા જ્ઞાન ને આનંદનો સાગર છે. એનો પ્રવાહ હોય તે તો વીતરાગી જ્ઞાન ને આનંદની દશાવાળો હોય. આ પુણ્ય-પાપના ભાવ તે આત્માનું કાર્ય નહીં. આત્માની સ્થિતિ નહીં. તે પુલની
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #78
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૬૬
કલશાકૃત ભાગ-૨ મ્યાનરૂપ રચના છે. તેને તલવાર કેમ માની લેવી?
અહા! શરીર જરા હોય ઠીક, પચીસ-ત્રીસ વર્ષની ઉંમર હોય, યુવાન અવસ્થા હોય, બબ્બે લાડવા અને પત્તરવેલીયા ચડાવી જતા હોય તેને શરીરમાં સૂઝ પડે. ભાઈ ! તને ખબર નથી એ મસાણની રાખ છે તેમાં કયાં મૂરઝાઈ ગયો. એ બધા પુદ્ગલના ઠાઠ છે તેને તું મારા માનીને રખડી મર્યો છે. જેમ તલવાર લોઢાની છે તેમ ભગવાન જ્ઞાન ને આનંદનો સાગર છે.
આહા... હા! “જેનું ઇન્દ્રિયો વડે ગ્રહણ થતું નથી.” તે ઇન્દ્રિય પ્રત્યક્ષનો વિષય નથી. કાલે કહ્યું હતું ને! ભાવેન્દ્રિય, જડેન્દ્રિય અને (તેનો વિષય) ભગવાનની વાણી અને ભગવાન અને સ્ત્રી, કુટુંબ ને દેશ આખો એ બધા ઇન્દ્રિયો, એને જીતવી એટલે કે તેનો આશ્રય છોડી અને અણઇન્દ્રિય એવા ભગવાન (આત્મા)નો આશ્રય લેવો ત્યારે તેને સમ્યજ્ઞાન અને સમ્યગ્દર્શન થાય. સમજાણું કાંઈ ? આ સમ્યગ્દર્શનનો અધિકાર છે ને....! અહીંયા જાણવાની અપેક્ષાએ વાત લીધી છે. પણ એ જાણવામાં જ્ઞાનની પર્યાય અતીન્દ્રિય છે, તેનાથી જણાય; ઇન્દ્રિયજ્ઞાનથી ન જણાય. જ્ઞાનથી જણાયું તેમાં એવી પ્રતીત કરવી કે આ તો અતીન્દ્રિયજ્ઞાનથી જ જણાયું. એવી પ્રતીત કરવી તેનું નામ સમ્યગ્દર્શન છે.
(પ્રવચન નવનીત ભાગ-૩ પેઈજ નં. ૧૯)
સ્વના લક્ષે ઉપયોગમાં સ્વપર પ્રકાશક આવે તે તો સ્વના લક્ષ આવેલું (જ્ઞાન) છે. એ લક્ષણનો સ્વભાવ સ્વ૫ર પ્રકાશક છે. અને સ્વરૂપનો-જ્ઞાનદર્શનનો સ્વભાવ પણ સ્વપર પ્રકાશક છે. તો સ્વપર પ્રકાશકના લક્ષે જ્ઞાનની પર્યાય પ્રગટી તે જીવનો ઉપયોગ છે. પણ જેને સ્વના લક્ષ વિના, જેટલો પરના લક્ષે જ્ઞાનનો ઉપયોગ થાય (તેટલો ઉપયોગ જીવનો નહીં). આ “ગ્રહણ નો અર્થ કર્યો! પ્રભુ! ગજબ કરે છે ને!
(પ્રવચન નવનીત ભાગ-૩ પેઈજ નં. ૫૪)
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #79
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કલશ-૩૯
૬૭
કલશ-૩૯
( ઉપજાતિ) वर्णादिसामग्र्यमिदं विदन्तु निर्माणमेकस्य हि पुद्गलस्य। ततोऽस्त्विदं पुद्गल एव नात्मा
યત: સ વિજ્ઞાનધનસ્તતોડ ન્ય: IT૭-રૂા. ખંડાન્વય સહિત અર્થ:- “દિદં વરિસામણ્યમ પુદ્રસ્થ નિર્માણમ વિષ્ણુ” (હિ) નિશ્ચયથી (રૂવું) વિદ્યમાન (વાલિસીમમ) ગુણસ્થાન, માર્ગણાસ્થાન, દ્રવ્યકર્મ, ભાવકર્મ, નોકર્મ ઇત્યાદિ જેટલા અશુદ્ધ પર્યાયો છે તે બધાય (પસ્ય પુ ) એકલા પુદ્ગલદ્રવ્યનું (નિગમ) કાર્ય છે અર્થાત્ પુદ્ગલદ્રવ્યના ચિતરામણ જેવા છે એમ (વિન્નુ) હે જીવો! નિઃસંદેહપણે જાણો. “તતઃ રૂટું પુન: વસ્તુ, ન માત્મા” (તત:) તે કારણથી (ફર્વ) શરીરાદિ સામગ્રી (પુન:) જે પુદ્ગલદ્રવ્યથી થઈ છે તે જ પુદ્ગલ દ્રવ્ય છે, () નિશ્ચયથી ( ડુ) તે જ છે; (ન માત્મા) આત્મા અજીવદ્રવ્યરૂપ થયો નથી. “યત: સ: વિજ્ઞાનન:” (યત:) જેથી (સ:) જીવદ્રવ્ય (વિજ્ઞાનધન:) જ્ઞાનગુણનો સમૂહ છે, “તત: અન્ય:” (તત:) તેથી (અન્ય:) જીવદ્રવ્ય ભિન્ન છે, શરીરાદિ પરદ્રવ્ય ભિન્ન છે. ભાવાર્થ આમ છે કે લક્ષણભેદે વસ્તુનો ભેદ હોય છે, તેથી ચૈતન્યલક્ષણે જીવવસ્તુ ભિન્ન છે, અચેતનલક્ષણે શરીરાદિ ભિન્ન છે. અહીં કોઈ આશંકા કરે છે કે કહેવામાં તો એમ જ કહેવાય છે કે “એકેન્દ્રિય જીવ, બે-ઈન્દ્રિય જીવ' ઇત્યાદિ; “દેવ જીવ, મનુષ્ય જીવ' ઇત્યાદિ; “રાગી જીવ, દ્વેષી જીવ' ઇત્યાદિ. ઉત્તર આમ છે કે કહેવામાં તો વ્યવહારથી એમ જ કહેવાય છે, નિશ્ચયથી એવું કહેવું જૂઠું છે. તે (હવે ) કહે છે. ૭-૩૯. પ્રવચન નં. ૪૭.
તા. ૨૨-૭-'૭૭ કલશ-૩૯ : ઉપર પ્રવચન “નિશ્ચયથી વિદ્યમાન ગુણસ્થાન, માર્ગણાસ્થાન, દ્રવ્યકર્મ, ભાવકર્મ, નોકર્મ ઇત્યાદિ જેટલા અશુદ્ધ પર્યાયો છે તે બધાય એકલા પુદ્ગલદ્રવ્યનું કાર્ય છે.”
જાતિ, ગતિ, જ્ઞાનના ભેદો, માર્ગણાસ્થાન, ગુણસ્થાનના ભેદ વિકલ્પો એ બધું પુદ્ગલદ્રવ્યનું કાર્ય છે, ઝીણી વાત છે. દ્રવ્યકર્મ એટલે જડકર્મ, ભાવકર્મ એટલે અંદર પુણ્ય-પાપના પરિણામ અને નોકર્મ એટલે શરીર ને વાણી ઇત્યાદિક જેટલા અશુદ્ધ પર્યાયો છે તે પુગલદ્રવ્યનું કાર્ય છે. આ પરિણામથી ભિન્ન ભગવાન આત્મા અંદર
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #80
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૮
કલશાકૃત ભાગ-૨ આનંદનો નાથ પ્રભુ, અતીન્દ્રિય આનંદસ્વરૂપ છે.
જેમ મૃગલાની નાભિમાં કસ્તુરી છે તેની તેને ખબર નથી તેનું તેને ભાન નથી. તેમ અજ્ઞાનીને જ્ઞાન ને આનંદની કસ્તુરી પડી છે તેનું તેને ભાન નથી. આત્મા અતીન્દ્રિય આનંદનું દળ છે. મૃગલા જેવા જીવને આનંદની કસ્તુરીની ખબર નથી. સમજાણું કાંઈ?
અહીંયા કહે છે-એ ગુણસ્થાન, માર્ગણાસ્થાનરૂપ પર્યાયો જેટલા છે તે એકલા પુગલનું કાર્ય છે. ગઈકાલે બપોરે તો એમ આવ્યું હતું કે પુણ્ય-પાપના જે વિકારી પરિણામ છે તેને જીવ અને પુગલે બન્નેએ મળીને કર્યા નથી. તેમ એકલા પુદગલના નથી. એકલા જીવનાં છે તેમ કહ્યું હતું. પુણ્ય-પાપ, દયા-દાન, વ્રત-ભક્તિ કામ-ક્રોધના વિકારી પરિણામ તે પર્યાયબુદ્ધિવાળા જીવનું કાર્ય છે.
જ્યારે અહીંયા તો દ્રવ્યબુદ્ધિ સિદ્ધ કરવી છે. વસ્તુ જે છે સચ્ચિદાનંદ પ્રભુ તે અનાદિ અનંત છે. એ જ્ઞાનનું નૂર ને આનંદનું પૂર ભગવાન છે. આ બધી ગુણસ્થાન, માર્ગણાસ્થાનની જે રચના છે તે બધી પુદ્ગલની રચના છે. તે એકલા પુદ્ગલનું કાર્ય છે. અહીંયા તો વસ્તુનો સ્વભાવ સિદ્ધ કરવો છે. ઉપર કહ્યું ત્યાં પર્યાય સિદ્ધ કરવી હતી. પર્યાયષ્ટિવાન તેની પર્યાયમાં થતા વિકારનો તે કર્તા થાય છે. આહા ! વીતરાગનો સ્યાદ્વાદમાર્ગ ભારે ભાઈ !
અહીંયા કહે છે કે જે ભાવે તીર્થકર ગોત્ર બંધાય તે ભાવ પણ પુદ્ગલની રચના છે. કેમકે તે વિકારી ભાવને, પુણ્ય પાપને, દયા-દાન, વ્રત-ભક્તિ આદિને રચે એવી કોઈ શક્તિ આત્મામાં નથી. આત્માનો સ્વભાવ એવો નથી કે તે પુણ્ય-પાપને રચે. પર્યાયની અવસ્થાબુદ્ધિવાળો પર્યાયની રચના મારી છે તેમ માને છે. વસ્તુનો ત્રિકાળી દ્રવ્ય સ્વભાવ છે તે ચૈતન્યમૂર્તિ જ્ઞાયક છે. અરે..! આવું હશે? આવો આત્મા હશે? એ તો બે બીડી જ્યાં સરખી રીતે પીવે ત્યાં રાજી રાજી થઈ જાય. બે બીડી પીવે ત્યારે તો સવારે પાયખાને દસ્ત ઉતરે; આવા તો અપલખણ !
આહાહા..! તેને હવે કહે છે પ્રભુ તું સાંભળ તો ખરો એકવાર ભાઈ ! ત્રણલોકના નાથ વીતરાગી સર્વજ્ઞ પરમાત્માની દિવ્યધ્વનિમાં ઇન્દ્રો ને ગણધરોની સભામાં જે વાત કરી હતી તે વાતને સંતો આડતીયા થઈને જગતને જાહેર કરે છે. સમજાણું કાંઈ?
અહીંયા લોકો દયા-દાન ને વ્રતના પરિણામ થાય તેને ધરમ માને છે. અહીંયા પરમાત્મા કહે છે-તે બધી પુગલની રચના છે, તે તારું કાર્ય નહીં. કેમકે સમ્યગ્દર્શનનો વિષય જે દ્રવ્યસ્વભાવ ત્રિકાળી આનંદનો નાથ પ્રભુ તે પોતે છે. એમાં એવી કોઈ શક્તિ નથી કે તે વિકારને રચે. તેથી વિકારને પુદ્ગલની રચના ગણીને, જ્ઞાતા આત્મા તેનો જાણનાર છે. કેમકે પ્રભુ જ્ઞાનસ્વરૂપ છે. જ્ઞાન. જ્ઞાન. જ્ઞાન, જાણવું.. જાણવું. જાણવું.. જાણવું.. જાણવું.. જાણવું.. એવા જાણનાર સ્વભાવથી ભરેલો અનાદિ અનંત
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #81
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કલશ-૩૯ પ્રભુ પોતે છે.
અહીંયા માર્ગણાસ્થાનની વ્યાખ્યા મોટી છે. જાતિ, ગતિ, વેશ્યા, કષાય, જ્ઞાનદર્શનના ભેદો તે બધી અશુદ્ધ પર્યાયો છે. મલિન દશા છે. તે બધાને “ ચ પુનસ્ય નિર્માણમ” એટલે કે એકલા પુગલનું કાર્ય છે. પુદ્ગલ એટલે ધર્માસ્તિકાય,
અધર્માસ્તિકાય, આકાશ, કાળ અને જીવનું કાર્ય નથી. એકસ્ય કહ્યું ને? તે એકલા પુલનું કાર્ય છે.
પ્રશ્ન- સાત તત્ત્વોમાં દયા-દાનને કયા તત્ત્વમાં નાખવાં?
ઉત્તર- પુણ્યમાં, અને પુણ્ય-પાપ તે તો અજીવ તત્ત્વ છે. એટલે કે તે જીવ નહીં. જીવ તત્ત્વ છે તે જ્ઞાયક છે. નવતત્ત્વમાં જીવ તત્ત્વ છે તે જ્ઞાયક તત્ત્વ છે. નવમાં દયા-દાન, વ્રતના પરિણામ તે પુણ્ય તત્ત્વ છે. હિંસા-જૂઠ-ચોરી-ભોગ-વાસના તે પાપ તત્ત્વ છે. તે જ્ઞાયક તત્ત્વથી ભિન્ન તત્ત્વ છે. ' અરે ! આવી વાત ક્યાં સાંભળવા મળે? ભાઈ ! આ તો વીતરાગના ઘરની વાતો છે. અરેરે...! માણસોને સત્ય વાત સાંભળવા મળે નહીં તે સની દૃષ્ટિ ને રુચિ કયારે કરે? અને તેના ભવના અંત કયારે આવે? સમજાણું કાંઈ? અહીંયાના પ્રમુખ અને મુંબઈના પ્રમુખ નવનીતભાઈ હાલ્યા ગયા. દેહની સ્થિતિ પૂરી થઈ ગઈ. આ દેહની મુદત છે તે પુદ્ગલની મુદત છે. ૫૦-૬૦-૭૦ જે કહેવાય છે તે દેહને કહેવાય છે. આત્માને મુદત નથી. આત્મા તો અનાદિ અનંત આનંદકંદ પ્રભુ છે. સમજાણું કાંઈ? ભારે આકરું પડે!
અહીંયા તો પર્યાયબુદ્ધિ છોડાવીને દ્રવ્યબુદ્ધિ કરાવવી છે. આહા. હા! વસ્તુ જે છે ત્રિકાળ આનંદનો નાથ પ્રભુ! જ્ઞાનનો પિંડ પ્રભુ! તેની અહીંયા દેષ્ટિ કરાવવી છે. એ આત્મા છે અને તેની દૃષ્ટિ તે સમ્યગ્દર્શન છે. ધર્મની પહેલી સીઢી સમ્યગ્દર્શન છે. શ્રાવકનું પાંચમું ગુણસ્થાન તો હજુ કયાંય આવું રહ્યું. એ તો સ્વરૂપનું ભાન થઈને-“આ અખંડાનંદ પ્રભુ હું છું એવું સમ્યગ્દર્શન થયા પછી એ અંશે વિશેષ સ્વરૂપના અતીન્દ્રિય આનંદમાં રમે ત્યારે તેને પાંચમા ગુણસ્થાનવાળો શ્રાવક કહેવાય. એવા અતીન્દ્રિય આનંદમાં ખૂબ રમે, અતીન્દ્રિય આનંદમાં જામી જાય, અતીન્દ્રિય આનંદની અંદર રેલમછેલમ થઈ જાય ત્યારે તેને મુનિ કહેવાય. આ તો વાતે-વાતે ફેર છે. અરે! આ વાત પરમાત્માના ઘરની છે. ત્રિલોકીનાથ તીર્થંકરદેવ એમ કહે છે કેઃ “ ચ
પુ ચ” આહા.. હા! આત્માનો અંશેય તેમાં નહીં તેમ કહે છે. સર્વજ્ઞ પરમેશ્વર વીતરાગદેવે કેવળજ્ઞાનમાં છ દ્રવ્ય જોયા છે તે જાતિ અપેક્ષાએ. સંખ્યાએ અનંત-અનંત આત્માઓ, અનંત પરમાણુઓ, અસંખ્ય કાળાણુઓ, એક ધર્માસ્તિકાય, એક અધર્માસ્તિકાય અને એક આકાશ દ્રવ્ય. એમાં આ
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #82
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૭)
કલશામૃત ભાગ-૨ જે પુણ્ય-પાપના ભાવ, શરીર-વાણીનું અસ્તિત્વ તે બધું પુદ્ગલનું કાર્ય છે. આહા.. હા ! એકલા પુગલનું કાર્ય છે-આત્માનું નહીં. ભાષા સાદી છે ભાવ ભલે ઊંચા હોય. ધ્યાન રાખે તો પકડાય તેવું છે. કઈ વિધિથી ને કઈ પદ્ધતિથી કહેવાય છે તે ખ્યાલમાં તો તેને આવવું જોઈએ ને !
શ્રોતા:- આ કઈ પદ્ધતિથી કહેવાય છે?
ઉત્તર:- જેટલા પુણ્ય-પાપના ભાવ, શરીર-મન-વાણી એ બધી પુદ્ગલની રચના છે-એ પદ્ધતિ છે. એ તેની રીત છે. રીતની રીતભાત છે. તે પુદ્ગલની ભાત છે. તે પુદ્ગલનો ઠાઠ છે તેમ કહે છે.
પેલા આવી વાત કરે-થોડા વ્રત કર્યા હોય, અહીંસા ને બ્રહ્મચર્ય પાળીને. અપવાસ કરે તો ધર્મ થઈ જાય. વ્રત પાળે તો સંવર થાય, અપવાસ કરે તો નિર્જરા થાય. અને સંવર, નિર્જરા થાય એટલે મોક્ષ થાય. એ બધા ગપે ગપ્પ છે.
અહીંયા તો પરમેશ્વરના ઘરની વાતો છે. ભાઈ ! અહીંયા તો વજન અહીં છે. “ સ્ય પુ સ્થ” તેનું વજન છે. દ્રવ્ય સ્વભાવ જે છે આનંદકંદ તેની દૃષ્ટિ કરી તેણે આત્માને જાણ્યો. અને જે પુણ્ય-પાપને જાણે તેણે આત્માને જાણ્યો નથી. એ પર ને જાણવામાં રોકાઈ ગયા છે. પરને મારા માને તે તો મિથ્યાષ્ટિ તીવ્ર અજ્ઞાની છે. આ ધૂળ જે મળી ગઈ છે પાંચ-પચ્ચીસ કરોડ તેને મારી માને તે મૂઢ છે. એ પૈસા તો જડઅજીવ છે, તે તારા કયાંથી થઈ ગયા?
અહીંયા તો પ્રભુ એમ કહે છે-શુભ-અશુભ ભાવ થાય તે તો રાગ છે–તે અચેતન છે. તેમાં વર્ણ, ગંધ, સ્પર્શ, રસ ન હોવા છતાં, તેમજ રાગ અરૂપી હોવા છતાં તેમાં ચેતનના સ્વભાવનો અંશ નથી. તેમાં ચેતનના પ્રકાશનો અભાવ છે. માટે પુણ્ય-પાપના ભાવને અચેતન કહેવામાં આવે છે. બીજું શરીર, મન, વાણી જડકર્મ તે અચેતન છે.
કહ્યું, ફરીથી.. આ પુણ્ય-પાપના ભાવમાં રંગ-ગંધ-રસ-સ્પર્શ નથી, અને તેમાં ચેતનના પ્રકાશના નૂરના પૂરનો અભાવ છે-માટે પુણ્ય-પાપના ભાવને અચેતન કહેવામાં આવે છે.
ત્રણ પ્રકારના અચેતન કહ્યાં છે. (૧) આ શરીર, મન, વાણી, પૈસા, ધૂળ, બંગલા તે બધું સ્પર્શ, રસ, ગંધ, વર્ણવાળું અચેતન છે. (૨) પુણ્ય-પાપના ભાવ તેમાં આ પરમાણુના સ્પર્શ, રસ, ગંધ, વર્ણ ભલે નથી, પરંતુ તેમાં જ્ઞાયક ભગવાનના શુદ્ધ પ્રકાશનો અંશ નથી, તેથી પુણ્ય-પાપના ભાવને અચેતન કહેવામાં આવે છે. અહીંયા તેને અજીવ કહ્યાં છે. અજીવ કહો કે અચેતન કહો એનાર્થ છે. (૩) ત્રીજા અચેતનની વાત જરા ઝીણી છે. ભગવાન આત્મા જ્ઞાન-દર્શન સ્વરૂપ છે. ચૈતન્ય સિવાયના બીજા ગુણો આત્મામાં છે–તેમાં ચૈતન્યનો અભાવ છે. તે અપેક્ષાએ આત્મામાં જે જાણવું
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #83
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૭૧
કલશ-૩૯ દેખવું છે તે ચેતન છે. એ સિવાયના જેટલા ગુણો છે સમ્યગ્દર્શન, આનંદ, ચારિત્ર, વીર્ય તે બધામાં જાણવા-દેખવાનો અભાવ છે તે અપેક્ષાએ તેને અચેતન કહ્યાં છે. આ વાતને અહીંયા લેવાની નથી. પુણ્ય-પાપના ભાવ જે અચેતન છે તેને અહીં લેવાના છે.
પ્રશ્ન:- પુણ્ય-પાપના ભાવ અચેતન છે? ઉત્તર- હા, તે અચેતન છે. પ્રશ્ન:- તેને રૂપી પણ કહ્યાં ને?
ઉત્તર- તેને રૂપી પણ કહેવાય. તેને સ્થળ પરિણામ કહેવાય. સમજાણું કાંઈ ? એક કલાકમાં આટલી વાતું! પહેલાં જે સાંભળી હોય તેનાથી જુદી જાતની. તો શું અત્યાર સુધીની બધી વાતું ખોટી? સાંભળી અને તું જ નક્કી કર! આજ દિ' સુધી સાંભળ્યું તો તે શું સાંભળ્યું? શું માન્યું છે? આહા! એની તો ખબર નથી. દુનિયાનો મોટો ભાગ, સંપ્રદાયનો મોટો ભાગ પણ આ જ રીતે પ્રરૂપણા કરે છે. દયા-દાન-વ્રત-ભક્તિ-પૂજા કરો તમારું કલ્યાણ થશે. અહીંયા કહે છે તે ભાવ પુદ્ગલથી રચાયેલા છે તે તારા નહીં, લે! આવું છે!
ત્રિલોકીનાથ પરમેશ્વર વીતરાગીની આ વાણી છે. સંતો આડતીયા થઈને જગતને જાહેર કરે છે. પ્રભુનો માર્ગ તો આ છે. અરે ! આ તો સાંભળવુંયે કઠણ પડે. ભાઈ ! માર્ગ તો એવો છે બાપુ!
અહીંયા તો કહે છે-“નિશ્ચયથી વિદ્યમાન છે.” શું? ગુણસ્થાનો, માર્ગણાસ્થાન, ગુણસ્થાન ચૌદ છે-માર્ગણાસ્થાન ચૌદ છે. એના પેટાભેદોનો તો પાર ન મળે. આ મનુષ્યગતિ ને તિર્યંચગતિ એ બધા પુદ્ગલના ભાવ છે. પર્યાપ્ત અપર્યાપ્ત તે બધા ભેદો એકલા પુદગલ દ્રવ્યનું કાર્ય છે. “અર્થાત પુદ્ગલ દ્રવ્યનાં ચિતરામણ જેવા છે એમ હે જીવો !નિઃસંદેપણે જાણો.” ભગવાન જ્ઞાનાનંદ સ્વરૂપમાં છે અને એ બધું પુગલનું ચિતરામણ છે.
પ્રશ્ન- માર્ગણામાં પુદ્ગલ કેવી રીતે આવે?
ઉત્તર:- ભેદ છે તે બધી અશુદ્ધતા જ છે-પુદ્ગલ જ છે. તેના ચૌદ બોલ છે ને! ગતિ, જાતિ એ બધા ભેદો અશુદ્ધતામાં જાય છે. ભગવાન તો ચૈતન્યમૂર્તિ અખંડાનંદ પ્રભુ છે ને તેને અહીંયા આત્મા કહેવામાં આવે છે. અહીંયા તો સંયમલબ્ધિના સ્થાનને પુગલનાં કહ્યાં છે. કારણ કે તે ભેદ છે અને ભેદ ઉપર દૃષ્ટિ આપવાથી રાગ અર્થાત્ વિકલ્પ જ થાય છે. તેથી પુગલ જ છે.
પ્રશ્ન- સંયમ સરાગ છે કે વીતરાગ?
ઉત્તર:- સંયમનું સ્વરૂપ સરાગ હોતું નથી. સંયમ તો સ્વરૂપના આનંદની દશા છે. સરાગ તે તો પુદગલની દશા છે. જ્યારે સમ્યગ્દર્શન તે વીતરાગી પર્યાય છે. કેમકે આત્મા
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #84
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૭૨
કલશાકૃત ભાગ-૨ વીતરાગસ્વરૂપ જિનસ્વરૂપ છે.
જિન સોહી હૈ આત્મા, અન્ય સોહી હૈ કર્મ,
યહી વચન સે સમઝલે, જિન પ્રવચન કા મર્મ.” ભગવાન વીતરાગના પ્રવચનનો એ મર્મ છે કે-આત્મા છે તે જિનસ્વરૂપ છે. અત્યારે આત્મા વીતરાગમૂર્તિ છે. અને આ જેટલા ચિતરામણ છે તે બધા પુદ્ગલના ચિતરામણ છે. આ ભીંત દિવાલ ઉપર ચિતરામણ નથી કરતા! તેમ ભગવાન ચૈતન્ય આનંદનો નાથ પ્રભુ ! તેની દશામાં પુણ્ય-પાપ આદિના ભાવો, ગુણસ્થાનમાર્ગણાસ્થાનના ભેદરૂપ ભાવો તે બધા પુદ્ગલનું ચિતરામણ છે. તે ચૈતન્યનું સ્વરૂપ નહીં. આકરી વાત છે, સાંભળવી કઠણ પડે.
આખો દિ' એવું સાંભળે છે કે-દયા પાળવી તે ધરમ છે, વ્રત કરીએ તે ધરમ છે, ભગવાનની પૂજા કરીએ તે ધરમ છે. તેમને આ વાત ગળે ઉતરવી કઠણ પડે. જ્ઞાનીને પણ આત્મજ્ઞાન હોવા છતાં એવા ભાવ આવે ખરા, પણ તે ભક્તિ-પૂજાના ભાવને હેય જાણે છે-દુઃખરૂપ જાણે છે-અજીવ તરીકે જાણે છે. સમજાણું કાંઈ ?
શ્રોતા:- જીવમાં અજીવ કેવી રીતે ઘૂસી ગયું?
ઉત્તર- એ પર્યાયમાં છે, જીવમાં અંદર ઘૂસી ગયા નથી. ચાંદીની તલવારમાં કાંઈ લોઢાની તલવાર ઘૂસી ગઈ નથી, એ તો જુદી ચીજ છે. આવી વાત હવે ! સંસારમાં બિચારા હજુ પાપથી નવરા થાય નહીં. કમાવું ને વિષય ને એ બધા પાપના ધંધા એમાંથી નવરો ન થાય બિચારો. અહીં તો કહે છે–દયા, દાન, વ્રતના પરિણામ કરે એ પુણ્ય છે.
પ્રશ્ન:- એની સામું ન જુએ તો છૂટો પડી જાય ને ?
ઉત્તર:- તેનાથી ભિન્ન ભગવાન આત્મા છે તેના સામું જોતાં તે છૂટો પડી જાયત્યારે તેને લાભ થાય છે. આવી વાતો લ્યો ! શું થાય ભાઈ ! સને માનનારા ભલે થોડા હોય, સને કાંઈ સંખ્યાની જરૂર નથી. બહુ માનનારા માટે સાચું તેમ નથી.
પરમેશ્વર-જિનેશ્વરદેવ કેવળજ્ઞાની પરમાત્માએ આ વર્ણન કર્યું છે. પ્રભુ! આ જેટલા ચિતરામણ પુલના છે તે બધા તારા નહીં. તું તો જ્ઞાન. જ્ઞાન. જ્ઞાન. જ્ઞાન... સમજણનો પિંડ છે. પર્યાયમાં આ ચિતરામણ છે તે તો પુદ્ગલનું છે-તે અજીવ છે. તેને પોતાનું માનવા જેવું નથી.
એમ હે જીવ! તમે નિઃસંદેહપણે જાણો! આખી દૃષ્ટિને ફેરવવી પડે એવું છે. જોનારની પર્યાયમાં જણાય છે તે જાણનારને જાણવા જા ! જેની પર્યાયમાં આ છે એવું જણાય છે એ પણ પર્યાય જણાય છે. એ પર્યાય જાણે છે તેમાં જે ત્રિકાળ જાણનારો છે તેને જો તો તને સમ્યગ્દર્શન થશે.
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #85
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કલશ-૩૯
૭૩ પ્રવચન નં. ૪૮
તા. ૨૪-૭- '૭૭ વિષય ઝીણો છે તેથી આ કળશ ફરીને લઈએ. વીતરાગનો માર્ગ બહુ સૂક્ષ્મ છેતેને સમજવા મહાપુરુષાર્થ જોઈએ. અનંતકાળથી તેણે પ્રગટ કર્યો નથી. તે અહીં કહે છે.
દિ રૂટું વળffસામર્થન વચ પુચ નિર્માણન વિષ્ણુ” (હિ) નિશ્ચયથી (રૂદ્ર) વિદ્યમાન ગુણસ્થાન, માર્ગણાસ્થાન, દ્રવ્યકર્મ, ભાવકર્મ, નોકર્મ ઇત્યાદિ જેટલા અશુદ્ધ પર્યાયો છે તે બધાય એકલા પુગલદ્રવ્યનું કાર્ય છે. અર્થાત્ પુદ્ગલદ્રવ્યના ચિતરામણ જેવા છે, એમ હે જીવો! નિઃસંદેહુ જાણો.”
“દિ' એટલે નિશ્ચયથી વિદ્યમાન છે જે ગુણસ્થાન-માર્ગણાસ્થાનના ભેદો તે બધી પુદ્ગલની રચના છે-આત્માની નહીં. આ વર્ણ, ગંધ, રસ, સ્પર્શ, શરીર, મન, વાણી એ તો બધા જડ છે-અજીવ છે. પરંતુ આત્મામાં થતાં પુણ્ય-પાપના ભાવ તે પુદ્ગલથી રચાયેલ છે, તે આત્માથી નહીં. વીતરાગનો માર્ગ બહુ ઝીણો છે.
પરમાત્મા એમ ફરમાવે છે કે- ભાઈ ! તું કોણ છો? કેવડો છો? કયાં છો? તેની તને દૃષ્ટિ નથી અને આ બધા જે ભેદો દેખાય છે પુણ્ય-પાપના અને તેના ફળ તરીકે બહારમાં આ પૈસા ધૂળ આદિ દેખાય છે. તેને મારા માનવા તે મિથ્યાત્વ છે. તે તદ્દન અસત્ય, પાખંડ અને જૂઠી દૃષ્ટિ છે.
(૧) “દ્રવ્યકર્મ” એટલે જડકર્મ. આકર્મ છે તે માટી-અજીવ જડ છે. (૨) ભાવકર્મ' એટલે શુભાશુભ ભાવો તે પણ પુદ્ગલની રચના છે. ભગવાન આત્મા તો આનંદસ્વરૂપી છે, સર્વજ્ઞસ્વરૂપી છે. તેની રચના જ્ઞાન અને આનંદથી થાય છે. અતીન્દ્રિય આનંદ અને અતીન્દ્રિય જ્ઞાનની રચના તે આત્માનું કાર્ય છે. બહુ ઝીણું; આખી દુનિયા તો દયા, દાન, વ્રત, તપ કરવા તેને ધર્મ માને છે. અહીંયા પરમાત્મા એમ કહે છે-પુણ્ય ને પાપના અસંખ્ય પ્રકારના જે ભાવ છે તે અજીવ છે એટલે જીવ નહીં. કેમકે તે જીવ હોય તો આત્મામાંથી નીકળી ન જાય. પુષ્ય-પાપના ભાવ નીકળી જાય છે માટે જીવ નહીં અજીવ છે. (૩) નોકર્મ એટલે શરીર, મન, વાણી, તે બધા જડ પુગલ પરમાણું અજીવથી નીપજેલા છે. સમજાણું કાંઈ?
વીતરાગ પરમાત્મા જિનેશ્વરદેવ ઇન્દ્રો અને ગણધરોની વચ્ચે જે વાત ફરમાવતા હતા તે આ વાત છે. તારામાં થતાં જે શુભાશુભભાવો તે અજીવ એવા પુદ્ગલ જડકર્મ છે, તે તેના સંગે ઉત્પન્ન થયેલા છે તેથી એ પુદ્ગલ છે. પ્રભુ! ચૈતન્ય સ્વરૂપ જે જ્ઞાનઘન છે તેનાં સંગે ઉત્પન્ન થયેલા આ ભાવો નથી.
જિનેશ્વર પરમેશ્વર જેને જીવ કહે છે-તે ભગવાન અંદર ચૈતન્ય વસ્તુ છે તે કેવો છે એ વાત કહે છે. જેમ ભીંત ઉપર ચિતરામણ કરે છે તેથી તે કાંઈ ભીંત નથી. તેમ ભગવાન આત્મા, જ્ઞાનનો પુંજ, ચૈતન્યઘન, આનંદકંદ છે. જ્યારે આ શુભાશુભભાવો તે
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #86
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૭૪.
કલશોમૃત ભાગ-૨ પુદ્ગલનું ચિતરામણ છે. આહા.. હા! આવું સાંભળવું કઠણ પડે! કેમકે સંપ્રદાયમાં આ વાત ચાલતી નથી. ઝીણી વાત છે બાપા!
વિતરાગ સર્વજ્ઞ પરમેશ્વરના કથનો અને એમના આગમો તે કોઈ જુદી જાતના છે ભાઈ. ભગવાન આત્મા તો જ્ઞાનની ભીંત છે. તે જ્ઞાન સ્વરૂપ ચૈતન્યઘન છે. તેમાં આ બધી રચના નથી. રાગાદિનું ચિતરામણ તે જડનું કાર્ય છે તે પુદ્ગલ દ્રવ્યનું કાર્ય છે. બપોરે એમ આવે કે પુષ્ય ને પાપના ભાવ એકલા જીવનું કર્તવ્ય છે. તે જીવની પર્યાયમાં થાય છે તે કર્મને લઈને નહીં. આગળ કહ્યું ત્યાં તો તે જીવની પર્યાયમાં તેનાથી છે એટલું સિદ્ધ કરવું છે. જ્યારે અહીં તો વસ્તુને સિદ્ધ કરવી છે. ચૈતન્ય ભગવાન આત્મા તે આનંદકંદ પ્રભુ છે. તે અતીન્દ્રિય આનંદનું દળ છે, તેના ઉપર આ પુણ્ય-પાપના ભાવો થાય તે બધી જડની પુદ્ગલની રચના છે.
પ્રશ્ન- આ દયા-દાન, વ્રત-ભક્તિના પરિણામ છે તે તો જીવમાં થાય છે ને?
ઉત્તર:- થાય છે એની પર્યાયમાં પરંતુ તેના વસ્તુસ્વભાવમાં નથી. માટે તેને પુદ્ગલનું ચિતરામણ કહ્યું છે. આહા.! આવી વાતું છે. પુલ દ્રવ્યના ચિતરામણ જેવા છે તેમ હે જીવો નિઃસંદેહપણે જાણો. “વિદન્ત' છે ને? એટલે કે નિઃસંદેહપણે જાણો.
તત: રૂવં પુન: વ અસ્તુ ન માત્મા” (તત:) તે કારણથી (રૂવું) શરીરાદિ સામગ્રી (પુન:) જે પુદ્ગલ દ્રવ્યથી થઈ છે તે જ પુદ્ગલ દ્રવ્ય છે, નિશ્ચયથી તે જ છે, આત્મા અજીવ દ્રવ્યરૂપ થયો નથી.”
શું કહે છે? “શરીરાદિ સામગ્રી” એટલે પુણ્ય-પાપના ભાવ, ગુણસ્થાન, માર્ગણાના ભાવ તે પુદ્ગલ દ્રવ્યથી થયા છે. અર્થાત્ તે જ પુદ્ગલ દ્રવ્ય છે. નિશ્ચયથી તે જ છે. ( વ ) શબ્દ છે ને? “વ' અર્થાત્ શરીર, મન, વાણી તો જડ છે, આઠ કર્મ છે તે જડ છેઅજીવ છે. તેમ પુણ્ય-પાપના ભાવ તેમાં ચૈતન્યનો અભાવ છે માટે તે પણ અજીવ ને જડ છે. સમજાણું કાંઈ?
પુદ્ગલ દ્રવ્યથી થઈ છે તે પુદ્ગલ દ્રવ્ય છે, નિશ્ચયથી તે જ છે, આત્મા અજીવદ્રવ્યરૂપ થયો નથી.”
સર્વજ્ઞ ભગવાન કહે છે કે-અંદર જે ચૈતન્યસ્વરૂપ ભગવાન આત્મા છે તે પુણ્યપાપના ભાવપણે કદી થયો નથી. આ ગુણસ્થાન ને માર્ગણાસ્થાનના ભેદપણે કદી થયો નથી. શ્રી સમયસારની છઠ્ઠી ગાથામાં આવી ગયું છે-ચૈતન્ય તો જ્ઞાનનો પુંજ, જ્ઞાનસાગર વસ્તુ છે. એ જ્ઞાનસાગર વસ્તુ જો શુભાશુભભાવપણે થાય તો અજીવ થઈ જાય-જડ થઈ જાય એમ કહે છે. પાંચ મહાવ્રતના ભાવ એ તો પુગલના પરિણામ રાગ છે. એ તો જડના કાર્યો છે. આહા.. હા ! સાંભળવું કઠણ પડે બાપુ! મારગડા પ્રભુના જુદા છે. સમજાણું કાંઈ?
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #87
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કલશ-૩૯
૭૫. “આત્મા અજીવદ્રવ્યરૂપ થયો નથી.” એ શું કહ્યું? ભગવાન આત્મા તે પુણ્યપાપના ભાવ, ગુણસ્થાનના ભેદ અને શરીર, વાણી, કર્મરૂપે કદી થયો જ નથી. હવે આવી વાતું! બીજું સાંભળી સાંભળીને પચાસ-સાઈઠ વરસ ગાળ્યા હોય, તેમાં આ વાત કહેવી! પ્રભુના મારગડા જુદા છે ભાઈ ! શ્રી વીતરાગ જિનેશ્વરદેવ કહે છે–આત્મા વીતરાગી સ્વરૂપથી ભરેલો છે. આ ગુણસ્થાન, માર્ગણાસ્થાનની રચના છે તે પુદ્ગલની છે, –આત્માની નહીં.
આહા.. હા! શરીર ને વાણી એ તો જડ છે. એ તો ઠીક, પરંતુ અંદર જ્ઞાનાવરણાદિ આઠકર્મ છે એ પણ જડ છે-અજીવ છે-માટી-ધૂળ છે. અહીં તેનાથી આગળ કહે છે કેએ કર્મ પુદ્ગલની રચના છે એ તો ઠીક પણ આ પુણ્ય ને પાપના ભાવ છે જેને દુનિયા ધર્મ માને છે એટલે કે દયા પાળવી તેને અહિંસા ધર્મ માને છે, સત્ય વ્રત પાળ્યા તે ધર્મ છે. તેને અહીં પરમાત્મા અજીવ કહે છે. પ્રભુ! તું સાંભળ તો ખરો ! તારી ચીજ એ રૂપે થાય તો અજીવ થઈ જાય. આહા. હા! ભાઈ ! તને વસ્તુના સ્વરૂપની ખબર નથી.
જે અજીવ દ્રવ્યરૂપ થતો નથી તે કોણ છે તે કહે છે. “યત: : વિજ્ઞાનન:” જેથી જીવદ્રવ્ય જ્ઞાનગુણનો સમૂહ છે, તેથી (અન્ય) જીવદ્રવ્ય ભિન્ન છે, શરીરાદિ પારદ્રવ્ય ભિન્ન છે.”
જીવદ્રવ્ય જ્ઞાનગુણનો પુંજ-જ્ઞાનનું ઢોકળું છે. તે એકલો સમજણનો પિંડ છે. તેમાંથી નીકળે તો જ્ઞાન અને આનંદ નીકળે છે. પરંતુ આ પુણ્ય-પાપના ભાવ તેમાંથી નીકળતા નથી. પ્રભુ! તને તારી ખબર નથી.
તું છો કોણ? એ આત્મા કોણ છે? પ્રભુ આપે કોને આત્મા કહ્યો છે? આહા... હા ! એ “સ: વિજ્ઞાનન:' એ જ્ઞાન ગુણનો ઘનપુંજ છે. જેમ સકરકંદ છે તેનું નામ સાકર શબ્દ ઉપરથી પડ્યું છે. જેને સકરિયું કહે છે. સક્કર એટલે સાકરની મીઠાશનો પિંડ છે. હવે તેની ઉપરની લાલ છાલને ન જુઓ તો તે સાકરની મીઠાશનો પિંડ છે. તેને સક્કરકંદ કહીએ. તેમ આ પુણ્ય ને પાપના વિકલ્પો છે તે લાલ છાલ છે-જડ છે, તે આત્મા નહીં. એ પુણ્ય-પાપની પાછળ એકલો અતીન્દ્રિય આનંદનો કંદ છે. જેમ પેલો સક્કરકંદ છે તેમ આત્મા અતીન્દ્રિય આનંદનો પિંડ અને જ્ઞાનનો ઘન છે. આ વકિલાતમાં આવું કાંઈ ન આવે, ત્યાં ગપ્પા આવે.
ત્રિલોકીનાથ પરમેશ્વર સીમંધર ભગવાન મહાવિદેહમાં અત્યારે તીર્થકરપણે બિરાજે છે. તેમનો આ હુકમ અને આજ્ઞા છે. તેમની પાસેથી આવેલી આ વાત છે. સંવત ઓગણપચાસમાં એટલે આજથી બે હજાર વર્ષ પહેલાં કુંદકુંદાચાર્ય દિગમ્બર મુનિ ત્યાં ગયા હતા. અને ત્યાં સાત-આઠ દિવસ રહ્યાં હતા. ત્યાંથી આવીને આ શાસ્ત્રો લખ્યાં. કે ભગવાન આમ કહે છે. તે તો અનુભવી સંત હતા. પ્રચુર અતીન્દ્રિય આનંદના
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #88
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૭૬
કલશાકૃત ભાગ-૨ વેદનારા ભાવલિંગી મુનિ હતા. તેને સાચા મુનિ કહીએ. બાકી નગ્ન થઈ ગયા અથવા લંગડાં ફેરવ્યાં અને પાંચ મહાવ્રતના પરિણામ પાળે એટલે મુનિ એમ નહીં.
અહીંયા કહે છે એ તો વિજ્ઞાનઘન છે, તેથી જીવદ્રવ્ય ભિન્ન છે. શું કહ્યું? આત્મા તો જ્ઞાનઘનનો પુંજ છે, આનંદનો કંદ છે તેથી જીવદ્રવ્ય રાગ અને પુણ્યના ભાવથી ભિન્ન છે. અરેરે. આવી વાતું!
અરે! બાપુ! અનંતકાળમાં ધર્મ થયો નથી. આહા.. હા! અનંત અનંત ભવ વિત્યા તેમાં અનંતવાર અબજોપતિ થયો. ભિખારી અનંતવાર થયો, સ્વર્ગનો દેવ અનંતવાર થયો. નવમી રૈવેયકનો દેવ જેની સ્થિતિ એકત્રીસ સાગરની છે તે રૈવેયકમાં અનંતવાર ઉપજ્યો છે. એવા કોઈ દયા-દાન, વ્રત-તપ-ભક્તિના ભાવ કર્યા હોય તો એ પુણ્ય છે અને તેનાથી સ્વર્ગમાં જાય પણ તેનાથી ભવનો અભાવ ન થાય. જ્યાં મિથ્યાત્વ છે ત્યાં અનંતાભવ પડ્યા છે. આ રાગ ને પુણ્યના ભાવ મારા–એવી જે માન્યતાનું મિથ્યાત્વ છે ત્યાં અનંતાભવ પડ્યા છે. ભાઈ ! એને ખબર નથી. સમજાણું કાંઈ?
જુઓ, આ બધી વનસ્પતિ.. લીલોતરી.. લીમડાના એકેક પાંદડે અસંખ્ય જીવ છે. એકે ક પાંદડે અસંખ્ય શરીર છે, અને એકેક શરીરમાં એકેક જીવ છે. એ લીલોતરીમાં તું અનંતવાર અવતર્યો છો બાપુ! આવા અવતાર શેને લઈને થયા તેની તને ખબર નથી. વિજ્ઞાનઘન જે ચૈતન્ય છે તેની દૃષ્ટિના અભાવને લઈને થયા. એટલે કે સત્યવસ્તુ ભગવાન વિજ્ઞાનઘન તેની દૃષ્ટિ તે સત્યદૃષ્ટિ છે, અને આ પુણ્ય ને પાપના ભાવ મારા તે મિથ્યાષ્ટિ છે. સમજાણું કાંઈ ?!
આ બહારના બંગલા.. બે પાંચ કરોડના હજીરા એ તો માટી–ધૂળ છે, તે જડ ચીજ છે. જડ છે તે તારી કયાંથી થઈ ગઈ? આ મારા પૈસા ને મારા બંગલા તેમાં તે જીવને મારી નાખ્યો. અર્થાત્ જે વિજ્ઞાનઘન આત્મા છે તેને એ રીતે ન માનતાં, અને જે તેનાં નથી તેને મારાં માનતાં-રાગ મારો છે એમ માનીને તેણે વિજ્ઞાનઘન સ્વરૂપનો અનાદર કર્યો છે. આવો વીતરાગ પરમેશ્વરનો મારગ છે ભાઈ ! અત્યારે તો આ તત્ત્વ વીંખાઈ ગયું છે. જેનો કયાંય પત્તો ન મળે. અરે... રે! એમને એમ જીવન ચાલ્યા જાય છે.
(તત: અન્ય:) તેથી જીવદ્રવ્ય ભિન્ન છે.” ભગવાન જેને આત્મા કહે છે. તે જીવદ્રવ્ય વસ્તુ છે તે આ બધા પુણ્ય ને પાપના વિકલ્પ-રાગ અને ગુણસ્થાનના ભેદ, માર્ગણાના ભેદ, શરીર, કર્મ તેનાથી એ ચીજ જુદી છે. “શરીરાદિ –આદિમાં બધું લઈ લેવું. શુભ અશુભ ભાવમાં પરની હિંસા નહીં કરવાનો, દયા પાળવાનો ભાવ તે રાગ છે. તે વૃત્તિનું ઉત્થાન છે. વિજ્ઞાનઘનમાં (પર્યાયમાં) વૃત્તિ ઉઠે છે તે રાગ છે. એ રાગ તારા સ્વરૂપમાં નથી. તું તે રાગરૂપે થયો નથી. તું તો તેનો જાણનારો વિજ્ઞાનઘન સ્વરૂપે રહેલો છે. આવી દૃષ્ટિ જ્યાં સુધી નથી ત્યાં સુધી તે મિથ્યાદેષ્ટિ છે. તેને લઈને તે ચારગતિમાં
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #89
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કલશ-૩૯ રખડ્યા કરે છે નરક, નિગોદ, દેવના ભવ તે બધા દુઃખના ભવ છે. રાગથી સ્વર્ગ મળે અને રાગ તે દુઃખ છે.
“ભાવાર્થ આમ છે કેઃ લક્ષણભેદે વસ્તુનો ભેદ હોય છે, તેથી ચૈતન્ય લક્ષણે જીવ વસ્તુ ભિન્ન છે, અચેતન લક્ષણે શરીરાદિ ભિન્ન છે.”
કહે છે? વસ્તુ જુદી જુદી કેમ જણાય છે? તો કહે છે કે તેના લક્ષણો જુદા છે માટે વસ્તુ જુદી જણાય છે. જેનું લક્ષણ જુદુ તે વસ્તુ જુદી-એમ કહે છે. આત્મા જાણક સ્વભાવ લક્ષણે છે. જાણવું-જ્ઞાનલક્ષણો તે આત્મા છે. પુણ્ય ને પાપના ભાવ એ બધા અચેતન લક્ષણા જડ છે. આત્મા જ્ઞાનસ્વરૂપ છે તેનું કિરણ રાગમાં આવતું નથી. રાગની ક્રિયામાં ચૈતન્યની કોઈ પર્યાય આવતી નથી. તેથી એ પુણ્ય-પાપના ભાવને પરમાત્મા અચેતન કહીને ચૈતન્યથી જુદા છે તેમ બતાવે છે. જેને દુનિયા ધર્મ માને છે તે શુભભાવને સર્વજ્ઞ જિનેશ્વરદેવ પુગલ કહે છે.
ભાઈ ! તું અંદર કોણ છો? કહે છે-આત્મા તો જ્ઞાનનું ઢોકળું છે-જ્ઞાનનો પૂંજ છે. ઢોકળામાંથી નમુનો નીકળે તો રૂનો નીકળેને? કે-કોલસાનો નીકળે? તેમ ભગવાન આત્મા વિજ્ઞાનઘન છે. એમાંથી દયા-દાનના ભાવ નીકળે તે કોલસા છે. તેમાંથી જ્ઞાન નીકળે નહીં. હજુ સમ્યગ્દર્શન શું કહેવાય અને સમ્યગ્દર્શનનો વિષય શું છે એની ખબરું ન મળે અને ધર્મ થઈ જાય !
અહીં તો જિનેશ્વરદેવ પરમાત્મા એમ કહે છે-સમ્યગ્દર્શન એટલે સત્યદર્શન-સાચું દર્શન-સાચી પ્રતીતિ. જેનો વિષય જ્ઞાનઘન પૂર્ણાનંદ સત્ આત્મા છે તેની પ્રતીતિને સમ્યગ્દર્શન કહે છે. તે સમ્યગ્દર્શન કોને દેખે છે! કોને જાણે છે ! કોને માને છે! આહાહા ! એ તો વિજ્ઞાનઘન પ્રભુ આત્મા છે તેને સમ્યગ્દર્શન જાણે ને માને ન દેખે છે. સમ્યગ્દર્શન તે ભેદને અને રાગના ભાવને પોતાના માને નહીં. હજુ તો આ ચોથા ગુણસ્થાનની વાત છે. શ્રાવક તો હજુ કયાંય રહ્યાં. આ વર્તમાનમાં જે શ્રાવક છે તે તો બધા સમજવા જેવા છે. આહા.. હા ! મારગડા જુદા નાથ !
બીજાને તો અવલોમ જેવી વાત લાગે. દુનિયાની તો ખબર છે ને! અહીંયા બધી ખબર છે. બાપુ! આ પ્રભુના મારગડા છે. ધર્મના પંથ કોઈ જુદી જાતના છે. આ જે રાગ છે તે જૈનધર્મ છે? તે આત્મા છે? જેને આત્માનું દર્શન થયું હોય, આત્માનું ભાન થયું હોય તે ધર્મીને પણ શુભરાગ આવે પણ તે માને છે કે તે અજીવ છે-હેય છે. તે મને લાભદાયક નથી. આવું કયાંથી આવ્યું? આવો જૈનધર્મ હશે ! અત્યાર સુધી તો અમે છે કાયની દયા પાળી તે નકામું ગયું ને? અહીં કહે છે-એ છ કાયમાં તે આત્મા છો કે નહીં? તારી દયા છે કે નહીં? તારી દયા તેને કહીએ કે પોતાને પુણ્ય ને પાપવાળો ન માનતાં વિજ્ઞાનઘન માનવો. પોતે ત્રિકાળી તત્ત્વ છે તેને તે રીતે માનવું તેનું નામ જીવતરને જીવ
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #90
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૭૮
કલશાકૃત ભાગ-૨ તરીકે માન્યો. આગળ કહેશે-મનુષ્યજીવ, રાગી જીવ, દ્વેષી જીવ એમ જે માને છે તે જીવને હણી નાખે છે.
આ તો જિનેશ્વરદેવ પરમાત્માની સીધી દિવ્યધ્વનિ છે. ઇન્દ્રો અને ગણધરોની વચ્ચે પરમાત્મા અત્યારે આ ફરમાવે છે. મહાવિદેહમાં સીમંધર પ્રભુનું કરોડપૂર્વનું આયુષ્ય છે. ૫૦૦ ધનુષનો દેહ છે. બે હજાર હાથ ઊંચા અત્યારે મોજૂદ-હૈયાત છે. જ્યારે અહીંયા વીસમા મુનિસુવ્રત ભગવાન હતા ત્યારે તેમણે દીક્ષા લીધેલી અને તરત જ કેવળજ્ઞાન થયેલું. અહીં આવતી ચોવીસીમાં જ્યારે તેમાં તીર્થકર થશે ત્યારે પ્રભુનો મોક્ષ થશે. અત્યારે અરિહંતપદે છે પછી સિદ્ધ થશે. મહાવીર ભગવાન આદિ અત્યારે
નમો સિદ્ધાળ” સિદ્ધપદમાં છે. જ્યારે સામાયિક ધ્યે ત્યારે ભગવાનની આજ્ઞા માગે છે ને? પરંતુ સામાયિક કોને કહેવી તે તેને ક્યાં ખબર છે? સીમંધરપ્રભુની આજ્ઞા તો આ છે કે-તને જે વિકલ્પ ઉઠયો છે તે રાગ છે તે કાંઈ તું નથી.
વિજ્ઞાનઘન આત્મા તેનો અંતર અનુભવ થઈને. એટલે સ્વરૂપમાં ઠરીને.. વીતરાગતાની દશા પ્રગટ થવી તેને સામાયિક કહે છે. તેને ઠેકાણે અહીં બે ઘડી “નમો.
રિહંતા ” કરે તો થઈ ગઈ સામાયિક, ધૂળેય સામાયિક નથી. સાંભળને બાપા! એક સમયની સામાયિક અનંતાભવનો અંત લાવે તે શું ચીજ હશે બાપુ!
પેલા કેટલાક કહેતા ને કે-થોડુંક ઢીલું તમે મૂકો અને થોડુંક ઢીલું અમે મૂકીએ. થોડું ઢીલું કેમ મૂકવું? થોડું સત્યને અસત્ય કરવું? એને એમ કે અમે આ રીતે દયા-દાન, વ્રતને ધર્મ માનીએ છીએ તો તમે તેમાં કિંચિત્ ધર્મ માનો અને અમે કથંચિત્ ધર્મ માનીએ અને કથંચિત્ અધર્મ માનીએ.. તો આપણો સમન્વય થાય. અરે! ભગવાન બાપુ! આવું મનુષ્યપણું મળ્યું છે અને આ વીતરાગના વાડામાં જન્મ થયો અને તેને આ વાત સમજવામાં ન આવે એવી દશા છે. ઢોરને નથી મળ્યું મનુષ્યપણું તેથી તે હારી જવાના અને આને તો મનુષ્યપણું મળ્યું અને હારી જવાના.
જીવમાં આ પુણ્ય-પાપના ભાવનો અભાવ છે. કેમકે તે અજીવ છે.. અને અજીવમાં જીવનો અભાવ છે. સમજાણું કાંઈ? ભાઈ ! અહીંયા બાપા! આવી વાતું છે! સંપ્રદાયથી જુદું પડવું પડ્યું આ કારણે. અહીં તો સત્નો વિરોધ કોઈ કરે તેવું નથી. મારગ આ છે માનવું હોય તો માનો. ન માનવું હોય તો તમારી મરજી.
અચેતન લક્ષણે પુણ્ય-પાપના ભાવ આત્માથી ભિન્ન છે, અને ચેતન લક્ષણવાળી ચીજ, ચૈતન્યલક્ષણ તે આત્માથી અભિન્ન છે. જાણવાના લક્ષણે ચેતન જણાય છે. અચેતન અચેતન લક્ષણે અજાણતાં (સહજ )જણાય છે. આમ બન્નેના લક્ષણ ત જુદા છે. યુક્તિથી લોજીકથી તો આ વાત ચાલે છે. તેણે વિપરીત આગ્રહ રાખીને પકડી રાખ્યું છે તો શું થાય ! એમાંથી ખસવું મુશ્કેલ છે.
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #91
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કલશ-૩૯
'
૭૯
અહીં કોઈ આશંકા કરે છે કે-કહેવામાં તો એમ જ કહેવાય છે કે-‘ એકેન્દ્રિય જીવ, બે ઇન્દ્રિય જીવ ’ ઇત્યાદિ; ‘ દેવ જીવ, મનુષ્ય જીવ ' ઇત્યાદિ; ‘ રાગી જીવ, દ્વેષી જીવ ' ઇત્યાદિ.
"9
ઇચ્છામિ પડિકમણામાં આવે છે ને કે એકેન્દ્રિયા, બે–ઇન્દ્રિયા, ત્રણ ઇન્દ્રિયા, ચૌરેન્દ્રિયા, પંચેન્દ્રિયા, અભિયા, વથિયા, લેશિયા તેમ કહેવાય છે. એકેન્દ્રિય જીવ લીમડામાં, પૃથ્વીમાં છે. પૃથ્વીના એક-એક કણમાં અસંખ્ય જીવ છે. આ પાણીના એક બિંદુમાં અસંખ્ય જીવ છે.
શિષ્યે કહ્યું-તમે જ કહો છો કે–એકેન્દ્રિયજીવ, બે ઇન્દ્રિયજીવ, દેવજીવ, મનુષ્યજીવ ઇત્યાદિ તમે કહો છો અને વળી પાછા ના પાડો છો કે-એ જીવ નહીં. રાગી જીવ, પુણ્યવાળો પુણ્યનો ક૨ના૨ો જીવ, દ્વેષી જીવ ઇત્યાદિ પ્રકારે તમે જીવને ઓળખાવો છો ને ? “ ઉત્તર આમ છે કે-કહેવામાં તો વ્યવહા૨થી એમ જ કહેવાય છે, નિશ્ચયથી એવું કહેવું જૂઠું છે.”
આહા.. હા ! એકેન્દ્રિય, બેઇન્દ્રિય, મનુષ્યજીવ, પણ.. વસ્તુ એમ નથી.. એ જીવ નહીં. જીવ તો અંદર આનંદકંદ-વિજ્ઞાનઘન આત્મા તે જીવ છે. આહા.. હા ! આવી વાતો છે બાપુ ! વીતરાગ ૫૨મેશ્વર જિનેશ્વરનો મારગ તો આખી દુનિયાથી જુદી જાતનો છે. દુનિયાની સાથે તેનો મેળ ખાય તેવો નથી. આ મારગડા જુદા રહી ગયા અને લોકો બીજે માર્ગે ચઢી ગયા.
?
શિષ્યે પૂછ્યું: પ્રભુ ! તમે એમ કહો છો ને! એકેન્દ્રિય જીવ, બે ઇન્દ્રિયજીવ, ત્રણ ઇન્દ્રિય તે જીવ, રાગી જીવ ? બાપુ ! વ્યવહારથી એમ કહેવાય. પ્રભુ વીતરાગ ૫૨માત્મા કહે છે કે–વસ્તુનું સ્વરૂપ એમ નથી. વ્યવહા૨થી એમ જ કહેવાય છે, નિશ્ચયથી એમ કહેવું જૂઠું છે. સત્યદૃષ્ટિથી જોઈએ તો એકેન્દ્રિય, બેઇન્દ્રિય, ત્રણઇન્દ્રિય આદિ કહેવું જૂઠું છે. એકેન્દ્રિય, બેઇન્દ્રિય જીવ નથી. અંદર આનંદઘન-જ્ઞાનઘન તે જીવ છે.
આહા ! આ બધા એકેન્દ્રિય જીવ છે ને ? કહે છે-આનંદઘન, જ્ઞાનઘન સ્વરૂપ જીવ છે. આહાહા ! આ લીલોતરી, લીલું ઘાસ તેની એક કટકીમાં અસંખ્ય શ૨ી૨ અને એકે 'ક શરીરે જીવ છે-જે આનંદકંદ છે તેને જીવ કહીએ. એ શરીરને અને રાગની પર્યાયને લઈને એ જીવ નથી. આરે ! આવી વાતું હવે !
નિશ્ચયથી એકેન્દ્રિય આદિ આવું કહેવું તે જૂઠું છે. હવે તેનું દૃષ્ટાંત આપે છે. નિશ્ચયથી ખોટું અને વ્યવહારથી કહેવું તે બે વાત શું છે? તેનો કોઈ દાખલો અમને સમજાવશો કે–જેથી અમને ખ્યાલ આવે.
Please inform us of any errors on rajesh.shah@fotalise.co.uk
Page #92
--------------------------------------------------------------------------
________________
८०
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કલશાકૃત ભાગ-૨
કલશ-૪૦
(અનુષ્ટુપ )
घृतकुम्भाभिधानेऽपि कुम्भो घृतमयो न चेत्।
जीव वर्णादिमज्जीवो जल्पनेऽपि न तन्मयः ।। ८-४०।।
ખંડાન્વય સહિત અર્થ:- દૃષ્ટાંત કહે છે “ શ્વેત્ રુક્ષ્મ: ધૃતમય: ન ” ( શ્વેત્) જો એમ છે કે ( રુમ્ભ: ) ઘડો ( ઘૃતમય: ૧) ઘીનો તો નથી, માટીનો છે, “ ધૃત-રુમ્ભાનિધાને અપિ” (ધૃતમ્ભ) ‘ઘીનો ઘડો ’ ( અમિષાને અપિ) એમ કહેવાય છે તથાપિ ઘડો માટીનો છે, [ ભાવાર્થ આમ છે-જે ઘડામાં ઘી રાખવામાં આવે છે તે ઘડાને જોકે ‘ઘીનો ઘડો' એમ કહેવાય છે તોપણ ઘડો માટીનો છે, ઘી ભિન્ન છે, ] તો તેવી રીતે “ વર્ગાલિમગ્રીવ: નત્વને અપિ નીવ: તન્મય: ન” ( વર્ગાવિમØીવ: નત્વને અપિ) જોકે ‘શ૨ી૨-સુખ-દુઃખ-રાગ-દ્વેષસંયુક્ત જીવ ' એમ કહેવાય છે તોપણ ( નીવ: તન્મય: 7) ચેતનદ્રવ્ય એવો જીવ તો શરીર નથી, જીવ તો મનુષ્ય નથી; જીવ ચેતનસ્વરૂપ ભિન્ન છે. ભાવાર્થ આમ છે કે આગમમાં ગુણસ્થાનોનું સ્વરૂપ કહ્યું છે, ત્યાં ‘દેવ જીવ, મનુષ્ય જીવ, રાગી જીવ, દ્વેષી જીવ ' ઇત્યાદિ ઘણા પ્રકારે કહ્યું છે, પણ તે સઘળુંય કહેવું વ્યવહારમાત્રથી છે; દ્રવ્યસ્વરૂપ જોતાં એવું કહેવું જૂઠું છે. કોઈ પ્રશ્ન કરે છે કે જીવ કેવો છે ? ઉત્તર:- જેવો છે તેવો હવે કહે છે. ૮–૪૦.
,
પ્રવચન નં. ૪૮
તા. ૨૪-૭-’૭૭
કલશ-૪૦ : ઉ૫૨ પ્રવચન
“ દૃષ્ટાંત કહે છે-“ શ્વેત રુક્ષ્મ: ધૃતમય: ન” જો એમ છે કે-ઘડો ઘીનો તો નથી, માટીનો છે, ‘ઘીનો ઘડો એમ કહેવાય છે તથાપિ ઘડો માટીનો છે.” લોકમાં કહેવાય શું ? ઘીનો ઘડો. ઘડામાં ઘી ભરેલું હોય તેથી બોલવામાં તો એમ આવે.. પણ તે ઘડો માટીનો છે, તે કાંઈ ઘીનો નથી. તેલની બરણી.. બોલવામાં તેમ આવે, પરંતુ બરણી કાંઈ તેલની છે ? બરણીમાં તેલ તો વ્યવહારે રહેલું છે. નિશ્ચયથી તો તેલ પોતાનામાં રહેલું છે. દેષ્ટાંત આપ્યું તું ને ? એમ કે આ કટોરી-છાલિયું છે તેમાં ઘી ભર્યું છે; હવે ઘી તો ઘીના આધા૨ે રહેલું છે–ઘીને એનો પોતાનો આધાર છે, તો છાલિયાનાં આધારે ઘી છે? જો ઘીનો આધાર છાલિયું હોય તો, છાલિયું ઉંધું વાળે ત્યારે ઘી જુદું કેમ રહે? ઘી.. ઘીને આધારે છે, છાલિયાને આધારે ઘી નથી. આહા... હા ! આવી વાતું છે!
સર્વજ્ઞ ભગવાને જાતિએ છ દ્રવ્ય જોયા છે, અને સંખ્યાએ અનંત અનંત આત્માઓ, અનંતાનંત ૫૨માણુઓ, અસંખ્ય કાળાણુંઓ, એક ધર્માસ્તિકાય, એક અધર્માસ્તિકાય,
Please inform us of any errors on rajesh.shah@fofalise.co.uk
Page #93
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧
કલશ-૪) એક આકાશ જોયા છે. તે પ્રત્યેક દ્રવ્ય પોતાના આધારે છે. પ્રત્યેક દ્રવ્યમાં આધાર નામની શક્તિ છે. છ કારકો એટલે શક્તિ. પ્રત્યેક દ્રવ્યમાં ષકારક શક્તિ છે. છ કારક એટલેકર્તા, કર્મ, કરણ, સંપ્રદાન, અપાદાન, અધિકરણ તેવી છે શક્તિઓ છે. એકે 'ક પરમાણુમાં ભગવાને આધાર નામની શક્તિ જોઈ છે. કરે તે કર્તા, કર્તાનું ઇષ્ટ તે કર્મ, કર્તાનું સાધન તે કરણ, કાર્ય જેનાથી થાય તે અપાદાન, પોતાથી થઈને પોતાને આપે તે સંપ્રદાન શક્તિ છે અને પોતાના આધારે થાય તેવી એક અધિકરણ શક્તિ છે.
પરમાત્મા એમ કહે છે કે દરેક દ્રવ્યમાં છ શક્તિઓ છે. દરેક વસ્તુમાં અનંતશક્તિઓ છે તેમાંની આ છ શક્તિઓ છે. એક કર્તા શક્તિ છે, એક કાર્ય શક્તિ છે, એક સાધન શક્તિ છે, એક સંપ્રદાન શક્તિ છે, કાર્ય પોતાને આપે તેવી એક અપાદાન શક્તિ છે, એક અધિકરણ શક્તિ છે. વીતરાગની આવી ઝીણી વાતું હવે !
જેમ ઘી વાસણના આધારે રહ્યું છે તે વ્યવહારમાત્ર કથન છે. ઘી.. ઘીના આધારે છે. તેમ આત્માને પોતાના આનંદનો આધાર પોતે છે, તે રાગના આધારે નથી. આ શું કહે છે? આવી વીતરાગની વાતું હશે ભાઈ? અમે તો સાઈઠ વરસમાં આવું કાંઈ સાંભળ્યું નથી. (અમે તો એવું સાંભળ્યું છે... ) એકેન્દ્રિયની દયા પાળો, આ કરો. જાઓ! “તરસ મિચ્છામિ દુકડમ્” તે સાંભળ્યું છે. હવે એક વખત આ સાંભળ! કોણ પરનું કરે? કોણ નાશ કરે? કોની તાકાત છે? તારી? તું પરજીવનો નાશ કરી શકે? એ તો એનું આયુષ્ય હોય તો જીવે અને આયુષ્ય ન હોય તો ન જીવે.. એ કાંઈ તારા કારણે છે? સમજાણું કાંઈ?
અહીંયા દાંતમાં એ કહે છે-ઘીનો ઘડો નથી પરંતુ કહેવાય શું? ઘીનો ઘડો, દવાની શીશી, તેલની બરણી. એમ બોલાય ખરું, બોલાય માટે એનું થઈ ગયું? છે માટીનો ઘડો અને ઘીનો ઘડો કહેવાય છે તથાપિ ઘડો તો માટીનો છે. આહા.. હા! શું દાખલો આપ્યો છે જુઓને !
ભાવાર્થ આમ છે કે-જે ઘડામાં ઘી રાખવામાં આવે છે તે ઘડાને જોકે “ઘીનો ઘડો” એમ કહેવાય છે... તોપણ ઘડો માટીનો છે, ઘી ભિન્ન છે.” આ દાખલો સમજાય છે કે નહીં? આ દાખલામાંથી હવે સિદ્ધાંત કાઢવાનો છે. તેમાં શું સિદ્ધાંત રહેલો છે?
“વળffમન્વીવ: સ્પિને પિ નીવ: તન્મય: ” જો કે “શરીર-સુખ-દુઃખરાગ-દ્વેષસંયુક્ત જીવ” એમ કહેવાય છે તો પણ ચેતનદ્રવ્ય એવો જીવ તો શરીર નથી, જીવ તો મનુષ્ય નથી; જીવ ચેતનસ્વરૂપ ભિન્ન છે.”
જીવને રાગી કહેવો, દ્રષી કહેવો, શરીરવાળો કહેવો... વગેરે કહેવાય ખરું, ઘીના ઘડાની પેઠે તેમ બોલાય ખરું; પણ. જેમ ઘડો ઘીનો નથી માટીનો છે તેમ ભગવાન
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #94
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૮૨.
કલશામૃત ભાગ-૨ આત્માને શરીરવાળો, પુણ્ય-પાપવાળો રાગી-દ્વેષી ઘીના ઘડાની પેઠે કહેવાય પણ તે પુણ્ય-પાપ સ્વરૂપ નથી, તે તો ચૈતન્યરૂપ છે.
જેમ ઘીનો ઘડો વ્યવહારથી કહેવાય છે તેમ પુણ્ય-પાપનો કરનાર જીવ તેમ વ્યવહારથી કહેવામાં આવે છે, પરંતુ ખરેખર જીવ પુણ્ય-પાપમાં નથી, તેથી તેનો કરનાર આત્મા નથી. આ વાત લોજીકથી છે કે નહીં? ભગવાનનો માર્ગ ન્યાય માર્ગ છે. ન્યાય એટલે “ની ધાતુ છે. જેનું સ્વરૂપ છે તેમાં જ્ઞાનને દોરી જવું તેનું નામ ન્યાય છે. આ તમારા સરકારના ન્યાય નહીં હોં! પ્રભુ! આ તો જિનેશ્વરદેવ પરમાત્માના ઘરના ન્યાયની ઝીણી વાત છે.
આહાહા ! વીતરાગ પરમાત્મા ત્રણ લોકના નાથ છે. એક સેકન્ડમાં અસંખ્ય સમય જાય, તેમાં એક સમયમાં જેમણે ત્રણકાળ ને ત્રણલોક જોયા છે તે અરિહંત પરમેશ્વરે આ વાત કરી છે. પ્રભુ કહે છે-અરે... ભાઈ ! સાંભળ બાપુ! તને આ વાત સાંભળવા મળી નથી. જેમ ઘીનો ઘડો, દૂધનો ઘડો કહેવામાત્ર છે તેમ મનુષ્યજીવ, એકેન્દ્રિય જીવ, બેઇન્દ્રિય જીવ, રાગી જીવ, દ્વેષી જીવ તેમ કહેવામાત્ર છે. બાકી રાગી, દ્રષી આત્મા છે જ નહીં. આત્મા તો વિજ્ઞાનઘન છે. વિજ્ઞાનઘન એટલે સમજણનો પિંડ છે. ચૈતન્યઘન છે. એ તો ભગવાન આત્માપણે બિરાજે છે. આ બાળગોપાળ-એકેન્દ્રિયથી માંડીને પંચેન્દ્રિય સુધીના બધાય કહેવાય. તેમ આ દેવજીવ, મનુષ્યજીવ, આ સ્ત્રીનો જીવ, આ પુરુષનો જીવ કહેવાય; પણ જીવ કાંઈ પુરુષનો છે? જીવ તો વિજ્ઞાનઘન છે.
જેમ માટીનો પિંડ છે તેને ઘડો કહેવામાં આવે છે તેમ ચૈતન્યનો પૂંજ છે તેને જીવ કહેવામાં આવે છે. ઘીનો ઘડો કહ્યો માટે એ ઘડો ઘીમયી થઈ ગયો? તેમ જીવને રાગી, પુષ્યવાળો પાપવાળો કહ્યો તો જીવ રાગમયી થઈ ગયો. આકરી વાત છે બાપુ! એ આત્મજ્ઞાન એટલે સમ્યગ્દર્શન તે અપૂર્વ ચીજ છે.
આહા. હા ! એ.. રાગ ને પુણ્ય-પાપના ભાવ તે અજીવ છે. તેને વ્યવહારથી આત્મા કહેવાય પણ તે આત્મા નહીં. આત્મા તો અંદર વિજ્ઞાનઘન સ્વરૂપ છે પ્રભુ! જે જીવ પુણ્ય-પાપના વિકલ્પની વૃત્તિનો આશ્રય છોડી અને અંદર ત્રિકાળી આનંદકંદની દૃષ્ટિ કરે ત્યારે તેને આત્મા પ્રતીતમાં અને અનુભવમાં જાણવામાં–દેખવામાં આવે. ત્યારે તેને સમ્યગ્દર્શન કહેવાય છે. આ તો હજુ ચોથા ગુણસ્થાનની વાત છે. શ્રાવક કોને કહેવાય તે તો બહુ ઝીણી વાત છે. બાપા!
આ દાખલો સમજાય છે કે નહીં? એમ કહે ને! આ બાજરાનો કોથળો... આ ચોખાનો કોથળો; તો કોથળો બાજરાનો છે? બાજરો તો બાજરામાં છે. આ કોથળામાં બાજરો કયાંથી આવ્યો હોય ! પાલેજમાં મોટી દુકાન, તેમાં વોરા સવારથી સાંજ સુધી ગુણી તોળ્યા કરે. પછી બોલે ચારમણ ને અઢી શેર. ચોખા ચારમણ ખાવામાં કામ આવે
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #95
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check h±tp://www.AtmaDharma.com for updates
કલશ-૪૦
૮૩
પણ અઢી શે૨નો કોથળો ખાવામાં કામ આવે ? તેમ જીવને રાગવાળો, પુણ્ય-પાપના ભાવવાળો કહેવામાં આવે પણ પુણ્ય ને પાપવાળો જીવ નથી. આવી વાતું છે.
આ દેહ તો માટી છે–ધૂળ છે. આપણે ખીલી વાગે ત્યારે નથી કહેતા કે મારી માટી પાકણી છે.. તેથી પાણી અડવા દેશો નહીં. ભાષામાં એમ બોલાય કે-મારી માટી પાકણી છે. દેહને માટી કહે છે અને શરીર મારું કયાંથી થઈ ગયું ? જેમ દારૂ પીધેલને કાંઈ ભાન નથી તેમ મિથ્યાર્દષ્ટિને કાંઈ ભાન નથી. છોકરાને કહે–જા ! સામાવાળાને ઘે૨, તું છો તે હું જ છું ને ! પોતાને જાવું ન હોય એટલે છોકરાને મોકલે. જા ને ભાઈ ! તું તે હું જ છું ને.. ! તું ધૂળેય નથી. તું જુદો અને છોકરો બીજો તે બન્ને એક કયાંથી થઈ ગયા. તને આ શું થયું ? તને પાગલપણું થયું ? તને શું થયું ?
ભાઈ ! આ તમારું વાણિયાનું પોકળ બહુ. બોલવામાં બોલે એમ બધા કે–આ સ્ત્રી મારી અર્ધાંગના છે. અડધું અંગ એનું અને અડધું અંગ મારું એમ બે થઈને એક હશે ? આ તને શું થયું ? પાગલપણું થયું કે તને શું થયું ? દુનિયામાં બધું પોકળ ચાલે છે. અહીં કહે છે–એમ વ્યવહારે કહેવાય.
વ્યવહા૨ે ઘીનો ઘડો કહેવાય તેથી ઘડો ઘીનો થઈ ગયો ? ચોખાનો કોથળો કહેવાય તેથી ચોખાનો કોથળો થઈ ગયો ? કેસ૨નો ડબ્બો એમ નથી કહેતા ! હવે કેસ૨ મોંઘું થઈ ગયું પહેલાં તો સોથું હતું. મુંબઈમાં કેસ૨ના મોટા ગોડાઉન તેમાં પાંચ-પાંચ હજાર ડબ્બા પડયા હોય. અમે તો માલ લેવા જતા ને, ત્યારે જોયું છે. કહે છે-કેસ૨ કેસ૨માં ૨હી અને ડબ્બો ડબ્બામાં રહ્યો. વ્યવહા૨થી કથન કરે છે તેને તું સાચું માની બેઠો છો–તું સૂંઢ છો.
જેણે ઘડાને જુદો કોઈ દિ' જોયો નથી તેને ઘડાને જ્યારે ઓળખાવવો હોય ત્યારે એમ કહેવાય.. કે પેલો ઘીનો ઘડો છે તે માટીનો છે. ખાલી ઘડો જોયો ન હોય તે ઘીનો ઘડો કહ્યા સિવાય ઘડાને તે જાણી શકતો નથી. તેમ એકલો રાગ વિનાનો જીવ તો તેણે
કદી જોયો નથી, તેથી તેને ઓળખાવ્યો, જો ભાઈ ! આ દયા-દાનના પરિણામ થયા ને દયાના પરિણામવાળો જીવ એમ કથન કર્યું, પણ.. તે જીવ છે નહીં. જીવ તો અંદર અતીન્દ્રિય જ્ઞાન ને અતીન્દ્રિય આનંદની મૂર્તિ પ્રભુ છે. એ પામરને પ્રભુતાની પ્રતીત નથી. પર્યાયમાં જેણે પામરતાને સ્વીકારી છે તેને આ પ્રભુતા અંદર બિરાજે છે. સિદ્ધ ભગવાન જેવો જ આ ચૈતન્ય ભગવાન અંદર છે.
નાટક સમયસારમાં આવે છે-“સિદ્ધ સમાન સદા પદ મેરો ” શ્રીમમાં આવે છે. ‘સર્વજીવ છે જ્ઞાનમય જે સમજે તે થાય ” સમજે તે ઉપશમ ભાવે થાય. ખ્યાલ આવ્યો ! “ સમજે તે થાય ” તે પર્યાયથી વાત કરી. જીવ તો વિજ્ઞાનઘન છે પરંતુ તેને ગુણસ્થાનથી ઓળખાવવો પડે છે. એ બધા નિમિત્તના કથન છે, એટલે કે એમ છે નહીં. આહાહા ! આત્મા તો અતીન્દ્રિય આનંદનું દળ છે. પરંતુ તેને ખબર કયાં છે? એ તો
י
Please inform us of any errors on rajesh.shah@fotalise.co.uk
Page #96
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
८४
કલશામૃત ભાગ-૨ બહારમાં સુખ, ધૂળ પૈસામાં સુખ, બાયડીમાં સુખ માને છે તે મોટો મૂઢ છે-મિથ્યાષ્ટિ અજ્ઞાની છે તેને જીવની ખબર નથી.
આ કરોડપતિ ને અબજોપતિ બિચારા દુઃખી અને ભિખારા છે. મિથ્યાદેષ્ટિ છે તે મૂઢ છે. તે માને છે આનાથી સુખ છે, પૈસાથી સુખ છે, બે-પાંચ કરોડ રૂપિયા હોય, મોટો હોય, તેને બે-પાંચ કરોડની પેદાશ હોય, એ ધૂળમાં શું થયું? એ તો જડ છે-પર છે. એમાં સુખ છે? સુખ તો તારા સ્વભાવમાં અંદર પડયું છે. પ્રભુ તેની તને ખબર નથી.
એ મૃગલાની નાભિમાં કસ્તુરી પણ મૃગલાને તે કસ્તુરીની કિંમત નથી. એમ અજ્ઞાનીને અતીન્દ્રિય આનંદનો નાથ પ્રભુ અંદર પડયો છે પરંતુ અજ્ઞાનીને તેની ખબર નથી. એ બધા મૃગલા જેવા છે.
દાખલો સરસ આપ્યો જોયું! ઘીનો ઘડો, બાજરાનો કોથળો, એ તો કહેવામાત્ર છે.. પરંતુ ઘડો તો માટીનો છે. કેસરનો ડબ્બો તો શું કેસરનો ડબ્બો છે? ડબ્બો કેસરરૂપ થઈ ગયો છે? તે કહેવા માત્ર છે. અને જો કોઈ એમ જ માની ત્યે તો તે મૂઢ છે.
જુઓ, એમ કહેવાય છે કે શરીર, સુખ, દુઃખ, રાગ-દ્વેષ સંયુક્ત જીવ, તો પણ ચેતનદ્રવ્ય તેવો જીવ તો શરીર નથી. જીવ મનુષ્ય નથી, જીવ ચેતનસ્વરૂપ ભિન્ન છે. જેમ ઘીનો ઘડો તે માટીમય છે તેમ પુણ્ય-પાપવાળો જીવ તે વિજ્ઞાનઘન છે. સમજાણું કાંઈ ? ભારે આકરી વાતું બાપા! ધર્મ એટલે અનંતભવનો અંત આવી જાય તે સમ્યગ્દર્શન
અપૂર્વ ચીજ છે.
ધર્મ થતાં અનંતભવના પરિભ્રમણ અટકી જાય અને અનંત આનંદ અને અનંત શાંતિ જેના ફળમાં મળે એવું સમ્યગ્દર્શન અને તેનો વિષય એ શું ચીજ છે બાપુ! એ પ્રગટ કરવાનો ઉપાય કહ્યો ને! વિજ્ઞાનઘન આત્મા છે તેની દૃષ્ટિ કર. આ પર્યાયબુદ્ધિ છોડી દે એમ કહે છે. ઘીનો ઘડો કહ્યો તે માન્યતા છોડી દે તારી, ઘડો તો માટીનો છે. એમ તને મનુષ્યજીવ, દેવજીવ, એકેન્દ્રિયજીવ કહ્યાં, પણ એ જીવ નહીં. જીવ તો વિજ્ઞાનઘન છે. તેની દૃષ્ટિ કર તો તારા ભવનો અંત આવ્યા વિના નહીં રહે. બાકી બધાં થોથાં છે. પ્રવચન નં.૪૯
- તા. ૨૫-૭-'૭૭ “ભાવાર્થ આમ છે કે-આગમમાં ગુણસ્થાનોનું સ્વરૂપ કહ્યું છે, ત્યાં “દેવ જીવ, મનુષ્ય જીવ, રાગી જીવ, દ્વેષી જીવ' ઇત્યાદિ ઘણાં પ્રકારે કહ્યું છે પણ તે સઘળુંય કહેવું વ્યવહારમાત્રથી છે. દ્રવ્યસ્વરુપ જોતાં એવું કહેવું જુઠું છે.”
જેમ નીસરણી ચઢવા માટે પગથિયાં હોય છે, તેમ ચૌદ ગુણસ્થાન પગથિયા છે. પહેલું, બીજું, ત્રીજું, ચોથું તે ગુણસ્થાનનું સ્વરૂપ કહ્યું.
એમ શા માટે કહ્યું? જેમ ઘીનો ઘડો ખાલી જેણે જોયો જ ન હોય તેને એમ
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #97
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કલશ-૪)
૮૫ કહેવામાં આવે કે આ ઘીનો ઘડો, આ લોટની માટલી, આ ઘીની બરણી. કારણ કે એકલી ચીજ જુદી કદી જોઈ ન હોય. તેવી રીતે સમજાવે છે કે ભાઈ ! આ ઘીનો ઘડો ઘીમય નથી, ઘડો તો માટીમય છે. સમજાવવા ઘીનો ઘડો કહેવામાં આવે છે, તેનો હેતુ એ છે કે ઘડો એકલો કદી જોયો નથી, તેથી તેને ઘીનો ઘડો કહીને ઘડો માટીમય છે તેમ બતાવવું છે.
તેમ આ ભગવાન આત્મા! શુદ્ધ ચૈતન્ય આનંદઘન છે. હવે તેણે રાગથી અને ભેદથી ભિન્ન એવી ચીજ કોઈ દિ' જોઈ નથી તેથી તેને એમ કહ્યું કે “ભાઈ ! આ દેવ છે તે જીવ છે દેવ નહીં.' આનંદકંદ જ્ઞાયક છે તે જીવ છે તેમ સમજાવ્યું છે. આવો ધર્મનો પ્રકાર છે. અરે! ધર્મ કાંઈ સાધારણ છે બાપુ! અનંતકાળમાં તેણે એક સેકન્ડમાત્ર કર્યો નથી. તેને સમજો ! વસ્તુ અલૌકિક છે.
આહાહા! “દેવ જીવ' તેમ કહીને–દેવ જીવ તે દેવરૂપ નથી, પણ જ્ઞાનરૂપ છે. જેમ ઘીનો ઘડો કહીને ઘીનો ઘડો તે માટીમય છે તેમ સમજાવ્યું છે. તેમ મનુષ્ય જીવ, સ્ત્રીનો જીવ, પુરુષનો જીવ, તીર્યચનો જીવ એમ કહેવાય, પરંતુ એમ કહીને કહેવું છે એ કે તેણે એકલો ચૈતન્ય સ્વરૂપ જીવને કદી જોયો જાણ્યો નથી–અનુભવ્યો નથી. તેથી તેને એમ કહે-જો ભાઈ! આ ઘોડાનો જીવ; એટલે કે-જીવ જ્ઞાનમય છે અને ઘોડારૂપ નથી. આ મનુષ્ય જીવ તેમ કહીને કહે છે કે મનુષ્ય એ જીવ નથી, જીવ જ્ઞાનમય છે. આવો ઉપદેશ છે.
જો ભાઈ ! આ રાગ થાય છે ને? તે રાગી જીવ છે, એમ કહીને-એ જીવ રાગમય નથી જ્ઞાનમય છે એમ કહેવું છે. આહા! આવો માર્ગ વીતરાગનો છે. “ઢષી જીવ ઇત્યાદિ ઘણાં પ્રકારે કહ્યું છે, પણ તે સઘળુંય કહેવું વ્યવહારમાત્ર છે. જેમ ઘીનો ઘડો કહેવો તે વ્યવહારમાત્રથી છે તેમ રાગી જીવ, પુષ્યવાળા જીવ, પાપી જીવ તેમ કહેવું એ તો વ્યવહારમાત્ર છે. એમ કહીને આ જીવ ચૈતન્યમય છે, અન્યરૂપ નથી. આ ચૈતન્યમય જીવ છે તેનું તો કોઈ દિવસ જ્ઞાન કર્યું નથી, સમકિત થયું નથી. સમજાણું કાંઈ? એ રીતે વ્યવહારથી તેને સમજાવ્યું છે, પણ તે બધો વ્યવહારમાત્ર છે. દ્રવ્ય સ્વરૂપથી જોતાં વ્યવહાર જૂઠો છે. માટીનો ઘડો છે તેમ જોતાં ઘીનો ઘડો છે એમ કહેવું તે જૂહૂં છે. તેમ ભગવાન આત્મા જ્ઞાનસ્વરૂપી, ચિદ્ધનસ્વરૂપ છે. એ દૃષ્ટિએ જોઈએ તો આ બધો વ્યવહાર તે વ્યવહારમાત્ર છે-જૂઠો છે. આવી જાતની વાતની કોઈ દિ' ગધેય ન આવી હોય.
શ્રી બનારસીદાસજીની પરમાર્થ વચનિકામાં આવે છે ને ભાઈ ! આગમમાં જે વ્યવહાર કહ્યો-દયા-દાન, વ્રત-ભક્તિ-પૂજા એ પદ્ધતિ અનાદિના અજ્ઞાની મૂઢ જીવને સુગમ લાગે છે, એટલે તે તેને સાધે છે અને તેને ધર્મ માને છે. અજ્ઞાની અધ્યાત્મના વ્યવહારને પણ જાણતા નથી.
આગમમાં જે વ્યવહાર કહ્યો છે-દયા-દાન-વ્રત-ભક્તિ-પૂજા-સત્ય બોલવું,
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #98
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૮૬
કલશાકૃત ભાગ-૨
શરીરથી બ્રહ્મચર્ય પાળવું તે વ્યવહા૨ પુણ્ય-બંધનું કારણ છે. સમકિતી જીવને પણ તે ભાવ આવે છે. જ્યારે આ તો અજ્ઞાની, આત્માના ભાનવિના આગમ પદ્ધતિના વ્યવહા૨ને સાધીને તેને ધર્મ માને છે, પરંતુ આ અધ્યાત્મ પદ્ધતિને તેઓ જાણતાં નથી.
પ્રશ્ન:- અધ્યાત્મ પદ્ધતિ અને અધ્યાત્મનો વ્યવહાર એટલે શું?
ઉત્ત૨:- આત્મા જ્ઞાન અને આનંદ સ્વરૂપ છે, તેના પરિણામમાં જે પવિત્રતા પ્રગટે તેને અહીંયા અધ્યાત્મ પદ્ધતિનો વ્યવહાર કહે છે. અધ્યાત્મમાં નિશ્ચય તો દ્રવ્ય વસ્તુ છે. ૫૨માર્થ વચનિકામાં તો એમ લીધું છે કે આ કર્મ જે છે તે આગમ પદ્ધતિ છે. અધ્યાત્મ પદ્ધતિના બે પ્રકાર છે. (૧) જીવ પરિણામ અર્થાત્ જ્ઞાન-દર્શન આદિ ગુણોના પરિણામ તેને વ્યવહાર કહ્યો. જરા ઝીણી વાત છે. ત્યાં શુદ્ધ ચેતના પદ્ધતિમાં લીધું છે. ચેતના પદ્ધતિ એક દ્રવ્યરૂપ અને એક ભાવરૂપ છે. વસ્તુ થોડી ઝીણી છે. આખા જીવદ્રવ્યના શુદ્ધ પરિણામ તે દ્રવ્ય પરિણામ.. અને જ્ઞાન-દર્શન-ચારિત્રના ભેદવાળા પરિણામ તે ગુણ પરિણામ. આ બન્નેને અધ્યાત્મ પદ્ધતિનો વ્યવહા૨ કહ્યો છે. આ વ્યવહા૨ની તો અજ્ઞાનીને ખબરે નથી.
૪૧ કળશમાં કહેશે-અનાદિ અનંત આનંદકંદ પ્રભુ ! પોતાના આનંદ સ્વભાવથી જણાય–વેદાય તેવો છે. એવા આત્માને અને આત્માના નિર્મળ પરિણામ મોક્ષમાર્ગના થયા તેને અધ્યાત્મનો વ્યવહાર કહ્યો, અને ત્રિકાળી ચીજને નિશ્ચય કહી. અરે! આ જન્મ-મ૨ણના અંત લાવવાની વાતો છે.
હવે અહીંયા કહે છે–આગમ પદ્ધતિનો વ્યવહાર જે દયા-દાન-વ્રત-ભક્તિ-પૂજા તેને સાધવું સુગમ લાગે છે. કારણ કે તે અનાદિનું કર્યું છે–કરે છે; અને એ કરીને એમ માને છે કે–અમે ધ૨મ કરીએ છીએ. મૂઢ જીવનો એ વ્યવહા૨ છે. તેઓ અધ્યાત્મનો નિશ્ચય તો જાણતાં નથી.. પરંતુ તે અધ્યાત્મના વ્યવહારનેય જાણતાં નથી.
આહા.. હા ! અધ્યાત્મનો વ્યવહાર એટલે ? અધ્યાત્મનો નિશ્ચય એટલે ? ત્રિકાળ દ્રવ્ય વસ્તુ તે નિશ્ચય અને તેની દર્શન-જ્ઞાન-ચારિત્રની નિર્મળતારૂપ વીતરાગી પરિણતિ તેને અધ્યાત્મનો વ્યવહાર કહેવામાં આવે છે. અરે ? આવી વાતો ! અહીં તો વાતે-વાતે ફે૨. કેટલાકે તો કોઈ દિ ’ સાંભળ્યું પણ ન હોય. તત્ત્વથી અજાણ્યા માણસ બિચારા હો ! અરે ! એને જન્મ મ૨ણના અંત લાવવાની વ્યવહાર પદ્ધતિની ખબર ન મળે ! સમજાણું કાંઈ ?
હવે “ કોઈ પ્રશ્ન કરે છે કે-જીવ કેવો છે ? ઉત્તર-“ જેવો છે તેવો હવે કહે છે ”. તે એકતાલીશમાં શ્લોકમાં કહે છે.
***
Please inform us of any errors on rajesh.shah@tofalise.co.uk
Page #99
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કલશ-૪૧
કલશ-૪૧
(અનુષ્ટ્રપ) अनाद्यनन्तमचलं स्वसंवेद्यमबाधितम्।
जीवः स्वयं तु चैतन्यमुचैश्चकचकायते।।९४१।। ખંડાન્વય સહિત અર્થ:- “તુ નીવ: ચૈતન્યમ સ્વયં વચૈ: વવાય? (1) દ્રવ્યનું સ્વરૂપ વિચારતાં (નીવ:) આત્મા ( ચૈતન્યમ) ચૈતન્યસ્વરૂપ છે, (સ્વયં) પોતાના સામર્થ્યથી (ઘેડ) અતિશયપણે ( વાય) ઘણો જ પ્રકાશે છે. કેવું છે ચૈતન્ય? “મનાનત્તમ” (અનાદ્રિ) જેનો આદિ નથી, (અનન્તમ) જેનો અંતવિનાશ નથી, એવું છે. વળી કેવું છે ચૈતન્ય? “મા” જેને ચળતા-પ્રદેશકંપ નથી એવું છે. વળી કેવું છે? “સ્વસંવેદ્ય” પોતાથી જ પોતે જણાય છે. વળી કેવું છે? “મવાદિતમ” અમીટ (મટે નહિ એવું) છે. જીવનું સ્વરૂપ આવું છે. ૯-૪૧. પ્રવચન નં. ૪૯
- તા. ૨૫-૭- '૭૭ કલશ-૪૧ : ઉપર પ્રવચન “તુ નીવ: ચૈતન્યમ સ્વયં સર્વે: વાયતે' દ્રવ્યનું સ્વરૂપ વિચારતાં આત્મા ચૈતન્ય સ્વરૂપ છે.” ભગવાન આત્માનું પરમાર્થ સ્વરૂપ કે જે ત્રિકાળી વસ્તુનું સ્વરૂપ વિચારતાં આત્મા ચૈતન્ય અર્થાત્ જીવ સ્વરૂપ છે. એ તો કાયમી ચૈતન્ય.. ચૈતન્ય.. ચૈતન્ય એટલે જાણવા દેખવાના સ્વભાવ સ્વરૂપે છે. આવો ઉપદેશ અને આ કઈ જાતની કથા. અત્યાર સુધી તો અમે સાંભળીએ છીએ કે મંદિર કરાવો, ભક્તિ કરો, પૂજા કરો, રથયાત્રા કાઢો વગેરે. અહીંયા જે મંદિર થયા છે એ તો એના કારણે થયા છે. તેને કરે કોણ? આ રામજીભાઈ પ્રમુખ બધી વ્યવસ્થા કરતા હતા કે નહીં? હુજુ પરમ દિ' કોઈક કહેતું હતું કે નવનીતભાઈ ગુજરી ગયા તો હવે કરો રામજીભાઈને પ્રમુખ. આ તો વાતો આવે તે અમે સાંભળીએ. આ બધી વ્યવસ્થા કોણ કરે ભગવાન? એ તો નિમિત્તથી કથન છે.
અહીંયા કહે છે પ્રભુ તું કોણ છો? કેવડો છે? કયાં છો? તો કહે છે પ્રભુ! તું ચૈતન્ય સ્વરૂપી આત્મા છો. આત્મા તો જાણવા દેખવાના સ્વભાવ સ્વરૂપે છે. જિનેશ્વર પરમેશ્વરદેવ જેને આત્મા કહે છે તે આત્મા શું છે? અવિનાશી ભગવાન જાણન–દેખન ચેતના સ્વરૂપે છે. ચેતના. ચેતના. સ્વરૂપ છે જે આત્મા, અર્થાત્ તે તો જ્ઞાન-દર્શન, જાણવા-દેખવાના સ્વરૂપે છે. ધ્યાન રાખે તો પકડાય તેમ છે. ભાષા કાંઈ સંસ્કૃત કે વ્યાકરણ જેવી કઠિન નથી. આ તો સાદી-સીધી-સરળ ભાષા છે, પરંતુ જેને અભ્યાસ ન હોય એટલે એમ લાગે કે શું છે આ..! ભાઈ ! મારગડા કોઈ જુદી જાતના છે.
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #100
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કલશામૃત ભાગ-૨ તું કોણ છો તે કહે છે. આત્મા ચૈતન્ય સ્વરૂપની ઋદ્ધિનો ધરનારો છે. તેમાં રાગ નથી, પુણ્ય નથી, પાપ નથી, ગતિ નથી. એ તો જાણવા-દેખવાના સ્વરૂપે છે. આવા આત્માની દૃષ્ટિ કરવી તેનું નામ સમ્યગ્દર્શન છે. આ સમ્યગ્દર્શન તે અધ્યાત્મનો વ્યવહાર છે. ત્રિકાળ ચૈતન્ય સ્વરૂપ તે અધ્યાત્મનો નિશ્ચય છે. સમજાણું કાંઈ ?
પોતાના સામર્થ્યથી અતિશયપણે ઘણો જ પ્રકાશે છે.” પોતે પોતાના સામર્થ્યથી એટલે જ્ઞાન સામર્થ્યથી, ચૈતન્ય સામર્થ્યથી, ચૈતન્યના બળથી, ચૈતન્ય શક્તિના સામર્થ્યથી પ્રકાશે છે. આવો ઉપદેશ તે કેવો? પેલું તો સહેલું હતું કે દયાપાળો, ભક્તિ કરો.
જે જીવ આગમ પદ્ધતિના વ્યવહારને સાધીને ધર્મ માને છે તે અજ્ઞાની-મૂર્ખ છે. તેને અધ્યાત્મ પદ્ધતિના વ્યવહારની ખબર નથી. કેમકે ચૈતન્યસ્વરૂપ ભગવાન આત્મા જે ત્રિકાળી વસ્તુ છે તેને વર્તમાન સ્વસંવેદનથી એટલે પોતાના જ્ઞાન પરિણામથી વેદીને જાણવી તે અધ્યાત્મનો વ્યવહાર છે. સમજાણું કાંઈ? આ તે કેવી શૈલી હવે ! અમે તો જૈનકુળમાં જન્મ્યાં, ઘણાં વર્ષોથી આવું સાંભળ્યું નથી. નહોતા સાંભળતા તો હવે સાંભળ!
બાપુ! આ તો વીતરાગ સર્વજ્ઞ જિનેશ્વરદેવ કે જેમણે એક સમયમાં ત્રણકાળ ને ત્રણલોક જોયા તેનો આ માર્ગ છે. તે કહે છે–ચૈતન્યસ્વરૂપ જે કાયમી ધ્રુવ તે અધ્યાત્મનો નિશ્ચય છે. આવા ચૈતન્યસ્વરૂપને, સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર દ્વારા જાણવો તે અધ્યાત્મનો વ્યવહાર છે.
આહા.... હા! ત્રિકાળી સમ્યગ્દર્શન, જ્ઞાન, ચૈતન્ય સ્વરૂપ જે આત્મા છે તેની પ્રતીતિ, ત્રિકાળ ચૈતન્યસ્વરૂપ છે તેનું જ્ઞાન અને ચૈતન્યસ્વરૂપમાં રમણતારૂપી ચારિત્ર તે ચારિત્ર છે. આ ત્રણેયને અધ્યાત્મનો વ્યવહાર કહેવામાં આવે છે.
પ્રશ્ન- અધ્યાત્મનો વ્યવહાર તે પર્યાય છે ને?
ઉત્તર- હા, તે પર્યાય છે.. અને આગમનો વ્યવહાર તે તો શુભરાગ છે. અજ્ઞાનીને એ કરવું સહેલું અને સુગમ લાગે છે. એમ બનારસીદાસજીએ પરમાર્થ વચનિકામાં કહ્યું છે. ઝટ દઈને આ ભક્તિ કરવી, પૂજા-દાન-વ્રત એ શુભભાવ કરવો સહેલો છે. એટલે કે તેમાં ધર્મ માનીને ક્રિયા કરે છે તે અધ્યાત્મના વ્યવહારને પણ જાણતો નથી. નિશ્ચય શું અને તેનો આશ્રય કેમ થાય તે વાત અહીંયા કરે છે.
અહીંયા કહે છે કે “તે ચૈતન્ય સામર્થ્યથી અતિશયપણે ઘણો જ પ્રકાશે છે.” વવેવાયતે' એટલે કે જેમ બિલોરી કાચ હોય અથવા હીરો હોય તે ચક. ચક. ચક. થાય છે. તે જડની ચકા-ચક છે. અહીં તો ચૈતન્યની ચકાચક છે. ભગવાન આત્મા ! ચૈતન્યના પ્રકાશના ચકચકાટ સ્વરૂપ છે. આવી વાત છે.
કેવું છે ચૈતન્ય? “અનાનિત્તમ” જેનો આદિ નથી, જેનો અંત-વિનાશ
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #101
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કલશ-૪૧
૮૯ નથી; એવું છે.” જેની આદિ નથી, જે કોઈથી કરાયેલો નથી, અકૃત્રિમ છે તેથી એની ઉત્પત્તિ નથી તેથી અનાદિ છે. શું કહ્યું? જેની આદિ નથી જેની ઉત્પત્તિ નથી એવો જે ભગવાન આત્મા તે અનાદિ અનંત છે. છે, તેનો કોણ કર્તા હોય? ઈશ્વર કર્યા છે તેમ છે. નહીં. જેનો વિનાશ નથી એટલે ભવિષ્યમાં જેનો નાશ નથી, તે તો અનાદિ અનંત છે. તે અણ-ઉત્પન્ન અને અનાશ એવી ચીજ છે. ભગવાન આત્મા આનંદનો નાથ પ્રભુ છે. સમજાણું કાંઈ ?
વળી કેવું છે ચૈતન્ય? “વ” જેને ચળતા ( એટલે) પ્રદેશકંપ નથી એવું છે.” વસ્તુ ચૈતન્યસ્વરૂપ છે, વસ્તુના ત્રિકાળ સ્વરૂપમાં કંપન નથી. તેની અઉત્પત્તિઅનાશ અને વર્તમાનમાં અચળ છે. તે જ્ઞાનઘન છે. ભલે પરને જાણે છતાં પણ પોતાના સ્વરૂપથી ચળતું નથી. એ. પરને જાણતાં છતાં પણ તે ચલાયમાન થતો નથી. અરે ! આવી વાત હવે! કયાંય નજર પહોંચે નહીં છતાં એ નજરમાં નખાય તેવી ચીજ છે. અરેરે ! જન્મ મરણના આરા, ચોરાશીના અવતાર કરી કરીને દુઃખી થયો. રાજા દુઃખી, રંક દુઃખી, દેવ દુઃખી, બધા પરાધીન રાગ-દ્વેષમાં પડ્યા છે. તે બિચારા બધા દુઃખી છે. એ દુઃખના કીડા છે. એને જ્યારે ધર્મ સમજવો હશે ત્યારે આ રીતે સમજાશે.
જિનેશ્વર સિવાયના બીજા ઘણાંય આત્મા. આત્મા કરે છે. વેદાંતવાળા, સાંવાળા અત્યારે પેલો બાબો છે તે મોટા વાળ રાખે છે. વાળમાં સોનાની વીંટી રાખી હોય તે કાઢે છે. તેને માનનારા બધા મૂઢ છે. એક માઈક બહાર રાખે એક માઈક અંદર પોતાની પાસે રાખે. બહાર બોલાય તે અંદર સંભળાય, પછી બહારના લોકો આવે તેને નામ લઈને બોલાવે, તો પેલા આવનારાને થાય કે ઓહો! આ બાબા મારું નામ જાણે છે. અત્યારે તો તેની સામે ચેલેન્જ ઊઠી છે. તારી જાદુગરીના ચમત્કાર બતાવ! તારી બધી વાત ખોટી છે. પેલો બાબો ભગવાન કહેવાય છે. પહેલાં રોવડાવે, ગભરાવે પછી કહે-હવે નિર્વિકલ્પ થઈ જાવ ! બધું જૂઠે જૂઠ અને બધું ગપે ગપ્પ છે.
આપણો એક ભાઈ જાદુગર છે તે ! કે. લાલ. તે બે-ચાર વખત અહીંયા આવ્યો હતો. તે મોટો જાદુગર છે. લાખો રૂપિયાની પેદાશ એક રાતની. તે બાઈને કાપી નાખે અને પછી જીવતી કરે. ખોટે ખોટા ઢોંગ કરે. મારી પાસે આવીને કહેતો-મહારાજ ! આ બધું ધતીંગ છે. મેં કહ્યું ભાઈ ! આમને આમ તમે મરી જશો અને હેરાન થઈ જશો. ભલે તમને પાંચ-પચ્ચીસ લાખ રૂપિયા મળે પણ તે ધૂળમાં કાંઈ નથી.
મારે તો બીજું કહેવું છે. ત્યાં દાદરમાં મને કે. લાલ કહેતો હતો કે-રજનીશે મને મોટર મોકલી તેડવા માટે. મેં કહ્યું! મારી પાસે શું છે? હું તો જાદુગર-ખેલ કરીને દુનિયાને ભરમાવું છું. મારી પાસે કાંઈ ધર્મ નથી. મારા હાથની ચાલાકી એટલી બધી છે કે-લાખો માણસો અંજાય જાય. બાકી એ બધું ધતીંગ છે. બિચારો ચોખ્ખું કહેતો.
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #102
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
co
કલશામૃત ભાગ-૨ રાજકોટ, દાદર, ઇંદોરમાં દર્શન કરવા આવેલ. એકવાર અહીંયા સોનગઢ આવેલ હતો.
રજનીશ ધર્મમાં મોટો કહેવાય અને કે. લાલ જાદુગરીમાં મોટો કહેવાય. બન્ને બહારમાં મોટા. ઓલો ભગવાન છે અને ઓલો એ ભગવાન છે. બન્ને વસ્તુએ ભગવાન છે. અહીંતો પર્યાયે ભગવાન બનાવે છે. બાપુ! આ ચીજ કોઈ અલૌકિક છે.
પ્રશ્ન- આપ તો સૌને ભગવાન કહો છો? ઉત્તર:- એ તો વસ્તુનું સ્વરૂપ જ એવું છે. એ દૃષ્ટિ જુદી છે.
આહા.. હા! જિનેશ્વર પરમાત્માએ આત્મા કહ્યો છે તે આત્મા ! ચૈતન્ય સ્વભાવથી ચકચકાયમાન વસ્તુ છે. જે અણઉત્પન્ન અવિનાશી છે. જ્ઞાનસ્વરૂપ છે તે વર્તમાનમાં પરને જાણવા છતાં તે પોતાના સ્વરૂપથી ચલાયમાન થતો નથી.
વળી કેવું છે? “સ્વ સંવેદ્ય” પોતાથી જ પોતે જણાય છે.” જુઓ, હવે આ પર્યાય લીધી. ભગવાન ચૈતન્યસ્વરૂપ પ્રકાશનો પૂંજ છે. જેમ આ સૂર્ય છે એ જડ પ્રકાશ છે. આ જડનો પ્રકાશ છે તેનો પણ પ્રકાશક ચૈતન્ય છે. હું ચેતન છું અને આ સૂર્ય જડ છે તેમ પ્રકાશનાર ચેતન છે. આ ચેતન છે તે–દયા-દાન, વ્રત-ભક્તિના પરિણામથી જણાય એવો નથી. કારણ કે તે રાગના પરિણામ છે. તે રાગથી ભિન્ન પડી અને જ્ઞાનની નિર્મળદશા દ્વારા આત્મા જણાય તેવો છે. કારણ કે આત્મા પોતે પોતાથી જ નિર્મળ છે. તે વીતરાગ સ્વરૂપ છે તેથી તે વર્તમાન જ્ઞાન-આનંદના નિર્મળ વીતરાગી પરિણામ દ્વારા જણાય છે. જ્ઞાનની પરિણતિ દ્વારા પોતે પોતાને જાણે છે.
કોઈ કરોડપતિ પાસે પાંચ-દસ કરોડ હોય અને તેમાંથી બે-પાંચ લાખ વાપરે તો પેલા સાધુ કહે ભારે ધર્મી છે. ધર્મના શિરોમણીનું બિરુદ આપે.
અહીંયા કહે છે કે ધર્મ કેમ થાય? જે અનાદિ અનંત ચૈતન્ય સ્વરૂપી ભગવાન આત્મા છે તેની સન્મુખ થઈને. જે જ્ઞાનના અને આનંદના પરિણામથી–વેદનથી જાણે તે પરિણામને ધર્મ કહેવાય છે. અરે! આ શું કહ્યું? “પોતાથી જ” એટલે નિર્મળ વીતરાગી દશાથી જ, પોતે એટલે વીતરાગી સ્વરૂપ, ચૈતન્ય સ્વરૂપે આત્મા જણાય છે. આ કાંઈ લૌકિક કથા નથી ભાઈ ! આ તો ભગવત્ સ્વરૂપ ભગવાન આત્માની વાર્તા છે.
આહા.. હા! આ બે શબ્દમાં કેટલું ભર્યું છે. “સ્વસંવેદ્ય” સ્વ એટલે પોતાથી જ વેદ્યમ્ પોતે જ જણાય છે. આહા. હા ! એ પુણ્યના પરિણામ, દયા-દાનના પરિણામ એ બધા બંધના કારણ છે. તે કાંઈ આત્માનો વ્યવહાર નહીં. આવે છે ને. પ્રવચનસાર શેય અધિકાર ગાથા-૯૪માં કે–દયા-દાન, વ્રત-ભક્તિ, પૂજા એ કાંઈ આવ્યવહાર નથી.
આહા.. હા! ચૈતન્યસ્વરૂપી ભગવાન તે ચૈતન્ય પ્રકાશનો પૂંજ છે. આહા. હા! અંદર ચેતનના નૂરનાં તેજનું પૂર પ્રભુ છે. તેની નજરું ક્યાં કરી છે. એ ચેતનસ્વરૂપી ચકચકાયમાન-પ્રકાશમાન પ્રભુ તે પોતે જ છે. અને તે પોતાથી જણાય તેવી ચીજ છે.
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #103
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કલશ-૪૧
તે દેવથી, ગુરુથી, વાણીથી જણાય તેવો નથી.
પ્રશ્ન:- તે આગમજ્ઞાનથી જણાય ?
૯૧
ઉત્ત૨:- આગમજ્ઞાન એટલે શાસ્ત્રજ્ઞાનથી જણાય નહીં. સ્વાધ્યાયમાં આવ્યું હતું ને ! “ શાસ્ત્રપાઠી પણ મૂર્ખ છે.” શાસ્ત્રના ભણનારે પણ અંદર આત્માને ભણ્યો નહીં. આહા... હા ! અંદર ભગવાનનો દરબાર છે એ તો અતીન્દ્રિય આનંદ, અતીન્દ્રિયજ્ઞાન, અતીન્દ્રિય શ્રદ્ધા, અતીન્દ્રિય શાંતિ, અતીન્દ્રિય સ્વચ્છતા, અતીન્દ્રિય ઈશ્વરતા આદિ ત્રિકાળી સ્વભાવથી ભરેલું તત્ત્વ છે. આવા આત્માને પોતે પોતાથી વેદે તે પરિણામને ધર્મ અને અધ્યાત્મનો વ્યવહા૨ કહેવામાં આવે છે. સમજાણું કાંઈ ?
આહા.. હા ! અહીંયા કહે છે કે-એ આત્મા જે અનાદિ અનંત અચળ વસ્તુ છે, તે જણાય કેમ ? તેની ઓળખાણ કેમ થાય ? વસ્તુ છે તેની વર્તમાન દશામાં પ્રાપ્તિ કેમ થાય ? વસ્તુ તો વસ્તુ જ છે. તે ત્રિકાળ છે, પણ તે વર્તમાન અવસ્થામાં પ્રાસ કેમ થાય ? કહે છે-વર્તમાન દશામાં એ એમ પ્રાપ્ત થાય કે તેના પરિણામ જ્ઞાનના, આનંદના પરિણામ દ્વારા તેને જોવે જાણે તો તેની પરિણામમાં પ્રાપ્તિ થાય. અરે ! આવી વાતો છે.
ટીકામાં છે ને ? “ સ્વસંવેદ્ય ” “ પોતાથી જ પોતે જણાય છે.” આહા... હા ! એ આગમ પદ્ધતિના વ્યવહારથી પણ તે જણાય નહીં. કારણ કે તે રાગની ક્રિયા છે. ચૈતન્યનો એટલે અધ્યાત્મ પદ્ધતિનો જે વ્યવહાર છે તેનાથી પ્રાપ્ત થાય-તેનાથી જણાય છે. ભાઈ ! આ કોઈ અપૂર્વ વાતો છે.
ભગવાન સર્વજ્ઞ જિનેશ્વરદેવ ! જેની સભામાં એકાવતારી ઇન્દ્ર ઇન્દ્રાણી છે. આ ચંદ્ર-સૂર્યની ઉ૫૨ સૌધર્મદેવલોક છે. બત્રીસ લાખ વિમાન છે. એક એક વિમાનમાં અસંખ્યદેવ છે. તેનો સ્વામી શક્રેન્દ્ર છે. અત્યારે બે સાગ૨ની સ્થિતિ છે. એક મનુષ્યદેહ ધા૨ણ કરીને મોક્ષે જવાના છે તેવો સિદ્ધાંતમાં લેખ છે. તેની પટરાણી શચી ઇન્દ્રાણી છે. તે ઉપજી ત્યારે મિથ્યાત્વને લઈને ઉપજી હતી. મિથ્યાર્દષ્ટિ સ્ત્રી દેહને ધા૨ણ કરે છે. એટલે ઇન્દ્રાણી થઈ ત્યારે તે મિથ્યાર્દષ્ટિ હતી. પછી તે ઇન્દ્રની સાથે ભગવાનના સમવશ૨ણમાં ઘણી વખત જાય છે, તેમાં તેને આત્મજ્ઞાન થઈ ગયું. તે પણ એક જ ભવ ધા૨ણ કરીને મોક્ષ જવાની છે. બન્ને મતિ, શ્રુત, અવધિ એમ ત્રણ જ્ઞાનના ધણી છે. જેને એક ભવે મોક્ષમાં જવાનું છે તે નક્કી છે. ભગવાને કહ્યું છે અને તેને પણ ખબર છે કેઅમારો આ દેવનો છેલ્લો ભવ છે. અમે અહીંથી મનુષ્ય થઈને મોક્ષે જવાના છીએ. આ ઇન્દ્ર–ઇન્દ્રાણી સાંભળવા આવે તે વાણી કેવી હોય ? બાપુ! વીતરાગનો મારગ કોઈ અલૌકિક છે. લોકોએ તેને લૌકિક કરી નાખ્યો છે.
અહીંયા કહે છે–‘ પોતાથી જ પોતે જણાય', એટલામાં તો કેટલું સમાવી દીધું. ચૈતન્યસ્વરૂપ ભગવાન આત્મા તે ચેતનની નિર્મળ પરિણતિ દ્વારા જણાય તેવો છે.
Please inform us of any errors on rajesh.shah@fotalise.co.uk
Page #104
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૯૨
કલશામૃત ભાગ-૨ રાગના વિકલ્પથી ભિન્ન પડીને ચૈતન્યસ્વરૂપ ભગવાન આત્માનું લક્ષ કરે જે પરિણામ, તેવા જ્ઞાનના નિર્મળ પરિણામ દ્વારા જણાય તેવો છે. બીજી રીતે કહીએ તો તે સમ્યગ્દર્શન અને સમ્યગ્નાન દ્વારા જણાય તેવો છે. આવા સમ્યગ્દર્શનમાં આત્માની પ્રતીતિ થાય તેને ધર્મ કહે છે.
જોકે ખરેખર ધર્મ તો ચારિત્ર છે. સ્વરૂપને પામ્યા પછી તેમાં રમણતા કરવી તે ચારિત્ર છે. આ પાંચ મહાવ્રત ને નગ્નપણું તે કાંઈ ચારિત્ર નથી. આહા.. હા! એ આનંદસ્વરૂપ ભગવાન આત્મા પોતાના જ્ઞાન દ્વારા જણાયા પછી એ આનંદમાં ૨મવું, ચરવું તેનું નામ ચારિત્ર છે-તે ધર્મ છે. ‘ હંસણ મૂલો ધમ્મો ' તે ધર્મનું મૂળ છે. ‘ચારિત્ત ખલુ ધમ્મો ’–ચારિત્ર તે જ ધર્મ છે. આ બન્ને સૂત્ર કુંદકુંદાચાર્યના છે.
'
આહા.. હા ! સ્વરૂપની ૨મણતા તે ચારિત્ર છે અને તે ચારિત્રનું મૂળ સમ્યગ્દર્શન છે. સમ્યગ્દર્શનની ઉત્પત્તિ ભગવાન ચિદાનંદના આશ્રયે થાય છે. ભૂતાર્થ-સત્યાર્થ ભગવાનના આશ્રયે થાય છે. સમયસારની અગિયાર ગાથામાં છે “ભૂવત્વમસ્તિવો વસ્તુ સન્માવિઠ્ઠી હવવિ નીવો”, ત્રિકાળી જે ચેતન સ્વરૂપ ભૂતાર્થ-સત્યાર્થ આત્મા તેનો આશ્રય કરતાં સમ્યગ્દર્શન થાય છે. સમ્યગ્દર્શન દ્વારા તે પ્રતીતમાં આવે છે. આમાં કેટલી વાત અવધારવી.
આરે! બધી વાતું અજાણી અને નવી લાગે. પેલી સાંભળેલી પચાસ-સાઈઠ વર્ષથી જે વાતો છે તેનાથી જુદી વાતો છે. બાપુ ! માર્ગ આવો છે. દેહ છૂટી જશે, આત્મા ચાલ્યો જશે. એ ચીજ તો અહીં પડી રહેશે. આમેય તેની હતી કયાં. કે તેની હારે આવે ? તેની સાથે તો તેણે જેટલા ભાવ કર્યા હશે, શુભાશુભ ભાવ કે શ્રદ્ધાનો ભાવ તે સાથે આવશે. દેહની સ્થિતિ જે ક્ષેત્રે, જે કાળે, જે સંયોગે જે થવાની તે થવાની જ. તેમાં ઇન્દ્ર આવે તોપણ ફેરફાર ન થાય. આ અફર ચીજ છે. તેથી કહે છે કે-ચૈતન્યસ્વરૂપ ભગવાન નિત્યાનંદનો નાથ તેનું વેદન કર તો તે પરિણામમાં તને ધર્મ થશે. તે પરિણામે તને કેવળજ્ઞાન થશે. સમજાણું કાંઈ ?
66
વળી કેવું છે ? “ અવધિતમ્” અમીટ (મટે નહીં એવું) છે. જીવનું સ્વરૂપ આવું છે. ” “ અબાધિત ” છે તેમ જ “ અમીટ ” છે. મટે નહીં એવું છે. આહાહા ! કોઈ દિ’તેનો અભાવ થઈ જાય એવું નથી. તે કાયમ રહેનાર ચૈતન્ય ભગવાન છે. તે અનાદિ અનંત નિત્યાનંદ પ્રભુ છે. તેનો અનુભવ કરતાં તે જણાય તેવો છે. અનુભવ જે થયો તે પણ કોઈ દિવસ ફરે નહીં, મટે નહીં તેવી ચીજ છે. (જ્ઞાયક આત્મા )એ પોતે પણ મટે નહીં તેવી ચીજ છે, અને અનુભવ પણ મટે નહીં એવી ચીજ છે. આવું જીવનું સ્વરૂપ છે. ગઈકાલે બપોરે આવ્યું હતું ને! ભગવાન આત્મા જ્ઞાનધામ છે. જે ધ્રુવધામ ભગવાન છે તેનો અનુભવ કરવો તે ધર્મ છે. ચૈતન્ય સ્વરૂપ ભગવાનને અનુસરીને
Please inform us of any errors on rajesh.shah@fotalise.co.uk
Page #105
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કલશ-૪૧
૯૩
ભવવું-થવું-અનુભવવું તેનું નામ અનુભવ છે. રાગને અનુસરીને થવું તે તો વિકાર છે. અથવા ૫દ્રવ્યને અનુસરીને થવું તે પણ વિકાર છે.
આહા.. હા ! ભગવાન ત્રિલોકીનાથ તીર્થંકરદેવના સાક્ષાત દર્શન કરે અને અનુસરે તોપણ તે રાગ છે. આનંદનો નાથ આત્મા છે તેને અનુસરીને થાય તો તે ધર્મ છે. પહેલાં જ્ઞાન કરે કે-માર્ગ તો આ છે. જેનાં જ્ઞાન હજુ ખોટાં છે તેને સાચા માર્ગમાં જવાનો અવકાશ કયાં છે? આહા.. હા ! જીવનું સ્વરૂપ આવું છે લ્યો !
આતમ દ્રવ્ય, દ્રવ્યનયથી એટલે વસ્તુ જે છે એને જોનારા જ્ઞાનના અંશથી જોઈએ તો તે પટ માત્રની માફક (ચિન્માત્ર ) છે જેમ આખું વસ્ત્ર છે. એના તાણાવાણાને લક્ષમાં ન લે ત્યાં આખું પટ–વસ્ત્ર એમ, આખી ચીજ છે. જે નયનો અંશ આખી ચીજને લક્ષમાં લે, એ આત્મા ચિન્માત્ર છે. અર્થાત્ આત્મા દ્રવ્યનયથી ચૈતન્ય માત્ર છે. આહા... હા ! આ એક નય હોં ! હજી એક નયથી જણાય તેમ નથી... અત્યારે, જેમ ત્યાં નિશ્ચયનયથી આત્મા જણાય, દૃષ્ટિના વિષયમાં... એમ અહીં નથી. આ એક નયથી ચિન્માત્ર છે. એથી એકનયથી આખો આત્મા જણાય જાય એમ નથી. છતાં વાત તો એ કીધી કે ચિન્માત્ર છે. (પ્રવચન નવનીત ભાગ-૩ પેઈજ નં. ૧૬૭ )
B
Please inform us of any errors on rajesh.shah@fotalise.co.uk
Page #106
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૯૪
કલશાકૃત ભાગ-૨ કલશ-૪૨
(શાર્દૂલવિક્રીડિત) वर्णाद्यैः सहितस्तथा विरहितो द्वेधास्त्यजीवो यतो नामूर्तत्वमुपास्य पश्यति जगज्जीवस्य तत्त्वं ततः। इत्यालोच्य विवेचकैः समुचितं नाव्याप्यतिव्यापि वा व्यक्तं व्यजितजीवतत्त्वमचलं चैतन्यमालम्ब्यताम्।।१०-४२।।
ખંડાન્વય સહિત અર્થ:- “વિવેવ તિ માનોવ્ય ચૈતન્યમ માનશ્યામ” (વિવેવ ) જેમને ભેદજ્ઞાન છે એવા પુરુષો (રૂતિ) જે પ્રકારે કહેવાશે તે પ્રકારે (ગીનોવ્ય) વિચારીને (ચૈતન્યમ) ચૈતન્યનો-ચેતનમાત્રનો (નિશ્વેતામ) અનુભવ કરો. કેવું છે ચૈતન્ય? “સમુતિ” અનુભવ કરવાયોગ્ય છે. વળી કેવું છે? “વ્યાપિ ન” જીવદ્રવ્યથી ક્યારેય ભિન્ન હોતું નથી, (તિવ્યાપિ વા) જીવથી અન્ય છે જે પાંચ દ્રવ્યો તેમનાથી અન્ય છે. વળી કેવું છે? “વ્ય$” પ્રગટ છે. વળી કેવું છે? “વ્યક્ઝિત નીવતત્ત્વન” ( વ્યક્ઝિત) પ્રગટ કર્યું છે (નીવતત્ત્વમ) જીવનું સ્વરૂપ જેણે, એવું છે. વળી કેવું છે? “મા” પ્રદેશકંપથી રહિત છે. “તત: નાત્ નીવચ તત્ત્વ સમૂર્તત્વ ઉપાચ ન પૂણ્યતિ” (તત:) તે કારણથી (1) સર્વ જીવરાશિ (નીવસ્ય તત્ત્વ) જીવના નિજ સ્વરૂપને (અમૂર્તત્વમ) સ્પર્શ, રસ, ગંધ, વર્ણગુણથી રહિતપણું (હાસ્ય) માનીને ( પુણ્યતિ) અનુભવતો નથી; [ ભાવાર્થ આમ છે-કોઈ જાણશે કે “જીવ અમૂર્ત” એમ જાણીને અનુભવ કરવામાં આવે છે પણ એ રીતે તો અનુભવ નથી. જીવ અમૂર્તિ તો છે પરંતુ અનુભવકાળમાં એમ અનુભવે છે કે “જીવ ચૈતન્યલક્ષણ; ] યત: મનીવ: ‘ઘા મસ્તિ” (યત:) કારણ કે (શનીવ:) અચેતનદ્રવ્ય (થા મસ્તિ) બે પ્રકારનાં છે. તે બે પ્રકાર કયા છે? “વધે. સરિત: તથા વિરહિતઃ” (વદ્ય:) વર્ણ, રસ, ગંધ અને સ્પર્શથી (સદિત:) સંયુક્ત છે, કેમ કે એક પુદ્ગલ દ્રવ્ય એવું પણ છે; (તથા વિદિત:) તથા વર્ણ, રસ, ગંધ અને સ્પર્શથી રહિત પણ છે, કેમ કે ધર્મદ્રવ્ય, અધર્મદ્રવ્ય, કાળદ્રવ્ય અને આકાશદ્રવ્ય એ ચાર દ્રવ્યો બીજાં પણ છે, તે અમૂર્તદ્રવ્યો કહેવાય છે. તે અમૂર્તપણું અચેતનદ્રવ્યોને પણ છે; તેથી અમૂર્તપણે જાણીને જીવનો અનુભવ નથી કરાતો, ચેતન જાણીને જીવનો અનુભવ કરાય છે. ૧૦-૪૨.
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #107
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કલશ-૪૨
પ્રવચન નં. ૪૯
તા. ૨૫-૭- ’૭૭
66
કલશ-૪૨ : ઉ૫૨ પ્રવચન
વિવેચò: કૃતિ માનોવ્ય ચૈતન્યમ્ આનન્ધ્યતામ્” જેમને ભેદજ્ઞાન છે એવા પુરુષો જે પ્રકારે કહેવાશે તે પ્રકારે વિચારીને (ચૈતન્યમ્ ) ચૈતન્યનો-ચેતનમાત્રનો અનુભવ કરો. ”
૯૫
આહા.. હા ! જે નિત્યાનંદ પ્રભુ ! ચૈતન્યસ્વરૂપ કાયમી ચીજ છે તેને અનુભવવો તે કર્તવ્ય છે. બાકી બધું ધૂળધાણી ને વા પાણી છે. શું કહે છે ? ચૈતન્ય છે તે અનુભવ કરવા લાયક છે બાકી પુણ્ય-પાપના ભાવ તે અનુભવ કરવા લાયક નથી. એ તો બંધના કારણ છે. જેમ મોટો સમુદ્ર હોય અને તેને કિનારે ચાર હાથનું કપડું બાંધ્યું હોય તો તેને આંખ આડે કપડું નજ૨માં આવે છે.. પરંતુ સમુદ્ર નજરમાં આવતો નથી. તેમ જે પ્રાણી પુણ્યપાપ ને રાગમાં રોકાઈ ગયો છે, અથવા એક સમયની પર્યાયમાં રોકાણો છે તેને ભગવાન દેખવામાં આવતો નથી. અંદર મોટો દરિયો છે. આત્મા આનંદનો મોટો સાગર છે. તે રાગની આડમાં, પુણ્યના પરિણામની રુચિમાં દેખવામાં આવતો નથી. અથવા એક સમયની પ્રગટ પર્યાયની રુચિમાં અજ્ઞાનીને ત્રિકાળી દ્રવ્ય જ્ઞાનમૂર્તિ પ્રભુ જોવામાં આવતો નથી.
પ્રવચન નં. ૫૦
તા. ૨૬-૭- ’૭૭
આ અજીવ અધિકાર ચાલે છે ને ? અજીવ અધિકાર એટલે ? આત્મા જે જ્ઞાન ને આનંદ સ્વરૂપ છે તે ચૈતન્યમાં અજીવપણું નથી. અજીવ એટલે-શ૨ી૨, કર્મ અને શુભાશુભભાવ તે બધા અજીવ છે. એ અજીવ ચૈતન્યના સ્વભાવથી ખાલી છે. એ અજીવપણું જીવ સ્વરૂપમાં નથી.
અહીં જીવનું સ્વરૂપ કેવું છે તે કહે છે. જુઓ, જેમને ભેદજ્ઞાન છે તેવા પુરુષો એટલે આત્માઓ. જેને વાસ્તવિક ભગવાન ચૈતન્ય આત્મા ! પુણ્ય ને-પાપના રાગથી ભિન્ન છે-તેવું જેને ભેદજ્ઞાન છે તેવા પુરુષો. ભેદ એટલે જુદું. શ૨ી૨થી જુદો, પુણ્ય-પાપના રાગથી ભિન્ન આત્મા છે એવું જેને ભેદજ્ઞાન છે તે અજીવથી જીવને ભિન્ન જાણે છે.
જેને ધર્મ ક૨વો હોય, તેણે આ ચેતના સ્વરૂપ જીવ, અર્થાત્ જેની સત્તામાં સ્વ ને ૫૨ જણાય એવા ચેતન સ્વભાવની સન્મુખ થઈને તેને અનુભવવો તે ધમ છે.
આ જિનેશ્વ૨ ૫૨માત્માએ કહેલો જૈનધર્મ છે. જૈન એટલે જીતવું. કોને જીતવું ? ચૈતન્યસ્વભાવમાં આ પુણ્યને પાપ આદિ ભાવ નથી. તેનાથી રહિત થઈને; ચૈતન્યનો અનુભવ કર્યો તેણે રાગ-દ્વેષને જીત્યા છે. તે જિનધર્મી છે. તે સમ્યગ્દષ્ટિ જૈન છે. સમજાણું કાંઈ ?
Please inform us of any errors on rajesh.shah@fotalise.co.uk
Page #108
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૯૬
કલશામૃત ભાગ-૨ માનક્વેતામ” ચૈતન્યમાત્રનો અનુભવ કરો-આલંબન કરો એમ કહે છે. આત્મા એટલે જીવ. તે ચેતનસ્વભાવવાળું છે. જેમાં ચેતના... ચેતના. ચેતના છે. ચેતના એટલે જાણવું દેખવું એવો જેનો સ્વભાવ છે, તેવા આત્માની સન્મુખ થઈને અને પુણ્યપાપ અજીવ છે તેનાથી વિમુખ થઈને ચૈતન્યમાત્રનો અનુભવ કરો. ધર્મીનો ધર્મ આ રીતે થાય છે.
આહા. હા! ધર્મી એવો જે ભગવાન આત્મા ચૈતન્યસ્વભાવવાળો છે. તેને ચેતનાસ્વભાવથી અનુભવવો. સદ્ભાવરૂપ જે ચૈતન્યસ્વભાવ છે તેમાં પુણ્ય-પાપના ભાવનો અભાવ કરી અર્થાત્ (વિકારનું સ્વામીપણું છોડી ) આત્માને અનુભવવો. આ શરીર-મન-વાણી એ તો પ્રત્યક્ષ પર જડ છે. પરંતુ અંદર જે દયા-દાન-વ્રત-ભક્તિના પરિણામ થાય તે પણ અજીવ છે. તેમાં ચેતનાનો અભાવ છે. અને આ પુણ્ય-પાપના પરિણામ તેમાં પણ ચેતનાનો અભાવ છે. ભાઈ ! આ ભવના અંતની વાત છે. સમ્યગ્દર્શન કોઈ અલૌકિક ચીજ છે.
આહા.. હા! સમ્યગ્દર્શન એટલે સત્યદર્શન. અહીંયા ભેદજ્ઞાનથી વાત કહી છેકારણ કે અજીવ તેમાં નથી ને?! અજીવ એટલે પુણ્ય-પાપના ભાવો સમ્યગ્દર્શનમાં નથી. જીવનું અસ્તિત્વ ચૈતન્ય સ્વભાવવાળું છે. તે હોવાપણે છે. આવા ચૈતન્ય સ્વભાવી ભગવાન ઉપર દૃષ્ટિ આપતાં, ચૈતન્યસ્વભાવ તે સત્યાર્થ-બૂતાર્થ છે તેમ અનુભવાય છે.
વસ્તુ ભૂતાર્થ છે એટલે? ભૂત અર્થાત્ છતો પદાર્થ અસ્તિરૂપે. ભગવાન આત્મા ચૈતન્યસ્વભાવથી ભરેલો છતો પદાર્થ છે-તેને અહીંયા ભૂતાર્થ કહેવામાં આવે છે. સત્યાર્થ એટલે સત્ય પદાર્થ ત્રિકાળ ભગવાન છે. એવા ચૈતન્યસ્વભાવી, જીવ સ્વરૂપનો શરીર, કર્મ, પુણ્ય-પાપના ભાવથી, અંતરમાં ભિન્ન ચૈતન્યનો અનુભવ કરતાં તમને સમ્યગ્દર્શન થશે અને તમને અતીન્દ્રિય આનંદનો સ્વાદ આવશે. આવી વાતો છે ભાઈ ! ' અરે ! સત્ય શું ચીજ છે તે સાંભળવા ન મળે તે શું કરે? અહીંયા તો ભગવાન જિનેશ્વરદેવ-પરમેશ્વરનો હુકમ આ છે. તે કહે છે–પ્રભુ! તારે ચૈતન્યનો અનુભવ કરવો હોય તો, એટલે કે ધર્મ કરવો હોય તો, એ ચેતના સ્વભાવથી ભરેલો ભગવાન ત્રિકાળ. ત્રિકાળ. ત્રિકાળ છે. તેની સન્મુખ થઈને અને વિકારી ભાવથી વિમુખ થઈને ચેતનાનો અનુભવ કરો. ચેતના જેનું હોવાપણું છે, ચેતના જેનો સ્વભાવ છે તેવો જે ભગવાન આત્મા તેને અનુભવવા, પર્યાય ને રાગની દૃષ્ટિ છોડી, ચેતના સ્વભાવનો અનુભવ કરો. આને ધર્મની પહેલી સીઢી પહેલી શ્રેણી કહેવામાં આવે છે. આહા. હા! ભાષા તો ઘણી ટૂંકી છે પરંતુ ભાવ અલૌકિક છે બાપુ! અત્યારે તો એ બધી પ્રથા વિખાઈ ગઈ છે.
કેવું છે ચૈતન્ય? “સમુતિ ” અનુભવ કરવા યોગ્ય છે.” એ સમ્યક્ પ્રકારે અનુભવ કરવાને લાયક મૂળ ચીજ છે. લોકો નથી કહેતા કે તેમ કરવું ઉચિત છે. અહીં
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #109
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કલશ-૪૨
૯૭ તો સમ્યક્ પ્રકારે સત્ય ઉચિત આ છે કેઃ ચેતના સ્વભાવથી ભરેલો જીવ તે રાગનેપુણ્યના ભાવથી ખાલી છે-તેવા જીવનો સમ્યક પ્રકારે અનુભવ કરવો તે ઉચિત્ત છે.
આહા ! આવો ભગવાનનો ધર્મ હશે? ભાઈ ! જૈન પરમેશ્વરનો માર્ગ તો આ છે. અત્યારે તો બહારમાં વ્રત-તપ-દયા કરો તમને ધર્મ થશે. અરે.! પ્રભુ એ મારગડા જુદા છે ભાઈ ! એ તો બધા વિકલ્પ ને-રાગ છે, ધર્મ નથી કાંઈ? એ વિભાવોથી ચૈતન્યસ્વરૂપી ભગવાન આત્મા ભિન્ન બિરાજે છે. તેનો અનુભવ કરવો તે ધર્મ છે. જેને ભવના અંતના નગારા વાગે છે. તેને ભવનો અંત આવી ગયો. આહાહા ! ચૈતન્યસ્વભાવમાં ભવ ને ભવના કારણનો અભાવ છે. ન્યાયથી-લોજીકથી તો કહેવાય છે. પકડાવું તે તેની યોગ્યતાની વાત છે.
અનાદિથી બીજો અભ્યાસ છે. આ અભ્યાસ કદી ન હતો. આગમમાં આવે છે– ભેદજ્ઞાનનો અભ્યાસ કરવો. પ્રથમ ભેદજ્ઞાનનો અભ્યાસ કરતાં આત્મા રાગથી ભિન્ન અનુભવમાં આવે છે. પછી વારંવાર ભેદજ્ઞાનનો અભ્યાસ કરતાં, રાગથી ભિન્ન પડતાંપડતાં એટલે આત્મામાં સ્થિર થતાં ચારિત્ર થાય છે. સમજાણું કાંઈ?
આવું સ્વરૂપ કેવું હશે? હાથ આવે નહીં, સાંભળવામાં મુશ્કેલ પડી જાય છે કે-આ શું કહે છે? ભાઈ ! તને ખબર નથી વીતરાગ પરમાત્માનું ફરમાન તો આ છે.
વળી કેવું છે? “ભવ્યાપિ ન” જીવ દ્રવ્યથી કયારેય ભિન્ન હોતું નથી.” ચેતના. ચેતના. જે સ્વભાવ છે તે કાંઈ જીવથી ભિન્ન હોતો નથી. ચેતના સ્વભાવ જે આત્મા તે આત્માથી ચેતનાસ્વભાવ કદી જુદો રહેતો નથી. આહા... હા ! પુણ્ય ને–પાપના ભાવ તો આત્માથી જુદા રહે છે. તે જુદાપણે છે અને જુદા વર્તે છે.
આવું વ્યાખ્યાન? આ તે શું હશે? અરે! પ્રભુ. માર્ગ જુદા છે ભાઈ ! તે શું કરે? તેને એ માર્ગની ખબર નથી. તેથી ચોરાશી લાખ યોનિમાં અવતાર કરે છે. આ જુઓને! પાણીનું એક બિંદુ એમાં અસંખ્ય તો પાણીના એકેન્દ્રિય અપકાયના જીવો છે. આ લીલોતરી તે એકેન્દ્રિય જીવ છે. અરે! એકવાર આમ ચોખાની એક પડી હતી તેની ઉપર માખી બેઠી–બેઠી ભાત ખાતી હતી. ત્યારે એમ થયું અરે ! આ પ્રાણી શું કરે છે? અંદર તો તે પણ ચૈતન્યસ્વરૂપ ભગવાન આત્મા છે–તેને પર્યાયમાં ભાન નથી. તેથી જે શરીર મળ્યું તે હું અને શરીરને ખોરાક આપવો તે મારું કામ. ચોખાના દાણાને આમ બરોબર ધીમે-ધીમે, જરી–જરી તેને સૂંઢ હોય તેના દ્વારા મોંમાં મૂકીને ખાતી હતી. અરે ! આ શું કરે છે? તે તેના શરીરને ખોરાક આપે છે. શરીર એનું નથી, ખોરાક એનો નથી. આત્માનો ખોરાક તો તેને કહે છે-જેમ માખી સૂંઢ વડે ચોખો ખાય તેમ નિર્મળ પર્યાય દ્વારા ચોખ્ખો-શુદ્ધ ચૈતન્યસ્વરૂપ ભગવાનને અનુભવવો તે ખોરાક છે. ભગવાનના માર્ગમાં સમ્યક પ્રકારે તેને ઉચિત ગણવામાં આવે છે–તેમ કહે છે.
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #110
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૯૮
કલશાકૃત ભાગ-૨
“ સમુચિત ” સમ્યક્ પ્રકારે તે વ્યાજબી છે. આહા.. હા ! ચેતના સ્વભાવ જે નિત્ય છે, તેવા જીવ સ્વરૂપને અનુભવવો તે જ ઉચિત છે. પુણ્ય-પાપના ભાવને મારા માનીને અનુભવવા તે અનુચિત છે-તે તો મિથ્યાત્વભાવ છે.
કેટલાક લોકો કહે છે–આવું કયાંથી કાઢયું ? સ્થાનકવાસીમાં એમ કહે-સામાયિક કરો, પોષા કરો, પડિમા લ્યો ! દહેરાવાસીમાં કહે-તીર્થની જાત્રા કરો, ઉપધાન કરો. દોઢમાસ સુધી ઉપધાન કરે. એક દિવસમાં સેંકડોવાર ભગવાન સામે ઊઠ બેસ કરે. એ જડની ક્રિયા છે અને તેમાં વિકલ્પ ઉઠે તે રાગ છે તે ચીજ જુદી અને આ ચીજ જુદી ભાઈ !
અરે.. પ્રભુ ! આ મારગડા જુદા છે નાથ ! કહ્યું ને કે આ માખી કયારે મનુષ્યપણું પામે ? માખી, ચોખો–ભાત ખાતી હતી. તેને એ ચોખો ખાવો ગમે છે પણ અંદર ચોખ્ખો સ્વભાવ ચૈતન્ય ભગવાન છે, નિર્મળાનંદ છે તેની ઉપર દૃષ્ટિ નથી, તેનો આદર નથી, તેનો સત્કા૨ નથી, એનો સ્વીકાર નથી અને આ રાગ, પુણ્ય ને તેની ધૂળ આદિના ફળોમાં એટલે ઝેરનો સ્વીકાર છે. સમજાણું કાંઈ ?
“ (અતિવ્યાપિ વા) જીવથી અન્ય છે જે પાંચ દ્રવ્યો તેમનાથી અન્ય છે.” ભગવાન આત્માથી પાંચ દ્રવ્યો અન્ય છે. પુદ્ગલ, ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશ અને કાળ તે પાંચ દ્રવ્યો તેનાથી ચેતના સ્વરૂપ અન્ય છે. ‘ અતિવ્યાપિ વા ' જીવથી પાંચે દ્રવ્યો અન્ય છે.
“ વળી કેવું છે ? વ્ય ં પ્રગટ છે.” ચેતના સ્વભાવ છે તે અસ્તિપણે પ્રગટ છે. ભગવાન આત્માનો સ્વભાવ જાણવું-દેખવું તે પ્રગટ છે–વ્યક્ત છે. તે અસ્તિપણે મોજૂદ હૈયાત છે. ચેતના સ્વભાવ આત્મા ! તેની મૌજૂદગી અસ્તિ છે. તેનું વિધમાનપણું છે. સમજાણું કાંઈ ?
,,
“ વળી કેવું છે ? “ વ્યગ્નિત નીવ તત્ત્વમ્ ” પ્રગટ કર્યું છે જીવનું સ્વરૂપ જેણે, એવું છે.” ચેતના સ્વભાવ તે જીવે પ્રગટ કર્યો છે... તે જીવનું સ્વરૂપ છે. જાણના૨દેખના૨ એવું જે જીવનું સ્વરૂપ તેને જાણનાર–દેખનાર ભાવે પ્રગટ કર્યું છે-આ આત્માએ. અરે ! તને આ બા૨માં હોશું વર્તે છે ! અહીં કહે છે–એમાં તારો આત્મા પિડાય છે. તને તારા સ્વભાવની હોંશ નથી થતી ? શ્વેતામ્બરમાં ચાર સજ્જાયમાળા છે. એક-એક સમ્રાયમાળામાં અઢીસો સજ્જાયું છે. તેમાં એક સજ્જાયમાં આવતું કે
“ હોંશીરા મત હોંશ ન કીજે ”, અરે ! હોંશીલા, તું ૫૨માં હોંશ ન કર ભાઈ ! તારા વીર્યની સ્ફુરણામાં ૫૨ની હોંશ ન કર ભાઈ ! એ ઝેરની હોંશું છે. એ ઝેરના પ્યાલા છે. અહીંયા કહે છે–‘ પ્રગટ કર્યું છે જીવનું સ્વરૂપ.' શું કહે છે ? રાગથી જીવનું સ્વરૂપ પ્રગટ થતું નથી. દેવ-ગુરુ-શાસ્ત્રની શ્રદ્ધાનો રાગ તે વ્યવહા૨ છે. પાંચ મહાવ્રતના રાગમાં લોકો ધર્મ માને તેથી એ તેમને આકરું પડે છે. જીવનું સ્વરૂપ તો ચેતના છે જે તેણે
Please inform us of any errors on rajesh.shah@fofalise.co.uk
Page #111
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કલશ-૪૨ પ્રગટ કર્યું છે–એવો જે ચેતન છે તેને, અંદર જો જો !
આહાહા. બહાર જોવામાં તો તારો અનંતકાળ ગયો. પ્રભુ! તેં અંદરમાં જોવાની નવરાશ લીધી નહીં. ઘણાં વેપાર ધંધાવાળા તો એવા છે કે તેને કોઈ પૂછે તો કહે બાપુ ! હમણાં તો મરવા માટે ફૂરશદ નથી. અરે ! એને મરવાની ફૂરસદ નથી ! શું મૂર્નાઈના ગામ કાંઈ જુદા હશે? વ્યવસાયમાં એટલો ડૂબી ગયો હોય. પછી કહે-હમણાં તો મરવા આડે પણ નવરાશ નથી. મરીશ ત્યારે તને કોણ રોકશે?
વળી કેવું છે? “ગવર્ન' પ્રદેશ કંપથી રહિત છે.” ભગવાન આત્મા ધ્રુવ ચૈતન્યબિંબ છે. જેમાં કંપન નથી. કંપન છે તે પર્યાયમાં છે પરંતુ વસ્તુમાં નથી. અથવા એ ચેતના જે છે તે પરને જાણવા છતાં પોતાના સ્વરૂપથી તે ચળાચળ થતું નથી–તેવું એ ચૈતન્યસ્વરૂપ છે. આ આગળ કળશ ૪૧માં આવી ગયું છે. “ગવર્ન' કહેતાં આત્મા ધ્રુવ ત્રિકાળ ચેતના સ્વરૂપ છે. જ્ઞાનમાં પરને જાણવા છતાં તે પોતાના ધ્રુવ સ્વભાવથી અથવા જાણવાની પર્યાયથી બહાર નીકળતું નથી. પોતામાં રહીને પરને જાણે છે તેથી ચલાચલ થતું નથી-અસ્થિર થતું નથી. આવો તે જૈનનો માર્ગ હશે? બાપુ! માર્ગ તો આ છે ભાઈ !
“તતઃ નાત નીવચ તત્ત્વ સમૂર્તત્વ ઉપાસ્ય ન પશ્યતિ” તે કારણથી સર્વ જીવરાશિ જીવના નિજ સ્વરૂપને સ્પર્શ, રસ, ગંધ, વર્ણ ગુણથી રહિતપણું માનીનેઅનુભવતો નથી.”
આ આત્મા છે તે અમૂર્ત છે તેમ જ્ઞાની અનુભવતો નથી. કેમકે આત્મામાં વર્ણ, ગંધ, સ્પર્શ, રસ નથી, માટે અમૂર્ત છે-તેમ અનુભવતો નથી. કેમકે અમૂર્તપણે તો ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, કાળ, આકાશ, તે પણ અમૂર્તિક છે. માટે આત્માને અમૂર્ત જાણીને અનુભવતો નથી. જેમ આત્મા અરૂપી છે તેમ બીજા ચાર પણ અરૂપી છે. એક પુદ્ગલ રૂપી છે. આ શરીર, વાણી તે પુદ્ગલ છે.
સર્વજ્ઞ ભગવાને એક ધર્માસ્તિકાય, એક અધર્માસ્તિકાય, એક આકાશ અને અસંખ્યાત કાળ તે બધા અમૂર્તદ્રવ્યો છે. જો તે આત્માને અમૂર્તપણે અનુભવે તો તે ચાર દ્રવ્યો પણ અમૂર્ત છે માટે ધર્મી જીવ ચેતનને અમૂર્તપણે કરીને અનુભવતો નથી, કેમકે અમૂર્તપણે તો પરદ્રવ્યમાં પણ છે. અમૂર્તિપણે પોતે પણ છે અને બાકીના ચાર દ્રવ્યો પણ છે તો તેને અતિવ્યાતિ દોષ થઈ જાય છે. સમજાણું કાંઈ?
આહા. હા! મિથ્યાત્વના મોટે કૂવે પડયો છે માળો! એટલે તેને ખબર નથી કેઆ શું છે. સંવત ૧૯૫૭ની સાલની વાત છે–અમારા મોટાભાઈ ગુજરી ગયા ત્યારે મારી ૧૧ વર્ષની ઉંમર હતી. પછી તેની વહુ રોવે; અરેરે..! “ઉડે કુવે ઉતારીને વરત કાપ્યાં” અહીં કહે છે-ઉંડો કૂવો તે નથી. સ્વરૂપના ભાન વિના પરને પોતાનું માનવું તે મિથ્યાત્વરૂપી
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #112
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧OO
કલશામૃત ભાગ-૨ ઊંડો કૂવો છે. એમાં તું ગયો તો તારો સ્વભાવ કપાઈ ગયો અર્થાત્ ઘાત થઈ ગયો. પ્રભુ! તું અમૃતનો સાગર છો તેને ન સ્વીકાર તે મિથ્યાત્વના ઊંડા કૂવે ઉતરી ગયો છે બાપુ! ચૈતન્ય અમૃતના સાગરને તે ડૂબાડી દીધો છે. આવી વાતું છે!
ભાવાર્થ આમ છે કે-કોઈ જાણશે કે “જીવ અમૂર્તિ છે” એમ જાણીને અનુભવ કરવામાં આવે છે પણ એ રીતે તો અનુભવ નથી. જીવ અમૂર્ત તો છે પરંતુ અનુભવકાળમાં એમ અનુભવે છે કે “જીવ ચૈતન્યલક્ષણ;”]
ધર્મી જીવ આત્માને અનુભવે છે ત્યારે અમૂર્તપણે અનુભવતો નથી. કારણ કેઅમૂર્તપણું તો પરદ્રવ્યમાં પણ છે. તેથી અમૂર્તપણે તે તેનું લક્ષણ નથી. આત્મા છે તો અરૂપી અને અમૂર્ત છે. પરંતુ અમૂર્ત છે તે આત્માનું ખરું લક્ષણ નથી.
ભગવાને બીજા ચાર દ્રવ્યો કહ્યાં છે તે બધા અરૂપી અને અમૂર્ત છે. એટલે અમૂર્ત લક્ષણ અહીં છે અને અમૂર્ત લક્ષણ તેમાં પણ છે–તેથી તે લક્ષણ દ્વારા આત્મા અનુભવી શકાય નહીં. આ તો લોજીક અને ન્યાયથી વાત છે. જીવનું લક્ષણ ચેતના એટલે જાણવુંદેખવું તે સ્વભાવ દ્વારા અનુભવે છે. આ કઈ જાતનો ઉપદેશ? ભાઈ ! માર્ગ તો આવો છે બાપુ! આવે છે ને.
“અનંતકાળથી આથો , વિના ભાન ભગવાન,
સેવ્યા નહીં સદ્ગુરુ સંતને, મૂકયા નહીં અભિમાન.” સંતોની સત્યવાત શું છે તે કોઈ દિ' સાંભળી નહીં. એને એમ લાગ્યું કે આ તો બધો નિશ્ચય છે. મારો વ્યવહાર બધો ઉડી જાય છે–એમ કરી કરીને સત્ય વાતને તેણે ઉડાડી દીધી. પરંતુ સત્ય વાત કોઈ દિવસ ઉડે નહીં.
શું કહ્યું તે ફરીથી ૧ જીવ આત્માને “અમૂર્ત' તરીકે અનુભવતો નથી. કારણ કે અમૂર્તપણું તો પરદ્રવ્યમાં પણ છે. તેથી તે ચૈતન્ય લક્ષણે ચેતનને અનુભવે છે. કારણ કે ચૈતન્યપણું બીજા દ્રવ્યોમાં નથી. બીજા આત્મામાં તેનું ચૈતન્યપણું છે પણ આ આત્માનું ચૈતન્યપણે બીજા આત્મામાં નથી. આરે! આવી વાતું લ્યો! ત્રણ લોકના નાથ કેવળી પરમેશ્વર તે કોણ તેની લોકોને કયાં ખબર છે? અરિહંતને પંચપરમેષ્ઠીને ઓળખવા અને તેની આજ્ઞા જાણવી તે કોઈ અપૂર્વ વાતો છે.
એ જિનેશ્વર દેવ કેવા છે? એક “ક' અક્ષર બોલીએ તેમાં અસંખ્ય સમય જાય. એક સમયમાં ત્રણકાળ-ત્રણલોકને જાણે છે. પર્યાયમાં જાણવાની તાકાત છે માટે જાણી લ્ય છે. એવા અરિહંત પરમેશ્વર તેમનો આ હુકમ છે કે ધર્મ કરનાર, ચૈતન્યસ્વભાવી આત્મા દ્વારા અનુભવ કરે તો અનુભવ થાય, કાંઈ દયા પાળે, વ્રત પાળે માટે ધર્મ થાય તેમ નથી.
આ લોજીકથી તો કહેવાય છે. લૌકિકમાં લોજીક હોય તેને માને, પણ.. અહીંયા શું લોજીક છે તેની ખબર ન મળે. જીવ ચૈતન્યલક્ષણ વડે જણાય છે. આ જાણનાર.
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #113
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કલશ-૪૨
૧/૧ જાણનાર. જાણનાર જે સ્વભાવ છે તે ચૈતન્ય છે. એ જાણનાર સ્વભાવના લક્ષણે જીવને અનુભવે છે. પણ, તે ધર્માજીવને અમૂર્તપણે અનુભવતો નથી. કારણ કે અમૂર્તપણે તે જીવનું મૂળ લક્ષણ નથી. અમૂર્તપણે તો પરમાં પણ જાય છે માટે તેમાં અવ્યાતિ દોષ આવે છે.
યતઃ અનીવ: ઘા મસ્તિ“કારણ કે અચેતન દ્રવ્ય બે પ્રકારના છે. તે બે પ્રકાર કયા છે? “વદ્ય: સહિત: તથા વિરહિત:” વર્ણ, રસ, ગંધ, સ્પર્શથી સંયુક્ત છે કેમકે એક પુગલદ્રવ્ય એવું પણ છે, તથા વર્ણ, રસ, ગંધ અને સ્પર્શથી રહિત પણ છે.”
શું કહે છે? અજીવ બે પ્રકારના છે. (૧) વર્ણ, ગંધ, રસ, સ્પર્શથી સંયુક્ત છે તેવા શરીર, લાડવા, દાળ, ભાત, શાક, પૈસા એ બધા પુદ્ગલ જડ છે. કેમકે અજીવ દ્રવ્ય આવું પણ છે. (૨) બીજો પ્રકાર જે અજીવનો છે તે-સ્પર્શ, રસ, ગંધથી રહિત પણ છે. તે કોણ છે? ભગવાન સર્વજ્ઞ પરમેશ્વરે ચૌદ બ્રહ્માંડમાં, જીવ અને પુદ્ગલ જ્યારે ગતિ કરે છે તેને નિમિત્ત થાય એવું એક અરૂપી ધર્માસ્તિકાય દ્રવ્ય જોયું છે. સર્વજ્ઞના જિનશાસન સિવાય બીજે કયાંય આ છે નહીં.
આ ચૌદ રાજુ લોક બ્રહ્માંડ છે. પુરુષ કમરે હાથ દઈને ઉભો હોય તેવા આકારે છે. તે અસંખ્ય જોજન મોટું છે. તેમાં ભગવાને એક અધર્માસ્તિકાય તત્ત્વ (દ્રવ્ય) જોયું છે.
જ્યારે જીવ અને પુદ્ગલ ગતિ કરતા થંભી જાય ત્યારે તેને સ્થિરતામાં નિમિત્ત થાય છે. જેમ વટેમાર્ગુ ચાલતાં ઝાડનો છાંયો આવે ને બેસી જાય ત્યારે અધર્માસ્તિકાયને નિમિત્ત કહેવાય. ઝાડ નથી કહેતું કે તું અહીં બેસ! પણ જીવ જ્યારે બેસે છે ત્યારે ઝાડ તેને નિમિત્ત કહેવાય છે. જે ગતિ કરતાં દ્રવ્યો સ્થિર થાય ત્યારે તેને નિમિત્ત છે. તેને પણ સર્વજ્ઞ ભગવાને અરૂપી જોયું છે.
વિજ્ઞાન જે કહે છે તે સમજવા જેવું છે તેમ આ તો વિજ્ઞાનનું વિજ્ઞાન છે-સર્વજ્ઞનું વિજ્ઞાન છે. ચૌદ બ્રહ્માંડમાં એક આકાશ છે તેના અસંખ્ય પ્રદેશે એક-એક કાળાણું છે. આ કાળાણું અરૂપી પદાર્થ છે. તે ભગવાન સર્વ કેવળજ્ઞાનમાં જોયા છે. આકાશ સર્વવ્યાપક છે. આ લોકની સ્થિતિ અસંખ્ય જોજનની છે. પછી જે ખાલી આકાશ છે તેમાં જીવ કે જડ કાંઈ નથી. સર્વવ્યાપક એક આકાશ છે. તે આકાશ પણ અરૂપી–અમૂર્ત છે. માટે અમૂર્તપણાના ધ્યાન વડે આત્માને અનુભવી શકાતો નથી. તેમ કહે છે-આત્મા તે અમૂર્ત છે અને આ ચાર દ્રવ્યો પણ અમૂર્ત છે. તેથી અમૂર્તમાં ખીચડો થયો. બાપુ! આ તો જ્ઞાનનો માર્ગ છે.
કેમકે ધર્મદ્રવ્ય, અધર્મદ્રવ્ય, કાળદ્રવ્ય અને આકાશદ્રવ્ય એ ચાર દ્રવ્યો બીજા પણ છે, તે અમૂર્તદ્રવ્યો કહેવાય છે. તે અમૂર્તિપણું અચેતન દ્રવ્યોને પણ છે;
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #114
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૦૨
કલશામૃત ભાગ-૨
તેથી અમૂર્તપણું જાણીને જીવનો અનુભવ નથી કરાતો.”
કા૨ણ કે એ અમૂર્તપણું તે જીવનું મૂળ લક્ષણ નથી. જીવનું મૂળ લક્ષણ ચેતના છે. તે જાણનાર–દેખનાર લક્ષણે લક્ષિત થાય છે તે આત્મા છે.
શ્રોતા:- એક એક વાત ચડિયાતી છે.
ઉત્ત૨:- છે, તેનો અર્થ થાય છે. આમાં છે કે નહીં ? પાછું તેને વાંચતાય આવડવું જોઈએ ને ? પોતાની મિથ્યાર્દષ્ટિ રાખી વાંચે તો સમજાય કયાંથી ?
“ચેતન જાણીને જીવનો અનુભવ કરાય છે.” હવે અહીં સરવાળો કર્યો. જીવનો સ્વભાવ જાણવું–દેખવું છે. ભગવાન આત્મા જાણનાર–દેખના૨ છે.. તેના ચેતના લક્ષણને અંદ૨માં લઈ જતાં અનુભવ થાય છે–તેનું નામ ધર્મ છે–સમ્યગ્દર્શન કહેવાય છે. સમજાણું કાંઈ ?
I
૧૭–૧૮ ગાથામાં એમ કહ્યું કે-જે વસ્તુ ત્રિકાળ ધ્રુવ છે, એને પોતાની પર્યાયમાં જાણવું, એ પર્યાયનો સ્વભાવ છે. ( સ્વ૫૨પ્રકાશક) પર્યાયના સ્વભાવમાં દ્રવ્યએ જાણવામાં તો આવે જ છે; પણ એનું (અજ્ઞાનીનું ) લક્ષ એ (દ્રવ્ય ) ઉપર નથી. એ ( લક્ષ ) રાખે છે વર્તમાન અવસ્થા ઉપ૨ તેથી (તે) પર્યાયમૂઢ (છે.) વર્તમાન અવસ્થા જે વ્યક્ત છે તે બાહ્ય છે તેમાં, જેની રુચિ જામી ગઈ છે, તે પર્યાયમૂઢ જીવ મિથ્યાર્દષ્ટિ છે. આહા... હા ! સમજાય છે કાંઈ ?
(પ્રવચન નવનીત ભાગ-૧ પેઈજ નં. ૪૯)
Please inform us of any errors on rajesh.shah@fofalise.co.uk
Page #115
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કલશ-૪૩
૧(૩
કલશ-૪૩
| (વસંતતિલકા) जीवादजीवमिति लक्षणतो विभिन्न ज्ञानी जनोऽनुभवति स्वयमुल्लसन्तम्। अज्ञानिनो निरवधिप्रविजृम्भितोऽयं
मोहस्तु तत्कथमहो बत नानटीति।।११-४३।। ખંડાન્વય સહિત અર્થ:- “જ્ઞાની નન: નક્ષણત: નીવાત નીવમ વિક્રમને રૂતિ સ્વયં અનુમતિ” (જ્ઞાની નન:) સમ્યગ્દષ્ટિ જીવ, (નૈક્ષતિ:) જીવનું લક્ષણ ચેતના તથા અજીવનું લક્ષણ જડ એવો મોટો ભેદ છે તેથી (નીવાત) જીવદ્રવ્યથી (નીવમ) અજીવદ્રવ્ય-પુદ્ગલ આદિ (વિનં) સહજ જ ભિન્ન છે, (રૂતિ) આ પ્રકારે (સ્વયં) સ્વાનુભવપ્રત્યક્ષપણે (અનુમતિ) આસ્વાદ કરે છે. કેવું છે અજીવદ્રવ્ય? ઉર્જાસત્તમ” પોતાના ગુણ-પર્યાયથી પ્રકાશમાન છે. “તત્ તુ અજ્ઞાનિન: યં મો: પ્રથમ સદો ના નરતિ વત” (તત તુ) આમ છે તો પછી (અજ્ઞાનિ:) મિથ્યાદેષ્ટિ જીવને () જે પ્રગટ છે એવો (મો.) જીવ-કર્મના એકત્વરૂપ વિપરીત સંસ્કાર (થમ વાનરીતિ) કેમ પ્રવર્તી રહ્યો છે (ત પદો) એ આશ્ચર્ય છે! ભાવાર્થ આમ છે કે સહજ જ જીવ-અજીવ ભિન્ન છે એવું અનુભવતાં તો બરાબર છે, સત્ય છે; મિથ્યાષ્ટિ જે એક કરીને અનુભવે છે તે આવો અનુભવ કઈ રીતે આવે છે એ મોટો અચંબો છે. કેવો છે મોહ? “નિરવધિ-વિકૃસ્મિત:” (નિરવધિ) અનાદિ કાળથી (પ્રવિકૃતિ :) સંતાનરૂપે પ્રસરી રહ્યો છે. ૧૧-૪૩. પ્રવચન નં. ૫૧
તા. ૨૭-- '૭૭ કલશ-૪૩ : ઉપર પ્રવચન “ज्ञानी जनः लक्षणतः जीवात् अजीवम् विभिन्नं इति स्वयं अनुभवति" સમ્યગ્દષ્ટિ જીવ, જીવનું લક્ષણ ચેતના તથા અજીવનું લક્ષણ જડ એવો મોટો ભેદ છે તેથી જીવદ્રવ્યથી પુલ આદિ સહજ જ ભિન્ન છે, આ પ્રકારે સ્વાનુભવ પ્રત્યક્ષપણે આસ્વાદ કરે છે.”
અહીં કહે છે કે ધર્મ કોને કહેવાય અને ધર્મ કોને કહેવામાં આવે છે તે કહે છે. અહીં કહે છે કે જીવનું લક્ષણ ચેતના છે. ભગવાન આત્માનું લક્ષણ તો ચેતના.. જાણવું. દેખવું તે છે.
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #116
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧(૪
કલશામૃત ભાગ-૨ પ્રશ્ન:- લક્ષણ એટલે શું?
ઉત્તર- જેના દ્વારા.. જેનાથી લક્ષમાં આવવા યોગ્ય ચીજ લક્ષમાં આવે છે તે લક્ષણ છે. જે આત્મા છે તેનું લક્ષણ ચેતના અર્થાત્ જાણવું-દેખવું છે. તે લક્ષણથી આત્મા લક્ષમાં આવે છે. જેના દ્વારા ધ્યેય (લક્ષમાં આવે ) દૃષ્ટિમાં આવે તેને લક્ષણ કહીએ. ઝીણી વાત છે ભાઈ ! વીતરાગનો જૈનધર્મ બહુ સૂક્ષ્મ છે.
પ્રશ્ન:- અજીવનું લક્ષણ શું છે?
ઉત્તર:- અજીવનું લક્ષણ જડ છે. આ શરીર, કર્મ એ તો બધા જડ છે. એ તો ઠીક પણ, અંદરમાં થતાં જે દયા-દાન, વ્રત-તપ-ભક્તિના વિકલ્પો ઉઠે છે. તે રાગ છે; તે જડ છે. તે આત્મા નથી.
પ્રશ્ન:- રાગમાં સ્પર્શ, રસ, ગંધ, વર્ણ છે? તો પછી જડ કેવી રીતે?
ઉત્તર- રાગમાં સ્પર્શ, ગંધ (ગુણ) નથી પરંતુ તેમાં જ્ઞાનનો-ચૈતન્યનો અંશ નથી માટે તે જડ છે. આ પડિમા લેવાનો ભાવ, પૂજા-ભક્તિનો વિકલ્પ ઊઠે છે તે રાગ હોવાથી જડ છે. ઝીણી વાત છે. મારગ સૂક્ષ્મ છે. અત્યારે તો ઘણો ફેરફાર થઈ ગયો.
પ્રશ્ન:- શાસ્ત્ર વાંચવાનો ભાવ?
ઉત્તર- શાસ્ત્ર વાંચવાનો વિકલ્પ પણ જડ છે ભાઈ ! આવી વાત છે ભાઈ ! ભાઈ ! ધર્મ સૂક્ષ્મ છે. લોકો બહારના આચરણમાં ધર્મ માનીને બેઠા છે. સમજાણું કાંઈ?
અહીં શું કહે છે-જુઓ, જીવનું લક્ષણ ચેતના અર્થાત્ તે જાણવા-દેખવાના સ્વભાવથી સ્વભાવવાના અનુભવમાં આવે છે. જીવ જે ભગવાન આત્મા અંદર છે તે તો જ્ઞાન-દર્શન એટલે જાણવા દેખવાના લક્ષણથી લક્ષમાં આવે છે. રાગ છે તે બંધનું લક્ષણ છે. વ્રતતપ, ભક્તિ-પૂજાનો શુભભાવ હો તો પણ તે બંધનું લક્ષણ છે-તે જડનું લક્ષણ છે એમ કહે છે. આકરી વાત છે.
શ્રોતા:- રાગ તે જૈનધર્મનું લક્ષણ નથી !
ઉત્તર:- નિરાગી-(વીતરાગી ) પણું તે જ જૈનધર્મ છે. આકરી વાત છે ભાઈ ! અત્યારે તો માર્ગમાં બહુ ફેરફાર થઈ ગયો છે. બધાની ખબર છે ને! અહીં તો જિનેશ્વરદેવપરમાત્માની જે વાણી છે તે આનંદમાં ઝૂલનારા સંતો વીતરાગી મુનિઓ આડતીયા થઈને બતાવે છે કે આ ભગવાનની વાણીનો માલ છે. વાત આકરી છે. પ્રભુ! બીજું શું કહીએ!?
અરેરે..! અત્યારે તો વ્યવહાર શું છે તેની પણ ખબર નથી. દયા-દાન, વ્રતભક્તિ-પૂજાનો જે વિકલ્પ છે તે રાગ છે. અહીં તે રાગને જડ કહ્યો છે. કારણ કે રાગ પોતાને જાણતો નથી પરંતુ સાથે જે ચૈતન્ય તત્ત્વ છે તેને પણ જાણતો નથી. વળી રાગ છે તે ચેતન દ્વારા જાણવામાં આવતો હોવાથી રાગને જડ અચેતન કહેવામાં આવે છે. ભગવાન ! તારી વાત સૂક્ષ્મ છે. તેને શું કહીએ !
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #117
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કલશ-૪૩
૧ON. પ્રશ્ન- કોઈ ઠેકાણે તો એમ કહ્યું છે કે-રાગ આત્મામાંથી નીકળી જાય છે માટે જડ છે?!
ઉત્તર- રાગ જડ છે તેનો અર્થ જ એ છે કે-આ ચૈતન્યસ્વરૂપ આત્મા છે તેનું કિરણ નથી. જ્ઞાનનું જાણવું-દેખવું તેવો અંશ રાગમાં નથી. સમજમાં આવે છે? આવી વાત છે.
અહાહા ! અંદર જે ભગવાન આત્મા છે તેને જીવ કહો કે આત્મા કહો તે કાર્ય છે. આત્મા ભગવસ્વરૂપ જ છે. તેનું લક્ષણ તો જાણવું... દેખવું.. , જાણવું. દેખવું છે. આત્મા જાણવાના લક્ષણથી જાણવામાં આવે છે. તે કોઈ દયા-દાન, વ્રત-ભક્તિના પરિણામથી જાણવામાં આવે તેવી વસ્તુ નથી. જિનેશ્વરદેવનો જગતને માટે આવો પોકાર છે-હુકમ છે. સમજાણું કાંઈ?
આત્મજ્ઞાન વિના જે કાંઈ વ્રત-તપ-ભક્તિ આદિના જે ભાવ છે તે બધા રાગ છેજડ છે. આત્મજ્ઞાનમાં આત્માનો અનુભવ થયો કે-હું તો જ્ઞાનાનંદ અને સહજાનંદ સ્વરૂપ છું. આહાહા ! પરથી ભિન્ન થઈને અતીન્દ્રિય આનંદનો સ્વાદ આવવો તેનું નામ ધર્મ તે મોક્ષમાર્ગ છે. આનાથી ભિન્ન જેટલા ભાવ છે તે બધા જડ લક્ષણવાળા છે. આહાહા...! જે ભાવે તીર્થકર ગોત્ર બંધાય તે ભાવ પણ જડ-રાગ છે. આકરી વાત છે ભાઈ !
અહીં જિનેશ્વરદેવ પરમાત્માએ જેવું દેખ્યું છે તેવું કહે છે.. અને તે જ વાણી વીતરાગી સંતો મુનિઓ કહે છે. આહાહા! મુનિ તો તેને કહીએ કે જેને અતીન્દ્રિય આનંદનું પ્રચુર વેદન હોય. પ્રચુર કેમ કહ્યું? પ્રથમ સમ્યગ્દર્શન થતાં આનંદનો સ્વાદ તો છે પરંતુ મુનિઓને તો અતીન્દ્રિય આનંદનો સ્વાદ પ્રચુર હોય છે-ઘણો હોય છે. માટે પ્રચુર કહ્યો છે.
અહીંયા કહે છે-આ કોઈ વાર્તા કથા નથી. આ તો અધ્યાત્મની વાત છે ભાઈ ! આમાં એકેએક શબ્દમાં ઘણો મર્મ પડ્યો છે. આ શરીર, વાણી, મન-તે તો જડ છે અને તેની ક્રિયા પણ જડ છે. અંદરમાં થતો પુણ્ય-પાપનો શુભ ઉપયોગ-શુભરાગ તેને પણ જડ કહેવામાં આવે છે. સર્વજ્ઞ ભગવાન તો એમ કહે છે-ભગવાન આત્મા અને જડ (રાગ)માં ભેદ છે. તે બન્નેમાં મોટો (વિચક્ષણ )ભેદ છે. આવી વાત હવે તેને કયાં બેસે?
તેથી જીવદ્રવ્યથી પુદ્ગલ આદિ સહજ જ ભિન્ન છે.” અહીં “આદિ' શબ્દ છે તેમાં જડ પુદ્ગલ અને રાગાદિ બધું લઈ લેવું. પુદ્ગલ કહેતાં-જડ શરીર, મન, વાણી અને “આદિ' કહેતાં પુણ્ય-પાપના ભાવ બધા જડ છે. તેથી પુદ્ગલાદિ જીવના સ્વભાવથી સહજ જ ભિન્ન છે. ભગવાન અંદર જ્ઞાન સ્વભાવથી ભર્યો છે; તે જ્ઞાન સ્વભાવથી અનુભવમાં આવે છે. સમજાય એટલું સમજો ભાઈ ! વાત તો આવી છે. વર્તમાન દુનિયાથી (બિલકુલ) વિલક્ષણ છે.
અહીં તો હજુ સમ્યગ્દર્શન શું ચીજ છે તેની ખબર નથી. આ વ્રત ને પડિમા લઈને બેસી ગયા ધર્મ કરવા ! ધૂળમાં એ ધર્મ નથી સાંભળને ! આ અગિયાર પડિમા, દસાડિમા,
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #118
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧/૬
કલશામૃત ભાગ-૨ સાત પડિમા તે તો વિકલ્પ નામ રાગ છે. અને તે તો જડનું લક્ષણ છે. જિનેશ્વરપરમેશ્વરદેવ જેને આત્મા કહે છે તે આત્મામાં આ પુણ્ય-પાપનો વિકલ્પ, જે રાગ છે તે પણ તેમાં નથી. સમજમાં આવ્યું?
તેઓ કહે છે–સદાચરણ કરો..! તેઓ રાગ મંદ થાય તેને સદાચરણ કહે છે. અહીં તો કહે છે સદાચરણનો રાગ છે તે પણ જડ છે. સદાચરણ એટલે સત્ય આચરણઆ ભગવાન જ્ઞાનસ્વરૂપ છે તે જ્ઞાનમાં એકાગ્રતા થવી, વીતરાગી પર્યાય થવી તેનું નામ સદાચરણ છે. આહાહા..! આવી વાતો !
જીવદ્રવ્યથી પુગલાદિ સહજ ભિન્ન છે. મોટો તફાવત છે. ચૈતન્યસ્વરૂપ ભગવાન આત્મા અને રાગસ્વરૂપ વિકાર તે બે વચ્ચે ઘણી ભિન્નતા છે, સહજ જ ભિન્નતા છે, સ્વભાવથી જ ભિન્નતા છે. આકરી વાત છે બાપુ ! આ મારગ જુદી જાતનો છે. શું કહે છે? પાપના ભાવ જેવા કે હિંસા-જૂહૂં ચોરી-વિષય-ભોગ-વાસના-કામ-ક્રોધ-માન-માયાલોભ એ ભાવ તો જડ છે પણ અહીંયા તો દયા–દાન-વ્રત-તપ-ભક્તિ-પૂજાનો ભાવ તે પણ જડ છે. યોગીન્દુ દેવ યોગસારમાં કહે છે
પાપ તત્ત્વ કો પાપ તો જાણે જગ સબ કોઈ,
પુણ્ય તત્ત્વ પણ પાપ હૈ કહે અનુભવી કોઈ.” (૭૧) યોગીન્દુદેવ વીતરાગ સંત મુનિ હતા. તે વીતરાગી સંત કહે છે કે ભાઈ ! હિંસાજૂઠ-ચોરી–વિષય-ભોગ-વાસના-કામ-ક્રોધના પરિણામ તો પાપ છે પરંતુ અમે તો કહીએ છીએ કે-દયા-દાન, વ્રત-ભક્તિના પૂજાના ભાવ પણ પાપ છે. કેમકે તે આત્માના સ્વરૂપથી ભિન્ન ચીજ છે. વળી આ પુણ્યના ભાવ થાય છે તે સ્વરૂપથી શ્રુત થાય છે. આકરી વાત છે. ભગવાન !
યોગીન્દુદેવ મુનિ વનવાસી સંત હતા. કુંદકુંદાચાર્ય, અમૃતચંદ્રાચાર્યની જેમ તેઓ આત્માના આનંદનું વેદન કરવાવાળા અને બાહ્યમાં નગ્ન હતા. અંદરમાં પાંચ મહાવ્રતનો જે વિકલ્પ ઉઠે છે તેને જડ માનતા હતા. અહીં સમ્યગ્દષ્ટિ-અનુભવી એમ કહે છે કે પાપ તો પાપ છે જ પરંતુ દયા-દાન-વ્રત-ભક્તિના પરિણામ પણ પાપ જ છે. કેમકે પુણ્ય છે તે પાપ છે- શુભભાવ છે તે રાગ છે અને રાગ છે તે બંધનું કારણ છે.
“આ પ્રકારે સ્વયં સ્વાનુભવ પ્રત્યક્ષ પ્રમાણે આસ્વાદ કરે છે.” શું કહે છે? સમ્યગ્દષ્ટિ-ધર્મી જીવ તેને કહીએ કે-આ રાગ છે તે ભિન્ન છે, મારી ચીજ રાગથી ભિન્ન છે એવો પોતે સ્વાનુભવ પ્રત્યક્ષ જ્ઞાનનો અનુભવ કરે છે. આ તો હજુ ચોથા ગુણસ્થાનવાળાની વાત છે. પાંચમા ગુણસ્થાનવાળા શ્રાવકની વાત તો કોઈ જુદી જ છે. આ સંપ્રદાય ને વાડાના શ્રાવક તે કાંઈ શ્રાવક નથી.
શું કહે છે? આત્મા સ્વયં સ્વાનુભવ પ્રત્યક્ષ છે. અંદરમાં જ્ઞાનનો અનુભવ કરવો
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #119
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કલશ-૪૩
૧O૭ જેમાં રાગની કે નિમિત્તની અપેક્ષા નથી તેવો સીધો આનંદનો અનુભવ તે પ્રત્યક્ષ છે. તેમાં પરોક્ષપણું ન રહ્યું. રાગ અને નિમિત્તનું લક્ષ છોડી.. જે ચિદાનંદ સ્વભાવનો અનુભવ કરે છે તેને આત્મા સ્વાનુભવ પ્રત્યક્ષ થાય છે, આનું નામ સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાન કહે છે. ઝીણી વાત છે બાપુ! અરેરે..! જગત કયાંય રખડી મરે છે. અને માને છે કે અમે ધર્મ કરીએ છીએ.
ધર્મના પહેલા સોપાનવાળાને આત્મા આનંદસ્વરૂપ છે તેનો અનુભવ થતાં આનંદનો સ્વાદ આવે છે, તેમાં રાગની જડતાનો સ્વાદ નથી. તેનાથી ભિન્ન થઈ ગયો. પાઠ છે ને? આસ્વાદ કરે છે.” આનંદસ્વરૂપ ભગવાન આત્મા છે તેની સન્મુખ થઈને આનંદનો સ્વાદ સમ્યગ્દષ્ટિ લ્ય છે.
પ્રશ્ન:- કેરીના સ્વાદની જેમ સ્વાદ લ્ય છે?
ઉત્તર:- તેને કેરીનો સ્વાદ કયાં આવે છે? કેરી તો ખાટી મીઠી જડ છે તેનો સ્વાદ આત્માને આવતો નથી. અજ્ઞાની કેરી ઉપર લક્ષ કરી આ ઠીક છે તેવો રાગ કરી. રાગનો સ્વાદ લ્ય છે. કેરીનો સ્વાદ કોઈ અજ્ઞાનીને આવતો નથી. કારણ કે કેરી તો જડ છે-ધૂળ છે. માટીનો સ્વાદ અરૂપી ભગવાનને કેવી રીતે આવે? સમજમાં આવ્યું?
એક વખત કહ્યું હતું ને.. આ શરીર છે તે માંસ-હાડકાંનું છે જ્યારે સ્ત્રી અને પુરુષ બન્ને વિષય ધ્યે છે ત્યારે તેને આ માંસનો, હાડકાંનો સ્વાદ આવતો નથી, તેનો ભોગ નથી. પરંતુ તેમાં આ ઠીક છે એવી વૃત્તિ ઊઠે છે તે રાગનો સ્વાદ છે-તે ઝેરનો સ્વાદ છે. આહા ! આવી વાત છે ભાઈ !
પ્રશ્ન:- કેટલાક ઝેર મીઠાં હોય છે તેનું શું?
ઉત્તર- ઝેર મીઠું ન હોય. ઝેર તો મારી નાખે. અહીંયા પરમાત્મા પાપને તો ઝેર કહે છે પરંતુ સમયસાર મોક્ષઅધિકાર (૩૦૬ ગાથા)માં પુણ્યભાવ-શુભભાવ જે છે તેને પણ ઝેરનો ઘડો કહ્યો છે. “પુણ્ય વિષકુંભતેવો પાઠ છે. આહા... હા. હામારગડા જુદા છે નાથ !
જ્યારે જીવને સમ્યગ્દર્શન-સમ્યજ્ઞાન થાય છે ત્યારે જે સ્વાદ આવે છે તે અતીન્દ્રિય આનંદનો સ્વાદ છે. તે સ્વાદમાં પુણ્ય-પાપના ભાવના સ્વાદનો અભાવ છે. અને જે પુણ્ય-પાપનો રાગ ભાવ છે તે સ્વાદમાં ચૈતન્યના સ્વાદનો અભાવ છે. આહા.. હા! આવી વાત તેને સાંભળવી પણ કઠણ પડે. પણ શું થાય! મારગ તો આ છે. અત્યારે તો આ મારગને વીંખી-પીંખી નાખ્યો છે. બહારમાં આ કર્યું ને. આ કર્યું ને. આ કર્યું. આહા.. હા ! પ્રભુ! તું કોણ છો અંદર ! પ્રભુ! તું તો અતીન્દ્રિય આનંદનો સાગર છો ને નાથ ! તું અતીન્દ્રિય આનંદનો સાગર છો તો તારા અનુભવમાં અતીન્દ્રિય આનંદનો સ્વાદ આવવો તેનું નામ આત્મજ્ઞાન અને આત્મધર્મ છે. “અનુમતિ' એટલે સ્વાનુભવ
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #120
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧/૮
કલશોમૃત ભાગ-૨ પ્રત્યક્ષપણે આસ્વાદ કરતો થકો..! ભાઈ ! આ તો અધ્યાત્મના ભાવ છે, આ કાંઈ કથા નથી. થોડા શબ્દોમાં તો ઘણી ગંભીરતા ભરી છે.
કેવો છે જીવ? “ઉર્જાસત્તમ” પોતાના ગુણ-પર્યાયથી પ્રકાશમાન છે.” આ ભગવાન આનંદ સ્વરૂપને જીવ કહો કે આત્મા કહો. તે કેવો છે? તે પોતાના આનંદ ને જ્ઞાનગુણ તેમ જ જ્ઞાનની અને આનંદની પર્યાયમાં પ્રકાશમાન છે. આવી વાત કયાંય સાંભળવા મળે નહીં તેથી કેટલાક એમ કહે છે કે આ સોનગઢવાળાએ નવું કાઢયું છે. આ કાંઈ નવું નથી કાઢયું બાપુ! આ તો અનાદિનું છે. તમે સાંભળ્યું નહોતું માટે તમને નવું લાગે છે. આ તો દિગમ્બર મુનિઓ સંતો કહી ગયા છે તે છે. જુઓ! આ શ્લોક તેમનો છે.
કહે છે-ધર્મની તો ઘણી જ અલૌકિક વાત છે. ધર્મ તો તેને કહીએ- આત્મા આનંદ અને જ્ઞાન સ્વરૂપથી ભરેલો પૂર્ણ છે, તેની સન્મુખ થઈને અને દયા–દાન, વ્રતાદિનો વિકલ્પ-રાગ-તેનાથી વિમુખ થઈને (નિજ) સ્વરૂપના આનંદનું વદન તે વીતરાગી દશા છે તેનું નામ જૈનધર્મ કહેવામાં આવે છે.
જૈનધર્મ કોઈ સંપ્રદાય નથી, કોઈ વાડો નથી પરંતુ તે વસ્તુનું સ્વરૂપ છે. આહાહા! આત્મા અતીન્દ્રિય આનંદ અને વીતરાગ સ્વરૂપ છે. અંદર ત્રિકાળી વીતરાગસ્વરૂપ આત્મા છે હોં ! પર્યાયમાં વીતરાગતા થાય તે બીજી ચીજ છે. પર્યાય એટલે વર્તમાન અવસ્થા. વસ્તુ આત્મા તો ત્રિકાળ જિનસ્વરૂપ જ છે. આવે છે ને સમજમાં !
જિન સોહી હૈ આતમા, અન્ય સોહી હૈ કર્મ,
યહી વચન સે સમજલે, જિન પ્રવચન કા મર્મ.” વીતરાગી વાણીનો મર્મ આ છે કે-“જિન સોહી હૈ આતમા” એટલે વીતરાગ સ્વરૂપી આત્મા છે. અંદરમાં જેટલા પુણ્ય-પાપના વિકલ્પો ઊઠે છે તે અન્ય છે-કર્મ છે. શ્રી બનારસીદાસજી નાટક સમયસારમાં કહે છે.. જિન સોહી જિનવર અને જિનવર સોહી જિન.” આ આત્મા જિનસ્વરૂપ જ છે, તે જ જિનવર છે. અને જિનવર છે તે જ જિનસ્વરૂપ આત્મા છે. આ કેમ બેસે? માર્ગ આવો છે.
પ્રશ્ન:- તો આત્મા દેખાતો કેમ નથી? ઉત્તર:- દેખનારો દેખાતો નથી તે નિર્ણય કોણે કર્યો..? શ્રોતા- આ પરપદાર્થ (પરચીજ) દેખાય છે.
ઉત્તરઃ- દેખાય છે અને આત્મા દેખાતો નથી તેવો નિર્ણય કોની અસ્તિમાં કર્યો? એ નિર્ણય જ્ઞાનની અસ્તિમાં હૈયાતિમાં કર્યો કે મને (આત્મા) દેખાતો નથી. મને દેખાતું નથી એ જ દેખાય છે. આહા... ઝીણી વાત છે ભાઈ !
શ્રી કુંદકુંદભગવાને સમયસાર ૧૭-૧૮ ગાથામાં કહ્યું ને.. કે જ્ઞાનની વર્તમાનદશા
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #121
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કલશ-૪૩
૧/૯ જે પ્રગટ છે તેમાં આત્મા જ જાણવામાં આવે છે. શું કહ્યું? ફરીથી.. આ શરીર, વાણી, મન તેને એક બાજુ રાખો. આ પુણ્ય-પાપ બહિર્ભાવ તેને એક બાજુ રાખો. હવે જે જ્ઞાનની પર્યાય વર્તમાન છે જેમાં શરીર, મન, વાણી જાણવામાં આવે છે એવી જે પર્યાય પ્રગટ છે તેમાં આત્મા જ જાણવામાં આવે છે તેમ ભગવાન કહે છે. વર્તમાન જ્ઞાનની પર્યાયમાં પરમાત્મા જણાય છે એમ ફરમાવે છે.
આહા! આત્મા ચૈતન્ય જ્યોતિ છે. તેની વર્તમાન જ્ઞાનની પર્યાયનો સ્વભાવ સ્વપરપ્રકાશક છે. તે રાગને પણ પ્રકાશે અને સ્વને પણ પ્રકાશે છે. ઝીણી વાત છે બાપુ ! ભગવાન શું કહીએ? મારગડા અપૂર્વ છે. અનંત-અનંત કાળ થયો તેણે વાસ્તવિક તત્ત્વ કયારેય સાંભળ્યુંય નથી, અને સાંભળ્યું છે તો રુચિ થઈ નથી. આ રાગ અને પુણ્યના ભાવને મારા માને છે તે મૂઢ મિથ્યાષ્ટિ-દુઃખી છે. પાઠમાં આનંદનો આસ્વાદી કહ્યો ને! તે સુખી છે. જે કોઈ જીવ રાગથી ભિન્ન થઈને પોતાની ચીજનો એટલે જ્ઞાન ને આનંદના સ્વભાવનો પત્તો લઈને અનુભવ કરે છે તે પ્રાણી સુખી છે.
સુખિયા જગતમેં સંત દુરિજન દુઃખિયા રે..” સુખિયા જગતમેં સંત એટલે કે-અનાદિ અનંત પોતાની આનંદમયી જે ચીજ છે તેનો સ્વાદ લ્ય છે તે સુખી છે. સમકિતી જીવ સુખી છે. બાકી બધા કરોડપતિ, અબજોપતિ, રાજા ને શેઠ, દેવ તે બધા દુઃખી છે. કેમકે પોતાના આનંદસ્વરૂપથી વિપરીત પુણ્ય ને પાપના ભાવમાં તેને એકત્વબુદ્ધિ છે તેથી દુઃખી છે.
કેવો છે જીવ? તે તો પોતાના ગુણ-પર્યાયથી પ્રકાશમાન છે. તે જ્ઞાન આનંદ આદિ સ્વભાવથી પ્રકાશમાન છે. જ્ઞાનની પર્યાયમાં તે આત્મા જ પ્રકાશે છે. પણ તેની દષ્ટિ ત્યાં નથી. તેની દષ્ટિ રાગ ઉપર ને પર્યાય ઉપર છે. શું કહે છે? જ્ઞાનની વર્તમાન અવસ્થા જે પ્રગટ છે વ્યક્ત છે તેમાં આત્મા જ જાણવામાં આવે છે. ત્રિકાળી વસ્તુ જ જાણવામાં આવે છે. પણ ત્યાં તેની નજર નથી. અનાદિકાળથી તેની નજર વર્તમાન પર્યાયમાં, રાગમાં કે નિમિત્ત ઉપર છે. સ્વપરપ્રકાશક પર્યાયમાં ચૈતન્ય જ જાણવામાં આવે છે. પરંતુ તેની દૃષ્ટિ આત્મા ઉપર નથી તેથી તેને આત્માનું જ્ઞાન થયું નહીં. આત્માનું જ્ઞાન થાય છે એવું જ્ઞાન થતું નથી. આ તો વીતરાગનો માર્ગ છે-લોજીકથીન્યાયથી સમજાય એવો છે.
ફરીથી.. એ.. શું કહ્યું? જ્ઞાનની વર્તમાન પર્યાય જાણવાવાળી છે. આ રાગ છે, શરીર છે, વાણી છે, મન છે તેમ જાણે છે તે જ્ઞાનની પ્રગટ અવસ્થા છે. સર્વજ્ઞ ભગવાન કહે છે-પર્યાયમાં તો પર્યાયવાન દ્રવ્ય જ જાણવામાં આવે છે. કેમકે એક સમયની જ્ઞાનની પર્યાયનો સ્વપરપ્રકાશક સ્વભાવ છે. અજ્ઞાનીની પર્યાયમાં પણ તેનો સ્વ-ચૈતન્ય ભગવાન જ પ્રકાશમાં આવે છે, પરંતુ અજ્ઞાનીની નજર અંતરમાં નથી. એટલે કે જ્ઞાનમાં આવે છે
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #122
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૧૦
કલાકૃત ભાગ-૨ તેને તે જાણતો નથી. જ્ઞાનની પર્યાયમાં પર જણાય છે કારણ કે તેની નજર પર ઉપર છે. આ પરમાત્માના ઘરની વકિલાત જુદી જાતની છે.
અનંતકાળ ગયો તેમાં તે અનંતવાર દિગમ્બર સાધુ થયો. હજારો રાણી છોડી.. પણ આત્મ વસ્તુ શું છે તેની ઉપર દૃષ્ટિ ન કરી) દીધી. છ ઢાળામાં આવે છે.
“મુનિવ્રત ધાર અનંતબાર રૈવેયક ઉપજાયો,
પૈ નિજ આતમજ્ઞાન બિના સુખ લેશ ન પાયો.” અરે રે! જિંદગી ચાલી જાય છે. પચાસ-સાઈઠ-સીત્તેર વર્ષ વયા ગયા. જેમ જેમ સમય વીતે છે તેમ મરણની સન્મુખ જાય છે. મરણ નજીક આવતું જાય છે. પણ આ ચીજ શું છે તેનું જ્ઞાન અને સમ્યગ્દર્શન ન કર્યું તે વિના બધું (બધાં) થોથાં છે.
આજથી એક હજાર વર્ષ પહેલાં અમૃતચંદ્રાચાર્ય દિગમ્બર મુનિ થયા તેમનો આ શ્લોક છે. કુંદકુંદાચાર્ય અને નિયમસારની ટીકા કરનાર પદ્મપ્રભમલધારિદેવ થયા. ત્રણેય દિગમ્બર ભાવલિંગી સંત વીતરાગી આનંદને વેદવાવાળા હતા.
તત તુ જ્ઞાનિન: મયં મો: પ્રથમ સદો નાનદતિ વત” આમ છે તો પછી મિથ્યાષ્ટિ જીવને જે પ્રગટ છે એવો જીવ-કર્મના એકત્વરૂપ વિપરીત સંસ્કાર કેમ પ્રવર્તી રહ્યો છે તે આશ્ચર્ય છે!” ' અરે! ચૈતન્યસ્વરૂપ ભગવાન અંદર પ્રગટ છે. આમ હોવા છતાં પણ આ રાગના પરિણામ અને આત્માને એકત્વબુદ્ધિ કેમ થઈ ? “કર્મ” શબ્દ અહીં રાગાદિ સમજવું. આ જ્ઞાનસ્વરૂપી ભગવાન સાથે રાગની એકત્વબુદ્ધિ તે મિથ્યાત્વનો મોહ છે. પ્રભુ તો ચૈતન્યજ્યોતિ ઝળહળ પ્રકાશના નૂરનું પૂર છે. ગઈ કાલે દષ્ટાંત આપ્યું હતું ને! મોટો સમુદ્ર હોય તેની કાંઠે ચાર હાથનું કપડું આડું લગાવે અને પોતે ચાર હાથ ઊંચો હોય તો તેને કપડું જ નજરમાં આવે છે. દરિયો નજરમાં આવતો નથી. તેમ ભગવાન આત્મા અંદરમાં અનંતજ્ઞાન-દર્શન-આનંદનો સાગર છે. પરંતુ જેની રુચિ પર્યાય અને રાગ ઉપર છે તેને આત્મા દૃષ્ટિમાં આવતો નથી. રાગના પ્રેમની રુચિમાં જે અંદરમાં ભગવાન ચૈતન્યસ્વરૂપ છે તે નજરમાં આવતો નથી. એ વાત કહે છે.
મિથ્યાષ્ટિ જીવ! જે પ્રગટ છે જીવ-કર્મના એકત્વરૂપના વિપરીત સંસ્કાર જેમાં પ્રગટ છે તેમાં કેમ પ્રવર્તે છે? નાચે છે? વીતરાગી સંતો. દિગમ્બર મુનિઓ જગતને ઠપકો આપે છે. અરે ! પ્રભુ ! જ્ઞાન ને આનંદનો સાગર તું અંદર છોને ! આવી ચીજ ઉપર દૃષ્ટિ ન કરતાં આ પુણ્ય ને. પાપના, દયા-દાનના ભાવ વિકલ્પ-રાગ છે તેની એકત્વબુદ્ધિ કેમ કરો છો? આવા ભાવોમાં કેમ નાચો છો?
આહા! ભાવ તો સૂક્ષ્મ છે. વસ્તુ તો જેવી છે તેવી જ છે. આ કોઈ કથા નથી આ તો ભાગવત્ શાસ્ત્ર છે. આહા. હા ! કેટલી ગંભીરતા પડી છે! શું કહ્યું... જોયું?
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #123
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કલશ-૪૩
૧૧૧ અહીં “કર્મ' શબ્દ રાગ લેવો. પુણ્યના ભાવથી માંડીને બધાને કર્મ કહેવામાં આવે છે. આહા.. હા! પહેલાં તેને જડ કહ્યું હતું. અજીવનું લક્ષણ જડ છે. રાગથી માંડીને બધું જ જડ છે. અરે! અંદરમાં આવો ચૈતન્ય ભગવાન બિરાજમાન છે-આમ હોવા છતાં રાગાદિ પુણ્યના પરિણામ, શરીરની ક્રિયા, કર્મની ક્રિયા તેની સાથે એકત્વ કરીને તમે કેમ નાચો છો? આવી મિથ્થાબુદ્ધિમાં તારા પરિણામ કેમ નાચે છે? આચાર્યદેવ કહે છેઅમને આશ્ચર્ય થાય છે. અરે...! પ્રભુ! તું આ શું કરે છે.
ધ્રુવ વસ્તુ જે આત્મા છે એ તો જ્ઞાન, આનંદ, સ્વચ્છતા, ઈશ્વરતા આદિ અનંત શક્તિનો અંદર ભંડાર છે. એવી ચીજની સાથે જે દયા–દાન, વ્રત-ભક્તિ, કામ-ક્રોધના ભાવ છે તેની સાથે તમે એકત્વરૂપે કેમ પરિણામો છો..?
ઉપર બીજી લીટીમાં આવી ગયું કે-સમ્યગ્દષ્ટિનું પરિણમન તો સ્વ તરફનું; આનંદના અનુભવરૂપ પરિણમન છે. જ્યારે મિથ્યાષ્ટિને આનંદનો અનુભવ તો છે નહીં, તેને રાગની સાથે એકતાબુદ્ધિનું પરિણમન છે. તેને આચાર્યદેવ કહે છે–તમે આવું કેમ કરો છો? આહા... હા ! અમૃતસાગર ભગવાન આત્મા અને તેની સાથે પુણ્ય-પાપનો અર્થાત્ ઝેરનો પ્યાલો તે બન્નેને એક કેવી રીતે માનો છો?
આહા.. હા! શરીર, વાણી, મન, પૈસા, ધૂળ તો કયાંય રહી ગઈ, આ તો અંદરમાં થતાં દયા-દાન, વ્રત-ભક્તિ, પૂજાનો ભાવ એવો રાગ તેની સાથે તમે એકત્વબુદ્ધિ કેમ કરો છો ? આવી વાત છે ભાઈ ! અત્યારે તો સાંભળવાય મળે એવું નથી. એવો બધો ફેરફાર થઈ ગયો છે.
અત્યારે તો ભક્તિ કરો, પૂજા કરો, દાન કરો, દયા પાળો, પૈસા મળ્યા હોય તો ખર્ચો એવી વાત છે. તે પૈસા ખર્ચી શકતો નથી, જો તેણે રાગ મંદ કર્યો હોય તો પુણ્ય છે. અને તે પુણ્ય જડ છે. પાંચ-પચ્ચીસ લાખનું મંદિર બંધાવ્યું માટે ધર્મ થઈ ગયો. ધૂળમાં એ ધર્મ નથી. (ધૂળમાં એ ધર્મ નથી તેનો અર્થ) કે-તેને પુણ્યાનુબંધી પુણ્ય પણ થતું નથી. હું મંદિર બનાવું છું, હું લક્ષ્મી આપું છું.. ભાઈ ! લક્ષ્મી તો જડ છે તેને મારી માનીને આપે છે તે મિથ્યાદેષ્ટિ મૂઢ છે.
પ્રશ્ન:- પૈસા તો એના છે ને?
ઉત્તર:- જડ પૈસા કયાં તેના હતા? તેણે તો પોતાના માન્યા હતા. પૈસાય ગયા અને તમારા માનવાનું) પાપ થયું એમ કહે છે. પૈસા એ તો જડ ધૂળ છે તેને મારા માનીને આપે છે તે મિથ્યાત્વભાવ છે. આવી વાત છે બાપા! આ તો ત્રિલોકીનાથ પરમાત્મા કહે છે. સંતો આડતીયા થઈને તે માલને આપે છે.
કહે છે-અરે! આત્મા અને રાગના એકત્વના વિપરીત સંસ્કાર કેમ પ્રવર્તે છે. અમને તો આશ્ચર્ય થાય છે. આહા.. હા! અમૃતચંદ્રાચાર્ય દિગમ્બર વનવાસી સંત હતા.
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #124
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૧૨
કલશામૃત ભાગ-૨ તેઓ જંગલમાં રહેતા હતા. તેઓ બહારમાં તો નગ્ન હતા પરંતુ અંદરમાં પણ નગ્ન હતા. આ રાગના કપડાં છોડીને વીતરાગી પર્યાયમાં રમતાં હતાં. આવો મારગ છે બાપુ! લોકોને એવું લાગે કે આ તે કઈ જાતનો ધર્મ! જૈનધર્મ આવો છે? બાપુ! તને વીતરાગ માર્ગની ખબર નથી
ભાવાર્થ આમ છે કે-સહજ જ જીવ-અજીવ ભિન્ન છે, એવું અનુભવતાં તો બરાબર છે, સત્ય છે.”
શું કહે છે! ચૈતન્યસ્વરૂપ ભગવાન આત્મા અને અજીવ શરીર, રાગાદિ એ તો સ્વભાવથી જ ભિન્ન છે. બન્નેનો સ્વભાવ જ ભિન્ન છે. રાગ, પુણ્ય, દયાના વિકલ્પથી ભગવાન આત્મા ભિન્ન છે તે તો ઠીક છે.. સત્ય છે. શું કહ્યું? જીવ-અજીવ ભિન્ન છે તે તો સ્વાભાવિક જ છે.
મિથ્યાષ્ટિ જે એક કરીને અનુભવે છે તેને આવો અનુભવ કઈ રીતે આવે છે તે મોટો અચંબો છે.”
જેની દૃષ્ટિ જૂઠી છે-અસત્ય દષ્ટિ છે તે સત્યસ્વરૂપ ભગવાન આત્મા અને રાગને એક માનીને અનુભવે છે. અસત્ય દૃષ્ટિ કહો, જૂઠી દૃષ્ટિ કહો કે મિથ્યાત્વ કહો બધું એકાર્થ છે. ભાષા તો સાદી છે, ભાષામાં બહુ સૂક્ષ્મતા નથી. ભાવ તો જે છે તે છે. અત્યારે તો ગરબડ બહુ કરી નાખી છે.
શાસ્ત્રમાં આ દાખલો આવે છે કે-ગોળની ભીલી હોય તેને જો સૂર્યનો તાપ લાગે તો તે ઉભરાય અને ગોળ (કપડાં માંથી) બહાર કરે છે. પાટલા નીચે રજાઈ હોય તે ગોળના પાણીથી ભીંજાઈ જાય.. પછી કોઈ કૂતરો આવે ગોળનો સ્વાદ લેવા માટે અને રજાઈને ચૂંથી નાખે. તેમ પરમાત્મા કહે છે-આ વીતરાગનો માર્ગ છે. ચિદાનંદસ્વરૂપી આત્મા રાગથી ભિન્ન પડે તે અનુભવને ધર્મ કહે છે. જ્યારે અજ્ઞાની રાગને પોતાનો માની આત્માને ચૂંથી નાખે છે. આવી વાત છે બાપુ! આજ બેસે કાલ બેસે પણ.., આ વાત બેસાડયે જ છૂટકો છે.
આ વાત ન બેઠી તો ચોરાશીના અવતારમાં મરી જવાનો છે. ત્યાં કોઈ શેઠાઈ અને રાજાઈ કામ નહીં આવે. આ ધૂળ બધી પડી રહેશે. અને તે ફૂ થઈને હાલ્યો જશે ! આ નવનીતભાઈ બિચારા ક્ષણમાં ચાલ્યા ગયા. પડી ગયા. અને ત્યાં જ દેહ છૂટી ગયો. દેહની સ્થિતિ જે સમયે જે થવાની તે થવાની જ છે તેને કોઈ કાળભેદ રોકી શકશે નહીં.
પ્રશ્ન:- ડોકટરો તો આવીને રોકી શકે ને?
ઉત્તર- હમણાં ભાવનગરમાં મોટો સર્જન ડોકટર મરી ગયો. અહીં એક-બે વખત વ્યાખ્યાનમાં પણ આવેલા. ભાવનગર દરબારના દીવાન પ્રભાશંકર પટણી તેના કુટુંબી થાય. આ જ્યારે બન્યું ત્યારે તે સીવીલ સર્જન મોટું ઓપરેશન કરતા હતા. ત્યાં કહે–
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #125
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કલશ-૪૩
૧૧૩ મને કાંઈક થાય છે. જ્યાં આમ ખુરશીમાં બેઠા ત્યાં મરી ગયા. ડોકટર મરી જતા હશે? તેને ઇંજેકશન આપતાં આવડ્યું નહીં હોય! રાગથી મારો આત્મા ભિન્ન છે એવા સ્વરૂપનું ઇંજેકશન દેવું જોઈએ તો જીવ જીવતો રહે. આરે... આવી વાતું હવે! સાધારણ માણસને તો પાગલ જેવી વાત લાગે હોં! આહા..! ચૈતન્ય શું છે. વીતરાગતા શું છે. સમ્યગ્દર્શન શું છે... અને તે કેમ થાય તેની લોકોને ખબર નથી.
આહા... હા! ચૈતન્યસ્વભાવથી ભરેલો ભગવાન ત્રિકાળી આત્મા અને રાગવિભાવ તેની એકત્વબુદ્ધિ કરીને તને ( આત્માનો) અનુભવ કેવી રીતે થાય? અરે રે! આ તને શું થયું? ભગવાન અંદર બિરાજે છે તે ચૈતન્યસ્વરૂપ અતીન્દ્રિય આનંદનો કંદ છે. એવા અતીન્દ્રિય આનંદના સાગરની સાથે રાગના એકત્વનો અનુભવ કરે છે તે અમને અચંબો છે. સમજમાં આવ્યું?
હવે કહે છે કે-રાગની સાથે એકત્વબુદ્ધિ કરવાવાળો મોહ કેવો છે? “કેવો છે મોહ? નિરવઘિકવિમિત:” અનાદિ કાળથી સંતાનરૂપે પ્રસરી રહ્યો છે.”
નિરવધિ એટલે અવધિ વિનાનું, જેની મર્યાદા નથી તેવું. આહાહા! અનાદિ કાળથી મોહ-મિથ્યાત્વભાવ સંતાનરૂપે પ્રસરી રહ્યો છે. આહા.. હા! નિગોદમાં હતો ત્યારે પણ મોહ હતો. પાણીમાં લીલી સેવાળ થાય છે નિગોદમાં તેણે ઘણો કાળ કાઢયો. જેમ સ્ત્રીનું પહેલાં પિયર કહેવું તેમ જીવનું પહેલું પિયર નિગોદ છે. આવો શાસ્ત્રમાં લેખ છે. આ લીલી સેવાળ ઉપર અનંતજીવ છે. આ લીલી ફુગની એક કટકીમાં ત્યાં અનંત. અનંત ભવ રહ્યો છે. ત્યારે તેમાં કોઈ શુભભાવથી મનુષ્ય થાય છે. આહાહા. બહુ કાળ તો ત્યાં નિગોદમાં રહ્યો હતો.
અનાદિ કાળથી કહ્યું ને? ત્યાં સંતાનરૂપ મિથ્યાત્વનો ભાવ લેવો. આ રાગ, પુણ્યના ભાવ મારા છે તેવા મિથ્યાત્વના સંસ્કાર અનાદિથી ચાલ્યા આવે છે. આવી વાતું છે. જ્યાં (અજ્ઞાનની) નજર ન પહોંચે. અરે.. ભાઈ ! જ્યાં ચૈતન્યસ્વરૂપ ભગવાન બિરાજે છે ત્યાં તે કદી નજર કરી નથી. અને રાગની સાથે એકત્વ કરી અને ત્યાં નજર કરી છે. આ (મિથ્યાત્વનો) પ્રવાહ અનાદિથી ચાલ્યો આવે છે. હવે તો તેને છોડ! એમ કહે છે.
અનાદિની રાગની એકત્વબુદ્ધિથી પ્રભુ તું દુઃખી છે. બહારમાં સ્વર્ગના દેવ જેટલી સગવડતા હો ! નવમી રૈવેયકનો દેવ હો ! બહારમાં સગવડતાનો પાર નહીં.. તો પણ રાગની એકત્વબુદ્ધિથી દુઃખી છે. રાગની એકત્વબુદ્ધિથી ત્યાં દેવગતિમાં રહે તોપણ મિથ્યાષ્ટિ છે. કેમકે અહીં મહાવ્રતના રાગને (આત્માનું) કાર્ય માનીને રહ્યો હતો. શુભભાવના ફળમાં તે સ્વર્ગે ગયો અને ત્યાં રાગની એકત્વબુદ્ધિથી મિથ્યાદેષ્ટિ જીવ દુઃખી છે. આ રીતે અનાદિથી ધારા સંતાનરૂપે મોહ પ્રગટી રહ્યો છે.
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #126
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૧૪
કલશાકૃત ભાગ-૨ કલશ-૪૪
(વસંતતિલકા) अस्मिन्ननादिनि महत्यविवेकनाट्ये वर्णादिमान्नटति पुद्गल एव नान्यः। रागादिपुद्गलविकारविरुद्धशुद्ध -
चैतन्यधातुमयमूर्तिरयं च जीवः।।१२-४४।। ખંડાન્વય સહિત અર્થ:- “કસ્મિન વિવેકનાત્રે પુનઃ પર્વ નિતિ” ( સ્મિન) અનંત કાળથી વિદ્યમાન છે એવો જે (વિવે) જીવ-અજીવની એકત્વબુદ્ધિરૂપ મિથ્યા સંસ્કાર તે-રૂપ છે (નાઘે) ધારાસંતાનરૂપ વારંવાર વિભાવપરિણામ, તેમાં (પુન:) પુદ્ગલ અર્થાત્ અચેતન મૂર્તિમાન દ્રવ્ય (વ) નિશ્ચયથી (નcત) અનાદિ કાળથી નાચે છે, “ન કન્ય:” ચેતનદ્રવ્ય નાચતું નથી. ભાવાર્થ આમ છે કે-ચેતનદ્રવ્ય અને અચેતનદ્રવ્ય અનાદિ છે, પોતપોતાના સ્વરૂપે છે, પરસ્પર ભિન્ન છે. આવો અનુભવ પ્રગટપણે સુગમ છે; જેને એકત્વસંસ્કારરૂપ અનુભવ છે તે અચંબો છે. એવું કેમ અનુભવે છે? કેમ કે એક ચેતનદ્રવ્ય, એક અચેતનદ્રવ્ય-એ રીતે અંતર તો ઘણું. અથવા અચંબો પણ નથી, કેમ કે અશુદ્ધપણાના કારણે બુદ્ધિને ભ્રમ થાય છે. જેવી રીતે ધતૂરો પીતાં દૃષ્ટિ વિચલિત થાય છે, શ્વેત શંખને પીળો દેખે છે, પણ વસ્તુ વિચારતાં આવી દેષ્ટિ સહજની તો નથી, દૃષ્ટિદોષ છે, દૃષ્ટિદોષને ધતૂરો ઉપાધિ પણ છે; તેવી રીતે જીવદ્રવ્ય અનાદિથી કર્મસંયોગરૂપે મળેલું જ ચાલ્યું આવે છે, મળેલું હોવાથી વિભાવરૂપ અશુદ્ધપણે પરિણમી રહ્યું છે, અશુદ્ધપણાના કારણે જ્ઞાનદૃષ્ટિ અશુદ્ધ છે, તે અશુદ્ધ દેષ્ટિ વડે ચેતનદ્રવ્યને પુદ્ગલકર્મની સાથે એકત્વસંસ્કારરૂપ અનુભવે છે-આવો સંસ્કાર તો વિદ્યમાન છે, પણ વસ્તુસ્વરૂપ વિચારતાં આવી અશુદ્ધ દૃષ્ટિ સહજની તો નથી, અશુદ્ધ છે, દૈષ્ટિદોષ છે અને દૃષ્ટિદોષને પુદ્ગલપિંડરૂપ મિથ્યાત્વકર્મનો ઉદય ઉપાધિ પણ છે. હવે જેવી રીતે દેષ્ટિદોષથી શ્વેત શંખને પીળો અનુભવે છે તો પછી દષ્ટિમાં દોષ છે, શંખ તો શ્વેત જ છે, પીળો દેખતાં શંખ તો પીળો થયો નથી; તેવી રીતે મિથ્યા દેષ્ટિથી ચેતનવસ્તુ અને અચેતનવસ્તુને એક કરીને અનુભવે છે તો પછી દષ્ટિનો દોષ છે, વસ્તુ જેવી ભિન્ન છે. તેવી જ છે, એક કરીને અનુભવતાં એક થતી નથી, કેમ કે ઘણું અંતર છે. કેવું છે અવિવેકનાટય (અર્થાત્ જીવ-અજીવની એકત્વબુદ્ધિરૂપ વિભાવપરિણામ)? “સનાલિનિ” અનાદિથી એકત્વ-સંસ્કારબુદ્ધિ ચાલી આવે છેએવું છે. વળી કેવું છે અવિવેકનાટય? “મતિ” જેમાં થોડુંક વિપરીતપણું નથી, ઘણું
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #127
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કલશ-૪૪
૧૧૫ વિપરીતપણું છે. કેવું છે પુદ્ગલ? “વવિમાન” સ્પર્શ, રસ, ગંધ, વર્ણગુણથી સંયુક્ત છે. “વ મયં નીવ: RTIfપુનવિવારેવિરુદ્ધ શુદ્ધચૈતન્યધાતુમયમૂર્તિ.” (૨ કયું નીવ:) અને આ જીવવસ્તુ આવી છેઃ (૨TIf) રાગ, દ્વેષ, ક્રોધ, માન, માયા, લોભ એવા અસંખ્યાત લોકમાત્ર અશુદ્ધરૂપ જીવના પરિણામ-(પુનવિવાર) અનાદિ બંધાર્યાયથી વિભાવપરિણામ-તેમનાથી (વિરુદ્ધ ) રહિત છે એવી, (શુદ્ધ) નિર્વિકાર છે એવી (ચૈતન્યધાતુ) શુદ્ધ ચિતૂપ વસ્તુ (મય) તે-રૂપ છે (મૂર્તિ) સર્વસ્વ જેનું એવી છે. ભાવાર્થ આ પ્રમાણે છે કે જેમ પાણી કાદવ મળતાં મેલું છે, ત્યાં તે મેલાપણું રંગ છે, તે રંગને અંગીકાર નહિ કરતાં બાકી જે કાંઈ છે તે પાણી જ છે; તેમ જીવને કર્મબંધાર્યાયરૂપ અવસ્થામાં રાગાદિ ભાવ રંગ છે, તે રંગને અંગીકાર નહિ કરતાં બાકી જે કાંઈ છે તે ચેતનધાતુમાત્ર વસ્તુ છે. આનું નામ શુદ્ધસ્વરૂપ-અનુભવ જાણવું, કે જે સમ્યગ્દષ્ટિને હોય છે. ૧૨-૪૪. પ્રવચન નં. પર
તા. ૨૮-૭-'૭૭ કલશ-૪૪ : ઉપર પ્રવચન કળશટીકાનો અજીવ અધિકારનો ૪૪ મો કળશ છે.
“કસ્મિન વિવેવનત્રેિ પુન: પવ નcત” (સ્મિન) અનંતકાળથી વિદ્યમાન છે એવો જે, જીવ-અજીવની એકત્વબુદ્ધિરૂપ મિથ્યાસંસ્કાર તે રૂપ છે.”
કહે છે? ભગવાન આત્મા છે તે જ્ઞાનસ્વરૂપ છે. આ પુણ્ય-પાપના રાગભાવથી સહિત તે બધું અજીવ છે. એ અજીવ અને જીવની એકતાબુદ્ધિ રૂપી મિથ્યા સંસ્કાર વિદ્યમાન છે. જ્ઞાનસ્વરૂપ ચૈતન્ય આત્મામાં આ જે પુણ્ય-પાપના ભાવો છે તે ઉપાધિભાવો છે.
(૧) જીવ-અજીવની એકત્વબુદ્ધિ તે મિથ્યાત્વ. (૨) રાગમાં એકત્વબુદ્ધિના સંસ્કાર તે મિથ્યાત્વભાવ છે.
આહા... હા! દયા-દાન, વ્રત-ભક્તિનો ભાવ હો તોપણ તે અજીવ છે. અજીવ છે એટલે તેમાં ચૈતન્ય સ્વરૂપનો અંશ નહીં હોવાથી (તે જીવ નથી અર્થાત્ અજીવ છે).
પ્રશ્ન:- પહેલાં તો જીવ કહ્યું હતું ને?
ઉત્તર- એ તો કહ્યું હતું. પણ, એ કઈ અપેક્ષાએ? એ પર્યાય તેની છે તે અપેક્ષાએ. હવે અહીં એમ કહેવું છે કે-રાગાદિ પર્યાય મારી છે તેવી માન્યતા અર્થાત્ પર્યાયની બુદ્ધિ તે મિથ્યાત્વ છે. આવી વાત છે.
આહાહા! અંદરમાં ચૈતન્ય ભગવાન જ્ઞાન જ્યોતિ શીતળચંદ્ર છે. જેમ ચંદ્ર શીતળ હોય તેમ આત્મા શીતળસ્વરૂપ... જ્ઞાનસ્વરૂપ. શાંતસ્વરૂપ... જે અવિકારી ચૈતન્યસ્વરૂપ છે તેને આત્મા કહીએ. આ જે રાગ ને પુણ્ય... પાપના ભાવ તે બધા અજીવ છે. એમાં
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #128
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૧૬
કલશાકૃત ભાગ-૨ જીવનો સ્વભાવ નથી અને જીવના સ્વભાવમાં એ નથી.
“(નીચે) ધારા સંતાનરૂપ વારંવાર વિભાવ પરિણામ.” જેમ (પહાડઉપરથી) ધારાવાહી ધોધ પડે ને! (દક્ષિણમાં) ત્યાં જોગફોલનો પાણીનો ધોધ આમ અધ્ધરથી પડે છે. તે ઘણો ઊંડો છે. તે સદાય ધારાવાહી પડયા જ કરે છે. આપણે જોવા ગયા હતા.
અહીં બગસરા છે તેની બન્ને બાજુ બે નદી છે અને એક નીચે નદી તેમ ત્રણ નદી છે. એક નદીમાં એટલું બધું પાણી કે તેમાંથી ધોધ પડતો હતો. એ ધોધ સંચા ઉપર પડે અને સંચો ચાલે એમ અનાદિ કાળથી આત્મામાં (પરિણામમાં) અજ્ઞાનનો ધોધ ચાલે છે.
આ દેહ જડ-માટી-ધૂળ છે. એ તો સ્પષ્ટ જ છે. અંદર કર્મ જે છે તે અજીવ-ધૂળના સૂક્ષ્મ રજકણો છે. આ દયા-દાન, વ્રત-ભક્તિ, કામ-ક્રોધના શુભાશુભભાવ તેને પણ અહીં અજીવ ગણવામાં આવ્યા છે.
આહા.... હા! ભગવાન આત્મા ચૈતન્ય જ્યોત, ચૈતન્યનો શીતળ ચંદ્ર એવા આત્મા સાથે અજીવ એવા રાગ અને પુણ્ય-પાપના ભાવની સાથે અનાદિથી એકત્વબુદ્ધિના સંસ્કાર વિદ્યમાન છે. તેને લઈને ધારાવાહિક વિકાર ચાલ્યા કરે છે. મિથ્યાત્વનો ધોધ ચાલે છે.
ધારા સંતાનરૂપ વારંવાર વિભાવ પરિણામ” કહે છે? આ રાગ તે હું છું એવા જે મિથ્યાત્વ પરિણામ ધારાવાહી એટલે તૂટક થયા વિના અનાદિથી ચાલે છે. પરમાં સુખબુદ્ધિરૂપનો મિથ્યાત્વભાવ ધારાવાહી અનાદિથી ચાલે છે. ભગવાન આત્મા અતીન્દ્રિય આનંદનો નાથ પ્રભુ છે તેને ન જોતાં, તેને ન માનતાં, દૃષ્ટિની વિપરીતતાને કારણે પરમાં એટલે પૈસામાં, લક્ષ્મીમાં, શરીરમાં, આબરૂમાં સુખ છે એવી જે બુદ્ધિરૂપ મિથ્યાત્વના સંસ્કાર અનાદિના વિદ્યમાન છે તે ધારાપ્રવાહે ચાલે છે. સમજાણું કાંઈ?
એક બાજુ બપોરના પ્રવચનમાં એમ આવે કે-રાગ છે તે જીવની પર્યાય છે. અને જીવ તેનો કર્તા છે. તે વાત અજ્ઞાનભાવની છે. રાગનો જે વિકલ્પ ઊઠે છે તે આત્માની પર્યાય છે. આત્મા પોતે રાગને કરે છે. અજ્ઞાનભાવે કર્તા થઈને તે વિકલ્પનો પોતાને કર્તા માને છે.
અહીંયા તો કહે છે-જ્ઞાનસ્વભાવ ચૈતન્ય છે. એ ચૈતન્યચંદ્ર શીતળ.. શીતળ... શીતળ.. શીતળ.. શીતળસ્વરૂપ ભગવાન આત્મા છે. એના સ્વભાવ સાથે આ રાગ છે તે આકુળતા-દુઃખ છે. એ શીતળ ચૈતન્યસ્વભાવ અને દુઃખ એવો જે રાગ-વિભાવ તેનું એકત્વ તે માન્યતા મિથ્યાત્વ છે. આવી મિથ્યાશ્રદ્ધા વિદ્યમાનપણે અનાદિકાળથી ધારાપ્રવાહે ચાલે છે. આ સમજાય છે કે નહીં?
આ શરીરાદિ એ તો માટી-ધૂળ છે. તે કાંઈ આત્મા નથી. અહીંયા તો અંદરમાં
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #129
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કલશ-૪૪
૧૧૭ થતા પુણ્ય-પાપના ભાવ તેને અજીવ કહ્યાં છે. આ સાદી ભાષામાં ચાલે છે. આમાં કાંઈ વ્યાકરણ કે સંસ્કૃત એવું નથી. દુનિયામાં બુદ્ધિવાળા કહેવાય તે બધા સમજવા જેવા છે. અહીં તો રાગ ને આત્માની એકતાબુદ્ધિવાળા પાગલ છે. મૂઢ છે એમ કહે છે. પછી તે સ્વર્ગનો દેવ હોય કે પછી અબજોપતિ માણસ હોય. તે બધા દુઃખી છે. ચૈતન્ય નિત્યાનંદ પ્રભુ! અનાકુળ આનંદનો કંદ; જ્ઞાનસ્વરૂપ આત્મામાં આ રાગભાવ-દુઃખભાવનો અભાવ છે.
પ્રશ્ન- થાય છે તો એની પર્યાયમાં ને?
ઉત્તર - પર્યાય એની છે પરંતુ દોષ દેષ્ટિનો છે. એ દોષમાં પુદગલ નિમિત્ત છે એમ કહીને તેમાં પુગલ નાચે છે એમ કહે છે. પોતે ચૈતન્ય જ્ઞાનાનંદ પ્રભુ તેની ત્રિકાળ અસ્તિ છે. તેના તરફ અનાદિથી તેની નજરું નથી. અનાદિથી તેની નજરું આ પુણ્ય ને પાપ અને તેના ફળ તરીકે મળેલી આ ધૂળ આદિ ઉપર છે. તેથી મિથ્યાત્વના સંસ્કારની દશા અનાદિથી પ્રવાહરૂપે ચાલી આવે છે.
“ધારાસંતાનરૂપ વારંવાર વિભાવ પરિણામ તેમાં પુદ્ગલ અર્થાત્ અચેતન મૂર્તિમાન દ્રવ્ય નિશ્ચયથી નાચે છે. “ન કન્ય:” ચેતન દ્રવ્ય નાચતું નથી.”
કહે છે? એકત્વબુદ્ધિમાં પુદ્ગલ જ નાચે છે કેમકે ઉપાધિભાવ કર્યો છે પોતે પણ એ ઉપાધિ ભાવમાં પુદ્ગલ નિમિત્ત છે એટલે પુદ્ગલનો જ તેમાં નાચ છે. આત્માનો નહીં.
પ્રશ્ન:- આત્માનો દોષ ન હોય તો ધર્મ થવો જોઈએ ?
ઉત્તર- એ તો પહેલાં કહ્યું! દૃષ્ટિનો દોષ છે તેમ તો પહેલું કહ્યું દૃષ્ટિ તેના ચૈતન્યસ્વભાવ ઉપર નહીં હોવાથી અને તે દૃષ્ટિ કર્મના નિમિત્તના લક્ષે થતાં નૈમિત્તિક ઉપાધિભાવ ઉપર હોવાથી તે ઉપાધિભાવને પોતાના માનીને અનાદિથી ધારા પ્રવાહપણે મિથ્યાત્વને સેવતો આવે છે. તે બધો નાચ પુદ્ગલનો છે. ચૈતન્યનો નહીં. ચૈતન્ય તો જ્ઞાન ને આનંદ સ્વરૂપ છે. સમજાણું કાંઈ?
શ્રોતા:- પુદ્ગલનો નાચ હોય તેમાં જીવને શું વાંધો?
ઉત્તરઃ- એ દષ્ટિ કોની છે? આ રાગ ઉપર દૃષ્ટિ છે તે જીવની છે કે નહીં? એ દૃષ્ટિમાં પુલ નિમિત્ત છે તેથી પુગલ નાચે છે તેમ કહેવામાં આવ્યું છે. કેમ કે આત્મા જ્ઞાન અને આનંદની શીતળ.. શીતળ... શીતળ.. શીતળ... શાંત વીતરાગ મૂર્તિ પ્રભુ છે. એ વીતરાગ મૂર્તિ રાગમાં કેમ આવે? અહીં એમ કહેવું છે કે આ દ્ગાચ છે તે આત્માનો નથી. દયા-દાન-વ્રત-ભક્તિ-પૂજા આદિનો બધો ભાવ તે રાગ છે તેને પોતાનો માનવારૂપનો જે મિથ્યા સંસ્કાર તે પુગલનો નાચ છે. શું થાય? મૂળ વાત આખી પડી રહી. વરને મૂકીને જાન જોડી દીધી.
આહા ! ચૈતન્યમૂર્તિ પ્રભુ આત્મા અને તેની દૃષ્ટિ અને તેના અસ્તિત્વની પ્રતીતિના અભાવમાં પુણ્ય ને પાપના ભાવની અસ્તિ છે. તે વિદ્યમાન વસ્તુ છે. એ (પર્યાયરૂપ
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #130
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૧૮
કલશામૃત ભાગ-૨ ભાવો ) છે જ નહીં તેમ નથી. અજ્ઞાની કહે છે કે એ તો ભ્રમ છે. અહીં કહે છે-ભ્રમ પણ છે ને ? ભ્રમ છે એમ સિદ્ધ કરે છે. ચૈતન્યસ્વરૂપ નિત્યાનંદ પ્રભુમાં તે નથી. રાગનો ભાવ તે દુઃખરૂપ અને આકુળતામય છે.. તેમાં ચૈતન્યમય અતીન્દ્રિયજ્ઞાનનો અભાવ છે. શુભોપયોગ હો તો પણ તે પુદ્ગલના નિમિત્તથી થયેલી ઉપાધિ છે. તે સ્વભાવમાં નથી. આ અજીવ અધિકાર છે.
આહાહા...! અનાદિથી જેની નજરું ચૈતન્ય જ્ઞાનાનંદ સ્વભાવી આત્મા તેના ઉ૫૨ નથી અને અનાદિથી તેની નજરું પુણ્ય-પાપના ભાવ અને તેના ફળ તરીકે આ બાહ્ય ધૂળ આદિ સામગ્રી ઉપર છે. આ કુટુંબ, બંગલા, હજીરા, હજીરા એટલે કબ્રસ્તાન. જામનગરમાં નદીને કાંઠે મોટા હજીરા છે. લોટીઆ વોરાને હજીરા કહે છે. એમ આ આત્મા ! શરીર ને આ મકાન મારા તેવી માન્યતામાં દબાઈ ગયો છે. હજીરામાં દબાઈ ગયો છે.
(૧) અનાદિથી છે તો તેની દૃષ્ટિનો દોષ પણ એ દૃષ્ટિનાં દોષમાં પુદ્ગલનું નિમિત્ત છે તેથી નિમિત્ત-નૈમિત્તિક સંબંધ જોઈને પુદ્ગલ નાચે છે એમ કહેવામાં આવ્યું છે. (૨) અનાદિકાળથી અચેતન મૂર્તિમાન પુદ્ગલ જ નાચે છે. આહા.. હા ! ભગવાન જ્ઞાનાનંદ સ્વરૂપનો એ નાચ કયાં છે? આત્મા તો જ્ઞાન ને આનંદ સ્વરૂપ છે એનો નાચ તો જ્ઞાન ને આનંદની પરિણિત થવી તે છે અને આ રાગ અને પુણ્ય પાપનો નાચ એ આત્માનો નથી એટલે પુદ્ગલનો છે એમ કહ્યું છે. આવો ઉપદેશ કોઈ દિવસ સાંભળ્યોય ન હોય ! પ્રભુ ! તારો મા૨ગ જુદો છે ભાઈ !
એ શું કહ્યું ? ફરીથી.. (7 અન્ય:) ચેતન દ્રવ્ય નાચતું નથી. ભગવાન ચેતન જ્ઞાન ને આનંદનો સાગર છે તે વિકામાં આવતો નથી... અર્થાત્ નાચતો નથી. પ્રશ્ન:- દોષ જીવ કરે તેથી એ દોષને પોતાનો કહ્યો છે ને...?
ઉત્તર:- દૃષ્ટિમાં દોષ કહ્યું ને! પરંતુ એ દૃષ્ટિમાં નિમિત્તપણું પુદ્ગલનું છે, એ દૃષ્ટિમાં નિમિત્તપણું આત્માનું નથી. એટલે કે વિપરીત કાર્યમાં; વિપરીત દૃષ્ટિમાં આત્મા નથી. એક ન્યાયે તો વિપરીત દૃષ્ટિમાં પણ દ્રવ્ય છે તે નિમિત્ત છે. ઝીણી વાત છે. વસ્તુ છે તે (કાર્યનું ) મૂળ કારણ નથી માટે (આત્માને ) નિમિત્ત છે એમ કહ્યું. વિકારી દૃષ્ટિ અને વિકા૨ના પરિણામ મારા એવી માન્યતામાં જીવદ્રવ્ય છે તે નિમિત્ત છે અર્થાત્ તેની ઉપસ્થિતિ છે. એ જીવ દ્રવ્યથી વિકાર થયો નથી. વિકારી પર્યાયનું ( ક્ષણિક ) ઉપાદાન તો પર્યાયમાં પોતાથી છે... તેથી ( આત્મા ) નિમિત્ત તો નથી પણ વિકાર થયો ત્યારે તેની દૃષ્ટિ પુદ્ગલ ઉપર છે તેથી પુદ્ગલ નાચે છે તેમ કહેવામાં આવ્યું છે. બહુ ઝીણી વાતું છે બાપા ! અરેરે.. ! જન્મ મરણ કરીને જે દુઃખી છે તેને કહે છે.
શ્રોતા:- વિકારમાં આત્મા નિમિત્ત છે તો ઉપાદાન કારણ કોણ છે? ઉત્ત૨:- ઉપાદાન કારણ વિકારી પર્યાય છે. એ વિકારી પર્યાયમાં ઉપાધિમાં પુદ્ગલકર્મ
Please inform us of any errors on rajesh.shah@fofalise.co.uk
Page #131
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કલશ-૪૪
૧૧૯ નિમિત્ત છે. આત્મા નિમિત્ત છે એટલે ઉપસ્થિત માત્ર છે પુદ્ગલકર્મ ઉપાધિમાં નિમિત્ત ખરુ.
ભગવાન આત્મા આનંદનો નાથ પ્રભુ! અતીન્દ્રિય અનાકુળ સ્વરૂપ તે કાંઈ રાગમાં નાચે? આહા.. હા! અનાકુળ આનંદ સ્વરૂપનું નાચવું તો અનાકુળ આનંદની પર્યાયમાં હોય છે. માટે પુણ્ય ને પાપના ભાવ અજીવ સ્વરૂપ છે. તેનું જીવ સ્વરૂપની સાથે એકત્વ માનવાથી અને એને લઈને ધારાવાહી વિભાવ થાય તેને અહીં પુગલનો નાચ કહ્યો છે.
ભાવાર્થ આમ છે કે-ચેતનદ્રવ્ય અને અચેતન દ્રવ્ય અનાદિ છે, પોતપોતાના સ્વરૂપે છે, પરસ્પર ભિન્ન છે. આવો અનુભવ પ્રગટપણે સુગમ છે; જેને એકત્વ સંસ્કારરૂપ અનુભવ છે તે અચંબો છે.”
ભગવાન ચૈતન્ય વસ્તુ અનાદિની છે અને પુદ્ગલ અચેતન પણ અનાદિથી છે. આત્મા, આત્માના ચૈતન્ય સ્વરૂપે-આનંદ સ્વરૂપે છે અને રાગાદિ જડ. જડ સ્વરૂપે અનાદિના છે. બન્ને પરસ્પર ભિન્ન છે. અત્યારે તો આવો ઉપદેશ કે વ્રત..લો, પડિયા લો, પાંચ મહાવ્રત ધારણ કરો ! ભાઈ. એ તો બધો રાગ છે. આહા... હા ! એ રાગને પોતાનો માનવો અને એ રાગથી મને લાભ થશે એમ માનવું તે મિથ્યાસંસ્કાર મિથ્યાષ્ટિને છે. અજીવમાં જીવપણાના સંસ્કાર નાખીને એકત્વબુદ્ધિ કરી છે. આવી બહુ આકરી વાત ભાઈ !
આવો અનુભવ પ્રગટપણે સુગમ છે.” એટલે શું! ભગવાન આત્મા અને રાગ એ બન્ને ભિન્ન છે. ત્રિકાળી ચૈતન્ય દ્રવ્ય ભિન્ન છે તેથી તે રાગના-વિકલ્પમાં આવતું નથી. આ રીતે પ્રગટપણે બન્ને ભિન્ન છે તેથી આવો અનુભવ પ્રગટપણે સુગમ છે.
આવો અનુભવ પ્રગટપણે કેમ સુગમ છે? કહે છે કે ત્રિકાળી ચૈતન્ય જ્ઞાનાનંદ સ્વભાવ છે તે તો એકરૂપ રહેલો છે. આ રાગાદિ છે તેમાં એ ચૈતન્યદ્રવ્ય આવતું નથી માટે રાગાદિથી ભિન્ન ચૈતન્ય દ્રવ્યનો અનુભવ સુગમ છે. જિનેશ્વરદેવ પરમાત્માની વાતો આવી છે.
પ્રશ્ન- કોઈ ઠેકાણે તો એમ આવે છે કે-આવો અનુભવ કરવો કઠણ છે.
ઉત્તર- કઠણ એટલા માટે કહ્યું કે-તેને અનાદિથી રાગની સાથે એકત્વના સંસ્કાર છે. અહીં તો કહે છે જ્યાં વસ્તુ જ અખંડ આખી પડી છે તો તેનો અનુભવ સુગમ છે. બન્ને અપેક્ષાથી વાત છે.
(૧) અનાદિથી રાગને પોતાનો માન્યો છે એ સંસ્કારને લઈને રાગથી છૂટું પડવું દુર્લભ છે.
(૨) અહીં તો કહે છે કે ત્રિકાળી વસ્તુ વિદ્યમાન છે. રાગાદિ ભાવ તો વિકૃતક્ષણિક થાય છે. ભગવાન આત્મા.. ચૈતન્યદ્રવ્ય અનાદિ અનંત કાયમ વિકારી ભાવોથી
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #132
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૨)
કલશાકૃત ભાગ-૨ ભિન્ન છે.. છે માટે તેનો અનુભવ કરવો સુગમ છે. ' અરે ! આ તો વીતરાગ પરમેશ્વરનો મારગ છે. અત્યારે તો તેને વીંખી નાખ્યો છે. આ વાત સાંભળે છે તો તેને નિશ્ચયની વાતો. નિશ્ચયની વાતો તેમ કરીને મશ્કરી કરે છે.. વાતને ઊડાડે છે. કરો... કરોબાપા! એ તો તેં અનાદિથી કર્યું છે.
અહીં શું કહે છે-ચૈતન્ય. ચૈતન્ય સ્વરૂપે છે અને રાગાદિ વિકાર.. વિકાર સ્વરૂપે છે. બન્ને પરસ્પર ભિન્ન પોત-પોતાના સ્વરૂપે છે. તેથી અનુભવ પ્રગટપણે સુગમ છે.
આચાર્યદેવ કહે છે–જેને એકત્વ સંસ્કારરૂપ અનુભવ છે તે અચંબો છે. અજીવ અધિકારના છેલ્લા કલશો છે ને? જેને ચૈતન્યસ્વરૂપી કાયમી ચીજ અને રાગાદિ ક્ષણિક ઉપાધિ સાથે એકત્વબુદ્ધિ છે તે (અમોને) અચંબો છે.. આશ્ચર્ય છે. પ્રભુ! તને આ શું થયું? ચૈતન્ય આનંદનું ચોસલું મોટું અંદર પડ્યું છે. અતીન્દ્રિય આનંદનું ચોસલું છે. જેમ બરફના ટૂકડા કરે, ચોસલાં કરે છે ને? તેવું આ અતીન્દ્રિય આનંદનું ચોસલું છે. રાગાદિ અને આત્મા પોત-પોતાના સ્વરૂપે છે અને બન્ને ભિન્ન છે. ભિન્ન છે તો ભિન્નનો અનુભવ સુગમ છે. જો બન્ને એક થઈ ગયા હોય તો બન્નેનો ભિન્ન અનુભવ કઠણ થઈ જાય. બન્ને એક થયા નથી તેથી ભિન્નનો અનુભવ સુગમ છે. દુનિયાથી નિરાળી વાતુ છે.. ભાઈ ! દુનિયા શું કરે છે અને શું માને છે તે બધા નાટક જોયા છે.
અહીં તો પ્રભુ એમ કહે છે. આ તે શું કર્યું? અરેરે..! પ્રભુ ચૈતન્ય આનંદનો નાથ ત્રિકાળી વિદ્યમાન પદાર્થ છે તેને આ રાગ સાથે એકત્વબુદ્ધિ તે અચંબો છે. આશ્ચર્યકારી છે. તે આ શું કર્યું? સર્વજ્ઞ જિનેશ્વર પરમેશ્વરદેવે જે આત્મા કહ્યો તે ચૈતન્યસ્વરૂપ ભગવાન આત્માની તેણે કોઈ દિ' નજર કરી નથી. તેથી આત્માની વિદ્યમાનતા તેને ખ્યાલમાં આવતી નથી. એની નજરમાં તો તેની વર્તમાન દશા રાગ અને તેનું ફળ બંધન, અને તેનું ફળ સંયોગી ચીજ જ છે. સમજાણું કાંઈ ?
આવું કેમ અનુભવે છે? પોતે ચૈતન્યદ્રવ્ય હોવા છતાં આવું કેમ અનુભવે છે. પ્રભુ ! આ તને શું થયું? ચૈતન્યસ્વરૂપે, જ્ઞાનસ્વરૂપે બિરાજમાન તારો આત્મા છે ને તેનો અનુભવ સુગમ છે. જે વસ્તુમાં નથી એ ચીજને એકત્વબુદ્ધિથી અનુભવે તે તો અચંબો છે. આહાહા! જે નહતું તેને નવું ઊભું કર્યું. અને જે પ્રગટ હતો તેને છોડી દીધો. આ રાગાદિના ભાવ જે આત્મામાં નથી તેને તેં (મારા) માન્યા આ તો અચંબો થયો ભાઈ ! અહીં તો રાગાદિ અને આત્મા બે વચ્ચેની વાત છે. ભગવાન આત્મા વિદ્યમાન છે તેથી તેનો અનુભવ સુગમ છે. એનામાં નથી તેવા રાગાદિના સંસ્કાર નવા ઉત્પન્ન કર્યા તે અચંબો છે. આ રાગ મારો છે એવું તે ઉભું કર્યું તે અચંબો થયો. વસ્તુની અપેક્ષાએ તો અચંબો છે એમ કહે છે.
આવું કેમ અનુભવે છે? કેમકે એક ચેતનદ્રવ્ય ને એક અચેતન દ્રવ્ય એ
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #133
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કલશ-૪૪
૧૨૧ રીતે અંતર તો ઘણું છે.”
અહીં શું કહે છે? જ્ઞાનાનંદસ્વરૂપ ચૈતન્ય ભગવાન અને અચેતન રાગાદિ બે વચ્ચે આંતરો ઘણો છે. એક અમૃત છે અને એક ઝેર છે એ રીતે અંતર ઘણું છે. ભગવાન આનંદ અમૃતનો સાગર અને આ રાગ ઝેરના પ્યાલા છે. શુભ ભાવને વિષકુંભ-ઝેરનો ઘડો કહ્યું છે. દયા-દાન, વ્રત-ભક્તિનો વિકલ્પ ઊઠે તે ઝેરનો ઘડો છે. અને ભગવાન અમૃતનો સાગર છે, તે બે વચ્ચે અંતર ઘણું છે. આહાહા! અંતર ઘણું હોવા છતાં તેણે જે એકત્વ કર્યું છે તે અચંબો છે. બે વચ્ચે આંતરો છે જુદાઈ છે તેનો અચંબો નથી. પરંતુ બંને ભેગાંએક માન્યા તે અચંબો છે એમ કહે છે.
ચૈતન્યસ્વરૂપ ઝળહળ જ્યોતિ જ્ઞાન પ્રકાશની મૂર્તિ પ્રભુ અને રાગાદિ પર એ બન્ને ભિન્ન છે. ભિન્ન છે માટે સ્વનો અનુભવ સુગમ છે. બે ભિન્ન છે અને તેને ભિન્ન પણે રાખવા તેમાં અચંબો નથી. લોજીકથી અને ન્યાયથી વાત કરે છે. પણ તેને અભ્યાસ જ નથી. અત્યારે તો બીજે રસ્તે ચડાવી દીધા છે. રેલગાડી હોય તેને બીજે પાટે ચડાવવી હોય તો જે પાતળો પાટો હોય તેના ઉપર ચઢાવે પછી બીજે પાટે ચઢી જાય.. તેમ આ શુભ ને અશુભ રાગના ઉધે પાટે ગાડીને ચઢાવી દીધી છે.
શ્રોતા- ડ્રાઈવર સારો હોય તો આ બાજુ ચઢાવી હૈ....
ઉત્તર-મહાપ્રભુ આત્મા મોટો ડ્રાઈવર છે ને! ચૈતન્ય દ્રવ્ય છે તે કાયમી ચીજ છે. શાશ્વત વસ્તુ છે. રાગની ઉપાધિ અને આ વિકલ્પ તે પુદ્ગલનો નાચ છે. તે બન્નેમાં અંતર તો ઘણું છે માટે અચંબો કાંઈ નથી. આવી વાતું છે! એ પણ... ભાગ્યશાળીને મળે તેવું છે. પ્રભુનો મારગ આવો છે ભાઈ !
શ્રોતા:- બન્ને પ્રગટ જુદા છે અને તેને જુદા માને તેમાં અચંબો શું!?
ઉત્તર:- જુદા તો છે તેમાં અચંબો નથી. જુદાને એક માનવા તેમાં અચંબો છે. સંતોની શું શૈલી છે! આની ટીકા કરનાર રાજમલ્લજી છે. બહારમાં ઘણું જોયું છે. ચારપાંચ ભાઈઓ હોય અને એક ઓસરી હોય તો પહેલેથી જ જોડે-જોડે બે થાંભલા ખોડે. વળી સાત-આઠ હાથ દૂર બે થાંભલા ખોડે. પછી જ્યારે જુદું પાડવું હોય ત્યારે બે થાંભલા વચ્ચે પડદી-દિવાલ કરી લ્ય.. તેમાં એક બારણું નાખે એટલે ભાઈઓનું મકાન જુદું-જુદું થઈ જાય.
તેમ અહીંયા કહે છે–અંદર બે થાંભલા જુદા જ છે. રાગ અને આત્મા તે બે તદ્દન જુદા જ છે. તેનો અચંબો પણ નથી. બેનો આંતરો છે તેવો અનુભવ કરવો તે અચંબો નથી. આહા.. હા! શુભરાગ-અશુભરાગ અને ચૈતન્ય પ્રભુ તે બે દ્રવ્યો વચ્ચે અંતર ઘણું છે. કેમકે આત્મા જ્ઞાનસ્વરૂપ છે અને રાગ અજ્ઞાનસ્વરૂપ છે. રાગમાં જ્ઞાનનો અભાવ છે. આ આનંદસ્વરૂપ આત્મા અને રાગ દુઃખરૂપ તે બેનો આંતરો ઘણો છે. આ બન્નેની
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #134
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૨૨
કલશાકૃત ભાગ-૨ જુદાઈનો અનુભવ તે અચંબો નથી. આવું કયાંય સાંભળ્યું પણ ન હોય. ત્યાં શિવગંજમાં આવું ન મળે. શિવગંજ તો આ આત્મા છે. શિવ એટલે નિરુપદ્રવી આનંદનો ગંજ તે આત્મા છે.. અને રાગાદિ છે તે દુઃખના ગંજ છે.
શ્રોતા- રાગ અને જીવને અંદરથી જુદા પાડે તો સુગમ છે.
ઉત્તર- એ બન્ને ભિન્ન છે તેમ તેને ભાસતું નથી. માટે એકત્વબુદ્ધિ છે. ભિન્ન છે તેમ ભાસે તો ભિન્ન છે એ તો સુગમ છે. એ કોઈ દિ'એક થયા જ નથી.
ચાર ભાઈઓ હોય.. પદંર-વીસ વર્ષ સાથે રહે. પરંતુ તેના બાપાને પહેલાથી જ ખ્યાલ હોય તેથી બે થાંભલા સાથે રાખજો. ભાઈઓના ભાગ તો પડે ને! ભાઈઓ તો જુદા જ રહેને! એમ અહીં બે ચીજ જ જુદી છે. ચૈતન્યના પ્રવાહની ચીજ ભગવાન આત્મા. આનંદ ચીજ અને રાગનો પ્રવાહ દુઃખરૂપ એ આકુળતાની ચીજ તે બે તદ્ગ ભિન્ન છે. અંદર બે ચીજ (કદી) એક થઈ નથી. તે બેમાં ઘણો આંતરો છે. આત્મા જ્ઞાન ને આનંદ ને શાંતિસ્વરૂપ અને રાગ અચેતન દુઃખ અને અશાંતિસ્વરૂપ છે. આહાહા ! ઝીણી વાત બાપુ! છે તો તારા ઘરની વાતુ! ભાઈ.. જે બે ચીજ જુદી છે તેને તારે જુદી કરવી એમાં વિશેષતા શું છે? જુદી છે તેને એક માની તે અચંબો થયો. લૌકિકમાં પણ કહે છે કે ભાઈયું હોય તો ભાગ પડે જ. સૌના ભાગ જુદા જ છે. તેમ ભગવાન આત્મા ને રાગ બે જુદા જ છે. તો જુદા રહે છે.
આહાહા! અહીં કહે છે-અચંબો નથી. શું અચંબો નથી? લોકમાં કહે છે કે ભાયુ હોય તો ભાગ પડે જ. એ કયાં એક છે તે ભાગ ન પડે. તેમ રાગ ને આત્મા ચીજ જુદી છે તેથી જુદા જ રહે છે. તે બન્નેને જુદા જાણવાં તે અચંબો નથી. આચાર્યદેવ કહે છે કેઅમને અચંબો એ છે કે તે રાગને અને આત્માને એક માન્યા તે આવો જૈનધર્મનો ઉપદેશ! બાપુ! તને ખબર નથી જૈનધર્મ જ આને કહે છે. જ્યાં રાગથી અને પુણ્યથી ધર્મ મનાવે છે તે જૈનધર્મ નથી–તે અન્યધર્મ છે. તે અન્યમતિનો ધર્મ છે-જૈનનો ધર્મ નહીં.
“કેમકે અશુદ્ધપણાના કારણે બુદ્ધિને ભ્રમ થાય છે.” એટલે કે આ પુણ્ય ને પાપના ભાવ છે તે અશુદ્ધતા છે તેમાં તેને ભ્રમ થાય છે કે આ મારા ભાવ છે. શુદ્ધપણું તો ત્રિકાળ છે પણ પર્યાયમાં અશુદ્ધપણું છે તે હું તેવો ભ્રમ લાગી જાય છે.
વીતરાગના માર્ગની સત્યતા પણ સાંભળવા ન મળે. એ કે દી' વિચારે અને કે દી’ સચિમાં ભે! આહાહા! આમ ને આમ જિદંગીયું ચાલી જાય છે. જિનેશ્વરદેવ પરમાત્માએ ઇન્દ્રો અને ગણધરોની સમક્ષમાં જે કહ્યું હતું તે આ વાત છે.
જેવી રીતે ધતૂરો પીતાં દેષ્ટિ વિચલિત થાય છે, શ્વેત શંખને પીળો દેખે છે, પણ વસ્તુ વિચારતાં આવી દેષ્ટિ સહજની તો નથી, દૃષ્ટિદોષ છે, દૃષ્ટિદોષને ધતૂરો ઉપાધિ પણ છે.” ધતૂરો પીતાં તેની દૃષ્ટિ વિચલિત થાય છે, દૃષ્ટિ વાસ્તવિક રહેતી
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #135
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કલશ-૪૪
૧૨૩ નથી. જેમ શંખ ધોળો હોય છે, પણ જેને કમળો થાય તે ધોળી બીજી ચીજને પીળી દેખે છે.. તે દૃષ્ટિનો દોષ છે. ધતૂરો પીધો એટલે તેની દૃષ્ટિ ફરી ગઈ છે. દેષ્ટિ ફરી છે પોતાથી પોતાને કારણે પરંતુ ધતૂરો તેમાં નિમિત્ત છે. સમજાણું કાંઈ? આ તો એકેક શ્લોક અમૃતના સાગર ભર્યા છે. દિગમ્બર સંતોની વાણી એક ક્ષણમાં તો તેને હલાવી નાખે છે.
ભાઈ ! તું છો કે નહીં ? અને છો તો કોણ છો? વસ્તુ તો જ્ઞાન ને આનંદ સ્વરૂપે બિરાજમાન છે, પરંતુ અનાદિથી દૃષ્ટિ અશુદ્ધતા ઉપર પડી છે તે દૃષ્ટિનો દોષ છે. જેમ ધતૂરો દૃષ્ટિના દોષમાં નિમિત્ત છે, તેમ અહીં અશુદ્ધતામાં કર્મનું નિમિત્ત છે એમ કહેશે. દૃષ્ટિનો દોષ તો તેણે ઉભો કર્યો છે.
તેવી રીતે જીવદ્રવ્ય અનાદિથી કર્મ સંયોગરૂપે મળેલું જ ચાલ્યું આવે છે. મળેલું હોવાથી વિભાવરૂપ અશુદ્ધપણે પરિણમી રહ્યું છે, અશુદ્ધપણાના કારણે જ્ઞાનદેષ્ટિ અશુદ્ધ છે. તે અશુદ્ધ દેષ્ટિ વડે ચેતનદ્રવ્યને પુદ્ગલકર્મની સાથે એકત્વ સંસ્કારરૂપ અનુભવે છે-આવો સંસ્કાર તો વિદ્યમાન છે.” કર્મ સંયોગ ઉપર લક્ષ હોવાથી જીવદ્રવ્ય મલિનપણે-અશુદ્ધપણે પરિણમી રહ્યું છે. આહા! તેની દૃષ્ટિ અશુદ્ધ ઉપર છે તેથી અશુદ્ધપણાને કારણે જ્ઞાનદેષ્ટિ અશુદ્ધ થઈ ગઈ છે. જ્ઞાનને જોવાની તેની દૃષ્ટિ જ અશુદ્ધ થઈ ગઈ છે. થઈ છે પોતાને કારણે હોં! રાગ તે હું તેવી અશુદ્ધદષ્ટિ વડે ચેતનદ્રવ્યને પુદ્ગલકર્મની સાથે એકત્વ સંસ્કારરૂપ અનુભવે છે. તેથી તેને અશુદ્ધપણાની દેષ્ટિ છે અને શુદ્ધપણાની દૃષ્ટિ નથી. જેની દૃષ્ટિ રાગની ઉપાધિ ઉપર છે તે દૃષ્ટિ અશુદ્ધ છે. એ અશુદ્ધદષ્ટિને લઈને તેને જોવાની જ્ઞાનદેષ્ટિ પણ અશુદ્ધ થઈ ગઈ છે. અર્થાત્ શુદ્ધ ચૈતન્ય વસ્તુની તેને દૃષ્ટિ નથી.
એકત્વરૂપના આવા સંસ્કાર અનાદિથી છે. ઉપર કહ્યું હતું ને બીજી લીટીમાં.. “અનંતકાળથી વિદ્યમાન છે” આત્માની પર્યાયમાં વિદ્યમાન છે. , નથી તેમ નથી. (આવા પરિણામ) અધ્ધરથી થયેલા નથી.
આગળ કહ્યું હતું કે-જેમ દૃષ્ટિના દોષને ધતૂરો ઉપાધિ છે તેમ દૃષ્ટિદોષને પુગલપિંડરૂપ મિથ્યાત્વકર્મના ઉદયરૂપ ઉપાધિ પણ છે. કર્મનો ઉદય.. તે દૃષ્ટિદોષ ઉપાધિને નિમિત્ત છે. ઉપાદાન તો પોતે કરેલું છે. જે અશુદ્ધ વિપરીત દૈષ્ટિ કરી છે તે પોતાની છે.. એ પોતાથી થઈ છે. તેમાં કર્મની ઉપાધિનું નિમિત્ત છે. આહાહા! આવો ઉપદેશ ! આ દયા પાળો, વ્રત કરો, દોઢ મહિનાના ઉપધાન કરો, બે-ચાર લાખના મોટા મંદિર બંધાવો જેમાં માથે ધજા ફરકે એ બધું તો સહેલું હતું.
શ્રોતા:- મંદિર હોય તો કરોડો લોકોને ધર્મ થાય ને?
ઉત્તર- ધર્મનું સાધન બહારમાં છે? ધર્મનું સાધન તો આત્મામાં છે. શુભભાવ થાય ત્યારે તેનું લક્ષ (દેવ-ગુરુ-શાસ્ત્ર) નિમિત્ત ઉપર હોય છે એટલું જ લેવું. બાકી
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #136
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૨૪
કલશામૃત ભાગ-૨ (જિનેન્દ્રદેવના) લક્ષે શુભભાવ થયો એમ પણ નથી. આહાહા.! મંદિરને, ભગવાનને દેખવાથી શુભભાવ થયો એમેય નથી. પરંતુ પર ઉપર તેનું લક્ષ જાય છે તો શુભભાવ થયો છે. વાતે વાતમાં ફેર છે. પેલા કહે ભગવાનના દર્શન કરીએ એટલે શુભભાવ થાય. અહીં કહે છે-શુભભાવ (થવાનો) હોય ત્યારે તેનું લક્ષ ભગવાનના દર્શન ઉપર જાય છે. આવો ફેર છે.
શ્રોતા:- છે પોતાનો દોષ નાખે છે પર ઉપર.
ઉત્તર:- હા, છે પોતાનો અને નાખે છે પર ઉપર. તેને અનાદિના ઊંધા સંસ્કાર થઈ ગયા છે ને એટલે બધું એમ જ કહે. ભગવાનનું મંદિર હોય ને તો આપણને ધર્મધ્યાન થાય! તેને લઈને ધર્મ ધ્યાન થાય? મંદિર કરો એવું અમે કોઈ દિ' કહ્યું નથી. જેની મરજી હોય તેને તેવો ભાવ આવે અને જે થવાનું હોય તે થાય.
મુંબઈમાં જન્મ જયંતિનો દિવસ ઉજવ્યો હતો ત્યારે ઘણાંના મત-વિચાર માગ્યા હતા. લોકોને એમ, કાંઈક નવું કરવું. કોઈનો એવો મત પડ્યો કે નવું મકાન બનાવો. ત્રણ લાખનું કરવાનું હતું ને હવે પાંચ લાખ થયા. હવે દસ લાખનું મંદિર કરવું છે. કોઈ કહે અમારે પચ્ચીસ લાખનું કરવું છે. એમ કરતાં કરતાં છવ્વીસ લાખનું થયું. અમે કોઈ દિ' કોઈને કાંઈ કહ્યું નથી. થવા કાળે થાય તેને કરે કોણ!
પણ વસ્તુ સ્વરૂપ વિચારતાં આવી અશુદ્ધ દેષ્ટિ સહજની તો નથી, અશુદ્ધ છે, દૃષ્ટિદોષ છે અને દૃષ્ટિદોષને પુદ્ગલપિંડરૂપ મિથ્યાત્વકર્મનો ઉદય ઉપાધિ પણ છે.” રાગને પોતાનો માનવો તે દૃષ્ટિદોષ છે. દષ્ટિદોષ તે પુદ્ગલ કર્મની ઉપાધિ પણ છે.. અર્થાત્ નિમિત્ત પણ છે. ધતૂરાને લઈને તેની દૃષ્ટિ ફરી નથી. તેમાં ધતૂરો નિમિત્ત છે. તેમ આ અશુદ્ધ દેષ્ટિ કર્મને લઈને થઈ છે એમ નથી. પોતે કરી છે ત્યારે તેમાં કર્મનો ઉદય નિમિત્ત કહેવાય છે.
હવે દેષ્ટિદોષથી શ્વેત શંખને પીળો અનુભવે છે તો પછી દૃષ્ટિમાં દોષ છે, શંખ તો શ્વેત જ છે, પીળો દેખતાં શંખ તો પીળો થયો નથી; તેવી રીતે મિથ્યાદેષ્ટિથી ચેતન વસ્તુ અને અચેતન વસ્તુને એક કરીને અનુભવે છે તો પછી દૃષ્ટિનો દોષ છે.”
જેમ ધોળી વસ્તુને પીળી જાણે તો તે દૃષ્ટિનો દોષ છે. તેમ મિથ્યાદૃષ્ટિ-અજ્ઞાની જીવ, વસ્તુને અને રાગને એકપણે અનુભવે છે. એ દૃષ્ટિનો દોષ છે. એ બે વસ્તુ કાંઈ એક થઈ નથી. તેમ રાગ અને આત્મા એ બે કાંઈ એક થયા નથી, પરંતુ દષ્ટિના દોષને લઈને રાગ તે મારો એમ અજ્ઞાની-મિથ્યાદેષ્ટિ અનાદિથી માને છે. તેણે અજીવને જીવ માન્યો છે.
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #137
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કલશ-૪૪
૧૨૫ પ્રવચન નં. ૫૩
તા. ૨૯-૭- '૭૭ “વસ્તુ જેવી ભિન્ન છે તેવી જ છે, એક કરીને અનુભવતાં એક થતી નથી, કેમકે ઘણું અંતર છે. અનાદિથી એકત્વબુદ્ધિ ચાલી આવે છે. ચૈતન્ય વસ્તુ જે છે એ તો જેવી છે તેવી જ છે. અને તે રાગના વિકલ્પથી અને શરીરાદિથી તો તદ્દન ભિન્ન છે. તે બન્ને કદી એક થયા નથી. વસ્તુ જે જ્ઞાનસ્વરૂપી ભગવાન આત્મા છે તેને રાગની સાથે એકત્વ કરતાં એકત્વનો અનુભવ થવા છતાં એક થતી નથી. તે માને ભલે પણ એક થતી નથી. ચૈતન્ય વસ્તુ તો ત્રણેય કાળ રાગથી ભિન્ન છે. આહા... હા! આવી વાતું છે.
ચૈતન્યસ્વભાવ અને રાગમાં પૂરેપુરુ અંતર છે. આહા. હા! રાગનો જે વિકલ્પ ઊઠે છે તે તદ્દન અચેતન છે. જેમાં ચૈતન્યસ્વભાવનો અભાવ છે. ભગવાન આત્મા તો અનાદિ અનંત ચૈતન્યસ્વરૂપી છે બંને એક કરીને અનુભવવા છતાં પણ એક થતા નથી. જેમ શરીર, વાણીને પોતાના માનવા છતાં તે પોતાના થતાં નથી. કેમકે એ તો પર પૃથક છે. તેમ રાગ અને આત્માના ત્રિકાળી સ્વભાવને એક અનુભવતાં તે કાંઈ એક થતા નથી.
કેવું છે અવિવેક નાટય (અર્થાત્ જીવ-અજીવની એકત્વબુદ્ધિરૂપ વિભાવ પરિણામ.”) આહા.. હા ! જીવ અને રાગાદિ અજીવ પરિણામ તે બેની એકત્વબુદ્ધિ અનાદિથી ચાલી આવે છે. અનાદિથી ભેદજ્ઞાનનો અભાવ હોવાથી એકપણાની માન્યતા ચાલી આવે છે. પણ કદી એક થયા નથી. ચૈતન્ય ભગવાનને પરની સાથે એકત્વ છે જ નહીં. પાછું એમ પણ કહે છે-વસ્તુ રાગથી તો ભિન્ન છે, બે વચ્ચે ઘણું અંતર છે છતાં રાગની સાથે અનાદિથી એકત્વબુદ્ધિ ચાલી આવે છે. શુદ્ધ ચૈતન્ય આનંદઘન પ્રભુની રાગની સાથે પહેલાં એકતા ન હતી અને પછી એકતા થઈ છે તેમ નથી. જેમ જીવ છે. તે સદાય રાગથી ભિન્ન છે તેમ ચાલ્યું આવે છે તેમ રાગની સાથે એકત્વબુદ્ધિ પણ અનાદિથી ચાલી આવે છે.
બે વાત કરી.
(૧) ચૈતન્ય વસ્તુ છે તે તો જ્ઞાન સ્વભાવે અને આનંદ સ્વભાવે છે. તે તો અનાદિથી રાગથી ભિન્ન જ છે.
(૨) અનાદિથી આત્મા રાગાદિથી ભિન્ન હોવા છતાં. અનાદિથી રાગની સાથે એકત્વબુદ્ધિ ચાલી આવે છે. સમજાણું કાંઈ ? માર્ગ બહુ સૂક્ષ્મ છે.
આહા હા ! ચૈતન્યવસ્તુને અંતર્મુખ થઈને જોતાં એ ચીજ તો રાગથી ભિન્ન જ છે. તે રાગ સાથે કદી એક થઈ નથી. અનાદિથી ભેદજ્ઞાનનો અભ્યાસ નહીં હોવાથી તેને એકત્વબુદ્ધિનો અભ્યાસ છે તેમ કહે છે. ચૈતન્ય વસ્તુ ભગવાન આત્મા જ્ઞાન અને
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #138
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૨૬
કલશામૃત ભાગ-૨ આનંદની આખી કળી છે. તે શુભરાગના વિકલ્પથી ભિન્ન છે. કારણ કે શુભરાગ તો એકેન્દ્રિયમાં પણ હોય છે. આ લસણ.. ડુંગળીમાં જે જીવ છે તેને ક્ષણમાં અશુભ થાય છે અને ક્ષણમાં શુભ થાય છે. શુભ-અશુભની કર્મધારા હોય છે અને એની સાથે એકત્વબુદ્ધિ પણ અનાદિથી ચાલી આવે છે.
વળી કેવું છે અવિવેક નાટય? જેમાં થોડુંક વિપરીતપણું નથી, ઘણું વિપરીતપણું છે.”શું કહે છે? રાગથી એકત્વ કરવું અને રાગથી ભિન્ન ન કરવું તેવું અવિવેક નાટક અનાદિથી ચાલ્યું આવે છે. મિથ્યાદર્શનને લઈને તેણે વ્રત, તપ, ભક્તિ અનંતવાર કર્યા પણ રાગની સાથેની એકત્વબુદ્ધિ પણ અનાદિથી સાથે ચાલી આવે છે. એ તેણે છોડી નહીં. રાજમલ્લજીએ ટીકા પણ ગજબ કરી છે ને?
ચૈતન્ય જ્યોત વસ્તુ છે તે જ્ઞાન ને આનંદનો સાગર પ્રભુ છે. તેની સાથે રાગદયાદાન, કામ-ક્રોધ આદિની સાથે એકત્વબુદ્ધિ છે તે થોડું વિપરીતપણું નથી. પૂરણ વિપરીતપણું-ઘણું વિપરીતપણું છે. રાગ તે મારો અને દયા-દાનના વિકલ્પ તે મારી ચીજ તેવો મિથ્યાત્વભાવ તે ઘણો વિપરીત છે. સમજાણું કાંઈ ? બાપુ! બહુ ઝીણી વાત છે.
અહા ! કયાં પ્રભુ ચૈતન્યજ્યોત અને કયાં રાગ-વિભાવ દુઃખરૂપ તેની એકત્વબુદ્ધિ ઘણી વિપરીત છે એમ કહે છે. પોતે અતીન્દ્રિય આનંદસ્વરૂપ ભગવાન આત્મા અને કયાં આ રાગાદિના વિકલ્પ ઊઠે છે તે દુઃખરૂપ. આનંદ તત્ત્વની સાથે દુઃખના એકપણાના સંસ્કાર મોટી વિપરીતતા છે. આવો મારગ છે તેને અત્યારે તો ગરબડ કરીને ઊંધો પ્રરૂપ્યો (માન્યો) છે. સમ્યગ્દર્શન એ શું ચીજ છે તેની ખબર વિના વ્રત, તપ, ભક્તિ, પૂજા કરો, પડિમા લ્યો! અહીં કહે છે-એ બધા વિકલ્પો રાગ છે. રાગની સાથે એકત્વબુદ્ધિ અનાદિથી ઘણી વિપરીત ચાલી આવે છે.
થોડું વિપરીતપણું નથી “મતિ' ઘણું વિપરીતપણું છે. કયાં પ્રભુ ચૈતન્ય સ્વરૂપી આનંદનો નાથ અને કયાં એ વિકલ્પ રાગ તે વિભાવ અને આ સ્વભાવ. એ દુઃખરૂપ આકુળતારૂપ અને આત્મા અનાકુળતામયી તે બે વચ્ચે અનાદિથી ઘણી જ વિપરીત બુદ્ધિ ચાલી આવે છે.
તે જૈનનો મુનિ પણ અનંતવાર થયો. પણ, આ રાગની ક્રિયા મારી છે તેમ માનીને થયો. એ મિથ્યાત્વના સંસ્કાર ઘણાં વિપરીત છે. એક બાજુ આનંદનો નાથ પ્રભુ! અનાકુળ શાંતરસ અને એક બાજુ રાગ-આકુળતા(તે બન્ને ભિન્ન છે.) દયા-દાન, વ્રતભક્તિનો વિકલ્પ ઊઠે તે રાગ છે. અરે ! ગુણ-ગુણીના ભેદનો વિકલ્પ ઊઠે તે રાગ છે. વસ્તુ અખંડ આનંદમૂર્તિ પ્રભુ ગુણી અને તેમાં આનંદગુણ છે તેવો ભેદ વિકલ્પ ઊઠે-તે રાગ છે. તે રાગની સાથે એકત્વબુદ્ધિ ઘણી વિપરીત છે. બાપુ ! વીતરાગી માર્ગ ઝીણો બહુ! લોકોએ તો ક્રિયાકાંડ વ્રતાદિ પાળ્યા તેમ બહારથી ધર્મ માન્યો છે. તે મિથ્યાત્વ છે.
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #139
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કલશ-૪૪
૧૨૭ અરેરે... આત્મા શું ચીજ છે અને રાગનો સ્વભાવભાવ આકુળતા શું ચીજ છે તે બન્નેની એકતાબુદ્ધિને લઈને ખબર નથી.
કેવું છે પુદ્ગલ? “વMવિમાન” સ્પર્શ, રસ, ગંધ, વર્ણ ગુણથી સંયુક્ત છે.” એક વાત એ થઈ કે-શરીર, મન, વાણી આ બધા જડ છે. તે તો રંગ, ગંધ, સ્પર્શ સહિત છે. ભગવાન આત્મા તો વર્ણ, ગંધ, રસ, સ્પર્શ રહિત છે. આ તો સ્થૂળ વાત થઈ.
વ સયં નીવ: RI[વિપુલીવિવારેવિરુદ્ધ શુદ્ધચૈતન્યધાતુમયમૂર્તિ.અને આ જીવવસ્તુ આવી છે. જે દયા-દાન, વ્રત આદિનો વિકલ્પ તે રાગ આત્મામાં નથી તે તો પુદ્ગલનો વિકાર છે. તે ચૈતન્યનો સ્વભાવ નથી.
પ્રશ્ન:- રાગાદિભાવ તે શુભધર્મ છે?
ઉત્તર:- તે અધર્મ છે. ઝીણી વાત છે બાપુ! આત્માનો ધર્મ શુદ્ધ ચૈતન્ય આનંદ છે. આ રાગ છે તે આત્માથી વિપરીત ભાવ છે માટે તે અધર્મ છે. તે બન્નેને એકપણે માનવા તે ઘણી વિપરીતતા છે. આકરી વાત બાપુ! અત્યારે તો આ વાત સાંભળવા મળવી પણ) મુશ્કેલ છે.
લોકોએ રાગની ક્રિયામાં જૈનના નામે અત્યારે તો ધર્મ મનાવ્યો છે. આ પૈસાવાળા શેઠિયા આદિને નવરાશ ન હોય, માંડ કલાક સાંભળવા જતાં હોય; તેમાં જે કહે તે જય નારાયણ. પછી “ક્રિયા કરો અને મરો.' આ જગતની ક્રિયાનું કર્તા થવું તે મરવાનું છે. અમે આ કર્યું ને તે કર્યું...! અમે ધંધા કર્યા, અમે પૈસા મેળવ્યા, અમે બાયડી છોકરાંને સાચવ્યાં.. એ બધું કરવાની બુદ્ધિ તો મહા-પાખંડ છે. તેવી વૃત્તિમાં આત્માની શાંતિનો નાશ છે.
શ્રી સોગાનીજીનું દ્રવ્યદૃષ્ટિ પ્રકાશ છે તેમાં સોગાનજી કહે છે કે “કરના વો મરના હૈ”. હું રાગને કરું. આને કરું તેવી કર્તા બુદ્ધિમાં તો આત્માની શાંતિનું મરણ છે. વસ્તુ બહુ ઝીણી ભાઈ !
આ રાગ-દ્વેષ; ક્રોધ-માન-માયા-લોભના પરિણામથી પ્રભુ તો અંદર રહિત છે. જો અંદર રહિત ન હોય તો વીતરાગ થશે કયાંથી? એ વીતરાગ સ્વરૂપે જ પ્રભુ છે. આત્મવસ્તુ તે રાગ-દ્વેષના ભાવથી રહિત છે. “રાતિ પુનિ વિવાર વિરુદ્ધ” શુદ્ધ ચૈતન્ય ધાતુથી રાગાદિ તદ્ન વિરુદ્ધ ભાવ છે. આવો કેવો ધર્મનો ઉપદેશ! ધર્મની વસ્તુ બહુ ઝીણી ભાઈ ! એક સેકંડ પણ ધર્મ થાય તેના જન્મ-મરણના અંત આવી જાય.
કહે છે જુઓ ! રાગ-દ્વેષાદિ છે તે બધા પુદ્ગલના વિકારો છે, તે ચૈતન્યથી વિરુદ્ધ છે. આહાહા અજીવ અધિકારના છેલ્લા કળશો છે તે બન્નેને એકદમ ભિન્ન-ભિન્ન બતાવે છે. પામરને બેસવું ભારે કઠણ પડે-રાગના લોલુપીઓને; પુણ્ય પરિણામના લોલુપીઓને (કઠણ પડે તેવું છે.) પરમ ચૈતન્યસ્વભાવ જ્ઞાયકભાવ છે જે ભગવાન આત્મામાં નથી
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #140
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૨૮
કલશામૃત ભાગ-૨ છતાં તેમાં એકત્વ કરે છે તે લોલુપી-મિથ્યાદૃષ્ટિ છે એમ કહે છે.
“(૨I+IIT) રાગ, દ્વેષ, ક્રોધ, માન, માયા, લોભ એવા અસંખ્યાત લોકમાત્ર અશુદ્ધરૂપ જીવના પરિણામ” અનાદિ બંધ પર્યાયથી વિભાવ પરિણામ-તેમનાથી રહિત છે.” રાગાદિ છે એ તો જીવના અશુદ્ધ પરિણામ છે. તે પુદ્ગલનો વિભાવ નામ વિકાર છે. ભગવાન આત્મા અમૃતનો સાગર પ્રભુ છે. રાગાદિ ઝેરના ઘડાથી આ અમૃત સાગર ભિન્ન છે. આમાં (પુસ્તકમાં) છે કે નહીં? આહા... હા! ભગવાન આત્મા તો સ્વભાવનો સાગર છે.
કેટલાક લોકો કહે છે-સોનગઢ આ નવું કાઢયું છે. અમે જે આ વાત કરીએ છીએ એ વાત પણ તે નથી કરતા. અહીં ભગવાન શું કહે છે? આ પુસ્તક (કળશટીકા) અહીંનું બનાવેલું છે? એક હજાર વર્ષ પહેલાં અમૃતચંદ્રાચાર્ય થયા તેમના આ કળશો છે. બે હજાર વર્ષ પહેલાં થયા કુંદકુંદાચાર્ય તેમની આ ગાથા છે. જૈનદર્શનમાં આવો અભિપ્રાય અનાદિથી ચાલ્યો આવે છે. કુંદકુંદાચાર્યે કહ્યો માટે તેમ છે તેવું પણ નથી.
શ્રોતા:- આપે સ્પષ્ટીકરણ કર્યું બીજું કોણ કરે ?!
ઉત્તર- વસ્તુ જ આવી છે તેમાં બીજું શું થાય! અરે! આ રાગના સંસ્કારની એકત્વબુદ્ધિ એ મિથ્યાત્વભાવ છે અને તે ચોરાશી લાખ અવતારનું મૂળીયું છે. ભગવાન આત્મા તો સ્વભાવનો સાગર છે. મોક્ષ થાય તે સ્વદ્રવ્યનો સ્વભાવ છે. દયા-દાન-વ્રત આદિ તે તો પરદ્રવ્ય છે. તે પુગલનો વિકાર છે તેથી તે આત્માથી વિરુદ્ધ ભાવ છે તેમ કહે છે. સમજાણું કાંઈ ?
વિભાવભાવ અસંખ્યાત લોક પ્રમાણ છે હોં! તે અશુદ્ધરૂપ જીવના પરિણામ છે. એ. રાગ-દ્વેષ-ક્રોધ-માન-માયા-પુણ્ય-પાપના ભાવો છે તે અસંખ્યાત લોક પ્રમાણ વિભાવ પરિણામ છે, તે દુઃખરૂપ છે વિરુદ્ધ ભાવ છે. ભગવાન આત્મા આનંદરૂપ છે.
પુગલ વિકાર” તે વિભાવ પરિણામ છે અને ભગવાન આત્મા તેનાથી રહિત છે. કયારે? અત્યારે. અરે! એને કયાં પડી છે. રાગાદિ પુણ્ય-પાપના ભાવ તે બધા ચૈતન્યના પરિણામ હોવા છતાં તેને પુદ્ગલનાં-જડનાં વિકાર કહ્યાં છે. જેને પ્રભુ ભગવાન આત્મા કહે છે તે આત્મા આ વિભાવ પરિણામોથી રહિત છે. એ આત્મા કેવો છે? રાગાદિ વિકારી ભાવોથી રહિત છે અને પોતે નિર્વિકારી ચીજ છે.
શ્રી રાજમલ્લજીની ટીકા પણ જુઓને ! આમાંથી બનારસીદાસજીએ સમયસાર નાટક બનાવ્યું છે. હવે અત્યારના કેટલાક પંડિતોને એવું લાગે છે કે આ બનારસીદાસજી અને ટોડરમલ્લજી અધ્યાત્મની ભાંગ પીને નાચ્યા હતા. અરેરે ! પ્રભુ! આ તું શું કહે છે? ત્યાં ફલટનમાં શાસ્ત્ર પરિષદમાં આમ કહેવાયું હતું. ત્યાં એમ કહ્યું કે-બનારસીદાસ અને ટોડરમલ્લે અધ્યાત્મની ભાંગ પી અને લખાણ લખ્યું છે. તેને આ વાત દૃષ્ટિમાં ગોઠે
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #141
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કલશ-૪૪
૧૨૯ નહીં, રુચે નહીં એટલે અધ્યાત્મની ભાંગ પીધી છે તેમ કહે છે. પરંતુ વસ્તુનું સ્વરૂપ જ આવું છે. સમજાણું કાંઈ?
પુનિ વિવાર વિરુદ્ધ:” હવે કહે છે-પોતે પ્રભુ અંદર કેવો છે? નિર્વિકાર એવી ચૈતન્યધાતુ છે. એ તો શુદ્ધ ચિતૂપ વસ્તુ છે. એ વસ્તુ તો શુદ્ધ જ્ઞાનસ્વરૂપી આત્મા છે. આ દયા-દાન-વ્રતનાં વિકલ્પ તે પુદ્ગલનો વિકાર છે. તત્ત્વની આવી વાતો છે પછી સમજાય નહીં એટલે તે વિરોધ કરે. વ્યવહાર કરતાં કરતાં નિશ્ચય થાય તેમ માનતા નથી માટે તમારું એકાંત છે. એ. પ્રભુ! શાંતિથી સાંભળને ભાઈ ! પછી કહે ચર્ચા કરો. અરે ! કોની સાથે ચર્ચા કરે ભગવાન! અહીં કહે છે આ શરીર, વાણી, બાયડી, છોકરાં એ તો કયાંય ભિન્ન રહી ગયા... એને ને તારે કાંઈ સંબંધ નથી. અહીં તો કહે છે-અંદરમાં થતાં પુણ્ય-પાપના ભાવ તે પુદ્ગલનો ખાર છે. જમીન કઠણ હોય તેમાં ઉપરની પોલી પોલી જમીનમાં ખાર થાય જેનાથી બાયું કપડાં ધુવે છે. અંદરની (જમીન) વસ્તુ કઠણ છે તે આ ખારથી જુદી છે. તેમ આ ચૈતન્ય ભગવાન આનંદનો નાથ તે કઠણ છે. અને આ ઉપરની ખાર જેવા પુણ્ય પાપના ભાવ તે ધૂળનો પુણ્યનો વિકાર છે. ભગવાન નિત્યાનંદ ધાતુ વિકારીભાવથી ભિન્ન છે.
કેવો છે ભગવાન? “શુદ્ધ ચિતૂપ વસ્તુ તે રૂપ છે.” જ્ઞાન. જ્ઞાન. જ્ઞાન. જ્ઞાન... જ્ઞાનમય વસ્તુ છે, તે રાગથી તદ્ન ભિન્ન છે.
શુદ્ધ ચિતૂપ સર્વસ્વ છે. જુઓને! ટીકા કેટલી સરસ કરી છે-તેમાંથી બનારસીદાસે સમયસાર નાટક બનાવ્યું છે. તેઓએ રાજમલજીને તો હજુ સાંભળ્યા નથી. બનારસીદાસજીને માટે કહ્યું. બનારસીદાસે બનાવ્યું છે રાજમલ્લજીની ટીકા ઉપરથી. એ બધા ભાંગ પીને લખતાં હશે? ભાઈ ! તને ખબર નથી બાપુ! એમ અનાદર ન થાય. આચાર્યે ચૈતન્ય વસ્તુ જેવી કહી છે તેનું સ્પષ્ટીકરણ કરે છે. સાધારણ માણસ ટૂંકા ભાવમાં ન સમજે તેથી તેનું સ્પષ્ટીકરણ કરીને સમજાવે છે. સમજાણું કાંઈ?
જુઓ ભાઈ ! પરથી જુદો તે સામાન્ય વાત થઈ. પરંતુ પર શું અને સ્વ શું? પરથી જુદો તેનું સ્પષ્ટીકરણ કર્યું. “મયં નીવ: રાતિ પુનિ વિવાર વિરુદ્ધ શુદ્ધ ચૈતન્યધાતુમય મૂર્તિ.” આચાર્યે લખ્યું છે. તેણે આ પાના (પેજ) કોઈ દિ' જોયા ન હોય. પેલા સંસારના પાના ફેરવ્યા કરે આખો દિવસ. પાંચ લાખ વ્યાજે આપ્યા એક ટકે તો આટલું વ્યાજ આવ્યું. પાનું ફરે અને સોનું ઝરે તેમ ગાંડી દુનિયા કહે છે ને? અહીં તો કહે છે-જ્યાં પર્યાયે પર્યાયે ભિન્નતા ભાસે ત્યાં આનંદ ઝરે છે. આવી વાતું એટલે લોકોને થઈ ગયું કે આ તો નિશ્ચયની વાત કરે છે. પણ આ વ્યવહારની વાત કરીને! રાગાદિ વ્યવહાર છે એમ કહ્યું ને! વ્યવહાર છે ખરો પણ વસ્તુ તેનાથી ભિન્ન છે.
આહાહા..! શુદ્ધ ચિકૂપ. શુદ્ધ ચિતૂપ, શુદ્ધ જ્ઞાનરૂપ છે જે રાગાદિના વિકલ્પોથી
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #142
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૩)
કલશામૃત ભાગ-૨ વિરુદ્ધ એટલે રહિત છે. દયા-દાન, વ્રત-ભક્તિ, શાસ્ત્રની શ્રદ્ધા આદિનો એ બધો રાગ તે વ્યવહાર છે. અહીં તો કહે છે-તે પુગલનો વિકાર અને સ્વભાવથી વિરુદ્ધ છે. સમ્યગ્દર્શન વિના પછી ઉપર ટપકે આ બધા વ્રત તપ કરે તે તો થોથાં છે.
હવે કહે છે કે-કેવો છે પ્રભુ પોતે અંદર “નિર્વિકાર છે એવી શુદ્ધ ચિકૂપ વસ્તુ તે-રૂપ છે સર્વસ્વ જેનું એવી છે.” આ શરીર, વાણી, મન ને બાયડી, છોકરા, લક્ષ્મી આદિ એ તો કયાંય જુદા રહ્યા. એને ને તારે કાંઈ સંબંધ નથી. આહા.. હા ! અંદરમાં થતાં પુણ્ય ને પાપના ભાવ એ પુદ્ગલનો પાક છે તેમ જીવને કર્મબંધ પર્યાયરૂપ અવસ્થામાં રાગાદિભાવ રંગ છે, તે રંગને અંગીકાર નહીં કરતાં બાકી જે કાંઈ છે તે ચૈતન્યધાતુમાત્ર વસ્તુ છે.”
આહા.. હા ! શું કહે છે-જેમ પાણીમાં કાદવનો રંગ છે એ કાંઈ પાણી નથી. તેમ જીવમાં જે રાગાદિભાવ છે એ રંગ છે. કાદવના રંગની પેઠે છે. તે રંગને અંગીકાર ન કરતાં, તેનો આદર ન કરતાં, કાદવના રંગને ન માનતાં પાણી છે તે તદ્ન જુદુ જ છે. તેમ આ પુણ્ય-પાપના ભાવને અંગીકાર ન કરતાં અંદર જે શુદ્ધ ચૈતન્યધાતુ છે તે રંગ વિનાની છે. આવું પ્રભુનું સ્વરૂપ છે.
“આનું નામ શુદ્ધ સ્વરૂપ-અનુભવ, જાણવું, કે જે સમ્યગ્દષ્ટિને હોય છે.” આહા. હા! એ પુણ્ય ને-પાપના એટલે રાગના રંગને દૃષ્ટિમાં ન લેતાં અંદર શુદ્ધ ચૈતન્ય વસ્તુ છે તેને અંગીકાર કરતાં તેનો અનુભવ કરવો તે ધર્મ છે.. અને તેનું નામ સમકિત છે. હજુ તો આને સમકિત કહીએ. જેને આત્માની સત્ય દૃષ્ટિ પ્રગટી છે તેને શુદ્ધ ચૈતન્યધાતુનો અનુભવ હોય છે. આવી વાત છે. અત્યારે તો સાંભળવા મળવી મુશ્કેલ છે. આખી જિંદગી પેલામાં કાઢી હોય. એમાં વળી આવું નવું નીકળે !
શ્રોતા:- પણ, સાહેબ! આવું વારંવાર સમજે તો સરળ લાગે.
ઉત્તર- એ વાત છેલ્લા કળશમાં કહેશે. ભેદજ્ઞાનનો અભ્યાસ વારંવાર કરવો એમ કહેશે. “જ્ઞાનવનના પતિને નાયિત્વએ રાગનો વિકલ્પ છે દયા-દાન, ભક્તિ આદિ તે પુદ્ગલનો રંગ છે. તે જીવનું સ્વરૂપ નહીં. જીવ તો ચૈતન્યમય છે. રાગના રંગથી ભેદ પાડીને તેનો અભ્યાસ કરતાં.. ભેદજ્ઞાનનો અભ્યાસ કરતાં તેને આત્મા પ્રાપ્ત થશે એમ કહે છે. એ અવિરુદ્ધ ભાવ છે. અમૃતચંદ્રદેવનો પાઠ છે.
ચૈતન્યધાતુ એ તો એના જાણક... જાણક. જાણક. સ્વભાવને જ ધારી રાખેલ છે. તેણે રાગને પુણ્યને ધાર્યો નથી. જેમ સોનું છે તો રૂપી ધાતુ પરંતુ તેણે સોનાપણું ધારી રાખ્યું છે. તેમ ભગવાન આત્માએ ચૈતન્યને ધારી રાખ્યો છે. ચૈતન્યધાતુ તે તેની ચીજ છે. શુદ્ધ ચિતૂપમય વસ્તુનો અર્થ છે તે રૂપ છે.
“મૂર્તિ:' સર્વસ્વ જેનું છે તેવી છે. શુદ્ધ ચૈતન્યમૂર્તિની વ્યાખ્યા કરી કે શુદ્ધ ચૈતન્યમય
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #143
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કલશ-૪૪
૧૩૧
સર્વસ્વ જેનું છે. આહા... હા ! ભગવાન આત્માનું જ્ઞાન અને આનંદ જેનું સર્વસ્વરૂપ છેતે તેનું સ્વરૂપ છે. રાગાદિ તો પુદ્ગલના વિકારરૂપ વિરુદ્ધ સ્વભાવ છે. તે સ્વભાવથી વિરુદ્ધ છે અને સ્વભાવ તેનાથી (રાગાદિથી ) વિરુદ્ધ છે.
ફરીથી જોઈએ...! ‘ સર્વસ્વ જેનું' તેમાં શું કહેવું છે!? જ્ઞાન ને આનંદ જેનું સર્વસ્વરૂપ છે. સર્વ... સ્વ પોતાનું રૂપ છે. જ્ઞાતા-દૃષ્ટા, આનંદ, શાંતિ, સ્વચ્છતા, પવિત્રતા જેનું રૂપ છે-તે મય છે. આવી વસ્તુ ઉ૫૨ દૃષ્ટિ મૂકતાં સમ્યગ્દર્શન થાય છે. હજુ તો આ ધર્મની પહેલી સીઢીની વાત છે. શ્રાવક-મુનિપણું એ તો કોઈ જુદી ચીજ છે. એ તો તેણે સાંભળ્યું પણ નથી.
શ્રાવક કોને કહીએ ? ‘ શ્રાવક’ ત્રણ અક્ષર છે ને!
(૧) શ્ર-સત્યવાત શ્રવણ કરે.
(૨) વ-વિવેકથી.. રાગથી જીવને ભિન્ન કરે.
(૩) ક-કરે-રાગથી ભિન્ન કરી અને તેમાં ઠરે તેને શ્રાવક કહીએ. બીજા બધા સાવજ છે. શેઠ ! આવી વાતો છે.
‘સર્વસ્વ ’ એમ કહ્યું ને ? સર્વસ્વ જેનું રૂપ છે તે આત્મા. આત્મા જાણક સ્વભાવ, આનંદ સ્વભાવ, સ્વચ્છ સ્વભાવ, શુદ્ધ સ્વભાવ તે રૂપ અર્થાત્ મય એવું જેનું સર્વસ્વ સા૨ છે. જેમ શીશમમાં સાર હોય છે... શીશમનું લાકડું કઠણ હોય તેમાં સાર હોય છે તે કાઢી અને પછી તેમાં તલવાર રાખે છે ને ? એમ આ આત્માનો સર્વસ્વ સા૨ શું છે ? જ્ઞાન આનંદ શાંતિ ને વીતરાગતા જ એનો સર્વસ્વ સાર છે. આત્માને આત્મા તરીકે ન જાણે અને આત્માને રાગવાળો જાણે, રાગની ક્રિયાથી લાભ થાય માને તે મૂઢ છે.
આહા... હા ! શું થાય ! જગતને આકરું લાગે આ તત્ત્વ. અમે આ વ્રત કરીએ, ઉપવાસ કરીએ, ભક્તિ કરીએ એ બસ છે. તમે તો તેને રાગ કહો છો ? રાગ તો બાયડી, છોકરાં ધંધા, ઉપર હોય તેને કહેવાય.. પણ, આ ૫૨જીવની દયા પાળીએ, ભક્તિ કરીએ, ભગવાનનું સ્મરણ કરીએ, ૫રમાત્માની આરતી ઉતારીએ તે રાગ છે ? અહીં કહે છેજે ૫૨ ઉપ૨ લક્ષ ગયું તે રાગ વિના ન જાય. ત્યાં સ્વનો આશ્રય નથી. આહા... હા ! ભગવાન આત્મા એ રાગથી ભિન્ન છે. તેનો જે અનુભવ તે શુદ્ધ સ્વરૂપનો અનુભવ જાણવો... કે જે સમ્યગ્દષ્ટિને શુદ્ધનો અનુભવ હોય છે.
રાગના ભાવથી જેણે ચૈતન્યને ભિન્ન પાડીને જેણે સમ્યગ્દર્શન પ્રગટ કર્યું છે તેને આવો અનુભવ હોય છે. આહા... હા ! આ તો હજુ ચોથા ગુણસ્થાનની વાત ચાલે છે. સમ્યગ્દર્શનના ઠેકાણાં ન મળે અને વ્રત ને પડિમા ધા૨ણ કરીને થઈ ગયા શ્રાવક અને થઈ ગયા સાધુ. શું થાય !
Please inform us of any errors on rajesh.shah@fotalise.co.uk
Page #144
--------------------------------------------------------------------------
________________
૧૩૨
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કલશ-૪૫
(મંદાક્રાન્તા )
'
કલશાકૃત ભાગ-૨
इत्थं ज्ञानक्रकचकलनापाटनं नाटयित्वा जीवाजीवौ स्फुटविघटनं नैव यावत्प्रयातः। विश्वं व्याप्य प्रसभविकसद्व्यक्तचिन्मात्रशक्त्या ज्ञातृद्रव्यं
स्वयमतिरसात्तावदुच्चैश्चकाशे ।। १३- ४५ ।।
,,
ખંડાન્વય સહિત અર્થ:- “ જ્ઞાતૃદ્રવ્ય તાવત્ સ્વયં અતિરસાત્ ઉધૈ: ચળાશે’ (જ્ઞાતૃદ્રવ્ય) ચેતનવસ્તુ (તાવત્) વર્તમાન કાળે (સ્વયં) પોતાની મેળે (અતિરસાવ્) અત્યંત પોતાના સ્વાદ સહિત (૩ધૈ:) સર્વ પ્રકારે (ચાશે) પ્રગટ થઈ. શું કરીને ? “ વિશ્ત વ્યાપ્ય” (વિશ્ત) સમસ્તશેયોને (વ્યાપ્ય) પ્રત્યક્ષપણે પ્રતિબિંબિત કરીને અર્થાત્ જાણીને. ત્રણ લોકને કોના વડે જાણે છે? “ પ્રત્તમવિસવ્યવિન્માત્રશવન્યા ” ( પ્રત્તમ) બલાત્કારથી (વિત્તત્) પ્રકાશમાન છે (વ્ય ) પ્રગટપણે એવો છે જે (વિન્માત્રશસ્ત્યા) જ્ઞાનગુણસ્વભાવ તેના વડે જાણ્યા છે ત્રણ લોક જેણે એવી છે. વળી શું કરીને ? “ સ્થં જ્ઞાનવત્તનાત્ પાદનું નાયિત્વા’ (si) પૂર્વોક્ત વિધિથી (જ્ઞાન) ભેદબુદ્ધિરૂપી (7) કરવતના (તનાત્) વારંવાર અભ્યાસથી (પાદનં) જીવ-અજીવની ભિન્નરૂપ બે ફાડ (વિજ્ઞાન) (નાયિત્વા) કરીને. કોઈ પ્રશ્ન કરે છે કે જીવ–અજીવની બે ફાડ તો જ્ઞાનરૂપી કરવત વડે કરી, તે પહેલાં તેઓ કેવા રૂપે હતાં ? ઉત્ત૨:- “ યાવત્ નીવાનીવી વિઘટનં ન વ પ્રયાત: ” (યાવત્) અનંત કાળથી માંડીને (નીવાનીવૌ) જીવ અને કર્મનો એકપિંડરૂપ પર્યાય (વિઘટન) પ્રગટપણે ભિન્ન ભિન્ન (ન પુવૅ પ્રયાત: ) થયો નહોતો. ભાવાર્થ આમ છે કે જેવી રીતે સુવર્ણ અને પાષાણ મળેલાં ચાલ્યાં આવે છે, અને ભિન્ન ભિન્નરૂપ છે તોપણ અગ્નિના સંયોગ વિના પ્રગટપણે ભિન્ન થતાં નથી, અગ્નિનો સંયોગ જ્યારે પામે ત્યારે જ તત્કાળ ભિન્ન ભિન્ન થાય છે; તેવી રીતે જીવ અને કર્મનો સંયોગ અનાદિથી ચાલ્યો આવે છે, અને જીવ-કર્મ ભિન્ન ભિન્ન છે તોપણ શુદ્ધસ્વરૂપઅનુભવ વિના પ્રગટપણે ભિન્ન ભિન્ન થતાં નથી; જે કાળે શુદ્ધસ્વરૂપ-અનુભવ થાય છે તે કાળે ભિન્નભિન્ન થાય છે. ૧૩-૪૫.
પ્રવચન નં. ૫૩
તા. ૨૯-૭- ’૭૭
કલશ-૪૫ : ઉ૫૨ પ્રવચન
જ્ઞાતૃદ્રવ્ય તાવત્ સ્વયં અતિજ્ઞાન્ પુર્વ્ય: ચાશે” ચેતન વસ્તુ વર્તમાન
Please inform us of any errors on rajesh.shah@fotalise.co.uk
Page #145
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કલશ-૪૫
૧૩૩ કાળે પોતાની મેળે અત્યંત પોતાના સ્વાદ સહિત સર્વ પ્રકારે પ્રગટ થઈ.”
ચૈતન્ય વસ્તુ ઉપર નજર પડતાં અને રાગથી ભિન્ન પડતાં પોતાની મેળાએ સ્વયં પોતાના અત્યંત સ્વાદ સહિત પ્રગટ થઈ. રાગનો સ્વાદ હતો તે તો આકુળતાનો સ્વાદ હતો. તેનાથી ભિન્ન પડીને અંદર આત્માનો સ્વાદ આવ્યો.
આત્મા અરૂપી અને એનો સ્વાદ. તે શું હશે? ભાઈ ! સ્વાદ તો આ દાળ-ભાતનો ને મેસુબ-કેરીનો હોય ! એ જડ પદાર્થોનો સ્વાદ તને આવતો નથી. એના ઉપર લક્ષ કરીને જે રાગ કરે છે તેનો સ્વાદ તેને આવે છે. એ પદાર્થો તો જડ છે, તે જડને આત્મા અડે? તેના ઉપર લક્ષ જતાં આ ઠીક છે એવો જે રાગ ઉભો કરે છે તે રાગનો સ્વાદ અજ્ઞાની લ્ય છે. તે દુઃખનો-આકુળતાનો સ્વાદ લ્ય છે. અહીં તો કહે છે–એ આત્માનો સ્વાદ એ રાગથી રહિત છે.
અત્યારે મોટો વાંધો છે. કેટલાક પંડિતોને હોં! તે કહે છે –વ્યવહાર દયા-દાન, વ્રત-તપ-ભક્તિ કરો. એ કરતાં-કરતાં (આત્માનો) અંદર અનુભવ થશે.
પ્રશ્ન:- રાગ કરતાં કરતાં થાય તો જ અનેકાન્ત થયું ને?
ઉત્તર- હા, તેઓ એમ કહે છે. પરંતુ અહીં તો (સર્વજ્ઞ ) ભગવાન અને મુનિઓ આ વાત કહે છે. મુનિઓને એકાંત કહો તો કહો. મમ્મનલાલજીએ લખ્યું છે-શુભભાવને હેય માને તે મિથ્યાદેષ્ટિ છે. તેની સામે કૈલાસચંદજીએ લખ્યું છે-કુંદકુંદાચાર્યદેવ શુભભાવને હેય માને છે તો તેઓ શું મિથ્યાષ્ટિ છે? શ્રી પ્રવચનસારજીમાં શુભભાવને હેય કહ્યો છે. આ વાત હવે ફેલાણી. નહીંતર શાસ્ત્રોમાં એમને એમ પડી હતી.
જુઓ ! આ સંતો ! દિગમ્બર મુનિઓ.... દુનિયાને-સમાજને આ બેસશે કે નહીં તેની તેમને દરકાર નથી. બીજું સમાજ સમતુલ રહેશે કે નહીં તેની દરકાર નથી. જેમણે સત્ય જાણવું હોય તો સત્ય તો આ છે.
“જ્ઞાતુદ્રવ્યમ્” તેની વ્યાખ્યા કરે છે જાણક સ્વભાવી ચેતન વસ્તુ “તાવત’ વર્તમાન કાળે “સ્વયં” પોતાની મેળે પ્રગટ થાય છે. તેને વ્યવહારની કે રાગની કોઈ અપેક્ષા નથી. આ અજીવ અધિકારનો છેલ્લો કળશ છે. અજીવથી ભિન્ન, રાગથી રહિત ચૈતન્યસ્વરૂપની દૃષ્ટિ અંદર થતાં સમ્યગ્દર્શનમાં ભગવાન અતીન્દ્રિય આનંદના સ્વાદ સહિત પ્રગટ થયો. જેમાં આત્માના અતીન્દ્રિય આનંદનો સ્વાદ આવે તેને ચોથું ગુણસ્થાન કહીએ. સમજાણું કાંઈ? અનાદિથી રાગનો સ્વાદ–આકુળતાનો સ્વાદ જેને છે તેવા રાગને હું છું એમ જે માને છે તે મિથ્યાષ્ટિ છે. પછી તે ભલે જૈનનો સાધુ થયો હોય અને શ્રાવકના બારવ્રત ધારણ કર્યા હોય પરંતુ એ ક્રિયાકાંડનો જે રાગ છે એ મારો છે અને મને લાભ કરે છે તે મિથ્યાષ્ટિ રાગના સ્વાદમાં પડ્યો છે. અહીં તો સમ્યગ્દર્શન શું ચીજ છે તે જણાવીએ છીએ.
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #146
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૩૪
કલશાકૃત ભાગ-૨ જેમ આ જિનબિંબ પ્રતિમા છે તેમ અંદરમાં આ ચૈતન્યબિંબ પ્રભુ છે. તે પોતે સ્વયંથી છે. પરની અપેક્ષા રાખ્યા વગર, વ્યવહાર રત્નત્રયનો જે વિકલ્પ છે તેની અપેક્ષા રાખ્યા વગરનો ભગવાન છે. કારણ કે વ્યવહાર-રત્નત્રયના વિકલ્પથી આત્મા ભિન્ન પડ્યો છે. ભાષા છે તિરસાત' અત્યંત પોતાના સ્વાદ સહિત, અર્થાત્ સમ્યગ્દર્શનમાં આત્માના આનંદનો સ્વાદ આવે તેને સમ્યગ્દર્શન કહીએ તેમ કહે છે.
સંપ્રદાયમાં તો અત્યારે દેવ-ગુરુ-શાસ્ત્રની શ્રદ્ધા કરો અને નવતત્ત્વની ભેદરૂપ શ્રદ્ધા તે સમકિત છે. હવે વ્રત લઈ લ્યો એટલે થઈ ગયું ચારિત્ર. આજથી ત્રેપન વર્ષ પહેલાં અમારા ગુરુભાઈ હતા તે કહેતા-જુઓ, ભાઈ ! આપણને શ્રદ્ધા તો ગણધર જેવી મળી છે હવે વ્રત અને તપ કરો એટલે ચારિત્ર થાય. ત્યારે વ્યાખ્યાન ચાલતું હોય તેમાં અમારાથી એમ કહેવાય કે-આ સંપ્રદાયની શ્રદ્ધા તે કાંઈ સત્ય નથી.
આજથી ત્રેપન વર્ષ પહેલાં “સંક્ષેપરુચિ 'નો અર્થ ચાલતો હતો. જ્ઞાન ઓછું હોવા છતાં અમે આ જે માનીએ છીએ તે સમકિત છે. પછી અમે કહ્યું સંપચિનો અર્થ એવો છે કે જેને વિપરીત માન્યતાનો નાશ થયો છે અર્થાત્ વિપરીત અભિપ્રાય હવે તેને રહ્યો નથી અને જાણપણું તેને બહુ થોડું છે તેનું નામ સંક્ષેપ રુચિ છે. જેને અખંડાનંદ પ્રભુ આત્માનો આશ્રય લઈને સમકિત થાય છે તેને સંક્ષેપરુચિ કહીએ. જે માન્યતામાં જન્મ્યો તેની માન્યતા રાખીને તેને સમકિત છે તેમ નથી. પછી ખળભળાટ.. ખળભળાટ થઈ ગયો હતો. ગુરુભાઈ બેઠા હતા તેમને આ વાત ન ગમી એટલે તેઓ જંગલમાં દિશાએ ચાલ્યા ગયા. પછી કહે-તારી વાત મને ગોઠતી નથી. પણ તમને સાંભળવામાં શું વાંધો હતો?
(ગુરુભાઈ એમ માનતા) કે-આપણને આ સ્થાનકવાસીની શ્રદ્ધા મળી છે તે સમકિત છે. હવે વ્રતને તપ લઈ લ્યો એટલે ચારિત્ર થઈ જાય. પછી એમ પણ કહેતા કેવ્રતનું ચારિત્ર અત્યારે આપણે પાળીએ છીએ પછી સિદ્ધમાં એકલું જ્ઞાન-દર્શન રહેશે. પછી ત્યાં ચારિત્ર નહીં રહે. ચારિત્ર તો સ્વરૂપની રમણતા છે. સિદ્ધમાં પરિપૂર્ણ ચારિત્ર છે. કેમકે ચારિત્ર નામનો આત્મામાં એક ગુણ છે અને એ ગુણની પૂર્ણ દશા પ્રગટ થાય ત્યારે સિદ્ધ થાય છે.
બીજી એ ચર્ચા પણ ચાલેલી. કે ઇન્દ્રિયનું દમન કે સંયમ તે ચારિત્ર નહીં, પરંતુ સ્વરૂપની અંદર રમણતા તે ચારિત્ર. સમ્યગ્દર્શનમાં આનંદનો સાગર ભાસ્યો તે અતીન્દ્રિય સ્વાદ સહિત તે સ્વાદમાં મશગુલ થઈ જવું તે ચારિત્ર છે. એ તો એના અતીન્દ્રિય (આનંદના ) સ્વાદમાં રહે છે તેને પ્રતિકુળ પરિષહ આવે તેને પણ ગણે નહીં. એવા અતીન્દ્રિય આનંદનો સ્વાદીયો અતીન્દ્રિય આનંદમાં મશગુલ રહે તેનું નામ ચારિત્ર છે. ચારિત્રને નામે લોકો કંઈને કંઈ માની બેઠા છે.
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #147
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કલશ-૪૫
૧૩૫
“સર્વ પ્રકારે પ્રગટ થઈ છે” અર્થાત્ અજીવના ભાવથી-રાગના ભાવથી રહિત પ્રભુનો અનુભવ થતાં એ વસ્તુ પ્રગટ થઈ છે.
“શું કરીને ? “વિવં વ્યાપ્ય” સમસ્ત શેયોને પ્રત્યક્ષપણે પ્રતિબિંબિત કરીને. ” સમ્યગ્દર્શનમાં ભલે શ્રુતજ્ઞાન હોય તો પણ તે શ્રુતજ્ઞાનમાં લોકાલોકને જાણવાની એની શક્તિ છે. કેવળજ્ઞાનમાં સાક્ષાત પ્રત્યક્ષ જણાય છે. જ્યારે શ્રુતજ્ઞાનમાં પરોક્ષ જણાય છે અને તે પણ આનંદની અપેક્ષાએ પ્રત્યક્ષ છે. તેથી જ્ઞાનની અપેક્ષાએ પણ જ્ઞાનમાં લોકાલોક જણાય છે એવી રીતે પ્રત્યક્ષ કહ્યું છે. સમજાણું કાંઈ ?
પ્રવચન નં. ૫૪
તા. ૩૧-૭- ’૭૭
અષાઢ વદ એકમ તે ભગવાનની દિવ્યધ્વનિનો દિવસ છે. ભગવાન મહાવીર ૫૨માત્માને વૈશાખ સુદ દશમના કેવળજ્ઞાન થયું પરંતુ છાસઠ દિવસ સુધી વાણી નીકળી નહીં. કેમકે તેમની વાણી નીકળે અને ધર્મ પામનારા ન હોય તેમ બને નહીં. ગણધર આવ્યા અને છાસઠ દિવસે વાણી નીકળી.
શિષ્યે આચાર્યને પ્રશ્ન કર્યો કે-મહારાજ ! ઇન્દ્ર-શક્રેન્દ્ર તો ( ગણધરને ) લાવવામાં સમર્થ છે તો પછી ગૌતમ ગણધરને પહેલા કેમ ન લાવ્યા ? કેવળજ્ઞાન તો ૫રમાત્માને થયું હતું? તેનો ઉત્તર આચાર્યદેવ આપે છે કે–(ગૌતમમાં) પહેલાં ગણધ૨ થવાની કાળલબ્ધિ ( પાકી ) ન હતી. (ભગવાનની વાણીને ગણધર જે રીતે સમજે ) તે સમજવાની લાયકાતનો કાળ ન હતો તેથી ઇન્દ્ર ગણધ૨ને લાવી ન શક્યા. પહેલાં ગૌતમમાં ગણધર થવાની લાયકાત ન હતી.
અષાઢ વદ એકમે ગૌતમ આવ્યા ત્યારે વાણી છૂટી.. એ પણ નિમિત્તનું કથન છે. એ.. વાણી છૂટવાનો કાળ હતો અને ગૌતમ આવ્યા ( તે તેનો સ્વકાળ હતો. ) ભગવાન વાણીના કર્તા નથી, તેમને બોલવાની ઇચ્છા નથી. એ તો સર્વજ્ઞ ૫૨માત્મા છે. તે પૂર્ણ આનંદ અને વીતરાગતાથી ભરેલા પ્રભુ છે. એ તો અતીન્દ્રિય સ્વાદના અનુભવમાં છે. પરંતુ પૂર્વે પ્રકૃતિ બંધાયેલી “ સર્વ જીવ કરું શાસન રચી ”. સર્વે જીવો ધર્મ પામો એવી ઇચ્છા પૂર્વે આત્મજ્ઞાનની ભૂમિકામાં થયેલી અને તે (ભાવના નિમિત્તે ) પ્રકૃતિ બંધાણી અને તેના ફળ તરીકે ઉદય આવે અને ધર્મ પામનારા જીવો ન હોય તેમ બને નહીં.
શ્વેતામ્બરમાં એમ કહે છે કે-વાણી નીકળી પણ ધર્મ પામનારા કોઈ ન હતા.. તેથી વાણી નિષ્ફળ ગઈ. એમ કદી હોઈ શકે નહીં. વાણી જે ભાવે બાંધી હતી તે ભાવ તો ધર્મ પામનારાને પમાડું એવા ભાવથી બાંધી હતી. તેથી વાણી નીકળે અને ધર્મ પામનારા ન હોય અને વાણી નિષ્ફળ જાય એમ નથી.
શ્રોતાઃ- વાણી નિષ્ફળ જાય તેનો અર્થ શું?
Please inform us of any errors on rajesh.shah@fotalise.co.uk
Page #148
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૩૬
કલશામૃત ભાગ-૨ ઉત્તર- એટલે કે વાણીને સાંભળનારા ન હોય, ધર્મ પામનારા ન હોય એમ બને નહીં. વાણીનું એ ફળ છે. એ વાણી (અષાઢ વદ એકમના) આજે નીકળી. ગૌતમ ગણધર થયા અને ગણધર ચૌદ પૂર્વ અને બાર અંગની રચના ક્ષણમાં જ કરે એવી એમની તાકાત છે. અને (રચના) થવાનો સમય એ જ છે.
મુખ ઓમકાર ધુનિ સુની અર્થ ગણધર વિચાર,
રચી આગમ ઉપદેશ ભવિક જીવ સંશય નિવારે.” ભગવાનના શ્રીમુખેથી ઇચ્છા વિનાનો ઓમ ધ્વનિ શરીરના પૂરા ભાગમાંથી નીકળે. હોઠ બંધ હોય, કંઠ હલે નહીં. તે ઓમકાર ધ્વનિ સુણી ગણધર શાસ્ત્ર રચે. એ વાણી નીકળે અને યોગ્ય ભવ્ય જીવોના સંશય નીકળ્યા વગર રહે નહીં એવી ભગવાનની વાણી હોય છે.
શ્રી સમયસારની પાંચમી ગાથામાં કહ્યું-હું આ એકત્વ-વિભક્ત આત્માની વાત નિશ્ચયથી કહીશ. વિભક્ત એટલે પરથી અને “ત વિદત્ત વાપદં પુણો સવિવે” શ્રી આચાર્યદેવ કહે છે- “ચત્ત વિદત્ત' સ્વરૂપથી એકત્વતા અને રાગથી વિભકત્તા-પૃથકત્વતા એવી વાત હું મારા નિજ વૈભવથી કહીશ. “ગતિ રા ’ અને જો દેખાડવામાં આવે તો.. હે. જીવો! અનુભવ કરીને પ્રમાણ કરજો. ખાલી હા પાડીને પ્રમાણ કરજો એમ નહીં. એ વાતની અહીં સંધિ છે. કુંદકુંદાચાર્યદેવ કહે છે-હું જે વાત કહીશ એને પામનારા નીકળશે જ. ઝીણી વાત બહુ ભાઈ ! નિમિત્તનૈમિત્તિક સંબંધ એવો છે કે પોતે છદ્મસ્થ એમ કહે છે કે હું મારા નિજ વૈભવથી કહીશ.
હું આત્મા આનંદ સ્વરૂપમાં છું.. રાગથી ભિન્ન પડ્યો છું. આહાહા ! એ રાગના સ્વાદથી છૂટીને આનંદના સ્વાદમાં આવ્યો છું. એ અતીન્દ્રિય આનંદનો સ્વાદ મારો વૈભવ છે. આ ધૂળનો (જડનો) વૈભવ નથી કહેતા. આ બંગલા ને ફલાણું ને એ તો બધા ધૂળના વૈભવ છે. મસાણના ભભકા જેવા છે. આ તો મારા પરમાત્માનો વૈભવ છે. રાગથી ભિન્ન પડીને મેં મારી ચીજને આનંદના અનુભવમાં પ્રગટ કરી છે તેને હું દેખાડીશ. તેને પ્રમાણ કરજે. શબ્દો, વ્યાકરણમાં કયાંય ભૂલ થાય તો તેના ઉપર લક્ષ ન રાખીશ. (કદાચ) તને એ વ્યાકરણનું શબ્દનું. શાસ્ત્રનું જ્ઞાન હોય અને વાણીમાં ભૂલ થઈ હોય અને તેને પકડાય તોપણ તું ત્યાં ઉભો ન રહેશ. મારે જે પરમાર્થ કહેવો છે તેને તું પકડજે!
આહાહા ! એ આ અષાઢ વદ એકમનો દિવસ છે. ભગવાનની વાણી છૂટી અને ગૌતમ ગણધર થયા. (તે પહેલાં) ગૌતમ મિથ્યાષ્ટિ અજ્ઞાની વેદાંતની શ્રદ્ધાવાળા હતા. તેમણે પણ સમ્યગ્દર્શન-જ્ઞાન પામી, ચાર જ્ઞાન પામી અને વાણી સાંભળી શાસ્ત્રની રચના કરી.
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #149
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૩૭
કલશ-૪૫
(૧) એ દિવ્યધ્વનિનો આ દિવસ છે. (૨) ગણધર થવાની દશાનો આ દિવસ છે. (૩) ચૌદપૂર્વ અને બાર અંગની રચના થઈ તેનો દિવસ છે. શાસ્ત્રની રચનાનો આ દિવસ છે. આ તો પરમાગમની વાત છે હોં !
જુઓને આ પરમાગમ મંદિરમાં ભગવાનની દિવ્યધ્વનિ છે. ઝીણી વાત છે બાપુ! શ્વેતામ્બરના શાસ્ત્રો છે એ તો પોતાની દૃષ્ટિએ કરેલા છે. આ સમયસાર આદિ શાસ્ત્રો છે તે તો ભગવાનની વાણીમાંથી આવેલી ચીજ છે. આહા.. હા! આકરું લાગે શું થાય? આ પરમાગમ છે તેમાં પોણાચાર લાખ અક્ષરો છે તે ભગવાનની વાણી નીકળી તેમાંથી રચાયેલા છે. આજે એ દિવસ છે.
જ્ઞાતૃદ્રવ્યું તાવિત સ્વયં તિરસત સર્વે:” જેનો જ્ઞાન અને આનંદ સ્વભાવ છે તે ચેતન વસ્તુ વર્તમાનકાળે પોતાની મેળે અત્યંત પોતાના સ્વાદ સહિત પ્રગટે છે. પેલા જે દયા-દાન, વ્રત-તપના વિકલ્પ જે વ્યવહાર રત્નત્રય છે તેની તેને જરા પણ અપેક્ષા નથી. આહા.. હા આવી વાત છે. લોકો કહે છે-શુભજોગ છે તે મોક્ષનો માર્ગ છે. અરે.. પ્રભુ! તું આ શું કહે છે? દ્રવ્યલિંગમાં શુકલતેશ્યારૂપ શુભજોગ કેવો કર્યો હતો. એટલો ઊંચો કે (જેનાં ફળમાં) નવમી રૈવેયકે ગયો. પણ તે શુભજોગ બંધનું કારણ છે. આવે છે ને!
“મુનિવ્રત ધાર અનંત બાર, રૈવેયક ઉપજાયૌ.
પૈ નિજ આતમ જ્ઞાન બિના, સુખ લેશ ન પાય.” (આત્મ વસ્તુ) રાગથી અને વિકલ્પથી ભિન્ન ચીજ છે એ ચીજને વિકલ્પની મદદની જરૂરત નથી. (આત્મા) અનુભવમાં જેને વ્યવહારના વિકલ્પની અને રાગની જરૂર નથી. એવો જે ભગવાન આત્મા અતીન્દ્રિય આનંદનો કંદ છે. તે પ્રભુ! અત્યંત પોતાના સ્વાદ સહિત સર્વ પ્રકારે પ્રગટ થયો છે. ભાષા તો જુઓ ! એ અજીવના રાગથી ભિન્ન પડીને. ભાષા તો જુઓ! રાગને અજીવ કહ્યો.
બપોરે પ્રવચનમાં બીજી (અપેક્ષાથી) વાત ચાલે છે. બીજા જડ પદાર્થો અને બીજા ચૈતન્યના પરિણામ એ પરિણામ તે તો જડ તેમ જ ચૈતન્યના છે. તે પરિણામ તેનું કર્મ છે. બીજો આત્મા કહે હું કર્તા અને તે મારું કર્મ તેમ નથી. ત્યાં તો પુણ્ય-પાપનો કરનારો કર્તા અને પુણ્ય-પાપ તેનું કર્મ એટલે કાર્ય તેમ સિદ્ધ કરવું છે. અહીંયા તો હવે તેનાથી તદ્ન ભિન્ન સિદ્ધ કરવું છે. ત્યાં તો પરદ્રવ્યથી ભિન્ન સિદ્ધ કરવું છે. અને અહીં તો
સ્વદ્રવ્યમાં જે પુણ્ય-પાપના ભાવ, દયા-દાન આદિના જે વિકલ્પ છે તે પણ અજીવ છે. (તે જીવના સ્વભાવથી ભિન્ન છે અર્થાત્ અજીવના ભાવથી સ્વભાવ ભિન્ન છે.) તેમ આત્માનું ભાન થતાં આત્મા આનંદના સ્વાદ સહિત પ્રગટ થયો તેમ કહે છે. અનાદિથી
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #150
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૩૮
કલશાકૃત ભાગ-૨ જે રાગના સ્વાદમાં હતો તે મિથ્યાષ્ટિ હતો. અહીં કહે છે–તે આત્માના સ્વાદ સહિત પ્રગટ થયો. હું તો આત્મા છું તેમ આનંદનું ધામ ભગવાન તે આનંદનો સ્વાદ લઈને પ્રગટ થયો.
પોતાની મેળે ” જેને વીતરાગની વાણી સાંભળી અને શુભરાગ આવ્યો એ રાગની પણ જેને અપેક્ષા નથી અથવા એ ભગવાનની વાણી સાંભળીને પોતાની પર્યાયમાં પોતાથી જે જ્ઞાન થયું તેમાં ભગવાનની વાણી નિમિત્ત છે. સ્વયંની પ્રાપ્તિમાં એ જ્ઞાનની પણ અપેક્ષા નથી. આહા. હા! આવો મારગ છે. “તિરસાત' રાગથી ભિન્ન પડીને સ્વરૂપમાં જ્યાં આનંદનો રસ આવ્યો એ અતીન્દ્રિય આનંદના રસમાં રાગનો પડદો તોડી અને વર્તમાનમાં અતીન્દ્રિય આનંદના રસથી આત્મા પ્રગટ થયો. સમજાણું કાંઈ?
શું કરીને? “વિવું વ્યાણ” સમસ્ત શેયોને પ્રત્યક્ષપણે પ્રતિબિંબિત કરીને. ત્રણ લોકને કોના વડે જાણે છે?
અનુભવમાં આનંદના સ્વાદને તો લીધો, હવે સાથે જ્ઞાનને પણ લ્ય છે. જગતની જેટલી ચીજો છે તે શેય છે તેને પ્રત્યક્ષપણે જ્ઞાનમાં પ્રગટ કરતો. પ્રત્યક્ષપણે પ્રતિબિંબિત કરીને તેનો અર્થ જ એ છે કે પ્રત્યક્ષપણે તેનું જ્ઞાન થયું. એટલે જોયો અહીં જ્ઞાનમાં પ્રતિબિંબિત થયા. જેટલા શેયો છે તેનું અહીંયા જ્ઞાન પોતાથી પોતાવડે પ્રગટ કર્યું. આહા.. હા! આવી વાત છે. કેવળજ્ઞાન તો ત્રણલોકને પ્રત્યક્ષ, બધું જાણે છે. પરંતુ શ્રુતજ્ઞાન પણ લોકાલોકને (પરોક્ષ) જાણે છે તેટલી તેની તાકાત છે. પ્રભુ (આત્મા) રાગથી ભિન્ન પડી સ્વભાવના આનંદથી પ્રગટ થયો ત્યારે સમ્યગ્દર્શનરૂપ પ્રતીત થઈ અને તે કાળે જે જ્ઞાન છે તે જ્ઞાન પણ લોકાલોકને જાણતું પ્રગટ થયું.
ત્રણ લોકને કોના વડે જાણે છે? “પ્રસમવિસત વ્ય$ વિન્માત્ર શા” બલાત્કારથી પ્રકાશમાન છે વ્યજી પ્રગટપણે એવો છે જે.
તેણે પોતાના પુરુષાર્થથી જ્ઞાનનો પ્રકાશ પ્રગટ કર્યો છે. જોરથી પ્રગટ કર્યો છે. અર્થાત્ જોયોને જાણવાની લાયકાત પોતાના પુરુષાર્થથી પ્રગટ કરી છે. એ જોયો છે માટે પ્રગટ થઈ છે એમેય નહીં. પોતાની જ્ઞાન પર્યાયમાં પોતાના પુરુષાર્થના જોરથી ‘બળાત્કારે” એટલે જેટલા શેયો છે તેને જાણવાની શક્તિ પ્રગટ કરી છે. આહા. હા!
અંદર ચૈતન્ય ઝળહળ જ્યોતિ ચૈતન્યના પ્રકાશથી પુરેપુરુ ભર્યું છે. તેના ઉપર નજર પડતાં, રાગના વિકલ્પથી ભિન્ન પડતાં, જે જ્ઞાન પ્રગટ થયું તે જ્ઞાન પ્રકાશમાં બળાત્કારે શેયને જાણે એવી તેની તાકાત પ્રગટ થઈ છે. હવે જાણવાનું કાંઈ બાકી રહી જાય એમ નહીં. એવો ભગવાન આત્મા સ્વપરપ્રકાશક શક્તિના વ્યક્તપણાથી પ્રગટ થયો. ઝીણી વાત છે આ. આ અજીવ અધિકારના છેલ્લા કળશ છેને? અજીવના વિકલ્પથી
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #151
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કલશ-૪૫
૧૩૯ તદ્ન ભિન્ન પડીને ( અનુભવ થાય છે).
આહા. હા ! કહે છે? ‘વ્ય$' પ્રગટપણે જે છે એવો” સર્વજ્ઞશક્તિ જે શક્તિરૂપે હતી તે પ્રગટ થઈ છે. ભગવાન આત્મામાં સર્વજ્ઞશક્તિ તો ત્રિકાળ હતી-કાયમ હતી, એને પોતાના જોર અને પુરુષાર્થથી પર્યાયમાં સર્વજ્ઞપણું પ્રગટ કર્યું છે. સમ્યજ્ઞાન થયું એમાંય પુરુષાર્થથી ભાવશ્રુતજ્ઞાન પ્રગટ કર્યું છે.
પાઠમાં એમ આવે છે કે ભગવાનની દિવ્યધ્વનિમાં ભાવશ્રુતનો ઉપદેશ કર્યો. શું કહ્યું? ભગવાનને કેવળજ્ઞાન થયું તો ભગવાને કેવળજ્ઞાનનો ઉપદેશ નથી આપ્યો એમ કહે છે. તેમણે ભાવશ્રુતજ્ઞાનનો ઉપદેશ આપ્યો છે. કેવળી પાસે ભાવશ્રુતજ્ઞાન તો નથી છતાં પણ વાણીમાં ભાવશ્રુતનો ઉપદેશ આવ્યો એમ કહે છે. કેમકે સાંભળનારા જે ગણધરોને દ્રવ્યશ્રુત જે કાને પડે છે તેઓને ત્યાં ભાવશ્રુત થાય છે. તેથી ભગવાને ભાવશ્રુત કહ્યું તેમ કહેવાય છે. કેવળજ્ઞાનનું સ્વરૂપ પણ ભાવશ્રુત દ્વારા જણાય છે ને? કેવળજ્ઞાની પરમાત્માને પૂરણ આનંદ ને જ્ઞાનના પ્રકાશના પૂર પ્રગટયા છે તે ભાવશ્રુતજ્ઞાન દ્વારા કહે છે એમ કહે છે. વાણી દ્વારા ભાવશ્રુતને પ્રકાશ્ય તેનો આજ દિવસ છે.
(વિન્માત્રશસ્યા) જ્ઞાનગુણ સ્વભાવ તેના વડે જાણ્યા છે ત્રણલોક જેણે એવી છે.” પોતાનો જ્ઞાનગુણનો સ્વભાવ પ્રગટ થયો તેનાથી શેયોને જાણ્યા છે; આ જોયો છે તેનાથી શેયને જાણ્યા છે તેમ નહીં. પોતાના જ્ઞાનના પ્રકાશવડ લોકાલોકને જાણ્યા છે. આહાહા! શ્રુતજ્ઞાનની પર્યાયમાં પણ એટલી તાકાત છે એમ કહે છે. કેવળજ્ઞાનમાં તો બધા જોયો પ્રત્યક્ષ છે ભાવશ્રુતજ્ઞાનમાં પરોક્ષ છે. છતાં અહીં વેદન અપેક્ષાએ પ્રત્યક્ષપણે કહ્યું છે.
શું કરીને પ્રગટ થયા છે? “ફલ્થ જ્ઞાનવર્સનાત પાદ નાયિત્વ” પૂર્વોક્ત વિધિથી ભેદબુદ્ધિરૂપી ( વ) કરવતના વારંવાર અભ્યાસથી જીવ અજીવની ભિન્નરૂપ બે ફાડ કરીને.” પૂર્વોક્ત વિધિ એટલે રાગના વિકલ્પથી ભિન્ન પાડવાની અભ્યાસ વિધિ દ્વારા. એ રાગનો વિકલ્પ ચાહે તો દયા-દાનનો હો કે પછી તે દેવ-ગુરુ-શાસ્ત્રની શ્રદ્ધાનો હો પણ તેનાથી ભિન્ન પાડવાની વિધિથી-ભેદજ્ઞાનના અભ્યાસથી.. બે ફાડ થાય છે.
શ્રોતા - કાળ કઠણ હોય તો ભેદજ્ઞાન કેવી રીતે થાય?
ઉત્તર- કાળ કઠણ છે જ નહીં. કાળ તો પર છે. તેમાં આત્માને શું છે? પોતાનો સ્વકાળ પ્રગટ કરે છે ત્યાં પરકાળની જરૂર નથી. શ્રીમજીમાં આવે છે –
“વચનામૃત વીતરાગના, પરમ શાંત રસમૂળ,
ઔષધ જે ભવરોગના, કાયરને પ્રતિકૂળ.” આહાહા ! વીરની વાણી તો વીરો માટે છે. રાગના રચનારા રાગમાં રોકાઈને ધર્મ
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #152
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૪)
કલામૃત ભાગ-૨ પામીશું એમ માનનારા કાયર અને નપુંસક માટે નથી. આકરી વાત છે. દયા-દાનનો શુભભાવ એ પુણ્યનો ભાવ અને દેવ-ગુરુ-શાસ્ત્રની શ્રદ્ધાનો રાગ તેની રચનામાં રોકાણો તે તો નપુંસક છે એમ કહે છે. જેમ નપુંસકને વીર્ય ન હોય માટે પુત્ર ન હોય, તેમ શુભભાવની રચના કરનારને ધર્મની પ્રજા ન હોય. સમજાણું કાંઈ?
જેમ કરવત છે તે લાકડાંના બે કટકા કરે છે એમ અંદર પુણ્ય-પાપ અને દયાદાનના રાગનો વિકલ્પ અને ભગવાન તે બે વચ્ચે ભેદજ્ઞાનરૂપી કરવત પડી છે. પોતાનો જે સ્વભાવ છે તેની સન્મુખ થતાં રાગથી છૂટો પડ્યો. તેને રાગની ક્રિયા દ્વારા ભેદજ્ઞાન થયું એમ ન કહ્યું. રાગને ભિન્ન પાડવાના અભ્યાસથી ભેદજ્ઞાન થયું એમ કહે છે. ભેદજ્ઞાનના અભ્યાસથી ભેદજ્ઞાન થયું એમ કહે છે.
પ્રશ્ન:- આવો અભ્યાસ કેવી રીતે થાય?
ઉત્તર- અંતરમાં જ્ઞાનસ્વરૂપ ચૈતન્ય વસ્તુ છે અને આ રાગ પણ છે. હવે રાગની ઉપર જે લક્ષ છે તેને છોડીને જ્ઞાનસ્વભાવ ઉપર લક્ષ કરવું તે રાગથી ભિન્ન પડવાનો અભ્યાસ છે. આહા... હા! આવી વાતો છે બાપુ! વીતરાગ જિનેશ્વરનો માર્ગ આવો છે. ગૌતમ ગણધર મિથ્યાદેષ્ટિ હતા અને એક ક્ષણમાં ગણધરપદ પ્રગટ થતાં બાર અંગ અને ચૌદ પૂર્વની રચના કરી. એવી આત્માની તાકાત છે. તેઓ વેદાંતની શ્રદ્ધા લઈને મિથ્યાષ્ટિ તરીકે આવ્યા હતા. તેમની પાત્રતા હતી અને જ્યાં વાણી નીકળી એ પહેલાં સમજી ગયા. (ચાર જ્ઞાન પ્રગટ થયા.) વાણી પછી નીકળી.
શિવભૂતિ મુનિનો દાખલો પણ આપ્યો હતો. શિવભૂતિ મુનિને દ્રવ્યશ્રુતનું વિશેષજ્ઞાન ન હતું. પરંતુ આત્મજ્ઞાન હતું. હવે કેવળજ્ઞાન પામવાનો એનો પ્રસંગ આવ્યો છે ત્યારે ગુરુએ “મા તુષ અને મા રુષ' કહ્યું; એટલે કે-વીતરાગતા પ્રગટ કર. અનુકૂળતામાં સંતોષ નહીં અને પ્રતિકૂળતામાં દ્વેષ નહીં. તેમને તો મા રુષ અને મા તુષ એટલા શબ્દોય યાદ ન રહ્યાં; પરંતુ એક બાઈ અડદ પલાળી તેની છડીદાળ બનાવતી હતી. બીજી બહેન આ બાઈને પૂછે છે. બહેન તું આ શું કરે છે? તે કહે તુષ (ફોતરાં) અને માસ (અડદ) બેને જુદાં કરું છું. એ વાત શિવભૂતિ મુનિએ સાંભળી અને એકદમ ઉપયોગ તીક્ષ્ણ થતાં; આ વિકલ્પ માત્ર ફોતરાં છે અને હું અંદર નિર્વિકલ્પ આનંદનો નાથ પ્રભુ છું.. આમ સ્વરૂપમાં લીન થયા અને અંતર્મુહૂર્તમાં કેવળજ્ઞાન લીધું.
હવે સંસારમાં નહીં જાવું.” અનાદિથી જે રાગનો સંસાર હતો તેમાંથી આત્મા ખસી ગયો. હવે હું રાગ અને સંસારને મારા નહીં માનું. ચિદાનંદ ભગવાન આનંદનું દળ છે-જ્ઞાનનો પ્રકાશ છે. જ્ઞાયકભાવ છે તેને અવલંબીને રાગથી ભિન્ન ભેદજ્ઞાનના અભ્યાસ દ્વારા પ્રગટ થાય છે. સ્વસમ્મુખ થઈ અને રાગથી ભિન્ન પડવું એવો જે અભ્યાસ તે ભેદજ્ઞાનની કરવત છે. આવી વાત છે.
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #153
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કલશ-૪૫
૧૪૧ શ્રોતા- ઉપયોગ વારંવાર રાગ બાજુ ટકરાય છે જ્ઞાનસ્વભાવ બાજુ કેમ જતો નથી? ઉત્તર:- રાગથી ભિન્ન પડી વારંવાર શાયકના લક્ષમાં જોર કરે તો અંતર્મુખ થાય. પ્રશ્ન:- ન જાય તેનું કારણ શું?
ઉત્તર:- પુરુષાર્થ કરે નહીં તો પછી અંદર જાય કયાંથી? તેનું લક્ષ રાગ ઉપર છે માટે ઉપયોગ ત્યાં જાય છે. હવે લક્ષને ફેરવી નાખ. લક્ષને અહીં જ્ઞાન ઉપર જ્ઞાયક ઉપર કરી નાખ.
પ્રશ્ન:- અનાદિથી એ ( રાગ) તરફ છે ને?
ઉત્તરઃ- એ અનાદિથી હોવા છતાં ક્ષણમાં તેનો નાશ થઈ જાય છે. ઉપયોગ આમ ફરે છે, તે એકદમ ઉભો રાખવા માગે તો નહીં રહી શકે. આમ ઊંધો ફરતાં-ફરતાં એક આંટો આમ સવળો મારે તો ઉપયોગ થંભી જશે. અનાદિથી તે રાગની ફૂદડીમાં ફરતો હતો અને રાગને મારો માનતો હતો એ ક્રિયાથી હવે ગુંલાટ ખાય જશે. રાગથી ભેદજ્ઞાન કર્યું તો રાગના ચક્રાવાથી બહાર નીકળી ગયો.
આ કળશમાં એમ કહે છે-“જ્ઞાનpવવાના” કલનાત્ એટલે તેનો અભ્યાસ કરવાથી અનુભવ થાય છે. માર્ગની વિધિ તો આ છે. અહીં તો એ સિદ્ધ કરવું છે કે-ગમે તે જાતનો શુભરાગ હોય પરંતુ તેનાથી ભિન્ન પાડવાનો અભ્યાસ કરીને પમાય છે, એટલે કે શુભ-રાગથી આત્મા પમાય છે તેમ વાત નથી. અત્યારે તો આ તકરાર ચાલે છે.
જુઓને ! મખ્ખનલાલજીનો મોટો કાગળ આવ્યો છે કે તમે અવિવેકી અજ્ઞાની છો. શુભભાવને હેય માનનાર મિથ્યાદૃષ્ટિ છે. તેની સામે કૈલાસચંદજીએ ખુલાસો કર્યો કેશુભભાવને હેય માનનારને તમે મિથ્યાદેષ્ટિ કહો છો? તો પછી શ્રી પ્રવચનસારમાં તો કુંદકુંદાચાર્ય શુભભાવને હેય કહે છે. આ જવાબથી ખળભળાટ થઈ ગયો.
તેણે કૈલાસચંદજીને ચેલેન્જ આપી છે. અરે ભગવાન! તું આ શું કરે છે? જેનાથી જુદું પડવાનું છે તેનાથી મોક્ષનો માર્ગ પ્રગટ થાય? આ તત્ત્વની વાત એક બાજુ રહી ગઈ અને પંડિતો પંડિતો વચ્ચે તકરારું ઉભી થઈ. શુભભાવ હેય નથી અને તેને હેય કહેનાર તમે આટલા વર્ષે જાગ્યા. સમયસારમાં શુભભાવને ઝેરનો ઘડોવિષકુંભ” કહ્યું છે. અહીંયા તેને અજીવ કહ્યું છે. જેટલા અંશે રાગ છે તેટલા અંશે તે બંધનું કારણ છે. વળી શુભ-અશુભ એવા બે ભાગ પાડે તે ( મિથ્યાષ્ટિ છે ).
અહીં તો કહે છે-શુભરાગ જે દયા-દાન, વ્રત-ભક્તિનો તેનાથી પણ આત્મા ભિન્ન છે. આ રીતે ભેદ અભ્યાસ કરીને સમ્યગ્દર્શન પમાય છે. આ તો હજુ ધર્મનો પહેલો પાયો છે.
પ્રશ્ન:- ભિન્ન તો એક સમયમાં પડી જાય છે તો પછી વારંવાર અભ્યાસ કરવાનું કેમ કહ્યું?
ઉત્તર- જ્યારે થશે ત્યારે એક સમયમાં થશે પણ તેનો અભ્યાસ તો જોઇશે ને?
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #154
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૪૨
કલશાકૃત ભાગ-૨ ઉપયોગ અસંખ્ય સમયનો છે એટલે તેને રાગથી ભિન્ન પાડતાં અસંખ્ય સમય જાય છે. પણ ભિન્ન પડી જાય છે. એક સમયમાં. આહા.. હા આવી વાતું હવે ! ધર્મ પામવાની આ રીત બતાવી બાપુ! આ પ્રભુના મારગડા છે. સંસારની બધી ક્રિયાઓ પાપની તેનાથી તો ભિન્ન છે પણ અહીં તો કહે છે ધર્મ શ્રવણ કરવામાં પણ જે શુભરાગ આવે તેનાથી પણ ભિન્ન કરવાનો ભેદ અભ્યાસ કર. શુભરાગથી ધર્મ થશે તેમ માન નહીં. સમજાણું કાંઈ ?
(દિન) જીવ અજીવની ભિન્નરૂપી બે ફાડ તો જ્ઞાનરૂપી કરવત વડે કરી.” જેમ છરી મૂકતા (વસ્તુના) બે કટકા થઈ જાય તેમ ભેદજ્ઞાનના અભ્યાસથી રાગ અને ભગવાન આત્માની બે ફાડ પડી જાય અર્થાત્ બન્ને જુદા પડી જાય. આહા.. હા ! આમાં કાંઈ બહારના ડહાપણના કામ છે એવું નથી અને બહુ વાંચ્યું હોય તો આ અભ્યાસ થાય એવું પણ નથી. અંદરમાં રાગથી ભિન્ન પડવાનો અને સ્વસમ્મુખ થવાનો અભ્યાસ કરતાં બે ફાડ પડી જાય છે. રાગ અને ભગવાન બન્ને જુદા પડી જાય છે. આ અજીવ અધિકાર છે. રાગ છે તે અજીવ છે. લોકોને આકરું પડે પરંતુ આ શુભરાગ છે તે પુદ્ગલ છે.
પ્રશ્ન- કાળ અસંખ્ય સમયનો છે. (સમ્યગ્દર્શન થવામાં) છ મહિનાનો અભ્યાસ કરવાનું શા માટે કહ્યું?
ઉત્તર- અંતમુહૂર્તમાં થઈ જાય છે. અહીં તો એ જાતનો અભ્યાસ કરવાનું કહ્યું. તેમાં અમૃતચંદ્ર જઘન્ય ન લીધું, ઉત્કૃષ્ટ ન લીધું પરંતુ મધ્યમ લીધું- છ મહિના.
પ્રશ્ન- આત્મા અને રાગ જુદા છે તેવો વિચાર કરવાથી કાર્ય થાય?
ઉત્તર- એવો વિચાર કરવો એ વિકલ્પ છે. વિકલ્પ કરવાથી કાર્ય ન થાય. બેને જુદા પાડવાથી બે ફાડ થાય.
શ્રોતા:- રાગની દિશા પર તરફ છે? ઉત્તર:- રાગની દશાની દિશા પર તરફ છે. દશાને સ્વ તરફ વાળવી. શ્રોતા- પર્યાય તો એક સમયની છે ને?
ઉત્તર:- એ પ્રગટ પર્યાય તો હવે ગઈ, આ તો નવી પર્યાય થઈ તેને અંદર વાળી તેમ કહે છે, સમય એક જ છે. આહા... હા ! વીતરાગનો મારગ આવો છે. અને તેમાં પણ દિગમ્બર સંતોએ તો કેવળજ્ઞાનને ઉભા રાખ્યા છે. જેવું સત્ હતું તેવું જાહેર કર્યું છે. આવી વાત બીજે કયાંય છે? આવી વાત બહાર આવી તો લોકો ભડકી ઊઠયા કે-આ તો એકાંત છે. આમાં તો કયાંય વ્યવહારની વાત આવતી નથી.
શ્રોતા:- પહેલાં મોટર આવી ત્યારે લોકો ભડકતા હતા ને? ઉત્તર:- ભડકતા હતા. પહેલી જ્યારે રેલ્વે આવી ત્યારે બોટાદ પાસે ખસ ગામની
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #155
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check h±tp://www.AtmaDharma.com for updates
કલશ-૪૫
૧૪૩
એક બાઈ હતી તેણે નળિયામાં ધૂપ લઈને રેલ્વેની પૂજા કરી. આ તો કોઈ દેવી છે. બળદ નહીં કાંઈ નહીં અને તેની મેળાએ ચાલે.. તેને આશ્વર્ય થયું. અરે ! કાંઈ ખબર ન મળે. પ્લેન આકાશમાં કયાંયને કયાંય ઉડીને જાય છે. એમાં શું ? એ તો જડની ગતિ છે. તેને આત્મા કયાં કરે છે ? એ ગતિ જડને લઈને પોતાની યોગ્યતાથી થાય છે. શરીરને લઈને આત્મા ચાલે છે તેમ નથી. આત્મા પણ ક્ષેત્રાંતર થવાની લાયકાતથી જાય છે. ૫૨માત્માએ જે સ્વરૂપ કહ્યું હતું તે સંતો જગતને જાહેર કરે છે.
66
કોઈ પ્રશ્ન કરે છે કે-જીવ-અજીવની બે ફાડ તો જ્ઞાનરૂપી કરવત વડે કરી, તે પહેલાં તેઓ કેવા હતાં ?
આ રાગનો વિકલ્પ તો અજીવ છે, ભગવાન આત્મા ચૈતન્યસ્વરૂપ જીવ છે. તે બેને ભેદજ્ઞાન વડે, કરવત વડે, બે કટકા કર્યાં. તે પહેલાં બન્ને કેવા હતાં ? તે પહેલાં બન્ને એક તેની માન્યતામાં હતા.
ઉત્તર:- “ યાવત્ નીવાનીવી સ્ફુવિઘટન ન વ પ્રયાત: ” અનંતકાળથી માંડીને જીવ અને કર્મનો એકપિંડરૂપ પર્યાય પ્રગટપણે ભિન્ન ભિન્ન થયો નહોતો.” આ ગાયું ને ભેસું અને બળદ જુઓને ! આખો દિવસ ઘાસ ચર્યા કરે, આ શરીર તે હું એમ જે માને છે તેને શ૨ી૨થી હું જુદો છું તે વાતની ખબર નથી. આ શ૨ી૨ હું છું અને આ શરીરને પોષણ મળે છે. આવી જડ અને ચૈતન્યની એકતાબુદ્ધિ અનાદિકાળથી ચાલી આવે છે. આ પુણ્યના પરિણામ કર્મ છે–વિકાર છે–રાગ છે, આત્મા આનંદરૂપ છે તેમ બન્ને પ્રગટ ભિન્ન થયા ન હતા. આવો ધર્મનો ઉપદેશ. પેલું તો વ્રત પાળવા, ઉપવાસ ક૨વા, પડિમા લેવી, મહાવ્રત લેવા, નગ્ન મુનિ થવું તે બધું સહેલું ને સટ હતું. એ બધી તો રાગની ક્રિયા હતી. અહીં તો તેનાથી ભિન્ન પાડવાની વાત છે. સમજાણું કાંઈ ?
“ અનંતકાળથી માંડીને જીવ અને કર્મનો એકપિંડરૂપ પર્યાય પ્રગટપણે ભિન્ન ભિન્ન થયો નહોતો ” શક્તિએ અને સ્વભાવથી તો બન્ને ભિન્ન ભિન્ન હતા જ. આત્મા જ્ઞાનસ્વરૂપ છે તે કાંઈ રાગસ્વરૂપ થયો નથી. આ આનંદસ્વરૂપ છે અને આ રાગ છે તેમ પ્રગટ થયું નહતું. જોકે રાગ અને સ્વભાવ બન્ને એકપણે થયા ન હતા. પરંતુ પ્રગટ ભિન્ન થયા હતા. જ્ઞાયકભાવ જે ચૈતન્ય૨સ છે તે રાગના ૨સરૂપે થયો જ નથી. ચૈતન્ય જ્ઞાન૨સ અને રાગરસ તે બે શક્તિપણે તો જુદા જ છે.. કોઈ દિ' એક થયા જ નથી. પરંતુ પ્રગટપણે બન્ને જુદા છે એમ તેણે જાણ્યા ન હોતા.
ભાવાર્થ આમ છે કે-જેવી રીતે સુવર્ણ અને પાષાણ મળેલાં ચાલ્યાં આવે છે, અને ભિન્ન-ભિન્નરૂપ છે તોપણ અગ્નિના સંયોગ વિના પ્રગટપણે ભિન્ન થતાં નથી. અગ્નિનો સંયોગ જ્યારે પામે ત્યારે જ તત્કાળ ભિન્ન ભિન્ન થાય છે.” જ્યારે ખાણમાંથી સોનું કાઢે ત્યારે પથ્થર અને સોનું બન્ને ભેગા હોય છે. ગિરનારના
હ્રદ
Please inform us of any errors on rajesh.shah@fotalise.co.uk
Page #156
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૪૪
કલશામૃત ભાગ-૨ પથ્થરમાંયે સોનું છે. એકવાર પ્રયોગ કર્યો હતો. પ્રયોગ કરતાં ખર્ચ સો રૂપિયાનો થયો અને સોનું એસી રૂપિયાનું નીકળ્યું એટલે પછી બંધ કર્યું. આમ પથ્થરમાં સોનું દેખાય છે. ઝગ... ઝગ. ઝગ.. થતું હોય છે. એને કાઢવા જાય તો સો રૂપિયાનો ખર્ચ થાય. સોનું અને પથ્થર બન્ને ભેગા હોય તેમાં અગ્નિનો પ્રયોગ કરે તો સોનું ને પથ્થર બેય જુદા પડી જાય. સમજાણું કાંઈ ?
તોપણ અગ્નિના સંયોગ વિના પ્રગટપણે ભિન્ન થતાં નથી. સોનું અને પથ્થર છે તો બન્ને ભિન્ન. તેમ ભગવાન આત્મા જાણક તે જ્ઞાચકરસ અને રાગ અચેતનરસ બે ભિન્ન જ છે, પરંતુ પ્રગટ ભિન્ન નથી. શ્રી સમયસારની છઠ્ઠી ગાથામાં કહ્યું છે ને! જે જ્ઞાયક ચૈતન્ય સ્વરૂપ ચૈતન્ય.. ચૈતન્ય.. ચૈતન્ય. ચૈતન્ય પ્રકાશ સ્વરૂપ એવો જ્ઞાયકભાવ તે પુણ્ય-પાપના ભાવપણે થયો જ નથી. કેમકે પુણ્ય ને પાપના ભાવ તે અજીવ છે. જીવ નથી. તેથી જ્ઞાયકભાવ જો પુણ્ય-પાપપણે થાય તો જડ થઈ જાય. આવો મારગ છે તેને લોકોએ બહારથી માન્યો છે. વ્રત કરીએ તો થાય, જાત્રા-ભક્તિ કરીએ તો થાય, શાસ્ત્ર બહુ વાંચીએ તો આત્મજ્ઞાન થાય તેમ નથી.
પ્રશ્ન:- બહુ વાંચે તો ન થાય અને થોડું વાંચે તો ધરમ થાય?
ઉત્તર- સત્ય અધ્યાત્મ શું છે તે તેણે સાંભળ્યું જ નથી. ઓધે-ઓધે બાહ્ય ક્રિયામાં ધર્મ છે એમ માનીને પંથ ચલાવ્યો. એમાં આ વાત એકદમ બહાર આવી એટલે લોકો એકદમ ભડક્યા. બહુ વાંચીએ તો ધર્મ થઈ જશે એમેય નથી બાપુ! આ વાંચન ને એ બધા તો વિકલ્પ છે. આવી વાતું એટલે લોકો એકાંત કહે. આ તો અમૃતચંદ્રાચાર્યના એક હજાર વર્ષ પહેલાંના કળશ છે. એનો સાર તો કુંદકુંદાચાર્યની ગાથામાં છે. આ અભિપ્રાય તો ત્રિકાળ છે-અનાદિનો છે.
તેવી રીતે જીવ અને કર્મનો સંયોગ અનાદિથી ચાલ્યો આવે છે, અને જીવકર્મ ભિન્ન-ભિન્ન છે. તોપણ શુદ્ધ સ્વરૂપના અનુભવ વિના પ્રગટપણે ભિન્ન-ભિન્ન થતાં નથી; જે કાળે શુદ્ધ સ્વરૂપ-અનુભવ થાય છે તે કાળે ભિન્ન-ભિન્ન થાય છે.
ખાણમાં જેમ સોનું અને પથ્થર અનાદિના છે તેમ કર્મ અને આત્મા અનાદિના એક સાથે ચાલ્યા આવે છે. તોપણ અગ્નિના સંયોગ વિના પથ્થર અને સોનું પ્રગટ જુદા પડે નહીં. તેમ કર્મ અને જીવ છે તો ભિન્ન-ભિન્ન પણ તે ધ્યાનાગ્નિ વિના તે પ્રગટ જુદા પડે નહીં.
શ્રોતાઃ- સમ્યગ્દર્શન પણ ધ્યાનમાં જ પ્રગટ થાય છે.
ઉત્તર- દ્રવ્યસંગ્રહમાં લીધું છે ૪૭ ગાથામાં “તુવિદં પિ મોવવાંક્ષાને પાકવિ નં મુળી ળિયનાએટલે કે આત્માના અંતર ધ્યાનમાં જાય છે ત્યારે તેને પર્યાયમાં નિશ્ચય સમ્યગ્દર્શન–જ્ઞાન થાય છે. તે ધ્યાન કાળમાં જે રાગ બાકી રહ્યો છે તેને વ્યવહારનો
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #157
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કલશ-૪૫
૧૪૫ આરોપ કરીને મોક્ષમાર્ગ કહેવાય છે. આહાહા! ત્રિકાળી ચૈતન્ય સ્વરૂપને ધ્યાનનો વિષય બનાવી ને તે ધ્યાનમાં તેને સમ્યગ્દર્શન-શાન થાય છે. તે કાળે રાગ બાકી રહ્યો તેને વ્યવહાર કહેવામાં આવે છે.
શુદ્ધ સ્વરૂપના અનુભવ વિના ચૈતન્ય સન્મુખના અનુભવ વિના; શુદ્ધ ભગવાન પરમાનંદ મૂર્તિ પ્રભુ એનો અનુભવ અર્થાત્ તેને અનુસરીને થતી દશા એ અનુભવ વિના તે પ્રગટ જુદાં થતાં નથી.
પ્રશ્ન- અજ્ઞાનીને એકપણે ભાસે છે તો શું કરવું?
ઉત્તર- એ એકપણે છે જ નહીં. , માન્યું છે. એકપણે ભાસે છે તે તો અજ્ઞાન છે. બન્ને એક થયા જ નથી. જેમ પથ્થર અને સોનું બન્ને ભિન્ન-ભિન્ન જ છે એમ ભગવાન આત્મા જ્ઞાનસ્વભાવી પ્રભુ અને રાગસ્વભાવી વિભાવ તે ભિન્ન જ છે. તો પણ શુદ્ધ અનુભવ વિના પ્રગટપણે ભિન્ન ભિન્ન થતાં નથી. અશુદ્ધતાની પર્યાય અને શુદ્ધ સ્વભાવ તે બન્ને એક જેવા તેને લાગે છે પણ બન્ને છે તો જુદા. ખરેખર તો અશુદ્ધતાની પર્યાય જુદી છે.. પણ શુદ્ધનો અનુભવ કરે ત્યારે તે બન્ને પ્રગટ તદ્દન જુદા થાય છે. આહાહા ! સમ્યગ્દર્શન અને ધર્મ પામવાની આ રીત છે.
“બાળપણું ખેલમાં ખોયું જવાનીમાં સ્ત્રીમાં મોહ્યો
વૃદ્ધપણું જોઈને રોયો, જે કરવાનું હતું તે ન કર્યું.” જે કાળે શુદ્ધ સ્વરૂપનો અનુભવ થાય છે તે કાળે ભિન્ન થાય છે.” એ સરવાળો કર્યો. અહીં જીવ અને અજીવ અધિકાર પૂરા થયા.
—
—
–
રા
જાણનાર.. જાણનાર જાણનાર.... તે માત્ર વર્તમાન છે પુરતું સત્ નથી. જાણનાર તત્ત્વ તે પોતાનું ત્રિકાળી સપણું બતાવી રહ્યું છે. જાણનારની પ્રસિદ્ધિ તે વર્તમાન પૂરતી નથી પણ વર્તમાન છે તે ત્રિકાળીને પ્રસિદ્ધ કરી રહ્યું છે. વર્તમાન જાણનાર અતિ તે ત્રિકાળી અસ્તિ સને બતાવે છે.
( પ્રવચન નવનીત ભાગ-૩ પેઈજ નં. ૧૫૭)
Tટ મજ
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #158
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૪૬
કલશાકૃત ભાગ-૨ કલશ-૪૬ કર્તાકર્મ અધિકાર
(મંદાક્રાન્તા) एक: कर्ता चिदहमिह मे कर्म कोपादयोऽमी इत्यज्ञानां शमयदभितः कर्तृकर्मप्रवृत्तिम्। ज्ञानज्योतिः स्फुरति परमोदात्तमत्यन्तधीरं
साक्षात्कुर्वन्निरुपधि पृथग्द्रव्यनिर्भासि विश्वम्।।१-४६।। ખંડાન્વય સહિત અર્થ:- “જ્ઞાનજ્યોતિ: રતિ” (જ્ઞાનજ્યોતિ:) શુદ્ધ જ્ઞાનપ્રકાશ (રતિ) પ્રગટ થાય છે. કેવો છે? “પરમોત્તમ” સર્વોત્કૃષ્ટ છે. વળી કેવો છે? “સત્યન્તવીર” ત્રિકાળ શાશ્વત છે. વળી કેવો છે? “વિવું સાક્ષાત
” (વિવું) સકળ શેયવસ્તુને (સાક્ષાત્ ઉર્વ) એક સમયમાં પ્રત્યક્ષપણે જાણે છે. વળી કેવો છે? “નિરુપધ” સમસ્ત ઉપાધિથી રહિત છે. વળી કેવો છે? “પૃથ દ્રવ્યનિર્માસિ” (પૃથ) ભિન્ન-ભિન્નપણે (દ્રવ્યનિર્માસિ) સકળ દ્રવ્યગુણ-પર્યાયનો જાણનશીલ છે. શું કરતો થકો પ્રગટ થાય છે? “તિ જ્ઞાનાં વર્તુર્મપ્રવૃત્તેિ મિત: શમય” (તિ) ઉક્ત પ્રકારે (જ્ઞાન) જે મિથ્યાષ્ટિ જીવો છે તેમની (રૂંવર્મપ્રવૃત્તિ) કર્તકર્મપ્રવૃત્તિને અર્થાત્ “જીવવસ્તુ પુદ્ગલકર્મની કર્તા છે” એવી પ્રતીતિને (મિત:) સંપૂર્ણપણે (શકયત) દૂર કરતો થકો. તે કર્તકર્મપ્રવૃત્તિ કેવી છે? “વ: મદમ ચિત વર્તાઈ રૂદ ની રોપાવય: મે વર્મ” (5:) એકલો (દમ) હું જીવદ્રવ્ય (ચિત) ચેતનસ્વરૂપ (વર્તા) પુદ્ગલકર્મને કરું છું, (રદ) એમ હોતાં (સની રોપાય:) વિદ્યમાનરૂપ છે જે જ્ઞાનાવરણાદિક પિંડ તે () મારું (વર્મ) કૃત્ય છે-આવું છે મિથ્યાષ્ટિનું વિપરીતપણું, તેને દૂર કરતું થયું જ્ઞાન પ્રગટ થાય છે. ભાવાર્થ આમ છે કે અહીંથી કર્તકર્મ-અધિકારનો પ્રારંભ થાય છે. ૧-૪૬. પ્રવચન નં. ૫૫
તા. ૧-૮-'૭૭ કલશ-૪૬ : ઉપર પ્રવચન કર્તાકર્મ અધિકાર તેનો પહેલો શ્લોક છે. આ અધિકાર કર્તા કર્મનો છે. આત્મા રાગને કરતો નથી અને કર્મની પર્યાયને પણ કરતો નથી. એવું એનું સ્વરૂપ છે.
જ્ઞાન જ્યોતિ: ૭રતિ” “શુદ્ધજ્ઞાન પ્રકાશ પ્રગટ થાય છે” સમ્યગ્દર્શનમાં ભગવાન આત્મા રાગથી ભિન્ન પડે છે તે કહે છે. આહાહા...! તેને સમ્યગ્દર્શન કહીએ, તેને અનુભવ કહીએ.
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #159
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કલશ-૪૬
૧૪૭ શ્રોતા:- અનુભવને ચારિત્ર કહેવાય?
ઉત્તર:- “અનુભવ રત્ન ચિંતામણી” બનારસીદાસનું પદ છે તેમાં ત્રણેય સાથે જ આવે છે. શ્રીમજીમાં ત્રણ શબ્દો આવે છે-અનુભવ, લક્ષ, પ્રતીત. લક્ષ છે તે જ્ઞાનમાં જાય છે, પ્રતીત શ્રદ્ધામાં જાય છે, અનુભવ સ્થિરતામાં જાય છે. એ અનુભવકાળે લક્ષ, પ્રતીત ને રમણતા ત્રણેય સાથે જ હોય છે. સ્વરૂપાચરણની સ્થિરતા પણ સાથે જ હોય છે. અંદરમાં રાગથી ભિન્ન પડતાં, ચૈતન્યસ્વરૂપનો અનુભવ થતાં તે અનુભવકાળમાં તેનું જ્ઞાન થયું તો તેની પ્રતીત થઈ અને રમણતાનો અંશ પણ તેમાં થયો. બે-ત્રણ જગ્યાએ કળશમાં પણ છે કે તમે સમ્યગ્દર્શન-સમ્યજ્ઞાનની વાત કરો છો પરંતુ શાસ્ત્રમાં તો ત્રણેય સાથે આવે છે. અહીં “અનુભવમાં 'દર્શન-જ્ઞાન-ચારિત્ર ત્રણેય સાથે આવી ગયા.
આત્માના આનંદ ને જ્ઞાનનો અનુભવ થતાં શ્રદ્ધા જ્ઞાન ને ચારિત્ર ત્રણેય અંશ સાથે આવ્યા.
(૧) અનંતાનુબંધીનો કષાય ગયો એટલે સ્થિરતા આવી. (૨) મિથ્યાત્વ ગયું એટલે શ્રદ્ધા-પ્રતીત આવી. (૩) અજ્ઞાન ટળ્યું એટલે જ્ઞાન આવ્યું.
અહીં જ્ઞાનજ્યોતિનો અર્થ પ્રકાશ લેવો છે. અહીં પ્રકાશ કેવો છે એમ કહેવું છે. જો જ્ઞાનજ્યોતિ લઈએ તો તે કેવી છે તેમ અર્થ થાય. જયચંદજી પંડિતે “જ્ઞાનજ્યોતિ કેવી છે તેમ લીધું અને સંસ્કૃતમાં જ્ઞાનજ્યોતિ એટલે બોધનું તેજ-જ્ઞાનનું તેજ એમ “તેજ' શબ્દમાં તેજ કેવું છે તેમાં “કેવું” શબ્દ લાગે. અહીં બીજી રીતે લીધું છે.
જ્ઞાનજ્યોતિ એટલે શુદ્ધ જ્ઞાનપ્રકાશ. ચૈતન્ય શુદ્ધજ્ઞાન સ્વરૂપ છે એવી જ્યાં દૃષ્ટિ થઈ તો સમ્યગ્દર્શનમાં એ જ્ઞાનપ્રકાશ પ્રગટ થાય છે. આ જ્ઞાનપ્રકાશ શક્તિરૂપે-સ્વભાવરૂપે તો છે પરંતુ જે દૃષ્ટિ રાગ અને પર્યાય ઉપર છે એ દૃષ્ટિને દ્રવ્ય ઉપર કરતાં જ્ઞાનજ્યોતિ એટલે શુદ્ધ જ્ઞાનપ્રકાશ પ્રગટ થાય છે. આવી વાત છે.
શરીરની સુંદર કે અસુંદર અવસ્થા કૃશ કે પુષ્ટ અવસ્થા, કે બાળ-યુવાન અવસ્થા તે બધી જડની અવસ્થા છે. તે ચૈતન્યનું કાર્ય નથી.
બપોરે પ્રશ્ન હતો ભાઈનો કે રાગનો કર્તા પરિણામી દ્રવ્ય એમ કેમ લીધું? પણ ત્યાં પરિણામી જ લેવાય. ખરેખર તો રાગની પર્યાય કર્તા અને રાગની પર્યાય જ કર્મ છે. સોળમી ગાથામાં આવ્યું કે-રાગનો કર્તા પરિણામી દ્રવ્ય છે. તે વાતને અહીં કાઢી નાખવી છે. સમજાણું કાંઈ?
જ્યાં સુધી તેની દૃષ્ટિ સ્વભાવ ઉપર નથી. રાગ અને પર્યાય ઉપર છે ત્યાં સુધી તે અજ્ઞાનભાવે રાગનો કર્તા થાય છે. શુદ્ધ ચૈતન્યની દૃષ્ટિની જેને ખબર નથી તેને સમ્યગ્દર્શન નથી. સમ્યગ્દર્શન એટલે સત્યજ્ઞાનના તેજનું પૂર પ્રભુ છે. એવી જેની દૃષ્ટિ નથી તે જીવ
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #160
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૪૮
કલશાકૃત ભાગ-૨ અજ્ઞાનભાવે રાગનો કર્તા થાય છે, તે દ્રવ્ય કર્તા છે તેમ કહેવાય છે.
“કત પરિણામી દરવ કરમરૂપ પરિણામ,
કિરિયા પરજય કી ફિરનિ વસ્તુ એક ત્રય નામ.” નામ ત્રણ છે વસ્તુ એક છે. ઝીણી વાતુ બાપા ! વીતરાગનો મારગ બહુ સૂક્ષ્મ છે. ત્યાં રાગનો કર્તા સિદ્ધ કરવો છે. પરિણામી વસ્તુનું એ પરિણામ છે એમ સિદ્ધ કરવું છે. જ્યારે અહીં રાગના કર્તાપણાનો નિષેધ કરવો છે. બપોરે ચાલે છે તેમાં આત્મા પરિણામી ચીજ છે. એ પરિણામીનું પરિણામ છે, કર્મનું નહીં. સમજાણું કાંઈ ?!
હવે અહીંયા તો એમ સિદ્ધ કરવું છે કે એ જ્ઞાનજ્યોતિ ચૈતન્ય પ્રકાશનું તેજ, બોધ-તેજ, જ્ઞાનજ્યોતિ તે એકલું જ્ઞાયકસ્વભાવનું રૂપ છે તેની ઉપર દૃષ્ટિ પડતાં; તેનો સત્કાર અને સ્વીકાર થતાં પર્યાયમાં અજ્ઞાનનો નાશ થયો.. અને જ્ઞાનજ્યોતિ પર્યાયમાં પ્રગટ થાય છે. આવી વાતું છે.
તે ભાઈનો પ્રશ્ન હતો ને કે. પરિણામી દ્રવ્ય કેમ લીધું? ખરેખર તો પર્યાયનો કર્તા પર્યાય, કર્મ પર્યાય આમ ષકારકનું પરિણમન પર્યાયમાં છે. પંચાસ્તિકાય ગાથા ૬રમાં આ રીતે લીધું છે. પુણ્ય-પાપ એવા રાગાદિ ભાવ તેની એક સમયની પર્યાય તે ષટ્કરકરૂપે પરિણમે છે. - રાગની પર્યાય કર્યા છે, રાગની પર્યાય કર્મ છે, રાગની પર્યાયનું સાધન પર્યાય, એ પર્યાય અપાદાન, એ પર્યાય સંપ્રદાન, એ પર્યાયનો આધાર પર્યાય છે. આ જરા કથનમાં મુશ્કેલ પડે તેથી અજ્ઞાનીને પરિણામી દ્રવ્ય રાગનો કર્તા છે તેમ કહ્યું. સમજાણું કાંઈ?
અહીં જ્ઞાનજ્યોતિનો અર્થ “શુદ્ધ જ્ઞાનપ્રકાશ કર્યો.” તે જ્ઞાનપ્રકાશ કેવો છે? સંસ્કૃત ટીકાકારે બોધનું તેજ. બોધ એટલે જ્ઞાન અને તેજ એટલે જ્યોતિ. ભગવાન બોધનું-જ્ઞાનનું તેજ છે. શુદ્ધ જ્ઞાનનો પ્રકાશ પ્રગટ થાય છે તે માંગલિક કર્યું. જ્ઞાન ને આનંદ સ્વરૂપ પ્રભુ આત્મા શક્તિરૂપે તો હતો પણ તેનો જ્યાં દૃષ્ટિમાં સ્વીકાર થયો તો પર્યાયમાં પણ શુદ્ધજ્ઞાન પ્રકાશપણે પ્રગટ થયો.
( જ્ઞાનજ્યોતિ:) શુદ્ધ જ્ઞાનપ્રકાશ ( રતિ) પ્રગટ થાય છે. કેવો છે? “પરમોત્તમ” સર્વોત્કૃષ્ટ છે.”
સંસ્કૃત ટીકાકારે પરમનો આ રીતે અર્થ કર્યો છે. “પST' એટલે ઉત્કૃષ્ટ અને “મા” એટલે લક્ષ્મી. જેની જ્ઞાન અને આનંદ લક્ષ્મી ઉત્કૃષ્ટ છે તે પ્રગટ થાય છે. પરમ ઉદાત્ત છે અને પરમ લક્ષ્મીવાન છે. “પરમ' શબ્દ વિશેષણ છે. પરમ લક્ષ્મી અંદર ભરેલી છે તે પ્રગટ થઈ છે. આ પ્રગટ થયેલાની વાત છે.. અને સાથે ત્રિકાળની વાત પણ છે. જે ત્રિકાળ છે તે જ્ઞાનજ્યોતિ સ્વરૂપ છે તે જ્યોતિ પર્યાયમાં પ્રગટ થાય છે. એ જ્ઞાનપ્રકાશ કેવો છે એમ કહીને ત્યાં ત્રિકાળની વાત કરી કે તે સર્વોત્કૃષ્ટ-મહાલક્ષ્મીવાન છે.
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #161
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કલશ-૪૬
૧૪૯ “વળી કેવો છે? “અત્યંતધીર” ત્રિકાળ શાશ્વત છે.” ભગવાન આત્મા જ્ઞાનબોધ સ્વરૂપ પ્રભુ ત્રિકાળ શાશ્વત છે તે દૃષ્ટિનો વિષય છે. ત્રિકાળી જ્ઞાયક શાશ્વત ધીર છે તે સમ્યગ્દર્શનનો વિષય છે.
વળી કેવો છે? “વિરવું સાક્ષાત દુર્વત” (વિવું) એટલે સકળ શેય વસ્તુને (સાક્ષાત્ પુર્વ) એક સમયમાં પ્રત્યક્ષપણે જાણે છે.”
કેવળજ્ઞાનની અપેક્ષાએ સમસ્ત વસ્તુને સાક્ષાત્ જાણે છે પરંતુ શ્રુતજ્ઞાનની અપેક્ષાએ પણ એક સમયમાં બધું જાણે છે. તે અનંત-દ્રવ્ય-ગુણ-પર્યાયને જાણે છે. સ્વપરપ્રકાશક પર્યાયનો એવો સ્વભાવ છે કે-સ્વને તો જાણે જ છે પરંતુ પરને પણ જાણે છે. આહાહા ! સમ્યજ્ઞાન થયું તો ચૈતન્યસ્વરૂપ ભગવાન પૂર્ણ આનંદસ્વરૂપ છે તેવું ભાન થયું. એ જ્ઞાનની પર્યાય સ્વને તો જાણે જ છે પરંતુ પર્યાયનો ધર્મ સ્વપરપ્રકાશક છે તેથી શ્રુતજ્ઞાની પણ પરનેલોકાલોકને જાણે છે. એ સ્વપરપ્રકાશક જ્ઞાન પર્યાયની તાકાત એટલી છે. તે તાકાત દ્રવ્ય-ગુણને લઈને નહીં. દ્રવ્ય-ગુણ તો ત્રિકાળ છે જ પરંતુ પર્યાયમાં ત્રિકાળ વસ્તુને જાણવાની તાકાત પ્રગટ થઈ છે.
વળી કેવો છે? “નિરુપ” સમસ્ત ઉપાધિથી રહિત છે.” નિઃઉપાધિ અર્થાત્ જ્ઞાન ઉપાધિ વિનાનું છે. જ્ઞાનસ્વરૂપી ભગવાન પૂર્ણાનંદસ્વરૂપી જ્ઞાયકભાવ તેના (આશ્રયે) પર્યાયમાં જે જ્ઞાન પ્રગટ થયું છે તેને કોઈ ઉપાધિ છે નહીં.
પ્રશ્ન- નિપાધિ વિશેષણ બન્નેમાં લાગુ પડે છે?
ઉત્તર- અત્યારે જે પર્યાય પ્રગટ થાય છે તેની વાત છે. આ વિશેષણ ત્રિકાળીને લાગુ પડે નહીં. કારણ કે અત્યારે પ્રગટ પર્યાયની વાત છે અને તે ઉપાધિથી રહિત છે. શુદ્ધ જ્ઞાનપ્રકાશ પ્રગટ થાય છે તેમાં શુદ્ધ જ્ઞાન તે ત્રિકાળ છે અને પ્રગટ થાય છે તે પર્યાય છે.
વળી કેવો છે? “પૂથ દ્રવ્યનિમff” (પૃથ) ભિન્ન-ભિન્ન પણે (દ્રવ્યનિર્માસિ) સકળ દ્રવ્ય-ગુણ-પર્યાયનો જાણનશીલ છે.” અનંત દ્રવ્યો, અનંત આત્માઓ, અનંત પરમાણુઓ તેને જ્ઞાન ભિન્ન ભિન્નપણે જેમ છે તેમ જાણે છે. આહાહા...! આ તો હજુ કર્તાકર્મ અધિકારનું માંગલિક કરે છે. જોયું! ભાષા શું છે? “સકળ દ્રવ્યગુણ-પર્યાયનો જાણનશીલ છે.” જાણવાનો જેનો સ્વભાવ છે તેવો જાણનશીલ છે.
ભગવાન આત્મા પૂર્ણાનંદ સ્વરૂપ છે. તેનું ભાન થતાં એટલે કે સમ્યગ્દર્શન થતાં. (જ્ઞાન) પર્યાયમાં સર્વ દ્રવ્ય ગુણ પર્યાય ભાસે તેવી તેની તાકાત છે. અહીં જ્ઞાન લેવું છે ને! તેથી ભિન્ન-ભિન્નપણે ભાસે છે એમ લીધું. જો દર્શન ગુણથી કહેવું હોય તો એ (ત્રણેને) અભેદપણે દેખે છે. જ્ઞાન બધું જાણે છે કે આ આત્મા, આ એનો ગુણ અને આ એની પર્યાય, એ પર્યાયમાં અનંત અવિભાગ પ્રતિચ્છેદ બધું જાણે છે. જ્ઞાનની પર્યાયની તાકાત જ જાણવાની છે. એનો જાણનશીલ સ્વભાવ આવો છે. આવી ઝીણી વાતું બહુ બાપા...!
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #162
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૫૦
66
કલશામૃત ભાગ-૨ શું કરતો થકો પ્રગટ થાય છે? “ કૃતિ અજ્ઞાનાં [ર્મપ્રવૃત્તિ અમિત: શમયત્” ઉક્ત પ્રકારે જે મિથ્યાર્દષ્ટિ જીવો છે તેમની કર્તૃકર્મ પ્રવૃત્તિને અર્થાત્ ‘ જીવવસ્તુ પુદ્ગલકર્મની કર્તા છે’ એવી પ્રતીતિને સંપૂર્ણપણે દૂર કરતો થકો.”
પહેલા ચરણમાં છેલ્લું પદ છે તેનો અર્થ કરે છે. “ ોપાવય: મે ર્મ ” હું કર્તા છું અને વિકારી પરિણામ તેમ જ જડકર્મ બન્ને મારું કાર્ય નથી. અજ્ઞાનદશામાં જે રાગનો કર્તા માનતો હતો અને રાગ મારું કર્મ છે એવી અજ્ઞાનરૂપ કર્તાકર્મની પ્રવૃત્તિને અર્થાત્ જીવવસ્તુ પુદ્ગલકર્મની કર્તા છે. અહીં કર્તાકર્મની પ્રવૃત્તિમાં એકલું પુદ્ગલ લીધું છે... પરંતુ અહીં દ્રવ્યકર્મ અને ભાવકર્મ બન્ને લેવાં કા૨ણ કે ટીકામાં બન્ને લીધા છે.
સૌ પહેલાં અહીં તો એટલે સિદ્ધ કરવું છે કે-જ્ઞાનીને રાગ થાય, છતાં તે રાગનો કર્તા નથી. તે કાળે રાગનું નિમિત્ત પામીને ( અસ્થિરતાનો ) કર્મબંધ થાય છે. એ રાગને લઈને કર્મની પર્યાય બંધાણી છે એમ નથી. (એ બે વચ્ચે કર્તાકર્મપણું નથી.) કર્મની પર્યાય ષટ્કા૨કરૂપે જે પર્યાય થવાની છે તે થઈ છે.. તેનો કર્તા શાની નથી, અને જે બંધમાં નિમિત્ત થયો તે રાગનોય કર્તા નથી.
แ
,
આહાહા ! કર્તાકર્મ પ્રવૃત્તિ (અભિત: ) સંપૂર્ણપણે. “ જીવ પુદ્ગલ કર્મનો કર્તા છે.. અત્યારે અહીંયા આ રીતે સિદ્ધ કરવું છે. બીજી રીતે લઈએ તો પુદ્ગલકર્મ કર્તા છે અને વિકારી પરિણામ આત્માનું કર્મ છે (તેમ પણ શાસ્ત્રમાં આવે છે) પણ અહીંયા એ વાત છે નહીં. પુદ્ગલ કર્મનો ઉદય કર્તા અને વિકારી પરિણામ તેનું કાર્ય એમ નથી.
અહીંયા કહે છે કે–વિકારી પરિણામ જીવનું કર્તવ્ય અને વિકારી પરિણામ કર્મ એ એનું અજ્ઞાન હતું. આત્માનું ભાન થયું તેમાં તે અજ્ઞાન નથી. શું કહે છે ? “ સંપૂર્ણ પણે અજ્ઞાન ભાવને દૂર કરતો થકો ”, ચૈતન્યનું તેજ, ચૈતન્યનો ચંદ્ર શીતળસ્વરૂપ ભગવાન તેનું અંતરમાં સમ્યગ્દર્શન-સત્યદર્શન થયું ત્યાં તેને જિનપ્રકાશ થયો. એ જિનપ્રકાશ અજ્ઞાનપણે જે કર્તા થતો હતો તેનો નાશ કરે છે.
“ તે કર્તૃકર્મ પ્રવૃત્તિ કેવી છે ? ” પૃ: અન્નમ્ વિક્ ર્તા ફઇ અમી જોવાવય: મે ર્મ” એકલો હું જીવદ્રવ્ય ચેતનસ્વરૂપ પુદ્ગલ કર્મને કરું છું.
,
હું એકલો ચૈતન્યસ્વરૂપ આત્મા જડકર્મની-બંધનની પર્યાયને કરું છું. પુદ્ગલના પરિણામ-કર્મની અવસ્થા તેનો હું કર્તા છું. કર્મબંધનની અવસ્થાનો પુદ્ગલ કર્તા નથી. પુદ્ગલેય કર્તા છે અને હુંય એ કર્તા છું એમ (એક અવસ્થાના ) બે કર્તા નથી. હું એકલો જ તેનો કર્તા છું... એ પાઠ અહીં છે. હું જીવદ્રવ્ય ચેતનસ્વરૂપ એકલો પુદ્ગલકર્મનો કર્તા છું. અહીં તો એ કહેવું છે કે-પુદ્ગલના પરિણામને હું જ કરું છું. રાગના પરિણામને હું જ કરું છું. રાગથી પણ રાગ થાય અને બીજો હું રાગને કરું તેમ બે કર્તા નહીં. હું એકલો જ રાગનો કર્તા છું એમ અજ્ઞાની માને છે.
Please inform us of any errors on rajesh.shah@fofalise.co.uk
Page #163
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કલશ-૪૬
૧૫૧ બપોરે પ્રવચનમાં એમ સિદ્ધ કર્યું કે-આ પરિણામ પરિણામીનું છે. જીવદ્રવ્ય-વસ્તુ પરિણામી છે અને એનાં એ પરિણામ છે. પરિણામી અને પરિણામ અનન્ય છે-અભેદ છે. વિકારી પરિણામ અને વિકારી કરનારો પરિણામી બે અભેદ છે. એ તો અજ્ઞાનીની દૃષ્ટિ સ્થાપવા ત્યાં સિદ્ધ કર્યું છે. સવારે પ્રવચનમાં બીજું આવે બપોરે બીજું આવે તેમાં કઈ અપેક્ષાથી સિદ્ધ કરવું છે તે વાત જાણવી જોઈએ.
અરે! સત્યને સમજ્યા વિના અનંતકાળ પરિભ્રમણમાં ગયો. ક્રિયાકાંડમાં ઘૂસી ગયો અને ચોરાશીના અવતાર કર્યા. અહીં કહે છે કે એ ક્રિયાકાંડનો જે રાગ છે એ રાગને રાગ કરે અને હું કરું તેમ બે કર્તા નથી. હું એકલો રાગનો કરનાર છું તેમ અજ્ઞાની માને છે. વીતરાગનો માર્ગ આવો ઝીણો છે. સર્વજ્ઞ જિનેશ્વરદેવે જોયું એવું કહ્યું છે અને સ્વરૂપ પણ એવું જ છે. અનાદિથી પરિચય નહીં અને અભ્યાસ નહીં. એટલે એને એમ લાગે કે આ શું છે?
આહાહા ! હું એકલો વિકારની ને કર્મની પર્યાયનો કર્તા છું એમ અજ્ઞાની મિથ્યાષ્ટિ જીવ માને છે. તેને જૈનતત્ત્વ, આત્મતત્ત્વ શું છે તેની ખબર નથી. જૈનના વાડામાં, સંપ્રદાયમાં રહ્યાં છતાં તે મિથ્યાષ્ટિ જીવ એમ માને છે કે હું એકલો રાગનો કર્તા છું. રાગ કર્મના (લ) નિમિત્તે થયો અથવા રાગ રાગથી થયો તેમ છે નહીં.
પ્રશ્ન:- જાણ્યા પછી ભાન આવે પરંતુ જાણ્યા પહેલાં રાગને હું કરું છું તેમ માને ને?
ઉત્તર:- એને જાણ્યાનું ક્યાં ભાન છે, એ તો અજ્ઞાનથી (હું કરું છું) તેમ માને છે. બીજી ગાથામાં આવે છે કે જાણે છે તેનો અર્થ તેની ખબર નથી. તે અજ્ઞાનપણે એમ માને છે કે-આ રાગને હું કરું છું. એના જ્ઞાન પરિણામમાં, રાગને હું કરું છું એવું જ એનું પરિણમન છે. ધર્મ સમજવો કઠિન છે. વીતરાગનો માર્ગ ઘણો સૂક્ષ્મ છે. લોકોએ તો અજૈનધર્મને જૈનધર્મ તરીકે સ્વીકારી લીધો છે. કોઈની સેવા કરવી, દયા પાળવી, દયાનો રાગ કરવો તેને ધર્મ માન્યો છે પરંતુ તે જૈન ધર્મ જ નથી.
જુઓ, એટલું કહ્યું! હું ચૈતન્યસ્વરૂપ આત્મા પુદ્ગલ કર્મને કરું છું. કર્મની પર્યાય બંધાય તેને હું કરું છું. આ રાગના પુણ્ય-પાપના, દયા-દાનના ભાવ આવે તેને હું કર્તા થઈને એકલો કરું છું એમ માને તે મિથ્યાષ્ટિ છે. અહીં તો તેનાથી આગળ કહે છે કેઆ વ્રત, તપ કરે છે અને તે ધર્મ છે તે મિથ્યાત્વ છે. વાતે વાતે ઘણો ફેર. વીતરાગ માર્ગને આખો ઉથલાવી નાખ્યો છે.
આહાહા ! અહીં કહે છે-વ્યવહાર રત્નત્રયનો વિકલ્પ જે ઉઠે છે એ વિકાર વિકારથી પર્યાયમાં થાય છે એમ માનતો નથી પરંતુ એ વિકારનો હું કર્તા છું એમ માને છે. સમજાણું કાંઈ? આવું બધું સમજવું? તો આમાં પાર કયાં આવે? વાણીયાને ધંધા આડે નવરાશ મળે નહીં અને એમાં કલાક સાંભળવા મળે એમાં આવું ઝીણું!? તેણે તો એ
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #164
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૫૨
કલશાકૃત ભાગ-૨ સાંભળ્યું હતું કે-દયા પાળો, વ્રત કરો, ઉપવાસ કરો.. એ બધું રખડવા માટે સહેલું હતું.
પાઠમાં ‘વોપવિય:' છે તેનો અર્થ કર્યો “વિદ્યમાન છે જે જ્ઞાનાવરણાદિક પિંડ તે મારું (વર્ષ) કૃત્ય છે.” પુદ્ગલકર્મને હું કરું છું. હું છું તો પુદ્ગલકર્મની અવસ્થા થાય છે, તે પુગલકર્મની અવસ્થા મેં કરી છે તેમ માને છે. તેમ પર્યાયમાં રાગ થાય છે તો હું છું તો રાગની અવસ્થા થાય છે એમ માને છે. પર્યાયનો કર્તા પર્યાય છે તેમ અજ્ઞાની માનતો નથી. દયા-દાન-વ્રતના રાગના ભાવ આવ્યા તેનો કરનારો હું એકલો છું તેમ માનનાર મિથ્યાષ્ટિ અજ્ઞાની છે. આમ ગુંલાટ ખાઈને વાત કરે તો તેમાં તે એમ કહે છે કે-વિકાર છે તે પુદ્ગલનું કાર્ય છે અને તે પુદ્ગલનું કર્મ છે એમ માને છે. આવું માનનારો પણ અજ્ઞાની છે. સમજાણું કાંઈ?
હું જાણનારો છું અને રાગાદિ પરય તરીકે છે. હું જ્ઞાન તરીકે સ્વ છું અને પારને શેય તરીકે જાણું છું. આવો માર્ગ છે.
“આવું છે મિથ્યાષ્ટિનું વિપરીતપણું, તેને દૂર કરતું થયું જ્ઞાન પ્રગટ થાય છે.” આ રાગ છે તે કર્મના અર્થાત્ નિમિત્તનાં સંબંધથી થયેલ ઉપાધિ છે તેમ અજ્ઞાની ન માનતા, એ રાગ મારું કર્તવ્ય છે અને તે કાળે પુગલકર્મ બંધાય છે તે પણ મારે લઈને બંધાય છે તેમ અજ્ઞાની માને છે. પછી તે જૈનના સાધુનું નામ ધરાવતો હોય. એ પંચ મહાવ્રતના પરિણામ કે જેના ફળમાં નવમી રૈવેયકે જાય. તે પંચ મહાવ્રતના પરિણામ પણ રાગ છે. અત્યારે તો એવા પરિણામ પણ હોતા નથી. અજ્ઞાની તે રાગને પોતાનું કર્તવ્ય માને છે. પર જીવોને જીવતા રાખવા, મદદ કરવી, આહાર-પાણી કરાવવા એ અમારી ફરજ છે તેમ અજ્ઞાની માને છે. આવું મિથ્યાદેષ્ટિનું વિપરીતપણું છે તેને દૂર કરતું થયું જ્ઞાન પ્રગટ થાય છે.
પ્રભુ આત્મા તો જ્ઞાનસ્વરૂપી પ્રકાશમયી વસ્તુ છે, તે પ્રકાશે કે કોઈને કરે? જેને વ્યવહાર રત્નત્રય કહેવામાં આવે છે એ દેવ-ગુરુ-શાસ્ત્રની શ્રદ્ધા તે પણ રાગ છે, પંચ મહાવ્રતના ભાવ એ પણ રાગ છે, શાસ્ત્રનું ભણવું એ પણ રાગ છે. આહાહા ! એ રાગ મારું કર્તવ્ય છે અને હું તેનો કર્તા છું એવું મિથ્યાષ્ટિનું વિપરીતપણું છે તેને જ્ઞાન સમાવી ઘે છે. હું એક આત્મા, ચૈતન્ય પ્રકાશનો પૂંજ છું એવી દૃષ્ટિ થતાં; વિપરીતપણાનો નાશ થાય છે. સમ્યગ્દર્શનનો આ ઉપાય છે. આહાહા! આવું ઝીણું! એકેક વાતે ફેર છે.
દયા પાળો, વ્રત કરો, અપવાસ કરો એવી વાત તો આમાં આવી નહીં! એ રાગની વાત છે, તેમાં રાગ આવ્યો. અહીં કહે છે તે રાગનો કર્તા હું અને તે મારું કર્તવ્ય એ માન્યતા મિથ્યાષ્ટિની છે. શું કહે છે? હું જ્ઞાનસ્વરૂપી આત્મા સ્વને અને પરને પ્રકાશનારો, રાગને અને પરને નહીં કરનારો. આત્માનું આવું સ્વરૂપ છે.
પંડિતો વાંધો કાઢે છે. છાપામાં મમ્મનલાલજીનું લખાણ આવ્યું છે. શુભજોગ
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #165
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કલશ-૪૬
૧૫૩ દયા, દાન, વ્રત, ભક્તિ તે મોક્ષનો માર્ગ છે. આ દિગમ્બર પંડિત ! મખ્ખનવાલજીએ કૈલાસચંદજીને મોટી ચેલેન્જ આપી છે કે તમે દિલ્હી આવો અને બે દિવસ ચર્ચા કરો. ચેલેન્જ આપું છું કે-શુભજોગ છે તે જ મોક્ષનો માર્ગ છે.
મખ્ખનવાલજી:- શુભભાવને હેય માને તે મિથ્યાષ્ટિ છે.
કૈલાસચંદજી – કુંદકુંદાચાર્ય શુભરાગને હેય માને છે તો પછી કુંદકુંદાચાર્ય મિથ્યાષ્ટિ ર્યા. આ વાત બન્ને પંડિતોમાં ચાલે છે. મૂળ તો આ વાત કયાંય હતી જ નહીં. અહીંથી નીકળી એટલે ખટકે છે.
શ્રોતા- બન્ને વાત ખોટી છે. (૧) વ્યવહારથી નિશ્ચય થશે (૨) શુભ કરવાથી શુદ્ધ થશે.
ઉત્તર:- એ. બધુંય ખોટું છે. (૧) શુભ કરવાથી શુદ્ધ થશે એ મિથ્યાત્વ છે. (૨) શુભભાવ મારું કર્તવ્ય છે એ પણ મિથ્યાત્વ છે. આહાહા! આવી ભારે વાતું ભાઈ ! વસ્તુ આવી છે ભાઈ! વર્તમાનમાં મૂળ તત્ત્વની વાતો બધે ઉડી ગઈ છે. ક્યાંય તત્ત્વની વાત જ રહી નહીં. આ કરો, વ્રત કરો, અપવાસ કરો, ભક્તિ-પૂજા-જાત્રા કરો, દાન કરો, થઈ ગયો ધર્મ.
શ્રી પંચાધ્યાયીમાં પ૬૮મી ગાથા છે. દુષ્ટ પુરુષનું જેમ દુષ્ટ કર્તવ્ય છે તેમ શુભભાવ દુષ્ટ કર્તવ્ય છે. એટલે એનું ફળ દુષ્ટ છે-મમ્મનલાલજીએ આવો અર્થ કર્યો છે. પંચાધ્યાયી છે તો રાજમલ્લજીનું. પાઠમાં “વ્રતાદિ' શબ્દ છે. વ્રતનો ભાવ છે તે શુભ છે અને તે દુષ્ટ છે આરે ! આવી વાતો કેમ બેસે? તેને તો વ્રત કરવા તે સંવર લાગે, ઉપવાસ કરવો તે તપ લાગે, અને તપ છે તે નિર્જરા છે અને નિર્જરા છે ધર્મ છે. અજ્ઞાનીએ આવું માનેલું રખડવા માટે સહેલું ને સટ હતું. બધે જ આ પ્રથા છે.
અહીં કહે છે કે-મિથ્યાષ્ટિ રાગનો કર્તા થાય છે એવી જેની દૃષ્ટિ વિપરીત છે તે જ્ઞાનસ્વરૂપ જાણનારા આત્માનો (દષ્ટિમાંથી) નાશ કરે છે. આત્મા તો જાણનાર છે તે કરે કોને? પરનું તો કરે નહીં પણ રાગનુંય કરે નહીં. જ્ઞાનસ્વરૂપ છે તે જ્ઞાનને કરે કે રાગને કરે? આહાહા! આવું સ્વરૂપ છે! ચૈતન્ય પ્રકાશનો પૂંજ પ્રભુ છે એ ચૈતન્યના પ્રકાશની પર્યાયને કરે એ પણ ઉપચારથી છે. કારણ કે કર્તા કર્મનો એટલો ભેદ થયો માટે ઉપચાર. કર્તાકર્મ અધિકારનો ચોથો કળશ છે તેમાં આવશે.
કળશ-૪૯નો ભાવાર્થ આમ છે કે “જેમ ઉપચારમાત્રથી દ્રવ્ય પોતાના પરિણામનો કર્તા છે, તે જ પરિણામ દ્રવ્યથી કરાયેલા છે તેમ અન્ય દ્રવ્યોનો કર્તા અન્ય દ્રવ્ય ઉપચારમાત્રથી પણ નથી, કારણ કે એક સત્ત્વ નથી ભિન્ન સત્ત્વ છે.”
જોયું! અન્ય દ્રવ્યના પરિણામને પુદ્ગલ બાંધે કે પરની દયા પાળે તેનો કર્તા ઉપચારમાત્રથી પણ નથી. જ્યારે પેલામાં તો આત્મા કર્તા અને નિર્મળ પર્યાય કર્મ તેવો
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #166
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૫૪
કલશાકૃત ભાગ-૨ ભેદ પડ્યો માટે ઉપચાર છે. આ કઈ વાત ચાલે છે તેની ખબરું ન હોય હજુ તેને સમજવુંય કઠણ લાગતું હોય.
અહીં કહે છે-જિનેશ્વરદેવ-પરમેશ્વરનો આ હુકમ છે. રાગનો કર્તા થાય તે મિથ્યાષ્ટિ છે. પરદ્રવ્યની દયાનો પાળનારો થાય અને પૈસા મેં દીધા તેમ દાનનો દેનારો થાય એ મિથ્યાષ્ટિ છે.
પ્રશ્ન:- ઉપચારમાત્રથી કર્તા નથી તો ઉપચાર કેમ કહ્યો?
ઉત્તર:- આહાહા! ભેદ પડ્યો માટે વ્યવહાર. આમા કર્તા અને પરિણામ એ કર્મ એવો ભેદ પડ્યો ને એટલે ઉપચાર કહ્યો. ભેદ અર્થાત્ વિકલ્પ છે ને એટલા માટે ઉપચાર. અભેદમાં તો કર્તાકર્મ બધું એક જ છે. કર્તા પણ આત્મા અને કર્મ પણ આત્મા જ છે.
(૧) નિશ્ચયથી તો નિર્મળ પરિણામનો એ કર્તા અને નિર્મળ પરિણામ કર્મ એ અભેદથી પરિણામમાં છે.
(૨) વિકારના પરિણામ તેમાં પર્યાય કર્તા અને પર્યાય તેનું કર્મ છે. તેને દ્રવ્ય-ગુણ સાથે સંબંધ નથી. પરની સાથે તો સંબંધ છે જ નહીં.
(૩) રાગના પરિણામનો આત્મા કર્તા અને રાગના પરિણામ કર્મ એ ઉપચારમાત્રથી છે-વ્યવહારમાત્રથી છે. તેને નથી કરવું સમ્યગ્દર્શન, નથી કરવું સમ્યજ્ઞાન અને લઈ
લ્યો વ્રત ને તપ અને થઈ જાઓ ઝટ સાધુ. પડિમા લઈ લ્ય તો રોટલા તો મળે ! અરેરે! કાંઈ તત્ત્વની ખબર ન મળે.
પ્રશ્ન- શુદ્ધોપયોગનો કર્તા માને તો?
ઉત્તર-શુદ્ધોપયોગનો કર્તા છે એટલોય ભેદ છે. શુદ્ધોપયોગનું કર્તાકર્મપણું શુદ્ધોપયોગમાં છે. આત્મા શુદ્ધોપયોગનો કર્તા એ પણ ભેદ થયો. આહાહા ! ઝીણી વાત છે બાપુ!
જિનેશ્વર પરમેશ્વર કોને કહે છે? જે એક સેકંડના અસંખ્યાતમાં ભાગમાં ત્રણકાળત્રણલોકને જાણે છે. પ્રભુનો માર્ગ કેવો હોય બાપુ! ખરેખર તો રાગનો કર્તા છું અને રાગ એનાં પરિણામ એ અજ્ઞાની માટે પણ ભેદ-વ્યવહાર છે. જ્ઞાની માટે શુદ્ધોપયોગ મારું કર્તવ્ય છે અને હું તેનો કર્તા છું એ પણ ભેદ છે. શુદ્ધોપયોગ છે એ જ કર્તા અને એ જ કર્મ છે. કર્તાકર્મપણું પરિણામમાં છે. વીતરાગી પરમાત્મા જગતને આમ કહે છે. જગતને આવું મળ્યું નથી બિચારા શું કરે?
કેટલાક નવાને તો આ સાંભળીને એવું લાગે છે કે-આ તો બધો ધર્મનો લોપ થઈ જાય છે. આહાહા ! ધર્મ શું છે એ તને ખબર નથી ભાઈ ! રાગની ક્રિયા છે તે તો અધર્મ છે. જે ભાવે તીર્થકર ગોત્ર બંધાય તે ભાવ અધર્મ છે. ધર્મથી કદી બંધ થાય?
આજથી ૪૮ વર્ષ પહેલાં બોટાદમાં સંવત ૧૮૮૫ ની સાલમાં કહ્યું હતું. ત્યારે મોં એ મુહપતિ રાખતો હતો અને હજાર પંદરસો માણસની સભામાં વ્યાખ્યાનમાં કહેલું. તે
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #167
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કલશ-૪૬
૧૫૫ જમાનામાં અમારું નામ પ્રતિષ્ઠિત હતું. કાનજીસ્વામી વાંચવા બેઠા છે એટલે માણસ ઉભરાય. ઉપાશ્રયમાં સમાય નહીં. એટલે બહાર શેરીમાં બેસે. ત્યારે એક વખત થોડું કહ્યું 'તું જે ભાવે તીર્થકર ગોત્ર બંધાય એ ભાવ ધર્મ નહીં. ધર્મથી બંધ થાય? જે ભાવે બંધ થાય એ ભાવ ધર્મનું કારણ નથી. પંચમહાવ્રતના પરિણામ તે આસ્રવ છે-વિકલ્પ છે–રાગ છે તે ધર્મ નથી, કેમકે તે પરલક્ષી ભાવ છે. પરલક્ષી ભાવ છે તે વિકાર-આસ્રવ છે. સંપ્રદાયમાં અમારી પ્રતિષ્ઠા હતી તેથી સભામાં કોઈ કાંઈ ન બોલ્યું.
બોટાદમાં અમારું માન બહુ હતું. આ ૬0 વર્ષ પહેલાંની વાત છે. ૬૪ વર્ષ તો દીક્ષા લીધાને થયા. પછી જે સાધુ બેઠા હતા તે વીસરે. વીસરે કરીને ઊઠી ગયા. મેં તેમને કહ્યુંએ વાત તમને ન ગોઠી તો ઉભા શું કામ થયા? બેસી રહેવું હતું ને? તે સાધુ મને કહે તમે જે કહ્યું તે લોકોએ સાંભળ્યું નથી, માન્યું નથી. મને ખબર છે તમે શું કહ્યું છે.. મારે આવી શ્રદ્ધા જોઈતી નથી. ન જોઈએ તમારી વાત એક કોર રાખો.
પંચ મહાવ્રતના પરિણામ અને બાર વ્રતના ભાવ એ રાગ ને આસ્રવ છે. એ બંધનું કારણ છે. આવી વસ્તુ છે. અરે! ભગવાનના માર્ગનો તો લોપ કરી નાખ્યો છે. આ તો સિંહના–વીતરાગના માર્ગ છે. સમજાણું કાંઈ?
શ્રોતા:- મુહપત્તિનો ત્યાગ કરીને પછી તેને જૂઠા ઠરાવ્યા?
ઉત્તર- આ વાત તો મુહપત્તિ વખતે કરી હતી. ત્યારે બોટાદમાં જૈનોના ત્રણસો ઘર હતા. હવે તો તેનાથી વધી ગયા છે. અમારું વ્યાખ્યાન ચાલે. માણસ ઘણું આવે, ત્યારે કહ્યું હતું. પંચ મહાવ્રતના પરિણામ તે આસ્રવ છે. જે ભાવે તીર્થકર ગોત્ર બંધાય તે અધર્મ છે. ધર્મથી બંધ ન થાય કેમકે ધર્મ તો આત્માના વીતરાગી પરિણામ છે. ચૈતન્યના આશ્રયે-અવલંબને થયેલો વીતરાગી ભાવ તે ધર્મ છે. વીતરાગીભાવ કોના આશ્રયે થાય તે સાંભળ્યું ન હોય.
અહીં કહે છે-મિથ્યાષ્ટિ–અજ્ઞાની રાગનો કર્તા થાય છે તે તેનું અજ્ઞાન છે. જે જ્ઞાનપ્રકાશ પ્રગટ થાય છે તે અજ્ઞાનનો નાશ કરે છે. આત્મા રાગનો કર્તા નથી, પરનો કર્તા નથી. મેં આટલા શિષ્ય બનાવ્યા, આટલા પૈસા ખર્ચાવ્યા, આટલા મંદિરો બંધાવ્યા તે બધી માન્યતા અજ્ઞાન છે.
આ મોટું મકાન રામજીભાઈએ કર્યું નથી? તો શું આ ર૬ લાખ રૂપિયાનું મકાન કર્યા વિના થયું હશે? જુઓને? પ્રમુખપણું નહોતું કે પ્રમુખપણું આવ્યું ત્યારે ચારેકોરથી લોકો ખુશી ખુશી થઈ ગયા. કાલે હિંમતભાઈ કહેતા તા-રામજીભાઈએ પ્રમુખપદ સ્વીકાર્યું તે બહુ સારું થયું. આવો હાડાભીડ માણસ જશે ત્યારે લોકોને ખબર પડશે. પણ પરનું કાંઈ કરી શકે નહીં.
ભાવાર્થ આમ છે કે “અહીંથી કકર્મ-અધિકારનો પ્રારંભ થાય છે.” કર્તાકર્મ
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #168
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૫૬
કલશામૃત ભાગ-૨ અધિકા૨ની ૭૬ ગાથા છે તેમાં આ પહેલું માંગલિક કર્યું. અહીંથી કર્તાકર્મ અધિકારની શરૂઆત થાય છે. શુદ્ધજ્ઞાનનો પ્રકાશ એટલે કે જેવી શક્તિ છે તેવી વ્યક્તતા સમ્યગ્દર્શન થતાં પર્યાયમાં પ્રગટ થાય છે. જે પર્યાયમાં નિર્મળતા પ્રગટ થાય છે તે કર્તાનું કર્મ છે એ પણ ઉપચારથી છે. કારણ કે દ્રવ્યને (અકર્તાને ) કર્તા કહેવું એ વ્યવહારથી છે. દ્રવ્ય તો ધ્રુવ છે અને ધ્રુવ કયાં પરિણમે છે ? જ્યારે કાર્ય તો પરિણામમાં થાય છે. પરિણામમાં કાર્ય થાય અને આત્માને કર્તા કહેવો એ તો ઉપચારનું કથન છે-વ્યવહારથી કથન છે. અહીંયા તો એનામાં ને એનામાં અર્થાત્ દ્રવ્યમાં પરિણામ થાય છે એટલી વાત સિદ્ધ ક૨વી છે. નિશ્ચયથી તો જે પર્યાય શુદ્ધપણે પરિણમે છે તેનો કર્તા દ્રવ્ય ને-ગુણેય નથી. હવે આવી વાતું ! અજાણ્યા માણસોને તો એવું લાગે કે–જૈનધર્મની વાતો આવી હશે ? લોકોને એમ થાય કે અમે સંપ્રદાયમાં ૫૦-૬૦ વર્ષ કાઢયા એમાં તો આવી વાત સાંભળી નથી. અહીંયા આ બધા સ્થાનકવાસીના અગ્રેસરો જ બેઠા છે.
શ્રોતા:- એ બધા ભોળા લોકો હતા તેથી અહીં આવ્યા ?
ઉત્ત૨:- લોકો એમ કહે છે-ભોળા માણસો તેમની વાત સાંભળે છે. અરે! તું સાંભળને ભાઈ ! ભોળા એટલે મુરખ તે હા પાડે છે.
અમૃતચંદ્ર આચાર્ય મહારાજ દિગમ્બર સંત હતા, તે આનંદના અનુભવી હતા. અતીન્દ્રિય આનંદનો જેને ઉગ્ર અનુભવ હોય તેને મુનિ કહીએ. કપડાં ફેરવ્યા, નગ્ન થયા માટે મુનિ એમ છે નહીં. આ કપડાંવાળા મુનિને દ્રવ્યલિંગે ય નથી. કપડાંવાળાને સાધુ માને તો તે તો કુલિંગ છે.. એ તો લિંગેય નથી. પરંતુ જૈનધર્મનો નગ્ન વેષ ધા૨ણ કરે તો તે દ્રવ્યલિંગ છે. દ્રવ્યલિંગ તેને કહેવાય કે જેના અઠ્ઠાવીસ મૂળગુણ અને પંચ મહાવ્રત ચોખ્ખા હોય. અત્યારે તો દૃષ્ટિમાં મિથ્યાત્વ છે અને નગ્નપણામાં ધર્મ માને છે. આહા ! આવી વાત છે.
ભાવલિંગ એટલે કે રાગથી ભિન્ન પડી નિર્વિકલ્પ ચૈતન્ય મૂર્તિ પ્રભુનો અનુભવ કરે ત્યા૨ે તો તેને સમ્યગ્દર્શન થાય. જ્ઞાન ને આનંદની મૂર્તિસ્વરૂપ, જ્ઞાનના નૂરનું તેજ પ્રભુ.. આત્મા અનુભવમાં આવ્યો અને એ અતીન્દ્રિય આનંદના ધામમાં લીનતા કરવી તેનું નામ ચારિત્ર છે. આરે! આવી ચારિત્રની વ્યાખ્યા બીજે છે નહીં. સમજાણું કાંઈ ? સાધકને રાગાદિ પંચ મહાવ્રત આવે પણ તેનો એ કર્તા ન થાય. તે કાળે જાણેલો પ્રયોજનવાન છે તેમ બાર ગાથામાં આવ્યું છેને ? કેમકે જ્ઞાનસ્વરૂપ ચૈતન્યનું જ્યાં ભાન થયું તેથી તેને હજુ રાગ આવે ખરો ત્યારે તે વ્યવહા૨ે તેનો શાતા રહે છે તેનો કર્તા થતો નથી. આહાહા ! જેને ધર્મની વીતરાગી દશા પ્રગટી હોય તેને રાગ આવે તેનો કર્તા ન થતાં જ્ઞાતા ૨હે. હવે એ અજ્ઞાનમય કર્તાકર્મની પ્રવૃત્તિથી ભિન્ન પડી જાય છે.
Please inform us of any errors on rajesh.shah@fofalise.co.uk
Page #169
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કલશ-૪૭
૧૫૭ કલશ-૪૭
(માલિની) परपरिणतिमुज्झत् खण्डयन्दवादानिदमुदितमखण्डं ज्ञानमुच्चण्डमुच्चैः। ननु कथमवकाश: कर्तृकर्मप्रवृत्ते
रिह भवति कथं वा पौद्गलः कर्मबन्धः।।२-४७।। ખંડાન્વય સહિત અર્થ- “રૂમ જ્ઞાનમ હરિતન” (રૂમ) વિદ્યમાન છે એવી (જ્ઞાનમ) ચિટૂપશક્તિ (૩તિમ) પ્રગટ થઈ. ભાવાર્થ આમ છે કે જીવદ્રવ્ય જ્ઞાનશક્તિરૂપે તો વિદ્યમાન જ છે, પરંતુ કાળલબ્ધિ પામીને પોતાના સ્વરૂપનું અનુભવશીલ થયું. કેવું થતું થયું જ્ઞાન (ચિતૂપશક્તિ) પ્રગટ થયું? “ઘરપરિતિમ ઉન્નત” (પરંપરિતિ) જીવ-કર્મની એકત્વબુદ્ધિને (ઉત્) છોડતું થયું. વળી શું કરતું થયું ? “મે વાલીન વડ્ડય” (મેરવવાન) ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય અથવા દ્રવ્યગુણ-પર્યાય અથવા “આત્માને જ્ઞાનગુણ વડે અનુભવે છે,”—ઇત્યાદિ અનેક વિકલ્પોને (રવન્ડય) મૂળથી ઉખાડતું થયું. વળી કેવું છે? “વવું” પૂર્ણ છે. વળી કેવું છે? “૩. ઉઘાડુમ” (કચૈ:) અતિશયરૂપ (૩ખ્તમ) પ્રચંડ છે અર્થાત્ કોઈ વર્જનશીલ નથી. “નનુ રૂદ વર્તુર્મપ્રવૃત્તેિ: થમ ગવાશ:” (નનુ) અહો શિષ્ય!( રૂદ) અહીં શુદ્ધજ્ઞાન પ્રગટ થતાં (ર્નર્મપ્રવૃત્ત.) “જીવ કર્તા અને જ્ઞાનાવરણાદિ પુગલપિંડ કર્મ' એવો વિપરીતપણે બુદ્ધિનો વ્યવહાર તેનો (થમ વવાશ:) અવસર કેવો? ભાવાર્થ આમ છે કે જેમ સૂર્યનો પ્રકાશ થતાં અંધકારનો અવસર નથી તેમ શુદ્ધસ્વરૂપઅનુભવ થતાં વિપરીતરૂપ મિથ્યાત્વબુદ્ધિનો પ્રવેશ નથી. અહીં કોઈ પ્રશ્ન કરે છે કે શુદ્ધજ્ઞાનનો અનુભવ થતાં માત્ર વિપરીત બુદ્ધિ મટે છે કે કર્મબંધ મટે છે? ઉત્તર આમ છે કે વિપરીત બુદ્ધિ મટે છે, કર્મબંધ પણ મટે છે. “રૂદ પૌત્ર: વર્મવશ્વ: વા શું ભવતિ” (રૂદ ) વિપરીત બુદ્ધિ મટતાં (પૌત્ર:) પુગલસંબંધી છે જે દ્રવ્યપિંડરૂપ (ર્મવશ્વ:) જ્ઞાનાવરણાદિ કર્મોનું આગમન (વા છથે ભવતિ) તે પણ કેમ થઈ શકે ? ૨-૪૭. પ્રવચન નં. ૫૬
તા. ૨-૮-'૭૭ કલશ-૪૭ : ઉપર પ્રવચન “હુમ જ્ઞાનમ હિતમ” (રૂમ) વિદ્યમાન છે એવી ચિકૂપશક્તિ પ્રગટ થઈ.” વિદ્યમાન જ્ઞાનસ્વરૂપ આત્મા, શુદ્ધસ્વરૂપ આત્માને અહીંયા ચિતૂપશક્તિ કહી.
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #170
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૫૮
કલશાકૃત ભાગ-૨ ત્રિકાળ ધ્રુવ ચિત્ક્રપશક્તિ જે છે તે સમ્યગ્દર્શન થતાં પ્રગટ થઈ. દ્રવ્ય છે તે ધ્રુવ સ્વરૂપ છે. આત્મા છે તેનો ચૈતન્ય સ્વભાવ, ચેતના સ્વભાવ, આનંદ સ્વભાવ છે, એવી નિત્ય ધ્રુવ ચીજ તેના ઉપર દૃષ્ટિ પડતાં એટલે ધ્રુવ સ્વભાવનો દૃષ્ટિમાં સ્વીકાર થતાં તેની પરિણતિ આત્મસ્વભાવરૂપ થઈ જાય છે.
વિદ્યમાન એવી ચિકૂપ શક્તિ પ્રગટ થઈ. એટલે કે જે જ્ઞાનસ્વરૂપ જ્ઞાયકભાવ છે તેનું પરિણમન જ્ઞાન ને આનંદની દશારૂપ થયું. તેને ચિશક્તિ પર્યાયમાં પ્રગટ થઈ. આ તો કર્તાકર્મ અધિકાર ચાલે છે ને? વીતરાગનો માર્ગ ઝીણો છે.
શું કહે છે? ચૈતન્ય વસ્તુ જે ધ્રુવ છે તેનો એક સમયમાં દૃષ્ટિએ સ્વીકાર કર્યો એટલે જ્ઞાન અને આનંદની દશાનું પરિણમન થયું. ચિશક્તિ, આત્મશક્તિ તેનો જે ત્રિકાળ સ્વભાવ છે તેનું પરિણમન પર્યાયમાં થયું. તેને આત્મા પ્રગટયો તેમ કહો કે ચિતૂપ શક્તિ પ્રગટ થઈ તેમ કહો કે ધર્મ થયો એમ કહો બધું એકાર્થ છે.
ધર્મી એવો જે ભગવાન આત્મા પૂર્ણ ચૈતન્ય, સુખરૂપ છે તેની સન્મુખ થતાં એટલે કે ત્રિકાળી સ્વભાવનો સ્વીકાર થતાં, શુદ્ધ ચૈતન્યસ્વરૂપ શક્તિની પર્યાયમાં વ્યક્તતા પ્રગટ થઈ. તેને ચિતૂપ શક્તિ પ્રગટી એમ કહેવામાં આવે છે. આહા! આવો ઝીણો માર્ગ છે. સમજાણું કાંઈ?
ભાવાર્થ આમ છે કે-જીવદ્રવ્ય જ્ઞાનશક્તિરૂપે તો વિદ્યમાન જ છે પરંતુ કાળલબ્ધિ પામીને પોતાના સ્વરૂપનું અનુભવશીલ થયું.” વસ્તુ જેવી છે જ્ઞાન સ્વભાવી એવી શક્તિથી તો ત્રિકાળ વિદ્યમાન છે-મોજૂદ છે એટલે કે એ તત્ત્વ હૈયાતીવાળું છે. “પરંતુ કાળલબ્ધિ પામીને.' એટલે કે જે સમયે જે પર્યાય થવાની છે તે સમયે તે સ્વભાવ સન્મુખનો પુરુષાર્થ કરીને તે કાળે તે દશા પ્રાપ્ત થાય છે. તેને કાળલબ્ધિભવિતવ્યતાયે પ્રાપ્ત થઈ તેમ કહે છે.
અહીં જ્ઞાનપ્રધાન વાત છે. કેમકે જ્ઞાન અંશ પ્રગટ છે. માટે જ્ઞાનની મુખ્યતાથી વાત લીધી છે. બાકી વસ્તુ આનંદસ્વરૂપ છે. તે અતીન્દ્રિય આનંદનું ધામ-સ્થળ, અતીન્દ્રિય આનંદનું સ્થાન છે એવી જે વિદ્યમાન ચૈતન્ય વસ્તુને કાળલબ્ધિ પામીને એટલે કેઆત્માની સન્મુખ પુરુષાર્થ કરીને અનુભવશીલ થયો. આહાહા ! આવી વાત છે.
આ ગાથા જ અલૌકિક ને ઝીણી છે. સમ્યગ્દર્શન પ્રાપ્ત થાય તો શી રીતે થાય અને થાય તો તે શું કરે? તે કહે છે. “વિદ્યમાન છે એવી ચિટૂપશક્તિ”. વિદ્યમાન અર્થાત્ હૈયાતિ. ભગવાન આત્મા જ્ઞાનસ્વરૂપે ચિસ્વરૂપે છે. તેની હૈયાતિ કહો કે મોજૂદગી છે તેમ કહો બન્ને સમાન છે. ચિતૂપશક્તિ છે તે આનંદરૂપ, જ્ઞાનરૂપ, શાંતરૂપ, સ્વચ્છતારૂપ, ઈશ્વરતારૂપ મોજૂદ ચીજ છે. તેનાં ઉપર દૃષ્ટિ આપતાં તે હવે પ્રગટ થઈ. એ શક્તિમાં જેટલું સામર્થ્ય હતું એમાંનું કેટલુંક પર્યાયમાં પરિણમન થયું. તે દશા સમ્યગ્દર્શનપણે,
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #171
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કલશ-૪૭
૧૫૯ સમ્યજ્ઞાનપણે, આનંદપણે થઈ તેનું નામ ધર્મ છે. સમજાણું કાંઈ?
“પોતાના સ્વરૂપનું અનુભવશીલ થયું.” કોણ અનુભવશીલ થયું? જ્ઞાન. પહેલાં ચિકૂપશક્તિ કહી હતી અને તેનું અનુભવશીલ થયું. જે (જ્ઞાન) અનાદિથી રાગ અને પુણ્ય-પાપના વિકારભાવને અનુભવતું હતું એ મિથ્યાત્વભાવ હતો. આહાહા ! એ ભ્રાંતિ ને ભ્રમ ભાવ હતો. પુણ્ય-પાપના ભાવ તેને કરવા અને વેદાવા એ મિથ્યાત્વભાવ હતો.
શ્રોતા:- અમે વાણીયા થઈને એમ માનીએ એ મિથ્યાત્વ?
ઉત્તરઃ- આત્મા વાણિયો કે 'દિ હતો? તે વાણીયો તો નથી પરંતુ અહીં કહે છે જરા દયાના, દાનના ભાવ આવે એને એ કરતો ને વેદતો નથી, તેનું નામ ધર્મ છે. બાપુ! વાતું બહું ઝીણી !
વસ્તુ જે ચૈતન્યસ્વરૂપ છે એ તો જ્ઞાનનો પુંજ છે. એ તો અનાકુળ આનંદનો ઢગલો છે. એવું જે વિદ્યમાન, ત્રિકાળી ટકતું તત્ત્વ તેની કાળલબ્ધિ એટલે વર્તમાન સન્મુખના પુરુષાર્થથી તે વર્તમાનમાં આનંદરૂપે પર્યાયમાં પરિણમ્યો-જ્ઞાનરૂપે પરિણમ્યો-સમ્યકરૂપે થયો તેનું નામ અનુભવશીલ પરિણમન કહેવાય છે.
કહ્યું એ? અનાદિથી પુણ્ય ને પાપ, રાગ-દ્વેષ શુભ કે અશુભ ભાવ એનું એને જે કરવાપણું અને વેદવાપણું જે હતું તે મિથ્યાત્વભાવ હતો. એ હવે પોતાના જ્ઞાન ને આનંદ સ્વરૂપનો અનુભવશીલ થયો. અરે! આવી વ્યાખ્યા હવે. પુષ્ય ને પાપના વિકલ્પ નામ રાગ તેનાથી ભિન્ન પડીને, ચૈતન્ય સ્વભાવનો જ્યાં સ્વીકાર થયો ત્યારે તે રાગને કરવું અને વેદવું એવા ભાવથી ગુંલાટ ખાય છે. શુદ્ધ ચૈતન્યઘનનો આદર કરતાં તેની પર્યાયમાં પોતાના સ્વરૂપનો અનુભવશીલ થયો. વીતરાગનો માર્ગ તો આવો છે બાપુ! પેલું તો સહેલું ને સટ હતું કે મંદિર બનાવી દ્યો તો ધર્મ થઈ જશે. અહીં કહે છેશુભભાવથી ધર્મ નહીં થાય લે !
અહીં તો કહે છે-પુણ્યના ભાવ જે થાય તેનાથી પણ ચૈતન્ય ભિન્ન છે એવું જે ભાન કરે છે તેને રાગનું પરિણમન-અનુભવ ન હોવાથી તેને જ્ઞાનનો-આનંદનો સ્વભાવ પ્રગટ થાય છે. પુણ્ય ને પાપના ભાવ થાય પરંતુ તે ચૈતન્યસ્વરૂપથી ભિન્ન છે. તેને ભિન્ન કરીને અનુભવશીલ થા. અહીં તો કહે છે તે બન્નેને જુદા પાડવા તે તારું કર્તવ્ય છે. જન્મ મરણને મૂકવાના મારગ તો આ છે બાપુ! હજુ તો આ પહેલું સમ્યગ્દર્શન કેમ થાય તેની વાત ચાલે છે.
આહા ! શું કહ્યું? “પોતાના સ્વરૂપનો અનુભવશીલ થયો.” કોણ અનુભવશીલ થયું? જ્ઞાન, જ્ઞાન એટલે આત્મા તે પોતાના સ્વરૂપનું અનુભવશીલ થયું. જ્ઞાન સ્વરૂપ જે ત્રિકાળી ભગવાન તેને પુણ્ય-પાપના રાગથી ભિન્ન પાડી, સ્વભાવ સન્મુખ થઈ અને
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #172
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૬૦
કલશામૃત ભાગ-૨ પોતાના સ્વરૂપનું અનુભવશીલ થયું. પોતાનો જેવો શુદ્ધ સ્વભાવ છે તેવું તેનું પરિણમન થયું-તેનું નામ સમ્યગ્દર્શન-સમ્યજ્ઞાન અને સ્વરૂપાચરણ ચારિત્ર છે. સમજાણું કાંઈ ?
“ કેવું થતું થકું જ્ઞાન (ચિદ્રૂપ શક્તિ ) પ્રગટ થયું ? આનંદનો નાથ પ્રભુ ! જ્ઞાન સાગર તેનું પર્યાયમાં પરિણમન થયું. જેવો સ્વભાવ છે તેવું પરિણમન થયું. અનાદિથી તો સ્વભાવથી વિરુદ્ધ પુણ્ય-પાપના વિભાવભાવનું પરિણમન હતું, એ મિથ્યાભ્રાંતિનું પરિણમન હતું. સમ્યગ્દર્શન થતાં એ ભ્રાંતિરૂપ પુણ્ય-પાપનું પરિણમન દૂર થયું. અને ચૈતન્ય સ્વભાવનું પરિણમન થયું. આહાહા ! શું કહે છે તે સમજાણું કાંઈ ?
આ શરી૨ (નોકર્મ ) તો કયાંય રહી ગયું; પરંતુ અંદરમાં થતાં પુણ્ય ને પાપના, દયા-દાન-વ્રત-ભક્તિના, કામ-ક્રોધના રાગાદિભાવ તે આત્માનું સ્વરૂપ નથી. એનાથી ભિન્ન પડી અને જે ચૈતન્યસ્વરૂપ છે તેનો સત્કાર અને સ્વીકાર થતાં જે રાગનું પરિણમન હતું તેના સ્થાનમાં શુદ્ધ સ્વભાવનું પરિણમન થયું. આવી વાતો છે.
k
',
કેમ પ્રગટ થયું ? “ પરપરિગતિમ્ ઙાત્” જીવ કર્મની એકત્વબુદ્ધિને છોડતું થકું.” ૫૨ પરિણતિ એટલે કે પુણ્ય ને પાપના ભાવ એ આત્માની-સ્વની દશા નહીં. જયચંદજી પંડિતે શ્રી સમયસારમાં એમ કહ્યું છે કે-‘૫૨ પરિણતિ એટલે વિભાવને છોડતું ' અહીં એમ કહ્યું કે–કર્મનાં સંબંધે થયેલા વિભાવને અને આત્માની એકત્વબુદ્ધિને છોડતું. શું કહ્યું ? શુદ્ધ નિત્ય ધ્રુવ ચૈતન્ય સ્વભાવ, તેનાં ઉ૫૨ દૃષ્ટિ પડતાં; અનાદિથી પર્યાયમાં જે રાગનું-વિકારનું પરિણમન હતું તેના સ્થાને સમ્યગ્દર્શન-જ્ઞાન ચારિત્રનું નિર્વિકારી પરિણમન થયું તેનું નામ આત્માની પર્યાય અને ધર્મ થયો.
แ
વળી શું કરતું થકું? “મેવવાવાન્ જીન્દ્વયત્” (મેવવાવાન્) ઉત્પાદ-વ્યયધ્રૌવ્ય અથવા દ્રવ્ય-ગુણ-પર્યાય અથવા ‘આત્માને જ્ઞાન-ગુણવર્ડ અનુભવે છે, - ઇત્યાદિ અનેક વિકલ્પોને મૂળથી ઉખાડતું થકું.” આહાહા ! ઉત્પાદ-વ્યય-ધ્રુવ એવા ત્રણ ભેદ છે તેને છોડતું થકું. ચૈતન્યસ્વરૂપ ભગવાન તેનું અંદર ભાન થતાં એ સ્વભાવની પરિણતિ વિકા૨ને છોડે છે એટલે કે વિકાર મારામાં છે નહીં... હું તો શુદ્ધ ચૈતન્ય આનંદ છું. લ્યો ! આ સમ્યગ્દર્શન.
જગતને સમ્યગ્દર્શન એટલે કાંઈ નહીં. ભગવાનની શ્રદ્ધા કરો અને લઈ લ્યો વ્રતપડિમા. આહાહા ! બાપુ ! સમ્યક્ એટલે સત્ય દર્શન. સત્ય દર્શન એટલે ત્રિકાળી આનંદનો નાથ પ્રભુ ધ્રુવ જે સત્ય છે એનું દર્શન-પ્રતીત થવી તેનું નામ સત્ય દર્શન છે. તે કાળે સ્વભાવરૂપ જ્ઞાન પરિણમનમાં વિકારના પરિણામને છોડતું પ્રગટ થાય છે.
આહાહા ! ઉત્પાદ-વ્યય અને ધ્રુવ અર્થાત્ આત્મામાં નવી અવસ્થા ઉત્પન્ન થાય, જૂની અવસ્થા વ્યય થાય અને ધ્રુવપણે કાયમ રહે એવું ત્રણપણું છે, એવા ત્રણના ભેદને પણ લક્ષમાંથી છોડી દીધા છે, એક અખંડ આનંદદળ ઉપર તેની દૃષ્ટિ છે. આહાહા ! વસ્તુ
Please inform us of any errors on rajesh.shah@fotalise.co.uk
Page #173
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કલશ-૪૭
૧૬૧
જે ત્રિકાળ છે તે દ્રવ્ય છે અને તેમાં જ્ઞાન-દર્શન-આનંદ તે તેના ગુણો છે, વર્તમાન દશા તે પર્યાય છે. એવા ત્રણભેદને પણ દૃષ્ટિમાંથી છોડતું, પોતાના અભેદ સ્વભાવ ઉપર દૃષ્ટિ જતાં સમ્યગ્દર્શન થાય છે. સમ્યગ્દષ્ટિની દૃષ્ટિ ભેદ ઉપર નથી એમ કહે છે. આવી વાતો છે.
વસ્તુ જે ચિદ્રુપ છે તેનો આશ્રય લેતાં જે નિર્મળ પરિણમન થાય છે તેની દૃષ્ટિમાંથી પુણ્ય-પાપના વિભાવભાવનું એકત્વપણું છૂટે છે અથવા તેના લક્ષને છોડે છે-તેનો આશ્રય છોડે છે. ઉત્પાદ-વ્યય-ધ્રુવ એવા ત્રણ ભેદ છે એ ભેદ ઉ૫૨ લક્ષ જતાં તો રાગ થાય છે. ચિત્તૂપશક્તિ પ્રગટ થતાં એવા ભેદના લક્ષને પણ છોડી ધે છે. આવો ધર્મ છે.
પેલો ધર્મ તો સહેલો ને સટ હતો. ભગવાનની પૂજા કરવી, મંદિર બંધાવી દેવા. આ ભાઈ બેઠા તેમણે બેંગ્લોરમાં મોટું મંદિર બંધાવ્યું છે. આઠ લાખ નાખ્યા છે. એ ધર્મ હશે ? ના, ભાઈ ! એ શુભભાવ છે-એ મંદ રાગ છે. બાયડી, છોકરાં માટે પૈસા રાખવા તે પાપભાવ છે.
99
અહીં તો કહે છે–એ ચૈતન્યસ્વરૂપ ભગવાન આત્મા પૂર્ણાનંદ પ્રભુ છે. તેનો દૃષ્ટિમાં સ્વીકાર થતાં તેની પરિણતિ જે શુદ્ધ થઈ તે રાગને, ભેદને (દૃષ્ટિમાંથી ) છોડે છે. હવે સમ્યગ્દષ્ટિનું લક્ષ ભેદ ઉ૫૨ નથી, તેનું લક્ષ અભેદ ઉ૫૨ છે. માર્ગ તો આવો છે બાપા ! (મેવવાવાન્) ગજબ વાત છે ને! “આત્માના જ્ઞાનગુણ વડે અનુભવે છે.’ આત્માને પોતાના જ્ઞાનવડે અનુભવે છે એ પણ એક વિકલ્પ છે. આત્માને... જ્ઞાન વડે એટલો ભેદ પડયો ને ! ભેદના ત્રણ પ્રકાર. ( ૧ ) ઉત્પાદ-વ્યય ને ધ્રુવ ( ૨ ) દ્રવ્ય ગુણ ને પર્યાય (૩) આત્મા તેના જ્ઞાનગુણ વડે અનુભવે છે.
એક અખંડ વસ્તુ ભગવાન આત્મા તેમાં ઉત્પાદ-વ્યય ને ધ્રુવ તેવા ત્રણ ભેદના વિચાર કરવા તે વિકલ્પ છે. દ્રવ્ય-ગુણ-પર્યાયના વિચાર કરવા તે વિકલ્પ છે-રાગ છે. આત્મા જ્ઞાનગુણ વડે જણાય છે, જ્ઞાનવડે અનુભવાય છે એવો ભેદ પણ વિકલ્પ છે. આહાહા ! આ તો હજુ સમ્યગ્દર્શનની વાત ચાલે છે.
“ ઇત્યાદિ અનેક વિકલ્પોને મૂળથી ઉખાડતું થકું.” હું શુદ્ધ છું, ધ્રુવ છું એ પણ એક વિકલ્પ છે. એને (વન્દ્વયત્) મૂળથી ઉખાડતું થકું એટલે ભેદને મૂળથી છોડતું. પ્રભુ ! ચૈતન્ય ધ્રુવ એકલો તે અભેદ ઉ૫૨ દૃષ્ટિ નાખતો ભેદના વિકલ્પને છોડે છે.
આત્મા બાયડી છોડે છે, છોકરાં છોડે છે એમ નથી. એ તો છૂટા પડયા છે, અંદર ગયા છે કયાં ? તેણે પકડયા છે કયાં કે તેને છોડે ? તે તો જુદા જ છે. ૫૨નું ગ્રહણ-ત્યાગ આત્મામાં છે જ નહીં. આત્માએ તેને ગ્રહ્યા નથી કે તેને છોડે! એ તો આત્માથી ભિન્ન ચીજ છે. પુણ્ય ને પાપના ભાવને તેણે પર્યાયમાં ગ્રહેલા છે.. અને અનાદિથી તેણે સ્વભાવને છોડયો છે. હવે તેને કહે છે કે-ચૈતન્યસ્વરૂપ જે ભગવાન આત્મા નિત્યાનંદ પ્રભુ છે તેને પકડતો અર્થાત્ અભેદ ઉ૫૨ દૃષ્ટિ આપતો અને ભેદના વિકલ્પને છોડતો
Please inform us of any errors on rajesh.shah@fotalise.co.uk
Page #174
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૬૨
કલશામૃત ભાગ-૨
( સ્વખ્તયત્) ખંડી નાખે છે–તોડી નાખે છે.
“ મૂળથી ઉખાડતું થકું ”.. તેનો અર્થ ચાલે છે. મૂળથી એટલે આ ગાયો ઘાસ ખાય તે ઉ૫૨-ઉ૫૨થી ખાય છે એને ગોચર કહે છે. ગોચર હોય તે મૂળિયેથી ન ઉખેળે. જ્યારે ગધેડા ઘાસ ખાય તે મૂળથી ઉખેડીને ખાય. ઘાસનું મૂળિયું જમીનમાં ન રહે તેમ ખાય. અહીં કહે છે-એ ગધેડો છે ને આ પંડિત છે. આહાહા ! તેણે પુણ્ય-પાપના (એકત્વના ) મૂળિયાં તોડી નાખ્યા છે. હવે આવો ઉપદેશ સાંભળવાયે ન મળે ! ત્યાં તો આ કરોને.. તે કરો તેવી પ્રવૃત્તિની વાત છે.
અહીં તો કહે છે–એ ભાવને છોડે છે. સમ્યગ્દષ્ટિ અભેદને લક્ષમાં લેતાં દૃષ્ટિમાંથી ભેદને છોડે છે તો પછી રાગને છોડે છે તે પ્રશ્ન જ કયાં રહ્યો. આ તો જન્મ-મરણના અંતની ઝીણી વાતુ છે બાપુ !
જુઓને ! આ યુવાન માણસ અહીં બેસતો હતો તે મરી ગયો. તેને શું થયું કોણ જાણે ? બપોરે અહીં બેસતો અને સવારે ત્યાં આમ બેસતો. પાંત્રીસ વર્ષની યુવાન અવસ્થા હતી.. તેમાં એકાદ બે ઓછા વત્તા હશે ! રાત્રે બારણા બંધ કરીને સૂતો... આ બધું એવું છે.
હમણાં અમેરીકામાં આપણો કાઠિયાવાડી એક છોકરો મરી ગયો. તે છવ્વીસ વર્ષનો હતો. અમેરીકામાં બધા વિષયમાં ૯૦% એ પાસ થયો. તેને આજુબાજુમાં તેના મોટાભાઈ પાસે જવું હતું.. અને પછી દેશમાં આવવું હતું. ત્યાંના કાઠિયાવાડી લોકો કહે–અમે તને ન જવા દઈએ, અમે તારું અહીં સન્માન કરીશું. તેને ત્યાં રાત્રે ૧૧ વાગ્યા સુધી ખૂબ માન-સન્માન આપ્યું.. સવા૨ે તો નીકળી જવાનો હતો. રાત્રે અગિયાર વાગ્યે સુતો અને સવારે જુએ તો મરી ગયેલો. તે જલગાંવવાળા વજુભાઈની બહેનનો દીકરો હતો.
અમેરીકામાં લાખો છોકરાવમાં ૯૦% (માર્કસથી ) પાસ થયો. એના ભાઈને મળી અને અહીં પરણવા આવવાનો હતો. તેને હાર્ટફેઈલ થયું હશે ! દેહની સ્થિતિ તેના કાળે પૂરી થાય તેને કોઈ રાખી શકે નહીં. ઇન્દ્રનો આત્મા પણ તેને બચાવી શકે નહીં. મુદત પૂરી થયે ખલાસ.. ઇન્દ્રના શ૨ી૨ની ચોરાશી હજાર દેવો સેવા કરે છે. એનો દેહ જ્યારે છૂટે છે ત્યારે અંગરક્ષક પણ આમ મોઢું ફાડીને ઉભા હોય છે. ઇન્દ્રનો આત્મા ગયો અને શ૨ી૨ પડયું રહે છે. દેહ ને આત્માનો સ્વભાવ તદ્દન ભિન્ન ભિન્ન છે. તેને કાંઈ લેવા-દેવા નથી. ખરેખર તો શરીર છે તે રજકણો જ છે ને ! અહીંયા ૫૨મ દિવસે વીંછી નીકળ્યો 'તો. પહેલાં અહીં બહુ વીંછી નીકળતા... કા૨ણ કે, અહીં તો જંગલ હતું ને ! એ વીંછીના ડંખના રજકણો આ (શરીર) રૂપે આવ્યા છે. પહેલાં તે રજકણો વીંછીના ડંખપણે થયા હતા. હવે તે રજકણો અહીં (શરીરરૂપે ) આવ્યા... તો તેને મારા માને છે. જ્યારે તે
Please inform us of any errors on rajesh.shah@fofalise.co.uk
Page #175
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કલશ-૪૭
૧૬૩ રજકણો વીંછીના ડંખ રૂપે હતા ત્યારે તેનાથી ડરીને ભાગતો હતો.
અહીં તો કહે છે શરીરને છોડવું એ ક્યાં છે? એ તો ભિન્ન જ છે. પરંતુ પુરુષાર્થની નબળાઈને લઈને અંદરમાં થતાં પુણ્ય ને પાપના ભાવને સમ્યગ્દષ્ટિ-ધર્મી જીવ... ચૈતન્યના શુદ્ધ સ્વભાવને ગ્રહણ કરતો-પરિણમન કરતો, સ્વભાવમાં ઉભો રહીને રાગના ભાવને છોડે છે એટલે કે તેનો સ્વામી થતો નથી. આહા.... હા ! પુણ્ય-પાપના ભાવ આવે ખરા પણ તેનો એ સ્વામી થતો નથી. સ્વામી તો તે શુદ્ધ દ્રવ્ય ગુણ પર્યાયનો છે. દૃષ્ટિ ત્રણ ઉપર નથી પરંતુ સ્વામી ત્રણનો છે. તેની દૃષ્ટિ એક અભેદ ઉપર છે. આહાહા ! આવી વાતું છે! જન્મ મરણથી છૂટવાની. ભવના અંતની રીત જ કોઈ અલૌકિક છે.
અહીં મોટા શેઠિયા હોય કરોડપતિ ને અબજોપતિ અને જ્યાં દેહ છૂટે તો મરીને ઢોરમાં જાય. ધર્મ તો ન કર્યો હોય પરંતુ સત્ સમાગમ, શાસ્ત્ર વાંચન આદિમાં બે-ચાર કલાક ગાળે એવું પુણ્યય ન કર્યું હોય તેથી મરીને બકરી-ગધેડીની કૂખે અવતરે. સંસારની આવી દશા છે. અહીં કહે છે-સંસારનો અંત લાવવાની આ પદ્ધતિ-રીત છે.
ભગવાન પૂર્ણાનંદનો નાથ પ્રભુ! જે અભેદ વસ્તુ છે, જેમાં ભેદ પણ નથી તે ઉપર દૃષ્ટિ આપતાં તેનું પરિણમન શુદ્ધ અને આનંદનું થાય છે. ત્યારે તેને ઉત્પાદ-વ્યય-ને ધ્રુવ ઉપર પણ લક્ષ નથી. આહાહા ! દૃષ્ટિ તો અભેદ ઉપર હોય છે.
(હયત) મૂળથી ઉખાડતું થયું”, રાગની ઉત્પત્તિને મૂળથી તોડી નાખતો.. આનંદની ઉત્પત્તિ કરતો પર્યાય પ્રગટે છે. “રાગની ઉત્પત્તિને મૂળથી તોડે છે' ઉપદેશના વાકયો તો એમ જ હોય ને? આવું થાય ત્યારે રાગ ઉત્પન્ન થતો જ નથી તેને તોડી નાખે છે તેમ કહેવામાં આવે છે.
વળી કેવું છે? (વધું) પૂર્ણ છે. વળી કેવું છે?: હવામ(૩ળે:) અતિશયરૂપ પ્રચંડ છે અર્થાત્ કોઈથી વર્જનશીલ નથી.”
આત્મા જ્ઞાનસ્વરૂપથી અખંડ છે એટલે કે આત્મસ્વરૂપથી તે પૂર્ણ છે. ત્રિકાળી નિત્યાનંદ પૂર્ણ વસ્તુ છે. હવે તેની દશા જે પ્રગટ થઈ છે એ પણ આવી જ છે તેમ કહે છે.
આ શરીરની સુંદરતા, તેની કૃશ અને પુષ્ટ અવસ્થા તે બધી જડ-માટીની દશા છે. જ્યાં પુણ્ય-પાપ પણ તેની દશા નથી ત્યાં વળી આ યુવાન અવસ્થા, શરીરની સુંદરતા.. પછી તે હાથી જેવું કેમ શરીર ન હોય! પણ. પ્રભુ! એ તો માટી છે-અજીવ-ધૂળ છે. પૈસા એ પણ ધૂળ છે.
શ્રોતા- આપની દૃષ્ટિમાં ધૂળ અમારી દૃષ્ટિમાં પૈસો છે. ઉત્તર- પૈસાને મારા માને છે તે જુદી વાત છે પણ છે તો ધૂળ ને? અહીં તો કહે છે–સમ્યગ્દષ્ટિ હોય અને ચક્રવર્તીનું રાજ્ય હોય છતાં ય તેને મારું છે
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #176
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૬૪
કલશામૃત ભાગ-૨ તેમ માનતો નથી. એ છોડવા લાયક છે તેમ જાણીને તેનો જાણનાર રહે છે. કેમકે તેનું સ્વરૂપ તો જ્ઞાન ને આનંદ છે. તે વિભાવને છોડી તે જ્ઞાનમાં રહે છે-તે તેને પરશેય તરીકે જાણે છે. ધર્મી જીવ રાગને પોતાનો માનીને તેની સેવા કરતો નથી.
પ્રચંડ છે અર્થાત્ કોઈ વર્જનશીલ નથી.” શુદ્ધ ચૈતન્યઘનનો જ્યાં અનુભવ થયો, સમ્યગ્દર્શન થયું તેને કોઈ પાડી દે કે તેને હેઠે ઉતારી દે, તેને પાછું પાડે તે તાકાત કોઈની નથી. કર્મનો ઉદય એવો આવે કે એને સમ્યગ્દર્શનમાંથી હેઠે પાડે? ના... ના... ના. એ અનુભવને હવે કોઈ વારી શકે કે ટાળી શકે એવો એનો સ્વભાવ નથી. સમજાણું કાંઈ ? આવી વાત છે.
“નનુ રૂદ સ્કૂર્મ પ્રવૃત્તેિ: થમ અવશ:” અહો શિષ્ય! અહીં શુદ્ધ જ્ઞાન પ્રગટ થતાં (છતૃર્મ પ્રવૃત્ત:) “જીવ કર્તા અને જ્ઞાનાવરણાદિ પુદ્ગલપિંડ કર્મ એવો વિપરીતપણે બુદ્ધિનો વ્યવહાર તેનો અવસર કેવો?”
ભગવાન આત્મા શુદ્ધ ધ્રુવસ્વરૂપ છે. હવે પર્યાયમાં શુદ્ધપણે પરિણમન કરતાં જીવ કર્તા અને જ્ઞાનાવરણાદિ પુદ્ગલપિંડ કર્મ એવો વિપરીતપણે બુદ્ધિનો અવસર કેવો?
અહીંયા તો કહે છે-જ્યાં સમ્યગ્દર્શન થયું, શુદ્ધ ચૈતન્ય આનંદઘનનું ભાન થયું અને પ્રતીતિ થઈ, એનું પરિણમન થયું. તે હવે સ્વભાવનો અનુભવશીલ થયો. એ જીવને હવે રાગ મારો અને રાગનું કર્તવ્ય મારું તેનો અવસર કયાં છે! એ વિપરીત બુદ્ધિ છૂટી ગઈ છે. રાગ મારો અને રાગ મારું કાર્ય એ તો વિપરીત બુદ્ધિવાળાનું કાર્ય છે. અહીં એ વિપરીત બુદ્ધિનો અવકાશ જ કયાં છે એમ કહે છે. સ્ત્રી, કુટુંબ પરિવાર મારાં એવું તો છે જ નહીં પરંતુ અહીંયા અંદરમાં થતાં દયા-દાન-વ્રત-ભક્તિ-પૂજાના ભાવ આવે તેનો આત્મા કર્તા અને વિકારી કાર્ય મારું કર્મ એવો જે વિપરીત બુદ્ધિનો વ્યવહાર તે સમ્યગ્દર્શનમાં કયાં છે? આહાહા ! ભાષા તો સાદી છે ભાવ તો જે છે તે છે.
આવો માર્ગ અને હજુ સાંભળવા મળે નહીં એ બિચારા શું કરે? અરેરે ! ચોરાશીના અવતાર કરતાં કરતાં અનંતકાળ ગયો. બધા અવતાર ગધેડાની જેમ કર્યા છે. બધા અવતારમાં, અવતારનું કારણ મિથ્યાત્વ ભાવ છે. એ મિથ્યાત્વભાવનો એણે સ્વરૂપની દૃષ્ટિ કરીને નાશ કર્યો છે. જેણે ભવ ને ભવના કારણરૂપ ભાવને છેદ્યો છે તેણે ભવના અભાવ સ્વરૂપ આત્માનું પરિણમન કર્યું છે. આત્મામાં ભવ ને ભવનો ભાવ નથી અને ચૈતન્ય સ્વભાવનું જે પરિણમન થયું તેમાં પણ ભવ ને ભવનો ભાવ નથી. આહા.. હા ! આવી વાતો છે.
ત્રણ દિવસ પહેલાં અહીં ખટારામાં ત્રણ વ્યક્તિ મરી ગયા. ખટારો વિલાયતી ખાતર લઈને આવતો હતો. ઉપર ત્રણ બેઠા હતા. આડ ગાય આવી તેને બચાવવા ગયો ત્યાં તો ખટારો ઉધો પડી ગયો. ત્રણેય જણાં ત્યાં દબાઈને મરી ગયા. આવી સ્થિતિ છે.
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #177
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કલશ-૪૭
૧૬૫ બિચારા કેટલી હોંશે જતા હશે? દેહ છૂટતાં ચાલ્યા ગયા બીજા ભવમાં. એ દેહમાં આત્મા દેહને લઈને કયાં હતો ! પોતાની પર્યાયની યોગ્યતાને લઈને ત્યાં હતો. એટલી યોગ્યતા પૂરી થઈ તો આત્મા નીકળી ગયો. બીજા દેહમાં ચાલ્યો ગયો.
અહીં કહે છે આત્મા નિત્યાનંદ પ્રભુ છે. અભેદની દૃષ્ટિ કરીને જેણે સમ્યગ્દર્શન પ્રગટ કર્યું છે એવો ધર્મી જીવ તેને પણ પુષ્ય ને પાપના ભાવ આવે પણ તેનો હું કર્તા અને તે મારું કાર્ય એવો વિપરીત બુદ્ધિનો અવસર જ કયાં છે!
રાજમલ્લજીએ ટીકા પણ કેવી કરી છે, જોયું! તે શું કહે છે? જીવ કર્તા અને જ્ઞાનાવરણાદિ એ મારું કર્મ-કાર્ય અથવા રાગાદિ પુષ્ય ને પાપના ભાવ એ મારું કાર્ય એવી વિપરીતપણાની બુદ્ધિનો વ્યવહાર તેનો અવસર કેવો? એ ટાણા ગયા હવે એમ કહે છે.
વિપરીત બુદ્ધિથી જીવ કર્તા અને પુણ્ય-પાપ મારું કાર્ય એવો જે વ્યવહાર રત્નત્રયનો રાગ, દેવ-ગુરુ-શાસ્ત્રની શ્રદ્ધાનો રાગ પંચ મહાવ્રતના પરિણામનો રાગ તેનો હું કર્તા અને એ મારું કર્તવ્ય એ વિપરીત બુદ્ધિનો ભાવ તેનો અવસર તો અત્યારે રહ્યો નથી. કેમકે જ્યાં સમ્યગ્દર્શન થયું, સ્વરૂપની દૃષ્ટિ સમ્યક થઈ–સત્ય થઈ તેને હવે જીવ કર્તા અને દયા-દાન-વ્રત-પૂજાના ભાવ મારું કાર્ય એવી વિપરીત બુદ્ધિનો અવસર કયાં છે? આહાહા ! વીતરાગ પરમેશ્વર જિનેશ્વરના મારગડા જુદા ભાઈ ! દુનિયાની સાથે કયાંય મેળ ખાય એમ નથી.
ટીકાકારે ભાષા કેવી કરી છે. કર્તકર્મ પ્રવૃત્તિ એટલે આત્મા કર્તા અને વિકારી પરિણામ કર્મ જડ એ બહારનું નિમિત્ત છે. એ જડને તો આત્મા અડે છે પણ કયાં! પુણ્યપાપના ભાવને તો પર્યાયમાં અડ્યો છે-સ્પર્શે છે. તે વિપરીત બુદ્ધિથી સ્પર્યો છે. હવે કહે છે-સમ્યગ્દર્શન થયું તો અવિપરીત જ્ઞાન સાથે થયું. હવે વિપરીત જ્ઞાન ગયું.
આહાહા! ચિદાનંદ ભગવાન આનંદસ્વરૂપ પ્રભુ! એ આનંદની ખાણનો જ્યાં સ્વામી થયો ત્યારે જીવ કર્તા અને પુણ્ય પરિણામ મારું કર્મ એ વિપરીતબુદ્ધિનો કાળ હવે કયાં છે? એ અવસર હવે કયાં છે? જુઓ તો ખરા ! એ કાળ હવે ગયા બધા તેમ કહે છે. આહા! સમ્યગ્દર્શન થતાં સમ્યકુબુદ્ધિ જ્યાં થઈ ત્યાં રાગ મારું કર્તવ્ય અને હું કર્તા એવી વિપરીત બુદ્ધિનું ટાણું નથી. કહો, સમજાય છે કે નહીં ? ભગવાનનો આવો મારગ છે! સાધારણ વેવલાની જેમ આ સમજાય એવું નથી. આ તો રાજમાર્ગ-સિંહમાર્ગ છે પ્રભુનો.
ભાવાર્થ આમ છે કે “જેમ સૂર્યનો પ્રકાશ થતાં અંધકારનો અવસર નથી તેમ શુદ્ધ સ્વરૂપનો અનુભવ થતાં વિપરીતરૂપ મિથ્યાત્વબુદ્ધિનો પ્રવેશ નથી.” જેમ સૂર્યના પ્રકાશમાં અંધકાર નથી. તેમ ચૈતન્ય સૂર્ય ભગવાન સમ્યગ્દર્શન-જ્ઞાનમાં
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #178
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૬૬
કલશામૃત ભાગ-૨ જણાયો તો પ્રકાશનું પરિણમન થયું, એ પ્રકાશમાં રાગ મારો અને હું તેનો કરનારો એવી વિપરીતબુદ્ધિ કયાં છે હવે! સૂર્યના પ્રકાશમાં અંધકાર ન હોય. આહાહા! ચૈતન્યના પ્રકાશમાં રાગ મારું કર્તવ્ય એવું અજ્ઞાન ત્યાં હવે ક્યાં છે.
અહીંયા તો અત્યારે બધે એ પ્રરૂપણા ચાલે છે. દયા કરો, દાન કરો, વ્રત કરો, પૂજા કરો, ભક્તિ કરો.. એ કરતાં-કરતાં ધર્મ થશે. આમાં શેઠિયાઓ ખુશી થાય કે-ઠીક, આટલેથી પત્યું.
આહા! મારગ બાપુ આવા છે. ભાઈ ! જુઓ તો દાખલા કેવા આપ્યા છે. આગળ કહ્યું હતું-વિપરીત બુદ્ધિનો અવસર કયાં છે? હવે કહે છે સૂર્યના પ્રકાશમાં અંધકાર કયાં છે? તેમ ભગવાન ચૈતન્ય સ્વરૂપની પર્યાયમાં સમ્યગ્દર્શન-જ્ઞાનનો પ્રકાશ થયો તો તેને આ રાગ મારું કર્તવ્ય એવા અજ્ઞાનનો પ્રવેશ કયાં છે. ચૈતન્યના પ્રકાશમાં અંધકારનો પ્રવેશ-રાગનો પ્રવેશ હવે કયાં છે.
આહાહા! પરદ્રવ્યને ન કરે એમ જે માને તે દિગમ્બર નથી. આવી તો પ્રરૂપણા ચાલે છે. અહીં કહે છે-રાગ મારો એમ માને તે મિથ્યાષ્ટિ છે.
આહાહા! એક-એક શ્લોક તો જુઓ! દિગમ્બર સંતો-વીતરાગી મુનિઓની વાણી તો જુઓ! આહાહા ! અમૃતચંદ્રાચાર્ય આદિ સંતો વીતરાગી ઝુલામાં ઝુલતા હતા.
આહાહા! અરે પ્રભુ! તું જ્યાં અંદર જાગ્યો. ત્યાં તો જ્ઞાન ને આનંદ તે હું છું એવો પ્રકાશ આવ્યો. એ પ્રકાશમાં હું રાગનો કર્તા અને રાગ મારું કાર્ય એવી મિથ્થાબુદ્ધિનો પ્રવેશ કયાં છે?
અમે આ કરીએ, પુણ્યના પરિણામ અમે કર્યા, અમે દયા પાળી, વ્રત પાળ્યા, ભક્તિ કરી એવા રાગનો કર્તા થઈને ધર્મ માને એ તો મિથ્થાબુદ્ધિ છે. આવી ગજબની વાતો છે. આ પરમ સત્ય છે. સત્ય સૂર્ય જ્યાં પ્રગટયો તેમાં અસત્ય તેવી વિપરીત બુદ્ધિનો પ્રવેશ કયાં છે? ઝીણી વાતો છે બાપુ!
અહીં કોઈ પ્રશ્ન કરે છે કે-શુદ્ધજ્ઞાનનો અનુભવ થતાં માત્ર વિપરીત બુદ્ધિ મટે છે કે કર્મબંધ મટે છે?” અહીં પ્રશ્ન થયો કે તમે તો એમ કહ્યું કે સમ્યગ્દર્શન થતાં, સમ્યજ્ઞાન થતાં રાગ મારો એ કર્તાબુદ્ધિ જાય છે એટલે કે વિપરીત બુદ્ધિ જાય છે. હવે અહીંયા વ્યવહાર રત્નત્રય છે એ શુભરાગ છે, એ મારું કર્તવ્ય છે એ વિપરીત બુદ્ધિ છે. અરે! મધ્યસ્થ થઈને વાંચે પણ નહીં. શું ચીજ છે તેની ખબર નહીં અને હાલ્યું જાય બફમમાં. આત્માનું જ્ઞાન થતાં વિપરીતબુદ્ધિ ટળે છે પણ કર્મબંધન મટે છે કે નહીં એમ કહોને? (માત્ર) વિપરીતબુદ્ધિ મટે છે કે સાથે કર્મબંધન પણ મટે છે?
“ઉત્તર આમ છે કે- વિપરીત બુદ્ધિ મટે છે, કર્મબંધ પણ મટે છે.” સમ્યગ્દર્શન થયા પછી એ અલ્પ રાગને, અલ્પ બંધનને એણે ગણ્યો નથી. એ રાગ તો કર્મધારામાં
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #179
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કલશ-૪૭
૧૬૭ જાય છે. એ કર્મધારા જ્ઞાનધારાથી ભિન્ન છે.
“દ પૌત્ર: વન્ધ: વા વાર્થ ભવતિ” (સુદ) વિપરીત બુદ્ધિ મટતાં (પૌત:) પુદ્ગલ સંબંધી છે જે દ્રવ્યપિંડરૂપ (વર્મવશ્વ:) જ્ઞાનાવરણાદિ કર્મોનું આગમન તે પણ કેમ થઈ શકે? સમ્યગ્દર્શનમાં બંધનનો અભાવ જ લેવો છે. કેમકે બંધના અભાવનો એ કર્તા નથી. તેથી બંધના ભાવથી બંધ થાય એ એની ચીજ નથી. આહા... હા! એ તો એનો જ્ઞાતા-દ્રષ્ટા છે.
“કરે કર્મ સોહી કરતારા...” જે રાગને કરે તે મિથ્યાદેષ્ટિ છે. “જો જાને સો જાનમહારા,” રાગ થાય તેને પોતાનામાં રહીને જાણે કે છે એટલું... બાકી રાગનો કર્તા થતો નથી, તે રાગને મારો માનતો નથી તેથી તેની વિપરીત બુદ્ધિ ટળી છે અને તેથી તેને બંધન થતું નથી.
©©©©©
આ વસ્તુ પ્રયોગમાં લાવવા માટે અંદર મૂળમાંથી પુરુષાર્થનો ઉપાડ આવવો જોઈએ કે હું આવો મહાન પદાર્થ એમ નિરાલંબનપણે કોઈના આધાર વિના અધ્ધરથી વિચારની ધૂન ચાલતાંચાલતાં એવો રસ આવે કે બહારમાં આવવું ગોઠે નહીં. હજુ છે તો વિકલ્પ, પણ એમ જ લાગે કે આ..હું... આ...હું.... એમ ઘોલનનું જોર ચાલતાં ચાલતાં એ વિકલ્પો પણ છૂટી ને અંદરમાં ઉતરી જાય છે. (નિર્વિકલ્પ થયા પહેલાંની આવી દશા હોય છે.)
(પરમાગમસાર-૩૦૪)
رخرخرخرخرخرخرم
૪છછછછછછછ .
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #180
--------------------------------------------------------------------------
________________
૧૬૮
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કલશાકૃત ભાગ-૨
કલશ-૪૮
(શાર્દૂલવિક્રીડિત )
**
,,
इत्येवं विरचय्य सम्प्रति परद्रव्यान्निवृत्तिं परां स्वं विज्ञानघनस्वभावमभयादास्तिघ्नुवानः परम्। अज्ञानोत्थितकर्तृकर्मकलनात् क्लेशान्निवृत्तः स्वयं ज्ञानीभूत इतश्चकास्ति जगतः साक्षी पुराणः पुमान्।।३-४८।। ખંડાન્વય સહિત અર્થ:- “પુમાર્ સ્વયં જ્ઞાનીભૂત: કૃત: નાત: સાક્ષી વાસ્તિ ” (પુમાન્) જીવદ્રવ્ય (સ્વયં જ્ઞાનીભૂત:) પોતાની મેળે પોતાના શુદ્ધ સ્વરૂપના અનુભવનમાં સમર્થ થયું થયું, (ત:) અહીંથી શરૂ કરીને, ( નાત: સાક્ષી) સકળ દ્રવ્યસ્વરૂપનું જાણનશીલ થઈને ( વાસ્તિ) શોભે છે. ભાવાર્થ આમ છે કે જ્યારે જીવને શુદ્ધ સ્વરૂપનો અનુભવ થાય છે ત્યારે સકળ ૫૨દ્રવ્યરૂપ દ્રવ્યકર્મ-ભાવકર્મનોકર્મ વિષે ઉદાસીનપણું થાય છે. કેવું છે જીવદ્રવ્ય ? “ પુરાળ: ” દ્રવ્યની અપેક્ષાએ અનાદિનિધન છે. વળી કેવું છે? “ વનેશાત્ નિવૃત્ત: ” (વજ્ઞેશાત્) ક્લેશથી અર્થાત્ દુઃખથી (નિવૃત્ત:) રહિત છે. કેવો છે ક્લેશ ? “ અજ્ઞાનોસ્થિત-તૃર્મતત્તાત્” (અજ્ઞાન) જીવ-કર્મના એકસંસ્કારરૂપ જૂઠા અનુભવથી (ઉત્થિત) નીપજી છે ([ર્મનનાત્) ‘જીવ કર્તા અને જીવનું કૃત્ય જ્ઞાનાવરણાદિ દ્રવ્યપિંડ' એવી વિપરીત પ્રતીતિ જેને, એવો છે. વળી કેવી છે જીવવસ્તુ ? “ રૂતિ વં સસ્કૃતિ પરદ્રવ્યાત્ પાં નિવૃત્તિ વિષય્ય સ્તં બાપ્તિખુવાન: ” (રૂતિ) આટલા (વં) પૂર્વોક્ત પ્રકારે (સંસ્કૃતિ ) વિદ્યમાન (પરદ્રવ્યાન્) ૫૨વસ્તુ જે દ્રવ્યકર્મ-ભાવકર્મ-નોકર્મ તેનાથી (નિવૃત્તિ) સર્વથા ત્યાગબુદ્ધિ (પમાં) મૂળથી (વિરવય્ય) કરીને (સ્પં) ‘ સ્વ ’ને અર્થાત્ શુદ્ધ ચિદ્રૂપને (આસ્તિઘ્નવાન:) આસ્વાદતી થકી. કેવો છે ‘સ્વ ’? ‘વિજ્ઞાનઘનસ્વભાવમ્” (વિજ્ઞાનઘન) શુદ્ધ જ્ઞાનનો સમૂહ છે (સ્વમાવક્) સર્વસ્વ જેનું એવો છે. વળી કેવો છે ‘ સ્વ ’ ? “ પરમ્ ” સદા શુદ્ધસ્વરૂપ છે. “ અમયાત્ ” ( જીવવસ્તુ શુદ્ધ ચિત્તૂપને ) સાત ભયથી રહિતપણે આસ્વાદે છે. ૩-૪૮.
66
.
*
પ્રવચન નં. ૫૭
તા. ૩-૮- ’૭૭
કલશ-૪૮ : ઉપર પ્રવચન
“ પુનાન્ સ્વયં જ્ઞાનીભૂત: ફત: નાત: સાક્ષી વાસ્તિ” જીવદ્રવ્ય પોતાની મેળે પોતાના શુદ્ધ સ્વરૂપના અનુભવનમાં સમર્થ થયું થકું”
શું કહે છે-આ જીવદ્રવ્યરૂપ વસ્તુ જ્યારે ધર્મ પામે છે ત્યારે શું થાય છે તે વાત કરે
Please inform us of any errors on rajesh.shah@fofalise.co.uk
Page #181
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કલશ-૪૮
૧૬૯ છે. શુદ્ધ ચૈતન્ય આત્મા (સ્વયં) પોતાની મેળે આત્માનો અનુભવ કરે છે ત્યારે તેને વ્યવહાર રત્નત્રયના રાગની અપેક્ષા નથી. “સ્વયં પોતાની મેળે ” તેમાં એમ કહેવું છે કેરાગની મંદતાની ક્રિયા હતી તો આ સ્વભાવનું સમ્યકભાન થયું એમ નથી. ઘણાં એમ માને છે કે વ્રત, તપ, પૂજા, ભક્તિના શુભભાવ હતા તેથી આત્મજ્ઞાન થયું તેમ નથી.
પોતાની મેળાએ' આમાં શું કહેવું છે? પોતાનું શુદ્ધ પવિત્ર ત્રિકાળી સ્વરૂપ છે તે પુણ્ય-પાપના વિકલ્પના અભાવ સ્વરૂપ શુદ્ધ અસ્તિત્વરૂપ છે. ભગવાન આત્મા પૂરણ શુદ્ધ પવિત્ર છે. તેવા આત્માના અનુભવમાં સમર્થ થયો તેને ધર્મ પ્રગટે છે. અને તેને ધર્મી કહે છે.
અનાદિથી અજ્ઞાનપણામાં જે પુણ્ય-પાપના ભાવને અનુભવવામાં સમર્થ હતો તે હવે “પોતાની મેળાએ” શુદ્ધ સ્વરૂપને અનુભવવામાં સમર્થ થયો છે.
શું કહે છે-શુદ્ધ ચૈતન્ય વસ્તુ પવિત્રતાનો પિંડ પ્રભુ પોતે છે. એ પવિત્રતાનું જ્યાં સુધી તેને ભાન ન હતું ત્યારે તે સ્વભાવના અજ્ઞાનથી ઉત્પન્ન થયેલા પુણ્ય-પાપના ભાવનો મિથ્યા અનુભવ હતો. અનાદિ મિથ્યાષ્ટિની ભૂમિકામાં તેને વિકારના ભાવનું વેદન અને તેનો અનુભવ હતો. અર્થાત્ અધર્મનો અનુભવ હતો.
જેમ મૃગલાની નાભિમાં કસ્તુરી છે પરંતુ તેની કિંમત મૃગલાને નથી. તેમ ભગવાન આત્મા ચૈતન્ય આનંદ સ્વરૂપ છે. સ્વભાવમાં આનંદ અને પવિત્રતા ભરી છે. આવા આત્માથી અજાણ અજ્ઞાનીને તેની કિંમત નથી. આત્મા સ્વરૂપે શુદ્ધ અતીન્દ્રિય આનંદની મૂર્તિ પ્રભુ છે. સ્વરૂપના ભાન વિના અજ્ઞાનથી તેને પુણ્ય-પાપના ભાવનું વેદન અને અનુભવ હતો. અહીં કહે છે-હવે તે અનુભવ ગુલાંટ ખાય છે. “પોતાની મેળાએ પોતાના શુદ્ધ સ્વરૂપના અનુભવમાં સમર્થ થયો થકો ” અર્થાત્ રાગથી ભિન્ન થઈ પોતાની મેળાએ શુદ્ધ સ્વરૂપનો અનુભવ કર્યો.
શ્રોતા:- તેને આત્મ ભાવના કહેવાય!
ઉત્તર:- ભાવના એટલે શુદ્ધ સ્વરૂપનો અનુભવ. શ્રીમજીમાં આવે છે-“આતમ ભાવના ભાવતાં જીવ લહે કેવળજ્ઞાન”. ભાવના એટલે શું? શુદ્ધ ચૈતન્ય આનંદઘન આત્મા તેનો અંતરમાં અનુભવ થવો, તેમાં એકાગ્રતા થવી તેનું નામ ભાવના છે. મારગ આવો સૂક્ષ્મ છે પરંતુ લોકોએ તેને બગાડી નાખ્યો છે. સમજાણું કાંઈ?
આત્મા તો શુદ્ધ પવિત્ર સ્વરૂપ છે. તેની ભાવના એટલે? તેની સન્મુખ થઈને તેમાં એકાગ્રતા કરવી તેનું નામ ભાવના. ત્રિકાળી વીતરાગ સ્વરૂપમાં વીતરાગી પર્યાયથી એકાગ્ર થવું તેનું નામ ભાવના છે. અરે! આવી ભારે આકરી શરતુ છે. ધ્રુવ ભાવની ભાવના કરવી એટલે કે પરમ સ્વભાવભાવ એવો શાકભાવ કે જે ધ્રુવ પરમાત્મ સ્વરૂપ છે તેની ભાવના. અર્થાત્ (તેમાં એકાગ્રતા). આહાહા ! આ તો અપૂર્વ વાતો છે.
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #182
--------------------------------------------------------------------------
________________
૧૭૦
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કલશાકૃત ભાગ-૨
અરેરે...! અનંતકાળ થયા તેને પુણ્ય-પાપને કરું એવી કર્મચેતનાનો અને રાગને વેદવું તેવી કર્મચેતનાનો જ અનુભવ છે. દયા-દાન, વ્રત-ભક્તિના પરિણામ તે રાગ છે અને રાગનું વેદન તે કર્મચેતના છે. રાગનો અનુભવ દુઃખરૂપ હોવાથી ઝેરનો અનુભવ છે એ કર્મફળચેતના છે તે સંસારમાં રખડવાનું જડ-મૂળિયું છે.
જુઓ, આત્મવસ્તુ છે ને ? વસ્તુ છે તો તેમાં રહેલી-વસેલી કાંઈ શક્તિઓ છે કે નહીં ? આહાહા ! આત્મામાં અનંત શક્તિઓ વસેલી–૨હેલી છે. આત્મા શુદ્ધ શક્તિનો ભંડાર છે.
ભગવાન આનંદનો નાથ પ્રભુ ! જ્ઞાનના અનંત અપરિમિત સ્વભાવથી ભરેલો, અતીન્દ્રિય અનાકુળ આનંદની બેદ શક્તિથી ભરેલો, વીતરાગ સ્વભાવથી ભરેલો છે. તેને પોતાના અનુભવ દ્વારા અર્થાત્ સ્વરૂપ સન્મુખ થઈને અનુભવમાં સમર્થ થયો તેનું નામ સમ્યગ્દર્શન-સમ્યજ્ઞાન અને સમ્યક્ચારિત્ર છે. માર્ગ તો આ છે.. પ્રભુ !
આ પંચોતેર ગાથા પછીનો કળશ છે. પંચોતેર ગાથામાં ધર્મી થયો તે કેવો હોય છે તેની વાત કરે છે. અનાદિથી અધર્મની વાતોમાં આનંદકંદપ્રભુ ભગવાન એક બાજુ રહી ગયો. અનાદિથી આત્માને છોડીને પુણ્ય-પાપના ભાવોનો કર્તા થઈને દુઃખનું વેદન કર્યું. અજ્ઞાની ભલે માને. પરંતુ તે પણ ૫૨નો કર્તા તો છે જ નહીં. પુણ્ય-પાપના વિકલ્પો ઊઠે છે તે વૃત્તિનું ઉત્થાન છે. ચૈતન્ય ગંજ પ્રભુમાં વૃત્તિનું ઉત્થાન છે.. નહીં.
જીવે નિજ સ્વરૂપને ભૂલીને રાગનું કરવું અને દુઃખનું ભોગવવું-વેદવું અર્થાત્ કર્મચેતનાનું કરવું અને કર્મફળચેતનાનું-હર્ષ-શોકનું વેદવું અનંતવા૨ કર્યું છે. અરે..! આવો માર્ગ છે. લોકો કહે આ તો નિશ્ચયની વાત છે. અરે !નિશ્ચયની વાત એટલે સાચી અને વ્યવહારની એટલે આરોપિત-ઉપચારની વાત.
આચાર્યની શૈલી તો જુઓ ! ટૂંકી અને તત્ત્વની મહત્તાને બતાડનારી છે. અહીં શું કહે છે? “ પોતે પોતાથી સ્વરૂપના અનુભવમાં સમર્થ થયો ”, એટલે... ત્રિકાળી આત્માનું જે જ્ઞાન ને આનંદ સ્વરૂપ છે તેનો અનુભવશીલ થયો. આહાહા ! દયા-દાન, વ્રત-ભક્તિ, પૂજાના વિકલ્પથી અર્થાત્ રાગથી ભિન્ન વીતરાગસ્વરૂપ આત્માને જાણ્યો. આવે છે ને...
“જિન સોહી હૈ આતમા, અન્ય સોહિ હૈ કર્મ; યે ઠ્ઠી વચન સે સમઝલે, જિન પ્રવચન કા મર્મ. ”
આવી વાત કોઈ દિ ’ લક્ષમાં લીધી ન હોય તેને કેમ બેસે ? આત્મા આવો છે તેમ સાંભળવા મળ્યું નથી, જોયું નથી, જાણ્યું નથી. આહા ! એ તો ચૈતન્ય રતન છે... ચૈતન્ય હીરલો છે. હી૨ાને જેમ સેંકડો પાસા હોય છે તેમ આ ચૈતન્ય હીરો અનંત શક્તિરૂપ ગુણોથી ભરેલો છે. ભગવાન ! તારી વાત તો આવી છે પ્રભુ !
Please inform us of any errors on rajesh.shah@tofalise.co.uk
Page #183
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કલશ-૪૮
૧૭૧ શું કહે છે-“પોતાની મેળે જીવદ્રવ્ય પોતાના શુદ્ધ સ્વરૂપના અનુભવમાં” આ દોઢ લીટીમાં ગજબ ભર્યું છે. પોતાનો સ્વભાવ પોતાની મેળાએ પોતાના અનુભવમાં આવે છે તેમાં વાણીની કે દેવ-ગુરુ-શાસ્ત્રની, કે વ્યવહાર રત્નત્રયના રાગની જરૂર નથી.
- બાપુ! શુભજોગ એ તો રાગ છે. અને રાગનો-વિકારનો અનુભવ તે તો દુઃખનો અનુભવ છે. રાગથી મોક્ષમાર્ગ કેમ પમાય પ્રભુ! તું આ શું કરે છે? શુભજોગ તો ધર્મીને જ્ઞાનીને પણ હોય. તેઓ જાણે છે કે શુભજોગ દુ:ખરૂપ છે. હું હજુ (સ્વરૂપમાં) પૂર્ણ સ્થિર થઈ શકવાને લાયક નથી એટલે કમજોરીથી તે ભાવ મને આવે છે, પણ તે જાણે છે કે-આ શુભભાવ બંધનું કારણ છે. આહાહા! ધર્મી જીવ પરની અપેક્ષા વિના આત્મસ્વરૂપને જેટલું અનુભવે છે તેટલી તો ધર્મધારા છે. પૂર્ણ નથી થયો તેથી વચ્ચે રાગાદિ આવે છે તે કર્મધારા હોવાથી બંધનું કારણ છે. ધર્મધારા છે તે અબંધનું કારણ છે.
વઢવાણમાં દસની સાલમાં એક ભાઈ ગાતા... કરી લેને આત્માની ઓળખાણી... એક દિન જાવું છે નિર્વાણી”
આ દેહ છૂટી જશે ભાઈ ! એક દિવસ નક્કી જાવું છે બાપા! પ્રભુ! આ દેહ કાંઈ તારી ચીજ નથી. આ જડ આવીને ઉભું છે તે તેને કારણે આવીને ઉભું છે. તારે કારણે આ દેહુ આવ્યો નથી.
પ્રશ્ન:- તો પછી આ બધા પૈસાનું શું કરવું?
ઉત્તર- આ પૈસા એના કારણે આવીને એના કારણે ઉભા છે, તારે કારણે નહીં. એ તારામાં નહીં અને એ તારાથી નહીં.
પ્રશ્ન:- પૈસા મળ્યા છે ને?
ઉત્તર:- ધૂળ મળ્યા છે... એને તો મળી છે મમતા. પૈસા બહારમાં આવ્યા તો (અજ્ઞાની) કહે મને મળ્યા. તેને તો મમતા મળી છે... (પૈસા કયાં મળ્યા છે ).
અહીં કહે છે-દયા-દાન, વ્રત-ભક્તિના પરિણામ એ રાગ છે. આમાં તો મોટા વાંધા ઉઠયા છે. મખ્ખનવાલજીએ ચેલેન્જ આપી છે. તેમણે લખ્યું છે.
મખ્ખનલાલજી કહે-શુભજોગ તે મોક્ષનો માર્ગ છે. કૈલાસચંદજી કહે એ જવાબ આપ્યો શુભજોગ તે તો બંધનું કારણ છે તેથી હેય છે. મખ્ખનલાલજી કહે-શુભજોગને હેય માને તે મિથ્યાષ્ટિ છે.
કૈલાસચંદજી કહે-શુભજોગને કુંદકુંદાચાર્ય હેય માને છે તો શું તે મિથ્યાષ્ટિ છે? આટલા વર્ષે હવે આવી ચર્ચા ઉભી થઈ. બાકી તો એમને એમ ચાલતું 'તું.
હીરાચંજી મહારાજ અમારા સંપ્રદાયના ગુરુ હતા. તેઓ બહુ શાંત અને નરમ હતા. ક્રિયા કડક પાળતા. નિર્દોષ આહાર-પાણી લ્ય. તેમના માટે બનાવેલ આહારપાણી બિલકુલ ન લે. દુકાને જાય તો કહે-કાંઈ અડશો નહીં. કોઈ ચાલશો નહીં.
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #184
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૭૨
કલશામૃત ભાગ-૨ દુકાનદાર કહે પ્રભુ! કપડું લ્યો ને? ત્યારે તેઓ માંડ છ-આઠ હાથ ભેં. તેમને આ તત્ત્વની કાંઈ જ ખબર ન હતી. રસ્તામાં ચાલતાં-ચાલતાં એટેક આવ્યો. અને ચૈત્રવદ આઠમના કાળ પામી ગયા... ત્યારે આ કહ્યું 'તું!
“કહાં જન્મે, કહાં બીછડે. કહાં લડેલો લાડ,
ન જાણ્યું કે રૂખ તળે... જઈ પડેગે હાડ.” તેઓ મારવાડના પાલીમાં જન્મ્યા અને સાધુપણામાં કાઠિયાવાડમાં વૃદ્ધિ પામ્યા. તેમને તો સાધુ માનતા એટલે લોકોએ ઉપાડી લીધેલા. “હીરા” એટલા હીર જગતમાં બાકી સુતરના ફાળકા'. હીર એટલે રેશમ અને ફાળકા એટલે ઢગલા. તેઓ શાંત... શાંત... શાંત હતા. તેઓ કાળ પામ્યા ત્યારે અમે બીજે ગામ હતા. અમે બીજે દિવસે ગયા તેમને પાલખીમાં લોકોએ ઉપાડ્યા. જ્યારે પાલખીમાં ઉપાડ્યા ત્યારે સાધુઓ, લોકો પોકાર કરે. જાણે વીસ વર્ષનો દીકરો ગુજરી ગયો હોય તેમ લોકો રોતા. લોકોને તેમના પ્રત્યે પ્રેમ ઘણો હતો. તેઓ સંપ્રદાયની દૃષ્ટિએ હતા પણ એવા... તેથી લોકો રોવે રોવે... રોવે. અરે! મારો હીરો આજે જાય છે. , “અમે હીરો ખોયો” તેમ બિચારા રોવે. લાખોપતિ શેઠિયાઓ ચંદનનું એક-એક લાકડું લઈને (ચિતામાં) બાળવા નાખે. પણ ત્યારે આ ચીજ (તત્ત્વ) નહીં બાપુ! અરેરે..! ગુરુને આ તત્ત્વની વાત સાંભળવા મળી નહીં. તેઓ એમ કહેતા કે “પરની દયા પાળવી તે અહિંસા છે... અને આ સિદ્ધાંતનો સાર છે.” અહીં કહે છે-જીવ પરની દયા પાળી શકતો જ નથી. પરની દયા પાળવાનો ભાવ શુભરાગ છે તે અધર્મ છે.
શ્રોતાઃ- આ તો આકાશ પાતાળનો ફેર છે. ઉત્તર:- મોટો ફેર. બહુ ફેર છે.
ગુરુને બ્રહ્મચર્યનો રંગ ઘણો. તેમની સભામાં હજારો માણસો અને તેમની આબરૂ બહુ મોટી, તેઓ ગંભીર માણસ હતા. તેમણે બાર વર્ષની ઉંમરે તો દિક્ષા લીધેલી. દિક્ષા લીધે તેમને છેતાલીસ વર્ષ થયા. તેઓ કહેતા-ભગવાન આમ કહે છે કે “સાસા ને
[m ઘો”. ભગવાનની ભક્તિ-પૂજા કરવાથી ધર્મ થાય છે. એ અનાર્ય ધર્મ છે. દૃષ્ટિ ઊંધી પરંતુ સરળ બહુ હતા. ભાઈ ! શુભજોગની ક્રિયા તે ધર્મ નહીં.
અહીં કહે છે-જીવ વસ્તુ! શુદ્ધ પવિત્ર સ્વરૂપે છે. તેને રાગથી ભિન્ન પાડીને શુદ્ધ સ્વરૂપના અનુભવમાં સમર્થ થયો થકો. લોકોને આ વાત એકાંત લાગે છે. પરંતુ માર્ગ તો આ છે પ્રભુ! ભાઈ ! તું “હા પાડ કે માર્ગ આ છે. તારી “હા ' વિના હાલત નહીં થાય. આકરું લાગે. માર્ગ બીજો લાગે પણ શું થાય!
આહાહા ! જુઓને! અહીં વનસ્પતિ કેટલી ઉગી છે. એક-એક પાંદડે અસંખ્ય જીવા છે. રાઈ જેટલી કટકીમાં અસંખ્ય જીવ છે. એકેક શરીરમાં એકેક જીવ છે. તેની ઉપર
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #185
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check h±tp://www.AtmaDharma.com for updates
કલશ-૪૮
૧૭૩
બળદ ચાલે.. ઘોડા ચાલે.. મોટરું ચાલે.. તેનો કચ૨ઘાણ થાય છે. એ વનસ્પતિમાં ચૈતન્ય ભગવાન છે. પર્યાયમાં ભૂલ છે વસ્તુ તો ભગવત્ સ્વરૂપે પડી છે.
૫રમાત્મપ્રકાશમાં કહ્યું છે–‘ સર્વ જીવો ભગવત્ સ્વરૂપ છે'. પર્યાયમાં અલ્પજ્ઞતા અને વિકા૨ હો પણ વસ્તુ છે એ તો ભગવત્ સ્વરૂપે પૂર્ણ છે. “ સર્વ જીવો, સર્વકાળે, સર્વ ક્ષેત્રે, પૂરણ સ્વભાવથી ભરેલા ભગવાન છે, તું આવી ભાવના કર.”
આ જે લીમડો દેખાય છે તે (એકેન્દ્રિય જીવ ) તેનું શરીર દેખાય છે.. તેનો અંદર આત્મા છે તે દેખાતો નથી. આ અસંખ્ય શરીર દેખાય છે. એક-એક શ૨ી૨માં એકેક જીવ છે. લસણ ને-ડુંગળીની રાઈ જેવડી કટકીમાં અસંખ્ય શરીર છે. એક-એક શ૨ી૨માં અનંત જીવ છે. વનસ્પતિમાં એક શરીરે એક જીવ અને લસણ-ડુંગળીમાં એક શરીરે અનંત જીવ છે. આ લસણની કળી અને ડુંગળીને ઘીમાં શેકીને ખાય છે ને ! એ રાય જેટલા ટૂકડામાં અસંખ્ય શરીર અને એકેક શ૨ી૨માં અનંતા જીવ છે. સિદ્ધ કરતાંય અનંત ગુણા જીવ છે તે બધા જીવ દ્રવ્યસ્વરૂપે તો શુદ્ધ જ છે, પર્યાયમાં ભૂલ છે. તે અજ્ઞાન અને મિથ્યાત્વને લઈને રખડે છે.
શ્રીમદ્દ કહેતા-કોઈ શાક સમારતું હોય તો અમે જોઈ શકીએ નહીં. શાકમાં જીવની અસંખ્ય સત્તાને સ્વીકારી છે ને ! દૂધી તુરિયા તેને છરીથી કાપે છે, ઝીણા ટૂકડા કરે છે પણ એ રાઈ જેટલી કટકીમાં અસંખ્ય શરીર છે. એકેક શરીરે એકેક જીવ છે. પ્રભુ તું અનંતવા૨ તેમાં રહ્યો છો. ત્યાં તારું કોઈ ધણી નહોતું કે કોઈ રોનાર નહોતું.
આજથી પચાસ-સાઈઠ વર્ષ પહેલાં સંપ્રદાયમાં એકવાર કહેલું કે-આ જીવનો
જેટલો સ્વભાવ છે તેટલો ન માનતાં તે અલ્પજ્ઞ ને રાગવાળો માને છે તે આત્માને આળ આપે છે. આળ આપતાં જીવ એવા ઠેકાણે ઉપજશે કે ત્યાં આ જીવ છે તેમ બીજા નહીં માને.
આ લસણમાં જીવ છે તેમ કોણ સ્વીકારે ? એમ કેમ થયું ? ચૈતન્યની જેવડી શક્તિ અને મહત્તા છે તેનો તેણે અનાદર કર્યો છે. અનાદર કરીને તેણે આળ આપી છે કે–હું તો રાગવાળો છું, હું તો પુણ્યવાળો છું, હું તો પાપવાળો છું, હું વિકા૨વાળો છું. જીવ એવો નથી છતાં આળ આપીને તેનો અનાદર કર્યો છે. હવે અહીંથી મરીને તે એવી જગ્યાએ જન્મશે કે ત્યાં આ જીવ છે એમ કોઈ નહીં માને. ભાઈ ! આવી વાતું છે.
જિનેશ્વર પરમાત્માએ પ્રત્યક્ષ જોઈને કહ્યું છે. ઇન્દ્રો અને ગણધરોની સમક્ષમાં ત્રણલોકના નાથ ૫રમાત્મા જે ફરમાવતા હતા તે આ વાત છે. મારી સત્તા (પરમાત્મા જેવડી છે) તેમ અલ્પજ્ઞતામાં ભાસતું નથી. આહાહા ! પોતાની સ્વસત્તાની મહત્તા જેને ભાસે છે તેને ૫૨ની સત્તા એવડી જ છે તેમ ભાસે છે. આવી વાતું સાંભળવા મળવી મુશ્કેલ છે.
Please inform us of any errors on rajesh.shah@fotalise.co.uk
Page #186
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૭૪
કલશામૃત ભાગ-૨ “ અહીંથી શરૂ કરીને, સકળ દ્રવ્ય સ્વરૂપનું જાણનશીલ થઈને શોભે છે.” કહે છે–જ્યાં આત્માનું સમ્યગ્દર્શન થયું તો બધા દ્રવ્યોનો જાણનશીલ થયો. બધા દ્રવ્યોનો જાણનશીલ થયો એવો તેનો સ્વભાવ છે. કોઈ પદ્રવ્યને મારું માનવું કે હું ૫૨ દ્રવ્યને હણી શકું છેં કે જીવાડી શકું છું એવું કાંઈ છે નહીં. આહા ! એ તો એના સ્વરૂપનો માત્ર જાણનશીલ છે. આત્મા જ્ઞાનસ્વરૂપ ને આનંદસ્વરૂપ છે તેવા અસ્તિત્વનો અનુભવ અને ભાન થયું એટલે બધા આત્માઓ અને જડ આદિ રજકણોનો જાણનશીલ-જાણનારો રહ્યો બસ. તે કોઈનું કાંઈ કરતો નથી.. કોઈની પાસેથી કાંઈ લેતો નથી. સમજાણું કાંઈ ?
સર્વ દ્રવ્યોનો જાણનશીલ એમ કહ્યું ને! સર્વ દ્રવ્યોનો એટલે અનંત આત્માઓ, અનંત રજકણો છે તેનો જાણનારો રહ્યો બસ. જ્ઞાની ધર્મીને પોતાના શુદ્ધ સ્વરૂપનું ભાન થતાં એ તો જ્ઞાતા તરીકે છે. હું જ્ઞાનસ્વરૂપ છું તેવી દૃષ્ટિને અનુભવ થતાં.. તેને પોતાનું તો જ્ઞાન થયું પરંતુ ૫૨દ્રવ્યો જેટલા છે તે બધાનો તે જાણનશીલ રહ્યો. આત્મા જાણવાના સ્વભાવવાળો હોવાથી કોઈનું ક૨વાનું કે ૫૨ની દયા પાળી શકું છું તેવું વસ્તુના સ્વરૂપમાં છે નહીં. સમજાણું કાંઈ ?
શું કહ્યું ? ફરીથી.. પોતાનો નિજ સ્વભાવ જ્ઞાન ને આનંદ છે. તેનો જ્યાં અનુભવ થયો તો પોતાનો જાણનારો તો થયો પરંતુ પોતા સિવાય અનંત ૫૨દ્રવ્યો છે તેને જાણવાના સ્વભાવવાળો થયો. કોઈ ૫દ્રવ્યને પોતાનું માનવું તેવો આત્માનો સ્વભાવ છે નહીં. તેમ હું ૫૨ની દયા પાળી શકું છું કે પ૨ને મારી શકું છું તેવું મારામાં (જાણનારમાં )
છે જ નહીં.
અનંતજીવ નિગોદમાં છે, અનંત જીવ સિદ્ધમાં છે. નિગોદમાં એ જીવ ભગવત્ સ્વરૂપ છે. એ નિગોદના જીવની હું રક્ષા કરનારો છું તેમ નથી. એની સત્તા છે તેનો ફક્ત હું જાણનાર જાણવાના સ્વભાવવાળો છું. જગતમાં અનંતા દ્રવ્યો છે. જડ ૫૨માણું, શરીર, મન, વાણી છે તે બધાનો હું રચનારો કે ગોઠવનારો છું તેમ નથી. એ બધા ૫૨દ્રવ્યોને જાણવાના સ્વભાવવાળો હું છું.
શ્રી નાટક સમયસારમાં આવે છે કે “સ્વપર પ્રકાશક શક્તિ હમારી.” સ્વને જાણતાં ૫૨ને જાણવાના સ્વભાવવાળો હું છું. મારો સ્વભાવ જ એવો છે કે–સ્વ સત્તાનું જ્યાં ભાન થયું ત્યારે ૫૨ સત્તાને જાણવાના સ્વભાવવાળો હું રહ્યો. ૫૨ સત્તાને બચાવવાવાળો કે છોડવાવાળો કે બાંધવાવાળો ન રહ્યો. અનંત આત્માઓનું ભલું કરી શકું.. ભૂંડુ કરી શકું એવું જાણનારમાં છે જ નહીં. હું તો જાણવાના સ્વભાવવાળો છું. હું જ્ઞાન ને આનંદ છું તેમ ભાન થતાં.. જગતમાં અનંત આત્માઓ, અનંત જડ રજકણો તે બધાનો માત્ર જાણનાર રહ્યો બસ.
આહાહા ! તારું ઘર તો એવું છે કે–તને તો તું જાણ... પરંતુ પ૨ને પણ જાણ એવું
Please inform us of any errors on rajesh.shah@fofalise.co.uk
Page #187
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કલશ-૪૮
૧૭૫ તારું ઘર છે. તારા જાણવાના સ્વભાવમાં પરની મદદ હોય તો જણાય તેવો તારો સ્વભાવ નથી. તારા જાણવાના સ્વભાવમાં અનંત દ્રવ્યો જણાય પરંતુ અનંત દ્રવ્યોનું તું કાંઈ કરી શકે એવો તારો સ્વભાવ નથી. આ વાત સૂક્ષ્મ પડે એટલે લોકો એકાંત. નિશ્ચય.. નિશ્ચય કરીને કાઢી નાખે. પરંતુ માર્ગ આ છે પ્રભુ! શ્રી બનારસીદાસજી લખે છે
“સ્વપર પ્રકાશક શક્તિ હમારી, તાતેં વચન ભેદ ભ્રમ ભારી,
શેય શક્તિ દુવિધા પ્રકાશી, નિજરૂપા પરરૂપા ભાસી.” આહાહા ! પરને જાણવું એ તો પોતાના પર્યાયનો સ્વભાવ છે. પરમાં અનંત આત્માઓ અને અનંત રજકણોની સત્તા છે માટે તેને જાણવાનો અહીં પર્યાય પ્રગટે છે એમ નથી. સ્વપર પ્રકાશક એ તેનો પોતાનો જાણન સ્વભાવ છે. તેથી સ્વને જાણતાં પરને બીજા આત્માને હું સુખી કરી દઉં, આહાર, ઔષધ, અનાજ આપું એવું વસ્તુના સ્વરૂપમાં નથી. પરદ્રવ્ય જેવી રીતે છે તેવી રીતે તેને જાણવાનો તારો સ્વભાવ છે બસ.
અહીં શું કહે છે-“સકળ દ્રવ્ય સ્વરૂપનો જાણનશીલ થઈને શોભે છે.”(વાસ્તિ) શબ્દ છે ને ! એટલે ભગવાન આત્મા પોતે રાગથી ભિન્ન પડીને ચૈતન્યનો અનુભવ કર્યો તેથી હવે તે પરદ્રવ્યને જાણવાના સ્વભાવથી શોભે છે. પરદ્રવ્યનું કરે કે ઘણાં (બહારના) કામ કર્યા માટે મોટો તેમ નથી.
સંવત ૯૩-૯૪માં હીરાભાઈના મકાનમાં એક પ્રશ્ન કર્યો. પ્રશ્ન:- મહારાજ ! સિદ્ધ ભગવાન થયા તે શું કરે છે? ઉત્તર- એ તો આત્માનો અનુભવ કરે. તે કોઈનું કાંઈ ન કરે.
પ્રશ્ન- અમે નાના માણસ છીએ તો પણ પાંચ-પચીસ માણસનું કરીએ છીએ અને આવડા મોટા સિદ્ધ કોઈનું કાંઈ કરે નહીં?
આવડા મોટા ને કોઈનું કાંઈ ન કરે? અમે નાના છીએ તો પણ બીજાનું કરીએ છીએ.
ઉત્તર- અરે. ભગવાન! ભાઈ, તને શું કહીએ ! સિદ્ધપ્રભુ તો જાણનશીલ છે. તે સ્વપરને જાણે બસ. તુંય પરનું કરી શકતો નથી અને સિદ્ધ પ્રભુ ય પરનું કાંઈ કરી શકતા નથી. (તત્ત્વની) કાંઈ ખબર નહીં અને પૈસા હોય, મકાન હોય એટલે બહારમાં પોતાને મોટા માને. તું પરદ્રવ્યની સત્તાની હૈયાતિનો (માત્ર) જાણનશીલ છો. આહા! તેની સત્તા તેં કરી નથી. તેમ તેની સત્તામાં તું ફેરફાર કરી શકે તેવો નથી પરદ્રવ્યની સત્તામાં ફેરફાર થાય તેનો તું જાણનશીલ છો. આવો ઉપદેશ હવે.
તું ગમે તેટલો હોંશિયાર હો અવધિજ્ઞાની હો, કે ચાર-જ્ઞાનવાળો થા તોપણ તું પરદ્રવ્યને (માત્ર) જાણવાના સ્વભાવવાળો છે. અવધિજ્ઞાનમાં આ વસ્તુ છે તેમ જણાય, મન:પર્યયજ્ઞાનમાં આ વસ્તુ આમ છે તેમ જણાય પરંતુ અવધિ ને મનઃ પર્યય કોઈનું
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #188
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૭૬
કલશાકૃત ભાગ-૨ કાંઈ કરે નહીં. આહા! આવું સ્વરૂપ છે. આવા સ્વરૂપને જાણ્યા વિના દુઃખી થઈને રખડે છે. જેનાં દુઃખોને જોતાં રડવું આવે. અરેરે...! આ પ્રાણીઓ દુઃખી છે. તેને દેખનારને આંખમાંથી આસું ઝરઝર હાલે એવા દુઃખની તને ખબર નથી પ્રભુ! આત્મા બીજાના દુઃખને જાણવાના સ્વભાવવાળો છે.
આહાહા! અનંતા સિદ્ધો, અનંતા નિગોદના જીવ છે તેનો આત્મા જાણવાના સ્વભાવવાળો છે. તેની દયાના ભાવ પાળવાવાળો નથી. આવો માર્ગ વીતરાગનો છે. વસ્તુનું સ્વરૂપ જ આવું છે. વીતરાગે કાંઈ કર્યું નથી. જેવું છે તેવું જાણું છે અને તેવું કહ્યું છે.
એમ કહે-વિશ્વમાં પ્રેમ રાખો. બધા સાથે પ્રેમ રાખો. અહીં કહે-બધા એક છીએ તે મિથ્યાત્વ છે. પ્રેમ શાનો? બધા છે તેનો જાણનારો છે એ પ્રેમ. બધા તત્ત્વો ભિન્ન ભિન્ન છે. કોઈની સાથે કોઈને કાંઈ સંબંધ નથી. એવું જ વસ્તુનું સ્વરૂપ છે. ધર્મી જીવ જાણે બસ. જેમ પોતાના શુદ્ધ સ્વરૂપને જાણે તેમ આ પરની સત્તા જે રીતે પલટતી હોય, બદલતી હોય તેને જાણે બસ. દુઃખીને દેખીને (તેનું) દુઃખ દૂર કરું એવો વિકલ્પ તેને આવે, તેનેય જાણે. (તે એમ માને કે) બીજાનું દુઃખ હું દૂર કરી શકતો નથી. આહા ! આવું સ્વરૂપ છે. કેટલાકને એવું લાગે કે આવો માર્ગ કાઢયો કયાંથી? અમે તો આટલા વર્ષોમાં આવું સાંભળ્યું નહોતું! બાપુ ! આ તો વીતરાગનો માર્ગ છે ભાઈ !
ત્રિલોકીનાથ પરમેશ્વર આમ ફરમાવે છે. આ વીતરાગી સંતોની વાણી છે. ભાવલિંગી સંત વીતરાગ ભાવમાં બિરાજમાન છે તે આમ ફરમાવે છે.
શ્રોતા- આમાં યત્નાચાર કયાં આવે છે?
ઉત્તર:- આત્માનો યત્નાચાર એ યત્નાચાર છે. પરમાં કાંઈ યત્નાચાર નથી. પર છે તેનો વિકલ્પ ઉઠે છતાં આત્મા તેનો જાણનાર છે. યત્નથી ચાલવું, યત્નથી (બોલવું). કોને કરવું છે બાપુ! ચાલવું એ રીતે શરીર થાય તેને જાણવાના સ્વભાવવાળો આત્મા છે. જાણવું એ આત્માની ક્રિયા છે એમ કહે છે.
શ્રોતા- તો તો બધા મતલબી-સ્વાર્થી થઈ જશે? ઉત્તર:- (જીવ) પોતાના પ્રયોજનને સાધે એવો જ એ છે.
બધાય સ્વાર્થી જ છે. અમે બીજાનું કરી દઈએ એ ઊંધી માન્યતા છે. પરનું કરવું એ મરવું છે. ન્યાલભાઈ સોગાનજીના દ્રવ્યદૃષ્ટિ પ્રકાશમાં આવ્યું છે “કરના સો મરના હૈ.”
કહે છે-“નતિ: સાક્ષી વાસ્તિ”, એ ધર્મી જીવને જ્ઞાનસ્વરૂપ ભગવાનનો જ્યાં અનુભવ થયો ત્યારે તે જગતના સાક્ષી તરીકે શોભે છે. તે જગતની ચીજનો જાણનાર તરીકે શોભે છે. આહાહા ! બહુ ટૂંકુ છે.
“ભાવાર્થ આમ છે કે “જ્યારે જીવને શુદ્ધ સ્વરૂપનો અનુભવ થાય છે ત્યારે સકળ પારદ્રવ્યરૂપ દ્રવ્યકર્મ-ભાવકર્મ-નોકર્મ વિષે ઉદાસીનપણું થાય છે.” દ્રવ્યકર્મ
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #189
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કલશ-૪૮
૧૭૭ (અર્થાત) જડકર્મ, ભાવકર્મ (એટલે) પુણ્ય-પાપના ભાવ. ધર્મી જીવને દયા–દાન, વ્રતનો વિકલ્પ આવે છતાં તેનો જાણનશીલ સ્વભાવ છે એમ જાણે છે, તેનો કર્તા નહીં. સમજાણું કાંઈ?
શ્રોતા:- પુણ્ય-પાપને જાણે કે મટાડે?
ઉત્તર:- જાણે. મટતાય જાણે, રહેતાય જાણે. સમયસારની ૩૨૦ ગાથામાં છે કેઉદયને જાણે, બંધને જાણે, નિર્જરાને જાણે, મોક્ષને જાણે. નિર્જરાને કરે નહીં. નિર્જરાને જાણે એમ ૩૨૦માં છે. કેમકે આત્માનો સ્વભાવ જ જ્ઞાન છે એમ અનુભવમાં સમ્યગ્દર્શનમાં આવ્યું છે. પરજીવની જે કાંઈ દશા થાય તેનો (માત્ર ) જાણનશીલ છે. પોતાના રાગના ભાવ થાય તેનો પણ જાણનશીલ છે. તે રાગનો કર્તા નથી તેમ રાગનો ટાળનારેય નથી. થાય તેને જાણે, ટળે તેને જાણે. થોડા શબ્દોમાં તો કેટલું ભર્યું છે. આ તો વીતરાગી દિગમ્બર ગણધર-સંતોની વાણી છે. તે પરમેશ્વર તુલ્ય છે. શ્રી નિયમસારમાં આવે છે કે જે મુનિ અને પરમેશ્વરમાં કાંઈ ફેર માને તે જડ છે.
(ધર્મી જીવને) રાગાદિ છે, શરીર છે તેને જાણવાનો સ્વભાવ છે. આહા.. હા! આ ભોજન ત્યે છે તેને જાણવાનો સ્વભાવ છે. ભોજન લેતા નથી, ભોજન ખાતા નથી. પેલા લોકો કહે ચર્ચા કરો..., શું કરીએ ભાઈ ! આવી ઉગમણી આથમણી જેવી વાતો છે. એ રીતે ભાવકર્મ, દ્રવ્યકર્મ, નોકર્મથી ઉદાસીનપણું થાય છે. પ્રવચન નં. ૫૮
તા. ૪-૮-'૭૭ આ કળશટીકાનો કર્તાકર્મ અધિકાર ચાલે છે. તે જરી સૂક્ષ્મ છે. શ્રી કુંદકુંદાચાર્ય દેવ સંત સંવત ઓગણપચાસમાં થયા. તે દિગમ્બર સંત, વર્તમાનમાં સીમંધર ભગવાન બિરાજે છે ત્યાં ગયા હતા અને આઠ દિવસ ત્યાં રહ્યા અને ત્યાંથી આવીને આ શાસ્ત્ર બનાવ્યા. ત્યાર પછી (૧OOO વર્ષ બાદ) અમૃતચંદ્રાચાર્યે સમયસારની ટીકા બનાવી અને તેના આ કળશો છે. કળશ ૪૮ ફરીથી
આ કળશમાં અહીંયા ધર્મ કેમ થાય છે અને ધર્મીનું લક્ષણ શું છે તે કહે છે. ધર્મી કોને કહે છે ધર્મને પ્રગટ કરવાવાળો તે ધર્મી. હવે ધર્મ કેવી રીતે પ્રગટ થયો તે કહે છે. “પુમાન” એટલે જીવ દ્રવ્ય”-પુરુષ. આ દેહ તો જડ-માટી છે. તેનાથી તું ભિન્ન છો. અંદર આઠકર્મ-જ્ઞાનાવરણાદિ છે તે પણ જડ-અજીવ છે. અને અંદરમાં (પર્યાયમાં) જે પુણ્ય-પાપના ભાવ થાય છે તે પણ અચેતન છે.
જીવદ્રવ્ય ચૈતન્યસ્વરૂપ છે. તે ચૈતન્યનો પુણ્ય-પાપના ભાવમાં અંશ નથી. પુણ્યપાપના ભાવ જે રાગ છે તે પોતાને જાણતા નથી અને બીજા દ્વારા જાણવામાં આવે છે તે કારણે રાગને અચેતન કહેવામાં આવે છે. તે ચૈતન્યનું સ્વરૂપ નહીં અચેતનથી ચૈતન્યદ્રવ્ય ભિન્ન છે. આહાહા ! આવો મારગ છે! નિર્ણય કરવા માટે નિવૃત્તિ કયાં?
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #190
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૭૮
કલશાકૃત ભાગ-૨ સ્વયં જ્ઞાનીમૂત: ફત: તિ: સાક્ષી વાસ્તિ” જીવદ્રવ્ય પોતાની મેળે પોતાના શુદ્ધ સ્વરૂપના અનુભવનમાં સમર્થ થયું થયું.” ભગવાન આત્મા ! જીવદ્રવ્ય.. ચૈતન્યસ્વરૂપ સચ્ચિદાનંદ પ્રભુ સિદ્ધસ્વરૂપી અંદરમાં છે. તેને સ્વયં-પોતાથી એટલે કે શુભાશુભ ભાવરૂપ જે રાગ છે તેની અપેક્ષા છોડીને પોતાથી પોતાના જ્ઞાન આનંદની સાથે અનુભવ કરે છે.
શું કહ્યું? આહાહા! સૂક્ષ્મ વાત છે પ્રભુનો માર્ગ સૂક્ષ્મ છે. જિનેશ્વર વીતરાગ પરમાત્મા ! જેમણે એક સમયમાં ત્રણકાળ ત્રણલોક દેખ્યા છે તે ફરમાવે છે કે ધર્મી જીવ ધર્મ કેવી રીતે પામે છે? આ ત્રિકાળી ચૈતન્ય શુદ્ધ સ્વરૂપ છે. પવિત્ર છે તેનું પોતાથી જ સ્વરૂપના આનંદનું વેદન કરે છે તે પોતાથી જ પોતે કરે છે. (તે આનંદના વેદનમાં) રાગની નિમિત્તની કે પરની કોઈ અપેક્ષા નથી.
પુમાન” ભગવાન આત્મા જીવદ્રવ્ય વસ્તુ અનાદિ અનંત જ્ઞાનાનંદ સ્વભાવથી બિરાજમાન છે. આત્મવસ્તુ પોતાથી પોતે જ્ઞાન અને આનંદના સ્વભાવથી ભરેલી છે રાગ અને જે વ્યવહાર રત્નત્રયનો વિકલ્પ છે તેની તેને અપેક્ષા નથી. શરીર, વાણી, રજકણની તો અપેક્ષા નથી પરંતુ દયા–દાન, વ્રત-ભક્તિના શુભભાવના પરિણામની પણ જેને પોતાના અનુભવમાં અપેક્ષા નથી તેવી આત્મવસ્તુ પોતાથી જ પોતે શુદ્ધ સ્વરૂપના અનુભવમાં સમર્થ છે. પુણ્ય-પાપનો ભાવ છે તે અશુદ્ધ છે-મલિન છે તે આત્મામાંથી નીકળી જાય છે., જે નીકળી જાય છે તે આત્માની ચીજ નથી. ન્યાય સમજાય છે? આ તો ભગવાનનો માર્ગ લોજીકથી-ન્યાયથી છે. જેમ તેમ માની લેવું તેવી આ ચીજ નથી.
શ્રી ત્રિલોકીનાથ સર્વજ્ઞ જિનેશ્વરદેવ ફરમાવે છે કે માર્ગ આ છે. દિગમ્બર સંતો આડતીયા થઈને ભગવાનનો માલ દુનિયાને આપે છે. મહાવિદેહમાં તીર્થકર શ્રી સીમંધર સ્વામી સાક્ષાત બિરાજે છે. કુંદકુંદાચાર્ય ત્યાં ગયા હતા અને ત્યાંથી આ માલ લાવ્યા છે. આ મૂળ શાસ્ત્રો કુંદકુંદાચાર્યે બનાવેલા અને તેની ટીકા કરનાર અમૃતચંદ્રાચાર્યદેવ આ કહે છે. પ્રભુની વાણી ઘણી સૂક્ષ્મ છે. સમ્યગ્દર્શન તે ધર્મની પહેલી સીઢી છે. વીતરાગ માર્ગ સિવાય બીજે કયાંય છે નહીં.
જિનેશ્વર પરમેશ્વર એમ કહે છે પ્રભુ! પોતાનો અનુભવ પોતાથી થાય છે. પોતાનો પોતાથી એટલે શું? પુણ્ય-પાપ તો પોતાના છે નહીં. આનંદ ને જ્ઞાન ને શાંતિ પોતાનો સ્વભાવ છે. એ જ્ઞાન ને આનંદના સ્વભાવથી પોતે પોતાના શુદ્ધ સ્વરૂપનો અનુભવ કરે છે. કોઈ કહે છે ને! વ્યવહાર કરતાં-કરતાં અનુભવ-સમ્યગ્દર્શન થાય છે અહીં તેનો નિષેધ કરે છે. આહાહા ! અહીં કહે છે–સ્વયં પોતાથી આત્મા પ્રાપ્ત થાય છે.
જેમ હરણાંની નાભિમાં કસ્તુરી હોવા છતાં મૃગલાને તે કસ્તુરીની કિંમત નથી.
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #191
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કલશ-૪૮
૧૭૯ તેમ ભગવાન આત્મા સચ્ચિદાનંદ પ્રભુ છે પરંતુ પામરને તેની ઓળખાણ નથી. સત એટલે શાશ્વત જ્ઞાન ને-આનંદનો ભંડાર આત્મા છે. આ ભંડારી અટક હોય છે ને? આ આત્મા ભંડારી છે. જેમાં જ્ઞાનનો ભંડાર પડ્યો છે. અનંત જ્ઞાન, અનંત અતીન્દ્રિય આનંદ, અતીન્દ્રિય શ્રદ્ધા, અનંત શાંતિ-વિતરાગતા, સ્વચ્છતા, પ્રભુતા એવી અનંત શક્તિનો ભંડાર ભગવાન આત્મા છે. પણ એની કિંમત કયાં છે! નજરુંમાં એ નિધાનને કયાં લ્ય છે. નજરમાં રાગ, પુષ્ય ને પાપ છે. આ સંયોગ-શરીર, પાંચ-પચીસ લાખ, કરોડ બે કરોડ માટી-ધૂળ છે તેની ઉપર નજર કરે છે પણ, અંદર આનંદ કંદ પ્રભુ લક્ષ્મી છે, અતીન્દ્રિય આનંદનું દળ આત્મા છે તેને પોતાના આનંદની દશા દ્વારા અનુભવ કરતો નથી. અહીં તો કહે છે-અંદર ભગવાન આનંદકંદ પ્રભુ છે તે આનંદ સ્વભાવનો પોતાથી પોતે, પરની અપેક્ષા રાખ્યા વિના શુદ્ધ સ્વરૂપનો અનુભવ કરવો તેનું નામ સમ્યગ્દર્શન છે. આહાહા ! આવી આકરી વાતુ ભારે બાપા! શું થાય પ્રભુ મારગ તો આ છે. વાણીયાને બેસે ન બેસે (શું થાય)! આખો દિ' વેપાર-ધંધામાં મશગુલ. ભગવાન શું કહે છે તે નિર્ણય કરવાની ફુરસદ નહીં. અરેરે! મનુષ્યપણા ચાલ્યા જાય છે. આયુષ્ય તો જેટલી મુદત છે એટલું રહેશે. ક્ષણ-ક્ષણ જાય છે તે મૃત્યુની સમીપ જાય છે.
અહીં જિનેશ્વરદેવ પરમાત્મા મહા સિદ્ધાંત કહે છે. પોતાના આનંદ સ્વભાવથી આત્માના શુદ્ધ સ્વભાવનો અનુભવ કરે છે. (પાઠ છે)-“પોતાના શુદ્ધ સ્વરૂપના અનુભવમાં સમર્થ થયો”, એટલે અંદર તાકાત પ્રગટ કરી. રાગ અને પુણ્ય-પાપનો અનુભવ કરતો હતો તે અધર્મનો અનુભવ હતો.
પોતાનો અતીન્દ્રિય આનંદ આકુળતા રહિત છે. અનાકુળતા તે પોતાના જીવદ્રવ્યનો સ્વભાવ છે. તે સ્વભાવથી સ્વયં પોતે શુદ્ધતાનો અનુભવ કરે છે–તેનું નામ સમ્યગ્દષ્ટિ છે. તે ધર્મનું પહેલું સોપાન છે. નીસરણીમાં જેમ પગથિયાં હોય તેમ સમ્યગ્દર્શન પહેલું પગથિયું છે.
આહાહા ! દિગમ્બર સંતોની વાણી રામબાણ છે. દિગમ્બર સંતો એટલે કેવળજ્ઞાનના કેડાયતો. તેમણે કેવળજ્ઞાનને ખડું કર્યું છે. ભગવાન આત્મા સર્વજ્ઞ સ્વભાવી છે, આત્મામાં સર્વજ્ઞ સ્વભાવ છે. અંતરમાં અતીન્દ્રિય અનાકુળ આનંદ છે. અંતરમાં અતીન્દ્રિય સર્વદર્શી સ્વભાવ છે. આહાહા ! કહે છે કે આવા સ્વભાવનો પોતાની પર્યાયમાં અનુભવ કરવાને સમર્થ થયો. આવી વાત છે પ્રભુ! જન્મ-મરણથી છૂટવાનો પંથ તો આ છે. બાકી જન્મમરણ કરી કરીને મરી ગયો... પણ થાક લાગ્યો નહીં.
ઓહોહો ! નારકીના ભવ અનંતા કર્યા. પશુ-તિર્યંચના ભવ અનંતા કર્યા. મનુષ્યમાં અબજોપતિ અનંતવાર થયો.. અને સો વખત માગે અને એક વખત મળે તેવો ભિખારી પણ અનંતવાર થયો. સ્વર્ગનો દેવ અનંતવાર થયો-તેમાં શું થયું! નવમી રૈવેયકે
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #192
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૮)
કલશાકૃત ભાગ-૨ અનંતવાર ગયો. છ ઢાળામાં આવે છે
“મુનિવ્રત ધાર અનંત વાર, રૈવેયક ઉપજાયૌ.
પૈ નિજ આતમ જ્ઞાન બિના, સુખ લેશ ન પાયૌ” પંચ મહાવ્રત ધારણ કર્યા પણ એ પંચ મહાવ્રત તો આસ્રવ ને રાગ છે—ધર્મ નહીં. ગજબ વાત છે પ્રભુ!
આત્માના આનંદના સ્વાદમાં સમર્થ થયેલો સમ્યગ્દષ્ટિ કહે છે કે મહાવ્રત આદિના પરિણામ તે રાગ છે–આસ્રવ છે, તે આત્માનું સ્વરૂપ નહીં; તેનાથી આત્મા પ્રાપ્ત થતો નથી. આવી વાત છે ભગવાન ! અહીં તો ભગવાન જ કહે છે કે બધા આત્મા અંદર ભગવાન છે. જો અંદર ભગવાનપણું ન હોય તો પર્યાયમાં ભગવાનપણું આવશે કયાંથી? સર્વજ્ઞ કેવળી ભગવાન થયા તે કયાંથી થયા? શું બહારથી ભગવાનપણું આવે છે? સમજાણું કાંઈ? - હવે આગળ કહે છે-“(Mતિ: સાક્ષી) સકળદ્રવ્ય સ્વરૂપનું જાણનશીલ થઈને શોભે છે.” પોતાના આનંદના સ્વભાવથી પોતાનો અનુભવ કરવામાં સમર્થ થયો ત્યારથી જીવ ધર્મી થયો. જ્ઞાની થયા પછી તે અનંત આત્માઓ, અનંત જડ શરીર, વાણી, મન, લક્ષ્મી-ધૂળ આદિ બધાનો તે હવે જાણનાર રહ્યો. છે તેને માત્ર જાણે છે પરંતુ આ ચીજ મારી-તેવી દૃષ્ટિ છૂટી ગઈ. સમજાણું કાંઈ? આ મારગડા જુદા નાથ! અનંતકાળથી આમને આમ (સમજણ વિના) મરી ગયો.
જુઓને! કૈલાસચંદજી અહીં બેસતા હતા. તેમને બહુ પ્રેમ હતો. તેઓ કહેતામહાવીરજી કરતાં અહીં (સોનગઢમાં) બહુ શાંતિ લાગે છે. ગમે તે કારણ બન્યું હોય; ત્યાં શું થયું તે આપણને ખબર નથી. ક્ષણમાં ખલાસ થઈ ગયા. ઓહો! દેહની સ્થિતિ એટલી જ હતી તેમાં એક સમય વધે નહીં કે પલટે નહીં. દેહ છૂટવાનો જે સમય છે તે સમયે જ દેહ છૂટશે. લાખ ડોકટર આવે કે ઇન્દ્રો આવે પરંતુ એક સમય કોઈ વધારી શકવાને સમર્થ નથી. જન્મ મરણ કરી-કરીને દુઃખી થઈને સોથી નીકળી ગયા.
જન્મ મરણ મટાડવાનો ઉપાય તો આ એક જ છે. હું આનંદસ્વરૂપ છું, હું જ્ઞાનસ્વરૂપ છું, હું વીતરાગમૂર્તિ જિનસ્વરૂપ છું. આવે છે કે
જિન સોહી હૈ આતમાં, અન્ય સોહી હૈ કર્મ;
યે હિ વચનસે સમઝલે, જિન પ્રવચન કા મર્મ.” ઝીણી વાત છે ભગવાન ! આહાહા! આત્મા જિનસ્વરૂપી પ્રભુ છે. અંદર જિન સ્વરૂપી છે તો પર્યાયમાં જિનસ્વરૂપી પરમાત્મા થાય છે. પ્રાસની પ્રાપ્તિ થાય છે. અર્થાત્ અંદર છે તે મળે છે. અન્ય સોહિ હૈ કર્મ', આ રાગ પુણ્ય-પાપ આદિ બધા કર્મ છે, તે આત્મા નથી. “યે હી વચનસે સમઝલે જિન પ્રવચન કા મર્મ ” ત્રિલોકીનાથ જિનેશ્વરદેવની
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #193
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કલશ-૪૮
આગમની વાણીનો આ મર્મ છે. ઝીણું છે ભાઈ !
સાંભળવીયે મુશ્કેલ પડે છે. આ કરો ને..
તેણે જગતના પરિચય આડે આ પરિચય કર્યો નથી. અને અત્યારે તો આવી વાત આ કરો, વ્રત કરો, ભક્તિ કરો, પૂજા કરો એ
બધી રાગની ક્રિયા છે તે ધર્મની ક્રિયા નહીં.
૧૮૧
અહીં તો કહે છે-પુણ્ય-પાપના રાગથી ભિન્ન પોતાના શુદ્ધ સ્વરૂપના અનુભવમાં સમર્થ થયો ત્યા૨થી તે જ્ઞાની પોતાનાથી ભિન્ન અનંત દ્રવ્ય જે વસ્તુ છે તેનો જાણનશીલ રહ્યો. અનાદિની મિથ્યા માન્યતા છોડી દીધી. હું તેનો અને તે મારો તેવી મિથ્યા માન્યતા છૂટી ગઈ. ભાષા તો સાદી છે પરંતુ ભાવ સૂક્ષ્મ છે.
ત્રિલોકીનાથ જિનેશ્વરદેવ પરમાત્મા ! જેમણે એક સમયમાં ત્રણકાળ અને ત્રણલોક જાણવામાં આવ્યા છે તે ભગવાનની વાણીમાં તો આ આવ્યું છે કે–સામે સર્વજ્ઞ ૫૨માત્મા હોતો પણ જ્ઞાની તેનો જાણના૨ ૨હે છે. આ ૫રમાત્મા-દેવ મારા છે તેમ હવે ૨હેતું નથી. તો પછી આ સ્ત્રી, કુંટુંબ, મકાન, લક્ષ્મી એ તો બધા ૫૨દ્રવ્ય છે.. ધર્મી જીવ તે ૫૨દ્રવ્યોનો જાણના૨ ૨હ્યો. આ ૫૨ પદાર્થો જાણવા લાયક છે એટલું રહ્યું. આમાં સંસ્કૃત ને વ્યાકરણ ને એવું કાંઈ નથી... આ વાત તો સમજાય એવી છે. આ કાંઈ ઝીણી વાત નથી. આ તો સીધો મારગ છે પ્રભુ!
પ્રશ્ન:- તેમાં પોતાનું શું છે?
ઉત્ત૨:- અનંત જ્ઞાન અને અતીન્દ્રિય આનંદ તે પોતાનું છે. સમ્યગ્દર્શન થતાં તેમાં આવો અનુભવ અને પ્રતીત થઈ કે−હું તો (જ્ઞાન અને આનંદમય ) છું. અનુભવ થયા પછી હવે તે ભિન્ન દ્રવ્યોનો જાણવાવાળો રહ્યો. જ્ઞાની અને ધર્મી તેને કહીએ કે-પોતાથી ભિન્ન ચીજનો જાણનશીલ છે. જ્યારે પોતાની ચીજનો પોતાનામાં અનુભવ કર્યો.. તો હવે તે પોતાથી ભિન્ન ચીજનો જાણનશીલ રહ્યો. સમજાય એવી વાત છે ભગવાન !
અરે! અનંતકાળથી જન્મ-મરણરૂપ ચોરાશીના અવતાર કરી કરીને રખડયો પરંતુ તેમાં આ કયારેય કર્યું નથી. ઇરાકદેશ છે, તેમાં એક દિવસની પચાસકરોડની પેદાશ છે. ત્યાં પેટ્રોલના કૂવા નીકળ્યા છે. પેલાનો રાજા હતો તેને મારી નાખીને તેનો ભાઈ ગાદીએ બેઠો છે. અનાર્યદેશ છે તેમાં આત્મા શું તેવું ભાન તો છે નહીં. એક દિવસની અડધા અબજની પેદાશ છે તે ધૂળમાં શું છે! મરીને એ નરકે જવાના છે.
અહીંયા કહે છે કે ૫રમાત્મામાં અનંત લક્ષ્મી, અનંત દર્શન, અનંત જ્ઞાન જેમાં છે તે ત્રિકાળીની સન્મુખ થઈ અને રાગ, નિમિત્ત અને પર્યાયથી વિમુખ થઈને, પોતાના આનંદનો અનુભવ થયો ત્યારે પ્રતીતમાં આવ્યું કે હું તો જ્ઞાન ને આનંદની મૂર્તિ છું. આ ૫૨દ્રવ્ય છે તે મારે જાણવાલાયક રહ્યા, તે મારા છે તેવી વાત હવે રહી નહીં.
ઋષભદેવ ભગવાનના પુત્ર ભરત ચક્રવર્તી તે સમકિતી આત્મજ્ઞાની હતા. છ
Please inform us of any errors on rajesh.shah@fotalise.co.uk
Page #194
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૮૨
કલશામૃત ભાગ-૨ ખંડનું રાજ્ય હતું, છન્નુ હજા૨ સ્ત્રીઓ હતી, છન્નુ કરોડ ગામ હતા. સોળ હજાર દેવ તેમની સેવા કરતા.. પરંતુ તેઓ જાણતાં કે આ ચીજ મારી નથી. હું તો જ્ઞાન ને આનંદ સ્વરૂપ છું. સમજાણું કાંઈ ?
ભગવાનની વાણી તો જુઓ! કેટલી સહેલી છે. નવ તત્ત્વો છે. જીવ, અજીવ, પુણ્ય-પાપ, આસવ, સંવર, નિર્જરા, બંધ અને મોક્ષ. તેમાં અજીવ, પુણ્ય તત્ત્વ, પાપ તત્ત્વ અને આત્મતત્ત્વ ભિન્ન-ભિન્ન છે.
(૧) આ શ૨ી૨, વાણી, મન, કર્મ તે અજીવ છે તેથી તે અજીવ તત્ત્વમાં ગયા. (૨) હિંસા, જૂઠ, ચોરી, વિષય, ભોગ-વાસના, તે પાપ તત્ત્વમાં ગયા. (૩) દયા, દાન, વ્રત, ભક્તિ, પૂજા તે પુણ્ય તત્ત્વમાં ગયા.. અને આ બધાથી ભિન્ન રહ્યો છે તે આત્મા છે.
**
જુઓ, ભાષા કેવી છે! “ સકળ દ્રવ્ય સ્વરૂપનો જાણનશીલ થઈને શોભે છે.” આમાં શું કહે છે? પરદ્રવ્યો મારા છે તેવી માન્યતા તો અશોભનીય હતી.. મિથ્યા ભ્રાંતિરૂપ હતી. હવે પોતાના અનાદિ અનંત જ્ઞાનાનંદસ્વરૂપ, સચ્ચિદાનંદસ્વરૂપ, નિત્યાનંદ પ્રભુ તેનું જ્યારે ભાન થયું.. ત્યા૨થી ૫૨દ્રવ્યોનો હવે જાણનશીલ ( જાણના૨ ) રહ્યો તેમાં તેની શોભા છે. ૫૨દ્રવ્યોને મારા માનતો હતો તે તો તેની અશોભા હતી. પરદ્રવ્યોનો (માત્ર ) જાણનાર રહ્યો તે તેની શોભા છે. ભગવાન ! આ તારી વાત તો જો !
શ્રોતા:- આવી વાત કયાં સાંભળવાય મળે છે?
ઉત્ત૨:- નથી મળતી. શું કહીએ... અરેરે ! કયાંથી આવી ગયા અને કયાં પડયા છે બાપુ ! મારગડા કાંઈ જુદા છે. આહાહા ! જિનેશ્વરદેવનો આ પોકાર છે. આવી વાત તો અત્યારે કયાં છે ? અત્યારે તો બહા૨માં આ કરો ને... આ કરો તે ચાલે છે. વસ્તુ શું છે તેના ભાન વિના જન્મ મરણના અંત નહીં આવે. અરે ! તારા જન્મ મરણના અંતની રીત તો આ છે. ચારે ગતિ દુઃખરૂપ છે. દેવગતિ પણ દુઃખરૂપ છે.. કેમકે ત્યાં રાગ છે. ઇન્દ્ર અને ઇન્દ્રાણી વચ્ચે જે રાગ છે તે દુઃખ છે, તે દુઃખી છે-તે સુખી નથી.
દેવલોકમાં જે સૌધર્મ ઇન્દ્ર છે તે બત્રીસ લાખ વિમાનનો સ્વામી છે. કોઈ વિમાનમાં થોડા દેવ છે બાકી ઘણાં વિમાનમાં તો અસંખ્ય દેવો છે. તે એકાવતારી છે. તે એક ભવ કરીને મોક્ષે જવાવાળા છે. તે સમ્યગ્દષ્ટિ-આત્મજ્ઞાની છે. તે એમ જાણે છે કે–આ બત્રીસ લાખ વિમાન તો ૫૨ છે. હું તો તેનો જાણનશીલ છું. તે ૫દ્રવ્યો મારા છે તેમ માનવું તે મારી શોભા નથી. હું તો તેનો જાણનાર છું તેમાં મારી શોભા છે.
સૌધર્મ ઇન્દ્રની જે ઇન્દ્રાણી-સ્ત્રી છે તે ઉત્પન્ન થઈ ત્યારે મિથ્યાર્દષ્ટિ હતી. સ્ત્રી મિથ્યાર્દષ્ટિ તરીકે જ ઉત્પન્ન થાય છે. સમ્યગ્દષ્ટિ જીવ સ્ત્રી તરીકે ઉત્પન્ન ન થાય. તે ઇન્દ્રાણી પછીથી આત્મજ્ઞાન પ્રગટ કરે છે. ભગવાન જિનેન્દ્રદેવ આમ કહે છે અને
Please inform us of any errors on rajesh.shah@tofalise.co.uk
Page #195
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કલશ-૪૮
૧૮૩ આગમમાં પણ એમ સિદ્ધાંત છે. ઇન્દ્ર ને-ઇન્દ્રાણી બન્ને એક ભવાવતારી છે. એક ભવ પછી પતિ-પત્નિ બન્ને મોક્ષ જવાવાળા છે. તે ભગવાનની વાણી સાંભળવા આવે છે તે વાણી કેવી હોય બાપુ!
મહાવિદેહ ક્ષેત્રમાં સર્વજ્ઞ પરમાત્મા એવા શ્રી સીમંધર ભગવાન બિરાજે છે. તેમને ૫૦૦ ધનુષ્યનો દેહ છે, કરોડ પૂર્વનું આયુષ્ય છે. ભરતક્ષેત્રના મુનિસુવ્રત ભગવાન વખતે સીમંધર પ્રભુએ દિક્ષા લીધેલી. ભરતક્ષેત્રમાં આગામી ચોવીસીના તેરમા તીર્થંકર અહીંયા થશે ત્યારે તેઓ મોક્ષ પામશે. મહાવીર ભગવાન અત્યારે ણમો સિદ્ધાર્ણ થઈ ગયા. સીમંધર ભગવાન ણમો અરિહંતાણમાં છે. અત્યારે તેમને શરીર છે, વાણી છે. તેમને ચાર ઘાતિકર્મનો નાશ થયો છે અને ચાર અઘાતિકર્મ બાકી છે. આ એક ભવાવતારી ઇન્દ્ર ને ઇન્દ્રાણી અત્યારે સીમંધર ભગવાન પાસે તેમની ઓમ્ ધ્વનિ સાંભળવા જાય છે. એક ભવ પછી બન્ને મોક્ષે જવાના તે પાકું થઈ ગયું છે. તેઓ મતિ, શ્રુત, અવધિ ત્રણ જ્ઞાનના ધારી છે. તે ભગવાનની દિવ્યધ્વનિ સાંભળવા જાય તે વાત કેવી હોય બાપુ! ધર્મની કથા અલૌકિક છે બાપુ! આ દયા પાળો ને તે કરો ને. તે તો કુંભાર પણ કહે. ભાઈ ! તરવાના મારગડા જુદા છે.
અહીં આચાર્ય ભગવાન શું કહે છે... જુઓ, જ્ઞાની થયો તે હવે જગતનો સાક્ષી થઈને શોભે છે. એટલે શું કહેવા માગે છે? ભગવાન આત્મા જ્યારે (પર્યાયમાં) આત્મજ્ઞાન પામે છે ત્યારે તે રાગભાવ, પુણ્યભાવ, વ્રતાદિના ભાવથી ભિન્ન પોતાની ચૈતન્ય લક્ષ્મી જે પુંજીનું નિધાન છે તેના ઉપર નજર હોય છે આત્મજ્ઞાન થતાં હવે તે જગતનો જાણનાર રહે તે તેની શોભા છે. જગતની કોઈ પણ ચીજ હો! પછી તેમાં તીર્થંકર પ્રભુ મારા છે તેવી માન્યતા જૂઠી છે.
અહીં તો જ્યાં બે પાંચ લાખ મળે ત્યાં માને કે અમે મોટા થઈ ગયા... પૈસાવાળા મોટા. અરે.. ભગવાન ! એ ધૂળ તારી ચીજ કયાંથી થઈ. પૈસા એ તો માટી છે– રજકણપરમાણું છે. તે રાખ થઈને વિંખાઈ જશે-ઊડી જશે. તે કાંઈ તારી ચીજ નથી. તે તારામાં નથી, તું તેમાં નથી. આવું વસ્તુનું સ્વરૂપ છે. ભાઈ ! આ તો વીતરાગનો માર્ગ છે. જે ભાગ્યવાન હોય તેને આ પરમ વીતરાગની વાણી સાંભળવા મળે આ એવી ચીજ છે. બાકી બહારમાં તો ધૂળધમાહા ચાલે છે.
કહ્યું? “સકળ દ્રવ્ય સ્વરૂપનો જાણનશીલ થઈને,” સકળ દ્રવ્ય સ્વરૂપ એટલે અનંત આત્માઓ, અનંત પરમાણુ, એક ધર્માસ્તિકાય, એક અધર્માસ્તિકાય, એક આકાશ અને અસંખ્ય કાલાણુઓ.... આ રીતે જાતિએ છ દ્રવ્યો ભગવાને જોયા છે.
જ્યારથી આત્માને પોતાના જ્ઞાનસ્વરૂપ, આનંદસ્વરૂપ આત્માનું ભાન થયું ત્યારથી તે જ્ઞાની-સમ્યગ્દષ્ટિ જીવ જગતની ચીજોનો સાક્ષી થયો. તે જગતની ચીજનો જાણનાર
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #196
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૮૪
કલશાકૃત ભાગ-૨ રહ્યો. એ તેની શોભા છે.
આ ચાર લીટી કાલે ચાલી 'તી આજે ફરીથી લીધી. અહીં તો પરમાત્મા ગજબ વાત કરે છે. આત્મા તો જ્ઞાનનો પૂંજ છે. આત્મા ચિતૂપ છે જેનું રૂપ જ જ્ઞાન છે. જેનું
સ્વ... રૂપ એટલે કે પોતાનું રૂપ જ જ્ઞાન છે. ભગવાન આત્માનું રૂપ-સ્વ. રૂપ અર્થાત્ જ્ઞાનરૂપ છે.. આનંદ સ્વરૂપ છે. આનંદ આત્માનું રૂપ છે. આહા! શાંતિ એનું સ્વરૂપ છે. વીતરાગતા જેનું રૂપ અને સ્વરૂપ છે. અરેરે ! આવી વાત સાંભળવા મળે નહીં એ કે 'દિ વિચાર કરે અને કયારે તેને બેસે. વસ્તુ દુર્લભ થઈ ગઈ. મનુષ્યપણામાં કરવા લાયક હોય તો આ કરવાનું છે બાકી બધાં થોથા છે.
પોતાના નિજ સ્વરૂપનું ભાન થયું છે, હજુ વીતરાગી (પૂર્ણ) થયો નથી અને (સાધક) સ્વરૂપમાં ઠરી શકતો નથી. તો અશુભથી બચવા આત્મજ્ઞાની સાધકને પણ શુભભાવ આવે છે. પણ તે તેનો જાણનશીલ રહે છે. શુભભાવનો તે કર્તા-ભોક્તા થતો નથી. આ તો સમજાય એવી ભાષા છે ને નાથ ! આહા! તારા ઘરની વાત છે ને નાથ !
આહાહા ! સંતોએ ગજબ કામ કર્યું છે ને! દિગમ્બર મુનિઓ અંતર આનંદમાં, અતીન્દ્રિય આત્મજ્ઞાનના આનંદને ઝૂલે ઝૂલવાવાળા છે તેનું નામ મુનિ છે. આ શાસ્ત્ર લખવાનો વિકલ્પ આવ્યો છે તે વિકલ્પના જાણનાર રહે છે. પાઠમાં છે- “નર્માત: સાક્ષી” આખા જગતના ચક્ષુ એટલે જાણનાર રહ્યા. રાગથી માંડીને બીજી કોઈ ચીજ મારી છે તેમ સમકિતી માનતા નથી.
ધર્મના પહેલા દરજ્જાવાળો જીવ સમકિતી છે. જ્ઞાન તે જ જીવ છે. હવે પોતાના સિવાય પર જીવન અને પરમાણુનો જાણવાનો સ્વભાવ માત્ર રહ્યો-તે ધર્મીની શોભા છે. તીર્થકર પણ પરદ્રવ્ય છે. તે મારા છે તેવી માન્યતા સમકિતીને હવે નથી આ સ્ત્રી, પુત્ર, કુટુંબ મારા છે, આ ગાડી મારી છે. ધૂળેય તારી નથી. આ તો મૂર્ખાઈ કહેવાય અને આવી મૂર્ખાઈમાં અનંત જીવન ગાળ્યા ભાઈ ! આહાહા ! સંતોએ ગજબ કામ કર્યું છે ને!
એક તો આત્મા સ્વયં શુદ્ધ ચૈતન્યસ્વરૂપ છે. એ સ્વરૂપની ચીજને અનુસરીને અનુભવ થતાં આનંદ આવ્યો ત્યારથી જગતનો સાક્ષી થઈ ગયો. બનારસીદાસજી કહે છે.
“અનુભવ ચિંતામણી રતન, અનુભવ હૈ રસકૂપ,
અનુભવ મારગ મોક્ષકા, અનુભવ મોક્ષ સ્વરૂપ.” ચક્રવર્તીને કુટુંબ મોટું હોય. છન્નુ હજાર સ્ત્રી, બત્રીસ હજાર દીકરીઓ, બત્રીસ હજાર જમાઈ, ચોસઠ હજાર દીકરાઓ, ચોસઠ હજાર દીકરાની વહુઓ છે. સમ્યગ્દષ્ટિ ચક્રવર્તી આ ચીજને જાણે છે કે આ ચીજ છે બસ. આહાહા ! ગૃહસ્થાશ્રમમાં હોવા છતાં પણ સમ્યગ્દર્શન થતાં હવે તે પરચીજનો જાણનાર રહ્યો. અરે... પ્રભુ! આ વાત કયાં છે નાથ? તું કોણ ને એ પર વસ્તુ કયાં? કયારેય કદી બે ચીજ એક થતી નથી. આ સ્ત્રી
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #197
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કલશ-૪૮
૧૮૫ મારી, આ દીકરા, પૈસા મારા. એમ અજ્ઞાની માને છે.
શ્રોતા- જ્ઞાની જગતને જાણે અને ભૂલેલાઓને માર્ગ બતાવે.
ઉત્તર- એ તો કેવળી થયા પછી વાણી નીકળે તે જુદી વાત છે. વાણી નીકળવાના કાળે વાણી નીકળે પણ તે વાણીનો એ જાણનાર છે, વાણીનો કર્તા નથી. વાણી નીકળે છે તે પણ જડ અને પરદ્રવ્ય છે. આવે છે...
મુખ ઓમકાર ધુનિ સુનિ અર્થ ગણધર વિચારે,
રચી આગમ ઉપદેશ ભવિક જીવ સંશય નિવારે.” ત્રણલોકના નાથના મુખમાંથી ઓમ્ ધ્વનિ છૂટે છે તે આવી (અક્ષરવાળી) ન હોય. આખા શરીરેથી ઓમ્ છૂટે. અરે! એ વાણીનો કર્તા ભગવાન નથી. ચોથા ગુણસ્થાનથી વાણીનો સાક્ષી થયો છે. કહ્યું ને-તે “જગતનો સાક્ષી ” છે.
જગતનો અર્થ ઘણી વખત કર્યો. આ બાહ્ય વાણી, મન, રાગ, પુણ્ય-પાપ આદિ અને ફળ બાહ્યમાં આ ધૂળ આદિ મળે તે બધાનો સમ્યગ્દષ્ટિ જીવ જાણવાવાળો થયો! પોતાના જ્ઞાન આનંદના સ્વરૂપનો અને પોતાના સિવાય પર ચીજનો પણ જાણવાના સ્વભાવવાળો થયો. જડની ધ્વનિ-વાણી ઊઠે છે તેનો કર્તા નથી. એમ કહે છે. આ તો તમે કહો કે ઉપદેશ હૈ છે. ઉપદેશ કોણ હૈ ! માર્ગ આવો ઝીણો છે બાપુ!
શ્રોતા:- ઉપદેશનો પ્રભાવ પડે છે ને?
ઉત્તર- એ. પ્રભાવ કાંઈ પડતો નથી. સામેવાળાની લાયકાત હોય તો સમજે છે ત્યારે ભાષાને નિમિત્ત કહેવામાં આવે છે.
શ્રોતા- નિમિત્તથી થયું ને?
ઉત્તર:- નિમિત્તથી કાંઈ થતું નથી. નિમિત્ત જ ત્યારે કહેવાય છે કે નિમિત્તથી (ઉપાદાનમાં) કાંઈ થતું નથી.
શ્રોતા- પરંતુ નિમિત્તની થોડી જરૂરત ખરી ને? ઉત્તર:- ના, નિમિત્ત વગર જ અંદર ચાલે છે. શ્રોતા- બાહ્ય નિમિત્ત ન હોત તો અમે કેવી રીતે જાણત?
ઉત્તર:- એ. તમારી પર્યાયની યોગ્યતાથી જણાય છે. તો બહારમાં નિમિત્ત તે પ્રકારે છે. બહુ ઝીણી વાત છે. જગતની ઉંધાઈનો પાર નથી. પોતાની જાણવાની તે સમયની પર્યાય પોતાથી થાય છે. તેમાં આ શેય નિમિત્ત કહેવામાં આવે છે. નિમિત્તથી કાર્ય થયું નથી. તેની જાણવાની પર્યાય તેના સ્વકાળે પ્રગટ થઈ છે. દ્રવ્યની જે પર્યાય થાય છે તે તેની જન્મક્ષણ છે. તે પર્યાયની ઉત્પત્તિનો કાળ ત્યાં છે તો ઉત્પન્ન થાય છે.... પરથી (નિમિત્તથી) નહીં. આકરી વાત પ્રભુ!
આ વીતરાગ જિનેશ્વરનો માર્ગ છે. એ સિવાય અન્યમાં અર્થાત્ વેદાંત, સાંખ્ય
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #198
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૮૬
આદિ બધા મિથ્યામાર્ગ છે.
કલશામૃત ભાગ-૨
શ્રોતા:- નિમિત્તમાં બે ભેદ કર્યા.. (૧) ઉદાસીન (૨) પ્રેરક.
ઉત્તર:- ખરેખર તો એકની એક જ વાત છે. એ તો જે દ્રવ્ય ઇચ્છાવાન તેમ જ ક્રિયાવાન તે જે નિમિત્ત થાય તેને પ્રે૨ક નિમિત્ત કહેવાય છે. બાકી પ્રેરક નિમિત્ત પણ ઉદાસીન છે. શ્રી પૂજ્યપાદ સ્વામી ઇષ્ટોપદેશમાં પાંત્રીસ નંબરની ગાથામાં કહે છે કેબધા નિમિત્ત ધર્માસ્તિકાયવત્ છે. નિમિત્ત ૫૨માં કાંઈ કરે એવું છે નહીં. જ્યારે જીવ અને શરીર ગતિ કરે છે ત્યારે ધર્માસ્તિકાયને નિમિત્ત કહેવામાં આવે છે. નિમિત્તને લઈને જીવ, પુદ્ગલ ગતિ કરે છે તેમ નથી. અત્યારે તો ઘણો ફેરફાર થઈ ગયો છે.
અહીં તો કહે છે આ ધજા ફરકે છે તેમાં પવન છે તે નિમિત્ત છે.. પરંતુ પવનથી ધજા ફરકતી નથી. ધજાની પર્યાયનો ફરકવાનો કાળ છે ત્યારે તેમાં પવનને નિમિત્ત કહેવામાં આવે છે. પવનથી ધજા ફરકે છે.. તેવું ત્રણ કાળમાં બનતું નથી. એ તો ઇચ્છાવાન પ્રાણી કે ક્રિયાવાન દ્રવ્ય સ્વયં ગતિ કરતા હોય તેમાં જે નિમિત્ત થાય તેને પ્રે૨ક નિમિત્ત કહે છે. બાકી તો બધા નિમિત્ત ઉપાદાનમાં ધર્માસ્તિકાયવત્ ઉદાસીન જ છે. અમે બધી દુનિયા જોઈ જાણી છે ને ! અમને બધી ખબર છે. ચોસઠ વર્ષ તો દિક્ષા લીધી તેને થયા. આ શરીરને અઠ્ઠયાસીમું ચાલે છે. આ તો કોમળ શરી૨ છે અને સાથે પુણ્ય છે તો ઉંમર દેખાતી નથી.
અમારે પાલેજમાં દુકાન હતી. ત્યાં એક બ્રાહ્મણ વેદાંતી બહુ હોંશિયાર તે અમારી દુકાનનો ગ્રાહક હતો. તે વેદાંતની વાતો કરે.. તેના શિષ્યો તેને પગે લાગે. તે તદ્દન જૂઠો. તેને એક વખત મેં કહેલું કે–જૈન ૫૨મેશ્વરે કહેલો માર્ગ છે તે જ સાચો છે, તે સિવાય કોઈ માર્ગ સાચા નથી. આ તો સંવત ૬૫-૬૬ની વાત છે. એક વખત એક કબીરનો સાધુ અને એક વેદાંતનો સાધુ ધર્મશાળામાં આવેલા. પાલેજ અમારી દુકાન છે તેની પાછળ મોટી ધર્મશાળા છે ત્યાં મોટી ચર્ચા થઈ. અમે જૈન લોકો સાંભળવા ગયેલા. ત્યારે અમારી નાની ઉંમર ૧૭–૧૮ વરસની હતી. આ તો સીત્તેર વર્ષ પહેલાની વાત છે.
વેદાંતી કહે–આ સૃષ્ટિ ઈશ્વરે રચી છે.
કબીરનો સાધુ કહે ઈશ્વરે કયાં ઉભા રહી અને આ સૃષ્ટિ કરી છે.
ઉભા હતા તો કોઈ ચીજ તો હશે ને? તેના ઉપર ઉભા હશે ને ? અને ઇશ્વરને બનાવ્યા કોણે ?
વેદાંતી કહે-મારો શિષ્ય બને તો તને સમજાઉં!
કબીરનો સાધુ કહે-પહેલાં કહે તો ખરો કે શું છે ? એમને એમ ન ચાલે. અહીં તો ન્યાયથી વસ્તુની સ્થિતિ છે.
અહીં તો કહે છે–નિમિત્ત હોય પણ તે પરમાં (ઉપાદાનમાં) કંઈ કરે તો તેને
Please inform us of any errors on rajesh.shah@fofalise.co.uk
Page #199
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કલશ-૪૮
નિમિત્ત કહેવામાં આવતું નથી, નહીંતર તો તે ઉપાદાન થઈ ગયું.
“ ભાવાર્થ આમ છે કે-જ્યારે જીવને શુદ્ધ સ્વરૂપનો અનભવ થાય છે ત્યારે સકળ ૫૨દ્રવ્યરૂપ દ્રવ્યકર્મ-ભાવકર્મ-નોકર્મ વિષે ઉદાસીનપણું થાય છે.” જુઓ, ભાવકર્મને ૫૨દ્રવ્ય કહ્યું. દયા-દાન, વ્રત-ભક્તિનો ભાવ તે ૫૨દ્રવ્ય છે. તે પોતાનું સ્વરૂપ નહીં. અહીં ત્રણે ૫૨દ્રવ્ય છે. (૧) નોકર્મ-શરીર, વાણી તે ૫૨દ્રવ્ય. ( ૨ ) દ્રવ્યકર્મ-આઠ કર્મ જડ તે ૫દ્રવ્ય. (૩) ભાવકર્મ-પુણ્ય-પાપના ભાવ તે ૫રદ્રવ્ય.
ધર્મી જીવને સંયોગમાં ૫૨ ચીજ હોય છે પરંતુ તે તેનાથી ઉદાસીન છે. તે હું નહીં. મારું આસન તો રાગથી, કર્મથી, દેહથી ભિન્ન છે. મારી સત્તા તેનાથી ભિન્ન છે.
૧૮૭
આહાહા ! દયા-દાન, વ્રતના પરિણામને અહીંયા ૫૨દ્રવ્ય કહ્યું છે. જે ભાવથી તીર્થંકર ગોત્ર બંધાય તે ભાવને અહીંયા ૫દ્રવ્ય કહ્યું છે. કેમકે પુણ્ય છે તે રાગ (આસ્રવ ) છે. અત્યારે આ ચાલતું નથી એટલે લોકોને આકરું લાગે. જીવોને સાંભળવા પણ મળતું નથી. શુભજોગ કરતાં-કરતાં ધર્મ થાય તેવી વાતો ચાલે છે... લોકો બિચારા શું કરે ? અહીં તો કહે છે–શુભ જોગ છે તે ૫૨દ્રવ્ય છે. શુભભાવ નીકળી જાય છે તેથી તે કયાં એની ચીજ છે ! સિદ્ધ થયો તો પુણ્ય કયાં રહ્યું ? પુણ્ય-વિકલ્પ બધું ૫દ્રવ્ય છે અને ધર્મી તેના પ્રત્યે ઉદાસીન રહે છે.
પ્રવચન નં. ૫૯
તા. ૫-૮- ’૭૭
જ્યારે જીવને શુદ્ધ સ્વરૂપનો અનુભવ થાય છે ત્યારે સકળ પરદ્રવ્યરૂપ દ્રવ્યકર્મ-ભાવકર્મ-નોકર્મ વિષે ઉદાસીનપણું થાય છે. ” શું કહે છે–આત્મા શુદ્ધ પવિત્ર નિર્મળ છે.. એ શુદ્ધ સ્વરૂપની સન્મુખ થતાં આત્માનો અનુભવ થાય છે ત્યારે તેની દશામાં શાંતિનો, જ્ઞાનનો અનુભવ થાય છે.. ત્યારે તે સમ્યગ્દષ્ટિ થયો. ત્રિકાળી દ્રવ્ય સ્વરૂપે શુદ્ધ અને પવિત્ર છે; તેની પ્રતીત અને અનુભવ થતાં તે ધર્મી દ્રવ્યકર્મ-ભાવકર્મ અને નોકર્મથી ઉદાસીન થયો. ભાવકર્મ પ્રત્યે પણ ઉદાસીન થયો. અહીં દયા-દાન-વ્રતભક્તિનો પુણ્યભાવ અને હિંસા-જૂઠ-ચોરી વિષયભોગના પાપભાવને ૫૨દ્રવ્ય કહ્યાં છે. હવે તેને દ્રવ્યકર્મ-નોકર્મ અને ભાવકર્મ પ્રત્યે આદર રહેતો નથી. અરે ! તે ભાવકર્મ પ્રત્યે પણ ઉદાસીન છે એમ કહે છે.
66
ચૈતન્ય સત્તા જ્ઞાયકભાવના અંતરના આશ્રયથી થયેલી એવી અંતર્દશા પ્રગટ થતાં તેને શુદ્ધ ચૈતન્ય આત્મા હવે ઉપાદેયપણે રહે છે. જડકર્મ, દયા-દાન, પુણ્ય-પાપના ભાવ તેના પ્રત્યે તે ઉદાસીન રહે છે એટલે કે તેનો જાણનાર છે. એ જાણનાર થયો તે ૫૨ને પોતાનું માનતો નથી. ૫૨ને પણ ઉદાસીન રીતે જાણે છે. આનું નામ ધર્મ છે.
આનંદસ્વરૂપ ભગવાન સચ્ચિદાનંદ પ્રભુ છે. સત્ એટલે શાશ્વત; જ્ઞાન ને આનંદનો ભંડાર છે. આવા પ્રભુ ઉ૫૨ દૃષ્ટિ આપતાં... એટલે કે ૫૨થી વિમુખ થઈ અને પૂર્ણ
Please inform us of any errors on rajesh.shah@tofalise.co.uk
Page #200
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૮૮
કલશોમૃત ભાગ-૨ સ્વભાવસમ્મુખ થઈને. અર્થાત્ ધ્રુવને ધ્યાનમાં લ્ય છે ત્યારે તેને આત્માનો અનુભવ થાય છે. અતીન્દ્રિય આનંદનું વેદન આવે તેને આત્માનો અનુભવ કહે છે. ત્યારથી હવે તે જીવ પોતાના પૂર્ણ આનંદ સ્વરૂપને ઉપાદેય જાણતો અને રાગાદિ વ્યવહાર રત્નત્રયના વિકલ્પ ઉઠે તેના પ્રત્યે ઉદાસ રહે છે.
હવે આ વાતોના વાંધા ! વ્યવહાર રત્નત્રય શુભ ઉપયોગ તે હેય નથી. ઉપાદેય છે એમ કેટલાક કહે છે. - શ્રી પ્રવચનસારના પહેલા ભાગમાં કુંદકુંદાચાર્ય તો એમ કહે છે-શુભભાવ તે હેય છે. સરાગ સંયમપણું રાગનું છે તે હેય છે. શુદ્ધ ઉપાદાનમાં નિર્મળ પરિણતિ વીતરાગતા તે ઉપાદેય છે. વાતો વાતોમાં બહુ ફેર ભાઈ ! એ જ વાત અહીંયા કરે છે. ભાવકર્મ, દ્રવ્યકર્મ, નોકર્મ-શરીરને વાણી વિષે તેને ઉદાસીનપણું થાય છે. અને પરમ સ્વરૂપનો આદર રહે છે.
કેવું છે જીવદ્રવ્ય? “પુરા:” દ્રવ્યની અપેક્ષાએ અનાદિ નિધન છે.” જીવદ્રવ્ય પુરાણ છે એટલે જૂનું છે-અનાદિનું છે તેમ કહે છે. વસ્તુ છે તે તો અનાદિની છે. પ્રભુ ! જ્ઞાન ને આનંદનો ભંડાર એવું જે જીવદ્રવ્ય એટલે જીવવસ્તુ જૂની છે-પુરાણી છેઅનાદિની છે.
અનાદિ એટલે આદિ નહીં અને અનિધન એટલે અંત નહીં. આદિ ને અંત વિનાની વસ્તુ છે. નિધન એટલે મૃત્યુ. અનિધન અર્થાત્ જેનું મૃત્યુ નથી અને અનાદિ એટલે જેની શરૂઆત નથી. જેનો અંત નથી અને જેની આદિ નથી. આહાહા! ભગવાન જીવદ્રવ્ય તેની આદિ શું? છે. તેની આદિ નથી. ઉત્પત્તિ નથી એટલે કે આદિ નથી, નાશ નથી એટલે અવિનાશી–અનિધન છે.
વળી કેવું છે? “વફ્લેશ નિવૃત:” કલેશથી અર્થાત્ દુઃખથી (નિવૃતઃ) રહિત છે.” આહાહા ! એ પુણ્યના ભાવ પણ દુઃખરૂપ હતા. દેવ-ગુરુ-શાસ્ત્રની શ્રદ્ધાનો વિકલ્પરાગ, પંચ મહાવ્રતનો રાગ અને શાસ્ત્ર તરફ ઝૂકતી બુદ્ધિ એ બધા રાગ અને દુઃખ છે. આત્મા તેનાથી રહિત છે.
(૧) પહેલાં (ઉપર) ભાવકર્મથી ઉદાસીન છે તેમ કહ્યું હતું.
(૨) આ જીવ છે તે અનાદિ અનંત છે અને કલેશથી નિવૃત્ત છે. ભગવાન આત્મા તો અતીન્દ્રિય આનંદનું દળ છે. ગુણ-ગુણીના ભેદનો વિકલ્પ ઉઠે તે આત્માથી વિરુદ્ધ ભાવ છે. વિકલ્પ માત્ર દુઃખરૂપ છે. આહાહા...! પાંચ મહાવ્રતના પરિણામ, શાસ્ત્ર શ્રવણનો રાગ એ બધું દુ:ખ છે. ભગવાન આત્મા દુઃખથી નિવૃત્ત છે.
શ્રોતા:- રાગ હેય છે તેવો વિકલ્પ કરે તો...! ઉત્તર- હેય માનવાથી હેય થાય (વિકલ્પ કરવાથી હેય ન થાય.) જે રાગનો
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #201
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કલશ-૪૮
૧૮૯ આદર કરે તેને આત્માનો આદર નથી. એ જ દુઃખ છે. એ તો સમજાવવામાં કહેવાય કેઆ હેય છે. પણ રાગને જ્યાં હેય કરવા જાય ત્યાં તો વિકલ્પ ઉભો થાય છે. અહીંયા તો કહે છે-શુદ્ધ ચૈતન્ય આનંદસ્વરૂપ પ્રભુ એવા ભગવાનના અંદર જ્યાં ભેટા થયા.... (ત્યાં રાગ હેય થઈ ગયો.)
પૂર્ણ પરમાનંદની મૂર્તિ પ્રભુ! અનાદિ અનંત એવો જે ભગવાન તેની અંતષ્ટિમાં જ્યાં ભેટા થયા તો એ કલેશથી નિવૃત્યો. દુઃખથી નિવૃત્યો. એક બાજુ દુઃખથી નિવૃત્યો તેમ કહે અને એક બાજુ એમ કહે કે જ્યાં સુધી પૂર્ણ વિતરાગ નથી ત્યાં સુધી તેને દુઃખના ભાવ આવે છે. અને તે દુઃખને વેદે છે. હવે તેને દુઃખનું સ્વામિત્વપણું નથી પરંતુ દુઃખને વેદે છે. દુઃખ તેની પર્યાયમાં છે. એ કઈ અપેક્ષાએ? તેની કમજોરીથી ઉત્પન્ન થયેલો વિકલ્પ છે અને એ પર્યાયમાં દુઃખને વેદે પણ છે. (હવે તે જ સમયે) વસ્તુની દૃષ્ટિ તરીકે જુઓ તો (સાધક આત્મા ) દુઃખના ભાવથી નિવૃત્ત છે. વસ્તુના સ્વભાવથી અને વસ્તુની દૃષ્ટિથી જ્યાં જોઈએ તો.... દેષ્ટિના વિષયમાં વિકલ્પનું દુઃખ આવતું નથી. આવી વાતો તેને લોકો બિચારા કોની સાથે મેળવે!
લોકો તો આ (શરીરમાં) રોગ આવે અને નિર્ધનતા હોય તેને દુઃખ ગણે છે. એ દુઃખ નથી. એ તો દુઃખના નિમિત્તો છે. નિમિત્ત તેને કહીએ જે દુઃખ ઉપજાવે નહીં. બહારમાં નિર્ધનતા, શરીરમાં રોગ, કુટુંબનો નાશ થઈ જવો, એકલા રહેવું એ કોઈ દુઃખ નથી. દુઃખ તો અંદર પુણ્ય ને પાપના ભાવ ઉઠાવે છે તે દુઃખ છે.
આહાહા! અહીંયા કહે છે કે જેને સમ્યગ્દર્શન થયું તેને શુદ્ધ ચૈતન્યસ્વરૂપનો આદર થયો તેને (આત્મા) ઉપાદેય થયો. તે પુણ્ય-પાપ, દયા-દાન, વ્રત-ભક્તિ આદિના વિકલ્પોને દુઃખરૂપ જાણે છે. આનંદસ્વરૂપ ભગવાન આત્મા છે તે અતીન્દ્રિય આનંદનો નાથ છે તેનો ભેટો થતાં વર્તમાન પર્યાયમાં આનંદ આવ્યો. તે અપેક્ષાએ વ્રત-ભક્તિ, દયા-દાન, પુણ્યના વિકલ્પ કરવા એ પણ દુઃખરૂપ છે. અને સાધક એ દુઃખથી નિવૃત્ત છે. કેમ કે આનંદનો નાથ જ્યાં તેને અનુભવમાં આવ્યો હવે તે ( સાધક ) દુઃખથી નિવૃત્ત છે. એ તો અતીન્દ્રિય આનંદના વેદન સહિત છે અને દુઃખના વેદનથી રહિત છે. સમજાણું કાંઈ ? આવો માર્ગ હવે.! અહીં તો હજુ સમ્યગ્દર્શન શું છે તેનું ભાનેય ન મળે અને પડિમા ને મહાવ્રત લઈને બેસી જાય. (સર્વજ્ઞ તેને) બાળવ્રતને બાળતપ કહે છે. તે દુ:ખરૂપ દશા છે.
અહીં પરમાત્મા જિનેશ્વરદેવ કહે છે-આત્મા વીતરાગ સ્વભાવે બિરાજમાન છે. જેનો વીતરાગી અતીન્દ્રિય આનંદ સ્વભાવ છે તેવો પ્રભુ આત્માનો જેને અનુભવ થયો તેને આનંદનું વેદન થયું. ચોથે ગુણસ્થાને સમ્યગ્દર્શન થતાં તે કલેશથી નિવૃત્ત થયો. તે હવે આનંદથી સહિત છે અને દુઃખથી રહિત છે–આ અસ્તિ-નાસ્તિ અનેકાંત કર્યું.
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #202
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૯)
કલશામૃત ભાગ-૨ સમજાણું કાંઈ? ભાષા તો જુઓ!
અહીં આચાર્યદેવ કહે છે કે આ ટીકા કરવાનો જે વિકલ્પ ઊઠયો છે તે દુઃખ છે. તેનાથી અમે નિવૃત્ત છીએ. શ્રી કુંદકુંદાચાર્ય મુનિરાજ દિગમ્બર સંત! અતીન્દ્રિય આનંદને પ્રચુર વેદનારા. તેઓ સમયસારની પાંચમી ગાથામાં કહે છે. અમારા અનુભવની મ્હોર છાપ શું? ટ્રેડમાર્ક શું? આત્માનું સમ્યગ્દર્શન થાય અને તેનો અનુભવ થયો તેની મ્હોર છાપ શું? અતીન્દ્રિય આનંદનું વેદન થયું તે અનુભવની મ્હોર છાપ છે. તે સમ્યગ્દર્શનની મ્હોર છાપ છે. દિગમ્બર સંતોને, વીતરાગી મુનિઓને પર્યાયમાં અતીન્દ્રિય આનંદ ઉછળી ગયો છે. તે કહે છે કે પુણ્યનો વિકલ્પ છે તેનાથી અમે નિવૃત્ત છીએ. અતીન્દ્રિય આનંદના વેદનમાં અમને કલેશ નથી.
કેવો છે કલેશ? જ્ઞાનોસ્થિત વર્તુર્મવેત્તનાત્” (અજ્ઞાન) જીવ-કર્મના એક સંસ્કારરૂપ જૂઠા અનુભવથી (સ્થિત) નીપજી છે (વર્તુર્મતનાત્) “જીવ કર્તા અને જીવનું કૃત્ય જ્ઞાનાવરણાદિ દ્રવ્યપિંડ” એવી વિપરીત પ્રતીતિ જેને, એવો છે.” ભગવાન આત્મા જ્ઞાન ને આનંદ સ્વરૂપ છે. અને આ પુણ્ય-પાપના ભાવ રાગ સ્વરૂપ છે. તેને કર્મસ્વરૂપ કહો કે રાગસ્વરૂપ કહો તે બન્ને એક (જાત) છે. આ દયા-દાનનો જે વિકલ્પ ઊઠયો એ અને આત્મા એક છે તેવા જૂઠા અનુભવથી (વિપરીત પ્રતીતિ) નીપજી છે.
શું કહે છે? રાગ અને આત્માની એકત્વબુદ્ધિથી અર્થાત્ જીવ કર્તા અને રાગ તેનું કાર્ય તેવા જૂઠા અનુભવથી નીપજ છે-ઉત્પન્ન થઈ છે વિપરીત પ્રતીતિ.
જ્ઞાનાનંદ પ્રભુનો જ્ઞાતાદેષ્ટા સ્વભાવ અને આ દયા-દાન, વ્રત-ભક્તિ-પૂજા, તપ-અપવાસ આદિ રાગરૂપ વિકલ્પો ઊઠે છે. તે બન્નેની એકત્વબુદ્ધિ તે અજ્ઞાન છે. જેને વસ્તુની ખબર નથી તેને જીવ કર્તા અને રાગનો ભાવ મારું કર્મ એવી વિપરીત પ્રતીતિ જેનું લક્ષણ છે તે અજ્ઞાનરૂપ જ છે પુણ્યના ભાવ અને આત્મભાવ બન્નેને એક માને તે અજ્ઞાનનું જ સ્વરૂપ છે.
અહીં તો અજ્ઞાનથી કર્તાકર્મની પ્રવૃત્તિ ઉત્પન્ન થઈ છે એમ સિદ્ધ કરવું છે. આત્મા જ્ઞાનાનંદ સિદ્ધ સ્વરૂપી પ્રભુ છે. આવે છે ને... “સિદ્ધ સમાન સદા પદ મેરો”, એવા ચૈતન્યસ્વરૂપની સાથે રાગની એકતાબુદ્ધિ તે અજ્ઞાનભાવ છે. અજ્ઞાનથી ઉત્પન્ન થઈ છે કર્તાકર્મની પ્રવૃત્તિ તે અજ્ઞાનભાવ જ છે. હવે આમાં પહોંચી શકે નહીં એટલે બિચારા બહારમાં ઝગડા ઉભા કરે. તે એમ કહે છે કે- શુભ ઉપયોગને હેય માને તો મિથ્યાત્વ છે. અહીં એમ કહે છે કે શુભ ઉપયોગને પોતાનો માને એ મિથ્યાત્વ છે-અજ્ઞાન છે. આહાહા ! ભગવાનનો મારગ આવી છે. બાપુ!
અહીંયા જિનેશ્વરદેવ પરમાત્માના કથનો દિગમ્બર સંતો આડતીયા થઈને જગતને
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #203
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કલશ-૪૮
૧૯૧ જાહેર કરે છે. આહા. હા! આવી વાત પ્રભુ બીજે કયાંય નથી. બધા ભલે ધર્મના નામ ધરાવતા હોય. પરંતુ એ વેદાંત અને શ્વેતામ્બરમાં આ વાત નથી. અત્યારે તો દિગમ્બર સંપ્રદાયમાં પણ ગોટા ઉઠયા છે. ઘરમાં આગ લાગી છે. અરેરે...!
અહીં કહે છે-“વનના” એટલે વિપરીત પ્રતીતિ-વિપરીત અનુભવ-અભ્યાસ. શું કહ્યું? અજ્ઞાનથી ઉત્પન્ન થયેલ કર્તા-કર્મનો વિપરીત અભ્યાસ. એટલે શું? અંદર પ્રભુ આત્મા છે તે અતીન્દ્રિય આનંદનો પિંડ છે અને અતીન્દ્રિય જ્ઞાનનો પુંજ છે તેને જીવદ્રવ્ય કહે છે. એવા જીવદ્રવ્ય સાથે આ રાગ મારો એવી અજ્ઞાનથી ઉત્પન્ન થયેલી કર્તા-કર્મની બુદ્ધિ તે અજ્ઞાનસ્વરૂપ છે. અથવા અજ્ઞાનથી ઉત્પન્ન થયેલી કર્તાકર્મની પ્રવૃત્તિ છે. અંદર પાઠમાં છે કે નહીં? અત્યારે તો લોકોએ આખી વાતને બહુ ફેરવી નાખી. અજૈન ધર્મને જૈનધર્મના નામે ગોઠવી દીધો. આ પડિમા લીધી, વ્રત લીધા, તપ કર્યા, આ બાયડી છોકરાં છોડ્યાં અને આ લુગડાં (કપડાં) ફેરવ્યા તો થઈ ગ્યો ધર્મ. ધૂળેય ધર્મ નથી સાંભળને હવે! અંદરમાંથી જે કાંઈ એકત્વબુદ્ધિ છોડવી જોઈએ તે તો છોડી નથી.
મુદ્દાની રકમમાં જોઈએ તો ચિદાનંદ પરમાત્મસ્વરૂપ આત્મા જે ધ્રુવ આનંદનો નાથ છે તેની સાથે કૃત્રિમ રાગની એકતા તો છોડી નથી. ઉલ્ટાનું તેણે એમ માન્યું છે કેઆ વ્રત, તપ, ભક્તિ આદિ રાગની ક્રિયા કરીએ છીએ તે ધર્મ છે. અને ધર્મનું કારણ છે આમ અજ્ઞાનીએ માન્યું છે. આવી વાત આકરી પડે પણ શું થાય ભાઈ ! મારગ તો આ છે.
અહીં તો કહે છે વિપરીત માન્યતાની ભાંગ પીધી છે. ભાગ્યશાળી હોય તે આ વાત સાંભળવા આવી જાય છે. પહેલાં સમ્યજ્ઞાન શું છે તેનો નિર્ણય તો કર... એ મૂળ રકમ છે.
અહીં કહે છે“નૈનાત” એટલે અનાદિનો તેને એવો ક્યો અનુભવ થઈ ગયો છે? શુભ વિકલ્પ જે રાગ છે તે મારી ચીજ છે તેવા અનાદિના સંસ્કાર અને અભ્યાસ થઈ ગયો છે. તેને લઈને અજ્ઞાનથી ઉત્પન્ન થયેલી કર્તા કર્મની બુદ્ધિ કે-આ રાગ મારું કર્તવ્ય છે અને હું તેનો કર્તા છું એવી બુદ્ધિ અજ્ઞાનથી ઉત્પન્ન થઈ છે. મારગ બહુ જુદો બાપુ!
આહાહા ! લોકોને બીજે રસ્તે ચડાવ્યા એટલે આ વાત તેને કઠિન લાગે. આ કોણ કહે છે? ભગવાન કહે છે, શાસ્ત્ર કહે છે. તે કહે-સોનગઢવાળાએ એકલું નિશ્ચય અને નવું કાઢયું. વ્યવહારને ઊડાડ્યો.. અને નિશ્ચયાભાસ છે તેમ કહે છે. કહો બાપુ કહો.. તને તારી ખબર નથી પ્રભુ!
આહાહા ! એ આનંદકંદ પ્રભુ છે-જ્ઞાનનો સાગર છે. “ચિતૂપોડહું મારું સ્વરૂપ તો જ્ઞાનરૂપ છે. જ્ઞાનરૂપ સ્વ. રૂપમાં રાગના વિકલ્પની ગંધ નથી. આહાહા! રાગની ગંધ વસ્તુમાં કયાંથી હોય? તેમાં તો વીતરાગતા પડી છે. આત્માનો સ્વભાવ તો રાગ રહિત વીતરાગ મૂર્તિ છે.
રાગ સાથેના એકત્વનો અભ્યાસ છે. અરે! તેં અધ્યાસ કર્યો છે. તે તેને એકપણે
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #204
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૯૨
કલશામૃત ભાગ-૨ માન્યું છે પણ એક છે નહીં. એ શું કહ્યું?-તે રાગના વિકલ્પનો અભ્યાસ કર્યો છે કે આ મારાં છે. અભ્યાસ કર્યો છતાં (રાગ અને આત્મા) એક થયા નથી. ભગવાન જ્ઞાનસ્વરૂપ છે તે કદી રાગરૂપ થયો જ નથી. સમયસારની છઠ્ઠી ગાથામાં કહ્યું ને ! આ દયાદાન, વ્રત આદિ પુણ્યના વિકલ્પ છે તે તો અજીવ અને અચેતન છે. જ્ઞાયકભાવ જો પુણ્ય-પાપરૂપે થાય તો જડ થઈ જાય. ગજબ વાતો કરી છે. ભાઈ પરમાત્માનો સંદેશ છે તે ઝીણો છે. સમજાણું કાંઈ?
એ જ્ઞાયકભાવ જાણક સ્વભાવથી ભરેલો પ્રભુ છે. આ પુણ્ય-પાપના વિકલ્પો છે તે તો અચેતન-જડ છે. આ મહાવ્રતના પરિણામ, દયા-દાનના પરિણામ અચેતન છે એટલે તેમાં ચૈતન્યનો કોઈ અંશ નથી. રાગાદિભાવ તે તો અંધારૂ છે. ધવલના પહેલા ભાગમાં અને તેરમા ભાગમાંથી ગઈ કાલે કાઢયું હતું કે મહાવ્રતના પરિણામ એ તો રાગનો અનુભવ છે. તે રાગની ભક્તિ છે. સમયસાર તો કહે પણ આ ધવલ એ તો વ્યવહારનો ગ્રંથ તેમાં બે ઠેકાણે છે.
ધવલામાં પાઠ છે-“જેને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું છે તે પરમાત્મા જગતની ગતિઅગતિને જાણે છે. જગતના પ્રાણી રાગને ભોગવે કે મહાવ્રતને ભોગવે તે બન્ને રાગનો ભોગવટો છે. અશુભભાવને ભોગવવું તે અશુભરાગનો અનુભવ છે મહાવ્રતનો અનુભવ તે શુભરાગનો અનુભવ છે.પણ, છે બન્ને રાગ. મહાવ્રતનું બરોબર પરિપાલન એટલે કે બરોબર પાળવું તેવો અનુભવ તે ભક્તિભાવ છે.” પરમાત્મા તારી વાતુ દુનિયાથી નિરાળી છે.
શ્રોતા- ભક્તિભાવનો અર્થ રત્નત્રયનો રાગ થાય છે? ઉત્તર- રત્નત્રયનો રાગ છે. તે રાગને ભુક્તિ કહે છે.
વ્યવહાર રત્નત્રયનો જે શુભભાવ આવ્યો ને! દેવગુરુ-શાસ્ત્રની શ્રદ્ધાનો રાગ, પંચ મહાવ્રતના પરિણામનો રાગ તે બધો ભુક્તિ રાગ છે. તારી ચીજને તે અયોય નથી. તે એક માનીને અભ્યાસ કર્યો છે.
શ્રોતા- રત્નત્રયને તો જીવના પરિણામ કહ્યા છે તો તે કેવી રીતે નીકળે? કેવી રીતે જીવથી જુદા પડે?
ઉત્તર- એ તો અભિન્ન રત્નત્રયને સ્વરૂપ કહ્યું છે. અભિન્ન રત્નત્રય એ તો આત્માનું સ્વરૂપ છે. તેમાં તો આનંદનો અનુભવ છે. ભેદરત્નત્રયમાં દુઃખનો અનુભવ છે. પ્રભુ આત્મા આનંદસ્વરૂપ છે. તેની અતીન્દ્રિય આનંદરૂપ પ્રતીતિ તે સમ્યગ્દર્શન જ્ઞાન ને ચારિત્ર તે ત્રણેય તો અતીન્દ્રિય આનંદસ્વરૂપ છે. મોક્ષનો માર્ગ જે સમ્યગ્દર્શનજ્ઞાન-ચારિત્ર જે નિશ્ચય (રત્નત્રય) છે તે તો આનંદસ્વરૂપ છે. વ્યવહાર રત્નત્રયનો વિકલ્પ તે દુઃખસ્વરૂપ છે. એક પરાશ્રિત ભાવ છે અને એક સ્વાશ્રિત ભાવ છે. આવી આકરી વાતું છે નાથ!
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #205
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કલશ-૪૮
૧૯૩ આહાહા...! આવો ઉપદેશ ! એટલે લોકો ક્રિયા ઉપર... વ્રત-ભક્તિ ઉપર ચડી ગયા. શુભભાવ તે ક્રિયા કયાં છે? નવમી રૈવેયકે ગયો છે અને જે ક્રિયા કરી છે તેવી તો અત્યારે એ જ કયાં? તેણે પંચ મહાવ્રત આદિ દ્વારા શુકલેશ્યા એટલી કરી કે એવા કષાયની મંદતાના ભાવ અત્યારે તો છે જ નહીં. છતાં એ પંચ મહાવ્રત આદિ દુઃખનું કારણ હતું.
મુનિવ્રત ધાર અનંત બાર, રૈવેયક ઉપજાય.
પૈ નિજ આતમ જ્ઞાન બિના, સુખ લેશ ન પાયો.” કહે છે કે આત્માના અનુભવ વિના તેને આનંદ ન મળ્યો, તેનો અર્થ એમ થયો કે-પંચ મહાવ્રતના પરિણામ પણ દુઃખરૂપ છે. એ દુઃખરૂપ પરિણામથી આત્માને કેમ ધર્મ થાય? મહાવ્રત તે સંવર છે અને અપવાસ તે નિર્જરા છે આ અજ્ઞાનીઓની માન્યતાના બધા ઉંધા ભણકારા છે.
શ્રોતા:- સાચો નિર્ણય થયો તે સમ્યગ્દર્શનનું નિયમરૂપ કારણ છે?
ઉત્તર- એ અપેક્ષાએ કારણ કહેવાય. એ કારણ અપેક્ષિત છે. તે પરિણામ પૂર્વે હતા એટલું જ. ખરેખર તો જ્યારે શુદ્ધાત્માની સન્મુખ થાય તો ( વિકલ્પ ઉપરથી) લક્ષ છૂટી જાય છે.
અહીંયા તો કહે છે કે-અજ્ઞાનથી ઉત્પન્ન થયેલો કર્તકર્મનો અભ્યાસ અર્થાત્ આત્મા દયા-દાનના પરિણામનો કરનારો અને વિકલ્પના કાર્યને કરે એવી અજ્ઞાનથી ઉત્પન્ન થયેલી કર્તા-કર્મની પ્રવૃત્તિનો અભ્યાસ થઈ ગયો છે. મિથ્યાદૃષ્ટિનો આવો અભ્યાસ છે.
સમાધિશતકમાં લખ્યું છે કે શરૂઆતમાં અંદરમાં જતાં કંટાળો લાગે, દુઃખ લાગે અને બહારમાં તેને સુખ લાગે છે. પૂજ્યપાદ સ્વામી દિગમ્બર સંત હતા. દિગમ્બર સંતો કેવળજ્ઞાનીના કેડાયત છે. કેવળજ્ઞાનને ઉભા રાખી ગજબ કામ કર્યા છે. આહાહા ! આવી વાત કયાંય છે નહીં. જે સંપ્રદાયમાં આ શાસ્ત્રો છે તેનેય આ તત્ત્વની ખબરું નથી.
આનંદસ્વરૂપ ભગવાન તેની જેને ખબર નથી એવા જીવો પોતાના આનંદ સ્વભાવની સાથે રાગની-વિકલ્પની એકતાબુદ્ધિ ઉત્પન્ન કરી અજ્ઞાનપણે કર્તાકર્મ માની રહ્યા છે. આ રાગ મારું કર્તવ્ય અને હું તેનો કર્તા તે અજ્ઞાનપણે માની રહ્યા છે. શ્રીમના શાસ્ત્રોમાં આવે છે કે વિભાવનો તેણે અધ્યાસ કર્યો છે. પરંતુ વિભાવ તેનો છે નહીં. જન્મ મરણના અંત લાવવાના મારગડા સાધારણ ન હોય!
અહીં કહે છે... પ્રભુ તું સાંભળ! ભગવાન આનંદનો નાથ તેની સાથે આ વિકલ્પ ઉઠયો છે અને તે એકત્વબુદ્ધિના સંસ્કારથી એક માનીને અનુભવ્યો છે. પરંતુ વસ્તુપણે એક થયા નથી. જ્ઞાયક તો જ્ઞાયક જ રહ્યો છે. છે તો પોતે સચ્ચિદાનંદ પ્રભુ પરંતુ તેણે અજ્ઞાનપણાથી રાગની સાથે એકતાબુદ્ધિનો અભ્યાસ કર્યો છે. અજ્ઞાનથી (એકત્વબુદ્ધિ)
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #206
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૯૪
કલશામૃત ભાગ-૨ ઉત્પન્ન કરી તેનો અર્થ જ ટીકામાં એવો કર્યો કે-એ અજ્ઞાનરૂપ જ છે. (આત્મા) કર્તા અને અજ્ઞાન કર્મ એમેય નહીં.
આનંદનો નાથ ભગવાન તેને રાગથી ભિન્ન પાડીને. આત્માનો અનુભવ કરવો તે આનંદનો અધ્યાસ છે-એ ધર્મનો અધ્યાસ છે. રાગની સાથે એકતાબુદ્ધિ તે અજ્ઞાનનોદુઃખનો અધ્યાસ છે.
પૈસામાં મને ઠીક પડે છે એવું જે દુ:ખ તેનો તેને અભ્યાસ થઈ ગયો છે. અહીં કહે છે–પૈસામાં, બાયડીમાં, આબરૂમાં, કીર્તિમાં કયાંય સુખ નથી. એ તો બધા પરણેયો છે. તેના ઉપર લક્ષ જતાં તો રાગ થાય છે.
શ્રોતા- એ બધા દુઃખના નિમિત્તો તો ખરા ને?
ઉત્તરઃ- દુઃખના નિમિત્તનો અર્થ તો આપણે કર્યો હતો. નિમિત્ત એટલે કંઈ કરે નહીં. તેનું નામ નિમિત્ત. દુઃખની દશા તો જીવ પોતે અજ્ઞાનભાવે કરે છે તેમાં આ બધા નિમિત્ત છે. નિમિત્ત એટલે કાંઈ કરતું નથી.
શ્રોતા- એ ચર્ચા તો ઘણી આવી. નિમિત્ત કંઈ કરતું નથી એ તો મોટી ભ્રમણા છે.!
ઉત્તર- નિમિત્તથી થાય તેમ માને એ મૂઢ મિથ્યાષ્ટિ છે. તે દ્રવ્યની તે ક્ષણે પોતાથી ઉત્પન્ન થવાવાળી પર્યાય તે નિમિત્તને લઈને થઈ, નિમિત્ત હતું માટે થઈ તે તદ્ન મિથ્યા ભ્રમણા અજ્ઞાનીની છે. શ્રી બનારસીદાસે દોહામાં કહ્યું છે-“ઉપાદાન કો બલ જહાં નહીં નિમિત્તકો દાવ.” જ્યાં પોતાની પર્યાય પોતાથી થાય છે ત્યાં ઉપાદાનનું બળ છે. નિમિત્તનો દાવ કયારેય આવ્યો જ નથી. આહાહા.! આવી વાત કોણ માને ભાઈ ! અત્યારે તો પ્રરૂપણા પણ એવી અને સાંભળનારા પણ એવા બધા. આહા ! આ તો માર્ગ જ જુદો છે ભાઈ !
વળી કેવી છે જીવવસ્તુ? “તિ પર્વ સમ્પતિ પરદ્રવ્યક્તિ પર નિવૃત્તિ વિર વચ્ચે સ્વં શાસ્તિનુવાન:” આટલા પૂર્વોક્ત પ્રકારે વિદ્યમાન પર વસ્તુ જે દ્રવ્યકર્મ-ભાવકર્મ-નોકર્મ તેનાથી સર્વથા ત્યાગબુદ્ધિ મૂળથી કરીને “સ્વ”ને અર્થાત્ શુદ્ધ ચિતૂપને આસ્વાદતી થકી.” શું કહે છે? એક બાજુ ભગવાન આત્મા આનંદનો નાથ છે અને એક બાજુ પુણ્ય-પાપના ભાવ, વાણી, મન પર વસ્તુ છે તે આકાશના ફૂલની પેઠે નથી એમ નથી એમ કહે છે. પરવસ્તુ એટલે જડ દ્રવ્યકર્મ, ભાવકર્મ એટલે પુણ્ય-પાપના ભાવ-શુભ જોગ આદિ અને નોકર્મ એટલે શરીર, વાણી, મન તેનાથી સર્વથા ત્યાગ બુદ્ધિ. -અનંતવાર બહારનો એવો ત્યાગ કરીને મરી ગયો. ભાષા જુઓ! ‘નિવૃત્તિ ' સ્વરૂપની ગ્રહણબુદ્ધિ અને રાગની ત્યાગબુદ્ધિ તેનું નામ નિવૃત્તિ. સમકિતીને તો આ બધામાં સર્વથા ત્યાગબુદ્ધિ હોય છે. દયા-દાન, વ્રત, ભક્તિના પરિણામ એ બધા પદ્રવ્ય છે. ગજબ વાત છે ને!
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #207
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કલશ-૪૮
૧૯૫ પ૨વ્યાત નિવૃત્તિ”. શુદ્ધ (ત્રિકાળ) ઉપાદાન એવો આનંદનો નાથ તે ઉપાદેય છે અને પર દ્રવ્યો જે દયા-દાન, વ્રતના પરિણામ તે પરદ્રવ્ય છે. તેનાથી સર્વથા નિવૃત્તિ છે.
શ્રોતા:- પહેલાં પરિણામને બહુ મંદ પાડે.. તો તેનો ત્યાગ થાય ને?
ઉત્તર- પરિણામને એ મંદ પાડે માટે છૂટે એમ નહીં. (અનુભવમાં) પરની અપેક્ષા છે જ નહીં. સમ્યગ્દર્શનમાં સ્વની અપેક્ષા છે અને પરની અપેક્ષા છે જ નહીં. આવી વાત આકરી પડે ભાઈ ! અત્યારે અભ્યાસ જ ઉંધો થઈ ગયો છે. “વાડા બાંધી બેઠા રે... પોતાનો પંથ કરવા રે...', વીતરાગ માર્ગ શું છે તેની ખબર નથી.
પહેલો શબ્દ છે (તિ) એટલે આટલા, (ર્વ) અર્થાત્ પૂર્વોક્ત પ્રકારે (સઋતિ) વર્તમાન વિદ્યમાન છે. પરવસ્તુ. શું કહે છે-દ્રવ્યકર્મ એટલે જડકર્મ, ભાવકર્મ-પુણ્યપાપના ભાવ, અને નોકર્મ એટલે વાણી તેનો મૂળથી સર્વથા ત્યાગ કરીને. સમ્યગ્દષ્ટિએ રાગનો સર્વથા-મૂળથી ત્યાગ કર્યો છે અને સ્વરૂપને ઉપાદેય કર્યું છે. ભગવાન અતીન્દ્રિય આનંદ સ્વરૂપમાં પ્રવૃત્તિ છે અર્થાત્ તેનો આદર છે અને એ સિવાય જેટલા રાગાદિ છે તે સર્વે પરદ્રવ્ય છે. અને તેનાથી સર્વથા નિવૃત્તિ છે.
આહાહા ! સમ્યગ્દષ્ટિની સ્વદ્રવ્યમાં પ્રવૃત્તિ છે અને પરદ્રવ્યથી નિવૃત્તિ છે. લોજીકથી અને ન્યાયથી પકડે તો પકડાય એવું છે. આગ્રહ એવા (ઉંધા) પડયા છે અને પ્રરૂપણા પણ ઉંધી મિથ્યાત્વની ચાલે છે. વ્રત કરો, અપવાસ કરો અને પડિમા લ્યો તો ધર્મ થશે. પ્રરૂપણા જ મિથ્યાત્વની છે. આહાહા ! એ છે રાગની ક્રિયા અને તેને ધર્મ માનીને કરે છે. અહીં કહે છે-આવી ક્રિયાથી તો સમ્યગ્દષ્ટિને સર્વથા નિવૃત્તિ છે-તેમાં સર્વથા ત્યાગબુદ્ધિ છે. નિવૃત્તિનો અર્થ કર્યો ત્યાગબુદ્ધિ.
હવે (આત્માના) આદરની વાત કહે છે. (સ્વ) સ્વને અર્થાત્ શુદ્ધ ચિતૂપ જ્ઞાનરૂપ પવિત્ર ભગવાન તેના આનંદને આસ્વાદતી જીવ વસ્તુ.
જીવ વસ્તુ કેવી છે? જીવવસ્તુરૂપ જે ભગવાન આત્મા અર્થાત્ પોતાના સ્વરૂપના આનંદને આસ્વાદતી થકી વિદ્યમાન છે અને તેને રાગાદિના વિદ્યમાનપણાથી સર્વથા ત્યાગબુદ્ધિ છે. અતીન્દ્રિય આનંદના અનુભવને આસ્વાદતી જીવ વસ્તુ છે.
કેવો છે “'? વિજ્ઞાન સ્વભાવમ” શુદ્ધ જ્ઞાનનો સમૂહ છે સર્વસ્વ જેનું એવો છે.” પહેલાં આનંદ નાખ્યો 'તો! હવે જ્ઞાન અને આનંદનો અનુભવ નાખ્યો. હવે આવો માર્ગ સાંભળવો કઠણ પડે તેથી એકાંત લાગે. એકાંત છે. એકાંત છે તેમ કરીને આત્માને કાઢી નાખે. કહે છે-ચીજ કેવી છે? એ તો વિજ્ઞાનઘન શુદ્ધજ્ઞાનનો સમૂહ છે. આત્મા તો એકલો જ્ઞાનનો પિંડ છે. તે જ્ઞાતાદેખાનો ભંડાર છે. વસ્તુમાં દયા-દાનનાં વિકલ્પનો તો અવકાશ જ નથી એ વસ્તુમાં છે કયાં? આહા ! આવી વાતું! વાડામાં
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #208
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૬
કલશાકૃત ભાગ-૨ હોઈએ તો રહેવાય ન હૈ.
હમણાં ફલટનમાં તેમણે કહ્યું કે-ટોડરમલ અને બનારસીદાસ તેઓ અધ્યાત્મની ભાંગ પીને નાચ્યા હતા. અરેરે... પ્રભુ! આ તું શું કહે છે. ભાઈ ! ટોડરમલ્લે અને બનારસીદાસે અધ્યાત્મની ભાંગ પીધી જેથી તેમણે આત્માના અનુભવની જ વાત કરી, તેમ જ રાગાદિના ત્યાગની વાત કરી. આહાહા ! ટોડરમલ્લ તો આચાર્યકલ્પ જેવા છેતેઓ આચાર્ય કે મુનિ નથી.
શ્રોતા:- આ બધા પંડિતો ટોડરમલ્લજીની ટીકા વાંચીને જ પંડિત બન્યા છે.
ઉત્તર- હા, વાંચીને બન્યા છે. ગોમ્મસારના અર્થ તેમણે (સમ્યજ્ઞાન ચંદ્રિકા) ટીકામાં કરેલા છે. મોક્ષમાર્ગ પ્રકાશક પણ તેમણે વાંચ્યા છે. હવે જ્ઞાનીઓને આવા ઠરાવે.. તેને કોઈ પૂછનાર ન મળે ! વીતરાગના વિરહ પડયા, કેવળજ્ઞાનની ઉત્પત્તિનો અભાવ થયો.
ત્રણ વાત કરી. (૧) રાગ ને આત્માની એકત્વબુદ્ધિથી ઉત્પન્ન થયેલ અજ્ઞાનભાવરૂપ કર્તાકર્મની બુદ્ધિ.
(૨) જીવવસ્તુ સર્વથા પરદ્રવ્યથી અર્થાત્ દયા-દાનરૂપ ભાવકર્મ, જડકર્મ એટલે દ્રવ્ય કર્મ અને નોકર્મ તેનાથી સર્વથા ત્યાગબુદ્ધિરૂપ અને સ્વ સ્વભાવના આસ્વાદરૂપ છે.
(૩) જેમાં આનંદનો આસ્વાદ આવે છે તે સ્વ ચીજ છે. તે કેવી છે? એ તો વિજ્ઞાનઘન શુદ્ધજ્ઞાનનો સમૂહ છે.
એ વિજ્ઞાનઘન સ્વભાવ કેવો છે? જીવ વસ્તુ આત્મા તે શુદ્ધજ્ઞાનનો સમૂહ છે. એ “સ્વભાવમ્” જેનું સર્વસ્વ છે. વિજ્ઞાનઘન જ જેનું સર્વસ્વ છે. આહાહા ! એ દયા-દાનવતના વિકલ્પો એનું સ્વરૂપ જ નથી. એનામાં છે જ નહીં.
વળી કેવો છે “સ્વ”? “પરમ” સદા શુદ્ધ સ્વરૂપ છે.” આત્મા તો સદાય શુદ્ધ પવિત્ર પ્રભુ છે. પુણ્ય-પાપના ભાવ તો અશુદ્ધ અને મલિન છે. જીવ છે તે તો સદા શુદ્ધ સ્વરૂપ છે અને પુણ્ય-પાપના ભાવ તો અશુદ્ધ છે-મલિન છે.
“સમયાન્ત” (જીવ વસ્તુ શુદ્ધ ચિતૂપને) સાત ભયથી રહિતપણે આસ્વાદે છે. જેમાં કોઈ ભય નથી તેવો ભગવાન આત્મા શુદ્ધ છે. તેવા આત્માને સાત ભયથી રહિત અનુભવે છે-આસ્વાદે છે તેવો જીવ છે. તેને અહીંયા આત્મા કહીએ, જીવ કહીએ. ગઈ કાલે કોઈનો પ્રશ્ન આવ્યો તો ! તમે ઘડીકમાં આત્મા કહો છો. ઘડીકમાં વસ્તુ કહો છો... ઘડીકમાં જીવ કહો છો. તો શું છે ? એ આત્માને વસ્તુ (પણ) કહીએ.. , આત્માને જીવ (પણ) કહીએ. આત્માને આત્મા કહીએ, અને આત્માના ત્રિકાળ સ્વભાવને પરમાત્મા પણ કહીએ.
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #209
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કલશ-૪૯
૧૯૭
કલશ-૪૯
(શાર્દૂલવિક્રીડિત) व्याप्यव्यापकता तदात्मनि भवेन्नैवातदात्मन्यपि व्याप्यव्यापकभावसम्भवमृते का कर्तृकर्मस्थितिः। इत्युद्दामविवेकघस्मरमहोभारेण भिन्दंस्तमो જ્ઞાનીમ્ય તા સ ષ સિત: વર્તુત્વશૂન્ય: પુમાન ૪-૪૬ના
ખંડાન્વય સહિત અર્થ:- “ત સર્ષ પુમાન સ્તૃત્વશૂન્ય: સિત:”(ત) તે કાળે (સ ઇષ પુમાન) જે જીવ અનાદિ કાળથી મિથ્યાત્વરૂપ પરિણમ્યો હતો તે જ જીવ (સ્તૃત્વશૂન્ય: સિત:) કર્મ કરવાથી રહિત થયો. કેવો છે જીવ? “જ્ઞાનસૂય તમ: મિત્ત્વન( જ્ઞાનીમ્ય) અનાદિથી મિથ્યાત્વરૂપ પરિણમતાં જીવ-કર્મના એકપર્યાયસ્વરૂપ પરિણમતો હતો તે છૂટયું, શુદ્ધચેતન-અનુભવ થયો, એમ થતાં (તમ:) મિથ્યાત્વરૂપ અંધકાર (મિત્ત્વનો છેદતો થકો, કોના વડે મિથ્યાત્વ-અંધકાર છૂટયો? “કૃતિ ઉદ્દામવિવેવસ્મરમદોમારે” (રૂતિ) જે કહ્યો છે, (૩દ્દામ) બળવાન છે એવા (વિવે) ભેદજ્ઞાનરૂપી (ઇસ્મરમાં મારેT ) સૂર્યના તેજના સમૂઠ વડે. હવે જે વિચારતાં ભેદજ્ઞાન થાય છે તે જ કહે છે-“વ્યાખ્યવ્યાપકતા તાત્મનિ ભવેત” (વ્યાખ્ય) સમસ્ત ગુણરૂપ અને પર્યાયરૂપ ભેદ-વિકલ્પો તથા (વ્યાપતા ) એક દ્રવ્યરૂપ વસ્તુ (તીત્મનિ) એક સર્વરૂપ વસ્તુમાં (વે) હોય છે. ભાવાર્થ આમ છે કે જેમ સુવર્ણ પીળું, ભારે, ચીકણું એમ કહેવા માટે છે, પરંતુ એક સત્ત્વ છે તેમ જીવદ્રવ્ય જ્ઞાતા, દેષ્ટા એમ કહેવા માટે છે, પરંતુ એક સત્ત્વ છે. એ પ્રમાણે એક સત્ત્વમાં વ્યાપ્યવ્યાપકતા હોય છે અર્થાત્ ભેદબુદ્ધિ કરવામાં આવે તો વ્યાપ્ય-વ્યાપકતા હોય છે. વિવરણ:વ્યાપક અર્થાત્ દ્રવ્ય-પરિણામી પોતાના પરિણામનો કર્તા હોય છે; વ્યાપ્ય અર્થાત્ તે પરિણામ દ્રવ્ય કર્યા. જેમાં (એક સત્ત્વમાં) આવો ભેદ કરવામાં આવે તો થાય છે, ન કરવામાં આવે તો નથી થતો. “મતવાત્મનિ નિવ” (મતવાત્મનિ) જીવસત્ત્વથી પુગલદ્રવ્યનું સત્ત્વ ભિન્ન છે, (ક) નિશ્ચયથી (નવ) વ્યાપ્ય-વ્યાપકતા નથી. ભાવાર્થ આમ છે કે જેમ ઉપચારમાત્રથી દ્રવ્ય પોતાના પરિણામનો કર્તા છે, તે જ પરિણામ દ્રવ્યથી કરાયેલો છે તેમ અન્ય દ્રવ્યનો કર્તા અન્ય દ્રવ્ય ઉપચારમાત્રથી પણ નથી, કારણ કે એક સત્ત્વ નથી, ભિન્ન સત્ત્વ છે. “વ્યાખ્યવ્યાપમાવાસમ્ભવમ તે વર્તવમસ્થિતિ: PT” (વ્યાખ્યવ્યાપકમાવ) પરિણામ-પરિણામીમાત્ર ભેદની (સવં) ઉત્પત્તિ (ત્રદત) વિના (વર્તુર્મસ્થિતિ: 1 ) જ્ઞાનાવરણાદિ પુદ્ગલકર્મનો
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #210
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૯૮
કલશાકૃત ભાગ-૨ કર્તા જીવદ્રવ્ય ” એવો અનુભવ ઘટતો નથી, કારણ કે જીવદ્રવ્ય પુદ્ગલદ્રવ્ય એક સત્તા નથી, ભિન્ન સત્તા છે. આવા જ્ઞાનસૂર્ય વડે મિથ્યાત્વરૂપ અંધકાર મટે છે અને જીવ સમ્યગ્દષ્ટિ થાય છે. ૪-૪૯. પ્રવચન નં. ૬૦
તા. ૭-૮-'૭૭ કલશ-૪૯ : ઉપર પ્રવચન તવા જ yષ પુમાન કર્તૃત્વશૂન્ય: સિત.” તે કાળે જે જીવ અનાદિ કાળથી મિથ્યાત્વરૂપ પરિણમ્યો હતો તે જ જીવ કર્મ કરવાથી રહિત થયો.”
આ અધિકાર જરા સૂક્ષ્મ છે. તેથી ધ્યાન રાખવું. આત્મા રાગથી અને કર્મથી તો ભિન્ન છે, પરંતુ દયા-દાન, પુણ્ય-પાપના ભાવ તેનાથી ભિન્ન પડેલો જીવ અર્થાત્ આત્માએ રાગથી ભિન્ન પડીને પોતાના સ્વરૂપનું ભેદજ્ઞાન કર્યું. ભગવાન ભેદજ્ઞાનથી ભિન્ન પડે છે. આહાહા ! આવી વાત છે.
અંદર પાઠમાં છે. જુઓ! “તિ ઉદ્દામ વિવેવસ્મરમદોમારે” અંદર રાગના ભાવથી એટલે કે જે પર્યાયબુદ્ધિ છે તેનાથી છૂટીને વિવેકપૂર્વક રાગથી ભિન્ન મહાભેદજ્ઞાન કર્યું. જ્યાં રાગથી ભિન્ન પડી પોતાના સ્વરૂપનો અંતર અનુભવ થયો તેનું નામ સમ્યગ્દર્શન ને સમ્યજ્ઞાન છે. ઝીણી વાત છે બાપુ!
અરે! આ જીવો ચારગતિમાં દુઃખી છે એ દુઃખની દશામાં ડુબકી મારીને દુઃખી છે. આહાહા! જેમ પાણીમાં જીવતો માણસ અંદર પડે અને પછી ગૂંગળાય તેથી દુઃખ થાય.. તેમ અહીંયા રાગ-દ્વેષ ને મિથ્યાભ્રમમાં ડૂબકી મારી છે-વિકારમાં દુઃખ છે.
શ્રોતા- પૈસા ન હોય એ તો દુઃખી હોય ને? ઉત્તર:- અહીંયા પૈસાની વાતેય કયાં છે! એ તો ધૂળ છે.
આ શરીર, વાણી, પૈસા આદિ તેની તો વાતેય નથી. એ તો એના કારણે આવ્યા અને એના કારણે રહ્યાં છે. એ આત્માના છે જ કયાં? અહીં તો કહે છે–એ પુણ્ય ને પાપ, દયા–દાન, વ્રત-ભક્તિના ભાવ એ પણ પુદ્ગલના પરિણામ છે, તે આત્માના પરિણામ નહીં. આહાહા! જેને રાગથી ભિન્ન ભેદજ્ઞાન થાય છે તે તેને પુગલના પરિણામ માને છે. રાગના પરિણામ..નિમિત્તના લક્ષે થાય છે. તેના તરફના વલણથી થાય છે માટે તેના છે. મારો નાથ તો શુદ્ધ ચૈતન્યઘન ભગવાન છે. આહાહા! આત્મા વ્યાપક છે તો તેનું વ્યાપ્ય તો નિર્મળ વીતરાગી પરિણામ છે. વ્યાપ્ય એટલે કાર્ય અને વ્યાપક એટલે પ્રસરનારો-કરનાર. આહાહા! આત્મા વ્યાપક એટલે તે કરનાર અને તેનું કાર્ય તો સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રના વીતરાગી પરિણામ છે. તે આત્માનું વ્યાપ્ય છે.
અહીં પરમાત્મા એમ ફરમાવે છે કે માટી તે કર્તા-વ્યાપક અને ઘડો તેનું વ્યાપ્ય
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #211
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કલશ-૪૯
૧૯૯ અર્થાત્ કાર્ય છે. કુંભાર તેનો વ્યાપક-કર્તા અને ઘડો તેનું કાર્ય એમ નથી પ્રભુ ! ઘડો છે તે માટીનું કાર્ય છે પરંતુ કુંભારનું કાર્ય નથી. કુંભારે ઘડો કર્યો જ નથી. બન્ને દ્રવ્યો ભિન્નભિન્ન છે. ભિન્ન-ભિન્ન દ્રવ્યના કાર્યનો કર્તા ભિન્ન દ્રવ્ય હોઈ શકે નહીં.
“તે કાળે” એમ પાઠમાં શબ્દ છે ને? “તે કાળે”નો અર્થ-જે કાળે રાગને વિકલ્પના ભાવથી ભિન્ન પડે છે-ભેદજ્ઞાન કરે છે તે કાળે તે જીવ કર્મથી રહિત થાય છે.
T પુમાન” જે જીવ અનાદિ કાળથી મિથ્યાત્વરૂપે પરિણમ્યો હતો. અનાદિકાળથી તે એમ માનતો હતો કે આ રાગ મારું કર્તવ્ય અને એ રાગાદિનો હું કર્તા તે મિથ્યાત્વભાવ હતો. મિથ્યા એટલે જૂઠી દૃષ્ટિપણે થયો હતો. હવે તે જ જીવ “તે કાળે” મિથ્યાત્વથી ભિન્ન પડે છે. માર્ગ ઘણો સૂક્ષ્મ અને અપૂર્વ છે. ભાઈ ! અનંતકાળથી ચોરાશીના દરિયામાં ભવસિંધુમાં રખડયો, જેને પરમાત્મા ભવાબ્ધિ કહે છે. ભવરૂપી અબ્ધિ અર્થાત્ સમુદ્ર. ઓહોહો....! તેણે કયાં-કયાં ભવ કર્યા! કેવા કેવા દુઃખના ભાવથી તે રખડી મર્યો છે.. એમ પ્રભુ કહે છે.
આ વાત એકવાર સાંભળ પ્રભુ ! આ રાગના ભાવ મારું કાર્ય છે અને તે રાગનો હું કર્તા છું એવું મિથ્યાત્વપણે પરિણમન હતું. હવે તે કાળે તેનાથી ભિન્ન પડે છે. ભાઈ ! ઝીણી વાત છે. શું થાય! અત્યારે તો આ વાત લોકોને આકરી પડે છે.
પ્રશ્ન- આ દયા-દાન, વ્રત-તપ કરીએ તો ધર્મ થાય?
ઉત્તર- અરે... પ્રભુ! સાંભળ ભાઈ ! એ દયા-દાન, વ્રત-તપનો વિકલ્પ એવો રાગ તે મારું કર્તવ્ય છે અને હું તેનો કર્તા છું એ મિથ્યાત્વપણે પરિણમન છે. આવી વાત છે ભાઈ ! શું થાય!
અરે...! ભરતક્ષેત્રમાં પરમાત્મા નહીં. ભગવાનના વિરહ પડ્યા. ભગવાન તો એ પોતે જ છે એનો એને વિરહ હતો. આ પુણ્યને પાપના ભાવ મારું કર્તવ્ય-કાર્ય છે એમ માનવાથી તેને ભગવાનનો વિરહ હતો. કયા ભગવાનનો ? પરમાત્મા તો ત્યાં છે, તેને આ આત્માનો વિરહ હતો. તેને અનાદિથી પોતાના ચિદાનંદ પરમાત્મ સ્વરૂપનો વિરહ છે ને? અનાદિકાળથી મિથ્યાત્વરૂપ પરિણમ્યો હતો. તેથી અરેરે તેને આત્માના વિરહ પડ્યા 'તા. રાગનો સંયોગ હતો. સંયોગી એવો રાગભાવ મારું કર્તવ્ય છે એમ કર્તા થઈને મિથ્યાત્વરૂપે પરિણમતો હતો. ભાષા તો સાદી છે.
આ શેઠ કહે છે. હવે બરોબર પકડાઈ છે. આ તો પકડાઈ એવી વાત છે બાપા! આ કોઈ પક્ષની વાત નથી. આ વાતને ખ્યાલમાં લઈ એના જ્ઞાનમાં નિર્ધાર તો કરે... કેરાગ મારું કર્તવ્ય અને હું તેનો કર્તા એ તો મિથ્યાત્વભાવ છે. કેમકે રાગ છે તે તો નિશ્ચયથી પુગલના પરિણામ છે; પુદ્ગલ જ છે. ગજબ વાત છે.
રાગ અર્થાત પુણ્યના દયા-દાન, વ્રત-ભક્તિ આદિના ભાવ એ મારું વ્યાપ્ય
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #212
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૦૦
કલશામૃત ભાગ-૨ અર્થાત્ મારા કર્તાનું એ કાર્ય એમ અનાદિથી મિથ્યાત્વરૂપે પરિણમ્યો હતો.. ત્યારે તેને (નિજ) પ્રભુના વિ૨૭ હતા.
ભગવાન અતીન્દ્રિય આનંદનો નાથ છે. અંદરમાં અતીન્દ્રિય આનંદના દરિયા ઉછળે છે. એવા સ્વ સ્વરૂપ ભગવાન આત્માની સાથે તેને રાગના, પુણ્યના પરિણામ મારા અને હું તેનો કર્તા ( એવા અભિપ્રાય ) તેને (નિજ )ભગવાનના અંતર પડી ગયા હતા.
આહાહા ! ઝીણી વાત છે ભગવાન! શું કહે છે–નિત્યાનંદ પ્રભુ એવો ભગવાન સ્વરૂપ આત્મા તેને આ રાગાદિના કાર્યમાં રોકતાં તેનો એને વિરહ પડી ગયો હતો. એ ૫૨ના કાર્ય તો કરી શકતો નથી.. પણ રાગના કાર્ય કરું એમ માની શકે છે. આહાહા..! આ તો કર્તાકર્મ અધિકાર છે ને ! બહુ અલૌકિક વાત છે.
.
શું કહે છે ! ‘ મિથ્યાત્વરૂપે પરિણમ્યો હતો તે જ જીવ ’, ભાષા આમ લીધી. ‘ તવા સ પુત્ર ' જે જીવ પુણ્ય-પાપના ભાવ રાગ તે મારું કાર્ય-વ્યાપ્ય અને હું તેનો વ્યાપક–કર્તા એવા જે મિથ્યાત્વરૂપે પરિણમતો હતો તે જીવ હવે, ગુલાંટ ખાય છે. તે હવે વિવેક કરે છે– ભેદજ્ઞાન કરે છે. અરેરે..! કયાં શ૨ી૨, કયાં વાણી, કયાં કર્મ, કયાં સ્ત્રી ને કુટુંબો–તેની સાથે તેને કાંઈ લેવા દેવા નથી. રખડતા બન્ને ભેગા થયા.
સંવત ૧૯૮૭માં કારતક મહિને અમારું ચોમાસું અમરેલી હતું. ત્યારે કુંવરજીભાઈના મનસુખનું ચિત્તલ સગપણ ક૨વા આણંદજીભાઈ આવ્યા હતા. આણંદજીભાઈ કુંવ૨જીભાઈના ભાગીદાર હતા. તેને દીકરા-દીકરી ન હતા. તે બન્ને પતિ-પત્નિ જ હતા. તેમણે પૂછ્યું-મહારાજ ! આ છે શું ! કયાંનો પુરુષ ને કયાંની સ્ત્રી તે બન્ને ભેગા થાય.. આ બધું શું ? મેં કહ્યું; જુઓ ભાઈ ! એવું છે કે–એક જીવ આવે થો૨માંથી અને એક આવે કીડામાંથી.. પછી બન્ને પતિ-પત્નિ તરીકે ભેગા થાય. એક-બીજાના મેળમાં આવો સંયોગ કર્મના ( ઉદયે ) થાય. ઓલો જીવ આવે કીડેથી અને બીજો જીવ આવે થો૨માંથી અને અહીં થઈ જાય પતિ પત્નિ. શેના પતિ-પત્નિ. કોણ પતિ ! કોણ પત્નિ ! ધૂળ-ધાણી ને ધૂમાડાનાં બાચકા છે. ધૂમાડાને પકડે તો પકડાય ? ધૂમાડાને ભરો કોથળામાં.. અરે ! ધૂમાડાના બાચકા ન ભરાય બાપુ!
તેમ આ ૫૨દ્રવ્યો તા૨ા નહીં પ્રભુ ! એની વાત તો કયાંય રહી ગઈ. કર્મ તારા નહીં. એ વાત પણ કયાંય રહી ગઈ. કર્મના લક્ષે અને તારી કમજોરીથી થતા પુણ્ય ને પાપના ભાવ એ તારું કાર્ય નહીં. તારે અને રાગાદિ કાર્યને કાંઈ સંબંધ ન હોવા છતાં રાગની સાથે સંબંધ માને છે. આહાહા ! ત્રિલોકનો નાથ આનંદમૂર્તિ સચ્ચિદાનંદ પ્રભુ.. તે એમ માને છે કે રાગ સાથે મારે સંબંધ છે.. તેથી રાગ મારું કાર્ય અને તેનો હું કર્તા છું આવો મિથ્યાત્વભાવ-અનંત સંસા૨નું કારણ છે.
,,
મિથ્યાત્વરૂપે પરિણમ્યો હતો તે જ જીવ એમ પાઠ છે. “ તૃત્વ શૂન્ય લસિત:'
Please inform us of any errors on rajesh.shah@fotalise.co.uk
Page #213
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કલશ-૪૯
૨૦૧ આ રાગનું કાર્ય મારું નહીં. રાગના કાર્યથી ભિન્ન પડી ગયો. (મિથ્યાત્વ) કર્મથી રહિત થયો. આહાહા..! આનું નામ ભેદજ્ઞાન અને ધર્મની પ્રથમ સીઢી છે. આવી વાત છે બાપુ!
હમણાં તો એવું સાંભળીએ છીએ કે-પરીક્ષામાં નાપાસ થાય અને પાણીમાં પડીને મરી જાય. યુવાન વીસ વર્ષનો છોકરો બી. એ. માં નાપાસ થયો. પિતાજીને કાગળ લખ્યો-હું નાપાસ થયો તેથી કયાંય મને ગોઠતું નથી. હું આ ફાની દુનિયા છોડીને જાઊં છું. અહીંયા ખોડિયાર પાસે તળાવ છે તેમાં પડતું મૂકીને મરી ગયો. પાણી મોંમા જાય અને ગૂંગળાઈ–મૂંઝાઈને મરી જાય.
તેમ અનાદિથી પુણ્ય ને પાપના રાગમાં ઝંપલાવી, રાગ મારું કાર્ય અને હું તેનો કર્તા માનીને આત્માને મારી નાખ્યો છે. મારી નાખ્યો એટલે કે-સચ્ચિદાનંદ પ્રભુ નિત્યાનંદ ધ્રુવ છે તેનો અનાદર કર્યો અને રાગનો આદર કર્યો છે. તે ભગવાનને ભૂલી ગયો અને રાગની માળા ગણી તે જીવ કર્તૃત્વ શૂન્ય થયો. હવે તે જીવ ગુલાંટ ખાય છે.
એ રાગના ભાવ મારું કાર્ય અને હું તેનો કર્તા એ મારું સ્વરૂપ નહીં. પરમેશ્વરનો જે વિતરાગ માર્ગ છે તેવો કયાંય છે નહીં. આ તો ત્રણલોકના નાથનો પોકાર છે. દિવ્યધ્વનિમાં પ્રભુનો પોકાર છે.
શું કહે છે? તું વિકાસના કાર્યમાં રોકાઈ ને તે તારા આત્માનું ખૂન કર્યું. આહાહા! હવે એકવાર તો ગુંલાટ ખા ! “તે જ જીવ કર્મ કરવાથી રહિત થયો.” આ પુણ્ય ને પાપના ભાવ તેનાથી ભેદજ્ઞાન થતાં તે કાર્ય મારું તેવી ભ્રાંતિથી રહિત થયો. ભાઈ ! સમજાય છે ને? ગુજરાતી ભાષા તો સાદી છે. છોકરાઓને સમજાય એવું છે.
ભગવાન તું કોઈ પદાર્થ છો કે નહીં? કોઈ વસ્તુ છો કે નહીં, તું મોજૂદ ચીજ છો કે નહીં? વસ્તુ તો ભગવસ્વરૂપ છે. એ તો આનંદરૂપ સચ્ચિદાનંદ પ્રભુ છે. આવી ચીજને દૃષ્ટિમાં ન લેતાં, પુણ્ય-પાપના ભાવ વર્તમાનમાં મોજૂદ છે. તે ચીજ હું છું તેમ માનીને વિકારી કાર્યનો કર્તા થાય છે. તે સ્વભાવને અજ્ઞાનમાં ઝંપલાવે છે. હવે તે જ જીવ ગુંલાટ ખાય છે-પલટો ખાય છે. એ કર્તુત્વથી હું શૂન્ય છું. હું તો જ્ઞાન ને આનંદ સ્વરૂપ છું. એ રાગના કાર્યથી મારું કર્તાપણું જુદું છે.
કેવો છે જીવ? “જ્ઞાનીમ્ય તમ: મિન્વેન” અનાદિથી મિથ્યાત્વરૂપ પરિણમતાં જીવ-કર્મના એક પર્યાયસ્વરૂપ પરિણમતો હતો તે છૂટયું” વ્યવહાર રત્નત્રય કહેવાય છે તે રાગ તે કર્મ છે. પ્રભુ! અહીં કહે છે–એ કર્મ તારું નહીં.. ભગવાન ! તને ખબર નથી. જો એ તારું કાર્ય હોય તો તે દરેક અવસ્થામાં હોવું જોઈએ.
અજ્ઞાન અવસ્થામાં એ જીવ રાગ અને આત્માના એકત્વ સ્વરૂપે પરિણમતો હતો. હું દ્રવ્ય અને રાગની પર્યાય મારી. આ રાગ મારા દ્રવ્યની પર્યાય છે એમ જે માને છે તેણે આત્માને અશુદ્ધ માન્યો. પર્યાયવાન હું દ્રવ્ય અને રાગ મારી પર્યાય એમ માનતો હતો
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #214
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨/૨
કલશામૃત ભાગ-૨ તે મિથ્યાત્વભાવ હતો.
શ્રોતા- અજ્ઞાનીને આ દ્રવ્ય ને આ પર્યાય તેવો ખ્યાલ ક્યાંથી હોય?
ઉત્તર:- તેણે ઘણું વાંચ્યું છે. અગિયાર અંગ ભણ્યો છે. દ્રવ્યલિંગી અગિયાર અંગ ભણ્યો નથી? જૈનવાડામાં જન્મ્યો હોય તો દ્રવ્ય-ગુણ-પર્યાયના નામ તો આવડતા જ હોય ને? અત્યારે તો એનાય કયાં ઠેકાણા છે! દ્રવ્ય-ગુણ-પર્યાયનીય ખબર નથી. આ તો ઉધે કાંધે કરો વ્રત ને કરો તપ અને લ્યો પડિમા. આ બધા મિથ્યાત્વના સેવન છે.
સત્ય મારગ તો આ છે ભાઈ ! આખા જન્મ-મરણને ફેરવી નાખવાની વાત છે. આહાહા.! સત્યને માનનારા થોડા હોય તેથી સત્ય કાંઈ ઓછું થતું નથી. વધારે માનનારા હોય માટે સત્ય સત્ય કહેવાય એમ છે કાંઈ? કોઈ માનનાર ન હોય તોયે સત્ય તો સત્ય જ છે. સત્યને માનનાર ફક્ત એક પોતે જ હોય તો પણ શું!
આહાહા ! કહે છે-મિથ્યાત્વરૂપ પરિણમતો જીવ, કર્મ એટલે રાગને અને જીવને તે બન્નેને એક પર્યાયસ્વરૂપ માનતો પરિણમે છે. જાણે કે આ દયા-દાનના પરિણામ તે મારી પર્યાય છે અને તે પર્યાયનો કરનારો હું દ્રવ્ય છે તેમ માનતો હતો. ભાષા તો સાદી છે, બહુ આકરી નથી. ભાવ ભલે ઝીણા હોય!
તે અનાદિથી એક પર્યાયરૂપ પરિણમતો હતો તે હવે છૂટયું. એ દયા-દાન, કામક્રોધના ભાવ તે મારી પર્યાય છે અને હું તેનો કર્તા દ્રવ્ય છું એવો જે મિથ્યાત્વભાવ હતો તે છૂટયો. સમજાણું કાંઈ ? આવી વાત છે પ્રભુ શું થાય? વાદ-વિવાદ-ચર્ચા કોની સાથે કરવાં? જે તારી ચીજ છે તેની તો તને ખબર નથી અને રાગથી તું લાભ માને છે તો તું કોની સાથે ચર્ચા કરીશ?
શુદ્ધ ચેતન-અનુભવ થયો, એમ થતાં મિથ્યાત્વરૂપ અંધકાર છેદતો થકો.” શુદ્ધ ચૈતન્યનો અનુભવ થયો. આ રાગ તે મારી પર્યાય નહીં, મારી પર્યાય તો નિર્મળ હોય એમ રાગથી ભિન્ન પડી શુદ્ધ ચૈતન્યને અનુભવે છે. શુદ્ધ ચૈતન્ય તે જ હું છું.. આવો અનુભવ તેનું નામ સમ્યગ્દર્શન; તેનું નામ ભેદજ્ઞાન છે. જેમાં જન્મ-મરણના અંત આવી ગયા. જેમાં અનંત આનંદરૂપી મુક્તિની પ્રાપ્તિની શરૂઆત થઈ ગઈ. આવો મારગ છે. બહારમાં ધમાધમ અને હો હા કર્યા કરે. આ વ્રત કર્યા, તપ કર્યા અને પડિયા લીધી. ભાઈ ! તું કોણ છો તેની ખબર વિના એ બધા વિકલ્પો છે. એને પોતાનું કાર્ય માને છે ત્યાં સુધી તો એ મૂઢ-મિથ્યાષ્ટિ જીવ છે.
આહા..! હવે ગુંલાટ ખાય છે. રાગ મારું કાર્ય અને હું તેનો કર્તા એ બુદ્ધિ છૂટી.. શુદ્ધ ચેતનનો અનુભવ થયો. રાગ તે અશુદ્ધતા હતી અને હું તો શુદ્ધ ચૈતન્ય છું. અશુદ્ધતાના ભાવથી, એ પુદ્ગલના ભાવથી ભગવાનને ભિન્ન જાણ્યો ત્યારે તેને શુદ્ધ ચૈતન્યનો અનુભવ થયો. સમજાણું કાંઈ?
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #215
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કલશ-૪૯
૨૦૩ શું કહ્યું? અનાદિ કાળથી જીવ આ પુણ્યના, દયા-દાન, વ્રત-ભક્તિ આદિના ભાવ તે કર્મના ભાવ છે તેને પોતાના માનીને કર્તા થઈને મિથ્યાત્વપણે પરિણમતો હતો. અંદરમાં થતા પુણ્ય-પાપના વિકારી ભાવ તે પુદ્ગલના નિમિત્તથી થયેલા હોવાથી પુદ્ગલ છે. , એ જીવનું કાર્ય નહીં. એ પુણ્યના પરિણામ મારું વ્યાપ્ય નામ કાર્ય અને હું કર્તા એ બુદ્ધિ મિથ્યાત્વ છે. તે હવે છૂટયું. રાગથી ભિન્ન મારી ચીજ તો શુદ્ધ ચૈતન્યસ્વરૂપ છે. આ તો હજુ સમ્યગ્દર્શન અને ભેદજ્ઞાનની પહેલી સીઢીની વાત છે.
શુદ્ધ ચેતનનો અનુભવ થયો તો પ્રતીતમાં આવ્યું કે હું તો પવિત્ર શુદ્ધ ચૈતન્યઘન છું, જ્ઞાનનો પિંડ છું, આનંદનો કંદ છું. જેમ સક્કરકંદની ઉપર લાલ છાલ છે અંદર જે કસ છે તે સાકરની મીઠાશનો પિંડ છે. ઉપરની છાલ છે તે કાંઈ સક્કરકંદ નથી. તેમ પુણ્ય ને પાપના ભાવ તે લાલ છાલ છે તે આત્મા નથી. તો પછી આ શરીર.. (જડ)કર્મ, ધૂળપૈસા-લક્ષ્મી, બાયડી, છોકરા એ તો કયાંય રહી ગયા. ભિન્ન, તારે ને એને કાંઈ સંબંધ નથી.
અહીં તો રાગભાવને ને મારે સંબંધ છે એટલે સમ. બંધ છે અર્થાત્ હું રાગથી બંધાયેલો છું અને રાગ મારું કાર્ય છે તેવા મિથ્યાત્વભાવ રૂપે થયો. હવે તેનાથી ભિન્ન પડ્યો-જે રાગથી ભિન્ન ચીજ છે એ શુદ્ધ ચૈતન્ય છે, પવિત્ર પ્રભુ છે. તેને રાગથી ભિન્ન ચૈતન્યનો વિવેક થતાં શુદ્ધનો અનુભવ થયો. અહીં કહે છે કે જે અનુભવ થયો એ પર્યાય વ્યાપ્ય-કાર્ય અને આત્મા તેનો કર્તા થયો.
કોના વડમિથ્યાત્વ અંધકાર છૂટયો?“તિલામવિવેવસ્મરમદોમારે” જે કહ્યો છે, બળવાન છે એવા ભેદજ્ઞાનરૂપી સૂર્યના તેજના સમૂહ વડે.” અહાહા! હું શુદ્ધ પવિત્ર ચૈતન્ય વસ્તુ ભગવાન આત્મા એમ રાગ ઉપરથી દૃષ્ટિ ઉઠાવી અને શુદ્ધ ચૈતન્ય ઉપર દૃષ્ટિ જતાં, શુદ્ધ ચૈતન્યનો અનુભવ થતાં મિથ્યાત્વ અંધકારનો નાશ થાય છે. અસ્તિપણે શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ પ્રાપ્ત થાય છે. અને નાસ્તિપણે અંધકાર નાશ પામે છે. સમજાણું કાંઈ ?
જેમ સૂર્યના તેજ આગળ અંધકાર હોતો નથી તેમ રાગથી ભિન્ન પડતાં, વિકલ્પથી ભેદજ્ઞાન થતાં; બળવાન ભેદજ્ઞાનરૂપી સૂર્ય તેના તેજના સમૂહ વડે અંધકારનો નાશ થઈ જાય છે. રાગ મારું કર્તવ્ય અને હું તેનો કર્તા એવી અજ્ઞાનબુદ્ધિનો ત્યાં નાશ થાય છે. આવી વાતું છે! હજુ તો નિર્ણયની ખબર ન હોય, તો અનુભવ તો પછીની વાત છે. શું થાય? વીતરાગની વાત કોની સાથે કરે. ભાઈ ! ભગવાન તો વિકલ્પથી રહિત છે ને? એ વિકલ્પનું કાર્ય મારું અને હું કર્તા, વિકલ્પ મારી પર્યાય અને તેનો હું કર્તા–તે મિથ્યાત્વ છે ભાઈ !
આહાહા ! એ દયા-દાન, વ્રત-તપ, ભક્તિ-પૂજા એ બધા વિકલ્પ રાગ છે.
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #216
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૦૪
કલશામૃત ભાગ-૨
શ્રોતાઃ- સમ્યગ્દર્શન થયા પહેલા આવે તો ખરાં ને?
ઉત્ત૨:- ૫હેલાં ઝેર આવે અને પછી અમૃત આવે એમાં પ્રશ્ન શું ? એ ભાવો તો ઝેર છે. અજ્ઞાનીને તત્ત્વની ખબર નથી. રાગ છે તે ઝેર છે તેને પુદ્ગલ કહ્યાં. એ તો પહેલાં પુદ્ગલ આવે અને પછી ચૈતન્ય જણાય એમ હશે ?
แ
શ્રોતા:- એમ કહેવું છે કે-અશુભ ટળીને શુભ થાય અને શુભ ટળીને શુદ્ધ થાય. ઉત્ત૨:- યોગસા૨માં યોગીન્દ્રદેવે શુભનેય પાપ કહ્યું છે. “ પાપને તો પાપ સહુ કહે પણ અનુભવીજન પુણ્યનેય પાપ કહે છે. ” પાપને પાપ તો ઘણાં-આખી દુનિયા કહે છે.. પરંતુ દયા-દાન, ભક્તિ-પૂજાના પરિણામને સમકિતી પાપ કહે છે. કેમકે પોતાના પવિત્ર સ્વરૂપમાંથી ખસી જઈને પાપમાં આવ્યો છે. સમયસારમાં પુણ્ય-પાપ અધિકારમાં છેલ્લે કહ્યું છે–શુદ્ધ ચિદાનંદ પ્રભુ ! આનંદનો દળ પ્રભુ તેનાથી ખસી જાય છે અને રાગ થયો તે પાપ છે. નિશ્ચયથી પુણ્ય પણ પાપ છે.
શ્રોતા:- આત્માનો પક્ષ કર્યા વિના (વગર) આત્મામાં જવાય કેવી રીતે ?
ઉત્તર:- પક્ષ એટલે અંદર આશ્રય કરવો. પક્ષ કરવો એ પણ એક વિકલ્પ છે. આ તો આકરી વાત છે બાપા ! સ્વનો આશ્રય કરતાં રાગથી ભિન્ન પડી જાય છે. રાગનો આશ્રય કરતાં ભગવાન ભિન્ન રહી જાય છે. ભગવાન જુદો રહી જાય છે, અને સ્વનો આશ્રય કરતાં રાગ ભિન્ન રહી જાય છે. આ એની રીત છે. મોંઘુ પડે પણ માર્ગ આ છે.
આપણે શીરાનો દાખલો ઘણાં વખતથી આપીએ છીએ. હલવો બનાવવા માટે પહેલાં લોટને ઘીમાં શેકે. લોટ ઘી પી જાય પછી ગોળ કે સાકરનું પાણી નાખે.. પછી શીરો-હલવો થાય. પરંતુ કોઈ ડાહીની દીકરી નીકળે કે-આ લોટ ઘી પી જાય છે માટે ગોળ કે સાકરનું પાણી પ્રથમ નાખી લોટને શેકવો.. પછી ઘી નાખવું. તેને કહે છે-તેમ કરવાથી પોટીશ પણ નહીં થાય.. તેને ખબર નથી. જેવી રીત અને વિધિ છે તેનાથી ઉંધું કરવા જઈશ તો મરી જઈશ. આવી વાતું છે.
,,
ભક્તિમાં આવે છે ને ! “ વીર પ્રભુ કે યે બોલ તેરા પ્રભુ તુઝમેં હી ડોલે ”. ભગવાન તો ભગવાન પાસે રહ્યા.. અને તારો ભગવાન અંદર છે ને પ્રભુ! તને ખબર નથી. આંગણે મોટો માણસ આવ્યો હોય અને તેની સામે ન જુએ અને બે ઘડી બાળક સાથે વાતોમાં કાઢી નાખે તો મોટો માણસ ચાલ્યો જશે. એમ અંદર ત્રણલોકનો નાથ ચિદાનંદ પ્રભુ હાજરા હજુર છે.. ભગવાન છે પ્રભુ તેની સામું ન જોતાં રાગ અને પુણ્યની સામે જોઈને અટકી ગયો છે. ભાઈ ! તેં તારા સ્વરૂપની હિંસા કરી છે. એ જીવતી જ્યોતને તેં તે રીતે ન સ્વીકારી, તેં રાગવાળી સ્વીકારી.
કહે છે–જેમ સૂર્ય પાસે અંધકાર હોઈ શકે નહીં તેમ રાગથી ભિન્ન પડતાં, ચૈતન્યસૂર્ય (આત્મદેવ ) જાગતાં, આત્માના જ્ઞાનનું તેજ થતાં રાગની એકતાબુદ્ધિનું અજ્ઞાન નાશ
Please inform us of any errors on rajesh.shah@fotalise.co.uk
Page #217
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કલશ-૪૯
૨૦૫. થઈ જાય છે. સ્વભાવમાં એકતા થતાં, સ્વભાવના તેજ વડે રાગની એકતાનો ભાવ નાશ પામી જાય છે.
શ્રોતા- લાદી બનાવવી હોય તો તેની વિધિ કાંઈક હોય કે નહીં?
ઉત્તર:- કોણ બનાવે ? લાદીના રજકણો થવાના હોય તે લાદીપણે પરિણમે. એના પરમાણું તેનો કર્તા છે. આવી વાતું છે.
શ્રોતા- એટલા માટે તો વિલાયતથી રંગ મંગાવવો પડે છે.
ઉત્તર- એ લાદીમાં છાંટ નાખવા જોઈએ. અરે ! અંતરમાં અનંત શક્તિના ચિતરામણવાળો પ્રભુ તેને રાગના પરિણામથી ભિન્ન પાડતા... સૂર્યના તેજ વડે જેમ અંધકાર નાશ પામે. તેમ સ્વભાવની એકતા થતાં રાગની એકતાનો ભાવ નાશ પામે છે. તેની રીત તો આ છે. બીજી રીતે પ્રાપ્ત કરવા જાય તો નહીં મળે.
હવે જે વિચારતાં ભેદજ્ઞાન થાય છે તે જ કહે છે-“વ્યાપ્ય વ્યાપતા તાત્મિનિ મવેત” સમસ્ત ગુણરૂપ અને પર્યાયરૂપ ભેદ-વિકલ્પો તથા એક દ્રવ્યરૂપ વસ્તુ એક સત્વરૂપ વસ્તુમાં હોય છે.”
કહે છે! વ્યાપ્ય એટલે કાર્ય અને વ્યાપક એટલે દ્રવ્યરૂપ વસ્તુ તે એક સત્ત્વરૂપ વસ્તુમાં હોય છે. કહે છે-ગુણનો જે નિર્મળ પર્યાય છે તે એનું વ્યાપ્ય છે અને આત્મા તેનો વ્યાપક છે. શુદ્ધ સ્વભાવનું જે વીતરાગી અને નિર્મળ પરિણમન થયું તે જીવનું વ્યાપ્ય અર્થાત્ કાર્ય છે. અને જીવ તેનો કર્તા છે. આવું છે! અહીં બહારનું તો કયાંય ગયું.
અહીં વ્યાપ્ય-વ્યાપકતાનું સ્વરૂપ બતાવવું છે. વ્યાપક એટલે કરનારો-પ્રસરનારો અને વ્યાપ્ય એટલે પર્યાય-કાર્ય. ભગવાન આત્મા દ્રવ્યગુણથી વ્યાપક છે અને તેની નિર્મળ પર્યાય તે તેનું વ્યાપ્ય એટલે કાર્ય-કર્મ છે. આહાહા! ભાષા તો પકડાઈ એવી છે.
અરેરે..! ચોરાશીના અવતાર કરી કરીને મરી ગયો પણ તેને ચૈતન્યની ગંધ કયાંય આવી નહીં. તેણે જ્યાં હોય ત્યાં રાગાદિ પુણ્ય ને પાપના ભાવની ગંધ અને સુગંધ દેખીને ત્યાં મૂર્છાઈ ગયો અંદર ભાવમાં-મૂર્છાઈ ગયો. બહારના પૈસા-ધૂળ એ તો કયાંય બહાર રહી ગઈ. આહા! શરીરની સુંદરતા અને સ્ત્રી કુટુંબની અધિકતા, બહોળા પૈસા અને બહોળા મકાન, બહોળા પરિવાર એ બધું તો પર છે ભાઈ !
પુણ્ય ને પાપના ભાવને અને તારા સ્વભાવને શું સંબંધ છે? નિર્મળ પર્યાય તે મારું સત્ત્વ અને હું દ્રવ્ય તેનો કર્તા એ એક સત્ત્વમાં છે. રાગ મારું કાર્ય અને હું તેનો કર્તા એ એક સત્ત્વમાં હોઈ શકે નહીં. કેમકે તેની સત્તા જ ભિન્ન છે. આત્મા પોતે શુદ્ધ પરિણતિનો કર્તા–વ્યાપક અને શુદ્ધ પરિણતિ તેનું કાર્ય-વ્યાપ્ય તે એક સત્ત્વમાં જ સંભવે છે, ભિન્ન સત્ત્વમાં એ સંભવતું નથી. રાગ એ ભિન્ન સત્ત્વ છે. તેથી આત્મા વ્યાપક અને રાગ વ્યાપ્ય એ સંભવતું નથી.
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #218
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૦૬
કલશામૃત ભાગ-૨ “ભાવાર્થ આમ છે કે જેમ સુવર્ણ પીળું, ભારે, ચીકણું એમ કહેવા માટે છે, પરંતુ એક સત્ત્વ છે. તેમ જીવદ્રવ્ય જ્ઞાતા, ચેષ્ટા એમ કહેવા માટે છે, પરંતુ એક સત્ત્વ છે.”
કહે છે! સોનાનું સર્વ અને પીળાશ, ચીકાશ અને વજનનું સત્ત્વ હોવાપણું તે બન્ને એક છે. તેમ ભગવાન આત્મા જેવદ્રવ્ય જ્ઞાતાદેષ્ટા અને જ્ઞાતાદેષ્ટાના ભાવપરિણામ એમ કહેવા માટે છે પરંતુ તે એક વસ્તુ છે. જ્ઞાતાદેખાના પરિણામનો આત્મા કર્તા અને જ્ઞાતાદેખાના પરિણામ તે આત્માનું કાર્ય તેમ કહેવા માટે છે પરંતુ તે એક સત્ત્વ છે. આહાહા ! જાણવા-દેખવાના પરિણામ અને જાણનાર-દેખનાર તે એક સત્ત્વ છે. જાણનાર દેખનાર વ્યાપક અને રાગ તેનું કાર્ય તેમ બે સત્ત્વ એક નથી. તે બેના સત્ત્વ તÁ જુદા છે.
એ પ્રમાણે એક સર્વમાં વ્યાપ્ય-વ્યાપકતા હોય છે અર્થાત્ ભેદબુદ્ધિ કરવામાં આવે તો વ્યાપ્ય-વ્યાપકતા હોય છે.”શું કહે છે? આત્મા જ્ઞાતાદેષ્ટા અને જ્ઞાતાદેખાના પરિણામ તે બધું એક સત્ત્વ છે. એક સત્ત્વમાં વ્યાપ્ય-વ્યાપકતા હોય છે. આત્મવસ્તુ છે તે કર્તા-વ્યાપક-પ્રસરનાર અને નિર્મળ પર્યાય તેનું વ્યાપ્ય-કાર્ય એમ તો હોઈ શકે છે. વીતરાગ માર્ગ ઝીણો ભાઈ ! સર્વજ્ઞ પરમેશ્વરની વાતો તો અત્યારે બહુ લોપ થઈ ગઈ છે. બધો ફેરફાર... ફેરફાર. અત્યારે તો ચોર કોટવાલને દંડે તેવું થઈ ગયું છે. તે કહે છેઆ તો એકલી નિશ્ચયની જ વાતો કરે છે. નિશ્ચયાભાસની–એકાંતની વાતો છે. અરે ! સાંભળ પ્રભુ! સમ્યક્ એકાંતની વાતો છે.
શ્રોતા- વસ્તુ બંધ પડી હતી તે આપના દ્વારા ખુલી થઈ.
ઉત્તર:- વસ્તુની સ્થિતિ જ આવી છે. અનંત કેવળી ભગવાન તીર્થંકરો પોકાર કરી ગયા છે. મહાવિદેહમાં ભગવાન આ પોકાર કરે છે. શ્રી કુંદકુંદાચાર્ય મહારાજ દિગમ્બર સંત હતા. બે હજાર વર્ષ પહેલાં પ્રભુ પાસે ગયા હતા. ત્યાંથી આવીને આ શાસ્ત્ર રચ્યાં છે. એ વાણી અહીં આવી છે.
પરમાત્માનું ફરમાન છે, ભગવાનનો એ સંદેશ છે કે-કર્તા ને કર્મ વ્યાપક અને વ્યાપ્ય એક સત્ત્વમાં હોય છે. ભિન્ન સત્ત્વમાં કર્તાકર્મપણું હોઈ શકે નહીં. લ્યો આવી વાત છે. એક રજકણ પણ ફેરવી શકે નહીં. આંખની પાંપણ ફરે છે એ પરમાણુની પર્યાય છેપરમાણુનું કાર્ય છે. તારું નહીં. એ તો દૂર રહી ગયું. પરંતુ ભગવાનનું સ્મરણ કરવાનો વિકલ્પ આવ્યો તે જીવનું વ્યાપ્ય અને જીવ વ્યાપક તેમ નથી. કારણ કે બેનું સત્ત્વ એક નથી. તે બન્નેનું હોવાપણું જુદું છે. અરે ! આવી વાતો કયાં મળે?
પરમાત્મા સિવાય આવી વાતો કયાંય છે નહીં. વેદાંતમાં ઝીણી વાતો ભલે કરી હોય પણ, આ વાત કયાંય નથી. દિગમ્બર સંતો સિવાય આવી વાત બીજે કયાંય છે જ નહીં. દુઃખ લાગે પણ શું થાય? શું અમારો સંપ્રદાય ખોટો? ભાઈ ! બાપુ.. સત્યને
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #219
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કલશ-૪૯
૨૦૭ સમજને! સાચા ખોટાના ઝગડા મૂકી દે.
અહીં પ્રભુ શું કહે છે! શુદ્ધ ચૈતન્ય વસ્તુ છે. દ્રવ્ય શુદ્ધ છે, ગુણ શુદ્ધ છે અને તેની પર્યાય શુદ્ધ છે તે તેનું સત્ત્વ છે. શું કહ્યું? દ્રવ્ય શુદ્ધ છે, ગુણ શુદ્ધ છે અને તેની વીતરાગી પર્યાય શુદ્ધ થાય છે તે તેનું સત્ત્વ છે. આત્મા શુદ્ધ તે કર્તા અને રાગ અશુદ્ધ તે એનું સત્ત્વ જ નથી. બેની સત્તા જ ભિન્ન છે. આવું છે.
અરેરે...! રાગ પુદ્ગલ છે-અનાત્મા છે. રાગને પુગલના પરિણામ કહીને પછી પુદગલ કહી દીધું. એ રાગ અજીવ છે. એટલે જીવ નહીં. રાગ અચેતન છે તેથી ચેતન નહીં. રાગ જડ છે. ભગવાન આત્મા તો શુદ્ધ ચૈતન્ય દળ છે. ચૈતન્ય સૂર્ય છે. શુદ્ધ હોય તે તેના પરિણામ છે. કેમકે ત્રણેયનું સત્ત્વ એક છે. રાગની સત્તાનું સત્ત્વ અશુદ્ધ જડઅજીવ છે. જીવના સત્ત્વથી તેનું સત્ત્વ ભિન્ન છે. શબ્દો તો ઘણાં સાદા છે પરંતુ ભાવ તો છે તે છે.
આ ચોરાશી લાખના અવતાર કરી કરીને. એ બધું ભૂલી ગયો. નિગોદમાં એક શ્વાસમાં અઢાર ભવ! એ શું છે? એની પર્યાયમાં કેટલું દુઃખ હશે? નિગોદના અનંત જીવો વસ્તુએ તો પૂર્ણ છે. પર્યાયમાં જ્ઞાનનો ઉઘાડ એક અક્ષરના અનંતમા ભાગે રહી ગયો. નારકીના સંયોગ દેખીને લોકો દુઃખ માને છે. પણ, અહીં પર્યાયમાં જ્ઞાનની હીનતા થઈ તેનું દુઃખ છે તેનું માપ કરતાં આવડતું નથી. સમજાણું કાંઈ?
એક અક્ષરના અનંતમા ભાગની પર્યાય રહી ગઈ નિગોદમાં. જ્યારે મનુષ્યપણામાં હતો ત્યારે ચૈતન્યની મહા સત્તાનો અનાદર કર્યો. તેને આળ આપી. આવડો નહીંઆવડો (મોટો) નહીં. તેથી એવી સ્થિતિએ ગયો કે જગત જીવ માને તેવી સ્થિતિએ ન રહ્યો.
લસણની રાઈ જેવડી એક કટકીમાં અસંખ્ય શરીર અને એક શરીરમાં સિદ્ધ કરતાં અનંતગુણા જીવ. આહાભવિષ્યકાળના સમય કરતા અનંતગુણા જીવ રહ્યા. એ દ્રવ્ય તો બધા ભગવાન સ્વરૂપ શુદ્ધ જ છે, પરંતુ પર્યાયમાં અક્ષરના અનંતમાં ભાગે વિકાસ રહ્યો. એને તો હું જીવ છું તેવી ખબર નથી. પરંતુ બીજો તેને જીવ માને તેવી સ્થિતિમાં ગયા નથી. અરે..! બાપુ! કોનું શરણું કરવું-કોને રાજી રાખવા ! કોનાથી રાજી થવું!
અહીં કહે છે-ભેદબુદ્ધિ કરવામાં આવે તો એક સત્ત્વમાં વ્યાપ્ય-વ્યાપકતા હોય છે. આ થોડું ઝીણું કહ્યું! શું કહે છે પવિત્ર શુદ્ધ ચૈતન્યસ્વરૂપ આત્મા વ્યાપક અને વીતરાગી પરિણામ વ્યાપ્ય અને આત્મા વ્યાપક તેમ ભેદબુદ્ધિ કરીએ તો ભેદ પડે છે. નિર્મલ પરિણામ આત્માનું વ્યાપ્ય છે એવી ભેદબુદ્ધિ એક સત્ત્વમાં હોય છે.
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #220
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૦૮
પ્રવચન નં. ૬૧
કલશામૃત ભાગ-૨ તા. ૮-૮-'૭૭
“વિવરણ- વ્યાપક અર્થાત્ દ્રવ્ય-પરિણામી પોતાના પરિણામનો કર્તા હોય છે.”
વિવરણ એટલે કે જે વાત થઈ ગઈ છે તેને સ્પષ્ટ–ચોખ્ખી કરે છે. શું કહે છે? “વ્યાપક દ્રવ્ય પરિણામી”–આત્મા. આત્મા છે તે દ્રવ્ય છે. વસ્તુ છે અને પરિણામી અને વ્યાપક કહે છે. વ્યાપક એટલે પ્રસરનાર દ્રવ્ય.
પ્રશ્ન- દ્રવ્ય તો અપરિણામી છે ને?
ઉત્તર:- અહીંયા તો ભેદથી કથન છે તે વાત છે. અભેદથી પછી કહેશે. વ્યાપક દ્રવ્યપરિણામી આત્મા, પોતાના પરિણામનો કર્તા હોય છે.
શું કહે છે? આત્મા એ વસ્તુ છે. વ્યાપક અર્થાત્ તે કાયમ રહેનારી ચીજ છે... અને એના પરિણામ છે એ ધર્મના છે. સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રના જે પરિણામ છે એ પરિણામીના પરિણામ છે. એ પરિણામી દ્રવ્યના પરિણામ છે. કર્મના પરિણામ થાય વિકારી, દયા-દાન-વ્રત-ભક્તિના ભાવ એ આત્માના પરિણામ નહીં. કારણ કે ભગવાન આત્મા ચૈતન્ય સ્વભાવનો પિંડ છે. ચૈતન્ય દ્રવ્ય દ્રવે તો તેમાંથી ચૈતન્યપણું આવે, રાગ પણું તેમાં કયાંથી આવે ?!
ચૈતન્ય વસ્તુ છે એ ઉપર જેની દૃષ્ટિ પડી એ ધર્મીના પરિણામમાં વિકાર પરિણામ હોઈ શકે નહીં એમ કહે છે. તેના પરિણામ તો નિર્મળ છે. સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ જે વીતરાગી પરિણામ તે પરિણામી દ્રવ્યના એ પરિણામ છે. દ્રવ્ય વ્યાપક છે અને પરિણામ વ્યાપ્ય નામ કાર્ય છે. અંદરમાં પુણ્ય-પાપના ભાવ થાય તે વ્યાપ્ય નામ કાર્ય અને આત્મા વ્યાપક નામ કારણ એમ નથી.
આહાહા!ચેતનદ્રવ્ય જે વસ્તુ છે તે અનંત અનંત ગુણનો પિંડ પ્રભુ છે. એને જ્યારે પરિણામી કહીએ ત્યારે પોતાના (નિર્મળ ) પરિણામનો તે કર્તા કહેવાય છે. એ પરિણામ અંતરમાં જતાં, (સત્) દષ્ટિ થતાં-સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર પ્રગટે છે તે. આ તો વીતરાગી સંતોની વાણી છે ભાઈ !
આહાહા! વસ્તુ પોતે વ્યાપક નામ કર્તા અને સમ્યગ્દર્શન જ્ઞાન આદિ વીતરાગી પરિણામ તે તેનું વ્યાપ્ય નામ તેનું કાર્ય છે. દ્રવ્ય પરિણામી પોતાના પરિણામનો કર્તા અને વ્યાપ્ય-પરિણામ તેનું કાર્ય છે. જે વીતરાગી નિર્મળ પર્યાય થઈ તે કાર્ય અને દ્રવ્ય કર્તા આવો ભેદ કરવામાં આવે છે.
અહીં શું કહે છે! દ્રવ્ય વસ્તુ છે, નહીં બદલનારી ત્રિકાળી ચીજ છે. અને જે બદલે છે તે પરિણામ તેના છે. બદલનારો આત્મા નથી. તે તો ત્રિકાળ વસ્તુ છે. હવે જે આ પરિણામ છે તે એનું વ્યાપ્ય નામ કાર્ય છે. આવો ભેદ પાડવો તે પણ વ્યવહાર છે.
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #221
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કલશ-૪૯
૨૦૯ આહાહા ! શું કહ્યું? ધર્મના વીતરાગી પરિણામ એ વ્યાપ્ય નામ કાર્ય અને પરિણામી દ્રવ્ય એ એનો કર્તા એ તો ભેદ થયો. નિશ્ચયથી તો વીતરાગી પરિણામનો કર્તા અને તેનું કર્મ પરિણામ જ છે. સમજાય છે કાંઈ? આ તો વીતરાગના મારગની ગહન વાતો છે. અત્યારે તો આ બધું લોપ જેવું થઈ ગયું છે.
અહીં તો પ્રભુ એમ કહે છે કે-આ ચેતનદ્રવ્ય જે અંદર વસ્તુ છે, જે અનંત શક્તિનો સંગ્રહાલય છે. સંગ્રહાલય-સંગ્રહનું આલય-સ્થાન છે. દ્રવ્ય સ્વભાવને જ્યારે વ્યાપક અને કર્તા કહેવો હોય, ત્યારે તેના નિર્મળ પરિણામ તેનું કર્મ એવા ભેદથી કહેવામાં આવે છે. આહાહા.. હા ! આવો ભેદ ન પાડીએ તો દ્રવ્યર્જા અને પરિણામ કર્મ એમ પણ નથી. વીતરાગી સમ્યગ્દર્શન આદિ ધર્મના પરિણામ એ કર્તા અને પરિણામ કર્મ છે પરંતુ દ્રવ્ય કર્તા અને પરિણામ કર્મ તેવો ભેદ તેમાં છે નહીં. સમજાણું કાંઈ? આહાહા!
શ્રોતા:- ઘડીકમાં દ્રવ્ય કર્તા ઘડીકમાં પર્યાય કર્તા..!
ઉત્તર- કઈ અપેક્ષાએ કહ્યું! વસ્તુ પોતે છે એ પરિણામી સ્વભાવ તેને જ્યારે વ્યાપક અને કર્તા કહેવો હોય ત્યારે ભેદથી વીતરાગી પરિણામ તેનું કાર્ય એમ કહેવામાં આવે છે. ઝીણી વાતું બાપા! ભગવાનનો મારગ આવો છે. અરે! અત્યારે સત્યવાત સામે આવતાં તેને એમ થઈ જાય છે કે આ તો બધું લોપ થઈ જશે... પણ માગતો ભાઈ આવો છે.
વસ્તુ છે જે ચિદાનંદ જ્ઞાનસ્વરૂપ પ્રભુ એ તો ધ્રુવ છે. એ તો પલટતી નથી. પલટે છે એ તો પર્યાય છે. એ પલટતી પર્યાય કાર્ય અને આત્મા તેનો કર્તા એ ભેદબુદ્ધિથી કહીએ તો કહો! બહુ ઝીણી વાત છે.
આહાહા...પ્રભુ એકલો ચૈતન્ય સ્વભાવથી ભરેલો પવિત્ર ભગવાન છે. એના પવિત્ર પરિણામ એ એનું કાર્ય કહેવું એ પણ ભેદથી છે તેમ કહે છે.
આહાહા..! એ શરીર, વાણી, મન અને પરના કાર્ય એની તો વાત છે જ નહીં બાપુ ! કર્મ છે એમાં પણ પરમાણુઓ કર્મ પર્યાયપણે પરિણમે છે. એ પુદ્ગલ પરમાણુઓ કર્મની પર્યાયપણે પરિણમે છે. તેમાં પણ પરમાણુઓને કર્તા કહેવો અને કર્મની પર્યાય થાય તેને તેનું કાર્ય કહેવું એ પણ ભેદથી કથન છે. આહાહા..! પરમાણુઓમાં પણ કર્મરૂપી અવસ્થા થાય; એ પર્યાયનો કર્તા તે પર્યાય છે તેનો કર્તા પરમાણું દ્રવ્ય પણ નહીં. આવી વાતું છે.
આહાહા ! જે ભેદજ્ઞાનના ફળમાં અનંત આનંદની પ્રાપ્તિ થાય છે. અનાદિથી પ્રાણી અનંત દુઃખમાં પડ્યો છે. અતીન્દ્રિય આનંદ જે અનંત. અનંત છે જેનું વર્ણન ન થઈ શકે તેવો અનંત આનંદ તેના કારણ તરીકેના ઉપાયની શું વાતું કરવી! અગમ્યને ગહન લાગે... પણ પ્રભુ! મારગ તો આ છે.
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #222
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૧૦
કલશામૃત ભાગ-૨ અહીં કહે છે કે-પુણ્ય-પાપની તો વાત નહીં પરંતુ નિર્મળ પરિણામરૂપી ધર્મની દશા જે વીતરાગી પરિણામ થયા તેનો કર્તા આતમ પદાર્થ-પરિણામી દ્રવ્ય અને પર્યાય કાર્ય એમ ભેદ પાડતાં બે કહી શકાય છે. આવી સત્ય વાતું છે તેને લોકો અસત્ય કહીને ઉથાપી નાખે છે. અરે. રે! પ્રભુ! તને આ શું થયું છે!?
આ સંસારમાં એક એક અવતાર કલંક છે. પ્રભુને અવતાર ધારણ કરવા તે કલંક છે. અને અવતારના કારણરૂપ પર્યાય પણ કલંક છે. આહાહા..! એ વિકારી પરિણામથી ભિન્ન ભગવાન આત્મા! ચૈતન્ય આનંદકંદ પ્રભુ છું એવી દૃષ્ટિ થતાં, તેને સમ્યગ્દર્શન આદિના પરિણામ થાય તેનો આત્મા કર્તા અને પરિણામ તેનું કર્મ છે.
અહીં તો હજુ બહારમાં આ કાર્ય કર્યું ને. આ કર્યું..! અરે ! પ્રભુ શું થાય ! અનંતકાળથી આવી રીતે બાજી લૂંટાવી રહ્યો છે. અહીંયા તો સંતો, પરમાત્માના આડતીયા થઈને વાત કરે છે. માલ તો સર્વજ્ઞના ઘરનો છે. ભાઈ ! વસ્તુની સ્થિતિ જ આવી છે.બીજા ગમે તે કહે!
અહીં પ્રભુ શું કહે છે? કહે છે કે ભાઈ ! તારા આ શરીર, દેશની સેવા કરવી એ કાર્ય તો તારું નહીં. અરે... દયા પાળવાની ક્રિયાનો ભાવ એ પણ તારો નહીં. પરની દયા પાળી શકે એ કાર્ય તારું નહીં. પરની દયાનું કાર્ય તો પરમાં થાય છે. એનો તું કર્તા એ વાત તો છે જ નહીં. પણ, પરની દયાનો રાગ ભાવ થાય એ પણ આત્માનું કર્તવ્ય નથી. એને અજ્ઞાનભાવે તે મારું કર્તવ્ય છે તેમ માન્યું છે. ત્યારે તેનું ખરું કર્તવ્ય તો રાગને દેખવું-જાણવું જ્ઞાતાદેષ્ટા છે. જીવ જ્ઞાતા-દષ્ટા છે તેમ કહે છે એ આત્મા જાણનારદેખનાર પરિણામવાળો છે એ પણ વ્યવહારથી કહે છે. ભગવાન તો નિત્યાનંદ ધ્રુવ ચોસલું છે ને! એ આત્માને કર્તા કહેવો અને નિર્વિકારી પરિણામને એનું કાર્ય કહેવું એ પણ ભેદથી કથન છે. એ તો કહ્યુંને ભેદ કરવામાં આવે તો થાય છે. ન કરવામાં આવે તો નથી થતો. આહાહા...! એ વીતરાગી પરિણામ તે કાળે તેના પોતાથી થયા છે. તેનો કર્તા આત્મા તેવો ભેદ નથી. એ તો વીતરાગી પરિણામ તે સમયના સ્વતંત્ર ષકારકથી પરિણમતા ઉત્પન્ન થયા છે. આવી બહુ ઝીણી વાતું છે બાપુ!
અરે. રે! ચોરાશીના અવતાર કરી કરીને એ દુઃખી છે. જૈનનો સાધુ થયો. પણ રાગની ક્રિયા મારી છે તેમ માની ને રખડ્યો. સર્વ વિશુદ્ધ અધિકારમાં આવે છે જેણે રાગનો કણ અને દેહને મારો માન્યો એ પ્રાણી બાહ્યમાં હિંસા ન કરતો હોય તો પણ તે છ કાયની હિંસાનો કરનાર છે. કેમકે તે રાગનો કર્તા થઈને આત્માના સ્વભાવને હણે છે. આ શરીર ત જુદી ચીજ છે.. એની ક્રિયા તે મારું કર્તવ્ય છે તેમ માનનાર તે છ કાયની હિંસાનો કરનાર છે. અને પાંચ ઇન્દ્રિયના પૂરા વિષયનો ભોગવનાર છે. આમ શરીરથી બાલ બ્રહ્મચારી હોય... પણ તે રાગને અને કાયાના કણને પોતાના માને છે એ પાંચ
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #223
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check h±tp://www.AtmaDharma.com for updates
કલશ-૪૯
૨૧૧
ઇન્દ્રિયના વિષયનો પૂરો ભોગવનારો છે. સમજાણું કાંઈ ? આવી વાત સાંભળવી કઠણ પડે. ત્રિલોકીનાથ જિનેશ્વરદેવ ૫૨માત્માના પંથની આ રીત છે.
અહીં શું કહે છે? “ એક સત્ત્વમાં આવો ભેદ કરવામાં આવે તો થાય છે અને ન કરવામાં આવે તો નથી થતો. ” એ વીતરાગી પરિણામ જીવનું કાર્ય અને જીવ તેનો કર્તા એવો ભેદ પડયો, તો વસ્તુ સ્થિતિ એમ નથી. ધર્મના વીતરાગી પરિણામ થયા જે સમ્યગ્દર્શન જ્ઞાનનાં એ પોતાથી સ્વયં સિદ્ધ સ્વતંત્ર ષટ્કા૨ક પરિણમનથી થયા છે. આ બધી અવલ્લ દોમની વાતું છે. આ મોહમયી મુંબઈ નગરી એમાં આખો દિવસ હોળી સળગતી હોય ત્યાં તેમાં લુંટાઈ ગયા.
“ જીતવાત્મનિ અપિ ન વ” જીવ સત્ત્વથી પુદ્ગલદ્રવ્યનું સત્ત્વ ભિન્ન છે, “નિશ્ચયથી વ્યાપ્ય વ્યાપકતા નથી.”
ભગવાન આત્માની જે હૈયાતિ છે તેનાથી કર્મની હૈયાતિ અર્થાત્ અસ્તિત્વ તદ્ન જુદું છે.. એમ આત્મા અને રાગનું સત્ત્વ પણ ભિન્ન છે–એમ કહે છે. ચૈતન્ય ભગવાન આત્માનું સત્ત્વ એટલે અસ્તિપણું અને દયા-દાન, પુણ્ય-પાપ, પૂજા-ભક્તિ, વ્રત-તપ તેનો વિકલ્પ તેનું સત્ત્વ, ચૈતન્ય સત્ત્વથી તદ્ન ભિન્ન છે. બન્નેની મોજૂદગી જ ભિન્ન છે તેમ કહે છે. ચૈતન્યનું સત્ત્વ તે રાગનું સત્ત્વ એમ નથી અને રાગનું સત્ત્વ તે આત્માનું સત્ત્વ છે તેમ નથી.
આ બહારગામથી જે માણસો આવ્યા છે તેમાંથી કોઈકની દલીલ એવી આવી છે કે–સાધારણ માણસો માટે શક્તિનું વર્ણન ઝીણું નહીં પડે? એવી દલિલ આવી છે. સાંભળતો ખરો બાપુ ! અહીંયા આટલા વરસથી આ વાત ચાલે છે. મૂળ શું ચીજ છે તે તેને સાંભળવામાં– દૃષ્ટિમાં ન આવે તો તે કયાં જશે ? કેટલાકનું તો આયુષ્ય પૂરું થવા આવ્યું. આ દેહ છૂટવાનો કાળ નજીક આવી ગયો અને હવે આત્માને નજીક નહીં કરે તો તેનું શું થશે ? એને આત્મા દૂર વર્તેતો છે. તેણે રાગના અને નિમિત્તના પ્રેમમાં આત્માને દૂર કરી નાખ્યો છે આહા... હા ! વેગળો કરી નાખ્યો છે. હવે આત્માને રાગથી ભિન્ન પાડીને પર્યાયથી પણ વેગળો-ભિન્ન છે એમ નક્કી કર ! સમજાણું કાંઈ ?
બાપુ! સર્વજ્ઞ વીતરાગી પરમેશ્વર.. તેનો પંથ કેવો હોય!? આ આલી-દુવાલી માને છે એ નથી બાપુ ! એકાવતારી ઇન્દ્રો અને ઇન્દ્રાણીઓ પણ જેની વાણી સાંભળવા ભગવાન પાસે જાય છે તે વાત કેવી હોય ! અહીં પ્રભુ હતા ત્યારે એકાવતારી–એક ભવ પછી મોક્ષ જનારા ઇન્દ્રો આવતા હતા.... એ વાણીમાં ભાવ કેવા હોય બાપુ ! દયા પાળો, વ્રત કરો, અપવાસ કરો એ તો કુંભારે કહે છે.
એ તો પહેલાં કહ્યું હતું ને કે–અમારે ઉમરાળામાં એવો રિવાજ હતો. ત્યારે મહાજનની છાપ મોટી. ત્યાં સ્થાનકવાસી મહાજન હતા. ત્યાંના નગરશેઠ ખાનદાન
Please inform us of any errors on rajesh.shah@tofalise.co.uk
Page #224
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૧૨
કલશાકૃત ભાગ-૨ માણસ હતા. આમ પૈસેથી ગરીબ થઈ ગયેલા પણ માણસ ખાનદાન હતા. એ લોકોનો રિવાજ કે –જ્યાં શ્રાવણ મહિનો આવે એટલે શેઠિયા બે-ચાર ભેગા થઈને પાંચ-પાંચ સોપારી લઈને ઘાંચી પાસે જાય, એટલે પેલા સમજે કે વાણીયાનાં પર્યુષણ આવ્યા. શ્રાવણ સુદ એકમથી આપણે ઘાણી બંધ કરવી પડશે. મુસલમાન ભાઈઓ ઘાણી બંધ કરે. કુંભારને ત્યાં જાય પાંચ સોપારી મૂકે એટલે તે સમજે કે-આખો શ્રાવણ મહિનો નિંભાડો નહીં થાય. નિંભાડો સમજો છો ને? માટીના વાસણ પકવે છે. એક મહિનો પૂરો ન થાય ત્યાં સુધી ઘાંચી, કુંભાર કામ શરૂ ન કરે. એક મહિનો તો બંધ રાખે પણ પછીએ શરૂઆત પહેલી કોણ કરે! જે પહેલી શરૂઆત કરે તેને વધુ પાપ લાગે તેમ માનતા. માટે શરૂઆત કરતાં-કરતાં પણ વાર લાગે. આ તો નાની ઉંમરે દશ-બાર વર્ષની હતી. ત્યારે ઉમરાળામાં જોયું છે. તેર વર્ષે તો ઉમરાળા છોડયું. શેઠિયાઓની અને જૈનધર્મની એવી છાપ. શેઠિયા પૈસાવાળા નહીં. પરંતુ શેઠિયા આવ્યા એટલે તે સમજી જાય કે તેમના પર્યુષણના દિવસ આવ્યા છે. મારે એમ કહેવું છે કે-આવું તો મુસલમાને પાળતા. બાપુ! મારગડા જુદા છે નાથ!
અહીં કહે છે-જીવ સત્ત્વથી પુદ્ગલ દ્રવ્યનું સત્ત્વ ભિન્ન છે. પુણ્ય ને પાપના ભાવ તે નિશ્ચયથી પુદ્ગલ છે, ચૈતન્યની હૈયાતિથી એ સત્ત્વની હૈયાતિ જુદી છે. નિશ્ચયથી વ્યાપ્ય-વ્યાપકતા નથી. ખરેખર આત્મા કર્તા અને પુણ્ય-પાપના ભાવ કર્મ-વ્યાપ્ય-કાર્ય એમ નથી. વ્યાપ્ય વ્યાપકતાનો અર્થ શું કીધો? ભેદ પડ્યો તેનું નામ વ્યવહાર, વ્યવહાર પણ પરનો કર્તા તો છે જ નહીં. આવી વાતું બહુ ઝીણી. ' અરે ! સર્વજ્ઞ પરમેશ્વર કોને કહેવાય? બાપુ! તેં તો એમ ને એમ માની લીધું છે. મો અરિહંતાણમ, સ્મો સિદ્ધાણ. અરિહંત એટલે શું? એક “ક” અક્ષર બોલીએ તેમાં અસંખ્ય સમય જાય. જેના એક સમયમાં ત્રણકાળ ત્રણલોક –જ્ઞાન પર્યાયને જાણતાં જણાય જાય. સમજાણું કાંઈ ? એવી જેની તાકાત પ્રગટ થઈ છે એ પરમાત્માની ઓમ્ ધ્વનિ નીકળે છે. આવે છે ને.
મુખ ઓમકાર ધ્વનિ સુનિ અર્થ ગણધર વિચારે,
રચી આગમ ઉપદેશ ભવિક જીવ સંશય નિવારે.” એમને ઓમકાર ધ્વનિ નીકળે એ આવી અક્ષરવાળી વાણી ન હોય. એના ઉપદેશથી લાયક પ્રાણી હોય તે સંશય નિવારે છે.
અરેરે ! આવી વાતને, આ તો નિશ્ચયની છે તેમ કરીને કાઢી નાખે છે. વ્યવહારથી નિશ્ચય થાય, અરે પ્રભુ! વ્યવહારને તો અહીં પુદ્ગલ કહ્યો ને?! એ દયા-દાન, વ્રતપૂજા-ભક્તિના ભાવને તો અહીંયા પુદ્ગલનાં કહ્યાં; તે પુદ્ગલથી આત્માનો અનુભવ થાય? બેના સત્ત્વ ભિન્ન છે ને ! સામે પુસ્તક છે ને? તેનો અર્થ ચાલે છે.
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #225
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કલશ-૪૯
66
૨૧૩
ભાવાર્થ આમ છે કે-જેમ ઉપચાર માત્રથી દ્રવ્ય પોતાના પરિણામનો કર્તા છે, તે જ પરિણામ દ્રવ્યથી કરાયેલો છે તેમ અન્ય દ્રવ્યનો કર્તા અન્ય દ્રવ્ય ઉપચારમાત્રથી પણ નથી.
,,
દ્રવ્યને ઉપચારમાત્રથી-વ્યવહા૨થી પોતાના પરિણામનો કર્તા કહે છે. કેમકે સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રના અર્થાત્ ધર્મના પરિણામ છે એ (ત્રિકાળી ) દ્રવ્યથી ભિન્ન ચીજ છે; તેથી ભિન્ન ચીજનો કર્તા કહેવો તે ઉપચારમાત્ર છે. આહાહા! વીતરાગી પરિણામ તે જીવનું કાર્ય અને તેનો કર્તા જીવ તે ઉપચારમાત્રથી કથન છે. ભગવાન લોજીકથી અને ન્યાયથી વાત કહે છે.
પ્રશ્ન:- બન્ને વચ્ચે કર્તાકર્મ નથી તો નિમિત્ત નૈમિત્તિક થઈ ગયું?
ઉત્ત૨:- હા, નિમિત્ત-નૈમિત્તિક સંબંધ છે. પરિણામમાં દ્રવ્ય નિમિત્ત જ છે. નિમિત્તનો અર્થ કાંઈ કરતું નથી.
કૈલાસચંદજી પંડિતે, છાપામાં છાપ્યું છે–ક્રમબદ્ધ છે. તે૨ની સાલમાં આજથી વીસ વ૨સ પહેલાં, વર્ણીજી સાથે ચર્ચા થઈ હતી ત્યારે ફેર હતો. ક્રમબદ્ધ નથી અને નિમિત્તથી ( ઉપાદાનમાં ) થાય તેમ માનતા હતા. અરે ! ક્રમબદ્ધનો નિર્ણય ક૨વા જાય તો તેનો બધો ફેંસલો થઈ જાય તેવું છે. જે સમયે જે પર્યાય નિર્મળ થવાની તે કાળે તે થશે.. એવા ક્રમબદ્ધનો જે નિર્ણય કરે તો તેની દૃષ્ટિ જ્ઞાયક ઉપર જાય છે. પર્યાયમાં રહીને પર્યાયનો નિર્ણય પર્યાય ન કરી શકે. પર્યાય દ્રવ્ય ઉપર લક્ષ કરીને નિર્ણય ક૨શે પર્યાય, પણ તેનું લક્ષ દ્રવ્ય ઉ૫૨ જ જશે.
પ્રશ્નઃ- ક્રમબદ્ધ પર્યાયના નિર્ણય પછી તેનું કર્તૃત્વ નથી રહેતું ?
ઉત્ત૨:- નહીં. નજ૨ દ્રવ્ય ઉ૫૨ જ જશે. ક્રમબદ્ધ તો પર્યાય છે, પર્યાયનું સ્વરૂપ આ રીતે છે એ નિર્ણય કોણ કરશે ? કોણ જાણશે ? મૂળ તો સા૨ વીતરાગતા છે, તે આખા શાસનનો સાર છે. વીતરાગતાનો અર્થ સ્વનો આશ્રય લે તો વીતરાગતા થાય તે તેનો સાર છે. વાહ રે ! બાર અંગ, ચૌદપૂર્વ અને ચાર અનુયોગનું તાત્પર્ય વીતરાગતા છે. શ્રી પંચાસ્તિકાયની ૧૭૨ ગાથામાં કહ્યું છે ને -શાસ્ત્રનું તાત્પર્ય વીતરાગતા છે.. તેનો અર્થ શું થયો ? ચ૨ણાનુયોગમાં બીજું કાંઈ કહેવું છે અને દ્રવ્યાનુયોગમાં બીજું કાંઈ કહેવું છે તેમ નથી. ચારે અનુયોગનું તાત્પર્ય વીતરાગતા છે. તે વીતરાગતા ઉત્પન્ન કયારે થાય ? તે સ્વનો આશ્રય લ્યે ત્યારે. ચારે અનુયોગનો કહેવાનો આશય એટલો છે કે–સ્વનો આશ્રય લે. આહા.. હા ! બહુ મીઠી ને મધુરી અને સીધી વાતું છે.
આહા.. હા ! અહીંયાતો કહે છે-ઉ૫ચારમાત્રથી દ્રવ્ય પોતાના પરિણામનો કર્તા છે. તે માને છે કે–આ હું કરું ને, આમ કરું ને દુકાને થડે બેઠો હોય અને એમ માને કે આ બધા કામ હું કરું છું. નોકરો ઉ૫૨ બરોબર ધ્યાન આપીએ તો વ્યવસ્થિત કામ થાય. હવે ૫૨ના
Please inform us of any errors on rajesh.shah@fotalise.co.uk
Page #226
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૧૪
કલશામૃત ભાગ-૨
કામ કોણ કરે ? આ તો બધી અનુભવેલી વાત છે.
બોટાદમાં રાયચંદ ગાંધી હતા. ગૃહસ્થ મોટા માણસ હતા. તે દિ' વેપારમાં પચાસ હજારની પેદાશ, આજથી સાંઈઠ વરસ પહેલાં. તેની દુકાનમાં નોકરો હતા એ જ્યાં સુધી શેઠ ન આવે ત્યાં સુધી નોકરો પગ લાંબા કરીને બેઠા હોય. મોટી બજાર અને બજા૨નાં ખૂણેથી શેઠને આવતાં દેખે એટલે બધા સાવધાન થઈ જાય, ચોપડા ખોલી ને બેસી જાય. એ શેઠને લઈને આ બધું હશે ? પોતે શાંત માણસ હતા, કોઈ ઉ૫૨ ક્રોધ ન કરે. તે ગૃહસ્થ માણસને આબરૂ મોટી તેથી તેને ઘે૨ દ૨૨ોજ પચ્ચીસ-પચાસ માણસો જમતાં જ હોય. ચૂરમાના લાડુ અને કેરીનો રસ ઉડે. તેમની પાસે પૈસા ઝાઝા નહીં, સાત-આઠ લાખ પણ આબરૂ મોટી. તે દિ'નાં એક લાખના અત્યારે પચ્ચીસલાખ બન્ને સરખાં છે. તે એ શેઠના દબાણથી બધા નોકરો સ૨ખાં કામ કરતાં હશે ?
શ્રોતા:- દાખલો શા માટે આપ્યો ?
ઉત્ત૨:- આહાહા !૫૨ના કાર્ય આત્મા કરી શકતો નથી તે માટે દાખલો છે. બરોબર હુકમ ચાલે એટલે કામ સ૨ખાં થાય તેમ નથી. એ હુકમની વાણીનો કર્તા તું નથી.. તો પછી ૫૨નાં કાર્ય તેં કેવી રીતે કર્યાં ? અહીંતો પ્રભુ ૫રમાત્મા, સંતો, વીતરાગી મુનિઓ ૫રમેશ્વર થવાની વાત કરે છે. મુનિપણું એટલે ગજબવાત છે બાપુ ! જેને આત્માના અનુભવ ઉછળી ગયા છે, પર્યાયમાં અતીન્દ્રિય આનંદની ભરતી આવી છે. જેમ દરિયામાં ભરતી આવે, બાઢ આવે..એમ મુનિઓને તો પર્યાયને કાંઠે અતીન્દ્રિય આનંદની બાઢભરતી આવી છે. આહા.. હા ! મુનિપણું કોને કહીએ બાપુ!
શ્રોતાઃ- એની વિધિ બતાવો!!
ઉત્ત૨:- એજ કહીએ છીએ. અંતર્મુખ થતાં ઉગ્રપણું જે પ્રગટ થાય તે વિધિ છે. અહીં તો કહે છે કે-શુદ્ધઉપયોગમાં આનંદ પ્રગટ થાય તે આત્માનું વ્યાપ્ય નામ કાર્ય અને આત્મા કર્તા તે ઉપચાર માત્રથી છે. ભાષા તો સાદી છે.
પ્રશ્ન:- બે ભિન્ન-ભિન્ન સત્તા છે માટે કર્તા કર્મ નથી?
ઉત્ત૨:- હા, બેય ભિન્ન-ભિન્ન સત્તા છે.
પ્રશ્ન:- દ્રવ્ય પર્યાયની સત્તા એક નથી ?
ઉત્ત૨:- એ તો અભેદ ( નયથી ) એક સત્તા કહી. બાકી પર્યાયની સત્તા પર્યાયથી અને દ્રવ્યની સત્તા દ્રવ્યથી છે. પર્યાયની સત્તાને લઈને દ્રવ્યની સત્તા નથી અને દ્રવ્યની સત્તાને લઈને પર્યાયની સત્તા નથી. બેનું સત્ત્વ એક છે એ તો ૫૨ના સત્ત્વથી ભિન્ન પાડીને કહેવું છે. આ તો અમૃતના સાગર છે. મારગ આવો છે. ભજનમાં આવે છે. વીર પ્રભુ કે યે બોલ તેરા પ્રભુ તુઝમેં હી ડોલે. ”
66
આહા... હા ! એ અતીન્દ્રિય આનંદનો સાગર ભગવાન આત્મા તેમાં વિકારના
Please inform us of any errors on rajesh.shah@fofalise.co.uk
Page #227
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કલશ-૪૯
૨૧૫ કાર્ય કે દી' હોય! એ. અતીન્દ્રિય આનંદનો નાથ જ્યારે જાગ્યો અને તેની પરિણતિ નિર્મળ થઈ એ જ એનું સત્ત્વ છે. પરના સત્ત્વથી તેનું સત્ત્વ જુદું છે. નિશ્ચયથી જોઈએ તો જે વીતરાગી પરિણામનું સત્ત્વ છે તે ચૈતન્ય સત્ત્વથી ભિન્ન છે. ચૈતન્ય સત્ત્વના પ્રદેશથી પર્યાયની સત્તાના પ્રદેશ ભિન્ન છે. આહા. હા! સમજાણું કાંઈ?
આવો મારગ છે અને એ ચોરાસીના અવતાર કરીને રખડીને મરી ગયો છે. એની એને દયા નથી. એને પોતાની દયા નથી હોં! કારણ કે-જેવું સ્વરૂપ છે તેને તે રીતે માનતો નથી તેથી તેને પોતાની દયા નથી.
પ્રશ્ન- બે સત્તા ભિન્ન છે તો પછી નિમિત્ત-નૈમિત્તિક સંબંધ કેમ કહ્યો?
ઉત્તર- એ નિમિત્ત-નૈમિત્તિક સંબંધ આ રીતે કહ્યું ને !નિમિત્ત-નૈમિત્તિક સંબંધનો અર્થ જ કાંઈ સંબંધ છે નહીં. એતો સમયસારમાં બસો કળશમાં આવે છે ને ! “નાસ્તિી સર્વોfજ સમ્પન્વ:”
नास्ति सर्वोऽपि सम्बन्ध: परद्रव्यात्मतत्त्वयोः।
कर्तृकर्मत्व सम्बन्धाभावे तत्कर्तृता कुतः।। २००।। આત્માને પર સાથે કોઈ સંબંધ છે જ નહીં. સર્વ સંબંધનો નિષેધ છે. આહા.. હું ! આ તો વીતરાગની વાણી છે બાપુ! દિગમ્બર સંતોની વાણી એટલે આહા.. હા! એતો કેવળી પરમાત્માના વેણ થયાં. તેને સમજવાં, તેને અંતરમાં યથાર્થ બેસાડવા એ તો કોઈ અપૂર્વ પુરુષાર્થ છે બાપુ! આ કંઈ વાતે વડા થાય તેવું નથી. ભાષાથી એમ કહે કે આત્મા અને રાગ જુદા છે, એ જુદી ચીજ છે.. પણ, ભાવથી રાગ અને આત્માને જુદા પાડવા તે વાત છે.
દ્રવ્ય પોતાના પરિણામનો ઉપચાર માત્રથી કર્તા છે તેમ અન્ય દ્રવ્યનો કર્તા ઉપચારમાત્રથી પણ નથી. આહા. હા! ભગવાન આત્મા ઉપચારમાત્રથી પણ રાગનો કર્તા નથી એમ કહે છે. આહાહા...! રાગને અહીં પરદ્રવ્યમાં અર્થાત્ પુગલમાં નાખ્યા છે. રાગ છે તે અંતરની ચીજ નથી.
શ્રોતાઃ- આ કથન સોનગઢનું છે!? ઉત્તર:- આ પુસ્તક કયાં સોનગઢનું છે? આ ગાથામાં લખેલું છે.
રાગનો ઉપચારમાત્રથી પણ કર્તા નથી કારણ કે એક સત્ત્વ નથી. ખરેખર તો રાગનું અને ચૈતન્યનું સત્ત્વ એક નથી. તેનું સત્ત્વ જ ભિન્ન છે. આહાહા..! આ દયાદાન, વ્રત-ભક્તિ-પૂજા એનો જે વિકલ્પ છે તેનું સત્ત્વ અને ચૈતન્યનું સત્ત્વ એ બે તદ્દન ભિન્ન છે. કેમકે જે રાગ છે તે અજીવ છે, અચેતન છે, જડ છે, કલુષિત છે, દુઃખ છે. ભગવાન તેનાથી જુદી સત્તા છે. તે આનંદ છે, જીવ છે, શુદ્ધ છે, પવિત્ર છે, વીતરાગ છે.
આહા... હા! આજે આવ્યું હતું ને કે ભગવાન રાગના ત્યાગ સ્વભાવવાળો છે.
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #228
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૧૬
કલશાકૃત ભાગ-૨ એટલે? તેનો અર્થ એમ કે પ્રભુ છે તે વીતરાગ સ્વરૂપે છે. જેમ આત્મા જ્ઞાન-દર્શન સ્વભાવથી ભરેલો છે તેમ આત્મા રાગના ત્યાગ સ્વભાવવાળો છે એટલે કે વીતરાગ સ્વભાવવાળો છે. વીતરાગ અર્થાત્ વત નામ નહીં રાગ જેમાં. આહા... હા! ભગવાન આત્મા રાગના ત્યાગ સ્વભાવ સ્વરૂપ છે.
શ્રોતા:- અમારો આત્મા પણ...? ઉત્તર- બધાના આત્મા. અભવીનો આત્મા પણ રાગના ત્યાગ સ્વભાવે છે. શ્રોતા:- અત્યારે? ઉત્તર:- હા, અત્યારે.
એ વાત પરમાત્મા પ્રકાશમાં છે, ઘણી વાર કહી છે-લોકાલોકના બધા જીવો ત્રિકાળ અને સંપૂર્ણ સ્વભાવથી ભરેલા ભગવાન-જીવ છે. સર્વ જીવો ભગવાન છે તેવી ભાવના કર. ચાર જગ્યાએ આ વાત છે. (૧) સમયસાર બંધ અધિકારમાં છે. (૨) સર્વ વિશુદ્ધજ્ઞાન અધિકારમાં છે. (૩) પરમાત્મ પ્રકાશમાં છે.
આપણે હમણાં વાંચ્યું 'તું; લોકાલોકમાં જેટલા જીવ છે તે સર્વ જીવો અને ત્રણેકાળ પૂર્ણ સ્વભાવથી ભરેલા ભગવાન છે. શ્રીમદ્જીએ પણ કહ્યું છે કે “સર્વ જીવ છે સિદ્ધ સમ.” અભવીનો જીવ પણ સિદ્ધ સમાન છે. તેની પર્યાયમાં ફેર છે. વસ્તુએ તો ભગવાન સ્વરૂપ છે.
એ ઘણી વખત કહ્યું છે. ૮૦ ની સાલની વાત છે-આજથી ૪૮ વર્ષ થયા. એક સ્થાનકવાસીએ મોહનમાળા નામનું પુસ્તક બનાવ્યું 'તું! લીંબડી સંધાળાના મણિલાલ મોહનલાલ હતા... તેમણે બનાવેલું. ત્યારે તો મારી છાપ એવી બધે આકરી કે સાધુ પણ ડરે. સંપ્રદાયના માણસો તેનું માનશે આપણું કોઈ નહીં માને. એ મણિલાલ કરતાં મારી દીક્ષા પછી થયેલ એટલે હું નાનો અને ઉમરમાં પણ મોટા, તે પચાસ પચાવન વરસની દીક્ષાવાળા હતા. પછી મણિલાલે કહ્યું; કાનજી મુનિ શું કહે છે તે બધા સાંભળો!
તે કહે-અભવ્યને ત્રણ આવરણ હોય-મતિ, શ્રત ને અવધિ, પાંચ ન હોય. મેં કહ્યું-બિલકુલ જૂઠી વાત છે. અભવી ને પણ પાંચેય આવરણ છે. તેને એમ કે-અભવીને કેવળજ્ઞાન થતું નથી માટે આવરણ નથી. અભવીને કેવળજ્ઞાન થતું નથી માટે આવરણ નથી એમ કોણે કહ્યું? આવી મોટી ચર્ચા થઈ.
મેં કહ્યું, બાપુ! અભવ્યને પાંચે આવરણ છે. મતિ, શ્રુત, અવધિ, મન:પર્યય અને કેવળજ્ઞાન તે પાંચેય આવરણ છે. કેમકે શક્તિરૂપે કેવળજ્ઞાન છે. આહા... હા ! અહીંતો ભાઈ ! અંદરથી બેસવું જોઈએ, એમને એમ માની લઈએ તેમ ન ચાલે.
અભવીને પણ કેવળજ્ઞાનાવર્ણી છે. કેવળજ્ઞાન થતું નથી એટલે શું? એતો પર્યાયની વાત થઈ, પરંતુ અભવીનો જીવ કેવળજ્ઞાન સ્વરૂપે બિરાજે છે. તેને કેવળજ્ઞાનાવર્ણી
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #229
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કલશ-૪૯
૨૧૭ પ્રકૃતિ નિમિત્ત તરીકે છે. અભવી-ભવી બધાયને પાંચેય પ્રકૃતિ નિમિત્ત તરીકે છે. તેનો અર્થ એ થયો કે બધા જીવો કેવળજ્ઞાનના કંદ છે. એમને એમ ન ચાલે. ન્યાયથી બેસવું જોઈએ ને!? અને શાસ્ત્રો પણ કહે છે.
પ્રશ્ન:- પ્રવચનસારમાં આવે છે કે-અશુદ્ધતા વખતે દ્રવ્ય અશુદ્ધ થઈ જાય છે.
ઉત્તર- કોણ કહે છે એમ? પર્યાયમાં અશુદ્ધ થાય છે દ્રવ્ય કયાં અશુદ્ધ થાય છે? એ હમણાં મખનલાલજી કહે છે કે જ્યારે પર્યાયમાં પુણ્ય-પાપની અશુદ્ધતા છે ત્યારે દ્રવ્ય પણ અશુદ્ધ થઈ જાય છે. આ વળી હમણાં નવું કાઢયું. પ્રભુ! તમારે શું કરવું છે?
તમારા એ.. ભાઈ પણ કહેતા કે-પર્યાયમાં અશુદ્ધતા હોય ત્યારે દ્રવ્ય અશુદ્ધ થઈ જાય. કેમકે પ્રવચનસારમાં છે કે-શુભ વખતે શુભરૂપ અને અશુભ વખતે અશુભરૂપ. ભાઈ, એ તો પર્યાયની વાત છે. દ્રવ્ય તો ત્યારે પણ ત્રિકાળ શુદ્ધ છે. તે તો આનંદનો નાથ ત્રિકાળ ભગવત્ સ્વરૂપ છે. ભાઈ ! આવી વાતું છે બાપુ!
વસ્તુ છે તે તો વસ્તુ છે. એ તો સંસ્કૃત ટીકામાં પાઠ છે-એકેન્દ્રિયથી માંડી ને પંચેન્દ્રિય સુધીના જીવો વસ્તુએ, દ્રવ્ય તો ત્રિકાળ શુદ્ધ જ છે. તેની પર્યાયમાં એકેન્દ્રિય, બેઇન્દ્રિય, ત્રણ ઇન્દ્રિય પણું છે તે કાંઈ વસ્તુ નથી. એકેન્દ્રિય, બેઈન્દ્રિય, ત્રેઇન્દ્રિય તે કાંઈ આત્મા નથી. એતો પંચાસ્તિકાયની ૧૨૧ ગાથામાં છે-“જે જ્ઞાનસ્વરૂપ છે તે આત્મા છે,
એકેન્દ્રિય આદિ તે આત્મા નથી.” આવી વાતું છે. અજાણ્યા માણસને તો એમ લાગે કે આ કયાંની વાત કરે છે? આપણા જૈનધર્મની વાત છે? આપણે તો અત્યારે છે કાયની દયા પાળવી અને વ્રત કરવા ઉપવાસ કરવા એ બધું સાંભળ્યું છે. એ બધા ગપે ગપ્પ છે. કોણ પરની દયા પાળે અને દયા પાળવાના ભાવને કોણ પોતાના માને? સમજાણું કાંઈ?
આહાહા..! દ્રવ્ય ઉપચારમાત્રથી પણ કર્તા નથી. નિશ્ચયથી તો રાગનો ઉપચારમાત્રથી પણ કર્તાકર્મ નથી. નિર્મળ પરિણામ તે કર્મ અને આત્મા કર્તા તે ઉપચારમાત્રથી ભેદ છે. આહા.. હા! ગજબ વાત છે. બાપુ! વીતરાગની સાચી વાત કાને પડવી તે કોઈ ભાગ્ય જોઈએ, ભાગ્ય વિના મળે તેમ નથી. આ પૈસાના-ધૂળના ભાગ્ય તો અનંતવાર થયા.
આહાહા! ચૈતન્ય ભગવાન પૂર્ણાનંદનો નાથ પ્રભુ એ રાગનો કર્તા ઉપચારમાત્રથી પણ નથી એટલે વ્યવહારથી પણ નથી એમ કહે છે. વ્યવહારથી કહીએ તો ફક્ત વીતરાગી પરિણામનો કર્તા આત્મા અને વિતરાગી પરિણામ તે એનું કાર્ય એ વ્યવહારથીઉપચારથી છે. અરે! આવી વાત સાંભળવા કયાં મળે!
અહીં.. પરમાત્માના વિરહ પડયા, ભગવાન મહા વિદેહમાં બિરાજે ત્યાં ધર્મની ધમધોકાર પેઢી ચાલે છે. ભગવાન પાસે ધર્મની પેઢી ચાલે પરંતુ અહીં ભરતક્ષેત્રમાં
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #230
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૧૮
કલશાકૃત ભાગ-૨ વિરહ પડી ગયા. જ્યાં સાચી વાત બહાર આવે તો કહે..એ ખોટી વાત છે. અરે ! પ્રભુ શું કહે છે બાપુ! એ તને નુકશાનનું કારણ છે.
અહીં કહે છે-દ્રવ્ય ને પર્યાય એક સત્ત્વ નથી ભિન્ન સત્ત્વ છે. એ પુણ્ય ને પાપના ભાવ અને આત્માનો ભાવ એ બન્નેનું એક સત્ત્વ નથી.
“વ્યાયવ્યાપમાવસમ્ભવમ્ Aતે વર્તુસ્થિતિ:વI” પરિણામપરિણામીમાત્ર ભેદની ઉત્પત્તિ વિના “જ્ઞાનાવરણાદિ પુલકર્મનો કર્તા જીવદ્રવ્ય' એવો અનુભવ ઘટતો નથી.
શું કહે છે? અહીં જ્ઞાનાવરણાદિમાં જડ કર્મ લીધું છે પણ અંદર ભાવકર્મ પણ લેવું. જડકર્મ લીધું છે પણ ભાવઘાતિકર્મ જે છે તે પણ પર વસ્તુ છે; આત્મા નથી.
શ્રી પ્રવચનસારની ૧૬મી ગાથામાં આવ્યું છે કે દ્રવ્ય અને ભાવ તે બન્ને ઘાતિકર્મ છે. જડ છે તેની સાથે શું સંબંધ છે? પોતે ભાવઘાત કરે છે ત્યારે દ્રવ્યઘાતિને નિમિત્ત કહેવામાં આવે છે. તે ખરેખર આત્માને ઘાતતું નથી. સમજાણું કાંઈ?
પરિણામી ભગવાન અને નિર્મળ પરિણામ એવા પરિણામ-પરિણામીના ભેદ સિવાય તે રાગનો અને પરનો કર્તા તે ઉપચારમાત્રથી પણ નથી. કેમકે તેમાં વ્યાપ્યવ્યાપકપણું નથી. વ્યાપ્ય એટલે કાર્ય અને વ્યાપક એટલે કર્તા એવો સંબંધ રાગ સાથે નથી. સમજાણું કાંઈ?
જૂના માણસે ઘૂંટયું હોય બીજું અને એમાં નીકળે બીજું એટલે કયાંય મેળ ન ખાય. કયાં લખ્યું હશે આવું? આ જૈનધર્મની વાત હશે? કયાંય બીજે લખ્યું નથી. બધે આ જ કહ્યું છે. ચારેય અનુયોગનો સાર વીતરાગતા છે.
શ્રોતા- તમે તો એકલું સમયસાર વાંચો છો, ને બધા શાસ્ત્રો નહીં ને?
ઉત્તરઃ- વ્યાખ્યાનમાં બધા શાસ્ત્રો વાંચ્યા છે. પ્રવચનસાર, સમયસાર, ઇબ્દોપદેશ, સ્વામિકાર્તિક, પ્રવચનસારના પાછળના અધિકાર, સમાધિતંત્ર, અનુભવ પ્રકાશ ચિવિલાસ આદિ ઘણાં ઘણાં પુસ્તકો વ્યાખ્યાનમાં વંચાય ગયા છે.
શું કહે છે? પરિણામ અને પરિણામીમાત્ર ભેદની ઉત્પત્તિ વિના, આ બેનો ભેદ ભલે હો ! પરિણામી ભગવાન અને પરિણામ વીતરાગી પર્યાય એ ભેદ વિના બીજા સાથે કર્તાકર્મ બિલકુલ છે નહીં. પેલા કહે-નહીં, આત્મા કર્મ બાંધે અને આત્મા કર્મને છોડે. નિર્જરા કરીને છોડે. બાપુ! એમ નથી ભાઈ ! તને ખબર નથી. ઇન્દોરમાં પંડિતો ભેગા થઈને એમ કહે કે જે કોઈ પરદ્રવ્યનો કર્તા ન માને તે દિગમ્બર નથી. અહીં કહે છે કેરાગનો કર્તા માને તે દિગમ્બર નથી. દિગમ્બર કોઈ પક્ષ નથી એ તો વસ્તુનું સ્વરૂપ છે. સૂક્ષ્મ વાત છે. થોડું ઝીણું છે! એની “હા” તો પાડો! વસ્તુ આ રીતે જ છે. “હા” પાડ તો આગળ હાલત થઈ જશે. પણ, તે તો નહીં. આવું નહીં. આવું નહીં. આવું નહીં.
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #231
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૧૯
કલશ-૪૯ નિષેધ કરતાં પ્રભુ તારો નકાર થઈ જશે.
“કારણ કે જીવદ્રવ્ય પુગલદ્રવ્ય એક સત્તા નથી, ભિન્ન સત્તા છે. આવા જ્ઞાનસૂર્યવડે મિથ્યાત્વરૂપ અંધકાર મટે છે અને જીવ સમ્યગ્દષ્ટિ થાય છે.”
આહા... હા! રાગથી ભિન્ન પડેલો ચૈતન્ય ભગવાન એનું ભાન થયે જ્ઞાનસૂર્ય વડે મિથ્યાત્વ અંધકાર મટે છે. ચૈતન્યસૂર્ય ભગવાન આત્મા તેનું અંદરમાં ભાન થતાં તે જ્ઞાન સૂર્ય વડે કરીને મિથ્યાત્વ અંધકારનો નાશ થાય છે અને જીવ સમ્યગ્દષ્ટિ થાય છે. સત્ દૃષ્ટિરૂપ ભગવાન આત્મા વિકાર પરિણામનો કર્તા અને પરિણામ કર્મ એવું વ્યવહારથી પણ નથી. વ્યવહારથી ભેદ પાડીને કહેવું હોય તો નિર્મળ પરિણામનો કર્તા જીવ અને નિર્મળ પરિણામ કર્મ એવું છે જે જ્ઞાનસૂર્ય ઉગ્યો અંદર એ મિથ્યાત્વનો નાશ કરે છે અને સમકિતને ઉત્પન્ન કરે છે ધર્મની શરૂઆતની આ વાતો છે.
અ -----------------------
આત્મા જ્ઞાયકને પર શેય એવો શેય-જ્ઞાયક સંબંધ હોવા છતાં 1 ય તે આત્માનું વ્યાપ્ય નથી. શેય સંબંધીના જ્ઞાનમાં શેય નિમિત્ત 1 ! હોવા છતાં શેય આત્માનું વ્યાપ્ય અર્થાત્ કાર્ય નથી. એ રીતે જ્ઞાન 1 તે જ જ્ઞાતાનું કર્મ છે-આમ વિકારાદિ પુદ્ગલ પરિણામનો માત્ર 1 જ્ઞાતા જ રહે છે તે જ્ઞાની છે.
(દ્રવ્યદૃષ્ટિ જિનેશ્વર. બોલ નં. ૧૦૭) પર્યાયમાં જોવાની છે પોતાની વર્તમાન યોગ્યતા અને દ્રવ્યમાં જોવાનું છે પોતાનું ત્રિકાળી સામર્થ્ય. પરમાં તો એને જોવાનું છે જ નહીં. કર્મને આધીન થઈને રાગ કરે છે એ પરતંત્રતા પણ ભોગવવાની તેની પર્યાયમાં યોગ્યતા છે.. અને તે જ વખતે તે રાગથી ભિન્ન દ્રવ્ય સ્વભાવથી શુદ્ધતાનું સામર્થ્ય સદાય એવું ને એવું જ છે એમ દેખે છે.
(દ્રવ્યદૃષ્ટિ જિનેશ્વર – બોલ નં. ૫૭) /
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #232
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૨)
કલશામૃત ભાગ-૨ કલશ-૫૦
(સગ્ધરા). ज्ञानी जानन्नपीमां स्वपरपरिणतिं पुद्गलश्चाप्यजानन व्याप्तृव्याप्यत्वमन्तः कलयितुमसहौ नित्यमत्यन्तभेदात्। अज्ञानात्कर्तृकर्मभ्रममतिरनयोर्भाति तावन्न यावत् विज्ञानार्चिश्चकास्ति क्रकचवददयं भेदमुत्पाद्य सद्यः।। ५-५०।।
ખંડાન્વય સહિત અર્થ- “યાવત્ વિજ્ઞાના િન વસ્તિ તાવત શનયો: કર્તકર્મમતિ: જ્ઞાનાત્ ભાતિ” (વાવ) જેટલો કાળ (વિજ્ઞાનાર્વેિ:) ભેદજ્ઞાનરૂપ અનુભવ (૧ વાસ્તિ) પ્રગટ થતો નથી (તાવ) તેટલો કાળ (1નયો) જીવ-પુદ્ગલ વિષે (ક ર્મ-જનમતિ) “જ્ઞાનાવરણાદિનો કર્તા જીવદ્રવ્ય એવી છે જે મિથ્યા પ્રતીતિ તે (જ્ઞાનોત્સાતિ) અજ્ઞાનપણાથી છે; વસ્તુનું સ્વરૂપ એવું તો નથી. કોઈ પ્રશ્ન કરે છે કે “જ્ઞાનાવરણાદિકર્મનો કર્તા જીવ ” તે અજ્ઞાનપણું છે, તે કઈ રીતે છે? “જ્ઞાની પુન: ૨ વ્યાકૃવ્યાખ્યત્વમ અન્ત: સયિતુમ સદી” (જ્ઞાન) જ્ઞાની અર્થાત્ જીવવસ્તુ (૨) અને (પુન:) જ્ઞાનાવરણાદિ કર્મપિંડ (વ્યાકૃવ્યાખ્યત્વમ) પરિણામી-પરિણામભાવે (સત્ત: વયિતુમ) એક સંક્રમણરૂપ થવાને (સાદી) અસમર્થ છે, કેમ કે “નિત્યમ અત્યન્ત મેવા” (નિત્યમ) દ્રવ્યસ્વભાવથી (અત્યન્તમે વાતુ) અત્યન્ત ભેદ છે. વિવરણ-જીવદ્રવ્યના ભિન્ન પ્રદેશ ચૈતન્યસ્વભાવ, પુદ્ગલ દ્રવ્યના ભિન્ન પ્રદેશ અચેતનસ્વભાવ, –એ રીતે ભેદ ઘણો છે. કેવો છે જ્ઞાની? “માં સ્વ૫Rપરિતિં નાનન પિ” (માં) પ્રસિદ્ધ છે એવાં (સ્વ) પોતાનાં અને (૫૨) સમસ્ત જ્ઞેયવસ્તુઓનાં (પરિતિ) દ્રવ્ય-ગુણ-પર્યાયનો અથવા ઉત્પાદવ્યય-ધ્રૌવ્યનો (નાનન) જ્ઞાતા છે. (પ) (જીવ તો) એવો છે. તો પછી કેવું છે પુદ્ગલ? તે જ કહે છે-“(૩માં સ્વપ૨પરિણતિ) અનાનન” (રૂમાં) પ્રગટ છે એવાં (સ્વ) પોતાનાં અને (૫૨) અન્ય સમસ્ત પરદ્રવ્યોનાં (પરિણતિ) દ્રવ્ય-ગુણપર્યાય આદિને (નાનન) નથી જાણતું-એવું છે પુદ્ગલદ્રવ્ય. ભાવાર્થ આમ છે કે જીવદ્રવ્ય જ્ઞાતા છે, પુદ્ગલકર્મ શેય છે–એવો જીવન અને કર્મને શેયજ્ઞાયકસંબંધ છે તોપણ વ્યાપ્યવ્યાપકસંબંધ નથી; દ્રવ્યોનું અત્યન્ત ભિન્નપણું છે, એકપણું નથી. કેવો છે ભેદજ્ઞાનરૂપ અનુભવ? “ વવત્ અવયં સદ્ય: મેટું ઉત્પાદ” જેણે કરવતની માફક નિર્દય રીતે (ઉગ્ર રીતે ) શીઘ્ર જ જીવ અને પુદ્ગલનો ભેદ ઉત્પન્ન કર્યો છે. પ-૫૦.
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #233
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કલશ-૫O
૨૨૧
પ્રવચન નં. ૬૨
તા. ૯-૮-'૭૭ કલશ-૫૦ : ઉપર પ્રવચન કર્તાકર્મ અધિકારનો પચાસ નંબરનો કળશ છે.
“ यावत् विज्ञानार्चि: न चकास्ति तावत् अनयो: कर्तृकर्म-भ्रममति: अज्ञानात् ભાતિ” જેટલો કાળ ભેદજ્ઞાનરૂપ અનુભવ પ્રગટ થતો નથી તેટલો કાળ જીવપુગલ વિષે “જ્ઞાનાવરણાદિનો કર્તા જીવદ્રવ્ય” એવી છે જે મિથ્યા પ્રતીતિ તે અજ્ઞાનપણાથી છે.”
કહે છે? કર્મથી અને રાગની ક્રિયાથી પણ આત્મા ભિન્ન છે. કર્મ છે તે અજીવ છે અને પુણ્ય-પાપના ભાવ છે તે આસવ છે. પુણ્ય-પાપ તત્ત્વ છે તેનાથી વિજ્ઞાનસ્વરૂપ ભગવાન આત્મા ભિન્ન છે. જ્યાં સુધી આવી ભિન્નતાનું ભાન નથી ત્યાં સુધી હું રાગનો કર્તા અને રાગ મારું કર્તવ્ય છે તેમ અજ્ઞાનપણે માને છે. બીજું પુગલની અવસ્થા જે બંધરૂપ થાય છે તે મારું કાર્ય છે અને તેનો હું કર્તા છું તેમ અજ્ઞાનપણે માને છે. ઝીણી વાત છે.
અહીં તો કહે છે-આ જે પુણ્ય-પાપના ભાવ છે તે વિકારી ભાવ છે અને નિશ્ચયથી તો તે પુદ્ગલ જ છે. પ્રભુ ! આવી વાત છે. પુણ્ય-પાપના વિકલ્પ એવો જે રાગ તે આસવ અને શરીર, કર્મ તે અજીવ છે. આ અજીવ અને આસવથી “વિજ્ઞાનાર્વિ:” વિજ્ઞાનઘન ભગવાન ભિન્ન છે. ભગવાન તો વિજ્ઞાનના તેજ સ્વરૂપ છે, એ પ્રભુ; જ્યાં સુધી રાગથી ભિન્ન ન થાય ત્યાં સુધી તે (આત્માને) રાગનો અને પારદ્રવ્યની પર્યાયનો કર્તા માને છે. આવી વાત છે. શ્રી નાટક સમયસારમાં આવે છે...
“ફરે વરમ સો વરતાRTI जो जानै सो जाननहारा।। जो करता नहिं जानै सोई।
નાનૈ સો વરતા નદિ દોડ્ડા રૂરૂ પા” શ્રી જિનેશ્વરદેવ પરમાત્માએ તેમના કેવળજ્ઞાનમાં એક સમયમાં ત્રણ કાળ ત્રણ લોકને દેખ્યા છે. એ ભગવાનની વાણીમાં જેવું દેખ્યું છે તેવું આવ્યું છે “મુખ ઓમકાર ધ્વનિ સુનિ અર્થ ગણધર વિચારે” ભગવાનને મુખેથી ઓમ્ ધ્વનિ જે નીકળે છે તે હોઠ અને કંઠ હાલ્યા વિના આખા શરીરમાંથી ઓધ્વનિ નીકળે છે. એ ઓમકાર ધ્વનિ સાંભળીને જે ચારજ્ઞાન અને ચૌદપૂર્વની રચના અંતમુહૂર્તમાં કરે છે તે સંતગણમુનિઓના નાયક છે. ભગવાનની દિવ્ય ધ્વનિમાંથી શાસ્ત્રની રચના કરે છે... એમાંની
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #234
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૨૨
કલશામૃત ભાગ-૨
આ ચીજ સમયસારના કળશો છે તે છે.
,,
અહીં શું કહે છે? “ વિજ્ઞાનર્વિ: ” વિજ્ઞાન એટલે ભેદજ્ઞાનરૂપી અનુભવ. જ્યાં સુધી વિજ્ઞાનરૂપી સૂર્યનો અનુભવ થતો નથી ત્યાં સુધી રાગ મારું કાર્ય અને રાગનો હું કર્તા એવું અજ્ઞાનભાવમાં માને છે. આ દયા-દાન-વ્રત-ભક્તિના પરિણામ જે થાય છે તે રાગ છે તેનો આત્મા કર્તા નથી. ભગવાનનો મા૨ગ ઘણો સૂક્ષ્મ છે.
આ શરીરની કે ભાષાની અવસ્થા હો, તે અવસ્થાઓ આત્માથી કયારેય થતી નથી. તે ૫૨માણુની પર્યાય તેના થવાકાળે થાય છે, તેમાં આત્માનો જરાપણ અધિકા૨ નથી. અહીંયા તો કહે છે-અંદ૨માં જે રાગાદિ થાય છે પુણ્ય-પાપના ભાવ તે પોતાની પર્યાયમાં પોતાના અપરાધથી થાય છે. તે અપરાધનો કર્તા હું અને અપરાધ મારું કાર્ય એમ માને ત્યાં સુધી વિજ્ઞાનઘન આત્માનો અનુભવ થતો નથી.
આહા.. હા ! ભગવાન ચૈતન્યની સત્તા, આનંદકંદ, જ્ઞાનઘન આત્મા જ્યાં સુધી રાગનો કર્તા થાય છે ત્યાં સુધી તેને વિજ્ઞાનઘનનું ભાન નથી. આવી વાતું છે ! આગળના કળશમાં આ વાત કહી ગયા છે.
પ્રભુ ! તું તો વિજ્ઞાનન છો ને ! પ્રભુ ! ચૈતન્યસ્વરૂપ છે. રાગ મારું કાર્ય અને હું તેનો કર્તા તે ચૈતન્ય સ્વરૂપ પ્રભુમાં નથી. હવે જે રાગથી ભિન્ન પડીને પોતાનું ભિન્ન જ્ઞાન થયું તે જ્ઞાનની પર્યાય, સમ્યગ્દર્શનની પર્યાય તે મારું કાર્ય અને આત્મા તેનો કર્તા તે પણ ઉપચારથી કહેવામાં આવે છે.
આહાહા ! ફરીને લઈએ. જે રાગાદિભાવ પુણ્યાદિના દયા-દાનના શુભાશુભ વિકલ્પ તે મારું કર્તવ્ય–કાર્ય છે તે અજ્ઞાનભાવ-મિથ્યાત્વ ભાવમાં છે. આહા... હા ! પરંતુ રાગથી ભિન્ન થઈને વિજ્ઞાનઘનનો અનુભવ થયો તે સમ્યગ્દર્શન જ્ઞાન ચારિત્રના પરિણામ જે ત્રિકાળી ભગવાનના અવલંબનથી થયા તે પરિણામ મારું કાર્ય છે અને હું તેનો કર્તા તે પણ ઉપચારથી છે.
પ્રશ્ન:- શા માટે ઉપચારથી કર્તા છે?
ઉત્ત૨:- રાગથી રહિત પોતાના વીતરાગી પરિણામ જે સમ્યગ્દર્શન જ્ઞાન–ચારિત્રના પરિણામ એ મારું કાર્ય અને હું કર્તા તે ઉપચાર છે. ( અકર્તાને કર્તા કહ્યો માટે ઉપચાર.) ૫૨નો કર્તા તો ઉપચારથી પણ નથી. આ વાત ૪૯ નંબરના કળશમાં આવી ગઈ છે.
k
‘અન્ય દ્રવ્યનો કર્તા અન્ય દ્રવ્ય ઉપચારમાત્રથી પણ નથી, કારણ કે એક સત્ત્વ નથી, ભિન્ન સત્ત્વ છે. ” “ જેવી રીતે ઉ૫ચારમાત્રથી દ્રવ્ય પોતાના પરિણામનો કર્તા છે અને તે પરિણામ દ્રવ્યનું કાર્ય છે તેમ અન્યદ્રવ્યનો કર્તા અન્ય દ્રવ્ય ઉપચારમાત્રથી પણ નથી.’ ભગવાન ! સૂક્ષ્મ વાત છે.
ચૈતન્ય સ્વરૂપ વિજ્ઞાનન પ્રભુ એ તો ચિત્તૂપ-જ્ઞાનરૂપ-આનંદરૂપ આત્મા છે. તેનું
Please inform us of any errors on rajesh.shah@fotalise.co.uk
Page #235
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કલશ-૫O
૨૨૩ ભાન થતાં જે આનંદની, જ્ઞાનની, સમકિતની પર્યાય ઉત્પન્ન થઈ તેનો આત્મા કર્તા અને એ પરિણામ મારું કર્મ તે પણ ઉપચારથી છે-વ્યવહારથી છે. કારણ કે પરિણામ અને પરિણામી બે ચીજ ભિન્ન છે. પર સત્ત્વની અપેક્ષાએ એક સત્ત્વ કહ્યું હતું પરંતુ નિશ્ચયથી તો પરિણામ કા કર્તા પરિણામ અને પરિણામનું કાર્ય પરિણામ છે. ધર્મના પરિણામનો આત્મા કર્તા અને પરિણામ તેનું કર્મ તે ઉપચારથી છે. (અપરિણામી) દ્રવ્યને, વસ્તુને પરિણામની કર્તા કહેવી તે ઉપચારથી છે. આ ગજબ વાત છે. ભગવાન! આ તો વીતરાગનો મારગ છે! દિગમ્બર દર્શન સિવાય આવી ચીજ-વાત કયાંય છે નહીં.
શ્રોતાઃ- આ વાત તો સોનગઢની છે.
ઉત્તર- આ તો આત્માની વાત છે. ભગવાન ! આત્મા અંદરથી સચ્ચિદાનંદ પ્રભુ છેને ભાઈ ! એતો અતીન્દ્રિય જ્ઞાન અને અતીન્દ્રિય આનંદનો પિંડ પ્રભુ આત્મા છે. અરે ! એને ખબર નથી. ચોરાશી લાખના અવતારમાં રખડી-રખડીને દુઃખી છે. તે ચારગતિના ભવ કરી-કરીને દુઃખી છે.
અહીંયા તો સર્વજ્ઞ પરમાત્મા ફરમાવે છે તેને દિગમ્બર મુનિઓ, સંતો! સર્વજ્ઞની વાતને આડતિયા થઈને જગતને જાહેર કરે છે કે-માર્ગ આ છે પ્રભુ! સમજમાં આવ્યું?
જુઓ, આ શરીરની પર્યાય આમ હાલ-ચાલે છે તેનો કર્તા આત્મા ઉપચારથી પણ નથી... અર્થાત્ વ્યવહારથી પણ કર્તા નથી. શરીર છે તે પરમાણુ-માટી-ધૂળ-જડ છે. જડની અવસ્થા જડથી થાય છે, તે અવસ્થા ત્રણકાળમાં આત્માથી થતી નથી. આહાહા ! આ હોઠ હાલે છે, ભાષાની પર્યાય થાય છે તે આત્માનું કર્તવ્ય છે નહીં; વ્યવહારથી પણ નથી. કેમકે જડની પર્યાય તેના કાળે ઉત્પન્ન થાય છે, તે ભગવાન આત્માથી ભિન્ન છે. ઝીણી વાત છે પ્રભુ!
અહીંયા તો કહે છે કે “નાનંતી વિજ્ઞાનાર્વિ:” ભેદજ્ઞાની થયો ત્યારથી રાગ મારું કર્તવ્ય અને રાગનું કારણ હું તે વાત છૂટી ગઈ છે. આહા.. હા ! શરીર, વાણી, મન, પરની હું સેવા કરી શકું. તે જડની ક્રિયા છે. ભગવાનની પૂજા કરે છે તે ક્રિયા તો જડની છે. પ્રભુ! તને ખબર નથી એતો અજીવની ક્રિયા છે, તે તારાથી થયેલી નથી. એ સમયે તને જે ભક્તિનો શુભરાગ આવ્યો તે રાગ છે, તે રાગનો કરવાવાળો હું અને રાગમારું કાર્ય તેમ માનવું તે અજ્ઞાન છે. આ કાંઈ કથા વાર્તા નથી. વીતરાગી મુનિઓના ગંભીર શબ્દો છે.
આહા. હા! દિગમ્બર મુનિઓ એટલે વીતરાગી સંતો. એ અતીન્દ્રિય આનંદના ઝૂલે ઝૂલવાવાળા. જેમને પર્યાયમાં અતીન્દ્રિય આનંદનું ઉગ્ર સ્વસંવેદન થાય છે તેને મુનિ કહે છે. શુદ્ધ ચૈતન્યકંદ, અતીન્દ્રિય આનંદનો નાથ પ્રભુ છે તેના આશ્રયથી જ્યારે મુનિપણું પ્રગટ થાય છે ત્યારે અતીન્દ્રિય આનંદનું પર્યાયમાં ભરતી-પૂર આવે છે. જેમ સમુદ્રના કાંઠે પૂર આવે છે તેમ પર્યાયરૂપ કાંઠે અતીન્દ્રિય આનંદની ભરતી–પૂર આવે છે.
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #236
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૨૪
કલશામૃત ભાગ-૨
આહાહા! ચોથે સમ્યગ્દર્શનમાં અતીન્દ્રિય આંનદનો સ્વાદ છે પણ તે થોડો છે. અને પંચમ ગુણસ્થાને શ્રાવકને ચોથા ગુણસ્થાનથી વિશેષ−( અધિક ) અતીન્દ્રિય આનંદ આવે છે. અને મુનિઓને તો પ્રચુર આનંદ આવે છે.
શ્રી સમયસારની પાંચમી ગાથામાં કુંદકુંદાચાર્ય કહે છે કે–હું મારા વૈભવથી સમયસાર કહીશ. મારો વૈભવ શું છે? આ બધા કરોડપતિ બેઠા-ધૂળના ધણી, તે ધૂળનો વૈભવ મારો છે ? આ શરી૨ તે મારો વૈભવ છે ? તો આ પુણ્ય-પાપના ભાવ તે મારો વૈભવ છે? મારો વૈભવ તો પુણ્ય-પાપથી ભિન્ન પોતાના અતીન્દ્રિય જ્ઞાન આનંદની પર્યાયમાં ભરતી આવવી તે પોતાનો વૈભવ છે. મુનિ કહે છે કે-મારો નિજ વૈભવ તે પ્રચુર સ્વસંવેદન છે. ચોથે ગુણસ્થાને જે આનંદ છે તેના કરતાં મુનિને છકે પ્રચુર સ્વસંવેદન છે એવો પાઠ છે.
સમ્યગ્દર્શન થવા પહેલાં સમજણ થાય છે કે મુનિપણું શું છે ? કેવળજ્ઞાન શું છે ? હું કોણ છું? નવ તત્ત્વનું ભિન્ન ભિન્ન ભાન તો સમ્યગ્દર્શન થયા પહેલાં લક્ષમાં આવે છે, પછી અનુભવમાં આવે છે. વીતરાગ પ્રભુનો આવો મારગ છે.
કુંદકુંદાચાર્યના મૂળ પાઠમાં જે છે તે જ વાત અહીં અમૃતચંદ્રાચાર્ય શ્લોકમાં કહે છે. આ આત્મા વિજ્ઞાનથન છે. વિજ્ઞાન સ્વરૂપ પિંડ પ્રભુ તેને અનુસરીને એટલે કે તેના આશ્રયથી વીતરાગી પર્યાય અનુભવમાં ન આવે ત્યાં સુધી અજ્ઞાની પોતાને રાગનો કર્તા અને રાગ મારું કાર્ય તેમ માને છે. ગુજરાતી ભાષા સમજો છો ને ?હિન્દી થોડી થોડી આવડે છે વધારે નથી આવડતી. અમે તો કાઠિયાવાડી ગુજરાતી છીએ ને ! ? તેથી આ કાઠિયાવાડી ભાષા છે. આ ૮૮ બે આઠડે અડ્ડાયાસી તો શ૨ી૨ને થયા, નેવું માં બે વ૨સ ઓછા છે. આ કાઠિયાવાડ તો અમારું છે ને ?
અહીંયા કહે છે કે “ જેટલોકાળ ” એટલો શબ્દ છે. આ તો અધ્યાત્મભાષા છે ભાઈ ! ભગવાન આ કાંઈ વાર્તા-કથા નથી. થોડા શબ્દમાં પૂરું થઈ જાય તેવું નથી.
દ
‘ જેટલો કાળ વિજ્ઞાનાર્ચી ” વિજ્ઞાનરૂપી સૂર્યનો અનુભવ ન થાય ત્યાં સુધી-તેટલો કાળ જીવ-પુદ્ગલ વિષે જ્ઞાનાવ૨ણાદિનો કર્તા જીવ દ્રવ્ય એવી છે જે મિથ્યા પ્રતીતિ તે અજ્ઞાનપણાથી છે.” આહાહા ! અહીં તો જડકર્મની વાત લીધી છે પણ ભાવકર્મરૂપ જે રાગાદિ છે તે આમાં આવી જાય છે. સમજમાં આવ્યું...?
આહા... હા ! આનંદસ્વરૂપ પ્રભુ આત્મા તેનું જ્યારે સમ્યગ્દર્શન થાય છે અર્થાત્ આનંદનો અનુભવ થાય છે તેને સમ્યગ્દષ્ટિ કહે છે. દેવ-ગુરુ-શાસ્ત્રને માને, ભેદરૂપી નવતત્ત્વને માને.. એ સમકિત ? એ સમકિત નથી ભાઈ! વાત તો ઘણી સૂક્ષ્મ છે ભગવાન ! આ તો ૫૨માત્માના ઘ૨ની વાતો છે. સમજમાં આવ્યું?
કહે છે કે—જ્યાં સુધી ‘ વિજ્ઞાનાર્ચી ' ચૈતન્યઘન પ્રભુનો અનુભવ અર્થાત્ સમ્યગ્દર્શન
Please inform us of any errors on rajesh.shah@tofalise.co.uk
Page #237
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કલશ-૫૦
૨૨૫ નથી ત્યાં સુધી તે રાગનો કર્તા હું અને કર્મની પર્યાયનો કર્તા હું અને કર્મની અવસ્થા મારું કાર્ય અથવા રાગ મારું કાર્ય એમ માને છે, તેને આત્માનો અનુભવ નથી. આહા.... હા! આવી વાત છે.
નિશ્ચયથી વસ્તુનું સ્વરૂપ જ્ઞાનસ્વરૂપ આનંદસ્વરૂપ છે તેનું અજ્ઞાન છે અર્થાત્ વસ્તુનું જ્ઞાન નથી. વસ્તુનું અજ્ઞાન છે ત્યાં સુધી તે રાગનો કર્તા અને રાગ મારું કર્મ તેમ અજ્ઞાની માને છે.
આહા... હા! આ દયા-દાનના ભાવ, વ્રતના ને તપના ભાવ, વિકલ્પરૂપ રાગ તે મારું કાર્ય અને રાગનો હું કર્તા એવું કયાં સુધી માને છે? તો કહે છે કે જ્યાં સુધી તેને જ્ઞાનસ્વરૂપ ભગવાનનું ભાન નથી-અનુભવ નથી ત્યાં સુધી માને છે. સમજમાં આવ્યું? ભગવાન આત્મા જ્ઞાનનો પુંજ પ્રભુ છે તે વસ્તુનું સ્વરૂપ છે. આત્મા રાગનો કર્તા અને રાગ તેનું કર્મ એવું વસ્તુના સ્વરૂપમાં નથી. અજ્ઞાની માને મેં આમ કર્યું ને તેમ કર્યું.
કોઈ પ્રશ્ન કરે છે કે “જ્ઞાનાવરણાદિકર્મનો કર્તા જીવ’ તે અજ્ઞાનપણું છે, તે કઈ રીતે છે?”
કહે છે-વસ્તુનું સ્વરૂપ એવું નથી કે કર્મ બંધનની પર્યાયનો કર્તા હું અને કર્મબંધનની પર્યાય મારું કાર્ય અને રાગનો હું કર્તા અને રાગ મારું કાર્ય તેવું વસ્તુના સ્વરૂપમાં નથી. વ્યવહાર રત્નત્રય જે છે તે રાગ છે. દેવ-ગુરુ-ધર્મની શ્રદ્ધાનો ભાવ રાગ છે. કેમકે પર દ્રવ્યની શ્રદ્ધા છે.
પ્રશ્ન:- એ આત્માની પર્યાય નહીં? ઉત્તરઃ- એ આત્માની પર્યાય નહીં. પ્રશ્ન:- તે શ્રદ્ધાની પર્યાય નહીં?
ઉત્તર:- નહીં, કેમકે વ્યવહાર શ્રદ્ધા તે રાગની પર્યાય છે. પાંચ મહાવ્રતના પરિણામ તે રાગની પર્યાય છે. અને શાસ્ત્રનું લખવું, વાંચવું એ પણ રાગ છે. પદ્મનંદી પંચવિશંતિકામાં તેને વ્યભિચારિણીબુદ્ધિ કહી છે. જે બુદ્ધિ શાસ્ત્રમાં (રમે છે) જાય છે તે બુદ્ધિ વ્યભિચારિણી છે. જે પોતાનું સ્વઘર છોડી અને પરઘરમાં જાય છે તે વિકલ્પ છે, રાગ છે, વ્યભિચાર છે. મારગ આવો છે.. ભગવાન!
ત્રિલોકીનાથ જિનેશ્વરદેવ ભગવાન પરમાત્મા મહાવિદેહ ક્ષેત્રમાં બિરાજે છે. પ્રભુનો ૫૦૦ ધનુષ્યનો દેહ છે. કરોડો પૂર્વનું આયુષ્ય છે. જ્યાં પ્રભુ બિરાજે છે ત્યાં ૨000 વર્ષ પહેલાં કુંદકુંદાચાર્ય ગયા હતા અને આઠ દિવસ રહ્યા હતા. કુંદકુંદાચાર્ય મહાવિદેહમાં ગયા હતા કે નહીં તે વાતમાં લોકો શંકા કરે છે. અરે પ્રભુ! આ તને શું થયું !?
શ્રોતા- શ્વેતામ્બર પણ કહે છે!? ઉત્તર:- શ્વેતામ્બર તો આનું (દીગમ્બર ઉપરથી) અનુમાન કરીને કહે છે. શ્વેતામ્બર
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #238
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૨૬
કલશામૃત ભાગ-૨ પંથ નવો નીકળ્યો છે. એ કયાં જૈન ધર્મ છે. એતો ૨000 વર્ષ પહેલાં દિગમ્બર માંથી નીકળ્યો છે. એ તો કપડાં સહિત મુનિપણું, સ્ત્રીને મુક્તિ, ભગવાનના માતા પિતા બન્નેને તે જ ભવે મુક્તિ વગેરે કષ્નાથી બનાવેલ છે. વસ્તુનું સ્વરૂપ એવું નથી સમજમાં આવ્યું? વળી દિગમ્બરવાળા કહે અમારી અર્જીકા ત્યાં ગયા હતા અને ભાઈ ! આ તો પ્રભુ પાસે ગયા હતા. ત્યાં આઠ દિવસ રહ્યા હતા અને ત્યાંથી આવી આ શાસ્ત્રો બનાવ્યા છે. ત્યાંથી પ્રભુનો આ સંદેશ લાવ્યા છે. આ પ્રભુનો સંદેશ છે.
આહા. હા! જ્યાં સુધી તારી ચીજ જ્ઞાન આનંદરૂપ છે તેનો અનુભવ નહીં, આનંદનો સ્વાદ નહીં ત્યાં સુધી અજ્ઞાન છે. અનુભવ એટલે સ્વાદ આવવો. આ મોસંબી અને ચુરમાના લાડુ, સ્ત્રીના શરીરનો સ્વાદ આવતો નથી, કારણ કે એ તો જડ છે. અજ્ઞાની જડના લક્ષે આ ઠીક છે તેવો વિકલ્પ ઉઠાવે છે ત્યારે તેને રાગનો સ્વાદ આવે છે શરીરાદિ પરવસ્તુનો નહીં. અહીં તો કહેછે-હાડકાં ચામડું રૂપાળું હોય તો પણ તે માટી-ધૂળ છે. ભોગ લ્ય છે તેમાં શરીરનો અનુભવ થાય છે? આ શરીર તો જડ છે અને ભગવાન આત્મા તો અરૂપી છે. અરૂપી આત્મા રૂપીનો સ્વાદ કેવી રીતે ભે! આ રૂપી પદાર્થ અનુકૂળ છે તેમ લક્ષમાં રાખી ને રાગને ઉત્પન્ન કરે છે. તે રાગનો સ્વાદ લ્ય છે. પ્રભુનો મારગ તો આવો છે શુદ્ધાત્માના આનંદનો સ્વાદ આવવો જોઈએ. કેમકે પ્રભુ આત્મા! અનાકુળ અતીન્દ્રિય આનંદનો કંદ છે. સમજમાં આવ્યું?
સક્કરકંદનો દાખલો તો વારંવાર આપીએ છીએ. સક્કરકંદની ઉપર લાલ છાલ છે તેનું લક્ષ છોડી દ્યો તો આખી ચીજ સાકરની મિઠાશનો પિંડ છે. તેથી તેને સકરકંદ કહે છે. તેમ આ પુણ્ય-પાપના વિકલ્પ લાલ છાલ છે, તેનું લક્ષ છોડી અને જે એકલા અતીન્દ્રિય આનંદનો કંદ છે તે ભગવાન આત્મા છે-તેને દૃષ્ટિમાં લેવાનો છે. જેમ લાલ છાલને ફેંકી દ્ય છે તેમ શુભ અશુભ ભાવો છે તે ફેંકી દેવાની ચીજ છે, અર્થાત્ દૃષ્ટિમાંથી તેને છોડવા જેવા છે અને આનંદકંદ ભગવાનને દૃષ્ટિમાં લેવાનો છે. આવો મારગ છે. સમજમાં આવ્યું?
અહીંતો કહે છે કે વસ્તુનું સ્વરૂપ એવું નથી. કેવું નથી? રાગનો હું કર્તા અને રાગ મારું કાર્ય તેમજ પુદ્ગલ કર્મની અવસ્થા મારું કાર્ય અને તેનો હું કર્તા તેવું વસ્તુ સ્વરૂપ નથી.
જ્ઞાનાવરણાદિકર્મનો કર્તા જીવ તે અજ્ઞાનપણું છે તે કઈ રીતે છે તેવો પ્રશ્ન કર્યો છે. જડની પર્યાયનો. રાગની પર્યાયનો અજ્ઞાનપણે આત્મા કર્તા એવું કેમ ? તેનો ઉત્તર કહે છે.
જ્ઞાની પુન: વ્યાકૃવ્યાખ્યત્વમ સત્ત: વયિતુમ સદી” જ્ઞાની અર્થાત્ જીવવસ્તુ અને જ્ઞાનાવરણાદિ કર્મપિંડ પરિણામી-પરિણામ ભાવે એક સંક્રમણરૂપ થવાને અસમર્થ છે.”
અહીં મુનિ ભગવંત જવાબ આપે છે. પરિણામી આત્મામાં કર્મરૂપી પર્યાય અને
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #239
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કલશ-૫૦
૨૨૭
રાગરૂપી પરિણામ તે સ્વભાવમાં એક સંક્રમણ થવામાં અસમર્થ છે. ભગવાન આનંદસ્વરૂપ છે તે રાગમાં ઘુસી જાય, રાગરૂપે થઈ જાય.. તેમ થવાને અસમર્થ છે એટલે કે સમર્થ નથી. ભાઈ ! મારગ તો આવો છે બાપુ ! છ ઢાળામાં આવે છે કે–
“મુનિવ્રત ધાર અનંતબાર પ્રૈવેયક ઉપજાયો, પૈનિજ આતમજ્ઞાન બિના સુખ લેશ ન પાયો.”
મુનિવ્રત ધારણ કરી અનંતવા૨ શૈવયકમાં ગયો. નગ્ન દિગમ્બર મુનિ થઈ અને હજારો રાણીઓને ત્યાગી, પાંચ મહાવ્રત પાળ્યા, જે શુકલ લેશ્યાના કા૨ણે અનંતવા૨ ચૈવયકમાં ગયો. પરંતુ આત્મજ્ઞાન વિના લેશ સુખ ન પાયો. ભગવાન આનંદસ્વરૂપ પ્રભુ છે તેને મહાવ્રતાદિના વિકલ્પોથી-રાગથી ભિન્ન ચીજના અનુભવ વિના અંશે પણ સુખ પ્રગટ કર્યું નહીં. તેનો અર્થ એ થયો કે-પાંચ મહાવ્રત અને અઠ્ઠાવીસ મૂળગુણ વ્યવહાર સમિતિ, ગુપ્તિ તે બધું વિકલ્પ દુઃખરૂપ છે. રાગ છે તે દુઃખરૂપ છે. ભગવાન તો આનંદસ્વરૂપ છે સમજમાં આવ્યું ? આ તો ૫૨માત્માના મારગ છે ભાઈ ! આ કોઈ કથા વાર્તા છે નહીં. આ તો ભાગવત્ કથા છે. ભગવત્ સ્વરૂપ આત્માની કથા છે.
અરે ! ચોરાશીના અવતાર કરી, નક, નિગોદના ભવ કરી કરીને અનંતભવ કર્યા. એ ભવ મિથ્યાત્વને લઈને થયા છે. રાગ મારું કર્તવ્ય નામ કાર્ય છે તે મિથ્યાત્વ ભાવને લઈને ૮૪ લાખ યોનિના અવતાર થયા છે. એક-એક યોનિમાં અનંતવા૨ જનમ્યો છે.
આ બધા અબજોપતિ-કરોડપતિ કહેવાય છે તે બધા રાંકા-ભિખારી દુઃખી છે. પોતાની રિદ્ધિની તેને ખબર નથી અને ૫૨ની રિદ્ધિ મારી છે તેમ માનવાવાળા બિચારા રાંકાભિખારી અને દુઃખી છે. સમજમાં આવ્યું ?
આહા... હા ! એક સાતમી ન૨કમાં રહેવાવાળો ના૨કી જેણે રાગથી ભિન્ન પડીને પોતાના આનંદનો અનુભવ થયો છે તે સુખી છે. સાતમી નરકમાં રહેલો ના૨કી જેને પાણીનું બિંદુ પીવા નથી મળતું, આહા૨નો કણ નથી મળતો, રહેવા માટે સ્થળ નથી મળતું અને તેને જન્મથી સોળરોગો હોય છે છતાં પણ જ્યાં રાગથી આત્માને અંદરથી ભિન્ન જાણ્યો તો સમ્યગ્દર્શન થયું અને તેને આનંદનો સ્વાદ આવ્યો તે સુખી છે. મોટા મોટા સ્વર્ગના દેવ જેની એકત્રીસ સાગરની સ્થિતિ છે તે વ્રતાદિના ભાવથી સ્વર્ગમાં જાય છે તે રાગથી દુઃખી છે. તે સ્વર્ગમાં દુ:ખી છે-કા૨ણ કે તે રાગમાં પિલાય છે.
અહીં વાત ચાલે છે કે“ એવું કેવી રીતે બની શકે ?” આત્મા અજ્ઞાનપણામાં પણ રાગરૂપે સંક્રમણ થવાને અસમર્થ છે. પરિણામી આત્મા તેના પરિણામ ભાવ સ્વરૂપ છે. તે રાગમાં પલટીને એકરૂપ થઈ જાય-તેવી તાકાતે થવાને અસમર્થ છે. ભગવાન આત્મા પલટીને કર્મની પર્યાયરૂપ થઈ જાય, શરીરની પર્યાયરૂપ થઈ જાય, ભાષાની પર્યાયરૂપ થઈ જાય કે રાગની પર્યાયમાં સંક્રમણ કરે-પલટી જાય તેમ થવાને અસમર્થ છે.
Please inform us of any errors on rajesh.shah@fotalise.co.uk
Page #240
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૨૮
કલશાકૃત ભાગ-૨ કહે છે? વ્યાપ્ય એટલે કાર્ય અને વ્યાપક એટલે કર્તા. વ્યાપ્ય એટલે પર્યાય અને વ્યાપક એટલે પર્યાયવાન. વ્યાપ્ય તે પર્યાય છે અને વ્યાપક તે પરિણામી છે. શબ્દમાં પરિણામી પરિણામ સ્વરૂપ એમ લીધું છે. પરિણામી વ્યાપક છે અને પરિણામ વ્યાપ્ય છે. શબ્દ આગળ પાછળ છે. વ્યાપ્ય નામ અવસ્થા-પર્યાય-પરિણામ અને વ્યાપક નામ પ્રસરવાવાળું દ્રવ્ય. અહીં વસ્તુ છે તેને વ્યાપક કહે છે અને પર્યાયને વ્યાપ્ય કહે છે. સમજમાં આવ્યું?
કહે છે કે–વીતરાગમૂર્તિ ભગવાન આત્મા વ્યાપક થઈને રાગરૂપી પરિણામમાં બદલી જાય તેમ અશકય છે તેમ થતું નથી. આવે છે ને...
“જિન સોહી હૈ આતમા, અન્ય સોહી હૈ કર્મ,
યહી વચન સે સમઝલે, જિન પ્રવચનકા મર્મ.” જિન સોહી આતમા એટલે રાગના ત્યાગ સ્વરૂપ ભગવાન આત્મા છે. બપોરે શ્રી સમયસારજી ચાલે છે તેમાં એમ આવશે કે-ભગવાન આત્મા રાગના ત્યાગ સ્વરૂપ છે. તેનો અર્થ એ થયો કે-તે તો વીતરાગ સ્વરૂપ જ છે. આત્માની શક્તિ અને તેનો સ્વભાવ વીતરાગ સ્વરૂપ જ છે. એ વીતરાગ સ્વરૂપ આત્મા રાગમાં સંક્રમણ થઈ જાય-પલટી જાય તેમ થવું અશકય છે. જો આત્મા પલટીને રાગમાં જાય તો રાગનો કર્તા અને રાગ તેનું કર્મ એમ થઈ શકે. સમજમાં આવ્યું?
પ્રશ્ન- અનુમાન જ્ઞાનમાં આવે છે, અનુભવમાં કેમ આવતો નથી?
ઉત્તર- પહેલાં અનુમાનમાં ખ્યાલ આવે પછી અનુભવમાં આવે ને? પહેલાં શુકન થાય પછી તેનું ફળ આવે ને!!માણસ નથી કહેતા કે શુકન સારાં થયાં હવે ચાલો... કામે! એમ આ પહેલાં શુકનમાં અર્થાત્ લક્ષમાં આવવું જોઈએ. આહાહા.! અરે ભાઈ ! પરમાત્માના ઘરની, તત્ત્વની વાત સાંભળવા માટે પણ ભાગ્ય હોવા જોઈએ.
ત્રિલોકીનાથ જિનેશ્વરદેવ પરમાત્મા જેને સો ઇન્દ્રો પૂજે અને જેને સાંભળવા માટે સૌધર્મ-શકેન્દ્ર દેવલોકનો ઇન્દ્ર આવે છે. તે ઇન્દ્રની સેવામાં અસંખ્ય દેવ છે. તે બત્રીસ લાખ વિમાનનો સાહેબો છે. એક-એક વિમાનમાં અસંખ્યદેવ છે. એ ઇન્દ્રને આત્મજ્ઞાન છે. અને ભગવાને તેને એક ભવતારી કહ્યો છે.
ત્રિલોકીનાથ પરમાત્માએ કહ્યું છે કે ઇન્દ્ર એક ભવતારી છે. ત્યાંથી મનુષ્ય થઈને મોક્ષ જવાના છે. એ ઇન્દ્રની પટરાણી જે ઇન્દ્રાણી છે એ જ્યારે ઉત્પન્ન થઈ હતી ત્યારે મિથ્યાદેષ્ટિ હતી. સ્ત્રી પણે અવતરી ત્યારે મિથ્યાદેષ્ટિ હતી. સ્ત્રી થાય એ મિથ્યાષ્ટિ પણે થાય અને પછી આત્મજ્ઞાન પામી. તે પણ એકભવતારી છે. પતિ-પત્નિ બન્ને એક મનુષ્ય ભવ ધારણ કરીને કેવળજ્ઞાન પ્રગટ કરીને પછી મોક્ષે જવાના છે. એવા ઇન્દ્રને ઇન્દ્રાણી જે ભગવાનની સભામાં આવે છે તે વાણી કેવી હોય! જેની પાસે ત્રણજ્ઞાન છે મતિ-શ્રુત
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #241
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કલશ-૫૦
૨૨૯
અને અવધિ અને એક ભવ પછી મોક્ષ જવાના છે તેવો નિર્ણય અંતર અનુભવથી છે. તેઓ જે વાણીને સાંભળવા જાય તે વાણી કેવી હશે બાપા! એ વીતરાગની વાણી અલૌકિક છે ભાઈ !
શ્રી બના૨સીદાસનું ‘બનારસી વિલાસ ’ છે તેમાં એક સ્તુતિ છે એમાં આવે છે કે– अतीता अजीता सदा निर्विकारा,
66
विषै वाटिका खंडिनी खङ्गाधारा ।
पुरा पाप विक्षेप कर्तृ कृपाणी, नमो देवि वागेश्वरी जैनवाणी ।।
99
વાગેશ્વરી એટલે પેલી વાઘેશ્વરી એમ નહીં હો ! વાગેશ્વરી એટલે વાણીમાં ઈશ્વર એવી વીતરાગી વાણી ત્રણકાળમાં બીજે કયાંય હોય શકે નહીં.. તેવી વાગેશ્વરી જૈનવાણી છે.
પહેલાનું પદ છે
แ
'अखै वृक्षशाखा व्यतीताभिलाषा, कथा संस्कृता प्राकृता देशभाषा।
7)
चिदानंदभूपालकी राजधानी, नमो देवि वागेश्वरी जैनवाणी ।।
વીતરાગની વાણી સદા નિર્વિકારી છે. ભગવાન ત્રિલોકનાથની દિવ્ય ધ્વનિ તે વીતરાગપણાંને બતાવનાર વાણી છે. ‘વિષય વાટિકા ' વિષયની વાણીને ખંડન કરી નાખે છે. પાંચ ઇન્દ્રિયોના વિષયને તે તોડી નાખે છે.. એવી વીતરાગની વાણી છે.
અહીં શું કહે છે ? પ્રભુ ! આત્મદ્રવ્ય જે વસ્તુ છે તે આનંદ અને જ્ઞાનનો કંદ છે... તે પલટી અને શ૨ી૨, કર્મની અવસ્થામાં સંક્રમણ થઈ જાય તેમ કયારેય બની શકતું નથી. તેમ પુણ્ય-પાપ, દયા-દાન વ્રત-ભક્તિના ભાવ જે રાગ છે એ રાગ મારા પરિણામમાં પરિણમી સંમી જાય તેવી ચીજ નથી. પરિણામી એવો ભગવાન આત્મા અને રાગ પરિણામ તે રાગે પરિણમી જાય એવી ચીજ નથી. ઝીણી વાત છે. ધર્મ શું ચીજ છે તે લોકોને ખબર કયાં છે ?
ભાઈ, વીતરાગ પરમેશ્વર એનું શું સ્વરૂપ છે તેની ખબર ન મળે. ‘ મો અરિહંતાણં ’ તેમ બોલે, પણ એક‘ ક' અક્ષર બોલવામાં તો અસંખ્ય સમય જાય અને તેવા એક સમયમાં તો તેના જ્ઞાનમાં અનંતા સિદ્ધો જણાય, અનંતા-ત્રણકાળના નિગોદના જીવો, ત્રણકાળના દ્રવ્ય-ગુણ અને પર્યાયો જણાય તે પર્યાય કેવડી હશે ? એવા જિનેશ્વરદેવ એમ કહે છે કે–પ્રભુ એકવાર સાંભળતો ખરો ! તારી પ્રભુતા છૂટી જાય અને પામરતામાં તારું સંક્રમણ થઈ જાય એમ બનતું નથી.
આહા.. હા ! પ્રભુ તું અનંત આનંદ અને અતીન્દ્રિય જ્ઞાનનો સાગર વીતરાગી છો. એ વીતરાગભાવનો પિંડ પ્રભુ પલટીને રાગ ભાવમાં ચાલ્યો જાય એમ કદી બની શકે નહીં. અજ્ઞાની માને કે રાગ મારું કર્તવ્ય છે–કાર્ય છે એમ જે માને તેથી ચીજ તેમ થઈ
Please inform us of any errors on rajesh.shah@fotalise.co.uk
Page #242
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૩
કલશામૃત ભાગ-૨ જતી નથી. શ્રી પ્રવચનસારજી ૨00 ગાથામાં આવે છે કે-ભગવાન ! તું આત્માને ગમે તે રીતે માને પરંતુ આત્મા તો અનાદિથી જે જ્ઞાયકરૂપ છે તે જ્ઞાયકરૂપ જ રહ્યો છે. પ્રવચનસાર તે ભગવાનની વાણી છે. પ્રવચન = પ્ર નામ ઉત્કૃષ્ટ દિવ્ય ધ્વનિ. -દિવ્ય વાણી-ઓમકાર ધ્વનિ. સમજમાં આવ્યું!? અરે! મૂળ ચીજની ખબર ન હોય અને એને ધર્મ થઈ જાય તેમ બને નહીં. બાપુ ! વીતરાગનો મારગ કોઈ અલૌકિક છે. અનંત કાળમાં જે દુર્લભ હોય તે વાત છે. અત્યારે તો પરમસત્યની વાણીનો ઉપદેશ દુર્લભ થઈ ગયો છે.
મારગ તો આ છે.
“નિત્યમ અત્યંત મેલાતદ્રવ્ય સ્વભાવથી અત્યંત ભેદ છે. શું કહે છે? ચૈતન્ય ભગવાનથી રાગનો અને પુદ્ગલનો અત્યંત ભેદ છે. આ રાજમલ્લજીની ટીકા છે. જેમાંથી બનારસીદાસે નાટક સમયસાર બનાવ્યું છે. “નિત્યમ્ અત્યંત મેવા” દ્રવ્ય સ્વભાવથી અત્યંત ભેદ છે. રાગ ભાવ છે તે પુદ્ગલભાવ અને તેનાથી આત્મભાવ અત્યંત ભેદ-ભિન્ન છે. તે ત્રણેમાં અત્યંત ભેદ છે. એક ચીજમાં બીજી ચીજનું કેવી રીતે સંક્રમણ થઈ જાય. જ્ઞાયક સ્વરૂપ ભગવાન તે પલટીને રાગમાં શા માટે સંક્રમણ પામી જાય!! તેમ બનતું નથી કારણ કે તે ભિન્ન સત્ત્વ છે. સમજમાં આવ્યું?! આ તો કહેશરીરને હું ચલાવું છું, વાણીને હું કહું છું, ઉપદેશ હું આપું છું. ભાઈ ! એ વાણીનો આત્મા કર્તા નથી. વાણી. વાણીના કાળે, વાણીના કારણે વાણી આવે છે. ત્યાં આત્મા એનો કર્તા નથી. ભાષા તે આત્માનું કાર્ય નથી.
પ્રશ્ન:- એ તો ભાવ કરે ત્યારે થાય, ભાવ ન કરે તો વાણી કેમ થાય?
ઉત્તર:- ભાવ કરે તોય ન થાય. ભગવાનને કેવળજ્ઞાન વૈશાખસુદ દશમે થયું અને વાણી છાસઠ દિવસે નીકળી. એ વાણી નીકળવાનો કાળ હતો ત્યારે નીકળી. એ વાણી ગણધર આવ્યા માટે નીકળી તેમ નથી, એ પણ નિમિત્તનું કથન છે. ભગવાનને કેવળજ્ઞાન તો વૈશાખ સુદ દશમના થયું અને વાણી છાસઠ દિવસ પછી એટલે અષાઢવદ એકમના (દિવ્યધ્વનિ) છૂટી.
અહીં એક પ્રશ્ન થયો કે-ઇન્દ્ર ગૌતમને પહેલાં કેમ ન લાવ્યા? અહીં કેવળજ્ઞાન થયું ત્યારે કેમ ન લાવ્યા? તો કહે છે ગૌતમને ભગવાનની વાણી સાંભળવાની, સમજવાની કાળલબ્ધિ ન હતી. છાસઠ્ઠ દિવસ પાછળ હતી. આ ધવલમાં પાઠ છે. અહીં તો ધવલ, મહાધવલ, જયધવલ બધું જોયું છે. ચાલીશગ્રંથ બહાર આવ્યા છે. બધા ગ્રંથ અહીં આવ્યા છે. ચાલીશ ગ્રંથ પછી થોડા આવ્યા છે તેમાં સાત-આઠ ગ્રંથનો (સ્વાધ્યાય ) બાકી છે.
પહેલાં શ્વેતામ્બરના કરોડો શ્લોક કેટલીય વાર વાંચ્યા અને ભણ્યાં હતા. પરંતુ
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #243
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કલશ-૫૦
૨૩૧
અરેરે...! જ્યાં સમયસાર હાથમાં આવ્યું તો અંદરથી આવ્યું કે–ઓહોહો ! આ તો અશરીરી થવાની વાણી છે. શ૨ી૨ રહિત થવાની વાણી છે. ૧૯૭૮ સાલની વાત છે. આજથી ૫૫ વર્ષ પહેલાની વાત છે. જ્યારે સમયસાર હાથમાં આવ્યું ત્યારે કીધું કે આ તો અશરીરી થવું હોય, સિદ્ધપદ પ્રગટ કરવું હોય તેના માટેની વાણી છે. આવી વાણી કયાંય છે નહીં. તે આ વાણી છે જુઓ!
અહીં કહે છે કે આત્મદ્રવ્ય વસ્તુ અને પુણ્ય-પાપના ભાવ તે આસ્રવ તત્ત્વ અને જડકર્મ તે અજીવ તત્ત્વ છે. એક તત્ત્વ બીજા તત્ત્વમાં સંક્રમણ થઈ જાય તેમ બનતું નથી. કેમકે બન્નેમાં અત્યંત ભેદ છે. આવો ભેદ ન લીધો પરંતુ અત્યંત ભેદ લીધો. આહા... હા ! આ વ્યવહાર રત્નત્રયનો રાગ અને ભગવાન આત્મા તે બે વચ્ચે અત્યંત ભેદ છે.
આ જે કહ્યું તેનું વિવરણ એટલે સ્પષ્ટીકરણ. વિવ૨ણ-જીવદ્રવ્યના ભિન્ન પ્રદેશ ચૈતન્ય સ્વભાવ, પુદ્ગલ દ્રવ્યના ભિન્ન પ્રદેશ અચેતન સ્વભાવ-એ રીતે ભેદ ઘણો છે. આહાહા ! સમયસારના સંવર અધિકારમાં એવું લીધું છે. કે- દયા-દાન-વ્રતભક્તિના જેટલા પરિણામ ઉત્પન્ન થાય છે તેના પ્રદેશ ભિન્ન છે. છે તો અસંખ્ય પ્રદેશ; પરંતુ જેટલામાં રાગ ઉત્પન્ન થાય છે તેનું ક્ષેત્ર ને પ્રદેશ ભિન્ન ગણવામાં આવ્યા છે. વસ્તુ ભિન્ન છે તો તેનું ક્ષેત્ર ભિન્ન છે તેમ કહ્યું છે સંવ૨અધિકાર, સમજમાં આવ્યું ? ! થોડું થોડું સમજવું ભગવાન ! આ તો અમૃતના ઘરની વાતું છે.
અહીં કહે કે-પુણ્ય-પાપના ભાવ જેટલા અંશમાં-ક્ષેત્રમાં ઉત્પન્ન થાય છે એ ક્ષેત્ર ભિન્ન છે અને આનંદઘન ભગવાનનું આખું ક્ષેત્ર ભિન્ન છે. સમજમાં આવ્યું કાંઈ ? જેમ પર્વત ઉ૫૨ ઘાસ ઉત્પન્ન થાય છે તેનું ક્ષેત્ર ભિન્ન છે અને બાકીના આખા પર્વતનું ક્ષેત્ર ભિન્ન છે. તેમ અહીંયા કહે છે કે-જેમાં વિકાર ઉત્પન્ન થાય છે, પર્યાય ઉત્પન્ન થાય છે તેના પ્રદેશ ભિન્ન છે એમ અહીં કહે છે. ચિદ્વિલાસમાં તો એમ લીધું છે કે–નિર્મળ પર્યાયના પ્રદેશ ભિન્ન છે અને ત્રિકાળી સ્વભાવના પ્રદેશ ભિન્ન છે. અસંખ્યાત પ્રદેશ મળેલાં છે છતાં તેમાં બે ભાગ છે.
આહા... હા ! જીવદ્રવ્યના જે ભિન્ન પ્રદેશ છે તે તો ચૈતન્ય સ્વભાવે જ છે. ક્ષેત્રભિન્ન અને ભાવે ભિન્ન છે તેમ બન્ને પ્રકારે લીધું છે. પુદ્ગલ દ્રવ્યનું ક્ષેત્ર-પ્રદેશ ભિન્ન અને અચેતન સ્વભાવની ભાવે ભિન્નતા છે. તે વચ્ચે અત્યંત ભિન્નતા છે. બે વચ્ચે ભિન્ન અંત્તર છે. ભગવાન તને તારી ખબર નથી. સમજમાં આવ્યું કાંઈ ? આવી રીતે બેના પ્રદેશો ભિન્ન છે તો બે એક કેવી રીતે થઈ જાય ? બે ભિન્ન છે તે એક કેવી રીતે થાય ? જ્ઞાયકભાવ છે તે રાગરૂપે કેવી રીતે થાય ? અને જ્ઞાનભાવ છે તે જડ પર્યાયરૂપે કેવી રીતે થઈ જાય ? તે કયારેય થતાં નથી. ભાઈ ! માનો કે ન માનો ! તે બીજી વાત છે.
**
Please inform us of any errors on rajesh.shah@fotalise.co.uk
Page #244
--------------------------------------------------------------------------
________________
૨૩૨
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કલશામૃત ભાગ-૨ તા. ૧૦-૮- ’૭૭
પ્રવચન નં. ૬૩
કળશટીકાનો કર્તાકર્મ અધિકાર ચાલે છે. થોડું વિવરણ ચાલી ગયું છે. પ્રભુ! તત્ત્વજ્ઞાનની વાત ઘણી સૂક્ષ્મ હોય છે સૂક્ષ્મ છે... અપૂર્વ છે.. અને તેનો લાભ પણ અપૂર્વ છે. જીવદ્રવ્યના ભિન્ન પ્રદેશ ચૈતન્યસ્વભાવ, પુદ્ગલદ્રવ્યના ભિન્ન પ્રદેશ અચેતન સ્વભાવ, -એ રીતે ભેદ ઘણો છે. ”
દ
ભગવાન આત્મા જે જીવદ્રવ્ય છે તેનો ચૈતન્ય સ્વભાવ છે. આ જે જીવદ્રવ્ય છેજીવવસ્તુના પ્રદેશ... ચૈતન્યના પ્રદેશ જડનાં પ્રદેશથી ભિન્ન છે. ૫૨ક્ષેત્રથી... જીવદ્રવ્યનું ક્ષેત્ર ભિન્ન છે. ભગવાન આત્માનો ચૈતન્ય સ્વભાવ અર્થાત્ જાણન સ્વભાવ છે તે ૫૨દ્રવ્યનું કેવી રીતે કરી શકે ? એ વાત કહે છે.
ભગવાન આત્મા જે ચૈતન્ય સ્વભાવી છે તે શરીર, વાણી, મન, કર્મ અને રાગ દ્વેષના પરિણામનો કર્તા કેવી રીતે થાય ? ભાઈ ! સૂક્ષ્મવાત છે. ચૈતન્ય સ્વભાવના ભિન્ન પ્રદેશ અને જગતની ચીજના પ્રદેશ ભિન્ન છે. ચૈતન્ય સ્વરૂપી ભગવાન આત્મા અને પુદ્ગલ દ્રવ્યના પ્રદેશ ભિન્ન છે. આ શરીર, કર્મના ૫૨માણુ છે તેના પ્રદેશ ભિન્ન છે. અત્યારે તો આટલી વાત લેવી છે.
આ શરીર, મન, વાણી, કર્મ તે તો અચેતન સ્વભાવે છે. પંરતુ આ દયા-દાનવ્રત-ભક્તિના, પુણ્ય-પાપના ભાવ એનો અચેતન સ્વભાવ છે. ભગવાન આત્માના અસંખ્ય પ્રદેશ તે જગતના પ્રદેશથી ભિન્ન છે.. અને આત્માનો સ્વભાવ તો ચૈતન્ય છેજાણવું–દેખવું તેનો સ્વભાવ છે. આ રીતે ભેદ-જુદાઈ ઘણી છે.
જીવનો ચૈતન્ય સ્વભાવ છે અને શ૨ી૨, વાણી, મન એ તો જડ-માટી–ધૂળ છે. અંદરમાં જે પુણ્ય ને પાપના ભાવ થાય છે. એ પણ ચૈતન્ય સ્વભાવથી ખાલી છે અર્થાત્ અચેતન છે. આ રીતે બન્નેમાં ભેદ ઘણો છે.
એ.. શું કહ્યું ? ભગવાન આત્માનો ચૈતન્ય સ્વભાવ અને શુભાશુભ રાગનો અચેતન સ્વભાવ અને શરી૨, કર્મનો અચેતન સ્વભાવ તે બન્નેનો ભેદ-ભિન્નતા ઘણી છે. ૨૧૬ કળશમાં ત્યાં ‘સ્વપર પરિગતિ' આવ્યું અને આ કળશમાં “જ્ઞમામ્ સ્વપર પરિગતિ ખાનદ્ અપિ” તેમ છે. વાત જરા સૂક્ષ્મ છે.. ભગવાન !
દ
આત્માની જે જ્ઞાન પર્યાય છે તે સ્વને જાણે છે. પોતાના દ્રવ્ય અને ગુણ જે ત્રિકાળી છે તેને તે પર્યાય જાણે છે, અને તે પર્યાય રાગાદિ ૫૨ને પણ જાણે છે. અહીં તો એટલું લેવું છે કે–જ્ઞાનસ્વરૂપી આત્મા આ રાગાદિ ભાવને જાણે છે. સ્વને જાણે છે અને ૫૨ને જાણે છે.. પરંતુ ૫૨નો કર્તા થતો નથી તેવો તેનો સ્વભાવ છે. સમજમાં આવ્યું ?
આહા.. હા ! સૂક્ષ્મતાથી લઈએ તો ત્યાં ૨૧૬ કળશમાં તો એમ લીધું છે કે-પોતાનો ચૈતન્ય-જાણક સ્વભાવ અને રાગાદિ પુણ્યાદિભાવનો અચેતન સ્વભાવ છે.. તો ચેતન
Please inform us of any errors on rajesh.shah@fofalise.co.uk
Page #245
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કલશ-૫O
૨૩૩ સ્વભાવ અચેતન સ્વભાવનો કર્તા કેવી રીતે થાય? ચૈતન્ય સ્વભાવનું કાર્ય પુણ્યપાપના ભાવો કેવી રીતે થાય? ભગવાન ! તત્ત્વની ઝીણી વાત છે.
આગળ જઈએ તો વાત તો એવી છે કે પોતાનો આત્મા, પોતાની જ્ઞાનની પર્યાયમાં સ્પશેયપણે જણાય છે. પોતાની જ્ઞાન પર્યાય દ્રવ્ય-ગુણ છે તેને જાણે છે અને પોતાની પર્યાયને જાણે છે, અને તે પર્યાય રાગાદિ, પુદ્ગલાદિ સર્વ દ્રવ્યોને જાણે છે. આહા.. હા! તે જાણે છે પણ.. તે પર્યાય જે ત્રિકાળી દ્રવ્ય છે તે રૂપે થતી નથી. સમજાણું કાંઈ? વીતરાગનું તત્ત્વજ્ઞાન બહુ સૂક્ષ્મ છે.
ચૈતન્ય સ્વભાવ તે તો ત્રિકાળી છે અને તેની વર્તમાન જ્ઞાનની પર્યાયમાં સ્વપરને જાણવાનો તેનો સ્વભાવ છે. સ્વપરને તે જ્ઞાનની વર્તમાન દશા જાણે છતાં પણ એ જ્ઞાનની પર્યાય સ્વય જે (ત્રિકાળી) દ્રવ્ય છે તે રૂપે થતી નથી.
પોતાની જ્ઞાનની પર્યાય રૂપર પ્રકાશક સામર્થ્યવાળી છે. તે સ્વદ્રવ્ય એવા ત્રિકાળી સચ્ચિદાનંદ ભગવાન ‘પૂમિદમ્નપૂર્ણાનંદ પ્રભુ જે દ્રવ્ય સ્વભાવ છે તેને વર્તમાન જ્ઞાનની દશા જાણે છે. જાણતી હોવા છતાં તે પર્યાય દ્રવ્યમાં ઘૂસી જતી નથી-દ્રવ્યરૂપ થતી નથી. આહા.. હા! આવી વાત હવે!
આહાહા ! જાણનારી વર્તમાન જ્ઞાનની પર્યાય રૂપર પરિણતિને જાણે છે. સ્વપરમાં પોતાના દ્રવ્ય-ગુણ-પર્યાય અને ઉત્પાદ-વ્યય-ધ્રુવ અને પરના દ્રવ્ય-ગુણપર્યાય અને ઉત્પાદ-વ્યય-ધ્રુવ ને વર્તમાન જ્ઞાનની પર્યાય પુણ્ય-પાપના ભાવો ચૈતન્યસ્વભાવનું કાર્ય કેવી રીતે થાય ? પોતાના સામર્થ્યથી જાણે છે. પણ તે પર્યાય રાગરૂપ કર્મરૂપ તો થતી નથી. પરંતુ તે પર્યાય દ્રવ્યરૂપે થતી નથી.
શ્રોતા- તો પર્યાય પર્યાયરૂપ રહે છે.
ઉત્તર- હા, એવી વાત છે. આ તો વીતરાગ ભગવાનનું જૈન શાસન છે. જૈન પરમેશ્વર સિવાય આવી વાત કયાંય છે નહીં. શ્રી સર્વજ્ઞ પરમેશ્વર ફરમાવે છે તે એકવાર સાંભળ તો ખરો ! અહીંયા ૭ર ગાથામાં તો આત્માને ભગવાન તરીકે બોલાવે છે. કેમકે પર્યાયમાં જે ભગવાનપણું-પરમાત્મપણું-અરિહંતપણું જે પ્રાપ્ત થાય છે તે કયાંથી થાય છે? એ.. અંદર જે પરમાત્મ સ્વરૂપ છે તેમાંથી પરમાત્માપણું આવે છે. દ્રવ્ય સ્વભાવ પરમાત્મ સ્વરૂપ છે. પ્રભુ! તને તારી કિંમત નથી અને બીજાની કિંમત લાગે છે. પોતાની ચીજ જે ધ્રુવ છે તે એક સમયમાં અનંત પરમાત્મ સ્વરૂપે ભરી પડી છે. પરમાત્મ સ્વરૂપ જ છે. આહા... હા ! એ પરમાત્મ સ્વરૂપનું જ્ઞાન તે પર્યાયમાં આવે છે. પરંતુ તે દ્રવ્ય પર્યાયમાં આવતું નથી. વર્તમાન જ્ઞાનની પર્યાયમાં એટલું સામર્થ્ય છે. સામર્થ્યતો છે પરંતુ સ્વ ઉપર લક્ષ દેવાથી પોતાની પર્યાયમાં સામર્થ્યતા પ્રગટ થાય છે. સમાજમાં આવ્યું? ગજબ વાત છે. પ્રભુનો મારગ આવો છે ભાઈ !
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #246
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૩૪
કલશાકૃત ભાગ-૨ આહા.. હા ! અંદરમાં સચ્ચિદાનંદ પ્રભુ, અનંતગુણ શક્તિ સંપન્ન આત્મા છે તેને પરમાત્મા સ્વરૂપ જ કહ્યો છે. સર્વે જીવો સર્વ કાળે, સર્વ ક્ષેત્રમાં પૂર્ણ જ્ઞાન અને આનંદસ્વભાવથી ભરેલા જીવો છે. વાત બેસવી બહુ કઠણ બાપુ! આ વાત જેની પ્રતીતિમાં આવી ગઈ તેના જનમ-મરણનો અંત આવી જાય છે. કેમકે સ્વરૂપમાં જન્મમરણનો અને જન્મ-મરણના કારણનો અભાવ છે.
ભગવાન આત્મામાં ભાવ છે. તે પરમાનંદ, પરમજ્ઞાનાદિ અતીન્દ્રિય સ્વભાવથી ભરેલો એ ભાવ છે. એ પરમાનંદનો નાથ પ્રભુ અર્થાત્ પોતાનું સ્વરૂપ જ્ઞાનની વર્તમાન પર્યાયમાં જાણવામાં આવે છે. તે પર્યાયનું સામર્થ્ય બતાવતાં સમયસાર ૧૭, ૧૮ ગાથામાં લીધું છે કે તારી વર્તમાન જ્ઞાન પર્યાયમાં જે પૂર્ણાનંદનો નાથ પરમાત્મા સ્વરૂપ તું છે તેનું જ જ્ઞાન થાય છે. કેમકે જ્ઞાનની પર્યાય રૂપર પ્રકાશક સામર્થ્યવાળી છે.
શ્રી કુંદકુંદાચાર્યે (સમયસાર) રચ્યું અને અમૃતચંદ્રાચાર્યે તેની ટીકા બનાવી. એ વીતરાગી સંતો આ વાત કહે છે. પ્રભુ! તું એકવાર સાંભળ તો ખરો ! ભાઈ ! બાપુ ઝીણું બહુ છે. વાણિયાને જૈનધર્મ મળ્યો, સંપ્રદાય મળ્યો પણ વસ્તુ સ્થિતિ બહુ સૂક્ષ્મ છે.
અહીં “સ્વીર પરિણતિ નાનન ” આવો પાઠ છે. પોતાની પરિણતિમાં દ્રવ્યગુણ-પર્યાય ત્રણેય આવ્યા અને પર પરિણતિમાં પણ દ્રવ્ય-ગુણ-પર્યાય ત્રણેય આવ્યા. એકલી પરિણતિ એમ અર્થ નથી. જુઓ, “પરિણતિ નો અર્થ કર્યો કે “દ્રવ્ય-ગુણપર્યાય અથવા ઉત્પાદ-વ્યય-ધ્રુવ” તેવો અર્થ છે પાઠમાં. આહા.. હા! દિગમ્બર સંતોની વાણી કેવળજ્ઞાનને સ્પર્શે એવી છે. તે વાણીને સમજવા માટે મોટો પુરુષાર્થ જોઈએ. એ કાંઈ બહારથી દયા-દાન, વ્રત-ભક્તિ-પૂજા કરવાથી પ્રાપ્ત થાય છે એવું નથી. એ તો અંતર્મુખ દેષ્ટિ કરવાથી પ્રાપ્ત થાય છે. આહા.... હા ! એ દૃષ્ટિ તે તો પર્યાય છે પરંતુ પર્યાય માને છે ત્રિકાળી દ્રવ્યને. એ માને છે કે શ્રદ્ધામાં ત્રિકાળી દ્રવ્યની શ્રદ્ધા આવી પણ તે પર્યાયમાં ત્રિકાળી દ્રવ્ય આવ્યું નહીં.
શ્રોતા- પર્યાયમાં ત્રિકાળી દ્રવ્ય નથી આવતું? ઉત્તર:- ભાઈ ! તે બન્ને ચીજ ભિન્ન છે. શ્રોતા:- તો તેની શ્રદ્ધા આવીને !
ઉત્તર- મારી ચીજ પુર્ણાનંદ પરમાત્મા છે એવી શ્રદ્ધા પોતાનામાંથી પોતાને આવી, દ્રવ્યના કારણે પણ નહીં. સૂક્ષ્મ વાત છે-ભગવાન! જૈનદર્શનનું તત્ત્વજ્ઞાન તે સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન છે, તે ઘણું સૂક્ષ્મ છે અને જો તે પ્રાપ્ત થયું તો જન્મ-મરણનો અંત આવી જાય છે. તેને પરમાત્માના ભણકારા વાગ્યા. હવે તે અલ્પકાળમાં પરમાત્મા થઈ જશે. અને સમ્યગ્દર્શન વિના લાખ કરોડ ઉપવાસ કરે, કલેશ કરે-વ્રત પાળે, ભક્તિ કરે તે બધો સંસાર છે.
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #247
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કલશ-૫O
૨૩૫ પ્રશ્ન:- વ્યાપક દ્રવ્ય વ્યાપ્ય પર્યાયમાં પ્રસરતું નથી ?
ઉત્તરઃ- દ્રવ્ય પર્યાયમાં આવતું નથી. એ વાત સમયસાર ૪૯ ગાથામાં કરી છે. પોતાનો આત્મા જે દ્રવ્ય છે તેને પર્યાય સ્પર્શતી નથી. પોતાનો જે ત્રિકાળી ભગવાન છે તે કયારેય પર્યાયને અડતો નથી, અને પોતાની પર્યાય છે તે દ્રવ્યને અડતી (સ્પર્શતી) નથી.
ભગવાન આત્માની સમ્યજ્ઞાન પર્યાય; ચૈતન્યની પર્યાય છે તે વ્યવહાર રત્નત્રયના દયા-દાનના જે વિકલ્પ છે તેને અડતી નથી પરંતુ તેનું જ્ઞાન થાય છે. તેનું જ્ઞાન પણ જે રાગ આવ્યો છે તે રાગથી અહીંયા જ્ઞાન થયું એમ પણ નથી. આવી વાત છે. તે જ્ઞાનની પર્યાયનું સ્વયં સિદ્ધ સામર્થ્ય એટલું છે કે તે રાગને અડયા વિના રાગનું જ્ઞાન કરે છે અને જ્ઞાનની પર્યાય દ્રવ્યને અડયા વિના દ્રવ્યનું જ્ઞાન કરે છે. મારગ આવો છે. લોકોને સત્યવાત શું છે તે સાંભળવા પણ મળે નહીં. સંપ્રદાયમાં જન્મ લીધો તેથી કહે અમે દિગમ્બર છીએ, તે કહે અમે શ્વેતામ્બર છીએ.
પ્રભુ! વીતરાગ સર્વ પરમાત્મા, ગણધર અને ઇન્દ્રોની વચ્ચે જે વાત કરતા હતા તે આ વાત છે. પ્રભુ! તું આવી ચીજ છે. એક સમયની જ્ઞાનની પર્યાયમાં આખું દ્રવ્ય અને પૂર્ણ ગુણ જાણવામાં આવે છે, એવું હોવા છતાં પણ પર્યાય દ્રવ્યને અડતી નથી.
કહે છે? એક સમયની જ્ઞાનની પર્યાયમાં જગતના છએ દ્રવ્યો; તેમાં પોતાના સિવાય અનંતા સિદ્ધો, અનંતા નિગોદના જીવો અને તેનાથી અનંતગુણા પરમાણુઓ અને તેના ઉત્પાદ-વ્યય ને ધ્રુવ અને તેના દ્રવ્ય-ગુણ ને પર્યાય અને પોતાના દ્રવ્ય-ગુણ ને પર્યાય તે બધું જ્ઞાનની પર્યાયમાં જાણવામાં આવે છે. એવી તેની તાકાત છે. આવી પર્યાયને તે રૂપે ન માને અને અલ્પજ્ઞ છે, રાગને જાણે છે તો રાગરૂપ થઈ ગઈ તેવું ત્રણકાળમાં બનતું નથી. ધર્મીને પણ વ્યવહાર–રાગ આવે છે. પણ તેને હેયબુદ્ધિએ આવે છે. જ્યાં સુધી વીતરાગ ન થાય ત્યાં સુધી ધર્મી જીવને વ્યવહાર આવે છે પરંતુ હેયબુદ્ધિએ આવે છે.
આહા ! ધર્મી જીવને આત્મજ્ઞાન થયું કે હું તો શુદ્ધ આનંદકંદ પ્રભુ છું, મારા દ્રવ્ય સ્વભાવમાં પર્યાયનો પણ અભાવ છે એવા દ્રવ્ય સ્વભાવનો અંતર્મુખ થઈને અનુભવ જ્યારે કરે છે ત્યારે તે જ્ઞાનની પર્યાયમાં એટલી તાકાત છે કે-તે આખા દ્રવ્યને જાણે. જે પરમાત્મા પૂર્ણ સ્વરૂપ છે તેને અડયા વિના પોતાના અસ્તિત્વમાં રહીને દ્રવ્યનું જ્ઞાન કરે. દ્રવ્યનું અસ્તિત્વ છે માટે તેના અસ્તિત્વનું જ્ઞાન થયું એમ પણ નથી. પોતાની પર્યાયનાં અસ્તિત્વનું સામર્થ્ય જ એટલું છે દ્રવ્યને સ્પર્શયા વિના આખા દ્રવ્યને જાણે. આવી વાતો છે.
શ્રી જિનેશ્વરદેવે વસ્તુ સ્થિતિ કહી છે, કરી નથી. ભગવાન કોઈ વસ્તુ કે ચીજના કર્તા નથી, ભગવાન તો જાણવાવાળા છે. શ્રી વીતરાગ સર્વજ્ઞ પરમાત્મા-કેવળી પ્રભુ એમ ફરમાવે છે કે અમારી જે જ્ઞાનની પર્યાય અમારામાં થઈ છે તે લોકાલોક છે માટે
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #248
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૩૬
કલામૃત ભાગ-૨ થઈ છે એમ નથી. અમારી પર્યાય સંપૂર્ણ ત્રિકાળી દ્રવ્ય-ગુણ જાણવામાં આવ્યા, તો ત્રિકાળ દ્રવ્યગુણ છે તો પર્યાયમાં તેને જાણવાની તાકાતું આવી તેમ પણ નથી. આતો શિક્ષિણ શિબિરનું માંગલિક ચાલે છે–આ બધાને સંદેશો છે.
એ રીતે પૂર્ણાનંદનો નાથ પ્રભુ આત્મા છે તેનું જ્યાં સુધી પોતાની પર્યાયમાં જ્ઞાન ન હો અને ત્રિકાળીની પ્રતીત ન હો ત્યાં સુધી તે અજ્ઞાની છે. અજ્ઞાનીના વ્રત ને તપ તે બાળવ્રતને બાળપ છે. આવી જોરદાર વાતું છે.
પ્રશ્ન- બાળવતથી કાંઈ ફાયદો તો રહેતો હશેને?
ઉત્તર:- ફાયદો રખડવાનો છે. તેનાથી ગતિ મળે છે. સંયોગી ભાવથી સંયોગી ચીજ મળે.
શ્રોતા:- તો ફાયદો ન થયો ને?
ઉત્તર- ફાયદો થયો ને! રખડવાનો. પુષ્ય ને પાપના ભાવ, દયા-દાન-વ્રતભક્તિનો ભાવ તે સંયોગીભાવ છે પોતાનો સ્વભાવ ભાવ નહીં. સંયોગથી ઉત્પન્ન થયેલી સંયોગી ચીજ છે. તેના ફળમાં પદાર્થના સંયોગ મળે છે. પોતાની ચીજ તો આનંદકંદ પ્રભુ છે જે એક સમયની પર્યાયમાં આવતો નથી. સમજાણું કાંઈ?
આહા... હા! એક સમયની મતિ-શ્રુતજ્ઞાનની પર્યાય તે પણ આખા દ્રવ્યગુણને જાણે છે, આવું જાણવા છતાં પણ તે દ્રવ્ય-ગુણ રૂપ થતી નથી. આહાહા ! પર્યાયની આવી તાકાત છે તો દ્રવ્યની કેટલી તાકાત? ધર્માજીવને દ્રવ્યગુણની જેટલી તાકાત છે એવી (અને એટલી) તાકાતનું જ્ઞાન થયું છે. સમજમાં આવ્યું કાંઈ ?
ભગવાન આત્મા અનંત અનંત શક્તિનો પિંડ પ્રભુ છે. જેની શક્તિઓ સંખ્યાએ અનંત છે. આકાશ છે તેનો અંત કયાંય નથી તે અનંત... અનંત... અનંત... અનંત... પ્રદેશી છે. આ લોક છે તે અસંખ્ય જોજનનો છે. તેનાથી પાછળ જે ખાલી ભાગ છે આકાશનો આકાશ. આકાશ... આકાશ તેનો કયાંય અંત નથી. એવું અંત વિનાનું અનાદિ અનંત ચારેબાજુ આકાશ છે. એક પરમાણુ મૂકો તે જગ્યાને પ્રદેશ કહીએ. તેના અનંત પ્રદેશ છે. એવા અનંત પ્રદેશથી પણ એક આત્મામાં અનંતગુણી શક્તિ છે. આત્માના ગુણની સંખ્યા આકાશના પ્રદેશોથી અનંતગુણી છે. એવી અનંત શક્તિનો ભંડાર તે સ્પશેય છે. તે જ્ઞાનની પર્યાયનું શેય છે.
અહીંયા તો એટલું લેવું છે કે જ્ઞાનની પર્યાય પરને જાણવા છતાંય પરરૂપ થતી નથી. તે મતિ-શ્રુતજ્ઞાનની પર્યાય તે વ્યવહાર રત્નત્રયના રાગને, શરીર, વાણીને પોતાની તાકાતથી, પરને અડયા વિના જાણે છે; છતાંય તે પર્યાય પરરૂપ થતી નથી. અને ત્યાં ર૧૬ કળશમાં એમ કહ્યું કે સ્વને શેય તરીકે જાણે છતાંય તે પર્યાય સ્વ અને પરશેયરૂપ થતી નથી. અરેરે ! આ શું કહે છે? આવો મારગ ! તેનાં કરતાં દયા પાળવી,
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #249
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કલશ-૫O
૨૩૭ વ્રત પાળવા, ઉપવાસ કરવા, મંદિર બનાવવા, ભક્તિ કરવી, પૂજા કરવી, યાત્રા કરવી એ સહેલું ને સટ હતું. એ રખડવાનું હતું બધું. આ તમે નવું કયાં કાઢયું? તેમ લોકો કહે છે. નવું નથી પ્રભુ! મારગ અનાદિનો છે. તને સાંભળવામાં જાણવામાં ન આવ્યો માટે ન હતો એવું છે નહીં.
અહીંયા કહે છે કે “સુનામ પરિગતિ નાનન ”િ પોતાના વર્તમાન જ્ઞાનની પર્યાય સ્વ અને પરને જાણે છે. “પ્રસિદ્ધ છે એવાં પોતાનાં અને સમસ્ત શેય વસ્તુઓનાં દ્રવ્ય-ગુણ-પર્યાયનો અથવા ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યનો જ્ઞાતા છે.”
જુઓ, શું કહે છે? પરિણતિની વ્યાખ્યા કરી. શું કરી? પોતાના અને પરના સમસ્ત શેય વસ્તુના દ્રવ્ય-ગુણ અને પર્યાયને જાણે છે. પુસ્તક સામે છે કે નહીં? આ તો ભગવાનનું શાસ્ત્ર છે ને તેનો ઉકેલ ઘણો સૂક્ષ્મ છે ભગવાન ! આ કાંઈ કલ્પિત બનાવેલ શાસ્ત્ર નથી. આ તો ત્રણલોકના નાથ સર્વજ્ઞદેવ તેમની વાણીમાં આવેલું શાસ્ત્ર છે.
મુખ ઓમકાર ધ્વનિ સુણિ અર્થ ગણધર વિચારે,
રચી આગમ ઉપદેશ ભવિક જીવ સંશય નિવારે.” ભગવાનના મુખમાંથી તો ઓમ્ ધ્વનિ નીકળે છે, આવી અક્ષરવાળી, વાણી આવતી નથી. મહાવીર આદિ ભગવાન તો “ણમો સિદ્ધાણ માં ગયા. મહા વિદેહમાં વીતરાગ સર્વજ્ઞ પરમાત્મા બિરાજે છે તે હજુ “શ્નો અરિહંતાણમ્માં છે. તેમને ઓમ્ એવી વાણી નીકળે છે, સિદ્ધોને વાણી નથી. મહા વિદેહમાં અરિહંતપદે મનુષ્યપણે સીમંધર પ્રભુ બિરાજે છે. ૫૦૦ ધનુષ્ય એટલે બે હજાર હાથ ઊંચો દેહ છે. કરોડપૂર્વનું આયુષ્ય છે. એક પૂર્વમાં ૭૦ લાખ કરોડ અને પ૬ હજાર કરોડ વર્ષ જાય છે. તેવા એક કરોડ પૂર્વનું સીમંધર ભગવાનનું આયુષ્ય છે. તે પરમાત્માને ઓમ્ ધ્વનિ છૂટે છે. જે ગણધર સંત છે ચાર જ્ઞાન અને ચૌદ પૂર્વની રચના અંતમુહૂર્તમાં કરવાની તાકાતવાળા છે–તે ભગવાનની વાણી સાંભળીને શાસ્ત્ર રચે છે. અને જે ભવ્યજીવ છે તે વાસ્તવિક રીતે સંશયનું નિવારણ કરે છે. જે લાયક નથી તેને તો સંશય નિવારણની ખબર જ નથી. સમજમાં આવ્યું કાંઈ?
આહાહા! તે આગમની રચનામાંનું આ આગમ છે. સમયસાર ગણધરની રચના છે. તે ગણધર સંત ચારજ્ઞાનના ધણી છે અને તે જ ભવે મોક્ષ જવાવાળા છે. તેની રચનામાંનું આ સમયસાર શાસ્ત્ર છે. આ તેનો કળશ છે. ભગવાન કુંદકુંદાચાર્યે તો પંચમઆરામાં તીર્થકર જેવું કામ કર્યું છે અને અમૃતચંદ્રાચાર્યે ગણધર જેવી ટીકા બનાવી છે. એવી ચીજ અત્યારે કયાંય છે નહીં.
અહીંયા જે “અપર પરિણતિ” શબ્દ છે તેનું સ્પષ્ટીકરણ ચાલે છે. આત્માના જ્ઞાનપર્યાયની એવી તાકાત છે કે તે સ્વગ્નેય અને પરશેયને જાણે છે. તે સ્પશેયને અને
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #250
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૩૮
કલશામૃત ભાગ-૨ પરશેયને અડ્યા વિના જાણવાની તાકાત રાખે છે. આહાહા ! કોને? જેને સમ્યજ્ઞાન થયું છે તેને. અલ્પજ્ઞાનમાં આત્માનું જાણવું તો થાય જ છે.
સમયસાર ૧૭/૧૮ ગાથામાં શું કહે છે-અજ્ઞાનીની વર્તમાન વ્યક્ત-પ્રગટ જ્ઞાનની પર્યાયમાં (સ્વ)જોય જ જાણવામાં આવે છે. આખું દ્રવ્ય અજ્ઞાનીની જ્ઞાનની પર્યાયમાં જાણવામાં આવે છે... પરંતુ અજ્ઞાનીની દૃષ્ટિ તેના ઉપર નથી. એ જ્ઞાન પર્યાયમાં આખું શેય પરમાનંદ પ્રભુ જ્ઞાયકભાવ એવું આખું દ્રવ્ય અજ્ઞાનીને પણ જાણવામાં આવે છે. કેમકે જ્ઞાનની પર્યાયનો સ્વપર પ્રકાશક સ્વભાવ છે. સ્વપર પ્રકાશક જ્ઞાનની પર્યાય અંદરમાં સ્વનું પ્રકાશન કરે છે પરંતુ અજ્ઞાનીની દૃષ્ટિ તેના ઉપર નથી. અજ્ઞાનીની દૃષ્ટિ રાગ, દયા, દાન, વિકલ્પ અને પર્યાય ઉપર છે એ કારણે દ્રવ્ય દેખાતું હોવા છતાં તે માનતો નથી. સમજમાં આવ્યું કાંઈ?
વીતરાગ સર્વજ્ઞ પરમેશ્વર તેણે કહેલો પંથ તે અલૌકિક છે. પ્રભુના પંથની બલિહારી જુદી ચીજ છે. શ્રીમદ્જીમાં આવે છે કે “જિનવાણી જાણી તેણે જાણી છે.” બાકી બધા બાળ અજ્ઞાનીઓ તેને જાણ્યા વિના રહ્યાં છે.
જિનવાણીમાં એવું આવ્યું છે કે જ્ઞાનની એક સમયની પર્યાય-“સ્વપર પરિણતિ' તે બધાને જાણે છે. હવે પરિણતિની વ્યાખ્યા ચાલે છે. સવારે તો કળશટીકા જે ચાલે છે તે જ ચાલે છે. કાલથી બપોરના ૪૭ શક્તિઓ છે તે ચાલશે.
ભગવાન આ તો શાંતિનો મારગ છે. આ તો અંતરની ધીરજની વાત છે. ગુજરાતી આત્મધર્મમાં આવી ગયું છે. હિન્દીમાં હમણાં આવ્યું છે. તેર બોલથી “ધ” નું સૂત્ર બનાવ્યું છે. ભાવનગર બનાવ્યું હતું. જૈન તત્ત્વ મિમાંસામાં છે. તેર “ધ” આવ્યા છે. “ધ્રુવધામના-ધ્યેયના-ધ્યાનની ધખતી ધૂણી ધગશને ધીરજથી ધખાવવી તે ધર્મનો ધારક ધર્મી ધન્ય છે.” ધ્રુવ સ્વરૂપ ભગવાન આત્માની ધખતી પર્યાયમાં ધૂણી-પેઢી લગાવી ધર્મ ધુરંધર-ધ્રુવ ધણીનો ધુની ધર્મધ્યાની ધન્ય છે. ભાવનગર ઘણો તાવ આવ્યો 'તો, ત્યાર પછી આ બનાવ્યું હતું. એક શબ્દ અહીંયા આવીને જોડેલો પરંતુ બધું કાંઈ યાદ રહે છે?
શું કહે છે? એક સમયમાં ધ્રુવ સ્વરૂપ ભગવાન આત્મા અને ઉત્પાદ-વ્યયરૂપ પર્યાય તે ત્રણેયને અહીંયા પરિણતિ કહેવામાં આવ્યા છે. તે ત્રણેયને પરિણતિ પણ કહે છે.. તો ત્રણેયને જાણવાની પર્યાય ત્રણેયને જાણે છે-તેને સ્વપરિણતિ કહે છે. આવી વાત છે... શું થાય બાપુ! કેવળી તીર્થંકરદેવ જિનેશ્વરનો મારગતો આ છે પ્રભુ! તને ઠીક ન પડે, ખ્યાલમાં ન આવે તેથી કાંઈ વસ્તુ બીજી થઈ જાય છે તેમ નથી.
અહીંયા જે સર્વજ્ઞ પરમાત્મા કહે છે તે સર્વજ્ઞનો માલ સંતો આડતિયા થઈને જગત પાસે જાહેર કરે છે. જગતને રુચે ન રુચે તે સ્વતંત્ર પ્રાણી છે. અહીંયા કહે છે કે-આત્માની
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #251
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કલશ-૫O
૨૩૯ જ્ઞાન પર્યાય સ્વપર પરિણતિને જાણે છે. પરિણતિની વ્યાખ્યા કરી. ભાઈ ! આતો ભગવાનની વાણી છે. આ કોઈ કથા કે વાર્તા નથી. એક ચકલી લાવી ચોખાનો દાણો અને ચકલો લાવ્યો મગનો દાણો અને બનાવી ખીચડી, એ ખીચડી કુંભારને આપી અને કુંભારે ઘડો આપ્યો આ કાંઈ તેવી વાત નથી. ત્રણલોકને જાણવાવાળા સર્વજ્ઞ પરમાત્મા છે તેમને ઇચ્છા વિના ઓધ્વનિ નીકળે છે. વાણી પણ સ્વાર પ્રકાશક અર્થાત્ (સ્વપરને કહેનારી છે.) ભગવાન આત્મા તો સ્વપરને જાણવાવાળો છે. આહાહા ! એ વાણી ભગવાને કરી છે એમ છે નહીં. વાણીની ક્રિયા વાણીથી થઈ છે. તેને જ્ઞાન પર્યાયની જરૂરત નથી.
અહીંયા કહે છે કે-ચેતન અચેતનના ભેદ ઘણાં છે. અને કેવો છે જ્ઞાની? બન્નેને એટલે સ્વ અને પર પરિણતિને જાણે. ધર્મી જીવનું જ્ઞાન સ્વને અને પરને બન્નેને જાણે છે. સમજાણું કાંઈ?
આવી વાત છે તેમાં શું કરવું તે કાંઈ સૂઝ પડતી નથી. તે કહે કે-ગીરનાર, સન્મેદશિખરની જાત્રા કરવી. અહીં કહે છે તારી ચીજ છે તે સમ્મદ શિખર છે ત્યાં આરૂઢ થા તે જાત્રા છે. પરની જાત્રાનો ભાવ પુણ્યભાવ-શુભભાવ છે. અને તે બંધનું કારણ છે. સમજમાં આવ્યું કાંઈ ?
અહીંયા તો પરમાત્મા કહે છે-શુદ્ધ ચૈતન્યદ્રવ્ય છે. સમસ્ત બ્રેય વસ્તુને એટલે કે સ્વદ્રવ્ય અને પરદ્રવ્યને, સમસ્ત શેયના દ્રવ્ય-ગુણ-પર્યાય ત્રણેયને પરિણતિ કહેવામાં આવે છે. જ્ઞાનની પર્યાય તે સ્વપરિણતિને જાણે છે. આહાહા ! આવી બધી વાતો યાદ રહેવી મુશ્કેલ પડે. (ઘરના) બીજા કોઈ સાંભળવા ન આવ્યા હોય અને પૂછે કે સાંભળ્યું તમે? કોણ જાણે! એવી કાંઈક વાત કરતા હતા...! પેલી ધૂળની વાત હોય તો યાદ બહુ રહે. પૈસા તો અજીવ ધૂળ છે પ્રભુ! તેનો આત્મા કર્તા તો નથી પરંતુ તેનો જાણનાર કહેવો તે પણ ઉપચારથી છે. લક્ષ્મીને જાણે છે તેમ કહેવું તે પણ ઉપચારથી છે. અરે! પોતાની જે જાણનારી પર્યાય છે પરિણતિ આત્માનું કાર્ય અને આત્મા કર્તા છે તે ઉપચાર છે. આ શું કહ્યું? એક પછી એક ચડિયાતી વાત આવે, તેમાં તેને એક વાત હજુ માંડ પકડાય ત્યાં બીજી આકરી વાત આવે.
ફરીને કહીએ. આ વાત કાંઈ જતી નહીં કરીએ. અહીંયા એ વાત ચાલે છે કેપોતાની જે જ્ઞાન પર્યાય સમ્યગ્દર્શનથી ઉત્પન્ન થઈ, અંદરના ધ્યેયથી આત્માના આશ્રયે જ્ઞાનપર્યાય પ્રગટી તે પર્યાય રાગની તો કર્તા નથી પરંતુ તે પર્યાય દ્રવ્યને જાણે છે તેમ કહેવું તે પણ ઉપચાર છે. કેમકે દ્રવ્ય પર્યાયમાં આવતું નથી. જ્ઞાનની પર્યાય, સમ્યગ્દર્શનની પર્યાય થઈ તેનો આત્મા કર્તા અને એ પર્યાય તેનું કાર્ય તે પણ વ્યવહાર છે-ઉપચાર છે. કેમકે-નિશ્ચયથી દ્રવ્ય પર્યાયનું કર્તા છે જ નહીં. પર્યાય પર્યાયનો કર્તા અને પર્યાય
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #252
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૪૦
કલશાકૃત ભાગ-૨ પર્યાયનું કાર્ય છે તેનો કર્તા દ્રવ્યને કહેવો તે ઉપચાર છે. આહા ! અહીં આવી વાતું છે. સમજમાં આવ્યું?
આહા... હા ! સ્વપરિણતિ દ્રવ્ય-ગુણ-પર્યાય અને ૫૨ પરિણતિ દ્રવ્યગુણ-પર્યાય અથવા ઉત્પાદ વ્યય અને ધ્રુવ સ્વ પરિણતિ એટલે ત્રિકાળી ધ્રુવ અને ઉત્પાદ-વ્યય એટલે નિર્મળ પર્યાય. આત્માની પર્યાય તે ત્રણેયની જ્ઞાતા છે-જાણવાવાળી છે. અરે.. રે ! માથું ફરી જાય તેવું છે. પર્યાય સહિતનો આખો આત્મા જ્ઞાતા છે તેમ અહીં લેવું છે. ખરેખર તો જ્ઞાતાની પર્યાય છે તે જ જ્ઞાતા છે. દ્રવ્ય તો ત્રિકાળી ધ્રુવ છે. જાણવાની પર્યાય છે તે જાણે છે. ધ્રુવ શું જાણે ? ધ્રુવ તો ધ્રુવ છે એતો કૂટસ્થ નિત્ય પડેલી વસ્તુ છે. તે કાંઈ જાણવાનું કાર્ય નથી કરતું. જાણવાની પર્યાયનું કાર્ય તો પર્યાયમાં થાય જ છે. આ બધી આવી વાતો છે.
પર્યાય કોને કહેવાય અને દ્રવ્ય કોને કહેવાય ? એ પણ હજુ બરોબર સાંભળ્યું ન હોય. આહા... હા ! ભગવાન ૫૨મેશ્વ૨ ફરમાવે છે તે જ વાણી આ સંતોની છે. દિગમ્બર સંતો એટલે વીતરાગના કેડાયતો અને અલ્પકાળમાં કેવળજ્ઞાન લેવાની તૈયારીવાળા. તેઓ અલ્પકાળમાં કેવળજ્ઞાન લેશે. તેઓ જંગલમાં નગ્નપણે ૨હે છે અને અંદરમાં નગ્નપણું એટલે વસ્ત્રના વિકલ્પ વિનાનું નિર્વિકલ્પ આનંદનું વેદન. અંદ૨માં કપડાંના વિકલ્પથી રહિત અતીન્દ્રિય આનંદ છે. બહારમાં આ વસ્ત્ર છોડયું અને એ વસ્ત્રનો ત્યાગ એ કાંઈ દિગમ્બ૨૫ણું નથી. જેને પાંચ મહાવ્રત પ્રત્યે રાગનો વિકલ્પ છે તેનાથી પણ રહિત મુનિપણું છે. એવી આ દિગમ્બર સંતોની વાણી છે એમ કહેવું તે પણ વ્યવહા૨ છે. વાણી તો વાણીથી છે. શું થાય ? વ્યવહા૨થી સમજાવ્યા વિના બીજો કોઈ ઉપાય નથી. કહે છે કે પોતાની પરિણતિને અને પ૨ની પરિણતિને આત્મા જાણે છે બસ. પરિણતિનો અર્થ શું કરે છે ? પરિણતિ તો પર્યાયને જ કહે છે, પરંતુ અહિંયા એમ ન લેવું. અહીંયા તો પોતાની પર્યાયમાં જે સમ્યજ્ઞાન થયું-ચૈતન્યના લક્ષે જે જ્ઞાન થયું તે, શાસ્ત્રજ્ઞાન પણ જ્ઞાન નહીં. દ્રવ્ય ગુણ પર્યાયને જાણે તેનું નામ પરિણતિ છે. સમ્યજ્ઞાનની પર્યાય જે છે તેણે શુદ્વ દ્રવ્ય સ્વભાવ, ચૈતન્યઘન ભગવાનનું જ્યાં જ્ઞાન કર્યું તેવી જ્ઞાનની પર્યાય સ્વપ૨ પરિણતિને જાણે છે. સ્વપરિણતિનો અર્થ-સ્વના દ્રવ્યગુણપર્યાય અને સ્વના ઉત્પાદવ્યયધ્રુવ. ૫૨ પરિણતિનો અર્થ-૫૨ના દ્રવ્યગુણપર્યાય અને ૫૨ના ઉત્પાદવ્યયધ્રુવ. આવો મારગ છે તે સાધારણ માણસને તો એવો સૂક્ષ્મ લાગે. એમાં ભાવ પણ એવા છે અને લાભમાં અનંત આનંદ છે.
તત્ત્વજ્ઞાન અર્થાત્ સ્વદ્રવ્યના આશ્રયે સમ્યગ્દર્શન થયું અને પર્યાયમાં આનંદનો સ્વાદ આવ્યો તે અતીન્દ્રિય આનંદના સ્વાદનું નામ સમ્યગ્દર્શન છે. આમ શ્રદ્ધા.. શ્રદ્ધા કરે તેવી શ્રદ્ધા નહીં.
Please inform us of any errors on rajesh.shah@fofalise.co.uk
Page #253
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કલશ-૫O
૨૪૧ પ્રશ્ન:- તે સ્વાદનો નમૂનો શું છે?
ઉત્તર- તે તો કહ્યું. આ સ્ત્રીનું શરીર જે હાડકા માંસનું છે. ભોગના કાળમાં તેને તેનો સ્વાદ આવતો નથી. સ્ત્રીનું સુંવાળું માખણ જેવું શરીર છે અને ઇન્દ્રિય કઠણ થાય અને વિષય વ્યે છે ત્યારે તેનો આત્મા તે ચીજને તો અડતો નથી. તે ચીજ ઉપર ફક્ત લક્ષ જાય છે કે –આ ઠીક છે એવો રાગ ઉત્પન્ન કરે છે તે રાગનો- આકુળતાનો સ્વાદ લ્ય છે.
જે વીંછીનો ડંખ લાગે છે. તો તેને ડંખનો સ્વાદ, ડંખનું વેદન નથી, એ તો જડ પરમાણું છે. તેમાં જે અણગમો ઉત્પન્ન થાય છે વૈષનો એ દ્રષનું તેને વેદન છે. લોજીકથી સમજવું પડશેને! તે રાગ ને દ્વેષ, તેમ આ પુણ્ય ને પાપનો સ્વાદ તે આકુળતા અને દુઃખનો સ્વાદ છે. હવે તે આકુળતાના સ્વાદ ઉપરથી લક્ષ છોડીને ચિદાનંદ આનંદનો કંદ પ્રભુ તેનું લક્ષ કરતાં આનંદનો સ્વાદ આવે છે.
અમે તો વારંવાર સક્કરકંદનો દાખલો આપીએ છીએ. જે સક્કરકંદ છે તેની ઉપરની લાલ છાલ સિવાય આખો સક્કર નામ સાકરની મીઠાશનો પિંડ છે. તેમ ભગવાન આત્મા પુણ્ય-પાપના વિકલ્પની છાલથી રહિત અંદર આનંદનો કંદ છે. એ આનંદ કંદ ઉપર દૃષ્ટિ પડવાથી સમ્યગ્દર્શનમાં અતીન્દ્રિય આનંદનો સ્વાદ આવે છે. જેમ ત્યાં રાગનો-આકુળતાનો સ્વાદ આવતો હતો, તેમ શરીરનો નહીં, ચુરમાના લાડુનો નહીં, રસગુલ્લાનો નહીં, મોસંબીનો નહીં. તે તો જડ છે. જડનો સ્વાદ અરૂપી આત્માને કયાંથી આવે? જડ પદાર્થોમાં મને ઠીક છે તેવી મિથ્થાબુદ્ધિ ઉત્પન્ન કરે છે તો મિથ્યાત્વનો અને આકુળતારૂપ રાગનો સ્વાદ તેને આવે છે.
અહીંયા કહે છે-જ્યાં ભગવાન આત્મા અતીન્દ્રિય આનંદનો કંદ પ્રભુ છે તેનો અંતર્મુખ સ્વીકાર થયો અને તેની પર્યાય જ્ઞાનસ્વરૂપને જાણવા ગઈ તો પોતાની પર્યાયમાં અતીન્દ્રિય આનંદનો સ્વાદ આવે છે. ભગવાન તેને સમ્યગ્દર્શન જ્ઞાન ને ધરમ કહે છે.
આવી વાતો સાંભળવા મળે નહીં, જ્યાં હોય ત્યાં વ્રત કરો, અપવાસ કરો, પડિયા લઈ લો તેવું સાંભળવા મળે. અહીં તો સર્વજ્ઞ પરમેશ્વરનો આ હુકમ છે. તારી ચીજ આનંદથી ભરેલી છે ત્યાં નિધાનમાં નજર કર. પામર રાગ અને એક સમયની પર્યાય તુચ્છ તેના ઉપર નજર કરવાથી તારી પ્રભુતાનો દૃષ્ટિમાંથી નાશ થાય છે, બાકી અંદરમાં પ્રભુતા તો પ્રભુતા જ છે.
આ બે લીટીમાં તો કેટલું આવી ગયું. ૨૧૬ કળશમાંથી કાલે લીધું 'તું સ્વપર પરિણતિનું, તેની સાથે અહીંયા મેળ થઈ ગયો. અહીંયા એટલું કહેવું છે કે તે સ્વપર પરિણતિનો જાણવાવાળો છે. રાગનો, શરીરનો જાણવાવાળો છે પણ તે રાગરૂપ થઈને જાણે છે તેમ નથી. જ્ઞાનસ્વરૂપ પરશેયરૂપ થઈ જાય છે અને પરશેય જ્ઞાનમાં આવી જાય છે એમ છે નહીં. આ જુઓ, ભેદજ્ઞાન ! તત્ત્વની ભિન્નતાના સ્વરૂપના ભણકારા. પેલા
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #254
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૪૨
કલામૃત ભાગ-૨ પૈસામાં રાગમાં આવું સાંભળ્યું નહીં હોય. પૈસાવાળા ધૂળને ધાણી છે અને એ પૈસા દાનમાં આપે તો પણ એ રાગભાવ છે. પૈસા મારા માનીને આપે તો મિથ્યાત્વ છે. પૈસા કોના હતા તો તે આપ્યા? એ તો જડના હતા અને જડને આપ્યા. એને એમ લાગે કેપૈસા ગયા ને વળી પાછું મિથ્યાત્વનું પાપ બંધાણું એમ કહે! પણ.. એ તો પૈસાને મારા માનીને આપે તો મિથ્યાત્વનું પાપ છે. પૈસા ચીજ ભિન્ન છે તે મારા રાગની-મમતાના કારણે આવી અને તે ચીજ તેના કારણથી જાય છે-હું દેવાવાળો નથી. એક કલાકમાં કેટલું યાદ રાખવું! બીજી બીજી જાતની ઘણી વાતું સાંભળી હોય ને!? અમને તો બધી ખબર છે ને ! બાપુ! મારગ તો આ છે પ્રભુ!
આહા.. હા! તારી પ્રભુતા તારી પ્રતીતમાં ન આવે ત્યાં સુધી તારા દર્શન ને જ્ઞાન સાચા નહીં. તારી પર્યાયમાં તારી પૂર્ણતાની પ્રતીત ન આવે અને આનંદનો સ્વાદ ન આવે ત્યાં સુધી તારી પ્રતીતિની તને ખબર નથી. પૂર્ણાનંદ સ્વરૂપના નાથની પ્રતીત પ્રસન્નતામાં થાય છે એમ કહે છે. આનંદ એટલે પ્રસન્નતા. પોતાને છોડીને રાગાદિની પ્રતીત કરવી તે તો દુ:ખની દશા છે. રાગને ભિન્ન કરી અને પોતાની પ્રતીત કરે તે તો આનંદની પ્રસન્નતા છે. અહીં કહે છે–પોતાનો સ્વભાવ છોડીને એકલા રાગ ને પુણ્ય પાપ, શરીર છે એવું પર પ્રકાશક જ્ઞાન મિથ્યાજ્ઞાન છે. ત્યાં અપ્રસન્નતા-દુઃખ છે.
જીવ તો જ્ઞાતા છે. ભગવાન તો પોતાના દ્રવ્ય ગુણ પર્યાયને જાણે અને પરના દ્રવ્યગુણપર્યાયને જાણે તેવો છે. દ્રવ્યગુણપર્યાય એ શું છે હજુ સમજ્યા નથી? દ્રવ્ય એટલે ત્રિકાળી વસ્તુ અને ગુણ એટલે તેની શક્તિ અને પર્યાય એટલે વર્તમાન અવસ્થા તે ત્રણેયને જાણે અને પરના દ્રવ્ય ગુણ પર્યાય તે ત્રણેયને જાણે તે જ્ઞાતા છે. “જાણે સો જાનનહારા કરે સો કરતારા” રાગનો કરવાવાળો તે જાણનાર નહીં.
પોતાને અને પરના સમસ્ત દ્રવ્ય ગુણ પર્યાય આદિને રાગાદિ પુદ્ગલ જાણતું નથી. રાગાદિ પુદ્ગલ પોતાને નથી જાણતું અને પરને પણ જાણતું નથી. બે ચીજ તન્ન ભિન્ન છે તેવું ભેદજ્ઞાન કરવું તેનું નામ સમ્યગ્દર્શન જ્ઞાન ને ધર્મ છે.
પ્રવચન નં. ૬૪
તા. ૧૧-૮-'૭૭
મો લોએ સવ્વ ત્રિકાળવર્તી અરિહંતાણમ્ ” એવો પાઠ છે. તે વાતને ટૂંકી કરી દીધી. અને એક સ્મો લોએ સવ્વ સાહૂણમ્ તેમાં સવ્ય શબ્દ રહ્યો. બાકી તો સવ્વ' શબ્દ બધામાં લાગુ પડે છે. મો લોએ સવ્વ ત્રિકાળવર્તી અરિહંતાણમ્. ધવલમાં આવો પાઠ છે.
આહા હા ! ભૂતકાળમાં જે અરિહંત થઈ ગયા અને વર્તમાનમાં લાખો અરિહંત બિરાજે છે. તીર્થકર ભલે સંખ્યાએ છે પરંતુ કેવળી લાખો બિરાજે છે. અને ભવિષ્યમાં
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #255
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૪૩
કલશ-૫૦ અનંત અરિહંત થશે તે બધાને અહીંયા.. આચાર્યદેવ સ્મો લોએ સવ્વ ત્રિકાળવર્તી અરિહંતાણમાં (નમસ્કાર કરે છે).
“શ્મો લોએ સવ્ય ત્રિકાળવર્તી સિદ્ધાણ.” પરંતુ જે જીવો હજુ સિદ્ધ થયા નથી.. તેમાંથી કોઈક તો નરકમાં પડ્યા છે, કોઈક તો નિગોદમાં પડ્યા છે અને તે ભવિષ્યમાં સિદ્ધ થશે! તો કહે છે-હું તો વર્તમાનમાં સ્મો લોએ સવ્ય ત્રિકાળવર્તી સિદ્ધાણમ્ (ને નમસ્કાર કરું છું.)
મો લોએ સવ્વ ત્રિકાળવર્તી આયરિયાણ.” ભૂતકાળમાં અનંત આચાર્યો થયા, વર્તમાનમાં પણ આનંદને વેદનારા ભાવ અનુભવી આચાર્યો છે, ભવિષ્યમાં પણ અનંત અતીન્દ્રિય આનંદના વૈભવને વંદન કરવાવાળા આચાર્યો થશે. તે બધાને અત્યારથી તમે મો લોએ સવ્વ ત્રિકાળ વર્તી આયરિયાણમાં (સમાવી દીધા). મો લોએ સવ્વા ત્રિકાળવર્તી ઉવજ્જાયાણમ્' આવો ધવલમાં પાઠ છે. સમજમાં આવ્યું? તમે કયાંય દૂરથી આવ્યા છો તો કાંઈક નવીન વાત સમજી લ્યો.
આહા.. હા!“શ્મો લોએ સવ્ય ત્રિકાળવર્તી સાહુણમ્” પોતાના અતીન્દ્રિય આનંદનો વૈભવ જેણે પ્રગટ કર્યો અને ભવિષ્યમાં પ્રગટ કરશે (તે બધાને નમસ્કાર કર્યા છે). જે આત્માને સાધે તે સાધુ છે. તે સાધુ પોતાના અતીન્દ્રિય આનંદસ્વરૂપને સાધીને સાધુ બન્યા છે.. અને બનશે. વર્તમાનમાં છે.
- શ્રી બનારસીદાસજીનું નાટક સમયસાર ભિન્ન-જુદું છે બીજું તેમણે એક બનારસી વિલાસ (નામનું પુસ્તક લખ્યું છે, તેમાં આ શ્લોક આવે છે.
“મુખ ઓમકાર ધ્વનિ સુનિ અર્થ ગણધર વિચારે
રચી આગમ અભ્યાસ ભવિક જીવ સંશય નિવારે” આ અરિહંતો, સિદ્ધો, મહાવીર આદિ “મો સિદ્ધાણમ્માં આવી ગયા. તેમને તો વાણી છે નહીં, પરંતુ મહા વિદેહ ક્ષેત્રમાં અરિહંત પરમાત્મા બિરાજે છે તેમને વાણી છે. તે વાણી કેવી છે? હોઠ બંધ છે, કંઠ ધ્રુજતા નથી, તેમજ અક્ષરરૂપ વાણી નથી તેમજ ભેદરૂપ નથી. ચાર જ્ઞાન ને ચૌદપૂર્વની રચના અંતર્મુહૂર્તમાં કરે છે એવા ગણધર ભગવાનની વાણી દ્વારા આગમ રચે છે. તે ભગવાનની વાણી સાંભળી ભવ્ય જીવો સંશય નિવારે છે. અર્થાત્ આત્માનો અનુભવ કરે છે.
સર્વજ્ઞ પરમાત્માએ જે ઓમ્ ધ્વનિ કહી તેમાંથી સંતોએ-ગણધરોએ શાસ્ત્રો રચ્યા. કુંદકુંદાચાર્ય દિગમ્બર સંત હતા. પરમાત્મા બિરાજે છે ત્યાં ભગવાન પાસે ગયા હતા. ત્યાં આઠ દિવસ રહ્યા હતા. ત્યાં સાક્ષાત્ ભગવાનની વાણી સાંભળી અને ત્યાંથી આવીને આ શાસ્ત્રો બનાવ્યા છે. તેમાંનું આ સમયસાર શાસ્ત્ર છે. તેમાંનું આ કળશટીકા શાસ્ત્ર છે. કુંદકુંદાચાર્યની ગાથા છે અને અમૃતચંદ્રાચાર્યના કળશ છે. સૂક્ષ્મ વાત તો છે પ્રભુ!
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #256
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૪૪
કલશામૃત ભાગ-૨ કેવો છે જ્ઞાની? “ડમાં સ્વપ૨પરિતિં ગાનન પિ” પ્રસિદ્ધ છે એવાં પોતાના અને સમસ્ત શેય વસ્તુઓનાં દ્રવ્ય-ગુણ-૫ર્યાયનો અથવા ઉત્પાદ-વ્યયધ્રૌવ્યનો જ્ઞાતા છે.”
શું કહે છે? ભગવાન આત્મા... , અહીંયા તો (બધા જીવને) ભગવાન તરીકે બોલાવે છે. આચાર્યદેવ પોતે સમયસાર ૭ર ગાથામાં કહે છે-“ભગવાન આત્મા'. આહા... હા! પછી પર્યાયમાં ભલે અલ્પજ્ઞતા હો; વિશેષતા હો, સર્વજ્ઞતા હો પરંતુ વસ્તુ તરીકે તો બધા ભગવાન સ્વરૂપે આત્મા છે. અને સ્વભાવે) ભગવાન સ્વરૂપ છે તો પર્યાયમાં ભગવાન સ્વરૂપ થાય છે. ભગવાન સ્વરૂપ થઈ તે પર્યાય કાંઈ બહારથી નથી આવતી. સમજમાં આવ્યું?
આહા. હા ! એ ભગવત્ સ્વરૂપ આત્મા કેવો છે તે કહે છે. આત્મા આનંદસ્વરૂપ શુદ્ધ સ્વરૂપ ચૈતન્ય છે તેનો અંતરમાં-સમ્યગ્દર્શનમાં સ્વીકાર થઈને પોતાના આનંદનું જેને વેદના થાય છે તેવો ધર્મી સમ્યગ્દષ્ટિ જીવ તે કેવો છે? એ વાત અહીંયા ચાલે છે. સૂક્ષ્મ વાત છે. પરંતુ અજાણ્યા માણસો કેટલે દૂરથી આવ્યા છે. દોડતાં.. દોડતા બહારગામથી.. દૂરથી ઘણાં લોકો આવ્યા છે.
આહા.... હા! પ્રભુ કહે છે. એકવાર સાંભળ તો ખરો! તારા અંતરમાં અંદર નિજ વૈભવ સંપદા છે. અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત અનંત વીર્ય, અનંત પ્રભુતા.. ઓહો... હો. આવો શક્તિવંત પરમાત્મા તમે અંદરમાં બિરાજો છો. આવે છે ને..
જિન સોહી એ આત્મા, અન્ય સોહી એ કર્મ,
એ વચન સે સમઝ લે, જિન પ્રવચનકા મર્મ.” ભગવાન ત્રિલોકનાથના પ્રવચનનો મર્મ જિન સોહી એ આત્મા અર્થાત્ આત્મા જિન સ્વરૂપી છે.
ભગવાન આત્મા રાગના ત્યાગના અભાવરૂપ સ્વભાવ છે હોં! ભગવાન એટલે આ.. (નિજ) આત્મા. રાગના ત્યાગરૂપ જેનો સ્વભાવ છે તે આત્મા અર્થાત્ આત્મા વીતરાગ સ્વરૂપે જ છે. અત્યારે હોં !! આહા.. હા ! આવી વાત છે.
અહીં કહે છે કે-અરેપોતાના નિજ વૈભવ ઉપર કયારેય નજર ન કરી. કયારેય તેણે નિધાનને નિરખ્યા નહીં. અનાદિ કાળથી દયા-દાન, વ્રત-ભક્તિના પરિણામ તે મારું કાર્ય છે અને હું તેનો કર્તા છું તેમાં રોકાઈ જઈને પોતાની નિજ સંપદાનો તેણે અનાદર કર્યો છે. અહીંયા કર્તાકર્મ અધિકાર ચાલે છે ને? કહે છે પછી તે અશુભભાવ હો કે પછી શુભભાવ હો.. જેવા કે દયા-દાન, વ્રત-તપના ભાવ હો.... પરંતુ તે મારું કાર્ય છે ને હું તેનો કર્તા છું તેમાં તારી સંપદાને તું ભૂલી ગયો. સમજમાં આવ્યું?
નાટક સમયસારમાં આવે છે કે-કરે કરમ સોહી કરતારા.. જે રાગભાવને પુણ્ય
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #257
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કલશ-૫O
૨૪૫ ભાવ તે મારું કાર્ય છે અને હું તેનો કર્તા છું; તે રાગનો કરનારો પોતાની ચીજને ભૂલી ગયો. સાધારણમાણસને તો કઠિન લાગે.. ભાવ ભલે ઊંચા હો પરંતુ ભાષા તો સાદી છે ભગવાન ! આહા.. હા ! પ્રભુ! તારા ઘરની ચીજની વાત ચાલે છે. કહે છે કે તારી નિજ સંપદાની વાત ચાલે છે. તું અનંત આનંદ ને અનંત જ્ઞાનથી ભરેલો છે. તેને ભૂલીને આ શુભભાવ મારું કાર્ય અને તેનો હું કર્તા તે અજ્ઞાનભાવ છે. લોકોને આકરી વાત લાગે પણ શું થાય? બાપુ! તું એવો છો. તારા વૈભવની તને ખબર નથી પરમાત્મા! આહા... હા ! ભગવાન તરીકે બોલાવીને તેને જગાડે છે.
શ્રોતા – તમે કહી રહ્યા છો પરંતુ પુસ્તકમાં આવું લખ્યું નથી.
ઉત્તર- પુસ્તકમાં શું લખ્યું છે તે જુઓ! “નાં સ્વપ૨ પરિણતિ નાનનું મ”િ શું કહે છે!! આ આત્માનો જે સ્વ સ્વભાવ છે તે આનંદ આદિ પરિણતિ છે ઉત્પાદવ્યયને ધ્રુવ, દ્રવ્ય ગુણ ને પર્યાય તે ત્રણેયને પરિણતિ કહે છે પ્રભુ! પરિણતિ શબ્દ અહીંયા એકલી પર્યાય નથી લેવી. સમજમાં આવ્યું?
સ્વપર પરિણતિમાં કેટલું નાનું એતો સાંભળો પ્રભુ! આમાં અહીં (પાઠમાં ) છે. આ શેઠ કહે છે ને ક્યાં આવ્યું છે ભગવાન...! એકવાર સાંભળતો ખરો પ્રભુ! કે તું કેવો છો? તું તો સ્વપર પરિણતિનો જ્ઞાતા છે. ભાઈ ! જૈનધર્મ તે વીતરાગનો ધર્મ છે. તે વસ્તુનું સ્વરૂપ છે. એ કોઈ કલ્પિત પક્ષ કે વાડો નથી.. સમજમાં આવ્યું?
કહે છે કે “સ્વપર પરિણતિ જાનન,” આત્મા જ્ઞાતા હોવાથી પોતાની ચીજસંપદાનો જાણનાર છે. અહીંયા કર્તાકર્મ અધિકાર છે ને! તો રાગ મારું કાર્ય અને હું તેનો કર્તા તેવી બુદ્ધિ છોડીને તે (સ્વપરનો જ્ઞાતા રહે છે.) અહીં લોજીકથી તો કહે છે.
અહીંયા તો પોતાનો આત્મા અને પોતાની પરિણતિનો જ્ઞાતા છે. સ્વ દ્રવ્ય-ગુણ પર્યાયને જાણે છે. દ્રવ્ય નામ અનંત ગુણનો પિંડ, ગુણ અર્થાત્ અનંત શક્તિ અને પર્યાય એટલે તેની હાલત તેને અહીંયા પરિણતિ કહે છે. એકલી પર્યાયને અહીંયા પરિણતિ કહેતા નથી. અહીં ઉત્પાદ-વ્યય-ધ્રુવને પરિણતિ કહે છે. અહીં ઉત્પાદમાં એ લેવું છે કેઆનંદની પર્યાયનું ઉત્પન્ન થવું, પૂર્વની પર્યાયનું વ્યય થવું અને સર્શ.. સશ કાયમ આનંદરૂપે રહેવું તે ત્રણેયને પરિણતિ કહે છે.
અરે..! ભાઈ.. આવો મનુષ્ય દેહ મળ્યો અને તેમાં પરમાત્માની વાસ્તવિક વાત મળી. તે વસ્તુની દૃષ્ટિ ન થાય તો તેના ભવ ભ્રમણ નહીં ટળે. નાથ! ચોરાશીના અવતાર તે ભવાબ્ધિ છે. ભવરૂપી અબ્ધિ એટલે દરિયો છે. સંસારમાં ચોરાશી લાખ યોનિમાં અવતાર કરી કરીને થાકયો. અહીં કહે છે-તારા અવતારનો અંત ત્યારે આવશે કે જ્યારે તારી પરિણતિ દ્રવ્ય-ગુણ પર્યાયે નિર્મળ પ્રગટશે તેનો જાણનારો અને પારદ્રવ્યની દ્રવ્ય-ગુણ પર્યાય તેનો પણ જાણવાવાળો છે. પાઠમાં સ્વપર પરિણતિ તેવો શબ્દ લીધો
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #258
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૪૬
કલશાકૃત ભાગ-૨ છે. આ તો ઘણી ગંભીર વાતું છે. આ કાંઈ કથા વાર્તા નથી. આ તો અધ્યાત્મનો ઊંડો સમુદ્ર છે. તેમાંથી મીઠું પાણી કાઢે છે. તત્ત્વ અભ્યાસે સમજાય તેવું છે.
આહા.. હા ! અહીં કહે છે.. એકવાર પ્રભુ સાંભળ તો ખરો ! તારી ચીજ આવી છે. સ્વપ૨ની પરિણતિને જાણવાવાળો છે. જ્ઞાતાપણું તે તારી ચીજ છે. “સ્વપર પરિણતિ અને પ્રસિદ્ધ છે. ” રૂમમાં તેનો અર્થ કર્યો પ્રસિદ્ધ છે એવો.
,,
ભગવાન આત્મા અર્થાત્ ત્રિકાળી દ્રવ્ય અને તેની અનંત શક્તિ તે ગુણ અને તેની નિર્મળ પરિણતિ, આમ દ્રવ્ય ગુણ અને પર્યાયને પરિણતિ કહે છે. અથવા ઉત્પાદ–વ્યયધ્રુવને પરિણતિ કહે છે. બન્નેને પરિણતિ કહે છે. તે જ્ઞાતા સ્વપરિણતિ અને ૫૨ પરિણતિનો જાણવાવાળો છે. આવી વાત છે ભાઈ !
ત્રિલોકીનાથ પરમાતમાની દિવ્યધ્વનિમાં આ વાત આવી છે. દિવ્ય નામ પ્રધાન. અવાજ જેનો છે તેને પ્રવચન કહે છે. પ્રવચન કહો કે દિવ્ય ધ્વનિ કહો. પ્ર નામ વિશેષે દિવ્ય અવાજ કહો. એ ભગવાનની વાણીમાં અર્થાત્ પ્રવચનમાં એમ આવ્યું કે-પ્રભુ તું તો શાતા છો ને ! તું રાગનો કર્તા અને રાગ તારું કાર્ય એવું તારી ચીજમાં છે નહીં નાથ ! તું તને ભૂલી ગયો નાથ ! સમજમાં આવ્યું ?
આહા.. હા ! ‘ સ્વપર પરિણતિ જાનન ' આ એક શબ્દ તો જુઓ ! આના ઉપર ગઈ કાલે એક કલાક ચાલ્યું હતું. આ બે લીટી ઉપર કાલ એક કલાક ચાલ્યું હતું.. પરંતુ આજે આ લોકો નવા આવ્યા છે ને !
આહા.. હા ! અહીંયા તો ત્રિલોકીનાથ ૫૨માત્માની વાણી અને તેમાં રહેલા ભાવોને સંતો આડતીયા થઈને જગત પાસે પ્રસિદ્ધ કરે છે. માલ તો સર્વજ્ઞનો છે. જેમ વેપારી (વચ્ચેની ત્રીજી વ્યક્તિને ) માલ આપે છે ને તેમ સંતો આડતીયા થઈને જગતને પ્રસિદ્ધ કરે છે–પ્રભુ ! તમે આમ કહો છો. આ માલ તો તમારો છે.
આહા... હા ! તારા સ્વરૂપમાં ભગવંત અનંત આનંદ ને જ્ઞાન પડયા છે ને નાથ ! આહા... હા ! તેને તું ભૂલી ગયો અને એક સમયની પર્યાયને પોતાનું પૂર્ણ સ્વરૂપ માનીને તું મિથ્યાર્દષ્ટિ થઈ ગયો. મિથ્યા નામ જૂઠ્ઠી-અસત્ય દૃષ્ટિમાં ચાલ્યો ગયો. રાગને પોતાનો માન્યો તે તો મહાભૂલ છે, પરંતુ એક સમયની વ્યક્ત (જ્ઞાન ) પર્યાય જે પ્રગટ છે એટલો હું છું તો તેને કહે છે–પ્રભુ ! તું તારી ચીજને ભૂલી ગયો. તે પર્યાયના અંશમાં તારી ચીજ નથી. જે દ્રવ્ય વસ્તુ છે, પોતાની પરિપૂર્ણ ચીજ છે તેનો સ્વીકાર ન કરતાં અને અનાદિથી એક સમયની પર્યાયની વ્યક્તતા-પ્રગટતા છે તે અંશમાં તારી રમત છે, પર્યાયને પૂર્ણ સ્વરૂપ માન્યું છે તે મિથ્યા ભ્રમ અને અજ્ઞાન છે.
આહા.. હા ! તું કેવો છો ? તારી ચીજમાં પ્રભુ અનંત આનંદ પડયો છે.. તેની તને ખબર નથી. આહા.. હા ! મૃગની નાભિમાં કસ્તુરી પણ તે કસ્તુરીની કિંમત મૃગલાને
Please inform us of any errors on rajesh.shah@fotalise.co.uk
Page #259
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કલશ-૫૦
૨૪૭
નથી. હરણાની નાભિમાં કસ્તુરી છે તેની ગંધ તેને આવે છે અને તેને શોધવા તે બહા૨ જાય છે. અંત૨માં જે કસ્તુરી છે તેની તેને કિંમત નથી. તેમ ભગવાન આત્મા અંતરમાં અતીન્દ્રિય આનંદ ને અતીન્દ્રિય જ્ઞાન, અતીન્દ્રિય ઇશ્વરતા પરિપૂર્ણતા પડી છે.. તેને તો તું માનતો નથી અને પર્યાયમાં રાગ છે તેને માને છે તો તું મૃગ જેવો છે. અહીંયા તો આવી વાત છે ભગવાન !
-
આહા.. હા ! તું કેવો છે ? તું એક સમયની પર્યાય જેટલો નથી.. તો તું છે કેવો ? જ્ઞાન પર્યાયમાં સ્વપ૨ પરિણતિને જાણવાવાળો એવો હું છું. મારા દ્રવ્ય-ગુણ-પર્યાયને પરિણિત કહે છે અને મારા ઉત્પાદ-વ્યય ધ્રુવને પરિણતિ કહે છે. હું મારા ઉત્પાદ-વ્યયધ્રુવ અને દ્રવ્ય-ગુણ-પર્યાયને જ્ઞાનમાં જાણવાવાળો છું. પોતાના દ્રવ્યને ગુણને અને પર્યાયને જાણવાવાળો છું, અને ૫૨દ્રવ્યના ઉત્પાદ-વ્યય ધ્રુવને અને ૫દ્રવ્યના દ્રવ્યગુણ-પર્યાયને હું મારા જ્ઞાનમાં જાણવાવાળો છું. જેવા છ બોલ સ્વમાં છે તેવા છ બોલ ૫૨માં લેવાના છે. માર્ગ આવો છે ભગવાન ! કઠણ પડે તો શું થાય!? આ અમારા પંડિતજી કહેતા હતા કે અજાણ્યા માણસો ઘણાં આવ્યા છે. મેં કહ્યું.. ભાઈ ! માર્ગ તો જેવો છે તેવો આવશે. અનાદિકાળથી ( સ્વભાવથી ) અજાણ્યો જ છે પ્રભુ ! હવે તેનું જ્ઞાન કરવું છે કે નહીં !?
,,
અહીંયા તો કહે છે स्वपर परिणतिं जानन् अपि इमाम्' 'રૂમાં' છે ને ? કહે છે પ્રસિદ્ધ છે ને ! પ્રસિદ્ધ છે પોતાના દ્રવ્ય-ગુણ-પર્યાય અને ઉત્પાદ-વ્યય ધ્રુવ પ્રસિદ્ધ છે. બીજું ૫૨દ્રવ્યના દ્રવ્ય-ગુણ-પર્યાય અને ઉત્પાદ-વ્યય-ધ્રુવ પ્રસિદ્ધ છે. આહાહા... આવો ધર્મ હવે.. ! તેનાં કરતાં તો દયા પાળો, વ્રત કરો, દાન કરો, અપવાસ કરો... તો થઈ ગયો ધર્મ. એમાં ધૂળમાંય ધમ નથી. એ તો રાગ છે. હું ૫૨ની દયા પાળી શકું છું તેવી માન્યતા મિથ્યાભ્રમ છે. દયાનો ભાવ એવો જે રાગ આવે છે તે પોતાના સ્વરૂપની હિંસા છે. જ્યાં સુધી વીતરાગ ન થાય ત્યાં સુધી વચ્ચે રાગ આવે છે, જ્ઞાની જાણે છે કે-આ રાગ દુઃખરૂપ છે. હું તેનો જાણવાવાળો છું, હું રાગનો ક૨ના૨ો નથી. આહા.. હા ! ભાઈ ! આ વીતરાગ માર્ગ છે. આ તો સર્વજ્ઞ ત્રિલોકીનાથની વાણી છે. જિનેશ્વરદેવની પાટે બેસીને બીજી વાત કેમ થાય ?
આ કળશ છે અમૃતચંદ્રાચાર્યદેવના અને ટીકા છે રાજમલ્લજીની. બના૨સીદાસજીએ આમાંથી નાટક સમયસાર બનાવ્યું છે.
66
‘રૂમાં ” પ્રસિદ્ધ છે એવાં પોતાનાં અને સમસ્ત શેય વસ્તુઓનાં (પરિણતિ) દ્રવ્ય-ગુણ-પર્યાયનો અથવા ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યનો જ્ઞાતા છે.”
સમસ્ત શેયોમાં અનંત સિદ્ધો, અનંત નિગોદના જીવો તેનાં દ્રવ્ય-ગુણ અને પર્યાય અને તેનાં ઉત્પાદ-વ્યય અને ધ્રુવ તે સમસ્ત શેય વસ્તુના પોતાના અને ૫૨ના
Please inform us of any errors on rajesh.shah@fofalise.co.uk
Page #260
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૪૮
કલશામૃત ભાગ-૨ દ્રવ્ય-ગુણ-પર્યાય અને ઉત્પાદ-વ્યય-ધ્રુવનો જ્ઞાતા છે. ભગવાન આત્મા તો આવો છે.
ત્રિલોકીનાથ પરમેશ્વર ફરમાવે છે. જે વાણી ઇન્દ્રો અને ગણધરોની વચ્ચમાં નીકળે છે. બાર યોજનમાં ફેલાય છે તે આ વાણી છે. આહા... હા! ભગવાન તું કેવો છો? તારો સ્વભાવ કેવો છે? સ્વપર પરિણતિનો જાણનાર. સ્વના દ્રવ્ય-ગુણ-પર્યાય અને ઉત્પાદ-વ્યય ને ધ્રુવ, પરનાં ઉત્પાદ-વ્યયને ધ્રુવ અને પરનાં દ્રવ્ય-ગુણને પર્યાય તેમાં કેવળીની પર્યાય, અનંત સિદ્ધોની પર્યાય, તે બધાનો જાણવાવાળો છે. આહા... હા! પ્રભુ! તું તો જ્ઞાનસ્વરૂ૫ છો ને!? ચિદ્રુપમ્ અર્થાત્ જ્ઞાનનું રૂપ તે તારું સ્વરૂપ છે.
આહા.. હા! ભાવ તો મોટા છે, ભાષા તો જે છે તે છે. અનંતકાળથી આથડ્યો વિના ભાન ભગવાન; સ્વરૂપના ભાન વિના ચારગતિમાં ફરે છે. ચારગતિમાં પોતાના અપરાધથી ફરે છે હોં! કર્મથી રખડતો નથી. “કર્મ બિચારે કૌન ભૂલ મેરી અધિકાઈ.” તે ચંદ્રાનનું ભગવાનની સ્તુતિમાં આવે છે. કર્મ તો જડ છે અજીવ છે. તેની હૈયાતી છે કે નહીં તેની તેને ખબર નથી. આ શરીર છે તેને ખબર છે કે આ શરીર છે? શરીર તો માટી ધૂળ છે તેને જાણવાવાળું તો જ્ઞાન છે. આહા.... હા ! અને હું છું તેનો જાણવાવાળો પણ જ્ઞાન છે.
ભાઈ ! માર્ગ તો બહુ સૂક્ષ્મ છે. અપૂર્વ તત્ત્વજ્ઞાન છે. જૈનદર્શનનું તત્ત્વજ્ઞાન તે અલૌકિક વાત છે. આહા. હા! જૈન પરમેશ્વર સિવાય દુનિયામાં કયાંય નથી તેવી અલૌકિક ચીજ છે. અરે ! દિગમ્બર સંતો સિવાય આ વાત કયાંય છે નહીં. શ્વેતામ્બરમાં છે નહીં તો બીજા અન્ય મતોમાં તો કયાંથી લાવીશ પ્રભુ!
શ્રોતા- શ્વેતામ્બરમાં થોડો ઘણો ફેર છે?
ઉત્તર:- ઉગમણો આથમણો એટલે પૂર્વ-પશ્ચિમનો ફેર છે. આજથી ૨000 વર્ષ પહેલાં વસ્તુના સ્વરૂપને બદલીને મત નીકળ્યો છે. એ લોકોને દુઃખ લાગે. પરંતુ સત્ય તો આ છે. આતો દિગમ્બર સંતોની પરમાત્માની વાણી છે. તેઓ પરમાત્માનો અનુભવ કરીને કહે છે.
પાઠમાં છે ને.... “સ્વપર પરિણતિ પ્રસિદ્ધ છે.” તે સ્વપર પરિણતિનો જ્ઞાતા છે. પ્રસિદ્ધ છે તેનો જ્ઞાતા છે એમ કહે છે. ભગવાન ! જિનવાણી બહુ સૂક્ષ્મ છે. જિનવાણીનો ભાવ સમજશે તો ન્યાલ થઈ જશે. ત્યાં બહારમાં હજુ એમ કહે છે-શુભભાવ કરો. શુભભાવ કરતાં કરતાં (ધર્મ) થશે. દયાદાન, વ્રત-ભક્તિ-પૂજા કરો. અહીં કહે છે તે શુભભાવ તો રાગ છે. આત્મા રાગનો જાણવાવાળો છે. કરનારો નથી, આહા.. હા ! પડખું ફેરવવું ભારે (કઠિન છે). જેમ ઉંઘમાં આમ સૂતા છો તો હવે આમ (બીજે પડખે) કરવટ ફેરવવાની છે. તેમ પર્યાયબુદ્ધિવાળાએ કરવટ ફેરવવાની છે. અંદર ત્રિકાળીની બુદ્ધિ કરવાની છે. જ્યારે તે તો કહે. રાગ કરો... ને આમ કરો. પ્રરૂપણા પણ આવી ચાલે
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #261
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કલશ-૫O
૨૪૯ છે. અરે. પ્રભુ! તું આ શું કહે છે..!?
પ્રશ્ન:- શુભભાવ થાય તો વિદેહક્ષેત્ર જઈને કલ્યાણ કરે.
ઉત્તર- અનંતવાર મહા વિદેહમાં ગયો. , ધૂળમાંએ ધર્મ ન થાય. પરમાત્મા પ્રકાશમાં કહ્યું છે કે-સાક્ષાત્ ત્રિલોકીનાથ જિનેશ્વરદેવના સમવસરણમાં ત્યાં અનંતવાર ગયો છે. જ્યાં ભગવાન બિરાજે છે તે ક્ષેત્રમાં અનંતવાર જન્મ્યો છે. સમવસરણમાં જઈને સાક્ષાત્ તીર્થંકરની પૂજા, મણી રતનના દીવાથી, હીરાના થાળ અને કલ્પવૃક્ષના ફૂલ દ્વારા કરી છે. “જય ભગવાન ” તેમ અનંતવાર કર્યું છે. તે તો શુભભાવ છે. અરે... ત્યાં તો અનંતવાર ગયો, અનંતવાર જન્મ્યો તેથી શું?! ત્યાં તો ત્રિલોકીનાથ જિનેશ્વર કાયમ બિરાજે છે. લાખો કેવળીઓનો કદી વિરહ્યું નથી. અરેરે..! ભરતક્ષેત્રમાં પરમાત્માના વિરહા પડ્યા. અહીંયા પ્રભુના વિરહ છે ત્યાં મહાવિદેહ ક્ષેત્રમાં તો ભગવાન કાયમ બિરાજે છે.
પ્રશ્ન- ત્યાં શું કસર રહી ગઈ મહારાજ?!
ઉત્તરઃ- ત્યાં પણ પોતાની દૃષ્ટિ ન બદલી તે કસર રહી ગઈ. સમજમાં આવ્યું? ત્યાં અનંતવાર સાંભળ્યું, અનંતવાર પૂજા કરી. તે તો પરદ્રવ્યની પૂજાનો ભાવ છે. મોક્ષ પાહુડમાં ૧૬ ગાથામાં કુંદકુંદાચાર્ય કહે છે-“પર દબ્બાઓ દુગઈ.” પરવેવાવો દુપટ્ટ સવ્વાવો હું સારું હોર્ફ ભગવાન પરદ્રવ્ય છે તે તરફ લક્ષ કરવાથી દુર્ગતિ થશે. દુર્ગતિનો અર્થ રાગ છે તે જ દુર્ગતિ છે. તે તારી ચૈતન્યની ગતિ નથી. કુંદકુંદાચાર્યની
પર દબ્બાઓ દુગઈ” તે ગજબવાત છે ને ! તીર્થકર કહે છે કે અમારી સામું જોવાથી તેને રાગ થશે. તે તારી ચૈતન્યની પરિણતિની દુર્ગતિ છે.
શ્રોતા- આ પુસ્તક સોનગઢથી છપાયેલી છે?
ઉત્તર- સોનગઢથી છપાણી છે, છપાણી હો ગમે ત્યાં પણ વાણી કોની છે? કય iથી છપાણી છે તે મને ખબર નથી બાપા! (શ્રોતા-કિસનગઢથી છપાણી છે.) લ્યો! કિસનગઢથી છપાણી છે. અમને તો તે પણ ખબર નથી.
શ્રોતા- સોનગઢથી ખુલાસો થઈ રહ્યો છે. ઉત્તર:- હા, ખુલાસો થયો છે.
અહીંયા તો ત્રણલોકના નાથની વાણીને કુંદકુંદાચાર્ય કહે છે. પ્રભુ! તું એકવાર સાંભળ તો ખરો! પ્રભુ એમ કહે છે-અમે તારા માટે પરદ્રવ્ય છીએ. અને તારું લક્ષ પરદ્રવ્ય ઉપર જશે તો તને રાગ થશે, અર્થાત્ ચૈતન્યની પરિણતિ નહીં થાય. રાગ આવે છે જ્યાં સુધી વીતરાગ ન થાય ત્યાં સુધી જ્ઞાનીને રાગ આવે છે, પણ તે છે દુઃખરૂપ અને હેય. (શ્રોતા – મૂળદેષ્ટિની વાત છે.) આહા...! મૂળદેષ્ટિની વાત છે. વાત ઊંચી છે અને આ જ સત્ય છે. પુસ્તક છપાય ગમે ત્યાંથી પણ વાણી કોની છે તે લેવાનું છે.
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #262
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૫૦
કલશામૃત ભાગ-૨
રિજનનાં ઘરેથી (ભલે ) છપાય તેનાથી પુસ્તકમાં શું થયું?
66
અહીંયા તો કહે છે– “સ્વપ૨ પરિણતિ પ્રસિદ્ધ છે” આહા... હા! શું કહે છે? પોતાનું દ્રવ્ય જે વસ્તુ અને ગુણ જે શક્તિ અને પર્યાય તેની અવસ્થા છે.. તે પ્રસિદ્ધ છે. પોતાના આત્મામાં ઉત્પાદ-વ્યય અને ધ્રુવ છે. નવી અવસ્થાનું ઉત્પન્ન થવું જૂની અવસ્થાનો વ્યય થવો અને સદેશરૂપ ધ્રુવનું રહેવું તે પ્રસિદ્ધ છે. હવે આત્મા સિવાય બીજા ૫૨ શેયો છે તેના પણ દ્રવ્ય-ગુણ અને પર્યાય પ્રસિદ્ધ છે અને તેના ઉત્પાદ–વ્યય ને ધ્રુવ પ્રસિદ્ધ છે. બન્નેને જાણવાવાળો ભગવાન જ્ઞાતા છે. કાલે ચાલ્યું 'તું પણ આજે ફરીથી બીજી રીતે ચાલ્યું. આ ચીજ તો સમુદ્ર છે. –કુંદકુંદાચાર્ય અને દિગમ્બર સંતોની વાણી તો સમુદ્ર છે.
આવે છે.. કે..
“ સહેજે સમુદ્ર ઉલસિયો, જેમાં મોતી તણાતાં જાય, ભાગ્યવાન ક૨ વાવરે, એની મોતીએ મુઠ્ઠીઓ ભરાય, ભાગ્યહીન ક૨ વાવરે, એની શંખલે મુઠ્ઠીઓ ભરાય.
,,
અરે... રે ! જન્મ મરણ કરી કરીને મરી ગયો. ૨૫-૨૫ વર્ષના યુવાનને હાર્ટફેઈલ થાય છે. દેહની સ્થિતિ પૂરી થવામાં તે તો નિમિત્ત છે. દેહની સ્થિતિ પૂરી થવાની એ પણ નક્કી છે. એક ૨૬ વર્ષનો યુવાન છોકરો આપણા કાઠિયાવાડનો હતો. ત્યાં લાખો છોકરામાં તે ૯૦% પાસ થયો અમેરીકામાં, આપણા લોકો કહે–અમે તેનું સન્માન કર્યા વિના નહીં જવા દઈએ. તે દેશમાં આવવાનો હતો, તેણે માલ સામાન બાંધીને તૈયા૨ રાખેલો. માન સન્માન લોકોએ બહુ આપ્યું. રાત્રે ૧૧ વાગ્યે સુતો... સવારે જ્યાં જુએ તો ખલાશ. હાર્ટ ફેઈલ થઈ ગયું. પ્રભુ ! આ દેહની સ્થિતિ તેનું જે થવાનું તે થશે. ઇન્દ્ર પણ એક સમય વધારી શકે ? ક૨વાનું કામ તો આ છે.
અહીં કહે છે−હું તો સ્વપ૨ પરિણતિનો જાણવાવાળો જ્ઞાતા છું. ૫૨ની પરિણતિનો કરવાવાળો અને તે મારું કાર્ય તે તો વાત છે જ નહીં. પરંતુ મારી પરિણતિનો હું કરવાવાળો અને હું કર્તા એ પણ વ્યવહારથી છે.
શું કહ્યું ? પ્રભુ ! મારી ધર્મની પરિણતિ જે થઈ, જ્ઞાતા-દૃષ્ટાની પર્યાય થઈ તે મારું કાર્ય અને હું તેનો કર્તા તે પણ ઉપચારથી છે. કેમકે દ્રવ્ય પર્યાયનો કર્તા નથી. પર્યાયનો કર્તા પર્યાય છે, પર્યાયનો કર્તા દ્રવ્યને કહેવો તે ઉપચાર-વ્યવહાર છે. સમજમાં આવ્યું !? મને ન સમજાય એમ ન માનવું પ્રભુ! આત્મા તો અંતર્મુહૂર્તમાં કેવળજ્ઞાન લેવાની તૈયારીવાળો છે. એક અંતર્મુહૂર્તમાં કેવળજ્ઞાન લ્યે છે ને નાથ ! હું નહીં સમજી શકું તેમ ન માનવું. સમજમાં નથી આવતું (તેવો અભિપ્રાય જ ) તે જ તેને સમજવા દેતો નથી.. સમજમાં આવ્યું!?
આહા... હા ! આત્મા જ્ઞાતા છે તેમાં પોણો કલાક ચાલ્યું !
Please inform us of any errors on rajesh.shah@fotalise.co.uk
Page #263
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કલશ-૫૦
૨૫૧
66
“ ( જીવ તો ) એવો છે. તો પછી કેવું છે પુદ્ગલ ? તે જ કહે છે -“ રૂમાં સ્વપર પરિણતિ અનાનન્” પ્રગટ છે એવાં પોતાનાં અને અન્ય સમસ્ત ૫૨દ્રવ્યોનાં દ્રવ્ય-ગુણ-પર્યાય આદિને નથી જાણતું-એવું છે પુદ્ગલ દ્રવ્ય.
,,
જીવ તો આવો છે કે-પોતાની પરિણતિ દ્રવ્ય-ગુણને પર્યાય અને ઉત્પાદ-વ્યયને ધ્રુવને જાણે છે બસ. આગળ પરદ્રવ્યની પર્યાય અને ૫૨દ્રવ્યને જાણે છે. તેવો છે આત્મા બસ. ૫૨નું કાંઈ કરી શકે, ૫૨નું કાર્ય આત્મામાં આવી જાય તેવી ચીજ છે જ નહીં. સમજમાં આવ્યું ? ભાષા તો પ્રભુ સાદી છે. એવી કોઈ સંસ્કૃત ને વ્યાકરણની ભાષા નથી કે ન સમજાય. વળી સમજવાની શક્તિ તો તારામાં પડી છે. તું પરમાત્માની શક્તિ રાખીને પડયો છે.
અહીં પ્રશ્ન કરે છે કે–તો પછી પુદ્ગલ કેવું છે ? અહીંયા દયા-દાનનાં પરિણામને પુદ્ગલમાં લેવા છે. શરીર, મન, વાણી તો પુદ્ગલ જડ છે, તે તો માટી ધૂળ છે પરંતુ અંદ૨માં જે કર્મ છે તે પણ અજીવ-ધૂળ-પુદ્ગલ છે. જડકર્મ તો પુદ્ગલ છે પણ અંદ૨માં પુણ્ય-પાપના ભાવ થાય છે તેને પણ અહીંયા પુદ્ગલ કહ્યા છે-કેમકે તે અચેતન છે. શુભ અશુભ ભાવમાં ચૈતન્યનો અંશ નથી. તે જડ હોવાથી પોતાને જાણતાં નથી.. તેમજ તે ૫૨થી જણાવાવાળી ચીજ હોવાથી જડ છે. દયા છે તે પુદ્ગલ છે તેમ અહીંયા કહે છે.
અહીંયા પુદ્ગલની વ્યાખ્યા કરે છે. જે શુભ-અશુભ ભાવ છે તે રાગ છે. રાગ પોતાને જાણતો નથી અને તે ચૈતન્ય સ્વરૂપ ભગવાન જે છે તેને જાણતો નથી, તે રાગ તો ચેતન દ્વારા જાણવામાં આવે છે.. માટે રાગ અચેતન છે. બધી વાત લોજીકથી આવે છે. શાસ્ત્રમાં રાગને અજીવ કહ્યો છે, પુદ્ગલ કહ્યો છે, અચેતન કહ્યો છે, મેલ કહ્યો છે, દુઃખ કહ્યો છે. આ વાત ગઈકાલે ૭૨ ગાથામાં આવી હતી. ૭૨ ગાથામાં “ ભગવાન આત્મા ' કહીને બોલાવ્યા છે.
แ
રાગ છે તે અશુચિ છે. પછી તે પંચ મહાવ્રતના પરિણામ હો તો પણ તે રાગ છેતે અશુચિ છે. પ્રભુ ! તને ખબર નથી.. કે રાગ છે તે જડ છે. તેમાં ચૈતન્યના પ્રકાશનો અંશ નથી.. રાગ આંધળો છે. આવી વાત સાંભળવા મળવી પણ કઠણ ભગવાન!
સમયસાર ૭૨ ગાથામાં ત્રણ બોલ લીધા છે. દયા-દાન, વ્રત-ભક્તિનો રાગ છે તે અશુચિ છે, જડ છે અને દુઃખ છે. ભગવાન આત્મા નિર્મળાનંદ શૂચિ છે અને ચેતન સ્વરૂપ છે અને આનંદસ્વરૂપ છે. આવી ઝીણી ભેદજ્ઞાનની વાત છે ભગવાન ! આહા... હા ! અહીંયા કાય૨ના કામ નથી. વી૨નો માર્ગ તો વીરોને માટે છે. દાન દેવાનો જે ભાવ થાય છે તેમાં રાગની મંદતા કરે તો પુણ્ય છે, બાકી અભિમાન માટે કરે તો પાપ છે. પૈસા આપવા પાંચ લાખ-બે લાખ તેમાં રાગ મંદ કરે તો પુણ્ય છે.. અને તે પુણ્ય છે તે અચેતન છે. ગજબ વાત છે ને !
Please inform us of any errors on rajesh.shah@fotalise.co.uk
Page #264
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨પર
કલશામૃત ભાગ-૨ વાળની છાલછે. વાળ હોય છે, તે વાળને છેડે તેના બે ભાગ હોય છે. બધી ચીજને દેખી છે. બધી ચીજને એક એકને જોઈને નક્કી કર્યું છે. એક દિવસ જંગલમાં બેઠા હતા તો વાળ તોડીને જોયું તો વાળને છેડે બે ભાગ હતા. તે વાળને કોઈ ચીરી અને તેના બે ભાગ કરવા ધારે તો ન થઈ શકે. વાળની છેલ્લે બે કટકા છે.
તેમ ભગવાન આત્મા ને રાગ બન્ને ભિન્ન છે. આહા.... હા! રાગને પણ પરદ્રવ્ય તરીકે અને પરદ્રવ્યના દ્રવ્ય-ગુણ-પર્યાય તરીકે જાણે છે. આ કર્તાકર્મ અધિકાર છે ને!? સમજમાં આવ્યું ભાઈ !
જિનેશ્વર પરમાત્માનો માર્ગ બહુ સૂક્ષ્મ ભાઈ! વળી જેનાં ફળમાં તો અનંત આનંદ છે. જેના ફળમાં અનંત આનંદ હો તેનો ઉપાય કેવો હોય છે! લોકો તો બહારથી માંડીને બેઠા છે. આપણે વાત કરીએ. અપવાસ કરીએ એટલે ધર્મ થઈ જાય ! પ્રભુ! વિપરીત ભ્રમણામાં તું તારા ભગવાનને ભૂલી ગયો.
અહીં પુદ્ગલ કેવું છે તે વાત ચાલે છે. તે શરીર, રાગ, પરને નથી જાણતું તેમજ પોતાને પણ જાણતું નથી. આહા.. હા! વ્યવહાર રત્નત્રયના રાગનો જે વિકલ્પ ઊઠે છે તે રાગ પોતાને પણ જાણતો નથી અને અંદર જ્ઞાતા સ્વરૂપ ચૈતન્ય તેને પણ જાણતો નથી. તો નિશ્ચયથી.. અર્થાત્ પોતાના સ્વભાવની અપેક્ષાએ રાગને પણ અચેતન પુદ્ગલ કહેવામાં આવ્યો છે.
પ્રશ્ન:- રાગ નીકળી જાય છે માટે (અચેતન કહ્યો છે.)
ઉત્તર:- હા, નીકળી જાય છે-છૂટી જાય છે. સિદ્ધ ભગવાન થયા તેને રાગ હોય છે? રાગ તેનો (સ્વભાવ) હોય તો રહેને! તેનો સ્વભાવ કયાં છે! આવું તત્ત્વ તમારે મુંબઈમાં મળે તેમ નથી. તે કરોડપતિ છે, તેમનો મુંબઈમાં મોટો ધંધો છે.
શ્રોતા- પહેલા વખાણ કરો છો ને પછી ધૂળ કહો છો ?
ઉત્તરઃ- એ ધૂળ જ છે. વખાણ કોણ કરે છે? તેની કિંમત શું? તે તો ધૂળને-માટી છે. જેમ શરીર ધૂળ છે તેમ તે પણ ધૂળ છે–અજીવ છે. એકવાર શરીર છે તે મસાણની રાખ થશે. અગ્નિ. અગ્નિ થશે. રાગને જ્યાં અચેતન કહ્યો ત્યાં રાખની તો વાત કયાં કરવી!.
અજાનનું પુદ્ગલ કેવું છે? પુદ્ગલ દ્રવ્ય પોતાને નથી જાણતું અને પરને પણ નથી જાણતું... એવું છે પુદ્ગલ દ્રવ્ય.
ભાવાર્થ આમ છે કે-જીવ દ્રવ્ય જ્ઞાતા છે, પુદ્ગલ કર્મ શેય છે એવો જીવને અને કર્મને શેયજ્ઞાયક સંબંધ છે.
આહા. હા! ભગવાન તો જાણવા દેખવાવાળો પ્રભુ છે. અને રાગ, શરીર. પુદ્ગલ આદિ તો પરશેય છે. તે પરશેય તરીકે છે અને સ્વફ્લેય તરીકે આનંદ પ્રભુ ભગવાન
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #265
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કલશ-૫O
૨૫૩ આત્મા છે. પરશેય તરીકે આ પુગલ રાગાદિ છે. તેને પર તરીકે વ્યવહારથી જાણવા લાયક જ્ઞેય જ્ઞાયક સંબંધ છે. આ રીતે જીવન અને કર્મને શેય-જ્ઞાયક સંબંધ છે. જડકર્મની સાથે શેય-જ્ઞાયક સંબંધ છે. જડકર્મ છે તે શેય છે, આત્મા જ્ઞાયક છે. તેમ કહેવું તે પણ વ્યવહાર છે. પોતાનું સ્વરૂપ જ પોતાનું શેય છે, પોતાનું સ્વરૂપ જ પોતાનું જ્ઞાન છે અને પોતાનું સ્વરૂપ જ પોતાનું જ્ઞાયક છે. જ્ઞાન-શેય ને જ્ઞાયક જે પોતાના છે તે નિશ્ચય છે. રાગાદિ પર શેય છે તે વ્યવહાર (શેય) છે. વાત એવી છે તો આવે છે.
તોપણ વ્યાપ્ય-વ્યાપક સંબંધ નથી.” શું કહે છે? જેટલા પ્રમાણમાં રાગ છે તેટલા પ્રમાણમાં સામે કર્મબંધ હોવા છતાં કર્મની પર્યાય વ્યાપ્ય અને આત્મા કર્તા અર્થાત્ વ્યાપક તેમ છે નહીં. વ્યાપ્ય નામ પર્યાય-કાર્ય અને વ્યાપક નામ કર્તા દ્રવ્ય છે. હવે કર્મની પર્યાય જેટલા અહીં પુણ્ય-પાપના ભાવ થાય છે. એટલા પ્રમાણમાં ત્યાં પરમાણુમાં કર્મની અવસ્થા થાય છે. હવે કર્મની અવસ્થા વ્યાપ્ય નામ કાર્ય અને આત્મા કર્તા તેમ છે નહીં.
આહાહા! જેટલા પ્રમાણમાં રાગ-દ્વેષ એટલા પ્રમાણમાં કર્મ પરમાણું (બંધાય છે) પણ તે વ્યાપ્ય અને આત્મા વ્યાપક તેમ છે નહીં. તો પછી દુનિયાના ધંધાને શરીરની ક્રિયા તે પુદ્ગલની પર્યાયનો કર્તા આત્મા છે જ નહીં.
પ્રવચન નં. ૬૫
તા. ૧૨-૮-'૭૭
કળશટીકાનો કર્તાકર્મ અધિકારનો ૫૦ મો શ્લોક છે. છેલ્લી બે લીટી છે તેમાં શું કહેવું છે? આત્મા છે તે કર્મની પર્યાયને કરે છે કે નહીં તે વાત ચાલે છે. અહીંયા આત્મા જેટલો રાગ દ્વેષ કરે તેટલો જ કર્મની પર્યાયમાં બંધન પર્યાયરૂપ થાય છે, પણ તે પર્યાયનો કર્તા આત્મા નહીં.
જ્યારે જીવ પોતાનામાં અર્થાત્ પર્યાયમાં સ્વતંત્રપણે પુણ્ય-પાપના વિકાર ભાવને કરે તે સમયે કાર્માણવર્ગણામાંથી કર્મરૂપ પર્યાય થઈ તો તે પર્યાયનો કર્તા આત્મા નથી. બીજું આત્મા વ્યાપક થાય અને કર્મની પર્યાય વ્યાપ્ય નામ કાર્ય થાય તેમ છે નહીં. આહા.. હા! નજીકમાં જેટલા પ્રમાણમાં વિકલ્પ તેટલા પ્રમાણમાં (બહારમાં) પરમાણુની કર્મરૂપ અવસ્થા થાય તે અવસ્થાનો કર્તા આત્મા નહીં. તો આ શરીર, વાણી, મન ને લક્ષ્મી-ધૂળ આદિ જડ જે બહારમાં છે તેની અવસ્થાને આત્મા કરે અને આત્મા તેનો કર્તા થાય તે વાત તો ત્રણકાળમાં છે જ નહીં. તે વાત થોડી કરે છે. કર્મ અને આત્મા બે ચીજ ભિન્ન છે. તો કર્મથી વિચાર થાય છે એમ પણ નથી. કર્મ (જડ) પરમાણું છે, તે વ્યાપક થઈને એટલે કે કર્તા થઈને જીવના વિકાર પરિણામને કરે તેમ તો છે જ નહીં.
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #266
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૫૪
કલશાકૃત ભાગ-૨ કેમકે કર્મ વ્યાપક થઈને વિકારને કરે અને વિકાર તેનું વ્યાપ્ય થાય તેવું સ્વરૂપ નથી. સૂક્ષ્મ છે.
સંપ્રદાયમાં તો પહેલાં એમ ચાલતું હતું કે-કર્મથી વિકાર થાય છે. કાલે દિલ્હીથી કાગળ આવ્યો છે તેમાં લખ્યું છે કે આત્મામાં જે બગાડ થાય છે તે કર્મથી થાય છે. અહીં કહે છે-તે વાત તદ્દન જુદી છે. કેમકે કર્મની પર્યાય છે તે જડ પરમાણું છે તેની અવસ્થા છે. અને વિકાર અવસ્થા છે તે આત્માની છે. વિકારની વિપરીત અવસ્થા છે તે પોતાનામાં છે. તે વિકારની અવસ્થા વ્યાપ્ય અને આત્મા વ્યાપક, બીજી રીતે કહીએ તો... વિકારી પર્યાય કાર્ય અને આત્મા કર્તા તે બરાબર છે.
અહીંયા કર્મ જે છે તે વ્યાપક થઈને જીવની વિકાર દશા વ્યાપ્યને કરે તેમ નથી. જેમ અહીંયા શરીર ચાલે છે તો તે જડનું વ્યાપ્ય નામ કાર્ય છે. આ પરમાણું રજકણ છે તે વ્યાપક નામ કર્તા અને વ્યાપ્ય નામ પર્યાય અવસ્થા-કાર્ય તો આ જડની અવસ્થા તે રીતે થાય છે. તેમાં જે પરમાણુંનું વ્યાપ્ય-કાર્ય છે તેમાં તે પરમાણું તેનો વ્યાપક-કર્તા છે. પરંતુ આત્મા આંગળીને હુલાવી શકે તેમ ત્રણકાળમાં બનતું નથી. આહા.. હા ! સમજમાં આવ્યું?!
શ્રોતા:- જીવ નીકળી જાય છે ત્યારે જ મડદું કેમ પડ્યું રહે છે?
ઉત્તર:-શું મડદામાં પરમાણું નથી? ત્યારે પણ તેની અવસ્થા તેનાથી થાય છે. આ શરીર મડદું જ છે. સમયસાર કર્તાકર્મ અધિકાર ૯૬ ગાથામાં તો એમ કહ્યું છે કે અમૃત સાગર ભગવાન મૃતક કલેવરમાં મૂર્છાઈ ગયો છે. આ શરીર મૃતક કલેવર છે. આ રજકણો-પરમાણું છે તેમાં ચેતન નથી. ચૈતન્ય તો અંદર ભિન્ન ચીજ છે.
અમૃત સાગર ભગવાન જે અતીન્દ્રિય આનંદનો સાગર છે તે પોતાને ભૂલીને, આ મૃતક કલેવર અર્થાત્ શરીરમાં મૂછ કરે છે. તેમ છતાં મૂછ તે આત્માનું વ્યાપ્ય-કાર્ય છે, તે કર્મનું કાર્ય નથી. દર્શન મોહનો ઉદય થયો તો આટલી મૂર્છા થઈ તેમ નથી. આહા.. હા ! ઝીણી વાતું બહુ બાપા ! વીતરાગ માર્ગ ઘણો સૂક્ષ્મ છે. અંતરમાં ભેદ કરવો (ભેદજ્ઞાન) કરવું તે વાત બતાવે છે.
કહે છે-કર્મની પર્યાય કર્મમાં થાય છે તો તેનું વ્યાપ્ય વ્યાપકપણું તો પુદ્ગલ કર્મમાં છે. આત્મા તેનું વ્યાપ્ય નામ કાર્ય કરે અને કર્મની પર્યાયનો તે વ્યાપક-કર્તા થાય તેમ છે નહીં. અને કર્મ વ્યાપક અને આત્માની વિકારી પર્યાય તેનું વ્યાપ્ય એમ પણ છે નહીં. આમાં ઘણી ગરબડ છે. વીસ વર્ષ પહેલાં વર્ણજીની સાથે આ વાતની ચર્ચા કરી હતી, તે જ વાત પાછી કાલે આવી. દિલ્હીમાં જ્ઞાનમતિ છે તેણે લખ્યું છે કે-આ એકાંત છે. અહીંની વાતનો વિરોધ કરવા. તેણે લખ્યું છે-વ્યવહારનયથી આત્માનો વિકાર કર્મથી થાય છે.
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #267
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કલશ-૫O
૨૫૫. શ્રોતા:- વ્યવહારનયથી થાય છે તેનો અર્થ શું? ઉત્તર- તેનો અર્થ એ કે-કર્મથી વિકાર થતો નથી.
તેણે લખ્યું છે કે તમે રખડો છો તેવો તમારામાં બગાડ થયો તે કર્મથી થયો છે. ધૂળમાંય કર્મથી નથી રખડતા. દૃષ્ટિ તદ્દન વિપરીત છે. પોતાની વિકારની પર્યાયનો કર્તા કર્મ અને કર્મની પર્યાયનો કર્તા આત્મા તેમ માનનાર મિથ્યાષ્ટિ છે.
આ પરમાણું જડ-માટી છે. તેની જે આ અવસ્થા છે તે અવસ્થા વ્યાપ્ય અને પરમાણું વ્યાપક છે. માટી વ્યાપક થઈને તેની વ્યાપ્ય એવી અવસ્થા થઈ છે, તે આત્માથી નહીં. આત્મામાં જે વિકૃતભાવ થાય છે તે કર્મથી થાય છે એવી વાત છે નહીં. જૈનમાં કર્તા પણે કર્મ ઘૂસી ગયા અને દુનિયાએ ઇશ્વરને કર્તા માની લીધો. જૈનમાં કર્મને કર્તા માની લીધો. ઇશ્વર તો ચેતન છે જ્યારે કર્મ તો જડ છે. તે જડ આત્માને રખડાવે છે. જડથી આત્મામાં નુકશાન થાય છે તેમ નથી.
અહીંયા ભગવાન કુંદકુંદાચાર્યના શ્લોકનો ભાવ અમૃતચંદ્રાચાર્ય કહે છે. દિગમ્બર સંત એટલે અલ્પકાળમાં કેવળજ્ઞાન લેવાની તૈયારીવાળા. પંચમ આરો હતો એટલે કેવળજ્ઞાન તો છે નહીં પરંતુ કેવળજ્ઞાન લેવાની તૈયારી કરી ને સ્વર્ગમાં ગયા, અને ત્યાંથી નીકળી મુનિપણું લઈ, કેવળજ્ઞાન લઈને સંતો મોક્ષમાં જશે. તે કુંદકુંદાચાર્યની આ વાણી છે.
ટીકાની છેલ્લી બે લીટીમાં ઘણી સૂક્ષ્મતા છે. પોતાનો આત્મા તે કર્મની પર્યાયનો કર્તા નથી અને કર્મની પર્યાય આત્માના વિકારી પર્યાયની કર્તા નથી તેવું ભેદજ્ઞાન કરો તેમ કહે છે.
અહીંયા કહે છે-“દ્રવ્યોનું અત્યંત ભિન્નપણું છે, એકપણું નથી.” જડ કર્મની પર્યાય અને આત્માની વિકારી પર્યાય તે એક નથી, બન્ને ત ભિન્ન-ભિન્ન છે. તો અહીંયા કહે છે કે વિકૃત પર્યાય અને કર્મની પર્યાય બન્ને ભિન્ન છે તો પછી કર્મને ભિન્ન કહેવામાં શું વાંધો છે? આવું ભેદજ્ઞાન બતાવે છે.
“કેવો છે ભેદજ્ઞાનરૂપ અનુભવ?” આ છેલ્લો શબ્દ છે. આહા. હા! આ જડકર્મથી પોતાની પર્યાય અને દ્રવ્ય-ગુણ ભિન્ન છે. આવું પરથી ભેદજ્ઞાન અનંતકાળમાં કર્યું નથી. મારી ચીજ કર્મથી ભિન્ન છે તેવું ભેદજ્ઞાન કરવામાં રાગથી પણ ભિન્ન છું તેમ ભેદજ્ઞાન થઈ ગયું.
કહ્યું? ફરીથી. જે કર્મ જડ છે તેની પર્યાય તે મારું કાર્ય નથી. અને કર્મનું કાર્ય તે મારો વિકાર નથી. તેમ જ્યારે અંદરમાં કર્મથી ભિન્ન (ભેદજ્ઞાન) કરી આત્મા તરફ ઝૂકે છે તો તે કર્મથી ભિન્ન થાય છે. કર્મથી ભિન્ન થયો તે સમયે રાગથી પણ ભિન્ન થઈ ગયો. બન્ને બાજુનું લક્ષ છૂટી ગયું. જરી સૂક્ષ્મ વાત છે પ્રભુ! આતો હજુ પ્રથમ સમ્યગ્દર્શનભેદ-જ્ઞાનની વાત ચાલે છે. “મેર વિજ્ઞાનત: સિદ્ધા: સિલ્કી છિન્ન છેવના” અત્યાર
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #268
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૫૬
કલશામૃત ભાગ-૨ સુધી જેટલા ૫રમાત્મા સિદ્ધ થયા છે તે ભેદજ્ઞાનથી સિદ્ધ થયા છે. “ અÅવામાવતો વન્દ્વા વદ્ધા યે બિલ જેવ।।” કર્મથી બંધાણો છે તેમ ન લીધું, ભેદજ્ઞાનના અભાવથી બંધનમાં પડયો છે. નિગોદથી માંડી ને જેટલા આત્માઓ ભાવબંધનમાં જે છે (તે ભેદજ્ઞાનના અભાવથી છે). તે પોતાના ભાવબંધનથી અર્થાત્ ભેદજ્ઞાન ન કરવાથી ભાવબંધનમાં છે. પોતાના પુરુષાર્થની ઉલ્ટી દિશાથી તે બંધનમાં છે, કર્મથી નહીં. આવું ઝીણું હવે.. જુઓ !
“ કેવો છે ભેદજ્ઞાનરૂપ અનુભવ ?” શું કહે છે-અનાદિથી કર્મ ઉ૫૨ જે લક્ષ છે, તેના ઉ૫૨થી લક્ષ છોડીને જે ચૈતન્ય સ્વરૂપ ભગવાન આનંદમૂર્તિ પ્રભુ છે જ્ઞાયક તે તરફ લક્ષ જાય છે ત્યારે કર્મથી ભિન્ન થાય છે... અને રાગથી પણ ભિન્ન થઈ જાય છે.. અને પોતાના આનંદનો અનુભવ થાય છે. આનું નામ ભેદજ્ઞાન કહેવામાં આવે છે. જ્યાં સુધી એકતાબુદ્ધિ રાખે છે ત્યાં સુધી તે બાળક-અજ્ઞાની છે.
શરીરની અવસ્થા બાળ, યુવાન, વૃદ્ધ તે આત્મામાં નથી. તે આત્મા પોતાના ચિદાનંદ ભગવાન પૂર્ણાનંદના નાથને છોડીને દયા-દાન, વ્રતના વિકલ્પ કરે છે તે તેની બાળ અવસ્થા છે. ભાઈ ! બહિરાત્મ અવસ્થા તેનું નામ બાળ અવસ્થા છે. જ્યારે તેણે કર્મથી અને રાગથી ભિન્ન પોતાની ચીજને માની તે અંતરાત્માની યુવા અવસ્થા છે. આ શરીરની જે યુવા અવસ્થા છે તે તો માટી–ધૂળ-જડની છે. તે તો ક્ષણમાં પલટી જાય.. ક્ષણમાં રાખ થઈ જાય છે. આજ કાલ ઘણાંને હાર્ટ ફેઈલ થાય છે.
સવારમાં એક માણસ વાત કરતા હતા. તે કયાં ગયા ! તે મલકાપૂરના કાપડના વેપારી છે.. તેને મોક્ષમાર્ગ પ્રકાશનો ઘણો અભ્યાસ છે તે સ્વરૂપચંદ કહેતા હતા કે–તેનો કોઈ મિત્ર હતો. અમે બન્ને સાથે બેઠા હતા અને વાતચીત કરતા હતા.. એટલામાં દેહ છૂટી ગયો. યુવાન માણસ હતો. ભાઈ ! આ તો માટી–ધૂળ છે. તેને છૂટવાનો કાળ આવે છે ત્યારે સમય લાગતો નથી. એક સમયમાં સમયાન્તર થાય છે-ભિન્ન પડી જાય છે. ફટાક દઈને દેહથી ભિન્ન પડી જાય છે. અહીં તો ( અંદ૨માં ) ક્ષેત્રથી તો ભિન્ન જ છે પરંતુ બહા૨માં ક્ષેત્રથી ભિન્ન થઈ જાય છે.. આ એક સમયની સ્થિતિ છે. આહા.. હા ! તેમ અનાદિથી તારું હાર્ટફેઈલ થઈ ગયું છે પ્રભુ! રાગ અને કર્મની પર્યાય તે મારું કાર્ય તે ચેતનનું હાર્ટફેઈલ થઈ ગયું છે. હવે એક વખત એ હાર્ટફેઈલને છોડ એમ કહે છે.
તો શું કરવું? કેવો છે ભેદજ્ઞાનરૂપ અનુભવ ? આહા.. હા ! તે કર્મનું લક્ષ છૂટતાં, ચૈતન્ય આનંદસ્વરૂપ ભગવાન આત્મા તેના ઉપર દૃષ્ટિ લગાવવાથી ભેદજ્ઞાનરૂપી અનુભવ થયો, આનંદનો અનુભવ થયો. અનાદિથી રાગની એકતામાં જે રાગની આકુળતાનો અનુભવ હતો, સંસા૨માં કર્મચેતનાનો અનુભવ હતો, કર્મફળ ચેતના અર્થાત્ જડકર્મની વાત નથી પરંતુ રાગ છે તે કાર્ય છે તે કર્મ ચેતનામાં અનાદિથી ૨મતો હતો, તે કર્મ
Please inform us of any errors on rajesh.shah@fofalise.co.uk
Page #269
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કલશ-૫O
૨૫૭ ચેતનામાં રમવું, એકત્વબુદ્ધિમાં રહેવું તે જ સંસાર અને બાળ અવસ્થા છે. તે બહિરાત્માની મૂઢ અવસ્થા છે. પછી તે રાજા હોય કે અબજોપતિ હો પણ તે બધા મૂરખ ને મૂઢ છે. સમજમાં આવ્યું?
ઘણી સૂક્ષ્મ વાત છે ભગવાન! હવે જ્યારે તે ભેદજ્ઞાન કરે છે... તો અનાદિથી જ કર્મ ઉપર પોતાનું લક્ષ હતું ત્યાં તે પોતાના લક્ષ્યથી ટ્યુત થાય છે. પરના લક્ષથી તે ટ્યુત થઈને પોતાના આનંદસ્વરૂપમાં જ્ઞાયકમાં એકાગ્ર થાય છે તો તેને ભેદજ્ઞાનનો અનુભવ થાય છે. ત્યારે તેને રાગથી ભિન્ન આત્માનો અનુભવ થાય છે. તેનું નામ સમ્યગ્દર્શન ને ધર્મ છે. સમજમાં આવ્યું?
હવે તે ભેદજ્ઞાન કેમ કરે છે તે કહે છે. “વૃ ત્વવત વિયં સદ્ય: મેટું ઉત્પાદ” જેણે કરવતની માફક નિર્દય રીતે શીધ્ર જ જીવ અને પુદ્ગલનો ભેદ ઉત્પન્ન કર્યો છે.
‘ય’ને બદલે ‘ ય’ શબ્દ જોઈએ. “દ” વચ્ચે નાખી દેવો જોઈએ. આ છાપવામાં તેની ભૂલ થઈ ગઈ છે. પાઠમાં જુઓ ચોથું પદ છે.“ વવાં મેવમુત્પાદ્ય સદ:
માં” અર્થાત્ નિર્દય રીતે રાગથી, કર્મથી આત્માને ભિન્ન પાડે છે. પોતાની જુદાઈ કરવામાં દયા રાખતો નથી. ભગવાન આત્માનું. કર્મ તરફનું જે લક્ષ છે તેને નિર્દયતાથી કાપી અને જ્ઞાનને પોતાના લક્ષ્યમાં જોડી ધે છે. તેમાં તે જરાપણ દયા કરતો નથી કે અરેરે ! આ અનાદિનો જે સંબંધ છે તેને કેવી રીતે તોડું?
પરમાત્મ પ્રકાશમાં આવું કહ્યું છે-રાગ પોતાનો છે તેમ બંધુ (ભાઈ) તરીકે માન્યો છે. તે બંધુને મારવો તે બાંધવ છે. અનાદિથી રાગ, વિકાર, પુણ્ય-પાપ, મિથ્યાત્વ તે બંધુ તરીકે સાથે છે. તે બંધુને છેદવાવાળો ધર્માત્મા છે. સમજમાં આવ્યું?!
ધીમેથી સમજવું ભગવાન ! અનંતકાળથી તેને ભેદજ્ઞાન નથી થયું. તે ભેદજ્ઞાન કેમ થાય તે ચીજ છે. પછી તેણે શાસ્ત્રનું જ્ઞાન ૧૧ અંગ પૂર્વનું કર્યું હોય પરંતુ ભેદજ્ઞાન ન કર્યું. અને ભેદજ્ઞાન વિના સમ્યગ્દર્શન થતું નથી. સમ્યગ્દર્શન વિના મોક્ષમાર્ગ ખિલતો નથી. મોક્ષમાર્ગમાં આવ્યા વિના મોક્ષ થતો નથી.
આહાહા..!“ વત્ સ: એવં ઉત્પાદ” નિર્દય રીતે તેમ લેવું. “અદયે” શબ્દ જોડી દેવો. જેણે નિર્ભય રીતે કરવતની સમાન શીધ્ર જ જીવ અને પુદ્ગલનું ભેદજ્ઞાન ઉત્પન્ન કર્યું છે.
આહા... હા! ભગવાન આનંદસ્વરૂપ પ્રભુ જ્ઞાયક સ્વભાવ છે. તેનાથી ભિન્ન કર્મ જડ પર્યાય તેના નિમિત્તના અવલંબનથી જે રાગ થાય છે તે રાગનું અને કર્મનું લક્ષ છોડીને. અને શાયકનું લક્ષ કરે તો ભેદજ્ઞાન પ્રગટ થાય છે.
સંબંધ એટલે સં. બંધ. રાગનો સંબંધ તો બંધુ તરીકે ભાઈ તરીકે અનાદિનો છે. ધર્માત્મા આ બંધુને છેદવાવાળો છે. ભાઈ.. ભાઈ.. જુદા થાય છે એમ લોકમાં કહીએ
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #270
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૫૮
કલશાકૃત ભાગ-૨ છીએ ને! ભાઈ.. ભાઈ હોય છે તે જુદા થાય છે. પાંચ સાત ભાયું હોય અને એક ઓસરીએ રહેતા હોય. જેના સાત-આઠ ભાયું હોય તેના પિતાજી પહેલેથી જ થાંભલી નાખી અંતર રાખતા. એક થાંભલી આમ નાખે, અને એક બીજી સાઈડ નાખે. એક સાથે બે થાંભલી રાખે.. તેથી આ બાજુનું આનું પેલી બાજુનું બીજાનું તેમ જુદાઈ છે.
તેમ રાગ અને આત્માની એક સંધિ થઈ નથી. તેમ કહે છે. તે બન્ને અલગ અલગ છે. પુણ્યને પાપનો વિકલ્પ રાગ અને ભગવાન જ્ઞાયક સ્વભાવ તે બેમાં એક રૂપ સંધિ થઈ નથી. નિસંધિ છે-ભેદ છે. અહીંયા તો કહે છે પ્રભુ એકવાર સાંભળતો ખરો ! તારો સંબંધ અનાદિથી રાગ સાથે ભાઈબંધ તરીકે રાખ્યો છે. “અદય ' હવે દયા ન કર. અરે...! અનાદિનો સંબંધ છે તેને કેવી રીતે તોડું? આ રાગ અને શરીર, કર્મ તે તરફનું લક્ષ છોડીને નિર્ભય રીતે નિષ્ફર રીતે-દરકાર કર્યા વિના, પોતાનો જે ચૈતન્ય જ્ઞાયકભાવ છે તે તરફ ઝૂકી જા. આવી વાત છે. ભગવાન આ ધર્મ છે બાકી બીજી બધી વાતું છે. કરવતની જેમ અદય-નિર્દય રીતે રાગ અને કર્મની પર્યાય ઉપરનું લક્ષ છોડી દે! કરવતની પેઠે તેનાથી ભિન્નતાનું ભેદજ્ઞાન કર.
પ્રશ્ન:- દયામાં તો ધર્મ સાંભળી રાખ્યો હતો ને !?
ઉત્તર- દયામાં ધર્મ નથી. દયાના જે પરિણામ છે તે રાગ ને હિંસા છે. પરની દયા તો કરી શકતો નથી પરંતુ પરની દયાનો ભાવ આવે છે તે રાગ છે. પુરુષાર્થ સિદ્ધિ ઉપાયમાં તેને હિંસા કહી છે. રાગથી સ્વરૂપની હિંસા થાય છે. આહા. હા! આવી વાત છે ભાઈ ! ચોરાશી લાખ અવતાર કરતાં કરતાં દુ:ખમાં ગરકાવ થઈ ગયો છે. દુઃખના દરિયામાં ગરકાવ થઈ ગયો છે. પ્રભુ! એકવાર તો છોડ કે-એ રાગ દુઃખરૂપ છે. પછી તે દયા-દાન, વ્રત-ભક્તિનો ભાવ હો પરંતુ તે રાગ છે. દુઃખ છે. એ તારી ચીજથી વિપરીત ચીજ છે. તારી ચીજ તો અતીન્દ્રિય આનંદથી ભર્યો પડયો પ્રભુ છે ને! સમજમાં આવ્યું?!
એ રાગથી, કર્મથી નિર્દય રીતે કરવતની જેમ અંદરમાં ભિન્નતાનો અભ્યાસ કર. અહીં કહે છે કે-અંદરમાં રાગનું, શરીરનું, કર્મનું લક્ષ છોડવાનો અને અંદરમાં લક્ષ જોડવાનો અભ્યાસ કર. આ માર્ગ એવો છે ભગવાન! તને સહેલો લાગે કે આકરો લાગે.. જે લાગે તે આ છે. આના વિના તેના જન્મ-મરણના અંત કયારેય આવવાના નથી. સમજમાં આવ્યું?
કરવતની પેઠે શીધ્ર જ શીઘ, ‘સદ્ય:' અને “ગયે' બે શબ્દો છે. નિર્દયરીતે ભેદજ્ઞાનરૂપી કરવતથી, શીધ્ર જ શીઘ્ર અર્થાત્ એક સમયમાં પુદ્ગલથી ભેદ ઉત્પન્ન કરે છે. પછી કરશું અથવા હળવે હળવે કરશું તે વાત છે નહીં.
મુંબઈમાં સર્વોદય હોસ્પીટલમાં વ્યાખ્યાન આપે છે. તે ભાઈની એક દિકરી છે અને
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #271
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કલશ-૫૦
૨૫૯
તેમની પાસે કરોડરૂપિયા છે. તે ભાઈ સાંભળવા આવે ખરા.. પણ વ્યાખ્યાન વખતે બેસીને સાંભળે નહીં. માણસો આવે તેના પાથરણા પાથરે વગેરે સેવા કરે.., વ્યવસ્થા કરે. પછી મુંબઈમાં મારી પાસે આવ્યો તો, તે કહે તમારો ધર્મ છે તે મને ૪૦૦૦ ભવ પછી સમજવામાં આવશે. તે કાંતિલાલ લીમડીનો છે. તે અહીંયા વિનંતી કરવા આવેલો
મારા મકાનમાં ઉત૨જો. પછી તો ૮૮મી જયંતિ જામનગ૨ થઈ. તે કહેતો હતો કેતમારો ધર્મ ૪૦૦૦ ભવ પછી સમજવામાં આવશે. ૪૦૦૦ ભવમાં શું થશે તે વિચાર્યું કાંઈ !? જેને આત્માની રુચિ છે તેને વાયદો કેવો ? અને જો વાયદા કરે છે તો તેને રુચિ નથી.
અહીં સધઃ તે શબ્દનો અર્થ કરે છે–શીઘ્ર જ, આહા.. હા ! તત્કાલ. પ્રવચનસારમાં છેલ્લા શ્લોકમાં કહે છે–ભગવાન ! આ વાત સાંભળીને આજ જ ભેદજ્ઞાન કર. હવે આજ કાલના વાયદા છોડી દે ! પછી કરીશ.. પછી કરીશ.. પછી કરીશ તો પછી પાછળ જ રહીશ. સમજમાં આવ્યું?
બારોટની અને વાણિયાની વાત આવે છે. વાણિયાને ત્યાં લગ્ન હતા તેથી બારોટ વાણિયાને ઘે૨ જમવા ગયા. તો વાણિયો કહે–આજ અમારું ભોજન અને કાલ તમારું..! બીજે દિવસે જાય તો કહે–કાલ તમારું ભોજન. કાલ આવે નહીં અને બારોટને ભોજન મળે નહીં. અમારી દિક્ષા વખતે આમ લખ્યું હતું કે-આજ વાણિયા જમે અને કાલ બારોટ જમણ જમે. કાલ કોઈ દિ' આવે નહીં. જ્યારે કહો ત્યારે કહે કાલ.
તેમ અહીંયા કહે છે–હમણાં નહીં.. પછી, પછી, તારું પછી કે દિ ' આવશે.. સાંભળ તો ખરો ! હમણાં દીકરીના લગ્ન કરી લઈએ, છોકરાં માટે મકાન કરી લઉં પછી દીકરાના લગ્ન કરી લઉં, પછી આમ કરી લઉં, પછી હમણાં યુવાન અવસ્થામાં નહીં, વૃદ્ધા વસ્થા આવે પછી.., પછી.. પછીમાં કયારે કરીશ ! મરી જઈશ.
અહીં કહે છે-શીઘ્ર કર.. ‘ સર્ધઃ ', એક સમયમાં શરી૨ અને કર્મ અને રાગની પર્યાયથી ભિન્ન અર્થાત્ ૫૨નું લક્ષ છોડીને શાયકભાવ ચિદાનંદ સ્વરૂપ તેનું લક્ષ શીઘ્ર કરી દે! ઘણાં કહે-પછી કરીશ.., પછી કરીશ..., તો પાછળ જ રહીશ, પહેલો નહીં થા.
આહા.. હા ! “ જીવ અને પુદ્ગલનો ભેદ ઉત્પન્ન કર્યો છે.” આહા ! ભગવાન આત્મા શાયક સ્વરૂપ ચિદાનંદ આનંદપિંડ જ્ઞાનરસ સ્વરૂપ એકલો આત્મા અને કર્મ અને રાગ તે બેથી ભેદજ્ઞાન કરવું તેનું નામ સમ્યગ્દર્શન છે. અને તેનું નામ ધર્મની પહેલી સીઢીની શરૂઆત છે.
Please inform us of any errors on rajesh.shah@fotalise.co.uk
Page #272
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૬O
કલશાકૃત ભાગ-૨ કલશ ન : ૫૧
(આર્યા) य: परिणमति स कर्ता य: परिणामो भवेत्तु तत्कर्म। या परिणतिः क्रिया सा त्रयमपि भिन्नं न वस्तुतया।।६-५१।।
ખંડાન્વય સહિત અર્થ- વ: રિમિતિ | 7 મહેત” (:) જે કોઈ સત્તામાત્ર વસ્તુ તે (પરિણતિ) જે કોઈ અવસ્થા છે તે રૂપ પોતે જ છે તેથી (સ
) તે અવસ્થાની તે સત્તામાત્ર વસ્તુ “કર્તા” પણ હોય છે અને આમ કહેવું વિરુદ્ધ પણ નથી, કારણ કે અવસ્થા પણ છે. “ય: પરિણામ:તત્વ ” (ય: પરિણામ:) તે દ્રવ્યનો જે કોઈ સ્વભાવ-પરિણામ છે (તત ફર્મ) તે-દ્રવ્યનો પરિણામ-કર્મ” એ નામથી કહેવાય છે. “યા પરિતિઃ સા યિ” (યા પરિણતિ:) દ્રવ્યનું જે કંઈ પૂર્વ અવસ્થાથી ઉત્તર અવસ્થારૂપ થવું ( ક્રિયા) તેનું નામ “ક્રિયા' કહેવાય છે. જેવી રીતે માટી ઘટરૂપ થાય છે તેથી માટી “કર્તાકહેવાય છે, નીપજેલો ઘડો “કર્મ' કહેવાય છે તથા માટીપિંડથી ઘડારૂપ થવું ‘ક્રિયા' કહેવાય છે; તેવી જ રીતે સજ્વરૂપ વસ્તુ કર્તા' કહેવાય છે, તે દ્રવ્યનો નીપજેલો પરિણામ “કર્મ' કહેવાય છે અને તે ક્રિયારૂપ થવું ‘ક્રિયા' કહેવાય છે. “વસ્તુતયા ત્રયં પ ન fમન્ન” (વસ્તુતયા) સત્તામાત્ર વસ્તુના સ્વરૂપનો અનુભવ કરતાં (ત્રય) કર્તા-કર્મ-ક્રિયા એવા ત્રણ ભેદ (m) નિશ્ચયથી (ન ભિનં) ત્રણ સત્ત્વ તો નથી, એક જ સત્ત્વ છે. ભાવાર્થ આમ છે કે કર્તાકર્મ-ક્રિયાનું સ્વરૂપ તો આ પ્રકારે છે, તેથી જ્ઞાનાવરણાદિ દ્રવ્યપિંડરૂપ કર્મનો કર્તા જીવદ્રવ્ય છે એમ જાણવું જૂઠું છે; કેમ કે જીવદ્રવ્યનું અને પુદ્ગલદ્રવ્યનું એક સત્ત્વ નથી (ત્યાં) કર્તા-કર્મ-ક્રિયાની ઘટના કેવી? ૬-૫૧. પ્રવચન નં. ૬૫
તા. ૧૨-૮-'૭૭ કલશ-પ૧ : ઉપર પ્રવચન “ય: પરિણમતિ સ વર્તા ભવેત” જે કોઈ સત્તામાત્ર વસ્તુ છે જે કોઈ અવસ્થા છે તે-રૂપ પોતે જ છે,
આત્મા સત્તારૂપ હોવાવાળી ચીજ છે. તે મૌજુદ ચીજ છે. પરમાણું પણ સત્તામાત્ર વસ્તુ છે. તો સત્તામાત્ર જે કોઈ અવસ્થા છે તે રૂપ પોતે જ છે.
શું કહે છે? એ વસ્તુની જે અવસ્થા થાય છે તે પર્યાય તે વસ્તુની છે. અહીંયા તો આત્મામાં જે વિકાર થાય છે તે આત્માનો જ છે. તેમ સિદ્ધ કરવું છે. અહીંયા તો પરથી ભિન્ન સિદ્ધ કરવું છે. સમજમાં આવ્યું?
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #273
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કલશ-૫૧
૨૬૧
આત્મામાં પુણ્ય-પાપની અવસ્થા થાય છે, તો કહે છે કે તે સત્તાની અવસ્થા છે. જે જીવરૂપ સત્તા છે તેની પુણ્ય-પાપરૂપ અવસ્થા છે, તે કર્મની અવસ્થા નથી. પ્રશ્ન:- કર્મથી ભિન્ન પાડીને દ્રવ્યને જોવાનું છે!
ઉત્ત૨:- ભિન્ન પાડીને. કેમકે જે કર્મની અવસ્થા થઈ છે તો કર્મ ૫ણ ૫૨માણું છે કે નહીં ? ૫૨માથું સત્તા છે કે નહીં ? ૫૨માણુંની સત્તા છે કે નહીં ? સત્તા છે તો તેની અવસ્થા થાય છે કે નહીં ? ૫૨માણુંની અવસ્થા થાય છે તો તે સત્તાની અવસ્થા છે. તે સત્તા કર્તા અને અવસ્થા તેનું કાર્ય છે. કર્મની અવસ્થા કર્મની સત્તાનું કાર્ય છે.. અને અવસ્થા તેનું કર્મ છે. તારી સત્તા કર્મની પર્યાયની કર્તા છે અને કર્મની પર્યાય તારું કાર્ય છે તેમ નથી. ૫૨ની દયા કરી તે કાર્ય તો જીવે કર્યું. તે જીવની પર્યાય છે, તે પર્યાયનો કર્તા જીવ છે. તેનું ઉપાદાન આવી પર્યાયનું કર્તા છે. કર્મ તેની પર્યાયનો કર્તા છે જ નહીં. આહા...! સમજમાં આવ્યું!? આવું ઝીણું છે.
માર્ગ તો સૂક્ષ્મ છે. અંદ૨માં અરૂપી પ્રભુ છે જે શ૨ી૨થી તો જાણવામાં આવતો નથી, કર્મોથી જાણવામાં આવતો નથી, દેવગુરુ અને વાણી-દિવ્યધ્વનિથી જાણવામાં આવતો નથી. અને અંદર જે વિકલ્પ થાય છે તેનાથી જાણવામાં આવતો નથી. એવી ચીજ પોતાની સત્તાને રાખતી ચીજ છે. તેની જે ક્ષણે ક્ષણે અવસ્થા થાય છે તે અવસ્થાનો કર્તા તેની સત્તા છે અને અવસ્થા તેનું કર્મ નામ કાર્ય છે.
આ આંખની પાપણ છે તે અવસ્થા થાય છે તે ૫૨માણુંની સત્તામાં થાય છે. ૫૨માણુંનું અસ્તિત્વ છે. અસ્તિત્વ છે તો સત્તા છે. સત્તા છે તો આમ આમ પટ્ટ્કપટ્ અવસ્થા થાય તે સત્તાની અવસ્થા છે, તે આત્માની અવસ્થા નથી. ભગવાનનો માર્ગ અને તેની વકિલાત બીજી રીતે છે.
આહા... હા ! ૫રમાત્મા જિનેશ્વરદેવ એમ ફરમાવે છે કે જેની સત્તા છે તે ચીજ અસ્તિરૂપ છે. આત્મા સત્તા સ્વરૂપ છે કે અસત્તા સ્વરૂપ છે? સત્તા સ્વરૂપ છે તો તેની અવસ્થા છે કે નહીં ? તે પોતાની સત્તાની અવસ્થા છે કે બીજાની સત્તાની અવસ્થા છે? પછી તે સમ્યગ્દર્શનની અવસ્થા હો કે પછી રાગની અવસ્થા હો..! પરંતુ તે અવસ્થા સત્તા જે છે તેની અવસ્થા છે. જે ૫૨કર્મ આદિ છે તેની સત્તા તે નથી. પાઠમાં છે–“ જે કોઈ અવસ્થા છે તે-રૂપ પોતે જ છે.” જે સત્તા છે તે પોતાની અવસ્થારૂપ પોતે જ છે. તેની અવસ્થા બીજાથી થઈ છે તેમ નથી. સમજમાં આવ્યું?
અહીં તો કહે છે–આત્મામાં જે વિકાર થાય છે તે સત્તા જે આત્મા છે તેની અવસ્થા છે. અહીં તો ૫૨થી ભિન્ન ક૨ાવવો છે. આત્મ સત્તા છે તેનું અસ્તિત્વ છે. આ વિકાર થાય છે તે સત્તાની અવસ્થા છે. ઝીણું છે ભાઈ! શબ્દ પકડવા તે જુદી વસ્તુ છે. અંદરમાં વિકા૨ી ભાવથી ભિન્ન પડવું તે અલૌકિક વાત છે. જીવનું કર્તૃત્વ–(પ્રયોજન ) તો આ છે,
Please inform us of any errors on rajesh.shah@fotalise.co.uk
Page #274
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૬૨
કલશાકૃત ભાગ-૨ બીજું કાંઈ છે નહીં. બીજાને સમજાવતાં આવડે ન આવડે તેની સાથે કાંઈ પ્રયોજન જ નથી. કેમકે ભાષા થાય છે તે જડની પર્યાય છે, તે આત્માનું કાર્ય નથી. કેમકે તે પરમાણુની સત્તા છે કે નહીં? તે પરમાણુની સત્તાની અવસ્થા છે આત્માની નહીં. આવી વાત છે.
(બહારમાં) મોટા ડાહ્યા કહેવાતા માણસો તો કંઈક ઉથલ પાથલ કરે ને? લગ્ન ને ઢીકડાં ને આદિ ઘણું કામ કરે.
શ્રોતા - વાણી તો સર્વજ્ઞ અનુસારિણી છે ને?
ઉત્તરઃ- વાણી સર્વજ્ઞ અનુસારિણી નીકળે છે પણ તે વાણી વાણીથી નીકળે છે. તેને અનુસરિને અર્થાત્ સર્વજ્ઞ તેમાં નિમિત્ત છે. એટલું. વાણીની પર્યાયનો કર્તા પરમાણુંની સત્તા છે. જે ઓમ્ ધ્વનિ નીકળે છે તે પર્યાય થઈ તે પરમાણું સત્તાની અવસ્થા છે. ભાષા આત્માની અવસ્થા નથી.
અહીંયાતો પ્રવચનસાર ૧૭ર ગાથા તેમાં અલિંગગ્રહણના ૨૦ બોલ છે તેમાં તો તેરમાં બોલમાં એમ આવ્યું છે કે-જે મન અને ઇન્દ્રિયોથી જેનું જીવવું નથી તેને આત્મા કહીએ છીએ. અલિંગગ્રહણ એટલા શબ્દમાં વીસ બોલ ઉતાર્યા છે. અલિંગગ્રહણ અર્થાત્ મન અને ઇન્દ્રિયના સહારે જીવન જીવતો નથી. તેવું આત્માનું જીવન જ નથી.
કહ્યું? આ આત્મા જે છે તે મન અને ઇન્દ્રિયોથી જીવતો જ નથી. તેનું જીવન મન અને ઇન્દ્રિયોના આધારે છે જ નહીં. ચૈતન્ય પ્રાણ તે તેનું જીવન છે. આ જીવત્વ શક્તિ તે શક્તિવાનની છે. તે શક્તિમાં ભાવપ્રાણ જ્ઞાન, દર્શન, આનંદ અને બળ તેનાથી તે જીવ જીવે છે. જે યોગ્યતારૂપ દશ પ્રાણ જડ છે તે જીવનું જીવન નહીં. તેને જીવ કહેતા જ નથી.
આહા... હા! છ કાયના જીવને છકાયના જીવ કહેતા જ નથી. તેમાં પણ જીવ તો જ્ઞાનમય છે. અને જે જ્ઞાનમય છે તે જીવ છે. પંચાસ્તિકાયમાં ૧૨૧ ગાથામાં કહ્યું છે કેએકેન્દ્રિય, બેઇન્દ્રિય, ત્રણઈન્દ્રિય, ચૌરેન્દ્રિય, પંચેન્દ્રિય આદિને જીવ કહે છે પણ તે જીવ છે નહીં. પરંતુ જે જ્ઞાનમય વસ્તુ છે તે જીવ છે. એકેન્દ્રિય, બેઇન્દ્રિય તે તો પર્યાયની અવસ્થા છે.
અહીંયા તો કહે છે-મન અને ઇન્દ્રિયથી જેનું જીવન નથી તેને અલિંગગ્રહણ કહે છે. મનને ઇન્દ્રિય જે લીંગ જેમાં નિમિત્ત છે. તેનાથી આત્માનું જીવન નહીં, તેનો અર્થ અલિંગગ્રહણ કહેવામાં આવે છે. આવી વાત છે હવે!
શ્રોતા:- બહુ જ ઊંચી વાત છે..! ઉત્તરઃ- ભગવાનની વાત છે. શ્રોતા:- ચૈતન્ય ભગવાનની વાત છે.
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #275
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૬૩
કલશ-૫૧
ઉત્તર:- આ તો પહેલી એકડાની વાત છે. શ્રોતા:- ઊંચી વાત તો ચારિત્રની કહેવાય ! ઉત્તર- સૌથી ઊંચી તો કેવળજ્ઞાનની વાત છે. આતો હજુ પહેલી ભેદજ્ઞાનની વાત છે.
ત્યાં અલિંગગ્રહણમાં છ બોલથી આ રીતે લીધું છે. (૧) આત્મા ઇન્દ્રિયથી જાણવામાં આવતો નથી. (૨) ઇન્દ્રિયથી આત્મા જાણતો નથી. (૩) આત્મા ઇન્દ્રિય પ્રત્યક્ષનો વિષય નથી. (૪) બીજાને અનુમાન વડે પણ આત્મા જાણવામાં આવતો નથી તેવો આત્મા છે. (૫) પોતાનો આત્મા એકલા અનુમાન દ્વારા જણાય તેમ પણ નથી. (૬) ભગવાન આત્મા પોતાના સ્વભાવથી જાણવામાં આવે છે... તેવો પ્રત્યક્ષ
જ્ઞાતા છે. સમજમાં આવ્યું? બાપુ! વાત ઝીણી પડે પણ એને સમજવી તો પડશે. અરેરે ! પ્રાણી ચારગતિમાં દુઃખી છે. તે આનંદથી વિપરીત અવસ્થામાં રમે છે. આનંદસ્વરૂપ તો ભગવાન છે, અને પુણ્ય ને પાપ મિથ્યાત્વ તે આત્માથી વિપરીત દશા છે. વિપરીત અવસ્થા તે તો દુ:ખદાયક દશા છે. આહા.. હા! બહારમાં સંયોગો ઇન્દ્ર જેવા હો ! નવમી રૈવેયક જેવા ખૂબ સંયોગ હો.. પણ અંદરમાં રાગ અને પુણ્યના પરિણામની એકત્તાબુદ્ધિથી–મિથ્યાત્વ ભાવથી દુઃખી છે. આવે છે...
સુખિયા જગતમેં સંત... દુરિજન દુઃખિયારે....” પોતાના આનંદસ્વરૂપ આત્માથી રાગને ભિન્ન કરતાં ભેદજ્ઞાનનો અનુભવ કરે છે.. તે પ્રાણી જગતમાં સુખી છે. પછી તે નરકમાં હો તો પણ તે સુખી છે.
શ્રેણિકરાજા અત્યારે પહેલી નરકે છે. ત્યાં તેઓ તીર્થકર ગોત્ર બાંધે છે. તેઓ ક્ષાયિક સમકિતી હતા અને ભગવાન પાસે ક્ષાયિક સમકિત બાંધ્યું હતું. સમકિત પૂર્વે તેમને નરકનું આયુષ્ય બંધાઈ ગયું હતું. તો હવે આયુષ્ય પલટે નહીં. સ્થિતિ ઘટે, રસ ઘટે પરંતુ ગતિ ન ફરે. ક્ષાયિક સમકિત પામ્યા અને તીર્થકર ગોત્ર બાંધ્યું પરંતુ નરકની આયુ બંધાઈ ગઈ હતી તેથી નરકમાં ગયા.
શ્રેણિક રાજાને ત્યાં નરકમાં આત્મજ્ઞાનની સ્થિતિ ચાલુ છે. સંયોગમાં જેટલો રાગ થાય છે તેમાં ઠીકપણું નથી માનતા, રાગ છે તેટલું દુઃખ પણ છે. આત્માના અવલંબનથી સમકિત થયું તેટલા તો સુખી છે. સમજમાં આવ્યું? ધર્મીને બે ધારા વર્તે છે. એક આનંદ ધારા-જ્ઞાનધારા અને એક રાગધારા. રાગધારા તે બંધનું કારણ છે અને આનંદધારા તે અબંધ દશાનું કારણ છે. આવી વાતું છે! ભગવાન ! આ તો સાદી ભાષા છે ને?!
પ્રશ્ન:- સમકિત થયા પછી આયુષ્ય ફરે નહીં?
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #276
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૬૪
કલશામૃત ભાગ-૨ ઉત્તર- સમકિત પહેલાં આયુષ્ય બંધાઈ ગયું હતું ને! જુઓ, ચુરમાના લાડુ બનાવીએ છીએ, તો તેમાં લોટ, ઘી અને સાકર હોય છે. લાડુ બની ગયા હવે તે લોટમાંથી ઘી કાઢીને પૂરી બની શકે છે? તેમાંથી લોટ કાઢી એની રોટલી બની શકે તેમ થાય છે? નહીં. હા, તે લાડુ બન્યા છે તેમાં થોડું ઘી નાખે તો ચાલે. તેને પાંચ સાત દિવસ સૂકવે તો ચાલે, પરંતુ તે લાડુનો અભાવ થઈ જાય તેમ બનતું નથી.
તેમ નરકનું આયુષ્ય બંધાઈ ગયું 'તું; તેમાં કયારેક સ્થિતિ રસ વધી જાય અને સ્થિતિ-રસ ઘટી જાય તેમ તો બને પરંતુ નરકના આયુષ્યનો અભાવ થઈ જાય તેમ કયારેય બનતું નથી. આહા.. હા! ન્યાય સમજો છો ને?
શ્રેણિકરાજા નરકમાં ગયા છે તે પોતાની યોગ્યતાથી ગયા છે. તે કર્મના કારણે ગયા છે તે તો નિમિત્તનું કથન છે. પોતાની યોગ્યતા નરકમાં જવાની હતી તો ગયા. નરકના આયુષ્યની સ્થિતિ ઘટી ગઈ. ખરેખર તો નરકનું આયુષ્યતો નિમિત્તમાત્ર છે. નરકનું આયુષ્ય બંધાય ગયું હતું માટે નરકમાં ગયા તે તો નિમિત્તથી કથન છે. પોતાની પર્યાયમાં નરકનું આયુષ્ય બંધાય ગયું હતું અર્થાત્ તેવી યોગ્યતાથી ત્યાં ગયા છે. નરકે ગયા ત્યારે સાથે સમકિત પણ હતું. અત્યારે તેને ત્યાં સમયે સમયે તીર્થકરગોત્ર પણ બંધાય છે. ૩૩ સાગરની સ્થિતિ બંધાણી હતી. પરંતુ (સમ્યક્ પામ્યા) પછી ૮૪ હજારની સ્થિતિ રહી ગઈ.
તેમણે યશોધર મુનિની અસાતના કરી હતી. મરેલા સર્પ ઉપર કરોડો કીડીઓ હતી તે સર્પ મુનિરાજના ગળામાં નાખી દીધો. ત્યારે શ્રેણિક બૌદ્ધ હતો. પછી તેની સ્ત્રી ચેલણા પાસે આવી ને કહે છે–તારા ગુરુની ઉપર મેં સર્પ નાખ્યો છે તે તારા ગુરુએ કાઢી નાખ્યો હશે. ચેલણા સમકિતી હતી. તેણે કહ્યું-અમારા ગુરુ એવા ન હોય કે સર્પને કાઢી નાખે.
રાજા બૌદ્ધ હુતો તેને જૈનધર્મની શ્રદ્ધા ન હતી. રાણી સમકિતી-આત્મજ્ઞાની હતી. એમાં શું! આમા કયાં સ્ત્રી છે, કયાં પુરુષ છે, કયાં નપુસંક છે, કયાં નારકી છે!! તે તો આત્મા છે. રાજાને લઈને ચેલણા જંગલમાં જાય છે. મુનિ તો ધ્યાનમાં બેઠા છે. તેઓ તો આત્માના આનંદમાં રમે છે. જુઓ, સ્વામી ! મારા ગુરુની ડોકમાં સર્પ પડયો છે. સર્પ ઉપર કરોડો કીડીઓ હતી. ગુરુનો ઉપસર્ગ દૂર કરે છે. ચેલણા કહે છે-જુઓ પ્રભુ! આત્મામાં મગ્ન રહે તે મુનિ છે. ઉપસર્ગ આવ્યો તો તેને દૂર કરે તે મુનિ તેવી વાત છે નહીં. તે તો પોતાના અતીન્દ્રિય આનંદમાં મગ્ન છે.
સમયસારની પાંચમી ગાથામાં કુંદકુંદાચાર્ય કહે છે કે મહાવીર ભગવાન કેવા હતા? નિર્મળ વિજ્ઞાનઘનમાં અતિ મગ્ન હતા. તેમ ગણધર પણ નિર્મળજ્ઞાનમાં મગ્ન હતા. તેમનાથી માંડીને અમારા ગુરુ પર્યત સર્વે નિર્મળ વિજ્ઞાનઘનમાં નિમગ્ન હતા તેનું
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #277
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કલશ-૫૧
૨૬૫ નામ મુનિપણું છે. આહા... હા ! કોઈ વિકલ્પ ને શરીરનું નગ્નપણું તે તો જડની ચીજ છે.
પ્રશ્ન:- કીડી શરીરને બટકા ભરે તો કષ્ટ નહીં થતું હોય ?
ઉત્તર:- જેટલો અનુકૂળતામાં રાગ છે તેટલો પ્રતિકૂળતામાં વૈષ છે. છતાં તે રાગવૈષના તેઓ જાણનારા રહે છે. ઝીણી વાત છે ભગવાન! વીતરાગનો ધર્મ તે બહુ અલૌકિક વાત છે. જેનું ફળ અનંત આનંદ છે. “સાદી અનંત અનંત સમાધિ સુખમાં.” આહાહા.. જ્યારથી મોક્ષ થયો તે હવે સાદી થયો. આનંદનો સુખનો ઉપાય કેવો હોવો જોઈએ તેની અલૌકિક વાત છે ભગવાન !
અહીંયા કહે છે જેની સત્તા છે તેની સત્તામાં તેની અવસ્થા, પોતાની સત્તામાં પોતાની અવસ્થા છે. આત્મા સત્તા છે, નિર્મળ સમ્યજ્ઞાનાદિ અવસ્થા અથવા રાગાદિની અવસ્થા તે તેની સત્તાની અવસ્થા છે. આ સમ્યગ્દર્શન પર્યાય થઈ તે સત્તાની અવસ્થા છે. પુદ્ગલ કર્મ છે તો જીવની અવસ્થા આવી થઈ છે તેમ નથી. આહા. હા! અને કર્મમાં જે જ્ઞાનાવરણીય દર્શનાવરણીયની જે અવસ્થા થાય છે તે પરમાણુની સત્તા છે. જે થવાવાળી અવસ્થા છે તે કર્મની સત્તાની ચીજ છે. તેની સત્તા કરવાવાળી અને અવસ્થા તેનું કાર્ય છે. તે કર્મની અવસ્થાનો આત્મા કર્તા અને આત્માનું કાર્ય તે અવસ્થા તેવું ત્રણકાળમાં છે નહીં.
જ્યારે ભગવાન આત્મા! પોતાના જ્ઞાનસ્વભાવની દૃષ્ટિ અને ભેદજ્ઞાન કરે છે ત્યારે જે પર્યાય સમ્યક્ થઈ તે અવસ્થા આત્માની સત્તાથી થઈ છે. અને જેટલો વિકાર થયો છે તે પોતાની સત્તાથી વિકાર થયો છે. પોતાની સત્તાનું અવસ્થા સત્તાનું કાર્ય છે. બીજી સત્તાનું તે કાર્ય છે એમ છે નહીં.
વીસ વર્ષ પહેલાં વર્ણાજી સાથે ચર્ચા થઈ હતી. ૭૧ની સાલમાં, આજથી ૬ર વર્ષ પહેલાં. કર્મથી વિકાર થાય છે તે ગરબડ બહુ થઈ ગઈ હતી. અત્યારે પણ એવી ગરબડ ચાલે છે. શિખરજીમાં ચર્ચા થયેલી ત્યાં અમે કહ્યું-વિકાર પોતાથી થાય છે, કર્મથી કિંચિત-જરી પણ થતો નથી. પોતાના વિપરીત પુરુષાર્થથી વિકાર થાય છે. પોતાની સત્તામાં થાય છે અને વિકારનો નાશ પોતાની સત્તામાં પોતાના પુરુષાર્થથી થાય છે. વર્ણજી જેવા ક્ષુલ્લક અને તેમને શાસ્ત્રનો અભ્યાસ બહુ હતો પરંતુ દૃષ્ટિ આ ન હતી. બધા પંડિતો બેઠા હતા ત્યારે કહેલું-વિકાર છે તે પોતાના ષકારકથી પરિણતિથી પોતાથી થાય છે. રાગ ને દ્વેષ, પુણ્ય ને પાપ, મિથ્યાત્વનો ભાવ પોતાની પર્યાયમાં થાય છે.. તે પર્યાયનો કર્તા પર્યાય, પર્યાયનું કર્મ પર્યાય, પર્યાય પર્યાયનું સાધન, પર્યાય પર્યાયનું ઉપાદાન, પર્યાય અધિકરણ અને સંપ્રદાન છે, તેમાં દ્રવ્ય-ગુણ કારણ નથી. ત્યારે ફૂલચંદજી પણ હતા. વર્ણીજીએ કહ્યું કે સ્વામીજી એમ કહે છે કે વિકાર પોતાનાથી થાય છે તેમાં તેને પરની અપેક્ષા છે જ નહીં. આવી ચર્ચા સંવત ૨૦૧૩ની સાલમાં થયેલી.
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #278
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ર૬૬
કલશામૃત ભાગ-૨ અહીંયા તો કહે છે-જે ચૈતન્ય સત્તા છે તે તેની સત્તાની અવસ્થા છે, તે અવસ્થા કર્મથી થઈ છે તેમ છે નહીં. બીજી જગ્યાએ એમ આવે છે કે પુણ્ય-પાપના ભાવ પુદ્ગલનાં છે. તેનો સ્વભાવની દૃષ્ટિએ તે વાત ચાલે છે. જ્યારે ચૈતન્યમૂર્તિ સ્વભાવનું ભાન થયું તો તે વ્યાપક થઈને તેની નિર્મળ પર્યાય વ્યાયરૂપ અવસ્થાનો કર્તા થયો. આતો સ્વભાવની દૃષ્ટિને ભાન થયું છે તેની વાત છે.
હવે ( સાધકની) પર્યાયમાં જે વિકાર થાય છે તેમાં કર્મ વ્યાપક થઈને કરે છે. કારણ કે વિકાર નીકળી જાય છે. નીકળે છે તે ચીજ કાર્ય છે અને પુદ્ગલ કર્તા છે તેમ ત્યાં બતાવ્યું છે. એકવાર રાગને પુગલના પરિણામ કહે અને એકવાર એમ કહે કે તે સત્તાની અવસ્થા છે. તે અહીંયા કહે છે.
“જે કોઈ અવસ્થા છે તે રૂપ-પોતે જ છે.” જે કોઈ આત્મસત્તા છે તેની અવસ્થા થઈ મલિન કે નિર્મળ તે અવસ્થા આત્મા જ છે. કર્મની અવસ્થા કર્મ છે. વસ્તુ પણ છે અને તેની અવસ્થા પણ છે. તો જે અવસ્થા છે તેનો કર્તા સત્તા અને અવસ્થા તેનું કાર્ય છે તેમાં કાંઈ વિરુદ્ધ નથી એમ કહે છે.
પ્રવચન નં. ૬૬
તા. ૧૪-૮-'૭૭
આ કળશટીકા ચાલે છે. કળશ પ૧ મો છે. થોડું સૂક્ષ્મ છે પરંતુ ભાઈ ! અપૂર્વ વાત છે. અનંતકાળથી પોતાની ચીજ જે આત્મા છે તે પોતાના પરિણામનો કર્તા છે. પરિણામ એટલે અવસ્થા. અવસ્થાયી ત્રિકાળી ચીજ આત્મા છે અને તેની વર્તમાન અવસ્થાપર્યાય-પરિણામ જે થાય છે તે આત્માનું કાર્ય છે અને આત્મા તેનો કર્તા છે. પરંતુ પરદ્રવ્યની પર્યાયનો આત્મા કર્તા એવું છે નહીં.
જેમ પૂજામાં આપણે સ્વાહા કરીએ ને! તો સ્વાહા તે ભાષા જડની ક્રિયા છે અને હાથની ક્રિયા થાય તે જડ પર્યાયનો આત્મા કર્તા નથી.
પ્રશ્ન- પૂજા કરવાનો ભાવ છે તે.. શું છે?
ઉત્તર:- પૂજા કરવાનો ભાવ છે તે રાગ છે. અને ચોખા આદિ મૂકવાની જે ક્રિયા થાય છે તે ક્રિયા રાગથી થતી નથી. ઝીણી વાત છે ભગવાન ! વાસ્તવિક તત્ત્વ શું છે તેની તેણે તત્ત્વદેષ્ટિ કયારેય કરી નથી. એક દ્રવ્યની ચીજ છે તે બીજા દ્રવ્યની પર્યાયનો કર્તા છે એવી માન્યતા ભ્રમ-અજ્ઞાન ને પાખંડ . કેમકે પ્રત્યેક દ્રવ્ય તેની વર્તમાન અવસ્થા વિના રહેતું નથી. તો પ્રત્યેક તત્ત્વ (દ્રવ્ય)નું કાર્ય તેની અવસ્થા છે અને વસ્તુ તેની કર્તા છે.
આ શરીર આવી રીતે ચાલે છે તો તે પરમાણુની અવસ્થા છે. જે માટી–ધૂળ-જડ છે તેની આ અવસ્થા થાય છે. એ અવસ્થા છે તે પરમાણુનું કાર્ય છે અને પરમાણું તેનો
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #279
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કલશ-૫૧
૨૬૭
કર્તા છે; પરંતુ આત્મા તેનો કર્તા અને તે આત્માનું કાર્ય તેમ ત્રણકાળમાં છે નહીં. ડોકટ૨ ! આ લોજીક ઝીણું છે.
આ ડોકટર નાડીને બરાબર જોઈ અને પછી ઇંજેકશન લગાવે છે ને! તો એ ઇંજેકશનની અવસ્થાના કર્તા ઇજેકશનના રજકણ છે. શરી૨ના કા૨ણે ઇંજેકશનની અવસ્થા અંદર જાય છે તેમ નથી. આ આંગળીની પર્યાય છે તેનો કર્તા ૫૨માણું છે. આંગળીથી શરીર દબાવીએ અને જે ખાડા પડે તેનો કર્તા આ આંગળી નથી. આ ડોકટર આવ્યા છે ને !
કહે છે–તા૨ા પરિણામ જે રાગાદિ થાય તેનો અજ્ઞાનભાવે કર્તા છો, તે પણ અજ્ઞાનભાવે આ દયા-દાન, વ્રત-ભક્તિના પરિણામ આવે તે રાગ છે. એ રાગ મારું કર્તવ્ય છે અને એ રાગનો હું કર્તા છું તે માન્યતા અજ્ઞાન ભાવે બરોબર છે.
.
રાગનો વિકલ્પ જે ઉઠે છે પછી તે દયા-દાન, વ્રત-ભક્તિનો હો કે કામ-ક્રોધાદિકનો રાગ હો... પરંતુ એ રાગ અવસ્થા છે. “ ય: પરિણમતિ સ ર્તા ભવેત્” જે રાગ થાય છે તેનો કર્તા આત્મા અને રાગ તેનું કર્મનામ કાર્ય તેવું અજ્ઞાનભાવે છે. ‘ સત્તામાત્ર વસ્તુ રૂપ પોતે જ છે. ’ આ જે ભાષા-અવાજ નીકળે છે તે ૫૨માણુની જે સત્તા છે તે ભાષા ૨જકણની સત્તાની અવસ્થા છે. જે પલટે છે તે અવસ્થા છે.
તે
“ જે કોઈ સત્તામાત્ર વસ્તુ તે જે કોઈ અવસ્થા છે તે રૂપ પોતે જ છે તેથી તે અવસ્થાની તે સત્તામાત્ર વસ્તુ ‘ કર્તા ’ પણ હોય છે.”
૫૨માણું હો કે આત્મા, તે ચીજનું અસ્તિત્વ-સત્તા-મૌજુદગી છે. એ સત્તામાત્ર વસ્તુ વર્તમાન અવસ્થાએ પરિણમન કરે છે. એ અવસ્થા તેનું કાર્ય છે.. અને વસ્તુ તેનો કર્તા છે. ભાષા તો સમજમાં આવે છે ને ? કઠણ વાત છે ભાઈ !
અહીં એમ કહે છે.. જે આ ઇંજેકશનની પર્યાય હો કે આ દવાની અવસ્થા હો ! એ જે દવાની અવસ્થા છે તે પરમાણુંની અવસ્થા છે. તે અવસ્થાનો કર્તા આત્મા છે તેમ છે નહીં. આ તમારે પૈસા આવે છે ને પૈસા તે ૫૨માણું છે- માટી–ધૂળ છે. પૈસા હો કે નોટ હો કે હીરા માણેક હો ! એ તો જડ છે એ જડના રજકણનું અસ્તિત્વ છે–મૌજુદગી છે– સત્તા છે. ચીજ છે તેના એ પૈસા જે આવે છે તેની અવસ્થાનો કર્તા તો પૈસાના રજકણ છે. અજ્ઞાની કહે છે કે–હું કમાયો, મેં ધંધામાં ધ્યાન રાખ્યું; તેં ધ્યાન રાખ્યું તે તો રાગ છે અને પૈસા રાગથી આવે છે? એમ કહે છે..,
શ્રોતા:- બરોબર આવે છે.
ઉત્ત૨:- આ આવે છે ( વાણી ) તે તો બરોબર છે પરંતુ તે બરોબર કોનાથી આવે છે ? આ ૫૨માણું-લક્ષ્મી જે આવે છે તે વસ્તુ છે કે અવસ્તુ ? તે સત્તામાત્ર વસ્તુ છે કે તેની નાસ્તિ છે? તે સત્તામાત્ર વસ્તુ છે. આ લક્ષ્મીના જે ૫૨માણુંઓ છે તે સત્તામાત્ર
Please inform us of any errors on rajesh.shah@fofalise.co.uk
Page #280
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૬૮
કલશાકૃત ભાગ-૨ વસ્તુ છે? કે અસત્તા અર્થાત્ તેની નાસ્તિ એટલે અવસ્તુ છે? તે સત્તામાત્ર વસ્તુ છે. તે વસ્તુની અવસ્થા પલટીને અહીં આવે છે. તે અવસ્થાનો કર્તા પરમાણું છે. મેં આ રાગ કર્યો માટે મને પૈસા મળ્યા તે ભ્રમ, અજ્ઞાન અને પાખંડ છે. ભાઈ! આ તો અધ્યાત્મ શબ્દ છે. આ કોઈ કથા-વાર્તા નથી.
અહીં માટીનું દૃષ્ટાંત આપે છે. માટી માંથી જે ઘટ થાય છે તે માટી સત્તામાત્ર વસ્તુ છે. માટીનું અસ્તિત્વ છે તેમાંથી ઘટની પર્યાય થાય છે તે માટીનું કાર્ય છે અને માટી તેનો કર્તા છે અને ઘટ તેનું કાર્ય છે. પરંતુ કુંભાર કર્તા અને માટીનો ઘટ તેનું કાર્ય તેવું ત્રણકાળમાં છે નહીં.
એવી રીતે સમુદ્ર છે તેમાં જે તરંગો ઉઠે છે તે તરંગ તેનું કાર્ય અને સમુદ્ર તેનો કર્તા છે. પવન વાય છે અને તેની ઝપટ લાગી માટે પવનથી તરંગ ઉઠે છે અને એ તરંગ પવનનું કાર્ય છે તેમ છે નહીં. આવી વાત છે ભાઈ ! તત્ત્વ ઘણું સૂક્ષ્મ છે. લોકોને ખ્યાલમાં પણ નથી. આવું તત્ત્વ સાંભળ્યું નથી, સમજ્યા નથી અને અંધાધૂંધીમાં ને અંધારામાં અનંતકાળ ગયો.
પ્રશ્ન- જો ત્યાં પવન ન હોય તો સમુદ્રની લહેર (તરંગ) પણ ન હોય?
ઉત્તર તરંગમાં પવન નિમિત્ત છે. પવનની પર્યાય પવનમાં છે. પવન જે વાય છે. તે પણ પરમાણું છે કે નહીં? તે સત્તામાત્ર વસ્તુ છે કે નહીં? પવનનું વાવું તે અવસ્થા પવનની છે કે સમુદ્રની છે? સમુદ્રમાં જે તરંગ ઉઠે છે તે અવસ્થા સમુદ્રની છે કે પવનની અવસ્થા છે? સમજમાં આવ્યું? વાત જરા સૂક્ષ્મ છે ભાઈ !
અહીં તો ભેદજ્ઞાનની વાત છે. પ્રત્યેક પદાર્થ ભિન્ન છે. જે ભિન્ન છે તેની અવસ્થાને ભિન્ન તત્ત્વ કરે છે. ભિન્ન અવસ્થાનો કર્તા આત્મા છે તે મિથ્યા શ્રદ્ધા, જૂઠી માન્યતા છે, તે અસનું સેવન કરે છે. અનંતકાળથી આવું કયારેય સાંભળ્યું નથી. તેણે એમને એમ જિંદગી ગુમાવી છે.
લોકો તો એમ કહે છે કે કુંભાર વિના ઘડો થતો નથી. અહીં ભગવાન એમ કહે છે કે-માટી વિના ઘડો થતો નથી. કુંભારથી ઘડો થતો નથી.
શ્રોતાઃ- બન્ને વાત માન્ય રાખવી !?
ઉત્તરઃ- બન્નેની માન્ય રાખવી. કેવી રીતે? કુંભારની અવસ્થાનો કુંભાર કર્તા અને ઘટની અવસ્થાનો માટી કર્તા. કુંભારે ઘટનો કર્તા અને માટી પણ ઘટનો કર્તા આ રીતે બન્નેની વાત માન્ય તેમ નહીં. સમજમાં આવ્યું?
તેમ અંદરમાં ભગવાન આત્મા છે તે રાગની પર્યાય, પુણ્ય-પાપના ભાવની અવસ્થાને કરે પરંતુ પૂજા આદિની દ્રવ્ય ક્રિયાને કરે તેમ છે નહીં. ભગવાનની પ્રતિમા સ્થાપવાનો ભાવ થયો તો તે શુભભાવ છે. પરંતુ પ્રતિમાને સ્થાપવાની ક્રિયા કાર્ય અને
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #281
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કલશ-પ૧
૨૬૯ આત્મા તેનો કર્તા તેમ નથી. પ્રતિમાના જે પરમાણું-રજકણ છે તે પોતાની પર્યાયનો કર્તા પરમાણું છે. અજ્ઞાની એમ માને છે કે-મેં શુભભાવ કર્યો તેથી અહીંયા પ્રતિમાનું સ્થાપન થયું, પરંતુ તેમ નથી. આખીએ વસ્તુ સ્થિતિની માન્યતામાં મોટો ફેર.
શ્રોતા:- અહીંયા તો નથી લખ્યું?
ઉત્તર- અહીં શું કહે છે... “જે કોઈ સત્તામાત્ર વસ્તુ,”શું સિદ્ધાંત કહે છે-કોઈ હોવારૂપ ચીજ, મૌજુદગી ચીજ, સત્તામાત્ર વસ્તુ છે તે પરમાણું હો કે આત્મા હો તેની કોઈ અવસ્થા છે કે નહીં ? સત્તામાત્ર વસ્તુની વર્તમાન જે અવસ્થા થાય છે તે રૂપ પોતે જ છે. તે અવસ્થારૂપે તે ચીજ જ છે. માટીમાંથી ઘટની અવસ્થા થઈ તો તે ઘટનો કર્તા માટી જ છે કુંભાર નહીં. રોટલીની અવસ્થા થઈ તો તે રોટલી રૂપ અવસ્થા તાવડીથી થઈ છે તેમ નથી. અહીં એમ કહે છે તે રોટલીના રજકણની સત્તા ભિન્ન છે અને તવાના રજકણની સત્તા ભિન્ન છે. રોટલીની જે અવસ્થા થઈ છે તે લોટના પરમાણુની છે. લોટ તેનો કર્તા છે અને રોટલીની અવસ્થા તેનું કાર્ય છે. રોટલી છે તે સ્ત્રીનું કાર્ય છે તેમ ત્રણકાળમાં નથી.
પ્રશ્ન:- આ સોનગઢનું એકાંત કથન છે ને?
ઉત્તર- ભાઈ, સમ્યક એકાંતનું કથન છે. સિદ્ધાંતનો નિયમ તો આ છે. નિયમ પ્રમાણે, સ્વભાવને લઈને (અમે) ચાલીએ છીએ. એમાં કોઈ ગરબડ કરી હૈ કે હું પરનો કર્તા છું અને પર મારામાં કરાવે છે તે ભ્રમ અને અજ્ઞાન છે. બીજી વાત કેઆત્મામાં જે રાગાદિ પુણ્ય-પાપના ભાવ થાય છે એ આત્માનું કાર્ય અને અજ્ઞાની તેનો કર્તા છે, પરંતુ વિકારનો કર્તા કર્મ છે અને કર્મનું કાર્ય આ રાગાદિ વિકાર છે-તેમ છે નહીં. સમજમાં આવ્યું?
શું કહ્યું? જે એમ માને છે કે કર્મનો આવો ઉદય આવ્યો તેથી અમારે આવો વિકાર કરવો પડ્યો તે મૂઢ છે. ભાઈ, આવી સૂક્ષ્મ વાત છે. એ કર્મ છે તો તે તેની સત્તામાં છે. તેની મૌજુદગી છે. કર્મરૂપી જે અવસ્થા થઈ છે તેનો કર્તા તો તે જડ કર્મ છે. પરંતુ કોઈ એમ માને કે આત્મામાં વિકાર થયો તેનો કર્તા જડકર્મ છે અને વિકાર છે તે કર્મનું કાર્ય છે, તો તેવું ત્રણકાળમાં નથી. આત્મા સદા પોતાની પરિણતિથી પર્યાયમાં પરિણમે છે. કર્મની પર્યાય પોતાથી પરિણમે છે. બન્ને વચ્ચે નિમિત્ત-નૈમિત્તિક સંબંધ છે પરંતુ કર્તાકર્મ સંબંધ નથી. આવી વાત કદી સાંભળીય નહીં હોય!? આખો દિ' હું કરું હું કરું માં કાઢે છે. પેલા નરસિંહ મહેતા કહે છે
હું કરું હું કરું એ જ અજ્ઞાનતા,
શકટનો ભાર જેમ શ્વાન તાણે.” બસો મણ વજન જેટલું ગાડું હોય તેની નીચે કૂતરો ચાલતો હોય, ગાડાનું ઠાઠું
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #282
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૭)
કલશાકૃત ભાગ-૨ કૂતરાને અડતું હોય, તો તે એમ માને છે કે આ ગાડું મારાથી ચાલે છે. તેમ અજ્ઞાની દુકાન ઉપર ઉભો હોય, એ પોતાની પદવી ( પોષ્ટ) ઉપર ઉભો હોય, ત્યાં જે પરમાણુંની વ્યવસ્થા થાય છે તો તે એમ માને છે કે આ મેં કર્યું તો તે કૂતરા જેવો છે. ભાઈ ! આ તો એકલા સિદ્ધાંતની વાતું છે.
માટીમાંથી જે ઘડાની અવસ્થા થઈ તે માટી જ છે. તે અવસ્થા કુંભારની નથી. કુંભારને જે રાગની પર્યાય થઈ તે કુંભારના આત્મામાં થઈ છે, આત્મા તેનો કર્તા છે. ઘડા કરું (બનાવું) એવો જે રાગ થયો તે તેનું કાર્ય છે પરંતુ ઘડો કુંભારનું કાર્ય ત્રણકાળમાં થતું નથી. આવી વસ્તુની સ્થિતિ છે, અજ્ઞાની તેમાં ગરબડ કરે છે. અનાદિથી પરિભ્રમણનું કારણ મિથ્યાભ્રમ જ છે. ખોટી દૃષ્ટિ ચારગતિમાં ફરવાનું કારણ છે.
તેથી તે અવસ્થાની તે સત્તામાત્ર વસ્તુ “કર્તા” પણ હોય છે;” જુઓ, પ્રત્યેક આત્મા, પ્રત્યેક રજકણો ભિન્ન ભિન્ન છે. આ જે આંગળી છે તે એક તત્ત્વ નથી. તે અનંત પરમાણુઓનો પિંડ છે. તેનાં ટૂકડાં કરતાં-કરતાં જે છેલ્લો ટૂકડો રહે, જેના બે ટૂકડાં-ભાગ ન થાય તેનું નામ પરમાણું છે. પરમ+અણું = છેલ્લામાં છેલ્લું-નાનામાં નાનો અંશ. પોઈન્ટથી તો વાત સાચી છે ને!? આ શરીર માટી-ધૂળ છે તે અનંત પરમાણુઓનો પિંડ છે. તેનો છેલ્લો પોઈન્ટ કે જેનાં ટૂકડાં કરતાં-કરતાં બે ભાગ ન થાય તેવી ચીજને પરમાણું કહે છે. પરમ+અણું = પરમાણું. એ પરમાણુંમાં જે અવસ્થા થાય છે તેનો કર્તા પરમાણું છે. પહેલાં ધૂળની પર્યાય હતી પછી ઘઉંની પર્યાય થઈ પછી રોટલીની પર્યાય થઈ. આ બધી અવસ્થાઓ પરમાણુની છે. તે અવસ્થાનો કરવાવાળો પરમાણું છે. આ બધી અવસ્થાઓનો કરવાવાળો આત્મા નથી. રોટલીની અવસ્થા લોટની છે પણ તે અવસ્થા આત્માની છે તેમ ત્રણકાળમાં નથી. સમજમાં આવ્યું?
“તે અવસ્થાની તે સત્તામાત્ર વસ્તુ “કર્તા' પણ હોય છે, અને આમ કહેવું વિરુદ્ધ પણ નથી, કારણ કે અવસ્થા પણ છે.”
શું કહે છે? જેમ પરમાણું અને આત્મા વસ્તુ છે તેમ તેની અવસ્થા પણ છે-પર્યાય પણ છે–પરિણમન પણ છે–અવસ્થા છે-અંશ છે-બદલતી દશા પણ છે. સમજમાં આવ્યું
કાંઈ ?
તે દ્રવ્યનો જે કોઈ સ્વભાવ-પરિણામ છે તે-દ્રવ્યનો પરિણામ -કર્મ” એ નામથી કહેવાય છે.”
નિશ્ચયથી તો ભગવાન આત્મા પોતાના સ્વરૂપને ભૂલીને શુભ-અશુભ ભાવોનો કર્તા થાય છે. તે શુભ-અશુભભાવો અજ્ઞાનીનું કર્મ છે. અને અજ્ઞાની આત્મા તેનો કર્તા છે. અહીં સ્વભાવ પરિણામ લીધા છે. સ્વભાવમાં બધુંય આવે છે વિકાર પણ આવે છે અને નિર્વિકાર પણ આવે છે.
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #283
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કલશ-૫૧
૨૭૧ અહીં શું કહે છે !? ભગવાન આત્મા શુદ્ધ સચ્ચિદાનંદ મૂર્તિ પ્રભુ છે. આત્મા સચ્ચિદાનંદ છે એટલે શું? સત્ = શાશ્વત, ચિત્ = જ્ઞાન અને આનંદ = સુખ. આત્મા તો જ્ઞાન અને આનંદનો પિંડ છે. જેમ અગ્નિ ઉષ્ણતાનો પિંડ છે, સાકર ગળપણનો પિંડ છે તેમ ભગવાન આત્મા જ્ઞાન અને આનંદનો પિંડ છે. અરેરે! જ્યારે તેને આવી દૃષ્ટિ થાય ત્યારે તેને પર્યાયમાં જ્ઞાન ને આનંદની પર્યાય પ્રગટ થાય છે. તે આનંદની પર્યાયનો આત્મા કર્તા અને તે પર્યાય આત્માનું કાર્ય છે. આહા.. હા! પોતાના સિવાય બીજા આત્માઓ, બીજા રજકણ અને તેનું કાર્ય તે આત્માનું કાર્ય નહીં. આ શરીર અને વાણીની અવસ્થા થાય છે એ પરમાણુંથી થાય છે, આત્માથી નહીં. પરંતુ જ્યાં સુધી પરલક્ષી ભાવથી જે પુણ્ય-પાપના વિકલ્પ આત્મામાં થાય છે ત્યાં સુધી તે અજ્ઞાની વિકારનો કર્તા અને વિકારી ભાવ તેનું કાર્ય છે. પરંતુ જ્યારે તેની દૃષ્ટિ શુદ્ધ ચિદાનંદ ઉપર પડે છે કે આત્મા જ્ઞાન ને આનંદનો પિંડ છે આહા.... હા ! –“હું શુદ્ધ ચિદાનંદની મૂર્તિ છું” ત્યારે તે આત્મા જ્ઞાન અને આનંદનો કર્તા થાય છે.
સક્કરકંદનું દૃષ્ટાંત તો વારંવાર આપીએ છીએ. સક્કરકંદ અર્થાત્ સક્કરિયાં. અડધો શેર સક્કરકંદ છે. હવે તેની ઉપરની જે લાલ છાલ છે તેને ન જુઓ તો... આખો સક્કરકંદ સાકરની મીઠાશનો પિંડ છે. તેમ ભગવાન આત્માથી શરીર અને કર્મ તો ભિન્ન ચીજ જ છે. તેની દૃષ્ટિ છોડી દે. હવે દયા-દાન, વ્રત-ભક્તિના જે વિકલ્પ થાય છે, પુણ્ય-પાપના જે વિકલ્પ થાય છે તે લાલ છાલ છે. તે લાલ છાલની દૃષ્ટિ છોડી દે તો અંદર સાકરનો પિંડ છે. અતીન્દ્રિય આનંદની મીઠાશનો પિંડ છે. સમજમાં આવ્યું કાંઈ ?!
આહા.. હા..! જે કોઈ વિકારી ભાવ હોય. પછી તે હિંસા, જૂઠ, ચોરી, વિષય, ભોગ, વાસનાના ભાવ હોય કે પછી તે દયા-દાન, વ્રત-ભક્તિ-પૂજાના કે અનુકંપાના ભાવ હોય; પરંતુ તે બધાય લાલ છાલ છે. બીજું નાળિયેરનું દૃષ્ટાંત પણ આપું છું.
શ્રીફળ-નાળિયેર છે તેની ઉપરના જે છાલા છે તે નાળિયેર નથી, અને અંદર જે કાચલી છે તે પણ નાળિયેર નથી. અને કાચલી તોડીએ અને જે ટોપરાના ગોળા ઉપર લાલ છાલ છે તે પણ ટોપરું નથી. જ્યારે ટોપરાપાક કરે છે ને! ત્યારે લાલ છાલને કાઢી નાખે છે-માટે લાલ છાલ છે તે પણ ટોપરું નહીં. શેર દોઢ શેરનો જે ધોળો-સફેદ મીઠાશનો પિંડ છે તે ટોપરું છે.
જેમ નાળિયેર ઉપર છાલા છે તેમ આ શરીર છાલા છે. ઉપર કાચલી છે તેમ કર્મ કાચલીની જગ્યાએ છે. અને લાલ છાલ પુણ્ય-પાપના ભાવોની જગ્યાએ છે. તેણે પૂર્વે કોઈ પુણ્ય-પાપના ભાવ કર્યા હોય અને તેનાથી કર્મ બંધાણા તે નિમિત્તથી કથન છે. અહીં કહે છે કર્મ કર્મને કારણે બંધાય છે તે કર્મબંધનનો કર્તા પુણ્ય-પાપના ભાવ નથી. તે વાત અહીં ચાલે છે.
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #284
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૭૨
કલશાકૃત ભાગ-૨ (૧) તે પુણ્ય-પાપરૂપ વિકલ્પ ઉઠે છે તે – લાલ છાલ જેવા છે. (૨) જડ કર્મ છે તે – કાચલી જેવા છે. (૩) નોકર્મરૂપ શરીર છે તે – ઉપરના છાલા છે.
કહે છે કે જેમ ટોપરાપાક કરવાવાળી બાઈ છે તે લાલછાલને ઘસી નાખે છે તેમ જેણે આત્માનો ધર્મ કરવો હોય તે પુણ્ય-પાપના વિકલ્પને ઘસી નાખી તેનાથી આત્મગોળો છૂટો કરી લ્ય છે. આવી વાત છે ભાઈ !
પરિભ્રમણ કરતાં-કરતાં અનંતકાળ ગયો. અનંતવાર તે અબજોપતિ થયો, અનંતવાર ભિખારી થયો, અનંતવાર દેવ થયો. તેણે દયા-દાન-વ્રત-ભક્તિ-પૂજા આદિ કર્યા હોય તો તે સ્વર્ગમાં જાય છે. તેનાથી શું થયું? તેનાથી જન્મ મરણના ભાવનો અંત નથી આવતો. જન્મ-મરણના અંત કરવાની ચીજ તો આ છે. સચ્ચિદાનંદ પ્રભુ છે તે શરીર, કર્મથી તો ભિન્ન જ છે, અને જે પુણ્ય-પાપના વિકલ્પ-કાર્ય તેનાથી પણ ભિન્ન છે. સૂક્ષ્મવાત છે ભગવાન!
ભગવાન આત્મા અતીન્દ્રિય આનંદસ્વરૂપ છે. આત્મા વસ્તુ છે કે નહીં? વસ્તુ છે તો શાશ્વત છે કે નહીં? કે નાશવાન છે? આત્મદ્રવ્ય શાશ્વત અવિનાશી છે. દ્રવ્ય અવિનાશી છે અને તેનો ગુણ જે જ્ઞાન અને આનંદ તે પણ અવિનાશી છે.
આહા.. હા ! એ આનંદના નાથની જ્યાં અંદરમાં દૃષ્ટિ કરે છે ત્યારે પૂર્ણાનંદનો સ્વીકાર થાય છે. વર્તમાન અવસ્થામાં તો તે અવસ્થા તેનું કાર્ય છે. અને આત્મા તેનો કર્તા છે. જે આનંદની અવસ્થા પ્રગટ થાય છે તેનું નામ ધર્મ છે. શરીરની ક્રિયા તે ધર્મ નહીં; આ જે પુણ્ય-પાપના વિકલ્પ ઉઠે છે તે પણ ધર્મ નહીં; ધર્મ તો આનંદ-સ્વરૂપ ભગવાન આત્મામાં છે. જે પૂર્ણાનંદથી ભરેલી વસ્તુ પૂર્ણ ઈદમ્ છે. વસ્તુ છે ને ‘પૂર્ણફમ' અર્થાત્ પૂરણ.... પૂરણ... પૂરણ. રૂમ એટલે આ જ્ઞાન ને આનંદથી પૂરણ છે. એવી ચીજની દૃષ્ટિ કરવાથી જે જ્ઞાનની, આનંદની, શાંતિની દશા થઈ તે અવસ્થા આત્માનું કાર્ય અને આત્મા તેનો કર્તા–તે પણ ઉપચારથી છે.
એ કહ્યું? સાંભળો! આત્મા અતીન્દ્રિય આનંદનો પિંડ પ્રભુ છે. સચ્ચિદાનંદ છે અર્થાત્ સત્ = શાશ્વત, ચિત્ = જ્ઞાન અને અતીન્દ્રિય આનંદનો પિંડ પ્રભુ છે. આ વિષયાનંદમાં રાગ માનવો તે દુ:ખ છે. લક્ષ્મીમાં આનંદ છે, બહારમાં આબરૂ જે છે તેમાં આનંદ માને છે. પરંતુ એ તો રાગનું દુઃખ છે. પરમાં તારું ધૂળેય સુખ નથી.
ભગવાન આત્મા આનંદસ્વરૂપ છે. તેનું અસ્તિત્વ એટલું મોટું છે કે–તેનો શાશ્વત આનંદસ્વભાવ છે. તે શાશ્વત વસ્તુ ઉપર દૃષ્ટિ કરવાથી, સમ્યગ્દર્શન-જ્ઞાન-આનંદ આદિની જે પર્યાય થઈ તે આત્માનું કાર્ય છે. અને આત્મા તેનો કર્તા છે તે પણ ઉપચારથી છે.
અહીં કહીએ છીએ તે સાંભળો. આ તો અમૃતના વહેણ છે બાપા! આવું તત્ત્વ
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #285
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કલશ-પ૧
૨૭૩ કયારેય સાંભળ્યું નથી, કદી (અનુભવો કર્યો નથી, પોતાની શું ચીજ છે તેનો કયારેય પત્તો લીધો નથી. શરીર, મન, વાણીની અવસ્થાનો કર્તા તો આત્મા નહીં અને જે પુણ્યપાપના વિકલ્પ ઉઠે છે તેનો કર્તા આત્મા નહીં. હવે જ્યારે આત્મા પોતાના આનંદસ્વરૂપ ઉપર દૃષ્ટિ પડવાથી, પૂર્ણાનંદનો સ્વીકાર થવાથી તેની અવસ્થામાં પણ જે આનંદ આવ્યો તે કાર્ય નામ કર્યુ છે અને આત્મા કર્તા છે તે પણ ઉપચારથી છે. અર્થાત્ આનંદની દશા આનંદમાં થઈ છે. આનંદની અવસ્થા કર્તા, આનંદની અવસ્થા કાર્ય, આનંદની અવસ્થા આધાર છે. સૂક્ષ્મ તત્ત્વ છે. ભગવાન ! આખી દુનિયાથી જુદી વાત તો આવી છે.
અમે તો આખી દુનિયા જોઈ છે ને!? આ શરીરને ૮૮ વર્ષ થયા; શરીરને હોં...! આત્મા તો અનાદિ અનંત છે. આ તો શરીરને ૮૮ વર્ષ થયા. બે આઠડે અઠયાસી. દુનિયામાં ઘણું જોયું છે, ઘણું સાંભળ્યું છે. શાસ્ત્રો પણ ઘણાં જોયા છે. તેમાં હજારો-કરોડો શ્લોક જોયા છે. પણ, આ ચીજ શું છે તે લોકોને ખબર નથી. સમજમાં આવ્યું!?
અહીં તો કહે છે કે- “ય: પરિણમતિ સ વર્તા' અર્થાત્ આત્મા આનંદરૂપે પરિણમે છે. તેનું નામ ધર્મની દશા છે. આત્માના અતીન્દ્રિય આનંદનો સ્વાદ આવવો, આત્માનો અનુભવ થવો તે ધર્મ છે. આત્મ અનુભવમાં અતીન્દ્રિય આનંદની મ્હોર છાપ પડી છે. તે આનંદની પર્યાયનો કર્તા આત્મા અને તે પર્યાય આત્માનું કાર્ય તે બન્નેને ભિન્ન કરીને માનવા તે ઉપચાર છે-વ્યવહાર છે. બાકી આનંદની પર્યાયનો કર્તા આનંદની પર્યાય છે, આનંદની પર્યાયનું કાર્ય આનંદની પર્યાય છે, એક એક સમયની પર્યાયમાં બદ્ધારકનું પરિણમન પોતાથી સ્વતંત્ર થાય છે. ' અરેરે! દુનિયા દુઃખી છે. આ કરોડપતિ પૈસાવાળા છે તે દુઃખી છે. બે કરોડ રૂપિયા છે તે ધૂળ-માટી છે. આ અમારા શેઠ ગોવાવાળા ઘણાં પૈસાવાળા છે. વાળા એટલે શું? અપથ્ય પાણીમાં વાળા નીકળે છે. તો તેનાથી દુઃખ થાય છે. જ્યારે આને તો કેટલા વાળા છે? પૈસાવાળા, આબરૂવાળા, બાયડીવાળા, કુટુંબવાળા, દીકરાવાળા, વેવાઈવાળા એમ કેટલા વાળા વળગ્યા છે તેને ! ભગવાન કહે છે–એ દુઃખી છે. લોકો એમ કહે છે કેપૈસાવાળા સુખી છે. તેમાં ધૂળમાંએ સુખ નથી. સુખ તો તારા આત્માના આનંદમાં છે.
ત્યાં નજરું નથી અને નજરું બહારમાં છે. આહા. હા! “હરણની નાભિમાં કસ્તુરી પરંતુ તે કસ્તુરીની કિંમત હરણને નહીં.” તેમ ભગવાન આત્મામાં અતીન્દ્રિય આનંદરૂપી કસ્તુરી પડી છે તેની કિંમત નથી અને આ જે પુણ્યના ફળ મળ્યા છે પાંચ-પચાસ કરોડ તેની કિંમત છે તે હરણા જેવો મૃગલો છે. “મનુષા સ્વરૂપે મૃગલા ચરત્તિ”-મનુષ્યના રૂપમાં મૃગલા ચરે છે. અજ્ઞાની મૃગલો છે. તેમ અહીં કહે છે.
એમ કહેવું વિરુદ્ધ નથી.” આટલું શું કરવા કહ્યું? વિરોધ નથી એટલે કે અહીં આત્માને કર્તા અને પરિણામને કર્મ કહેવું છે તેથી એટલા વ્યવહારનો વિરોધ નથી,
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #286
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૭૪
કલશાકૃત ભાગ-૨ “કારણ કે અવસ્થા પણ છે.” આત્માના આનંદની નિર્મળ અવસ્થા પણ છે. અને આત્મા તેનો કર્તા એમાં તેને વિરોધ નથી. ખરેખર તો કર્તા અને કાર્ય એ બન્ને ભિન્ન છે છતાંય અંતરની ચીજ આવી પણ છે. ભગવાન આત્મા આનંદસ્વરૂપે, આનંદરૂપે થાય છે તે આનંદની અવસ્થા કાર્ય છે.
આગળ તો ભાષા લીધી છે કે-તે દ્રવ્યનો જે કોઈ સ્વભાવપરિણામ છે. તેદ્રવ્યનો પરિણામ-કર્મ” એ નામથી કહેવાય છે. અહીં તો એ સિદ્ધ કરવું છે કે-નિશ્ચયથી વિકારી પરિણામ જે પુણ્ય-પાપના પરિણામ થાય તે અજ્ઞાનીનું કાર્ય છે. આત્માનું ફળ લેવું હોય ત્યાં વિકારી પરિણામ પણ આત્માનું કાર્ય નહીં. ભગવાન આત્મા આનંદસ્વરૂપ મહાસત્તા છે. -હું પૂર્ણાનંદ શાશ્વત પ્રભુ છું તેવો જ્યાં દૃષ્ટિમાં સ્વીકાર થયો તો જે આનંદની દશા થઈ તે પોતાનું કાર્ય અને આત્મા તેનો કર્તા છે. એમ બન્નેને ભેદથી કહેવું વિરુદ્ધ નથી. સમજમાં આવ્યું?
આ મોટી કંપનીઓમાં બધે ગપે ગપ્પ ચાલતાં હોય છે. હું કરું.. હું કરું; આને હું કરું છું. ભગવાન! તું કોણ છો? તારી સત્તા ઓળંગી અને બીજા દ્રવ્યમાં તારી સત્તા પ્રવેશ કરે છે? તારું હોવાપણું જે છે એ છોડી અને પરદ્રવ્યની સત્તામાં તે પ્રવેશ કરે છે? તો પછી તું પરનો કર્તા કેવી રીતે થયો?
પ્રશ્ન:- હું કરું છું. હું કરું છું તે શું ગપ્પ છે?
ઉત્તર- અજ્ઞાનીએ માનેલું ગપ્પ છે. અમે બધા આ કરીએ છીએ, શેઠિયા આ કરે છે તે બધી ગપ્પ છે એમ કહે છે. ગ્વાલિયરના શરાફ ગાદી ઉપર બેસે પછી તે કહે-પચીસ હજાર આને આપો, પાંચ હજાર ફલાણાને ધો! આ બધાનો કોણ કર્તા? ગપે ગપ્પા જ છે. ગપ નથી પરંતુ મિથ્યાત્વની ભ્રમણાનું સત્ય છે. ભ્રમણા પણ વસ્તુ છે. એવી ભ્રમણા પણ થતી નથી એમ નથી.
આ કળશ તો સમયસારની ૮૬મી ગાથા પછીનો છે. ૮૩ ગાથામાં આવ્યું છે કેસમુદ્રમાં જે તરંગ ઉઠે છે તે તરંગનો કર્તા સમુદ્ર છે.. અને તરંગ તેનું કાર્ય છે. પરંતુ પવન વાયો તેથી તરંગ ઉઠયા અને પવન તરંગનો કર્તા અને તરંગ તેનું કાર્ય એમ નથી. અત્યારે તો આ વાત બહુ જ ચાલે છે કે-કર્મ નિમિત્ત છે તો જીવમાં વિકાર થાય છે. કર્મ વિના વિકાર કેવી રીતે થાય? એવું અત્યારે ગપ્પ ચાલે છે. જૈનમાં જડકર્મને કર્તા બનાવ્યા અને અન્યમતમાં ઈશ્વરને કર્તા બનાવ્યા. અહીં કહે છે કે મારા કર્તા કર્મ મારામાં, મારાથી છે.
છાપામાં આવ્યું છે કે-વ્યવહારનયથી કર્મથી પણ વિકાર થાય છે. તો શું આત્મા ચારગતિમાં રખડે છે તે કર્મથી રખડે છે? કે પોતાથી રખડે છે? કર્મથી રખડે છે તે પ્રભુ! તારી ભૂલ છે. “કર્મ બિચારે કૌન ભૂલ મેરી અધિકાઈ.” કર્મ તો જડ છે, તે બિચારાને
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #287
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કલશ-૫૧
૨૭૫ પોતાની ચીજની એ ખબર નથી. જ્યારે તું જ્ઞાનસ્વરૂપ છો તેથી તને તારી ખબર છે અને જડ કોણ છે તેની પણ ખબર છે. આ જડને, શરીરને ખબર છે કે-હું શરીર છું? આ જડમાટી-ધૂળની અતિ છે તેની તેને ખબર છે? તેની ખબર તો જ્ઞાનને છે કે આ જડ છે અને હું ચેતન છું. આ અજીવ છે હું જીવ છું, આ જડમાટી છે હું ચૈતન્ય સ્વરૂપ છું તેવું જ્ઞાન તો આત્માને છે, આ જડને તો છે નહીં. “તો કર્મ બિચારે કોણ ભૂલ મેરી અધિકાઈ.” હું મારી ભૂલથી જ રોકાયેલો છું કર્મથી નહીં. આવે છે કે “અપને કો આપ ભૂલકે હૈરાન હો ગયા.” કર્મથી ભૂલ્યો છે એમ નથી. કર્મ તો નિમિત્તમાત્ર છે.
શ્રોતા- બીજાની ભૂલ કાઢવાની એને ટેવ પડી ગઈ છે.
ઉત્તર- એવો અનાદિનો અભ્યાસ છે ને!? તેની શું ભૂલ છે તેની પણ તેને ખબર નથી. અહીં એ વાત કરે છે–તારી ભૂલથી થયેલી ભ્રમણા કે પુણ્ય-પાપના ભાવનો કર્તા હું છું. એવી ભ્રમણાનો કર્તા તું છે અને અજ્ઞાનભાવે એ ભ્રમણા તારું કાર્ય છે.
જ્ઞાનસ્વભાવે સ્થિત ચૈતન્ય સ્વરૂપ ભગવાન આત્મા તેની સત્તા આનંદસ્વરૂપે શાશ્વત છે. આવા આત્માની દૃષ્ટિ થતાં તેની પર્યાયમાં ધર્મનું પરિણમન થયું તો ધર્મી ભગવાન આત્મા કર્તા અને ધર્મની અવસ્થા તે આત્માનું કર્મ છે. હવે બીજી એ વાત કહેવી છે-અલૌકિક પ્રભુ! પૂર્ણાનંદ સ્વરૂપ ભગવાન આત્મા શાશ્વત છે. એ અવિનાશી પ્રભુ ઉપર જ્યારે દૃષ્ટિ પડે છે ત્યારે પર્યાયમાં આનંદની દશા ઉત્પન્ન થઈ એ અવસ્થાનો આત્મા કર્તા અને અવસ્થા કાર્ય તેમાં વિરુદ્ધ નથી. કેમકે (દ્રવ્યર્તા-પર્યાયકર્મ તેમ) બે કીધાં ને? બે થઈ ગ્યાને? તેમ હોવા છતાં પણ પર્યાયની સત્તાનું પરિણમન છે માટે વિરુદ્ધ નથી. દ્રવ્યના જે પરિણામ કાર્ય છે એ પરિણામ તે દ્રવ્યનું કર્મ કહેવામાં આવે છે. ક્રિયા એવા નામથી કહેવામાં આવે છે.
યા પરિણતિઃ સા યિ” દ્રવ્યનું જે કંઈ પૂર્વ અવસ્થાથી ઉતર અવસ્થારૂપ થવું તેનું નામ ક્રિયા કહેવાય છે. દરેક પદાર્થની પૂર્વ અવસ્થામાંથી બીજી અવસ્થા થવી તેને ક્રિયા કહેવામાં આવે છે. તે હવે દેખાંત દ્વારા કહે છે.
જેવી રીતે માટી ઘટરૂપ થાય છે તેથી માટી “કર્તાકહેવાય છે, નીપજેલો ઘડો “કર્મ' કહેવાય છે, તથા માટી પિંડથી ઘડારૂપ થવું ‘ક્રિયા' કહેવાય છે;
માટી ઘટરૂપ થાય છે પરંતુ કુંભારથી ઘટ થતો નથી માટે માટી કર્તા કહેવાય છે. માટી જડ છે, જડને ખબર નથી કે હું ઘટની કર્તા છું પરંતુ તે પરિણમન કરે છે કે નહીં? આહા.. હા ! સૂક્ષ્મવાત છે બાપુ ! શું કહે છે? જુઓ, કૃતિકા કર્તા કહેવાય છે કારણ કે માટી ઉત્પન્ન થતી નથી. માટી તો છે જ પરંતુ માટીમાંથી ઉત્પન્ન થયેલો ઘડો કર્મ કહેવાય છે-વિકાર્ય કહેવાય છે. માટીનું ઘટરૂપ થવું તે માટીનું કાર્ય છે, તે કુંભારનું કાર્ય નથી. કુંભારથી કદી ઘડો થયો જ નથી. જો કુંભારથી ઘડો થતો હોય તો કુંભારના શરીરના
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #288
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૭૬
કલશાકૃત ભાગ-૨ આકાર પ્રમાણે ઘડો થવો જોઈએ. બીજું કુંભારનો સ્વભાવ તેમાં પ્રવેશ થવો જોઈએ. કુંભાર ઘડાનો કર્તા છે? ના. આવી આકરી વાતું છે ભાઈ !
તેમ પૂજામાં જે સ્વાહા કરીએ છીએ તે શરીરની ક્રિયા અને ભાષાની ક્રિયાનો કર્તા આત્મા નથી. ભગવાનની વકિલાતની વાતું આવી છે.
પ્રશ્ન:- પરંતુ નિમિત્ત-નૈમિત્તિક સંબંધ તો છે ને?
ઉત્તર:- નિમિત્ત-નૈમિત્તિક સંબંધનો અર્થ શું થયો? નિમિત્ત તો બીજી ચીજ છે... તેથી તેનાથી થયું તેમ નથી. કુંભાર ઉપસ્થિત હો પરંતુ કુંભારથી ઘડો થયો તેવું ત્રણકાળમાં નથી.
પ્રશ્ન- હોંશિયાર કુંભાર હોય તો ઘડા સારા થાય અને ઠોઠ કુંભાર હોય તો ઘડા સારા ન થાય ?
ઉત્તર- સારા ઘડા થવાની અવસ્થારૂપ તો તે માટી થઈ છે. કુંભારથી ઘડા સારા થયા નથી. શાસ્ત્રમાં આ પ્રશ્ન ઉઠાવ્યો છે કે-“સારા ઘડા બનાવવા માટે વિચિક્ષણ કુંભારને કેમ ગોતો છો?' વિચિક્ષણ કુંભારથી ઘડા સારા થાય છે ને!? કહે છે-ના, કુંભારની વિચિક્ષણ શક્તિની પર્યાય કુંભારનાં આત્મામાં છે, તેણે શું ઘડામાં પ્રવેશ કર્યો છે કે તે સારા ઘડા બનાવે.
આ (આસો મહિનામાં) નોરતા (નવ રાત્રિ) આવે છે ત્યારે કુંભાર ગરબો બનાવે છે. તે ગરબામાં કાંણા-( છિદ્રો) રાખે અને અંદર દીવો પેટાવીને મૂકે. જે હોંશિયાર કુંભાર હોય તે ગરબામાં કાણાં પાડી શકે એમ અજ્ઞાની માને છે. હવે જે દૃષ્ટાંત આપ્યો તેનો સિદ્ધાંત. ગરબો ફૂટી જાય તો દીવો ઓલવાય જતો નથી. તેમ આ શરીર ફૂટી જાય તો આત્મા ઓલવાય જતો નથી. કારણ કે આત્મા શરીરથી ભિન્ન છે.
શ્રોતા:- દષ્ટાંત ફરીથી સમજાવો.
ઉત્તર- સમયસારમાં આવે છે કે-ઘડો અને દીવો બન્ને ચીજ ભિન્ન છે. ઘડો ફૂટી જાય તો દીવો ઓલવાય જાય એમ નથી. દીવો તો દીવો છે. કારણ કે બન્ને ચીજ ભિન્ન છે. કદાચિત્ દીવો ઓલવાય ગયો તેથી ઘડો ફૂટી જાય એમ પણ નથી. જીવ ચાલ્યો જાય અને આ માટીનું ઘર તૂટી જાય, ફૂટી જાય એવું પણ છે નહીં. બન્ને ચીજ તન્ન ભિન્ન છે. ભિન્નના ભેદજ્ઞાનના અભાવમાં બેને એક માને છે.
પ્રશ્ન- વાત તો બરોબર છે પરંતુ આપે પરિવર્તન કાળમાં મુપત્તિ છોડી હતી કે નહીં? - ઉત્તર- છોડી ન હોતી, એ છૂટી ગઈ હતી. જે નગ્નમુનિ થાય છે તે વસ્ત્રને છોડતા નથી, તેને વસ્ત્ર છૂટી જાય છે. આ પ્રશ્ન પણ થયેલો! અહીં તો ઘણાં પ્રશ્નો થાય છે. અહીં તો ઘણાં પંડિત આવી ગયા ને? અહીં સ્વાધ્યાય મંદિરમાં એકવાર પ્રશ્ન થયો 'તો..!મુનિ
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #289
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કલશ-પ૧
૨૭૭ કપડાં ઉતારે છે કે નહીં? તેથી તો મુનિ નગ્ન હોય છે. તેને કહ્યું; ભૈયા ! મુનિ કપડાં ઉતારતા નથી. કપડાં ઉતરવાં તે જડની પર્યાય છે તે આત્માનું કાર્ય નહીં.
આહાહા! ભગવાન, તારી ચીજ બીજી છે નાથ ! આ કપડાં ઉતરવા તે આત્માનું કાર્ય છે અને આત્મા તેનો કર્તા છે એમ નથી. શ્રી પ્રવચનસાર ૧૦૨ ગાથામાં આવે છે કે એ સમયે કપડાં નીકળવાની અવસ્થા થવાની હતી. તે તેની જન્મક્ષણ હતી. તે સમયે કપડાં છૂટવાની જન્મક્ષણ તેની હતી, એ કપડાં આત્માએ ઉતાર્યા અર્થાત્ વિકલ્પ આવ્યો તો વસ્ત્ર ઉતર્યા તેથી વિકલ્પ કર્તા અને કપડાં ઉતરે તે કાર્ય એવું છે નહીં. આ કપડું અનંત પરમાણુંઓનું દળ છે. એટલા કપડાંમાં અનંત રજકણ છે. રજકણનો એક એક પોંઈન્ટ ટૂકડાં કરો અને જે નાનો પરમાણું રહે તેવા અનંત પરમાણું છે. જુઓ, તે ચીજ એવી થવાની હતી તો એ અવસ્થાનો કર્તા કોણ? તો કહે છે-આંગળી નહીં કપડું કર્તા છે. ભિન્ન ચીજની અવસ્થાનો કર્તા ભિન્ન દ્રવ્ય ત્રણકાળમાં થતો નથી. તમારી મુંબઈમાં આવું સાંભળવા મળે નહીં. ત્યાં તો જ્યાં ત્યાં રખડવાનું મળે.
શ્રોતા:- સાંભળવાનું મળે પણ બીજું મળે...!
ઉત્તર- વાત સાચી છે, બીજું મળે પણ... આવું સારું ન મળે. મુંબઈ એ તો એકલી મોહમયી નગરી.
અરે પ્રભુ! શું કહે છે તે સાંભળતો ખરો નાથ ! માટી ઘટરૂપ થઈ તો ઘટ તેનું કાર્ય છે અને માટી કર્તા અને પિંડ અવસ્થાનો વ્યય થઈને ઘટરૂપ અવસ્થા થઈ તે ક્રિયા. પહેલાં માટી પિંડ રૂપ હતી, હવે તે અવસ્થા ઘટરૂપ થઈ તે ક્રિયા. તેથી માટી કર્તા ઘડો કર્મ અને પિંડ તે પલટતી ક્રિયા, તે ત્રણે એક ચીજ છે.
કોઈ બહેન હોંશિયાર હોય તો તે સારા પાપડ બનાવે, વડી બનાવે, સેવ બનાવે. ઘઉની સેવ જે લાકડાંના સંચાથી પાડી અને ખાટલા ઉપર સૂકાવે. લોકો કહે છે કે જે હોંશિયાર બહેન હોય ને તે બહુ સારી સેવ બનાવી શકે છે. અહીં કહે છે –તે મૂઢ છે. પરની પર્યાયને કોણ કરે! બાઈઓ કાપડમાં સારું ભરત ભરે છે. ચાકળામાં કાચના ટૂકડાં જે આભલા રાખી અને પછી ચારે બાજુ દોરાથી પેક કરે. કારણ કે આભલું નીકળી ન જાય માટે. તે ક્રિયાને કોણ કરે છે? આહા.. હા! ભગવાન! તને ખબર નથી. તે પરમાણુંની પર્યાય તેનાથી થાય છે, તારાથી નહીં. આવું ઝીણું છે. બાપુ! મારગડા તો સૂક્ષ્મ છે. ધરમનો મારગ બહુ સૂક્ષ્મ છે ભાઈ ! અનંતકાળથી તેણે કયારેય આ રસ્તો લીધો જ નથી. જ્યાં-ત્યાં મેં કર્યું. કર્યું એવા અભિમાનમાં જિંદગી ગાળી દીધી.
તેવી જ રીતે સત્વરૂપ અવસ્થા “કર્તાકહેવાય છે. તે દ્રવ્યનો નિપજેલો પરિણામ કર્મ કહેવાય છે અને તે ક્રિયારૂપ થવું ક્રિયા કહેવાય છે.”
કોઈ પણ પરમાણું કે આત્મા જે સત્ત્વ વસ્તુ છે તેને કર્તા કહેવામાં આવે છે. તે
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #290
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૭૮
કલામૃત ભાગ-૨ દ્રવ્યના જે ઉત્પન્ન થયેલાં પરિણામ-એ પદાર્થમાં નવી ઉત્પન્ન થયેલી દશા તેને કર્મ કહેવામાં આવે છે. આ તો મહા સિદ્ધાંત છે. ભગવાન પરમેશ્વર, ત્રિલોકીનાથ જિનેન્દ્રદેવ તેની વાણીમાં આવેલો આ સિદ્ધાંત છે. ભાઈ ! હું કરું.. હું કરું... હું કરું એ તારે ગર્વ ઉતારવો પડશે. દુકાનની ગાદી ઉપર જ્યાં સુધી હું બેઠો 'તો ત્યાં સુધી બરોબર ચાલતી 'તી પણ.. જ્યારથી નોકર આવ્યો ત્યારથી વ્યવસ્થા બગડી ગઈ છે.
પ્રશ્નઃ- કોઈ ઠેકાણે નોકરથી ચાલતી વ્યવસ્થા શેઠ કરતાં સારી હોય છે.
ઉત્તરઃ- એવું પણ હોય છે. કોઈ ઠેકાણે નોકર બેઠા હોય અને વ્યવસ્થા બરોબર ચાલતી હતી. રાણુપરમાં એક શેઠને નોકર આવો હતો. શેઠ આવે અને જરી ગરબડ કરે તો નોકર કહે શેઠને તમે ચાલ્યા જાઓ ઘરે. શેઠને નોકર આમ કહે હોં! શેઠ કહે-હું ચાલ્યો જાઉં છું. નોકર કહે–અહીં તમારું કામ નથી. તમને ખબર પડે નહીં અને આવીને ગરબડ કરો છો.! શેઠ સાંભળે અને પછી ઘરે ચાલ્યા જાય.
નોકર માને છે કે-આ વ્યવસ્થા હું બરોબર કરું છું; શેઠને આવડતું નથી એમ માનનાર મૂઢ છે. નોકર બહુ અભિમાની અને ઇર્ષાળુ. શેઠ આવે અને તેને ખૂબ બોલે. શેઠ કહે ભાઈ આમ કામ કરો ને! નોકર કહે-તમને કોણ પૂછે છે. શેઠ, ચાલ્યા જાઓ! તો શેઠ કહે–તારી વાત સાચી છે મને કાંઈ આવડતું નથી. હું જાઉં છું.
બહારના કાર્ય એને ધૂળ આવડે છે. આ લખાણ લખે તેમાં મોતીના દાણા જેવા અક્ષર થાય તો એ ક્રિયા આત્મા કરતો હશે?! એ ક્રિયા આંગળી કરે છે? નહીં. આ ગજબ વાત છે. ભગવાન! એ સત્ત્વ-રજકણ છે, તે સત્ત્વની એ પર્યાય છે. આંગળી અને અક્ષર ભિન્ન ચીજ છે.
આ લોકોત્તર વાત છે. આખી દુનિયાથી આ ચીજ જુદી છે. પ્રભુ! તારી ચીજ તારા સત્ત્વમાં છે. તારી પર્યાયનું કાર્ય તારા સત્ત્વમાં છે. તારા સત્ત્વમાં તારું સત્ત્વ છે પરમાં તારું સત્ત્વ નહીં. તારું અસ્તિત્વ પરની સત્તામાં પ્રવેશ કરતું નથી. તો પછી પર સત્ત્વની પર્યાયનું અસ્તિત્વ તારામાં કયાંથી આવ્યું? લોજીકથી તો વાત ચાલે છે. ભગવાન ! સમજમાં આવ્યું!?
વસ્તૃતીયા ત્રયં મfપ ન ભિન્ન” સત્તામાત્ર વસ્તુના સ્વરૂપનો અનુભવ કરતાં (ત્રયમ) કર્તા-કર્મ-ક્રિયા એવા ત્રણ ભેદ નિશ્ચયથી (નમન્ન) ત્રણ સત્ત્વ તો નથી.”
વ્યવહારથી ત્રણ ભેદ છે. માટી કર્તા, ઘટ કર્મ અને પિંડ અવસ્થા પલટીને જે ઘડાની ક્રિયા થઈ એવા ત્રણ બોલ વ્યવહારથી કહેવામાં આવે છે. (૧ મિન્ન) નિશ્ચયથી ત્રણરૂપ નથી, એક જ સત્ત્વ છે. ત્રણેયનું સત્ત્વ એક જ છે. કર્તાનું સત્ત્વ, કાર્યનું સત્ત્વ અને કિયાનું સત્ત્વ તે ત્રણેય એક સત્ત્વ છે. બીજા સત્ત્વએ તેમાં પ્રવેશ કર્યો એમ તો છે
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #291
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કલશ-પ૧
૨૭૯ નહીં. ભારે ઝીણું પડે ભાઈ !
સવારે આ વિષય ચાલે છે તે તો એમ જ રાખ્યો છે. બપોરે શક્તિઓનો વિષય જરા સૂક્ષ્મ લીધો છે. લોકો સાંભળે તો ખરા કે શું ચીજ છે. ત્રિલોકીનાથ સર્વજ્ઞ પરમેશ્વરે તેના જ્ઞાનમાં ત્રણકાળ અને ત્રણલોક જાણ્યાં છે અને એ વાણીમાં એ ધ્વનિ આવી છે. જેવું દેખ્યું એવું વાણીમાં આવ્યું છે. તે કહે છે કે-નિશ્ચયથી ત્રણ સત્ત્વ નથી. માટી કર્તા, ઘટ કર્મ અને પિંડથી ઘટની ક્રિયા જે થઈ તે ત્રણ સત્ત્વ નથી, ત્રણેનું સત્ત્વ તો એક જ છે.
તેમ ભગવાન આત્મા આનંદની પર્યાયનો કર્તા, આનંદની પર્યાય કાર્ય અને પૂર્વની અવસ્થા પલટીને આનંદ થયો એ ક્રિયા. તે ત્રણેયમાં આત્મા તો એક જ છે.
આ દેહ છોડીને ચાલ્યો જશે ત્યારે એક રજકણ પણ સાથે નહીં આવે. આ શરીર તો માટીનો પિંડ છે. અત્યારે તો હાર્ટફેઈલનું બહુ જ સંભળાય છે. નાની નાની ઉંમરમાં હાર્ટફેઈલ થઈ જાય છે. એકને તો બોલતાં બોલતાં દેહ છૂટી ગયો.
હમણાં અમેરીકાના છોકરાનું સાંભળ્યું ને! તે બહુ હોંશિયાર છોકરો, અમેરીકામાં ૯૦% પાસ થયો. લાખો છોકરામાં આને આવ્યા. લોકોએ તેને ઘણું સન્માન આપ્યું. કાઠિયાવાડી ગુજરાતી છોકરો અને અમેરીકામાં ૯૦% પાસ થયો તેથી લોકો કહે–અમારે સન્માન કરવું છે. રાત્રે અગિયાર વાગ્યે તો સૂતો, સવારે ઉઠીને બીજા જોવે તે મરી ગયો 'તો. અમેરીકામાં બીજી જગ્યાએ તેનો ભાઈ હતો ત્યાં જવાનો હતો. સામાન બાંધી ને તૈયાર રાખ્યો હતો. તેની ઉંમર ૨૬ વર્ષની હતી. દેશમાં આવી ને લગ્ન કરવાનો હતો. એ તો એની સ્થિતિ જે સમયે પૂરી થવાની હોય તેને ત્રણકાળમાં ડોકટર કે કોઈ ઉપરથી ઉતરે તો પણ ફેરવી ન શકે. મોટા-મોટા ડોકટર પણ ચાલ્યા જાય છે ને! આપણા હિંમતકુમાર ચાલ્યા ગયાને!
આપણા ભાવનગરના હોસ્પીટલના મોટા સર્જન તે પ્રભાશંકર પટ્ટણીના સગા થાય. ઓપરેશન કરતાં-કરતાં હોઠ આમ થઈ ગયો, ખુરશીમાં બેસી ગયા. જે સમયે દેહની સ્થિતિ છૂટવાની છે તે અવસ્થા દેહની છે. તેના કર્તા દેહ છે. આત્મા દેહનો કર્તા છે નહીં. પરદ્રવ્ય ઉપરથી કર્તાપણાની દૃષ્ટિ છોડી દે! તારી વિકારની પર્યાયનો કર્તા કેવી રીતે માને ? તે વિકારની પર્યાયની દૃષ્ટિ છોડી અને હું નિર્વિકારી સ્વરૂપ છું તેવી દૃષ્ટિ થઈને નિર્વિકારી થાય છે તેનું નામ ધર્મ છે.
પ્રવચન નં. ૬૭
તા. ૧૫-૮-'૭૭
કળશટીકાનો કર્તાકર્મ અધિકાર ચાલે છે. કોઈ પણ દ્રવ્ય હોય પછી તેમાં આત્મા હો કે પરમાણું એ પરદ્રવ્યની પર્યાયનો કર્તા નથી. અને પોતાના જે પરિણામ થાય છે તેનો
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #292
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૮O
કલશાકૃત ભાગ-૨ કર્તા પરદ્રવ્ય નથી એવો નિર્ણય કરે.. તો એનું તાત્પર્ય એ છે મારી પર્યાયનો કર્તા હું છું. નિમિત્ત અને ઉપાદાન બે થઈને ક્રિયા થાય છે તેમ નથી, એ વાત સિદ્ધ કરે છે.
બન્ને દ્રવ્યોની ક્રિયા એક સાથે છે ને!? માટી માંથી ઘડો થાય છે ત્યારે કુંભારને ઘડો બનાવવાનો વિકલ્પ અને હાથને ચાલવવાની ક્રિયા તે બન્ને એક સાથે છે છતાં ઘડાની પર્યાયનો કર્તા કુંભાર નથી. તેવી રીતે આત્માની વાત ભાવાર્થમાં કરે છે.
“ભાવાર્થ આમ છે કે કર્તા-કર્મ-ક્રિયાનું સ્વરૂપ તો આ પ્રકારે છે, તેથી જ્ઞાનાવરણાદિ દ્રવ્યપિંડરૂપ કર્મનો કર્તા જીવદ્રવ્ય છે એમ જાણવું જૂઠું છે; કેમકે જીવદ્રવ્યનું અને પુદ્ગલદ્રવ્યનું એક સત્ત્વ નથી (ત્યાં) કર્તા-કર્મ-ક્રિયાની ઘટના
કેવી ?”
અહીં આત્મા ઉપર લઈએ. આત્મા છે તે પોતાના શુદ્ધ કે અશુદ્ધરૂપ વિકારી પરિણમન તે રૂપે પરિણમે છે, તે આત્માનું કાર્ય છે. અત્યારે તો સામાન્ય વાત ચાલે છે ને?! આત્મામાં જે અશુદ્ધ પરિણમન છે, મિથ્યાત્વરૂપ મલિન રાગ-દ્વેષના ભાવનું પરિણમન છે, તેનો કરનાર આત્મા છે અને તે પરિણમન આત્માનું કાર્ય છે; તે કર્મનું કાર્ય નથી. પોતાની જે પૂર્વની અવસ્થા પલટે છે એ ક્રિયાનો કર્તા પણ આત્મા છે. પૂર્વની અવસ્થા જે રાગવાળી હતી તે હવે પોતાના ચેતનદ્રવ્યની દૃષ્ટિ કરવાથી અરાગ અવસ્થા સમ્યગ્દર્શનની પર્યાય થઈ તો એ ક્રિયાનો કર્તા આત્મા છે. આ તો થોડું ઘીરું થઈને સમજવાનું! કાલે સમજવામાં આવ્યું ન હતું! આહા! અનાદિથી આવો મારગ છે.
(૧) બે દ્રવ્યોની (ભિન્ન-ભિન્ન) પર્યાયને એક દ્રવ્ય કરે છે એમ માનવું તે ભ્રમણા છે. આમ માનનારનું લક્ષ પર ઉપર છે. (૨) એક દ્રવ્યની પર્યાયને બે દ્રવ્યો કરે છે એમ માનવું તે પણ મિથ્યાત્વ છે. પોતાની પર્યાય જે સમયે, જે પ્રકારે-વિકારી કે અધિકારી થાય છે એ વિકારી કે અવિકારી પરિણામ આત્માનું કાર્ય છે.
અહીં એ વાત ચાલે છે કે-ઉપાદાન અને નિમિત્ત બે દ્રવ્યો મળીને ઉપાદાનનું કાર્ય કરે છે... તેમ નથી. ભાઈ ! વસ્તુની સ્થિતિ એ રીતે નથી.
કર્તા-કર્મ-ક્રિયાનું સ્વરૂપ તો પૂર્વે કહ્યું.” કહે છે કે-રાગની પરિણતિ હો કે નિર્વિકલ્પ સમ્યગ્દર્શનની પર્યાય હો તેનો કર્તા આત્મા છે અને તે ક્રિયા પૂર્વની અવસ્થા પલટીને થઈ તે ક્રિયાનો કર્તા પણ આત્મા છે. તે ક્રિયાને પરની સાથે કોઈ સંબંધ નથી. તેણે પરની સાથે સંબંધ માની રાખ્યો છે તે મિથ્યા ભ્રમ છે. સમજમાં આવ્યું?
આચાર્યદેવ તો ત્યાં સુધી કહે છે કે આત્મા બંધનની પર્યાયનો કર્તા છે એ પણ મિથ્યાભ્રમ છે. વિકારની પર્યાયને તે ભ્રમણાથી કરે છે. શ્રીમદ્જીમાં આવે છે કે“દિગમ્બરના આચાર્ય એમ કહે છે કે-આત્માનો મોક્ષ થતો નથી. મોક્ષ સમજાય છે.” આમ કહ્યું છે તેનો અર્થ શું? આત્મા અજ્ઞાનપણે જ્યાં સુધી વિકારી પરિણતિને કરે છે
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #293
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કલશ-પ૧
૨૮૧ ત્યાં સુધી બંધનદશા છે. હવે ત્યારે વસ્તુ સ્વરૂપથી જોતાં આત્મા મોક્ષસ્વરૂપ જ છે. આત્માનો મોક્ષ થાય છે તેમ કહેવું તે વ્યવહારથી પર્યાયથી વાત છે. અનાદિથી તેણે એમ માન્યું છે કે હું બંધાણો છું, રાગનો બંધ મને થયો છે, પરનો બંધ તો તેને નથી. આ પુણ્ય-પાપના રાગના બંધનમાં હું છું એવી માન્યતા તેની છે. અહીં કહે છે-વસ્તુ કયારેય બંધનમાં આવી જ નથી. વસ્તુ એટલે આત્મા તે તો મોક્ષ સ્વરૂપી જ છે.
શ્રી સમયસારની પંદરમી ગાથામાં પણ કહ્યું છે કે “નો પસ્સદ્ધિ ભપ્પાનું નવદ્ધપુર્ક [Dવિસે ” આમાં અબદ્ધ લીધું છે. અબદ્ધ કહો કે મોક્ષસ્વરૂપ કહો (એકાર્થ છે). પોતાનું સ્વરૂપ મુક્ત જ છે. રાગથી ભિન્ન જે દ્રવ્ય સ્વભાવ છે તે તો મુક્ત સ્વરૂપી જ છે. એવી દૃષ્ટિ થતાં આત્મા મોક્ષ સ્વરૂપ છે તેવું ભાન થયું તો પર્યાયમાં પણ અતીન્દ્રિય આનંદનો સ્વાદ આવ્યો. તે તેનું તાત્પર્ય છે. બંધ મારો છે, હું બંધનો કર્તા છું તે પર્યાયષ્ટિની વાત છે. પરથી તો બંધન નથી પરંતુ રાગ મિથ્યાત્વનું બંધન છે એ પણ પર્યાયષ્ટિથી બંધન છે. દ્રવ્યને બંધન નથી. દ્રવ્યદૃષ્ટિએ દ્રવ્યને બંધન નથી. આહા... હા! જ્યારે દ્રવ્યદૃષ્ટિથી જુઓ દ્રવ્ય સ્વભાવને તો ચૈતન્ય ઝળહળ જ્યોતિ આનંદનો કંદ પ્રભુ ભગવાન આત્મા અતીન્દ્રિય સુખ સાગરનો સિંધુ છે. આનંદ અમૃત સાગર ભગવાન તે ભવસિંધુની પર્યાયથી ભિન્ન છે.
અહીં એ વાત ચાલે છે કે-કર્તા-કર્મ-ક્રિયા એક જ દ્રવ્યમાં પોતાથી થાય છે. તેવો પહેલાં નિર્ણય કરાવ્યો. તે પરિણામ વિકારી હો કે પછી ધર્મના પરિણામ સમ્યગ્દર્શનજ્ઞાનની પર્યાય હો તેનો કર્તા આત્મા છે. ધર્મની પર્યાય થઈ કે અધર્મની પર્યાય થઈ તે આત્માનું કાર્ય છે. પલટતી ક્રિયા તે આત્માનું કાર્ય છે. નિમિત્ત આવ્યું માટે પલટે છે તેમ નથી. આહા. હા! પર્યાય મારું કાર્ય અને હું તેનો કર્તા છે. તેવું લક્ષ છોડીને.. આવો જ્યારે નિર્ણય થાય છે અને તે નિર્ણયમાંથી છૂટીને પર્યાયદેષ્ટિનું લક્ષ છોડીને મોક્ષ સ્વરૂપ ભગવાન જે અતીન્દ્રિય આનંદને સુખનો સાગર છે તેનું લક્ષ થતાં (સમ્યજ્ઞાન પ્રગટ થાય છે.)
શ્રી દીપચંદજીકૃત અધ્યાત્મ પંચસંગ્રહ છે તેમાં તો એક એક ગુણમાં નવરસ ઉતાર્યા છે. અભૂતરસ, બિભત્સરસ, શૃંગારરસ, આનંદરસ આદિ અનેક રસ છે. અહીં કહે છે કે-આત્મા આનંદરસ છે. અતીન્દ્રિય આનંદરસ સ્વરૂપ ભગવાન તો મુક્ત સ્વરૂપ છે. તેની દૃષ્ટિ કરવી તેમ કહે છે. સૌ પ્રથમ પર્યાયમાં થતી વિકારી કે અવિકારી દશા તેનો કર્તા આત્મા છે તેમ સિદ્ધ કર્યા પછી મોક્ષ સ્વરૂપ આત્મ સ્વભાવની દૃષ્ટિ કરવી. ભગવાન! આવી વાત છે. બહુ ઝીણું બાપુ!
અરે.. રે! ચોરાશીના ભવસિંધુના દરિયામાં રઝળતો-રખડતો એ દુઃખી છે. જેમ ઘાણીમાં તલ પિલાય તેમ દુઃખમાં પિલાય છે. તેને સનેપાત છે તેથી દુઃખની ખબર નથી.
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #294
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૮૨
કલશાકૃત ભાગ-૨ સનેપાત એટલે સમજાણું? વાત, પિત્ત અને કફ તે ત્રણનું જોર થઈ જાય છે, તે ત્રણનું જોડાણ થાય તો સનેપાત થાય છે.
જેને સનેપાત થયો છે તે દાંત (હાસ્ય) કાઢે છે તો તે સુખી છે? હસે છે ને? તે દુઃખની દશામાં એટલો ગરકાવ થઈ ગયો છે કે તે હસે છે કે નહીં તેની પણ તેને ખબર હોતી નથી. તેમ ભગવાન આત્મા મિથ્યા શ્રદ્ધાના કારણે રાગ મારી ચીજ છે અને રાગનો કર્તા હું છું તેમ માને છે ત્યાં સુધી તો મિથ્યાત્વ છે. અહીં તો પરદ્રવ્યથી ભિન્ન કરવા માટે મિથ્યાત્વની પર્યાય પણ જીવની છે એટલું બતાવવું છે. સમજમાં આવ્યું? તે પર્યાયની સ્વતંત્રતા પોતાથી છે એટલે સિદ્ધ કરવું છે પછી તો મિથ્યાત્વનું પરિણમન પણ પોતાનું સ્વરૂપ નથી. હું તો આનંદસ્વરૂપ અતીન્દ્રિય સુખ સિંધુ છું. શ્રી નાટક સમયસારમાં આવે છે કે
કહે વિચિક્ષણ પુરુષ, સદા હું એક હું, અપને રસ સે ભર્યો, અનાદિ ટેક હું. મોહકર્મ મમ્ નાહીં, નાહીં ભ્રમ કૂપ હૈ,
શુદ્ધ ચેતના સિંધુ હમારો રુપ હૈ.” હું અનાદિથી પોતાના આનંદરસથી ભરેલો છું. ટેક એટલે મારી મર્યાદા જ આવી છે. આ જે મિથ્યાત્વનું પરિણમન થાય છે તે ભ્રમ કૂપ છે-એમ કહે છે. અમારું રૂપ તો પ્રભુ! સુખ અને આનંદનું છે. આત્મા સુખ અને આનંદનો સાગર છે. આહા. હા! આ વાત કેમ બેસે? આવી નજરું કયારેય કરી નથી. જેની નજર છે તેના નિધાનને જોયું નહીં. અને એ નજરે પરને જોયું છે. જે ચીજની નજર છે તેને તો જોયું નહીં અને જે ચીજની આ નજર નથી ત્યાં નજર કરી એમ કહે છે.
મોહ કર્મ મમ્ નાહિ, નાહિ ભ્રમ કૂપ, શુદ્ધ ચેતના સિંધુ હમારો રૂપ હૈ.” વિકારી પર્યાય કે અવિકારી પર્યાયનો હું કર્તા છું અને તે મારું કાર્ય છે, તે મારી ક્રિયા છે તેમ માની અને ત્યાં રોકાવું નહીં. આહાહા..! આવું કહી અને વીતરાગતા બતાવવી છે. ભગવાન ! તારી વિકારી પર્યાયનો કર્તા તું જ છો એ વાત અજ્ઞાનપણે બરોબર છે. પરંતુ તે વિકારી પર્યાય પણ તારી ચીજ નથી. કેમકે અનંત શક્તિમાંથી કોઈ શક્તિ વિકારને કરે એવી નથી. બપોરે (પ્રવચનમાં) શક્તિઓ ચાલે છે ને! જીવત્ત્વ, ચિત્તી, દેશી આદિ શક્તિ અનંત છે. તેને શક્તિ કહો, ગુણ કહો-તે વસ્તુનું સત્ત્વ છે, સત્ છે તેનું તે સર્વ કહો, કે સત્ત્વની શક્તિમાં કોઈ એવી શક્તિ નથી કે તે વિકારને કરે. એ શક્તિ અને શક્તિવાન ઉપર દૃષ્ટિ કરવી તે આ બધાનું તાત્પર્ય છે.
શ્રોતા:- આ તો આપ જેવાનું કામ છે અમે તો ગૃહસ્થ છીએ. ઉત્તર- અરે..! કોઈ ગૃહસ્થ નથી બધા આત્મા ભગવાન છે. ગઈ કાલે ગૃહસ્થની
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #295
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કલશ-૫૧
૨૮૩ વ્યાખ્યા કરી હતી ને !? શું કરી હતી? પોતાના ગુણ પોતાના ઘરમાં રહે છે તે ગૃહસ્થ છે. આ વ્યાખ્યા દીપચંદજીનું પંચસંગ્રહ છે તેમાં પરમાત્મપુરાણ પેજ નં-૬ ઉપર છે. “જ્ઞાન निज ज्ञान सत्तागृह मैं तिष्ठै हैं तातें ज्ञान गृहस्थ कहीये। दरशन अपने दरशन सत्तागृहमैं स्थिति कीयें है; तातें दरशन गृहस्थ, वीर्य अपने वीर्य सत्तागृहमैं નિવર્સ હૈ તાલૈ વીર્ય દસ્થ વરિયા”
આ સંસારના ઘરમાં રહે તે ગૃહસ્થ જ નથી. જ્ઞાનને ગૃહસ્થ કહીએ. જ્ઞાનસ્વરૂપી ભગવાન આત્મા જ્ઞાનઘરમાં રહે છે અને તે રાગમાં જતો નથી તેને ગૃહસ્થ કહીએ. લોકો આ તમારા પૈસાવાળાને ગૃહસ્થ કહે છે. આ ગૃહસ્થ એટલે શું? બહુ પૈસાવાળા એમ હશે? દેષ્ટા સ્વભાવ પોતાના ઘરમાં રહે માટે ગૃહસ્થ છે. પરમાં જતો નથી. માટે ગૃહસ્થ છે. આ રીતે અનંતગુણ લીધા છે. આત્મવીર્ય જે છે તે પોતાની સત્તામાં રહે છે અને રાગની સત્તાને રચવા જતો નથી. તેનું નામ ગૃહસ્થ છે. આવી વાત છે.
શ્રોતા- તમારી વાત સત્ય છે, પરંતુ અમોને અ, આ, ઈ, કક્કાની જેમ ભણાવો.
ઉત્તર- કક્કાની પંક્તિ ચાલે છે. ક. કા કેવળજ્ઞાન કેમ હોય. તેનું નામ કક્કા. એ કક્કા શબ્દ આવે છે. ક. ખ તેમ બધામાં આવે છે. અહીં તો બધી વાત છે. ભાઈ ! દિગમ્બર શાસ્ત્રોમાં તો ભંડાર ભરેલો પડ્યો છે. કક્કો કેવળજ્ઞાનને ઉત્પન્ન કરનારો છે. દિગમ્બર શાસ્ત્રોમાં એટલું છે કે કેવળજ્ઞાનને અહીં ખડું કરી દીધું છે. કેવળજ્ઞાનનો વિરહ ભૂલાવી દીધો છે. અર્થાત્ આ કાળે કેવળજ્ઞાન નથી તેવું ભૂલાવી દીધું છે.
અહીં તો કહે છે ભગવાન આત્મામાં પોતાનું જે આનંદસ્વરૂપ છે અંતરમાં આનંદ. એ આનંદ આનંદમાં રહે છે તે ગૃહસ્થ છે. આહા. હા ! એ આનંદને ઓળંગીને જે પુણ્ય-પાપમાં જાય છે તે ગૃહસ્થ નથી, તે તો વ્યભિચારી છે. આવી વાત છે ભગવાન !
શ્રોતા:- બંગલામાં રહે તેનું શું કરવું?
ઉત્તર:- તમારી વાત કરે છે એ. બંગલામાં કોણ રહે? બે લાખનો બંગલો નવનીતભાઈએ કરાવ્યો છે તો તે ત્યાં વેપારમાં રહેશે તો બંગલો અહીં ખાલી રહેશે.
અરે રે! અહીં તો ત્રિલોકીનાથ પરમાત્મા એમ ફરમાવે છે કે પ્રભુ! તમે રાગમાં રહો એ તારી ચીજ નથી. રાગમાં રહે તે વ્યભિચારી છે. આહા.. હા! જેમ પર સ્ત્રીનું સેવન કરવાવાળો વ્યભિચારી છે તેમ પોતાની ચેતના પરિણતિનો સંભોગ છોડી અને રાગનો ભોગ કરવાવાળો વ્યભિચારી છે. સમજમાં આવ્યું !?
પોતાનો ચેતન ભગવાન અને તેનો ચેતના સ્વભાવ છે. ગઈકાલે આવ્યું 'તું નેજીવત્ત્વશક્તિ, ચેતના સ્વભાવ, તે ચેતના શક્તિની સાથે એકાગ્ર થઈને ભોગ લેવો, કેમકે પોતાના ભાગમાં આનંદ છે. ચેતના તે પોતાની પટરાણી તેવી પર્યાય.. આવી રાણીને છોડીને રાગની સાથે એકત્વ કરે તે વ્યભિચારી છે.
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #296
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૮૪
કલશામૃત ભાગ-૨ પંચસંગ્રહમાં એક શબ્દ આવ્યો છે–“ સુખ ગૃહસ્થ છે. ” “ सुख अपने -अनाकुल નક્ષળ સુદ્ધ સત્તા ગૃહમેં સ્થિતિ વિષે હૈ; તાતા સુદ્ધ ગૃહસ્થ હૈં।” આનંદ.. આનંદમાં
રહેલો છે તે કયારે તેને ખ્યાલમાં આવે કે–જ્યારે દૃષ્ટિ દ્રવ્ય ઉ૫૨ જાય ત્યારે. તેને અનાકુળ આનંદ આવ્યો તેમ કહે છે. અનાકુળ આનંદ પણ પોતાના ગૃહ નામ ઘ૨માં ૨હે છે. પુણ્ય ને પાપના વિકલ્પ જે દુઃખરૂપ છે તેમાં આનંદ આવતો જ નથી.
પ્રશ્નઃ- વીસ દિવસ સુધી આપની વાત સાંભળશે તો કામ નહીં થાય ?
ઉત્ત૨:- આ તો એક દિવસમાં સમજાય એવી ચીજ છે ને ભગવાન ! પાણી છે તે અગ્નિના નિમિત્તથી ઉષ્ણ થયું. પોતાનામાં અડધોમણ પાણી હોય તે પાણી પોતાથી પોતાનામાં ઉષ્ણ થયું અગ્નિથી નહીં. હવે ઉષ્ણતા પર્યાય સહિત જે પાણી છે તે પાણી આમ ગુલાંટ ખાય છે ત્યારે તે પાણી ઉષ્ણતાનો પણ નાશ કરે છે અને અગ્નિનો પણ નાશ કરે છે.
આજે સ્વતંત્રતાનો દિવસ છે. સ્વતંત્રતાનો તો દિવસ એ છે કે-રાગની રુચિ છોડી અને આનંદના નાથની રુચિ કરી લ્યે તો તેને સ્વતંત્રતા પ્રાપ્ત થાય છે. આહા.. હા ! તેને પોતાનું સ્વરાજ મળે છે. પોતાનો સ્વરાજ અર્થાત્ શિવપુર સ્વરૂપ આત્મા છે તે અસંખ્ય પ્રદેશી છે.. તે દેશ છે અને તેમાં અનંતગુણ તે તેની પ્રજા છે. એ સ્વદેશ જ્યારે અંદરથી પોતાને મળ્યો ત્યારે તે સ્વતંત્ર થયો. સમ્યગ્દર્શનમાં પોતાના દેશનું ભાન થયું. પોતાનો દેશ અને પોતાના દેશમાં વસેલ વસ્તિ. વસ્તિ અર્થાત્ પોતાના સ્વભાવમાં વસેલ ગુણો.. તેમાં જ્ઞાન, દર્શન આદિ અનેક શક્તિઓ વસ્તુમાં રહ્યા છે. વસ્તુની અંદ૨માં ગુણો વસેલાં છે માટે તેને વસ્તુ કહે છે. વસ્તુની દૃષ્ટિ જ્યારે થઈ તો કહે છે કે–તેને સ્વતંત્રતાનું સ્વરાજ મળ્યું. તેને સ્વ સ્વભાવનું રાજ મળ્યું. રાજનો અર્થ સભા થાય છે. સ્વરાજ અર્થાત્ સ્વસભા પ્રાપ્ત થયો ૫૨માં રાગમાં પુણ્ય-પાપમાં (પરિણતિ) જાય છે તે અશોભા છે. તે વ્યભિચાર થયો એમ કહે છે. સમજમાં આવ્યું?
અહીંયા કહે છે કે– કર્તા-કર્મ-ક્રિયા તે ત્રણ કહી. આત્મા જ પોતાની પર્યાયનો કર્તા અને ક્રિયા તેનું કાર્ય. આ પલટતી ક્રિયાનો કર્તા આત્મા જ છે તે કહ્યું.
,,
“ તેથી જ્ઞાનાવરણાદિ દ્રવ્યપિંડરૂપ કર્મનો કર્તા જીવદ્રવ્ય છે એમ જાણવું જૂઠું છે; અહીંયા જે રાગ-દ્વેષની પરિણતિ થઈ તેનો કર્તા અજ્ઞાનભાવે આત્મા છે. એ અજ્ઞાનને કા૨ણે ત્યાં કર્મમાં બંધનની પર્યાય થઈ તેનો કર્તા આત્મા છે એમ ત્રણકાળમાં નથી. રાગરૂપે પરિણમિત થયો તો કર્મબંધનમાં જ્ઞાનાવરણાદિ કર્મબંધ થયો. એ બંધનની પર્યાયનો કર્તા અને એ બંધનની પર્યાય મારું કાર્ય તે બધી જૂઠી વાતો છે.
જેટલા પ્રમાણમાં રાગ-દ્વેષ થાય છે તેટલા પ્રમાણમાં કર્મની પર્યાય કર્મરૂપે થાય છે. તેનો પણ કર્તા નથી. તો પછી આ શરીર, મન, વાણી જડ-ધૂળ માટી આદિની
Please inform us of any errors on rajesh.shah@fofalise.co.uk
Page #297
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કલશ-૫૧
૨૮૫ પર્યાયનો કર્તા આત્મા ત્રણ કાળમાં છે નહીં.
આ તમારી લાદીમાં જે થાય છે તે તમે નથી કરતા. શ્રોતા- એ નથી કરતા.. તો છોકરી કરે છે.
ઉત્તર- એને છોકરા પણ કરતા નથી. આ શરાફની બજારમાં ધંધા કોણ કરે છે? આટલા પૈસા આપો.. ને વગેરે. આ હૂંડીના વેપારી બેઠા છે તમારે હૂંડીને પારધીરનો ધંધો છે. તો તેમાં પૈસા લેવા દેવાની ક્રિયાને આભા કરી શકે છે?
શ્રોતા- તો આપ બતાવો કોણ કરે છે?
ઉત્તર-બતાવીએ છીએ. ભગવાન! તમે તો અજ્ઞાનભાવે રાગ-દ્વેષ કરી શકો છો. પરંતુ તે રાગ-દ્વેષથી કર્મબંધની પર્યાય થાય તે આત્માનું કાર્ય છે તેમ ત્રણકાળમાં નથી. રાગ પ્રમાણે બંધન પણ છે તો પણ આત્મા તે બંધનની પર્યાયનો કર્તા નથી. આ રાગના કારણે શરીર ચાલે છે, ઇચ્છા થઈ તો શરીર ચાલે છે, ઇચ્છા થઈ તો ભાષા બોલે છે. તેમ ત્રણકાળમાં નથી. “કેમકે જીવ દ્રવ્યનું અને પુગલ દ્રવ્યનું એક સત્ત્વ નથી.” જીવદ્રવ્યનું હોવું અને પુદ્ગલનું હોવું છે, તેથી તે બન્નેનું સત્ત્વ એક નથી. બન્નેનું સત્ત્વ ભિન્ન-ભિન્ન છે.
કર્તા-કર્મ-ક્રિયાની ઘટના કેવી?” ત્યાં કર્મની પર્યાયને મેં કરી અને તે કર્મની પર્યાયને મેં ભોગવી તે ઘટના કયાં છે ભગવાન !? આ અમારા શેઠ ખુશી થાય છે. અમારે મન તો બધા ભગવાન આત્મા છે બાપા! આનંદથી ભરેલા બધા સુખસિંધુરૂપ છે. “મોહકર્મ મમ્ નાહીં, નાહિં ભમ્ર ફૂપ હૈ, શુદ્ધ ચેતના સિંધુ હમારો રૂપ હૈ.” અમે તો ચેતન જ છીએ અને આ શુદ્ધ ચેતના સિંધુ અમારું રૂપ છે. શુદ્ધ ચેતના સિંધુ એટલે ચેતનનો દરિયો ભર્યો છે. તે અમારું રૂપ છે. આ રીતે વિચિક્ષણ અર્થાત્ જ્ઞાની જાણે છે.. અને માને છે. અહીં વિચિક્ષણ તેને કહીએ જે સમકિતી છે. આ સંસારમાં ડાહ્યા હોય એતો બધી મૂર્ખાઈ છે. આ પાંચ હજારનો પગાર મળે મહિને દસ હજાર નો મળે, કંપનીમાં લાખો રૂપિયા ભેગા કરે તે વિચિક્ષણતા નથી એમ અહીં કહે છે.
••••••••••••••••••••••••••છે. “કાંઈ કરવું જ નથી, હું મને દેખું”, એવો પણ જ્યાં વિકલ્પ નથી, આત્મા તો ચૈતન્ય સૂર્ય છે, એમાં પરનું કર્તુત્વ કે રાગનું કર્તુત્વ જ કયાં છે? આત્માના દ્રવ્ય ગુણમાં તેની ગંધ જ નથી. હું મને જાણું-દેખું એવો વિકલ્પ પણ જ્યાં નથી. દેખનાર-જાણનાર સ્વભાવમાં થંભી જાય એવી દશાને સ્વાનુભવ કહે છે.
(દ્રવ્યદૃષ્ટિ જિનેશ્વર બોલ નં. ૧૧૧૯)
છે
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #298
--------------------------------------------------------------------------
________________
૨૮૬
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કલશાકૃત ભાગ-૨
કલશ ન ઃ ૫૨
( આર્યા )
एक: परिणमति सदा परिणामो जायते सदैकस्य । एकस्य परिणतिः स्यादनेकमप्येकमेव यतः।। ७-५२।।
ખંડાન્વય સહિત અર્થ:- “ સવા છુ: પરિણમતિ ” (સવા) ત્રણે કાળે ( : ) સત્તામાત્ર વસ્તુ (પરિણમતિ) પોતાનામાં અવસ્થાન્તરરૂપ થાય છે; “ સવા ચ પરિણામ: નાયતે” (સવા) ત્રિકાળગોચર (T) સત્તામાત્ર
વસ્તુ તેની ( પરિણામ: નાયતે ) અવસ્થા વસ્તુરૂપ છે; [ ભાવાર્થ આમ છે કે જેમ સત્તામાત્ર વસ્તુ અવસ્થારૂપ છે તેમ અવસ્થા પણ વસ્તુરૂપ છે; ] “પરિગતિ: પુક્ષ્ય સ્વાત્ (પરિણતિ: ) ક્રિયા ( પુસ્ય ચાત્ ) તે પણ સત્તામાત્ર વસ્તુની છે; [ ભાવાર્થ આમ છે કે ક્રિયા પણ વસ્તુમાત્ર છે, વસ્તુથી ભિન્ન સત્ત્વ નથી; ] “ યત: અને મ્ અપિ પુણ્
વ ” ( યત:) કા૨ણ કે (અનેમ્) એક સત્ત્વના કર્તા-કર્મ-ક્રિયારૂપ ત્રણ ભેદ (પ)–એવું પણ જોકે છે તોપણ (સ્ વ) સત્તામાત્ર વસ્તુ છે, ત્રણેય વિકલ્પો જૂઠા છે. ભાવાર્થ આમ છે કે જ્ઞાનાવરણાદિ દ્રવ્યરૂપ પુદ્ગલપિંડ–કર્મનો કર્તા જીવવસ્તુ છે એવું જાણપણું મિથ્યાજ્ઞાન છે, કેમ કે એક સત્ત્વમાં કર્તા-કર્મ-ક્રિયા ઉપચારથી કહેવાય છે; ભિન્ન સત્ત્વરૂપ છે જે જીવદ્રવ્ય અને પુદ્ગલદ્રવ્ય તેમને કર્તા-કર્મ-ક્રિયા કયાંથી ઘટશે ? ૭–૫૨.
પ્રવચન નં. ૬૭
તા. ૧૫-૮- ’૭૭
કલશ-૫૨ : ઉપર પ્રવચન
k
સવા પુ: પરિણમતિ” ત્રણેકાળ સત્તામાત્ર અવસ્થાન્તરરૂપ થાય છે.
વસ્તુ પોતાનામાં
શું કહે છે ! પ્રત્યેક આત્મા અને પ્રત્યેક ૫૨માણુ તે બધા ત્રિકાળ ભિન્ન-ભિન્ન વસ્તુ છે. તે સત્તામાત્ર વસ્તુ ત્રિકાળ પોતાનામાં અવસ્થાન્તર થાય છે. પોતાની પૂર્વ અવસ્થાથી ભિન્ન અવસ્થાન્તર થાય છે.. પરંતુ તે ૫૨ના કા૨ણે અવસ્થાન્તર થતી નથી.
અહીં પાણી ઉષ્ણ થયું તો અગ્નિ છે તો પાણી ઉષ્ણ થયું તેમ નથી. જે અગ્નિને જુએ છે તે સંયોગને જુએ છે. પાણીની પર્યાય પોતાથી ઉષ્ણ પર્યાયરૂપે પરિણમી છે એ પોતાનાથી થઈ છે અગ્નિથી નહીં. સમજમાં આવ્યું?!
66
ત્રણેકાળ સત્તામાત્ર વસ્તુ” વસ્તુ જે છે તેની સત્તા અર્થાત્ અસ્તિત્વ છે. અનંત આત્મા છે તેની સત્તા, અનંત ૨જકણ ૫૨માણુ છે તેના અસ્તિત્વની અસ્તિ છે..
Please inform us of any errors on rajesh.shah@fotalise.co.uk
Page #299
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કલશ-૫૨
૨૮૭ સત્તા છે. તે સત્તામાત્ર વસ્તુ પોતાથી અવસ્થાન્તર થાય છે. પોતાની અવસ્થા સ્વતંત્ર થાય છે. પૂર્વ અવસ્થાથી બદલાય ને નવી અવસ્થા પોતાનાથી થાય છે. કોઈ સંયોગના કારણે અવસ્થા પલટાઈ છે એમ નથી.
સવા પરિણામ: નીયતે” ત્રિકાળગોચર સત્તામાત્ર છે વસ્તુ તેની અવસ્થા વસ્તુરૂપ છે;” તે અવસ્થા ચાહે તો વિકારરૂપ હો કે પછી સમ્યગ્દર્શનની પર્યાયરૂપ હો. પણ તે સત્તાની ચીજ અવસ્થારૂપ થઈ છે. સમ્યગ્દર્શન પણે પણ જે સત્તા છે તે સત્તારૂપ થઈ છે. વિકારરૂપ ચીજ છે તે પોતાને ભૂલીને અવસ્થારૂપ થઈ છે. પરનાં કારણે પરિણામમાં ફેરફાર થાય છે તેમ ત્રણ કાળમાં બનતું નથી. “સા' શબ્દ પડયો છે પાઠમાં. “સદા ” એટલે ત્રિકાળ-અનાદિ અનંત. ત્રિકાળ વસ્તુ સત્તામાત્ર ભિન્ન છે અને એ સત્તા અવસ્થાન્તર થાય છે. જે અવસ્થાન્તર થાય છે તે પોતાની સત્તાથી થાય છે પરથી અવસ્થાન્તર થતી નથી.
આહા ! બહારથી જોવામાં એમ આવે કે પહેલાં આવું જ્ઞાન ન હતું પરંતુ વાણી સાંભળવાથી આવી જ્ઞાન પર્યાય થઈ. તો તેને કહે છે કે-જ્ઞાનની પર્યાય સાંભળવાથી નથી થઈ, તે સત્તામાત્ર વસ્તુની અવસ્થાન્તરરૂપ પર્યાય પોતાથી થઈ છે. બીજી વસ્તુની પર્યાય અવસ્થાન્તરરૂપ થઈ છે માટે જ્ઞાન વધી ગયું તેમ નથી. આ વાણી સાંભળી માટે જ્ઞાન થયું તેમ નથી.
પ્રશ્ન:- તો પછી દર્શનમોહ ચારિત્રમોહનું શું થયું?
ઉત્તર- જેને ભ્રાંતિ કહીએ છીએ તે દર્શનમોહ જડમાં રહ્યો. તેનું કારણ તેનામાં છે તેમાં આત્માને શું છે? દર્શનમોહની જડ પ્રકૃત્તિ તેની પર્યાયનો કર્તા તો તેનો પરમાણું છે-આત્મા તેનો કર્તા છે જ નહીં. તેમ ચારિત્રમોહની બંધનરૂપ જે પર્યાય છે તેનો કર્તા પણ બંધનરૂપ પરમાણું છે, તેનો કર્તા આત્મા છે નહીં. એ તો સ્તુતિમાં આવે છે ને!
કર્મ બિચારે કૌન, ભૂલ મેરી અધિકાઈ.” આ કડી ચંદ્રપ્રભુ ભગવાનની સ્તુતિમાં આવે છે. કર્મ તો જડ-અજીવ છે, તે મારી ચીજને સ્પર્શતા પણ નથી. હું મારી ભૂલથી ભૂલ કરું છું. અને ભૂલનો ટાળવાવાળો પણ હું છું. સમજમાં આવ્યું !?
આહાહા! જે સત્તામાત્ર વસ્તુ છે તે ત્રિકાળ (ત્રણેકાળ) અવસ્થારૂપ થાય છે. લોકો દાંત આપે છે ને કે-પાણીનો પ્યાલો છે તો તેમાં જેવો રંગ નાખો તેવી પર્યાય થાય છે. તેની માન્યતા નિમિત્ત પ્રધાન છે. છાપામાં આવું ઘણું આવે છે. તે બધું ખોટું છે તેમ કહે છે. જ્યારે પર્યાય પોતાનાથી લાલ રંગ રૂપ થાય છે તે પોતાથી થાય છે. લાલ રંગ પડ્યો માટે તેનાથી થઈ છે તેમ નથી. પરથી શું થાય છે? પરને તો અડતો પણ નથી.
શ્રી સમયસારની ત્રીજી ગાથામાં આવ્યું છે કે પ્રત્યેક આત્મા અને પ્રત્યેક રજકણ પોતાની ગુણ-પર્યાયરૂપ શક્તિને સ્પર્શે છે... ચૂંબે છે. પરને તો ત્રણકાળમાં કયારેય
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #300
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૮૮
કલશામૃત ભાગ-૨
સ્પર્શતા નથી.. ચૂંબતા નથી. આહા... હા ! આ બાળક હોય ને નાનકડાં તેનાં કોમળ ગાલ ઉ૫૨ ચુંબન કરે છે ને!? કહે-ના... ના, તેના ગાલને ચુંમતા-અડતા નથી. બાળકના ગાલને બીજાના ગાલ અડતા નથી.
શ્રોતા:- એ તો આપ કહો છો ને ?!
ઉત્ત૨:- આ વાત ન્યાયથી તો કહે છે, ભગવાન !
આહા... હા ! પોતાની સત્તામાં જે ગુણ પર્યાય છે તે પોતાની સત્તામાં રહેલ જે સત્ત્વ છે તેને એકત્વચુંબન કરે છે. ૫૨ની પર્યાય જે દ્રવ્ય-ગુણ છે તેને ત્રણકાળમાં ચુંબન કરતા નથી.. એવી ચીજ છે.
“ ભાવાર્થ આમ છે-કે જે સત્તામાત્ર વસ્તુ અવસ્થારૂપ છે તેમ અવસ્થા પણ વસ્તુરૂપ છે, પરિગતિ: ચ સ્વાત્” ક્રિયા તે પણ સત્તામાત્ર વસ્તુની છે.
બીજાના કારણે અવસ્થા બદલી અને બીજાની સત્તા થઈ ગઈ તેમ છે નહીં. આહા... હા ! મિથ્યાદર્શનનો નાશ થઈને ચેતન શાયક સ્વભાવનું અવલંબન લેવાથી જે સમ્યગ્દર્શનની પર્યાય થઈ તો એક સમયમાં અવસ્થાન્તર થઈ ગયું. જે પર્યાય અવસ્થાન્તર થઈ તેનો કર્તા કોણ છે ? તેનો કર્તા આત્મા છે. જડકર્મ ખસ્યા–દૂર થયા માટે મિથ્યાત્વનો નાશ થયો તેવું ત્રણકાળમાં છે નહીં.
જે કોઈ સત્તા છે તે વસ્તુ છે અને તેની જે અવસ્થા છે તે પણ વસ્તુ છે. તે વસ્તુની અવસ્થા બીજા દ્રવ્યની છે અને તે બીજાદ્રવ્યથી થઈ છે તેમ ત્રણકાળમાં બનતું નથી. જુઓ, આ આંગળી છે. આંગળીની આવી અવસ્થા થઈ છે તો રજકણરૂપ સત્તા છે તેની
તે અવસ્થા છે. તેનાથી તે અવસ્થા થઈ છે. આત્માની ઇચ્છાથી કે આત્માના જ્ઞાનથી આંગળીની અવસ્થા થઈ છે તેવું ત્રણકાળમાં નથી.
“ ભાવાર્થ આમ છે કે ક્રિયા પણ વસ્તુમાત્ર છે, વસ્તુથી ભિન્ન સત્ત્વ નથી; યત્: અનેક્ અપિ પુત્ વ” કા૨ણ કે એક સત્ત્વના કર્તા-કર્મ-ક્રિયારૂપ ત્રણ ભેદ એવું પણ જો કે છે. ”
અહીં એક સત્ત્વના ત્રણ બોલ આવ્યા. આત્મા અથવા એક ૫૨માણુંની સત્તા તે પોતાની પર્યાયનો કર્તા છે. પર્યાયમાં જે રૂપાન્તરરૂપ ક્રિયા થાય છે તે ક્રિયાનો કર્તા અને ક્રિયાનું એ કર્મ તે પોતે છે. જે રાગ થયો તે આત્માનું કર્મ છે, અથવા જે સકિત થયું તે આત્માનું કર્મ છે. તે ત્રણે મળીને વસ્તુ તો એક જ છે–ત્રણેયમાં તું જ છો. સમજમાં આવ્યું ? અત્યારે તો મારગમાં બહુ ગરબડ થઈ ગઈ છે. લોકો પોકાર કરે છે કે-કર્મથી વિકાર થાય છે. કર્મથી વિકાર થાય છે તેમ ન માનો તો એકાંત થઈ જશે.. લોકો એમ કહે છે.
જ
ન
શ્રોતાઃ- આ પુસ્તક તેની પાસે છે ને?
ઉત્ત૨:- પુસ્તક પાસે હોય તો પણ આ વસ્તુ શું કરે ? પુસ્તક કાંઈ બોલે છે કે–
Please inform us of any errors on rajesh.shah@fotalise.co.uk
Page #301
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૮૯
કલશ-પર આવો અર્થ કરવો. તે તો પોતાની દૃષ્ટિથી અર્થ કરે છે.
અમને તો પૂર્વેની ભગવાનની-ગુગમવાણી અંદરમાં હતી. ત્યાં (શરીરમાં) આકરો રોગ આવી ગયો અને તે સહન થયો નહીં તેથી અહીં કાઠિયાવાડમાં અવતાર થઈ ગયો. અમને તો ભગવાનના ત્યાંના સંસ્કાર હતા. સૌ પહેલાં તે સંસ્કાર ૭૧ ની સાલમાં આવ્યા. આજથી બાસઠ વર્ષ પહેલાં.
ભગવાન ! તારી જ્ઞાનની પર્યાયમાં જે હીણપ થાય છે તે તારા પુરુષાર્થના કારણે થાય છે. તે ભાવઘાતિકર્મને કારણે થાય છે, દ્રવ્યઘાતિકર્મના કારણે નહીં. તારી પર્યાય જે હીણી થઈ તેનો કર્તા તું છો, તે ભાવઘાતિ કર્મથી ઉત્પન્ન થઈ છે. દ્રવ્યવાતિ છે તે તો જડ છે, તે તો નિમિત્ત છે (અને નિમિત્તથી કાર્ય ઉત્પન્ન થતું નથી.) આ બધા બુદ્ધિવાળા બહારના વકિલ હોય; આમાં બહુ ધ્યાન આપે નહીં અને પછી સંપ્રદાયમાં જય નારાયણ કર્યા કરે.
શ્રોતા- અમને એમ લાગે છે કે અધ્યાત્મથી આપ કહો છો તે ઠીક છે અને સંયોગથી તે કહે છે તે ઠીક છે.
ઉત્તર- સંયોગનાં કારણે પરમાં થાય છે તે વાત જૂઠી છે તેમ તો અહીં કહેવું છે. સંયોગને કારણે થાય છે તે વાત તો ચાલે છે. જ્ઞાનની પર્યાય જે હીણી થાય છે તે કર્તાનું કર્મ છે તે જ્ઞાનાવરણીયકર્મનું કાર્ય નથી. એકદમ જ્ઞાનાવરણીય કર્મનો નાશ થયો માટે કેવળજ્ઞાન થયું છે એમ નથી. પોતાની પર્યાય જ્યારે ઉગ્ર પુરુષાર્થપૂર્વક સ્વભાવમાં એકાગ્ર થાય છે તો તે પર્યાયમાં કેવળજ્ઞાન થયું. એ કેવળજ્ઞાનની પર્યાય કાર્ય અને આત્મા તેનો કર્તા છે. જ્ઞાનાવરણીય કર્મ દૂર થયું તો ત્યાં કર્મની પર્યાય અકર્મરૂપે થઈ. જૈનતત્ત્વ મીમાંસામાં લખ્યું છે કે-જ્ઞાનાવરણાદિ કર્મ દૂર થયા તો કર્મની પર્યાય અકર્મરૂપે થઈ, પરંતુ તેના કારણે કેવળજ્ઞાન થયું તે વાત કયાંથી આવી?
અહીંયા આપણે સંવત ૨૦૦૩ માં વિદ્વત પરિષદ ભરી હતી. તેમાં કુલ બત્રીસ પંડિતો આવ્યા હતા. ત્યાં પ્રવચન મંડપમાં ચર્ચા થઈ તેને ત્રીસ વર્ષ થયા. આ પરમાગમ મંદિર તો હમણાં સાડાત્રણ વર્ષ પહેલાં થયું. ત્યારે ફૂલચંદજી આવેલા. બીજા એક પંડિતને તાવ આવ્યો તેથી ફૂલચંદજીને રોકાવું પડ્યું. તો અઢાર દિવસ તેમને સાંભળવાનું મળ્યું. પછી તેમણે પંચાધ્યાયીમાં લખ્યું છે કે-પંચાધ્યાયીના અર્થ કર્યા છે તે સોનગઢના સંત કાનજીસ્વામીનો જે અનુભવપૂર્વક લાભ લીધો અને પછી આ અર્થ કર્યા છે. આ વાત પંચાધ્યાયીના પહેલા પેઈજ ઉપર લખી છે. તેમણે અઢાર દિવસ સાંભળ્યું તો તેમને થયું કે-આ વાત તો બીજી છે. પછી પંચાધ્યાયીના અર્થ કરતાં પહેલાં, પહેલા પાના ઉપર લખ્યું કે “આ પંચાધ્યાયીનો અનુવાદ છે તે સોનગઢના સંતની અનુભવપૂર્ણ વાણીથી મેં લખ્યો છે.”
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #302
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૯૦
કલશામૃત ભાગ-૨ અરે..! પ્રભુ! મારગ તો આવો છે. અહીં તો પરમાત્મા ન્યાયથી કહે છે. વાત તો ન્યાયથી–લોજીકથી છે, અને પોતાની સ્વતંત્રતાથી છે એવી વાત છે. વિકાર કેવી રીતે થયો? કર્મથી થયો તેમ માનવાનો તે સમયે અમે તો બિલકુલ નિષેધ કર્યો. કહ્યું કેપોતાનો વિકાર પોતાથી થાય છે કર્મથી થતો નથી. તો તેમને એમ લાગ્યું કે આ લોકોએ મૂળમાં ભૂલ કરી. જો વિકાર પુદ્ગલથી નથી થતો તો વિકાર સ્વભાવ થઈ જશે!? અરે..! શાંતિથી સાંભળ તો ખરો !
અમે વિહાર કરતાં-કરતાં કલકત્તા આવ્યા. ત્યાં ગજરાજજીને ત્યાં ભોજન હતું, ત્યાં શેઠ પ્રશ્નનો પત્ર લઈને આવ્યા. સાહેબ ! વિકાર પોતાથી થાય છે કે કર્મથી થાય છે? ત્યાં અમે ઉત્તર આપી દીધો છે. શેઠ હોય તો અમારે શું?! પ્રશ્ન આવ્યો- વિકાર કેવી રીતે થાય છે? વિકાર પોતાથી થાય છે. આ પ૩ નંબરનાં કળશમાં આવશે. “ભાવાર્થ આમ છે કે-જીવદ્રવ્ય પોતાની શુદ્ધ ચેતનારૂપે અથવા અશુદ્ધ ચેતનારૂપે વ્યાપ્ય-વ્યાપકપણે પરિણમે છે. તેનો અર્થ વિકારરૂપ અશુદ્ધરૂપે પરિણમવું કે શુદ્ધરૂપે પરિણમવું તે વ્યાપ્ય નામ કાર્ય છે તે આત્માનું છે પરનું કાર્ય નથી. થોડો થોડો અભ્યાસ તો કરવો પડશે. અહીં તો ઠપકો આપવો છે ને!? આહા.. હા! જિંદગીમાં આવી સ્વતંત્ર ચીજ સમજમાં ન આવે તો પ્રભુ ! તારું શું થશે!
પ્રશ્ન:- બધી જવાબદારી જ્ઞાન ઉપર જ આવી.
ઉત્તર- બીજું શું હોય ભગવાન ! તારું જ્ઞાન ખોટું તો બધું જ ખોટું અને તારું જ્ઞાન સાચું તો બધું સાચું. એવું આ લોકમાં ચાલે છે. ત્રણે સંપ્રદાયમાં ચાલે છે કે-કર્મથી વિકાર થાય છે. શ્વેતામ્બરમાં મુખ્યપણે આ વાત જ ચાલે છે. કારણ કે શ્વેતામ્બરમત તો પાછળથી લગભગ ૨૦૦૦ વર્ષ પહેલાં દિગમ્બરમાંથી જ નીકળ્યો છે તેથી તેમાં તો આજ ચર્ચા ચાલે છે.
ખેડાવાળા. શ્વેતામ્બરના જેઠાભાઈ છે. તેમણે પહેલી વખત આ વાત સાંભળી તો તેમને રુચિ નહીં, પછી બેઠી તો તેમને થયું કે-આ કોઈ બીજી વાત કરે છે. પછી તેમણે પચાસ પ્રશ્ન કાઢયા અને તેમના સાધુ સાથે ચર્ચા કરવા ગયા. તો રામવિજય સાધુએ એમ કહ્યું કે મારી પહેલી શરત એ છે કે-કર્મથી વિકાર થાય છે તેને સાચું માનો તો અમે તમારી સાથે ચર્ચા કરીએ. આહા... હા! શ્વેતામ્બરમાં આ ચીજ છે જ નહીં. આવી સ્પષ્ટતા તો દિગમ્બરમાં જ છે.. બીજે કયાંય છે જ નહીં.
જુઓ, અહીં પ૩ કળશના ભાવાર્થમાં શું કહે છે.. “જીવદ્રવ્ય પોતાની અશુદ્ધ ચેતનારૂપ કે શુદ્ધ ચેતનારૂપ” જે સમ્યગ્દર્શન-જ્ઞાનરૂપ પરિણતિ અથવા અશુદ્ધ ચેતનારૂપ પુણ્ય-પાપ-મિથ્યાત્વરૂપી પરિણતિનો વ્યાપ્ય-વ્યાપકરૂપ કર્તા છે. પરિણતિ વ્યાપ્ય છે અને આત્મા વ્યાપક છે. તેમ હોય છે. પુદ્ગલ દ્રવ્ય પોતે પોતાના લક્ષણરૂપ શુદ્ધ પરમાણુરૂપ
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #303
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કલશ-૫૨
૨૯૧ અથવા જ્ઞાનાવરણાદિરૂપ (અશુદ્ધરૂપે) પોતાનામાં વ્યાપ્યરૂપ થઈને પરિણમે છે. તે પરને કારણે પરિણમતા નથી. આ પુસ્તક તો રાજમલ્લજીનું કરેલું છે, અમારું કરેલું નથી. આહા.... હા ! વસ્તુની સ્થિતિ જ આવી છે. ભાઈ ! અમે તો આ વાત પહેલેથી જ કહીએ છીએ. અમે કહ્યું હતું કે પ્રભુ! ક્રમબદ્ધ પર્યાય જે સમયે જે થવાવાળી છે તે થવાની જ છે.
શ્રી પ્રવચનસારનો શેય અધિકાર છે. શેય અધિકાર કહો કે સમકિતનો અધિકાર કહો. તેની ૧૦ર ગાથામાં આ વાત ચાલી હતી. શેયનો સ્વભાવ એવો છે કે જે સમયે જે પર્યાય ઉત્પન્ન થવાવાળી છે તે થશે જ તે તેની જન્મક્ષણ છે. આવા શેય સ્વભાવની પ્રતીતિ કરવી તે સમકિત છે. આમાં છએ દ્રવ્યનો સ્વભાવ આવી ગયો. પ્રત્યેક દ્રવ્યની પ્રત્યેક પર્યાયનો જન્મ નામ ઉત્પન્ન થવાનો જે કાળ છે તે કાળે વિકાર કે અવિકાર તે સમયે થાય છે.
પ્રવચનસાર ૧૦૧ ગાથામાં તો એમ લીધું છે કે-ઉત્પાદ ઉત્પાદથી થાય છે, ઉત્પાદ વ્યયથી કે ધ્રુવથી થતો નથી. પ્રવચનસાર બીજા અધિકારમાં શેયની વ્યાખ્યા છે. જયસેન આચાર્યે લખ્યું છે કે આ સમકિતનો અધિકાર છે. શેયનો સ્વભાવ જ એવો છે કે વિકાર કે અવિકાર જે થાય છે તે પોત પોતાના સમયમાં ઉત્પન્ન થાય છે. અને એક બીજી વાત કે-ઉત્પાદ. ઉત્પાદના કારણથી છે, વ્યય વ્યયના કારણથી છે. અને ધ્રુવ ધ્રુવના કારણથી છે. ઉત્પાદ ધ્રુવના કારણથી નથી, ઉત્પાદ વ્યયના કારણે પણ નથી. આહા... હા ! આવો શેયનો સ્વભાવ છે. ૧૦૦, ૧૦૧, ૧૦૨ તે સમકિતની ગાથા છે.
૯૯ ગાથામાં તો એમ લીધું કે-પોત પોતાના અવસરમાં પ્રત્યેક દ્રવ્યની પર્યાય થાય છે. એવો પાઠ છે. મોતીની માળા હોય છે તેમાં જ્યાં જ્યાં મોતી છે ત્યાં તે રહે છે, તે આગળ-પાછળ થતાં નથી. તેમ ભગવાનરૂપી આત્મામાં પર્યાયરૂપી માળા જે સમયે જે થવાની તે સમયે તે મણકામાં પર્યાયરૂપી માળા હોય છે, તે આગળ-પાછળ થતી નથી.
લોકોને એમ લાગે છે કે બધી વાત ઉડાડી દીધી. આપણે લોકો મૂળમાં ભૂલ્યા છીએ. બધા લોકોને ડૂબાડી દેશે. અરે.. ભગવાન! આ તું શું કહે છે?! એને બિચારાને ખબર નથીને!
અહીંયા કહે છે-અશુદ્ધ કે શુદ્ધ પરિણતિ પોતાનાથી વ્યાપ્ય વ્યાપક છે પરની સાથે વ્યાપ્ય વ્યાપકપણે નથી. તે પ્રમાણે ક્રિયા પણ વસ્તુમાત્ર છે તે વસ્તુથી ભિન્ન સત્ત્વ નથી. “યત: ગનેર્ પ એમ્ ઇવકારણ કે એક સત્ત્વના કર્તા-કર્મ-ક્રિયારૂપ ત્રણ ભેદ એવું પણ જોકે છે તો પણ સત્તામાત્ર વસ્તુ છે તે એક છે.” વસ્તુ એક છે. વસ્તુના કર્તાકર્મ-ક્રિયા તે ત્રણેનો કર્તા એક જ ચીજ છે. તેને પરની સાથે કાંઈ સંબંધ છે નહીં. “એવું પણ જોકે છે તો પણ સત્તામાત્ર વસ્તુ છે, ત્રણેય વિકલ્પો જૂઠા છે.” જુઓ, રાગનો કર્તા જીવને કહેવો તે તો નથી પરંતુ ત્રણ ભેદ પાડવા તે પણ જૂઠું છે.
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #304
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૯૨
કલશામૃત ભાગ-૨ ભાવાર્થ આમ છે કે-જ્ઞાનાવરણાદિ દ્રવ્યરૂપ પુગલપિંડ-કર્મનો કર્તા જીવ વસ્તુ છે એવું જાણપણું મિથ્યાજ્ઞાન છે, કેમકે એક સત્વમાં કર્તા-કર્મ-ક્રિયા ઉપચારથી કહેવાય છે;
જુઓ ભાષા! એક સત્ત્વમાં પણ ઉપચારથી કહેવાય છે. પોતાના વિકારી કે અવિકારી પરિણામ તે પોતાનું કાર્ય અને આત્મા કર્તા તે પણ ઉપચારથી છે-વ્યવહારથી છે. બાકી પર્યાય પર્યાયનો કર્તા છે અને પર્યાય પર્યાયનું કર્મ છે તે યથાર્થ છે. “ભિન્ન સત્વરૂપ છે જે જીવદ્રવ્ય અને પુદગલદ્રવ્ય તેમને કર્તા-કર્મ-ક્રિયા કયાંથી ઘટશે? પોતાનામાં ત્રણ સ્વતંત્ર છે અને તેનો કર્તા આત્માને કહેવો તે ઉપચારથી છે. તો પછી જડકર્મ કર્યા છે તે કેવી રીતે ઘટશે તે વિચારવું.
પુરુષાર્થ સિદ્ધિ ઉપાયમાં અમૃતચંદ્રાચાર્યે રાગાદિના પ્રાદુર્ભાવને હિંસા કહી છે, અને રાગાદિના અપ્રાદુર્ભાવને અહિંસા કહી છે. આવો ધોધમાર્ગ છે અને એ ધોધમાર્ગને કહેનારું વીતરાગ સર્વજ્ઞ દેવનું વચન છે તે આગમ છે. તે આગમમાં રાગને જડસ્વભાવ અજીવ કહ્યો છે, તે જીવને લાભ કેમ કરે? જીવને જીવનો સ્વભાવ લાભ કરે પણ રાગાદિ કદીય લાભ ન કરે.
(પ્રવચન રત્નાકર ભાગ-૩ પેઈજ નં. ર૩)| જ્ઞાનરૂપી સરોવરમાં તું જ પોતે ચૈતન્યકમળ છે. સ્વભાવ સન્મુખ પર્યાયનો પુરુષાર્થ તે ભ્રમર છે. તે તું જ છે. તું જ તે ચૈતન્ય કમળમાં ભ્રમર થઈ એકત્વ પામ, ચૈતન્યના આનંદ રસનો ભોક્તા થા. આ ચૈતન્યકમળ જ્ઞાનાનંદના રસથી અત્યંત ભરેલું છે. તેમાં તું નિમગ્ન થઈ એકલા જ્ઞાનાનંદરસ ને પી. આહાહા ! તું નિર્મળ પર્યાયરૂપ ભ્રમર થઈને ત્રિકાળી એકરૂપ ચૈતન્યરસમાં નિમગ્ન થા. તેથી તને આનંદનો અભુત અનિર્વચનીય આસ્વાદ પ્રાપ્ત થશે. શુદ્ધાત્માની પ્રાપ્તિ થશે. તું આત્માનો અભ્યાસ કરે અને પ્રાપ્તિ ન થાય એમ કદી બને જ નહીં.
( પ્રવચન રત્નાકર ભાગ-૩ પેઈજ નં. ૩૩-૩૪)|
)
જ )|
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #305
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કલશ-૫૩
કલશ ન ઃ ૫૩
( આર્યા )
''
नोभौ परिणमतः खलु परिणामो नोभयोः प्रजायेत । उभयोर्न परिणतिः स्याद्यदनेकमनेकमेव स्यात्।। ८-५३।। ખંડાન્વય સહિત અર્થ:- “ વસ્તુ સમૌ ન પરિળમત: ” (વસ્તુ) એવો નિશ્ચય છે કે (૩ૌ) એક ચેતનાલક્ષણ જીવદ્રવ્ય અને એક અચેતન કર્મ-પિંડરૂપ પુદ્ગલદ્રવ્ય (ન પરિણમત: ) મળીને એક પરિણામરૂપે પરિણમતાં નથી; [ ભાવાર્થ આમ છે કે જીવદ્રવ્ય પોતાની શુદ્ધ ચેતનારૂપે અથવા અશુદ્ધ ચેતનારૂપે વ્યાપ્ય-વ્યાપકપણે પરિણમે છે, પુદ્ગલદ્રવ્ય પણ પોતાના અચેતન લક્ષણરૂપે-શુદ્ધ પરમાણુરૂપે અથવા જ્ઞાનાવરણાદિ કર્મપિંડરૂપે પોતાનામાં વ્યાપ્ય-વ્યાપકપણે પરિણમે છે, વસ્તુનું સ્વરૂપ એવું તો છે પરંતુ જીવદ્રવ્ય અને પુદ્ગલદ્રવ્ય બંને મળીને, અશુદ્ધ ચેતનારૂપ છે જે રાગ-દ્વેષરૂપ પરિણામ તે-રૂપે પરિણમે છે એમ તો નથી; અથવા જીવ અને પુદ્ગલ મળીને જ્ઞાનાવરણાદિ પુદ્ગલકર્મપિંડરૂપે પરિણમે છે એમ તો નથી; ] “ સમયો: પરિણામ: ન પ્રખાયેત ” ( સમયો: ) જીવદ્રવ્ય અને પુદ્ગલદ્રવ્ય તેમના (રિણામ: ) બંને મળીને એકપર્યાયરૂપ પરિણામ (ન પ્રનાયત) થતા નથી; “ સભયો: પરિણતિ: ન ચાલ્” ( સમયો: ) જીવ અને પુદ્ગલની (પરિણતિ:) મળીને એક ક્રિયા (ન સ્યાત્) થતી નથી;વસ્તુનું સ્વરૂપ આવું જ છે; “ યત: અનેક્ અનેક્ વ સવા” (યત:) કા૨ણ કે (અનેમ્) ભિન્ન સત્તારૂપ છે જીવ-પુદ્ગલ (અનેમ્ પુર્વ સવા) તે તો જીવપુદ્ગલ સદાય ભિન્નરૂપ છે, એકરૂપ કેમ થઈ શકે? ભાવાર્થ આમ છે કે જીવદ્રવ્યપુદ્ગલદ્રવ્ય ભિન્ન સત્તારૂપ છે તે જો પહેલાં ભિન્ન સત્તાપણું છોડી એક સત્તારૂપ થાય તો પછી કર્તા-કર્મ-ક્રિયાપણું ઘટે. તે તો એકરૂપ થતાં નથી તેથી જીવ-પુદ્ગલનું ૫૨સ્પ૨ કર્તા–કર્મ–ક્રિયાપણું ઘટતું નથી. ૮-૫૩.
',
પ્રવચન નં. ૬૮
તા. ૧૬-૮- ’૭૭
૨૯૩
કલશ-૫૩ : ઉ૫૨ પ્રવચન
કળશટીકાનો કર્તાકર્મ અધિકાર તેનો ૫૩ નંબરનો શ્લોક છે. “હજુ સૌ ન પરિણમત: ” એવો નિશ્ચય છે કે એક ચેતના લક્ષણ જીવદ્રવ્ય અને એક અચેતન કર્મ પિંડરૂપ પુદ્ગલ દ્રવ્ય ( ન પળિમત: ) મળીને એક પરિણામ રૂપે પરિણમતાં નથી; ” શું કહે છે ? ‘ વસ્તુ’ એવો નિશ્ચય છે કે એક ચેતના લક્ષણ જીવદ્રવ્ય અને એક અચેતન કર્મરૂપ દ્રવ્ય અજીવ આ બે દ્રવ્યો વચ્ચેની વાત છે. કેમકે જીવ જેટલા પ્રમાણમાં
Please inform us of any errors on rajesh.shah@fotalise.co.uk
Page #306
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૯૪
કલશામૃત ભાગ-૨ પોતાથી રાગ-દ્વેષ કરે છે ત્યારે ત્યાં તેટલા પ્રમાણમાં કર્મ બંધાય છે. છતાં તે કર્મની પર્યાયનો કર્તા આત્મા નથી. આત્માની પર્યાય જે રાગ તે કર્મબંધની પર્યાયનો કર્તા નથી.
પ્રશ્ન થાય છે કે-તે બન્ને એક સાથે છે ને? તો કહે છે. એક સાથ ભલે હો ! પરંતુ અહીંયા રાગ-દ્વેષ થયો અને ત્યાં કર્મબંધ થયો ચારિત્ર મોહમાં, જે ચારિત્ર મોહની પર્યાય બંધનરૂપ થઈ તેનો આત્મા કર્તા નથી. અજ્ઞાની આત્મા પોતાના પરિણામમાં રાગ-દ્વેષ કરે છે તેનો કર્તા છે. અહીંયા આ બે વાત જ લેશે.
બે વાત ? આનંદસ્વરૂપ ભગવાન તે પોતાના જ્ઞાતા-દેખાપણે પરિણમે તો પણ તે પોતાની પર્યાયનો કર્તા છે. અજ્ઞાની જીવ અશુદ્ધ વિકારપણે પરિણમે તો પણ તે પોતાની વિકારી પર્યાયનો કર્તા છે. શુદ્ધ જ્ઞાતાદેષ્ટા આનંદના પરિણામ તે જ્ઞાનીનું કાર્ય છે. આહા. હા! તે ધર્મીનું કાર્ય છે. પોતાનો ચૈતન્ય આનંદસ્વરૂપ જ્ઞાયક સ્વભાવ જે છે તેના જે આનંદ અને શાંતિના નિર્મળ પરિણામ તેનો કર્તા ધર્મી જીવ છે. તે પોતાના નિર્મળ પરિણામનો કર્તા થયો તો તે કર્મના નાશનો પણ કર્તા થયો તેમ છે નહીં. સમજમાં આવ્યું? સૂક્ષ્મવાત છે.
અનંતકાળથી તેણે સ્વતત્ત્વ શું ચીજ છે તે ઉપર દૃષ્ટિ કરી જ નથી. બધી રમતું બહારમાં રમ્યો; તેમાં પણ પોતાની પર્યાયને છોડીને તેણે બહારની પર્યાયમાં કયારેય પ્રવેશ કર્યો જ નથી. સમજમાં આવ્યું?
અહીંયા કહે છે-“૩મી” એક ચેતના લક્ષણ જીવદ્રવ્ય અને એક અચેતન કર્મ-પિંડરૂપ પુદ્ગલ દ્રવ્ય (પરિણમત:) મળીને એક પરિણામ સ્વરૂપે પરિણમતા નથી.”
જીવના પરિણામ અને કર્મના પરિણામ બન્ને મળીને જીવના પરિણામ થતા નથી. એમ આત્માના પરિણામ અને પુદ્ગલના પરિણામ બે મળીને પુદ્ગલના પરિણામ થતા નથી. કુંભારના પરિણામ અને માટીના ઘટરૂપ પરિણામ તે બેથી મળીને ઘટના પરિણામ થયા નથી. ઘટ છે તે બે દ્રવ્યનું કાર્ય નથી, તે એકલી માટીનું જ કાર્ય છે.
પ્રશ્ન થાય કે-જડ છે તેમાં વળી કાર્ય શું? જડ છે તો શું થયું! તે પોતાનું પરિણમન કરે છે કે નહીં? સમજમાં આવ્યું?
ભાવાર્થ આમ છે કે જીવદ્રવ્ય પોતાની શુદ્ધ ચેતનારૂપે અથવા અશુદ્ધ ચેતનારૂપે વ્યાપ્ય-વ્યાપકપણે પરિણમે છે, જુઓ બન્ને દ્રવ્યની વાત લીધી. પોતાનો આત્મા ચૈતન્ય ચીજ અતીન્દ્રિય આનંદસ્વરૂપ ભગવાન આત્માનું જ્યારે રાગથી ભિન્ન થઈને અનુભવ કર્યો તો તે અનુભવની પરિણતિનો કરવાવાળો જીવ જ છે. વાણીથી અનુભવ થાય છે કે તીર્થકરના દર્શનથી થાય છે તેમ નથી. તે નિર્મળ પરિણતિ બે દ્રવ્યોની નથી પરંતુ એક આત્માની જ છે એમ કહે છે. સમાજમાં આવ્યું?
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #307
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કલશ-૫૩
૨૯૫ પ્રશ્ન- અરિહંતે ચાર ઘાતિયા કર્મનો નાશ કર્યો તેમ તો આવે છે ને?
ઉત્તર- કર્મનો નાશ કર્યો એતો નિમિત્તથી કથન છે. કર્મની પર્યાયમાં ત્યારે અકર્મરૂપ થવાનો કાળ હતો તો તે અકર્મરૂપ થઈ. આત્માએ વિકારનો નાશ કર્યો અને કર્મનો પણ નાશ કર્યો તેમ બે પરિણામનો કર્તા નથી.
આહા.. હા! ભાષાની પર્યાય થાય છે અને સામે શ્રોતાને જ્ઞાનની પર્યાય ઉત્પન્ન થાય છે, તો તે બન્ને પરિણામનો કર્તા આત્મા નથી. ભાષાની પર્યાયનો અને જ્ઞાનની પર્યાયનો કર્તા આત્મા નથી. ભાષાની પર્યાય આત્માએ કરી અને સામે જ્ઞાનની પર્યાયે ભાષાની પર્યાયને કરી પ્રેમ છે નહીં. આવી વાત છે ભાઈ ! વીતરાગનું વિજ્ઞાન આવું છે.
“જીવદ્રવ્ય પોતાની શુદ્ધ ચેતનારૂપ” આ ક્રિયા.. જુઓ! આહા. હા ! જ્યાં દયાદાન, વ્રત-ભક્તિ, ઉપદેશ સાંભળવાનો જે વિકલ્પ તેનાથી પણ ભિન્ન પોતાની ચીજ આનંદકંદ, શાકભાવથી ભરેલી એવી અંતરમાં શુદ્ધ ચૈતન્યદ્રવ્યની દ્રવ્યદૃષ્ટિ થતાં જે નિર્મળ પરિણતિ થઈ તેનો કર્તા જીવ છે. કર્મએ માર્ગ આપ્યો તેથી નિર્મળ પરિણામ થયા અથવા કર્મ થોડા ઉઠી ગયા, કર્મએ માર્ગ આપી દીધો માટે આવા ધર્મના પરિણામ થયા તેમ છે નહીં.
શ્રોતા:- દ્રવ્યદૃષ્ટિથી પરિણતિ થઈ ગઈ !
ઉત્તર- એ દ્રવ્યદૃષ્ટિ જ પરિણતિ છે. ત્રિકાળી તો ધ્રુવ છે. ધ્રુવ ઉપર દષ્ટિ દેવાથી સમ્યગ્દર્શન આદિ પર્યાયો ઉત્પન્ન થાય છે. તે શુદ્ધ ચેતના પરિણામ છે. તે પરિણામનો આત્મા કર્તા છે તેમ ઉપચારથી કહેવામાં આવે છે. બાકી ચેતના પરિણામનો કર્તા પરિણામ છે. અહીંયા તો આ કળશમાં તો) પરથી ભિન્ન પાડવાની વાત ચાલે છે. બહુ સૂક્ષ્મ વાત ભાઈ !
અનંતકાળથી તત્ત્વની દૃષ્ટિ કરી નથી. આત્મા શું ચીજ છે તેની કયારેય જિજ્ઞાસા કરી નથી. અગિયાર અંગ ભણી નાખ્યા અને વસ્તુને છોડી દીધી.
અહીંયાતો પરમાત્મા એમ કહે છે મારી સામે તારી દૃષ્ટિ હશે તો તને રાગ થશે. કેમકે અમે પરદ્રવ્ય છીએ. જે રાગ થયો છે તે અમારા કારણે નથી થયો. સમજમાં આવ્યું?
આહા. હા! તે શુદ્ધ ચેતના તે પોતાની પર્યાય અથવા અશુદ્ધ ચેતનારૂપ રાગવૈષરૂપ મિથ્યા પરિણામ તે વ્યાપ્ય નામ કાર્ય છે અને અજ્ઞાનભાવે આત્મા તેનો કર્તા છે. સમજમાં આવ્યું? વ્યાપ્ય વ્યાપકમાં વ્યાપ્ય તે તો અવસ્થા છે તે કાર્ય છે અને વ્યાપક એટલે દ્રવ્ય તેનો કર્તા છે. અજ્ઞાનભાવે દ્રવ્ય વિકારની અવસ્થાનો કર્તા છે. દ્રવ્ય વ્યાપક છે અને વિકારની અવસ્થા તેનું વ્યાપ્ય નામ કાર્ય છે. આ રીતે વ્યાપ્ય-વ્યાપક પોતાનામાં હોય છે. કર્મમાં તેનું વ્યાપ્ય-વ્યાપક છે. કર્મ વ્યાપ્ય થઈને પોતાનું કાર્ય રાગને કરાવી દે તેમ છે નહીં.
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #308
--------------------------------------------------------------------------
________________
૨૯૬
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કલશામૃત ભાગ-૨
વ્યાપ્ય વ્યાપકરૂપ પરિણમે છે. ” આહા.. હા ! પોતાનો શુદ્ધ ચૈતન્ય નિત્યાનંદ પ્રભુ તેનો સ્વીકા૨ ક૨વાથી જે શુદ્ધ ચેતના પરિણામ થયા એ વ્યાપ્ય છે અને આત્મા વ્યાપક છે. આત્માના જ્ઞાન અને ભાન વિના પરના લક્ષથી જે વિકારી પરિણામ થયા તે વિકારી પરિણામ વ્યાપ્ય છે અને અજ્ઞાની આત્મા તેનો વ્યાપક છે. આ રીતે વ્યાપ્ય વ્યાપકતારૂપ પરિણમે છે.
ܕܕ
પુદ્ગલ દ્રવ્ય પણ પોતાના અચેતન લક્ષણરૂપ ૫૨માણું તે એકલા શુદ્ધપણે પરિણમો પરંતુ તે પરિણામનો કર્તા તેનો ૫૨માણું છે. જ્ઞાનાવર્ણાદિ કર્મપિંડરૂપ પુદ્ગલ દ્રવ્ય પોતાનામાં વ્યાપ્ય-વ્યાપકરૂપ પરિણમે છે. જ્ઞાનાવર્ણાદિ આઠ પર્યાયો કર્મની થાય છે. પર્યાય થઈ તે વ્યાપ્ય અને ૫૨માણું વ્યાપક છે. આત્માએ રાગ કર્યો તો આત્મા વ્યાપક થઈને કર્મની પર્યાયને કરે તેમ છે નહીં. ભારે કામ ભાઈ ! વસ્તુનું સ્વરૂપ જ આવું છે. પોતે પોતામાં વ્યાપ્ય વ્યાપકરૂપ થવું તે તો વસ્તુનું સ્વરૂપ છે.
જુઓ ! આ શરીર ચાલે છે તો અવસ્થા વ્યાપ્ય છે અને એ ૫૨માણું વ્યાપક છે. પરંતુ આત્મા વ્યાપક થઈને તે પુદ્ગલની અવસ્થારૂપ વ્યાપ્યને કરે તેવું બિલકુલ નથી. અજ્ઞાની કેટલું અભિમાન કરે કે-શ૨ી૨ની ક્રિયા મેં કરી, વાણી મેં કરી.. આહાહા ! તે બધા પરિણામ તો ૫૨ના છે. ૫૨ના પરિણામ તે મારું વ્યાપ્ય અને હું તેનો વ્યાપક તે જૂઠી વાત છે.
શ્રોતા:- ગ્રંથ તો આ જ છે છતાં બીજો અર્થ કયાંથી કાઢો છો ?
ઉત્તર:- ગ્રંથ તો આ જ છે. કયાંથી કાઢીએ છીએ તેની તમને ખબર પડી ગઈ. પોતાની દૃષ્ટિથી કાઢીએ છીએ.
ખૂબી તો અહીં છે કે—“ જીવ દ્રવ્ય અને પુદ્ગલ દ્રવ્ય બન્ને મળીને અશુદ્ધ ચેતનારૂપ પરિણામને કરે છે તેમ છે નહીં.” જુઓ! જયસેન આચાર્ય ભગવાનની ટીકામાં “ દૃષ્ટાંતમાં આવે છે કે-એક પુત્ર છે તેની ઉત્પત્તિ માતા પિતા બન્નેના મળવાથી થઈ છે. પુત્ર બન્નેનો છે. તેમ વિકા૨ છે તે એકલા જીવનો છે તેમ નથી. પુદ્ગલ અને જીવ બન્ને મળીને વિકાર થાય છે એ કહે છે. આવો પાઠ છે. ત્યાં તો પ્રમાણજ્ઞાન કરવાની વાત છે. જ્યારે વિકા૨ થયો ત્યારે સામે કર્મ નિમિત્તરૂપે હતું તેમ જ્ઞાન કરાવ્યું, પરંતુ નિમિત્તથી થયું નથી.
તે
પ્રમાણનો અર્થ શું? નિશ્ચયથી તો વિકાર પોતાથી થયો છે. આ નિશ્ચયને લક્ષમાં રાખીને નિમિત્ત શું છે! તેનું મિલાન કરવું તેનું નામ પ્રમાણજ્ઞાન છે.
પ્રશ્ન:- તે જ્ઞાન સાચું કે જૂઠું છે ?
ઉત્ત૨:- એ તો કહ્યું, નિશ્ચય રાખીને નિમિત્તને ભેળવવું તેનું નામ પ્રમાણ જ્ઞાન છે–બેનું જ્ઞાન છે. જો નિશ્ચય ન મળે તો તે પ્રમાણ સત્ય છે જ નહીં.
Please inform us of any errors on rajesh.shah@tofalise.co.uk
Page #309
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કલશ-૫૩
૨૯૭
પ્રશ્ન:- પ્રમાણજ્ઞાન નિશ્ચયરૂપ નહીં હોતા !?
ઉત્ત૨:- નિશ્ચય તો છે જ. રાગ, રાગથી થયો છે, વિકાર, વિકારથી થયો છે તે તો નિશ્ચય જ છે. પરંતુ તે ઉપરાંત બેનું જ્ઞાન કરાવવા માટે બેનું કાર્ય છે તેમ કહેવામાં આવ્યું છે. બે મળીને વિકાર થયો જ નથી.
શ્રોતા:- આપે શું કહ્યું તે સમજમાં નથી આવ્યું...
ઉત્ત૨:- જેમ માતા-પિતા બેનો પુત્ર હોય છે, તો અહીંયા કહે છે-બે થઈને પુત્ર થતો જ નથી. પુત્ર પુત્રને કા૨ણે થાય છે. એમ ત્યાં કહે છે કે-આત્મા અને કર્મ બે મળીને વિકાર થાય છે તે તો પ્રમાણજ્ઞાનથી વાત છે. નિમિત્તની (હૈયાતિ ) બતાવવા કહ્યું છે. નિમિત્ત છે કે નહીં ? છે તો તેનું જ્ઞાન કરાવવા કહ્યું છે.
અહીંયા તો કહે છે કે–જુઓ ! કર્મ અને જીવદ્રવ્ય બન્ને મળીને અશુદ્ધ ચેતનારૂપ અર્થાત્ રાગદ્વેષ પરિણામરૂપ પરિણમે છે તેમ નથી. અત્યારે તો ઘણી ગરબડ કરી દીધી. બધી જગ્યાએ આમ જ ચાલે છે. વિકાર પોતાથી અને કર્મથી બેથી થાય છે તેમ માને છે. શ્રોતા:- પુસ્તક પુસ્તકમાં ફેર છે ને ? ગોમ્મટસારમાં બીજું કાંઈ લખ્યું છે.
ઉત્ત૨:- ગોમ્મટસા૨માં નિમિત્તથી કથન કર્યું છે. જ્ઞાનાવરણીયકર્મ તેમાં શું આવ્યું ? જ્ઞાનને ૫૨દ્રવ્ય આવ૨ણ કરે છે? શું એક દ્રવ્ય બીજા દ્રવ્યને આવ૨ણ કરે છે ? પોતાના જ્ઞાનની હીણી પરિણતિ પોતાથી થાય છે. જ્યારે ભાવઘાતી કર્મ થયું તેમાં જ્ઞાનાવરણીયને નિમિત્ત કહેવામાં આવે છે. પરંતુ તેનાથી થયું નથી.
પ્રશ્ન:- આ વાત કયા ગ્રંથમાં છે?
ઉત્તર:- પ્રવચન સારમાં સોળમી ગાથામાં છે. “ એ રીતે સ્વયમેવ છ કારકરૂપ થતો હોવાથી, અથવા ઉત્પત્તિ-અપેક્ષાએ દ્રવ્યભાવ ભેદે ભિન્ન ઘાતિકર્મોને દૂર કરીને સ્વયમેવ આવિર્ભૂત થયો હોવાથી, ‘સ્વયંભૂ' કહેવાય છે. ” ભાવઘાતિમાં પોતાની જ્ઞાનની પર્યાયને પોતાથી ાણી કરે છે... તે ભાવઘાતિ છે, અને તેમાં દ્રવ્ય-ઘાતિ નિમિત્ત છે.
,
એ દ્રવ્યઘાતિ અને ભાવઘાતિ બન્નેને દૂર કરીને.. તેનો અર્થ શુ ? –તે સ્વયમેવ આવિર્ભૂત થયો હોવાથી.. વિકા૨ પર્યાયને અને અલ્પજ્ઞાનને દૂર કરીને.. તો અસદ્ભૂત વ્યવહા૨ે નિમિત્તને દૂર કરીને તેમ કહેવામાં આવ્યું. પોતાનો આત્મા જ્ઞાનસ્વરૂપે અને આનંદસ્વરૂપે આવિર્ભૂત થઈ પ્રગટ થયો. પોતાની પર્યાયમાં કેવળજ્ઞાન જે ઝળહળ જ્યોતિ છે તેવો સ્વયંભૂ ભગવાન પ્રગટ થયો. ‘ સ્વયંભૂ ’ તો એટલે કહ્યું કે-ભગવાન કોઈ બીજો છે તેમ નથી.
અહીંયા તો ભગવાન આત્મા જ સ્વયંભૂ છે. પોતાથી પોતાની કેવળજ્ઞાનની પર્યાય કર્તા, કર્મ, કરણથી ઉત્પન્ન કરી છે. તેમાં કર્મની કોઈ અપેક્ષા નથી. નિમિત્ત છે પણ નિમિત્ત છે તે કર્તા નથી. નિમિત્ત-નૈમિત્તિક સંબંધ તે બીજી ચીજ છે. અને નિમિત્ત ને
Please inform us of any errors on rajesh.shah@fotalise.co.uk
Page #310
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૯૮
કલશાકૃત ભાગ-૨ કર્તા માનવો તે બીજી ચીજ છે.
આ વાતને તે પંડિતે કબૂલ કરી છે. ૨૦૧૩ની સાલમાં ફેરફાર હતો. હમણાં બે વાત કબૂલ કરી. (૧) ક્રમબદ્ધ છે. દરેક દ્રવ્યની પર્યાય ક્રમબદ્ધ થાય છે. એક પછી એક થવાવાળી પર્યાય જ્યાં જ્યાં જે દ્રવ્યની જેવી પર્યાય થવાની હોય તે જ થાય છે. ક્રમબદ્ધ નહીં માનો તો સર્વજ્ઞ સિદ્ધ થતા નથી. (૨) સોનગઢ વાળા નિમિત્તને નથી માનતા તેવું નથી. નિમિત્ત પરમાં કાંઈ કરે છે તેમ માનતા નથી. હમણાં આ બે વાત આવી. ૨૦૧૩ની સાલમાં તો તેની માન્યતા વિપરીત હતી. ૨૦ વર્ષ પહેલાં વર્ણજીની સાથે ચર્ચા કરી હતી. પછી કહ્યું, ભાઈ ! આ વાદવિવાદનો વિષય નથી. આ તો પોતાના હિતની વાત છે. સમજમાં આવ્યું?
આપણે બપોરે પ્રવચનમાં શક્તિ ચાલે છે ને! પોતાનો શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ ભગવાન, દ્રવ્ય શક્તિનો પિંડ પ્રભુ છે. આહા. હા! તે સુખશક્તિનો તો ભંડાર છે. આનંદની નિધાનની ખાણ છે. (અજ્ઞાની) બહારથી રાજી થાય-ખુશી થાય તે મિથ્યાભ્રમ છે. બહારની અનુકૂળતાને જોઈને રાજી થવું કે-હું સુખી છું, તે છે દુઃખની પર્યાય અને તેમાં સુખ માન્યું તે ભ્રમ છે. સમજમાં આવ્યું?
પ્રશ્ન- દુઃખ દૂર કરવું કે તે ભાવો દૂર થઈ જાય છે?
ઉત્તર- એ કહ્યું ને-તે ભાવને દૂર કરીને તેમ કહેવું તે વ્યવહાર છે. નિમિત્તને દૂર કર્યા પરંતુ તે દૂર થઈ જાય છે. તો તેને દૂર કર્યા તેમ કહેવામાં આવે છે. નિમિત્ત તો પોતાનામાં છે જ નહીં.
ફરીવાર સમયસાર ૩૪ ગાથામાં આવ્યું છે કે આત્મા વિકારનો ત્યાગ કરે છે તે પણ નામમાત્ર કથન છે. ત્યાગ કોનો કરે? જ્ઞાનમાં શું રાગ આવી ગયો છે કે તેનો ત્યાગ કરે? હું જ્ઞાનાનંદ સ્વભાવી ચૈતન્ય જ્યોતિ છું એવું જ્યાં પોતાને ભાન થયું તો તે સમયે રાગ ઉત્પન્ન જ થતો નથી. તે સમયે રાગ ઉત્પન્ન થતો નથી, તેને રાગનો ત્યાગ કર્યો તેવું કથનમાત્ર કહ્યું. પરનું ત્યાગ ગ્રહણ આત્મામાં છે જ નહીં. આત્મા પરના ત્યાગ ગ્રહણથી તો અનાદિથી શૂન્ય જ છે-ભિન્ન જ છે. ૪૭ શક્તિ છે તેમાં ત્યાગ ઉપાદાન શૂન્યત્ત્વ શક્તિ છે. પરનો ત્યાગ અને પરના ગ્રહણથી તો આત્મા શૂન્ય જ છે.
પરનું ત્યાગ ગ્રહણ કયાં છે! અંદરમાં પરમાણુને કયાં પકડ્યા છે તે પરમાણુંને છોડે! સ્ત્રી, કુટુંબને પકડયા હોય તો સ્ત્રી કુટુંબને છોડે! તે તો છૂટા જ પડયા છે. પરનું ત્યાગ ગ્રહણ કરવું તે તો આત્મામાં છે જ નહીં. હવે રહી વાત અંદરના વિકારની. સ્વરૂપમાં કરતાં જ વિકાર ઉત્પન્ન જ થતો નથી તેનું નામ વિકારને દૂર કર્યો તેમ કથન કરવામાં આવે છે. આવી વાત છે ભાઈ શું થાય ! માર્ગ બહુ ફરી ગયો. પોતાના હિતને માટેની વાત તો બહુ દૂર થઈ ગઈ. આહા.. હા! સમજમાં આવ્યું?
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #311
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કલશ-પ૩
૨૯૯ ( પ્રવચનસાર સોળ ગાથાની ટીકાનો ૬ઠ્ઠો બોલ) “શુદ્ધ અનંત શક્તિવાળા જ્ઞાનરૂપે પરિણમવાના સ્વભાવનો પોતે જ આધાર હોવાથી”, જડકર્મ આધાર છે તેમ છે નહીં. ઉત્પત્તિ અપેક્ષાએ કેવળજ્ઞાન ઉત્પન્ન થયું.. સમ્યગ્દર્શનાદિ જે સમયે ઉત્પન્ન થયાં તો દ્રવ્ય અને ભાવ બન્ને કર્મને દૂર કરીને તેમાં નિમિત્તનું જ્ઞાન કરાવ્યું. ભાવઘાતિ કર્મનું પણ જ્ઞાન પ્રધાન કથન છે. તેથી ભાવકર્મને દૂર કર્યા તેમ વ્યવહારથી કથન કરેલ છે. દ્રવ્યકર્મને દૂર કરવા તે તો અસભૂત વ્યવહારનયથી કહ્યું છે. આ બધું આવું છે ઝીણું શું કરે. વસ્તુની સ્થિતિ જે છે એવી રહી ગઈ છે. કોઈ બીજી રીતે જાણે તો બીજી સ્થિતિ થઈ જાય છે?
તે વાત અહીં કહે છે-પરની સાથે આત્માને કારણપણાનો સંબંધ છે નહીં. કર્મનો કર્તા ને કર્મનો કર્મને, કર્મનું કરણને કર્મનું સાધન આત્મા અને કર્મને છોડવાનું તેવા કારક છે જ નહીં.
ભગવાન શુદ્ધ ચૈતન્ય સ્વરૂપે બિરાજમાન છે “તેની પ્રાપ્તિ માટે સામગ્રી શોધવાની વ્યગ્રતાથી જીવો (નકામા ) પરતંત્ર થાય છે.” સંયોગો અનુકૂળ મળે તો તેમાં સુખ માને છે. પોતાના શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિમાં વિકલ્પ પણ સાધન નથી. દેવ-ગુરુ પણ કારણ નથી. આહા.... હા! આવી વાત છે. વીતરાગ એમ કહે છે કે અમારી ક્રિયામાં કર્મની પરિણતિનું કાંઈ કારણ નથી-અમે કારક નથી. ધર્મની પરિણતિમાં તારો આત્મા કર્તા અને આત્માને કરણ કહેવો તે પણ ઉપચાર છે.
ધર્મની પરિણતિ સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર તે પરિણતિ ષકારક રૂપે જ ઉત્પન્ન થઈ છે. તો ભિન્ન બાહ્ય સાધન શોધવાની વ્યગ્રતા શા માટે!? બાહ્ય સાધન આવા મળે સંયોગમાં, મનુષ્યપણું હો એવી વ્યગ્રતાથી જીવો નકામા પરતંત્ર થાય છે.
અહીંયા શું કહે છે-“જીવદ્રવ્ય અને પુદ્ગલ દ્રવ્ય બન્ને મળીને, અશુદ્ધ ચેતનારૂપ છે જે રાગ-દ્વેષરૂપ પરિણામ તે-રૂપે પરિણમે છે એમ તો નથી;” કહે છે કે કર્મ અને આત્મા મળીને વિકારને કરે છે તેની અહીંયા ના પાડે છે.
શ્રોતા- આ પુસ્તક અહીંયાનું છે?
ઉત્તર:- કુંદકુંદઆચાર્ય, અમૃતચંદ્રાચાર્ય તેમનું છે. કુંદકુંદાચાર્યના સમયસારની ટીકા અમૃતચંદ્રદેવે કરી અને ટીકાના આ કલશો છે. આ કલશની ટીકાના રાજમલજી કરવાવાળા છે.
શ્રોતા:- સિદ્ધાંત ચક્રવર્તી નેમીચંદ આચાર્યને વાંચો!
ઉત્તર- નેમીચંદ પણ આ જ કહે છે. ગોમ્મસારમાં તો નિમિત્તની મુખ્યતાથી કથન છે. જ્ઞાનાવરણીય જ્ઞાનને રોકે છે તે તો નિમિત્તનું કથન છે. એવું વસ્તુનું સ્વરૂપ છે જ નહીં. એ તો ભાષાને ટૂંકી કરવા માટે એમ કહેવામાં આવે છે. કાંઈ લાંબુ લાંબુ ન કરે. કે જ્ઞાન પોતાની પર્યાયમાં જ્યારે હીણી દશા થાય છે ત્યારે જ્ઞાનાવરણીયને નિમિત્ત કહે છે,
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #312
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩OO
કલશામૃત ભાગ-૨ પરંતુ નિમિત્ત કાંઈ કરતું નથી તેવી લાંબી લાંબી વાતો ન કરે. એ તો ટૂંકમાં વાત કરે છે.
એ વાત પંચાસ્તિકાયમાં ફૂટનોટમાં નીચે નાંખ્યું છે. અમારા હિંમતભાઈ પંડિત ઘણું જ કામ કર્યું છે. તેઓ શાંત.. શાંત છે. બહારમાં વાંચનમાં તેમને રસ નથી. આ બધું તેમણે બનાવ્યું છે. સમયસાર, પ્રવચનસાર, નિયમસારની ટીકા હિન્દીમાંથી ગુજરાતીમાં તેમણે બનાવી છે. બોલવામાં તેમને બહુ રસ નહીં. થોડુંક કયારેક બોલે.
અહીંયા કહે છે-“તે રૂપે પરિણમે છે તેમ તો નથી.” શુદ્ધ પરિણમન પોતાથી છે કર્મ મારગ કરે છે તેથી છે તેમ નથી. તેમ વિકારનું પરિણમન પોતાનાથી છે. તે વિકારનું પરિણમન કર્મથી પણ થાય છે તેમ છે નહીં. આહા.. હા! અત્યારે તો મોટી ગડબડ છે.
શ્રોતા- તો પછી કોઈ રસ્તો કાઢો!
ઉત્તરઃ- આ રસ્તો કાઢયો ને! આ વાણિયા જેવા રસ્તા નથી. વાણિયા અને કણબીનું દ્રષ્ટાંત સાંભળ્યું છે ને! એક વાણિયાને કણબી પાસે ૫000નું લેણું હતું. કણબી પાસે માંડ ૨000 હતા. વાણિયાને ખબર કે કણબી પાસે બે હજાર છે. તેથી તે કહે પાંચ હજારથી એક પૈસો ઓછો નહીં લઉં. કણબી કહે-એક હજારથી પાઈપણ વધારે નથી. પછી વાણિયો કહે-પાંચ હજારમાંથી એક હજાર ઓછા આપીશ તો ચાલશે. પેલો કહે પંદરસો આપીશ. એમ કરતાં કરતાં વાણિયો બે હજારે આવ્યો અને પેલો કણબી પણ બે હજાર આવ્યો. એવા વાણિયાવેડા અહીંયા નથી.
એ તો અમારા ભાઈ છે તે મુંબઈમાં કાલબાદેવી મંદિર છે ત્યાંથી વાત લાવ્યા'તા. ત્યાં પુનમચંદ ઘાસીલાલ છે તે કહે-કાનજી સ્વામી થોડું ઢીલું મૂકે અને થોડું અમે ઢીલું મૂકીએ તો આપણે એક થઈ જઈએ. (શ્રોતા- સમન્વય થઈ જાય.) સમન્વય શું થાય? ઢીલું શું મૂકે તમે થોડું ઢીલું મૂકો અને થોડું અમે ઢીલું મૂકીએ તો આપણો સમન્વય થઈ જાય. પરંતુ આમાં ઢીલું મૂકવાનું છે શું? તું કહે છે ને કે શુભભાવ હોય તો ધર્મ થાય. કર્મ અને આત્મા બે મળીને વિકારને કરે છે. તેમાં ઢીલું શું કરવાનું?
અહીં તો કહે છેશુભભાવથી ધર્મ ત્રણ કાળમાં થતો નથી. અને ત્રણકાળમાં કર્મ અને આત્મા મળીને વિકારને કરતા નથી. વિકાર પોતાથી સ્વતંત્ર થાય છે. આ વાત કાલે ભાઈ લાવ્યા 'તા.
અહીંયા કહે છે-બે મળીને એક ક્રિયા થતી નથી. જીવ દ્રવ્ય, પુદ્ગલ દ્રવ્ય બે મળીને એક પરિણામ થતા નથી. અને “સમય: પરિતિક સ્થાન” જીવ અને પુગલ મળીને એક ક્રિયા થતી નથી. ક્રિયા સ્વતંત્ર થાય છે. પોતાની પૂર્વની રાગની ક્રિયા પલટીને સમ્યગ્દર્શન થાય કે રાગ પલટીને રાગ થાય પરંતુ તે પોતાની ક્રિયાનો કર્તા આત્મા જ છે. કર્મ પલટીને અકર્મરૂપ થાય તે ક્રિયાનો કર્તા પુદ્ગલ છે. આત્મા ઘાતિકર્મનો નાશ કરી દે એમ છે નહીં.
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #313
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કલશ-૫૩
૩OR “વસ્તુનું સ્વરૂપ આવું જ છે, યત: મનેમ અને મ વ સલા કારણ કે ભિન્ન સત્તારૂપ છે જીવ-પુદગલ તે તો જીવ-પુગલ સદાય ભિન્નરૂપ છે, તે એકરૂપ કેમ થઈ શકે.”
જુઓ, શું કહે છે? જીવ અને પારદ્રવ્ય આદિની ભિન્ન સત્તા છે. ભિન્ન-ભિન્ન સત્તા છે તે અનેક સત્તા છે. અનેક સત્તા છે તે અનેકપણે રહીને કામ કરે છે. અનેક સત્તા એક મળીને કામ કરે છે તેમ નથી. ભિન્ન સત્તાની એક ક્રિયા ન હોય. સમજમાં આવ્યું?
જીવ-પુગલની સત્તા જ ભિન્ન છે. “મનેમ વ સવા” જીવ-પુગલ તે તો સદા ભિન્ન રૂપ જ છે. તે એકરૂપ કેવી રીતે થાય?
ભાવાર્થ આમ છે કે-જીવદ્રવ્ય-પુદ્ગલદ્રવ્ય ભિન્ન સત્તા રૂપ છે, તે જો પહેલાં ભિન્ન સત્તાપણું છોડી એક સત્તારૂપ થાય તો પછી કર્તા-કર્મ-ક્રિયાપણું ઘટે.”
બે સત્તા ભિન્ન છે તે બે સત્તા છોડીને એક થાય તો કર્તા-કર્મ ઘટિત થાય છે. કુંભારની પોતાની સત્તા ભિન્ન છે અને માટીની સત્તા ભિન્ન છે. બે ભિન્ન છે તે બે મળી અને ઘડાના પરિણામ થાય છે તેવું ત્રણકાળમાં થતું નથી. તેમ થાય તો! કાં કુંભારના પરિણામનો અભાવ થાય અને કાં માટીના પરિણામનો અભાવ થાય. સત્તા ભિન્ન છે, હવે નિમિત્ત પરિણામને કરે તો બે સત્તા એક થઈ જાય, તો એક સત્તાનો નાશ થઈ જાય.
રોટલીનાં ટૂકડાં થાય છે. રોટલીને દાળમાં નાખે છે તો જે રોટલીના ટૂકડાં થયાં તે ક્રિયાનો કર્તા પરમાણું છે. આત્માની ઇચ્છા થઈ તેથી તે ક્રિયા થઈ એમ થાય તો બે દ્રવ્યોની સત્તા ભિન્ન રહી નહીં.
પ્રશ્ન:- રોટલીના ટૂકડાં આત્માએ નથી કર્યા પણ હાથે તો કર્યા છે ને !
ઉત્તર:- બિલકુલ હાથે નથી કર્યા. તે રોટલીના ટૂકડાં ટૂકડાંથી થયા છે. રોટલી લ્ય, શાક લ્ય, ચટણી ભે તે હાથથી નથી લેવાતું. આ હાથ ઊંચો થયો, અહીંયા (રોટલીને અયોને) ટૂકડાં થયાં, તો કહે છે કે તે પરમાણુંની પર્યાયથી થયા છે. હાથથી ટૂકડાં થયા નથી અને દાંતથી પણ થયાં નથી. ભિન્ન સત્તા છે તો ભિન્ન સત્તાનું કાર્ય ભિન્ન સત્તાથી થાય છે. સમજમાં આવ્યું?
આમ શ્વાસ લ્ય છે ને! તે શ્વાસની ક્રિયા જડની છે. તે આત્માથી ભિન્ન સત્તા રાખે છે. આત્મા ભિન્ન સત્તાનું કાર્ય કરે તો પોતાની સત્તા ખોઈ બેસે તો આત્માનો પુદગલની સત્તામાં પ્રવેશ થઈ જાય. સમજમાં આવ્યું? આવી વાત ભારે ભાઈ !
વૈદ કહેશ્વાસ બરોબર લ્યો, શ્વાસ છોડો, શ્વાસ ધીમા કરો, તો તે શ્વાસની ક્રિયા આત્મા કરી શકે છે?
શ્રોતા:- ડોકટર તો કહે છે.. ઉત્તર:- એ. ડોકટર તો વ્યવહારથી કહે છે, નિમિત્તથી કહે છે. અજ્ઞાની કહે-હું કરું
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #314
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩/૨
કલશામૃત ભાગ-૨ છું. તું શું કરે છે? શ્વાસની ક્રિયા તો શ્વાસથી થાય છે. શ્વાસ અને આત્મા બે ભિન્ન ચીજ છે. બે ચીજ ભિન્ન છે તો બે સત્તા ભિન્ન છે. બે ભિન્ન સત્તા છે તેમાંથી નિજ સત્તા પરમાં ભળી જાય તો પોતાની સત્તાનો અભાવ થઈ જાય. પરનું કાર્ય પણ ત્યારે કરે કે તે જ્યારે પરમાં મળી જાય. તત્ત્વ ઝીણું બહું!
અજીવ તત્ત્વ ભિન્ન છે ને જીવ તત્ત્વ ભિન્ન છે. બીજું પુણ્ય-પાપ ભિન્ન છે, આત્મા ભિન્ન છે. ભિન્ન તત્ત્વ બીજા ભિન્ન તત્ત્વને શું કરે? નિશ્ચયમાં તો પુણ્ય-પાપના પરિણામ બન્ને ભિન્ન છે. અજ્ઞાનભાવથી પુણ્ય-પાપનો કર્તા હો પરંતુ જ્ઞાનભાવથી આત્મા પુણ્યપાપનો કર્તા ત્રણકાળમાં નથી. જ્ઞાનસ્વરૂપી ભગવાન આત્માની જાણનારી પર્યાય તે સ્વપર પ્રકાશક પર્યાય પોતાથી થઈ છે તેનો કર્તા આત્માને કહેવો તે ઉપચાર છે. આવી વાત છે. સમજમાં આવ્યું?
સામાવાળા એમ આક્ષેપ કરે છે કે-કાનજી મહારાજ જે કહે છે તેની લોકો જી.. હા, જી. હા કરે છે. આ રામજીભાઈને ભોળા લોકો છે? અરે ભાઈ ! બાપુ! એકવાર સાંભળ તો ખરો.
આ દેહની સ્થિતિ છે. તેને બીજી ચીજ કરે તો પોતાની સત્તા ખોવાય જાય છે. ભિન્ન સત્તાવાળી ચીજ ભિન્ન સત્તાવાળી ચીજને કરે છે એમ અજ્ઞાની કહે છે. તો તેને કહે છેપોતાનું ભિન્ન સત્તાપણું છોડીને. એક સત્તારૂપ થાય તો કરે. “જીવદ્રવ્ય-પુદગલ દ્રવ્ય ભિન્ન સત્તારૂપ છે. તે પહેલાં ભિન્ન સત્તાપણું છોડી એક સત્તારૂપ થાય તો પછી કર્તાકર્મ-ક્રિયાપણું ઘટિત થાય.” અમે તો અમારી સત્તા છોડીને કદી ગયા જ નથી. સમાજમાં આવ્યું? અભિમાન છે મેં કર્યું. મેં કર્યું. ! ઉપદેશ મેં આપ્યો તેનાથી લોકો સમજ્યા, લોકો મારાથી સમજ્યા છે લોકો ખૂબ રાજી હોય તો પોતાને કાંઈક ઠીક લાગે તે ભ્રમણામાં છે. બહુ કઠણ વાત છે બાપુ!
પોતાની ચીજ પરથી તો ભિન્ન છે, પરંતુ નવ તત્ત્વની અપેક્ષાએ તો પુણ્ય પાપ પણ જ્ઞાયક તત્ત્વથી ભિન્ન છે. હવે નિશ્ચયથી જો જ્ઞાયક તત્ત્વ વિકારનો કર્તા થાય તો જ્ઞાયક સત્તા વિકારરૂપ થઈ જાય, તો વિકારનો કર્તા થાય. પરંતુ જ્ઞાયક સત્તા વિકારથી મળતી નથી. સમજમાં આવ્યું?
તે અજ્ઞાનપણે માને છે કે-રાગાદિ પુણ્ય-પાપનો હું કર્તા છું, એ તો છે (અજ્ઞાનપણે ) હવે આમ જે માને છે તેને જ્ઞાયકની સત્તા અને રાગ-દ્વેષની સત્તા ભિન્નપણે છે તેમ ભાસતું નથી. જેને પુણ્ય-પાપના ભાવની સત્તા અને ભગવાન શાયકની સત્તા ભિન્ન છે એવી જેને દૃષ્ટિ થઈ છે તે પુણ્ય-પાપની સત્તામાં, પોતાની જ્ઞાન સત્તાને ભેળવતો નથી. જો પુણ્ય-પાપમાં મળી જાય તો પોતાની સત્તા છોડીને આત્મા રાગરૂપ થઈ જાય. એમ તો વસ્તુ સ્વરૂપ છે નહીં. આવી ભારે વાતું ભાઈ !
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #315
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કલશ-પ૩
૩૦૩ પહેલાં પોતાની ભિન્ન સત્તારૂપ પણાને છોડે અને બે સત્તા જીવ-પુદ્ગલ એક થાય તો પછી તેમાં કર્તા-કર્મ-ક્રિયાપણું ઘટિત થાય, પરંતુ તેમ તો થતું નથી.
સ્ત્રી છે તે દાળ, ભાતની કર્તા છે જ નહીં. એમ કહે છે. તે દાળ-ભાત પાકયા તે પાણીથી નહીં. પાણી ઉનું છે માટે ચોખા ધાણા એમ પણ નથી. કેમકે ચોખા પાકવાની ચીજ પોતાથી છે. તે પોતાની સત્તામાં છે, પાણીની સત્તા તેનાથી ભિન્ન છે. જો પાણીની સત્તાથી ચોખા પાકે તો બે સત્તા એક થઈ જાય.
શ્રોતા:- પાણીથી જ ચોખા રાંધે છે ને?
ઉત્તર:- તેમ જોનારો સંયોગને જુએ છે વસ્તુને જોતો નથી, ચોખા પોતાથી રંધાય છે પરથી-પાણીથી બિલકુલ નહીં. અગ્નિ પણ ચોખાને પકાવતી નથી.
પાણી જે ઉનું થાય છે તે પોતાની સત્તાથી પોતાની પર્યાયમાં ઉષ્ણ થાય છે, અગ્નિથી નહીં. કેમકે અગ્નિની સત્તા ભિન્ન છે પાણીની સત્તા ભિન્ન છે. અગ્નિ પોતાની સત્તા છોડીને ઉષ્ણ પાણીમાં જાય તો અગ્નિને ઉષ્ણતાની કર્તા કહેવામાં આવે. પરંતુ તે પોતાની સત્તા છોડતી નથી. વીતરાગનું ભેદજ્ઞાન બહુ સૂક્ષ્મ ભાઈ ! ત્યાં કોઈની સિફારીશ ચાલતી નથી.
અહીં બે વાત કહી.
(૧) આત્મા પોતાની સ્વચેતનારૂપ પરિણમે છે, તે પરિણામનો કર્તા જીવ છે તે પરિણામનો કર્યા છે, પરંતુ કર્મે માર્ગ આપ્યો માટે આવા પરિણામ થયા તેમ છે નહીં.
(૨) વિકાર થયો તે અશુદ્ધ ચેતના છે. તેમાં કર્મ છે તો વિકાર થયો છે તેમ નથી.
આ વાત હમણાં આવી છે. આ ચેતનજીના મિત્ર છે શ્વેતામ્બર સાધુ હતા. પહેલાં તે સ્થાનકવાસી હતા, પછી તે શ્વેતામ્બર થયા અને પછી દિગમ્બર બની ગયા છે. તેના ઘણા પત્રો આવે છે. મહિને-બે મહિને પત્ર આવે. તેમાં તે શિખામણ આપે છે. તમે ભૂલમાં પડયા છો..! તમે સરાગ સમકિતને માનતા નથી. તો પછી સરાગ સમકિત છે કે નહીં? રાગ વિનાના સમકિતને જ તમે સમકિત કહો છો? અને આત્મા પરદ્રવ્યોનો બિલકુલ કર્તા નથી તેમ નથી.
અહીંયા ઈડરમાં એક પ્રશ્ન કર્યો હતો-કે સિદ્ધને કર્મ નથી માટે વિકાર થતો નથી. અહીં કર્મ છે તો વિકાર થાય છે. બસ તે જ પ્રશ્ન હુમણાં આવ્યો છે. લોકો કહે છે કર્મ વિના વિકાર થતો હોય તો સિદ્ધને પણ વિકાર થવો જોઈએ!? અરે રે! ભગવાન ! શું કહે છે તું! આ તે શું લખ્યું? સાંભળનારા લોકોને પણ ખબર નથી. બહારમાં કાંઈક ત્યાગ જુએ, કાંઈક ભાષા સારી જુએ તો ઓહો.. હો થઈ જાય. ભાષામાં શું થયું ભાઈ ! ભાષામાં શું છે? અહીંથી વિરુદ્ધ આ પત્રિકામાં આવ્યું છે. તે એમ કહે છે સોનગઢનું એકાંત છે. અમે દિલ્હીમાં મળ્યા હતા. એક મંદિરમાં દર્શન કરવા જતા 'તા ત્યારે તે અંદર હતા. કોઈ સાધુ
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #316
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩/૪
કલશામૃત ભાગ-૨ હતા અને તે તમારી વિરુદ્ધ વાતો કરતા હતા. પછી પૂછયું 'તું એટલે મેં કહ્યું-માતા ! સમકિત કોઈ બીજી ચીજ છે. અમને તેનો વિરોધ છે નહીં. આ બહારના મંત્ર ભણે કે પછી ત્રિલોકપણયત્તિ જાણે, ગણિતના વિષયને જાણે.. (કરણાનુયોગને) તો સમ્યગ્દર્શન થઈ જાય તેમ નથી.
આહા.. હા! અહીંતો કહે છે-વ્યવહાર રત્નત્રયથી પણ નિશ્ચય સમ્યગ્દર્શન થતું નથી. વ્યવહાર રત્નત્રયના પરિણામ વિકારી સત્તા છે અને સમ્યગ્દર્શન નિર્વિકારી સત્તા છે. નિર્વિકારી સત્તા વિકારવાની સત્તાથી કયારેય થતી નથી. ' અરે ! માણસને આ વાતની કયાં દરકાર છે. એક તો સંસારમાં વીસ કલાક રચ્યાપચ્યા હોય, છ-સાત કલાક ઉંઘમાં જાય, બે-ચાર કલાક ભોગમાં જાય, બે-ચાર કલાક ખાવા-પીવામાં જાય અને એકાદ કલાક સ્ત્રી-છોકરાંની સાથે રમત રમવામાં, તેને રાજી કરવામાં જાય, હવે એકાદ કલાક મળે તેમાં પાપના વિચાર કર્યો જાય. તેને વખત છે જ નહીં, તેમાં કહે-જય નારાયણ. અહીં તો પ્રભુનો મારગ છે.
ચેતનના પરિણામ હો આનંદના કે વિકારના તે બે દ્રવ્ય મળીને તે પરિણામ થયા નથી. પુદ્ગલમાં જ્ઞાનાવરણીયની પર્યાય હો કે અંતરાયની પર્યાય હો. પરંતુ તે પર્યાય આત્મા અને કર્મ મળીને અંતરાયની પર્યાય થઈ છે તેમ નથી. - રાજકોટમાં આ પ્રશ્ન બહુ થયો હતો. આત્મા રાગને ન કરે તો ચારિત્ર મોહ કેમ બંધાય છે? રાગ ન કરે તો કર્મ કેમ બંધાય છે? માટે રાગ કરે છે તેથી કર્મ બંધાય છે. ભગવાન ! તને ખબર નથી–એમ છે નહીં. એ તો નિમિત્તથી કથન છે. તો કર્મની પર્યાય શું રાગથી થાય છે? શું રાગ કર્મની પર્યાયનો કર્તા છે? અહીં કહે છે-બે સત્તા ભિન્ન છે. બે સત્તા મળી અને કરે તો એક સત્તા ખોવાય જાય છે. વાત તો આવી છે ભગવાન!
અરે..! કરે.! અહીં ભગવાનના વિરહા પડ્યા. ત્યાં મહાવિદેહમાં તો ભગવાનને પરમાત્મા બિરાજે છે. આ વાણી તેમની તો છે. એમાં કોઈનો પક્ષ ચાલે એવું નથી. અમને ઘણાં માનનારા છે, લાખો માનનારા છે માટે સત્ય છે એમ કોઈ માનતું હોય તો તેમ નથી. સની કિંમત સંખ્યાથી નથી. સને માનવાવાળો એક જ ભલે હોય પણ સત્ તો સત્ છે.
તેઓ એકરૂપ થતા નથી તેથી જીવ-પુદ્ગલનું પરસ્પર કર્તા-કર્મ-ક્રિયાપણું ઘટતું નથી.”
ઘડાની પર્યાય માટીથી થઈ છે, કુંભારથી ક્યારેય થઈ નથી. જો કુંભાર પોતાની સત્તા ખોઈ બેસે અને માટીમાં પેસી જાય તો ઘડાની પર્યાયનો કર્તા કુંભારને કહેવામાં આવે છે.
એક પરમાણુમાં બે ગુણી ચીકાશ છે. બીજા પરમાણુંમાં ચારગુણી ચીકાશ છે.
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #317
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check h±tp://www.AtmaDharma.com for updates
કલશ-૫૩
૩૦૫
તત્ત્વાર્થસૂત્રમાં આવે છે–ચારગુણી જે ચિકાશ છે તે બેગુણીને પરિણમાવીને ચારગુણીરૂપ કરી દ્યે છે તેમ નથી. અને ચાર ગુણી ચીકાશ બેગુણીને પરિણમાવે છે તેમ કહેવું તે નિમિત્તનું કથન છે.
શું કહ્યું? એક ૫૨માણું બેગુણા ચીકાશવાળા છે, હવે ચારગુણા ચીકાશવાળા પરમાણું આવ્યા તો પોતાનામાં ચારગુણ ચીકાશ થઈ છે તે પોતાનામાં ચારગુણી ચીકાશ થવાનો સ્વકાળ હતો તેથી થઈ છે. તે ચારગુણી ચીકાશવાળા પરમાણું આવ્યા માટે થઈ છે તેમ નથી.
એક ૫૨માણું છૂટો છે છૂટો, હવે તે ધરૂપ થયો માટે વિભાવરૂપ પરિણામ થઈ જાય છે.. સ્થૂળ થઈ જાય છે અથવા તો સ્કંધ મળ્યો માટે સ્થૂળ થયો છે તે વાત બિલકુલ ખોટી છે. એક ૫૨માણું ભિન્ન છે તો સૂક્ષ્મ અને અહીં આવ્યો તો સ્થૂળ થઈ ગયો તેમ નથી.
૫૨માણું એક ભિન્ન. છે તે સૂક્ષ્મ છે. હવે અહીંયા સ્કંધ રૂપે થયો તો તે સૂક્ષ્મ રહ્યો નહીં. તે વિભાવરૂપ સ્કંધ થઈ ગયો. તેમાં એક-એક ૫૨માણું સ્થૂળ છે. છૂટા પડે તો સૂક્ષ્મ છે. તેનો અર્થ શું થયો ? અહીંયા આવ્યા તેથી સ્થૂળ થયા છે તેમ છે નહીં. તે પોતાની પર્યાયનો તે રૂપે પરિણમવાનો કાળ હતો તેથી સ્થૂળ થયા છે. તત્ત્વાર્થસૂત્રમાં વાત છે. બેથી અધિક પરમાણું તે સ્થૂળરૂપે પરિણમાવી દે છે તે બિલકુલ જૂઠી વાત છે. ત્યાં તો નિમિત્ત શું છે તે બતાવવું છે. પોતે સ્થૂળ પણ પોતાનાથી થયો છે અને છૂટો પડે તો સૂક્ષ્મ પણ પોતાનાથી થયો છે.
એક એક ૫૨માણું આમાં સૂક્ષ્મ છે. બધા મળીને તે સ્થૂળ છે. એક ૫૨માણું સૂક્ષ્મ છે તો બધા ૫૨માણું સૂક્ષ્મ છે. સમજમાં આવે છે ? આ દેખાય તે સ્થૂળ સ્કંધ છે. આંખથી ન દેખાય તે ૫૨માણું અતીન્દ્રિયનો વિષય છે. તો જે અતીન્દ્રિયનો વિષય થાય છે તેવો સૂક્ષ્મ ૫૨માણું અહીંયા આવે છે તો તે પોતાની પર્યાયની યોગ્યતાથી તે સ્થૂળ થઈ જાય છે, તો બધા ૫૨માણું સ્થૂળ છે. એક ૫૨માણુંમાં બીજા ૫૨માણુંનો અભાવ છે.
અહીંયા તો ભાઈ ! ભગવાન આમ કહે છે. એક સત્તા બીજી સત્તામાં ઘૂસી જાય તો બે સત્તા મળીને કાર્ય થાય, પરંતુ ભિન્ન સત્તામાં કાર્ય ભિન્ન સત્તાનું કાર્ય કયારેય થતું નથી. અનંત પરમાણું પોતાનામાં રહીને પોતાનું કાર્ય કરે છે.
અનંત આત્મા અનંતપણે રહીને પોતાનું કાર્ય કરે છે. એક રાય જેવડા લસણના ટૂકડાંમાં નિગોદના અસંખ્ય શરીર છે. અને એક એક શરીરમાં અનંત જીવ છે. એક શરીરમાં કાર્માણ અને તેજસ બે શરીર છે. ઔદારિક શરીર એક છે પણ તેમાં તેજસ અને કાર્માણ બે શરીર ભિન્ન ભિન્ન છે. તે એક એક કાર્માણ શરીર અનંતા સ્કંધનો પિંડ છે. એક એક સ્કંધમાં અનંત ૫૨માણું છે. અને એક એક ૫૨માણું પોતાથી છે અને ૫૨થી નથી.
Please inform us of any errors on rajesh.shah@fotalise.co.uk
Page #318
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩OS
કલશાકૃત ભાગ-૨ સમજમાં આવ્યું?
હવે એમાં આ મારા દીકરાને, આ મારી બાયડીને. અરે! ભાઈ ! તારું કોણ છે? આ મારી અર્ધાગના છે. આ મારો પુત્ર છે. શું ધૂળમાં છે તારું?
અહીંયા કહે છે-કર્તા-કર્મ-ક્રિયાપણું બે દ્રવ્યમાં ઘટિત થતું નથી. એકદ્રવ્યનું કર્તાપણું પદ્રવ્યમાં હોતું નથી, કાર્યપણું નથી હોતું. તેમ પરદ્રવ્યનું ક્રિયાપણું પણ બીજું દ્રવ્ય કરે તેમ હોતું નથી. કર્તા-કર્મ-ક્રિયા પોત પોતાનામાં ઘટિત થાય છે, પરથી નહીં.
••••••••••••••••••••••••••••••••••• દ્રવ્યનું એવું લક્ષ થવું જોઈએ કે એને એનો પક્ષ છૂટે જ નહીં. વેર હજુ અનુભવ થયો નથી પણ નિશ્ચયનયનો એવો પક્ષ આવ્યો છે કે : અનંતકાળમાં એવો પક્ષ આવ્યો જ ન હતો. પૂર્વે સમ્યકત્વ કદી થયું નથી એમ ન કહેતાં ત્યાં (૧૧ ગાથાના ભાવાર્થમાં) નિશ્ચયનો પક્ષ કદી આવ્યો નથી એમ કહ્યું છે ને ! દ્રવ્યલિંગી પૂર્વે થયેલો ત્યારે પણ એને દ્રવ્યનું એવું લક્ષ નહોતું થયું. આમ ધારણામાં તો દ્રવ્ય આવું છે એમ તો આવ્યું હતું. પરંતુ એની વાત નથી. આ તો દ્રવ્યનું એવું અપૂર્વ લક્ષ થઈ જાય કે એનો એને પોતાને જ ખ્યાલ આવી જાય છે.
(દ્રવ્યદૃષ્ટિ જિનેશ્વર બોલ નં. ૪૪૯) પ્રશ્ન:- પરિણામી નિશ્ચયથી પોતાના પરિણામનો કર્તા છે. અને વળી પૂર્વ પર્યાયનો વ્યય કર્તા છે તે કઈ રીતે?
ઉત્તરઃ- ખરેખર તો ઉત્પાદની પર્યાયનો કર્તા ઉત્પાદ જ છે. પણ અભેદ ગણીને ઉપચારથી પરિણામીને કર્તા કહેવાય. પરંતુ ધ્રુવ દ્રવ્ય તો પરિણમતું જ નથી. ધ્રુવ દ્રવ્ય તો નિષ્ક્રિય છે. પલટે છે તે પર્યાય છે. વ્યયને ઉત્પાદનો કર્તા કહેવું તે પણ વ્યવહાર છે. પર્કરકના પરિણામ, ધ્રુવ અને વ્યયની અપેક્ષા વિના, સ્વયં સિદ્ધ ઉત્પાદ થાય છે.
( પરમાગમસાર બોલ નં. ૧૪૭),
Dછું
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #319
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કલશ-૫૪
૩O૭ કલશ ન : ૫૪
(આર્યા) नैकस्य हि कर्तारौ द्वौ स्तो वे कर्मणी न चैकस्य।
नैकस्य च क्रिये द्वे एकमनेकं यतो न स्यात्।। ९-५४।। ખંડાન્વય સહિત અર્થ- અહીં કોઈ મતાન્તર નિરૂપશે કે દ્રવ્યની અનંત શક્તિઓ છે, તો એક શક્તિ એવી પણ હશે કે એક દ્રવ્ય બે દ્રવ્યોના પરિણામને કરે; જેવી રીતે જીવદ્રવ્ય પોતાના અશુદ્ધ ચેતનારૂપ રાગ-દ્વેષ-મોહપરિણામને વ્યાપ્ય-વ્યાપકપણે કરે તેવી જ રીતે જ્ઞાનાવરણાદિ કર્મપિંડને વ્યાપ્ય-વ્યાપકપણે કરે. ઉત્તર આમ છે કે દ્રવ્યને અનંત શક્તિઓ તો છે પરંતુ એવી શક્તિ તો કોઈ નથી કે જેનાથી, જેવી રીતે પોતાના ગુણ સાથે વ્યાપ્ય-વ્યાપકપણે છે તેવી જ રીતે પારદ્રવ્યના ગુણ સાથે પણ વ્યાપ્યવ્યાપકપણે થાય. “દિ સ્ય તૌ વર્તાર ન” (હિ) નિશ્ચયથી (વચ્ચે) એક પરિણામના (કૌ વર્તાર ) બે દ્રવ્ય કર્તા નથી; [ ભાવાર્થ આમ છે કે અશુદ્ધ ચેતનારૂપ રાગ-દ્વેષ-મોહપરિણામનું જેવી રીતે વ્યાપ્ય વ્યાપકપણે જીવદ્રવ્ય કર્તા છે તેવી જ રીતે પુદ્ગલદ્રવ્ય પણ અશુદ્ધ ચેતનારૂપ રાગ-દ્વેષ-મોહપરિણામનું કર્તા છે એમ તો નથી; જીવદ્રવ્ય પોતાના રાગ-દ્વેષ-મોહપરિણામનું કર્તા છે, પુદ્ગલદ્રવ્ય કર્તા નથી;] “ કે કર્મળ ન સ્ત:”( સ્ય) એક દ્રવ્યના (કે કર્મળી ન સ્ત:) બે પરિણામ હોતા નથી; [ ભાવાર્થ આમ છે કે જેવી રીતે જીવદ્રવ્ય રાગ-દ્વેષ-મોહરૂપ અશુદ્ધ ચેતના પરિણામનું વ્યાપ્ય-વ્યાપકપણે કર્તા છે તેવી રીતે જ્ઞાનાવરણાદિ અચેતન કર્મનો કર્તા જીવ છે એમ તો નથી; પોતાના પરિણામનો કર્તા છે, અચેતનપરિણામરૂપ કર્મનો કર્તા નથી; ] “વ ચ કે પ્રિયે ન” (૨) વળી ( 0) એક દ્રવ્યની (કે ક્રિયે ન) બે ક્રિયા હોતી નથી; [ ભાવાર્થ આમ છે કે જીવદ્રવ્ય જેવી રીતે ચેતનપરિણતિરૂપ પરિણમે છે તેવી જ રીતે અચેતનપરિણતિરૂપ પરિણમતું હોય એમ તો નથી;] “યત: પવન અનેરું ન ચાત” (યત:) કારણ કે ( મ) એક દ્રવ્ય (સને જ ચાત) બે દ્રવ્યરૂપ કેમ થાય? ભાવાર્થ આમ છે કે જીવદ્રવ્ય એક ચેતનદ્રવ્યરૂપ છે તે જો પહેલાં અનેક દ્રવ્યરૂપ થાય તો જ્ઞાનાવરણાદિ કર્મનું કર્તા પણ થાય, પોતાના રાગ-દ્વેષ-મોહરૂપ અશુદ્ધ ચેતનપરિણામનું પણ કર્તા થાય; પણ એમ તો છે નહિ. અનાદિનિધન જીવદ્રવ્ય એકરૂપ જ છે, તેથી પોતાના અશુદ્ધ ચેતનપરિણામનું કર્તા છે, અચેતનકર્મનું કર્તા નથી. આવું વસ્તુ સ્વરૂપ છે. ૯-૫૪.
*
*
*
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #320
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩/૮
કલશાકૃત ભાગ-૨ પ્રવચન નં. ૬૯
તા. ૧૭-૮-'૭૭ કલશ-૫૪ : ઉપર પ્રવચન કર્તાકર્મ અધિકારનો ૫૪ નંબરનો કળશ ચાલે છે.
“અહીં કોઈ મતાન્તર નિરૂપશે કે દ્રવ્યની અનંત શક્તિઓ છે, તો એક શક્તિ એવી પણ હશે કે એક દ્રવ્ય બે દ્રવ્યોના પરિણામને કરે;”
મતાન્તર એટલે વાસ્તવિકતાનો કોઈ વિરોધ કરશે કે દ્રવ્યમાં અનંત શક્તિઓ છે, આત્મામાં અનંત શક્તિઓ છે. પરમાણુમાં પણ અનંત શક્તિઓ છે. જેટલી આત્મામાં શક્તિ છે તેટલી એક પરમાણુમાં શક્તિ છે. આકાશના પ્રદેશ અનંત છે તેનાથી સંખ્યાએ અનંતગુણી શક્તિઓ એક-એક આત્મામાં છે. આકાશના પ્રદેશ અનંત છે, અંત નહીં તેવું અનંત. આકાશના પ્રદેશની સંખ્યા કરતાં એક પરમાણુમાં પણ અનંતગુણી શક્તિ છે. જેટલી શક્તિ એક આત્મામાં છે તેટલી શક્તિ પરમાણુમાં છે. આત્મામાં ચૈતન્ય, આનંદ આદિ શક્તિઓ છે જડ આદિ શક્તિઓ પરમાણુંમાં છે.
હવે શિષ્ય પ્રશ્ન કરે છે કે-અનંત શક્તિ છે તો એક શક્તિ એવી પણ હશે કે એક દ્રવ્ય બે દ્રવ્યોના પરિણામને કરે. આત્મા અનંત શક્તિવાળો છે તો તે પોતાના પરિણામને પણ કરે અને કર્મની પર્યાય, શરીરની પર્યાય, વાણીની પર્યાય તે બેના પરિણામને કરે એવી એક શક્તિ છે.
એક દ્રવ્ય બે દ્રવ્યોના પરિણામને કરે.” તેમ છે પાઠમાં? પોતાના રાગને પણ કરે અને ભાષાની પર્યાયને પણ કરે કારણ કે આત્મામાં ઘણી શક્તિ છે. અનંત શક્તિમાંથી એવી કોઈ શક્તિ હશે કે જે પોતાના પરિણામને કરે. અને શરીરને ચલાવવાની ક્રિયાને પણ કરે સમજમાં આવ્યું? આવો મતાન્તરવાલા શિષ્યનો પ્રશ્ન છે. તો તેને કહે છે એમ છે નહીં ભગવાન !
અમારે ગુજરાતમાં કહેવત છે કે એક ગાયને ગોવાળ ચરાવે છે તો સાથે બે ગાયને ચરાવે તેમાં વાંધો શું છે? તેમ આત્મા અને પરમાણુમાં સંખ્યાએ અનંત શક્તિ છે. સંખ્યાએ હોં! અનંતશક્તિ છે તો એક શક્તિ એવી પણ હશે કે પોતાના પરિણામને પણ કરે અને પરનું પણ કરે તો તેમાં વાંધો શું?
જેમકે આત્મામાં એક વીર્ય નામની શક્તિ છે. તે રાગને કરે નહીં. તે બહુ સૂક્ષ્મવાત છે. વીર્ય શક્તિ તો નિર્મળ પરિણામને જ કરે. આપણે બપોરે પ્રવચનમાં વીર્ય શક્તિ ચાલે છે. એ વીર્ય શક્તિ પોતાની નિર્મળ પર્યાયને પણ કરે અને શરીરને પણ કરે. અને બીજા જીવને હલાવવો, પાણીમાં પડ્યો હોય તો હાથથી બચાવવો, શરીરની ક્રિયાને કરવી તેવું તો આત્મા કરે ને? કારણ કે આત્મા અનંત શક્તિવાન છે તો આવી પણ એક શક્તિ હશે કે પરદ્રવ્યનું કાર્ય કરે? કહે છે-ભગવાન! એમ છે નહીં. આ હાથ આમ હલાવ્યો તો
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #321
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩/૯
કલશ-૫૪ આત્મા રાગને પણ કરે અને તે શરીરની ક્રિયાને પણ કરે તેમ છે નહીં.
શિષ્યનો એમ પ્રશ્ન છે કે-એક દ્રવ્ય બે દ્રવ્યોના પરિણામને કરે એવી શક્તિ હોય તો વાંધો શું છે? ભગવાન ! સાંભળ! એમ થતું નથી. એક દ્રવ્ય બે દ્રવ્યના પરિણામને ન કરે. જીવદ્રવ્ય છે તે પોતાના અશુદ્ધ ચેતના અને રાગ-દ્વેષ-મોહના પરિણામને વ્યાપ્ય-વ્યાપક થઈને કરે છે. અત્યારે તો અહીંયા આમ સિદ્ધ કરવું છે. પરંતુ જ્યારે દ્રવ્યદૃષ્ટિને સિદ્ધ કરવી હોય, દ્રવ્ય સ્વભાવ સિદ્ધ કરવો હોય, સમ્યગ્દર્શનનો વિષય સિદ્ધ કરવો હોય, શુદ્ધ ચૈતન્યઘનની જ્યારે સિદ્ધિ કરવી હોય તો રાગ-દ્વેષના પરિણામનો કર્તા આત્મા નથી. સમજમાં આવ્યું?
પોતાનો શુદ્ધ ચૈતન્યઘન ભગવાન જે આનંદકંદ પ્રભુ છે એવા દ્રવ્યની સિદ્ધિ શ્રદ્ધામાં કરવી હોય અને ઉપદેશમાં સિદ્ધિ કરવી હોય ત્યારે દ્રવ્ય સ્વભાવ પોતાના નિર્મળ સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રના પરિણામનો કર્તા છે. નિર્મળ પરિણામનો કર્તા અને રાગના પરિણામનો કર્તા તેમ છે નહીં. સમજમાં આવ્યું?
અહીં તો પ્રત્યેક દ્રવ્યની વર્તમાન પરિણતિરૂપ જે પર્યાય થાય છે તેનો આત્મા અજ્ઞાનભાવે કર્તા છે. શુદ્ધ સ્વરૂપ ચૈતન્ય આનંદઘનની દૃષ્ટિનો જેને અભાવ છે તેવો જીવ પોતાની પર્યાયમાં મિથ્યાત્વ રાગ-દ્વેષના પરિણામ કરે પરંતુ સાથે કર્મબંધનની પર્યાયને પણ કરે એમ થતું નથી. પરની દયા પાળવાનો જે રાગ છે તે રાગને પણ કરે અને પરની દયા પણ પાળી શકે તેમ છે નહીં. રાગ પણ કરે અને પરની દયા પાળવાની ક્રિયાને પણ કરે એમ બે કાર્ય કરે નહીં.
આ બધા શેઠિયા છે તે બે-બે ક્રિયા ન કરી શકે? ન કરી શકે, તે ના પાડે છે. વિકલ્પ કરે છે પરંતુ વિકલ્પ આવ્યો માટે દાનમાં પૈસા આપ્યા એ ક્રિયા તો જીવે કરી એમ છે નહીં.
જેવી રીતે જીવદ્રવ્ય પોતાના અશુદ્ધ ચેતનારૂપ રાગ-દ્વેષ-મોહ પરિણામને વ્યાપ્ય-વ્યાપકપણે કરે તેવી જ રીતે જ્ઞાનાવરણાદિ કર્મપિંડને વ્યાપ્ય-વ્યાપકપણે કરે.”
જેવી રીતે આત્મા વ્યાપક નામ વિસ્તાર થઈને પ્રસરે તો રાગરૂપી વ્યાપ્યનો કર્તા થાય પરંતુ કર્મની પર્યાયનો પણ કર્તા થાય તેમ બનતું નથી. આહા. હા! આવી ચીજ છે.
પ્રશ્ન- તો પછી રાગ થાય ત્યારે તો કર્મ બંધાય કે નહિં?
ઉત્તર- એમ જ કહે છે કે રાગ થાય ત્યારે કર્મ બંધાય છે. પરંતુ કર્મની પર્યાય થવાનો સ્વકાળ કર્મમાં છે. રાગથી કર્મની પર્યાયમાં બંધન થાય તેમ છે નહીં. અરે રે! અનંતકાળથી પોતાની ચીજમાં પોતાના પરિણામનો કર્તા છે.. , પરનો કર્તા નહીં, એવું ભેદજ્ઞાન કદિ કર્યું નથી. જ્યાં ત્યાં કર્તાપણાનું અભિમાન કર્યું.
અહીં તો કહે છે કે જ્યારે ઉપદેશનો વિકલ્પ ઉત્પન્ન થાય છે તો અજ્ઞાની વિકલ્પનો
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #322
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૧૦
કલશાકૃત ભાગ-૨ કર્તા થાય પરંતુ તે ભાષાની પર્યાયનો કર્તા થાય તેવું ત્રણકાળમાં બનતું નથી. હવે જ્ઞાનીને જે વિકલ્પ આવે છે ત્યારે જ્ઞાની વિકલ્પના જ્ઞાનનો કર્તા છે. આહા... હા! વિકલ્પ આવ્યો તે સમયે ધર્મીને જ્ઞાયક સ્વરૂપ દૃષ્ટિમાં વર્તે છે તેથી તે પર્યાયમાં સ્વ અને રાગ સંબંધીનાં જ્ઞાનનો પર્યાય પ્રગટ થાય છે, અપર પ્રકાશક પર્યાય પ્રગટ થાય છે પરંતુ જ્ઞાની તે રાગનો કર્તા નથી. તે તો જ્ઞાતા છે. તે જ્ઞાતાના પરિણામનો કર્તા ભલે હો! આહાહા! તે પણ આત્માનો ભેદ છે. પરંતુ રાગના કે પરના પરિણામનો કર્તા નથી. સમજમાં આવ્યું!?
જેની દૃષ્ટિ પર્યાયમાં છે અર્થાત્ રાગમાં, પુણ્ય-પાપના ભાવમાં છે તે પરિણામનો કર્તા હોવાથી અજ્ઞાની છે. તે અજ્ઞાની પરિણામનો કર્તા થયો અને તે જ સમયે જેટલા પ્રમાણમાં કર્મબંધન થાય છે તે કર્મબંધનની પર્યાયનો કર્તા પણ આત્મા અને વિકારનો કર્તા પણ આત્મા તેમ બે પરિણામનો એક કર્તા છે નહીં. બે ભિન્ન-ભિન્ન પરિણામના બે ભિન્ન-ભિન્ન કર્યા છે.
પ્રશ્ન- વૈભાવિક શક્તિનું કાર્ય ચાલુ છે.
ઉત્તર- વૈભાવિક શક્તિ તો જ્યારે પોતે પોતાનામાં નિમિત્તાધીન થઈને વિકાર કરે તો વૈભાવિક શક્તિનું કાર્ય છે પરંતુ વૈભાવિક શક્તિ વિકારને કરે તેમ નથી. ભગવાને છ દ્રવ્ય જોયા છે તેમાં જીવ, પુદ્ગલ, ધર્મ, અધર્મ, આકાશ અને કાળ. તેમાં જીવ અને પુગલ તે બેમાં એવી એક શક્તિ છે. એ શક્તિના કારણે વિભાવ કહ્યો, પણ વિભાવનો અર્થ વિકાર કરે માટે વિભાવ તેવો અર્થ નથી.
આત્મામાં એક વૈભાવિક શક્તિ છે વૈભાવિક શક્તિ છે માટે વિકારને કરે તેવો તેનો સ્વભાવ છે તેવો તેનો અર્થ નથી. છ દ્રવ્યો છે તેમાંથી ચાર દ્રવ્યો જેમાં અસંખ્ય કાલાણું, એક ધર્માસ્તિકાય, એક અધર્માસ્તિકાય, આકાશ તે ચારમાં આ શક્તિ નથી. તે કારણથી જીવ અને પુદ્ગલમાં વિશેષરૂપ વૈભાવિક શક્તિ હોવાથી વૈભાવિક શક્તિ કહેવામાં આવી છે. વૈભાવિક શક્તિ વિકાર કરે એવી વૈભાવિક શક્તિ તેમ નથી. અરે! પ્રભુના મારગડા ભારે...!
શ્રીમદ્જીએ ખુલાસો કર્યો છે કે વૈભાવિક શક્તિ કેમ કહી? બીજા ચાર દ્રવ્યોમાં નથી અને જીવ-પુગલમાં છે તે કારણે તે વિશેષ શક્તિ હોવાથી વૈભાવિક શક્તિ છે. વૈભાવિક શક્તિ એટલે વિકારને કરે તેમ નથી. વૈભાવિક શક્તિ તો સિદ્ધમાં પણ છે. એ શું કહ્યું? સિદ્ધને શુદ્ધ-નિર્મળ પરિણમન છે. જેને પર્યાયબુદ્ધિ છે અને નિમિત્તાધીન દૃષ્ટિ છે તેને વૈભાવિક શક્તિ નિમિત્તાધિન થઈને વિકાર કરે છે. નિમિત્તાધીન થાય છે ત્યારે તે વિકારમાં નિમિત્ત છે. સમ્યગ્દષ્ટિ જીવે પોતાની ચીજને રાગથી ભિન્ન અનુભવીપ્રતીતમાં આવી તો ત્યાં વૈભાવિક શક્તિ વિશેષ હોવાથી તેનું થોડું શુદ્ધ પરિણમન છે અને થોડું અશુદ્ધ પરિણમન છે. એટલે કે સ્થિરતા અસ્થિરતાવાળું છે. શુદ્ધતામાં સ્થિર
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #323
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કલશ-૫૪
૩૧૧ પરિણમન છે અને અશુદ્ધતામાં અસ્થિર છે તે રીતે એક પર્યાયમાં બે ભાગ થઈ ગયા છે. ભાઈ ! આવી ઝીણી વાતું બહુ.
આત્મામાં વૈભાવિક શક્તિ અનાદિ અનંત છે. સિદ્ધમાં પણ વૈભાવિક શક્તિ છે. વિકાર કરે તે વૈભાવિક શક્તિ તેવો અર્થ નથી. ચાર દ્રવ્યોમાં આ શક્તિ નથી તેથી તેને વૈભાવિક શક્તિ કહેવામાં આવી છે. તો એ વૈભાવિક શક્તિ સિદ્ધમાં પૂર્ણ નિર્મળ થઈ. અજ્ઞાનમાં વૈભાવિક શક્તિ પૂર્ણ વિપરીતરૂપે-વિકારને કરે છે.
સમ્યગ્દર્શનના પ્રસંગમાં પોતાની ચીજ જે ચેતન છે એવું ધર્મીને ભાન થયું તો તેને વૈભાવિક શક્તિમાં જેટલા પ્રમાણમાં શ્રદ્ધા જ્ઞાન થયું તેટલા પ્રમાણમાં નિર્મળતા છે. હવે જેટલી અસ્થિરતા અને મલિનતા છે તો એ મલિનતાનો કર્તા જ્ઞાની નથી. તો કહે છે કેનિર્મળ પર્યાય જે થઈ તેનો પણ કર્તા અને મલિન પર્યાય જે થઈ તેનો પણ કર્તા તેમ બે કર્તા નથી. મલિન પરિણામનો કર્તા અને તેમાં જેટલા પ્રમાણમાં બંધન થાય છે તે કર્મોનું તે પર્યાયનો કર્તા તેમ છે નહીં. આહા! આવી વાતું બહુ સૂક્ષ્મ ભાઈ !
તત્ત્વ ભિન્ન ભિન્ન છે તો ભિન્ન-ભિન્ન તત્ત્વની પર્યાય ભિન્નમાં-ભિન્નપણે થાય છે. શ્રી પંચાસ્તિકાયની ૬ર ગાથામાં કહ્યું છે. ૨૦૧૩ની સાલમાં વર્ણજીની સાથે સમેદશિખરમાં ચર્ચા થઈ ત્યારે આ ફૂલચંદજી., કૈલાસચંદજી, રામજીભાઈ, અમારા પંડિત હિંમતભાઈ તે બધા પંડિતોમાં ઉત્કૃષ્ટ છે હોં! તેઓ બોલતા નથી તો એમ ન સમજવું કે કમ છે. તેમનામાં ઘણી શક્તિ છે. ઘણી શક્તિ છે.. આખું સમયસાર, પ્રવચનસાર વગેરે ગુજરાતીમાં બનાવ્યા છે. તો અહીં કહે છે કે-રાગનો પણ કર્તા હો અને શાસ્ત્રના અનુવાદની ક્રિયાનો પણ કર્તા હો ! તેમ બે નો કર્તા નથી.
શ્રોતા:- હમણાં તો કહી રહ્યા હતા ને મહારાજ ! ઉત્તર-શું કહ્યું ! એ તો નિમિત્તથી કથન કર્યું હતું. શ્રોતા:- હિંમતભાઈ ઉપર કહી રહ્યા હતા.
ઉત્તર- એ તો બીજાથી વિશેષ છે એમ બતાવ્યું. તેઓ ભાષણ નથી કરતા, કોઈ વખતે થોડું બોલે છે, બાકી શક્તિ તો તેમનામાં ઘણી છે.
શ્રોતા- બોલવાની ક્રિયા તો કરે છે ને?
ઉત્તર- બોલવાની ક્રિયા કરતા નથી એમ કહે છે. બહુ સૂક્ષ્મવાત છે ભાઈ ! ભિન્ન તત્ત્વના પરિણામ ભિન્નથી થયા તેમ નથી. પોતાથી થયા છે તો કર્તા કહેવામાં આવે છે.
આ લાકડી છે તે આમ હાલે છે તો તે આંગળીના પરિણામથી તે પરિણામ થાય છે તેમ કયારેય થતું નથી. નિમિત્ત હો પણ તેનાથી ઉપાદાનમાં પરિણામ થયા છે તેમ કયારેય થતું નથી. જો નિમિત્તથી થાય તો તેને નિમિત્ત કહેવામાં આવતું નથી. આમ થાય તો તે પરિણામ આંગળીથી થયા તેમ છે નહીં. હવે જે ઇચ્છા થઈ કે લાકડીને હું હલાવું તો તે
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #324
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૧૨
કલશામૃત ભાગ-૨ ઇચ્છાનો પણ કર્તા થાય અને લાકડીની પર્યાયનો પણ કર્તા થાય તેવું છે નહીં. આહા... હા! આવો સૂક્ષ્મ માર્ગ છે ભાઈ!
(૧) શ્રોતા:- નિમિત્ત નૈમિત્તિક સંબંધ બેની વચ્ચે છે.
(૨) ઉત્તરઃ- તેનો અર્થ શું? નિમિત્ત છે પરંતુ નિમિત્ત કર્યા છે તેમ નથી. નિમિત્ત છે તો નૈમિત્તિકમાં કાર્ય થયું તેમ નથી.
શ્રોતા:- નિમિત્ત છે તો કાર્ય થયું.
ઉત્તર:- નિમિત્તમાં પોતાનું કાર્ય થયું. “ઉપાદાન બલ જહીં તહીં નહીં નિમિત્તકા દાવ.” શ્રી બનારસીદાસજીના દોહામાં છે. શ્રી બનારસીદાસના સાત દોહા છે પછી ભૈયા ભગવતીદાસજીના ૪૭ દોહા છે. “ઉપાદાન બલ જહીં તહ” અર્થાત્ જ્યાં-ત્યાં પોતાની પર્યાયનો કર્તા આત્મા છે. જડની પર્યાયનો કર્તા જડ છે. “નહીં નિમિત્તકો દાવ”, ક્યાંય નિમિત્તનો પેચ અર્થાત દાવ આવતો નથી. કે-નિમિત્ત હતું તો થયું તેવો દાવ કયારેય આવતો નથી. મોક્ષમાર્ગ પ્રકાશકમાં આ દોહા પાછળ લીધા છે.
અહીં કહે છે કે જેમ આત્મા પોતાના અશુદ્ધ ચૈતન્ય રાગ-દ્વેષરૂપે વ્યાપ્ય-વ્યાપક છે પરંતુ નિશ્ચયથી તો પર્યાય વ્યાપક છે અને પર્યાય જ વ્યાપ્ય છે. પરંતુ અહીંયા વિષય જરા જુદો છે કે-આત્મા વ્યાપક છે અને વિકારી પર્યાય વ્યાપ્ય છે તેમ કહેવું છે. બાકી દ્રવ્ય અને ગુણ શુદ્ધ છે તે વ્યાપક થઈને પ્રસરે અને વિકારને કરે તેમ છે નહીં. પરંતુ અહીંતો દ્રવ્ય-પર્યાય વચ્ચે વ્યાપ્ય વ્યાપક કહેવું છે. તો જે દ્રવ્ય છે તે વ્યાપક થઈને પર્યાયમાં અને પર્યાય જે વિકલ્પના લક્ષવાળી છે તો તેમાં પ્રસરે છે, અને વિકાર તે વ્યાપ્ય છે. વ્યાપ્ય વ્યાપક તેના દ્રવ્યની પર્યાયમાં છે. પરની પર્યાયની સાથે વ્યાપ્ય વ્યાપક છે તેવું ત્રણકાળમાં છે નહીં.
આહા... હા ! બીજાને કોણ સમજાવી શકે? શ્રોતા- જ્ઞાની પુરુષ હોય તે...!
ઉત્તરઃ- સમાધિશતક-પૂજ્યપાદ સ્વામી કહે છે કે-સમજાવવાનો જે વિકલ્પ ઉઠે છે તે પાગલપણું છે. આહા.. હા!
શ્રોતા- ચારિત્રનું પાગલપણું છે.
ઉત્તર- એ તો ચારિત્રનું જ પાગલપણું કહેવાય ને?! દર્શનનું પાગલપણું તેને નથી. દર્શનનું પાગલપણું એટલે વિકલ્પને પોતાનો માને તે દર્શનનું પાગલપણું-મિથ્યાત્વનું પાગલપણું છે. તત્ત્વાર્થસૂત્રના પહેલા અધ્યાયમાં આવે છે “ ઉન્મત્તવ” તે ઉન્મત્તવત્ તે મિથ્યાદર્શનનું છે. પરનું હું કરું અને પરથી મને લાભ થશે, રાગથી મને લાભ થશે એ ઉન્મત્તપણું મિથ્યાત્વનું છે. અને મિથ્યાત્વનું ઉન્મતપણું ગયા પછી પણ ચારિત્રનું ઉન્મત્તપણું રહે છે.
આહા. હા! શ્રી પૂજ્યપાદ સ્વામી દિગમ્બર સંત, ભાવલિંગી આનંદમાં ઝૂલવાવાળા
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #325
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કલશ-૫૪
૩૧૩ સમાધિ શતકમાં તો એમ કહે છે કે અમને જે વિકલ્પ આવે છે તેટલું અસ્થિરતાનું ઉન્મત્તપણું છે. કેમકે વિકલ્પથી લોકો કયાં સમજી શકે છે? સમજે છે તે તો તેની પર્યાયથી સમજે છે. તેથી હું કોને સમજાવું? અને જે સામે દેખાય છે તે તો જડ છે. તે તો સમજતું નથી. અને અંદર જે ચૈતન્ય છે તે અમને દેખવામાં આવતું નથી. આહા. હા ! વાત બહુ સૂક્ષ્મ ભગવાન!
મુનિરાજ કહે છે કે આ વિકલ્પ ઉઠે છે તે ચારિત્રનો દોષ છે, પાગલપણું છે. અને તેની અંદર એવું થઈ જાય કે-લાખો લોકો ખુશી થાય છે, તે જોઈને પોતાનામાં ખુશી થઈ જવી તે તો મિથ્યાત્વભાવ છે. આહા... હા! ઝીણી વાત ભાઈ ! આતો વીતરાગનો મારગ છે. રાગનો એક કણ પણ દૂષિત છે.
આહા... હા ! પોતાનો ચેતનપ્રભુ છે. રાગના કાળમાં રાગનું જ્ઞાન કરવાની પર્યાય સ્વતંત્રપણે સ્વપરપ્રકાશક સ્વભાવે ઉત્પન્ન થાય છે. એ પર્યાયનો કર્તા ઉપચારથી જ્ઞાનને કહેવામાં આવે છે. પરંતુ રાગનો કર્તા જ્ઞાની છે તેવું ઉપચારથી પણ કહેવામાં આવતું નથી. ઉપચારથી રાગનો કર્તા કહેવો તે અજ્ઞાન છે. સમજમાં આવ્યું?!
કહ્યું? અહીં તો રાગને આત્માની સાથે વ્યાપ્ય-વ્યાપક કહેવામાં આવ્યો છે. એ તો અજ્ઞાનીની વાત છે. અજ્ઞાની પોતાની પર્યાયમાં રાગ-દ્વેષ કરે છે તેમ અહીંયા સિદ્ધ કરવું છે. રાગ-દ્વેષ કરે છે તો કર્મબંધનની પર્યાય થાય છે. તે કર્મબંધના પરિણામનો કર્તા આત્મા છે એમ નથી. એટલે સિદ્ધ કરવું છે. નિશ્ચયથી તો કર્તા નથી તેવા ભગવાન આત્માના સ્વભાવનો ખ્યાલ આવ્યો તો તેને થયું કે-અરેરે! અજ્ઞાનભાવથી વિકારનો કર્યા છે તો તેવું અજ્ઞાન શા માટે રાખવું? આગળ ૯૨-૯૩ ગાથામાં આ વાત આવે છે. શાંતિથી સમજવું પ્રભુ!
રાગ મારું કર્તવ્ય છે અને હું તેનો કર્તા તો તેને તો અજ્ઞાન કહે છે. આવા અજ્ઞાનને જે જાણે તે કર્તા કેવી રીતે થઈ શકે? સમજમાં આવ્યું? અહીંયા તો વિકારી પરિણામનો કર્તા જીવ, શરીરને હલાવવાની ક્રિયાનો કર્તા જીવ, ભાષાની પર્યાયનો કર્તા જીવ, રાગનો કર્તા જીવ, કર્મબંધનની પર્યાયનો કર્તા જીવ તેમ બે પરિણામનો એક કર્તા થઈ શકતો નથી.
ઉત્તર આમ છે કે દ્રવ્યને અનંત શક્તિઓ તો છે પરંતુ એવી શક્તિ તો કોઈ નથી કે જેનાથી, જેવી રીતે પોતાના ગુણ સાથે વ્યાપ્ય-વ્યાપકપણે છે તેવી જ રીતે પરદ્રવ્યના ગુણ સાથે પણ વ્યાપ્ય-વ્યાપકપણે થાય.”
અહીં ગુણ શબ્દ પર્યાયની સાથે વ્યાપ્ય-વ્યાપકપણે છે તેમ લેવું. ગુણની સાથે તો વ્યાપ્ય-વ્યાપક છે પરંતુ પોતાની પર્યાયની સાથે વ્યાપ્ય-વ્યાપક છે. તેવી જ રીતે પારદ્રવ્યના ગુણની સાથે પણ વ્યાપ્ય-વ્યાપક થાય તેવી તો કોઈ શક્તિ છે નહીં.
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #326
--------------------------------------------------------------------------
________________
૩૧૪
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કલશામૃત ભાગ-૨
ગઈકાલે નેમીનાથ ભગવાનનું દૃષ્ટાંત આપ્યું હતું ને !? સારી સભા એકઠી થયેલી હતી. (તેમાં પ્રશ્ન થયો કે સૌથી બળવાન કોણ ?) કોઈ કહે યુધિષ્ઠિર બળવાન છે, કોઈ કહે ભીમમાં બળ છે, કોઈ કહે અર્જુન બળવાન છે. ત્રણજ્ઞાનના ધણી નેમીનાથ ભગવાન બેઠા છે તેમનું બળ વધારે છે. તો નેમીનાથ ભગવાનને પણ એવો વિકલ્પ આવી ગયો કે હું પગ નીચે રાખું છું અને શ્રીકૃષ્ણ આવે અને મારા પગને હલાવે !? આ શક્તિ કાંઈ આત્માની નથી. એ તો ૫૨માણુંની શક્તિ છે. આત્માની શક્તિ શરીરમાં પ્રવેશ કરે તેમ નથી. આત્માની શક્તિ-પોતાની પર્યાયમાં રહે છે. જડની શક્તિ પોતાની પરિણતિમાં રહે છે. આત્મામાં ઘણી શક્તિ છે તો (થોડીક) જડમાં આવી જાય છે તેમ નથી.
મોક્ષમાર્ગ પ્રકાશકમાં દર્શનમોહનીય અધિકા૨ છે તેમાં આવે છે. સૂક્ષ્મ તો છે થોડું. વિષયના કાળમાં ઇન્દ્રિય કઠણ થઈ જાય છે તો તે પર્યાયને આત્માએ કરી અને રાગની પર્યાયને પણ આત્માએ કરી તેમ છે નહીં. પ્રભુ ! એ જડની પર્યાય છે તને ખબર નથી. એ જડની પર્યાયને પણ આત્મા કરે અને આત્મા રાગને પણ કરે તેવી બે વાત ત્રણકાળમાં નથી. તેમ ક્રોધ કરે ત્યારે આંખ લાલ થઈ જાય છે. તો આંખની પર્યાય જે લાલ થાય છે તે ક્રોધ કર્યો માટે લાલ થાય છે તેમ નથી. ક્રોધના પરિણામ તે તો જીવની પર્યાયમાં છે.. અને આંખ લાલ થઈ તે જડની પર્યાયમાં છે. આહા... હા ! બહુ સૂક્ષ્મ બાપુ!
પ્રશ્ન:- આ બધું સમજવાથી ફાયદો શું?
ઉત્ત૨:- ફાયદો એ કે-હું ૫૨થી ભિન્ન છું તો પોતાની દૃષ્ટિ દ્રવ્ય ઉપર કરવી તે ફાયદો છે. હું પર્યાયનો કર્તા છું પરંતુ ૫૨નો કર્તા નથી તો ૫૨ ઉ૫૨થી લક્ષ ઉઠી જાય છે અને દ્રવ્ય ઉ૫૨ લક્ષ્ય ક૨વાનું છે.
શું કહ્યું ? જડના પરિણામને પણ આત્મા કરે અને રાગને પણ કરે તેમ નથી. એક સમયમાં બન્ને કાર્યો સાથે છે. જે સમયે ક્રોધ થયો તે સમયે શ૨ી૨ લાલ થઈ જાય છે, બન્ને સાથે છે તો ક્રોધે શ૨ી૨ને લાલ કર્યું છે ? તેમ બિલકુલ નથી. એક દ્રવ્ય બે પરિણામનો કર્તા થાય તેમ થતું નથી.
જેમકે ખાવાનો વિકલ્પ થયો તો તેનો પણ કર્તા થાય અને રોટલી-દાળ-શાકની સાથે ખાવાની ક્રિયાનો કર્તા થાય તેમ બનતું નથી. ખાવાની ક્રિયા તે જની પર્યાય છે. જેમ લાડુ, રોટલીનો ભૂક્કો થાય છે તે જડની પર્યાય છે, જડની પર્યાયને આત્મા કરી શકે તેમ ત્રણકાળમાં બનતું નથી. પ્રથમ રોટલીના ટૂકડાં કરે અને પછી તે ટૂકડાંને ગળે ઉતારે તેવી આત્માની ક્રિયા છે જ નહીં.
શ્રોતા:- તો રોટલીના ટૂકડાં રોટલીથી થયાં ?
ઉત્તર:- રોટલીના ટૂકડાં રોટલીને કા૨ણે થાય છે આત્માને કારણે નહીં. અહીંની વકીલાત તે બીજી જાતની છે. અરે... બાપુ! અહીં તો તત્ત્વની ભિન્નતા બતાવવી છે.
Please inform us of any errors on rajesh.shah@fofalise.co.uk
Page #327
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કલશ-૫૪
૩૧૫ પ્રત્યેક દ્રવ્યની ભિન્નતા.. પોતાના પરિણામમાં પણ છે. તે પરિણામ પોતાનામાં છે તો બીજા દ્રવ્યમાં પણ તે પરિણામ થાય એમ નથી.
“દિ વસ્ય તૌ વર્તાર ન” નિશ્ચયથી એક પરિણામના બે દ્રવ્ય કર્તા નથી; [ભાવાર્થ આમ છે કે અશુદ્ધ ચેતનારૂપ રાગ-દ્વેષ મોહ પરિણામનું જેવી રીતે વ્યાપ્ય-વ્યાપકપણે જીવદ્રવ્ય કર્તા છે. તેવી જ રીતે પુદ્ગલ દ્રવ્ય પણ અશુદ્ધ ચેતનારૂપ રાગ-દ્વેષ મોહ પરિણામનું કર્તા છે એમ તો નથી;] એક દ્રવ્યના બે પરિણામ હોતા નથી;”
અત્યારે તો જીવદ્રવ્યની પર્યાય સિદ્ધ કરવી છે. સમજમાં આવ્યું? જ્યારે દ્રવ્ય સ્વભાવની સિદ્ધિ કરવી હોય તો દ્રવ્ય શુદ્ધ ચૈતન્યઘન છે અને પુણ્યના પરિણામ પુદ્ગલના છે તેમ કહેવામાં આવે છે. કેમકે વિકાર નિમિત્તને આધીન-(લક્ષે) થાય છે તો પુદ્ગલ તેનો કર્તા છે- તેમ કહીને તેનું લક્ષ છોડાવી દીધું. અહીં તો પરિણામ પોતાનામાં પોતાથી થાય છે એટલું પર્યાયષ્ટિએ સિદ્ધ કરવું છે. આહા...! આ એક વ્યવહાર છે. અશુદ્ધ પરિણામનો કર્તા જીવ તે પણ વ્યવહાર છે. તેને અશુદ્ધ નિશ્ચયનય કહો તો અશુદ્ધ નિશ્ચયનય ખરેખર વ્યવહારમાં જાય છે. સમજમાં આવ્યું?
[ભાવાર્થ આમ છે કે જેવી રીતે જીવદ્રવ્ય રાગ-દ્વેષ-મોહરૂપ અશુદ્ધ ચેતના પરિણામનું વ્યાપ્ય-વ્યાપકપણે કર્તા છે તેવી રીતે જ્ઞાનાવરણાદિ અચેતન કર્મોનો કર્તા જીવ છે.. એમ તો નથી; પોતાના પરિણામનો કર્તા છે અચેતનરૂપ પરિણામનો કર્તા નથી;]
પહેલાં શું કહે છે..! પોતાનામાં જે રાગ-દ્વેષ થયા તેનો પણ કર્તા થાય અને પુદ્ગલદ્રવ્યનો પણ કર્તા હો ! તેમ નથી જેમકે જડ કર્મનો ઉદય આવ્યો તેણે પણ અશુદ્ધ રાગ-દ્વેષ કરાવ્યા તેમ નથી. આહા.. હા ! તો તો મોટી ગરબડ છે.
તેવી જ રીતે પુદ્ગલ દ્રવ્ય પણ અશુદ્ધ ચેતનારૂપ રાગ-દ્વેષ મોહ પરિણામનું કર્તા છે એમ તો નથી.”
અત્યારે તો મોટી ચર્ચા ચાલે છે. કર્મથી વિકાર થાય છે, પરદ્રવ્યથી પર્યાયમાં વિકાર થાય છે. આત્મા પરદ્રવ્યને તો સ્પર્શતોએ નથી. સ્તુતિમાં આવે છે “કર્મ બિચારે કૌન ભૂલ મેરી અધિકાઈ.” કર્મ તો જડ છે-અજીવ છે તેની પર્યાય તેનામાં થાય છે. જે પર્યાય આત્માને વિકાર કરાવે તે પર્યાય આત્માની છે જ નહીં.
આહા... હા ! અન્યમતમાં ઇશ્વરને કર્તા માને છે. એ લોકો એમ માને છે કેઇશ્વરની ઇચ્છા વિના પાંદડું પણ ફરતું નથી. આ તો અમે પ્રત્યક્ષ સાંભળ્યું છે.
શ્રોતા- એ લોકો સર્વશક્તિમાન માને છે. ઉત્તર:- સર્વ શક્તિમાન હોય તો પણ પરમાં શું કરે. એ તો કહો! તે દ્રવ્યની
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #328
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૧૬
કલશાકૃત ભાગ-૨ સર્વશક્તિ તેનામાં રહી. ઇશ્વર પરનો કર્તા છે તેવું ત્રણકાળમાં છે નહીં. બધે ઉંધું માર્યું છે. અમે નાની ઉંમર રર-ર૩ વર્ષની હતી ત્યારે હજુ દિક્ષીત થયા નહોતા ત્યારે મંદિરમાં ગયા હતા. ત્યારે શરીર ઘણું જ સુંદર હતું, અત્યારે તો શરીરને અયાસી થયા. અમને જોઈને એ વખતે એક સાધુ બોલેલો-ઇશ્વર વિના એક પાંદડું પણ ચાલતું નથી. તે સાધુ કપડાં ધોતો હતો. મને જોઈને આ રીતે બોલેલો. અમે ગઢડાના હતા. પિતાજીના પિતાજી ગામમાં પ્રસિદ્ધ છે. ગામમાં જૂની મેડી સૌ પ્રથમ પિતાજીનાં પિતાજીની હતી. તે ગૃહસ્થ હતા. એ વખતના ગૃહસ્થ અને અત્યારના ગૃહસ્થ એક દિવસમાં દશ-દશ હજાર પેદા કરે. એ વખતે દશ હજારની પૂંજી હતી. | (દાદાનું) રાજકુમાર જેવું શરીર હતું. કામધંધા આખું વરસ કરતા નહીં. રૂની પેઢી હતી તેમાં બે માસ ધંધો હતો. બે માસમાં બે હજાર પેદા કરતા હતા બસ. બાકી તમારી જેમ બીજા દશ મહિના મજૂરી કરતા નહીં. અમારા પિતાજીની માતા કહેતા હતાઆપણા ઘરમાં બે મહિના ધંધો કરવાનો. બે મહિનામાં બે હજાર પેદા થઈ જતા હતા. (અમારું) સારું પૂરતીયા ઘર એટલે પૈસા પણ કોઈને આપે. ત્યારે બાર મહિનાનો ત્રણસોનો ખર્ચ. અહીં તો તમારે મહિનામાં ત્રણસો શાકના જોઈએ. એ વખતે તો ખર્ચ બહુ થોડા પૈસા થોડા પણ સંતોષી બહુ. ત્યારે આવી ઉપાધિ ન હતી. બે માસ ધંધો કરે પછી દસમાસ સગા વ્હાલાંને ત્યાં જાય, સગાં વ્હાલાં અહીંયા આવે. દસમાસ ધંધો ન કરે. આમ વાત કરતા હતા. અહીં તો તમારે સવારથી સાંજ બારે માસ હોહા. આ શેઠિયા કરોડપતિ. આ કરોડપતિ. આ શેઠ તો આખો દિ' બીડીમાં રળ્યા કરે છે. જો કે એ તો નિવૃત્તિ લઈને આવે છે.
અરે ! નિવૃત્તિ લઈને આ કરવાનું છે ભગવાન ! આવું મનુષ્યપણું મળ્યું તો દેહથી હું ભિન્ન રાગથી હું ભિન્ન, પુણ્યના પરિણામથી હું ભિન્ન છું. હું રાગનો જાણવાવાળો તે પણ ઉપચારથી છે. તો પછી રાગનો કર્તા તે કયાંથી આવ્યું ભાઈ?
આત્મા પોતાની પર્યાયમાં પોતાને ભૂલીને રાગ-દ્વેષ-મિથ્યાત્વના પરિણામ કરે અને તે સમયે કર્મબંધનની પર્યાયને પણ આત્મા કરે તેમ બે દ્રવ્યના પરિણામ એક દ્રવ્ય કરે તેમ નથી. ( ચ) રાગ-દ્વેષ પરિણામનો કર્તા છે પરંતુ પુલનો કર્તા નથી. પહેલાં તો એમ કહ્યું કે પુદ્ગલદ્રવ્ય જીવના રાગ-દ્વેષ કરે અને જીવદ્રવ્ય પણ રાગ-દ્વેષ કરે તેમ છે નહીં. પછી કહ્યું-જીવ દ્રવ્ય પોતાના રાગ-દ્વેષના પરિણામનો કર્તા અને પુદ્ગલનો કર્તા તેમ નથી. બંધન પુદ્ગલમાં થાય છે તેનો કર્તા જીવ નહીં.
(૧) પહેલાં એમ લીધું કે પોતાનામાં રાગ-દ્વેષ મોહ થાય છે તો પુદ્ગલ પણ કરે છે અને પોતે પણ તેનો કર્યા છે તો કહે એમ નથી.
(૨) રાગ-દ્વેષને કરનાર રાગ-દ્વેષને કરે અને પુદ્ગલની પર્યાયને પણ કરે એમ
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #329
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કલશ-૫૪
૩૧૭ પણ નથી. આ રીતે બે વાત લખી છે. આહા.. હા! મારગ ઘણો સૂક્ષ્મ ભાઈ ! આ સાધારણ વાત નથી. જૈનદર્શન સિવાય આવી વાત કયાંય છે નહીં. હોં ! લોકો આત્માની વાત તો ઘણી કરે છે. ઉપનિષદ અને વેદાંતમાં બધી વાત કાલ્પનિક છે. આ તો સર્વશે વસ્તુની સ્થિતિ જેવી દેખી તેવી કહી છે. આવી વસ્તુની સ્થિતિ છે. અહીં તો ભાગ્ય હોય તેના કાને પડે તેવી વાત છે. જેને પુરુષાર્થ છે તેના જ્ઞાનમાં આવે એવી વાત છે.
બે વાત થઈ. (૧) જીવના પરિણામ જીવ પણ કરે અને પુદ્ગલ પણ કરે તેમ છે નહીં. (૨) જીવ જીવના પરિણામને પણ કરે અને પુગલના પરિણામને પણ કરે એમ પણ નથી. પહેલામાં શું આવ્યું હતું? જીવના રાગ દ્વેષ જીવ કરે અને તે રાગ-દ્વેષને પુદ્ગલ પણ કરે તેમ છે નહીં. જીવ રાગ-દ્વેષને કરે અને પુદ્ગલની પર્યાયને પણ કરે તેમ નથી. સમજમાં આવ્યું?!
આહાહા ! સમજવાની તો આ ચીજ છે, બાકી બીજું ગમે તે પ્રકારે જ્ઞાન કરે..!
[“ભાવાર્થ આમ છે કે-જેવી રીતે જીવદ્રવ્ય રાગ-દ્વેષ મોહરૂપ અશુદ્ધ ચેતના પરિણામનું વ્યાપ્ય-વ્યાપકપણે કર્તા છે તેવી રીતે જ્ઞાનાવરણાદિ અચેતન કર્મોનો કર્તા જીવ છે એમ તો નથી; પોતાના પરિણામનો કર્તા છે, અચેતન પરિણામરૂપ કર્મનો કર્તા નથી;]
કહે છે..! જીવ પોતાના વિકારી પરિણામનો કર્યા છે પરંતુ તે અચેતન પરિણામનો કર્તા નથી. અચેતન કર્મ પર્યાય થાય છે તે પરમાણુંની પર્યાય પરમાણુમાં થાય છે. તે સમયે પરમાણું એ રીતે પરિણમે છે. બાકી કાર્માણ વર્ગણાઓનો સમૂહ ઘણો પડ્યો છે. તો તે સમયે કર્મરૂપી પરિણામ થવાની લાયકાતથી તે કર્મરૂપે પરિણમે છે, તે રાગના કારણે નહીં.
ર ક્રિયે ન” વળી એક દ્રવ્યની બે ક્રિયા હોતી નથી.” પોતાની ક્રિયાનો કર્તા કહેવાય છે પરંતુ પરની ક્રિયાનો નહીં. કર્તામાં પલટવું-બદલવું છે. આત્મા પોતાને બદલે અને કર્મની પર્યાયને બદલી શકે તેમ થતું નથી. તે કર્મરૂપ નથી અને તેને કર્મરૂપ કરાવી ૐ એવું છે નહીં.
[“જીવદ્રવ્ય જેવી રીતે ચેતન પરિણતિરૂપ પરિણમે છે તેવી જ રીતે અચેતન પરિણતિરૂપ પરિણમતું હોય એમ તો નથી;] જેમ જીવ રાગરૂપે પરિણમે તેમ ભાષાની પર્યાયરૂપે પરિણમે તેમ નથી. ગજબ વાત છે. ભાઈ! આ ચર્ચા તો ઇન્દોરમાં થઈ ગઈ છે. ત્યારે પચાસ પંડિતો એકઠા થયા હતા. ત્યારે સૂક્ષ્મવાત ચાલી હતી. અહીંનો વિરોધ કરવા ત્યાં એમ કહ્યું કે-પરદ્રવ્યનો કર્તા ન માને તે દિગમ્બર નહીં. અરેરે ! પ્રભુ! તારે શું કરવું છે?!ત્યારે અહીં કહે છે કે આત્મા પરદ્રવ્યોનો કર્તા નથી. પરના પરિણામને તો કરે નહીં પરંતુ પોતાના રાગના પરિણામને તે કરે તો અજ્ઞાનભાવે કરે એમ કહે છે.
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #330
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૧૮
કલશામૃત ભાગ-૨ આહા.. હા! મોટો ફેર પણ શું થાય? અમે બીજાનું કરી દઈએ ! બીજાને સમજાવી દઈએ ! પહેલાં તે સમજતો નહોતો અને અમે સમજાવ્યું તો સમજણ આવી ! એ બધો મિથ્યા અભિપ્રાય છે.
એક દ્રવ્ય બે દ્રવ્યરૂપ કેમ થાય? ભાવાર્થ આમ છે કે જીવદ્રવ્ય એક ચેતનદ્રવ્યરૂપ છે તે જો પહેલાં અનેક દ્રવ્યરૂપ થાય તો જ્ઞાનાવરણાદિ કર્મનું કર્તા પણ થાય, પોતાના રાગ-દ્વેષ-મોહરૂપ અશુદ્ધ ચેતના પરિણામનું પણ કર્તા નથી;
આત્મા ચેતન દ્રવ્ય છે, એ જો પુગલ દ્રવ્યરૂપ થાય તો જ્ઞાનાવરણાદિ કર્મનો કર્તા જીવ થાય. ભગવાન ચેતન સ્વરૂપ છે. તેની વિકારી પર્યાય ચેતન સ્વરૂપ છે તે પલટીને કર્મની પર્યાયમાં જાય, જડ થાય તો પરનો કર્તા થાય. ચેતનની પરિણતિ કયારેય જડરૂપ થતી નથી. આચાર્યો દિગમ્બર મુનિઓએ જંગલમાં રહીને વીતરાગ ભાવની પ્રસિદ્ધિ કરી છે. આહા... હા ! આવી વાત કયાંય છે નહીં. વસ્તુ સ્થિતિ જ આવી છે. સમાજમાં આવ્યું?!
આહા હા ! કહે છે કે-ચેતનદ્રવ્ય પરદ્રવ્યરૂપ થાય તો તે કર્મોનો કર્તા થાય. પોતાનામાં થતાં રાગ-દ્વેષ અશુદ્ધ ચેતન પરિણામનો પણ કર્તા થાય અને પરનો પણ કર્તા થાય એમ તો છે નહીં.
અનાદિ નિધન જીવદ્રવ્ય એકરૂપ જ છે.” અનાદિ અનંત જીવ ભગવાન આત્મા તો પોતાનામાં એકરૂપ છે. તે કયારેય જડરૂ૫ થયો જ નથી. જડરૂપ થયા વિના જડની પર્યાયને કેવી રીતે કરે? એમ કહે છે. “તેથી પોતાના અશુદ્ધ ચેતના પરિણામનું કર્તા છે,” અચેતન કર્મનું કર્તા નથી. આવું વસ્તુનું સ્વરૂપ છે.
: નિરપેક્ષ સ્વભાવના ભાન વિના નિમિત્તનું યથાર્થ જ્ઞાન થાય નહીં, અપર પ્રકાશક સ્વભાવ છે, તેમાં સ્વના જ્ઞાન વિના પરનું જ્ઞાન થાય નહીં. ઉપાદાનની સ્વતંત્રતાના જ્ઞાન વગર નિમિત્તનું જ્ઞાન થાય નહીં. નિશ્ચય વિના વ્યવહારનું જ્ઞાન થાય નહીં. જેમ ત્રિકાળી દ્રવ્ય : સ્વતંત્ર નિરપેક્ષ છે, તેમ તેની સમય સમયની પર્યાય પણ નિરપેક્ષ સ્વતંત્ર છે. સમય સમયની પર્યાય પોતાના કારણે જ થાય છે.
(પરમાગમસાર બોલ નં. ૭૬૫):
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #331
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કલશ-૫૫
૩૧૯
કલશ નં : પપ
(શાર્દૂલવિક્રીડિત) आसंसारत एव धावति परं कुर्वेऽहमित्युच्चकै१र्वारं ननु मोहिनामिह महाहङ्काररूपं तमः। तद्भूतार्थपरिग्रहेण विलयं यद्येकवारं व्रजेत्
तत्किं ज्ञानघनस्य बन्धनमहो भूयो भवेदात्मनः।। १०-५५ ।। ખંડાન્વય સહિત અર્થ “નનુ મોદિનામ કદમ પુર્વે તિ તમ: સંસારત: રવ ઘાવતિ” (નનુ) અહો જીવ! (મોહિનામ) મિથ્યાષ્ટિ જીવોનો (અદમ ફુર્વે રૂતિ તમ:) “જ્ઞાનાવરણાદિ કર્મનો કર્તા જીવ છે” એવો છે જે મિથ્યાત્વરૂપ અંધકાર તે (મીસંસારત: વ ઘાવતિ) અનાદિ કાળથી એક-સંતાનરૂપ ચાલ્યો આવ્યો છે. કેવો છે મિથ્યાત્વરૂપી અંધકાર? “પર” પરદ્રવ્યસ્વરૂપ છે. વળી કેવો છે? “ઉદ્ય: યુર” અતિશય ધીઠ છે. વળી કેવો છે? “મારંવારપ” (મારંવાર) “હું દેવ, હું મનુષ્ય, હું તિર્યંચ, હું નારક' એવી જે કર્મના પર્યાયમાં આત્મબુદ્ધિ (પ) તે જ છે સ્વરૂપ જેનું એવો છે. “યક્તિ તદ્ ભૂતાર્થપરિપ્રદે વારં વિનય વ્રનેત” (યતિ) જો કદી, (ત) એવો છે જે મિથ્યાત્વ-અંધકાર તે (મૂતાર્થપરિપ્રદેશ) શુદ્ધસ્વરૂપ-અનુભવ વડે (વારં) અન્તર્મુહૂર્તમાત્ર (વિનય વ્રને) વિનાશને પામે તો, [ભાવાર્થ આમ છે કે જીવને યદ્યપિ મિથ્યાત્વ-અંધકાર અનંત કાળથી ચાલ્યો આવ્યો છે તથાપિ જો સમ્યકત્વ થાય તો મિથ્યાત્વ છૂટે, જો એક વાર છૂટે તો,] “સદો તત્કાત્મન: મૂય: વન વિઠ્ઠ મવે” (ગદો) હે જીવ! (ત) તે કારણથી (મીત્મન:) આત્માને અર્થાત્ જીવને (મૂય:) ફરીને (વન્થનું વિમવે) એકત્વબુદ્ધિ શું થાય? અર્થાત્ ન થાય. કેવો છે આત્મા? “જ્ઞાનઘનશ્ય” જ્ઞાનનો સમૂર્ણ છે. ભાવાર્થ-શુદ્ધસ્વરૂપનો અનુભવ થતાં સંસારમાં પરિભ્રમણ થતું નથી. ૧૦-૫૫. પ્રવચન નં. ૬૯
તા. ૧૭-૮-'૭૭ કલશ-પ૫ : ઉપર પ્રવચન “નનુ મોહિનામ કદમ ફર્વે રૂતિ તમ: મીસંસારત: વ ઘાવતિ” અહો જીવ! મિથ્યાષ્ટિ જીવોનો જ્ઞાનાવરણાદિ કર્મનો કર્તા જીવ છે' એવો છે જે મિથ્યાત્વરૂપ અંધકાર તે અનાદિ કાળથી એકસંતાનરૂપ ચાલ્યો આવ્યો છે.”
શું કહે છે? હું કર્મને બાંધુ છું, હું કર્મને છોડું છું, હું કર્મનો નાશ કરું છું એવી બુદ્ધિ મિથ્યાષ્ટિને અનાદિથી ચાલી આવે છે. શાસંસારત:' શબ્દ છે ને? એટલે અનાદિથી
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #332
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૨૦
કલશામૃત ભાગ-૨ સંસા૨ છે. નિગોદના જીવમાં પણ આ પરિણામ છે. લસણ, ડુંગળીના એક રાય જેટલા ટુકડામાં અસંખ્ય શરીર છે.. અને એક શ૨ી૨માં અનંત જીવ છે.. અને એક જીવમાં અનંત શક્તિઓ છે. એ રાગને કરે, પુણ્ય-પાપને કરે અને ૫૨ને ક૨ે એવી બુદ્ધિ અનાદિથી ચાલી આવી છે.
અહીં કહે છે.. તે “ મિથ્યાત્વરૂપી (તમ:) અંધકાર કેવો છે ? ‘ પરં’ ૫૨દ્રવ્ય સ્વરૂપ છે.”
આહા.. હા ! એ ૫૨દ્રવ્યના પરિણામને હું કરું તેવા પરિણામને જ પદ્રવ્ય સ્વરૂપ કહે છે. પહેલા એમ કહ્યું હતું (આગલા કળશમાં) અશુદ્ધ પરિણતિ આત્માની છે. અહીંયા કહે છે કે-આત્મા ૫દ્રવ્યને-કર્મબંધનની પર્યાયને કરે એવો ભાવ મિથ્યાત્વ૫દ્રવ્ય છે, તે સ્વદ્રવ્ય નહીં. સમજમાં આવ્યું ?
'
*
‘વળી કેવો છે ? “ થળે: દુર્વાર” અતિશય ધીઠ છે.”
આહા.. હા ! અનાદિથી (ચાલ્યા આવતા ) ૫૨દ્રવ્યના પરિણામ અર્થાત્ હું કરું છું તેવો મિથ્યાત્વ ભાવ મહાધીઠ છે. આહા ! સત્ને સ્વીકારતો નથી અને ઉંધી દૃષ્ટિમાં પડયો છે. લોકમાં કહેવાય છે.. આ ધીઠ છે.
66
વળી કેવો છે ? “ મહાનંગરવું” હું દેવ, હું મનુષ્ય, હું તિર્યંચ, હું ના૨ક ’ એવી જે કર્મના પર્યાયમાં આત્મબુદ્ધિ તે જ છે સ્વરૂપ જેનું એવો છે.
અનાદિથી એમ માને છે કે “ હું દેવ છું” અરે.. પ્રભુ ! તે તો અહંકાર છે. અહીં કહે છે–ભગવાન તમે તો જ્ઞાનસ્વરૂપ અને આનંદસ્વરૂપ છો ને ! આહા.. હા ! હું દેવ છું તે અહંકાર કયાંથી આવ્યો પ્રભુ ! તેં તારી પ્રભુતામાં કેવું લાંચ્છન લગાડી દીધું ? પ્રભુ !
હું દેવ છું, હું મનુષ્ય છું, હું શેઠ છું, હું પૈસાવાળો છું, હું નિર્ધન છું.. વગેરે... આવો મિથ્યાત્વનો અંધકાર તને કયાંથી આવ્યો ? હું તિર્યંચ છું, હું પશુ છું.. તો પશુ તો જડ શરીર છે, આત્મા પશુ છે ? હું પશુ છું તે અહંકાર છે. પશુ છે તો પશુના શરીર ઉ૫૨ દૃષ્ટિએ આ ખાવું-પીવું છે ? ! આ શ૨ી૨ છે તે હું છું એમ માને છે, અંદર ચૈતન્ય ભગવાન બિરાજે છે તેની તો ખબર નથી. ‘હું મનુષ્ય છું ’ તો મનુષ્યના સ્વરૂપે (‘ મૃના: ચરન્તિ ’) મૃગલા
ચરે છે.
ܕܕ
આહા.. હા ! હું મનુષ્ય છું, હું તિર્યંચ છું, હું સ્ત્રી છું, હું પુરુષ છું.. એ મનુષ્યના રૂપમાં મૃગલા જેવા મિથ્યાદૅષ્ટિ છે. તેને કહે છે કે-ચૈતન્ય ભગવાન જે આનંદસ્વરૂપ છે તેની ત૨ફનો તો ભરોસો નથી.. અને આ ભરોસા ઉપર ચડી ગયા કે–“ હું મનુષ્ય છું, હું તિર્યંચ છું, હું ના૨ક છું” તેવી કર્મની પર્યાયમાં આત્મબુદ્ધિ રહી છે. કેમકે ભગવાન આત્મા જે શુદ્ધ ચૈતન્ય અરૂપી સૂક્ષ્મ છે તેની દૃષ્ટિની તો ખબર નથી. તેથી જ્ઞાનની પર્યાયમાં જે જાણવામાં આવે છે તે ચીજ હું છું તેમ માને છે. આ શરીર જાણવામાં આવ્યું તો આ શરીર
Please inform us of any errors on rajesh.shah@fotalise.co.uk
Page #333
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કલશ-૫૫
૩ર૧ હું છું, યુવાન શરીર હું , વૃદ્ધ શરીર હું છું, બાળ શરીર હું છું, હું સ્ત્રી, હું પુરુષ, હું નપુંસક છું તે બધો મિથ્યા અહંકાર છે. એ તો ભગવાન શાયક સ્વરૂપ ચિદાનંદ છે, તે કયારેય પરરૂપ થયો જ નથી.
યતિ તદ્ ભૂતાર્થપરિપ્રદેણ છવાઈ વિનયં વ્રનેત” જો કદી, એવો છે જે મિથ્યાત્વ-અંધકાર તે.”
આહાહા! અનાદિથી હું એકેન્દ્રિય છું, હું બે ઇન્દ્રિય છું, હું ત્રણ ઇન્દ્રિય છું, હું પંચેન્દ્રિય છું, હું મૂરખ છું તે બધું પર્યાયનું અભિમાન છે. સમજમાં આવ્યું?
શ્રોતા:- આત્માને મૂરખ માનવો તે પણ અભિમાન છે?
ઉત્તર-આત્મા મૂરખ છે જ નહીં. પર્યાયમાં મૂરખ માને છે તે મૂઢ છે એમ કહે છે. આત્મા તો ચૈતન્ય સ્વરૂપ, પરમેશ્વર સ્વરૂપ ભગવાન સ્વરૂપે છે-એમ કહે છે. આહા. હા! અરે! આત્માને મૂરખ કહેવો તે મિથ્યાત્વનું મોટું કલંક છે. કહે છે કે-હું મૂઢ છું, હું અજ્ઞાની છું; અરે. પ્રભુ! તું આ શું કહે છે? તને તારી ચીજની ખબર નથી... પ્રભુ! આહા. હા! તું તો સચ્ચિદાનંદ પ્રભુ છો ને!? સત્ = શાશ્વત, ચિત્ = જ્ઞાન અને આનંદનું પૂર પડ્યું છે ને અંદર... આહાહા ! જ્ઞાનના નૂરનું તેજનું પૂર અમૃતનો સાગર સ્વભાવથી ભર્યો પડ્યો છે ને! આવી ચીજને લક્ષમાંથી છોડી અને જે કર્મની પર્યાય છે તે દેહમાં, મનુષ્ય પર્યાયમાં અહંકાર કરવો તે મિથ્યાત્વ છે. એ પર્યાય જીવની નહીં, તે પર્યાય તો કર્મ છે.
આહાહા ! કર્મની પર્યાયમાં હું વાણિયો છું, હું દરબાર છું, હું હરિજન છું, હું વૈશ્ય છું, હું શુદ્ર છું, હું ક્ષત્રિય છું તેવી માન્યતા મિથ્યાત્વ છે. અંધકાર છે. નિશ્ચયથી ક્ષત્રિય તેને કહે છે કે-પોતાના સ્વભાવમાં જે ક્ષત્રિપણું છે. તે વડે પરને જીતી અને પોતાની દૃષ્ટિ પોતાનામાં રહે તે ક્ષત્રિય છે. વૈશ્ય એને કહીએ કે પોતાના જ્ઞાયક સ્વભાવની રીતિનો વ્યાપાર કરે તે વૈશ્ય છે. સમજમાં આવ્યું?
- શ્રી દીપચંદજી કૃત પંચસંગ્રહ છે તેમાં આ છે. અધ્યાત્મ પંચ સંગ્રહ નામ છે તેમાં પાંચ અધિકાર છે. (૧) પરમાત્મ પુરાણ (૨) જ્ઞાન દર્પણ (૩) સ્વરૂપાનંદ (૩) ઉપદેશસિદ્ધાંત રત્ન (૫) સવૈયા ટીકા. તેવા પાંચ અધ્યાય છે. તે અધ્યાત્મના શબ્દોથી ભરેલું છે.
અહીં કહે છે–પ્રભુ તું અનાદિથી પોતાનો જ્ઞાયક સ્વભાવ ચેતન, આનંદપ્રભુ.. અતીન્દ્રિય આનંદનો ભંડાર સ્વરૂપ ઓહો.. હો ! અને તે પણ પૂર્ણાનંદ ઇદમ, પૂર્ણજ્ઞાન, પૂર્ણ આનંદ, પૂર્ણ શ્રદ્ધા આ બધી ત્રિકાળીની વાત છે હોં ! પૂર્ણ ઇશ્વરતા, પૂર્ણ પ્રભુતા, પૂર્ણ વીર્યતા એવી શક્તિવાળો પોતાને ન માની અને જે કર્મની પર્યાય મળી છે તેને પોતાનું માને છે તે મોટો મિથ્યાત્વનો અંધકાર છે. જ્ઞાનનો થોડો ક્ષયોપશમ હો તેનો પણ
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #334
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૨૨
કલશામૃત ભાગ-૨ અહંકાર તે મિથ્યાત્વ છે. આ તો હજુ ૫૨ લક્ષી ક્ષયોપશમ છે. આત્મલક્ષી ક્ષયોપશમ હોય તો તો તેનું અભિમાન ગળી જાય છે.
મોક્ષમાર્ગ પ્રકાશકમાં આવે છે કે–“ પંડિય પંડિય પંડિય કણ છોડિ વિતુસ કેડિયા એ ફોતરાં ખાંડયા હૈ પંડિત.. ! .. પંડિત.. ! હે.. પંડિત.. ! તું કણને છોડી ફોતરા ખાંડે છે ! દૃષ્ટિ કરી નહીં તો ફોતરાં ખાંડયા. ફોતરાં ખાંડવાથી ચોખા નીકળે ? એ દૃષ્ટાંત આપ્યો છે. મોક્ષમાર્ગ પ્રકાશકમાં દૃષ્ટાંત આપ્યું છે. એક કરોડપતિ ગૃહસ્થ બાઈ હતી. તે ખાંડણીયામાં ચોખા–( કમોદ ) ખાંડતી હતી. તો ચોખા છે તે નીચે જતા રહેતા હતા અને ઉ૫૨ ફોતરાં રહેતા હતા. એક ગરીબ ઘરની બાઈ આવી તેણે જોયું કે આતો ફોતરાં ખાંડે છે. તેને ખબર નથી કે આ ફોતરાં તો ઉપર છે અને ચોખા છે તેતો નીચે ચાલ્યા જાય છે. આવું જોઈને તે તેના પતિને કહે-ફોતરાં લઈ આવો... હું પણ ફોતરાં ખાંડીશ અને ચોખા મેળવીશ. તેમ શાની તો પોતાના નિજ સ્વરૂપના અનુભવમાં છે છતાં તેને મહાવ્રત આદિના વિકલ્પ આવે છે. તે ફોતરાં છે. તો અજ્ઞાની ફોતરાંને જોઈને હું પણ આમ કરીશ. અજ્ઞાનીને ખબર નથી કે આ ફોતરાં પાછળ આનંદનો નાથ તેના અનુભવમાં છે તેની તો ખબર નથી. તે તો એમ જાણે છે કે-જ્ઞાની પણ આમ કરે.. આમ કરે છે.. આમ કરે છે. અમે પણ તેમ કરીશું. આહાહા ! પણ જે ચોખા છે તે ખાંડણીયામાં નીચે રહે છે-તે ફોતરાંથી છૂટા પડી ગયા છે અને ઉ૫૨ તો ફોતરાં રહે છે. તેમ ભગવાન આત્મા ‘ ભૂતાર્થ પરિગ્રòણ ' –એમ કહે છે.
,,
શું કહે છે ? “ ( ભૂતાર્થ પરિપ્રદેળ) શુદ્ધસ્વરૂપ-અનુભવ વડે અન્તર્મુહૂર્તમાત્ર વિનાશને પામે તો...”
અગિયારમી ગાથાની અને અહીં ટીકાની એકજ ભાષા છે. “ ભૂયથ્થું અસ્તિવો વસ્તુ સન્માદ્ધિ હવદ્ નીવો.” ત્રિકાળી દ્રવ્ય પ્રભુ ! એક સમયમાં ભૂતાર્થ-સત્યાર્થ છે. (ભૂતાર્થ પરિગ્રòણ ) શુદ્ધ સ્વરૂપના અનુભવ દ્વારા, ભૂતાર્થ પરિગ્રàણ અર્થાત્ સત્યમૂર્તિ ત્રિકાળી દ્રવ્યનો અનુભવ કર્યો. ત્રિકાળી ચીજવસ્તુ છે તે સત્ય શુદ્ધ ચેતનકંદ છે.. તેનું નામ ભૂતાર્થ છે. તેનો પરિગ્રòણ અર્થાત્ અનુભવ કર્યો. પિર એટલે સમસ્ત પ્રકારે આત્માને પકડી લીધો છે–અનુભવ કર્યો છે.
આહાહા... ! એકવાર “ અન્તર્મુહૂર્ત માત્ર વિનાશને પામે તો,” ખલાસ થઈ જાય. શું કહે છે ? જે ત્રિકાળી ભગવાન આત્મા છે સચ્ચિદાનંદ પ્રભુ તેને ‘ભૂતાર્થ પરિગ્રòણ ’ એટલે સત્યાર્થને પકડી અનુભવ કરે તો ક્ષણમાત્રમાં મિથ્યાત્વનો નાશ થઈ જાય છે.
Please inform us of any errors on rajesh.shah@tofalise.co.uk
Page #335
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check h±tp://www.AtmaDharma.com for updates
કલશ-૫૫
પ્રવચન નં. ૭૦
કર્તા કર્મ અધિકારનો ૫૫મો શ્લોક ચાલે છે.
“યવિ તદ્ ભૂતાર્થ પરિપ્રદેળ પુવારં વિનયં પ્રનેત્.” શું કહે છે? અનાદિ પંચ પરાવર્તન સંસારમાં જીવે અનંતકાળ વિતાવ્યો છે. પંચ પરાવર્તન સંસારમાં દ્રવ્યક્ષેત્ર-કાળ-ભાવ અને ભવ તેમાં અનંતવા૨ પરાવર્તન કર્યું અનંત દ્રવ્યોમાં અનંતવા૨ પરાવર્તન કર્યું, અનંતક્ષેત્રમાં અનંતવાર પરાવર્તન કર્યું. કાળમાં અસંખ્યાત ચોવીસીમાં સમયે-સમયે દરેકવા૨ અનંત પરિવર્તન કર્યું. અને ભવમાં પણ અનંત પરિવર્તન કર્યું. અને શુભાશુભ ભાવમાં પણ અનંત પરિવર્તન કર્યું. ભાવ પણ પુદ્ગલ પરાવર્તનમાં અનંતવા૨ થયા-તેમાં શુભ અને અશુભ બન્ને રીતે થયાં. આ અનાદિ કાળથી એક સંતાનરૂપ ચાલ્યો આવે છે.
તા. ૧૮-૮- ’૭૭
૩૨૩
આહા... હા ! જે શુભાશુભ અનંતવાર કર્યા તે કોઈ ધર્મ નથી. અને તે ધર્મનું કા૨ણેય નથી. ધર્મનું કારણ કયાંથી શરૂ થાય છે તે વાત કરે છે.
“ ભૂતાર્થ પરિપ્રદેળ ” તેમાં મહાસિદ્ધાંત છે. જે અગિયારમી ગાથામાં કહ્યું છેแ મુયથ્થમ્ અસ્તિવો વસ્તુ સન્માદ્ધિ દવ નીવો.” સત્યાર્થ ભૂતાર્થ એવો કા૨ણ પરમાત્મા એક સમયમાં ધ્રુવ છે તેને કા૨ણ ૫રમાત્મા કહે છે. ધ્રુવને કા૨ણ જીવ કહે છે. ધ્રુવને ભૂતાર્થ કહે છે. ધ્રુવને સત્યાર્થ કહે છે સમજમાં આવ્યું? એક સમયની પર્યાય જે ઉત્પાદ વ્યય રૂપ છે, “ ઉત્પાદ-વ્યય ધ્રુવ યુક્તમ્ સત્ ” તેમ છે ને ? તો ઉત્પાદ-વ્યય તો પર્યાયરૂપ છે. તે કાર્ય છે પણ તે કા૨ણ વસ્તુ નહીં.
''
,,
ધ્રુવ જે ચીજ છે... ધ્રુવ, ભૂતાર્થ, સત્યાર્થ, સદેશ, એકરૂપ, સામાન્ય અભેદ છે. આહા... હા ! જે ચૈતન્યનો સર્વસ્વ સાર છે તે ધ્રુવને એક સમયની પર્યાય વિષય કરે છે. પર્યાય ૫૨ને વિષય કરે છે તેવું તો અનાદિકાળથી ચાલ્યું આવે છે. પર્યાય પર્યાયને વિષય કરે એવો તો સંસાર અનાદિનો છે. પ્રવચનસારમાં આવે છે “ પર્યાય મૂઢા પરસમયા. ” એક સમયની પર્યાયને જે પોતાની માને છે તે મૂઢ છે. તેની અનાદિ કાળની પર્યાયદૃષ્ટિ છે.
અહીંયા કહે છે કે-એક સમયની પર્યાયની પાછળ ભૂતાર્થ ભગવાન, સત્યાર્થ પરમાત્મા જે ધ્રુવ સ્વરૂપે છે, જે અનંત શક્તિનો પિંડ છે. આપણે બપો૨ે પ્રવચનમાં શક્તિઓનો અધિકા૨ ચાલે છે. તે અનંત શક્તિનું એકરૂપ ધ્રુવ તે કા૨ણ પ૨માત્મા છે. રાજકોટમાં વારિયાએ પ્રશ્ન કર્યો તો તમે દ્રવ્યને કા૨ણ પ૨માત્મા કહો છો તો તે કારણ હોય તો કાર્ય આવવું જ જોઈએ ને ? તો અત્યાર સુધી સમ્યગ્દર્શનરૂપી કાર્ય તો આવ્યું નહીં તો કા૨ણ પ૨માત્મા છે કે નહીં ?
મહારાજ ! આપ કહો છો કે કા૨ણ ૫૨માત્મા ત્રિકાળ છે. કા૨ણ ૫૨માત્માને ધ્રુવ કહો તેને ભૂતાર્થ કહો, સત્યાર્થ કહો કે કા૨ણ ૫૨માત્મા કહો તે એક સમયમાં
Please inform us of any errors on rajesh.shah@fotalise.co.uk
Page #336
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૨૪
કલાકૃત ભાગ-૨ ત્રિકાળી ચીજ છે... તે કારણ પરમાત્મા ભૂતાર્થ સત્યાર્થ કારણ જીવ છે. ધ્રુવ સામાન્ય અભેદ છે તો કાર્ય તો આવવું જ જોઈએ ને ?
તેને કહ્યું કે ભાઈ ! પરમાત્મા ભૂતાર્થ છે પરંતુ તેના સ્વીકાર વિના તેની પર્યાયમાં ભૂતાર્થ છે તે ક્યાં રહ્યું ! છે તો કારણ પરમાત્મા ત્રિકાળ, ભૂતાર્થ છે, સત્યાર્થ છે, સામાન્ય છે, અભેદ છે, સદેશ છે પરંતુ પર્યાયમાં આવા દ્રવ્યનો સ્વીકાર આવ્યા વિના તેને શું આવ્યું ? આ હા હા... ઝીણી વાતો બાપુ !
જેમ બહારની ચીજના આકર્ષણમાં આકર્ષાઈ જાય છે. અશુભની ચેષ્ટા તેવી રીતે શુભની ચેષ્ટામાં આકર્ષણ થઈ જાય છે. તો તે કારણ પરમાત્માને ભૂલી જાય છે. અહીં કહે છે કે-પરમાં આકર્ષણ કેવું થયું? જેમ લોહ ચુંબકમાં લોઢું ખેંચાય છે તેમ પરમાં તેની દૃષ્ટિ ખેંચાઈ જાય છે. અનુકૂળ શરીરાદિમાં તારી વૃત્તિ ખેંચાય છે. પ્રતિકૂળ દેખીને આ દુઃખરૂપ છે તેમ તારી વૃત્તિ ખેંચાય જાય છે. દયા-દાન-વ્રતના શુભભાવમાં પણ તારી વૃત્તિ ખેંચાય જાય છે.
આ સંસારમાં પરિવર્તન તો અનંતવાર કર્યું પ્રભુ! ભાવ અર્થાત્ શુભભાવ પણ અનંતવાર થયો છે. દ્રવ્ય, ક્ષેત્ર, ભાવ, ભવ ને કાળ એ પાંચ પરાવર્તન અનંતવાર કર્યા છે.
શ્રોતા:- તો બાકી રહી ગયું?
ઉત્તર- “ભૂતાર્થ પરિગ્રહણ' તે બાકી રહી ગયું. તેણે ખોટો રૂપિયો ચલાવ્યો અને સાચા રૂપિયા ઉપર લક્ષ ન આપ્યું. એક “ક” અક્ષર બોલે તેટલામાં તો અસંખ્ય સમય જાય છે. તેમાં એક સમયમાં ધ્રુવ ભગવાન અનંતજ્ઞાન-દર્શન અને અનંત વીર્યથી ભરેલો ભગવાન પ્રભુ છે તેને અહીંયા કારણ પરમાત્મા કહે છે. તેને ભૂતાર્થ કહો. સત્યાર્થ કહો બધું એક જ છે.
ભૂતાર્થ પરિગ્રહણ” એવો શબ્દ છે. આગળ “એકવાર’ એવો શબ્દ આવશે. શુભાશુભ ભાવોનું પરિગ્રહણ કરી અને ભ્રમણ કરે છે. પરંતુ ભૂતાર્થનું પરિગ્રહણ કદી ન કર્યું. અહીં કહે છે-“ભૂતાર્થ પરિગ્રહેણ ” પરિ નામ સમસ્ત પ્રકારે ગ્રહણ નામ અનુભવ થાય તે પરિગ્રહણ.
સત્યાર્થ પ્રભુ એક સમયમાં આનંદકંદનાથ અતીન્દ્રિય આનંદનું દળ છે. અમારે અહીંયા કાઠિયાવાડમાં દળના લાડુ બનાવે છે. તે દળનો લાડુ જેમ છે તેવો આ દળનો લાડુ છે. અતીન્દ્રિય આનંદનો દળપિંડ છે. તેને પોતા તરફની મહિમા કયારેય નથી આવી. જે ચીજ પૂર્ણ અને અખંડ છે તેના વિરુદ્ધની જે વાત છે તેમાં તેની મહિમા અને મહાભ્ય આવ્યાં છે, એ તો મિથ્યાત્વભાવ છે.
જેમ લોહચુંબક લોખંડને ખેંચે છે તેમ બાહ્યની અનુકૂળતાથી, પૈસા, આબરુ, ધૂળ
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #337
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કલશ-પ૫
૩૨૫ ને ધાણી તેને ખેંચે છે આવું છે. હાડકાંમાં ફોસફરસ હોય તેમ આ તમારો બહારનો ફોસફરસ છે. તે શુભાશુભભાવોમાં ખેંચાય જાય છે અને ભૂતાર્થને ભૂલી જાય છે. ભૂલી જાય છે તે પણ પર્યાયમાં, દ્રવ્યગુણમાં કોઈ ભૂલી જવાનું એવું તો છે નહીં.
પહેલાં આવ્યું કે “દુર્વારમ્” મિથ્યાત્વને તોડવો મહા દુર્ગાર-મહા મુશ્કેલ છેઅતિશય ધીઠ છે. કહે છે કે-પુણ્ય પાપ અને તેનાં ફળમાં આકર્ષણ એ મિથ્યાત્વભાવ અતિ ધીઠ છે. “મહા દુર્વાર” છે. અતિધીઠ અને દુર્વાર છે. આ કાળમાં મહાપુરુષાર્થ માગે છે. અશકય નથી પણ દુર્વાર છે. અનાદિથી પુણ્ય-પાપના ફળમાં પ્રેમ પડયો છે તે રસને કારણે મિથ્યાત્વને છોડવો દુર્વાર છે, છતાં પોતાની ચીજ અંદરમાં છે તેનું ગ્રહણ થતાં મિથ્યાત્વભાવ છૂટે છે. સમજમાં આવ્યું?
ભૂતીર્થપરિપ્રદેy wવાર વિનય વ્રને અંતર પરમાત્મ સ્વરૂપ, સત્યાર્થ ભગવાન પૂર્ણાનંદ સ્વરૂપ તેનું એકવાર ગ્રહણ કરવાથી, એકવારનો અર્થ કરે છેઅંતર્મુહૂર્ત. એક ક્ષણ પણ જો ભૂતાર્થ-ત્રિકાળી આત્માનો અનુભવ કરે તો મિથ્યાત્વ અંધકારનો નાશ થાય છે. પૂર્ણાનંદના નાથનું પરિગ્રહણ અર્થાત્ પરિ નામ ઉત્કર્ષ સમસ્ત પ્રકારે ગ્રહણ કરે, પર્યાયમાં તેનો આદર કરે તેને ભૂતાર્થ પરિગ્રહણ કહે છે.
જે ત્રિકાળી સ્વરૂપને કારણ પરમાત્મા કહે છે, ત્રિકાળી સ્વરૂપને કારણે જીવ કહે છે તે જીવદ્રવ્યને અહીંયા ભૂતાર્થ કહ્યો છે. અગિયારમી ગાથામાં તેને ભૂતાર્થ કહ્યો છે. “મૂયશ્ચમ્ રિસ્સવો નુ સમ્મા9િ વરૂ નીવો.” અગિયાર ગાથા જૈનશાસનનો પ્રાણ છે. -ધર્મનો પ્રાણ છે. જૈનદર્શન કોઈ પક્ષ નથી. વસ્તુના સ્વભાવનો એ પ્રાણ છે.
એકવાર પર ઉપરથી દષ્ટિ છોડી સમ્યગ્દર્શનની પર્યાયમાં, જ્ઞાનની પર્યાયમાં ભૂતાર્થ ભગવાન આત્માને પકડી લેવો, અનુભવવો તે ધર્મ છે. પુણ્ય-પાપનો અનુભવ તેને અનંતવાર થયો તે દુઃખનો અનુભવ છે. દુઃખના અનુભવનું ફળ. ચારગતિ તે પણ દુઃખ છે. સ્વર્ગ ગતિમાં દુઃખ છે કારણ કે તે પરાધીન છે. પંચાસ્તિકાયમાં કહ્યું કે- ચારેય ગતિ પરાધીન છે ભાઈ ! કારણ કે રાગનું અને દુઃખનું વેદન તે પરાધીન છે. સ્વર્ગમાં પણ દુઃખનું વેદન છે. એ વેદનને એકવાર છોડી જ્યાં પરિપૂર્ણ ભગવાન છે, અંદર જીવની સત્તા છે, આ ઉત્પાદ-વ્યયની સત્તા તો એક સમયની છે ધ્રુવની સત્તા ત્રિકાળ છે. તેનાં લક્ષે જે સમ્યગ્દર્શન થયું તે હવે ન પડે, તે પૂર્ણ કેવળજ્ઞાન ત્યે એવી ચીજ છે. સમ્યગ્દર્શન કહો અને પડી જાય છે તેમ કહો એવી નમાલી વાત અહીંયા છે જ નહીં. સમ્યગ્દર્શન પડવાની વાત કહી તે તો જ્ઞાન કરાવવા કહી. સમજમાં આવ્યું?
પ્રવચનસારની ૯૨ મી ગાથામાં એ વાત છે. એકવાર અમારા આત્માએ સમ્યગ્દર્શન પ્રાપ્ત કર્યું, એવી વસ્તુની સ્થિતિ.. ફરીથી હવે અમને મિથ્યાત્વ નહીં થાય. તમે છ0 પંચમઆરાના સાધુ અને આટલું જોર !? આતો સર્વજ્ઞના વિરહમાં અમે કહીએ છીએ
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #338
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૨૬
કલશામૃત ભાગ-૨ તે સાંભળને ! આવા દિગમ્બર સંતોના પોકાર છે. અહીંયા એ પોકાર અમૃતચંદ્રાચાર્ય કરે છે. કુંદકુંદાચાર્ય પણ એમ કહે છે. પ્રભુ ! ૫૨માત્મ સ્વરૂપનો એકવાર સ્પર્શ કર્યો... તેને મિથ્યાત્વ નહીં રહે. આ પુણ્ય-પાપનો સ્પર્શતો તેણે અનંતવા૨ કર્યો છે. પરંતુ આનંદસ્વરૂપ ભગવાન, સચ્ચિદાનંદ પ્રભુનો પર્યાયમાં આનંદ આવ્યો તે આનંદની આગળ ઇન્દ્રના ઇન્દ્રાસનો અને કરોડો અપ્સરાના ભોગ તે ઝેર જેવા લાગે છે.
પોતાનો આત્મા આનંદસ્વરૂપ તે ભૂતાર્થ છે.. સત્યાર્થ છે... કા૨ણપ્રભુ છે. તો પ્રશ્ન આવ્યો કે-કારણ છે તો કાર્ય કેમ નથી આવતું ? આત્મા કારણ છે તેવો સ્વીકા૨ કોણે કર્યો ? પ્રભુના સ્વીકાર વિના... આત્મા કા૨ણ છે તે કયાંથી આવ્યું ? ૫૨માત્મા ભૂતાર્થ છે.. કા૨ણ છે તો કાર્ય કેમ નથી આવતું ? કારણ છે તેવો તેં સ્વીકાર કર્યો છે ? પરિગ્રહેણ નથી કર્યું.. તેણે આત્માને પકડયો નથી. છે તેવું પર્યાયમાં ભાન હોય તો તેને છે, ભાન ન હોય તો તેને છે એવું કયાંથી આવ્યું ?
ત્રિભુવનભાઈ વારિયા છે તેમણે સમજવા માટે પ્રશ્ન કર્યો હતો. કાઠિયાવાડમાં જામનગરના વિરજીભાઈ વકિલ હતા. દિગમ્બર શાસ્ત્રનો કાઠિયાવાડમાં સૌ પહેલો તેમને અભ્યાસ હતો. ૯૨-૯૩ વર્ષની ઉંમરે ગુજરી ગયા. તેમના દીકરાએ પ્રશ્ન કર્યો હતો. પ્રભુ ! તમે કા૨ણ ૫૨માત્મા.. કા૨ણ ૫૨માત્મા કહો છો તો કા૨ણ હોય તો કાર્ય તો આવવું જ જોઈએ. પણ.. કોને ?! કારણ ૫૨માત્મા છે એવો સ્વીકાર આવે તેને કા૨ણ હોવું જ જોઈએ.
ભગવાન અંદર સત્યાર્થ નામ સચ્ચિદાનંદ પ્રભુ છે. પોતાના સ્વભાવની ધ્રૌવ્યતાએ બિરાજમાન પરમાત્મા છે. તેનો પર્યાયમાં સ્વીકાર કર્યા વિના તેને ‘ છે’ તેવું કયાંથી આવ્યું ? ભાઈ ! આત્મા છે તો છે.. પણ કોને ? જે માને તેને. આ તો સંતોના અધ્યાત્મના મોટા દરિયા ઉછળ્યા છે. આ એક શબ્દમાં તો ઘણી જ ગંભીરતા ભરી છે.
અહીં તો એ વાત કરે છે-અનાદિથી પુણ્ય-પાપમાં અને તેના ફળમાં અહંકાર તેવો મિથ્યાત્વભાવ પ્રભુ તેં અનંતવા૨ કર્યો તે જૂઠો ભાવ છે-અસત્યભાવ છે. તારી ચીજથી તને પુણ્ય-પાપ અને તેના ફળનો અધિકરૂપ સ્વીકા૨ ક૨વાથી તારી ચીજની નીચતા તને ખ્યાલમાં આવે છે. ૫૨ની અધિકતા થતાં આત્માની નીચતા થઈ ગઈ. આહા.. હા ! એકવાર પ્રભુ તારી ઉચ્ચતાનો સ્વીકા૨ ક૨, અને આ નીચતાનો અનાદર કર.
અહીં કહે છે-૫૨ ત૨ફનું આકર્ષણ છોડી દે! અરે..! ત્રણલોકના નાથની દિવ્ય ધ્વનિ ત૨ફનું આકર્ષણ છે એ પણ છોડી દે ! પ્રભુ તો કહે છે કે–અમારી વાણી સાંભળવામાં તને વિકલ્પ થશે.., કેમકે અમે ૫દ્રવ્ય છીએ. મોક્ષપાહુડમાં સોળમી ગાથામાં આવ્યું છે કે–“ ૫૨ દવ્વાઓ દુગઈ ” તારી અપેક્ષાએ અમે ૫૨ દ્રવ્ય છીએ. અમારા તરફના લક્ષથી તને રાગ થશે, ચૈતન્યની ગતિ નહીં થાય.. એ દુર્ગતિ છે. ધર્મીને પણ વ્યવહાર આવે છે
Please inform us of any errors on rajesh.shah@fofalise.co.uk
Page #339
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કલશ-૫૫
૩૨૭ પણ તેને હેયબુદ્ધિએ આવે છે. તેને ભક્તિ-પૂજાનો ભાવ આવે છે પણ હેયબુદ્ધિએ આવે છે. ઉપાદેયબુદ્ધિ તો એક ભૂતાર્થની જ છે.
ભગવાન આત્મા એક સેંકન્ડના અસંખ્યાતમા ભાગમાં પૂર્ણઈદમ્ છે. અન્યમતિમાં તો એમ કહે છે કે ‘પૂર્ણરૂમ.' પૂર્ણઈદમ્ નો અર્થ એવો છે કે-જે પૂર્ણ ધ્રુવ સ્વરૂપ છે તેને પૂર્ણઈદમ્ કહે છે. ગીતામાં પૂર્ણઈદમ્ એટલે આ પૂર્ણ છે. ઈદમ્.. આ પૂર્ણ છે. એમ આ ધ્રુવ પૂર્ણ છે. સમજમાં આવ્યું?
આહા.. હા!એવી વાત કરી કે પરનો અહંકાર છોડવો દુર્વાર છે. આ તો મહાપુરુષાર્થ માગે છે એમ તે હઠે એવો નથી. એકવાર પણ તે ભૂતાર્થનું પરિગ્રહણ કર્યું તો પછી તને મિથ્યાત્વ નહીં રહે. એમ કહે છે.
પ્રભુ! આપ તો છ0 છોને?! પંચમઆરાના સંત છોને? શું તમે ભગવાન પાસે ગયા હતા? ભગવાને તેમને કહ્યું કે તમને જે સમકિત થયું છે તે નહીં પડે! આચાર્યદેવ કહે છે અમારા આત્માએ કહ્યું છે. આ પ્રવચનસાર ૯૨ ગાથામાં છે. “અમને આગમ કુશળતાથી અમારા આત્માનો અનુભવ થયો છે ફરી હવે પડવાના નથી.” આ અનુભવની દૃષ્ટિથી અમે કેવળજ્ઞાન લેવાના. વચ્ચમાં પડવું અને ફરી મિથ્યાત્વ આવી જાય એ વાત અમારા માર્ગમાં છે નહીં. આહા... હા! અંદર કેટલું જોર છે..!
આ શરાફ બજાર ચાલે છે તેના બે શેઠિયા બેઠા છે. કોઈ ખોટો રૂપિયો હોય તો શરાફમાં આગળ ન જવા દે. એમ ખોટી શ્રદ્ધા ખોટા જ્ઞાન તે શરાફબજારમાં નહીં ચાલવા દે. આવું મોક્ષમાર્ગ પ્રકાશકમાં આવે છે. કોઈ ખોટી પરંપરા ચલાવવા માગે તો તેની ખોટી વાતનો નિષેધ કરવાવાળો નીકળે જ. તેની ખોટી વાત ન ચાલે. જૈન દર્શન વીતરાગ પરમાત્માનો માર્ગ છે. તેમાં કોઈ ખોટી પરંપરા ચલાવે તો એવો કોઈ પુરુષ નીકળે કે તે પરંપરાને ન ચાલવા હૈ. એવો આત્મા નીકળે જ. આવું મોક્ષમાર્ગ પ્રકાશકમાં લખ્યું છે.
અહીં કહે છે કે-“ભૂતાર્થ પરિગ્રહણ” ભૂતાર્થનો અર્થ કર્યો છે કે શુદ્ધ સ્વરૂપ. શુદ્ધ સ્વરૂપ એટલે ત્રિકાળ સત્ય ધ્રુવ કારણ પ્રભુ. પરિગ્રહણનો અર્થ કર્યો. અનુભવ દ્વારા પકડે જ્ઞાનની પર્યાયે આખા ધ્રુવને પકડી લીધો એટલે અનુભવમાં લઈ લીધો. અનુભવ તો પર્યાયનો થાય છે પરંતુ ધ્રુવનો અનુભવ એમ કહેવામાં આવે છે. પહેલાં રાગનો અનુભવ હતો તે અપેક્ષાએ ધ્રુવનો અનુભવ એમ કહેવામાં આવે છે. અનુભવ તો પર્યાયમાં થાય છે. , અનુભવ કાંઈ ધ્રુવમાં થતો નથી.
અગીયાર ગાથામાં પણ એમ કહ્યું છે-“ભૂથ્થમ્ રિસતો વેનું સમ્મા9િ વડું નીવો.” જે જ્ઞાયકભાવ તિરોભૂત હતો દૃષ્ટિમાં વિપરીત હતો, એ જ્યાં સમ્યગ્દર્શન થયું તો જ્ઞાયકભાવ આવિર્ભાવ થયો-એવો પાઠ છે. શાકભાવનો ખરેખર તિરોભાવ કે
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #340
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૨૮
કલશાકૃત ભાગ-૨ આવિર્ભાવ થતો જ નથી. જ્ઞાયકભાવ તો ત્રિકાળ જ્ઞાયકભાવ જ છે. પરંતુ સમ્યગ્દર્શન વિના જ્ઞાયકભાવ તિરોભાવરૂપ હતો, દેષ્ટિમાં ન હતો તેથી તિરોભાવ કહ્યું. એ જ્ઞાયકભાવ દૃષ્ટિમાં આવ્યો તો આવિર્ભાવ થયો એમ કહ્યું. ખરેખર જ્ઞાયકભાવનો આવિર્ભાવ થતો નથી શાકભાવ તો ત્રિકાળ જ્ઞાયકભાવ છે. પરંતુ અનુભવમાં આવ્યો તો જ્ઞાયકભાવનો આવિર્ભાવ થયો તેમ કહેવામાં આવે છે.
શ્રોતા- દૃષ્ટિમાં આવ્યો ત્યારે આવિર્ભાવ કહ્યો !
ઉત્તરઃ- દૃષ્ટિમાં આવ્યો ત્યારે આવી વાત કહેવામાં આવી. બાકી જ્ઞાયકભાવ તો ત્રિકાળ જ્ઞાયકભાવ જ છે. પ્રવચનસારની ૨00 ગાથામાં છે કે-જ્ઞાયકભાવ તો શાકભાવપણે ત્રિકાળ રહ્યો છે. ભગવાન રસકંદ ધ્રુવ એતો જ્ઞાયકભાવપણે અનાદિથી છે. તેમાં કોઈ ગરબડ થઈ નથી. ગરબડતો પર્યાયમાં થાય છે.
અહીં એમ કહ્યું કે-“ભૂતાર્થ પરિગ્રહણ.” ભૂતાર્થનો અનુભવ અર્થાત્ શુદ્ધ સ્વરૂપનો અનુભવ. તો શુદ્ધ સ્વરૂપ ધ્રુવનો અનુભવ છે? પરંતુ તેનો અર્થ એ છે કે ધ્રુવનો સ્વીકાર પર્યાયમાં થયો તો ધ્રુવનો અનુભવ કહેવામાં આવે છે. અનુભવ પોતે તો પર્યાય છે. આહા.. હા! ધ્રુવ જે સદેશ વસ્તુ છે તેનો અનુભવ પર્યાયમાં કયાંથી આવે! સમજમાં આવ્યું?
આહા.. હા ! ધ્રુવ જે સદેશ વસ્તુ છે તેનો અનુભવ પર્યાયમાં કયાં આવે છે?! જરી સૂક્ષ્મ વાત છે. શ્લોક જ એવો છે. આ મારગ જ એવો છે બાપા! ધ્રુવ તે તો દ્રવ્ય છે તો શું ધ્રુવનો અનુભવ થાય છે?
પ્રશ્ન- અનુભવ તે પર્યાય છે તો શું પર્યાયનો અનુભવ કરવામાં આવે છે? | ઉત્તર- એતો રાગનો અનુભવ હતો એ અપેક્ષાએ કહ્યું કે હવે દ્રવ્યનો અનુભવ થયો. રાગનો અનુભવ હતો તે તો અજ્ઞાન હતું તેથી ધ્રુવનો અનુભવ થયો એમ કહેવામાં આવ્યું. આવી વાત છે. આતો વીતરાગી સંતો કેવળજ્ઞાનના કેડાયતો તેની વાત છે બાપુ ! બાપુ! આ કાંઈ કથા-વાર્તા નથી. દિગમ્બર સંતો એટલે કોણ? પરમાત્માના વારસદાર.
શ્રોતા:- અમારી સામે બેઠા છે.
ઉત્તર- આ તો મુનિની વાત કરીએ છીએ. અમે તો ચારિત્રવત મુનિ આનંદકંદ છીએ. સમયસારની પાંચમી ગાથામાં લીધું છે કે-હું નિજ વૈભવથી કહીશ. અમારો વૈભવ શું છે? અતીન્દ્રિય આનંદનું પ્રચુર સ્વસંવેદન, તેમાં આનંદની મહોરછાપ પડી છે તે અમારો વૈભવ છે. કુંદકુંદાચાર્ય મુનિરાજ એમ કહે છે. આ પૈસા આદિ તમારા વૈભવ એ તો બધા કચરા છે, તે વૈભવની અહીં વાત નથી.
અહીં કહે છે કે-એકવાર પણ ભૂતાર્થનું પરિગ્રહણ થાય તો આ તારી કરવટ બદલી જાય. તારી રુચિ રાગ અને પર્યાય ઉપર હતી, તારી રુચિ અને તારું સર્વસ્વ ત્યાં
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #341
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કલશ-પ૫
૩૨૯ (બહારમાં) લાગ્યું છે તો તેમાં તારું સર્વસ્વ છે જ નહીં. તારું સર્વસ્વ ભૂતાર્થમાં ધ્રુવમાં છે.
આહા.. હા! સર્વસ્વ માર પડયો છે. જેનામાંથી અનંત કેવળજ્ઞાન પ્રગટ થાય એવી અનંતી પર્યાય પ્રગટ થાય તેવા નિધાન ધ્રુવમાં છે. કેવળજ્ઞાન એક સમયમાં ત્રણકાળત્રણલોકને દેખે તેવી એક પર્યાય, તેવી બીજા સમયની બીજી એવી સાદિ અનંત અનંત પર્યાય ઉત્પન્ન થઈ. તેવી પર્યાયો અનંતકાળ રહેશે પણ ભિન્ન-ભિન્ન થઈને રહેશે. એવી અનંત કેવળજ્ઞાનની પર્યાયનો પિંડ જ્ઞાનગુણ અંદર છે. એવી અનંતી શ્રદ્ધાની પર્યાય, એવી અનંતી પર્યાયનો પિંડ (ગુણ છે.) ભગવાનને અતીન્દ્રિય આનંદની પર્યાય જે ભગવાનને પ્રગટ થઈ છે તે અતીન્દ્રિય આનંદ તો એક સમય રહે છે, બીજે સમયે બીજો, ત્રીજે સમયે ત્રીજો એવો સાદિ અનંત. અનંત આનંદ તેવા અનંત આનંદનો પિંડ ગુણ છે અને તેવા અનંતગુણ ધ્રુવમાં છે. આહા! આવી વાત છે ભાઈ ! વીતરાગ મારગને માણસે સાંભળ્યો નથી. વીતરાગ શું કહે છે!
પરિગ્રહણ જ્યાં થયું ત્યાં પર્યાયમાં વીતરાગતા આવી ગઈ. પર્યાયમાં જે રાગ અને દુઃખનું વદન હતું તે તો વિકારનું વદન હતું. તે અજ્ઞાનમાં વિકારનું વ્યક્તપણું પ્રગટ થયું. પછી તે શુભરાગ હો તો પણ તે અજ્ઞાનમાં વિકાર પ્રગટ છે. આહા.. હા ! ભગવાન આત્માની એક લીટી ઘણી છે.
કોઈ કહેતું 'તું કે સમકિત પડી જાય છે. તે કોઈ વ્યક્તિ માટે વાત છે. પડી જાય છે. તેનું જ્ઞાન કરાવ્યું છે. અહીં કહે છે-પડી જવું તે અમારા ચોપડામાં નથી. પેલો નેપોલિયન કહેતો ને–અમારા ચોપડામાં અમે હારી જઈશું તેવી વાત નથી. અમે જ્યાં જઈશું ત્યાં જીતશું. આવું નાટકોમાં બહુ દેખ્યું છે. નાની ઉંમરમાં ધર્મના નાટક ઘણાં જોયા છે.
વડોદરામાં સંવત ૧૯૬૪ની સાલમાં ૧૮ વર્ષની ઉંમર હતી ત્યારે નાટક જોયેલું. આજથી સીત્તેર વર્ષ પહેલાં.. અત્યારે તો ૮૮ વરસ થયાં. નાટકમાં બાઈ પારણું ઝુલાવતી હતી ને નિર્વિકલ્પોડહં છે કહેતી હતી. સમયસાર જયસેન આચાર્યકૃત તેમાં બંધ અધિકારમાં આવે છે. “તસ્ય વંધસ્થ વિના સાથે વિશેષમાવનામોદ– (ગાથા- ૩૭૬-૩૦૭૩૦૮) તે બંધના નાશ ને માટે વિશેષ ભાવના કહે છે.
સદનશુદ્ધ જ્ઞાનાનવસ્વભાવોSહં, નિર્વિવત્વોડ૬, ૩૬ાલીનોSહં,” હું તો સ્વાભાવિક સહજાનંદ સ્વરૂપ છું. “સર્વેનીવા: ' બધા જીવ ભગવાન પૂર્ણાનંદ છે. તે તારી પર્યાયર્દષ્ટિ છોડી તો પરને પર્યાયષ્ટિ થી ન દેખ. “નિર્વિકલ્પોગ૬' આ શબ્દ નાટકમાં તે બાઈ બોલી હતી. “હવાસીનોગ૬' એ શબ્દો આપણે આ ગાથામાંથી નીકળ્યા.
“निरंजन निज शुद्धात्म सम्यक् श्रद्धानज्ञानानुष्ठानरुप निश्चय रत्नत्रयात्मक निर्विकल्प समाधि संजात वीतराग सहजानंदरुपसुखानुभूति मात्र लक्षणेन સ્વસંવેજ્ઞાનેન સંવેદ્યો ૫:હું તો મારા પોતાના જ્ઞાનથી વેદન કરવાવાળો છું..
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #342
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૩)
કલશોમૃત ભાગ-૨ એવો હું ગમ્ય છું. સ્વસંવેદન અર્થાત્ પોતાના જ્ઞાનથી ગમ્ય છું પરંતુ રાગથી ગમ્ય નથી. આ તો સીત્તેરવર્ષ પહેલાંના ત્રણ શબ્દો યાદ રહી ગયેલા. ૩વાસીનોગ૬, નિર્વિવત્વોSહં, શુદ્ધસિ એ રીતે તે બાઈ હાલરડામાં ગાતી હતી.
અહીં તો ભગવાન. આચાર્ય મહારાજ કહે છે કે પ્રભુ! તું તો આવી ભાવના કર. મરિતાવરથોડÉહું ભરીત અર્થાત્ સ્વભાવની પૂર્ણતાથી ભરેલો ભગવાન છું. અહીં અવસ્થા એટલે પર્યાય ન લેવી. અવ એટલે નિશ્ચયથી સ્થ અર્થાત્ મારામાં નિશ્ચયથી ભરિત અવસ્થાથી ભર્યો પડ્યો છું. ભાષા એવી છે પરંતુ અવસ્થાનો અર્થ અહીં પર્યાય નહીં. અવ-વસ્થ, અવ-નિશ્ચય, મારી ચીજમાં નિશ્ચયથી પરિપૂર્ણ સ્વભાવ ભર્યો પડ્યો છે. આ ભૂતાર્થની વાત ચાલે છે.
___ “ मैं रागद्वेषमोहक्रोधमानमायालोभ पंचेद्रिय विषय व्यापार, मन वचन काय व्यापार भावकर्म-द्रव्यकर्म-नौकर्म-ख्वाति-पूजा-लाभदृष्टश्रुत अनुभूतभोगाकांक्षारुप નિવાન માયા મિથ્યા શન્ય ત્રયાવિસર્વ વિભાવ પરિણામ સે રહિત: શૂન્યોSહં ” હૂં તો વિકલ્પથી શૂન્ય પરમાત્મા છું. આ વાત ત્રણ ઠેકાણે છે. અહીં બંધ અધિકારમાં, છેલ્લે સર્વ વિશુદ્ધજ્ઞાન અધિકારમાં અને પરમાત્મા પ્રકાશમાં છેલ્લે છે.
હવે કહે છે-નીતત્રયે-ત્રણે જગતમાં અને ત્રણેકાળમાં, મન વચન કાયાથી, કૃતકારિત અનુમોદનથી.. “શુદ્ધ નિશ્ચયેન, તથા સર્વે નીવા:” સર્વે જીવો આવા છે. આહા.. હા! સર્વ લોકમાં, સર્વકાળમાં, સર્વ જીવ પરિપૂર્ણ સ્વભાવથી ભરેલા સર્વ ભગવાન છે.
આહા.... હા ! “સર્વે નવા રૂતિ નિરંતરે ભાવના કર્તવ્યા” આ ભાવના નિરંતર કરવી–ત્રણેય લોક, ત્રણકાળ, સર્વજીવ પરિપૂર્ણ સ્વભાવથી ભરેલા છે એવી ભાવના કરવી. સર્વે જીવમાં અભવી પણ આવો છે તેમ આવ્યું. દ્રવ્ય તો અભવી પણ પૂરા આનંદ અને પૂરા સ્વભાવથી ભર્યો પડ્યો છે. એક સમયની પર્યાયમાં ભૂલ છે. સમાજમાં આવ્યું?
અમે સંપ્રદાયમાં હતા ત્યારે આ પ્રશ્ન ચાલ્યો હતો. ૮૫ની સાલમાં એટલે ૪૮-૫૦ વર્ષ પહેલાં. એક સાધુએ પોતાના નામની મોહનમાળા બનાવી. તેમાં તેણે લખ્યું કેઅભવીને ત્રણ આવરણ છે. મતિ-શ્રુત અને અવધિ. ત્રણ આવરણ છે, મન:પર્યય અને કેવળનું આવરણ નથી. કેમકે તેને મન:પર્યયજ્ઞાન અને કેવળજ્ઞાન થવાનું નથી માટે. તેને બે આવરણ નથી. આવો પ્રશ્ન બનાવી અને તેમણે લખ્યું 'તું! પછી અમારી ચર્ચા થઈ, તમે આ શું કહો છો? આ શું લખ્યું છે? અભવીને પણ પાંચ આવરણ છે. કેવળજ્ઞાન શક્તિરૂપે છે. તો તેને આવરણ છે. મતિ, શ્રુતને અવધિ ત્રણ જ આવરણ છે એમ નથી. તેને પણ પાંચ આવરણ છે. આજથી પચાસવર્ષ પહેલા મેં આમ કહ્યું હતું. ભાઈ ! હું કાંઈ
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #343
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કલશ-૫૫
૩૩૧ કોઈ પક્ષમાં નથી, અમે તો સત્ય કહીએ છીએ. અમે સંપ્રદાયમાં આવી ગયા એટલે અહીંયા રહેશું એવું ન માનશો. અમે તો જ્યાં સત્ય હશે ત્યાં જઈશું.
વઢવાણમાં ચર્ચા થયેલી. તેમની દીક્ષાને પચાસવર્ષ થયેલાં અને મારી દીક્ષાને પંદર વર્ષ થયેલાં. અમારી છાપ પહેલેથી જ એવી એટલે લોકો અમારાથી ડરે. સાધુ પણ કહેકાનજી સ્વામી જે કહેશે તેને લોકો માનશે. આપણી વાત કોઈ નહીં માને. એ સાધુ તેના ગુરુને કહેતા-કાનજીસ્વામી કહે છે તે સાંભળો. બાપુ! આ મારગ તે કોઈ પક્ષ નથી. આ તો વસ્તુનું સ્વરૂપ જ એવું છે. અભવીને પણ પાંચ આવરણ છે. સુલટશે નહીં માટે તેને પાંચ આવરણ નહીં, ત્રણ આવરણ છે એવી વાત નથી.
એમ અહીં કહે છે–સર્વ જીવો પૂર્ણ કેવળજ્ઞાન આનંદથી ભરેલા પરિપૂર્ણ છે. અભવી પણ એવો જ છે- આ ભૂતાર્થથી કહ્યું. ભૂતાર્થ સત્યાર્થથી તો સર્વજીવ પરિપૂર્ણ ભરેલા છે. આહા.. હા.. હા! અરે..! તેને વિશ્વાસ કેવી રીતે આવે? વેદાંત તો સર્વ વ્યાપક તેવો એક આત્મા કહે છે. અહીં તો અનંતજીવોમાં લસણ-ડુંગળી તેની રાય જેવડી નાની કટકીમાં અસંખ્ય શરીર અને એક શરીરમાં અનંતજીવ છે. એક એક જીવ સર્વે પરિપૂર્ણ ગુણથી ભરેલા છે. પર્યાયમાં ફેર છે વસ્તુમાં કયાં ફેર છે!
પંચાસ્તિકાયમાં, સમયસારમાં આવે છે કે-એકેન્દ્રિય, બેઇન્દ્રિય, ત્રણ ઇન્દ્રિય, ચૌઇન્દ્રિય, પંચેન્દ્રિય એ બધી પર્યાયોમાં ધ્રુવ પરમાત્મા સળંગ ધ્રુવરૂપે તે કાયમ બિરાજે છે. તે એકેન્દ્રિયરૂપ બે ઇન્દ્રિયરૂપ કદી થયો નથી. અહીં એ વાત કરે છે. ભૂતાર્થ પરિગ્રહણ આચાર્યની આ લાઈનમાં ગજબ વાત છે. ભૂતાર્થ-ત્રિકાળી શુદ્ધ સ્વરૂપ એકેન્દ્રિયના નિગોદના જીવોમાં પણ શુદ્ધ સ્વરૂપે છે. અભવી અને નિગોદનો જીવ પણ શુદ્ધ સ્વરૂપે છે. એક રાય જેવડી કટકીમાં અસંખ્ય શરીર અને એક શરીરમાં અનંત જીવ તે એકેક જીવ શુદ્ધ સ્વરૂપે.. ભૂતાર્થ-સત્યાર્થ પડયા છે. તેની દૃષ્ટિમાં (ત્રિકાળ સ્વભાવ આવ્યો) નથી. પરંતુ વસ્તુમાં આવું ભર્યું છે. સમજમાં આવે છે? આવો સત્ય મારગ સાંભળવા મળે નહીં. કયારેક સાંભળવા મળે તેવી અપૂર્વ વાત છે.
ભગવાન અતીન્દ્રિય આનંદના કંદથી પરિપૂર્ણ પરમાત્માપણે બધા બિરાજમાન છે. આહા... હા!તારો જેવો દ્રવ્ય સ્વભાવ છે તેવો સર્વ જીવોનો દ્રવ્ય સ્વભાવ એક સરખો છે. અગર ભૂલ છે તો તે પર્યાયમાં છે. સંસાર પણ પર્યાયમાં, મોક્ષમાર્ગ પણ પર્યાયમાં અને સિદ્ધ પણ પર્યાયમાં છે. દ્રવ્ય તો ત્રિકાળી જે છે તે છે. સમજમાં આવે છે.
ભૂતાર્થ પરિગ્રહેણ તેમાં હજુ વિશેષ લેવું છે. પાઠમાં “એકવાર ” એવો શબ્દ પડયો છેતેનો અર્થ અંતર્મુહૂર્ત કર્યો. અંતર્મુહૂર્ત માત્ર જ્યાં સ્વભાવની અંદર ગયો અને પ્રતીત અને અનુભવ થયો તો (વિનય વ્રનેત) મિથ્યાત્વ વિનાશને પામે છે. મિથ્યાત્વનો નાશ થઈ જાય એકવાર સ્વરૂપની પ્રાપ્તિ થાય તો!
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #344
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૩ર
કલશામૃત ભાગ-૨ [ ભાવાર્થ આમ છે કે જીવને યદ્યપિ મિથ્યાત્વ અંધકાર અનંતકાળથી ચાલ્યો આવ્યો છે તથાપિ જો સમ્યક થાય તો મિથ્યાત્વ છૂટે, જો એકવાર છૂટે તો]
કળશની પહેલી લીટી છે. “મીસંસTRIત વ વાવતિ” અનાદિકાળથી એક સંતાનરૂપ ચાલ્યો આવ્યો છે.” આ તો અધ્યાત્મની વાણી છે. મુનિ-સંતોની વાત છે, આ કાંઈ કથા વાર્તા નથી. શબ્દોની અંદર તો મહા ગંભીરતા ભરી છે. આહા. હા! અરે ! દુનિયાના ભાગ્ય કે આ વસ્તુ રહી ગઈ છે. સંતોના વિરહ પડ્યા, કેવળીઓના વિરહ પડયા, પણ તેમની આ વાણી રહી ગઈ છે. અને એ પણ દિગમ્બર સંતો સિવાય બીજે કયાંય નથી હોં! બાપુ! બીજાને દુઃખ લાગે તો શું થાય !? શ્વેતામ્બર-સ્થાનકવાસીમાં આ ચીજ છે જ નહીં.
શ્લોક તો જુઓ!! “ભૂતાર્થપરિપ્રદેણ છવા વિનય વ્ર ” અનંતકાળથી ચાલ્યું આવતું મિથ્યાત્વ, સમકિત થતાં અંતર્મુહૂર્તમાં નાશને પ્રાપ્ત થઈ જાય. સમકિત થતાં મિથ્યાત્વ છૂટે છે. જો એકવાર છૂટે તો “દો તત માત્મનઃ મૂય: વિશ્વ મત” આહા.. હા! ભવ્યજીવો, અહો જીવ! તું કેવો છો ? ભગવાન તું પૂર્ણાનંદનો નાથ છો. ભૂતાર્થ શક્તિની પ્રાપ્તિ થઈ જાય અને મિથ્યાત્વનો નાશ થઈ જાય તેવો છે. આહા.. હા!
તે કારણથી આત્માને અર્થાત્ જીવને ફરીને એકત્વબુદ્ધિ શું થાય? અર્થાત્ ન થાય.”
આ.. હા.. હા..! અરે ! સમકિત થયું તે શું પડી જશે? અરે ! શું વાત કરો છો તમે?! ભગવાન દ્રવ્ય સ્વભાવ પડી જશે તો સમકિત પડી જશે. ભૂતાર્થ પ્રભુ ચિદાનંદ ભગવાનની દષ્ટિ થઈ તો મિથ્યાત્વનો નાશ થયો. તો પછી ફરી મિથ્યાત્વ કેવી રીતે ઉત્પન્ન થશે ! ત્રણકાળમાં ઉત્પન્ન નહીં થાય. જુઓ આ વાણી ! પ્રભુ તમે છદમસ્થ છો ને?! આ પંચમ આરામાં તમે કેવળી પાસે ગયા નથી અને આટલું જોર ! કુંદકુંદાચાર્ય તો ગયા હતા. અને આ તો અમૃતચંદ્રાચાર્યના કળશ છે. કુંદકુંદાચાર્ય ભગવાન પાસે ગયા હતા અને હું પણ આ (નિજ) ભગવાન પાસે ગયો છું. અરે રેઆવી વાતું! ભાગ્યવાનને સાંભળવા મળે તેવી વાતું છે.
આ વાત સાંભળવા ન મળે તેવી ચીજ છે. કહે છે–અહો જીવ! અહોની વ્યાખ્યા કરી. “દો તત્ કાત્મનઃ મૂય: વિશ્વ વિદં ભવેત” એ કારણથી જીવને ફરીને એકત્વબુદ્ધિ કેમ થાય? રાગથી એકત્વબુદ્ધિ તોડીને. સ્વભાવમાં એકત્વબુદ્ધિ થઈ તો પછી ફરીથી રાગમાં એકત્વબુદ્ધિ કેમ થશે? બિલકુલ નહીં થાય. જો દ્રવ્યનો નાશ થાય તો દ્રવ્યની એકત્તાબુદ્ધિનો નાશ થઈ જાય. આહા.. એમ કહે છે. તેમને ક્ષયોપશમ સમકિત છે. ક્ષાયિક સમકિત નથી. ભગવાન પાસે જાય તો તેને ક્ષાયિક સમકિત થાય. કુંદકુંદાચાર્ય ગયા હતા પણ તેમને ક્ષાયિક સમકિત ન થયું, પરંતુ અપ્રતિહત દર્શન થયા.
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #345
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કલશ-પ૫
૩૩૩ કે જે સમકિત કેવળજ્ઞાન લેશે. ક્ષયોપશમ સમકિત પણ ક્ષાયિક સમકિત અને કેવળજ્ઞાન લેશે એવું સમકિત હોં! એ પોકાર અહીં અમૃતચંદ્રાચાર્ય કરે છે. સમજમાં આવ્યું!?
શ્રી ચંપાબેનને પણ જાતિસ્મરણમાં એમ આવ્યું છે કે સમકિત બે પ્રકારના છે. (૧) જોડણી ક્ષાયિક છે અને (૨) પ્રગટ ક્ષાયિક પુસ્તકમાં લખ્યું છે-ભગવાન પાસે સાંભળ્યું છે-જોડણી ક્ષાયિક, એટલે જે ક્ષયોપશમ સમકિત છે તે ક્ષાયિક સમકિત થશે તેને જોડણી ક્ષાયિક કહે છે. છે તો ક્ષયોપશમ સમકિત પરંતુ તે (ભવિષ્યમાં) ક્ષાયિક થશે. અને જે વર્તમાનમાં પ્રગટ ક્ષાયિક છે તે તો ક્ષાયિક છે જ. ક્ષયોપશમ ક્ષાયિક થશે તેવું જોડણી ક્ષાયિક છે તે વાત અહીંયા (આચાર્ય) ભગવાન કહે છે. આવી વાત છે ભાઈ ! આવી વાતનો જગતને વિશ્વાસ આવવો એ કઠણ છે.
મૂય: વન જિં ભવેત” તે ભાઈ એમ કહેતા હતા કે પડી જાય ભલે પણ... એ સમ્યગ્દર્શન તો રહે જ. ભાઈ ! સમકિત પડી જાય તેને શ્રદ્ધાનું અસ્તિત્વ રહે નહીં. હા, તેણે ભવની કરી કરી નાખી તેથી હવે તેના ભવ અનંત. અનંત... પછી અનંત તેમ ન થાય. ઘણાં તો નિગોદમાં પણ ચાલ્યા જાય છે.
અહીં તો પડી જાય તે વાત નથી. અમારા ચોપડામાં તે વાત નથી. “કેવો છે આત્મા? “જ્ઞાન ” જ્ઞાનનો સમૂહ છે. આત્મા જ્ઞાનનો-ચૈતન્ય પ્રકાશનો પિંડ છે. આ પુણ્ય-પાપ અને તેના ફળના અંધારાથી ચૈતન્ય પ્રકાશ ભિન્ન છે. ચૈતન્ય પ્રકાશનો સૂર્ય પુણ્ય-પાપથી ભિન્ન છે. તે જ્ઞાનનો ઘન છે.
ભાવાર્થ- શુદ્ધ સ્વરૂપનો અનુભવ થતાં સંસારમાં પરિભ્રમણ થતું નથી.”
ભગવાન આત્મા શુદ્ધ ચૈતન્ય પવિત્ર છે તે પુણ્યને પાપના વિકલ્પથી રહિત એવી ચીજ છે. એવા શુદ્ધ સ્વરૂપનો અનુભવ થવાથી હવે પરિભ્રમણ કરવું પડતું નથી. જ્યાં સુધી શુદ્ધ સ્વરૂપનો અનુભવ નથી ત્યાં સુધી પાપ કરે છે અને પરિભ્રમણ કરે છે. આહા... હા! સમજમાં આવ્યું?
એ અસંખ્ય પ્રદેશમાં જેટલા ક્ષેત્રમાંથી પર્યાય ઉત્પન્ન થાય છે એટલું ક્ષેત્ર; અને આ બાજુનું ક્ષેત્ર એનાથી દૂર છે. પર્યાયનું ક્ષેત્ર પણ દ્રવ્યના ક્ષેત્રથી ભિન્ન છે.! આહા.... હા! ઝીણી વાત છે! પર્યાયનો કાળ પરકાળ, એ સ્વકાળથી ભિન્ન છે. પર્યાયનો ભાવ જ દ્રવ્યભાવથી પર-ભિન્ન છે. અને દ્રવ્યભાવ એનાથી (પર્યાયભાવથી) ભિન્ન છે.
(પ્રવચન નવનીત ભાગ-૨ પેઈજ નં-૩ર)
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #346
--------------------------------------------------------------------------
________________
૩૩૪
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કલશામૃત ભાગ-૨
કલશ ન ઃ ૫૬
(અનુષ્ટુપ )
आत्मभावान् करोत्यात्मा परभावान् सदा परः। आत्मैव ह्यात्मनो भावाः परस्य पर एव ते।। ११-५६।।
ખંડાન્વય સહિત અર્થ:- “ આત્મા આત્મભાવાન્ જોતિ ” ( માત્મા) જીવદ્રવ્ય (આત્મમાવાન્) પોતાના શુદ્ધચેતનારૂપ અથવા અશુદ્ધચેતનારૂપ રાગ-દ્વેષ-મોહભાવ, (રોતિ ) તે-રૂપે પરિણમે છે. “ પર: પરમાવાન સવા વ્યોતિ ” ( પર: ) પુદ્ગલદ્રવ્ય (પરમાવાન્ ) પુદ્ગલદ્રવ્યના જ્ઞાનાવરણાદિરૂપ પર્યાયને ( સવા ) ત્રણે કાળે (રોત્તિ) કરે છે. “હિ આત્મન: ભાવા: આાત્મા છુવ” (૪િ) નિશ્ચયથી (આત્મન: માવા:) જીવના પરિણામ (આત્મા વ) જીવ જ છે. ભાવાર્થ આમ છે કે ચેતનાપરિણામને જીવ કરે છે, તે ચેતનપરિણામ પણ જીવ જ છે, દ્રવ્યાન્તર થયું નથી, “ પરચ તે પર: વ (પરસ્ય) પુદ્ગલદ્રવ્યના (તે) પરિણામ (પર: વૅ) પુદ્ગલદ્રવ્ય છે, જીવદ્રવ્ય થયું નથી. ભાવાર્થ આમ છે કે જ્ઞાનાવરણાદિ કર્મનું કર્તા પુદ્ગલ છે અને વસ્તુ પણ પુદ્ગલ છે, દ્રવ્યાન્તર નથી. ૧૧-૫૬.
,,
પ્રવચન નં. ૭૧
66
તા. ૧૯-૮- ’૭૭
કલશ-૫૬ : ઉ૫૨ પ્રવચન
‘આત્મા આત્મભાવનું રોતિ” જીવદ્રવ્ય પોતાના શુદ્ધ ચેતનારૂપ અથવા અશુદ્ધ ચેતનારૂપ રાગ-દ્વેષ-મોહભાવ તે રૂપે પરિણમે છે.”
જીવદ્રવ્ય એટલે કે શુદ્ધ આત્મા. કોઈ એમ કહે કે-આત્મા ભિન્ન છે અને જીવદ્રવ્ય કે ભિન્ન છે. (તેમ ન કહે ) તેથી અહીં આટલા શબ્દો લેવા પડે છે. વેદાંતમાં આત્માને ભિન્ન કહે છે અને જીવદ્રવ્યને ભિન્ન કહે છે. જે શુદ્ધ છે તેને આત્મા કહે અને પુણ્ય-પાપવાળા ભાવને જીવ કહે એમ છે નહીં. એટલા માટે ગ્રંથકારે કળશમાં ‘આત્મા' શબ્દ ને જીવદ્રવ્ય કહ્યું છે.
(‘લાભમાવાન્’) ભાષા જોઈ? પોતાનો શુદ્ધ ચેતનરૂપ આત્મભાવનું જ્ઞાન અને આનંદરૂપી પરિણમન થવું તેને શુદ્ધ ચૈતન્યનો ભાવ કહેવામાં આવે છે. તેને ધર્મની પરિણતિ કહેવામાં આવે છે. પોતાનો શુદ્ધ ચૈતન્ય તે આત્મભાવાન્ શુદ્ધની અપેક્ષાએ. આહા.. હા ! પુણ્ય-પાપના ભાવથી ભિન્ન અને પોતાના સ્વભાવથી અભિન્ન તેવો આત્મા તેનું શુદ્ધ ચૈતન્યરૂપ પરિણમન અર્થાત્ સમ્યગ્દર્શન, મતિ-શ્રુતજ્ઞાન આદિનું શુદ્ધ પરિણમન અથવા કેવળજ્ઞાન આદિનું શુદ્ધ પરિણમન તે આત્મ ભાવાન્.
Please inform us of any errors on rajesh.shah@tofalise.co.uk
Page #347
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કલશ-પ૬
૩૩૫ (ગાત્મમાવાન રાતિ) “રાતિ' શબ્દ પડયો છે પાઠમાં “કરોતિ” શબ્દની વ્યાખ્યા પરિણમવું તેવો અર્થ લીધો છે. આત્માનો શુદ્ધ ચૈતન્યરૂપી ભાવ, શુદ્ધ ઉપયોગરૂપી ભાવે “કરોતિ” નામ પરિણમે છે. અને અશુદ્ધ ચેતનારૂપ રાગ-દ્વેષ-મોહરૂપ કરોતિ નામ પરિણમે છે. તે પછી શુદ્ધ પરિણતિરૂપ કહો કે અજ્ઞાન ભાવે અશુદ્ધ પરિણતિ કહો. પણ તેને આત્મભાવ કહેવામાં આવે છે. અશુદ્ધ ચેતના અર્થાત્ રાગ-દ્વેષ-મિથ્યાત્વરૂપે પરિણમવું તેને પણ અહીં જીવેદ્રવ્યનું અશુદ્ધ પરિણમન અથવા જીવનો ભાવ એમ કહેવામાં આવે છે. (રાગદ્વેષ ઇત્યાદિ) તે પુદ્ગલના નથી તેમ અહીંયા કહે છે.
પ્રશ્ન:- મારા નથી માટે પુદ્ગલનાં કહ્યાં છે? પુદ્ગલ શબ્દ વાપર્યો છે!
ઉત્તરઃ- બીજા એમ કહે કે-રાગ-દ્વેષ-મોહ પુદ્ગલના છે તે કઈ અપેક્ષાએ? શુદ્ધ ચૈતન્યઘન સ્વભાવની જ્યાં અનુભવ દૃષ્ટિ થઈ, સમ્યગ્દર્શન થયું તે જ કાર્ય છે તે અપેક્ષાએ વિકારના પરિણામને પુદ્ગલના પરિણામ કહી અને ભિન્ન કહ્યાં છે. જ્યારે અહીંયા તો તેની પર્યાયમાં પર્યાયનો કરવાવાળો તે જ છે.
આહા.. હા! ભાષા જોઈ ! “પોતાના શુદ્ધ ચેતનારૂપ અથવા અશુદ્ધ ચેતનારૂપ રાગ-દ્વેષ-મોહભાવ, (વરાતિ) તે-રૂપે પરિણમે છે. અહીંયા તો એ સિદ્ધ કરવું છે કે તે પોતાના શુદ્ધ સ્વરૂપની પરિણતિએ પર્યાયમાં પરિણમો કે પછી તે અશુદ્ધ પરિણમો પરંતુ તે પુદ્ગલદ્રવ્યની કર્મની પર્યાયનો કર્તા નથી, અને પુદ્ગલથી થયેલી ઉદય ક્રિયા છે જે તે અશુદ્ધ પરિણતિને કરતો નથી. સમજમાં આવ્યું? આવી વાત છે.
“પર: પરમાવન સફા રોતિ” અહીં “સદા” શબ્દ વાપર્યો છે. ઉપરમાં સદા શબ્દ નથી લીધો. પરંતુ “સદા” શબ્દ લઈ લેવો. શું કહે છે? ‘પરમાવન સફા' તેમાં પણ સદા લેવો કે-આત્મા પોતાના શુદ્ધ ચૈતન્ય સ્વરૂપનું જ્ઞાન ને આનંદરૂપ પરિણમન હો કે મતિ-શ્રુતજ્ઞાન આદિનું પરિણમન હો કે કેવળજ્ઞાનરૂપે પરિણમન હો. પરંતુ તે સદા પોતાની પરિણતિનું પરિણમન કરવાવાળો છે. આમ કહીને આત્મા જડની પર્યાયનો કર્તા નથી તે માટે “સદા” શબ્દ વાપર્યો છે. કોઈ કાળે કર્મની પર્યાય કરે, શરીરની ક્રિયા કરે, વાણીની ક્રિયા કરે એમ થતું જ નથી. સમજમાં આવ્યું?
પ્રશ્ન:- શરીરની સંભાળ તો રાખે ને?
ઉત્તર- કોણ સંભાળ કરે ભગવાન ! શરીર તો માટી–ધૂળ છે. તેની ક્રમબદ્ધમાં જે પર્યાય થવાની હશે તે થશે. ક્રમબદ્ધ ઉપર બપોરે પ્રવચન ચાલે છે. આ પરમાણુમાં પણ જે સમયે જે પર્યાય થવાવાળી છે તે થશે જ થશે. પરમાં આત્મા ફેરફાર કરી શકે એવું તો છે જ નહીં. આહા.. હા ! આવી વસ્તુની મર્યાદા છે. સમજમાં આવ્યું?
પર: પરમાવાન સવા વરાતિ પુદ્ગલદ્રવ્યના જ્ઞાનાવરણાદિરૂપ પર્યાયને ત્રણે કાળે કરે છે.” “સદા” શબ્દનો અર્થ છે ત્રિકાળ પોતે કરે છે. જ્ઞાનાવરણીય
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #348
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૩૬
કલશામૃત ભાગ-૨ પર્યાયરૂપે પરિણમે છે તે પુદ્ગલ પરિણમે છે. તે રૂપે આત્મા પરિણમતો નથી. આત્મા કર્મને પરિણમાવતો નથી.. કેમકે કર્મને આત્મા ભિન્ન છે.
જેટલા પ્રમાણમાં રાગ-દ્વેષના પરિણામ છે તેટલા પ્રમાણમાં કર્મમાં દર્શનમોહ, ચારિત્રમોહબંધાય છે.. છતાં તે પર્યાયનો કર્તા આત્મા નહીં. આહા... હા ! જે ઇચ્છા થઈ તો તે ઇચ્છારૂપે જીવ પરિણમ્યો પરંતુ શરીરને હલાવી શકે, ભાષા કરી શકે તેવું ત્રણકાળમાં નથી. જ્ઞાનાવરણાદિ આઠે કર્મની પર્યાયનો ત્રિકાળ પુદ્ગલ જ કર્તા છે.
'
“હિ આત્મન: ભાવા: આત્મા વ ” નિશ્ચયથી જીવના પરિણામ જીવ જ છે. એ સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપે પરિણમતો એ જીવ છે. અને રાગ-દ્વેષ-મોહ્રપણે પરિણમે તો પણ તે જીવ જ છે. સમજમાં આવ્યું ? પહેલાં ખુલાસો કરી દીધો કે – આત્મા શુદ્ધ અશુદ્ધરૂપે પરિણમતો; ‘ કરોતિ ’ અર્થાત્ પરિણમવું અને પુદ્ગલ પોતાની પર્યાયને કરે બસ એટલી વાત લીધી. હવે અહીંયા કહે છે આત્મા શુદ્ધ અશુદ્ધરૂપે પરિણમે છે તે જીવ જ છે.. આત્મા જ છે. મિથ્યારૂપે પરિણમે છે તો પણ તે આત્મા જ છે,.. તે કાંઈ પુદ્ગલ નથી. સમજમાં આવ્યું ?
પહેલી વાત એ કહી કે-આત્મા સદા પોતાની શુદ્ધ ને અશુદ્ધ પરિણતિરૂપે પરિણમે છે.. પરરૂપે નહીં. તેમ પુદ્ગલ પોતાની પર્યાયને પરિણમાવે છે જીવને નહીં. પુદ્ગલ જીવની પરિણતિને કરતો નથી બસ એટલી વાત કહેવી છે.
પ્રશ્ન:- પરિણતિની સાથે સંબંધ રહે છે ને ?
ઉત્ત૨:- પરિણતિ તેની છે તે જ બતાવવું છે. હવે તે પરિણતિ જીવ જ છે એમ બતાવે છે. પછી તે મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, કેવળજ્ઞાનપણે હો તો પણ તે આત્મા જ છે. ચાહે તો મિથ્યાત્વરૂપે કે રાગ-દ્વેષરૂપે હો તો એ આત્મા જ છે. અહીંયા તો પુદ્ગલ કર્તા નથી એ સિદ્ધ કરવું છે.
પ્રશ્ન:- પર્યાય તો તેની છે ને?
ઉત્ત૨:- અહીંયા લીધું ને ! તેની પર્યાય છે તેથી તે જીવ જ છે. અહીં ૫૨થી ભિન્ન કરાવવું છે.. બસ એટલું (પ્રયોજન ) છે. હવે પછીના કળશમાં-૫૭-૫૮-૫૯માં આવશે કે–જીવના પરિણામ જીવ જ છે.
“ ભાવાર્થ આમ છે કે ચેતના પરિણામને જીવ કરે છે, તે ચેતન પરિણામ પણ જીવ જ છે, દ્રવ્યાન્તર થયું નથી.
,,
જીવની પોતાની શુદ્ધ પરિણતિ કહો કે અશુદ્ધ કહો પણ તે જીવ જ છે. તેને પુદ્ગલની સાથે કોઈ સંબંધ છે નહીં. જીવ ચાહે તો શુદ્ધરૂપે પરિણમો કે અશુદ્ધરૂપે પરિણમો પરંતુ દ્રવ્ય... દ્રવ્યાન્તર થતું નથી. તે પોતાની પર્યાયરૂપે રહે છે. દ્રવ્ય જો વિકારરૂપે પરિણમે તો અનેરા દ્રવ્યરૂપે થયો.. એમ છે ? તેમ નથી.
Please inform us of any errors on rajesh.shah@fofalise.co.uk
Page #349
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કલશ-પદ
૩૩૭
*
‘ પરચ તે પર: વ ” પુદ્ગલ દ્રવ્યના પરિણામ પુદ્ગલ દ્રવ્ય છે, જીવ દ્રવ્ય થયું નથી.
પુદ્ગલ દ્રવ્યના પરિણામ આઠકર્મ તે પુદ્ગલદ્રવ્ય છે. જ્ઞાનાવરણાદિ આઠ કર્મની પર્યાય, વર્ગણાની પર્યાય એ બધી કર્મવર્ગણાની પર્યાયો કર્મપણે પરિણમી છે તે અજીવ છે–તે પુદ્ગલ જ છે, તે જીવ નથી. એ પરિણામ પુદ્ગલ દ્રવ્યના છે જીવદ્રવ્યના નહીં. બાવીસ પ્રકા૨ની વર્ગણાને પુદ્ગલ કરે છે. જ્ઞાનાવરણીય બંધમાં છ પ્રકા૨ કા૨ણ છે ને ? તત્ત્વાર્થસૂત્રમાં શ્લોક છે.. “ તત્કવોષનિન્દ્રમાત્સર્યાન્તરાયાસાવનોપધાતા જ્ઞાનવર્શનાવળયો: પ્રવોષ નિર્દેવ, માત્સર્ય, અન્તરાય, આસાવન, ઉપઘાતા:
જ્ઞાનાવરણના જે છ પ્રકા૨ બંધાય છે તેમજ તે પરિણમે છે તે છ પ્રકા૨નું પરિણમન અજીવ છે. અને છ પ્રકારે ભાવબંધરૂપે પરિણમે તે પરિણમન જીવનું છે. તે જીવ જ છે. અને જે જ્ઞાનાવરણીય (કર્મમાં) બંધાય છે તે પુદ્ગલ છે. તે છ પ્રકારે બંધાય છે તે નિમિત્તનું કથન છે. જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મોહનીય, એ ભાવનો જીવ કર્તા છે તે જીવ જ છે. આ સાથે પુદ્ગલ જે પરિણમે છે તેનાં છ પ્રકાર જ્ઞાનાવરણીય બંધના છે તે જ્ઞાનાવરણીયની પર્યાય છે. તે (જીવના) છ કારણથી થઈ નથી. જ્ઞાનાવરણીય બંધનની પર્યાય તેની પર્યાયથી થઈ છે. આહા ! આમ કહે છે. સમજમાં આવ્યું ?
',
જડ અને ચેતનની વચ્ચે આવો ભેદ છે. શું કહે છે ? આઠ કર્મની પર્યાયરૂપે પરિણમે છે તે જડ જ છે, તે આત્મા નહીં. આ પુદ્ગલની પર્યાય જ્ઞાનાવરણીયરૂપે થઈ તો જીવ તેનો કર્તા થયો તેવું દ્રવ્યાન્તર નથી. તે અનેરા દ્રવ્યરૂપે થયું નથી. તે પોતાની પર્યાયપણે થયો છે.
✡
પ્રશ્ન:- નિર્વિકલ્પ દશા વખતે સ્વપર પ્રકાશક સ્વભાવને વાંધો આવે છે?
ઉત્ત૨:- નિર્વિકલ્પતા વખતે જ્ઞાન જ્ઞાનને જાણે છે ને આનંદ ને પણ જાણે છે માટે ત્યાં પણ સ્વપર પ્રકાશકપણું છે. આનંદને જાણવો તે જ્ઞાનની અપેક્ષાએ ૫૨ છે. નિર્વિકલ્પ દશામાં સ્વગ્નેય એક જ આવ્યું એમ નથી. જ્ઞાન સાથે આનંદનો ખ્યાલ આવે છે. પોતે જ્ઞાનને જાણે છે તે સ્વને આનંદ ને ૫૨ તરીકે જાણે છે. આમ સ્વપર પ્રકાશક સ્વભાવ ત્યાં પણ રહે છે.
(૫૨માગમસાર બોલ નં. ૭૧૫ )
Please inform us of any errors on rajesh.shah@fotalise.co.uk
Page #350
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૩૮
કલશાકૃત ભાગ-૨ કલશ ને : ૫૭
(વસન્તતિલકા) अज्ञानतस्तु सतृणाभ्यवहारकारी ज्ञानं स्वयं किल भवन्नपि रज्यते यः। पीत्वा दधीक्षुमधुराम्लरसातिगृद्ध्या
गां दोग्धि दुग्धमिव नूनमसौ रसालम्।।१२-५७।। ખંડાન્વય સહિત અર્થ-“: અજ્ઞાનતઃ સુરક્યતે” () જે કોઈ મિથ્યાષ્ટિ જીવ (જ્ઞાનત: તુ) મિથ્યા દૃષ્ટિથી જ (૨mતે) કર્મની વિચિત્રતામાં પોતાપણું જાણીને રંજાયમાન થાય છે તે, [ તે જીવ કેવો છે?] “સત્તામ્યવહા૨કારી”(7) ઘાસ સહિત (મ્યવહારવાર) આહાર કરે છે. ભાવાર્થ આમ છે કે જેમ હાથી અન્નઘાસ મળેલાં જ બરાબર જાણીને ખાય છે, ઘાસનો અને અન્નનો વિવેક કરતો નથી, તેમ મિથ્યાષ્ટિ જીવ કર્મની સામગ્રીને પોતાની જાણે છે, જીવનો અને કર્મનો વિવેક કરતો નથી. કેવો છે? “વિને સ્વયં જ્ઞાન ભવન ”િ (વિન સ્વયં) નિશ્ચયથી સ્વરૂપમાત્રની અપેક્ષાએ (જ્ઞાન ભવન ) જોકે જ્ઞાનસ્વરૂપ છે. વળી જીવ કેવો છે? “સૌ નૂનમ સનમ ત્વા ના દુધમ તોષેિ વ” (સૌ) આ છે જે વિદ્યમાન જીવ (નૂનમ) નિશ્ચયથી (૨Iનમ્) શિખંડ ( CT) પીને એમ માને છે કે (T દુધમ્ રોષ ફેવ ) જાણે ગાયનું દૂધ પીએ છે. શાનાથી? “વધાસુમધુર સ્ન
સાતિગૃજ્યા” (વધીક્ષ) શિખંડમાં (મધુરાન્તરસ ) મીઠા અને ખાટા સ્વાદની (તિગૃજ્યા) અતિશય આસક્તિથી. ભાવાર્થ આમ છે કે સ્વાદલપટ થયો થકો શિખંડ પીએ છે, સ્વાદભેદ કરતો નથી. એવું નિર્ભેદપણું માને છે કે જેવું ગાયનું દૂધ પીતાં નિર્ભેદપણું માનવામાં આવે છે. ૧ર-પ૭. પ્રવચન નં. ૭૧
તા. ૧૯-૮-'૭૭ કલશ-પ૭ : ઉપર પ્રવચન ચ: અજ્ઞાનતઃ 1 mતેજે કોઈ મિથ્યાદેષ્ટિ જીવ મિથ્યા દેષ્ટિથી જ કર્મની વિચિત્રતામાં પોતાપણું જાણીને રંભાયમાન થાય છે તે,
પોતાના શુદ્ધ સ્વરૂપના આનંદના ભાન વિના જીવ અનાદિથી મિથ્યાત્વથી જ. અજ્ઞાનત:' મિથ્યાષ્ટિથી છે. કર્મના કારણથી નહીં, વળી કર્મની જે રાગ-દ્વેષ પર્યાયો અને કર્મની સામગ્રી પૈસા, લક્ષ્મી, આબરૂમાં રંજાયમાન થાય છે.
આગળના કળશમાં કહ્યું હતું કે રાગ-દ્વેષ જીવના ભાવ છે, અહીંયા તેનાથી ઉલટું
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #351
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કલશ-૫૭
૩૩૯ લ્ય છે. અંદરમાં પુણ્ય-પાપના ભાવ થાય અને તેનાથી બંધન થાય અને તેનાથી આ પૈસા આદિ ધૂળ મળે તે બધી કર્મની સામગ્રી છે. પોતાના આનંદસ્વરૂપ ભગવાન આત્માની તે સામગ્રી નથી. સમજમાં આવ્યું?
આહા.. હા! શું કહે છે? કર્મની વિચિત્રતાની આ વિચિત્રતા છે પુણ્ય-પાપના અનેક પ્રકારના ભાવ અને તેનાં કર્મ બંધનથી અનેક પ્રકારની અનુકૂળ-પ્રતિકુળતાના ગંજ થાય તે બધી કર્મની સામગ્રી છે. તેમાં તે જીવ અજ્ઞાનથી રંજાયમાન થાય છે. આહાહા ! તેમાં પોતાપણું જાણી જાયમાન થાય છે.
આ શરીર, પુણ્ય-પાપનો ભાવ, લક્ષ્મી, સ્ત્રી, કુટુંબ પરિવાર, મકાન, બંગલા, આબરૂ, તે બધી કર્મની સામગ્રી છે તેમાં પોતાપણું માની મૂઢ જીવ મિથ્યા દૃષ્ટિને સેવે છે. આહા.. હા ! પોતાપણું જાણી જાયમાન થાય છે. આ સિદ્ધાંત કહ્યો. હવે દષ્ટાંત કહે છે.
[તે જીવ કેવો છે?] “સતૃણમ્યવહારી” ઘાસ સહિત આહાર કરે છે. ભાવાર્થ આમ છે કે જેમ હાથી અન્ન ઘાસ મળેલાં જ બરાબર જાણીને ખાય છે, ઘાસનો અને અન્નનો વિવેક કરતો નથી, તેમ મિથ્યાષ્ટિ જીવ કર્મની સામગ્રીને પોતાની જાણે છે, તે જીવનો અને કર્મનો વિવેક કરતો નથી.”
હાથીને અધમણ ઘાસ નાખો અને સાથે અધમણ ચૂરમું નાખો તો બંનેને સાથે એકઠાં કરીને આહાર કરે છે. જેમ રોટલી અને દાળ ભિન્ન છે તેમ ઘાસ અને ચૂરમું ભિન્ન છે તેની તેને ખબર પડતી નથી. હાથી ભાન વિનાનો વિવેક વિનાનો છે. આ તો હજુ દૃષ્ટાંત છે.
જેમ હાથી ઘાસ અને અનાજ-ચૂરમું બન્ને એક ચીજ માનીને ખાય છે, તે ઘાસનો અને અન્નનો વિવેક નથી કરતો તેમ મિથ્યાદેષ્ટિઅજ્ઞાની જીવને ભગવાન આત્મા શુદ્ધ ચૈતન્યઘન છે તેની દૃષ્ટિ નથી. અને રાગમાં પોતાપણું માની કર્મની સામગ્રીને પોતાની માને છે જાણે છે. અજ્ઞાની રાગને પોતાનું જાણીને અનુભવે છે. રાગ છે તે ઘાસ સમાન છે અને ભગવાન આનંદસ્વરૂપ છે (તે ચૂરમાની જગ્યાએ છે.) ફેર એટલો કે ચૂરમું અને ઘાસ બન્ને ભિન્ન ચીજ છે. અહીંયા આનંદ છે અને તેની સાથે રાગ છે તે ઘાસ છે. તો તે ઘાસ અર્થાત્ રાગની સાથે આનંદ અનુભવે છે તેમ નથી.
કહ્યું? જેમ પેલો હાથી ઘાસ અને ચુરમું બન્નેને એકઠા કરીને ખાય છે તો તે અજ્ઞાની છે તેમ આ આત્માના આનંદને અને રાગ-દુઃખ છે તેને એકરૂપ અનુભવે છે તેમ નથી. (દષ્ટાંતમાં) તેમાં તો ઘાસમાં ચૂરમું છે તેમ અહીં રાગમાં જરી આનંદ છે તેમ નથી. સમજમાં આવ્યું?
ફરીથી.. દેણંતમાં તો ચૂરમું અને ઘાસ બન્ને એકઠા કરીને ખાય છે તે ભાષા છે. ભગવાન અતીન્દ્રિય આનંદનો નાથ પ્રભુ.. જેમાં અતીન્દ્રિય આનંદનો સ્વાદ છે તે
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #352
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૪)
કલશામૃત ભાગ-૨ સ્વાદને છોડીને રાગનો પુણ્ય-પાપના ભાવનો વિકારી સ્વાદ લંપટી થઈને લ્ય છે.
શ્રોતા:- તેમાં આનંદ માને છે.
ઉત્તર- એમ માને છે, તેમાં આનંદ છે નહીં. આનંદ તો ભગવાન આત્મામાં છે પણ તેની તેને ખબર નથી.
જેમ હાથી ઘાસ અને અનાજ તે બન્નેને ભેગાં કરીને ખાય છે, તેને ઘાસ અને અનાજની જુદાઈનો વિવેક નથી. તેમ અહીંયા પુણ્ય-પાપ અને આત્માને ભેગાં કરીને ખાય છે. તેનો અર્થ એવો નથી કે તે આનંદની સાથે રાગને ખાય છે. અંદરમાં જે આનંદ તે તો આનંદ જ છે. પરંતુ તેનું લક્ષ છોડીને એકલા રાગ-દ્વેષનો અનુભવ કરે છે, તે ઘાસને ખાય છે. સમજમાં આવ્યું?
અરે..! અતીન્દ્રિય આનંદનો નાથ પ્રભુ કહે છે કે જે અતીન્દ્રિય આનંદસ્વભાવનો સાગર નાથ છે તેનો સ્વીકાર નથી. આનંદસ્વરૂપ ભગવાન આત્માની સત્તાનો સ્વીકાર નથી અને આ જે પુણ્ય-પાપના અસંખ્ય પ્રકારના ભાવ છે. તેનો સ્વીકાર તે અજ્ઞાનનો અનુભવ છે. શુભભાવ પણ અસંખ્ય પ્રકારનો અને અશુભભાવ પણ અસંખ્ય પ્રકારનો છે. દયા-દાન-ભક્તિ-પૂજા તેવો શુભભાવ પણ અસંખ્ય પ્રકારનો છે. તે અજ્ઞાન છે. એ ઘાસ તુલ્ય વિકાર જે છે તેનો અનુભવ કરે છે અને પોતાના આનંદના ભાવને અનુભવમાંથી છોડી દ્ય છે. આવું અનાદિથી કરે છે.
અહીં વાત કરે છે!? જેમ હાથીને ઘાસ અને અનાજની જુદાઈનો વિવેક નથી તેમ કહે છે કે પુણ્ય-પાપના ભાવ અને ભગવાનના આનંદની ભિન્નતાનો વિવેક નથી.
શ્રોતા:- તેનું પશુ જેવું જ જીવન છે.
ઉત્તર:- ઢોર (તિર્યંચ)થી તેનું જીવન બદ (ખરાબ) છે. પશુમાં તો કોઈ સમ્યગ્દષ્ટિ પણ હોય છે. અને તે આત્માનો અનુભવ કરે છે. અઢી દ્વીપ બહાર અસંખ્ય સિંહ-વાઘહજાર યોજનના મચ્છ તેવા અસંખ્ય તિર્યંચો પડયા છે. સ્વયંભૂ રમણ સમુદ્રમાં સમકિતી પંચમ ગુણસ્થાનવાળા આત્માના આનંદના રસીલા તિર્યંચ છે.
રામના ભાઈ ભરત હતા, તે ભરત હાથી ઉપર બેસીને ભગવાનના દર્શન કરવા જતા હતા. ભરતને વૈરાગ્યે થયો. તો તેઓ દિક્ષીત થયા. તેઓ જે હાથી ઉપર બેસતા હતા તે હાથી તેમનો પૂર્વભવમાં મિત્ર હતો. તે હાથીને પણ જાતિસ્મરણ થયું, તે પણ આત્મા છે ને! અંદર ધારણામાં તો પડયું હતું તે પૂર્વ ભવની સ્મૃતિ યાદ આવી ગઈ. અવગ્રહ, ઈહા, અવાય અને ધારણા. ધારણામાં તો બધી શક્તિ પડી હતી પરંતુ તેમાંથી તેને સ્મૃતિમાં આવી ગઈ. ધારણામાં હતી તે વ્યક્ત થઈ ગઈ. અરે...! હું કોણ હતો? અરે..! મારો મિત્ર તો દિક્ષિત થઈ ગયો! તે હાથીને હોદે ભારત આવ્યો હતો, તે હાથીએ શણગાર બધો છોડી દીધો. તેને સમ્યગ્દર્શન થયું અને પંદર દિવસે આહાર લેવો તેવી
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #353
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કલશ-૫૭
૩૪૧
પ્રતિજ્ઞા ધારણ કરી. જુઓ, જાતિસ્મરણ અને સમ્યગ્દર્શનવાળા પશુ ! તેનો દેહ તો જડ છે તેની સાથે ભગવાન સચ્ચિદાનંદને શું સંબંધ છે.
બંધ અધિકારમાં આવે છે કે સર્વે જીવો.. સર્વકાળે, સર્વક્ષેત્રમાં-લોકાલોકમાં પરિપૂર્ણતાથી ભર્યા પડયા છે. બધા આત્મા અતીન્દ્રિય જ્ઞાન, આનંદ અને પ્રભુતા આદિ શક્તિથી પરિપૂર્ણ ભરેલો ભગવાન છે. પર્યાયમાં ભૂલ છે તે ઉ૫૨ની દૃષ્ટિ છોડી દે ! સર્વે જીવો, સર્વકાળે, સર્વક્ષેત્રમાં પોતાની પૂર્ણ શક્તિના ભંડા૨થી ભર્યા પડયા ૫રમાત્મા છે.. ભગવાન આત્મા છે. શ્રીમદ્ભુના શ્લોકમાં આવે છે-“સર્વ જીવ છે જ્ઞાનમય. સામાયિકમાં આવે છે-આત્મા જ્ઞાનનો પુંજ, આનંદનો પુંજ છે. જેમ હાથી વિવેક રહિત થઈ ઘાસ અને ચુરમાને સાથે ખાય છે. આ દૃષ્ટાંતમાં એક અંશ લેવો. તેમ અજ્ઞાની પોતાના આનંદને છોડીને રાગનો સ્વાદ લ્યે છે. દૃષ્ટાંતમાં તો ચુરમું અને ઘાસ સાથે લીધા છે તેમ અહીં રાગની સાથે આનંદ ભેગો છે તેમ નથી. તેમાં તો ચુરમું અને ઘાસ એકઠા–(ભેગાં ) છે. જ્યારે અહીં આનંદ અને રાગ એકઠા છે તેમ નથી. એકઠાનો અર્થ એટલો કે–ભગવાન આત્મા આનંદનો નાથ છે. પરંતુ તેની પર્યાયમાં આનંદ નથી, તેથી અજ્ઞાની વિવેક વિના એકલા રાગ અને દ્વેષનો સ્વાદ લ્યે છે. સમજમાં આવ્યું કાંઈ ?
અજ્ઞાનીને આત્માની ખબર નથી તેથી એકલા રાગ-દ્વેષના સ્વાદને તે લ્યે છે. આહા.. હા ! આ પૈસા, છોકરાં છે તે મારા પોતાના છે તેમ માને છે. ક્યો દિકરો ! કોના દિકરા ! એ તો બધી કર્મની સામગ્રી છે. પૈસા, આબરૂ, મકાન, નોકર, ચાકર આદિ ઠાઠ છે તે બધી જડની સામગ્રી છે. પ્રભુ ! તે સામગ્રીને પોતાની માનીને રાગ અને દ્વેષનો અનુભવ કરે છે... તે હાથીની સમાન અવિવેકી છે. કર્તાકર્મ અધિકા૨ છે ને ? તેથી અહીં સુધી લઈ ગયા. વિકારી પરિણામનો કર્તા વિકારી પરિણામ છે. તે છે જીવની પર્યાય... પરંતુ અહીંયા તો એ લેવું છે કે-વિકારી પરિણામનો કર્તા આત્માને માને છે તે અજ્ઞાન મિથ્યાત્વ છે.
શ્રી અમૃતચંદ્રાચાર્યના શ્લોક ઉ૫૨થી બનારસીદાસજીએ નાટક સમયસાર લખ્યું છે. તેમનું આ વાકય છે.
66
કરે કરમ સોહી ક૨તા૨ા, જો જાને સો જાનનહારા, ક૨તા સો જાને નહીં કોઈ, જાણે સો ક૨તા નહીં હોઈ. ”
રાગનો કર્તા કર્મ છે જે પોતાને પુણ્ય-પાપનો કરવાવાળો માને છે તે મિથ્યાર્દષ્ટિ છે–તે કર્તા થાય છે. એ વિકારના પરિણામને પોતાના સ્વલક્ષે અનુભવ કરે છે (અર્થાત્ પોતાપણે અનુભવે છે તે અજ્ઞાની છે. જ્ઞાની તો રાગનો જાણવાવાળો રહે છે. રાગ મારું કાર્ય અને હું તેનો કર્તા તેમ ધર્મી માનતો નથી. જ્યારે અજ્ઞાની રાગ મારું કાર્ય અને હું ક૨ના૨ તેમ માને છે. તેને કહે છે– “ ક૨તા સો જાને નહીં કોઈ. ” આ રાગ, પુણ્ય-પાપ,
Please inform us of any errors on rajesh.shah@tofalise.co.uk
Page #354
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૪૨
કલશામૃત ભાગ-૨ દયા-દાનના, વ્રતાદિના વિકલ્પનો કર્તા માને છે. તે તેનો જાણનાર રહેતો નથી. અને જે જાણે છે તે તેનો કર્તા થતો નથી. જ્ઞાની તો જાણે છે કે હું તો જ્ઞાન ને આનંદસ્વરૂપ છું. આનંદ, શાંતિ આદિ સામગ્રીથી હું તો ભર્યો પડ્યો છું. આ પુણ્ય ને પાપની સામગ્રી મારી નથી. સમજમાં આવ્યું?
આહા.... હા! જુઓ, બત્રીસ લાખ વિમાનનો સ્વામી શકેન્દ્ર. તે સૌધર્મ દેવલોકના અસંખ્યદેવોનો સ્વામી છે. તે એમ માને છે કે આ મારી ચીજ નથી. શાસ્ત્રમાં તેને એક ભવતારી કહ્યાં છે. મનુષ્યનો એક ભવ કરીને મોક્ષે જવાના છે. અહીં કહે છે–આટલી સામગ્રી છે તેને મારી માનતા નથી.
શ્રોતા:- તે કર્મની સામગ્રી છે?
ઉત્તર:- તે કર્મની સામગ્રી છે. મારી સામગ્રી તો અનંતજ્ઞાન, શાંતિ તે મારી સામગ્રી છે. દૃષ્ટિએ પોતાની દોલત દેખી છે. પોતાનો આનંદ અને શાંતિના નિધાન છે તેને જે દૃષ્ટિએ દેખ્યાં તે હવે રાગનો કર્તા કેવી રીતે થાય? સૂક્ષ્મ વાત છે ભાઈ !
આહાહા ! જેણે પોતાની દોલત દેખી–હું જ્ઞાન અને આનંદમય છું તે કર્મની સામગ્રી પુણ્ય-પાપ તેને પોતાની કેવી રીતે માને ? અજ્ઞાનીએ પોતાની દોલત જોઈ નથી તેથી આ પુણ્ય-પાપ અને તેના ફળરૂપ સામગ્રીને પોતાની સામગ્રી માની હાથીની પેઠે તે અવિવેકી છે. જેમ હાથી ઘાસ અને ચુરમાને એક માનીને ખાય છે તેમ ભગવાન આત્માના આનંદને છોડી અજ્ઞાની એકલા રાગના, પુણ્ય-પાપના ભાવના સ્વાદ લ્ય છે.
જેઠ મહિનામાં તડકા બહુ હોય, બાળકને તેની માતા દૂધ પાય અને બીજાએ પણ.. દૂધ પાયુ હોય તો વિશેષ દૂધ મળતાં બાળકને ઝાડા થઈ જાય છે. બહાર ગરમી બહુ હોય તેથી બાળક તે ઝાડામાં હાથ નાખે છે તો તે ઠંડા લાગે છે. ઝાડો હાથમાં લઈને તે ચાટે છે. આમ કરતાં બાળક જોયા છે. તેમ અજ્ઞાની પુણ્ય-પાપના ઝાડા કાઢે છે. પાપને લોકો પુણ્ય-પાપને વિષ્ટા કહે છે. શાસ્ત્રમાં તો તેને ઝેર કહ્યાં છે. સમયસાર મોક્ષઅધિકારમાં દયા-દાન, વ્રત-ભક્તિ આદિ શુભભાવને ઝેરનો ઘડો-વિષકુંભ કહ્યો છે. ભગવાન આત્મા અમૃતનો ઘડો છે. આત્મા આનંદથી છલોછલ ભરેલો પ્રભુ છે. રાગ અને પુણ્યપાપના ભાવને પરમાત્મા ઝેર કહે છે. ઝેરના ઘડાને ફોડીને તેને (અજ્ઞાની) ચાટે છે.
શ્રોતા:- શુભભાવને અમૃતકુંભ અને વિષકુંભ બન્ને કહ્યું છે! ઉત્તર:- આત્મા અમૃતકુંભ છે અને શુભભાવ તે વિષકુંભ છે. શ્રોતા:- શુભભાવને અમૃતકુંભ કહ્યું છે ને !?
ઉત્તર- તે કઈ અપેક્ષાએ કહ્યું! એ તો જેને અમૃતકુંભ અનુભવમાં આવ્યો તેને શુભભાવ ઉપચારથી વ્યવહારથી અમૃતકુંભ કહ્યું. ઉપચારથી કહ્યું છે, યથાર્થથી નહીં.
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #355
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કલશ-૫૭
૩૪૩ શુભભાવને અમૃતકુંભ આરોપથી કહ્યું છે. જેને અંદરમાં આનંદ અમૃતનો અનુભવ થયો તેના આનંદના સ્વાદ આગળ શુભભાવ વિષકુંભ જ છે. પરંતુ સાધક પૂર્ણ નથી થયો તો (અસ્થિરતાનો શુભભાવ આવે છે) તે સમ્યગ્દષ્ટિના શુભભાવને વ્યવહારનયથી અમૃત કહ્યું છે, નિશ્ચયથી તો તે ઝેર છે. ચરણાનુયોગ અધિકારમાં સમ્યગ્દષ્ટિનાં શુભભાવને અમૃતકુંભ કહ્યો છે. સમજમાં આવ્યું?
અરે..! ચેતનરાજા અનંતગુણોથી શોભાયમાન પ્રભુ બિરાજમાન છે, તેની રુચિ છોડીને તેનાથી વિરુદ્ધ જે પુણ્ય-પાપના ભાવ તેની રુચિમાં જડનો-વિકારનો સ્વાદ લ્ય છે. તે હાથી જેવો અવિવેકી છે તેમ કહે છે.
પ્રશ્ન- ૧OO% માંથી એક ટકો પણ અમૃત નથી ?
ઉત્તર- એક ટકોય અમૃત નથી. ક્યાંય આરોપથી કહ્યું હોય તો તેને ખરેખર અમૃત કહ્યું નથી. પોતાના સ્વભાવની દૃષ્ટિથી જે નિશ્ચય મોક્ષમાર્ગ પ્રગટ થયો તો તેની સાથે રાગની મંદતા છે તો તેને સહચર દેખીને, નિમિત્ત દેખીને ઉપચારથી વ્યવહારથી કહ્યો છે, બાકી છે તો બંધનું કારણ. સમજમાં આવ્યું?
મોક્ષ અધિકારમાં તો બહુ સરસ લીધું છે. નિશ્ચય-વ્યવહાર બન્નેની વાત કરી છે. રાગથી ભિન્ન પોતાના સ્વરૂપની અનુભૂતિ થઈ તો તે હવે જ્યાં સુધી સ્વભાવમાં સ્થિર ન થાય ત્યાં સુધી અશુભથી બચવા ધર્માત્માને પણ શુભ તો આવે છે. પણ તે શુભને ઝેર માની ને હેય જાણે છે. વ્યવહાર શુભને અમૃતનો આરોપ આપ્યો છે. અમૃત તો આત્માની જે નિર્મળ પર્યાય પ્રગટ થઈ છે તે લેવી છે, પણ સાથે રાગને સહચારી જોઈને વ્યવહારથી અમૃત કહ્યો છે અર્થાત્ નિશ્ચયથી તો તે ઝેર છે.
પ્રશ્ન:- અપૂર્વકરણમાં શુભ પરિણામથી ગુણશ્રેણી નિર્જરા કહી છે? | ઉત્તર- ખરેખર તો શુદ્ધોપયોગમાં (શુદ્ધ સ્વભાવનું) લક્ષ છે માટે નિર્જરા થાય છે. જે પરિણામ આત્માની અભિમુખ-સન્મુખ થયા તેમાં નિર્જરા થાય છે. જરા ઝીણી વાત છે!
તે કરણ છે ને ! તે કરણને છોડી અને શુદ્ધોપયોગ ( આત્માની) સન્મુખ થાય છે ત્યારે તેને નિર્જરા થાય છે. અહીંયા કહે છે સાંભળતો ખરો પ્રભુ! ભજનમાં આવે છે
“હુમતો કબહું ન નિજઘર આયે,
પરઘર ભ્રમત બહુત દિન બીતે નામ અનેક ધરાયે..” આહા.. હા! હું દયાવાળો છું ને પુણ્યવાળો છું ને પાપવાળો છું ને તેમ પરઘર ને પોતાનું માને છે. નિજઘરનો ગૃહસ્થ તે છે જે પોતાના ઘરમાં “0” (સ્થિર થાય) તે ગૃહસ્થ છે. આ શરીરમાં, આ પૈસામાં, મકાનમાં રહે તે ગૃહસ્થ છે નહીં.
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #356
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૪૪
કલશામૃત ભાગ-૨ અહીંયા કહે છે કે જીવ કર્મની સામગ્રીને પોતાની માને છે. જીવ અને કરમનો વિવેક કરતો નથી. ભગવાનતો જ્ઞાનસ્વરૂપ, આનંદસ્વરૂપ, જ્ઞાતા સ્વરૂપ છે, આ રાગ છે તે તો અંધકાર સ્વરૂપ, ઝેર સ્વરૂપ છે, દુઃખ સ્વરૂપ છે. તે બેનો વિવેક કરતો નથી. અરે..! પરિભ્રમણ કરતાં-કરતાં અનંતકાળ વીત્યો. મિથ્યાત્વભાવને કારણે નિગોદમાં એક શ્વાસમાં અઢાર ભવ કર્યા. રાગ મારી ચીજ છે એવો સ્વાદ લ્ય છે તે ઝેરનો સ્વાદ લ્ય છે. તેના ફળમાં ચારગતિમાં રખડવાનું થાય છે.
શાસ્ત્ર તો એવું કહે છે કે મિથ્યાત્વ તે સંસાર છે. સ્ત્રી, કુટુંબ પરીવાર, લક્ષ્મી એ સંસાર નથી, એ તો પરચીજ છે. સંસાર પોતાની પર્યાયમાં રહે છે. સંસાર પોતાની પર્યાયથી ભિન્ન ચીજ નથી. જે ભિન્ન ચીજ છે એ તો બીજી ચીજ છે. આહાહા..! મિથ્યાત્વ એજ સંસાર છે. એમ આચાર્ય પોકાર કરે છે. રાગ, પુણ્ય-પાપના ભાવને પોતાના માની સેવન કરવું તે મિથ્યાત્વ છે. અને તે જ સંસાર છે. સ્ત્રી, કુટુંબ, પરીવાર તે સંસાર નથી તે તો પરચીજ છે. પર ચીજમાં આત્માનો સંસાર કયાંથી આવ્યો? આત્માનો સંસાર તો મિથ્યાત્વભાવમાં આવ્યો. સમજમાં આવ્યું?
આહા ! મિથ્યાત્વ એ સંસાર છે. સ્ત્રી, કુટુંબ, દુકાન છોડી એટલે તેણે સંસાર છોડ્યો !? (શ્રોતા:- બરાબર છે.) ઉત્તર:- બિલકુલ બરાબર નથી. બાયડી, છોકરાં છોડયાં, દુકાન છોડી, લુગડાં ફેરવ્યા અને થઈ ગયા નગ્ન માટે ત્યાગી થઈ ગયા? એમ છે નહીં ભગવાન! ઝીણી વાતું બાપુ!
શ્રોતા:- કથંચિત્ સંબંધ છે...! ઉત્તર:- જરાય નહીં. પરનું ગ્રહણ ત્યાગ આત્મામાં છે જ નહીં. શ્રોતા- પરદ્રવ્યની સાથે નિમિત્ત-નૈમિત્તિક સંબંધ તો છે ને !?
ઉત્તર- તે કઈ અપેક્ષાએ છે!? નિમિત્ત મટવાનો, રાગ ઘટવાનો એ અપેક્ષાથી કહે છે. રાગ ઘટયો એ અપેક્ષાએ કહે છે. નિમિત્તમાં પરની ક્રિયા લીધી છે. પરની ક્રિયા આત્મા કરી શકતો નથી. શરીરની ક્રિયા (ઉપવાસ આદિ) વ્રતની ક્રિયા તે આત્માની છે જ નહીં. (વ્રતાદિના) પરિણામ (ઇચ્છા) તેનો આત્મા કર્તા છે. આટલું કર્તાપણું ત્યાં કેમ લીધું? પરિણમે છે માટે કરોતી ક્રિયા લીધી છે. સમજમાં આવ્યું? બાકી દૃષ્ટિની અપેક્ષાએ તો એ કર્તવ્ય લાયક છે જ નહીં. સમ્યગ્દષ્ટિને પરિણમે છે માટે રાગનો કર્તા કહેવામાં આવ્યો છે. કરવા લાયક છે માટે કર્તા તેમ નહીં. પરંતુ પરિણમે સો કર્તા. સમાજમાં આવ્યું? વાત તો સ્પષ્ટ અને ચોખ્ખી છે.
આહા.. હા! અહીં તો કહે છે-કર્મની સામગ્રીને જીવ પોતાની જાણે છે. જીવનો અને કર્મનો વિવેક નથી કરતો આજથી પંચોત્તેર વર્ષ પહેલાની વાત છે. ત્યારે અમારી ઉંમર બાર-તેર વર્ષની હતી. નિશાળમાં અમારી સાથે ભાવસારનો છોકરો સુંદર રૂપા
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #357
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કલશ-૫૭
૩૪૫ ભણતો હતો. તેનું નામ સુંદર અને તેના પિતાનું નામ રૂપા હતું. તેઓ જાતે ભાવસાર હતા. ઉમરાળામાં તે અમારી સાથે ભણતો. તેને એવી ટેવ થઈ ગઈ હતી કે-નાક માંથી ગંગા કાઢે, કાઢી અને બે દાંત વચ્ચે દાબે અને પછી જીભનું ટેરવું અડાડી તેનો સ્વાદ લ્ય! મેં કહ્યું-અરે. સુંદરજી ! આ કરો છો? આ શું કરો છો ભાઈ ! તે કહે મને ટેવ પડી ગઈ છે. વળી અમારી નજર બીજે જાય ત્યાં બીજો ગંગો કાઢે! ફરી કહ્યું ભાઈ ! તું આ શું કરશ? અમે બધાં આહીં બેઠા છીએ અને તું આવું કરે છે!? તે કહે-મને ટેવ પડી ગઈ છે.
તેમ અહીં પરમાત્મા કહે છે–તું છે તો સુંદર રૂપા. તું ક્ષણમાં પુણ્યના રાગ કાઢે છે, ક્ષણમાં પાપનો રાગ કરી અને તેનો સ્વાદ લ્ય છે તો તે ગંગાનો સ્વાદ છે, સુંદરનો સ્વાદ નથી. સમજમાં આવ્યું? અહીં તો નાની ઉંમરમાં બધી વિચારણા ચાલતી 'તી ને! કોઈ કાંઈ કહે, કોઈ કાંઈ કહે, વિચાર તો પહેલેથી જ બહુ ચાલતા. અરે...! તું શું કરે છે ભાઈ ! ભાઈ ! મને ટેવ પડી ગઈ છે.
કેવો છે આત્મા? “વિત્ત સ્વયમ્ જ્ઞાન ભવન ”િ એમ કહેશે. જ્ઞાનની સાથે આનંદ છે એમ નહીં. જ્ઞાન સાથે આનંદ છે તે સમયે કેવો છે આત્મા? “માત્મા યમ જ્ઞાનમ ભવન પિ” નિશ્ચયથી સ્વરૂપમાત્રની અપેક્ષાએ (જ્ઞાન ભવન ) જો કે જ્ઞાનસ્વરૂપ છે.
આત્મા તો જાનન સ્વરૂપે છે, વસ્તુ રાગ સ્વરૂપે છે જ નહીં. આહા.. હા ! જેનું સ્વરૂપ જ્ઞાન છે, સ્વ. રૂપ અર્થાત્ પોતાનું રૂપ જ્ઞાન છે. આહા.. હા ! પ્રજ્ઞા બ્રહ્મ ભગવાન આત્મા છે. “સ્વયમ જ્ઞાન ભવન ”િ એ તો જ્ઞાતા-દેષ્ટા “હોવા છતાં પણ.”! આહા... હા ! જગત દેશ્ય છે, ભગવાન આત્મા દેખા છે. જગત શેય છે ભગવાન આત્મા જ્ઞાન છે એવો સંબંધ કહેવો તે પણ વ્યવહાર છે. આત્મા પોતાનામાં જ્ઞાનસ્વરૂપ જ છે. તે ચૈતન્યના પ્રકાશનો પૂંજ છે. તે પ્રકાશમાં રાગ અને પુણ્ય-પાપ છે જ નહીં. પુણ્ય-પાપ તો અંધકાર સમાન અચેતન છે. ચેતન સ્વરૂપ ભગવાન આત્મામાં અચેતન છે જ નહીં.
“જીવ કેવો છે? “સસૌ નૂનમ રસનિમ્ પત્ની માં યુમ વોfશ્વ રૂવ” આ છે જે વિદ્યમાન જીવ નિશ્ચયથી શિખંડ પીને એમ માને છે કે-જાણે ગાયનું દૂધ પીએ છે. શાનાથી? “વધીકુમધુરા સ્કુ૨સાતિગૃદ્ધયા” શિખંડમાં મીઠા અને ખાટા સ્વાદની અતિશય આસક્તિથી.”
જેમ કોઈ દારૂ પીધેલ પ્રાણી હો અને તેને શીખંડ આપો તો તેને ગાયના દૂધ જેવું લાગે. ખાટો-મીઠો સ્વાદ ખ્યાલમાં આવતો નથી. સમયસાર નાટકમાં દષ્ટાંત છે-કોઈ દારૂ પીધેલ હોય અને તેને શિખંડ આપો તો તેને ગાયના દૂધ જેવું લાગે છે. તેને શિખંડનો ખાટો-મીઠો સ્વાદ જ છૂટી ગયો છે. તેમ પોતાના સ્વરૂપને ભૂલીને જે મિથ્યાત્વરૂપી મેલમાં ચડી ગયો છે તેને આ પુણ્ય-પાપના ભાવ તે ખાટા-મીઠાની આસક્તિમાં
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #358
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૪૬
કલશામૃત ભાગ-૨ શિખંડનો સ્વાદ અર્થાત્ ભગવાન આત્માનો સ્વાદ આવતો નથી. તેને. ૫૨નો, એકલા ઝેરનો સ્વાદ આવે છે. સમજમાં આવ્યું ? અરે.. ! આવી વાતું છે ભાઈ !
સમ્યગ્દષ્ટિને ભોગનો રાગ હોય છે.. પણ, તે રાગમાં ૨સ અને રુચિ નથી. સમજમાં આવ્યું ? નિર્જરા અધિકા૨માં તો એમ કહ્યું કે–જ્ઞાનીનો ભોગ નિર્જરાનો હેતુ છે. ભોગ તો બંધનું જ કારણ છે, પરંતુ તે તેનો જ્ઞાતા-દૃષ્ટા રહ્યો. ભોગનો રાગ જે આવ્યો તેનો હવે સ્વામી ન રહ્યો. આહા.. હા ! (૧) ભોગના રાગનો સ્વામિ નથી અને ( ૨ ) તેને ભોગના સ્વાદની રુચિ નથી. ધર્મીને ભોગના રાગમાં સુખબુદ્ધિ નથી. અજ્ઞાનીને ભોગનાં રાગમાં સુખ-અર્થાત્ મીઠાશ બુદ્ધિ છે. બન્નેમાં આટલો ફેર છે. આવી વાતું છે ભગવાન!
અહીં કહે છે-એ ઝેરના સ્વાદને છોડ અને આત્માનો સ્વાદ લે ! તને ખબર નથી આત્માનો સ્વાદ કેવો છે અને રાગનો સ્વાદ કેવો છે? રાગના સ્વાદને પોતાનો સ્વાદ માને છે તે ઘાસમાં ૩૨મું ભેળવીને ખાય છે. તેમ અજ્ઞાની, શરીર માખણ જેવું સુંદર હોય તો તેને ભોગવવા લાડુ ખાય અને પછી ભોગ લ્યે છે. અહીં તો બધું સાંભળ્યું છે ને ! કોઈને બહુ યુવાની હોય એ પછી ભોગ લેવા જાય તો તે પહેલાં ચરુમાના લાડુ, પેંડા ખાય અને પછી ભોગ લ્યે તેમ સાંભળ્યું છે. એકવાર નજરે જોયું છે. નવ વાગ્યે ઉંઘવા ટાણે એક શેર પેંડા કેમ લેતો હશે ! અરે.. ! હજુ છ વાગ્યે તો ભોજન-વાળુ કર્યું છે અને અત્યારે આ પેંડા કેમ લેતો હશે? પછી ખ્યાલ આવ્યો કે-આ જગતના પ્રાણી ભોગના સ્વાદ લેવા પહેલાં પેંડા ખાય અને પછી ભોગ કરે. શું કરે છે પ્રભુ ! રાગનો સ્વાદ ઝેરનો સ્વાદ છે. જ્ઞાનીને પણ રાગ આવે છે. ભરત ચક્રવર્તીને છન્નુ હજા૨ ૨ાણી છે તેને ઘણના ઘા લાગે છે. જેમ સામે કાળો નાગ દેખાય તેમ રાગ આવે છે તે તેને કાળો નાગ દેખાય છે. જ્ઞાની અજ્ઞાનીની દૃષ્ટિમાં ફેર છે.
અરે.. પ્રભુ ! તારા અનુભવના ભોગ છોડીને આ રાગનો સ્વાદ જે ઝેરનો સ્વાદ છે તેની મીઠાશ આવે છે. તો તું મિથ્યાર્દષ્ટિ છે.
વિધમાન જીવ છે તે શિખંડને પી અને એવું માને છે કે–હું ગાયનું દૂધ પીવું છું. તેણે દારૂ પીધો છે તેથી તેને ભાન નથી ને ?! તેમ અહીંયા મોહનો દારૂ પીધો છે તે રાગનો સ્વાદ લઈને તેને પોતાનો સ્વાદ માને છે તેવું મિથ્યાર્દષ્ટિ માને છે. ઝીણી વાત ભાઈ! કહે છે–દૃષ્ટિ ફેરે સ્વાદ ફેર છે. જેને રાગની દૃષ્ટિ છે તેને ઝેરનો સ્વાદ છે. જેને પોતાના આનંદની દૃષ્ટિ થઈ ત્યાં તેને આનંદનો સ્વાદ આવે છે. આવો માર્ગ હવે સમજમાં આવે છે ?
આહા ! બહારમાં પૈસા પાંચ, પચાસ (લાખ) હોય, બાયડી હોય, છોકરાં હોય, છોકરાને સ૨કા૨ની નોકરી હોય, હજા૨નો પગાર હોય તો ઓહોહો થઈ ગયું. આ તો
Please inform us of any errors on rajesh.shah@tofalise.co.uk
Page #359
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check h±tp://www.AtmaDharma.com for updates
કલશ-૫૭
૩૪૭
દાખલો છે. અહીંયા પૈસાવાળા કરોડપતિઓ ઘણાં બેઠા છે.. અંદ૨થી પૈસામાં મજા માને છે. ધૂળેય તેમાં મજા નથી.
અહીંયા કહે છે–શિખંડનો ખાટો-મીઠો સ્વાદ ગાયના દૂધ જેવો આવે છે. કેમકે તેને અતિશય આસક્તિ છે. “ ભાવાર્થ આમ છે કે સ્વાદ લંપટ થયો થકો શિખંડ પીએ છે, સ્વાદ ભેદ કરતો નથી. એવું નિર્ભેદપણું માને છે કે જેવું ગાયનું દૂધ પીતાં નિભેદપણું માનવામાં આવે છે.” તેમ અજ્ઞાની રાગનો સ્વાદ લઈને તે પોતાનો નિભેદ–અભેદ સ્વભાવ છે તેમ માને છે.. તેથી તે મિથ્યાર્દષ્ટિ છે, તેને સ્વરૂપની ખબર નથી.
પ્રવચન નં. ૭૨
તા. ૨૦-૮-’૭૭
કર્તાકર્મ અધિકારનો ૫૭ નંબરનો કળશ ચાલ્યો. તેમાં ભોક્તાની વ્યાખ્યા છે.. અને ૫૮ નંબરના શ્લોકમાં કર્તાની વ્યાખ્યા છે. શું કહે છે જ્યાં સુધી રાગ, પુણ્ય ને પાપના ભાવ તેનો તે ભોક્તા છે ત્યાં સુધી આત્માના આનંદના સ્વભાવના સ્વાદનો તેને અભાવ છે. ભોક્તાની વ્યાખ્યા કરતાં આચાર્યદેવે હાથીનું દૃષ્ટાંત આપ્યું છે. હાથી ઘાસ અને ચૂરમું એક સાથે ખાય છે, તેને વિવેક નથી કે ઘાસ અને ચૂરમું ભિન્ન ચીજ છે. તેમ ભગવાન આત્મા અતીન્દ્રિય આનંદથી ભરેલ ભગવત્ વસ્તુ છે તેનું અનાદિ કાળથી તેને ભાન નથી તો તે શુભ અશુભ રાગાદિ ને હરખ-શોક કરીને વેદે છે. આહા.. હા ! ઝીણી વાત છે ભગવાન !
શ્રી નાટક સમયસારમાં તેમજ શ્રીમદ્ઘમાં આવે છે કે–કોઈ મિથ્યાર્દષ્ટિ જીવ પોતાની શુદ્ધતાને વિચારે, શુદ્ધતાને ધ્યાવે, શુદ્ધતામાં કેલિ કરે અને શુદ્ધતામાં મગ્ન રહે તેને અમૃતધારા વસે છે. પોતાની ચીજ જે આનંદસ્વરૂપ છે તેનો વિચાર કરીને પોતાનામાં મગ્ન રહે તેને આનંદનો સ્વાદ આવે છે.. તેને અહીં ધર્મી કહે છે, ધર્મીનો તે ધરમ છે.
66
શુદ્ધતા વિચારે ધ્યાવે, શુદ્ધતામેં કેલિ કરે,
',
શુદ્ધતા મેં સ્થિર રહે, અમૃતધારા વ૨સે રે.
આ કળશમાં એક હાથીનું અને બીજું શિખંડનું તેમ બે દૃષ્ટાંત આપ્યા. આ બન્ને દૃષ્ટાંતમાં ભોક્તાપણું સિદ્ધ કરવું છે. જેમ હાથી ઘાસ અને ચૂરમું એક કરીને ખાય છે તેના સ્વાદનો ભેદ તે જાણતો નથી તેમ અજ્ઞાની આનંદઘન પ્રભુ, ચિદાનંદસ્વરૂપ ચીજ તેનો સ્વાદ ન જાણીને તે હરખ-શોકનો અર્થાત્ પુણ્ય-દયા, દાન, વ્રત ભક્તિના ભાવમાં હરખનું વેદન કરે છે. તે હાથીની પેઠે અવિવેકી છે એમ કહે છે. ઝીણી વાત ભાઈ !
બીજા દેષ્ટાંતમાં એમ કહ્યું કે-શિખંડનો સ્વાદ તો ખાટો-મીઠો છે પરંતુ જે દારૂ પી ને બેઠો છે તેને શિખંડનો સ્વાદ ગાયના દૂધ જેવો લાગે છે. તેને ખાટા-મીઠાના સ્વાદનો
Please inform us of any errors on rajesh.shah@fotalise.co.uk
Page #360
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
३४८
કલશાકૃત ભાગ-૨ વિવેક નથી. તેમ અહીંયા ચૈતન્ય ભગવાન આનંદના રસથી ભરેલો છે તેનો સ્વાદ ન લેતાં તે હરખ-શોક, પુણ્ય-પાપના ભાવનો સ્વાદ અતિ વૃદ્ધિ થઈને લ્ય છે. જેમ દારૂ પીધેલને શિખંડના ખાટા-મીઠા સ્વાદની ખબર નથી. અતિ વૃદ્ધિ થઈને લ્ય છે. ઝીણી વાત છે.
તેમ ભગવાન આત્મા અતીન્દ્રિય આનંદથી ભરેલો પરિપૂર્ણ છે. જેમ કળશમાંનું પાણી કળશના ઘાટ જેવું થઈ જાય છે. કળશો અર્થાત્ લોટો હોય છે, તે લોટામાં પાણી તો ભિન્ન છે. પાણીનો આકાર અને લોટાનો આકાર બન્ને ભિન્ન છે. લોટાના આકારથી પાણીનો આકાર થયો છે તેમ નથી. પાણી તો પોતાના આકારથી રહેલું છે. લોટો પોતાના આકારથી રહેલો છે. તેવી રીતે ભગવાન આત્મા શરીર-જડના આકાર પ્રમાણે પોતાનો આકાર છે. પણ તે શરીરના કારણે નથી. શરીર છે તે કાશીઘાટનો કળશો છે. ભગવાન અંદર જળરૂપે ભર્યો છે. છતાં પણ આત્માનો આકાર શરીરના આકારે નથી. શરીરના આકાર પ્રમાણ છે પરંતુ શરીરના આકારે તેનો આકાર નથી. સમજમાં આવ્યું?
પ્રશ્ન- શરીર પ્રમાણે આકાર કહ્યો છે.
ઉત્તર- આકાર ભલે શરીર પ્રમાણે કહ્યો પરંતુ છે પોતાનાથી. અંતરમાં અતીન્દ્રિય આનંદના સ્વભાવથી ભરેલો ભગવાન આત્મા છે. અજ્ઞાની તે આનંદના સ્વાદને લેતો નથી. ધર્મી જીવની આ સ્થિતિ છે. શુદ્ધતા વિચારે-ધ્યાવે શુદ્ધતામાં કેલિ કરે... અહીં તો લોકો દયા-દાન-વ્રત-ભક્તિ-પૂજાના ભાવમાં ધરમ માને છે. તે તો દુઃખના ભોક્તા છે. તે દુઃખનો ભોગ છે.
જેમ શિખંડના સ્વાદના લંપટીને શિખંડના ખાટા-મીઠા સ્વાદની ખબર પડતી નથી, તેમ પુણ્ય આદિના પરિણામના સ્વાદમાં વૃદ્ધિ થયેલાને ભગવાનનો આનંદ સ્વાદ ભિન્ન છે તેનું ભાન નથી. સમજમાં આવ્યું?
આ પાંચ ઇન્દ્રિયોના વિષયો અને પર તરફનો ઝુકાવ તે અશુભ રાગ છે અને તે રાગનો સ્વાદ એ આકુળતા ને દુ:ખ છે. એ દુ:ખના સ્વાદમાં આનંદના સ્વાદનો અનાદર થઈ ગયો. ભગવાન આત્મા અતીન્દ્રિય આનંદરૂપ, સચ્ચિદાનંદ સ્વરૂપ ભગવાન સ્વરૂપ છે. ભગ નામ જ્ઞાન ને આનંદની લક્ષ્મીવાન એટલે તે સહિત આત્મા. તેવા આત્મા તરફની સન્મુખતા છોડીને પુણ્ય-પાપના ભાવ હરખ-શોક તેની સન્મુખતા કરી દુઃખનો સ્વાદ લ્ય છે. સ્વભાવની વિમુખ થઈને અને વિકારની સન્મુખ થઈને તે વિકારનો સ્વાદ લ્ય છે-તે મિથ્યાદેષ્ટિ છે એમ કહે છે. ઝીણી વાત છે બાપુ!
કહે છે? ભાઈ ! તારો ભગવાન આનંદથી ભર્યો છે ને! પ્રભુ! આહાહા..! એ આનંદની સન્મુખતા વિના, આનંદના વેદન વિના તું તેનાથી વિમુખ થઈને પુણ્ય ને પાપ, હરખ ને શોકનું વદન તેમાં દુઃખનો ભોક્તા થાય છે. ભગવાન ! આવી વાતું છે બાપુ!
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #361
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કલશ-૫૭
૩૪૯ આહા... હા ! થોડો જ્યાં શુભભાવ થયો-દયા-દાન, વ્રત-તપ, ભક્તિ-પૂજા આદિ તો તેમાં હરખ માને છે. અમારું કંઈક (કાર્ય) થયું! અહીંયા પરમાત્મા ફરમાવે છે કેએ હરખ છે તે દુઃખ છે. આહા.. હા ! એ દુઃખના સ્વાદમાં અજ્ઞાની મશગુલ થઈ ગયો છે, તો આનંદસ્વરૂપ ભગવાનનો અનાદર થઈ ગયો. જ્યારે ધર્મીની તો પુણ્ય ને પાપના ભાવમાં સુખબુદ્ધિ ઉડી ગઈ છે. હરખ-શોકમાં સુખબુદ્ધિ ઉડી જાય છે. જ્યારે અજ્ઞાનીને હરખ-શોકમાં સુખબુદ્ધિ-રુચિ પડી છે. આમ વાત છે. આવો ઝીણો માર્ગ ભારે ભાઈ !
અહીં હાથીનું અને શિખંડનું દષ્ટાંત આપીને ભોક્તાની વાત કરી. જે હરખ-શોકને ભોગવે છે તે ઝેરનો સ્વાદ લ્ય છે. આહાહા!
“શુદ્ધતા વિચારે ધ્યાવે, શુદ્ધતામેં કેલિ કરે,
શુદ્ધતામેં મગન રહે, અમૃતધારા વરસે રે.” આ નાટક સમયસારનો શ્લોક છે. અમૃતચંદ્ર આચાર્યના કળશ ઉપરથી બનાવ્યું છે. આહા.. હા! આત્મા શુદ્ધ સ્વરૂપે.... આનંદસ્વરૂપે ભગવાન સ્વરૂપે છે. તેની સન્મુખ થઈને શુદ્ધતાનું જ્ઞાન કરે, શુદ્ધતામાં કેલિ કરે, શુદ્ધતામાં રમત કરે અને શુદ્ધતામાં મગ્ન રહે તેને આત્માના આનંદની અમૃતધારા વહે છે. તે આત્માનો સ્વાદ છે અને તેનું નામ ધર્મ કહેવામાં આવે છે. આવી ભારે વાત!
ચિકૂપ આત્મા ભગવાન સ્વરૂપ, આનંદસ્વરૂપ, નિત્યાનંદ સ્વરૂપ ભગવાન આત્મા ધ્રુવ પ્રભુ જે અનાદિ અનંત ચૈતન્યઘન અને આનંદકંદ આત્માનો અનાદર કરીને, તેની ઉપરનું લક્ષ છોડીને આત્માથી વિરુદ્ધ એવા એકલા હરખ-શોકના, પુણ્ય-પાપના ભાવનો જે ભોક્તા થાય છે તે મિથ્યાદેષ્ટિ છે. આવી વાત છે. આ કળશમાં ભોક્તાની વાત કરી હવે કર્તાની વાત કરે છે. કર્તાને ભોક્તા બન્ને મિથ્યાષ્ટિ છે.
પ્રશ્ન:- અમને તો જ્ઞાનની પર્યાય જણાય છે, તો શું કરવું?
ઉત્તર:- જ્ઞાનની પર્યાય ભલે જણાય, પણ જ્ઞાન સ્વભાવ ગ્રહણ કરવાનો પ્રયત્ન કરવો. જે અંશ દેખાય છે તે અંશ ગ્રહણ કરવાનો પ્રયત્ન ન કરવો. જે આ ક્ષણે ક્ષણે દેખાય તે હું એમ પ્રયત્ન ન કરવો. પરંતુ જાણનારની શક્તિ ધરાવનારો કોણ છે? તે દ્રવ્યને ગ્રહણ કરવાનો પ્રયત્ન કરવો. આ જાણ્યું, આ જાણ્યું એમ પર્યાયને ગ્રહણ કરવાનો પ્રયત્ન નહીં કરતાં, અખંડ જ્ઞાન ગ્રહણ કરવાનો પ્રયત્ન કરવો. તેના લક્ષણથી જ્ઞાયક ગ્રહણ થાય છે. પર્યાય ગ્રાહકરૂપે વચ્ચે આવે છે.
(સ્વાનુભૂતિ દર્શન-પ્રશ્ન નં. ૧૮૬)
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #362
--------------------------------------------------------------------------
________________
૩૫૦
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કલશામૃત ભાગ-૨
કલશ ન ઃ ૫૮
(શાર્દૂલવિક્રીડિત )
,,
अज्ञानात् मृगतृष्णिकां जलधिया धावन्ति पातुं मृगा अज्ञानात्तमसि द्रवन्ति भुजगाध्यासेन रज्जौ जनाः। अज्ञानाच्च विकल्पचक्रकरणाद्वातोत्तरङ्गाब्धिवत् शुद्धज्ञानमया अपि स्वयममी कर्त्रीभवंत्याकुलाः।। १३-५८।। ખંડાન્વય સહિત અર્થ:- “ અમી સ્વયમ્ શુદ્ધજ્ઞાનમયા: અપિ અજ્ઞાનાત્ મીના: હીમવન્તિ ” ( મી) સર્વ સંસા૨ી મિથ્યાર્દષ્ટિ જીવ (સ્વયમ્) સહજથી (શુદ્ધજ્ઞાનમયા:) શુદ્ધસ્વરૂપ છે (અપિ) તોપણ (અજ્ઞાનાત્) મિથ્યા દૃષ્ટિને લીધે (આછુલા:) આકુલિત થતા થકા (ર્ગીમવત્તિ) બળજોરીથી જ કર્તા થાય છે. શા કારણથી ? “વિન્પવર્ણાત્” (વિ) અનેક રાગાદિના ( ) સમૂહને (રાત્) કરવાથી. કોની માફક? “ વાતોત્તરાધિવત્” (વાત) પવનથી ( ઉત્તર7 ) ડોલતા-ઊછળતા (અધિવત્ ) સમુદ્રની માફક. ભાવાર્થ આમ છે કે જેવી રીતે સમુદ્ર સ્વરૂપે નિશ્ચળ છે, પવનથી પ્રેરિત થઈને ઊછળે છે અને ઊછળવાનો કર્તા પણ થાય છે, તેવી રીતે જીવદ્રવ્ય સ્વરૂપથી અકર્તા છે, કર્મસંયોગથી વિભાવરૂપે પરિણમે છે તેથી વિભાવપણાનો કર્તા પણ થાય છે; ૫૨ન્તુ અજ્ઞાનથી, સ્વભાવ તો નથી. દૃષ્ટાન્ત કહે છે-“ મૃા: મૃતૃધ્ધિાં અજ્ઞાનાત્ નનધિયા પાતું ધાવન્તિ” (PT: ) જેમ હરણો (મૃતૃાિં) મૃગજળને (અજ્ઞાનાત્) મિથ્યા ભ્રાન્તિથી (નનધિયા) પાણીની બુદ્ધિએ (પાતું ધાવત્તિ) પીવા માટે દોડે છે અને “ નના: રૌ તમસિ અજ્ઞાનાત્ મુનાાધ્યાસેન દ્રવત્તિ ” ( નના: ) જેમ મનુષ્ય જીવો (રૌ) દોરડામાં (તમસિ) અંધકાર વિષે (અજ્ઞાનાત્) ભ્રાન્તિને લીધે (મુનાધ્યાસેન) સર્પની બુદ્ધિથી (દ્રવત્તિ) ડરે છે. ૧૩-૫૮.
แ
પ્રવચન નં. ૭૨
તા. ૨૦-૮- ’૭૭
કલશ-૫૮ : ઉ૫૨ પ્રવચન
૫૭ માં ‘ ૨સાલમ્ ’ શબ્દમાં સ્વાદમાં ભોક્તાનો બોલ લીધો. આ કળશમાં કર્તાની વ્યાખ્યા કરશે.
,,
અમી સ્વયમ્ શુદ્ઘજ્ઞાનમયા: અપિ અજ્ઞાનાત્ આળુતા: ર્તી મવન્તિ” સર્વ સંસા૨ી મિથ્યાર્દષ્ટિ જીવ સહજથી શુદ્ધ સ્વરૂપ છે તોપણ અજ્ઞાનાત્ મિથ્યાર્દષ્ટિને લીધે આકુલિત થતા થકા બળજો૨ીથી જ કર્તા થાય છે.”
Please inform us of any errors on rajesh.shah@fofalise.co.uk
Page #363
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કલશ-૫૮
૩પ૧ પાઠમાં ‘મની ' શબ્દ પડયો છે. ભગવાન આત્મા સહજ સ્વાભાવિક આનંદસ્વરૂપ, શુદ્ધ સ્વરૂપ છે. અનાદિથી સહજ શુદ્ધ સ્વરૂપે જ છે. તોપણ અજ્ઞાનથી-જૂઠી દૃષ્ટિથી આકુલિત થતા થકા તે શુભાશુભમાં પોતાની રુચિ રાખીને આકુલિત થાય છે. તે આકુળતાના પંજામાં પકડાય ગયા છે.
આહા. હા ! આ મને અનુકૂળ છે-પૈસા, સ્ત્રી, કુટુંબ એવો રાગ ભાવ તે આકુળતાએ તેને પકડી લીધો છે. આ પ્રતિકૂળતાનું દુઃખ, વિંછી નું દુઃખ આદિ છે તે તો તેને અડતું નથી. પરંતુ તે તરફનો અઠીકનો ભાવ તેને અણગમો ઉત્પન્ન કરે છે. તેને ષમાં અર્પણતા ઉત્પન્ન થઈ ગઈ. આહા.. હા! સૂક્ષ્મ વાત છે ભગવાન! આહા. હા! તે કર્તા થઈને આકુળતા કરે છે. તે ભોક્તા થઈને આકુળતાને વેદે છે. અહીં કહે છે-અજ્ઞાની કર્તા થઈને આકુળતાને વેદે છે.
કહ્યું? જુઓ! “મિથ્યાષ્ટિને લીધે આકુલિત થતા થકા (સ્ત્રમવત્તિ)” ભાષા જુઓ! અહીંયા એ કહે છે કે તે બળાત્કારે અર્થાત્ બળજોરીથી જ કર્તા થાય છે. આ શું કહો છો?! આહા.. હા! ભગવાન તો શુદ્ધ જ્ઞાનમય જ્ઞાતા-દેષ્ટા છે તે બળાત્કારે રાગનો કર્તા થાય છે. ઉલટા અર્થાત્ વિરુદ્ધ જોર કરીને રાગનો કર્તા થાય છે. આવી નિશ્ચયની સત્ય વાત લોકોને એકાંત લાગે. કાંઈ કરવાનું જ નહીં !? આગ્રામાં એક ભાઈ એમ કહેતા કે-કરવું ધરવું કંઈ જ નહીં તેથી તમારે ઘણી મજા છે. અરે.. ભગવાન! તારે શું કરવું છે? પ્રભુ! તે એમ કહે કે-ભક્તિ, દયા-દાન આદિ કંઈ કરવાનું નહીં તેથી બહુ મજા છે. અરે! ભગવાન ! બાપુ.! આ તું શું કહે છે?! આ કરું, રાગને કરું. ત્યાં મરવું છે. તેમાં આત્માની શાંતિનો નાશ થાય છે. ન્યાલચંદભાઈ સોગાનીજીએ દ્રવ્યદૃષ્ટિ પ્રકાશમાં લખ્યું છે કે “કરના સો મરના હૈ.આમ કરવું, આમ કરવું... રાગ કરવો તે મરવું છે. અહીંયા તે વાત કરે છે.
શું કહ્યું! જુઓ, બધા સંસારી શુદ્ધ સ્વરૂપ છે (શુદ્ધજ્ઞાનમય:) શુદ્ધ જ્ઞાનમય હોવા છતાં પણ , શુદ્ધ ચિદાનંદ સ્વરૂપ જ્ઞાતા-દેખા આનંદકંદ પ્રભુ હોવા છતાં બળજોરીથી અર્થાત્ ઉલટી દૃષ્ટિથી રાગનો કર્તા થાય છે. ઝીણી વાત છે ભાઈ ! સમજમાં આવ્યું?! વિતરાગ માર્ગ વીતરાગ ભાવથી ઉત્પન્ન થાય છે તે રાગ ભાવથી ઉત્પન્ન થતો નથી. રાગ પોતે દુઃખ અને આકુળતા છે. તો પછી વ્યવહાર રત્નત્રય કરતાં કરતાં નિશ્ચય થાય છે એવું છે નહીં. પ્રભુ! તું છેતરાઈ જઈશ! મનુષ્ય જિંદગી ચાલી જાય છે. અને કર્તા બુદ્ધિમાં ભવાબ્ધિના-ચોરાશીના અવતાર ઉભા રહેશે
અહીં કહે છે-ભગવાન આત્મા શુદ્ધસ્વરૂપ, પવિત્ર સ્વરૂપ, આનંદસ્વરૂપ, ભગવત્ સ્વરૂપ આત્મા હોવા છતાં પણ બળાત્કારે. પોતાના સ્વરૂપનો આશ્રય ન કરીને; અનાદર કરીને આ પુણ્ય ને પાપના ભાવ વિકલ્પ જે રાગ તેનો કર્તા થાય છે. સમાજમાં
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #364
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૫૨
કલશામૃત ભાગ-૨ આવ્યું ? વિષય સૂક્ષ્મ છે. ધ૨મ કોઈ એવી ચીજ છે જેમાં સમ્યગ્દર્શન થતાં અતીન્દ્રિય આનંદનો સ્વાદ આવે છે.. તેનું નામ ધરમ છે. ભક્તિ કરી, પૂજા કરી, વ્રત કર્યા... એમ ધ૨મ કર્યો...! આ શેઠિયાઓને નવરાશ ન મળે. કદાચ નવરાશ હોય તો શુભભાવમાં ધરમ મનાવે. પેલા કહે–આ કરવું, વ્રત કરવા, ભક્તિ કરવી, પૂજા કરવી શું તે ધ૨મ નથી ? કરુણાદીપ માં મોટું પાનું ભરાઈને આવ્યું છે.
મખનલાલજી કહે છે
કૈલાસચંદજી કહે
શુભભાવ ધર્મ છે–મોક્ષનો માર્ગ છે. શુભભાવ બંધનું કારણ છે. શુભભાવને ઠેય માને તે મિથ્યાર્દષ્ટિ છે.
કુંદકુંદાચાર્યે શુભભાવને ઠેય કહ્યો છે તો શું કુંદકુંદાચાર્ય મિથ્યાદૅષ્ટિ થઈ ગયા ?
મખનલાલજી- કૈલાસચંદજીને મોટી ચેલેન્જ આપે છે. આટલા વર્ષો પછી હવે પંડિતો.. પંડિતો વચ્ચે ચર્ચા થઈ.
શ્રી પ્રવચનસારના પહેલા ભાગમાં રાગને હેય કહ્યું છે. વીતરાગી રત્નત્રય જ ઉપાદેય છે. જ્યાં સુધી વીતરાગી સાતમું ગુણસ્થાન ન હોય ત્યાં સુધી છઠ્ઠ ગુણસ્થાને આનંદના સ્વાદની સાથે વચ્ચે રાગ આવે છે... પણ, તે રાગનો કણ હેય છે. આત્મ અનુભવીને ૬ઠ્ઠા ગુણસ્થાને ત્રણ કષાયના અભાવ પૂર્વક આનંદની લહેર ઉઠે છે. મુનિરાજ તો આનંદના પ્રચુર વેદનમાં પડયા છે. તેમને પણ પુરુષાર્થની કમજોરીથી પાંચ મહાવ્રતનો રાગ આવે છે પણ તે હેય છે.
મખનલાલજી કહે
કૈલાસચંદજી કહે
અહીંયા કહે છે–શુભભાવનો કર્તા થાય છે તે મિથ્યાર્દષ્ટિ છે. તે કહે-શુભભાવ મોક્ષનો માર્ગ છે. આટલો ફેર.. પ્રભુ ! શું થાય !
આ વસ્તુની સ્થિતિ આવી છે. વસ્તુ આવી જ છે. અમે તો પહેલેથી જ કહીએ
છીએ.
અહીંયા કહે છે–ભગવાન ! સાંભળ તો નાથ ! તમે તો ભગવાન સ્વરૂપ છો ને નાથ ! અતીન્દ્રિય આનંદકંદ છો ને નાથ ! રાગ જે તારી ચીજમાં નથી તેને બળાત્કારે કેમ કરવા જાશ ? આ પુણ્યના પરિણામનો બળાત્કારે કર્તા થઈને.. વિપરીત જો૨થી કર્તા થાય છે એમ કહે છે. આહા.. હા ! આવો માર્ગ છે ભાઈ ! હજુ તો વસ્તુના સ્વરૂપનું જ્ઞાનેય નથી તો શું સત્ય છે અને શું અસત્ય છે તેનો પ્રયોગ અંદરમાં કેવી રીતે કરે ? અને ધર્મ કેવી રીતે થાય ?
આ તો ત્રણ લોકના નાથ સર્વજ્ઞ ૫૨મેશ્વરનો હુકમ છે.. તે આચાર્ય કહે છે. નહીંતર આચાર્ય પોતે કહે તે સત્ય જ છે. તેઓ મહા સંત-વીતરાગી મુનિ છે.. છતાં પણ તે એમ કહે છે કે-‘ જિનવ૨દેવ આમ કહે છે.’ કુંદકુંદાચાર્યદેવ આમ કહે છે હોં ! નહીંતર એ તો
Please inform us of any errors on rajesh.shah@fofalise.co.uk
Page #365
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કલશ-૫૮
૩પ૩ મુનિ છે અને વીતરાગી મુનિ કહે એ સત્ય જ છે. પરંતુ દુનિયાને સર્વજ્ઞની શાખ આપીને કહે છે. “નિનવર પૂર્વ મતિ” સમયસારની ગાથામાં કુંદકુંદાચાર્ય આ રીતે કહે છે. બંધ અધિકારમાં આવે છે કે-પરને જીવાડવા, મારવા, સુખી કરવા એ તારું અધ્યવસાન છેમિથ્યાત્વ છે. એવું જિનવરદેવ કહે છે. ભગવાનનું નામ લઈને તેઓ કહે છે. ધન્ય અવતાર... આ તો મુનિ વીતરાગી સંત છે. એક કષાય છે તે છટ્ટ ગુણસ્થાને આવે છે તે પણ હેય બુદ્ધિએ આવે છે. કર્તા બુદ્ધિએ આવતો નથી. જો કર્તબુદ્ધિ હોય તો મિથ્યાષ્ટિ છે. પ૭ નંબરના શ્લોકમાં ભોક્તાની વાત બતાવી મિથ્યાષ્ટિ બતાવ્યો. હરખ-શોકનો ભોક્તા મિથ્યાષ્ટિ પોતાના આનંદના સ્વાદનો ભોક્તા નથી. છેલ્લા પદમાં છે– “છત્રીસવંત્યાઘુના:” પ૮ માં છે.
ભાઈ ! આ તો શાંતિનો મારગ છે. આમાં કોઈ ઝપટ બોલાવે, કોઈ ધમાલ કરેમોટી રથયાત્રા કાઢે, મોટા મંદિરો બંધાવે, મોટા ભાષણ કરે. માટે ધરમ થઈ જાય છે તેમ નથી.
અહીંયા તો કહે છે પ્રભુ! ભાષાનો કર્તા આત્મા તો નહીં. તે તો પરમાણુની સ્વતંત્ર પર્યાય છે, પરંતુ તારો જે દયા-દાન, વ્રત-ભક્તિનો શુભરાગ તેનો બળાત્કારે (તું) કર્તા થાય છે. આહા.. હા! ભગવાન શુદ્ધ સ્વરૂપ, આનંદકંદ પવિત્ર પરમાત્મા.. બળાત્કારે અપવિત્ર-અશુદ્ધ રાગાદિનો કર્તા થાય છે-તેમ કહે છે.
અમૃતચંદ્રાચાર્યની ભાષા તો જુઓ! આહા... હા ! તેઓ દિગમ્બર સંત હતા. ધન્ય અવતાર તેમનો કે જેમણે મનુષ્ય અવતાર સફળ કર્યો. બાકી કેવળજ્ઞાનનો કાળ નહીં એટલે કેવળજ્ઞાન ન થયું. અહીંથી સ્વર્ગમાં ગયા, ત્યાંથી નીકળીને મુક્તિ પામશે. ધન્ય અવતાર તેમનો.... ચારિત્ર સહિત આવી વીતરાગતા જ્યાં હતી.
તે અમૃતચંદ્રાચાર્ય એમ કહે છે-ભગવંત તારું સ્વરૂપ તો નિર્મળ-શુદ્ધ છે ને નાથ ! રાગ જે અશુદ્ધ છે તેનો બળાત્કારે તું કર્તા કેવી રીતે થાશ!? સ્વભાવમાં તો રાગ છે નહીં તું તારી વિપરીત દૃષ્ટિથીબળાત્કારથી રાગનો કર્તા થાય છે.
એકવાર ઇદોરમાં અહીંની વાતનો વિરોધ કરવા પચાસ પંડિતો ભેગા થયા હતા. તે કહે–પર દ્રવ્યનો કર્તા ન માને તે દિગમ્બર નથી. અરે. ભગવાન ! પ્રભુ ! ભાઈ.. આ શું કહે છે! ભગવાનનું મંદિર બનાવવું, મૂર્તિ આદિ બિરાજમાન કરવી તેવી પરદ્રવ્યની ક્રિયાની તો અહીંયા વાતે ય નથી.
અહીંયા કહે છે–પ્રભુ તું શુદ્ધ છે ને ! તે શુદ્ધને અશુદ્ધતાનો કર્તા માનવો તે બળાત્કાર છે. તારી દષ્ટિ મિથ્યાત્વરૂપ થઈ જાય છે-એમ કહે છે. તારી શક્તિમાં તારો પ્રભુ તો પવિત્રતાના પિંડરૂપે પડ્યો છે. તે પવિત્રતાને છોડીને, તે શુદ્ધ પ્રભુ રાગનો કર્તા છે નહીં તો પણ; જોરથી રાગનો કર્તા થઈને મિથ્યાષ્ટિ દુઃખી થાય છે. “ફર્ટીમવન્તિ નાના:”
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #366
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૫૪
કલશામૃત ભાગ-૨ આકુલિત થાય છે. સર્વજ્ઞ પરમેશ્વરનો આ માર્ગ છે. હવે તેને એકાંત છે.. એકાંત છે કરીને કાઢી નાખે છે. આ વાત તો અમૃતચંદ્રાચાર્યદેવ કહે છે.
શ્રોતા:- વ્યવહારથી ધરમ થાય તેમ આપ કહેતા નથી ને?!
ઉત્તર- ત્રણકાળમાં કહેવાના નથી. વ્યવહાર દુઃખરૂપ છે, વ્યવહાર ઝેર છે. ઝેરનો સ્વાદ જે કર્તા થઈને લ્ય છે તે મિથ્યાષ્ટિ છે.
શ્રોતા- તમારી પાસે ઘણી નયો છે! ઉત્તર- આ નય નથી તો શું છે? શ્રોતા:- કોઈ પણ નય લાગુ કરી ધો છો!
ઉત્તરઃ- કોઈ નય તો લાગુ પડે છે. નિશ્ચયનયથી રાગનો કર્તા નથી તે લાગુ પડે છે. અજ્ઞાનભાવે કરે છે તે લાગુ પડે છે.
શ્રોતા- અશુદ્ધ નિશ્ચયનયથી રાગનો કર્તા છે ને !?
ઉત્તર- અશુદ્ધ નિશ્ચયનયથી કર્તા કહો કે વ્યવહારથી કર્તા કહો અથવા પરમાર્થથી કર્તા ન કહો તે બધી એક જ વાત છે.
આ માર્ગ પ્રભુનો છે ભાઈ ! મનુષ્ય દેહ ચાલ્યો જાય છે. ક્ષણે ક્ષણે. દિવસ ને રાત જે મુદત છે દેહ છૂટવાની તેની સન્મુખ જાય છે. ભાઈ ! જે દેહ છૂટવાની મુદત છે એ તો પાકી છે, તેમાં કોઈ સમયનો ફેર થવાનો નથી. જે ક્ષેત્રે, જે કાળે જેવી રીતે દેહ છૂટવાનો ભગવાને જોયું છે તે સમયે છૂટશે. છૂટવાના કાળના જેટલા દિવસ જાય છે તે મૃત્યુની સન્મુખ જાય છે.
અહીંયા પરમાત્મા એમ કહે છે. અરે.. પ્રભુ! તું શુદ્ધ છે ને! “શુદ્ધજ્ઞાનમયા:” પ્રભુ! તું શુદ્ધ જ્ઞાનમય છે ને! અહીં જ્ઞાનમય કહ્યું તેમાં આનંદમય આવી ગયું. આ જ્ઞાનપ્રધાનથી કથન છે. પ્રભુ તું તો આનંદમય છે ને ! તું તો રાગના અકર્તા સ્વરૂપ છે ને! તું તો વ્યવહાર રત્નત્રયના વિકલ્પના અકર્તા સ્વરૂપ છે ને! શુદ્ધ જ્ઞાનમય નો અર્થ કેતું તો રાગના અકર્તા સ્વરૂપ પ્રભુ છે ને! આહા.. હા ! ગજબ શ્લોક છે. દિગમ્બર સંતોની વાણી રામબાણ છે. જેમ રામનું બાણ છૂટે અને સામાનું મૃત્યુ ન થાય તેમ બને નહીં. એમ અહીં રામબાણનો માર માર્યો.
આહા... હા ! પ્રભુ! તું શુદ્ધ જ્ઞાન છે ને! તું તો જ્ઞાતાદેષ્ટા સ્વભાવથી ભર્યો પડ્યો છે ને ! પ્રભુ તું તો વીતરાગ સ્વરૂપથી પરિપૂર્ણ ભર્યો પડ્યો છે ને! આવી ચીજ હોવા છતાં પણ બળાત્કારે-મિથ્યાત્વના જોરથી કર્તા થાય છે. ભાષા તો જુઓ! વળી રાજમલ્લજીએ ટીકા પણ એવી કરી છે. તે ગૃહસ્થ હતા. બનારસીદાસજીએ કળશટીકા ઉપરથી નાટક સમયસાર બનાવ્યું છે. તેમાં લખ્યું છે “પાન્ડે નિમિત્તે વિનધર્મી, નાદ સમયસર છે મુર્તી”
,
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #367
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કલશ-૫૮
૩૫૫ ઓહો.. હો ! ગજબ વાત કહે છે. “સ્વયમ્ શુદ્ધજ્ઞાન મયા:” ભાષા જુઓ! અમે તો શુદ્ધ અને આનંદસ્વરૂપ પ્રભુ છીએને! બીજી રીતે કહીએ તો.... પ્રભુ! તમે તો રાગના અકર્તાપણા સ્વભાવ સ્વરૂપ છો ને! જ્ઞાનમયનો અર્થ એ છે કે તારો સ્વભાવ સ્વભાવથી જ જ્ઞાતા દેખા છે. પ્રભુ! તું તો આનંદકંદ અને વીતરાગ સ્વરૂપે છો ને! રાગનો કર્તા છું તેવી હઠ કયાંથી લીધી? બળાત્કારે હઠ કરી અને તું રાગનો કર્તા થાય છે. વસ્તુમાં નથી અને જોરથી કર્તા થાય છે.
શ્રોતા:- પંડિતો આવું વાંચતા હોય તો!! ઉત્તર:- આ પંડિતો રહ્યા જુઓને ! હવે આ બધા પંડિતો થયા છે. શ્રોતા:- પંડિત વાંચે પણ સંભળાવે બીજાને ઉત્તર- ઈ, સંભળાવે ઉંધું! શ્રોતા- ના, હવે તે સત્ ને કહે છે. ઉત્તર- હવે આ લોકો પંડિત જાગ્યા. શ્રોતા- એ તો સોનગઢના કહેવાય. ઉત્તર- જે સને કબુલે તે સોનગઢિયા. તેમને સત્ રુચ્યું છે. શ્રોતા:- ભોળા લોકો ભોળવાય છે.
ઉત્તર:- રામજીભાઈ જેવા ભોળાલોકો ભોળવાય છે તેમ કહે છે. મહારાજ કહે તેની જી.. હા. , જી.. હા કર્યા કરે છે. અરે. ભગવાન ! અહીંયા તો એક એક શબ્દ અને એક એક ભાવની કસોટી કરીને પરીક્ષા કરવાની છે. આવી રીતે માની લેવું તેમ નથી.
આહા.. હા ! સંતોએ ભગવાનના વિરહ ભૂલાવી દીધા છે. આવી સ્પષ્ટ અનુભવીને વાણી આવી છે. ઘણું જાણપણું હોય કે ન હોય, બીજાને સમજાવતાં આવડતું ન હોય તો તેની સાથે કોઈ સંબંધ નથી. ભગવાન તું તો શુદ્ધ જ્ઞાનમય છો ને તેમ કહીને શું કહે છે? સહજ શુદ્ધ જ્ઞાનમય છે ને! તારું જ્ઞાન ને આનંદ સ્વભાવિક છે. રાગનું અકર્તાપણું તારો સ્વભાવ છે ને! કેમકે આત્મામાં અકર્તા નામનો ગુણ છે. (૪૭) સુડતાલીશ શક્તિમાં અકર્તા નામની એક શક્તિ છે. રાગને ન કરે તેવી તેની શક્તિ છે. એ વાત અહીંયા કરે છે કે–તું જ્ઞાનમય છો એટલે કે-વ્યવહાર રત્નત્રયના રાગનો કર્તા નથી. તેવો ભગવાન તારો અકર્તા સ્વભાવ છે ને! સમજમાં આવ્યું !?
“સ્વયમ સહજથી જ્ઞાનમય: છે. ” સ્વયં કર્તા નથી. તે રાગનો-પુણ્ય-પાપના વ્યવહારનો સ્વયમ્ અકર્તા છે. લગ્ન હોય બીજી દીકરીના જમાઈ ને કાગળ લખે કે“થોડું લખ્યું ઘણું કરીને જાણજો.” આપના આવવાથી મંડપની શોભા વધશે.. એમ લખે. દુનિયાની તો બધી ખબર છે ને!
આહા! અહીંયા કહે છે-થોડું લખ્યું ઘણું કરીને જાણજે કે તારી ચીજ તો આનંદકંદ
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #368
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ઉપs
કલશાકૃત ભાગ-૨ પ્રભુ છે. પુણ્ય-દયા-દાન-રાગનો અકર્તા છો એવો તારો સ્વભાવ છે ને ! આહા.. હા ! ભાષા કેવી આવી છે જુઓને! તું તો સ્વભાવિક જ્ઞાનમય છો ને નાથ !
શ્રોતા:- ભાષા તો જેવી છે તેવી છે પરંતુ સ્પષ્ટતા ઘણી છે. ઉત્તર- વાણી આવવી તે પણ લોકોના ભાગ્ય છે ને ! વાણી તો વાણીને કારણે છે. શ્રોતા:- કોના કારણે છે?
ઉત્તર- પં. દોલતરામજીકૃત દેવ સ્તુતિમાં આવે છે કે “ભવિ ભાગન વચજોગે વશાય.” ભવ્યોના ભાગ્ય જોગે આવી દિવ્ય ધ્વનિ નીકળે છે. તે નિમિત્તથી કથન છે ભવીના ભાગ્યે વાણી આવે છે. હે. નાથ! તમે તો વીતરાગ છો. તમારામાંથી વાણી નીકળે છે એ તો છે જ નહીં. ભવી ભાગન જોગ દિવ્ય ધ્વનિનો પ્રસાદ આવે છે. (શ્રોતા:- અમારે માટે આ વાત ઘણી છે.)
આહા.. હા! ગજબ વાત છે ને! જુઓને ! અર્થ કરનારે પણ ગજબ અર્થ કર્યો છે ને! જીવ સ્વભાવિક-સહજ શુદ્ધ જ્ઞાનમય છે. એમ કહેતાં શું કહે છે? તારો સ્વભાવ પરનો રાગનો અકર્તા છે. શુદ્ધ જ્ઞાનસ્વભાવમાં કરવું છે નહીં. તો પછી તું અહીંયા શું કરે છે ભગવાન! હઠથી આ તું શું કરે છે? શબ્દ છે-“બળજોરીથી” (ત્રમવત્તિ) બળાત્કારથી જ કરે છે. વસ્તુમાં નથી એવું જોર મિથ્યાષ્ટિ પણે બળાત્કારે ઉલ્ટા વીર્યથી તમે રાગના કર્તા થાવ છો. આવો મારગ માણસને આકરો પડે. પણ પરમ સત્ય તો આ છે.
શ્રોતા- પ૬ કળશ અને ૫૮ કળશમાં મોટો ફેર છે.
ઉત્તર:- પ૬ કળશમાં એમ આવ્યું 'તું કે શુભ-અશુભની પરિણતિ તેનો કર્તા જીવ જ છે. તે પરિણમન તારું જ છે. ત્યાં તો પરથી ભિન્ન પાડવાની વાત હતી. અને પર્યાયની સિદ્ધિ કરવી હતી. હવે અહીંયા દ્રવ્ય સ્વભાવની સિદ્ધિ કરવી છે. સમજમાં આવ્યું!? પ૬ કળશમાં કહ્યું કે-અશુદ્ધ પરિણતિ પણ તારામાં થાય છે. તે તારી પર્યાય છે. ત્યાં તો પર્યાયની (પરથી ભિન્ન) સ્વતંત્રતાની સિદ્ધિ કરવી છે. જ્યારે અહીંયા દ્રવ્ય સ્વભાવની સિદ્ધિ કરે છે.
ભગવાન તારો સ્વભાવ તો જ્ઞાનમય અને આનંદમય છે ને પ્રભુ! અને આ તમે શું કરો છો? હઠથી, બળથી, જોરાવરી કરીને રાગનો કર્તા થાય છે-આ શું કરે છે? તું હઠથી શું કરે છે? આવો હુઠવાદી કેમ થયો છે તું?! સમજમાં આવ્યું?
શ્લોક પ૬ માં તો શુદ્ધ અશુદ્ધ પરિણતિની પર્યાય તારી છે અને તું તેનો કર્તા છો એટલું પરદ્રવ્યોથી ભિન્ન કરાવવા કહ્યું "તું. ત્યાં તે પરિણતિ પોતાની છે એટલું કહેવું હતું, હવે અહીંયા કહે છે-એ રાગની પરિણતિ તારા સ્વભાવમાં નથી. પ૬ શ્લોકમાં એમ કહ્યું કે “ગાત્મા કાત્મ માવ રાતિ.” ભાવનાના અર્થ એ છે. અશુદ્ધ પરિણતિ અને શુદ્ધ પરિણતિ તે તારાથી તારામાં થઈ છે એટલું કહી પરથી ભિન્ન બતાવવું છે. પરથી થઈ
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #369
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કલશ-૫૮
૩૫૭ નથી તેમ સિદ્ધ કરવું છે. અહીંયા તો નિશ્ચયથી કહે છે કે-અશુદ્ધ પરિણતિને તું કર્તા થઈને કરે છે એ તારો સ્વભાવ નથી. પર્યાયની અપેક્ષાથી વાત છે. દ્રવ્યની અપેક્ષાએ તો આત્મા શુદ્ધ જ્ઞાનમય લીધું ને!? આવું છે.
અજ્ઞાનાત્ મિથ્યા દેષ્ટિને લીધે (બાપુન:) “મિથ્યા દૃષ્ટિને લીધે આકુલિત થતા થકા” આકુલિત થઈને તું રાગનો કર્તા થાય છે. ભગવાન તારા આનંદસ્વભાવને તું ભૂલી જાય છે. તારો અકર્તા સહજ સ્વભાવ છે, તારો આનંદસ્વભાવ છે તેને છોડીને બળાત્કારથી આકુલિત થયા થકા દુઃખી થાવ છો. એમ કહે છે કે-બળાત્કાર કરતો થકો દુઃખી થાય છે. “બળાત્કારે” ભાષા જુઓ ને!? રાજમલ્લજી ગૃહસ્થ હોવા છતાં કેટલી સત્ય વાત કરે છે. “બળજોરીથી ' તેમ શબ્દ છે ને ! કયા કારણથી બળાત્કાર કરતો થકોઆકુલિત થયો થકો. જ્ઞાનમય આનંદમય હોવા છતાં પણ બળાત્કારથી આકુલિત થયો થકો રાગનો કર્તા થાય છે.
“શા કારણથી?“વિજ્ય રાત” અનેક રાગાદિના (વ) સમૂહને કરવાથી.”
આહા.. હા! અસંખ્ય પ્રકારના શુભરાગ અસંખ્ય પ્રકારના અશુભરાગ તેવા અનેક પ્રકારના જે રાગાદિ તેમાં રાગ-દ્વેષ-હરખ વગેરે “ચક્ર સમૂહ” અનેક પ્રકારના રાગાદિકના સમૂહને કરવાથી તારી બુદ્ધિ ત્યાં જોડાઈ ગઈ.. ચેતન તરફ તારી બુદ્ધિ રહી નહીં. ત્યાં પેલા પોકાર કરે છે શુભભાવથી ધર્મ થાય છે. શુભભાવથી ધર્મ થાય છે. અરે. રે! અહીંયા કહે છે કે શુભભાવનો કર્તા થાય છે. એમ માનવું છે તારો બળાત્કાર છે.
ચર્ચા કરો.. વાતનું મિલાન કરો.! ભાઈ ! ચર્ચા તો ફૂલચંદજીની સાથે થઈ ગઈ. ખાનિયા તત્ત્વચર્ચાનાં બે ભાગ છે ચર્ચા તો ઘણી થઈ ગઈ, ફરીથી તેની વાતચર્ચા?! નિયમસારમાં તો કુંદકુંદાચાર્ય કહે છે-જેમ કોઈને લક્ષ્મી મળે અને તે પોતાના વતનમાં આવી એકલો ખાય છે, તે ઢંઢેરો પીટતો નથી. જો તેના કુટુંબને, સાજનને, મહાજનને ખબર પડશે કે પાંચ કરોડ લાવ્યો છે તો તેઓ લાવ.. લાવ કરીને લૂંટશે.
એમ જો તું જ્ઞાનઘન આત્માને પામ્યો હીં, આત્મજ્ઞાન થયું હોય તો સ્વ સમય અને પરસમય સાથે વાદ વિવાદ કરીશ નહીં. કોઈની સાથે ચર્ચા કરીશ નહીં-તેવો પાઠ છે. કેમકે “નાના જીવા, નાના કમ્મા, નાના લબ્ધિ.” નિયમસારમાં આ શબ્દો છે. અનેક પ્રકારના જીવ જેમાં ભવી, અભવી, દૂરભવી છે. “નાના કમ્પા” અર્થાત્ કર્મ અનેક પ્રકારના છે. “નાના લબ્ધિ” એટલે કે જીવોની ક્ષયોપશમની પ્રાપ્તિ અનેક પ્રકારની છે. તું કોની સાથે ચર્ચા કરીશ? આહા.. હા! સ્વસમય સાથે અને પર સમય સાથે, બન્નેની સાથે વાદ કરીશ નહીં. પ્રભુ! તું તારા અનુભવમાં જા...! આનંદમાં જા ! તેને કહે છેતું આનંદનો અનુભવ કર બસ.
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #370
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૫૮
કલશોમત ભાગ-૨ કોની માફક? “વાતોત્તરાધિવત” પવનથી ડોલતા-ઉછળતા સમુદ્રની
માફક.”
આહા. હા! સમુદ્ર તો નિશ્ચળ છે પણ અહીં તેનું દૃષ્ટાંત આપવું છે કે-વાયુને કારણે સમુદ્ર ડોલે છે. ડોલે છે તે પોતાની પર્યાયને કારણે વાયુથી સમુદ્રની તરંગો ઉઠતી નથી. અહીંયા એમ બતાવવું છે કે-કર્મનું નિમિત્ત છે તેમાં જાય છે તેથી તને વિકલ્પચક્ર ઉઠે છે. આવી વાત છે. સમજમાં આવ્યું?
કર્તાકર્મ અધિકારમાં ૮૩ ગાથામાં આ દાંત આવી ગયું છે. સમુદ્રમાં તરંગ ઉઠે છે તેમાં વાયુ નિમિત્ત છે. પરંતુ વાયુથી તરંગ ઉઠતી નથી. કળશ પ૬માં એમ લીધું કે તારી અશુદ્ધ પરિણતિ તારાથી છે તે સિદ્ધ કર્યું. ૮૩ ગાથામાં લીધું કે સમુદ્ર છે તે ઉછળે છે તે વાયુના કારણે નહીં. જે તરંગ ઉઠે છે તે પોતાથી છે, તરંગમાં વાયુ નિમિત્ત છે. વાયુથી તરંગ ઉઠતી નથી. સમજમાં આવ્યું? આ કપડાંની ધજા જે ફરકે છે તે વાયુથી નહીં. પોતાની પર્યાયથી તે ફર.... ફર થાય છે... વાયુ તો તેમાં નિમિત્ત છે. વાયુ ધજાને સ્પર્શતી નથી.
પ્રશ્ન:- ધજા તો હવાથી ફરતી દેખાય છે ને?
ઉત્તર- તે હવાથી ફરતી નથી એમ અહીંયા કહે છે. અહીંયા તો બીજી વાત કહેવી છે. નિશ્ચળ સમુદ્રની સ્થિતિ બતાવવી છે.
અહીં શુદ્ધ જ્ઞાનમય ધન આત્માને બતાવવો છે. જેમ વાયુના નિમિત્તથી તરંગ ઉઠે છે તેમ કર્મના નિમિત્તથી અંદર તરંગ ઉઠે છે વિકલ્પના ચક્ર ઊઠે છે. આમાં તો સંદેહને કોઈ સ્થાન નથી.
“પવનથી ડોલતા ઉછળતા સમુદ્રની માફક” અહીં સમુદ્રને નિશ્ચળ લેવો છે. સમુદ્રમાં જે તરંગ ઊઠે છે તે વાયુથી ઊઠે છે તેમ અહીં સિદ્ધ કરવું છે. તેમ ભગવાન આત્મા.. જ્ઞાનસ્વરૂપ, આનંદસ્વરૂપ સ્થિર છે, તેમાં નિમિત્તના સંબંધથી તમે વિકલ્પનું ચક્ર ઊઠાવો છો. એમ અહીં સિદ્ધ કરવું છે.
ભાવાર્થ આમ છે કે જેવી રીતે સમુદ્ર સ્વરૂપે નિશ્ચળ છે, પવનથી પ્રેરિત થઈને ઉછળે છે અને ઊછળવાનો કર્તા પણ થાય છે.
જેમ સમુદ્રનું સ્વરૂપ નિશ્ચળ છે તેમ અહીંયા આત્માનું સ્વરૂપ નિશ્ચળ એકરૂપ છે. આહા.. હા ! વાયુથી પ્રેરિત થઈને ઊછળે છે અર્થાત્ તરંગને ઊછળવામાં વાયુ નિમિત્ત છે.. તેમ અહીંયા સિદ્ધ કરવું છે. પ૬ કળશમાં કહ્યું તેમ અહીંયા જેવું છે કે-તરંગ ઊઠે છે તે પોતાથી છે.
અહીંયા તો હવે આત્મા શુદ્ધ જ્ઞાનમય છે તેમ બતાવી ને વિકારરૂપે કર્મના સંયોગથી પરિણમે છે તેમ કહેવું છે. વિકારી પરિણામ નિમિત્તની સાથે સંબંધ રાખીને ઉત્પન્ન થાય
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #371
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કલશ-૫૮
૩૫૯ છે. અરે...! કયાંક એમ કહે કે–તારી પર્યાયમાં વિકલ્પની તરંગો ઊઠે છે તે તારાથી ઊઠે છે કર્મથી નહીં. એમ કહીને પર્યાયની (સ્વતંત્રતા) સિદ્ધ કરવી છે. અને અહીંયા તો શુદ્ધ જ્ઞાનઘન આત્માને સિદ્ધ કરવો છે. ત્યાં પરિણતિ સિદ્ધ કરી.
જેમ સમુદ્ર નિશ્ચળ છે; છતાં વાયુના નિમિત્તથી તરંગ ઊઠે છે, તેમ ભગવાન આત્મા શુદ્ધ જ્ઞાનઘન સ્વરૂપે સહજ હોવા છતાં પણ કર્મનાં નિમિત્ત તારામાં “
વિજ્યવર વર ” અનેક વિકલ્પ ઊઠે છે. વાયુ પ્રેરિત થઈને ઊછાળે છે છતાં ઉછળવાનો કર્તા થતો નથી. કોણ? દરિયો.
તેવી રીતે જીવદ્રવ્ય સ્વરૂપથી અકર્તા છે, કર્મ સંયોગથી વિભાવરૂપે પરિણમે છે તેથી વિભાવપણાનો-કર્તા પણ થાય છે;”
ભાષા જુઓ ! શુદ્ધ જ્ઞાનમય આત્મા રાગનો અકર્તા જ છે. વ્યવહાર રત્નત્રયના રાગનો પણ.. આત્મા અકર્તા જ છે. શુદ્ધ જ્ઞાનમય કહીને એ કહેવું હતું કે-રાગનો અકર્તા છે તેવો તેનો સ્વભાવ છે. રાગનો કર્તા બને તેવો તેનો સ્વભાવ નથી. આહા.... હા ! આવી વાત! અજાણ્યા માણસને એવું લાગે કે-આ શું કહે છે? એની ભાષા શું છે કાંઈ ! બાપુ! ભગવાનના મારગ તો આવા છે.. ભાઈ !
તું તો આનંદકંદ છે ને નાથ ! રાગનો-વિકલ્પનો અકર્તા છો તેવો તારો સ્વભાવ છે ને નાથ ! તું બળાત્કારે મિથ્યા શ્રદ્ધાથી કર્તા થાય છે, એ તારી (સ્વભાવ પ્રત્યેની) શંકા છે. વાત તો આકરી છે થોડી.
જુઓ, ત્યાં કહ્યું તું ને! શુદ્ધ જ્ઞાનમય. એ શુદ્ધ જ્ઞાનમયમાં આ સિદ્ધ કરવું હતું કેશુદ્ધ જ્ઞાનમય તો રાગના અકર્તા સ્વભાવ સ્વરૂપે છે એમ કહેવું છે. તે કર્મ સંયોગથી વિભાવરૂપે પરિણમે છે. જુઓ, કર્મથી નહીં પણ કર્મના સંયોગથી વિભાવરૂપે પરિણમે
છે. સંયોગ ઉપર દૃષ્ટિ કરે છે તો વિકલ્પ ચક્ર એકદમ ઊઠે છે. માટે કર્મના સંયોગથી વિભાવરૂપ પરિણમે છે.
જેમ સમુદ્ર નિશ્ચલ હોવા છતાં પણ વાયુના નિમિત્તથી તરંગ ઊઠે છે તેમ ભગવાન તારો રાગના અકર્તાપણે રહેવાનો સ્વભાવ હોવા છતાં પણ... કર્મનાં સંયોગ નામ સંબંધથી તું રાગનો કર્તા થાય છે. તેથી અજ્ઞાનપણે વિભાવપણાનો કર્તા પણ થાય છે. જોયું! અજ્ઞાનથી વિભાવનો કર્તા થાય છે. સ્વરૂપથી કર્તા થતો નથી. સ્વરૂપે તો જ્ઞાનઘન ચૈતન્ય પ્રભુ છે, તેના કારણથી નહીં પણ, અજ્ઞાનથી વિભાવનો કર્તા થાય છે. આ વિકલ્પ જે રાગ છે તેનો કર્તા થવાનો જીવનો સ્વભાવ તો છે નહીં. જો સ્વભાવ હોય તો કયારેય કર્તા થવાનું છૂટે નહીં અને ક્યારેય સિદ્ધપદને પ્રાપ્ત થાય નહીં. કરવું તે વિભાવ છે સ્વભાવ નહીં. સમજમા આવ્યું!? ભાષા તો સાદી છે ભગવાન ! થોડું કહ્યું ઘણું સમજવું. આ ચીજની આવી વાત છે.
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #372
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૬O
કલશાકૃત ભાગ-૨ તા. ૨૧-૮-'૭૭
પ્રવચન નં. ૭૩
કળશટીકાનો ૫૮ નંબરનો શ્લોક ચાલે છે. પ૭ માં શ્લોકમાં એમ ચાલ્યું કે પુણ્ય ને પાપ તેનો ભોક્તા આત્મા નહીં. કેમકે પુણ્ય-પાપભાવ વિકાર છે. પરનો તો ભોક્તા નથી. શરીર, વાણી, મન તે પરપદાર્થનો ભોક્તા છે નહીં. પરંતુ અંદર પુણ્ય ને પાપનાશુભાશુભ વિકારી ભાવ થાય છે તેનો ભોક્તા આત્માનો સ્વભાવ નથી. આત્માનો સ્વભાવ તો અનુભવમાં જે આનંદ અને શુદ્ધતા પ્રગટયા તેનો ભોક્તા છે. તે તેનો સ્વભાવ છે.
પંડિતજી.. જુઓ! અહીંયા “á ભવત્તિ' તે શબ્દ પડ્યો છે ને! ત્ર' શબ્દ કેમ લીધો? જયચંદજીએ કર્તા શબ્દ લીધો છે. સંસ્કૃતમાં – ભવન્તિ' તે શબ્દ લીધો છે. ૫૮ કળશ – મવનિત'નો શ્લોક છે. તેનો અર્થ-જેમ સમુદ્ર નિશ્ચળ છે પરંતુ પવનના નિમિત્તથી તરંગ ઊઠે છે અને આ તરંગનો કર્તા સમુદ્ર થાય છે.
જેમ સમુદ્ર નિશ્ચળ છે તેમ ભગવાન આત્મા દરિયો-સમુદ્ર તે જ્ઞાનસ્વરૂપમાં નિશ્ચળ છે. તેમ ભગવાન આત્મા શુદ્ધ જ્ઞાનમય હોવા છતાં પણ કર્મના સંયોગમાં સંબંધ કરીને વિકાર ઉત્પન્ન કરે છે તેથી તે વિકારનો કર્તા આકુળતાથી થાય છે. અહીં તો આવી વાત છે.
હમણાં બીજે એ ચાલે છે કે-શુભરાગ તે મોક્ષનો મારગ છે. એમ કહે છે. શુભોપયોગ-શુભરાગ તે મોક્ષમાર્ગ છે. અહીંયા તો કહે છે. પ્રભુ! એકવાર સાંભળ તો ખરો! શુભરાગ તેનો કર્તા થવું તે પર્યાયબુદ્ધિ-મિથ્યાબુદ્ધિ છે અને તે મિથ્યાદૃષ્ટિ છે. અહીંયા તો શુભરાગને અજીવમાં નાખી દીધો છે. શુભરાગ તે જીવનું સ્વરૂપ નથી એમ કહ્યું ને!? આહા.. હા! જરી સૂક્ષ્મ વાત છે. સમજમાં આવ્યું?!
આહા ! શુદ્ધ જ્ઞાનમય શુદ્ધ સ્વરૂપ આત્મા છે. તે તો જ્ઞાનમય ચૈતન્યમય પ્રભુ આત્મા છે. ચૈતન્ય પ્રકાશનો પુંજ આત્મા હોવા છતાં પણ કર્મના સંયોગનો સંબંધ કરે છે. તો તેમાં પુણ્ય-પાપના ભાવ થાય છે. અને અજ્ઞાનભાવે તેનો કર્તા થાય છે. સમાજમાં આવ્યું? સૂક્ષ્મવાત છે ભાઈ !
તેવી જ રીતે જીવદ્રવ્ય સ્વરૂપથી તો અકર્તા છે.” સ્વરૂપથી તો ભગવાન અકર્તા છે. જ્ઞાનસ્વરૂપી ભગવાન આત્મા પોતાના સ્વરૂપથી તો દયા-દાન, વ્રત-ભક્તિનો શુભરાગ તેનો પણ અકર્તા છે. સમજમાં આવ્યું?
કર્મ સંયોગથી વિભાવરૂપે પરિણમે છે તેથી વિભાવપણાનો કર્તા પણ થાય છે.”
કર્મ એક જડ પદાર્થ છે. તેનાથી નહીં પણ તેનો સંગ કરવાથી.. વિકારના પરિણામ
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #373
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કલશ-૫૮
૩૬૧ થાય છે માટે વિભાવનો કર્તા પણ થાય છે. કર્તા પણ થાય છે તેમ કેમ કહ્યું? તે જ્ઞાનમય હોવા છતાં પણ.. તે કર્મના સંયોગથી અર્થાત્ સંગથી. લક્ષ કરીને. કર્મના સંયોગના સંબંધે પર્યાયબુદ્ધિવંત અજ્ઞાની શુભભાવ કરે છે અને તેનો કર્તા પણ થાય છે. જ્ઞાતાપણ છે પરંતુ તે તો સ્વરૂપે છે. તે રાગનો કર્તા પણ થાય છે. પરંતુ તે અજ્ઞાનથી થાય છે. સૂક્ષ્મ વાત છે ભાઈ !
ભગવાન ચૈતન્ય જ્યોત તે પ્રકાશનો પૂંજ છે. અને રાગાદિ તે અંધકાર છે. પછી તે દયા-દાન, વ્રત-ભક્તિનો રાગ હોય તો પણ તે અશુચિ મેલ છે. સમયસારની ૭ર ગાથામાં રાગને અશુચિ કહ્યો છે. ભગવાન નિર્મળાનંદ તે રાગથી ભિન્ન છે. નિર્મળાનંદની દૃષ્ટિ ન કરતાં. રાગ જે અશુચિ છે-મેલ છે તેની દૃષ્ટિ કરે છે. તો તેને મેલનો અનુભવ થાય છે.
ભગવાન આત્મા શુચિ છે અને રાગ અશુચિ છે. આચાર્યદેવ તો “ભગવાન આત્મા’ કહીને બોલાવે છે. પુણ્ય-પાપના ભાવ તે અશુચિ-મેલ છે. પ્રભુ! જેમ પાણીમાં કાદવ-( કીચડ) મેલ છે તે મેલપણે અનુભવમાં આવે છે. તેમ આત્મામાં શુભ ને અશુભ ભાવ મેલપણે અનુભવમાં આવે છે. અમૃતચંદ્ર આચાર્યે ૭ર ગાથાની સંસ્કૃત ટીકામાં “ભગવાન આત્મા’ લીધું છે. જે નિર્મળાનંદ પ્રભુ છે તે નિર્મળાનંદમાં મલિનતા કયાંથી આવી? તેમ કહે છે. આ પુણ્ય ને પાપના ભાવને તો ૭ર ગાથામાં જડ કહ્યું છે. કેમકે રાગમાં ચૈતન્યના પ્રકાશના નૂરના તેજનો અભાવ છે. ભગવાન આત્મા ચૈતન્ય પુંજ પ્રભુ છે. પછી તે રાગ દયા-દાન, વ્રત-ભક્તિનો હો પરંતુ તેમાં ચૈતન્યના પ્રકાશનો અભાવ છે.
અહીંયા કહે છે કર્મોને અડવાથી પોતામાં વિકાર થાય છે. તે વિકાર જે દયા-દાન, વ્રત-ભક્તિના વિકલ્પનો શુભરાગ થયો તેને સર્વજ્ઞ પરમાત્મા જડ કહે છે. કેમકે ચૈતન્ય સ્વભાવના પ્રકાશના તેજના પૂરમાં તે રાગાદિનો અંશ પણ નથી. રાગાદિ તો અંધકારનું અંકુર છે. આહા.. હા ! આવી વાત આકરી પડે.. , પરંતુ માર્ગ તો આ છે ભાઈ ! અરે ! અનંતકાળથી ચોરાશીના અવતારમાં જન્મ-મરણ કરીને દુઃખી છે, વ્યથાથી પીડિત છે.
ભગવાન આત્મા પવિત્ર છે. તેનો ચૈતન્ય શાંત સ્વભાવ છે. જ્યારે પુણ્ય-પાપના ભાવ અચેતન-જડ છે. ૭ર ગાથામાં ત્રીજો બોલ એવો લીધો કે પુણ્ય ને પાપના ભાવ દુઃખરૂપ છે. અનંતકાળથી તેને પોતાની ચીજ શું છે તેની ખબર નથી. ચિદાનંદ સ્વરૂપ, ભગવાન ભગવત્ સ્વરૂપે બિરાજમાન છે.
પરમાત્મા નિજાનંદ પ્રભુને છોડીને. શુભ અશુભ ભાવ કરે છે તો તેને કહે છે કેતે દુઃખરૂપ ભાવ છે. આહા.. હા! ભગવાન આત્મા દુઃખરૂપનું કાર્ય નથી અને દુઃખનું તે કારણે નથી. એ શું કહ્યું? દુઃખરૂપ જે શુભભાવ છે તેનું તે કારણ નથી. તે વીતરાગ થયો છે તેમ નથી. રાગ છે ત્યારે રાગનું કારણ નથી. અને રાગનું કાર્ય નથી. આહા... હા !
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #374
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૬૨
કલશાકૃત ભાગ-૨ નિર્મળાનંદ પ્રભુ રાગનું કારણ કેવી રીતે થાય ! સમજમાં આવ્યું!
૪૭ શક્તિમાં એક અકાર્ય કારણત્વ નામની શક્તિ છે. અમૃતચંદ્રાચાર્યે તે શક્તિને ૭રમી ગાથામાંથી કાઢી છે. અહીંયા એ કહે છે કે-ભગવાન ચિદાનંદ સ્વરૂપ, નિત્યાનંદ પ્રભુ જે જ્ઞાન ને આનંદનું દળ છે તે પુણ્ય-પાપના પરિણામનું કાર્ય પણ નથી અને પુણ્યપાપના ભાવનું કાર્ય પણ નથી. આહા. હા! કેમકે આત્મામાં અકાર્ય કારણત્વ નામની શક્તિ-ગુણ પડયો છે. સમજમાં આવ્યું? ઝીણી વાતું ભારે ! તેથી લોકોને એમ લાગે કે સોનગઢની એકલી નિશ્ચયાભાસની વાતો છે. વ્યવહારની વાત બતાવતા નથી. ભગવાન ! તારા હિતની વાત છે નાથ ! ભગવાને પુષ્ય ને પાપના ભાવને દુઃખરૂપ કહ્યાં અને જે દુઃખરૂપ ભાવ છે તે સુખનું સાધન કેવી રીતે થાય? સમજમાં આવ્યું? ભગવાન આત્માતો દુઃખનું કારણે નથી અને દુઃખનું કાર્ય પણ નથી. અર્થાત્ આ શુભભાવ છે તો સમ્યગ્દર્શનનું કાર્ય થાય છે તેમ નથી. બીજું શુભભાવ છે તો સમ્યગ્દર્શન કારણ અને શુભરાગ કાર્ય એમ પણ નથી.
અહીં કહે છે-કર્મ સંયોગે પરિણમે છે તે પોતાનું સ્વરૂપ નથી. આ કળશ કર્તા ને બતાવનારો છે. પ૭ કળશમાં ભોક્તાની વાત હતી. માટે અજ્ઞાનથી વિભાવ પરિણામનો કર્તા પણ થાય છે. તે શુભભાવનો કર્તા પણ અજ્ઞાનથી થાય છે. હવે તે કહે છે કે શુભભાવ કરતાં કરતાં કલ્યાણ થશે. અરે.. પ્રભુ! ઘણી દૂરની વાત છે. પૂર્વ-પશ્ચિમ જેટલો ફેર છે. ફૂલચંદજીએ ખાનિયા તત્ત્વચર્ચામાં લીધું છે કે તમારી શ્રદ્ધામાં અને અમારી શ્રદ્ધામાં પૂર્વ-પશ્ચિમનો ફેર છે.
સામેવાળા એમ કહે છે કે-આમ થાય છે. આમ થાય છે. રાગથી થાય છે. ભાઈ ! શું થાય? માણસને અંદરની જે શક્તિ છે તે પ્રતીતમાં ન આવે તેથી ઉંધુ કહે. જેને પરમાનંદની મૂર્તિ પ્રભુ પ્રતીતમાં, જ્ઞાનમાં, પર્યાયમાં શેય તરીકે ન આવે, તેને રાગને પુણ્ય-પાપ શેય તરીકે આવે છે. , તે વિકાર છે. તે અજ્ઞાન ભાવથી કર્તા થાય છે. સ્વભાવતો રાગને કરે તેવો છે નહીં. સમજમાં આવ્યું? દિગમ્બર સંતોની વાણી રામબાણ છે. જેમ રામનું બાણ ન ફરે એમ વાણી ન ફરે. અફર વાણી અને અસર કરે એવી વાણી છે.
દષ્ટાંત કહે છે-“મૃIT: મૃતૃળિsi અજ્ઞાનાત્ નદયા પાતું ઘાવત્તિ” જેમ હરણો મૃગજળને (જ્ઞાનાત્) મિથ્યા ભ્રાંતિથી (નધિયા) પાણીની બુદ્ધિએ પીવા માટે દોડે છે.”
અરેરે...! મૃગલા મૃગજળને પાણી માની પીવા માટે જાય છે. તે મિથ્યાભ્રાંતિને કારણે પાણીની બુદ્ધિએ પીવા માટે દોડે છે. તેમ આ આત્મા મિથ્યાભ્રાંતિને લઈને પુણ્ય ને પાપના ભાવમાં સુખ લેવા અજ્ઞાની દોડે છે. સમાજમાં આવ્યું?
જેમ હરણ મૃગજળમાં પાણી પીવાને માટે દોડે છે ત્યાં પાણી છે નહીં છતાં પાણી
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #375
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કલશ-૫૮
૩૬૩ પીવા દોડે છે તેમ અજ્ઞાની પોતાના આનંદસ્વરૂપમાં ન આવતાં તે પુણ્ય ને પાપમાં સુખ બુદ્ધિ અર્થાત્ હિતબુદ્ધિએ દોડે છે. તે ઝેરને પીવે છે. ઝીણી વાતું બહુ ભાઈ ! ભગવાન. શું થાય! આહા.. હા! અહીંયા તો સમ્યગ્દર્શનની એટલે ભવચ્છેદની વાત છે. જ્યાં સુધી સમ્યગ્દર્શન નથી ત્યાં સુધી તેને ભવ ભ્રમણ મટવાનું નથી. સમજમાં આવ્યું?!
અહીંયા કહે છે-એ મૃગલા મૃતૃપિ' મૃગજળને પાણી માની પીવા માટે દોડે છે. તેમ અજ્ઞાની આનંદથી ભરપૂર ભરેલો ભગવાન તેને છોડીને પુષ્ય ને પાપના ભાવમાં દોડે છે. આવી વાત છે.
પ્રશ્ન:- શું કરવું.. કંઈક તો બતાવો?
ઉત્તર- આ એ જ કહીએ છીએ ને! સમ્યક સ્વભાવ ઉપર દૃષ્ટિ કરો. પરમાં તૃષ્ણાની બુદ્ધિ છે તે મિથ્થાબુદ્ધિ છોડી દે. એ કહે છે. આવું કહે છે તો તેનું તાત્પર્ય શું છે? વીતરાગતા. વીતરાગતાનું તાત્પર્ય શું? ભગવાન ! આ પુણ્ય-પાપની રુચિનું કર્તાપણું તું છોડી દે! ભગવાન આનંદનો નાથ પ્રભુ બિરાજે છે અંદર ત્યાં રુચિને લગાવી દે! તે તાત્પર્ય છે. આવી વાત છે! સમજમાં આવ્યું?
આહા... હા! અહીં કર્તા થાય છે. તે તો જણાવે છે પણ તેનું તાત્પર્ય શું છે? કર્તા કહેવાનું તાત્પર્ય શું છે? તેનું ફળ શું છે તે પછી કહેશે. ૫૭ માં ભોક્તાની વાત કરી, ૫૮ માં કર્તાની વાત કરી, ૫૯માં પોતાના જ્ઞાતા-દેખાના આનંદની વાત કરશે. આચાર્ય દેવના શ્લોકની શૃંખલા ક્રમબદ્ધ છે.
અહીંયા કહે છે–અમે જે કર્તાની વાત કરીએ છીએ તેનું ફળ શું છે? કે-કર્તાની બુદ્ધિ છોડી દે પ્રભુ! આહા.... હા ! તારી પ્રભુતા અનંત શક્તિએ ભરી છે ત્યાં નજર દે ને !! આ પુણ્ય ને પાપ પર તારી કરવટ-દિશા છે તે એકવાર બદલી નાખ. એકવાર તે કરવટ છોડી દે.
એક વખત કહ્યું તું.. માતા બાળકને ઝુલામાં ઝુલાવે છે તો તેના વખાણ કરે છેતેની પ્રશંસા કરે છે. “મારો દીકરો ડાહ્યોને પાટલે બેસી નાહ્યો..” કેમકે (જીવોને) અવ્યક્ત પણે પણ પ્રશંસા પ્રિય છે. તેથી પ્રશંસા કરશે તો તે સૂઈ જશે અને તેને ગાળ દેશે કે-મારા રોયા સૂઈ જા ! એમ એને ગાળ આપશે તો તે નહીં સૂવે. તમારે જોઈ લેવું કોઈ વખત બાળક નહીં સૂવે. અહીંયા કહે છે કે તેની પ્રશંસા કરીને માતા ઝુલામાં સુવડાવે છે, જ્યારે અહીંયા (સંતો) ભગવાન આત્માની પ્રશંસા કરીને ભગવાન આત્માને જગાડે છે. અરે..! જાગરે જાગ નાથ!
એ વાત અહીંયા કહે છે.. જુઓ, મૃગલા મિથ્યાભ્રાંતિને કારણે પાણીની બુદ્ધિથી મૃગજળને પીવા માટે દોડે છે. તેમ પુણ્ય-પાપ અને પુણ્ય-પાપના ફળમાં મળેલી સાધન સામગ્રી જે ધૂળ, શરીર, વાણી, મન, સ્ત્રી, કુટુંબ, પરીવાર, લક્ષ્મી, આબરુ તે બધી
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #376
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૬૪
કલશામૃત ભાગ-૨ કર્મની સામગ્રીમાં મૃગ તૃષ્ણાથી પોતાની માની દોડે છે. કે તેમાંથી મને શાંતિ મળશે, સુખ મળશે. આહા... હા! તે મૃગ તૃષ્ણાની પેઠે હરણિયાની જેમ મૃગ તૃષ્ણામાં પાણી પીવા માટે જાય છે. તેમ ભગવાન આત્મા પોતાને ભૂલીને જે વિક્તભાવ, વિકતભાવનો બંધ અને બંધનું ફળ સંયોગ તેને મારું માનીને મૃગજળમાં પીવા માટે જાય છે. સમજમાં આવ્યું? ઇંદોરમાં કાચનું મંદિર છે, ત્યાં એક કડી-(ગાથા) લખેલી છે.
“ચક્રવર્તીકિ સંપદા, ઇન્દ્ર સરીખા ભોગ,
કાગ વીટ સબ માનત હૈ, સમ્યગ્દષ્ટિ લોગ.” ત્યાં ઇંદોરમાં બતાવ્યું હતું. જુઓ, માણસની વિષ્ટા તો ખાતરમાં પણ કામ આવે છે. જ્યારે કાગડાની વિષ્ટા ખાતરમાં કામ નથી આવતી. કહે છે-“ચક્રવર્તીની સંપદા” કેટલી? ૯૬ હજાર સ્ત્રી, ૭૨ હજાર નગર, ૫૦ હજાર પાટણ, ૯૬ કરોડ ગામ હોય છે. “ઇન્દ્ર સરીખા ભોગ” તેમાં કરોડો અપ્સરા, અસંખ્ય દેવોનો તે લાડો-સ્વામી તે બધું “કાગ વટ સમ” માને છે. આ તો કાગડાની વિષ્ટા છે. આ તમારી ધૂળ તેને વિષ્ટા કહી. શુભભાવને ભગવાને ઝેર કહ્યો છે. પરંતુ અહીંયા તો એમ લેવું છે કે “રાગ વીટ સબ માનત હૈ સમ્યગ્દષ્ટિ લોગ.” આહાહા ! સમ્યગ્દષ્ટિને પુણ્ય-પાપનું બધું મહાભ્ય ચાલ્યું ગયું છે અને પોતાના આત્મ સ્વરૂપના આનંદનું મહાભ્ય અંદરમાં આવી ગયું છે. તેને પુણ્ય-પાપની મહત્તા દૃષ્ટિ માંથી છૂટી ગઈ છે. આ વાત પ૯ શ્લોકમાં આવશે.
મુંબઈમાં અમે ભોજન કરવા ગયા હતા. શાંતાબેનનાં નણદોયા મણિભાઈ છે. તેમની પાસે પાંચ-છ કરોડ રૂપિયા છે. ત્યાં ભોજન કરવા ગયેલા, પછી પગલાં કરાવ્યા. તે એમ માને કે મહારાજના પગલાં કરાવીએ તો પૈસા થઈ જાય. અહીંયા અમારી પાસે તો એવું કાંઈ નથી. અહીંયા તો આત્માની વાત છે. ત્યાં મખમલના ગાલીચા પાથરેલા તે એક ગાલીચો પાંચ લાખનો હતો. તે ગર્ભઘર કહેવાય ત્યાં મને તો એવો વિચાર આવ્યો કે-અરે! અહીંયાથી નીકળવું ભારે મુશ્કેલ પડી જશે ભાઈ ! આ બધા ઠાઠ હાડકાં-મસાણના છે. મસાણના હાડકાંની ફોસફરસ છે. મૃગતૃષ્ણામાં મૃગલો પાણી પીવા દોડે છે. તેમ અજ્ઞાની ભગવાન આત્માને ભૂલીને, આનંદના નાથને ભૂલીને, અજ્ઞાનથી પરમાં સુખબુદ્ધિ માને છે. પરમાં મજા માનીને દોડે છે.
શ્રોતા:- દોડતો ભલે હોય પણ તેમાં ઘણો આનંદ આવે છે.
ઉત્તર- તેમાં આનંદ નથી-દુઃખ છે. કાલે દાંત આપ્યો તો ને જેઠ માસમાં ઘણી ગરમી હોય અને બાળકને વધારે દૂધ પીવડાવ્યું હોય તો ઝાડા થઈ જાય છે. એક વરસદોઢવરસનું હોય અને નગ્ન શરીર હોય તો પાતળા ઝાડા છે તે તેને ઠંડા લાગે છે. તેના શરીરને ઝાડા ઠંડા લાગે છે. તે તેમાં હાથ નાખે છે. આવું બધું અમે જોયું છે. બાળકને શું! (તેને કયાં ખબર છે) અંદર હાથ પડી જાય તો ઠંડક લાગે છે. તેમ અજ્ઞાની પોતાના
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #377
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કલશ-૫૮
૩૫
સ્વરૂપને ભૂલીને.. પુણ્ય-પાપના ભાવ જે વિષ્ટા છે.. આહાહા ! તે અપચાની પ્રકૃતિ છે તેનાં ફળમાં આનંદ માને છે. જેમ બાળક ઝાડામાં ઠંડક માને છે તેમ અજ્ઞાની માને છે. શ્રોતા:- કલશમાંથી આ કાઢયું?
ઉત્ત૨:- એ.. અહીંથી મૃગ તુષ્ણામાંથી નીકળે છે. જેમ મૃગલા મૃગજળને પાણી માનીને જાય છે તેમ અજ્ઞાની ૫૨માં સુખબુદ્ધિ કરીને તેને પીવા જાય છે. સમજમાં આવ્યું ? અહીંયા પોતાના હિતની વાત છે. દુનિયા માને ન માને, કોઈ સમજે ન સમજે તેનાથી કાંઈ લાભ-અલાભ આત્માને નથી.
66
‘બના: રો તમસિ અજ્ઞાનાત્ મુગંધ્યાસેન દ્રવત્તિ” જેમ મનુષ્ય જીવો દોરડામાં અંધકાર વિષે ભ્રાંતિને લીધે સર્પની બુદ્ધિથી ડરે છે.
જેમ કોઈ મુનુષ્ય અંધકારમાં રસ્સી ને સર્પ માની ડરે છે તેમ ભગવાન આત્મા પોતાને ભૂલીને પુણ્ય–પાપમાં સુખ બુદ્ધિથી ૫૨માં ચાલ્યા જાય છે. (૫૨માં એકત્વ કરે છે. ) સર્પની જેમ પુણ્ય-પાપ પણ ઝેર છે. તે ઝેર ને ઝેર ન માનીને તેને પીવે છે. શાસ્ત્રમાં આવે છે કે–“ નિર્વિકલ્પ રસ પિજીયે. ” પુણ્યને પાપના વિકલ્પનો રસ અર્થાત્ ઝે૨નો ૨સ પીવાનું છોડી દે નાથ ! આવે છે... ને !
'
‘લાગી લગન હમારી જિન૨ાજ, સુજસ સુનોમેં, કાહુકે કહે અબ કરૂં ન છૂટે પ્યારે, લોક લાજ સબ ડારી. જૈસે અમલી અમલ કરત સુને લાગ રહે જો ખુમારી.”
ભગવાન આત્મા પુણ્ય ને પાપથી ભિન્ન છે તેની લગની જેને લાગી તેને દુનિયા કહે કે–તમારી વાત ખોટી છે, જૂઠ્ઠી છે તો પણ તેને આત્માની લગન છૂટે નહીં. જેને ભગવાન આત્માની લગની લાગી તે કેમ છૂટે પ્યારે ! ‘ લોક લાજ સબ ડારી ’દુનિયા શું કહેશે (તેની તેને પડી નથી.) દુનિયા ગમે તે કહો-ભ્રષ્ટ કહો ! નિશ્ચયાભાસી કહો; તમારી મરજી હોય તેમ કહો. “ જૈસે અમલી અમલ કરત સૂને. ” અમલ અર્થાત્ અફીણ. કોઈ અફીણ પીવે છે ને ! “ લોક લાજ સબ ડારી, ” દુનિયા શું કહેશે ? નિશ્ચયાભાસ કહેશે કે શું? વ્યવહા૨થી કાંઈ થતું નથી લોકો એકાંત માને છે તેમ કહેશે ! (જ્ઞાની કહે છે. ) તમારે જેમ માનવું હોય તેમ માનો સમજમાં આવ્યું?
"
તે વાત અહીં કહે છે. -અજ્ઞાની રસ્સીને સર્પ માનીને ડરે છે, ભય પામે છે. અજ્ઞાની પોતાને છોડીને ૫૨માં સુખબુદ્ધિ માટે જાય છે. પોતાનું અંદર જે સ્વરૂપ છે તેને જાણવામાં ડરે છે. સમજમાં આવ્યું ? ૫૭ કળશમાં ભોક્તાની વાત કહી. ૫૮માં કર્તાની વ્યાખ્યા કરી. હવે જ્ઞાતાની વાત કરે છે.
Please inform us of any errors on rajesh.shah@fotalise.co.uk
Page #378
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૬૬
કલશાકૃત ભાગ-૨ કલશ ને : ૧૯
(વસંતતિલકા) ज्ञानाद्विवेचकतया तु परात्मनोर्यो जानाति हंस इव वा:पयसोर्विशेषम्। चैतन्यधातुमचलं स सदाधिरूढो
जानीत एव हि करोति न किञ्चनापि।। १४-५९ ।। ખંડાન્વય સહિત અર્થ:- “ : તુ પરાત્મનો વિશેષમ નાનાતિ” (: ) જે કોઈ સમ્યગ્દષ્ટિ જીવ (પર) દ્રવ્યકર્મપિંડ અને (માત્મનો:) શુદ્ધ ચૈતન્યમાત્રનું (વિશેષમ) ભિન્નપણું (નાનાતિ) અનુભવે છે. શું કરીને અનુભવે છે? “જ્ઞાનાત વિવેચતયા” ( જ્ઞાના) સમ્યજ્ઞાન દ્વારા (વિવેવતા ) લક્ષણભેદ કરીને તેનું વિવરણ-શુદ્ધ ચૈતન્યમાત્ર જીવનું લક્ષણ, અચેતનપણું પુદ્ગલનું લક્ષણ; તેથી જીવ અને પુદ્ગલ ભિન્ન ભિન્ન છે એવો ભેદ ભેદજ્ઞાન કહેવાય છે. દષ્ટાન્ત કહે છે-“વા:પસો: હંસ: ફુવ(વ:) પાણી (પચો) દૂધ (કં: રુવ) હંસની માફક, ભાવાર્થ આમ છે કે જેમ હંસ દૂધ-પાણી ભિન્ન ભિન્ન કરે છે તેમ જે કોઈ જીવ-પુદ્ગલને ભિન્ન ભિન્ન અનુભવે છે “સ: દિ નાનીત , ગ્વિના ન રતિ” (સ: દિ) તે જીવ (નાનીત પવ) જ્ઞાયક તો છે, (વિષ્યનાgિ) પરમાણુમાત્રને પણ (ન રોતિ) કરતો તો નથી. કેવો છે જ્ઞાની જીવ? “સ: સવા અવતં ચૈતન્યધાતું :” તે સદા નિશ્ચલ ચૈતન્યધાતુમય આત્માના સ્વરૂપમાં દઢતાથી રહ્યો છે. ૧૪-૫૯. પ્રવચન નં. ૭૩
- તા. ૨૧-૮-'૭૭ કલશ-૫૯ : ઉપર પ્રવચન આ કળશમાં ધર્મી-સમ્યજ્ઞાની કેવા હોય છે તે વાત કરે છે. અજ્ઞાનીના ભોક્તાની અને કર્તાની વાત કરી.
૫: તુ પરાત્મનો: વિશેષમ નાનાતિ” જે કોઈ સમ્યગ્દષ્ટિ જીવ દ્રવ્યકર્મ પિંડ અને શુદ્ધ ચૈતન્યમાત્રનું ભિન્નપણું અનુભવે છે.”
જે કોઈ સમ્યગ્દષ્ટિ જીવ”-હું તો જ્ઞાનસ્વરૂપ આત્મા ચૈતન્યઘન છું તેમ જાણે છે. મારી ચીજમાં ઉપશમ, ક્ષયોપશમ અને ક્ષાયિક ભાવ પણ નથી. આહા.. હા! મારો સહજ સ્વભાવ. જ્ઞાયક સ્વરૂપ છે. સમયસારની છઠ્ઠી ગાથામાં છઠ્ઠીનાં લેખ લીધા છે ને!
“બ વિ દોઃિ અપ્પમન્તો પત્તો નાનો ટુ નો માવો ” પ્રભુ! આત્મા પ્રમત્ત કે અપ્રમત્ત નથી. તે જ્ઞાયકભાવ તો જ્ઞાતા-દેષ્ટા (સ્વભાવથી) ભરેલો ભગવાન છે.
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #379
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કલશ-૫૯
૩૬૭ “pવે મMતિ શુદ્ધ” એને જે શુદ્ધ તરીકે જાણે તેને (પર્યાયામાં શુદ્ધતા પ્રગટે છે.)
ટીકામાં તો એમ લીધું કે-શુભને અશુભ ભાવ તે તો અચેતન-જડ છે. ભગવાન જ્ઞાયકભાવ જડ રૂપે કેવી રીતે થાય? ભાઈ એક એક ગાથામાં અમૃત ભર્યા છે. સમયસાર એટલે શબ્દબ્રહ્મ. ભગવાનની સીધી શબ્દ બ્રહ્મવાણી છે. ત્યાં ટીકામાં લીધું કે-શુભાશુભ ભાવે થતો નથી માટે જ્ઞાયક ભાવ પ્રમત્ત પણ નથી અને અપ્રમત્ત પણ નથી. ભગવાન તો જ્ઞાયક સ્વરૂપે છે. તે પ્રમત્ત અપ્રમત્ત કેમ નથી? કેમકે જ્ઞાયકભાવ શુભાશુભરૂપે થતો નથી માટે તેને પ્રમત્ત અપ્રમત્ત દશા લાગુ પડતી નથી. તે શુભ-અશુભ ભાવો જડ છેઅચેતન છે. ચૈતન્ય પ્રકાશનું નૂર તે અચેતનપણે કેમ થાય !! ઝીણી વાત છે ભગવાન ! માર્ગ તો પ્રભુનો બહુ સૂક્ષ્મ છે. અને જેના ફળમાં અનંત આનંદ પ્રગટે અને ભવ ભ્રમણ ન રહે. સમજમાં આવ્યું?
આહાહા! સમ્યગ્દર્શનની ચીજમાં અને તેના ધ્યેયમાં ભવ છે જ નહીં અને ભવના ભ્રમણ છે નહીં. જ્ઞાયક સ્વરૂપનો અનુભવ-પ્રતીતિ તેવા સમ્યગ્દર્શનમાં વર્તમાનમાં આનંદ છે અને જેના ફળમાં અતીન્દ્રિય આનંદરૂપી મોક્ષ મળશે એ ચીજ કેવી હોય. ભાઈ ! સમજમાં આવ્યું?
આગલા બે કળશમાં ભોક્તા અને કર્તામાં મિથ્યાષ્ટિ જીવ લીધો હતો. અહીંયા આ કળશમાં સમ્યગ્દષ્ટિ જીવ લીધો છે, હવે તેને કર્તા અને ભોક્તાની દૃષ્ટિ છૂટી ગઈ છેધર્મીજીવને. આહાહા..! સમ્યગ્દષ્ટિ અર્થાત્ સત્યદૃષ્ટિ જેની છે તેને જ્ઞાયકભાવ પૂર્ણ આનંદસ્વરૂપ સત્યાર્થ-બૂતાર્થ છે. ત્રિકાળી આનંદ કંદ જ્ઞાયક ભૂતાર્થ અને સત્યાર્થ છે તે ૧૧મી ગાથાનો સાર છે. “મૂવલ્પમસ્સિવો વતુ સમ્માવિઠ્ઠી વવ નીવો” સત્યાર્થ ભગવાન-સત્ સાહેબ-સત્ સ્વરૂપ છે. તે પૂર્ણ આનંદ, પૂર્ણજ્ઞાન, પૂર્ણ દર્શન અને પૂર્ણ વિર્ય આદિ પૂરણ શક્તિથી ભરેલો છે.
આપણે જીવત્વ શક્તિ ચાલે છે ને ભાઈ ! ગઈકાલથી અંદરમાં બીજો ધ્વનિ ચાલે છે તો.. આવા વિચારો આવ્યા. સર્વ ને પૂર્ણ એવી જીવત્વ શક્તિથી હું ભર્યો છું. સર્વ ને પૂર્ણ એવી ચિત્તિ શક્તિથી હું ભર્યો છું. સર્વ ને પૂર્ણ એવી દર્શનશક્તિથી હું ભર્યો છું. એક એક શક્તિ ઉપર “સર્વ ને પૂર્ણ' એવો બોલ લગાવી દ્યો.. ૪૭ શક્તિમાં.
શ્રોતા- જીવત્વ શક્તિથી પૂર્ણ છે.
ઉત્તર-શક્તિઓના અધિકારમાં જીવત્વ શક્તિ પહેલી લીધી ને! તો સમયસારની બીજી ગાથામાં “જીવ ચરિત દર્શન ' ત્યાંથી શરૂઆત કરી છે. શ્રી કુંદકુંદાચાર્યે વોછામિ' ત્યાંથી પહેલી ગાથા શરૂ કરી. બીજી ગાથામાં “જીવો ત્યાંથી ઉપાડ્યું છે. ‘નીવો' શબ્દ છે તેમાંથી જીવત્વ શક્તિ કાઢી છે. જે જ્ઞાન, દર્શન, આનંદ ને વીર્ય પ્રાણથી જીવે છે તેને જીવત્વ કહેવામાં આવે છે. સમજમાં આવ્યું?
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #380
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૬૮
કલશોમૃત ભાગ-૨ આહા. હા! આ શરીર, વાણી, મન બધા પરમાણું વિખરાય જશે! ભગવાન ! એ તારી ચીજ નથી. પુણ્ય-પાપના ભાવ પણ તારામાં નહીં રહે તેથી તે તારી ચીજ નથી. તારી ચીજ હોય તે જુદી પડે નહીં. અને જુદી પડે તે તારી ચીજ નહીં. સમજમાં આવ્યું?
આપણે નવ શક્તિ-સર્વદર્શિત્વ સુધી ચાલી ગયું. સર્વજ્ઞત્વ શક્તિ આવ્યા છીએ. ત્યાં બીજી ગાથામાં “નીવો' કહ્યું તેમાંથી જીવત્વ શક્તિ તો પહેલી આવી ગઈ. જે જીવત્વ શક્તિ છે તે જ્ઞાન-દર્શન-આનંદ અને વીર્યના પ્રાણથી.. સર્વ રીતે પૂર્ણતાથી ભરેલો છે એવો ભગવાન છે. આહા. હા ! એવા જીવ ઉપર દૃષ્ટિ કરવાથી તે સત્યાર્થ વસ્તુ છે, તે ભૂતાર્થ વસ્તુ છે, તે સત્ સાહેબ છે. કબીરમાં (આત્માને) સાહેબ કહે છે. એ. આ સત્ સાહેબ! સમજમાં આવ્યું?
કબીર વણકર હતા. તે કપડાં વણતાં હતાં. ત્યાં એક માણસ આવ્યો તો કબીરે તે માણસ ઉપર ધ્યાન ન આપતાં પોતે કપડાં વણતાં રહ્યાં. પછી પેલા માણસે કબીરને પૂછયું કે-કબીર સાહેબ! તમે અમારી ઉપર તો ધ્યાન આપતા નથી. તમારું ધ્યાન તો વણકરના કામમાં છે. અમે બે કલાક થયા બેઠા છીએ જોઈએ છીએ તો પછી તમારું ધ્યાન પરમાત્મામાં કેવું હશે !? પછી કબીરે જવાબ આપ્યો.
“ધૂનરે ધૂનિયા અપની ધૂન
જાકી પૂનમેં પાપ ન પુણ્ય.” જૈન સમાચાર છાપું સ્થાનકવાસીમાં આવતું તેમાં આ જવાબ હતો. આ વાત સંવત ૧૯૬૪, ૬૫, ૬૬ની વાત છે. ત્યારે તો અમે દુકાન ઉપર બેસતા હતા ને! અમે તો ભગત.... નિવૃત્ત. પછી દુકાન ઉપર બેઠા-બેઠા આવું વાંચતા હતા.
કબીરને આ તત્ત્વની દૃષ્ટિ ન હતી છતાં પણ તે આવી વાત કરતા હતા. જૈન તત્ત્વદર્શનની શૈલી જ જુદી છે આખી. આવી વાત દુનિયામાં કયાંય છે નહીં. તે પણ એમ કહેતા હતા કે-અરે..! ધૂનિયા ધૂન લગાવવા વાળા.. તું પોતાની ધુન લગાવી દે! તારી ધૂનમાં પાપ ને પુણ્યને છોડી દે! ધૂનના ધૂનિયા.. અર્થાત્ ધૂન લગાડવાવાળો ધૂનિનો ધણી..“ધૂનરે ધૂનિયા અપની ધૂન”, આહા.. હા! ભગવાન શુદ્ધ ચૈતન્યઘન છે નાથ તેની ધૂન લગાડ. ધૂનિયા તારી ધૂન ત્યાં લગાવી દે! જે ધૂનમાં પાપ ને પુણ્ય નથી. આહા... હા! કબીર જેવા આવું કહે છે. તે તો અન્યમતિ હતા. તેને તો સર્વશે કહેલા આત્માની વાતની આવી ખબર ન હતી. તે તો ઇશ્વરને સર્વ વ્યાપક આદિ માનતા હતા.
અમે (નાની ઉંમરમાં) બધું જોયું છે. પાલેજમાં કબીરપંથી હતા. અમે તો ત્યાં સાંભળવા જતા હતા. સ્થાનકવાસીની જેમ તે મૂર્તિને માનતા ન હતા. કબીરનો એક યુવાન છોકરો હતો તે બહુ વૈરાગી હતો. તત્ત્વની ખબર નહીં પણ વૈરાગ્યની એવી વાત કરે !. એવી વાત કરે.! આત્માની વાત કરે પણ સર્વશે કહી છે એવી વાત છે નહીં. એ
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #381
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કલશ-૫૯
૩૬૯ પણ એમ કહેતા હતા કે-ધૂન લગાવવા વાળા ધૂનિયા (પોતાની ધૂન લગાડ.) - હિન્દી આત્મધર્મમાં “ધ'ના ૧૩ બોલ પહેલે પાને આવ્યા છે. ગુજરાતી આત્મધર્મમાં તો પહેલાં આવી ગયું હતું. “ધ્રુવધામના ધ્યેયના ધ્યાનની ધખતી ધૂણી ધગશ અને ધીરજથી ધખાવવી તે ધર્મનો ધારક ધર્મી ધન્ય છે.” આ અમે ફાગણ મહિનામાં ભાવનગર હિરાલાલજીના મકાનમાં બનાવ્યું હતું. તેમણે ૮૦ હજાર આપ્યા અને ચીમનભાઈના દીકરા શાંતિભાઈ ઝવેરીએ એક લાખ કાઢીને આપ્યા. પૈસાની શું કિંમત છે ભાઈ !
શ્રોતા:- બન્ને પરમાત્મા છે.
ઉત્તર- આ તો તેમના શુભ ભાવની વાત ચાલે છે. વિહાર કરીને ત્યાં ગયા હતા, ત્યાં સ્વાગત થયું અને એક દિવસ વ્યાખ્યાન પણ આપ્યું. રાત્રિમાં ચર્ચા કરી પરંતુ રાત્રે તાવ ઘણો હતો, સાડાત્રણથી ચાર ડીગ્રી તાવ હતો પછી વ્યાખ્યાન બંધ થઈ ગયા પછી ત્યારે ત્યાં આ બોલ બનાવ્યો હતો.
“ધ્રુવ ધામના ધ્યેયના ધ્યાનની., ભગવાન આત્મા ધ્રુવ નિત્યાનંદ પ્રભુ છે. જેને સત્યાર્થ અને ભૂતાર્થ કહીએ છીએ તે ધ્રુવ ને અગીયારમી ગાથામાં ભૂતાર્થ કહ્યો છે. “વત્યમસિવો નુ સમ્માવિઠ્ઠી વરિ નીવો.” ભૂતાર્થ.. સત્યાર્થ ભગવાન ત્રિકાળ સત્ સ્વરૂપ છે તેને ધ્રુવ કહે છે. તે ધ્રુવનું ધામ છે. તેને ધ્યાનમાં ધ્યેય બનાવ. “ધધકતી ધૂણી” ને વૈર્યથી અને ધીરજથી ધ્યેયમાં એકાગ્રતાની ધૂન લગાવી દે! હિન્દીમાં ધગતી છે તે અમારે ગુજરાતીમાં ધધકતી છે. “વૈર્યથી ધધકતી ધૂણીનો ધારક ધર્મી ધન્ય છે. ”
કોઈ સમ્યગ્દષ્ટિ જીવ દ્રવ્યકર્મપિંડ અને શુદ્ધ ચૈતન્ય માત્રનું ભિન્નપણું અનુભવે છે.” દ્રવ્યકર્મ પિંડ અર્થાત્ જડ પુદ્ગલ. અહીં પુદ્ગલથી લીધું છે પરંતુ અંદરના ભાવકર્મ પણ સાથે લઈ લેવા. ભગવાન તો શુદ્ધ ચૈતન્ય વસ્તુમાત્ર છે. આ પુણ્ય પાપના બધા ભાવ છે તે કર્મપિંડમાં જાય છે. આ પુણ્ય-પાપના ભાવથી ભગવાન આત્મા ભિન્ન છે. હું ચૈતન્યમાત્ર છું એવો જેને અનુભવ થાય છે તે સમ્યગ્દષ્ટિ છે. તેનું નામ ધર્મની પહેલી સીટી પહેલું સોપાન છે. છ ઢાળામાં આવે છે-મોક્ષ મહલની પહેલી સીઢી.
આહા... હા! કહે છે કે-આ રાગ ને પુણ્ય-પાપના ભાવથી ચૈતન્યનું ભિન્નપણે કેવી રીતે થાય છે તે કહે છે. આ પુણ્ય-પાપના ભાવની રુચિ અને લક્ષ છે તે છોડી દે! તેની પાછળ આનંદકંદ ભગવાન બિરાજે છે ત્યાં દૃષ્ટિ લગાવી દે! આકરી વાત છે ભાઈ ! વીતરાગનો માર્ગ તો આવો છે.. અપૂર્વ વાત છે.
શ્રોતા:- આ તો (જગતથી) નિરાળી વાત છે.
ઉત્તર- નિરાળી વાત છે એ સાચી વાત છે. શેઠિયા પણ હવે રસ લ્ય છે ને! આતો... નિરાળી વાત છે નાથ ! તેનું શું કહેવું?!
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #382
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૭)
કલામૃત ભાગ-૨ આત્મા ચૈતન્ય હીરલો છે. જેમ હીરાને પાસા હોય તેમ ચૈતન્ય હીરામાં અંદર અનંત શક્તિના પાસા પડ્યા છે. આવા ચૈતન્યને પહેલા જ્ઞાનથી તો નક્કી કરે ! નિર્ધાર તો કરે- હું શુદ્ધ ચૈતન્ય છું અને રાગાદિ પર છે તેનું ભેદજ્ઞાન કરવું તેનું નામ ભેદજ્ઞાન ને ધર્મ છે. અરે! જેનાથી ભેદ કરવાનો છે તેથી (રાગાદિથી) ધર્મ થાય છે? આ શું કહ્યું? શુભ અશુભભાવથી શુદ્ધ ચૈતન્યને ભિન્ન કરવો છે અને જેનાથી ભિન્ન કરવો છે તે ચીજથી ધર્મ થાય? શુભાશુભથી તો ભિન્ન કરવો છે અને તે ચીજથી ધર્મ થાય છે? આવી વાત છે ભાઈ ! (વીતરાગ મારગમાં) ઘણો ફેરફાર થઈ ગયો. પુણ્ય પાપના વિકલ્પથી રુચિ હઠાવી અને આનંદનો નાથ પ્રભુ છે ત્યાં દૃષ્ટિ લગાવવી તે વાત છે. શ્વેતામ્બરમાં આનંદઘનજી સાધુ થયા. તેમણે ભક્તિમાં થોડી વાત કરી છે.
આશા ઔર ન કી કયા કીજે, જ્ઞાનસુધા રસ પીજે,
ભટકત દ્વાર દ્વારા લોકન કે, કુકર આશાધારી.” આ (શેરીમાં) કૂતરા હોય છે ને તે બરાબર દશ વાગ્યે બારણે આવીને બેસે છે. પછી બારણા બંધ હોય તો પણ બેસે છે. કૂતરો દ્વાર દ્વાર ભટકે છે. તેમ અનાદિથી આ આત્મા પુણ્ય ને પાપ ફળમાં કૂતરાની જેમ ભટકી રહ્યો છે.
આનંદઘન પ્રભુના આસ્વાદના રસિયા રાગને છોડી દે એમ કહે છે. પરનો રસ છોડી દે! હવે તારી કરવટ બદલી દે! જેમ સૂતા સૂતા થાક લાગે તો કરવટ બદલી નાખે છે તેમ પુણ્ય-પાપની રુચિની કરવટ બદલી દે પ્રભુ! અનંતકાળથી ચૈતન્યને ભૂલીને પુણ્ય-પાપમાં ઘણું સૂતો. હવે એકવાર નિર્વિકલ્પ રસ લે પ્રભુ! આ પુણ્ય ને પાપના રાગથી ભિન્ન ભગવાન નિર્વિકલ્પ ચીજ છે. તે નિર્વિકલ્પ ચીજનો રસ પીવો તેનું નામ સમ્યગ્દર્શન છે. સમજમાં આવ્યું? હજુ તેને વિધિની ખબર ન મળે એને કઈ રીતે અને કે 'દી સમકિત પામે !
અહીંયા કહે છે-(વિશેષમ્ ) શબ્દ છે. દ્રવ્ય કર્મ અને ચૈતન્યમાત્રનું ભિન્નપણું જાણ. બન્નેને આમ વિશેષ જાણે. બન્નેને એક નહીં. પુણ્ય પાપના ભાવ અને ચૈતન્ય તે બેની વિશેષતા-ભિન્નતા જાણે.
કર્તાકર્મ અધિકારની ૬૮/૬૯ ગાથામાં “વિશેષ” શબ્દ આવે છે. જીવ જ્યાં સુધી આસવ અને સ્વભાવનું વિશેષ જાણતો (નથી ત્યાં સુધી અજ્ઞાની છે.) પુણ્યને પાપ બન્ને આસવ છે. જેમ વહાણમાં છિદ્ર થાય છે તો તેમાંથી પાણી આવે છે. તેમ પુણ્યપાપના ભાવ છિદ્ર છે.. ત્યાંથી કર્મ આવે છે. તેનાથી ધર્મ થતો નથી.
અહીંયા કહે છે-(વિશેષમ) ભિન્નપણું અનુભવે છે. આહા.. હા! વિશેષ ભિન્નપણે અનુભવે છે. શુદ્ધ ચૈતન્ય તેનું ભિન્નપણું અર્થાત્ રાગનો અનુભવ તેમાં નથી. રાગથી ભિન્ન પડ્યો તો આત્માના અનુભવથી (રાગથી) ભિન્નપણાનો અનુભવ થઈ
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #383
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કલશ-૫૯
૩૭૧ ગયો, સાથે રાગ આવ્યો નહીં. રાગથી ભિન્ન કરીને દૃષ્ટિ આત્મા ઉપર લગાવી દીધી તો રાગથી ભિન્ન પોતાના આત્માનો અનુભવ થયો પરંતુ રાગ સાથે આવ્યો નહીં. તેનું નામ સમ્યગ્દર્શન અને ભેદજ્ઞાન છે. ત્રિકાળી ભગવાનનું સત્ય દર્શન થયું-સત્ય વસ્તુ પૂર્ણાનંદનું દર્શન થયું-પ્રતીત થઈ, જ્ઞાનમાં શેય થયું. પહેલાં પર્યાયમાં ય થયું તો તેની પ્રતીત થઈ, તેમ અનુભવે છે.
“શું કરીને અનુભવે છે? જ્ઞાનાત્ વિવેવતય સમ્યજ્ઞાન દ્વારા લક્ષણભેદ
કરીને.”
જુઓ, ભાષા અહીંથી જ ઉપાડી છે. “(વિવેવ તયા) લક્ષણભેદ કરીને.” બન્નેના લક્ષણ ભિન્ન છે. પુણ્ય-પાપનું લક્ષણ તે બંધનું લક્ષણ છે. ભગવાન આત્મા અબંધ સ્વરૂપી છે. આવી વાતો છે.
તેનું વિવરણ-શુદ્ધ ચૈતન્યમાત્ર જીવનું લક્ષણ, અચેતનપણું લક્ષણ; તેથી જીવ અને પુદ્ગલ ભિન્ન ભિન્ન છે એવો ભેદ ભેદજ્ઞાન કહેવાય છે.
શુદ્ધ ચૈતન્યમાત્ર જીવનું લક્ષણ છે. ભગવાન આત્મા શુદ્ધ ચૈતન્યમાત્ર પ્રકાશ સ્વરૂપ છે. તે જીવનું લક્ષણ છે. એ લક્ષણથી જીવ જાણવામાં આવે છે. અચેતન તે પુગલનું લક્ષણ છે. તે કર્મ જડ છે અને અચેતન છે અને પુણ્ય પાપ નિશ્ચયથી અચેતન છે. આ રીતે બન્નેનું લક્ષણ ભિન્ન-ભિન્ન જાણીને. આ રીતે જીવ અને પુદ્ગલનું લક્ષણ ભિન્ન-ભિન્ન છે તે કારણે બે પદાર્થ ભિન્ન-ભિન્ન છે. પુણ્ય-પાપ અને આત્મા બન્ને ભિન્ન છે તેને ભેદજ્ઞાન કહેવાય છે.
પ્રવચન નં. ૭૪
તા. ૨૩-૮-'૭૭
વિવરણ-શુદ્ધ ચૈતન્યમાત્ર જીવનું લક્ષણ, અચેતનપણું પુદ્ગલનું લક્ષણ, તેથી જીવ અને પુગલ ભિન્ન ભિન્ન છે એવો ભેદ ભેદજ્ઞાન કહેવાય છે.”
પુણ્ય ને પાપનું અચેતન લક્ષણ છે, આત્માનું ચૈતન્ય લક્ષણ છે, આ રીતે બન્નેને લક્ષણથી ભિન્ન જાણવા. શરીર, મન, વાણી તો ભિન્ન છે પરંતુ રાગાદિ આત્માથી ભિન્ન છે.
અહીંયા કર્તાકર્મ અધિકાર છે. આત્માની પર્યાયમાં દોષ ન હોય તો તેને આનંદનો અનુભવ હોવો જોઈએ. ન્યાય બરાબર સમજાય છે ને! આત્મા વસ્તુ-પદાર્થ છે. તેની દશામાં જો દોષ ન હોય-વિકાર ન હોય તો તેના સ્થાને, વાસ્તવિક સ્વરૂપે અતીન્દ્રિય આનંદનો અનુભવ હોવો જોઈએ. પરંતુ અંદરમાં અર્થાત્ પર્યાયમાં દોષ તો છે. આ પુણ્ય-પાપ, રાગ-દ્વેષના ભાવ તે દોષ છે. દોષ છે તો દોષને કાઢવાનો છે. જો દોષ ન હોય તો તેને કાઢવાનો તો પ્રશ્ન જ નથી. સમજાણું!
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #384
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૭૨
કલશાકૃત ભાગ-૨ આહા...!ભગવાન આત્માનું ચૈતન્ય લક્ષણ અને પુણ્ય-પાપનું અચેતન લક્ષણ છે. કેમકે રાગ-દ્વેષ છે તે પોતાને જાણતા નથી અને ચૈતન્ય આત્માને પણ જાણતા નથી પરંતુ તે ચૈતન્ય દ્વારા જાણવામાં આવે છે તેથી તે કારણે તે અચેતન છે.
દૃષ્ટાંત કહે છે- “વા: પયસી: હંસ રૂવપાણી દૂધ હંસની માફક” વા: એટલે પાણી પયો: અર્થાત્ દૂધ, પાણી અને દૂધ એક સ્થાનમાં, એક ક્ષેત્રમાં દેખાય છે.. છતાં હંસની ચાંચનો સ્વભાવ એવો છે કે તેમાં ચાંચ નાખવાથી પાણીને દૂધ ભિન્ન થઈ જાય છે. હંસની ચાંચમાં ખટાશ હોય છે. જળ અને દૂધ એક સ્થાનમાં હોય અને તેમાં ચાંચ નાખે તો જળ અને દૂધ બન્ને ભિન્ન થઈ જાય છે.
ભાવાર્થ આમ છે કે જેમ હંસ દૂધ-પાણી ભિન્ન ભિન્ન કરે છે તેમ જે કોઈ જીવ-પુદ્ગલને ભિન્ન-ભિન્ન અનુભવે છે.”
જે પ્રકારે હંસ દૂધ અને પાણીને ભિન્ન-ભિન્ન કરે છે તે પ્રમાણે જે કોઈ જીવ અને પુદ્ગલને ભિન્ન-ભિન્ન અનુભવે છે તેને ચૈતન્ય સ્વરૂપ ભગવાન અને તેનાથી રાગાદિ દોષ છે તે ભિન્ન છે તેમ અનુભવે છે. જેમ દૂધ અને જળ ભિન્ન છે તેમ આનંદસ્વરૂપ ભગવાન અને પુણ્ય-પાપના દોષ તે જળ સમાન દૂધથી ભિન્ન છે. આહા. હા! આવી વાત છે સમજમાં આવ્યું!?
દૂધ અને પાણીને જેમ હંસ ભિન્ન-ભિન્ન કરે છે તે સમાન, પરલક્ષી પુણ્ય-પાપના જે ભાવ થાય છે તે અચેતન છે, તે પાણી સમાન છે. ભગવાન આત્મા સચ્ચિદાનંદ સ્વરૂપ-સત્ત્વશાશ્વત ચિજ્ઞાન, જે શાશ્વત જ્ઞાન અને આનંદસ્વરૂપ છે. આનંદઘનજી શ્વેતામ્બરમાં થયા તેમની ભક્તિમાં આવે છે
“અબધુ અપના રુપ જબ દેખા, કોણ માગેગા લેખા.. અબધુ.. કરતા કોણ.. કોણ કોની કરણી,
કોણ માગેગા લેખા.... અબધુ....” પોતાનું સ્વરૂપ જ્યારે દેખ્યું તો તે રાગ-દ્વેષ અને પુણ્ય-પાપથી ભિન્ન (સદા ) ભિન્ન છે ( તેમ જણાયું.)
અહીંયા તે વાત કહે છે–ભગવાન આત્મા જ્ઞાન લક્ષણથી લક્ષિત છે અને પુણ્ય ને પાપના ભાવ છે તે અચેતન-બંધ લક્ષણવાળા છે. તે બેનું ભેદજ્ઞાન કરવાથી આહા.. હા! રાગ ઉપરથી લક્ષ છોડીને, દોષ ઉપરથી લક્ષ છોડીને જે નિર્દોષ ભગવાન આત્મા જે સચ્ચિદાનંદ પ્રભુ છે તે ઉપર દૃષ્ટિ કરવાથી સ્વરૂપનો અનુભવ થાય છે, તેનું નામ સમ્યગ્દર્શન ને ધર્મ કહેવામાં આવે છે. સમજમાં આવ્યું?
આનંદઘનજીએ તો એ કહ્યું કે “અબધુ અપના સ્વરૂપ જબ દેખા”, કરતા કોણ...
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #385
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કલશ-૫૯
૩૭૩ કોની કરણી..” હું રાગનો કર્તા ને રાગ મારી ક્રિયા તે શું છે? આ કર્તા કર્મ અધિકાર છે. કર્તા કોણ? કોણ કોની કરણી,” રાગનો હું કર્તા અને રાગ મારી ક્રિયા તે વાત કયાં રહી!
પ્રશ્ન- તો શું રહ્યું?
ઉત્તર- રહી ગયો આત્મા.. જ્ઞાતા-દેખાપણે. શેઠ ખુલાસો કરાવે છે. આ બે શેઠ બેઠા છે ને! આત્માનું ભાન કરે તે શેઠ છે બાકી બધા હેઠ છે.
આહા.. હા! પ્રભુ ચૈતન્ય લક્ષણથી લક્ષિત, જાણન લક્ષણથી જાણવામાં આવે છે. આ રાગાદિ-દયાદાન, વ્રત-ભક્તિના વિકલ્પ અને કામ-ક્રોધ પરિણામ તે અચેતન લક્ષણ છે. કેમકે તેમાં ચેતનપણાના અંશનો અભાવ છે. આ રીતે ભગવાન આત્મા રાગથી ભિન્ન પડે છે. જેમ હંસ પાણી અને દૂધમાં ચાંચ નાખવાથી પાણી અને દૂધ બન્ને ભિન્ન થઈ જાય છે તેમ ભેદજ્ઞાન દ્વારા પુણ્ય-પાપનો વિકલ્પ નામ રાગ તે તરફના લક્ષને છોડીને, રાગથી ભિન્ન અર્થાત્ અધિક ચૈતન્ય સ્વરૂપ આત્મા છે તેની ઉપર દૃષ્ટિ જવાથી તેને આનંદનો અનુભવ થાય છે. જે આનંદ સ્વરૂપમાં છે તેવા આનંદનો અનુભવ થાય છે.
પ્રભુ આત્મા અતીન્દ્રિય આનંદની મૂર્તિ છે પરંતુ તે આનંદનો અનુભવ કેમ નથી? તેને કહે છે-આ પુણ્ય-પાપના પરિણામ મારું કર્તવ્ય અને એ પરિણામ મારું કાર્ય તેવી દૃષ્ટિમાં તે રોકાય ગયો. પોતાની ચીજ રાગથી ભિન્ન સચ્ચિદાનંદ પ્રભુ છે એવી દૃષ્ટિ વિના તેને આનંદનો સ્વાદ આવતો નથી. સમજમાં આવ્યું!? આનંદઘનજીની બીજી એક વાત યાદ આવી ગઈ...
“ગગન મંડળમેં અધબીચ કૂવા વહાં હૈ અમી કા વાસા, સુગુરા હોય સો ભર ભર પીએ, નપુરા જાવે પ્યાસા, અબધુ સુગુરુમેરા..જિન પદકા કરે રે..નિવેડા.. અબધુ
ગગન મંડળમેં અધબીચ કૂવા ત્યાં અમીકા વાસા હૈ.” આકાશમાં અમીનો વાસ છે અર્થાત અંદરમાં આનંદ વાસ સ્વરૂપનો છે. તે હંસની જેમ ભિન્ન કરે તો આનંદનો સ્વાદ આવે છે એમ કહે છે. સુગુરુ તેને આત્મા બતાવી હૈ.
પ્રભુ ! આ જે પુણ્ય-પાપના ભાવ, દયા-દાન-વ્રત-ભક્તિ આદિના ભાવ થાય છે તારી પર્યાયમાં પણ એ દોષ છે. તેનાથી ભિન્ન અંદરમાં આનંદસ્વરૂપ બિરાજે છે. તેનું ભેદજ્ઞાન કરીને તમે ચૈતન્યનો અનુભવ કરો. તારું રાગનું કર્તાપણું મટી જશે. સમાજમાં આવ્યું?
કોણ કોની કરણી... કોણ માગેગા લેખા,” પોતાનો આત્મા પુષ્ય ને પાપના વિકલ્પથી, રાગથી, દોષથી ભિન્ન જાણ્યો તે લેખા અંદરમાં આવી ગયા. બીજી એક કડી પણ થોડી યાદ છે.
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #386
--------------------------------------------------------------------------
________________
૩૭૪
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કલશામૃત ભાગ-૨
ગગન મંડળમેં ગૌવા વિહાણી, વસુધા દૂધ જમાયા, માખણ થા સૌ વિ૨લા પાયા, છાસે જગત ભરમાયા.
ભગવાનની વાણી એમને એમ આકાશમાં નીકળી-ઓમ્ ધ્વનિ છૂટીને તે કાને પણ પડી પરંતુ માખણ તો વિલાને મળ્યું. રાગથી ભિન્ન થઈને પોતાના આત્માનો અનુભવ કરે તે વિરલા છે. અજ્ઞાની છાસમાં ભરમાયો. અર્થાત્ આ પુણ્ય ને પાપ અને દયા-દાન, વ્રત–ભક્તિની ક્રિયા તે છાસ છે. તે છાસમાં જગત ભરમાઈ ગયું. આ રાગની ક્રિયા- દયા-દાન-વ્રત-ભક્તિ-અપવાસ-તપ તે તો બધું રાગ ને વિકલ્પ છે ભગવાન ! એ રાગથી જગત ભરમાયો. આ શ૨ી૨ તો જડ-માટી–ધૂળ છે, તે મસાણની રાખ થશે. આ ભવમાં (આત્મા ચાલ્યો જશે ત્યારે) શરીરને અગ્નિમાં બાળશે સ્મશાનમાં તેવી આ માટી છે. “ હાડ બળે જેમ લકડી, ખેસ બળે જેમ બળે ઘાસ. ” જેમ લાકડાં બળે તેમ હાડકાં બળશે અને ઘાસની જેમ રાગ. એ રાગથી ભિન્ન તારી ચીજ છે (તેનો અનુભવ ક.)
આ શરીર તો માટી છે જડ, તેનો કર્તા તો છે જ નહીં, તેથી તેની વાત તો છે જ નહીં. શરીરથી ત્રણકાળમાં ધર્મ થતો નથી. શ૨ી૨થી તો જડની ક્રિયા થાય છે. અહીંયા તેની વાત તો દૂર રાખો. અહીંયા તો અંદરમાં જે પુણ્ય-પાપના ભાવ થાય તેનો કર્તા માને તે અજ્ઞાન છે–મૂઢ છે. આવી વાત છે!
જેમ હંસની ચાંચમાં ખટાશને કા૨ણે તે જળને અને દૂધને ભિન્ન કરે છે તેમ ભગવાન શુદ્ધ ચૈતન્ય ૫૨ દૃષ્ટિ પડવાથી રાગ ને આત્મા ભિન્ન પડી જાય છે. આવી આકરી વાત છે. અત્યારે તો ગરબડ બહુ મોટી ચાલી છે. છાપામાં આવ્યું છે. શુભભાવ મોક્ષનો મારગ છે.
મખનલાલજી કહે
કૈલાસચંદજી કહે
મખનલાલજી કહે
કૈલાસચંદજી કહે
શુભભાવ હેય છે.
શુભભાવને ઠેય માને તે મિથ્યાર્દષ્ટિ છે. કુંદકુંદાચાર્ય શુભભાવને ઠેય માને તો શું કુંદકુંદાચાર્ય મિથ્યાર્દષ્ટિ છે ?
શ્રોતા:- હવે બન્ને ઝગડે છે..!
ઉત્ત૨:- ભાઈ.. ઠીક કહે છે, બન્ને પંડિત.. પંડિત ઝગડે છે. હવે આટલા વર્ષ ઝગડા થયા ! આટલા વરસ તમે શું કરતા હતા ? અહીંયાની વાત બહુ ચર્ચાણી. શુભભાવને ધર્મ કહેતા નથી. સમજમાં આવ્યું?
અહીંયા તો કહે છે રાગ અને ચૈતન્ય બન્ને ભિન્ન ચીજ છે. નવતત્ત્વ છે કે નહીં !? હિંસા-જૂઠ-ચોરી–વિષય-ભોગ વાસના તે પાપ તત્ત્વ છે. દયા-દાન-વ્રત-ભક્તિના તે પુણ્ય તત્ત્વ છે. તે બન્ને શાયક તત્ત્વથી ભિન્ન છે. આહા... હા ! જ્ઞાયકભાવ છે કે
ભાવ
Please inform us of any errors on rajesh.shah@fofalise.co.uk
Page #387
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કલશ-૫૯
૩૭૫ નહીં? જ્ઞાયક ભગવાન આત્મા ચૈતન્ય સ્વરૂપી તે પુણ્ય-પાપના રાગથી ભિન્ન તત્ત્વ છે.... આવું જ્યારે ભેદજ્ઞાન કર્યું તો તેને ચૈતન્ય લક્ષણે લક્ષિત આત્માનો અનુભવ થયો. તો હવે તે રાગથી ભિન્ન પડી ગયો. ભિન્ન રાગનો કર્તા જ્ઞાની થતો નથી. રાગ થાય છે તેનો તે જ્ઞાતા રહે છે તે પણ વ્યવહાર છે.
આહા.. હા! શું કહે છે!? રાગ છે તો જ્ઞાતાપણાની પર્યાય રાગ છે તો છે તેમ પણ નથી. શું કહ્યું? આ રાગ છે તે પોતાનું કર્તવ્ય તો નથી પરંતુ રાગને જાણવો તે પણ વ્યવહાર છે. ખરેખર તો પોતાની પર્યાયમાં તે સમયે પોતાના જ્ઞાનનું જ્ઞાન થાય છે.. અર્થાત્ રાગનું જ્ઞાન પોતાના સ્વભાવથી પોતાનાથી થાય છે. રાગ છે તો રાગના જ્ઞાનની પર્યાય અહીંયા થઈ તેમ નથી. આવી વાત છે ભાઈ ! આ કર્તાકર્મ અધિકાર છે. જૈનદર્શનમાં આવી ચીજ કયાંય છે નહીં.
કોઈ તો ઇશ્વરને કર્તા માને છે, કોઈ શરીરની ક્રિયા ને કર્તા માને છે અને અહીંયા પુણ્ય-દયા-દાન-વ્રતની ક્રિયાને કર્તા માને છે તે બધા મિથ્યાષ્ટિ છે. જ્ઞાનીને પણ રાગ આવે છે પરંતુ રાગથી મારી ચીજ ભિન્ન છે તેમ જાણે છે. રાગ સંબંધી પોતાનું જ્ઞાન પોતાથી થાય છે. રાગનાં સંબંધથી નહીં. પોતાનામાં પોતાથી રાગનું જ્ઞાન થાય છે. આ બધું સમજવું પડશે. એમને એમ આ તમારા ગપ્પા નહીં ચાલે. તમારા ભાઈ કહેતા હતા કે તે બહુ થોડો પ્રત્યન કરે છે. અંદર વિશેષ પ્રયત્ન કરવો જોઈએ. કેમકે આવા અવસર ક્યારે મળે ભાઈ ! આ તો હિતની વાત છે ને ભગવાન!
આહાહા ! ચૈતન્ય હિરલો, આનંદકંદથી ભરેલો પડ્યો છે. નાળિયેરનું દૃષ્ટાંત ઘણી વાર આપીએ છીએ. નાળિયેર અર્થાત્ શ્રીફળ. શ્રીફળના ઉપરના છાલા જુદા છે. અને જે કાચલી હોય છે તે કાચલી જુદી છે. અને કાચલી તરફની જે લાલ છાલ છે તે જુદી છે.
જ્યારે ટોપરાપાક કરીએ છીએ ત્યારે આ લાલ છાલ કાઢી નાખીએ છીએ. તેની પાછળ શેર દોઢ શેરનું જે ટોપરું હોય છે તે ઘોળું અને મીઠું શ્રીફળ છે.
તેમ આ આત્મા છે તેની ઉપર આ શરીર છાલા છે. અંદર જે જડ કર્મ છે જે પુણ્યપાપના ભાવનું (નિમિત્તપણે પામી) અને બંધારણા છે તે કર્મ કાચલીની જગ્યાએ છે. અને જે શુભ-અશુભ ભાવ તે કાચલી તરફની લાલ છાલ છે. તે લાલ છાલની પાછળ સફેદ શુદ્ધ આનંદનો ગોળો આત્મા પડયો છે. આ દષ્ટાંતથી તો સમજમાં આવે છે ને ભાઈ ! આનંદઘનજીનો ત્રીજો એક શબ્દ હતો.
“ગગન મંડળમેં ગૌઆ વિહાણી, વસુધા દૂધ જમાયા, સૌ ૨. સુણો ભાઈ, વલોણું વલોવે તો અમૃત કોઈ પાય અબધુ સો જોગી ગુરુ મેરા.”
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #388
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૭૬
કલશામૃત ભાગ-૨ કહ્યું? ગગન મંડળમાં ભગવાનની વાણી નીકળી. પૃથ્વી પર પડી અને એ વાણી મનુષ્યના કાનમાં પડી. આ દૂધનું વલોણું નથી કહેતા ! તેમાંથી માખણ કાઢે છે. તે તત્ત્વ અમૃત કોઈ પાય. સમજમાં આવ્યું!?
આ તો સર્વશ પરમેશ્વર દ્વારા સિદ્ધ થયેલી વાત છે. ઘરની વાત છે નહીં. આહા... હા ! આ સર્વજ્ઞ પરમાત્માના શ્રીમુખેથી નીકળેલી વાણી છે. આ વાણીનો સ્વાદ એ છે કેતારી ચીજમાં અતીન્દ્રિય આનંદ અમૃત ભર્યું છે. હરણની નાભિમાં કસ્તુરી પરંતુ હરણને તે કસ્તુરીની કિંમત નથી. સમજમાં આવ્યું!?
તેમ ભગવાન આત્મામાં અતીન્દ્રિય આનંદ ને અતીન્દ્રિય જ્ઞાન ભર્યું છે. મૃગલા જેવા મનુષ્યો પુણ્ય ને પાપના પ્રેમમાં તે કસ્તુરીને દેખતા નથી. આહા..! આવો માર્ગ એટલે માણસને લાગે કે એકાંત છે. ભાઈ..! એકાંત તો છે. સાંભળને!
પોતાના આત્માને પુષ્ય ને રાગની ક્રિયાથી ભિન્ન જાણીને અનુભવ કરવો તે જ ધર્મ છે. બાકી બધું શૂન્ય છે. લાખ વ્રત કરે, ભક્તિ-પૂજા કરે પરંતુ તે શુભરાગ છે. સમજમાં આવ્યું!? અહીંયા કહે છે–વલોણા દ્વારા છાસમાંથી માખણ કાઢવું છે. તેમ રાગથી ભિન્ન આત્માનું વલોણું કરવાવાળો આત્મા, આત્માના માખણને પ્રાપ્ત કરે છે. આવી વાત છે..!
તેમ જે કોઈ જીવ-પુદ્ગલને ભિન્ન-ભિન્ન અનુભવે છે “સ: હિ નાનીત. વ, ધ્વનાપિ રોતિ”તે જીવ જ્ઞાયક તો છે.” આ જાણવાવાળો. જાણવાવાળો.. જાણવાવાળો તે હું છું. રાગાદિ મારી ચીજ નથી. જે શુભજોગને ધર્મ-મોક્ષનો માર્ગ કહે છે તેને અહીંયા કહે છે કે શુભ જોગ તે રોગ છે. તેનાથી ભિન્ન મારી ચીજ જ્ઞાયક છે. રાગથી લાભ થયો (તેમ માન્યું છે તો શું રાગ પોતાનો થઈ ગયો? રાગથી લાભ થાય છે તેમ માનનારની પોતાની મનમાની થઈ ગઈ પરંતુ રાગ પોતાની ચીજ છે જ નહીં. આહા ! બહુ સૂક્ષ્મ છે ભાઈ !
પરમાણું માત્રનો કર્તા શાયક નથી. ભગવાન આત્મા બધા દેહમાં ભિન્ન બિરાજે છે પ્રભુ! તેને જ્યાં રાગથી ભિન્ન કરીને જોયો તો તે જ્ઞાયક જાણવાવાળો રહ્યો. તેના જાણવામાં આનંદ આવ્યો પણ તે રાગનો કર્તા નથી. અહીંયા કહે છે-શુભરાગનો કર્તા નથી. તો ત્યાં કહે છે-શુભરાગ મોક્ષમાર્ગ છે. બેયનું મિલાન કયાં કરવું? મખનલાલજી કહે છે-શુભજોગ તે મોક્ષનો માર્ગ છે. અરે... પ્રભુ! શું કહે છે ભાઈ ! જે શુભરાગનો કર્તા થાય છે તે મિથ્યાષ્ટિ છે. જ્યારે રાગથી ભિન્ન પડીને પોતાના ચૈતન્યનું ભાન થયું તો તે કિંચિત્ માત્ર પણ રાગનો કર્તા રહેતો નથી.
“નાનીત વિશ્વની ન રોતિ તે જીવ જ્ઞાયક તો છે, પરમાણુ માત્રને પણ કરતો તો નથી.”
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #389
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કલશ-૫૯
उ७७ આહા.. હા ! અહીંયા પરમાણુંનો અર્થ શું કરવો? આ બહારના પરમાણું-પોઈન્ટ તે તો જડ છે. આ રાગનો કણ છે તે પરમાણુંમાત્રનો કર્તા આત્મા નથી. સમાજમાં આવ્યું? આવી વાત છે! સત્ય માર્ગ જ આવો છે પ્રભુ! એવું લાગે કે આતો નિશ્ચય. નિશ્ચય. નિશ્ચય. લાગે ! પરંતુ નિશ્ચય એટલે સત્ય. વ્યવહાર એટલે આરોપિત-ઉપચાર. સમજમાં આવ્યું!?
અરે..! આવો મનુષ્યભવ અનંતકાળે મળ્યો, તેમાં આ ભગવાનની વાણી સાંભળવા મળી તે સમયે આ કાર્ય ન કર તો ભગવાન આ કામ કે દિ કરીશ ! કરવાનું તો આ છે. બાકી રાગને કરવું તે મરવું છે. (શ્રોતા:- મરતો જ આવી રહ્યો છે.)
કેવો છે જ્ઞાની જીવ? : સદા નવરં ચૈતન્યધાતું ધિરુદ્ર: તે સદા નિશ્ચલ ચૈતન્યધાતુમય આત્માના સ્વરૂપમાં દેઢતાથી રહ્યો છે.” અનાદિથી અજ્ઞાની પુણ્યપાપના ભાવમાં આરૂઢ હતો. શુભ ને અશુભ ભાવમાં આરૂઢ હતો. જેમ ઊંટ કે ઘોડા ઉપર આરૂઢ થાય છે તેમ અજ્ઞાની અનાદિથી દયા-દાન, વ્રત-ભક્તિ, કામ-ક્રોધના ભાવ ઉપર આરૂઢ હતો. રાગથી (ભેદજ્ઞાન થતાં) રાગથી ભિન્ન પોતાના ચૈતન્યમાં આરૂઢ થયો. આ ભાષા તો સમજાય તેવી છે. તમારી હિન્દી જેવી અમારી હિન્દી નથી. ગુજરાતીમાં ચાલે તો શબ્દ બહુ સ્પષ્ટ થાય છે. હિન્દીમાં કોઈ કોઈ શબ્દની (ભાષા ન આવડે.)
અહીં કહે છે પ્રભુ! એકવાર સાંભળ તો ખરો! ન્યાલ થવાનો રસ્તો આ છે. રાગનું કર્તાપણું છોડીને મારું ચૈતન્ય સ્વરૂપ રાગથી ભિન્ન છે તેમ ચૈતન્ય સ્વરૂપમાં આરૂઢ થવું. તે ન્યાલ થવાનો રસ્તો છે. રાગમાં આરૂઢ એ તો ચારગતિનું દુઃખ છે.
સવી અર7 તે સદા નિશ્ચલ ચૈતન્ય ધાતુમય” જેમ સોનું ધાતુ છે તેમ ચૈતન્યધાતુ આત્મા છે. ભગવાન તારી ચૈતન્યધાતુ છે. તે રાગને ધારણ કર્યો નથી. ભગવાન આત્માએ ચૈતન્ય ધાતુને ધારી રાખી છે. તેણે ચેતના સ્વભાવ ધારી રાખ્યો છે. દિગમ્બર સંતોની વાણી તો જુઓ! શબ્દોમાં અમૃત પીરસ્યા છે. શ્રીમદ્જીમાં આત્મસિદ્ધિની પહેલી ગાથામાં આવે છે.
“જે સ્વરૂપ સમજ્યા વિના, પામ્યો દુઃખ અનંત; સમજાવ્યું તે પદ નમું શ્રી સગુરુ ભગવંત; રે..
ગુણવંતા રે જ્ઞાની અમૃત વરસ્યા રે પંચમકાળમાં.” આ આત્મા રાગથી ભિન્ન થયો તો અમૃત વરસ્યા રે આત્મામાં.
આ તારી પૈસાની ધૂળ તો કયાંય રહી ગઈ. આ શેઠિયા કરોડપતિ બેઠા.. તે પૈસાના પતિ! કરોડપતિ કહે છે ને! આ લખપતિ કરોડપતિ, હજારપતિ અને વેપારમાં મોટો હોય તેને ઉદ્યોગપતિ કહે છે. આ ઉદ્યોગપતિ બેઠા. કોણ ઉદ્યોગપતિ ભગવાન ! રાગનો
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #390
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
उ७८
કલશામૃત ભાગ-૨ ઉદ્યોગ કરવો તેવું કર્તાપણું અજ્ઞાન છે. આત્માએ પરનો ઉદ્યોગ કર્યો જ નથી. સમાજમાં આવ્યું?
અહીંયા કહે છે-“સદા નિશ્ચળ ચૈતન્યધાતુમય.” “ધાતુમય’ શબ્દ છે. ચૈતન્ય ધાતુમય અર્થાત્ ચૈતન્યથી ભર્યો છે તેવો આત્મા છે. એ તો ચૈતન્યમય ભગવાન આત્મા છે. રાગ ને પુષ્ય ને દયામય તેવો આત્મા છે જ નહીં.
આહા... હા ! અહીંયા તો જરીક ઠીક હોય ત્યાં તેનું અભિમાન. વાણી ઠીક હોય તો તેનું અભિમાન પૈસા ઠીક હોય તો તેનું અભિમાન પ્રભુ! તારું શું અભિમાન ગયું? તું તો ચૈતન્ય આત્મામાં આરૂઢ થા કે-આ હું છું. આવા આત્મામાં ન રહી અને પરનું અભિમાન કરે છે.
અહીં કોઈ એમ કહે કે-પર્યાયમાં અશુદ્ધતા હતી જ નહીં, પર્યાય અનાદિથી શુદ્ધ જ છે–તો તેમ નથી. ચૈતન્ય દ્રવ્ય વસ્તુ છે તે શુદ્ધ છે. પરંતુ પર્યાયમાં પણ અનાદિથી શુદ્ધતા છે તેમ નથી. જો અનાદિથી શુદ્ધતા હોય તો આનંદનું વદન હોવું જોઈએ. અશુદ્ધતા તો અનાદિથી છે. જેમ વસ્તુ અનાદિથી શુદ્ધ છે તેમ પર્યાયમાં અશુદ્ધતા પણ અનાદિથી છે. જે અશુદ્ધતા દુઃખનું કારણ છે. સમજમાં આવ્યું?
કોઈ એમ કહે કે-દ્રવ્ય ને પર્યાય અનાદિથી શુદ્ધ છે, તો તેમ છે નહીં. દ્રવ્ય શુદ્ધ છે અને પર્યાયે અશુદ્ધ છે. તે પંડિત એમ કહેતા હતા કે-પર્યાય અશુદ્ધ છે તો દ્રવ્ય અશુદ્ધ થઈ જાય છે. બિલકુલ ખોટી વાત છે.
શ્રોતા- પ્રવચનસારમાં તો એમ કહ્યું છે. ઉત્તર- ત્યાં તો પર્યાયની વાત છે. સાતમી ગાથામાં છે અમને ખબર છે. શ્રોતા:- શુભ તન્મય શુભ, અશુભ તન્મયે અશુભ. ઉત્તર- શુભ અશુભ તન્મય તે તો પર્યાય છે. દ્રવ્ય નહીં. શ્રોતા:- પેલા લોકો દ્રવ્યને ધ્યે છે.
ઉત્તરઃ- ખબર છે ને.! બધી ખબર છે. હમણાં મખનલાલજીએ લખ્યું છે– પુણ્યપાપની અશુદ્ધતા પર્યાયમાં છે તેથી દ્રવ્યપણ અશુદ્ધ થઈ જાય છે. અરે! ભગવાન..! આત્મા અનાદિ અનંત શુદ્ધ ચૈતન્ય છે-તેની દશામાં ભૂલ છે પરંતુ વસ્તુમાં ભૂલ નથી. વસ્તુ ભૂલરૂપ થઈ જાય તેમ નથી. જો વસ્તુ જ ભૂલરૂપ થઈ જાય તો શુદ્ધતા કયાંથી આવશે? શુદ્ધતાનો નાશ થઈને જો દ્રવ્ય જ અશુદ્ધ થઈ જાય તો શુદ્ધતા કયાંથી આવશે? યુક્તિથી, લોજીકથી, ન્યાયથી સમજવું જોઈએને!? પરમાત્માનો માર્ગ યુક્તિ, લોજીક અને ન્યાયથી છે. નિઃ ધાતુ છે. નિઃધાતુમાં જ્ઞાનને નિજતરફ, સત્ય તરફ દોરી જવું તેનું નામ ન્યાય છે. સમજમાં આવ્યું? - અહીંયા કહે છે-“સદા નિશ્ચલ ચૈતન્યધાતુમય.” જોયું? આત્મા તો સદાય નિશ્ચલ
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #391
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કલશ-૫૯
૩૦૯
ચૈતન્યધાતુમય છે. દ્રવ્ય કદી અશુદ્ધ થયું જ નથી. પર્યાયમાં અશુદ્ધતા અને સંસાર છે. મોક્ષમાર્ગ પણ પર્યાયમાં છે અને સિદ્ધપદ પણ પર્યાયમાં છે. દ્રવ્ય તો ત્રિકાળ શુદ્ધ છે. અરે.. ! ભગવાનના માર્ગમાં અત્યારે ભારે ગરબડ ચાલે છે. કાળ એવો આકરો છે.
પાઠમાં ‘સદા નિશ્ચલ ' તે શબ્દ પડયો છે ને! સદા નિશ્ચલ ચૈતન્ય ધાતુમય આત્માના સ્વરૂપની દ્રઢતામાં રહે છે. દ્રઢતા કહેતાં તેમાં પર્યાય આવી ગઈ. સદા નિશ્ચલ ચૈતન્ય ધાતુમય આત્મ વસ્તુ તે ત્રિકાળી દ્રવ્ય છે, તે સ્વરૂપમાં દ્રઢતાથી રહ્યો છે તો તે પર્યાય થઈ. જે અશુદ્ધતા હતી તેનાથી ભિન્ન કરીને તે શુદ્ધ ચૈતન્ય ધાતુમાં લીન થયો. એ.. જે લીન થયો તે શુદ્ધ પર્યાય છે, વસ્તુ તો ત્રિકાળ શુદ્ધ છે. લોજીકથી, ન્યાયથી, યુક્તિથી સત્ બેસવું જોઈએને ? આમ ઉ૫૨ ઉપ૨થી કોઈ માની લ્યે તો તેવી ચીજ નથી. અંદ૨ જ્ઞાનમાં તેનો ભાસ થવો જોઈએ. મોક્ષમાર્ગ પ્રકાશકમાં ટોડરમલ્લજીએ ‘ ભાવભાસન
.
કહ્યું છે. ભાવ ભાસન અર્થાત્ ભાવનું જ્ઞાન થયું. આ આવું છે તેમ જ્ઞાનમાં આવવું જોઈએ. એ ભાવના ભાસન વિના તારી ચીજની (તને કયાં ખબર છે?) આહા..! સમજમાં આવ્યું!?
'
ઓહો.. હો.. હો..! સંતોએ તો દાંડી પીટીને જગાડયા છે. જાગ રે જાગ નાથ! આનંદનો કંદ પ્રભુ રાગમાં કયાં સૂઈ રહ્યો છે! સચ્ચિદાનંદ પ્રભુ અનાદિથી રાગમાં સૂઈ રહ્યો છે. તે પોતાની જાગૃતદશા પ્રગટ ન કરતાં ઉંઘ લ્યે છે. તેને હવે કહે છે કે–એકવા૨ પુણ્ય-પાપના ભાવની નિદરું લેવાનું છોડી દે! અને જાગૃત થઈ ચૈતન્ય ધાતુમાં આવી જા ! સમજમાં આવ્યું?
કેટલાક કહે છે કે–સમાજમાં આવી સૂક્ષ્મવાત ન કહેવી. પણ સૂક્ષ્મ ને યથાર્થ વસ્તુ આ છે. મોક્ષમાર્ગ પ્રકાશકમાં એવો પાઠ છે કે-દ્રવ્યાનુયોગનું મૂળ રહસ્ય સભામાં આવવું જોઈએ. અરે.. રે ! આવું જીવન કયારે આવશે ભાઈ ! ફરીને આવી વાણી મળવી મુશ્કેલ. સત્ય વાત બહાર આવી તો વિરોધ થયો. વિરોધ તારી દૃષ્ટિનો છે ભગવાન ! તારી ધાતુ જે ચૈતન્યમય છે તેને જો !
અહો ! દિગમ્બર સંતોનો કોઈ પણ ગ્રંથ લ્યો, તે આત્માને ચૈતન્ય સ્વભાવમાં થંભાવી દે છે.
(પ્રવચન નવનીત ભાગ-૩ પેઈજ નં. ૧૪૯ )
Please inform us of any errors on rajesh.shah@fotalise.co.uk
Page #392
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
3८०
કલશાકૃત ભાગ-૨ શ્રી વાઢકસમયસાર
અજીવદ્વા૨ અજીવ અધિકારનું વર્ણન કરવાની પ્રતિજ્ઞા (દોહરા) जीव तत्त्व अधिकार यह, कह्यौ प्रगट समुझाय। अब अधिकार अजीवको, सुनहु चतुर चित लाय।।१।।
મંગલાચરણ ભેદવિજ્ઞાન દ્વારા પ્રાસ પૂર્ણજ્ઞાનને વંદન. (સવૈયા એકત્રીસા)
परम प्रतीति उपजाय गनधरकीसी, ___अंतर अनादिकी विभावता विदारी है। भेदग्यान दृष्टिसौं विवेककी सकति साधि,
चेतन अचेतनकी दसा निरवारी है।। करमकौ नासकरि अनुभौ अभ्यास धरि,
हिएमैं हरखि निज उद्धता सँभारी है। अंतराय नास भयौ सुद्ध परकास थयौ, ग्यानकौ विलास ताकौं वंदना हमारी है।। २।।
(लश-१-33)
શ્રીગુરુની પારમાર્થિક શિક્ષા(સવૈયા એકત્રીસા) भैया जगवासी तू उदासी व्हैक जगतसौं,
एक छ महीना उपदेश मेरौ मानु रे। और संकलप विकलपके विकार तजि ,
बैठिकै एकंत मन एक ठौरु आनु रे। तेरौ घट सर तामैं तूही है कमल ताकौ,
तूही मधुकर व्है सुवास पहिचानु रे। प्रापति न व्हैहै कछु ऐसौ तू विचारतु है, सही व्हैहै प्रापति सरूप यौंही जानु रे।।३।।
(लश-२-३४) નોંધ:- વાચકોને સ્વાધ્યાયની અનુકુળતા માટે અહીં નાટક સમયસારના પદ આપવામાં આવ્યા
છે. કસમાં લખેલા કલશ નંબર સમયસાર આત્મખ્યાતિના મુળ નંબરો છે.
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #393
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૮૧
શ્રી નાટક સમયસારના પદો
જીવ અને પુદ્ગલનું લક્ષણ (દોહરા) चेतनवंत अनंत गुन, सहित सु आतमराम।। यातें अनमिल और सब, पुदगलके परिनाम।।४।।
(लश-3-34)
આત્મજ્ઞાનનું પરિણામ (કવિત) जब चेतन सँभारि निज पौरुष,
निरखै निज दृगसौं निज मर्म। तब सुखरूप विमल अविनासिक,
___जानै जगत सिरोमनि धर्म।। अनुभौ करै सुद्ध चेतनकौ,
रमै स्वभाव वमै सब कर्म। इहि विधि सधै मुकतिको मारग, अरु समीप आवै सिव सर्म।। ५।।
(सश-४-36)
४७-येतननी मिन्नत(Easu) वरनादिक रागादि यह, रूप हमारौ नांहि। एक ब्रह्म नहि दूसरौ, दीसै अनुभव मांहि।।६।।
( श-५-३७)
દેહ અને જીવની ભિન્નતા પર બીજું દૃષ્ટાંત (દોહરા) खांडो कहिये कनककौ, कनक-म्यान-संयोग। न्यारौ निरखत म्यानसौं , लोह कहैं सब लोग।।७।।
(इलश-6-3८)
જીવ અને પુદ્ગલની ભિન્નતા (દોહરા) वरनादिक पुदगल-दसा, धरै जीव बहु रूप। वस्तु विचारत करमसौं, भिन्न एक चिद्रूप।।८।।
(सश-७-७८)
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #394
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૮૨
કલશાકૃત ભાગ-૨ દેહ અને જીવની ભિન્નતા પર બીજું દૃષ્ટાંત (દોહરા) ज्यौं घट कहिये घीवकौ, घटकौ रूप न घीव। त्यौं वरनादिक नामसौं, जड़ता, लहै न जीव।।९।।
(सश-८-४०)
આત્માનું પ્રત્યક્ષ સ્વરૂપ (દોહરા) निराबाध चेतन अलख, जाने सहज स्वकीव। अचल अनादि अनंत नित, प्रगट जगतमैं जीव।।१०।।
___ (१४-८-४१)
અનુભવ વિધાન (સવૈયા એકત્રીસા) रूप-रसवंत मूरतीक एक पुदगल,
रूप बिनु औरु यौं अजीव दर्व दुधा है। चारि हैं अमूरतीक जीव भी अमूरतीक,
___ याहितें अमूरतीक-वस्तु-ध्यान मुधा है।। औरसौं न कबहूं प्रगट आप आपुहीसौं,
__ ऐसौ थिर चेतन-सुभाउ सुद्ध सुधा है। चेतनको अनुभौ अराधैं जग तेई जीव; जिन्हकौं अखंड रस चाखिवेकी छुधा है।।११।।
(saa-१०-४२)
મૂઢ સ્વભાવ વર્ણન (સવૈયા તેવીસા). चेतन जीव अजीव अचेतन,
लच्छन-भेद उभै पद न्यारे। सम्यक्दृष्टि-उदोत विचच्छन,
भिन्न लखै लखिमैं निरधारे।। जे जगमांहि अनादि अखंडित,
मोह महामदके मतवारे। ते जड़ चेतन एक कहैं , तिन्हकी फिरि टेक टरै नहि टारे।।१२।।
(सश-११-४3)
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #395
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રી નાટક સમયસારના પદો
શાતાનો વિલાસ (સવૈયા તેવીસા ) या घटमैं भ्रमरूप अनादि,
विसाल महा अविवेक अखारौ ।
तामहि और स्वरूप न दीसत
पुग्गल नृत्य करै अति भारौ ।।
फेरत भेख दिखावत कौतुक,
सौंजि लियैं वरनादि पसारौ । मौहसौं भिन्न जुदौ जड़सौ,
चिनमूरति नाटक देखन हारौ ।। १३ ।। ( ऽलश-१२-४४ )
ભેદવિજ્ઞાનનું પરિણામ (સવૈયા એકત્રીસા ) जैसैं करवत एक काठ बीच खंड करै,
जैसैं राजहंस निरवारै दूध जलकौं । तैसैं भेदग्यान निज भेदक - सकतिसेती,
भिन्न भिन्न करै चिदानंद पुदगलकौं।। अवधिकौं धावै मनपर्यैकी अवस्था पावै,
उमगिकैं आवै परमावधिके थलकौं । याही भांति पूरन सरूपकौ उदोत धरै,
करै प्रतिबिंबित पदारथ सकलकौं ।। १४ ।। ( ऽलश-१3-४५ )
કર્તા કર્મ ક્રિયાદ્વાર
प्रतिज्ञा ( छोरा )
यह अजीव अधिकारकौं, प्रगट बखानौ मर्म । अब सुनु जीव अजीवके, करता किरिया कर्म ।। १ । ।
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
3८3
Page #396
--------------------------------------------------------------------------
________________
३८४
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કલશામૃત ભાગ-૨ ભેદવિજ્ઞાનમાં જીવ કર્મનો કર્તા નથી, નિજસ્વભાવનો કર્તા છે( સવૈયા એકત્રીસા ) प्रथम अग्यानी जीव कहै मैं सदीव एक,
दूसरौ न और मैं ही करता करमकौ । अंतर- विवेक आयौ आपा-पर-भेद पायौ,
भयौ बोध गयौ मिटि भारत भरमकौ । भासे छहौं दरबके गुन परजाय सब,
नासे दुख लख्यौ मुख पूरन परमकौ । करम कौ करतार मान्यौ पुदगल पिंड, आप करतार भयौ आतम
धरमकौ ॥२॥ ( ऽलश-१-४६ )
जाही समै जीव देहबुद्धिकौ विकार तजै,
वेद सरूप निज भेदत भरमकौं । महा परचंड मति मंडन अखंड रस,
अनुभौ अभ्यासि परगासत परमकौं।। ताही समै घटमैं न रहै विपरीत भाव,
जैसैं तम नासै भानु प्रगटि धरमकौं । ऐसी दसा आवै जब साधक कहावै तब,
करता ह्वे कैसे करै पुग्गल करमकौं । । ३ ॥ ( ऽलश-२-४७ )
આત્મા કર્મનો કર્તા નથી માત્ર જ્ઞાતા-દેષ્ટા છે. (સવૈયા એકત્રીસા) जगमैं अनादिका अग्यानी कहै मेरौ कर्म करता मैं
3
याकौ किरियाको प्रतिपाखी है। अंतर सुमति भासी जोगसौं भयौ उदासी,
ममता मिटाइ परजाइ बुद्धि नाखी है। निरभै सुभाव लीनौ अनुभौके रस भीनौ,
कीनौ विवहारदृष्टि निहचैमैं राखी है। भरमकी डोरी तोरी धरमकौ भयौ धोरी, परमसौं प्रीति जोरी
करमकौ साखी है ॥४॥
( ऽलश-3-४८)
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #397
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રી નાટક સમયસારના પદો
૩૮૫
ભેદવિજ્ઞાની જીવ લોકોને કર્મનો કર્તા દેખાય છે પણ તે વાસ્તવમાં અકર્તા છે. ( સવૈયા એકત્રીસા ) जैसो जो दरव ताके तैसो गुन परजाय,
ताहीसौं मिलत पै मिलै न काहु आनसौं । जीव वस्तु चेतन करम जड़ जातिभेद,
अमिल मिलाप ज्यौं नितंब जुरै कानसौं । ऐसौ सुविवेक जाकै हिरदै प्रगट भयौ,
ताकौ भ्रम गयौ ज्यौं तिमिर भागे भानसौं । सोई जीव करमकौ करता सौ दीसै पै,
अकरता कह्यौ है सुद्धताके परमानसौं।।५।। (SAN-४-४९)
જીવ અને પુદ્ગલના જુદા જુદા સ્વભાવ ( છંદ છપ્પા ) जीव ग्यानगुन सहित आपगुन-परगुन-ज्ञायक । आपा परगुन लखै नांहि पुग्गल इहि लायक । जीवदरव चिद्रूप सहज, पुदगल अचेत जड़ । जीव अमूरति मूरतीक, पुदगल अंतर बड़।। जब लग न होइ अनुभौ प्रगट,
तब लग मिथ्यामति लसै । करतार जीव जड़ करमकौ,
सुबुधि विकास यहु भ्रम नसै ।। ६ ।। ( ऽलश-५ -५० )
**
ईर्ता, दुर्भ अने डियानुं स्व३५ ( छोड़रो ) करता परिनामी दरव, करम रूप परिनाम । किरिया परजयकी फिरनि, वस्तु एक त्रय नाम ॥७॥ ( ऽलश-हु-५१ )
ऽर्ता, दुर्भ अने डियानुं खेऽत्व ( छोड़रा ) करता करम क्रिया करै, क्रिया करम करतार । नाम-भेद बहु विधि भयौ, वस्तु एक निरधार ।।८।।
( ऽलश-७-५२ )
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #398
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૮૬
કલશાકૃત ભાગ-૨ एक करम करतव्यता, करै न करता दोइ। दुधा दरव सत्ता सधी, एक भाव क्यौं होइ।।९।।
(सश-८-43)
કર્તા, કર્મ અને ક્રિયા પર વિચાર (સવૈયા એકત્રીસા) एक परिनामके न करता दरव दोइ,
दोइ परिनाम एक दर्व न धरतु है।। एक करतूति दोइ दर्व कबहूँ न करै,
दोइ करतूति एक दर्व न करतु है।। जीव पुदगल एक खेत-अवगाही दोउ,
अपनें अपने रूप कोउ न टरतु है। जड परनामनिकौ करता है पुदगल, चिदानंद चेतन सुभाउ आचरतु है।।१०।।
(लश--५४)
મિથ્યાત્વ અને સમ્યકત્વનું સ્વરૂપ (સવૈયા એકત્રીસા). महा धीठ दुखको वसीठ परदर्वरूप,
___ अंधकूप काहूपै निवार्यो नहि गयौ है। ऐसौ मिथ्याभाव लग्यौ जीवकौं अनादिहीको,
याही अहंबुद्धि लिए नानाभांति भयौ है।। काहू समै काहूको मिथ्यात अंधकार भेदि,
ममता उछेदि सुद्ध भाव परिनयौ है। तिनही विवेक धारि बंधकौ विलास डारि, आतम सकतिसौं जगत जीत लयौ है।।११।।
(सश-१०-५५)
જેવું કર્મ તેવો કર્તા. (સવૈયા એકત્રીસા) सुद्धभाव चेतन असुद्धभाव चेतन,
दुहूंकौ करतार जीव और नहि मानिये।
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #399
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
उ८७
શ્રી નાટક સમયસારના પદો कर्मपिंडकौ विलास वन रस गंध फास,
करता दुहूँको पुदगल पखानिये।। तातै वरनादि गुन ग्यानावरनादि कर्म,
नाना परकार पुदगलरूप जानिये। समल विमल परिनाम जे जे चेतनके, ते ते सब अलख पुरुष यौं बखानिये।। १२ ।।
(सश-११-५६)
ભેદજ્ઞાનનું રહસ્ય મિથ્યાદેષ્ટિ નથી જાણતો એના ઉપર દૃષ્ટાંત (સવૈયા એકત્રીસા) जैसैं गजराज नाज घासके गरास करि,
भच्छत सुभाय नहि भिन्न रस लीयौ है। जैसैं मतवारी नहि जानै सिखरनि स्वाद,
___ जुंगमें मगन कहै गऊ दूध पीयौ है।। तैसैं मिथ्यादृष्टि जीव ग्यानरूपी है सदीव,
पग्यौ पाप पुन्नसौं सहज सुन्न हीयौ है। चेतन अचेतन दुहूँको मिश्र पिंड लखि, एकमेक मानै न विवेक कछु कीयौ है।।१३।।
(११-१२-५७)
જીવને કર્મનો કર્તા માનવો તે મિથ્યાત્વ છે એના ઉપર દૃષ્ટાંત (સવૈયા એકત્રીસા) जैसैं महा धूपकी तपतिमैं तिसायौ मृग;
भरमसौं मिथ्याजल पीवनकौं धायौ है। जैसैं अंधकार मांहि जेवरी निरखि नर,
भरमसौं डरपि सरप मानि आयौ है।। अपनैं सुभाव जैसैं सागर सुथिर सदा,
पवन-संजोगसौं उछरि अकुलायौ है। तैसैं जीव जड़सौ अव्यापक सहज रूप, भरमसौ करमकौ करता कहायौ है।।१४।।
(लश-१३-५८)
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #400
--------------------------------------------------------------------------
________________
३८८
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કલશાકૃત ભાગ-૨
ભેદવિજ્ઞાની જીવ કર્મનો કર્તા નથી, માત્ર દર્શક છે. (सवैया भेऽत्रीसा )
जैसैं राजहंसके
वदनके
सपरसत,
देखिये प्रगट न्यारौ छीर न्यारौ नीर है। तैसैं समकितीकी सुदृष्टि मैं सहज रूप,
न्यारौ जीव न्यारौ कर्म न्यारौ ही सरीर है। जब सुद्ध चेतनको अनुभौ अभ्यासै तब,
भासै आपु अचल न दूजौ और सीर है। पूरव करम उदै आइके दिखाई देइ,
करता न होय तिन्हको तमासगीर है ।। १५ ।। (ऽलश-१४-१८)
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
Page #401
--------------------------------------------------------------------------
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates 389 વાંચકોની નોંધ માટે Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk