________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કલશ-૫૮
૩૫૭ નથી તેમ સિદ્ધ કરવું છે. અહીંયા તો નિશ્ચયથી કહે છે કે-અશુદ્ધ પરિણતિને તું કર્તા થઈને કરે છે એ તારો સ્વભાવ નથી. પર્યાયની અપેક્ષાથી વાત છે. દ્રવ્યની અપેક્ષાએ તો આત્મા શુદ્ધ જ્ઞાનમય લીધું ને!? આવું છે.
અજ્ઞાનાત્ મિથ્યા દેષ્ટિને લીધે (બાપુન:) “મિથ્યા દૃષ્ટિને લીધે આકુલિત થતા થકા” આકુલિત થઈને તું રાગનો કર્તા થાય છે. ભગવાન તારા આનંદસ્વભાવને તું ભૂલી જાય છે. તારો અકર્તા સહજ સ્વભાવ છે, તારો આનંદસ્વભાવ છે તેને છોડીને બળાત્કારથી આકુલિત થયા થકા દુઃખી થાવ છો. એમ કહે છે કે-બળાત્કાર કરતો થકો દુઃખી થાય છે. “બળાત્કારે” ભાષા જુઓ ને!? રાજમલ્લજી ગૃહસ્થ હોવા છતાં કેટલી સત્ય વાત કરે છે. “બળજોરીથી ' તેમ શબ્દ છે ને ! કયા કારણથી બળાત્કાર કરતો થકોઆકુલિત થયો થકો. જ્ઞાનમય આનંદમય હોવા છતાં પણ બળાત્કારથી આકુલિત થયો થકો રાગનો કર્તા થાય છે.
“શા કારણથી?“વિજ્ય રાત” અનેક રાગાદિના (વ) સમૂહને કરવાથી.”
આહા.. હા! અસંખ્ય પ્રકારના શુભરાગ અસંખ્ય પ્રકારના અશુભરાગ તેવા અનેક પ્રકારના જે રાગાદિ તેમાં રાગ-દ્વેષ-હરખ વગેરે “ચક્ર સમૂહ” અનેક પ્રકારના રાગાદિકના સમૂહને કરવાથી તારી બુદ્ધિ ત્યાં જોડાઈ ગઈ.. ચેતન તરફ તારી બુદ્ધિ રહી નહીં. ત્યાં પેલા પોકાર કરે છે શુભભાવથી ધર્મ થાય છે. શુભભાવથી ધર્મ થાય છે. અરે. રે! અહીંયા કહે છે કે શુભભાવનો કર્તા થાય છે. એમ માનવું છે તારો બળાત્કાર છે.
ચર્ચા કરો.. વાતનું મિલાન કરો.! ભાઈ ! ચર્ચા તો ફૂલચંદજીની સાથે થઈ ગઈ. ખાનિયા તત્ત્વચર્ચાનાં બે ભાગ છે ચર્ચા તો ઘણી થઈ ગઈ, ફરીથી તેની વાતચર્ચા?! નિયમસારમાં તો કુંદકુંદાચાર્ય કહે છે-જેમ કોઈને લક્ષ્મી મળે અને તે પોતાના વતનમાં આવી એકલો ખાય છે, તે ઢંઢેરો પીટતો નથી. જો તેના કુટુંબને, સાજનને, મહાજનને ખબર પડશે કે પાંચ કરોડ લાવ્યો છે તો તેઓ લાવ.. લાવ કરીને લૂંટશે.
એમ જો તું જ્ઞાનઘન આત્માને પામ્યો હીં, આત્મજ્ઞાન થયું હોય તો સ્વ સમય અને પરસમય સાથે વાદ વિવાદ કરીશ નહીં. કોઈની સાથે ચર્ચા કરીશ નહીં-તેવો પાઠ છે. કેમકે “નાના જીવા, નાના કમ્મા, નાના લબ્ધિ.” નિયમસારમાં આ શબ્દો છે. અનેક પ્રકારના જીવ જેમાં ભવી, અભવી, દૂરભવી છે. “નાના કમ્પા” અર્થાત્ કર્મ અનેક પ્રકારના છે. “નાના લબ્ધિ” એટલે કે જીવોની ક્ષયોપશમની પ્રાપ્તિ અનેક પ્રકારની છે. તું કોની સાથે ચર્ચા કરીશ? આહા.. હા! સ્વસમય સાથે અને પર સમય સાથે, બન્નેની સાથે વાદ કરીશ નહીં. પ્રભુ! તું તારા અનુભવમાં જા...! આનંદમાં જા ! તેને કહે છેતું આનંદનો અનુભવ કર બસ.
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk